________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
૪૧
ગિરિ રાજકું સદા મોરી વંદના
ધન્ય ધન્ય સંપ્રતિ સાચો રાજા.” પ્રત્યેક પદના સ્વરૂપનો પરિચય પૂજામાં આપ્યો છે. પહ્મવિજયજીની આ રચનાઓ ગીતકાવ્ય તરીકે વધુ આસ્વાદ્ય બની રહે છે. ઉદા. તરીકે જોઈએ તો -
“સસનેહી પ્યારા હો સંયમ કબ મિલે, તપસ્યા કરતાં હો ડંકા જોર બજાયા હો; મુનિવર પરમ દયાળ, ભવિયા મુનિવર, સિદ્ધભજો ભગવંત પ્રાણી પૂર્ણાનંદી”
સમ્યગદર્શન પદ તમે પ્રણમો. પૂજાને અંતે કળશની રચના પરંપરાગત લક્ષણયુક્ત છે.
(વિવિધ પૂજાસંગ્રહ) આત્મારામજીકૃત નવપદની પૂજા આ પૂજા દુહા અને ઢાળ એમ બે વિભાગમાં વહેંચાયેલી છે. તેમાં કાવ્ય અને મંત્ર પણ છે. પ્રત્યેક પદના સ્વરૂપ વિશેની વિગતો પૂજામાં પ્રગટ થયેલી છે. પૂજા સાહિત્ય એ ભાવધર્મનો પ્રકાર હોઈ તેમાં ભક્તિભાવપોષક શાસ્ત્રીય રાગોનો પ્રયોગ થયેલો છે.
ખમાચ, પરજ, કાલિંગડો, બિહાગ, ઝિંદકાફી, ભૈરવી, વસંત, ઉપરાંત પ્રચલિત દેશીઓનો પ્રયોગ કરીને ગેયતા સિદ્ધહસ્ત થયેલી જોઈ શકાય છે. પૂજામાં ગુજરાતી ભાષાની સાથે હિન્દી ભાષાનો પ્રયોગ પણ થયો છે. આ રચનાને અંતે કળશનું અનુસરણ કરીને ગુરુપરંપરા અને રચયિતા અને વરસનો ઉલ્લેખ છે. એમનું પૂજાસાહિત્ય ભાવવાહી છે. કવિને સંગીત પ્રિય હતું એટલે પૂજામાં ગેયતા સિદ્ધ થયેલી છે.
Sા
છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org