________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
૬૧
(૧૩) મહાવીર સ્વામીનું ચૈત્યવંદન
| (કિરીટછંદ) તું શિવ શંકર તું પરમેશ્વર, તારક વારક તંહિ જિનેશ્વર / જે જન ધ્યાન ધરે તુજ નિર્મલ, સેવ કરે ઘસિ કેશરચંદન / પાપ હરે ભવ તાપ મિટે દુ:ખ આતમ સંપતિ શુદ્ધ લહેવર / વીર મહાભય સાત હરે સબ દોષ ટલે ઉરના કિનકો દુરા // ૧ / દર્શન જ્ઞાન ચારિત તું દેવત, સેવત આણ સદા તુમ જેનર / દુમતિ જે અભિમાન નર્ઝડત આણ પ્રભુ કિન ધારત તેખર // જે ભવિ શાસન નાયક પૂજત, મારગ સૂજત તે નરને વર / આતમજ્ઞાન વિના જન મૂરખ, બંધન કર્મ અનેક કરે પર // ર // જે તુજ સેવત તે સુખ પાવત, શાંતિ સમાધિ અનંત ઉપાવત / મોહ હઠાવત ક્લેશ નશાવત, કર્મ ખપાવત એભવ નાવત / પાવન જાવન જેનર ભાવંત, ખાંતિ ધરી નિજ સંપતિ પાવત / તે નર ધાતિએ કર્મ ખપાવત, શ્રી મનસુખ ઘરે શિવ લાવત / ૩ //
(પા. ૩૪૯)
૨. સ્તવન
(૧) શાંતિનાથ ભગવાનનું સ્તવન
આ સ્તવનની ચાર ગાથામાં કવિએ શાંતિનાથ ભગવાનના ગુણોનો મહિમા ગાયો છે. એમની સેવા, પૂજન અને ભક્તિથી પરમપદની પ્રાપ્તિ થાય છે. એમ દર્શાવીને ભક્તિનો મહિમા પ્રગટ કર્યો છે. સામાન્ય રીતે સ્તવનમાં પાંચ ગાથા હોય છે. તેમાં મોટે ભાગે કોઈ દેશી કે પ્રચલિત ચાલનો પ્રયોગ થાય છે. અહીં કવિએ સંસ્કૃતના વસંતતિલકા છંદમાં ચાર ગાથાઓ રચી છે. પદમાં પાંચ કરતાં ઓછી ગાથા હોય છે. સ્તવનના
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org