________________
મનસુખલાલની કવિપ્રતિભા
૧૪૧
આત્મસ્વરૂપ પ્રત્યે ચિંતન કરવા માટેની કવિની વાણીના નમૂનારૂપ નીચેની પંક્તિઓ જોઈએ ?
શાર્દૂલવિક્રીડિત છંદ હું નિત્ય અમલાન જ્ઞાન રવિ છું, હારે ન કો આપદા | જે જે પુદ્ગલની પરિણતિ સેવે હારી ન જાણું કદા // હારે કામ નહીં કદા પર તણું હારે મહા સંપદા | ભૂલ્યો જેહ સ્વરૂપ શુદ્ધ અપનું મોહે મુઝાયો તદા // ૧ / કો કેનો નવિ હોય દ્રવ્ય કબહુ સત્તા સદા શાશ્વતી / ભોગ આપ સદા સસંપતિ તણો ભોગે જ જાણે છતી // ભૂલ્યા મર્મ વશે રહે જન સદા સેવી અનાણી ગુરુ / ના ભૂલે નર તેહ જે વિમલ છે, સેવા સદા સદગુરુ // ૨ // સેવે જે સમયે શુધાતમ સદા પાવે મહાનંદને / જાચે ના વિષયો વિકાર કબહુ છોડે દ્વિધા બંધને // સેવો શ્રી જિનવાણિ ઉજ્જલ મહા આનંદદાઇ સદા | એકાંતે નવિ જોઈએ તવ મહા, જાગે સુજ્યોતી મુદા // ૩ / સંતોષે સુખ છે મહાન જગમાં તે તો સુજ્ઞાને મલે / ઇન્દ્રોને પણ સુખ એ સમ ન છે એ તો સકાલે ચલે // જ્ઞાને છે વર શાંતિ સાચિ જિવને, શક્તિ લખે આપણી / જાગે જે પરમાદ છોડિ સમર્મ, પામે રમા તે ઘણી // ૪
(સુ.પ્ર., પા. ૧૩૮). કવિએ ચોપાઈ રચનામાં મનુષ્યજન્મ સફળ કરવા માટે ઉપદેશાત્મક વિચારો વ્યક્ત કર્યા છે. તેનું ઉદા. નીચે મુજબ છે :
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org