________________
૧૨૮
શ્રાવક કવિ મનસુખલાલ
સાહિત્યનાં પદો વિશિષ્ટ રીતે પદસ્વરૂપની સંક્ષિપ્તતાને અનુસરી આધ્યાત્મિક કે દાર્શનિક વિચારોને વ્યક્ત કરે છે. તેમાં પણ આધ્યાત્મિક અનુભૂતિની અનેરી મસ્તી નિહાળી શકાય છે. “નિજાનંદે મસ્ત” થવાની ભક્તિ ને જ્ઞાનસભર પદોની રચના જૈન કવિઓએ કરી છે. તેમાં કવિગત આત્મીય આનંદને ભક્તિનો પરિચય થાય છે. જૈન સાહિત્યનાં પદોનો પરિચય અર્વાચીન કવિ મનસુખલાલનાં પદોના સંદર્ભમાં પૂર્વભૂમિકા રૂપે મૂકવામાં આવેલ છે. જૈન સાહિત્યમાં વિપુલ ને વૈવિધ્યસભર પદોનો ભંડાર છે. તેનો અભ્યાસ પદસમૃદ્ધિનો પરિચય કરાવે છે.
કવિ મનસુખલાલે જ્ઞાનમાર્ગના વિચારોને સમજવા માટે, જૈન દર્શનના “નયવાદનું પ્રાથમિક જ્ઞાન જરૂરી હોવાથી, અત્રે તેના વિશે સંક્ષિપ્ત માહિતી આપી છે જેથી કવિગત વિચારો ગ્રહણ કરવામાં સહયોગ પ્રાપ્ત થાય.
નયવાદ
જૈન દર્શનને સમજવા માટે નવતત્ત્વ, નવપદ, સ્યાદ્વાદ, ચાર નિક્ષેપ, કર્મવાદની સાથે નયવાદને પણ સ્થાન આપવામાં આવ્યું છે. કોઈ પદાર્થ કે વસ્તુના સ્વરૂપને માત્ર એક જ દષ્ટિબિંદુથી ન જોતાં વિવિધ રીતે જોઈને તેના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન નયવાદ કહેવાય છે. સર્વ દ્રવ્યોના ભાવ જાણવા માટે નય એક મુખ્ય સાધન છે. પ્રમાણ અને નયથી પદાર્થને સમજવામાં આવે છે એમ તત્ત્વાર્થસૂત્રમાં જણાવ્યું છે. જો પ્રમાણથી પદાર્થનું જ્ઞાન થતું હોય તો નયની આવશ્યકતા નથી. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે પ્રમાણથી પદાર્થના સમગ્ર સ્વરૂપનું (total or whole) જ્ઞાન થાય છે દા.ત. ગાયનું દર્શન થતાં ગાય છે એમ જ્ઞાન થાય છે. પછી ગાયનો રંગ, તંદુરસ્તી, કદ, શીંગડાં, વાછરડાં, દૂધ આપવું, ગાયનો સરળ સ્વભાવ, વગેરે જ્ઞાન “નયવાદથી થાય છે. પ્રમાણથી ગાયનું દર્શન છે જ્યારે નયથી ગાય વિશેની અન્ય સંબંધિત માહિતી પ્રાપ્ત થાય છે. નન્ય શબ્દ સંસ્કૃત
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org