________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
પ્રથમ દેશવિરતિ સ્ત્રીથી સગપણ કર. એટલે તે જ પોતાની મોટી બેન સંયમ સ્ત્રીને મેલવી આપશે. પછી પોતાનું રાજ્ય લેવા ક્ષમા ખડ્રગ કરમાં ધરી ક્રોધને માર. અને અનંત જીવોને ક્ષેમંકર થા.
૧૯
તારા આત્માઅંગનું તથા જ્ઞાનાદિ ધનનું સદા રખોપું કરજે માહણતા ભાવપ્રકાશી કવિનું દ્રવ્યભાવે રક્ષણ કરજે, કરાવજે. રક્ષણકર્તાને અનુમતિ આપજે.
વલી માર્દવ પરિણામે કરી અને વિનયરૂપ વજદંડે માનના આઠે પર્વતોને તોડ. અને ધર્માચાર્ય તથા અરિહંતાદિ તથા આત્માગુણ સેવતા, સેવરાવતાને વિનય કર. કોઈ જીવને પણ અવગણીશ નહીં એટલે તું અનંત સન્માનપાત્ર થઈશ.
વલી આર્જવરૂપ અસિધારાએ માયાવેલીને છેદી મૂલથી ઉખેડી નાંખ. વલી તુ સહજાનંદ કામી થઈ પર દ્રવ્ય પરમાણુ માત્રની કામના મૂર્છા કે ઇચ્છા રાખીશ નહીં. તેથી તું ચૌદ રજ્જુ પ્રમાણે લોભ સાગરને સહજે તરીશ એટલે તૃષ્ણા, માંગણી અને દીનતા વીંછું તને સ્પર્શ કરી શકશે નહીં. દૂરથી જ મૂર્છિત થઈ જશે.
તું પોતાના સહજ ચેતના, વિલાસ, અવ્યાબાધ ભોગને ભોગ એટલે તને પંચેન્દ્રિયના ભોગની ઇચ્છા વિના પરમ તૃપ્તિ રહેશે. તું પંચેન્દ્રિયના વિષય તથા પંચ અવ્રત, ચાર કષાય. મન-વચન-કાયાના જોગ પ્રવૃત્તિની ચલાચલ છોડી નિર્મલ ચેતનામાં ઉપયોગ સ્થિર સ્થાપી અચલઅકંપ રહેજે. એટલે સંયમ પરમ પવિત્ર સ્થિર રહેશે. સરત રાખવી કે તાહારા ઉપયોગને કોણ ચલાવે છે ? જાગૃત થઈ સામે સચેત રહેવાથી કોઈ ઉપયોગ ચલાવી શકશે નહીં. જો ઉપયોગ ચલવાનું કારણ જણાય તો તેને ભેદજ્ઞાનની ધારાએ તુરત નાશ કરજે.
તું પોતાને પોતાના દ્રવ્યાદિ કે સત્ય સ્વરૂપને ધારી પરદ્રવ્યાદિ અસત્ય અને નાસ્તિક રૂપમાં લક્ષ દઈશ નહીં. રાગાદિક રહિત સદા શુદ્ધ
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org