________________
શ્રાવક કવિ મનસુખલાલ
હુકમ મુનિનું સાહિત્ય દ્રવ્યાનુયોગને અનુસરીને આત્મલક્ષી-. આત્મસ્વરૂપ પામવા માટેના શાસ્ત્રીય વિચારોને પ્રગટ કરે છે.
હુકમ મુનિનો સંક્ષિપ્ત પરિચય અત્રે આપવાનું પ્રયોજન એ છે કે કવિ મનસુખલાલ જ્યારે સાચા તત્ત્વદર્શી ગુરુની શોધમાં હતા ત્યારે એમનો પરિચય થયો અને કવિની ધાર્મિક શંકાઓનું સમાધાન આ મુનિએ કર્યું હતું. તેઓશ્રી આ મુનિના જ્ઞાનથી પ્રભાવિત થયા હતા. કવિની રચનાઓ પર મુનિશ્રીના વિચારોનો પ્રભાવ પડેલો નિહાળી શકાય છે. દ્રવ્યાનુયોગ જેવા કઠિન વિષયને સમજવા માટે એમનો પુરુષાર્થ હુકમ મુનિના સત્સંગથી પરિપૂર્ણ થયો અને જીવ્યા ત્યાં સુધી એમની વિચારધારાને અનુરૂપ ઉપદેશ આપવાની પ્રવૃત્તિ કરી ને સાથે સાથે ત્રણ ગ્રંથોની રચના દ્વારા આત્માનંદની અનેરી અનુભૂતિનો આસ્વાદ કરાવ્યો હતો.
તેઓ ધર્મગ્રંથોનો ઉપદેશ આપતા પણ ઉત્સુત્ર પ્રરૂપણા ન થાય એટલે શાસ્ત્ર વિરુદ્ધ બોલાય નહિ તેની સતત જાગૃતિ રાખતા હતા. આચારાંગ, જીવાભિમગમ, નંદીસૂત્ર, મહાનિશીથ, ઉત્તરાધ્યયનસૂત્ર, દેશવૈકાલિક આદિ આગમસાહિત્યનો અભ્યાસ કર્યો. જૈન દર્શનના સારરૂપ તત્ત્વાર્થસૂત્રનો પણ અભ્યાસ કર્યો એટલે એમનો જ્ઞાનમાર્ગનો પુરુષાર્થ અનુકરણીય બની રહે તેવો છે. એક શ્રાવક તરીકે નાનકડા ગામમાં એમનો જૈન દર્શનનો આવો અભ્યાસ એમની જ્ઞાનપિપાસા અને આત્મજાગૃતિનું પ્રમાણ આપે છે.
સંવત ૧૯૩૫ની સાલમાં મૂળ સૂત્રો સ્વયં વાંચવાનો વિચાર કર્યો પણ આંખની તકલીફને કારણે આ કાર્યમાં વિલંબ થયો. કવિ તે આ વખતે પોતાના પૂર્વકૃત કર્મનો ઉદય માની સમતા રાખી હતી. તેમ છતાં જ્ઞાનપ્રાપ્તિની તીવ્ર ઉત્કંઠા હોવાથી કોઈ પુસ્તક વાંચીને સંભળાવે તે માટે પ્રયત્ન કરતાં દાહોદનિવાસી કસ્તુરીબાઈ અને હમીરાબાઈએ સૂત્રવાંચન કરવાની જવાબદારી લઈને કવિની જિજ્ઞાસા તૃપ્ત કરી. એમની સૂત્ર સાંભળવાની અભિલાષા પૂર્ણ કરવામાં વેજલપુરનિવાસી ગાંધી દલસુખ નાથજીએ પણ સેવા આપી હતી.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org