________________
ભક્તિમાર્ગ (ભક્તિનું સ્વરૂપ)
૧૧૯
ભક્તિ શાંતિદાયક અને ચિત્તની પ્રસન્નતા આપે છે. ભક્તિના પ્રભાવથી શત્રુ મિત્ર બને છે. વિષ અમૃત થાય છે અને વિપત્તિ એ સંપત્તિરૂપ બને છે. કષાય પણ મૈત્રીરૂપ બનીને ભક્તિમાર્ગમાં સ્થિર થવા માટે પોષણ આપે છે. ભક્તિમાં સમર્પણની ભાવના લાવવા માટે દેવગુરૂ અને ધર્મ પ્રત્યે શ્રદ્ધાયુક્ત અડગ નિશ્ચય અને પ્રેમની અનિવાર્ય આવશ્યકતા રહેલી છે.
- ભક્તિ વિવિધ રીતે કરી શકાય છે. નામસ્મરણ, મૂર્તિદર્શન, વંદન, પૂજન, ગુણગાન, અંગરચના, ભાવના ભાવવી, પરમાત્માના નિરંજન નિરાકાર સ્વરૂપનું ચિંતન, વગેરે દ્વારા ભક્તિ થઈ શકે છે. સર્વશ્રેષ્ઠ ભક્તિના સ્વરૂપમાં દેહાધ્યાસ-ભાવ વિસ્મૃત થઈને પરમાત્માના આલંબન દ્વારા આત્મભાવમાં લીન થવામાં છે.
સૌપ્રથમ ઈષ્ટદેવ પ્રત્યે પ્રીતિ કેળવવાની જરૂર છે. પ્રીતિ એ ભક્તિનું બીજ છે. આ બીજમાંથી ભક્તિનો વિકાસ થશે અને અંતે મુક્તિનું ફળ પ્રાપ્ત થશે. ભક્તિ દ્વારા વિનય, નમ્રતા, મૃદુતા, સેવા, પરોપકાર લાગણીસભર હૈયામાં રહેલા વાત્સલ્યનું પ્રગટીકરણ જેવા ગુણોનો વિકાસ થાય છે. આવી ભક્તિસભર રચનાઓ ભાવિક ભક્તોને સ્પર્શીને અધ્યાત્મ માર્ગમાં વધુ ગતિશીલ કરે છે.
ભક્તિમાર્ગની એક નોંધપાત્ર હકીકત એ છે કે માનવીના તનમનમાં રૂઢ થઈ ગયેલા અશુભ વિચારો કે ભાવોને શુભમાં લઈ જાય છે અને આ શુભ ભાવમાંથી શુદ્ધ ભાવ આત્મભાવમાં સેતુબંધ સમાન બને છે. વિવેકયુક્ત જ્ઞાનપૂર્વકની ભક્તિ ભવભ્રમણના ભ્રમને નષ્ટ કરી સ્વભાવદશાનો અનેરો આનંદ પ્રદાન કરાવે છે. આવી સમર્થ ભક્તિ મહામંગલકારી મુક્તિ અપાવે તેમાં કોઈ આશ્ચર્ય નથી. એ તો ભક્તિનો સહગુણ છે જે ભક્તોએ સાધ્ય કરવાનો છે.
જૈન ધર્મમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં વિવિધ ગ્રંથો રચાય છે. તેમાં ઈષ્ટદેવની સ્તુતિપ્રધાન સ્તોત્રકાવ્યોની રચના થયેલી છે. ત્યાર પછી
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org