________________
૩૮
શ્રાવક કવિ મનસુખલાલ
સંસાર અરણ્ય બિહામણો વિષય તૃષ્ણાએ નચાવ્યા રે / ચૌદ પૂરવધર મુનિવર શ્રેણિ ચૂકિ નિગોદમાં આવ્યા રે // ૮ / હાહા વિષય એ વિષમ છે, પ્રતિબંધી દુ:ખ પામ્યા રે // ઇંદ જાલ પેરે ચપલ એ બંધ્યા તેણે દુ:ખ વાગ્યા રે // વીર // ૯ // ફરસ વર્ણ રસ ગંધ છે, શબ્દ સંસ્થાન પ્રજાય રે // પુદ્ગલના સહુ જાણિયે, ક્ષિણ ક્ષિણમાં બદલાય રે / વીર // ૧૦ //
(સુ.પ્ર. પા. ૧૨૯)
૪. નવપદનું સ્વરૂપ
જૈન તત્ત્વજ્ઞાનમાં નવતત્ત્વ, સ્યાદ્વાદ અને નવપદ એ ત્રણ વિષયો ગૂઢ સહસ્યમય હોવા છતાં અધ્યાત્મ માર્ગના પાયારૂપ ગણાય છે. નવપદનું મૂળ જોઈએ તો એમ જાણવા મળે છે કે ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને નવપદનો મહિમા વર્ણવ્યો હતો. ત્યાર પછી વિદ્યાપ્રવાદ પૂર્વમાં નવપદનું સ્વરૂપ ગ્રંથસ્થ થયું હતું. મહાવીર સ્વામીના મુખે શ્રવણ કરેલો ઉપરોક્ત મહિમા મગધનરેશ શ્રેણિકને ગૌતમ સ્વામીએ ઉપદેશ રૂપે સમજાવ્યો હતો.
શ્રી રશેખરસૂરિએ તેમાંથી પ્રેરણા લઈને પ્રાકૃતમાં “સિરિવાળકા' એ નામના લોકપ્રિય ગ્રંથની રચના કરી છે, જેમાં નવપદનું સ્વરૂપ વિસ્તારથી આપવામાં આવ્યું છે.
આ કવિ ચૌદમા સૈકાના પ્રારંભમાં થયા હતા. “સિરિવાળકા' ગ્રંથમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને વિનયવિજયજીગણિએ શ્રીપાળ રાજાના રાસની ગુજરાતી ભાષામાં રચના કરી છે. કવિએ પાંચમા ખંડની ૨૧ ગાથાની રચના કર્યા પછી આયુષ્ય પૂર્ણ થતાં ગ્રંથ અપૂર્ણ હતો તે યશોવિજયજી ઉપાધ્યાયે પૂર્ણ કર્યો. આ કવિનો સમય ૧૮મી સદીનો હતો. એટલે ઉપરોક્ત ઐતિહાસિક વિગતોને આધારે નવપદનું સ્વરૂપ પ્રચાર
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org