________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
(૫)
પદ સતરભેદી પૂજાનો રાગ તારક તેરે ચરણ કમલમેં, મન મધુકર લોભાણો // સકલ પ્રજાય સમય પ્રમાણે, વ્યક્તિ હોય નિદાનો // તા. ૧ / ચાહ દાહ સવિદૂર નિવારી, નરહુ અબહુ અજાણો // પરિણામીકતા સમય ન ચૂકે શુદ્ધ પ્રમેય પ્રધાનો / તા. ૨ // જે પ્રજાયની જેહ સમયમાં, આવે વ્યક્તિ પ્રમાણ // તો ચિંતા તુરતા તુજ જ્ઞાની, શુદ્ધ ઉરઘતા ઠાણો // તા. ૩ // આતમ જ્ઞાન વિના હું ભટક્યો, મમતા વશથી અજાણ / કાજ ન પરથી લાજસઘરથી, સહજ શુધ્ધતા જાણો // તા. ૪ / પર પરિચય પર સંગ તજીને, નિજ હિત ધારી અમાનો // પર આશા ત્યાગી વિતરાગી, ધારી શુકલ શુભ ધ્યાનો // તા. ૫ // પર આલંબન તજી થિર રહીએ, નિરાલંબ સુખ ખાણો / પર સંબંધે અધિક ચપલતા, તે તજીએ દુ:ખ વાણો / તા. ૯ // સંસારી સંસરણે રીયાં તું પાયો નિજ નાણો / ભવભીરુ ભવ તાપ નિવારી, કરિ નિજ પદ સનમાનો // તા. ૭ //. કરુણાકર કરુણાકરી મુજપે, તારોગે જિન જાણો // આશા દાસકી સફલ કરો અબ, મનસુખ હોય કલ્યાણો / તા. ૮ //
(નવપદ, પા. ૩૯૬) જ્ઞાયકરૂપ હમારો કેવલ, અમર અજર નિબુધ્ધ સદા // વીર્ય અનંત સ્વતંત અબાધિત, સહજ સમાધિ અત્યંત મુદા // ૧ / એક અભેદ અનુપમ અક્ષય, ઔર રૂપ નહિ હોય કદા // પરિણામીકતા સકલ સમય નિજ, રમ્ય સ્વભાવ ચરણસદો // ૨ // અન્વયે રિદ્ધિ સમૂહ હમારે ક્યું કર લુંટે જડ મુડદા // ક્ષાંત્યાદિક હમ સંગે ખેલે, પ્રશમરતિ પ્યારી સમદા / ૩ //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
WWW.jainelibrary.org