________________
૬૨
શ્રાવક કવિ મનસુખલાલ
સ્વરૂપની દૃષ્ટિએ વિચારીએ તો આ સ્તવન નથી. પદ પણ નથી. ખરેખર આ રચના સ્તુતિ છે. આત્મસ્વરૂપનો પરિચય આપતાં કવિ જણાવે છે કે
હું જ્ઞાનવંત અમલાન સુધાત્મભોગી જ્ઞાતા સદા અચલ એક પ્રમોદ યોગી / રાખી સભાવ પર ભાવથિ નિ:પ્રયોગી
ના કામ છે પર પદે નહિ અન્ય યોગી // ૧ // શાંતિનાથ ભગવાન વિશે કવિ જણાવે છે કે
ના રાગ રોષ ન, ન માન કરે કદાપી ના સંગ રંગ ન, ન પુદ્ગલ બુદ્ધિ થાપી | શાંતિ જિનેશ પરમાત્મ સભાવ લીના
શાંતિ દિયે ભવિક શિવ રંગ ભીના // ૨ // કવિની વર્ણપસંદગી અને અભિવ્યક્તિમાં લયમાધુર્ય જોવા મળે છે. પરિણામે આ રચના પ્રભુતુતિ રૂપે આસ્વાદ્ય બની રહે છે.
(નવપદ પૂજા, પા. ર૭૫) (૨) શ્રી પાર્શ્વનાથનું સ્તવન આ સ્તવનમાં કવિ મનસુખલાલજીએ પાર્શ્વનાથ ભગવાનની અમૃતસમ વાણીનો ઉલ્લેખ કરીને આત્મા શાશ્વત સુખ મેળવે તે અંગેના વિચારો વ્યક્ત થયેલા છે. આરંભની પંક્તિ નીચે મુજબ છે.
પાસ જિનેશ્વર દેશના રે, અમૃત મેઘ સમાન.” “પ્રાણી એકલભાવના ભાવ” એ દેશમાં સ્તવન રચાયું છે. અજ્ઞાનતા એ અભિશાપ છે. જ્યાં સુધી સાચું આત્મજ્ઞાન થતું નથી ત્યાં સુધી સંસારનું અંતર ઘટતું નથી. એટલે કે ભવભ્રમણમાંથી મુક્ત થવાતું
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org