________________
કવિજીવન અને કાવ્યસર્જન
આ પ્રસંગ એમના જ્ઞાનનો પરિચય કરાવે છે. વેજલપુરમાં બનેલી ઘટનાને દાહોદમાં ઉપદેશ વખતે જ્ઞાનથી જોઈને આગાહી કરવાની શક્તિ લોકજીભે ચમત્કારરૂપે જાણીતી છે.
કવિના વિશિષ્ટ જ્ઞાનના ઉદાહરણરૂપે એવી કિંવદંતિ પ્રચલિત છે કે તેઓ આકાશદર્શન કરીને તેજી-મંદી - ખાસ કરીને અનાજના ભાવની વધ-ઘટનું અનુમાન કરતા હતા અને તે પ્રમાણે ધંધામાં લાભાલાભ થતો હતો. એમની આ શક્તિ ધંધા પ્રત્યેની નિષ્ઠાપૂર્વકની કામગીરી ને અનુભવને લીધે હોય અથવા તો ધર્મના ઊંડા અભ્યાસી હોવાથી તેના પ્રભાવથી આવું જ્ઞાન હોવાનો સંભવ છે. તેમ છતાં ધંધાકીય અનુભવ કરતાં એમના જ્ઞાનનો જ એક પ્રભાવ હતો એવું માનવા માટેનું મુખ્ય કારણ એમની શ્રુતજ્ઞાનભક્તિ છે.
એમના આયુષ્ય અંગે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. પણ ગોધરા નિવાસી, ૮૩ વર્ષની વય ધરાવનાર ચંદનબહેનના કહેવા અનુસાર એમ જાણવા મળે છે કે ચંદનબહેનની ૭ વર્ષની વય હતી ત્યારે તેઓ દાહોદ મોસાળમાં ગયા હતા અને તે દરમ્યાન મનસુખલાલના અવસાનનો પ્રસંગ બન્યો હતો એમ લોકો ચર્ચા કરતા હતા. તે દૃષ્ટિએ વિચારતાં સંવત ૧૯૭૬માં કવિનું અવસાન થયું હોય એમ નિર્ણય કરવામાં આવે છે. એમના અવસાનને દિવસે સમગ્ર દાહોદમાં શોક પાળવામાં આવ્યો હતો. કવિના મૃતદેહને પાલખીમાં બેસાડીને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. આ વખતે લોકોએ સોના-રૂપાનાં પુષ્પોથી કવિના નશ્વર દેહને સન્માનપૂર્વક વધાવ્યો હતો. એમની સ્મૃતિમાં ભોજન-સમારંભ યોજવામાં આવ્યો હતો અને ગરીબોને દાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગનો કોઈ ચોક્કસ પુરાવો ઉપલબ્ધ નથી પણ આવી એક જનશ્રુતિ છે તેને આધારે કવિના અંતિમ જીવનનો પરિચય પ્રાપ્ત થાય છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org