________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
નથી. ભગવાનની વાણી અમૃતની મેઘવૃષ્ટિ સમાન છે. તેમાંથી જ્ઞાનનો પ્રકાશપુંજ પથરાય છે. જ્ઞાન વગર શત્રુ-મિત્ર કોણ છે તે સમજાતું નથી. રાગ-દ્વેષ એ મહાશત્રુ છે. તેનો નાશ કરવો જરૂરી છે તો જ સાચું શિવસુખ પ્રાપ્ત થાય.
શત્રુમિત્રનો સંદર્ભ દર્શાવતી કવિની પંક્તિઓ નીચે મુજબ છે : જ્ઞાન વિના નવિ ઓળખે રે, કોણ શત્રુ કોણ મિત્ર? ચિત હણી અરિ પોષતા રે તે લઈ દુ:ખ વિચિત રે, ચેતન... // ૩ //
સ્તવનની ભાષા ગુજરાતી છે. છતા મિત, વિચિત પ્રાકૃત શબ્દોનો પ્રયોગ થયો છે. મધ્યકાલીન પરંપરા અનુસાર છઠ્ઠી ગાથામાં કવિના નામનો વિશિષ્ટ રીતે ઉલ્લેખ થયેલો છે.
પૂરણ ભેદ વિજ્ઞાનથી રે મમતા નાશે દૂર, મનસુખ શિવ સંપતિ લહેરે, ચિદાનંદ ભરપૂર રે, ચેતન... / ૯ /
મનસુખનો એક અર્થ કવિ મનસુખલાલજી અને બીજો અર્થ મનનું પરમોચ્ચ સુખ ચિદાનંદની પ્રાપ્તિ એમ સમજાય છે.
(નવપદપૂજા, પા. ૨૬૪) | (૩) શ્રી મહાવીર સ્વામીનું સ્તવન
(રાગ : ત્રિશલાનંદન ચંદન શીત) વંદું ત્રિશલાનંદન દેવ, સુરનર કિન્નર સારે સેવ, ભવિ સેવિએ તુજ દરશનથી દર્શન પાય, આતમ દર્શન મોહ નસાય. ભવિ... (૧) પૂર્ણાતમ ગુણ પ્રગટે એમ, સહજ પરમ પદ લહીએ ક્ષેમ; નિજ દરશન બિન કાલ અનંત, ભમિયો લહિ દુ:ખ અતિ પરતંત્ર..
ભવિ... (૨) ચેતન કર્મ કર્મફલ જ્ઞાન, એમ નવિ જાણયો શુદ્ધ વિધાન,
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org