________________
૧૪૬
શ્રાવક કવિ મનસુખલાલ
કવિએ પ્રાસ બેસાડવા લઘુ પ્રયત્ન દ્વારા કેટલાક શબ્દોનો પ્રયોગ કર્યો છે :
સ્વતંત (સ્વતંત્ર); મગ (માર્ગ); સુત; (શ્રત)
ક્યાંક હિન્દી ભાષાનો પણ પ્રભાવ પડ્યો છે. કેટલાક શબ્દપ્રયોગો જોઈએ તો જબલગ, તબલગ, બાહિર, ભીતર, હૈ, હમ, મેરે.
દાર્શનિક વિચારોને વ્યક્ત કરવામાં વર્ણનને અવકાશ નહિવત્ છે. તેમ છતાં કવિએ પ્રભુના વર્ણનમાં વિશેષણો અને અલંકારનો આશ્રય લીધો છે. તેમાં શબ્દાનુપ્રાસ અને વર્ણાનુપ્રાસની યોજના કવિત્વના શણગાર-રૂપ બને છે.. સારક વારક તારક સ્વામી જગ બાંધવ જગત્રાતા રે” પરમ પ્રમો પરમ દયાલુ મહામારણ ઉપયોગી રે (નવ પદ પૂજા, પા. ૩) અભેદી અછેદી અપેદી અબોધ મહાતમ ભેદી રે” (નવ.પૂ, પા. ૫) ધરમ શુક્લ ધ્યાને ધ્યાવતો ધ્યેય ધારી, ધીરવીર મહાવીરજી સાહેલી રે સુખ સંપત્તિ દાતાર, રમ્ય રમા નિજ સહજમાં રમણે રમતા રામ પરિણામીકતા પરિણમે પ્રયાસ નહીં પરયોગ. સહજ સુજ્જવ તૃપ્ત સમાધિ સંજય સિદ્ધ સ્વભાવ શિવ કમલા મનસુખ સહવાસે સુખ શાશ્વત ભોગે રે. ચેતન ચતુરા ચેતો નિજ ઘર આવો ને, ગોરીને ભોરીને સુમંતા વીનવે
પ્રભુ માટેનાં વિશેષણો જોઈએ તો દેવના દેવ સંતા, પરમવૈદ્ય (ભવભ્રમણના રોગના સંદર્ભમાં), જંગમ સુરતરૂ, ઉપશમ અમૃત સાગર, ત્રિભુવન મુગટ શિરોમણી, ત્રિભુવન શિરતાજ, મુખડું પૂનમ ઇંદુ, મુમતા કુટીલા પર ઘર ભ્રમણ કરાવ્યું રે, એવી ને કુબજા ઘર પગ કુણ કવે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org