________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
૧૭.
૧. સુમતિ વિલાસ
એમની રૂપકાત્મક અભિવ્યક્તિ દ્વારા કવિત્વશક્તિના નમૂનારૂપ ઉપરોક્ત પત્રની પંક્તિઓ ઉદાહરણરૂપ છે.
કવિની ભાષા ગુજરાતી હોવા છતાં એમની કૃતિઓ પર હિન્દી ભાષાનો પ્રભાવ પડેલો છે. મુસલમાન વેપારીને ત્યાં નોકરી અને કુરાનના અભ્યાસથી હિન્દી ભાષા-ઉર્દૂ-ના શબ્દો ગ્રહણ કર્યા છે. ગઝલ પ્રકારની રચનાઓ પાછળનું પ્રેરકબળ પણ આ જ માનાય છે. કવિની કૃતિઓનો કાવ્યલય અને કેટલાક હિન્દી શબ્દોનો પ્રયોગ સમકાલીન પ્રભાવ દર્શાવે છે.
સુમતિવિલાસ” ગ્રંથમાંથી ઉદાહરણ તરીકે “આત્મબોધપત્રિકા'નું મૂળ લખાણ અત્રે નોંધવામાં આવ્યું છે.
આત્મબોધપત્રિકા સ્વસ્તિશ્રી માનવપુરી મહા શુભસ્થાને જીવાજી ચેતના ચિરંજીવ. યોગ્ય શ્રી સદ્ભાવ વસંતપુરી લી. મનસુખલાલ. હું ચાહું છું કે સકલ તીર્થકરોના અપાયાગમના અતિશયે તાહારા સકલ વિઘ્ન દૂર થાઓ. તેઓના વચનાતિશય પસાયે દ્વાદશાંગના ભાવની જાણ થા. તેઓના જ્ઞાનાતિશય પસાથે આપણા સકલ સંશય મટો. તેઓના પૂજાતિશય પસાથે તું પોતાના અવિચલ પૂજ્યપદને પામ. તેઓની તારક પરિણતિની કરુણા તાહરા સર્વ પ્રદેશ અને સાત ધાતુઓ પરિણામો. તે સાથે મારી પણ તને એમ જ આશિષ છે. તે પોતાના ચૈતન્ય લક્ષણે અસ્તિપણાને, નિત્યપણાને, શુદ્ધાશુદ્ધપણાને, શુદ્ધાશુદ્ધ ભોક્તાપણાને, અનંત આનંદમય પરમપદની પ્રાપ્તિને તથા પરમપદપ્રાપ્તિના ઉપાય સંયમજ્ઞાનને શુદ્ધ નયે પોતે નિજ અનુભવજ્ઞાને જાણ.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org