________________
૧૨૦
શ્રાવક કવિ મનસુખલાલ
પ્રાકૃત ભાષામાં આવાં સ્તોત્રો રચાયાં છે. આ ભૂમિકાને આધારે ભક્તિ માર્ગની કવિતાનો વિકાસ થયેલો છે.
આરંભની ભક્તિ કવિતામાં મંગલાચરણની રચના છે, જે ભક્ત હૃદયની ઈષ્ટદેવ પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધાનું સૂચન કરે છે.
ભક્તિ કાવ્યો ગેય હોવાની સાથે પાક્ય કોટિનાં પણ હોય છે. શ્રીઅજિતસેન સૂરિની હરિવંશપુરાણની રચના ૨૨મા તીર્થકર
શ્રી નેમિનાથના ચરિત્રને ભક્તિભાવનાથી વ્યક્ત કરે છે. - ભક્તિકાવ્ય એટલે ઇષ્ટદેવની સ્તુતિ કે ગુણગાન એવો સીમિત અર્થ નથી. જૈન ધર્મમાં ગુરુભક્તિનો મહિમા અપરંપાર વર્ણવવામાં આવ્યો છે. આવી ઘણી રચનાઓ જૈન સાહિત્યમાં ઉપલબ્ધ છે.
રાસ અને ફાગુ કાવ્યપ્રકારની રચનાઓ ભક્તિકવિતાના નમૂનારૂપ ગણાય છે. તેમ છતાં તેમાં કવિત્વશક્તિના અંશો પણ વિદ્યમાન છે. શ્રી સુમતિગણિનો નેમિકુમાર રાસ, શ્રી વિનયચંદ્રસૂરિની નેમિનાથ ચતુષાદિકા, શ્રી રાજશેખરનો નેમિનાથ ફાગુ, વગેરે રચનાઓ ભક્તિમાર્ગનું અનુસંધાન કરે છે. ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ વ્યક્ત કરતી કૃતિઓ ફાગુ અને વિવાહલી સ્વરૂપમાં મળી આવે છે. જિનચંદ્રસૂરિ ફાગુ, શ્રી સોમમૂર્તિનો જિનેશ્વરસૂરિ ફાગુમે શ્રી મેરૂનંદનનો વિનોદયસૂરિ વિવાહલ જેવી રચનાઓ ગુરુમહિમા પ્રગટ કરે છે.
રાસ અને ફાગુ જેવી દીર્ઘ રચનાઓમાં ઢાળ સાથે ગીતોમાં શાસ્ત્રીય રાગનો પ્રયોગ થયો છે. જૈન કવિઓએ વિવિધ વિષયનાં સ્તવનો અને પદોની વિપુલ સંખ્યામાં રચના કરીને ભક્તિ કવિતાને અત્યંત સમૃદ્ધ કરી છે. ભક્તિમાર્ગમાં આ સ્તવનોની રચનાઓનો વધુ પ્રભાવ છે કે જેના વડે ભક્તો ઇષ્ટદેવની ઉપાસનામાં એકાગ્રચિત્ત બની અવર્ણનીય આનંદાનુભૂતિ કરવા સમર્થ બને છે. સમયસુંદર, આનંદઘનજી ચિદાનંદજી અને અન્ય મુનિ ભગવંતોએ રચેલી સ્તવન ચોવીશીઓ ભક્તિપ્રધાન રચનાઓનો
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org