________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
મારજે. તેથી મોહ શત્રુ તરત અનંત ખંડોખંડ થઈ નાશ પામશે. તેની મૂઢતા નામે ૨મી ટળવળતી શુકલ ધ્યાન અગ્નિ માંહે પ્રલય પામશે. પછી તું જળહળ જ્ઞાનઉદ્યોતમાં પોતાના અનંત ગુણપર્યાયને દેખતો જાણતો પરમ રમ્ય સ્વરૂપમાં રમણ કરી સ્વભાવાચરણી થઈ ૫૨મ અચલ વીર્ય અવ્યાબાધ અનંત સુખી અને અવગાહનાવંત અગુરુલઘુવિલાસી આનંદપુરીમાં સદા આનંદમાં રહેજે.
દોહા
શુકલ ધ્યાન કેસર લહી, પૂજો પરમાતમ અંગ, નિજગુણ મૃગમદ મહમહે, વિલસે રંગ અભંગ. આત્મ પુદ્દગલ દોહદે લખિયાં પત્ર ઉદાર, વાંચી અર્થ હૃદય ધરે, પામે સૌખ્ય અપાર. શશિ રસ ભક્તિ ચંદ્રમાં, વરસે શ્રાવણ માસ, કૃષ્ણપક્ષ અગ્યારસે, કીધો પત્ર વિલાસ. વાંચી નિર્મલ હૃદયમાં, ધરજે તત્ત્વ પ્રકાશ, પૂર્ણાનંદ સમાધિમાં, કરજે અવિચલ વાસ.
// ૧ //
// ૨ //
// ૩ /
૨૧
|| ૪ ||
(સુ.વિ., પા. ૧૯૭) ‘આત્મબોધપત્રિકા' એ ઉપદેશાત્મક પત્ર છે. આત્માને ‘ચેતન' શબ્દથી ઉદ્બોધન કરીને સ્વ-સ્વરૂપ પામવા માટે કેવા વિચારો ને વર્તન કરવું જોઈએ તેનો આધ્યાત્મિક પરિભાષામાં ઉલ્લેખ થયેલો છે. પત્રનો એક એક શબ્દ આત્મસ્વરૂપને પામવા માટે શું’કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એટલે કે ત્યાગ કરવો જોઈએ તે વિશે માર્ગદર્શન આપે છે. આત્મસ્વરૂપ પામવાની આ ઉપદેશાત્મક રચના કવિની આધ્યાત્મિક ભાવના સર્વસાધારણ જનતા સુધી પહોંચે તેવા કલ્યાણની ભાવના વ્યક્ત કરે છે. આત્મબોધ પત્રિકા' મૂલ્યવાન છે. પ્રથમ દૃષ્ટિએ તેનું મૂલ્ય સમજાય તેવું નથી. પ્રેમપત્રની માફક વારંવાર વાંચવાથી તેનો મૂળભૂત
3
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org