________________
મનસુખલાલની કવિપ્રતિભા
૧૫૭
દારિક : શોભાયમાન, કલ્યાણકારી, એક જાતના સ્થૂલ પુગલ. વર્ગણા- મનુષ્ય-તિર્યંચના શરીર માટે પ્રયોજાતો શબ્દ.
દ્રવ્યપ્રાણઃ પાંચ ઇંદ્રિય, ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય.
પિંડસ્થ ઃ મન-વચન-કાયા સ્થિર કરી શુદ્ધ એકત્વ નિજાત્મ પિંડ માંહે ઉપયોગ સ્થિર કરવો તે નિશ્ચય પિંડસ્થ ધ્યાન.
પ્રતિલેખના ? દૃષ્ટિ કરી સારી રીતે જોઈ લેવું. પુંજણી વડે પુંજી જીવ ન હણાય તેમ કરવું.
પ્રશમરતિ : કષાયો દૂર થવાથી ઊપજતી શાંતિ - આત્મસ્વભાવમાં રતિ.
મહાગોપ : મોટા ગોપાલ. ભવ્ય જીવરૂપી ગૌને (ગાયને) ભવવનથી શીવનગરે પહોંચાડનાર.
લબ્ધિવીર્ય : ઇંદ્રિયો તથા અન્ય કારણ વિના આત્મશક્તિની પ્રબળ
પ્રાપ્તિ.
સમવાયઃ વસ્તુના સ્વજાતિ અનંત લક્ષણનું વસ્તુમાં અનાદિ એકત્વપણે રહેવું તે.
સમૂર્ણિમ : ગર્ભના ઊપજતા મનસંજ્ઞા વગરના જીવો. શૈલેશીકરણ : મન-વચન કાયાના યોગશીલા સમાન સ્થિર કરવા.
કાઉસગ્ગ : દેહાદિકનું મમત્વ સ્થિર ઉપયોગમાં રહેવું. કાયાનો ત્યાગ કરીને પથ્થરની મૂર્તિ સમાન નિષ્કપ અચલ રહીને સામાયિકમાં સ્થિત રહેવું તે. - કવિની રચનાઓમાં ઉપરોક્ત શબ્દપ્રયોગ થયા છે તેની સમજૂતી “સુમતિ વ્યવહાર' ગ્રંથને અંતે આપી છે. આ શબ્દોના અર્થ જાણવાથી કવિગત આત્મ સ્વરૂપ અને અન્ય વિષયોને લગતા વિચારો સમજવામાં મદદરૂપ નીવડે છે. જ્ઞાનમાર્ગની કઠિન કાવ્યધારાને સુગાહ્ય બને તે માટે
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org