________________
કવિજીવન અને કાવ્યસર્જન
તેરાપંથના સાધુ દીપચંદજી અને સાધ્વીજી ભુરાંજીનો પરિચય થયો અને તેરાપંથ વિશે માહિતી પ્રાપ્ત કરી. કવિએ દાહોદમાં વસતા તેરાપંથી ગૃહસ્થોને શુદ્ધ આત્મ સ્વરૂપનું શાસ્ત્રોક્ત માર્ગદર્શન આપી ધર્મમાં સ્થિર કર્યાં.
સંવત ૧૯૫૬ની સાલમાં દુષ્કાળ પડ્યો હતો. ત્યારે દાહોદમાં પાણીની સખત તંગી હતી. ઘણું ડહોળું પાણી મળતું હતું. આ સમયમાં ગોધરાના એક વહોરા વેપારીની માંદગીને કારણે ત્યાં જવાનું થયું અને અહીં નિવાસ દરમ્યાન ઘણા જૈનોએ એમના સંપર્કમાં આવીને ઉપદેશનો લાભ લીધો હતો. અહીં પાણી અને દૂધ દાહોદ કરતાં શુદ્ધ મળતાં હતાં એટલે ત્રણ મહિના ગોધરામાં રહીને શ્રુતજ્ઞાનની ભક્તિરૂપે ઉપદેશ આપવાનું કામ કર્યું.
એમણે સ્વયંપ્રજ્ઞા અને પોતાના જ્ઞાનોપાસનાથી પ્રેરાઈને જૈન ધર્મના તત્ત્વજ્ઞાનના વિષયોનો ઉપદેશ આપવાનો પુરુષાર્થ કર્યો હતો. ગોધરા, વેજલપુર અને દાહોદમાં ઉપદેશક તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. એમની શૈલી રોચક અને અસરકારક હોવાથી ભક્તોની સંખ્યા દિનપ્રતિદિન વૃદ્ધિ પામી. એમના ભક્તોમાં શાહ શામળદાસ ગિરધરલાલ, સંતોકચંદ માણેકચંદ, મણિલાલ ખેમચંદ શાહ, બાલાભાઈ દલસુખભાઈ શાહ, માણેકલાલ ખેમચંદ શાહ, ગિરધરલાલ હેમચંદ શાહ, મહાસુખલાલ જેચંદ શાહ, કોદરલાલ છગનલાલ, દલસુખ નાથજી ગાંધી, સમરતબહેન અમીચંદ, કસ્તુરીબાઈ, હમીરાંબાઈ વગેરે વિશેષ ખ્યાતિ પામ્યાં હતાં. એમના ઉપદેશથી શ્વેતામ્બર જૈનો ઉપરાંત દિગમ્બર જૈનો, બ્રાહ્મણો, તેરાપંથ મતવાળા ગૃહસ્થો, મુસ્લિમો ધર્મના સાચા સ્વરૂપને સમજીને સાત્ત્વિક જીવન જીવ્ય હતા. એમનો ઉપદેશ માત્ર વ્યવહારધર્મનો ન હતો પણ તેમાંથી આગળ વધીને નિશ્ચયધર્મમાં જોડાવાનો હતો. આત્માર્થી બનવા માટેનો ઉપદેશ આપ્યો હતો.
કવિએ સંવત ૧૯૫૭થી લેખનકાર્યનો પ્રારંભ કર્યો. ઉપદેશની સાથે પ્રાપ્ત કરેલા જ્ઞાનના પ્રસાર માટે લેખન કરીને નિશ્ચયધર્મ પ્રત્યેનો પોતાનો
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org