________________
શ્રાવક કવિ મનસુખલાલ
પરતણી આશ ધરી શકતી શુદ્ધ વિસરી, આખરે તેહ નિરાશ થાવે, આશ વિષ વિષની વેલી નિ:કંદીને, ઠંડી પરમાદ શુદ્ધાતમ ધ્યાવે... (૫) નિજ નિજ દ્રવ્યના લક્ષણો લક્ષમાં, હોય ત્રિકાલ સ્વતંત્ર ભાવે, કોઈની કોઈમાં કીમહી વ્યાપે નહીં, દોષ ગુણ અન્યને ના છુપાવે.. () અસ્તિ પ્રમેય નિત્ય વસ્તુ દઢ ધ્યાનમાં, શુકુલ જાજ્વલ્ય જ્યોતિ જગાવે; જ્ઞાન દર્શન ચરણ વીર્ય વ્યક્તિ લહી, મનસુખ પરમ કલ્યાણ પાવે... (૭)
(સુ.વ્યવ., પા. ૧૧૦) (૨)
પદ (૧૫) રાગ : પ્રભાતી આવોને પ્રીતમજી પ્યારા, જિન દરશન રસ લીજે રે, જિન દરશન રસ લીજે વારી, અનુભવ અમૃત પીજે રે... (૧) વીતી રજની ભોર ભયો છે, અમલ કમલ દલ ફૂલ્યાં રે, સકલ સતો થલ પસર્યા કિરણ, અંતર નયણાં ખૂલ્યાં રે... (૨) લોક સકલ નિજ કામે લાગ્યો, અબ તુમ તજો પરમારથ રે, તિસ્થતા ઉપયોગ સ્વભાવે, થિર રહિ શિવપદ સાધો રે... (૩) તગતગતા તારા બલ ઘાટો, રવિકર તેજ સમાણો રે, ગુણ પજવ એકતમ ભાવે, લખી રહ્યો સહજ સુજાણો રે... (૪) કાલ અનાદિ જીન દરશન વિણ, કુમતે બહુ દુ:ખ પાયો રે, ગુરૂ કૃપા અમૃત ધન વૃષ, સકલ કલુષ નસાયો રે... (પ) દર્શન જ્ઞાન ચરણમય ચેતન, એક અનંતાનંદી રે, જિન મુખ દેખત પ્રગટે મારો, ચેતન પરમાનંદી રે... () અખીલ પ્રદેશ સકલ સમયે નિજ સદુભાવે ભર ભરિયો રે, સકલ પ્રજાય સમભાવામૃત રસ, પ્રેમે પૂરિત દરિયો રે... (૭)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org