________________
શ્રાવક કવિ મનસુખલાલ
કવિનું વલણ વિશેષ રૂપે નિશ્ચયનય તરફ વધુ છે. છતાં વ્યવહારનયનો ત્યાગ કરવાનો નથી. વ્યવહાર અને નિશ્ચયનો સમન્વય થાય તો જ સિદ્ધિ પામી શકાય છે. માત્ર વ્યવહાર કે નિશ્ચય એકાંતે ઉપયોગી નથી એટલે આત્માર્થીજનોએ બન્નેની જરૂરિયાત સ્વીકારીને ઉદ્યમવંત રહેવું જોઈએ. આ વિચારના સમર્થનમાં પૂ. યશોવિજયજી ઉપાધ્યાયના વિચારોનો સંદર્ભ અત્રે નોંધવામાં આવે છે.
૧૬૨
‘અધ્યાત્મસાર’માં પૂ. યશોવિજયજી ઉપાધ્યાય વ્યવહાર અને નિશ્ચય વિશે જણાવે છે કે,
या निश्चयैक लीनानां क्रियानाति प्रयोजनाः । व्यवहार यथास्थानं ता एवाऽति गुणावहाः । ।
જેઓ નિશ્ચયધર્મમાં લીન બની ચૂકયા છે અર્થાત્ જેઓનું મન આત્મભાવમાં અત્યંત સ્થિર થઈ ગયું છે તેઓને ક્રિયા અત્યંત ઉપયોગી નથી. પરતું વ્યવહારદશામાં રહેલાઓને જેઓનું મન આત્મભાવમાં સ્થિર થયું નથી એવા તે ચંચળ મનને સ્થિર કરવા આવશ્યકાદિ ક્રિયાઓ અત્યંત લાભકારી છે. અનાદિકાળથી આત્મા અશુભ ક્રિયાઓથી અશુભ કર્મો બાંધે છે. તેમાંથી મુક્ત થવા માટે આવશ્યક ક્રિયા દ્વારા મનને શુભ ભાવમાં સ્થિર કરવા માટે તે અત્યંત અનિવાર્ય ગણાય છે.
વ્યવહારોપિનિષ્ણાતો યો જ્ઞાપ્તતિ વિનિયમ્ ।
કાસાર તરણા સત: સાગર સન્નીતીતિ | ૭૨ ॥
જે વ્યવહારમાં નિષ્ણાત થયો નથી અને નિશ્ચયને જાણવા ઇચ્છે તે તળાવમાં તરવા અસમર્થ હોવા છતાં સાગરને તરવાની ઇચ્છા કરનાર મહામૂર્ખ છે. પ્રથમ વ્યવહારનય જીવનમાં એકરૂપ થઈ જાય પછી નિશ્ચયનયમાં લીન થવાય છે.
કવિ મનસુખલાલની વિચારધારાને સમજવા માટે ઉપરોક્ત સંદર્ભ ઉપયોગી છે તેનું પણ ચિંતન કરવું જોઈએ. જ્ઞાનમાર્ગના શુષ્ક ગણાતા વિષયમાં કવિઓ કલમ ચલાવીને પોતાની કવિત્વશક્તિની સાથે આત્માર્થી
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org