________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
૪૭
જણાવ્યું છે કે પહેલાં ગુરુ અને પછી ગોવિંદ ગુરુ મોક્ષમાર્ગ બતાવે છે. એમનો ઉપકાર કેમ ભૂલી શકાય ?
કવિએ પ્રભુદર્શનથી જીવનની સફળતા અનુભવી છે. પ્રભુને પ્રાર્થના કરીને કવિ કહે છે કે તમે મારો ઉદ્ધાર કરો એવો કેન્દ્રવર્તી વિચાર પ્રગટ થયો છે. પદની આરંભની પંક્તિ ભક્ત હૃદયનો ઉલ્લાસ વ્યક્ત કરે છે –
“અખીયાં સફળ લઈ મેરી આજ, દેખ્યા શ્રી જીનરાજ
(નવ.પૂ, પા. ર૬૬) પ્રભુદર્શનથી ખોટો ભ્રમ ભાગી ગયો છે. પ્રભુની અમૃત સમ વાણીથી સત્ય સમજાયું છે.
મનસુખલાલજીની રચનાઓમાં મુખ્યત્વે આત્મ-સ્વરૂપ પામવા માટેની ઉત્કટ લાગણી પ્રગટ થયેલી છે. આ પદની ૭ ગાથામાં આત્મસ્વરૂપ વિશેના ગહન વિચારો પ્રગટ થયા છે. આરંભની પંક્તિ નીચે મુજબ છે –
“લાગી લગન પર ગુણમેં જબ લગ તબ લગા જ્ઞાન ચેતના ભારી, લાગી લગન નિજ ગુણમે જબ તુજ પ્રગટે જ્ઞાન ચેતના પ્યારી.”
(નવ.પૂ., પા. ૨૬૭). ગુરુવચનથી આત્મ-સ્વરૂપ સમજાય છે. આવાં વચનો જે આત્મા ધ્યાનમાં લેતો નથી તેનો મનુષ્યજન્મ નિષ્ફળ જાય છે અને કર્મબંધથી સંસારમાં ભ્રમણ કરે છે.
કવિએ પરોપદેશે પાંડિત્યમુનો વિરોધ વ્યક્ત કરીને પોતાના જ આત્માને ઉપદેશ દ્વારા શુદ્ધ સ્વરૂપ પામવાનો અનન્ય પ્રેરણાદાયી વિચાર દર્શાવ્યો છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org