________________
૧૮
શ્રાવક કવિ મનસુખલાલ
વલી જિનોક્ત જીવાદિ નવ પદાર્થના ભાવને ચારે નિક્ષેપે યથાર્થ જાણી સકલ વિકલ્પોના સમુદ્રને તર. આશ્રવ બંધ આદિ ભયંકર દુ:ખકારી ભાવને તજી સંવર નિર્જરાદિક અનંત સ્વતંત્ર આનંદદાયક આત્મભાવને આદર.
તું શુદ્ધ ચેતના સતાએ સિદ્ધ સમાન એક અખંડ અબાધિત સ્વતંત્ર છે, એમ દર્શન નિર્મલ કરી આગળ શિવમાર્ગે નિર્વિઘ્નપણે ચાલ.
જોકે તેં ઉત્પત્તિ સમયે અંગુલના અસંખ્યાતમા ભાગે અવગાહના કરી પુદ્ગલો ગ્રહી આહારદિક પર્યાપ્તિએ કરી સાત ધાતુપણે પુદ્ગલો પરિણમાવી લોલીભૂતપણે થઈ મમત્વ કર્યું તે જ પુદગલો વધારતાં અનંતાનંત નવાનવા લીધા, અને નિહારાદિકે અનંતાનંત છોડ્યા. જન્મ થયા પછી વસ્ત્ર આભરણ પરિજન ઘર મિત્રાદિ અનેક પરવસ્તુનું મમત્વ કર્યું. શાતા સમાધિ વિષયાદિ ભોગ સમયે પોતાને સુખી માન્યો. અશાતા અસમાધિ ભય ચિંતા વિયોગાદિક સમયે પોતાને દુ:ખી માન્યો. તે જાણકાર તથા માનનાર બન્ને વખતમાં સર્વકાલ અનુગત તું પોતે એક જ છે એમ પૂર્વભવે પણ અનાદિ કાલથી તું પોતે એક જ છે. અનંતકાલ સુધી ચૈતન્યશક્તિ સહિત તું પોતે કાયમ રહીશ. કોઈ દ્રવ્ય કોઈનો સંગી નથી તો આનંદમય નિજાત્મ તત્ત્વને જાણી કેમ છોડીયે ? અહિંયા અનિત્યાદિ બાર ભાવના વિચારી ધર્મ, બોધ પામવો દુર્લભ જાણી સદાગમનો સંગ અને સ્વપર વિવેકમિત્ર અને સમકિત કામદાર, સુરુચિ સખી, વિમલબોધ, નિવૃતિનારી. સુબુદ્ધિ ભવવૈરાગ્ય. સમ્બોધ આદિ પોતાના હેતુઓને કોઈ સમયે વિસારીશ નહીં. તે પોતાના પુરુષત્વને ચુકીશ નહીં. અન્ય જાતિ શત્રુને ભરોસે આપણું રાજ્ય સોંપીશ નહીં. પર પુદ્ગલ દ્રવ્ય શત્રુનો વિશ્વાસ કરીશ નહીં. પુદ્ગલ વર્ણાદિકમાં મોહનો વાસ છે અને જ્ઞાનાવરણાદિક સર્વે કર્મ પરિણામનો કુટુંબ પુદ્ગલ વર્ણાદિકમાં વસે છે માટે તે માટે વિશ્વાસ કરી સુખસ્થાન જાણી સુખની આશાએ પ્રવેશ કરવો નહીં તો. શત્રુ તેના સપાટામાં સપટાયા પછી છુટવું મુશ્કેલ છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org