________________
પર
શ્રાવક કવિ મનસુખલાલ
તેમાં સ્યાદ્વાદ, પ્રશમરતિ વાચક જેવા જૈન ધર્મના વિશિષ્ટ અર્થબોધક શબ્દપ્રયોગો થયા છે.
“જડ સંગે જડવત હો બેઠે, કિયા એકાંત અભાવમાં રે”
આત્મા ચેતન છે. તેણે જડનો સંગ કરવાથી કોઈ લાભ નથી. જ્ઞાન અને ક્રિયાનો સમન્વય થાય તો જ આત્મસહજ શુદ્ધ સ્વરૂપ પામી શકે છે.
ભક્ત ભગવાનને મનમંદિરમાં પધારવા આમંત્રણ આપે છે. તેવા વિચારો પ્રગટ થયા છે. “શિવવર મનમંદિર આવજો રે સમકીત મીત સાથે લાવજો રે.”
(નવ.પૂ, પા. ૪૦૧) આત્મતત્ત્વના વિચાર માટેના પદની પંક્તિઓ જોઈએ તો – “આતમ જ્ઞાન વિના જગ ભૂલ્યો, પુગલ આપ અભ્યાસી.”
(નવ.પૂ., પા. ૪૦૨). જ્ઞાનનું મહત્ત્વ દર્શાવતાં કવિ કહે છે કે“જ્ઞાન વિના નિજ ભાન તું ભુલિ કિયા સેવી છે મોહ વિકાશી, જ્ઞાતાપણું ભૂલિ મમતા ધરિને થયો જગજન જનનો આશી રે.” // ૨ //
અન્ય પદોની તુલનામાં કવિનું એક પ્રશ્નોત્તર રૂપે પદ નવીનતા દર્શાવે છે. તેમાં આત્માના ઉપયોગી ગુણોનું નિરૂપણ કર્યું છે. પ્રથમ ગાથામાં જ તેનો સંદર્ભ પ્રાપ્ત થાય છે.
“સુમતા કેની બેટડી રે લો
એ કોણ નર આગે રહી અડી રે લો, એ ચરિત્રરાયની નંદની રે લો એ તો છે જન નિજગુણ વંદની રે લો. / ૧ //
(નવ.પૂ, પા. ૪૦૨) ગરબા તરીકે સમૂહમાં ગાઈ શકાય એવી આસ્વાદ્ય રચના છે. પદનો મુખ્ય વિચાર સંયમ-દીક્ષાને યોગ્ય સમતા, મિથ્યાદૃષ્ટિનો
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org