________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
“હેય ઉપાદેય શુદ્ધ લહીજે, એહથી માહરા લાલ; આદ્યાદિક નિજ જ્ઞય તે પરમ પદમાં નથી, મહારા લાલ.” વાણીનો મહિમા દર્શાવતી પંક્તિઓ નીચે મુજબ છે
વાણિ લહ્યા વિણ શું છંડે શું આદરે માહરા લાલ. એમની વાણીથી મોક્ષરૂપી સંપત્તિ પ્રાપ્ત થાય છે. કવિ જણાવે છે કે, પાક્યા પામે છે વળિ આગે પામશે માહરા લાલ. શિવ સંપત્તિ મન સુખ અનંત રસે વસે માહરા લાલ // ૧૨ //
(૯) “માતા શીવા દેવી નેમજી જાયાથી શરૂ થતી ગહુલીમાં નેમનાથ ભગવાનનાં પાચ કલ્યાણકનું રસસભર નિરૂપણ કરવામાં આવ્યું છે. કવિએ ગહુલી શીર્ષક આપ્યું છે પણ ખરેખર તો “સ્તવન' શીર્ષક ઉચિત લાગે છે. કલ્યાણકના પ્રસંગનું વર્ણન કરતાં સ્તવનો પણ ઉપલબ્ધ થાય છે એટલે કલ્યાણક સ્તવન શીર્ષક યથાર્થ છે. ભગવાનના જીવનની ચરિત્રાત્મક વિગતો એમના પ્રત્યેની અપૂર્વપ્રીતિ-સ્નેહભાવ વ્યક્ત થયો છે. કવિની પંક્તિઓ ઉદા. તરીકે જોઈએ તો.
માતા શીવા દેવી નોમજી જાયા, સુરવધૂ મળી ફુલરાવ્યા હો, નેમ ઘુઘરી ચમરીની બાજે.
ભગવાનનો જન્મોત્સવ, લગ્ન, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ વિશે વિચારો પ્રગટ કર્યા છે. એમનાથ રાજુલનો ત્યાગ કરે છે ત્યારે ઉપદેશાત્મક વિચારો પ્રગટ થયા છે
વિરહાનલ જ્વાલા ચિત્ત લાગી પ્રભુને વરવા અતિ રાગી રે. નિમ કહે ચતુર બાળા તજ મોહ કર્મના ચાળા હો // ૮ //
(નવપદ, પા. ર૭૦)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org