________________
૧૪૪
શ્રાવક કવિ મનસુખલાલ
સામાયક સિદ્ધયુપાયની ચોથી ઢાળમાં આવો ઉલ્લેખ થયેલો છે પંક્તિના બે અક્ષર લેવાથી કવિનું નામ સૂચિત થાય છે.
મન મગન જિન વચનમાં હો. નમો વીર જિનરાજ તારક તું, સુખ શિવ કારણ ઉપદેશ્ય હો ખરું કહ્યું મેં આજ.
(સુ. વિ., પા.૩.) દિર્ઘકાવ્યો ઢાળબદ્ધ રચ્યાં છે તેમાં ગુરુમહિમા, પૂજ્યભાવ અને સરસ્વતીચંદના કરવામાં આવી છે. ઉદા. નીચે મુજબ છે.
બ્રહ્માણી વંદી વધૂ, સ્યાદ્વાદ સૂચિ બોધ તત્ત્વ અધિગમ સૂત્રથી, નિર્મલ આતમ શોધ //૧/ વંદું વીર જિનેન્દ્રને, તીર્થપતી જિનરાજ, આતમ વીર્ય અચલ લહું, સિદ્ધ વંછિત કાજ //// ગોયમ ગણધર પદ નમું, દ્વાદશાંગી કરનાર, તસુ લબ્ધિ સુરસાયથી, લખું પરમ શ્રુતસાર ///
(સુ. પ્રકા., પા. ૧૫૩) રૂપકાત્મક અભિવ્યક્તિના ઉદા.રૂપ સવૈયા ઇક્કીસા
આધ્યાત્મિક રહસ્ય સીધી રીતે કોઈ એક શબ્દથી પામી શકાતું નથી. તે માટે કવિઓએ પ્રાચીન કાળથી આજ સુધી વિવિધ રૂપકો ને પ્રતીકોનો આશ્રય લીધો છે. આ પ્રકારની અભિવ્યક્તિ કવિત્વશક્તિ અને અર્થપૂર્ણ શબ્દવૈભવની લાક્ષણિકતા દર્શાવે છે. કવિની વિવિધ ઉપમાઓ યથોચિત લાગે છે.
કુંજર કો દેખિ જબસે રોષ કરી, ભુસે શ્વાન, રોષ કરે નિર્ધન વિલોકિ ધનવંત કો, રેન કે જગયા કો વિલોકિ ચારે રોષ કરે,
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org