________________
શ્રાવક કવિ મનસુખલાલ
કાવ્યની રચના સંસ્કૃત ભાષાના કૂતવિલંબિત છંદમાં કરી છે.
જૈન તત્ત્વજ્ઞાન ને નવપદની પૂજા દ્વારા લોકભોગ્ય બનાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. યશોવિજયજી, પદ્મવિજયજી અને આત્મારામજીની નવપદની પૂજાનો મિતાક્ષરી પરિચય ભૂમિકા રૂપે આપવામાં આવ્યો છે. કવિ મનસુખલાલની નવપદની પૂજા વિશેની કેટલીક માહિતી નીચે મુજબ છે :
કવિ મનસુખલાલજીકૃત નવપદની પૂજા કવિ મનસુખલાલજીએ દાહોદ મુકામે સંવત ૧૯૬૪ના ફાગણ વદ ત્રીજને દિવસે નવપદની પૂજાની રચના કરી છે. તેનો ઉલ્લેખ પૂજાને અંતે કળશમાંથી ઉપલબ્ધ થાય છે.
“દોહદ ઓગણીસ સોસઠ ફાલ્ગણ ધર્મ શુકલ મન આયો કૃષ્ણ ત્રીજ મન રંગ ઉલ્લાસ અનુભવ રસ ઉલસાયો રે. નવપદ / ૪ //”
(નવ. પૂ, પા. ૩૪) નવપદની પૂજા રચવા માટેની પ્રેરણા આપનાર શ્રી કોદરભાઈ છગનલાલ હતા. કવિએ આ પૂજાની રચનાનો હેતુ જિનશાસનની ઉન્નતિ થાય અને શિવસુખ મળે તે હોવાનું જણાવ્યું છે.
શાસન ઉન્નતિ અર્થે રચી મેં જનમન હર્ષ ઉપાયો, આતમ ભાવે વીરજ ફોરી મનસુખ શીવરસ પાયો રે. નવપદ // ૯ //”
(નવ. પૂ, પા. ૩૪)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org