________________
૧૧૮
શ્રાવક કવિ મનસુખલાલ
પત્ર, પુષ્પ, ફળ કે જળ મને પ્રેમથી અર્પણ કરે છે. તે શુદ્ધ અંત:કરણવાળા અને કામનારહિત ભક્ત ભક્તિપૂર્વક અર્પણ કરેલી પત્રપુષ્પ આદિ વસ્તુઓની પ્રેમપૂર્વક ગ્રહણ કરું છું. ગીતાના શ્લોકના આ વિચારો ભક્તિ માર્ગની પ્રવૃત્તિનું સૂચન કરે છે. ભક્તિમાં ઈષ્ટ દેવને તન, મન અને ધન સમર્પણ કરવામાં આવે છે. ભક્ત અને ભગવાન વચ્ચે અતૂટ પ્રેમભાવ પ્રગટે છે ત્યારે સહજ રીતે ભક્તિનો પ્રભાવ જોવા મળે છે.
બારમા શતકમાં ભક્ત કવિ જયદેવની ગીતગોવિંદની રચના ભક્તિસાહિત્યની નમૂનેદાર કૃતિ છે. જેમાં ધર્મ, ભક્તિ અને સાહિત્યનો સમન્વય સધાયો છે.
૧૧મા શતકમાં ભક્તિમાર્ગનો પ્રવાહ સમગ્ર ભારતમાં વહેતો રહ્યો છે. દક્ષિણ ભારતમાં ભગવાન રામચંદ્રજીની અને ઉત્તર ભારતમાં શ્રીકૃષ્ણની ભક્તિ વિશેષ રીતે થવા લાગી. બંગાળ અને કર્ણાટકમાં પણ શ્રીકૃષ્ણ-ભક્તિનો પ્રચાર હરિ, વિઠ્ઠલ એ નામથી પ્રચલિત છે.
ભક્ત કવિ નરસિંહ અને મીરાંબાઈની રચનાઓથી ભક્તિમાર્ગનું સાહિત્ય મળી આવે છે. આ બંને રચનાઓ સહજ રીતે ભક્તિમાર્ગનો મહિમા પ્રગટ કરે છે.
જૈન ધર્મ અને તેના સાહિત્યમાં ભક્તિમાર્ગની કેટલીક નોંધપાત્ર વિગતો પણ આ માર્ગની વિશેષતાનું સમર્થન કરે છે.
જ્ઞાન ભક્તિ અને કર્મયોગથી મુક્તિ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક આત્મા પોતાના સામર્થ્યયોગને આધારે આ ત્રણમાંથી કોઈ એક કે બેના આલંબનથી મોક્ષમાર્ગમાં પ્રગતિ કરી શકે છે. જ્ઞાન અને કર્મયોગ કરતાં ભક્તિયોગ કંઈક સરળ ને સુગ્રાહ્ય છે. ભક્તિયોગ વિશેની માહિતી આ આત્મવિકાસમાં એક અમોઘ સાધનરૂપ છે.
ભક્તિ એટલે પરમાત્મા પ્રત્યે આત્માનું સમર્પણ. પાપનું મૂળ અહમ્ છે તેને નિર્મળ કરવા માટે ભક્તિ સમાન સહજસાધ્ય અન્ય માર્ગ નથી.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org