________________
૨૦
શ્રાવક કવિ મનસુખલાલ
રહેજે. મિથ્યાત્વાદિ અશુદ્ધતાના અંશ માત્ર પણ આત્મઅંગે લાગવા દઈશ નહીં. તું અકિંચન ભાવે સ્થિર રહેજે એટલે પુદ્ગલ પરમાણુ માત્રનો પણ આસંગો કરીશ નહીં. અઢાર હજાર શીલાંગ રથના વહાણમાં બેશી શુદ્ધ બ્રહ્મનું જહાજ ચલાવજે.
દ્રવ્ય ભાવથી જીવનું રક્ષણ કરજે. શુદ્ધ ઉપયોગમાં અપ્રમત્ત ભાવે સ્થિર રહેવું એમાં ભાવદયા તથા દ્રવ્યદયા. વલી સ્વપર દયા આદિ સર્વે જિનપ્રણીત ધર્મમાં સમાવેશ થાય છે. અને મોહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિમાંની એકમાં પણ વર્તતાં પ્રથમ તો પોતાના જ ભાવપ્રાણની હાણી થઈ અને પછી સ્વપર દ્રવ્ય ભાવ પ્રાણની પાણીની સંતતી ચાલે માટે પ્રમાદ એ જ હિંસાની રાએ અને જ્ઞાનાવરણાદિ પ્રકૃતિ સ્થિતિ અનુભાગ અને પ્રદેશ પણ એ જ છે. માટે બહુ સાવચેતીથી પરમ પુરુષાર્થ કે ગફલત ન રાખતાં એ જડને મૂલથી ઉખેડી ફેંકવી મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ એ સર્વે હિંસાના જ પર્યાય જાણવા. સ્વપર આત્માને હિતકારી શિવાય અન્ય કશું અલિક બોલીશ નહીં ચાર પ્રકારનું અદત્ત તજજે. ઉદારિક વૈક્રિય અંગના કામ-ભોગની મન-વચન-કાયાએ અભિલાષા કરીશ નહીં. બીજાને અભિલાષા કરાવીશ નહીં. અભિલાષાને ભલા જાણીશ નહીં. પરિગ્રહની મૂછ રાખીશ નહીં. અઢાર પાપસ્થાનને તજજે એટલે તને કોઈ પરિગ્રહ આવશે નહીં.
હે ભવ્ય ! તું એ જડ પદાર્થથી ભૂલી ચેતન મિત્ર સાથે વિશુદ્ધ થઈશ નહીં. હે આર્ય ! તું પોતાના વિવેક દૂર રાખીશ નહીં. તે તમને બિલકુલ ઠગાવા દેશે નહીં. બંધુ ! તું અધ્યાત્મ સાધકોનો સંગ છોડીશ નહીં. કુટુંબ મિત્ર આદિ બહુરૂપે મોહ નરવો છે. કોઈ રીતે પણ પોતાના પાસમાં લઈ વિકરાલ ભવ-અટવીમાં નચાવી બહુ વિપત્તિ પમાડવા ચાહે છે.
| સર્વ વાતનો સાર એ કે પોતાની સત્તાભૂમિમાં અચલ-અડગ થઈ અનંત અણિ વાળું, જળહળતું જ્ઞાન ખગ મોહના મર્મસ્થાનમાં દાવ રાખી
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org