________________
૧૫૩
શ્રાવક કવિ મનસુખલાલ
જીવોને જ્ઞાનના પ્રકાશ દ્વારા શાશ્વત માર્ગે પ્રયાણ કરવાનું પુણ્ય કાર્ય કરે છે એ જ એમનાં કાવ્યોની સિદ્ધિ છે.
મનસુખલાલે દ્રવ્યાનુયોગ જેવા અતિ ગહન વિષયના રહસ્યને પ્રકટ કરવા માટે વિવિધ કાવ્યપ્રકારો દ્વારા અથાગ માનસિક પરિશ્રમ કર્યો છે. તેતો એમના ગ્રંથમાં વ્યક્ત થયેલા વિચારો પરથી સિદ્ધ થાય છે.
- કવિએ “સુમતિ વ્યવહાર' ગ્રંથને અંતે શબ્દાર્થકોષ આવ્યો છે. તત્ત્વજિજ્ઞાસુ લોકોને આ કોષ કવિના જ્ઞાનમાર્ગના ગંભીર વિચારો ગ્રહણ કરવામાં પૂરક બને તેમ છે. કેટલીક વ્યાખ્યાઓ નોંધપાત્ર છે.
તેઓ સક્ઝાય વિશે જણાવે છે કે –
શુદ્ધાત્મ સ્વરૂપમાં ધ્યાન આવે એવા અધિકારનું વાચના, પૃચ્છના, પર્યટ્ટના, અનુપ્રેક્ષા અને ધર્મકથાનું કરવું સક્ઝાય છે. (સુમતિ વ્યવહાર)
વૈતરણી : નરક અંદર રુધિર પરૂ-રૂપે ખળખળતા ઉષ્ણ પ્રવાહવાળી નદી.
બંધ : પુદ્ગલ વર્ગણા સાથે આત્માએ રાગ-સ્નેહ ચીકાશે બંધાવું. તે ચાર પ્રકારે પ્રતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, અને પ્રદેશબંધ.
બ્રહ્માણી : તીર્થકરોના મુખથી નીકળેલી વાણી. શુદ્ધ ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ બતાવનાર વાણી.
નયાભાસ : વસ્તુના અનંત ધર્મમાંથી એક જ ધર્મને ગ્રહી (બીજાની અપેક્ષા વિના) તે જ રૂપે વસ્તુને કહેનાર તે કુનય અથવા નવા-ભાસ છે.
અપડિબંધ : (અપ્રતિબદ્ધ) : પરદ્રવ્યાદિના અટકાવ વગર, સંબંધ વગર, પરદ્રવ્યાદિથી બંધાયેલા રહેવું નહિ તે.
અવ્યાબાધ-અબાધિત બાધા પીડારહિત. આવિર્ભાવ પ્રગટ થયેલો ભાવ. ઉપધ્યાનઃ ધ્યાનને અર્થે તપસ્યાદિ કરી આહાર-વિષયાદિ છોડવાં તે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org