________________
કવિજીવન અને કાવ્યસર્જન
તરીકે જીવ્યા હતા. Simple Life and High Thinkingના સૂત્રને એમણે જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યું હતું.
૧૧
આજના ભૌતિકવાદી યુગના માનવીનું જીવન સમસ્યાપ્રધાન બની ગયું છે ત્યારે કવિના જીવનની જ્ઞાનોપાસના જીવન જીવવાનો સાચો માર્ગ ચીંધે છે. ઇતિહાસનું પુનરાવર્તન થાય છે તેવી ઉક્તિ – ભૌતિકવાદના અંતિમ વિચારોમાંથી માનવજાત બહાર નીકળીને પુન: અધ્યાત્મમાર્ગમાં પગરવ ક૨ી શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે તે સમય આવી ગયો છે. લોકોની કહેવાતી પ્રગતિ એ અધોગતિનું કારણ બન્યું છે ત્યારે નવી દિશા તરફ નિશાન લગાવીને જીવવાનો સફળ પુરુષાર્થ સૌ કોઈને ઉપયોગી નીવડશે. આવા કલ્યાણકારી વિચારથી કવિનાં જીવન અને કવનનો વિચાર કરીએ તો એમનું સાચું મૂલ્ય આંકી શકાય.
સાહિત્યસર્જન
કવિની સર્જનપ્રવૃત્તિ સં. ૧૯૫૭થી શરૂ થઈ હતી. તેઓ સમતાભાવના ઉપાસક હતા એટલે સૌપ્રથમ “સામાયિક સિદ્ધમુપાય”ની રચના કરી સામાયિકનું મૂલ્ય સમજાવીને તેની મહત્તા દર્શાવી હતી. એમની સર્જનપ્રવૃત્તિ ૧૦ વર્ષ સુધી સતત ચાલુ રહી હતી. ત્યાર પછી નાદુરસ્ત તબિયતને કારણે સર્જન અને ઉપદેશનું કાર્ય બંધ કર્યું હતું.
જૈન અને જૈનેતર દર્શનશાસ્ત્રોના અભ્યાસની સાથે સુગુરુ હુકમ મુનિના પરિચય, સત્સંગ અને આશીર્વાદથી શાસ્ત્રોક્ત વિચારોનું ચિંતન અને મનન કરીને તાત્ત્વિક વિચારો સમજાવવાની પ્રવૃત્તિ આદરી હતી. એમની શૈલી ને પ્રતિભાથી જૈનોનું આકર્ષણ વધ્યું અને ભક્તોની રુચિને અનુલક્ષીને ઉપદેશની પ્રવૃત્તિમાંથી સાહિત્યસર્જન કર્યું. એમની કૃતિઓની સંક્ષિપ્ત માહિતી પ્રકરણ ૨ માં છે. બીજા પ્રકરણમાં આ કૃતિઓ વિશે વિવેચનાત્મક નોંધ અને ઉદાહરણ આપવામાં આવેલ છે તે ઉપરથી એમની તત્ત્વજ્ઞાનની રુચિ – જ્ઞાનોપાસના – પ્રભુભક્તિ અને શુદ્ધ આત્મોપયોગની તીવ્ર ઇચ્છા કેટલી પ્રબળ છે તેનો ખ્યાલ આવશે.
Jain Education International 2010_03_For Private & Personal Use Only
www.jainelibrary.org