________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
-
૫૯
(૧૦) શ્રેયસજિન ચૈત્યવંદન
(હરિગીત) શ્રેયાંસજિનવર દુરિત દુખહર પરમ ધર્મ સુપાવનો / શુદ્ધ જ્ઞાન દર્શન ચરણ રમણે પરમ સિદ્ધિ નુપાવનો / જગ જંતુ હિતકર મોહ તમહર વિમલ દિનમણિ ભાવનો / મિથ્યાત્ત નાશે સુમતિ ભાસે મુક્તિ મારગ દાવનો / ૧ // સુર ઇંદ સેવે સુખ લેવે સકલ ક્લેશ નશાવનો / નિજ રમ્ય રમણે રમણ કરતા શુદ્ધ સિદ્ધ સુહાવનો // વિમલ વદને વાણી વરસે દેવ દુંદુભિ ગરગડે ! કુમતિ સય ત્રય ત્રેશછેના માન મીણ પગલે // ૨ //. સુર અમરિ નાચે વિનય સાચે ઇંદ્ર ચામર વીંજતા / પરખંદા બારે સેવ સારે તત્ત્વ લહિમન રજતા // ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રિપદિ થાપે પાપ કાપે ભવ્યનાં / મનસુખ રંગે શીવસંગે ભોગ સુખ અનંત જયાં // ૩ //
(પા. ૩૨૪) (૧૧) નેમનાથનું ચૈત્યવંદન
(નારાચક્ર) નમામિ નેમ સર્વ રિદ્ધિ સિદ્ધિ ધારણું / સદા સુજ્ઞાન દાયભવ્ય જીવ તારણ //. તમે તિલોક સર્વ સત્વ શાંતિ કારણું / પ્રશાંત પાપ તાપ સર્વ દોષ વારણ // ૧ // અમંદ ચંદ ભાનુ જ્યોતિ તુ પ્રકાશને કરે સુધ્યાન સૂવિલાસ તુજ્જ શાસન || સવે સુરિંદ દેવવંદ ગાવતે નચે / કરી સુતાન સર્વ દેવ સેવમેં મચે // ૨ //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org