________________
કવિજીવન અને કાવ્યસર્જન
સંતોષ ન થયો. સમકિત નિર્મળ કરવાની પ્રવૃત્તિના ઊંડા વિચારોમાં આવશ્યક ક્રિયા પ્રત્યે બેદરકારી આવી ગઈ. ક્રિયાની જડતા, શ્વેતામ્બરદિગમ્બરના ભેદથી સાધુ પ્રત્યે સન્માનની ભાવના ઓછી થઈ. પોતાની પૂર્વભવની આરાધના અને જ્ઞાનના ક્ષયોપશમને કારણે જૈન ગ્રંથોનો સ્વયં અભ્યાસ કર્યો. બાઇબલ, ષડ્રદર્શન, વેદ જેવા ગ્રંથોનું પણ જ્ઞાન સંપાદન કર્યું હતું. તત્ત્વજ્ઞાનવિષયક વિચારો સમજીને અન્યને સમજાવવા માટે વાર્તાલાપ અને ઉપદેશની પ્રવૃત્તિનો આરંભ કર્યો હતો.
જૈન દર્શનના રહસ્યને સમજવા માટે તેઓ સાચા ગુરુની શોધમાં હતા ત્યારે હુકમ મુનિનો પરિચય થયો. તે પ્રસંગનો અત્રે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કવિના મિત્ર શાહ મનસુખલાલ દેવચંદને હુકમ મુનિના આગમનની જાણ થઈ અને એમનો પરિચય થતાં એમ લાગ્યું કે કવિની શંકાનું નિવારણ હુકમ મુનિ કરી શકે તેમ છે. એટલે મિત્ર મનસુખલાલ દાહોદ પત્ર લખીને રૂબરૂ આવવા કવિને જણાવ્યું ત્યારે કવિએ પ્રત્યુત્તર પાઠવ્યો કે મને સાધુઓને મળવાની ઇચ્છા નથી. કવિને લખ્યું કે તમારા મુખ્ય પ્રશ્નો મને લખી મોકલો. હું મહારાજશ્રીને મળીને તેના ઉત્તર લખી મોકલીશ. પ્રશ્ન : ૧. ગુણઠાણાં એટલે શું ?
૨. ધર્મ શું ? તે રૂપી કે અરૂપી ? અને તે આત્માથી ભિન્ન * કે અભિન્ન ?
૩. ધર્માસ્તિકાય બંધ પર્યાય તે શું? આ પ્રશ્નો ગહન છે અને ઘણા લાંબા સમય સુધી સમજાવવામાં આવે તો પણ તેનો ઉત્તર પૂર્ણ થાય તેમ નથી. છેવટે મિત્રની વિનંતીથી હુકમ મુનિએ સંક્ષેપમાં પ્રશ્નના ઉત્તર લખાવ્યા. કવિએ મિત્રનો પત્ર વાંચ્યો અને અતિ હર્ષોલ્લાસમાં આવી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે આ મુનિ જ્ઞાની
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org