________________
૭૮
શ્રાવક કવિ મનસુખલાલ
આતમ શક્તિ અજાણ તે ભવ ભમરી ભજો મહારા લાલ // વાણિથી શક્તિ લહી શુદ્ધ પજવ રસ રમે મહારા લાલ // ૭ // જિનવાણિથી તત્વ લહે નિજ નિરમલું મહારા લાલ / સાથે પરમાનંદ ભોગ સુખ એકલું મહારા લાલ / ૮ // વાણિ લહ્યા વિણ શું છંડે શું આદરે મહારા લાલ // શક્તિ અજાણ તે ભવ ભમી દુ:ખ દવમાં ફિરે મહારા લાલ / ૯ // જિણ વાણિ અજાણ સ્વછંદતા આદરી મહારા લાલ // મુનિ શ્રાવકપણું માની મિથ્યાત અંગે ભરી મહારા લાલ // ૧૦ / સહે ક્લેશ અનંત અપરિણતિ આદરી મારા લાલ // એમ દેખિ આસન સિદ્ધિએ વાણિ હૃદય ધરી મહારા લાલ // ૧૧ // પામ્યા પામેવે વલિ આગે પામશે મહારા લાલ // શિવ સંપતિ મનસુખ રસે વસે મહારા લાલ // ૧૨ //
(નવપદ, પા. ર૭૫) જેન સાહિત્યમાં પદ સ્વરૂપની વિવિધતામાં ગહુલી રચનાઓમાં ગુરુવાણી અને પ્રભુ-ઉપદેશનો મહિમા ગાવામાં આવે છે. ગેયતા, પ્રાસાદિકતા, માધુર્ય જેવાં લક્ષણોથી આવી કૃતિઓ ભક્તજનોને આકર્ષે છે. કવિની કેટલીક ગહેલીઓનો પરિચય જ્ઞાન અને ભક્તિમાર્ગની વિચારધારાનું સમર્થન કરે છે.
(૪) શ્રી વાગેશ્વરી વિનવું, સાહેલી રે, ગણધર લાગું હું પાય.” આ પંક્તિથી શરૂ થતી ગહુલી ગીત-ગરબાના ઢાળમાં રચાઈ છે. તેની ૭ કડીમાં મુખ્યત્વે રૂષભદેવથી મહાવીર સ્વામી સુધીના તીર્થકરોનો વિશેષણયુક્ત ઉલ્લેખ થયેલો છે.
રૂષભદેવ ભગવંતને વંદન કરતાં કવિ જણાવે છે કે
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org