________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
પ૩
-
ત્યાગ, સુગુરુની સેવા, આગમ વાણીની ઉપાસના, મોહનો ત્યાગ, તપની આરાધના અને સંતોષ વગેરે વિશેના વિચારો પ્રગટ થયેલા છે. આત્માને “ચેતન' શબ્દનું ઉદ્ધોધન કરવામાં આવ્યું છે. “પર ઘર ચાલો ખોટો ચેતન જી”
(નવ.૫, પા. ૪૦૫) વિભાવ દશામાં શામાટે તું રહે છે ? આ વિચારનું સમર્થન જૈન સાહિત્યની પદ-સઝાય રચનાઓમાં “ચેતન” શબ્દપ્રયોગ થયો છે. તેના દ્વારા આત્માની ચૈતન્યશક્તિનો નિર્દેશ થયો છે.
સાચો માર્ગ એ આત્મા-પરમાત્મા બનવાનો છે. આ માર્ગે જવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે મિથ્યાત્વરૂપી ધરણીધરને હણવો પડે, વિરતિ ભાવમાં રહેવું પડે. વિનય ધારણ કરવો, પ્રમાદનો ત્યાગ કરવો, શુભ ધ્યાનમાં રહેવું વગેરે પ્રવૃત્તિઓથી આત્મા સાચી દિશામાં ઊર્ધ્વગતિ કરે છે. “તો મારગ જાડો રે ચિદાનંદ કો શુદ્ધાતમ ગિરનાર કો ચઢવો.”
(નવ.પૂ., પા. ૪૦૬) આરંભની આ પંક્તિ આત્માને ઉદ્ધોધન કરીને સાચા માર્ગમાં જવાનું સૂચન કરે છે. મનસુખલાલજીનાં બધાં જ પદો આત્મસ્વરૂપને પામવા માટેના જૈન ધર્મના જે વિચારો છે તેનું જ સમર્થન કરે છે. કવિની આત્મસ્વરૂપ પામવા માટેની ઉત્કટ અભિલાષાનો પરિચય થાય છે. વિવિધ દેશીઓ અને ગરબાની ચાલમાં પદરચના થયેલી છે. બધાં જ પદો જૈન તત્ત્વજ્ઞાનની સરળ ગુજરાતી ભાષામાં મીમાંસા કરે છે. જૈન દર્શનના ગહન વિચારોને લોકભોગ્ય બનાવવામાં કવિને સફળતા મળી છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ નહિ કરી શકનાર જીવાને માટે આવી રચનાઓ જ્ઞાનમાર્ગના પ્રવેશદ્વાર સમાન બનીને તેમાં વધુ રસિકતા પ્રાપ્ત કરાવે તેવી છે. પદવૈવિધ્ય અને તેમાં વ્યક્ત થયેલા જ્ઞાનમાર્ગના વિચારોથી એમની પદસ્વરૂપની રચનાઓ ભક્તિમાર્ગને સમૃદ્ધ કરે છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org