________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
૭૯
રૂષભ જિનેશ્વર વંદીએ સાહેલી રે, મુખડું પૂનમચંદ.
દરેક ભગવાનનું કોઈ એક વિશેષણ દર્શાવીને પુણ્ય સ્મરણ કરવામાં આવ્યું છે.
“અજિત અજિત ભવ ભય હર્યા, સંભવ શાંતી,
પાસ વિઘન હરનાર, ધીર વીર મહાવીરજી.” અન્ય કૃતિઓની સરખામણીમાં વિચારીએ તો અહીં તત્ત્વજ્ઞાનની શુષ્કતા કે ભાર જોવા મળતો નથી પણ ભક્ત હૃદયની રસિકતા પ્રગટ થાય છે.
(૫) જૈન ધર્મના અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતની સાથે આત્માનુંસંધાનની માહિતી આપતી આ ગહ્લી ૧૧ ગાથામાં રચાઈ છે. આરંભની પંક્તિમાં કવિ તેનો ઉલ્લેખ કરતાં જણાવે છે કે,
“જ્ઞાન દયા મારગ ભૂલ જેનનો રે, જેમાં ન્યાય અનંત અખંડ, શુદ્ધ મારગ જિનનો સેવિએ રે”
(નવપદ, પા. ૨૭૧) (ક) ગહુલીનું મુખ્ય લક્ષણ ગુરુગુણ ગાવાનું છે. બધી જ ગહુલીઓમાં સર્વ રીતે ગુરુનો મહિમા ગાવામાં આવે છે. કવિ મનસુખલાલે પણ આ વિચારને અનુસરીને ગુરુમહિમાનું વર્ણન કરતી ગહુલી રચી છે.
ગુરુજી હું શિલા મારા, ગુરુજી ખાંતિલા મારા ગુરુ ગુણવંતા પંચે અસ્તિના ધર્મ દેખાડ્યા, વ્યય ઉતપત ધ્રુવતાઈ રે”
(નવપદ, પા. ૨૭૨) ગુરુ પ્રખર જ્ઞાની છે અને શ્રોતાઓને તત્ત્વજ્ઞાનની અમૃતસમ આસ્વાદ કરાવતી વાતો સમજાવે છે. કવિની જ્ઞાનમાર્ગની ગહનતાનો પ્રથમ કડીમાંથી પરિચય થાય છે. “ત્રિપદા'નો સંદર્ભ આપીને તત્ત્વજ્ઞાનના મૂળભૂત વિચારને પ્રગટ કરે છે. આ જગત પદ્રવ્યનું બનેલું છે. તેમાં
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org