Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી બ્રહ્મચારીજી પ્રણીત
CIEK RC
થી બ્રહ્મચા)
પ્રજ્ઞાવબોધ
ભાગ-૨
વેચને
પ્રજ્ઞાવબોધ ભાગ-૨ વિવેચન
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ-લેખક-પૂ.શ્રી બ્રહ્મચારીજી
પ્રજ્ઞાવબોધ-વિવેચન
ભાગ-૨
વિવેચક પારસભાઈ જૈન
પ્રકાશક
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, બાંધણી
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રથમાવૃત્તિનું નિવેદન
પૂજ્યશ્રી બ્રહ્મચારીજી કૃત ‘પ્રજ્ઞાવબોધ’ ગ્રંથનો સંક્ષિપ્ત અર્થ અત્રે આપીએ છીએ. આ ગ્રંથ પૂજ્યશ્રીની એક અજોડ, અદ્ભુત કૃતિ છે. આખો ગ્રંથ કાવ્યમાં હોવા છતાં તેઓશ્રીનું વિશાળ શાસ્ત્રજ્ઞાન, કાવ્યકળા તથા અનેકવિધ પ્રજ્ઞાના એમાં દર્શન થાય છે. તેમજ પરમકૃપાળુદેવ પ્રત્યેની અનન્ય પ્રેમભક્તિ દરેક પાઠની પ્રથમ ગાથામાં ઝળકી ઊઠે છે. મુમુક્ષુને પરિચિત એવા સુંદર ગેય રાગોમાં આ ગ્રંથની રચના કરી પૂજ્યશ્રીએ આપણા ઉપર અનન્ય ઉપકાર કર્યો છે. શ્રી ‘મોક્ષમાળા’ના ચોથા ભાગરૂપે આ ‘પ્રજ્ઞાવબોધ’ ગ્રંથની સંકલના પરમકૃપાળુદેવે સ્વયં ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથના પત્રાંક ૯૪૬માં લખાવેલ છે. તેના આધારે પૂજ્યશ્રીએ આ ગ્રંથની રચના કરી છે. તથા પરમકૃપાળુદેવના પત્રોને પણ વિષયને અનુરૂપ આ ગ્રંથમાં વણ્યા છે. તે પત્રોને તે તે ગાથાઓ નીચે આ ગ્રંથમાં મૂકવામાં આવ્યા છે; જેથી તે તે ભાવોની વિશેષ દૃઢતા થાય.
તથા ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથના પૃષ્ઠ ૬૬૪ ઉપર પરમકૃપાળુદેવે ઉપદેશમાં સ્વયં જણાવેલ છે કે “એનો ‘પ્રજ્ઞાવબોધ’ ભાગ ભિન્ન છે તે કોઈ કરશે.” તે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ રચી પરમકૃપાળુદેવની ભવિષ્યવાણી પુરવાર કરી છે. એવા ગ્રંથો કોઈ આત્મઅનુભવી પુરુષો જ લખી શકે, બીજાનું ગજું નથી.
અગાસ આશ્રમના સભામંડપમાં ‘પ્રજ્ઞાવબોધ’ ગ્રંથ ક્રમશઃ વંચાયો ત્યારે મુમુક્ષુઓએ એવી ભાવના દર્શાવેલી કે આ સંપૂર્ણ ગ્રંથ કાવ્યમાં હોવાથી આના અર્થ જો છપાય તો સમજવામાં વિશેષ સુગમતા રહે. તેથી મુમુક્ષુઓની ભાવનાને લક્ષમાં લઈ આ અર્થ છપાવવાનો નિર્ણય કર્યો છે. સાથે ૩૨ પ્રાસંગિક રંગીન ચિત્રો ઉમેરવામાં આવ્યા છે.
આ અર્થ ગાથાને ટૂંકાણમાં ક્રમપૂર્વક કિંચિત્ સમજવા અર્થે અલ્પમતિ અનુસાર લખેલ છે. ‘સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં, અનંત આગમ રહ્યા છે’ એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે તેમ આ ગાથાઓમાં પણ અનંત અર્થ સમાયેલો છે, જે જ્ઞાનીપુરુષના હૃદયમાં છે. જ્ઞાનીપુરુષ આ ગાથાઓનો વિસ્તાર કરે તો હજારો પેજ થાય એવું એમાં ગૂઢ તત્ત્વ, દૈવત રહેલું છે, કેમકે ઘણા શાસ્ત્રોનું એમાં દોહન છે. સુજ્ઞ વાચકવર્ગને ક્યાંય ભાવભેદ જણાય તો ઘ્યાન દોરે.
આ ગ્રંથમાં અવતરણ નીચે પુસ્તકનું નામ સંક્ષેપમાં આ પ્રમાણે સમજવા યોગ્ય છે :– શ્રીમદ્ રાજચંદ્ર (વ.......) વ.=વચનામૃત. પૃ.=પૃષ્ઠ, ઉ=ઉપદેશામૃત, બો.૧, ૨, ૩= બોઘામૃત ભાગ-૧, ૨, ૩. આ ગ્રંથ મુમુક્ષુ સમુદાયને આત્મહિત સાધવામાં સહાયભૂત થાઓ એવી શુભેચ્છા સહ વિરમું છું.
—આત્માર્થ ઇચ્છક, પારસભાઈ જૈન
(૩)
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૯૨ ૩૦૩ ૩૧૦ ૩૧૭ ૩૨૩
૫૪
૩૨
૪૮
૮૩ ८४
૩૩૦
ง ง ง ง ง
૩૩૫ ૩૪ર ૩૫૭
૩૭૩
૬૧
૧૧૮
૯૨
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ની અનુક્રમણિકા પુષ્યાંક વિષય
પૃષ્ઠ પુષ્યાંક વિષય ૫૧ | આજ્ઞા
૧ | ૮૦ | કર્મના નિયમો સમાધિમરણ ભાગ-૧ ૧૧ | ૮૧ મહપુરુષોની અનંત દયા ૫૩
નિર્જરાક્રમ વૈતાલીય અધ્યયન
આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું? | સંયોગનું અનિત્યપણું
મુનિઘર્મ-યોગ્યતા મહાત્માઓની અનંત સમતા ૫૫
પ્રત્યક્ષ અને પરોક્ષ માથે ન જોઈએ : ભાગ-૧
ઉન્મત્તતા ૫૮
શ્રી શાંતિનાથ ભાગ-૧ (ચાર) ઉદયાદિ ભંગ : ૧ બંઘ (ચાર) ઉદયાદિ ભંગ : ૨ ૯૬ ઉદય, ૩ ઉદીરણા, ૪ સત્તા
અંતર્મુહૂર્ત જિનમત-નિરાકરણ ૧૦૭ દર્શન-સ્તુતિ મહામોહનીય સ્થાનક
વિભાવ તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ સ્થાનક
રસાસ્વાદ માયા
અહિંસા અને સ્વચ્છંદતા પરિષહ-જય
૧૪૮
અલ્પ શિથિલપણાથી વીરત્વ
૧૫૫
મહાદોષના જન્મ સદ્ગુરુ-સ્તુતિ
૧૬૪
પારમાર્થિક સત્ય પાંચ પરમ પદ વિષે
આત્મભાવના વિશેષ વિચાર
જિનભાવના ૬૯ અવિરતિ
શ્રી ઋષભ જિનેશ્વર ભા-૧ ૭૦ અધ્યાત્મ
૧૯૨ મુનિસમાગમ(ચંદ્રરાજ) ભાગ-૧ | ૨૦૦ મુનિસમાગમ(ચંદ્રરાજ) ભાગ-૨ ૨૦૯ મુનિસમાગમ(રાજમુનિ) ભાગ-૩ ૨૨૨
૨૩૮ છપદ-નિશ્ચય મોક્ષ-માર્ગની અવિરોઘતા ૨૫૭
હિતાર્થી પ્રશ્નો ભાગ-૧ સનાતન ઘર્મ
૨૬૫ સૂક્ષ્મ તત્ત્વ-પ્રતીતિ ૨૭૦
પૂર્ણમાલિકા મંગલ સમિતિ-ગુતિ
૨૮૦ પૂર્તિઓ
૩૯૦ ૩૯૭ ૪૦૪ ૪૧૦ ૪૧૬ ૪૨૩
૧૨૭
૧૪૦
છે
ળ
.
.
૧
૮
૪૨૯ ૪૩૬ ૪૪૩ ४४८ ૪૬૬ ૪૮૪ ૫૦૨ પ૨૧ પ૩૯ પપ૭ પ૭૦ પ૭૮ ૫૯૩ ૬૦૦
મંત્ર
૨૪૫
Page #5
--------------------------------------------------------------------------
________________
(૫૧) આજ્ઞા
પ્રજ્ઞાવબોઘ-વિવેચન' ભાગ-૧માં બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું' એ પાઠ પૂરો થયો. હવે ભાગ-૨ ના એકાવનમાં પાઠમાં “આજ્ઞા' વિષેનું માહાસ્ય દર્શાવે છે. બ્રહ્મચર્યવ્રત પણ જ્ઞાની પુરુષની આજ્ઞાએ આત્માર્થના લક્ષે પાળવાથી મુક્તિનું કારણ થાય છે. અન્યથા દેવલોક આપી ફરી સંસારનું કારણ બને છે. માટે કહ્યું છે કે ‘માને ઘમ્મો માળા તવો’ આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે.
(૫૧)
આજ્ઞા
(શ્રી નમિજિનવર-સેવ ઘનાઘન ઊનમ્યો રે, ઘનાઘન ઊનમ્યો રે–એ રાગ)
વંદું સગુરુ રાજ અતિ ઉલ્લાસથી રે, અતિ ઉલ્લાસથી રે, . રહું આજ્ઞાવશ રોજ, બચું ભવ-ત્રાસથી રે; બચું ભવત્રાસથી રે; પ્રત્યક્ષ સદ્ગુરુ-યોગ અતિ દુર્લભ કહ્યો રે, અતિ દુર્લભ કહ્યો રે,
જન્મ-મરણના ત્રાસ સહી થાકી ગયો રે, સહી થાકી ગયો રે. ૧ અર્થ - પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં અતિ ઉલ્લાસભાવે કહેતા અત્યંત પ્રેમભાવે હું વંદન કરું છું. તેમની આજ્ઞાને આધીન પ્રતિદિન જો હું રહું તો આ સંસારના જન્મ, જરા, મરણ કે આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ભયંકર ત્રાસથી હું બચી જાઉં.
પ્રત્યક્ષ સગુરુ ભગવંતનો યોગ આ કાળમાં અતિ દુર્લભ કહ્યો છે. તે ન મળવાથી “જન્મ જરાને મૃત્યુ; મુખ્ય દુઃખના હેતુ” જે પરમકૃપાળુદેવે કહ્યા છે, તે જન્મ મરણ અનાદિકાળથી કરતાં હવે હું થાકી ગયો છું. ૫.પૂ.પ્રભુશ્રીજીએ પણ કહ્યું કે પ્રભુ! થાક્યાનો મારગ છે. થાક્યો હોય તો આવ બેસ. નહીં તો ભટક ચોરાશી લાખ જીવયોનિમાં. આવા પરમકૃપાળુદેવ જેવા જ્ઞાનીપુરુષના જોગમાં પણ જીવ જ્ઞાનીપુરુષની આજ્ઞા ન આરાધે અર્થાતુ એમના કહ્યા પ્રમાણે ન વર્તે તો જ્ઞાની બીજું શું કહે ?
પ્રત્યક્ષ સન્દુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષસંબંઘી બઘાં સાઘનો અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે; પણ તે સમાગમનો યોગ પામવો બહુ દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે.
સપુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તો ક્વચિત જ તે યોગ બને છે. વિરલા જ સત્પરુષ વિચરે છે. તે સમાગમનો લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાઘન કરવું યોગ્ય છે.
તે સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સન્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મોળી પાડવા જે જીવ ઇચ્છે છે તે જીવ મોળી પાડી શકે છે; અને સન્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે.” (વ.પૃ.૬૦૭) /૧
માયિક સુખને કાજ ભમ્યો ભવમાં બહુ રે, ભમ્યો. આશાના અહો! વેશ, ઠગારા દીઠા સહુ રે; ઠગારા
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
માન્યતા જનની માની, મચ્યો મૂઢતા ઘરી રે, મચ્યો
રોષ-તોષની રીત અનાદિની આદરી રે. અનાદિ ૨ અર્થ - માયિક એટલે સાંસારિક સુખ મેળવવા માટે હું ચારગતિરૂપ સંસારમાં અનંતકાળથી બહુ ભટક્યો; છતાં તેની વાસના અંતરથી ગઈ નહીં.
માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું.” (વ.પૃ.૨૪૬)
આશા એટલે ઇચ્છા, તૃષ્ણા, લોભ. પાંચ ઇન્દ્રિયોના વિષયોની આશા રાખવી તે ઠગારા પાટણ જેવી છે. પાંચેય ઇન્દ્રિયો કોઈને કોઈ ઇચ્છાવડે જીવોને ઠગે છે.
“જ્ઞાન પરિણમતું નથી તેનું કારણ વિષય કષાયો છે અને લોભ તેમાં મુખ્ય છે. કોઈને ઘનનો લોભ તો કોઈને કીર્તિનો લોભ, કોઈને સ્વાદનો લોભ તો કોઈને સંગીતનો લોભ, કોઈને ભોગનો લોભ તો કોઈને આબરૂનો લોભ, કોઈને કુટુંબનો લોભ તો કોઈને શાતા(સુખ)નો લોભ, કોઈને પુણ્યનો લોભ તો કોઈને કુટેવ પોષવાનો લોભ; આમ ઇચ્છા માત્ર લોભના વેશ છે. તે ઓળખી તેથી દૂર રહેવાનું, ભડકતા રહેવાનું, નાસી છૂટવાનું કર્તવ્ય છેજી.” -ઓ.૩ (પૃ.૭૯૬)
લોકોની માન્યતા પ્રમાણે સ્ત્રી, પુત્ર, ઘનાદિમાં સુખ છે એમ માની તેને મેળવવા માટે હું મૂઢ બનીને ખૂબ મથ્યો. તેમના પ્રત્યે રોષ એટલે દ્વેષ અને તોષ એટલે રાગની જે અનાદિની રીત હતી તેને જ આદરી જગતને રૂડું દેખાડવા માટે મથીને હું બહુ દુઃખી થયો, છતાં મારા આત્માનું કંઈ રૂડું થયું નહીં.
“જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોઘ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોઘ પામ્યો છે તે જીવને સમ્યક્દર્શન થાય છે.” (વ.પૃ.૩૨૫) IIરા
જાણે હરાયું ઢોર, અંકુશ નહીં કરી રે, અંકુશ વિષય વિષે રહ્યો લીન, સ્વરૂપને વીસરી રે; સ્વરૂપ૦ નારી-મદારીનો માંકડો ઉન્મત્ત થઈ ફરે રે, ઉન્મત્ત
પ્રસન્ન રાખવા કાજ કહ્યા વિના પણ કરે રે. કહ્યા. ૩ અર્થ :- હરાયું ઢોર અંકુશ વગર અહીં તહીં રખડીને માર ખાય. તેમ હું પણ જ્ઞાનીપુરુષની આજ્ઞાના અંકુશ વગર નરક નિગોદાદિમાં માર ખાઉં છું. છતાં પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં મારા આત્મસ્વરૂપને ભૂલીને હજુ લીન રહ્યો છું. “કષાય જેવો કોઈ કટ્ટો શત્રુ નથી અને વિષય જેવું કોઈ વિષ નથી. માટે જાણીજોઈને પોતે પોતાના શત્રુ ન બનવું.” ઓ.૩ (પૃ.૫૭૮)
નારીરૂપી મદારીનો માંકડો એટલે વાંદરા જેવો હું મોહરૂપી દારૂ પીને ગાંડા જેવો થઈને ફર્યા કરું છું. સ્ત્રીને વિષયનું મુખ્ય સાધન માની તેને પ્રસન્ન રાખવા માટે તેના કહ્યા વિના પણ તેના કાર્ય પૂર્ણ કરું છું. તેની આજ્ઞામાં હજૂર રહું છું. શ્રી તુલસીદાસજીને પણ પ્રથમ પોતાની સ્ત્રી પ્રત્યે એવો રાગ હતો. તેથી એકવાર એમની પત્નીએ કહ્યું કે –
“જૈસી પ્રીતિ હરામ કી, તૈસી હર પર હોય;
ચલ્યો જાય વૈકુંઠમેં, પલ્લો ન પકડે કોય.” ત્યારબાદ જીવનમાં પરિવર્તન લાવી શ્રી તુલસીદાસજી શ્રીરામના ભક્ત બન્યા અને ‘રામાયણ' ગ્રંથની રચના કરી. સા.
Page #7
--------------------------------------------------------------------------
________________
(૫૧) આજ્ઞા
ચોર તણો વિશ્વાસ કરી કોણ ઊગરે રે, કરી. તેમ જ વિષય-કષાય મુમુક્ષને છેતરે રે; મુમુક્ષ) જેણે જીત્યા તે ચોર અજેય તે જિન ખરા રે, અજેય
આશ્રય તેનો જો હોય, લૂંટે નહીં વાઘરા રે. લૂંટે ૪ અર્થ :- જેમ ચોરનો વિશ્વાસ રાખી સુખ માને તે જીવનો કેમ ઉદ્ધાર થાય. તેમ વિષયકષાયરૂપી ચોર કે ઠગ મુમુક્ષુને પણ છેતરી જાય છે. જ્યાં સુખ નથી ત્યાં સુખબુદ્ધિ કરાવે છે.
જેણે એ વિષયકષાયરૂપી ચોરને જીત્યા તે જ ખરેખરા જિન છે. રાગદ્વેષને જેણે જીત્યા તે જિન છે. આવા જ્ઞાની પુરુષનો આશ્રય એટલે શરણ જો હોય તો વિષયકષાયરૂપી વાઘરા તેને લૂંટી શકે નહીં.
દ્રૌપદીએ શ્રીકૃષ્ણનું શરણ લીધું તો ચીર પૂરાવા લાગ્યા. લંગડી બકરીએ જંગલના રાજા સિંહનું શરણ લીધું તો બચી ગઈ. તેમ પુરુષનો આશ્રય લે અને તેમની આજ્ઞા ઉપાસે તો વાસનાના મૂળીયા ઘીમે ઘીમે કપાતા જાય. શ્રી મોતીભાઈ ભાવસારે ઉત્તરસંડામાં પરમકૃપાળુદેવને કહ્યું કે આપના મળ્યાથી સંસારસુખની ઇચ્છા મટી ગઈ, માટે જાણીએ છીએ કે આપ જ્ઞાની છો. ૪.
ગહન વને જેમ વ્યાધ્ર અંધારે જીંવ હરે રે, અંઘારે પણ હોય પાસે પ્રકાશ સંતાતા તે ફરે રે; સંતાતા પરમ પુરુષનો સંગ સકળ દુઃખ તે હરે રે, સકળ૦
સજ્જનની આજ્ઞા ય ઉપાસી જીવ તરે રે. ઉપાસી. ૫ અર્થ - જેમ સંસારરૂપી ગહનવનમાં અજ્ઞાનરૂપી અંધકાર છવાયેલ હોય ત્યાં કમરૂપી વાઘ જીવનો ઘાત કરે છે. પણ જો પાસે આત્મજ્ઞાનરૂપી પ્રકાશ હોય તો તે કમરૂપી વાઘ સંતાતા ફરે છે.
તેમ સંસારરૂપી ગહનવનમાં આત્મજ્ઞાની પરમપુરુષનો સાથે સંગાથ હોય તો સર્વ પ્રકારના દુઃખનો નાશ થાય છે. કેમકે સજ્જન એવા જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધીને જીવ સંસારરૂપી ભયંકર જંગલને પણ પાર કરી લે છે.
સાચા પુરુષ મળે, ને તેઓ જે કલ્યાણનો માર્ગ બતાવે તે જ પ્રમાણે જીવ વર્તે તો અવશ્ય કલ્યાણ થાય. સપુરુષની આજ્ઞા પાળવી તે જ કલ્યાણ.” (વ.પૃ.૭૧૧) “ગુરુનો છંવાળુવત્ત’ ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું. ગુરુની આજ્ઞાએ ચાલતાં અનંતા જીવો સીયા, સીઝે છે અને સીઝશે.” (પૃ.૫૩૧) “આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. “આચારાંગસૂત્ર'માં કહ્યું છે કે – (સુઘર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે, કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે અમને આમ કહ્યું છે.) ગુરુને આથીન થઈ વર્તતા એવા અનંતા પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા.” (વ. પૃ.૫૩૨) //પા.
સંસાર ચહે નહીં જીવ જો આતમભાવથી રે, જો આ તો વ્રત-તપને ગૌણ ગણી સ્વભાવથી રે, ગણી આદરશે સત્સંગ સ્વરૂપ વિચારવા રે, સ્વરૂપ
ઉપાસશે સત્સંગ, સ્વચ્છેદ વિસારવા રે. સ્વચ્છેદ ૬ અર્થ :- જે જીવ તન્મયતાપૂર્વક સંસારને ઉપાસવા ઇચ્છતો નથી તે વ્રત તપને ગૌણ ગણી સાચા આત્મભાવથી સ્વરૂપ વિચારવા સત્સંગની ઉપાસના કરશે અને સ્વચ્છંદને રોકવા માટેનો પુરુષાર્થ આદરશે. કા
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
આજ્ઞારૂપી અંકુશ શિરે તે ઘારશે રે, શિરે આજ્ઞા ઉપાસતો એમ, સ્વરૂપ ઉપાસશે રે; સ્વરૂપ સ્વરૂપ ઉપાસ્ય સુખ અનંત તે પામશે રે, અનંત,
સંસારના સૌ ક્લેશ ભવિક તે વામશે રે. ભવિક ૭ અર્થ :- સ્વચ્છંદને રોકવા માટે તે જ્ઞાની પુરુષની આજ્ઞાને શિર ઉપર ઘારણ કરશે. આજ્ઞાને ઉપાસવાથી પોતાના આત્મસ્વરૂપની ઉપાસના થશે. સ્વરૂપ ઉપાસવાથી આત્માના અનંત સુખને પામશે અને અનંતસુખને પામવાથી સંસારના સર્વ પ્રકારના ક્લેશથી તે ભવ્યાત્મા રહિત થશે.
પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.” (વ.પૃ.૩૯૩) શા
તેથી તજી સૌ કાજ જ્ઞાની જન શોથજો રે, જ્ઞાની જ્ઞાની મથે વિશ્વાસ અચળ ઉર ઘારજો રે; અચળ૦ પ્રાણ થકી પણ પ્રિય ગણી સત્સંગને રે, ગણી.
યથાશક્તિ પુરુષાર્થ કરી રાખો રંગને રે. કરી. ૮ અર્થ – તેથી બીજા સર્વ કાર્યોને મૂકી દઈ પ્રથમ જ્ઞાની પુરુષની શોઘ કરજો. જ્ઞાની પુરુષ મળી આવે કે તેના ઉપર અચળ દ્રઢ શ્રદ્ધાને ઘારણ કરજો. પ્રાણથી પણ પ્રિય સત્સંગને ગણી, યથાશક્તિ આત્મજ્ઞાન પ્રાપ્તિનો પુરુષાર્થ કરી આત્માને સાચો રંગ ચઢાવજો. સત્સંગમાં ભાલાના વરસાદ વરસે તો પણ છોડશો નહીં. અને કુસંગમાં મોતીઓની લહાણી મળે તો પણ જશો નહીં. ll
સર્વજ્ઞ ને વીતરાગ કહે તે જ માનવું રે, કહે સમજાય તેથી વિશેષ રહસ્ય છે, ઘારવું રે; રહસ્ય આજ ન છો સમજાય, અતિ હિતકારી છે રે, અતિ
બાળ ઘરી વિશ્વાસ જમે જે મા પીરસે રે. જમે. ૯ અર્થ :- સર્વજ્ઞ પુરુષો કે વીતરાગ પુરુષો કેવળજ્ઞાનથી જાણીને જે કંઈ કહે તે જ માનવું યોગ્ય છે. આપણને તેનો જે અર્થ સમજાય તેથી ઘણું વિશેષ રહસ્ય તેમાં સમાયેલું છે એમ માનવું. આજ ભલે મને ન સમજાય પણ મારા આત્માને તે અત્યંત હિતકારી છે. જેમ બાળક માતા ઉપર વિશ્વાસ રાખી મા જે પીરસે તે જમી લે છે; તેમ જ્ઞાની પુરુષો જે કહે તે માન્ય કરી લેવા જેવું છે.
“પોતે જ્ઞાનીના વચનો વિચાર્યા હોય અને સત્સંગમાં પણ તે મુજબ અર્થની ચર્ચા થતી હોય તો પણ તે એમ જ છે, એમ દ્રઢ કરી ન દેવું. કારણ, જેમ જેમ દશા વઘતી જાય તેમ તેમ અર્થ અલૌકિક ભાસે. માટે જ્ઞાનીએ જાણ્યું તે ખરું એમ રાખવું, જેથી અટકી જવાય નહીં.” ઓ.૧ (પૃ.૩૨) લા.
બુદ્ધિગ્રાહ્ય જે ભાવ ગ્રહો બુદ્ધિ વાપરી રે, ગ્રહો બુદ્ધિથી પર જે વાત ગ્રહો શ્રદ્ધા કરી રે; ગ્રહો સ્વાનુભવથી સિદ્ધ થશે દશા આવતાં રે, થશે. ત્યાં સુઘી આજ્ઞાઘાર વિરોઘ શમાવતાં રે. વિરોઘ૦ ૧૦
Page #9
--------------------------------------------------------------------------
________________
(૫૧) આજ્ઞા
૫
અર્થ :— બુદ્ધિથી ગ્રહણ થઈ શકે એવા ભગવાનની વાણીના ભાવોને બુદ્ધિ વાપરીને ગ્રહણ કરો. પણ જે વાત બુદ્ધિથી પર છે, તે વાતને શ્રદ્ધાથી માન્ય રાખો.
જ્યારે તમારા આત્માની દશા વધશે ત્યારે તમને જ પોતાના અનુભવથી તે વાત સિદ્ધ થશે. તે દશા ન આવે ત્યાં સુધી જ્ઞાનીપુરુષની આજ્ઞાના આધારે વર્તવું. મનમાં કોઈ વાતનો વિરોઘ ભાસે તો તે આગળ ઉપર દશા વધતાં સમજાશે એમ માનીને આગળ ચાલવું. જેમ રસ્તામાં ફાળીયું ભરાયુ હોય તે નીકળે તો કાઢી લેવું; નહીં તો ત્યાં જ પડતું મૂકીને આગળ ચાલવું. ।।૧૦।।
ઘણી સર્વજ્ઞની વાત બુદ્ધિમાં બેસતી રે, બુદ્ધિ ગજા ઉપ૨ની વાત મતિમાં ન પેસતી રે; મતિ
તોપણ સાચી વાત ઘણી જે નર કહે રે, ઘણી તેની નવી કોઈ વાત વિશ્વાસથી સૌ લહે હૈ. વિશ્વા ૧૧
અર્થ :— મનુષ્ય કે તિર્યંચના દુઃખની વાત જે સર્વજ્ઞ કરે તે ઘણી નજરે દેખાય છે, તેથી બુદ્ધિમાં બેસે છે. પણ દેવલોક, નરક કે નિગોદની વાત મારા ગજા ઉ૫૨ની હોવાથી મારી બુદ્ધિમાં પેસતી નથી. તો પણ ઘણી વાત સાચી જે સત્પુરુષ કહે તેની કોઈ નવી વાત સાંભળવામાં આવે તો તેને ઘણા વિશ્વાસપૂર્વક માન્ય કરવી જોઈએ.
“વળી મારી સમજણ તો એમ રહે છે કે શાસ્ત્રકારે બધાં શાસ્ત્રોમાં ન હોય એવી પણ કોઈ શાસ્ત્રમાં વાત કરી હોય તો કંઈ ચિંતા જેવું નથી. તેની સાથે તે એક શાસ્ત્રમાં કહેલી વાત સર્વ શાસ્ત્રની રચના કરતાં શાસ્ત્રકારનાં લક્ષમાં જ હતી, એમ સમજવું. વળી બધાં શાસ્ત્ર કરતાં કંઈ વિચિત્ર વાત કોઈ શાસ્ત્રમાં જણાવી હોય તો એ વધારે સમ્મત કરવા જેવી સમજવી, કારણ એ કોઈ વિરલા મનુષ્યને અર્થે વાત કહેવાઈ હોય છે; બાકી તો સાઘારણ મનુષ્યો માટે જ કથન હોય છે. આમ હોવાથી આઠ રુચકપ્રદેશ નિબંધન છે, એ વાત અનિષય છે, એમ મારી સમજણ છે.’’ (વ.પૃ.૨૨૭૬ ||૧૧||
હેનાર નર નિર્દોષ ચહે હિત આપણું રે, ચહે નિષ્કામ કરુણારૂપ અહોભાગ્ય એ ગણું રે; અહીં
તેની કહેલી વાત સ્વીકારતાં શ્રેય છે રે, સ્વીકા એક જ શબ્દ ઉપાર માહાત્મ્ય અમેય છે રે!માહા- ૧૨
=
અર્થ :— આપણને વાત કહેનાર નર નિર્દોષ છે. કષાય અને અજ્ઞાનથી રહિત છે, તે આપણું હિત ઇચ્છે છે. તે નિષ્કારણ કરુણાશીલ છે. માટે આવા પરમકૃપાળુદેવ જેવા પુરુષનો યોગ થયો તે આપણા અહોભાગ્ય ગણવા યોગ્ય છે. ‘તીર્થંકરે પણ એમ જ કહ્યું છે; અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં, તોપણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે; માટે સેવનીય છે.’” (વ.પૃ.૩૪૫)
આવા પુરુષની કહેલી વાતને સ્વીકારતાં આત્માનું શ્રેય એટલે કલ્યાણ જ છે. જેના એક શબ્દને માન્ય કરી તે પ્રમાણે વર્તવાથી જીવનો ઉદ્ઘાર થઈ જાય એવું જેનું અમેય એટલે અમાપ માહાત્મ્ય છે.
મારુષ, માનુષ આવા શબ્દ માત્રથી શિવભૂતિ મુનિને કેવળજ્ઞાન થઈ ગયું, કે ઉપશમ, વિવેક, સંવર નામના શબ્દો માત્રથી ચિલાતી પુત્રનું કલ્યાણ થઈ ગયું. કેમ કે એ સત્ની ચિનગારી છે, અથવા
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પ્રગટ આત્મસ્વરૂપને સ્પર્શીને નીકળેલી વાણી છે. “જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં જૂનાધિક કે મોટા નાનાની કલ્પના કરવી નહીં.” (વ.પૃ. ૬૯૬) /૧૨ાા
આત્મસ્વરૂપને પ્રાપ્ત પુરુષ આજ્ઞા કરે રે, પુરુષ પ્રેરે તે ફક્ત આત્માર્થ ભક્તના ભવ હરે રે; ભક્ત ભવમાં જવાને આડ આજ્ઞા જ્ઞાની તણી રે, આજ્ઞા
રાગ-દ્વેષથી દૂર રાખે ભવહારિણી રે. રાખે. ૧૩ અર્થ :- જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે એવા પુરુષ જે આજ્ઞા કરે તે સામા જીવને માત્ર આત્માર્થમાં જ પ્રેરે છે. તે ભક્તના ભવ એટલે ચાર ગતિરૂપ સંસારને હરે છે.
એવા જ્ઞાનીપુરુષની આજ્ઞા તે સંસારમાં જવા માટે આડા પ્રતિબંધ જેવી છે. તે આજ્ઞા જીવને રાગદ્વેષના ભાવોથી દૂર રાખી સંસારના દુઃખોને હણી નાખનાર છે.
જે જે સાઘન આ જીવે પૂર્વ કાળે કર્યા છે, તે તે સાઘન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસારપરિભ્રમણ હોય નહીં. જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંઘ જેવી છે.” (વ.પૃ.૪૧૧) I/૧૩ણા.
શ્વાસોચ્છવાસ સિવાય ક્રિયા કોઈ ના કરો રે, ક્રિયા સદ્ગુરુ-આજ્ઞા સિવાય; તો સ્વચ્છેદ સૌ હરો રે. તો વૃત્તિ જતી જે વ્હાર ક્ષય કરવા કહી રે, ક્ષય,
બારે ઉપાંગનો સાર આજ્ઞા અનુપમ લહી રે. આજ્ઞા. ૧૪ અર્થ :- એક શ્વાસોચ્છવાસ સિવાય સદ્ગુરુ આજ્ઞા વગરની કોઈપણ ક્રિયા જો ના કરો તો સ્વચ્છંદ નામનો જે મહાદોષ છે તેનો સર્વથા નાશ થઈ શકે. “સદગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોચ્છવાસ સિવાય બીજાં ન ચાલે એવી જિનની આજ્ઞા છે.” (વ.પૃ.૬૮૮)
જીવની મલિન વૃત્તિઓ જે હમેશાં બહાર ફરે છે તેને ક્ષય કરવા કહ્યું. બારે ઉપાંગના સારમાં પણ વૃત્તિઓને ક્ષય કરવી એ જ જ્ઞાની પુરુષની અનુપમ આજ્ઞા છે.
“જ્ઞાની પુરુષને શિષ્ય પ્રશ્ન પૂછ્યું, “બાર ઉપાંગ તો બહુ ગહન છે; અને તેથી મારાથી સમજી શકાય તેમ નથી; માટે બાર ઉપાંગનો સાર જ બતાવો કે જે પ્રમાણે વર્તે તો મારું કલ્યાણ થાય.” સગુરુએ ઉત્તર આપ્યો, બાર ઉપાંગનો સાર તમને કહીએ છીએ કે, “વૃત્તિઓને ક્ષય કરવી.” આ વૃત્તિઓ બે પ્રકારની કહીઃ એક બાહ્ય અને બીજી અંતર્. બાહ્યવૃત્તિ એટલે આત્માથી બહાર વર્તવું તે. આત્માની અંદર પરિણમવું, તેમાં શમાવું, તે અંતવૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાસ્યમાન થયું હોય તો અંતવૃત્તિ રહે. જેમ અલ્પ કિંમતનો એવો જે માટીનો ઘડો તે ફૂટી ગયો અને પછી તેનો ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષોભ પામતી નથી, કારણ કે તેમાં તુચ્છપણું સમજાયું છે. આવી રીતે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાસ્યમાન છે. જ્ઞાનીને એક રૂપિયાથી માંડી સુવર્ણ ઇત્યાદિક પદાર્થમાં સાવ માટીપણું જ ભાસે છે.” (વ.પૃ.૬૮૮) I/૧૪
દ્રઢ નિશ્ચય જો થાય તે આજ્ઞા ઉઠાવવા રે, તે વિભાવથી મુંકાઈ સ્વભાવમાં આવવા રે; સ્વભાવ તો તેની ભક્તિ યથાર્થ, તે શાસ્ત્ર બઘાં ભણ્યો રે, તે તીર્થ કર્યાં તેણે સર્વ પુરુષાર્થ જ તે ગણ્યો રે. પુરુ. ૧૫
Page #11
--------------------------------------------------------------------------
________________
(૫૧) આજ્ઞા
અર્થ - જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવાનો જો દ્રઢ નિશ્ચય થાય અર્થાત્ વિભાવથી મુકાઈને સ્વભાવમાં આવવાનો જો પુરુષાર્થ થાય તો તેની ભક્તિ યથાર્થ છે. તે બધા શાસ્ત્ર ભણી ગયો. તેણે સર્વ તીર્થની યાત્રા કરી લીધી. કેમકે બધું કરીને પોતાના આત્મસ્વભાવમાં આવવું છે. તેના માટેનો આ બઘો પુરુષાર્થ છે.
સપુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાઘે છે, તેને જ જ્ઞાન સમ્યપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે.” (વ.પૃ.૫૫૮)
“વિભાવથી મુકાવવું અને સ્વભાવમાં આવવું એ જ્ઞાનીની પ્રથાન આજ્ઞા છે.”
“જીવ વિભાવપરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે; અને સ્વભાવ પરિણામમાં પ્રવર્તે તે વખતે કર્મ બાંધે નહીં. એમ સંક્ષેપમાં પરમાર્થ કહ્યો. પણ જીવ સમજે નહીં તેથી વિસ્તાર કરવો પડ્યો, જેમાંથી મોટા શાસ્ત્રો રચાયાં.” (વ.પૃ.૬૮૮)
સર્વ શાસ્ત્રનો સાર કોઈ જ્ઞાની પુરુષની શોઘ કરી તેના વચનમાં વિશ્વાસ રાખી તેની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરવો એ જ છે.” -ઉપદેશામૃત (પૃ.૧૧૯) /૧૫ના
કલ્પિત સાઘન સર્વ ટળે એક જ્ઞાનથી રે, ટળે. સમ્યક જ્ઞાન તો થાય અપૂર્વ વિચારથી રે; અપૂર્વ અપૂર્વ જ્ઞાનીની વાણી વિચારો તે પ્રેરશે રે. વિચારો
સદ્ગુરુની આજ્ઞા જ આરાધ્યાથી સૌ થશે રે, આરા. ૧૬ અર્થ - પોતાની મતિ કલ્પનાએ પૂર્વે જે આજ્ઞા વગર ઘર્મને નામે સાઘનો કર્યા, તે અપૂર્વજ્ઞાન એટલે આત્મજ્ઞાનથી સવળા થઈ શકે એમ છે. તે આત્મજ્ઞાન અપૂર્વ વિચારથી થશે. તે અપૂર્વ વિચાર અપૂર્વ જ્ઞાનીની વાણી દ્વારા ઉત્પન્ન થશે, અર્થાત્ અપૂર્વ પુરુષના આરાઘન વિના જીવને અપૂર્વ વિચાર આવવાનો બીજો કોઈ ઉપાય નથી. માટે એ સિદ્ધ થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાઘન કરવું એ જ સર્વ સિદ્ધિનું કારણ છે.
“જીવના પૂર્વકાળનાં બઘાં માઠાં સાઘન, કલ્પિત સાઘન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાઘન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે.” (વ.પૃ.૪૧૨) I/૧૬ો.
સદ્ગુરુ સાચા વૈદ્ય અપૂર્વ અનુભવી રે, અપૂર્વ દોષ-રોગોનું મૂળ જવા, દે દવા નવી રે; જવા ક્રોઘાદિનો ઉપાય બતાવે તે આદરે રે, બતાવે
તો થાય તે નિર્મૂળ ક્ષમાદિ સદા ઘરે રે. ક્ષમાદિ. ૧૭ અર્થ:- સદ્ગુરુ ભગવંત આત્મભ્રાંતિરૂપ રોગ ટાળવા માટે અપૂર્વ એવા સાચા અનુભવી વૈદ્ય છે. તે રોગોનું મૂળ દેહાધ્યાસ, વિષય-કષાયાદિ દોષો છે. તે જવા માટે વિચારરૂપ ધ્યાનની નવી દવા આપે છે.
“આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ, ઔષઘ વિચાર ધ્યાન.” -શ્રીમદ્ રાજચંદ્ર
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
“સદગુરુ વૈદ્ય પોતે અનુભવેલી ખરેખરી ફાયદો કરે તેવી દવા “વિચાર કરવારૂપ ધ્યાન”ની બતાવી છે. “કર વિચાર તો પામ.” સાથે પથ્ય પણ બતાવ્યું કે સગુરુએ કરેલા બોઘને અનુસરીને વિચાર કરે, તેની કરેલી આજ્ઞા નિયમિતપણે સાચા દિલે વિશ્વાસ રાખી ઉઠાવે, તો આત્મભ્રાંતિરૂપી મહારોગ મટે અને સમ્યકદર્શનરૂપ નેત્ર ઊઘડે, તો સર્વજ્ઞ ભગવાને કહેલું યથાર્થ સમજાય.” -.-૩ (પૃ.૨૮૪)
ક્રોધાદિ કષાયોને દૂર કરવા માટે જે ઉપાય જ્ઞાનીપુરુષ બતાવે તે જીવ જો આદરે તો તે કષાયો નિર્મળ થઈ ક્ષમાદિ ગુણો સદાને માટે પ્રગટે છે.
“અજ્ઞાની પોતે દરિદ્રી છે. જ્ઞાનીની આજ્ઞાથી કામક્રોઘાદિ ઘટે છે. જ્ઞાની તેના વૈદ્ય છે. જ્ઞાનીના હાથે ચારિત્ર આવે તો મોક્ષ થાય. જ્ઞાની જે જે વ્રત આપે તે ઠેઠ લઈ જઈ પાર ઉતારનારા છે.” (વ.પૃ.૪૯૯)
સત્પરુષોના લક્ષણો :- તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોથ હોય, તેઓ ક્રોઘનો જે ઉપાય કહે તેથી ક્રોઘ જાય, માનનો જે ઉપાય કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણી પરમાર્થરૂપ જ હોય છે; તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય. જ્યાં સુઘી જ્ઞાનીની વાણી સાંભળી નથી, ત્યાં સુધી સૂત્રો પણ છાશબાકળા જેવાં લાગે.” (વ.પૃ.૭૧૯)
તેમ .પૂ.પ્રભુશ્રીજી પણ મનથી બ્રહ્મચર્યના પાલન માટે, પોતાના દિક્ષિતગુરુ શ્રી હરખચંદજી મહારાજના કહ્યા પ્રમાણે એકાંતરા ઉપવાસ કરતા હતા. છતાં મનથી પાલન થયું નહીં. જે અનુભવી એવા પરમકૃપાળુદેવે નીરસ ભોજન કરવાનું કહેવાથી ખાતા છતાં મનથી બ્રહ્મચર્યનું પાલન થઈ ગયું. તેમ અનુભવી સદ્ગુરુ જે ઉપાય બતાવે તેથી દોષ અવશ્ય જાય. ||૧૭ળા.
સાઘન સર્વ સમાય સુગુરુ-આજ્ઞા વિષે રે, સુગુરુ૦ અજ્ઞાન એથી જ જાય તે નેત્રથી સૌ દસે રે, તે જ્ઞાની કહે જે ઝેર, તે ઝેર જાણી મૂકે રે, તે
તરવાનો કામ જ તેહ, આજ્ઞા નહીં તે કે રે. આજ્ઞા. ૧૮ અર્થ :- સદ્ગુરુની આજ્ઞામાં સર્વ આત્માર્થ સાઘન સમાય છે.
“સદગુરુની આજ્ઞામાં બઘાં સાઘનો સમાઈ ગયાં. જે જીવો તરવાના કામી હોય છે તેની બધી વાસનાનો નાશ થાય છે.” (વ.પૃ.૭૧૯) “જ્ઞાનીને ઓળખો; ઓળખીને એઓની આજ્ઞા આરાઘો. જ્ઞાનીની એક આજ્ઞા આરાઘતાં અનેકવિધ કલ્યાણ છે.” (વ.પૃ.૬૬૯) “ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એકેક આશા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય.” (વ.પૃ.૬૩૭) અનાદિકાળનું અજ્ઞાન પણ જ્ઞાનીનાં વચનોથી જાય છે. પછી સમ્યક્રનેત્ર પ્રાપ્ત થવાથી સર્વ પદાર્થનું સ્વરૂપ યથાર્થ જણાય છે.
નિશ્ચય, નિગ્રંથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાઘવું, સમીપમાં સદૈવકાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું, આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે. જ્ઞાની પુરુષો આત્માર્થ માટે જે પદાર્થને ઝેર જેવા કહે તેને તેમ જાણી મૂકે અને જ્ઞાનીની આજ્ઞાને કદી ચૂકે નહીં તે જ જીવો તરવાના કામી છે.
તરવાના કામી કોને કહેવાય? જે પદાર્થને જ્ઞાની ઝેર કહે તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાઘે તેને તરવાના કામી કહેવાય.” (વ.પૃ.૭૨૦) /૧૮ી.
ઋષભદેવના પુત્ર અઠ્ઠાણું વન ગયા રે, અઠ્ઠાણું કરવાને ફરિયાદ, ભરત સામા થયા રે; ભરત
Page #13
--------------------------------------------------------------------------
________________
(૫૧) આજ્ઞા
આજ્ઞા મનાવે કેમ? પિતાએ સૌ દીધું રે, પિતાએ
પિતા કહે તેમ થાય; પિતાએ શું કીધું રે? પિતાએ. ૧૯ અર્થ :- ઋષભદેવ પ્રભુના અઠ્ઠાણું પુત્રો વનમાં પ્રભુ પાસે ફરિયાદ કરવા ગયા કે ભરત અમારી સામે થયા છે. તે અમને પોતાની આજ્ઞા માનવા કેમ કહે છે? પિતાએ સૌ વહેંચીને આપ્યું છે, તો હવે પિતા કહેશે તેમ થશે. એમ ઘારીને પિતા પાસે ગયા ત્યારે પિતાએ શું કહ્યું?
“ષભદેવજી પાસે અઠ્ઠાણું પુત્રો “અમને રાજ આપો” એમ કહેવાના અભિપ્રાયથી આવ્યા હતા, ત્યાં તો ઋષભદેવે ઉપદેશ દઈ અઠ્ઠાણુંયને મૂંડી દીઘા! જુઓ મોટા પુરુષની કરુણા! (વ.પૃ.૭૦૨) I/૧૯I
“હે જીવો! પામો બોઘ, આ બોઘનો યોગ છે રે, આ દુર્લભ માનવ જન્મ, ભવે ભય, શોક છે રે; ભવે અજ્ઞાનથી ન પમાય વિવેક, વિચારજો રે, વિવેક
એકાન્ત દુઃખથી લોક બઘો બળે, ઘારજો રે. બઘો. ૨૦ અર્થ :- ઋષભદેવ ભગવાને અઠ્ઠાણું પુત્રોને બોધ આપ્યો કે હે જીવો! તમે બોઘ પામો, અર્થાત મૂળભૂત તત્ત્વને સમજો. આ બોઘનો સમય છે. દુર્લભ એવો માનવ જન્મ મળ્યો છે. બાકી તો ચારેય ગતિઓ ભય અને શોકથી જ ભરેલી છે. અનાદિ અજ્ઞાનના કારણે જડ ચેતનનો વિવેક પ્રગટતો નથી. માટે આ વાતને ખૂબ વિચારજો. આખો લોક રાગદ્વેષના પ્રાપ્ત ફળથી બળી રહ્યો છે એ વાતને પણ વિચારી દ્રઢપણે મનમાં ઘારણ કરજો. “હે જીવો! તમે બૂઝો, સમ્યક પ્રકારે બૂઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણો. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણો. અને “સર્વ જીવ” પોતપોતાનાં કર્મો કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો.” (વ.પૃ.૩૯૩) I/૨૦ll
પોતે પોતાનાં કર્મ કરેલાં ભોગવે રે, કરેલાં ભૂલી સ્વભાવનું સુખ, વિભાવ અનુભવે રે; વિભવ, કોઈ કહે : “હું દેવ', કોઈ કહે “નારકી’ રે, કોઈ
કોઈ બન્યા છે ઢોર, કોઈ નર પાતકી રે. કોઈ૨૧ અર્થ :- જીવો પોતાના કરેલા કર્મોને ભોગવે છે. પોતાના આત્મ સ્વભાવનું અનંતસુખ ભૂલી જઈ રાગદ્વેષવાળા વિભાવમાં ક્ષણિક સુખની કલ્પના કરીને સરવાળે દુ:ખ જ અનુભવે છે. કોઈ કહે હું દેવ છું, કોઈ કહે હું નારકી છું, કોઈ કર્મ વિપાકે ઢોર બન્યા છે. તો કોઈ વળી મનુષ્ય બનીને પણ પાતકી એટલે પાપમાં જ રાચી રહી દિવસો પસાર કરી રહ્યાં છે. પોતાના સ્વરૂપને ન જાણવાથી અજ્ઞાનવશ જીવ જે દેહ ઘારણ કરે તેમાં પોતાપણું માની રાગદ્વેષ કરી ચારગતિમાં જ રઝળ્યા કરે છે. મારા
જેને મળ્યો સુંયોગ વિપર્યાસ ટાળતા રે, વિપર્યાસ ગ્રહી મુનિનો માર્ગ તે કર્મો બાળતા રે; તે કર્મો ચૂકો હવે તમે કેમ? સ્વરૂપને ઓળખો રે, સ્વરૂપને
માયિક સુખની આશ તજે ના તે મૂરખો રે.” તજે. ૨૨ અર્થ :- જેને જ્ઞાની પુરુષનો સુયોગ મળ્યો છે તે વિપર્યાસ કહેતા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ વિપરીત
Page #14
--------------------------------------------------------------------------
________________
૧
૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
બુદ્ધિને ટાળે છે. અને સમ્યગુદર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગને આરાઘવા જ્ઞાની ગુરુના આશ્રયે મુનિપણાનો માર્ગ સ્વીકારી જ્ઞાનાવરણિયાદિ કર્મોને શીધ્ર બાળે છે.
શ્રી ઋષભદેવ ભગવાન પોતાના અઠ્ઠાણું પુત્રોને કહે છે કે હે આયુષ્યમનો! આવા મુનિપણાના અવસરને તમે કેમ ચૂકો છો? હવે તો પોતાના આત્મસ્વરૂપની ઓળખાણ કરો. કલ્પિત એવા માયામોહવાળા માયિક એટલે સાંસારિક મૃગતૃષ્ણા જેવા સુખની આશાને હવે જો ના તજે તો તે ખરેખરો મૂર્ખ છે. ભૂખ્યાને જેમ ઘેબર દેતાં હાથ ન માંડે ઘેલોજી” તેના જેવું છે. સંસારનું ઇન્દ્રિય સુખ તે ખરજવાની મીઠી ખાજ ખણી, છોલીને દુઃખ ભોગવે તેવું છે. અથવા કૂતરું હાડકું ચાવી પોતાના જ મોઢામાંથી નીકળેલ લોહી ચૂસી આનંદ માને તેના જેવું આ ઇન્દ્રિય સુખ છે. /રરા
સુણી શિખામણ સર્વ અઠ્ઠાણું ત્યાં રહ્યા રે, અઠ્ઠાણું આજ્ઞા પ્રભુની માન્ય કરી મુનિ તે થયા રે; કરી. પ્રગટ્યો સર્વને ઘર્મ એ આજ્ઞા ઉઠાવતાં રે, એક
પામ્યા સર્વે મોક્ષ તે કર્મ ખપાવતાં રે. તે કર્મ. ૨૩ અર્થ :- શ્રી ઋષભદેવ ભગવાનની શિખામણ સાંભળીને અઠ્ઠાણુંય પુત્રો ત્યાં જ રહ્યા. પ્રભુની આજ્ઞા માન્ય કરીને બધા મુનિ થઈ ગયા.
“સૂયગડાંગસૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યાં છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે :
હે આયુષ્યમનો! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.” (વ.પૃ.૨૬૦)
સર્વ પુત્રોને ભગવાનની આજ્ઞા ઉઠાવતાં આત્મઘર્મ પ્રગટ્યો અને સર્વે કર્મો ખપાવીને મોક્ષપદને પણ પામી ગયા. /૨૩.
આજ્ઞા વિના ભવ-હેતુ બને વ્રતાદિ મહા રે, બને. ઉપકરણોનો સમૂહ મેરુ સમ જો અહા! રે; મેરુ સૌ ભૂત-ભવ-પુરુષાર્થ થયો નિષ્ફળ ખરે! રે, થયો.
તો ય ન ચેતે કેમ? હજી ચેતન અરે! રે. હજી ૨૪ અર્થ :- સત્પરુષની આજ્ઞા આરાધ્યા વિના અજ્ઞાનીના વ્રત, તપ, જપ, સંયમાદિ સર્વ સંસારના કારણ બને છે. મેરુ પર્વત સમાન ઓઘા મુપતિના ઉપકરણો અનેક ભવોના મળી ઘારણ કર્યા છતાં હજુ સંસારના દુઃખોથી જીવ છૂટી શક્યો નથી.
“અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, “સ” મળ્યા નથી, “સત્ય” સુપ્યું નથી, અને ‘સત્” શ્રધ્યું નથી, અને એ મળે, એ સુષ્ય અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” (વ.પૃ.૨૪૬) સર્વ ભૂતકાળના ભાવોમાં કરેલા પુરુષાર્થ નિષ્ફળ ગયા છે. તોય હજી આ ચેતન આવો અવસર મળ્યા છતાં કેમ ચેતતો નથી? એ જ આશ્ચર્ય છે. “જ્યાં સુથી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુઘી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.” (વ.પૃ.૨૬૨)
Page #15
--------------------------------------------------------------------------
________________
(૫૨) સમાધિ-મરણ ભાગ-૧
૧ ૧
“અનંત કાળ સુથી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાઘક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. (વ.પૃ.૨૯૩) “સાચા પુરુષની આજ્ઞા આરાશે તે પરમાર્થરૂપ જ છે. તેમાં લાભ જ થાય. એ વેપાર લાભનો જ છે.” (વ.પૃ.૭૨૪) //રજા.
જ્ઞાનીપુરુષની આજ્ઞા પ્રમાણે જે જીવ વર્તે તેને અંતકાળે સમાધિમરણની પ્રાપ્તિ થાય. સમાધિમરણ એ મોક્ષનું કારણ છે. એકવાર જો સમાધિમરણ થાય તો મોક્ષે જતા સુધી જેટલા મરણ કરવા પડે તે બધા સમાધિમરણ જ થાય એવો નિયમ છે. એ મોટો લાભ છે. સર્વ પ્રકારની આરાધનાનું ફળ અંતે સમાધિમરણ આવવું જોઈએ. એવા સમાધિમરણની પ્રાપ્તિ અર્થે વિસ્તારથી આગળના બે પાઠોમાં જણાવવામાં આવે છે.
(૫૨) સમાધિ-મરણ
ભાગ-૧ (સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે—એ રાગ)
શ્રીમદ્ સરુ રાજચંદ્ર-પદ વંદુ સહજ સમાધિ ચહી, સદગુરુ ચરણે ચિત્ત વસો મુજ, એ જ ભાવના હૃદય રહી. દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા, તે ભગવંત નિરંતર ભજતાં, દોષ રહે કહો કેમ કશા? ૧
- અર્થ :- શ્રીમદ્ ગુરુ ભગવંત રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં સહજ સમાધિ એટલે નિર્વિકલ્પ સમાધિને પામવાની ઇચ્છા રાખી પ્રણામ કરું છું. તે સદ્ગુરુના ચરણકમળમાં મારું ચિત્ત વાસ કરીને રહો, એ જ ભાવના મારા હૃદયમાં સદા જાગૃત રહી છે. કેમકે દેહ હોવા છતાં પરમકૃપાળુદેવની દેહાતીત એટલે દેહથી જુદી એવી અપૂર્વ આત્મદશા નિત્ય વર્તે છે.
“અમે દેહઘારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી.” (વ.પૃ.૨૯૦) એવા સગુરુ ભગવંત પરમકૃપાળુદેવને નિરંતર ભજતાં કોઈપણ પ્રકારના દોષ કેમ રહી શકે? ના.
સદ્ગુરુ-બોથે, અંતર્ગોથે શુદ્ધ સ્વરૃપ જે ઓળખશે, તેમાં તલ્લીન રહેવાને તે સત્પરુષાર્થ કર્યા કરશે. સ્થિરતા વીર્ય વિના ન ટકે ત્યાં વ્રતાદિથી શુભ ભાવ કરે;
સમાધિ સહિત મરણ, ફળ વ્રતનું, નિશ્ચય એ ઉરમાંહિ ઘરે. ૨ અર્થ :- એવા સદગુરુ પરમકૃપાળુદેવના બોઘે અંતર્માત્મામાં શોધ કરીને જે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને ઓળખશે, તે સદા તેમાં જ તલ્લીન રહેવાનો પુરુષાર્થ કર્યા કરશે. કેમકે આત્મામાં નિરાકુળ સુખનો સ્વાદ ચાખ્યા પછી બહારની ઇન્દ્રિય સુખો તેને તુચ્છ ભાસશે.
તે આત્મસ્વરૂપમાં સ્થિરતા આત્મવીર્ય વિના કે ચારિત્રમોહનીય કર્મના ગયા વિના ટકશે નહીં ત્યારે
Page #16
--------------------------------------------------------------------------
________________
૧ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
વ્રત નિયમ સ્વાધ્યાય ભક્તિ આદિ શુભ ભાવમાં મનને રોકશે. તથા વ્રતનું ફળ પણ સમાધિમરણ આવવું જોઈએ; એ નિશ્ચયને મનમાં રાખી પરપદાર્થો પ્રત્યેનો મોહ ઘટાડવા તે પુરુષાર્થ કર્યા કરશે. પારા
સુવર્ણ મંદિર ઉપર શોભે રત્નકલશ સુંદર જેવો, તેમ સમાધિ-મરણ યોગ પણ વ્રતમંડન માની લેવો. જો ન સમાધિ-મરણ સાચવે વ્રત-અભ્યાસ ન સફળ થયો;
શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્રે જો ચૂકી ગયો. ૩ અર્થ :- સોનાનું મંદિર બનાવ્યું હોય તેના શિખર ઉપર રત્નનો સુંદર કલશ જેમ શોભે તેમ સમાધિમરણનો યોગ પણ વ્રત મંડન એટલે કરેલા વ્રતોને શોભાવનાર અર્થાત્ દીપાવનાર માનવો.
જીવન પર્યત આરાધના કરીને અંતકાળે સમાધિમરણને ન સાચવે તો તેનો કરેલો વ્રતનો અભ્યાસ સફળ થયો નહીં. જેમકે શસ્ત્રો ચલાવવાની તાલીમ લીધી હોય પણ રણક્ષેત્રે એટલે યુદ્ધના મેદાનમાં જ શસ્ત્રો ચલાવવાનું ભૂલી જાય તો તે લીધેલી તાલીમ વ્યર્થ છે. અથવા બાળક બાર મહિના ભણીને પણ પરીક્ષામાં નાપાસ થાય તો તેનું ભણતર ન ભણ્યા બરાબર છે. કારણ તેનું આખું વર્ષ વ્યર્થ જાય છે. [૩]
જેમ વર્ષ અંતે સરવૈયું રહસ્યરૂપ વ્યાપાર તણું, તેમ ઘણું કરી કૃત, કર્માનુસાર મતિ અંતિમ ગણું; વિચારવાનો ક્ષણ ક્ષણ ચેતે મરણ સમીપ સદાય ગણી,
“સમજ્યા ત્યાંથી સવાર’ ગણી મન વાળે આત્મસ્વરૂપ ભણી. ૪ અર્થ :- જેમ વર્ષના અંતે વ્યાપારનું સરવૈયું તેના રહસ્યને બતાવે છે કે આ વર્ષે કેટલી કમાણી થઈ. તેમ જીવનપર્યત કરેલા કર્મોની રહસ્યભૂત મતિ ઘણું કરી અંત વખતે આવે છે. જેમ શ્રેણિક મહારાજા ક્ષાયિક સમકિતી હોવા છતાં પૂર્વે હરણને મારતાં હિંસાનંદી રૌદ્રધ્યાન થવાથી નરકગતિનો બંઘ પાડેલ, તે ભાવો અંત સમયે આવી હાજર થયા. અથવા શ્રીકૃષ્ણ પણ ક્ષાયિક સમકિતી હોવા છતાં નરકાયુ બંઘના કારણે મરણ વખતે રૌદ્ર પરિણામવાળા થયા.
માટે વિચારવાન પુરુષો મરણને સદાય સમીપ ગણી ક્ષણે ક્ષણે ચેતતા રહે છે. “વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. (વ.પૃ.૫૧૦)
તથા જ્યારથી આત્મતત્ત્વ વિષે સમજણ મળી ત્યારથી જ સવાર ગણી પોતાના મનને આત્મસ્વરૂપ ભણી વાળે છે; અર્થાત રાગદ્વેષનો ત્યાગ કરી પોતાના શુદ્ધ સ્વરૂપને મેળવવા પુરુષાર્થશીલ બને છે. સારા
જન્મમહોત્સવ સમ સંતો તો મૃત્યુમહોત્સવ પર્વ ગણે, સત્કાર્યો નિષ્કામ કરેલાં દે સંતોષ અપૂર્વ-પણે; આત્મા નિત્ય પ્રતીત થયો તો મરણ કહો કોને મારે?
જે ઉત્પન્ન થયું તે મરશે, દેહ નહીં હું, સુવિચારે. ૫ અર્થ :- સંત પુરુષો તો જન્મ મહોત્સવની જેમ મૃત્યુ મહોત્સવને પર્વ ગણે છે. કેમકે શુદ્ધના લક્ષે શુભ કાર્યો નિસ્પૃહભાવે જીવનમાં જે કરેલા હોય તે અંત વખતે તેમને અપૂર્વ સંતોષ આપે છે.
વળી જેને આત્મા “અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ મનાયો તેને મરણ કહો કેવી રીતે મારી શકે? આ દેહ ઉત્પન્ન થયો માટે એ મરશે, એનો નાશ થશે; જ્યારે હું દેહાદિ સ્વરૂપ નથી પણ
Page #17
--------------------------------------------------------------------------
________________
(૫૨) સમાધિ-મરણ ભાગ-૧
૧ ૩
અવિનાશી એવો હું આત્મા છું એમ સમ્યક્ વિચારણા કરવાથી સમાધિમરણના વખતે પણ ચિત્તમાં શાંતિ રહે છે. તેથી તેમને મન મૃત્યુ મહોત્સવ છે. આ મૃત્યુ મહોત્સવ તમને ઉચ્ચ પદવી આપનાર છે.
હું ચેતન અવિનાશી જુદો, દેહ વિનાશ વિષે વસતો, વગર કહ્યું વહેલે-મોડે જડ કાય-યોગ દીસે ખસતો; કરોડ ઉપાય કર્યો નહિ ટકશે, કાયા અમર ન કોઈ તણી,
અનંત દેહ આવા તો મૂક્યા; હું રત્નત્રયનો જ ઘણી. ૬ અર્થ :- તેઓ વિચારે છે કે હું ચૈતન્ય આત્મા અવિનાશી હોવા છતાં કર્માધીન આ વિનાશી એવા શરીરમાં વાસ કરીને રહેલો છે. વગર કહ્યું વહેલું કે મોડે બઘાનો જડ એવો આ કાયાનો સંયોગ નાશ પામતો દેખાય છે. કરોડો ઉપાય કરવા છતાં પણ આ દેહનો સંયોગ ટકી રહે એમ નથી. કારણકે કોઈની કાયા આ જગતમાં અમર નથી. આવા અનંત દેહ ઘારણ કરીને છોડ્યા છે. જ્યારે હું તો સદા તેનો તે સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રનો જ ઘણી આત્મા છું. દેખવું, જાણવું, સ્થિર થવું એ મારો સ્વભાવ છે. તે કોઈ કાળે નાશ પામે એમ નથી. દા.
રત્નત્રયીરૂપ ઘર્મ જ દુર્લભ, દેહ જતાં પણ તે ન તજું, સંસાર-પરિભ્રમથી બચવું છે, બચાવનાર સુઘર્મ ભજું; દેહ ઉપરની મમતા તર્જી, પંડિતમરણ પુરુષાર્થ કરું,
સફળ સમાધિમરણ સાઘવા મહત્ માર્ગને અનુસરું. ૭ અર્થ - સમ્યક્દર્શનશાનચારિત્રમય એ મારો ઘર્મ એટલે સ્વભાવ છે. તેને દેહ છૂટી જતાં પણ તશું નહીં. કેમકે મારે ચતુર્ગતિરૂપ સંસાર પરિભ્રમણથી હવે બચવું છે. માટે પરિભ્રમણથી બચાવનાર સર્વજ્ઞના ઘર્મને જ સુશરણરૂપ માની નિરંતર ભજું.
છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ” એમ જાણી દેહ પ્રત્યેના મમત્વનો ત્યાગ કરું. તથા બાહ્ય તેમજ અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરી પંડિત મરણ સાધવાનો પુરુષાર્થ કરું.
ગોમ્મદસારમાં પાંચ પ્રકારના મરણ કહ્યા છે. મિથ્યાદ્રષ્ટિનું મરણ તે બાળબાળમરણ, અવિરત સમ્યકુદૃષ્ટિનું મરણ તે બાળમરણ, દેશવિરતિ શ્રાવકનું મરણ તે બાળપંડિતમરણ, સર્વ વિરતિ મુનિનું મરણ તે પંડિત મરણ અને કેવળી ભગવાનના દેહત્યાગની સ્થિતિને પંડિતપંડિત મરણ જણાવેલ છે. એમાં ઉત્તમ પ્રકારના સમાધિમરણને સાધવા મોટા પુરુષો જે માર્ગે ગયા તે માર્ગને હું પણ અનુસરું. IIળા
સ્નેહ સગાં-સંબંથી પરના તજી તજાવું આમ કહી - “દેહદ્રષ્ટિએ સ્નેહ ટકે છે, સ્વરૃપ-વિચારે સ્નેહ નહીં. દેહદાન દેનારી માતા, દીકરા-દીકરી દેહ તણાં,
સ્ત્રી સુખ દેહ તણાં દેનારી, દેહસગાં સર્વે ય ગણ્યાં. ૮ અર્થ - સ્ત્રીપુત્રાદિ સગા સંબંધીઓ ઉપરના સ્નેહને હું તજી તેમને પણ તજાવું. તેમને આ પ્રમાણે કહ્યું કે દેહદ્રષ્ટિ રાખવાથી આ પરસ્પર મોહ ટકે છે, પણ આત્માના અવિનાશી શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવાથી એક બીજા પ્રત્યેનો આ મોહ વિલય પામે છે. માતા પણ આ દેહને જ જન્મ આપનારી છે. દીકરા કે દીકરી પણ આ દેહના જ સંબંઘી છે. સ્ત્રી પણ આ દેહના જ સુખને દેનારી છે. સર્વને આ દેહના કારણે
છે નહીં તો તું *
ઘવાનો પુરુષાર્થ ?
તે બાળબોળ
3 મનિનું
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
૧૪
સગાં ગણેલા છે. જો દેહ ન હોય તો આમાંનું એક્કે સગું ગણાતું નથી. કદાા ઠે! દેહ તણાં સંબંથી સર્વે, આજ સુધી સંબંઘ રહ્યો;
દેહ વિનાશિક નાશ થવાનો અવસર મેં અતિ નિકટ લહ્યો.
આયુષ-આર્થીન દેહ રહે, નહિ સ્નેહ ઘટે એ દેહ તણો; રાખ્યો હે નહિ દેહ, ભલે સૌ સ્નેહ દેહ પર ઘરો ઘણો. ૯
અર્થ :— હે દેહતણા સગાં સંબંધિઓ ! તમારા સર્વેનો આજ સુધી સંબંધ રહ્યો. હવે નાશવંત એવા આ દેહને નાશ થવાનો અવસર નિકટ આવી ગયો છે.
આયુષ્યને આધીન આ દેહ રહે છે. માટે આ દેહનો સ્નેહ રાખવો યોગ્ય નથી. ભગવાન મહાવીર પણ જે દેશને રાખી શક્યા નહીં તેવા દે ને આપણે કેવી રીતે રાખી શકીશું? ભલે તમે બથા આ દેહ ઉપર ઘણો સ્નેહ ધારી રાખો તો પણ તેને કોઈ રાખી શકે એમ નથી. ।।૯।ા
અગ્નિમાં બળી ભસ્મ થશે, પરમાણુ બની વીખરાઈ જશે, પત્તો પછી લાગે નહિ એનો, દેશ-સ્નેહ ક્યાંથી ટકશે? જ્ઞાનસ્વરૂપ આત્મા અવિનાશી મને માની સૌ સુખી થજો, દેહ નથી હું, આત્મા છું તો, દેહ-સ્નેહ સૌ ભૂલી જજો. ૧૦
અર્થ :— આ દેહ તો અગ્નિમાં બળી ભસ્મ થઈ જશે, અને તેના પરમાણુ બની ચારે દિશાઓમાં વિખરાઈ જશે. પછી એનો કંઈ પત્તો લાગશે નહીં. પ.પૂ.પ્રભુશ્રીજી કહે - આ દેહ તો રાખના પડીકાં છે, નાખી દેવા જેવા છે. આવા નાશવંત દેહનો સ્નેહ ક્યાં સુધી ટકી શકશે?
માટે જ્ઞાનસ્વરૂપ એવો હું અવિનાશી આત્મા છું એમ મને માની સૌ સુખી થજો. હું દેશ નથી પણ આત્મા છું, તો આ દેહ પ્રત્યેનો સ્નેહ તમે સૌ ભુલી જજો. ।।૧૦।।
જ્ઞાન-સ્વરૂપ મુજ ઉજ્વળ કરવા, વીતરાગતા પ્રાપ્ત થવા, સત્પુરુષાર્થ કરીશ હવે હું રાગાદિક કોષો ણવા. વિપરીતતાવશ બહુ ભટક્યો હું ચાર ગતિમાં દેહ ઘરી, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરણરૂપ સ્વરૂપ માન્યતા હવે કરી. ૧૧
અર્થ :– મારા આત્માનું જ્ઞાનસ્વરૂપ નિર્મળ કરવા તેમજ વીતરાગતા પ્રાપ્ત કરવા માટે હવે હું સર્વ રાગ દ્વેષાદિ કષાયભાવોને હણવાનો સત્પુરુષાર્થ કરીશ.
દેશમાં આત્મબુદ્ધિ કરીને વિપરીતતાવશ હું ચાર ગતિમાં નવા નવા ઠેઠ ઘારણ કરીને બહુ ભટક્યો, પણ હવે સમ્યક્દર્શન, જ્ઞાન, ચન્નરૂપ એટલે દેખવું, જાણવું અને સ્થિર થવું એ મારા આત્માનો સ્વભાવ છે એમ જાણી તેવી જ માન્યતા હવે હ્રદયમાં ધારણ કરી છે. ।।૧૧||
ક્યાં મારી સર્વજ્ઞ દશા ને ક્યાં એકેન્દ્રિય ક્ષુદ્ર ભવો! કર્મભાવથી હું કંટાળ્યો, સર્વ કર્મનો ક્ષય કરવો; વીતરાગ-વચને હું જાગ્યો, સ્વજનો સર્વ, સહાય કરો, રાગ-દ્વેષથી જાવ ણાતો બચાવવા વૈરાગ્ય ઘરો.” ૧૨
Page #19
--------------------------------------------------------------------------
________________
(પર) સમાધિ-મરણ ભાગ-૧
૧ ૫
અર્થ - ક્યાં મારા આત્માની મૂળ સ્વરૂપે સર્વજ્ઞ દશા અને ક્યાં ઝાડપાન જેવા એકેન્દ્રિય ક્ષુદ્ર એટલે હલકા ભવોમાં જન્મ લેવો. હવે આવા કર્મ બંઘાય તેવા ભાવથી હું કંટાળ્યો છું. હવે તો સર્વ પ્રકારના કર્મનો ક્ષય કરવો છે. વીતરાગ પુરુષોના વચનથી મને આ જાગૃતિ આવી છે. માટે હે સ્વજન કહેવાતા કુટુંબીઓ! તમે મને મારી સર્વજ્ઞદશા પ્રાપ્ત કરવામાં બધા સહાય કરો. રાગદ્વેષના ભાવોને લઈને અનાદિથી આ જીવ હણાતો આવ્યો છે, માટે તેને દુઃખથી બચાવવા સર્વે વૈરાગ્યને ઘારણ કરો. ./૧૨ના
વગર હકે ઘન-ઘરતી કો’ના હોય દબાવ્યાં કપટ કરી, તો માલિકને પાછા સોંપી કરે ખુશી બહુ વિનય ઘરી; વેર-વિરોઘ વિમુખ રહેલા પ્રતિ પણ પ્રેમ સહિત કહે :
“ભાઈ, ભેંલથી દૂભવ્યા તમને, ક્ષમા આપની પાપી ચહે.” ૧૩ અર્થ - હક વગરનું કોઈનું ઘન કે જમીન કપટ કરીને દબાવ્યા હોય તો માલિકને તે વિનયસહિત પાછા સોંપીને ખુશી કરે. વેર વિરોથથી કોઈ વિમુખ રહેલા હોય તેમના પ્રતિ પણ પ્રેમસહિત કહે કે ભાઈ, મેં તમને મારી ભૂલથી દુભવ્યા છે માટે આ પાપી આપની પાસે તેની ક્ષમા માગે છે. ૧૩
સાંસારિક ચિન્તા તર્જી શોઘે સગુરુ, મરણ-સુઘારક જે, મહાભાગ્યથી મળી આવે તો વિનયે તુર્ત ઉપાસી લે. એકાંતે ગુરુનિકટ કપટ વણ કહે અપરાઘ બઘા ભવના,
પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવાની ઘરે ભાવના એકમના. ૧૪ અર્થ - હવે સાંસારિ બધી ચિંતાઓ તજી દઈ મરણ સુધારનાર એવા સદગુરુની શોઘ કરે. જેમ શ્રી અનુપચંદ મલકચંદ ભરૂચવાળાએ પરમકૃપાળુદેવ પ્રત્યે સમાધિમરણમાં સહાયક થવાની ભાવના દર્શાવી હતી. તેમના ભાવ પ્રમાણે પાલીતાણા ઉપર ચઢતા હાર્ટએટેક આવવાથી બેઠા હતા. ત્યાં પ.પૂ. પ્રભુશ્રીજી ઉપરથી નીચે ઊતરતા મળી ગયા. પ.પૂ.પ્રભુશ્રીજીએ તેમને હે પ્રભુ હે પ્રભુની ગાથા વારંવાર બોલવા જણાવ્યું. તે બોલતા બોલતા જ તેમના પ્રાણપંખેરુ ઊડી ગયા. તેમના ભાવ પ્રમાણે યોગ પણ મળી આવ્યો. મહાભાગ્યથી આવો યોગ મળી આવે તો વિનયપૂર્વક તેની તરત ઉપાસના કરવી.
- સદ્ગુરુનો યોગ હોય તો તેમની પાસે એકાંતમાં આખા ભવમાં જે જે અપરાશ થયા હોય તે કપટ વગર બઘા કહી દેવા. તેઓ જે પ્રાયશ્ચિત્ત આપે તે એકમના એટલે ખરાભાવથી લઈને શુદ્ધ થવાની ભાવના રાખવી. ||૧૪.
સગુયોગે શક્તિ પેખી અંતપર્યત મહાવ્રત લે, અથવા ત્યાગ યથાશક્તિ ઘર મહાવ્રત ભાવે ઉર ખીલે; રોગ-વેદના વખતે ઘીરજ ઘર સમભાવે સહન કરે,
શત્રુ-મિત્ર, સંયોગ-વિયોગે નહીં અલ્પ પણ ચિત્ત ઘરે. ૧૫ અર્થ - સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થયે પોતાની શક્તિ જોઈ મરણપર્યત મહાવ્રતને અંગીકાર કરે. અથવા યથાશક્તિ ત્યાગ ગ્રહણ કરીને હૃદયમાં મહાવ્રતની ભાવના જાગૃત રાખે.
રોગની વેદના વખતે ઘીરજ ઘરી સમભાવથી તે સહન કરે. શત્રુ મિત્ર પ્રત્યે કે જે સંયોગ છે તેનો વિયોગ થઈ જશે એવા કોઈ વિકલ્પને અલ્પ પણ મનમાં ઘારણ કરે નહીં. ૧પણા
Page #20
--------------------------------------------------------------------------
________________
૧
૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
મરણ અનંતાનંત કર્યા, નથી પંડિત-મરણ કર્યું જ કદા, થયું હોત સમાધિ-મરણ કદી હોત ન આ મૃત્યુ-વિપદા. ભવ-અટવીમાં રાગાદિ વશ ભટકાવાનું કેમ ટળે?
એ અભિલાષા ઉર ઘરે, વળી ચિંતે લાગ ફરી ન મળે. ૧૬ અર્થ - વળી વિચારે છે કે મેં પૂર્વે અનંતાનંત મરણ કર્યા પણ આત્મજ્ઞાન સહિત મુનિનું મરણ જે પંડિત મરણ કહેવાય છે એવું મરણ મેં કદી કર્યું નથી. જો મારું પૂર્વે કદી સમાધિમરણ થયું હોત તો આ મૃત્યુની વિપદા કહેતા વિપત્તિ અથવા પીડા મને હોત નહીં.
સંસારરૂપી અટવી કહેતા જંગલમાં રાગાદિ મોહવશ ભટકવાનું કેવી રીતે ટળે? એ અભિલાષા હૃદયમાં રહે છે. વળી ચિંતન કરવાથી એમ લાગે છે કે આવો લાગ એટલે આવી રૂડી જોગવાઈ ફરી ફરી મળવાની નથી. ૧૬
દેહ પ્રતિ વૈરાગ્ય રહે, અતિ ખેદ ભીતિ દુખ શોક ટળે, સત્ય શરણના ગ્રહણ તણું બળ અંતિમ કાળે નક્કી મળે; તે અર્થે સુવિચાર થવાને મૃત્યુ-મહોત્સવ ગ્રંથ ભલો,
સપુરુષે જ કહ્યો ઉપકારક, સાર સુણો તેનો વિમલો : ૧૭ અર્થ - જે જીવને આ દેહ પ્રત્યે વૈરાગ્ય રહે અને અત્યંત ખેદ, ભય, દુઃખ કે શોક ટળી જાય તો સાચું વીતરાગનું શરણ ગ્રહણ કરવાનું બળ અંત કાળે તેને જરૂર પ્રાપ્ત થાય.
આવી સુવિચારણા ઉત્પન્ન કરવાને માટે “મૃત્યુ મહોત્સવ” નામનો એક ભલો ગ્રંથ છે. તે પુરુષ ઉપકાર કરવા માટે કહ્યો છે. તેનો વિમલો એટલે પવિત્ર સાર અત્રે જણાવું છું તે તમે સાંભળો. ૧ળા
મુક્તિપુર લર્ગી ચાલે તેવું બોધિ-સમાધિ-સુભાતું ચહું, તે દેવા વીતરાગ પ્રભુને વિનવી સન્શરણે જ રહું. તન-પિંજર મુજ જીર્ણ થયું છે કૃમિકુલ-જાલે ખદબદતું,
ભસ્મ થવાનું, તેનો ભય શો? જ્ઞાનતનું હું, અભય રહું. ૧૮ અર્થ :- હે પ્રભુ! મુક્તિપુર એટલે મોક્ષનગર સુધી ચાલે એવા બોધિ સમાધિરૂપ સમ્યક ભાતાને હું ઇચ્છું છું. સમ્યક દર્શનજ્ઞાનચારિત્ર એ રત્નત્રય છે અને બોધિ પણ કહેવાય છે. તે સાથે મરણ તે સમાધિમરણ છે. એવા બોધિ સહિત સમાધિમરણને હું ચાહું છું. તે આપવા માટે વીતરાગપ્રભુને વિનંતી કરી તેમના જ સલ્તરણમાં સ્થિર રહું. હવે મારું આ શરીરરૂપી હાડપિંજર જીર્ણ થઈ ગયું છે અને કૃમિઓના જાળથી ખદબદે છે. તે શરીર હવે ભસ્મ થવાનું છે. તો તેનો મને ભય શો? હું તો જ્ઞાનતનુ કહેતા જ્ઞાનરૂપી શરીરવાળો આત્મા છું; માટે હમેશાં અભય રહું. ||૧૮.
મૃત્યુમહોત્સવ પ્રાપ્ત થયે, ભય કેમ ઘટે? પટ જેમ તજું, દેહ-દેશ ઍક દેશાંતરમાં જતાં સમાધિભાવ ભજું. સત્કર્મોનું ફળ દે સ્વર્ગે લઈ જઈ મૃત્યુ મિત્ર ખરો,
તો ડર કોણ મરણનો રાખે? સર્વ મળી સત્કાર કરો. ૧૯ અર્થ - મૃત્યુ મહોત્સવ પ્રાપ્ત થયો છે તો તેનો ભય રાખવો કેમ ઘટે? જેમ જૂનું વસ્ત્ર મૂકી નવું
Page #21
--------------------------------------------------------------------------
________________
(પર) સમાધિ-મરણ ભાગ-૧
પહેરતા શોક શો? તેમ જીર્ણ શરીર મૂકી દઈ નવું ઘારણ કરવામાં શોક શો કરવો? દેહરૂપી દેશ મૂકી નવા દેશમાં જતાં સ્વસ્થભાવ રાખું.
સમાધિભાવ સહિત મરણ કરું તો આ મૃત્યુ મિત્ર મને સ્વર્ગે લઈ જઈ શુભ કર્મોનું ફળ આપશે. તો આ મરણનો ડર કોણ રાખે? માટે બધા ભેગા મળી મરણરૂપી આ મિત્રનો સત્કાર કરો. //૧૯ો.
તન-પિંજરમાં પૂરી પડે છે ગર્ભકાળથી કર્મ-અરિ, કોણ મને ત્યાંથી છોડાવે? મૃત્યરાજની મદદ ખરી. દેહ માત્ર ગણ બીજ સૌ દુખનું દેહ-વાસના દૂર કરે,
આતમજ્ઞાની, મૃત્યુ મિત્રની કૃપા વડે મુક્તિ ય વરે. ૨૦ અર્થ - શરીરરૂપી પાંજરામાં ગર્ભકાળથી પૂરીને આ કર્મરૂપી શત્રુ મને પીડા આપે છે. ત્યાંથી મને કોણ છોડાવી શકે? તેમાં મૃત્યુરાજની મદદ કામ લાગે એમ છે.
| સર્વ દુઃખનું બીજ માત્ર આ દેહ છે. એમ ગણી દેહની વાસના એટલે મૂર્છાને દૂર કરે તો આત્મજ્ઞાન પામે. આત્મજ્ઞાની પુરુષો તો આ મૃત્યરૂપી મિત્રની કૃપાવડે મુક્તિને પણ મેળવી લે છે. ૨૦ાા
કલ્પતરું સમ મૃત્યુ-યોગે જો આત્માર્થ ન સિદ્ધ કર્યો, તો આવી તક ક્યાંથી મળશે? ભવ ભવ ભમશે ભીતિભર્યો. દેહાદિક સૌ જીર્ણ હરી લઈ દે મૃત્યુ સૌ નવું નવું,
પુણ્યોદય સમ મરણ ગણાય; તેથી મુદિત ન કેમ થવું? ૨૧ અર્થ - કલ્પવૃક્ષ સમાન મૃત્યુનો યોગ પ્રાપ્ત થયા છતાં જો સમાધિમરણ કરીને આત્માર્થ સિદ્ધ ન કર્યો તો ફરી આવી તક ક્યાંથી મળશે? ભવોભવ ત્રસ સ્થાવર યોનિમાં ભયનો માર્યો જીવ ભટક્યા જ કરશે. શરીર આદિ જે સર્વ જિર્ણ થઈ ગયા તેને હરી લઈ મૃત્યુ મિત્ર સૌ નવા નવા પદાર્થોને આપે છે. તેથી પુણ્યોદય સમાન આ મરણનો યોગ ગણાય. તો તે વડે મુદિત એટલે આનંદિત કેમ ન થવું? અર્થાત્ હર્ષ કેમ ન માનવો? Iારવા
દેહ વિષે પણ સુખ-દુખ વેદે, સ્વયં દેહથી દૂર થતો, જીવ મરણ કોનું માને છે? કેમ મરણથી ર્હે ડરતો? આસક્તિ સંસાર તણી ઉર રાખે ર્જીવ મરતાં ડરશે,
જ્ઞાન અને વૈરાગ્ય ઘર્યો ઉલ્લાસ ઉરે અંતે ફરશે. ૨૨ અર્થ :- આ જીવ દેહમાં રહીને પણ સુખદુઃખને વેદે છે. તેમાં પણ મુખ્યત્વે અશાતા જ વેદે છે. વળી આ દેહમાંથી જીવ પોતે જ બહાર નીકળીને શરીરથી દૂર થાય છે, તો પછી આ જીવ મરણ કોનું માને છે? અને મરણથી કેમ ડરતો રહે છે?
સંસારની આસક્તિ જ્યાં સુધી હૃદયમાં હશે ત્યાં સુધી આ જીવ મરણથી ડરતો રહેશે. પણ જ્ઞાન અને વૈરાગ્ય કહેતા સાચી સમજણ અને અનાસક્તભાવ ઘારણ કરશે તો મરણના અંત સમયે હૃદયમાં ઉલ્લાસભાવ સ્કુરાયમાન થશે અને ઉત્તમ સમાધિમરણને પામશે. ૨૨ા.
પુરપતિ સુકૃત-ફળ ભોગવવા જ્યાં પોતે તૈયાર થયો. પંચભૂત-પ્રપંચ ન ખાળે, કોણ કહે: જીંવ કેમ ગયો?
Page #22
--------------------------------------------------------------------------
________________
૧ ૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
• વાવ છે.
સપુરુષોને મૃત્યુંકાળે વ્યાથિ-વેદના જે આવે,
દેહ-મોહ તે પૂર્ણ તફાવે સ્વરૂપ-સુખમાં મન લાવે. ૨૩ અર્થ - શરીરરૂપી નગરીનો રાજા એવો આ આત્મા પોતાના જ કરેલા સુકૃત એટલે સારા કર્મોના પુણ્યફળ ભોગવવા જ્યારે દેવાદિક ગતિમાં જવા તૈયાર થયો, ત્યારે પંચભૂતનું બનેલું આ પ્રપંચમયે શરીર તેને ખાળી એટલે રોકી શકે નહીં. કેમકે તે તો જડ છે. જડ એવું શરીર તો કહી શકે નહીં કે હે આત્મા! તું મારી પાસેથી કેમ ગયો?
સપુરુષોને મૃત્યુ સમયે વ્યાધિ વેદના આવે તે દેહ ઉપરના મોહને પૂર્ણ તજવામાં નિમિત્તભૂત બને છે. તેઓ પોતાના મનને તે વખતે સ્વરૂપ સુખમાં લીન કરે છે. “મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાનીપુરુષના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડો ઉપાય છે.” (વ.પૃ.૩૭૯) ૨૩/
સંતાપ સહન મૃત્યુનો કરીને અમૃતલીલા જ્ઞાન લહે. જેમ ઘડો કાચો અગ્નિમાં તાપ સહી શિવ-શીર્ષ રહે. કષ્ટ સહી વ્રત-ફળ ઑવ પામે; તે જ સમાધિ-મરણ વડે
સુખે સુખે પામે છંવ, અંતે જો શુભ ધ્યાને ચિત્ત ચઢે. ૨૪ અર્થ :- મૃત્યુનો સંતાપ સહન કરીને અમૃતલીલા એટલે અવિનાશી લીલાસ્વરૂપ એવા મોક્ષને જ્ઞાની પુરુષો પામે છે. જેમ કાચો ઘડો અગ્નિમાં પરિપક્વ થઈને શિવલિંગ ઉપર બિરાજમાન થાય છે, તેમ શુદ્ધ આત્માને પ્રાપ્ત એવા જ્ઞાનીપુરુષ મોક્ષના શિખર ઉપર જઈને બિરાજમાન થાય છે.
અનેક પ્રકારના કષ્ટ સહીને વ્રતનું ફળ જીવો પામે છે તે જ ફળ સમાધિમરણ વડે જીવો સુખે સુખે પામી શકે છે, જો અંત વખતે શુભધ્યાનમાં ચિત્ત રહે તો; અર્થાતુ અંત વખતે દેહકુટુંબ પ્રત્યે ચિત્ત ન રાખતાં સરુ શરણમાં ચિત્ત રહ્યું તો ઉત્તમ ફળ સહેજે પ્રાપ્ત થવા યોગ્ય છે. ૨૪ો.
આર્તધ્યાન તર્જી શાંતિપૂર્વક દેહ તજે જે સદ્ઘર્મી, પશું, નરક, નીચ ગતિ નવ પામે, થાય સુરેશ્વર સત્કર્મી. તપના તાપ સહીને અંતે કે વ્રત પાળી, સુશાસ્ત્ર ભણી,
કરવા યોગ્ય સમાધિ-મૃત્યું; તે થયું તો થઈ વાત ઘણી. ૨૫ અર્થ – આર્તધ્યાનનો ત્યાગ કરી શાંતિપૂર્વક જે સદ્ઘર્મી આ દેહનો ત્યાગ કરશે તે પશુ, નરક કે નીચ ગતિ પામશે નહીં. પણ તે સત્કર્મી સુરેશ્વર કહેતા સુરનો ઈશ્વર અર્થાત ઇન્દ્રની પદવી પણ પામી શકે. તપના તાપ સહન કરીને કે વ્રત પાળીને કે સુશાસ્ત્ર ભણીને જે કરવા યોગ્ય અંતમાં સમાધિમરણ છે તે જો થઈ ગયું તો ઘણી મોટી વાત થઈ ગઈ. કેમકે અનાદિકાળમાં અનંત જન્મમરણ કરતાં છતાં પણ તે હજુ સુધી પ્રાપ્ત થયું નથી માટે. ૨પાા
અતિ પરિચિત પ્રતિ થાય અવજ્ઞા”, “પ્રીતિ નવીન પર ઝટ પ્રગટે, એમ કહે જન; તો પરિચિત આ દેહ બદલતાં ડર ન ઘટે સમાધિમરણ કરી, અમરગતિ વરી, ફરી નરભવ ઉત્તમ પામી,
નટ સમ જગ-જન-મન રંજનથી જીંવ બનશે શિવપદ-સ્વામી. ૨૬ અર્થ :- લોકોમાં એમ કહેવાય છે કે અતિ પરિચિત પ્રત્યે અવજ્ઞા થાય, અને નવી વસ્તુ ઉપર ઝટ
Page #23
--------------------------------------------------------------------------
________________
(૫૨) સમાધિ-મરણ ભાગ-૧
૧ ૯
પ્રેમ આવે છે. તો પછી અતિ પરિચિત એવા દેહને બદલતા ડર લાગવો ન જોઈએ. સુખે સુખે તેનું મમત્વ ત્યાગવું જોઈએ. હવે સમાધિમરણ સાઘવાથી, અમરગતિ કહેતા દેવગતિ પામી, ફરી ત્યાંથી ચ્યવી ઉત્તમ મનુષ્ય અવતાર લઈ, કર્મવશાત્ નટની જેમ જગતમાં જનમનરંજન કરતો આજ સુધી ફરતો હતો તે મટી જઈ આ જીવ શિવપદ એટલે મોક્ષપદનો સ્વામી બનશે. રજા.
સમાધિ-મરણની તૈયારી તો કૃશતા કાય-કષાય તણી કહી સલ્તાત્રે જ્ઞાની જનોએ આત્મહિતનો હેતુ ગણી; રહો પોષતા કાયાને તો વિષય-વાસના તીવ્ર થશે,
નિર્મળતા આત્માની ટળશે, કામ-ક્રોઘ અરિબળ વઘશે. ૨૭ અર્થ :- સમાધિમરણ માટે શું શું કરવું તે હવે જણાવે છે :
સમાધિમરણની તૈયારી માટે તપશ્ચર્યા વડે કાયાને કુશ કરવી અને રાગદ્વેષ મોહને ઘટાડી કષાયોને કુશ કરવા. કષાયોને કુશ કર્યા વગર એકલી કાયાની કૃશતા કરવી તે વૃથા છે. એમ જ્ઞાનીજનોએ આત્મહિતનું કારણ જાણી સન્શાસ્ત્રોમાં આ વાત કહી છે. કાયાને જો પોષતા રહીશું તો વિષયવાસના તીવ્ર થશે. તેથી આત્માની નિર્મળતા ટળશે અને કામ ક્રોધાદિ શત્રુઓનું પણ બળ વધી જશે. રિલા
વાત-પિત્ત-આદિથી રોગો વઘતાં અતિ દુર્ગાન થશે, જીવ પરિષહ સહવાનું નહિ સાહસ ઉર ઘરી શકશે. આળસ, નિદ્રા, પ્રમાદ વઘતાં ભવભ્રમણ-કારણ વઘશે,
માટે અનશન આદિ ક્રમથી શરીર કૃશ કરવું પડશે. ૨૮ અર્થ - કાયાને વિશેષ ખવડાવી પુષ્ટ કરવાથી વાત-પિત્ત-કફના રોગોની વૃદ્ધિ થશે. તેના વડે અતિ દુર્ગાન થશે. પછી ભૂખ તરસના પરિષહ સહન કરવાનું સાહસ પણ જીવ કરી શકશે નહીં. વિશેષ ખાવાથી આળસ, નિદ્રા, પ્રમાદ આદિ વઘતાં સંસાર પરિભ્રમણનું કારણ વઘશે. માટે ઉપવાસ, ઉણોદરી, કાયક્લેશ, વૃત્તિસંક્ષેપ આદિના અભ્યાસક્રમથી શરીર કશ કરવું પડશે. ૨૮ાા.
દેહેન્દ્રિય આદિ ઉપરથી મમતા તર્જે વૈરાગ્ય ઘરો, આહાર તણા સ્વાદો પ્રતિ અરુચિ ઘરી નિજ જીંવને બોઘ કરો : “હે! જીંવ, તેં સંસારભ્રમણમાં ભમતાં અતિ આહાર કર્યા,
દરેક ભવ દીઠ કણ કણ લેતાં અનંત મેરું-પુંજ ભર્યા. ૨૯ અર્થ - દેહ અને ઇન્દ્રિયો આદિ ઉપરથી મમતા તજી વૈરાગ્ય ઘારણ કરો, આહારના સ્વાદો પ્રત્યે અરુચિ ઘરી પોતાના આત્માને બોઘ કરો. હે જીવ! તેં સંસારભ્રમણમાં ભમતા ઘણો આહાર કર્યો છે. દરેક ભવ દીઠ એક એક કણ લઈએ તો પણ અનંત મેરુપર્વત જેટલા ઢગલા થઈ જાય. રા.
અનંત ભવમાં પાણી પીધું, બિંદુ બિંદુ ભવદઠ લેતાં, અનંત સમુદ્ર ભરાઈ જાયે; તો ય ન તૃપ્તિ તે દેતાં. મરણ સમીપ હવે તો ભાસે, તે શું તૃમિ દઈ શકશે?
ઉદર-પોષણે પાપ કર્યો તે પરભવ ભોગવવા પડશે. ૩૦ અર્થ – અનંતભવમાં એટલું પાણી પીધું છે કે એક એક જન્મનું એક એક ટીપું લઈએ તો પણ
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨
અનંત સમુદ્ર ભરાઈ જાય. આટલા આહારપાણીથી પણ જીવને તૃપ્તિ થઈ નહીં. હવે તો રોગ વૃદ્ધાવસ્થાના કારણે મરણ સમીપ જણાય છે. તો તે અલ્પ આહાર શું તૃપ્તિ દઈ શકશે ? પણ આ પેટ ભરવા માટે જે જે પ્રકારના અસત્ય કે આરંભ આદિના પાપ સેવ્યા હશે તેના ફળ પરભવમાં ભોગવવા પડશે. ।।૩ના
પાપી પેટ તણી વેઠે તું દીન, પરાર્થીન, નીચ થયો, રાત-દિવસ કે ભક્ષ્ય-અભક્ષ્ય શુદ્ઘિ તણો ના લક્ષ લહ્યો; રસ-લંપટતા હર્ષોં ય ન છૂટે, તો વ્રત, સંયમ, યશ નાશે, મરણ બગાડી દુર્ગતિદુખમાં જીવ પરાથીન બની, જાશે.’’ ૩૧
અર્થ :— આ પાપી પેટ માટે તું દીન બની પરાધીન થયો, નીચ વૃત્તિઓ પણ સેવી. સ્વાદનો લંપટી બની રાતદિવસ ભક્ષ્ય અભક્ષ્યની શુદ્ધિનો પણ લક્ષ રાખ્યો નહીં.
રસની લંપટા હજી પણ છૂટતી નથી. તો તે વ્રત, સંયમ, યશનો નાશ કરશે અને અંતે મરણ બગાડી દુર્ગતિના દુઃખમાં પડી જીવ પરાચીન બની જશે. ।।૩૧।।
એમ વિચારી ઉપવાસાદિક તપ-અભ્યાસ કર્યાં કરવો, અલ્પ અને નીરસ આહારે ઉદર-ખાડો કર્દી ભરવો; શરીર, શક્તિ, આયુષ્યસ્થિતિ નીરખી જળ ને દૂઘ લેવાં,
પછી છાશ જળ, પ્રાસુક જળ લે, અંતે તે પણ તજી દેવાં. ૩૨
અર્થ :— એમ વિચારીને ઉપવાસ આદિ તપનો અભ્યાસ કરવો. અલ્પ અને નીરસ આહારથી આ ઉદર એટલે પેટનો ખાડો કદી ભરવો. શરીરની શક્તિ અને આયુષ્ય સ્થિતિને જોઈ અર્થાત્ રોગાદિના કારણે શરીર ટકી શકે એમ ન લાગતું હોય તો જળ અને દૂધ જ લેવા. પછી છાસ તથા ઉકાળેલું પાણી પીને રહે. પછી કેવળ પાણી જ પીએ. એમ ક્રમે કરીને સમસ્ત આહારનો ત્યાગ કરી અને તે પણ ન દેવા. આમ ધર્મથ્થાન સહિત ભારે પુરુષાર્થથી દેહનો ત્યાગ કરે તે કાય સલ્લેખના કહેવાય છે. ।।૩૨।।
મસા સમા આ દેહની વૃત્તિ આખર સુધી કહે કોણ ચહે? ક્રમે ક્રમે કરી કૃશ કાયા પણ તજવા તત્પર સર્વ રહે. આપઘાતની કો ક્રિયા આ અણસમજું ઉપલકબુદ્ધિ; આતમતિ સમજી, સદ્ગુરુની આજ્ઞાએ અનુપમ શુદ્ધિ. ૩૩
અર્થ :– મસાની સમાન આ દેહની વૃદ્ધિ મૃત્યુના આખર સમય સુધી કહો કોણ ચહે? ક્રમે ક્રમે કરીને પણ આ કાયાને કૃશ કરી, તજવા માટે સમાધિમરણના આરાધક સર્વ ઇચ્છે છે.
સલ્લેખના એટલે સંથારો કરી દેત્યાગની ક્રિયાને અણસમજુ ઉપલક બુદ્ધિવાળા જીવો આપઘાતની ક્રિયા કહે છે. પણ એમાં પોતાના આત્માનું હિત સમજી સદ્ગુરુ આજ્ઞાએ જો કરવામાં આવે તો તે અનુપમ શુદ્ધિનું કારણ છે.
ગા
મહાવ્રત, અણુવ્રત, સંયમ, શીલ, તપ, ધર્મ-ધ્યાન જ્યાં સુધી થાય, દુષ્કાળાદિક આફતથી ના થર્મ-નિયમ જો ઘૂંટાયે, ત્યાં સુધી ઔષધ-આહારે આ દેહ તણી રક્ષા કરવી, માનવ દેહ જ ઉત્તમ સાધન, થર્મવૃદ્ધિ-બુદ્ધિ થરવી. ૩૪
Page #25
--------------------------------------------------------------------------
________________
(૫૨) સમાધિ-મરણ ભાગ-૧
૨ ૧
અર્થ - મહાવ્રત, અણુવ્રત, સંયમ, શીલ, તપ, ઘર્મધ્યાન જ્યાં સુધી આ દેહથી સધાતા હોય, દુષ્કાળથી કે અસાધ્ય રોગથી પણ ઘર્મના નિયમો લૂંટાતા ન હોય અર્થાત્ બરાબર ઘર્મ આરાઘના થતી હોય ત્યાં સુઘી ઔષઘ કે આહારથી આ દેહની રક્ષા કરવી. કારણકે એક માનવદેહ જ ઘર્મની વૃદ્ધિ કરવા માટે ઉત્તમ સાધન છે એમ બુદ્ધિમાં ઘારવું. ૩૪
અન્ય ગતિમાં સંયમ-સાઘન ઉત્તમ રીતે નહિ જ બને, ઘર્મ-સાઘના થતી હોય તો કરી લેવી જ અનન્ય મને. લૌકિક કીર્તિ કાજે ક્રિયા કરે કરાવે મૂઢમતિ;
આત્મહિત ચૂકે તે જીવો “આતમઘાતી” કે “કુમતિ. ૩૫ અર્થ - અન્ય દેવ, નારકી કે તિર્યંચના દેહમાં ઉત્તમ રીતે સંયમની સાધના નહિ જ બની શકે. માટે આ મનુષ્યદેહમાં ઘર્મની સાધના થતી હોય તો અનન્ય મને તે કરી જ લેવી.
લૌકિક કીર્તિ માટે કોઈ ક્રિયા કરે કે કરાવે તે મૂઢ મતિવાળો છે. આવા મનુષ્યભવમાં જે પોતાનું આત્મહિત ચૂકે તે જીવો પોતાના આત્માની ઘાત ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણથી કરે છે. અથવા તે કુમતિને ઘારણ કરનાર છે. રૂપા. હવે “ભગવતી આરાઘના’ના આઘારે આગળની ગાથાઓ જણાવે છે –
કામ, ક્રોથ, મોહાદિ કષાયો કૂશ કરવાના મુખ્ય કહ્યા, રોગ ગરીબ કૃશ કાયા સહ પણ સમાધિમરણ અયોગ્ય લહ્યા. ક્ષમા ખડગથી ક્રોઘ હણો, ઘર લઘુતા, નિર્મળ માન કરો,
સરળ બની માયા-મૅળ બાળો, સંતોષે સૌ લોભ હરો. ૩૬ અર્થ:- સમાધિમરણ માટે કામ, ક્રોઘ, મોહાદિ કષાયોને મુખ્ય કૃશ કરવા કહ્યું છે. રોગી, ગરીબ, કુશ કાયાવાળા હોય, પણ તેમના કષાયો કુશ ન હોવાથી તે સમાધિમરણને માટે અયોગ્ય કહ્યાં છે. ક્ષમારૂપ ખગ એટલે તરવારથી ક્રોઘને હણો, લઘુતા ઘારણ કરીને માનને નિર્મળ કરો, સરળ
રણ કરીને સર્વ લોભનો નાશ કરો, તો સમાધિમરણની પ્રાપ્તિ થશે. ૩૬ાા.
કષાય દોષ વિચારી વિચારી શમાવવા અભ્યાસ કરો, અગ્નિ પરે પગ જેમ ન દેતા, તેમ કષાયો પરિહરો. કદરૂપું મુખ થાય કષાયે, રક્ત નયન થઈ તન કંપે,
પિશાચ સમ ચેષ્ટા પ્રગટાવી, રહેવા દે નહિ સુખ-સંપે. ૩૭ અર્થ - કષાયના દુર્ગણોને વિચારી વિચારીને શમાવવાનો અભ્યાસ કરો. જેમ અગ્નિ ઉપર આપણે પગ દેતા નથી તેમ કષાયોને પણ અગ્નિ જેવા ગણી તેનો ત્યાગ કરો.
ક્રોધ કષાયવડે મોટું કદરૂપું થાય છે. અને આંખો લાલ થઈ શરીર કંપવા લાગે છે. વળી રાક્ષસ સમાન ચેષ્ટાઓ કરાવી સુખ શાંતિથી રહેવા દેતા નથી. ૩ળા
તપફૅપ પલ્લવ ભસ્મ કરી દે, શુંભકર્મ-જલ શોષી લે, કાદવ ખાઈ બને મન-સરિતા, કઠોરતા વ્યાપે દિલે;
Page #26
--------------------------------------------------------------------------
________________
૨ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પ્રાણીઘાત કરાવે, જૂઠી વચન-પ્રવૃત્તિ પ્રેરે છે,
આજ્ઞા પૂજ્ય પુરુષની ભેલવે, યશ-ઘનને સંહારે છે. ૩૮ અર્થ – ક્રોઘ છે તે તપરૂપ પલ્લવ એટલે કૂપળ અર્થાત્ નવાં ઉગેલાં કપરૂપ પાંદડાને ભસ્મ કરી દે, શુભકર્મરૂપી જળને શોષી લે છે. ક્રોધાદિ કષાયથી મનરૂપી નદી તે કાદવની ખાઈ બની જાય છે અને મનમાં કઠોરતા વ્યાપે છે. ક્રોઘ પોતાના કે પરનો પ્રાણ ઘાત પણ કરાવે અને જૂઠ બોલવામાં પ્રેરણા આપે છે. ક્રોઘ સપુરુષની આજ્ઞાને ભુલાવે છે અને પોતાના યશરૂપી ઘનનો પણ નાશ કરે છે. IT૩૮ાા
પરનિંદા પ્રેરે, ગુણ ઢાંકે, મૈત્રી-મૂળ ઉખાડે છે, વિસરાવે ઉપકાર કરેલા, અપકારો વળગાડે છે;
અનેક પાપ કરાવી ઑવને કષાય નરકે નાખે છે,
તેથી સુજ્ઞ ર્જીવો તો નિત્યે ઉપશમ-રસ ઉર રાખે છે. ૩૯ અર્થ - ક્રોઘાદિ કષાયો જીવને પરનિંદામાં પ્રેરે છે, બીજાના ગુણોને ઢાંકે છે અને ક્રોઘ કરી મૈત્રીના મૂળને ઊખેડી નાખે છે. કરેલા ઉપકારોને ભુલાવી અપકાર કરવામાં પ્રેરણા આપે છે.
આ પ્રમાણે અનેક પાપો કરાવી કષાય ભાવો જીવને નરકમાં નાખે છે. તેથી સુજ્ઞ એટલે વિચારવાન જીવો તો નિત્યે ઉપશમરસ અથવા કષાયોને શમાવારૂપ શાંતરસને હૃદયમાં રાખે છે. ૩૯
પર વસ્તુમાં મમતા કરતાં કષાય-કારણ જાગે છે, તેથી ત્યાગ પરિગ્રહનો કરી, નિજ હિતમાં ર્જીવ લાગે છે; વચન સહન ના થયું” પવન તે ક્રોથ-અનલ ઉશ્કેરે છે,
પ્રતિવચન કૅપ ઇંઘન નાખી સદ્વર્તન ખંખેરે છે. ૪૦ અર્થ :- હવે કષાય ઉદ્ભવવાના કારણ શું છે તે જણાવે છે :
જગતના પર પદાર્થોમાં મમતા એટલે મારાપણું કરવું તે કષાય જન્મવાનું કારણ છે. તેથી પરિગ્રહનો ત્યાગ કરીને સાઘક પોતાના આત્મહિતમાં લાગે છે.
જો વચન કોઈનું સહન ન થયું તો તે વચન પવન સમાન બની ક્રોધરૂપી અગ્નિને ઉશ્કેરે છે. તેમાં સામા વચન બોલવારૂપ લાકડા નાખી ક્રોઘાગ્નિને વધારી પોતાનું સદ્વર્તન ખંખેરે છે અર્થાત્ પોતાનું પોત બતાવી આપે છે કે મારા કષાયો ઘટ્યા નથી. II૪૦ાા.
સાથે સમ્યક દર્શન ખોવે, પાપબીજ ઑવ વાવે છે, ભવ-ભ્રમણે કારણ એ જાણી, સમજુ ક્રોઘ શમાવે છે; સજ્જનની શિખામણ સુણે, થયેલ દોષ ખમાવે છે,
દોષો તજવા કરી પ્રતિજ્ઞા, મસ્તક નિજ નમાવે છે. ૪૧ અર્થ :- કષાયના પ્રવર્તનથી જીવ સમ્યક્દર્શનને પણ ખોઈ નાખી પાપના બીજ વાવે છે. સંસાર ભ્રમણનું કારણ પણ કષાય છે એમ જાણીને સમજુ પુરુષો ક્રોથને શમાવે છે.
તે સજ્જન પુરુષોની શિખામણ સાંભળી પોતાના થયેલા દોષોને ખમાવે છે. અને નવા દોષો ન થવા માટે પ્રતિજ્ઞા કરીને પોતાનું મસ્તક નમાવી ક્ષમા માગે છે. I૪૧ના
Page #27
--------------------------------------------------------------------------
________________
(પ) સમાધિ-મરણ ભાગ-૧
૨ ૩
હાસ્ય, અરતિ, રતિ, શોક, જુગુપ્સા, ભય, ત્રણ વેદ, વળી સંજ્ઞાભય, મૈથુન, આહાર, પરિગ્રહ-કૃશ કરવા થરજો પ્રજ્ઞા. રસ, ઋદ્ધિ, શાતા ગારવ ત્રણ, લેશ્યા અશુભ, વિભાવ તજો;
વઘતા ત્યાગે કષાયતનને કૃશ કરી શુદ્ધ સ્વરૂપ ભજો. ૪૨ અર્થ :- હવે કષાયના કારણ એવા નવ નોકષાય વગેરેને દૂર કરવા જણાવે છે :
હાસ્ય, અરતિ, રતિ, શોક, જુગુપ્સા, ભય, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ આ નવ નોકષાય, વળી ભય, મૈથુન, આહાર, પરિગ્રહ એ ચાર સંજ્ઞાને પાતળી પાડવા માટે તમારી પ્રજ્ઞાનો ઉપયોગ કરજો.
પછી ત્રણ ગારવ. ગારવ એટલે ગર્વ. રસ ગારવ એટલે અમે તો બે શાક સિવાય ખાઈએ નહીં વગેરે, ઋદ્ધિ ગારવ એટલે મારા જેવી રિદ્ધિ કોની પાસે છે અને શાતા ગારવ એટલે મારે તો નખમાય રોગ નથી, મારે માથું પણ કોઈ દિવસ દુઃખે નહીં વગેરે ભાવો ત્યાગવા યોગ્ય છે. તથા વેશ્યા છ છે. કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને શુક્લ. તેમાં પ્રથમની ત્રણ અશુભ લેશ્યા ત્યાગવા યોગ્ય છે. આ બઘા વિભાવ ભાવો સમાધિમરણમાં બાઘક છે. માટે ત્યાગભાવને વઘારી કષાયરૂપી શરીરને પ્રથમ કૃશ કરી શુદ્ધ સહજાત્મસ્વરૂપની ભજના કર્યા કરો તો સમાધિમરણની પ્રાપ્તિ થશે. I૪રા.
વિષય-કષાય પ્રબળ શત્રુસમ દુર્જય પણ જીંવ જીતે તો; સુલભ સમાધિ-મરણ બને છે, ખરેખરો શૂરવીર એ તો; વાસુદેવ વા ચક્રવર્તી પણ કષાય વશ નરકે જાતા,
વિષય-કષાયો જીત્યા તેનાં યશગત ગંઘ ગાતા. ૪૩ અર્થ :- વિષયકષાય એ જીવના પ્રકષ્ટ બળવાન શત્રુ સમાન દુર્જય છે. છતાં તેને જીવ જો જીતે તો સમાધિમરણ કરવું સુલભ બને છે. એને જીતનાર ખરેખરો શૂરવીર છે.
વાસુદેવ અથવા ચક્રવર્તીઓ પણ કષાયને વશ બની નરકે જાય છે. માટે વિષયકષાય જેણે જીત્યા તેના યશગીતો ગંધર્વો એટલે દેવલોકમાં સંગીત કરનાર દેવો પણ ગાય છે. ૪૩ા
સાથક સંઘ કરે વૈયાવચ દે ઉપદેશ સુ-સંઘપતિ, વળી નિર્ધામક વાચક મુનિ દે સાઘક મુનિને મદદ અતિ; આરાઘક સુશ્રદ્ધાવાળા હોય ગૃહસ્થ, સુસંગ ચહે,
ત્યાગી, વિરાગી, સુશ્રુત, સુઘર્મી શોથી શિક્ષા નિત્ય ગ્રહે. ૪૪ અર્થ :- સમાધિમરણના સાધકની, ચતુર્વિધ સંઘ જે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કહેવાય તે બઘા વૈયાવચ્ચ એટલે સેવા કરે છે. સુ-સંઘપતિ કહેતા આચાર્ય ભગવંત સાઘકને ઉપદેશ આપે છે. વળી નિર્યામક એટલે સેવા કરનાર સાધુ અને વાચક એટલે ઉપાધ્યાય સાઘક મુનિને સમાધિમરણ કરવામાં ઘણી મદદ આપે છે.
- સમાધિમરણ કરનાર જો શ્રદ્ધાવંત ગૃહસ્થ હોય તો તે હમેશાં સત્સંગને ઇચ્છે છે. ત્યાગી, વૈરાગી, બહશ્રત અને ઘર્માત્માને શોધી તેમની પાસેથી રોજ શિક્ષા ગ્રહણ કરે છે. ૪૪
સદારાઘના સમ્યક દર્શન-જ્ઞાન-ચરણ-તપ રૂપ ગણી કળિકાળમાં અસત્યસંગે વિરલ ગૃહાશ્રમમાંહિ ભણી;
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
તોપણ ઉત્તમ જનને યોગે સત્પુરુષાર્થ સફ્ળ થાશે, સ્નેહ, મોહનો પાશ તજી આરાધક શાંત સ્થળે જાશે. ૪૫
અર્થ :— મહાપુરુષોએ સમ્યક્દર્શન-જ્ઞાન-ચરણ – તપને સદ્ આરાઘના ગણી છે. પણ આ કળિકાળમાં આરંભ પરિગ્રહના અસત્ પ્રસંગો ગૃહસ્થાશ્રમમાં હોવાથી આ આરાઘના ત્યાં કરવી વિરલ છે. તોપણ ઉત્તમ પુરુષોના યોગમાં સત્પુરુષાર્થ કરવામાં આવે તો સફળ થઈ શકે એમ છે. તે માટે સમાધિમરણનો આરાધક કુટુંબ વગેરેના મોહના પાશ એટલે જાળને તજી દઈ શાંત સ્થળે આરાધના કરવા માટે જશે તો સફળતા પામશે. ।।૪।।
૨૪
શાંતિ-સ્થળ એકાન્ત વિષે પણ પરવશ સંગ-પ્રસંગ પડે, તો કરી ત્યાગ જ વાતચીતનો, મૌન રહે નહિ કાંઈ નડે; શુદ્ધ સ્વોઁપનું સ્મરણ, શ્રવણ, સજ્જન-સંગે વ જો ક૨શે,
તો કળિકાળ વિષે પણ સંયમ સાથી ઉ૨ હિતથી ભરશે. ૪૬
અર્થ :— સમાધિમરણના આરાધકને એકાંત એવા શાંતિ સ્થળમાં પણ જો પરવશ કરે એવા સંગપ્રસંગ આવી પડે તો વાતચીતનો જ ત્યાગ કરી દેવો. મૌન ધારણ કરવાથી તે વિક્ષેપ નડશે નહીં. શુદ્ધ સહજાત્મસ્વરૂપનું સ્મરણ કે જ્ઞાનીપુરુષના બોઘનું શ્રવણ, જો જ્ઞાનીપુરુષના આશ્રિતના સંગે જીવ કરશે તો આ કળિકાળમાં પણ સંયમની આરાધના કરીને તે ભવ્યાત્મા પોતાના આત્માનું હિત કરી શકશે. ।।૪।
સ્વ-પરધર્મ પોષે પરમાર્થી ઉપદેશક કરુણા-સિન્ધુ, સંયમ, ત્યાગ, વ્રતે, શુભ ધ્યાને આરાધક મન જોડી દીધુંપ્રભાવના તો ઉત્તમ કીથી; તğ આળસ સેવા સાથે, કર્મવશે આરાધક વર્તે વિપરીત, પણ ના રીસ વાર્થ, ૪૭
અર્થ :— સ્વ-પર ધર્મને પોષણ આપનાર એવા પારમાર્થિક કરુણાસિંધુ ઉપદેશક ગુરુએ સમાધિમરણના આરાધકનું મન, સંયમ, ત્યાગ, વ્રત કે શુભધ્યાનમાં જોડવામાં મદદ કરીને ઉત્તમ પ્રભાવના કરી તથા આળસ તજીને સેવા કરી છતાં કર્મવશાત્ આરાધક વિપરીત રીતે વર્તે તો પણ તે ક્રોધને વશ થતાં નથી. ।।૪૭
તિરસ્કાર કરી કરે અવજ્ઞા, ભૂખ-તરસ ના સહી શકે, વ્રત તોર્ડ આરાધક, તોયે નિર્વ્યાપક ના ફરજ ચૂકે; ઘીરજ રાખી સ્નેમાં હૃદયંગમ વચને તે સિંચે ધર્મભાવરૂપ લતા મનોહર, આરાઘક-ઉરલે ઊંચે. ૪૮
અર્થ :– સમાધિમરણનો આરાધક ભૂખ તરસનું દુઃખ સહન ન થવાથી આચાર્ય કે ઉપાઘ્યાયની અવજ્ઞા કરે, તિરસ્કાર કરે, વ્રત તોડે તો પણ નિર્વ્યાપક એટલે સંધારો કરેલો હોય તેને સદુપદેશથી દૃઢ કરનાર સાધુ, શ્રુતગુરુ કે શિક્ષાગુરુ તે પોતાની ફરજ ચૂકતા નથી.
પણ ધીરજ રાખીને સ્નેહભર્યાં હૃદયંગમ એટલે હૃદયસ્પર્શી વચનરૂપ જળવડે ઘર્મભાવરૂપ સુંદર લતાને પોષે છે. જેથી આરાઘકનું મન શાંત બનીને ફરીથી સમાધિમરણને સારી રીતે સાથે છે. ।।૪।
Page #29
--------------------------------------------------------------------------
________________
(૫૩) સમાધિ-મરણ ભાગ-૨
૨ ૫
(૫૩) સમાધિ-મરણ
ભાગ-૨
ઉપદેશક કરુણારસ-વચને આરાઘક-દુખ દૂર કરે“હે! આત્માર્થી, કાયરતા તાઁ. ખર્ટી ઍરર્વીરતા ઘાર, અરે!
સાવઘાન થા, અવસર આવ્યો, ર્જીવન સફળ કરવા કાજે, - ઘરી દીનતા રુદન કરે પણ કર્મ નહીં તેથી લાજે. ૧. અર્થ - ઉપદેશક એવા આચાર્ય ભગવંત દયાથી ભરપૂર વચન કહી સમાધિમરણ માટે તત્પર થયેલ આરાધકના દુઃખને દૂર કરે છે. તેઓ કહે છે કે હે આત્માર્થી! તું કાયરતા તજીને ખરી શૂરવીરતાને ઘારણ કર. અરે! હવે તો સાવઘાન થા. તારું જીવન સફળ કરવાનો આ અવસર આવ્યો છે. તું દીનતાને ઘારણ કરી રુદન કરે છે પણ તેથી કંઈ કર્મને લાજ આવવાની નથી. |૧|
કોઈ સમર્થ નથી દુઃખ લેવા કે સુખ દેવા વિશ્વ વિષે, કર્મ-ઉદયને કોઈ ન રોકે, લોક બથો બળતો દીસે; ઘર્મ-વિમુખ કરી કાયરતા, બન્ને લોક બગાડી દે,
અપયશ, દુર્ગતિ દેનારી આ કાયરતા ઝટ છોડી દે. ૨ અર્થ :- આ વિશ્વમાં કોઈ આપણું દુઃખ લેવા કે સુખ આપવા માટે સમર્થ નથી. પોતાના કર્મ ઉદયને કોઈ રોકી શકે એમ નથી. આખો લોક બળો ત્રિવિધ તાપથી બળતો જણાય છે.
કાયરતા એ જીવને ઘર્મથી વિમુખ બનાવી આ લોક, પરલોક બન્ને બગાડી દે એવી છે. તે અપયશ અને દુર્ગતિને દેનારી છે. માટે એવી કાયરતાને તું શીધ્ર છોડી દે. //રા
ધીરજ ઘારી, ક્લેશરહિત થઈ, સહનશીલતા જો ઘરશો, તો કર્મો જૂનાં છૂટી જાશે, નવાં નહીં સંચય કરશો. આપ ઉપાસક આત્મઘર્મના, ઘર્માત્મા” જગજીભ કહે,
શ્રદ્ધાવંત-શિરોમણિ, ત્યાગી', લોકવાયકા એમ લહે. ૩ અર્થ - ઘીરજ ઘારણ કરીને, ક્લેશરહિત ભાવવાળા થઈ સહનશીલતાને જો ઘારણ કરશો તો જૂના કર્મો બઘા છૂટી જશે અને નવા કર્મોનો પણ સંચય કરશો નહીં. આપ તો આત્મઘર્મના ઉપાસક છો, જગતજીવોના મોઢે ઘર્માત્મા કહેવાઓ છો. તમને લોકો શ્રદ્ધાવંતમાં શિરોમણિ સમાન અને ત્યાગી ગણે છે. હા
યથાશક્તિએ સંયમ, વ્રતની ગ્રહી પ્રતિજ્ઞા હિતકારી, હવે શિથિલતા કેમ કરો છો, અપયશ, દુર્ગતિ દેનારી? ઘર્માત્મા સૌ નિંદાશે, બગ-ઠગ ફૂપનું દૃષ્ટાન્ન થશો, ભોળા ઑવને દઈ દાખલો શિથિલતામાં દોરી જશો. ૪
Page #30
--------------------------------------------------------------------------
________________
૨ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- યથાશક્તિએ તમે સંયમવ્રતની આત્મહિતકારી પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે, તો હવે અપયશ અને દુર્ગતિને દેનારી એવી શિથિલતાને કેમ આચરો છો?
- તમારા કૃત્યથી બઘા ઘર્માત્મા જીવોની નિંદા થશે. તથા તમે બગલા જેવા ઠગ છો, એવા દ્રષ્ટાંતરૂપ બનશો. ભોળા જીવોને તમે દાખલારૂપ બની તેમને પણ શિથિલતામાં દોરી જશો. જા
જેમ સુભટ અગ્રેસર કોઈ, ભુજા બજાવી ખડો થયો, પણ શત્રુ સામે લડતાં જો ભય પામીને નાસી ગયો; તો નાના નોકર શું લડશે? મરણ ભીતિ પણ નહીં જશે;
તિરસ્કાર સહી જગમાં ર્જીવવું લજ્જાયુક્ત અયુક્ત થશે. ૫ અર્થ - જેમ કોઈ અગ્રેસર કહેતા આગેવાન સુભટ ભુજા બજાવી એટલે હાથ ઊંચા કરી લડવા માટે ઊભો થયો, પણ શત્રુ સામે લડતાં જો ભય પામીને નાસી ગયો, તો નાના નોકર શું લડી શકશે? કાયર થવાથી તેમના મરણનો ભય પણ જશે નહીં; અને વળી તિરસ્કારને સહન કરી જગતમાં જીવવું તે લજ્જાયુક્ત અને અયોગ્ય બની જશે. પાા
તેમ ત્યાગ, વ્રત, સંયમની લઈ મહા પ્રતિજ્ઞા સંઘ વિષે, દુખ દેખીને ડરી જતાં કે શિથિલ થયે શું લાભ દીસે? નિંદાપાત્ર થવાશે જગમાં, કર્મ અશુભ નહિ છોડી દે,
કર્મ આકરાં, લાંબી મુદતનાં આવી ભાવિ બગાડી દે. ૬ અર્થ :- તેમ તમે ત્યાગ વ્રત સંયમની મહા પ્રતિજ્ઞા ચતુર્વિધ સંઘ સમક્ષ લઈને હવે દુઃખ દેખી ડરી જવાથી કે શિથિલ પરિણામી થવાથી તમને શું લાભ થશે?
જગતમાં તમે નિંદાના પાત્ર બનશો. અશુભ કર્મો પણ તમને છોડશે નહીં. પણ આકરાં કર્મ લાંબી મુદતના બાંથી તમે તમારું ભાવિ એટલે ભવિષ્ય પણ બગાડી દેશો. Ifકા
તમે માનતા : “ભક્ત હું પ્રભુનો, આજ્ઞા પ્રભુની પાળું છું; વ્રત, શીલ, સંયમ પ્રભુ-પ્રીત્યર્થે ઘરી, બોઘે મન વાળું છું; અનંત ભવમાં દુર્લભ શ્રદ્ધા, જ્ઞાન, ચરણ તે પ્રગટાવ્યાં,
મિથ્યા દર્શન-જ્ઞાન, અવિરતિ ગુરુકૃપાએ અટકાવ્યાં.” ૭. અર્થ - તમે એમ માનો છો કે હું પ્રભુનો ભક્ત છું. પ્રભુની આજ્ઞા પાળું છું. વ્રત, શીલ, સંયમને પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટે તે અર્થે ઘારણ કરીને, પ્રભુના બોઘમાં મનને વાળું છું. તથા અનંતભવોમાં દુર્લભ એવી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર તે મેં પ્રગટાવ્યા છે. અને ગુરુકૃપાએ મિથ્યાદર્શન, જ્ઞાન તથા અવિરતિને અટકાવી હું ચારિત્ર ઘર્મને પામ્યો છું એવી તમારી માન્યતા મિથ્યા ઠરશે. ||ળા
એવો નિર્ણય છતાં હવે કંઈ વ્યાધિ-વેદના આવી કે પરિષહ-કાળે ભય પામો તો કાયરતા હંફાવી દે. દુખનો ડર ના ઘટે આટલો, બહુ તો દેહ તજાવી દે,
દેહ જરૂર જવાનો છે આ, આત્મહિતે તક આવી છે. ૮ અર્થ :- એવો નિર્ણય તમે કરેલો છતાં હવે શરીરમાં વ્યાધિ વેદના આવવાથી આવા પરિષહકાળે
Page #31
--------------------------------------------------------------------------
________________
(૫૩) સમાધિ-મરણ ભાગ-૨
૨ ૭
તમે ભય પામો તો એ કાયરતા આત્મગુણોને હંફાવી એટલે હચમચાવી દેશે. દુઃખનો ડર તમને આટલો ઘટતો નથી. બહુ તો આ દુઃખ દેહ છોડાવી દેશે. આ દેહ તો બધાનો જરૂર જવાનો છે. પણ આત્માનું હિત કરવાની આ અમૂલ્ય તક તમારા માટે આવી છે તે હવે જવા દેશો નહીં. ૮ાા
વીતરાગ ગુરુએ ઉપદેશ્યાં વ્રત, તપ, સંયમ આરાઘો, કરી આરાઘન વિષે અચળ મન, મરણ થયે નિજહિત સાથો; સંપત્તિ ત્રણ લોકન સઘળી નાશવંત, તૃણસમ, પરની;
અનંત સુખ દેનારી આ તો અવિનાશી, વળી નિજ ઘરની. ૯ અર્થ - વીતરાગ ગુરુ ભગવંતે ઉપદેશેલા આ વ્રત, તપ, સંયમની આરાધના કરો. તેમાં મનને અચળ સ્થિર કરો અને સમાધિમરણ કરી તમારા આત્માનું હિત સાઘો.ત્રણે લોકની ભૌતિક સંપત્તિ તો બથી નાશવંત, તૃણ સમ અને આત્માથી બધી પર છે. જ્યારે વ્રત, તપ, સંયમની સંપત્તિ તે અનંત સુખ દેનારી, અવિનાશી અને વળી પોતાના ઘરની છે; માટે સર્વકાળ સ્થિર રહે એવી છે. લા
સમ્યવ્રુષ્ટિ વ્રતવાળા ગૃહી, મુનિ, વાચક, આચાર્ય મહા, નિર્ભયતા ઘર ઘેર્યસહિત ચહે મરવાનો લાભ, અહા! તમે ય નિરંતર કરી ભાવના, હવે સમાધિમરણ વરો,
મનવાંછિત આ ઉત્સવ આવ્યો, સમતા ઘરી, આનંદ કરો. ૧૦ અર્થ :- અહો! મહાન એવા અવિરત સમ્યકુદ્રષ્ટિ, વ્રતવાળા દેશવ્રતી શ્રાવક, સર્વ વિરતિ મુનિ, વાચક એટલે ઉપાધ્યાય અને આચાર્ય ભગવંત સર્વ નિર્ભયતાને ઘારણ કરી ધૈર્યસહિત સમાધિમરણ કરવાના જ લાભને ઇચ્છે છે. તમે પણ નિરંતર એ જ ભાવનાને ભાવી છે, તો હવે સમાધિમરણને પ્રસન્ન ચિત્તે પ્રાપ્ત કરો. આ તમારા મનવાંછિતને પૂર્ણ કરવાનો ઉત્સવ આવ્યો છે. માટે સમતા ઘારી સમાધિમરણને પામી આત્મસ્વરૂપમાં સદા આનંદ કરો. ૧૦
વઘે વેદના તે ઉપકારક, સમજું જનને શોક નહીં, મોહ દેહ પરથી છૂટે તો ઘણી નિર્જરા થતી, કહી. વિષયભોગ અણગમતા લાગે, ઉદાસીનતા સહજ રહે,
પર-દ્રવ્યોની મમતા મટશે, મૃત્યુ-ભય નહિ જીવ લહે. ૧૧ અર્થ :- સમજ પુરુષો વેદના વધે તેને ઉપકારક માનીને શોક કરતા નથી. વ્યાધિ વેદનાના કારણે દેહ ઉપરથી મોહ છૂટે તો ઘણી નિર્જરા થાય એમ મહાપુરુષોએ કહ્યું છે.
પાંચ ઇન્દ્રિયોના વિષયભોગ તે સમયે અણગમતા લાગે છે અને સહજે બીજા પદાર્થો ઉપર ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવ રહે છે. એવા સમયે પર દ્રવ્યોની મમતા મૂર્છા મટી જઈ મૃત્યુનો ભય પણ જીવને રહેતો નથી. કારણકે જીવીત રહે તો પણ વેદનાના દુઃખ જીવે ભોગવવા પડે છે. [૧૧]
કાયર થઈ હિમ્મત ના હારો, ડર્યો ન કર્મ-ઉદય ટળશે; અવસર આ ઘીરજ ઘરવાનો શૂરવીર થાતાં જય મળશે. રુદન કરી તરફડશો તોપણ જૂર કર્મ નહિ દયા ઘરે, આ ધ્યાન કર દુર્ગતિ કાજે કર્મ કમાણી કોણ કરે? ૧૨
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- હવે કાયર થઈ હિમ્મતને હારો નહીં. કેમકે ડરવાથી કંઈ કર્મઉદય ટળશે નહીં. આ ધીરજ ઘરવાનો અવસર છે. શૂરવીર થાઓ તેથી સમાધિમરણ થઈ વિજય પ્રાપ્ત થશે.
રુદન કરી તમે તરફડશો તો પણ ક્રૂર એવા કર્મો તમારા પર દયા કરશે નહીં. તો આર્તધ્યાન કરી દુર્ગતિને આપે એવા કર્મોની કમાણી કોણ સમજુ જન કરે? I/૧૨ા
ક્ષત્રિય કુળના સચ્ચા બચ્ચા સામે મોઢે શસ્ત્ર સહે, શત્રુને નહિ પૂઠ બતાવે, કેસરિયાં કરી મરણ ચહે; તેમ વીર વીતરાગ શરણ લઈ અશુભ કર્મ-પ્રહાર સહે,
દેહત્યાગ કરે પણ દીનતા કે કાયરતા કેમ ચહે? ૧૩ અર્થ - ક્ષત્રિયકુળના સચ્ચા બચ્ચા એટલે ખરા પુત્રો તો લડાઈમાં સામે જઈ શસ્ત્રના પ્રહારો સહન કરે. તે શત્રુને કદી પૂઠ બતાવી ભાગી જાય નહીં. ભલે કેસરિયાં કરી મરણને શરણ થવું પડે તો થાય પણ પાછીપાની કરે નહીં. તેમ શૂરવીર એવો આત્માર્થી પણ વીતરાગ ભગવંતનું શરણ લઈ અશુભ કર્મોના પ્રહારને સમભાવે સહન કરે છે. તે દેહત્યાગ કરે પણ દીનતા કે કાયરતાને કદી ઇચ્છે નહીં. ||૧૩ના
કોઈ મહામુનિને દુષ્ટોએ ઇઘન ખડકીને બાળ્યા, વચન-અગોચર સહી વેદના દેહ દંડ મુનિએ ટાળ્યાપૂર્વ કર્મનું દેવું ઝાઝું તુર્ત પતાવ્યું શૈર્ય ઘરી,
ઊભા ઊભા તે બળી ગયા નિજ સ્વફૅપ અખંડિત સાધ્ય કરી. ૧૪ અર્થ - કોઈ સુદર્શન શેઠ જેવા મહામુનિ મહાત્માઓને દુષ્ટોએ લાકડા ખડકીને બાળી નાખ્યા. વચનથી કહી શકાય નહીં એવી ઘોર વેદનાને સહન કરી મુનિએ કર્મોના ફળમાં પડતા દેહના દંડને સમતાએ ભોગવી ટાળી દીઘા.
પૂર્વકનું ઘણું દેવુ હતું. તે શૈર્ય ઘારણ કરીને ગજસુકુમાર જેવાએ તુર્ત પતાવી દીધું. ઊભા ઊભા બળી જઈ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને અખંડપણે સાધ્ય કરી કેવળજ્ઞાન પ્રગટાવી લીધું. ૧૪
આત્મજ્ઞાન ને પરમ શરણનો કોણ પ્રભાવ કહી શકશે? દેહાદિથી ભિન્ન અનુંભવ આત્માનો એ અજબ દીસે. અકંપપણું અનુભવ મુનિવરનું નિર્ભયતા ઉરમાં ભરશે,
ભવદુખ-દાવાનળથી બળતા પામરને પણ ઉદ્ધરશે. ૧૫ અર્થ - સુદર્શન શેઠ અને ગજસુકુમાર જેવા મુનિવરોએ જે અસહ્ય પરિષહો સહન કર્યા તેનું કારણ આત્મજ્ઞાન અને પરમ શરણભાવ છે. તેનો પ્રભાવ વાણીથી કોણ કહી શકશે? દેહાદિથી ભિન્ન આત્માનો અનુભવ એ જ અજબ ગજબ છે. જેના બળે આવા પરિષહો સહન કરી શકાય છે.
આત્મઅનુભવી એવા મુનિવરોનું અકંપપણું વિચારીને જે ભવ્ય નિર્ભયતાને હૃદયમાં ઘારણ કરશે તે સંસાર દુઃખ દાવાનલથી બળતા એવા પામર જીવો પણ ઉદ્ધારને પામી જશે. ૧૫
પરમ ઘર્મનું શરણ ગ્રહીને સર્વ વેદના હવે સહો, કર્મ-કસોટી કસે શરીરને, જ્ઞાતા-દ્રષ્ટા તમે રહો.
Page #33
--------------------------------------------------------------------------
________________
સીશલ શ્રુતિ
અા થી સુકલી કારની
વીતી કરી
થા માતા આ બધું - જોઈ રહી છે
જ
શાણી પોતાના પતિ જે મુનિ બનેલ છે
તેને લાવાર બહાર કઢાવે છે
સુકીશલ કુમાર દિક્ષિત પિતા પાસ જઈ રીક્ષા લીધી
કીર્તિધર મુનિએ વાઘણને, ઉપ્રદેશ, આંપી ઉદ્ધાર કર્યો
મોતી વાવણી પીતીની પુત્રીની
Page #34
--------------------------------------------------------------------------
________________
(૫૩) સમાધિ-મરણ ભાગ-૨
નથી અનંત ભવોમાં આવ્યો અવસર આવો હિતકારી,
જીતી જવા આવ્યા છો બાજી, હવે નહીં જાઓ હારી. ૧૬
અર્થ :— પરમધર્મ જેમાં પ્રગટ છે એવા શુદ્ધ આત્માનું શરણ ગ્રહણ કરીને સર્વ વેદનાને હવે સઇન કરો. કર્મરૂપી કસોટી શરીરને કસે છે પણ તમે તેના માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહો અર્થાત્ આર્તધ્યાનનો ત્યાગ કરો. ભૂતકાળના અનંતભવોમાં આવો આત્માને હિતકારી અવસર આવ્યો નથી. તમે દેહાધ્યાસ છોડવાની બાજીને જીતી જવા આવ્યા છો તો હવે આર્તધ્યાન કરી બાજીને હારી જાઓ નહીં. ।।૧૬।।
આખા ભવમાં ભણી ભણીને જ્ઞાન ઉપાર્જન જે કીધું, શ્રદ્ધા ઉજ્વળ કરી સદા જે, તપ ત્યાગાદિ વ્રત લીધું; તે સૌ આ અવસરને કાજે સવર્તન સંચિત કર્યું, શિથિલ થતાં જો ભ્રષ્ટ થયા તો પૂર્વપ્રવર્તન કપટ કર્યું. ૧૭
અર્થ :— આખા ભવમાં ભણી ભણીને તમે જે જ્ઞાન ઉપાર્જન કર્યું, કે હમેશાં શ્રદ્ધાને ઉજ્જ્વલ કરવાનો પ્રયત્ન કરી તપ ત્યાગાદિ વ્રત લીઘા, તે સર્વ આ સમાધિમરણના અવસરને માટે. તેના માટે તમે પુરુષાર્થ કરીને આજ સુધી સર્તનનો સંચય કર્યો છે, તો હવે જો શિથિલ થઈને ભ્રષ્ટ થયા તો પૂર્વે કરેલું તમારું બધું પ્રવર્તન કપટ કરશે. ।।૧૭।।
સમતા, ધીરજ તજવાથી નહિ વ્યાધિ, વેદના મરણ ટળે, આત્માને અજ્ઞાન ભાવથી દુર્ગતિ દુ:ખો માત્ર મળે.
ભૂંલી ભયાનક વનમાં ભમતાં, કે દુષ્કાળ કડક પડતાં પક્ષાપાતે, મરકી, પ્લેગે, વા ગડĂમઢે તન સડતાં. ૧૮
૨૯
અર્થ :– આત્માને ઉદ્ધારક એવી સમતા કે ધીરજનો ત્યાગ કરવાથી તમારી વ્યાધિ, વેદના કે મરણ ટળી જશે નહીં. પણ આવા અજ્ઞાન ભાવ કરવાથી આત્માને માત્ર દુર્ગતિના દુઃખો ભોગવવા પડશે. માર્ગમાં ભૂલી ભયંકર વનમાં ભમતા છતાં કે કડક દુષ્કાળ આવી પડે, કે પક્ષાઘાત અર્થાત્ લકવો થઈ આવે, કે મરકી, પ્લેગના રોગ ફાટી નીકળે અથવા ગડગુમડે શરીર આખું સડવા માંડે તો પણ ઉત્તમ આરાધક હોય તે લીધેલા નિયમને તોડી ઘર્મનો ત્યાગ કરે નહીં. ।।૧૮।।
ઉત્તમ કુળમાં જન્મેલા જન નિંધ ન કોઈ કાર્ય કરે; મદિરા, માંસ, અભક્ષ્ય ફળો, કંદાદિક ખાઈ ન જીવન ઘરે. હિંસાદિક કુકર્મ કરે ના, મરણ તો સ્વીકાર કરે, પણ લીધેલા નિયમ ન તોડે, સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન ઘરે. ૧૯
અર્થ :– ઉત્તમકુળમાં જન્મેલા ભવ્યો ગમે તેવી આપત્તિ આવી પડે તો પણ નીંદનીય એવું કોઈ
=
કાર્ય કરે નહીં. દારૂ, માંસ, અભક્ષ્ય ફળો કે જમીકંદાદિ ખાઈને જીવન રાખવા ઇચ્છે નહીં.
હિંસાદિક કોઈ કાર્ય કરે નહીં. મરણનો સ્વીકાર કરે પણ લીધેલા નિયમને તોડે નહીં. સત્પુરુષે કહેલા વચનો ઉપર સમ્યક્ શ્રદ્ધા રાખી તેમના જ બોધેલા સમ્યજ્ઞાનનું અનુસરણ કરે. ।।૧૯।।
તેનું જ જીવન સફળ સમજવું; વ્રત, તપ, ધર્મ સફળ તેના; જગમાં તે જ પ્રશંસાલાયક સ્વર્ગ-સુખે પણ ધર્મ તજે ના.
Page #35
--------------------------------------------------------------------------
________________
૩ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
માનવ થઈ ઉત્તમ પદ પામે, મેરું સમ પરિષહ-કાળે;
સમુદ્ર સમ ગંભીર રહીને, ભવનાં બીજ બધાં બાળે. ૨૦ અર્થ - એવા ઉત્તમ જીવોનું જ જીવન સફળ સમજવું. વ્રત, તપ, ઘર્મ પણ તેના સફળ છે. જગતમાં તે જ પ્રશંસવાલાયક છે કે જે સ્વર્ગના સુખમાં પણ ઘર્મને છોડતા નથી. એવા જીવો સ્વર્ગથી ચ્યવી માનવ થઈ ઉત્તમપદ પામે અને પરિષહ કાળે પણ મેરુ સમાન સ્થિર રહી શકે અને સમુદ્ર જેવા ગંભીર રહી સંસારના બીજ જે રાગદ્વેષ છે તેને બાળીને ભસ્મ કરી શકે. ૨૦ાા
ઘોર વેદના ઘણી આવે પણ આકુળ વ્યાકુળ ના થાઓ, દેહ ભિન્ન નિજ જ્ઞાયક ભાવે અખંડ અનુભવમાં જાઓ. પૂર્વ પુરુંષોની તલ્લીનતા એવા ટાણે અચળ રહી,
તેની સંસ્કૃતિ કરતા ઉરમાં ઘીરજ-ઘારા રહે વહી– ૨૧ અર્થ - પોતાની જે પૂર્વે બાંધેલી ઘોર વેદના ઘણી આવે તો પણ આકુળ વ્યાકુળ થાઓ નહીં. પણ પોતાના આત્માને દેહથી ભિન્ન ભાવી જ્ઞાયકભાવે એટલે માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહી પોતાના અખંડ આત્મ અનુભવમાં જવાનો પુરુષાર્થ કરો.
ઘોર વેદનાના સમયે પૂર્વે થઈ ગયેલા મહાપુરુષોની આત્મામાં તલ્લીનતા કેવી અચળ રહી હતી તેની સારી રીતે સ્મૃતિ કરતાં આપણા હૃદયમાં પણ ઘીરજની ઘારા પ્રગટપણે વહેતી રહે છે. ર૧ાા
મુનિ સુકોશલ ધ્યાને ઊભા માતા વાઘણ ત્યાં આવી, પંજો મારી; પકડી, ફાડી ખાય અંગ સઘળાં ચાવી; દુષ્ટ-દાઢમાં ચવાય પણ ઉત્તમ આત્માર્થ નહીં તજતા,
આરાઘકતા અચળ કરી તે સમ્યક્ રત્નત્રયી સજતા. ૨૨ અર્થ :- શ્રી સુકોશલમુનિ ધ્યાનમાં ઊભા છે. તેમની આ ભવની જ માતા જે વાઘણ બનેલી તે ત્યાં આવી. મુનિને પંજો મારી, પકડી, ફાડી તેમના સઘળા અંગ ચાવી ચાવીને ખાવા લાગી. દુષ્ટ એવી વાઘણના દાઢમાં ચવાતાં છતાં ઉત્તમ આત્માર્થનો લક્ષ ભૂલતા નથી. મુનિની આરાઘકતા ત્યાં પણ અચળ રહી. તેવે સમયે પણ સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રરૂપ રત્નત્રયની આરાઘના જ તેઓ કરતા હતા.
સુકોશલ મુનિનું દ્રષ્ટાંત – સાકેતપુર નગરમાં રાજા કીર્તિઘર, રાણી સહદેવી અને તેમનો આ પુત્ર સુકોશલ હતો. કીર્તિધર રાજાએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. એકવાર ગોચરી માટે નગરમાં આવતા હતા ત્યારે રાણી સહદેવીએ તેમને જોઈ માણસ મોકલી નગર બહાર કઢાવ્યા. કારણ તેમનો ઉપદેશ સાંભળી કદાચ મારો પુત્ર પણ તેમની સાથે દીક્ષા લઈ ચાલ્યો જાય. રાજાને નગર બહાર કઢાવતા ઘામાતાએ જોઈ લીધું. તેથી તેની આંખમાં આંસુ જોઈ સુકોશલકુમારે કારણ પૂછ્યું. તેણે રાજાને નગર બહાર કઢાવ્યાની વાત કહી. તે સાંભળી સુકોશલકુમારને પણ વૈરાગ્ય આવી ગયો અને પિતા પાસે જઈ દીક્ષા લઈ લીધી. તેથી માતા પુત્રના વિયોગે આર્તધ્યાન કરી મરણ પામીને વાઘણ થઈ. જંગલમાં સુકોશલ મુનિના અંગને ચાવતા પુત્રની દાઢ સોનાની જોઈ જાતિસ્મરણ જ્ઞાન થયું કે ઓ હો! આ તો મારો પુત્ર હતો. તે વખતે પાસે જ રહેલા કીર્તિઘર મુનિએ વાઘણને બોધ આપ્યો. તેથી તેણીએ પશ્ચાત્તાપ વડે આત્મનિંદા કરી. પછી વ્રત ગ્રહણ કરી અનશન લઈને આઠમા દેવલોકે ગઈ. અને કીર્તિધર મુનિ તથા
Page #36
--------------------------------------------------------------------------
________________
- અવન્તિ સુકુમાલ
)))))
?
છે.)
- અવનિ સુકુમાલને જાતિસ્મરણજ્ઞાન
સ્વાધ્યાય કરતા સુહસ્તિસૂરિ
OOO OOOOO 0000
કોઈને જાણ ન થાય તેમ રાત્રે નીચે
ઉતરતાં અવન્તિ સુકુમાલ
*
*
*
મુનિનો ઉપદેશ સાંભળી દીક્ષા લેવાનો ભાવ
જ
પૂર્વભવમાં ભાભીને
લાત મારી
- ગુરુ પાસે દીક્ષા લઈ કરેલ વિહાર
• ભાભીએ શિયાણી થઈ વેરની
બદલો લીઘો **
Page #37
--------------------------------------------------------------------------
________________
(૫૩) સમાધિ-મરણ ભાગ-૨
૩ ૧
સુકોશલ મુનિ બેય કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. રરા
નવદીક્ષિત સુકમાલ મુનિને ખાય શિયાળ બચ્ચા સાથે, પગ પૂરો કરી, પેટ ફાડતાં થાય મરણ ત્રીજી રાતે. રાઈ ખુંચે તેવા કોમળ નર ઘોર વેદના સહે, અહો!
તો તમને શું ભૂખ-ત્તરસનું દુઃખ અસહ્ય જણાય, કહો!૨૩ અર્થ - આખી અવન્તિ એટલે ઉજ્જૈનમાં સુકુમાળ એવા સુકમાલે દીક્ષા લીધી. એકવાર આ નવદીક્ષિત મુનિ જંગલમાં કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા હતા. ત્યાં એક શિયાળ તેના બચ્ચા સાથે આવી તેમને ખાવા લાગ્યું. પગ પૂરો કરી પેટ ફાડતા ત્રીજી રાતે તેમનું મરણ થયું. રાઈ ખૂંચે તેવા કોમળ તે નર હતા છતાં ઘોર વેદનાને સહન કરી. તો અહો! તમને આ ભૂખ તરસનું દુઃખ પણ અસહ્ય જણાય છે? આના કરતાં તેમને કેટલું દુઃખ હશે છતાં સમતાએ સહન કરી ઉત્તમ ગતિને પામ્યા.
અવન્તિ સુફમાલનું દ્રષ્ટાંત - ઉજ્જયની નગરીમાં ભદ્રા શેઠાણીનો પુત્ર અવન્તિ સુકમાલ હતો. બત્રીસ કન્યાઓ પરણ્યો હતો. એકવાર આર્ય સુહસ્તિસૂરિનો સ્વાધ્યાય સાંભળી પોતાને જાતિસ્મરણ જ્ઞાન ઉપર્યું. પૂર્વભવમાં નલિની ગુલ્મ વિમાનમાંથી હું અહીં આવ્યો છું. તે જાણતાં અહીનાં ભોગ, દેવતાઈ ભોગ આગળ તુચ્છ જણાયા. તેથી મુનિ પાસે જઈ દીક્ષા લઈ અનશન કરી કાઉસ્સગ ધ્યાનમાં ઊભા રહ્યા. ત્યાં પૂર્વભવમાં અપમાનિત કરેલ ભાભીનો જીવ શિયાળણી થયેલ, તે પોતાના બચ્ચા સાથે ત્યાં આવી તેમનો પગ ખાઈ પેટ ફાડતાં ત્રીજી રાતે સમાધિમરણ સાથી પાછા નલિની ગુલ્મ વિમાનમાં જઈ ઉત્પન્ન થયા. સમતાભાવે દુઃખ સહન કરવાથી કમોંની બળવાન નિર્જરા થઈ. રહા
પૂર્વભવમાં અવન્તિ સુકુમાળના મોટા ભાઈએ દીક્ષા લીઘેલી. તેમને પાછા ઘરે લાવવા માટે ભાભી વારંવાર દિયરને કહ્યા કરે. દિયરે કહ્યું કે દિક્ષિત મુનિને પાછા ઘરે આવવા માટે કેમ કહેવાય? છતાં વારંવાર ઘરે લાવવાની વાત ભાભી કહેતા, એકવાર ગુસ્સો આવવાથી ભાભીને લાત મારી. ત્યારે ભાભીએ પણ એવો ભાવ કર્યો કે હમણાં તો હું અબળા છું પણ આવતા ભવમાં એના પગને ખાનારી થાઉં. તેથી મરીને શિયાળણી થઈ.
પરવશ ચાર ગતિમાં વેઠ્યાં દુઃખ, હવે ખુશીથી સહવાં, મરવાની ય ન ઇચ્છા કરવી, ભય તર્જી સલ્તરણાં ગ્રહવાં. સ્વજન-મિત્રની સ્મૃતિ તજો; નહિ ભોગ નિદાન કદી કરશો
એ અતિચારો રહિત સમાધિ-મરણ કરો તો ભવ તરશો.” ૨૪ અર્થ - ચારે ગતિમાં આપણા આત્માએ પરવશપણે અનંત દુઃખો વેઠ્યા છતાં હવે જે દુઃખ આવે તેને સ્વેચ્છાએ ખુશીથી સહન કરવા જોઈએ. દુઃખ દેખી મરવાની પણ ઇચ્છા કરવી નહીં. પણ મરણનો ભય ત્યાગી સલ્હરણાં ગ્રહવા અર્થાત્ સદેવગુરુથર્મનું શરણ અંગીકાર કરવું.
સજ્જન એટલે પોતાના કુટુંબીઓ કે મિત્રની સ્મૃતિનો પણ ત્યાગ કરવો અને ભોગ નિદાન એટલે ભોગને અર્થે કોઈ પણ પ્રકારનું નિયાણું કરવું નહીં. એમ અતિચારરહિત શુદ્ધભાવથી સમાધિમરણ કરશો તો તમે ભવસાગરને જરૂર તરી જશો. રજા
Page #38
--------------------------------------------------------------------------
________________
૩ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
હવે જો સમાધિમરણ કરવું હોય તો અનાદિકાળથી જીવને મૂંઝવતા કર્મોનો નાશ કરવો જોઈએ. તે કમને જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધીને વિદારણ કરવાની રીતિઓ આગળના “વૈતાલીય અધ્યયન' નામના પાઠમાં જણાવવામાં આવે છે. વૈતાલીય એટલે વિદારક.... કર્મોને વિદારણ કરવાનું અધ્યયન. પ્રાકૃત ભાષામાં એને “વૈયાલીય' કહે છે. આ અધ્યયન સૂયગડાંગસૂત્રમાં આવેલ છે. એ વિષે “શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક ૨૦૭માં જણાવે છે કે –
જેમાં પૃથ્યાદિકનો વિસ્તારથી વિચાર કર્યો છે આવાં વચનો કરતાં ‘વૈતાલીય” અધ્યયન જેવાં વચનો વૈરાગ્યની વૃદ્ધિ કરે છે; અને બીજાં મતભેદવાળાં પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી.”
(૫૪) વૈતાલીય અધ્યયના
(વૈતાલીય છંદ) (‘પ્રભુતા પ્રભુ, તારી તું ઘરી, મુજરો લઈ મુજ રોગ લે હરી'—એને મળતો રાગ)
પ્રાસ્તાવિક આ વિષય સંબંઘી ભૂમિકારૂપે પ્રથમ ટૂંકો ઉલ્લેખ કરવો તે પ્રાસ્તાવિક કહેવાય છે.
આદીશ્વરની કને ગયા અઠ્ઠાણું તનુજો ય આશથીઃ
કહે પિતા તેમ વર્તવું; ત્યાં ભડકાવ્યા દુઃખપાશથી. ૧ અર્થ :- આદીશ્વર ભગવાન પાસે તેમના અઠ્ઠાણું તનુજો એટલે પુત્રોએ રાજ્યની આશાથી જઈ ભગવાનને ફરિયાદ કરી કે ભગવન્! ભરત અમારી પાસે પોતાની આજ્ઞાનું પાલન કરાવવા ઇચ્છે છે તો અમારે શું કરવું? આપ પિતાશ્રી કહો તેમ અમારે વર્તવું છે. ત્યાં તો ભગવાને પુત્રોના હિતાર્થે એવો ઉપદેશ આપ્યો કે આ રાજ્યના ભોગો ભોગવવાથી મનુષ્યની ઇચ્છા કદી તૃપ્ત થતી નથી. અને આ સંસાર તો દુઃખના પાશ એટલે જાળ સમાન ભયંકર છે. માટે એનો પાશ અવશ્ય તોડવા જેવો છે. ||૧
જે બોઘ દઘો કૃપા કરી તે સુયો જ્યાં હિતનો ગણી;
ત્યાગી સંસાર-સંગ તે મુનિ બની રહ્યા; ઘન્ય લાગણી!૨ અર્થ - ભગવાને કૃપા કરીને પુત્રોને સંસારની અસારતા, અનિત્યતા, અશરણતા, વિષય ભોગના કડવા ફળ, અસ્થિર આયુષ્ય અને યૌવનની ક્ષણભંગુરતાનો બોઘ આપ્યો. તે અઠ્ઠાણું પુત્રોએ પોતાના આત્માના હિતરૂપ જાણી અંગીકાર કર્યો. ભગવાનની આજ્ઞા પાલન કરવામાં જ પોતાનું કલ્યાણ છે એમ જાણી સંસારના સર્વ પ્રકારના સંગને ત્યાગી દઈ અઠ્ઠાણુંએય પુત્રો મુનિ બની ગયા. આવી ઉત્તમ આત્મકલ્યાણની દાઝ જાગૃત થવાથી તેમની લાગણીને ઘન્ય છે. //રા
ઉત્તમ તેવા સુબોઘનો અનુવાદ કરું મુંજ કાજ જે,
જે હૃદયે રોપી પોષશે તેને દેશે સુખ-સાજ તે. ૩ અર્થ - ભગવાને આપેલ આવા ઉત્તમ સમ્યબોઘનો મારા આત્માને હિતને અર્થે અનુવાદ કરું
Page #39
--------------------------------------------------------------------------
________________
(૫૪) વૈતાલીય અધ્યયન
૩ ૩
છે; એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી કહે છે. જે ભવ્યાત્મા આવા ઉત્તમ બોઘને પોતાના હૃદયમાં રોપીને એટલે સ્થાપીને તેને પોષણ આપશે; તેને તે બોઘ મોક્ષસુખના સાજ એટલે સાઘન સમા સમ્યક્દર્શનને પ્રાપ્ત કરાવશે. સા.
વૈરાગ્ય રસે જ પૂર્ણ તે સંસારતમૂળ ખોદશે,
ભવ્ય ઘણા સુણી સુણી તે ગ્રહી મુક્તિમાર્ગ પ્રમોદશે. ૪ અર્થ - ભગવાનનો આ બોઘ વૈરાગ્યરસથી ભરપૂર છે. એ સંસારરૂપી વૃક્ષના જડમૂળને ખોદી નાખશે. ઘણા ભવ્ય જીવો આ બોઘને સાંભળી સાંભળીને, ઉત્તમ મુક્તિમાર્ગને ગ્રહણ કરી, પ્રમોદશે એટલે આત્માના પ્રકૃષ્ટ આનંદને પામશે, અર્થાત્ આત્માની શાશ્વત સુખશાંતિને પામશે. I૪ો.
પ્રથમ ખંડ ઊઠો ઊઠો ન ઊંઘશો, દુર્લભ બીજે જન્મ જાગૃતિ;
વીતી રજની ન આવશે, નહિ સુલભ ઑવન પુનરાવૃતિ. ૫ અર્થ :- વૈરાગ્યથી સંયુક્ત હૃદયવાળા અઠ્ઠાણું પુત્રોને ભગવાન ઋષભદેવ સંબોધીને ઉપદેશે છે કે હે ભવ્યો! તમે ઊઠો! ઊઠો, મોહનિદ્રામાં હવે ઊંઘશો નહીં. જાગૃત થાઓ કેમકે બીજા જન્મમાં આત્મજાગૃતિ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે. વીતી ગયેલી રાત્રિઓ પાછી આવશે નહીં. તેમજ મનુષ્ય જન્મની પુનરાવૃત્તિ એટલે ફરી તે મળવો સુલભ નથી. મનુષ્યભવ તો દશ દ્રષ્ટાંતે દુર્લભ છે. આપણા
બાલ-વૃદ્ધ-ગર્ભ કાળમાં મરતા માનવ આમ દેખતાં,
જાય ઝડપી બાજ તેતરો, તેમ જ આયુષ્યો ય તૂટતાં. ૬ અર્થ - બાળક, વૃદ્ધ કે ગર્ભકાળમાં પણ મનુષ્યો મરણ પામે છે. જેમ બાજ પક્ષી તેતરને ઝડપી મારી નાખે છે. તેમ આયુષ્ય તૂટતાં મનુષ્યનું મરણ થઈ જાય છે.
“કોઈ ગર્ભ વિષે મરે, મરે જન્મતા કોઈ, બાળપણમાં પણ મરે, યુવાન મરતા જોઈ; નિયમ નહીં વર્ષો તણો, મરણ અચાનક થાય, એક નિયમ નક્કી ખરો, જન્મે તે મરી જાય.”
માતપિતા-સ્નેહ-લુન્થ જે મરી નહીં સુલભ સુંગતિ વરે;
ભય એવો ઉર ઘારીને, આરંભ તજી, સુંવ્રતો ઘરે. ૭ અર્થ - માતાપિતા આદિના સ્નેહમાં લુબ્ધ બની જે મરણ પામે તેને માટે સદ્ગતિ સુલભ નથી.
માટે મૃત્યુ અને મોહનો ભય હૃદયમાં રાખી, હિંસામય આરંભનો ત્યાગ કરી મુમુક્ષુએ સમ્યક્ પ્રકારે ગુરુ આજ્ઞાએ વ્રત ઘારણ કરવા જોઈએ. આશા
નહીં તો કર્મો જ જીવને નરકાદિ સ્થાને લઈ જશે,
કરેલ કમ ન છોડશે, ત્યાં ત્યાં પીડા જીવ પામશે. ૮ અર્થ :- નહીં તો પોતાના જ કરેલા કર્મો જીવને નરક નિગોદાદિ ગતિઓમાં લઈ જશે. કરેલા કર્મોના ફળ ભોગવ્યા વિના જીવનો છૂટકારો નથી. તે તે સ્થાનોમાં જીવ ઘણી પીડાને પામશે. ટા
દેવો, ગંઘર્વ, રાક્ષસો, અસુરો, ભૂચર, નાગ, નૃપતિ, બ્રાહ્મણ નર શેઠ પંખી સૌ, તજે દેહ દુખિયા થઈ અતિ. ૯
Page #40
--------------------------------------------------------------------------
________________
૩ ૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - દેવો, ગંધર્વો, રાક્ષસો, અસુરો, ભૂમિચરો, સર્પો વગેરે તિર્યંચો, રાજા, બ્રાહ્મણ, મનુષ્ય, શેઠ, પક્ષીઓ વગેરે સૌ પોતપોતાના દેહને અંતકાળે મમત્વભાવના કારણે અતિ દુઃખી થઈને તજે છે. લો
સ્વજન, ભોગ, અંતકાળમાં, મોહી જનને દે ન આશરો,
ડીંટથી તાડિયું ખરે, તેમ જ આયું તૂટતાં મરો. ૧૦ અર્થ :- સ્વજન સંબંધીઓ કે વિષયભોગ, તેમાં મોહ કરનાર આસક્ત જનોને અંતકાળે આશરો આપે નહીં. જેમ ડીટાથી તાડફળ તૂટીને નીચે ખરી પડે તેમ આયુષ્ય તૂટતા મરી જશો. ૧૦ના.
મૃતઘર ઘર્મિષ્ઠ બ્રાહ્મણો, ભિક્ષુક માયા-મૂઢ જો રહે,
કર્મફળો તીવ્ર પીડશે નરકાદિમાં દુઃખ હા! લહે. ૧૧ અર્થ - બહુશ્રુત એટલે શાસ્ત્રજ્ઞ હો કે ઘર્માત્મા હો, બ્રાહ્મણ હો કે ભિક્ષુક એટલે મુનિ હો, પણ માયાવડે કરીને અસદુ અનુષ્ઠાનથી મૂર્ણિત હશે તો પોતાના જ કરેલા કમોંના ફળો તેને તીવ્ર પીડા આપશે. તે નરકાદિ ગતિઓમાં હા! અનંત દુઃખને પામશે. ./૧૧
જો તત્પર થાય ત્યાગવા અજ્ઞાને તરી ના શકે, કહે :
“ધ્રુવ માર્ગ ઉપાય આ જ છે,” આરપાર તો તું ય ક્યાં લહે? ૧૨ અર્થ:- કોઈ અજ્ઞાની આ સંસારને ત્યાગવા તત્પર થાય, પણ અજ્ઞાનને કારણે તે સંસાર સમુદ્ર તરી શકે નહીં. તે અજ્ઞાની સ્વચ્છેદે એમ કહે કે મુક્તિ મેળવવાનો ધ્રુવમાર્ગ આ જ છે, તો તું પણ તેવા અજ્ઞાનીનો આશ્રય કરી મોક્ષમાર્ગ કેવી રીતે જાણી શકીશ?
નગ્ન કૃશ શરીરવંત જો માસ માસ ઉપવાસ આદરે,
તોપણ માયાદિ જો ઉરે ગર્ભ અનંતા ભાવિમાં ઘરે. ૧૩ અર્થ - તેવા દંભી માયાવી જીવો ભલે શરીરથી નગ્ન કે કૃશ થઈને વિચરે અથવા મહિના મહિનાના ઉપવાસ કરે તો પણ હૃદયમાં માયા મોહાદિ કષાયભાવો હશે તો ભવિષ્યમાં અનંતા ગર્ભને ઘારણ કરશે. II૧૩ના
તેથી પાપોથી થોભજો માનવ આયુ બહું જ ટૂંકડું,
કામી મોહે કળી રહ્યા અવિરતિને દુઃખ ટૂકડું. ૧૪ અર્થ - તેથી માયા મોદાદિ પાપોથી થોભજો. કેમકે મનુષ્યનું આયુષ્ય બહુ ટૂંકુ છે. કામી પુરુષો અહીં મોહમાં કળી રહ્યા છે. અને અવિરતિ એટલે જેને વ્રત નથી પણ ઇન્દ્રિયોને વશ છે તેવા જીવોને ડગલે ને પગલે દુઃખ ઊભું જ છે. ૧૪
યને વિચરો ય સંયમે દુસ્તર પંથ અણુ-જીંવે ભર્યો,
સમ્યક્ વીરે કહેલ તે શિક્ષા સુંણી વર્તવું કરો. ૧૫ અર્થ - માટે સંયમ ઘારણ કરીને ઈર્યાસમિતિપૂર્વક યત્નાથી વિહાર કરો. કેમકે સૂક્ષ્મ પ્રાણીઓથી યુક્ત માર્ગ ઉપયોગ રાખ્યા વિના પાર કરવો દુરૂર છે. આ સવળી શિખામણ વીર પ્રભુએ કહેલ છે. તે સાંભળીને તે પ્રમાણે વર્તન કરો. I૧પો
Page #41
--------------------------------------------------------------------------
________________
(૫૪) વૈતાલીય અધ્યયન
૩ ૫
ઊડ્યા જે વીર સંયમી, માયા ક્રોઘાદિકને પીસે;
અહિંસક બઘા જીંવો તણા પાપવિરત ઉપશાંત તે દીસે. ૧૬ અર્થ :- જે વીર પુરુષો સંયમ પાળવાને તૈયાર થયા તે ક્રોઘ માન માયા લોભાદિને નષ્ટ કરે છે. તે સૂક્ષ્મ કે સ્થૂલ પ્રાણીઓની હિંસા કરતા નથી. તેઓ પાપથી વિરક્ત છે. તથા ક્રોધાદિ તેમના ઉપશાંત થવાથી તેઓ શાંત દેખાય છે. ૧૬ાા.
વિચારે આપદા વિષે, “હું એકલો જગે ન દુઃખિયો,
સૌ સંસારે પીડિત છે; સમ સંયમે જ વીર સુખિયો. ૧૭ અર્થ - તે સંયમી પુરુષો આપત્તિકાળે વિચારે છે કે હું એકલો જ આ જગતમાં શીત કે ઉષ્ણ પરિષહોથી દુઃખી નથી. આ સંસારમાં તો સૌ પ્રાણીઓ દુઃખી જ છે. પણ જે વીર પુરુષોએ સમભાવરૂપ સંયમને ધારણ કર્યો છે તે જ સદા સુખી છે. તથા તેમને કર્મ નિર્જરાનો લાભ પ્રાપ્ત થાય છે. I/૧૭ના.
લીપેલી ભીંત ઊખડ્યે કૃશ દીસે તેમ ઉપવાસથી,
દેહ કસી દયાથી વર્તવું સર્વજ્ઞ કથિત ઉપદેશથી. ૧૮ અર્થ :- લીંપેલી ભીંત ઉપરથી છોડા ઉખચે તે ભીંત પાતળી કે અશોભનીય દેખાય, તેમ ઉપવાસ આદિથી કાયા અશોભનીય કે કુશ જણાય તો પણ કાયાને કસી અહિંસાને જ ઘારણ કરી વર્તવું. એમ સર્વજ્ઞ કથિત આત્મહિતકારી ઉપદેશ છે. ૧૮ાા
ખંખેરે ઘૂળ પંખીઓ તેમ કર્મજ ભવ્ય ખેરવે,
તપ આચરી કર્મ કાઢવા તપસ્વી સાધુ વીર્ય ફોરવે. ૧૯ અર્થ - પક્ષીઓ જેમ પોતા પર પડેલ ધૂળને ખંખેરે છે તેમ સંયમી પણ કરજને ખંખેરે છે. તપસ્વી કે સાધુપુરુષો કર્મોને નાશ કરવા માટે ઇચ્છાઓને રોકવારૂપ તપ આચરી પોતાનું વીર્ય એટલે પોતાના બળને ફોરવે છે. ૧૯ાા
કુટુંબી બાળ-વૃદ્ધ સૌ આહારાર્થે આવતાં મુનિ,
વિનવે લલચાર્વી સાધુને, તો ય તપસ્વ વળે ન તે ભણી. ૨૦ અર્થ:- આહાર અર્થે આવેલ મુનિને પોતાના કુટુંબના બાળ કે વૃદ્ધ સૌ તે સાધુપુરુષને લલચાવવા માટે વિનંતી કરતા થાકી જાય તો પણ વસ્તુ તત્ત્વને જાણનારા તે મુનિ તેમના ભણી વળે નહીં. ૨૦ાા
કરુણ વિલાપો કરે બઘાં, વંશવૃદ્ધિ કરવા ય વીનવે;
ઊઠેલો ભવ્ય ભિક્ષુ છે, ન ડગે, સંયમ ચુસ્ત સાચવે. ૨૧ અર્થ - કુટુંબીઓ બઘા રુદન કરી કરુણ વિલાપો કરે અને વંશવૃદ્ધિ કરવા વિનંતી કરે તો પણ સંયમને આરાઘવા ઊઠેલ તે ભવ્ય સાધુ કદી ડગે નહીં, પણ સંયમનું જ ચુસ્ત રીતે પાલન કરે. સારા
કામ-લાલચોથી ખેંચીને કે ઘેર લઈ જાય બાંઘીને,
ઇચ્છે તેવું ન જીવવા, કોણ ડગાવી, ઘેર રાખી લે? ૨૨ અર્થ - વિષયભોગ માટે લલચાવીને કે બાંધીને તે સાધુને ઘેર લઈ જાય તો પણ જે સાધુપુરુષ અસંયમી જીવન જીવવા જ ન ઇચ્છે તેને કોણ ડગાવીને ઘરમાં રાખી શકે? ૨૨ાા
Page #42
--------------------------------------------------------------------------
________________
૩ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
વળી શીખવેઃ “સ્નેહીં આપણે, માત, પિતા, સ્ત્રી, પુત્ર પોષવાં,
સમજું છે, તું જ જોઈ લે - બે લોક બગાડીશ ત્યાગતાં.” ૨૩ અર્થ - વળી કુટુંબીઓ શીખવે કે આપણે બધા પરસ્પર સ્નેહી છીએ. માતા, પિતા, સ્ત્રી, પુત્રને પોષવા એ તો તારો ઘર્મ છે. દીક્ષા લઈને અમારા પાલનનો ત્યાગ કરવાથી તમારો પરલોક બગડશે અને આ લોકમાં પણ સંયમ લેવાથી તમે સુખી નથી. તમે સમજુ છો માટે વિચારો. નહીં તો અમને ત્યાગતા તમારા બેય લોક બગડશે. રા.
સ્વજનમોહ-કાદવે પડી, કોઈ અસંયમમાં ફસાય તો
તે રાગીના જ સંગથી, વળી વળી પાપે ધૃષ્ટ થાય, જો. ૨૪ અર્થ:- ઉપરોક્ત વચનો સાંભળી કોઈ સાધુ સ્વજન મોહરૂપ કાદવમાં પડી અસંયમમાં ફસાય તો તે રાગી કુટુંબીઓના સંગથી વારંવાર પાપ કરતાં પણ શરમાતો નથી અને પાપથી ભારે થતો જાય છે. પારો
પંડિત બન, ભવ્ય, જો જરા, અટકી પાપથી ઉપશાંત થા,
મહામાર્ગ વીર પામતા, સિદ્ધિપ્રદ ને શિવ-પંથ આ. ૨૫ અર્થ :- માટે હે ભવ્યાત્મા! તું પંડિત બની પાપ કર્મના પરિણામનો જરા વિચાર કરી, તે પાપોથી અટક અને અંતરંગ કષાયોને શમાવ. જે વીર પુરુષો છે તે જ આ આત્મસિદ્ધિદાયક મોક્ષમાર્ગને પામે છે એમ જાણ. રપા
મન વાચા દેહ રોકને, કર્મ વિદારણ પંથ પામી આ,
શ્રી, સગાં, આરંભ છોડીને આચર સંયમ, મોક્ષકામ થા. ૨૬ અર્થ - હે ભવ્ય! હવે તું મન વચન કાયાને અશુભભાવોમાં જતા રોકી, આ વૈતાલીય માર્ગ કહેતા કર્મ વિદારણ કરવાના એટલે કમને નષ્ટ કરવાના માર્ગને પામ્યો છું. માટે હવે તું આ શ્રી કહેતાં લક્ષ્મી તથા સગાંસંબંધી અને આરંભ પરિગ્રહને છોડી ઇન્દ્રિયોને વશ કરવા અર્થે સંયમને જ આચર અને મોક્ષનો સાચો ઇચ્છુક થા. ૨૬
દ્વિતીય ખંડ “કાંચળ સમ કર્મ ત્યાગવાં” એમ ગણી મુનિ ગર્વ સૌ હરે,
નિજ ગોત્રાદિક ના સ્તવે, પરનિંદા પણ સાઘુ ના કરે. ૧ અર્થ - સર્પ જેમ કાંચળીનો ત્યાગ કરે છે તેમ મુનિએ પણ સર્વ કર્મોને ત્યાગતા; એમ ભગવાનનો ઉપદેશ જાણી જાતિ કુલાદિ આઠ મદનો ત્યાગ કરે છે. પોતાના ગોત્ર, કુલ આદિની પ્રશંસા કરતા નથી. તેમજ પરનિંદા પણ સાધુપુરુષો કરતા નથી. ||૧||
પરની અવજ્ઞા કરી બહું ભમે ભવાટવીમાં ઘણા જણ,
પરનિંદા પાપકારી છે ગર્ણ ગર્વ કરે કેમ માહણ? ૨ અર્થ :- બીજાની અવજ્ઞા એટલે તિરસ્કાર કરીને આ સંસારરૂપી જંગલમાં ઘણા જીવો ભટકે છે. પરની નિંદા કરવી એ મહાપાપકારી છે એમ જાણીને માહણ એટલે કોઈને પણ હણવાની જે મનાઈ કરે છે
Page #43
--------------------------------------------------------------------------
________________
(૫૪) વૈતાલીય અધ્યયન
૩ ૭
એવા આત્મજ્ઞાની મુનિઓ શાસ્ત્ર કે તપ વગેરેનો મદ કેમ કરે? અર્થાત્ ન જ કરે. “પરનિંદા એ સબળ પાપ માનવું.” -શ્રીમદ્ રાજચંદ્ર (રા.
ચક્રવર્તી હોય કોઈ જો, દાસ-દાસ જે સંયમી થયો,
તેને નમતાં ન લાજતો; સંયમી થયે ગર્વ સૌ ગયો. ૩ અર્થ - કોઈ ચક્રવર્તીએ દીક્ષા લીધી હોય. તેના પહેલા ચક્રવર્તીના દાસના દાસે પ્રથમ સંયમ ઘારણ કર્યો હોય તો તેને નમતા ચક્રવર્તી મનમાં લજ્જા પામતા નથી. કેમકે પોતે પણ હવે સંયમ ઘારણ કર્યો છે. તેથી ચક્રવર્તી અહંકાર ન રાખતા સર્વ પ્રત્યે સમભાવથી વર્તન કરે છે. તેવા
સામાયિક આદિ સંયમે મરણ સુર્થી ભવ્ય શુદ્ધતા ઘરે,
સમાધિ સહ કાળ જો કરે, તો મુનિ પંડિત જાણવા, ખરે!૪ અર્થ - મુનિ સામાયિક એટલે સમભાવ આદિ સંયમને મરણની છેલ્લી ઘડી સુધી શુદ્ધ રીતે પાળે અને સમાધિસહિત મરણ જો કરે તો તે મુનિ ખરેખરા પંડિત જાણવા. સા.
મોક્ષ-લક્ષી મુનિ નિર્મદ ભૈત, ભાવિ વિભાવો વિચારીને,
કટુ વચન, માર મૃત્યુના પરિષહો સહે શાંતિ ઘારીને. ૫ અર્થ - જેને મોક્ષરૂપી લક્ષ્મી મેળવવાનો લક્ષ છે એવા મુનિ નિર્મદ એટલે અહંકારરહિત વર્તન કરે છે. તે ભૂત અને ભવિષ્યકાળના વિભાવોના કટુ ફળો વિચારી કોઈ તેમને કડવા વચન કહે કે દંડ વગેરેથી માર મારે કે જીવથી પણ મારી નાખે તો પણ તે પરિષહોને શાંતિ ઘારણ કરીને સહન કરે છે. પાા
પ્રશ્નોત્તરમાં સમર્થ તે ક્રોઘાદિ ઑતી ઘર્મ બોઘતા,
પૂજે તો માન ના ઘરે, દુખ દે તો સમભાવ સેવતા. ૬ અર્થ - પ્રશ્નોના ઉત્તર આપવામાં સમર્થ એવા મુનિ સદા ક્રોધાદિ કષાયોને જીતી, સમતારૂપ ઘર્મનો ઉપદેશ આપે. તેમને કોઈ પૂછે તો ગર્વ ન કરે અને કોઈ દુઃખ આપે તો પણ સમભાવમાં જ સ્થિત રહે. પાકા
જનરંજન ઘર્મ ના ચહી, અપ્રતિબદ્ધ રહી જ સર્વથા,
નિર્મળ નર્દી જેમ દાખવે સર્વજ્ઞ-કથિત ઘર્મ તે સદા. ૭ અર્થ - લોકો જેથી રાજી રહે એવા થર્મને જે ઇચ્છે નહીં. કેમકે “જનમનરંજન ઘર્મનું, મૂલ્ય ન એક બદામ' મુનિ કોઈનો પ્રતિબંઘ રાખે નહીં. તે અપ્રતિબદ્ધ રહીને સદા વિચરે. નિર્મળ ગંગા નદીની જેમ હમેશાં સર્વજ્ઞ પ્રણિત શુદ્ધ ઘર્મનો જ પ્રકાશ કરે.' ગાળા
જગે જીંવો ભિન્ન ભિન્ન છે, સુખપ્રિય દુખવેષ દેખવા,
ઊઠ્યા જે સંયમી થવા, પાપવિરત પંડિત લેખવા. ૮ અર્થ - આ જગતમાં ભિન્ન ભિન્ન પ્રકારના જીવો છે. કેમકે સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, નારકી, તિર્યંચ, મનુષ્યાદિ અનંત પ્રાણીઓ નિવાસ કરે છે. તે બઘાને સુખ પ્રિય છે અને દુઃખ પ્રત્યે દ્વેષ છે. માટે સર્વને સમભાવથી દેખી, જે સંયમી થવા તૈયાર થયા તે સાધુપુરુષો સર્વ પ્રાણીઓની રક્ષા કરવા માટે પોતાની ઇન્દ્રિયોને જીતે અને પાપથી વિરક્ત થાય; તેને જ ખરા પંડિત પુરુષો જાણવા. IIટા
Page #44
--------------------------------------------------------------------------
________________
૩ ૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
આરંભ તજી થયા મુનિ સ્વજન-શોક-મમતા પરિહરે,
આરંભી શોક અંતમાં કરે મોહે, ન કામ તો સરે. ૯ અર્થ - પાપ આરંભ તજીને જે મુનિ થયા છે અને જેને સ્વજન પ્રત્યેનો શોક કે મમતા ભાવ ત્યાગી દીઘો છે, છતાં અંતકાળે ફરી મોહમાં પડી શોક કે મમતાભાવ કરે તેથી પરિગ્રહને કે કુટુંબને મેળવી શકતા નથી; અર્થાત્ પાપ ગ્રહણ સિવાય બીજું કંઈ હાથ લાગતું નથી. કા.
પરિગ્રહથી બેય લોકમાં દુઃખ ગણી ગૃહે વાસ ના કરે,
ઉપાર્જિત વિનાશશીલ તે, બાંઘવ બંઘન જાણ વિચરે. ૧૦ અર્થ – ઘન, સ્વજન, સોનું, રૂપું આદિ સર્વ પરિગ્રહ છે. પરિગ્રહ પ્રત્યેની મમતાના કારણે જીવ આ લોક અને પરલોક બન્ને લોકમાં દુઃખી થાય છે એમ જાણી ગૃહવાસમાં સ્થિતિ કરે નહીં. અને ઉપાર્જિત કરેલ ઘન વિનાશના સ્વભાવવાળું છે અને સ્વજનો બઘા કર્મબંધન કરાવનાર છે એમ જાણી મુનિ વિહાર કરે. ||૧૦ના
રાજ-માન, પૂજના મહા કાદવ કરિનો કાળ જાણજો;
ફાંસ ઊંડી કેમ નીકળે? તેવો પરિચય કો ન આણજો. ૧૧ અર્થ :- મુનિ મહાત્મા જાણીને રાજા મહારાજાઓ વંદન કરી માન આપે કે પૂજા કરે તેને મહાકાદવ એટલે કીચડ સમાન જાણજો. નહિં તો તે કરિ એટલે હાથીની જેમ કીચડમાં ફસાવી મરણ નીપજાવશે અર્થાત જન્મ મરણ વઘારી દેશે. માન કષાય એ ઊંડી ફાંસ સમાન છે. તે નીકળવી અતિ દુર્લભ છે. માટે તેવા ગૃહસ્થોનો પરિચય રાખશો નહીં કે વંદન પૂજનથી ગર્વ પામશો નહીં. [૧૧ાા
વૈરાગ્યે એકલા ફરો સ્થાન-શયનાદિ કે સમાધિમાં,
વીર્યવંત ઉપઘાનમાં ભિક્ષુ વચન-અધ્યાત્મ ગુણિમાં. ૧૨ અર્થ - વૈરાગ્ય સહિત એકલા વિહાર કરો. એકાંત સ્થાનમાં આસન કે શયન કરો. અથવા સમાધિ એટલે આત્મસ્વરૂપમાં નિમગ્ન રહો. પોતાના વીર્ય એટલે શક્તિને ઉપથાન આદિ તપમાં વાપરો. ઉપથાન-એ જ્ઞાન સ્વાધ્યાય ધ્યાન થવા વિશેષ પ્રકારનું તપ છે” વળી વચન અધ્યાત્મ એટલે આત્મા સંબંઘી જ બોલો; નહીં તો મન વચન કાયાને આત્મશુદ્ધિ અર્થે ગુપ્તિ એટલે વશમાં રાખો. આ ભિક્ષ એટલે મુનિનો ઘર્મ છે. ૧રા
મુનિ ન ઉઘાડે, ન વાસતો શુન્ય ઘરોનાં કાર, વાપરે;
સાવદ્ય વદે ન પૂછતાં; તૃણ ના પૂંજે કે ન પાથરે. ૧૩ અર્થ - શૂન્ય ઘરમાં રહેલ સાઘુ તે ઘરના દ્વાર ઉઘાડે નહીં કે વાસે પણ નહીં. કોઈ કંઈ ઘર્મ વિષે પૂછતા સાધુ સાવદ્ય એટલે પાપવાનું વચન બોલે નહીં. તે ઘરનો તૃણ એટલે ઘાસ વગેરેનો કચરો પૂંજે એટલે સાફ કરે નહીં કે શયન માટે સૂખા તૃણ વગેરેને પણ પાથરે નહીં. ૧૩.
રવિ આથમ્ય અનાકુલ સમ-વિષમતા સાધુ સંસહે, શિયાળ, ડાંસાદિ જંતુઓ સાપ છતાં નિઃશંકતા લહે. ૧૪
Page #45
--------------------------------------------------------------------------
________________
(૫૪) વૈતાલીય અધ્યયન
૩ ૯
અર્થ - વિહાર કરતાં જ્યાં સૂર્ય આથમી જાય ત્યાં જ મુનિ અનાકુલ એટલે ક્ષોભરહિત બની નિવાસ કરે. તે સ્થાન સમ કે વિષમ અર્થાતુ અનુકૂળ કે પ્રતિકૂળ હોય, પણ મુનિ તે સહન કરે. ત્યાં શિયાળ, ડાંસ, મચ્છર કે સાપ આદિ પ્રાણીઓ હોય છતાં નિઃશંક થઈને ત્યાં જ નિવાસ કરે. ૧૪.
શૂન્યાગારે મહા મુનિ ત્રિવિઘ ઉપસર્ગ માનવાદિના
સહે, રોમ આદિ ન ઈંજે, આ આચારો જિનકલ્પના. ૧૫ અર્થ - શૂન્ય ઘરમાં રહેલ મહામુનિ, મનુષ્ય, દેવ કે તિર્યંચો દ્વારા કરેલ ઉપસર્ગોને સહન કરે. પણ ભયથી તેમનું રૂંવાડુ પણ ઊંચુ થાય નહીં કે ભૂત વ્યંતરના ચાળા જોઈ શરીર ધ્રૂજે નહીં. આ આચારો ઉગ્રવિહારી એવા જિનકલ્પીના જાણવા. ૧પ
આકાંક્ષા જીવવા નથી, પૂજા-ઇચ્છા હોય ના ઉરે;
ટેવાતાં ઉપસર્ગથી મહારૌદ્ર નજીંવા ગણે, ખરે! ૧૬ અર્થ - ભૂતપ્રેતાદિ ઉપસર્ગોથી પીડાતા પણ તે મુનિ જીવવાની ઇચ્છા કરે નહીં. તેમજ તેમના હૃદયમાં પૂજાવાની ઇચ્છા હોય નહીં. પણ મહારૌદ્ર એટલે ભયંકર એવા રાક્ષસોના ઉપસર્ગોથી ટેવાઈ જતાં તેને પણ નજીવા જ ગણે છે. ૧૬મા.
સમ્યક રત્નો ત્રણે ઘરે તારક, ભજે વિવિક્ત આસન,
સામાયિક સંયમી ગણો; તેને ભયનું છે ન દર્શન. ૧૭ અર્થ - જે સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રના ઘારક છે. સ્વપરને તારનાર છે. જે સ્ત્રી, પશુ કે નપુસંકથી રહિત એવા સ્થાનોમાં જ્યાં બેસાય તે આસન કે વસતિનો ઉપયોગ કરનાર છે. એવા મુનિને સમભાવરૂપ સામાયિક ચારિત્રવાળા સંયમી પુરુષો ગણવા યોગ્ય છે. તેના હૃદયમાં કોઈ પ્રકારના પરિષહ કે ઉપસર્ગના ભયનું દર્શન થતું નથી. /૧૭માં
ઉષ્ણોદક તસ ભોગવે, ઘર્મસ્થિત, લાજે અસંયમે,
તેવા યે રાજમાનથી અસમાવિંત થાય ને ભમે. ૧૮ અર્થ - જે ઠંડુ કર્યા વિના ગરમ પાણીને પી જનારા, શ્રત અને ચારિત્ર ઘર્મમાં સ્થિત, જેને અસંયમમાં પ્રવર્તતા લજ્જા આવે; એવા મહાત્માઓ પણ રાજા મહારાજા દ્વારા સન્માનિત થતાં અસમાધિવંત થાય અર્થાત્ સ્વાધ્યાય ધ્યાનથી ચૂકી જાય અને સંસારમાં પાછા ભ્રમણ કરતા થઈ જાય. માટે જગતમાં કહેવાતા એવા મોટાઓનો સંગ મુનિને કરવો યોગ્ય નથી. ૧૮
કલહકાર ભિક્ષુ બોલ કો દારુણ અસહ્ય બોલી જાય જો,
ચિર ચારિત્રે બૂટી લહે; તો ક્રોઘ કરે કેમ પંડિતો? ૧૯ અર્થ - જે ક્લેશ કરનાર મુનિ છે તે જો દારુણ એટલે ભયંકર અસહ્ય વચનો બોલી જાય તો, ઘણા કાળમાં કઠણ તપ કરી ઉપાર્જન કરેલ તેનું પુણ્ય અત્યંત નષ્ટ થઈ જાય છે, તેનું ઘણા કાળનું ચારિત્ર પણ ત્રુટિ જાય છે. માટે પંડિતો એટલે વિવેકી પુરુષો એવા ક્રોઘ કષાયનું સેવન કેમ કરે? ન જ કરે. ૧૯ાા
અણગમો શીતોદક ઘરે, નિદાન ન કરે, કર્મથી ડરે, જમે ના ગૃહસ્થ-વાસણે, તે મુનિ સામાયિક આચરે. ૨૦
Page #46
--------------------------------------------------------------------------
________________
૪ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - જે મુનિ સચિત પાણીથી અણગમો રાખે, જે આચાર પાળી કોઈ પણ પ્રકારની વસ્તુનું નિદાન એટલે ઇચ્છા કરે નહીં, જે કર્મ બંધાય એવા અનુષ્ઠાનથી સદા ડરતા રહે, જે ગૃહસ્થના વાસણમાં જમે નહીં; તેવા મુનિ સામાયિક એટલે સમભાવનું આચરણ કરે છે. ૨૦ા.
આયુ વઘારી શકે ન કો તોય પાપ, નિર્લજ્જ મૂર્ખ જો–
ભરે આયુ પાપથી બધું; એ સમજી મુનિ ગર્વ મૂકતો. ૨૧ અર્થ – કોઈથી પોતાનું આયુષ્ય વધારી શકાતું નથી. તોય પાપી નિર્લજજ એવા મૂખ પોતાના સર્વ જીવનને પાપથી જ ભર્યા કરે છે, તે જાણીને મુનિઓ હું આ સર્વેમાં આત્મકલ્યાણ અર્થે શ્રેષ્ઠ અનુષ્ઠાન કરનારો છું એમ માની ગર્વ કરે નહીં, પણ અહંકારને મૂકતા જ રહે છે. ર૧ાા
સ્વચ્છેદે લોક સૌ ભમે, માયા-મોહે ઘર્મ માનતા,
સન્માર્ગે સંયમી રહે શીતોષ્ણ સમયોગ રાખતા. ૨૨ અર્થ - સંસારી જીવો ઘર્મના નામે માયા કરીને કે મોહ કરીને પોતે ઘર્મ અનુષ્ઠાન કરે છે એમ માને છે. એમ પોતપોતાના સ્વચ્છેદે એટલે મતિ કલ્પનાએ ઘર્મ માની લોકો ચારગતિરૂપ સંસારમાં જ ભમ્યા કરે છે. પણ જે સંયમી પુરુષો છે તે તો નિષ્કપટતાથી સઘર્મ આરાધી શીત કે ઉષ્ણ એટલે ઠંડી કે ગરમીમાં પણ મન વચનકાયાના યોગોને સમ રાખી મોક્ષ પુરુષાર્થમાં લીન રહે છે. પુરા
જુગારી જુગારમાં જીંતે ચોકાથી તો ન એક આદિ લે;
તેમ જ તું ઘર્મ ઘાર આ સર્વજ્ઞ-કથિત હિત માની લે. ૨૩ અર્થ - જેમ ચતુર એવો જુગારી સારા પાસાઓથી રમત રમતો ચોકાના દાવને ગ્રહણ કરે છે. પણ એક બે કે ત્રણ દાવને ગ્રહણ કરતો નથી. પણ ચોકા એટલે ચાર દાવ રમી જીત મેળવે છે. તેમ તું પણ એક ગૃહસ્થ, બીજા કુકાવચનિક (અન્ય દર્શન) અને ત્રીજા પાસસ્થા (ગચ્છ બહાર નીકળી સ્વચ્છેદે વર્તનારા સાધુ) વગેરેના ઘર્મને છોડી ચોથા સર્વજ્ઞ કથિત ઘર્મને જ હિતરૂપ જાણી ગ્રહણ કર. ૨૩
લોકોને માન્ય તારકે સર્વોત્તમ જે ઘર્મ બોથિયો,
તે જ ઘાર, છોડી અન્ય સૌ પૂર્વાપર કથને વિરોઘિયો. ૨૪ અર્થ – લોકોને માન્ય એવા તારક તીર્થંકર પુરુષે જે સર્વોત્તમ આત્મઘર્મ બોધ્યો, તેને જ તું ઘારણ કર અને બીજા પૂર્વાપર એટલે આગળ પાછળ કથનમાં વિરોઘ આવે છે એવા અન્ય મતોને છોડી દે. ૨૪
દુર્જય ઇન્દ્રિય-વિષયો તીર્થપતિ કને સાંભળેલ છે,
જે ઊઠ્યા તે જ જીતવા ખરા અનુયાયી વીરથમ તે. ૨૫ અર્થ :- દુઃખે કરીને જેનો જય થાય એવા ઇન્દ્રિયના વિષયો છે એમ તીર્થપતિ ભગવાન મહાવીર પાસે સાંભળેલ છે. છતાં જે તેને જીતવા માટે ઊઠ્યા છે તે જ ખરા મહાવીર પ્રભુ દ્વારા બોઘેલ વીતરાગ ઘર્મના અનુયાયી છે. ૨પા.
મહર્ષિનાથે કહ્યો મહા ઘર્મ પાળવા સાવઘાન જે
કુમાર્ગ સર્વે તજી, કરે મદદ પરસ્પર મંદ દેખીને. ૨૬ અર્થ - મહાન ઋષિઓના પણ જે નાથ છે એવા મહાવીર ભગવાને જે મહાન આત્મધર્મ કહ્યો છે,
Page #47
--------------------------------------------------------------------------
________________
(૫૪) વૈતાલીય અધ્યયન
૪ ૧
તેને પાળવા જે કુમાર્ગોને તજીને સાવઘાન છે તેવા મુનિ પરસ્પર ઘર્મથી એક બીજાને પડતા દેખીને મદદ કરી ઘર્મમાં સ્થાપિત કરે છે. રજા
ભુક્ત ભોગ ચિંતવે ન તે, નવા ન ઇચ્છે દુર્ગતિપ્રદ,
કર્મ આઠ દૂર દે તજી, પરાથીન ન વર્તે, સમાધિત. ૨૭ અર્થ - પૂર્વે ભોગવેલા શબ્દાદિ વિષય ભોગોનું જે ચિંતવન કરતા નથી તેમજ નવા ન ભોગવેલા વિષયોની જે ઇચ્છા કરતા નથી કેમકે તે દુર્ગતિને આપનાર છે. વળી તે આઠે કમને કરવાનું દૂર મૂકી ઇન્દ્રિયોને આધીન થઈ વર્તતા નથી તે સમાધિત એટલે સમાધિસ્થ મુનિ જાણવા. સારા
ઉત્તમ ઘર્મજ્ઞ તે મુનિ, કૃતક્રિય, મમતા ન ઘારતા,
વિકથા ના સંયમી કરે, પ્રશ્ન પૂછે ને, કહે ભવિષ્ય ના. ૨૮ અર્થ - જે ઘર્મજ્ઞ એટલે રાગદ્વેષના ત્યાગરૂપ ઘર્મને જાણે છે એવા ઉત્તમ મુનિ પોતાના ઘર્મ અનુષ્ઠાનરૂપ ક્રિયામાં લીન રહે છે. જે કોઈ પરપદાર્થમાં મમતા રાખતા નથી. જે દેશકથા, રાજકથા, સ્ત્રીકથા કે ભોજનકથારૂપ વિકથા કરતા નથી એવા સંયમી તે મુનિ કોઈને પ્રશ્ન પૂછે નહીં. બીજો કોઈ પૂછે તો પણ જ્યોતિષની પેઠે ભવિષ્ય ભાખે નહીં પણ પોતાના સંયમમાં જ રત રહે. ૨૮
ક્રોશ, માન, લોભ આદિનો ત્યાગ મહાપુરુષે કહ્યો કરે,
તે સંયમી સાવઘાન છે, સજ્જન-સેવિત પંથ આદરે. ૨૯ અર્થ - જે ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયભાવોનો ત્યાગ મહાપુરુષોએ કહ્યો તે કરે, તે સંયમી મુનિ ચારિત્ર પાળવામાં સાવઘાન છે; જે સજ્જન પુરુષો દ્વારા લેવાયેલા મોક્ષમાર્ગને જ આદરે છે. રા
કષ્ટ આત્માર્થ સાર્થીએ : નિર્મમ નિરીહ હિતલક્ષ જે,
ઘર્માર્થી વીર્ય ફોરવી તપે, વિચરે સમાધિ-અર્થી તે. ૩૦ અર્થ - કષ્ટથી આત્માર્થ સઘાય છે. માટે તે મુનિ નિર્મમ એટલે પર વસ્તુ ઉપર મમતા રહિત છે. નિરિહ એટલે ઇચ્છા રહિત છે. તેમજ જે કાર્યમાં પોતાના આત્માનું હિત છે તે જ કાર્ય લક્ષપૂર્વક કરે છે. એવા ઘર્માર્થી મુનિ તપમાં પોતાનું વીર્ય ફોરવે છે. એમ આત્મસમાધિના ઇચ્છુક મુનિ તપ અને મમતારહિત વિચરે છે. ૩૦ના
વિશ્વ દેખતા મહાવીરે સામાયિકાદિ જે બતાવિયાં,
પૂર્વે સુયાં નથી, ખરે! વા ન યથાર્થ કદી ઉઠાવિયાં. ૩૧ અર્થ :- આખા વિશ્વને જ્ઞાનબળે જોઈને ભગવાન મહાવીરે જે સામાયિક એટલે સમભાવ રાખવા આદિની ક્રિયાઓના સાઘન જ્ઞાન, ધ્યાન, ભક્તિ આદિ બતાવ્યા છે, તેવાં પૂર્વે સાંભળ્યા નથી અથવા ખરેખર તે વચનોને યથાર્થ રીતે એટલે રૂડા પ્રકારે કરી ઉઠાવ્યાં નથી.
“હે આયુષ્યમનો! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સપુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.” (વ.પૃ.૨૬૦) //૩૧||
Page #48
--------------------------------------------------------------------------
________________
૪ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
આ અપૂર્વ ઘર્મ માનીને બહુ ભવ્ય હિત જાણી જાગિયા,
ગુરુએ કહ્યું કરી તર્યા, પાપથી વિરમી, સૌ કહી ગયા. ૩૨ અર્થ :- ઉપરોક્ત પ્રકારે અપૂર્વ ઘર્મનું આરાઘન કરીને ઘણા ભવ્યો તેમાં પોતાનું હિત જાણીને જાગી ગયા. આત્મજ્ઞાની ગુરુએ કહ્યા પ્રમાણે કરીને મોક્ષ પામી ગયા; પાપથી સર્વકાળને માટે વિરામ પામ્યા. એમ મહાપુરુષોનો સર્વસ્થાને આ જ વાત કહેવાનો લક્ષ છે.
સુર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે -ગુરુને આથીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રોમાં એ જ વાત કહેવાનો લક્ષ છે.” (વ.પૃ.૨૬૦) ૩રા
તૃતીય ખંડ સંવૃત્તકર્મી સુભિક્ષુકે, અજ્ઞાનપણે કર્મ સંઘર્યા -
તે સંયમથી ખરી જતાં; પંડિત તર્જી જન્માદિ, જો તર્યા. ૧ અર્થ - સંવૃત્તકર્મ સુભિક્ષુક એટલે જેણે નવીન કર્મોને આવતા રોકી સંવર કર્યો છે એવા સમાધિવંત સુસાધુ, જેણે પૂર્વે અજ્ઞાન અવસ્થામાં કરેલા કર્મો સંઘરેલા છે તે પણ હવે સંયમ પાલનથી ખરી જતાં, તેવા પંડિત એટલે જ્ઞાની પુરુષો જન્મ જરા મરણને તજી મોક્ષ પ્રાપ્ત કરે છે. તેના
વનિતાને જે ન સેવતા મુક્ત સમા વખણાય જીવતાં,
માટે દે મોક્ષદ્રષ્ટિ તું રોગવત્ કામ દેખી વર્તતાં. ૨ અર્થ :- જે પુરુષો સ્ત્રીઓને સેવતા નથી તે જીવતા છતાં મુક્ત પુરુષ સમાન વખણાય છે. માટે હે ભવ્યાત્મા! તું પણ હવે મોક્ષ તરફ દ્રષ્ટિ દે અને કામ ભોગાદિને રોગ સમાન જાણી વર્ત. સારા
મહા મણિ વણિક લાવતા રાજાદિ ઘારે સુખે કરી,
તેમ સૂરિ દે મહાવ્રતો, રાત્રિભુક્તિ તર્જી સાથુ લે ઘરી. ૩ અર્થ - વણિક વ્યાપારીઓ દૂર દેશથી કમાઈને મહામણિ એટલે ઉત્તમ રત્નોને લાવેલા હોય તો તેના ગ્રાહક રાજા મહારાજા થાય. તે તેની કિંમત સુખપૂર્વક આપી શકે. તેમ આચાર્ય શિષ્યને યોગ્ય જાણી તેને પાંચ મહાવ્રત આપે છે અને તે શિષ્ય રાત્રિભોજન તજી વ્રતોને સુખપૂર્વક ગ્રહણ કરે છે. આવા
કામે મૂર્ણિત સાઘુઓ શાતાશોઘક ધૃષ્ટતા ઘરે,
કૃપણ સમા જાણતા નહીં સમાઘિમાર્ગ કહ્યો જિનેશ્વરે. ૪ અર્થ – કામભાવથી મૂચ્છ પામેલા સાઘુઓ જે ક્ષણિક એવી શાતા સુખના શોઘક છે. તેઓ જ આવા કાર્યમાં ધૃષ્ટતા કરે છે. જેમ કૃપણ માણસ દાન દેવાનું જાણતો નથી તેમ જિનેશ્વરે કહેલા ઉત્તમ આત્મ સમાધિમાર્ગને તે જાણતા નથી. જા.
ગાડીત દે ત્રાસ બેલને, ગળિયો, નિર્બળ, આર ઘોંચતા
અંતે અસમર્થ ચાલવે, મરે કાદવે જેમ ખૂંચતા; ૫ અર્થ :- ગાડીત એટલે બળદગાડીને ચલાવનાર માણસ બળદને ચાલવા માટે ત્રાસ આપે પણ
Page #49
--------------------------------------------------------------------------
________________
(૫૪) વૈતાલીય અધ્યયન
૪ ૩
ગળિયો થયેલો નિર્બળ બળદ આર ઘોંચવા છતાં પણ ચાલવામાં અસમર્થ બને છે અને અંતે કાદવમાં ખેંચી મરણ પામે છે. પાા
કામેચ્છામાં કળી જતાં આજકાલ છોડીશ ચિંતવે;
પણ ગળિયા જેમ કામીઓ મરે” ગણી ન ઇચ્છે, ન ભોગવે. ૬ અર્થ :- તેમ કામેચ્છાથી ભોગમાં કળી જતાં તેને હું આજકાલમાં છોડી દઈશ એમ તે વિચારે છે. પણ ગળિયા બળદની જેમ તે આસક્તિને ત્યાગવામાં અશક્ત બની મરી જાય છે પણ છોડી શકતો નથી. એમ જાણીને સાધુપુરષો ભોગને ઇચ્છતા નથી અથવા ભોગવતા નથી. કા.
રખે પછી અસાઘુતા થતી, ગણી, વિષય તર્જી આત્મબોઘ લે
“અસાધુતા દુર્ગતિ કરે, ત્યાં શોકર્થી પોકે રડી મરે.”૭ અર્થ – રખેને પડી જવાય તો સાધુપણું નાશ પામે એમ જાણીને વિષયંકામનાને તજી પોતાના આત્માને બોઘ આપે કે હે જીવ! આવા કૃત્યથી તારું સાધુપણું નષ્ટ થઈ તું દુર્ગતિમાં જઈને પડીશ. ત્યાં નરકમાં શોક કરી કરીને પોકે રડી મરીશ તો પણ તારું કોઈ સાંભળશે નહીં. IIળા
જીંવન અહીંનું ય જો જરી, તરુણ કે વર્ષ સો થયે મરે,
મે'માન સમાન જાણી લે; કામાસક્તિ મૂઢ, કાં કરે? ૮ અર્થ - હે ભવ્ય! તારું અહીંનું જ જીવન પહેલા જરા જોઈ લે. કોઈ તરુણ એટલે યુવાવસ્થામાં જ મરી જાય છે કે કોઈ સો વર્ષનો વૃદ્ધ થઈને મરે છે. તું પણ અહીં મહેમાન જેવો જ છું એમ જાણી હે મૂઢ, કામમાં આસક્તિ કાં કરે છે? પાટા
આરંભે અહીં જે મચ્યા આત્મઘાતી પરઘાત તે અરે!
પાપલોક તે લહે પછી કે કુદેવ કદી થાય આખરે. ૯ અર્થ - જે પ્રાણીઓ મહા મોહના પ્રભાવે અહીં આરંભહિંસામાં મચ્યા રહે છે તે આત્મઘાતી કે પરજીવોના ઘાતી છે. અરેરે! તે જીવો પરભવમાં પાપલોક એટલે નરકાદિ ગતિને પામે છે અથવા કોઈ બાળ તપસ્યાના કારણે દેવગતિ પામે તો પણ અસુર કે કિલ્પિષ જેવા અઘમ દેવ થાય છે. લો
તૂટયું સંઘાય આયુ ના, અવિવેકી ધૃષ્ટ તોય જો, બકે :
અહીં જ સ્ખી થવું ઘટે, દીઠો ન પરભવ, દેખી તો શકે?” ૧૦ અર્થ - આયુષ્ય દોરી તૂટી ગઈ કે પછી સંઘાશે નહીં માટે આત્મહિત કરી લે. ત્યારે અવિવેકી એવો ધૃષ્ટ પુરુષ એમ બકે કે આ ભવે જ ગમે તે રીતે સુખી થવું ઘટે. પરભવ કોણે દીઠા છે? અને કોણ જોઈ શકે છે? એમ કહી પાપ કરવામાં જ પ્રવૃત્ત રહે. (૧૦ગા.
સર્વજ્ઞ-કથિત વાત આ, અંઘ સમા શ્રદ્ધા કરી જુઓ;
વર્તમાન એકલો ગણો તો પિતામહાદિક સૌ ખુઓ. ૧૧ અર્થ :- પુનર્જન્મ છે, પરલોક છે આ સર્વજ્ઞ કથિત વાત છે. માટે હે અજ્ઞાનથી અંઘ સમાન બનેલા પ્રાણી તું જિનેશ્વરે કહેલા આગમ બોઘની શ્રદ્ધા કર. વર્તમાનકાળને એકલો ગણીશ તો પિતામહ એટલે દાદા વગેરે થયા એને કેવી રીતે માનીશ. કેમકે વર્તમાનકાળમાં તો તે હાજર નથી. તેમજ પ્રત્યક્ષને જ
Page #50
--------------------------------------------------------------------------
________________
४४
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પ્રમાણભૂત માનવાથી કોણ કોનો પિતા અને કોણ કોનો પુત્ર એ કેવી રીતે સિદ્ધ થશે? |૧૧|
મોહે મિંચાઈ દ્રષ્ટિ તે જ્ઞાને ખોલી, સત્ય માનજો,
નહીં તો ભમી ય ભ્રાંતિમાં, ફરી ફરી દુઃખો દેખી થાકજો. ૧૨ અર્થ :- મોહથી મિંચાયેલી આ દ્રષ્ટિને સમ્યકજ્ઞાનથી ખોલી આ વાતને સત્ય માનજો. નહીં તો આત્મભ્રાંતિના કારણે સંસારમાં ભમી ફરી ફરી દુઃખો દેખી પછી થાકજો. ૫.પૂ.પ્રભુશ્રીજી કહે છે, પ્રભુ! આ તો થાક્યાનો માર્ગ છે. થાક્યો હોય તો બેસ, નહીં તો જા ચોરાશી લાખ જીવયોનિમાં એક આંટો ફરી મારી આવ. ૧૨ાા.
સ્વકીય પ્રશંસા પૂંજા તજી જ્ઞાનાદિ સહ સંયમી બને,
સ્વાત્મતુલ્ય સર્વ જીવને દેખી રહે સમદ્રષ્ટિ-સેવને. ૧૩ અર્થ - સાધુપુરુષો સ્વકીય એટલે પોતાની પ્રશંસા કે પૂજાને છોડી સમ્યકજ્ઞાનાદિ સાથે સંયમી બને છે તથા પોતાના આત્મા સમાન સર્વ જીવોને જોઈ, સર્વ પ્રત્યે સમાનદ્રષ્ટિ રાખી પ્રવર્તે છે અને એ જ મુનિનો ઘર્મ છે. ૧૩.
ગૃહવાસે જે રહે જનો, ઘર્મ સુણી સમદ્રષ્ટિવંત તે
ર્જીવરક્ષા પાળી અલ્પ, જો, સ્વર્ગ વરે સુંદ્રષ્ટિ સુવ્રતે. ૧૪ અર્થ - દીક્ષા યોગ્ય ભૂમિકાના અભાવે જે જીવો ગૃહસ્થાવાસમાં રહી ઘર્મ સાંભળી શ્રાવક ઘર્મ પાળીને સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિવાળો થાય અને જીવરક્ષાને અલ્પ પણ પાળી હિંસાથી નિવૃત્તે તો તે સમ્યક વૃષ્ટિ જીવ સુવ્રતના બળે સ્વર્ગલોકને પામે છે. ||૧૪મા
જિનેશ તણા દેશના સુણી ઉદ્યમ સંયમ કાજ આદરો,
સર્વત્ર તજી મદાદિ સૌ ભિક્ષાવિશુદ્ધિ ભિક્ષુ, આચરો. ૧૫ અર્થ - જિનેશ્વર ભગવાનની દેશના સાંભળીને સંયમને માટે હમેશાં ઉદ્યમવંત રહો અને સર્વત્ર જ્ઞાનમદ, તપમદ આદિને ત્યાગી વિશુદ્ધ આહાર જળ લઈને મુનિ શુદ્ધ ચારિત્રનું પાલન કરો. ૧પના
ઘર્માર્થી, સર્વ જાણીને તપથી વીર્ય વઘારી વર્તતા,
ત્રિગુપ્ત, સમ્યકત્વયુક્ત તે સ્વપર-મોક્ષાર્થી યત્ન સેવતા. ૧૬ અર્થ – સાચા ઘર્માર્થી સાઘુ, હેય ઉપાદેય તત્ત્વને જાણી તપ દ્વારા પોતાનું આત્મબળ વઘારી વર્તન કરે છે. તેમ જ મન વચન કાયાથી ગુપ્ત રહીને, સમ્યક્દર્શન સહિત પોતાના અને પરના આત્મકલ્યાણ અર્થે સદા પ્રયત્નશીલ રહે છે. [૧૬ના
સ્વજન, પશુ, ઘનાદિ સર્વને શરણ અજ્ઞાની આમ માનતા કે
રક્ષક હું તેમનો અને, - મુજ તે; પણ શરણું ન પામતા. ૧૭ અર્થ – અજ્ઞાની જીવો કુટુંબીઓને, પશુધનને કે ઘન આદિ વૈભવને આવી રીતે શરણરૂપ માને છે કે હું તેમનો રક્ષક છું અને આપત્તિકાળે તેઓ મારી રક્ષા કરશે. પણ અંતકાળે કોઈ કોઈને શરણરૂપ થઈ બચાવી શકતું નથી. ૧ળા
Page #51
--------------------------------------------------------------------------
________________
(૫૪) વૈતાલીય અધ્યયન
૪ ૫
સમજું શરણું ન માનતા, દુઃખે મરણે જીવ એકલો,
આવે ને જાય એકલો, દુઃખમાં પડાવે ન ભાગ કો. ૧૮ અર્થ - સમજુ પુરુષો ઉપરોક્ત સામગ્રીને શરણરૂપ માનતા નથી. પણ દુઃખમાં કે મરણ સમયે જીવ એકલો જ તે વ્યાધિને ભોગવે છે. એકલો જન્મ લે છે અને મરે પણ એકલો જ છે. તેના આ દુઃખમાં ભાગ પડાવનાર કોઈ નથી. ૧૮ાા
જન્મ, જરા, મૃત્યુના ભયે આકુળવ્યાકુળ જો અઘર્મથી
જીવો ચારે ગતિ વિષે વ્યક્તાવ્યક્ત દુઃખી સ્વકર્મથી. ૧૯ અર્થ :- સર્વ સંસારી જીવો અથર્મથી એટલે પોતાના આત્મસ્વભાવને મૂકી પરવસ્તુમાં મોહ મમતા કરવાથી જન્મ, જરા, મરણના ભયે સર્વ આકુળવ્યાકુળ છે. તે જીવો ચારે ગતિમાં વ્યક્ત કે અવ્યક્તપણે પોતાના કરેલા કર્મથી સદા દુઃખી છે. ૧૯ાા
આ જ તક ખરી, વિચાર લે; બોધિ સુલભ નથી, કહેલ છે;
સમ્યક જ્ઞાનાદિ પામીને બોધિદુર્લભતા વિચારજે. ૨૦ અર્થ :- આત્મકલ્યાણ અર્થે આ મળેલ મનુષ્યભવની તક અમૂલ્ય છે, યોગ્ય છે એમ વિચારી લે. કેમકે સમ્યક્દર્શનરૂપ બોધિ પામવી સુલભ નથી એમ ઋષભદેવાદિ સર્વ જિનેશ્વરોએ કહેલ છે. પ્રથમ સપુરુષ દ્વારા કારણરૂપ સમ્યકજ્ઞાનાદિ પામીને સમ્યક્દર્શનરૂપ બોધિની પ્રાપ્તિ કેટલી દુર્લભ છે તેનો વિચાર કરજે. ૧૨ના
પૂર્વે તીર્થંકરો થયા, આગામ્ થશે, સર્વ સુવતી,
તે કાશ્યપ-ઘર્મ પાળતા આ સમ્યક જ્ઞાનાદિ દે કથી - ૨૧ અર્થ :- પૂર્વકાળે અનંત તીર્થંકરો થઈ ગયા અને ભવિષ્યકાળમાં પણ થશે. તે બધા ઉત્તમ સુવ્રતને ઘારણ કરનાર હતા. તે સર્વ કાશ્યપ-ગોત્રી શ્રી મહાવીર સ્વામીના વીતરાગ ઘર્મને જ પાળતા હતા. તેથી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ઘર્મ ત્રણે કાળમાં આ એક જ મોક્ષમાર્ગ છે, બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. તેમનું બોઘેલું સમ્યકજ્ઞાન નીચે પ્રમાણે બોધ આપે છે. રિલા
કે ત્રિવિશે જીવ ના હણો, આત્મહિતે ત્રિગુસિવંત હો,
સ્વર્ગાદિ સુખો ન ઇચ્છતા; ત્રિકાળ સિદ્ધ અનંત એમ જો. ૨૨ અર્થ :- કે તમે મનવચનકાયાથી ત્રિવિશે કોઈપણ પ્રાણીને હણો નહીં; પણ આત્મહિત અર્થે સદા ત્રિગતિવંત જ રહો. અને ઘર્મ આરાધીને સ્વર્ગાદિ સુખોની કદી ઇચ્છા કરો નહીં તો સિદ્ધિ સુખને પામશો. આ પ્રમાણે વર્તવાથી ત્રણે કાળમાં અનંત જીવો સિદ્ધ ગતિને પામ્યા છે. સુરરા
જ્ઞાતપુત્ર અર્હતે કહી સંપૂર્ણ જ્ઞાન-દર્શને લહી,
આ ઉત્તમ સર્વ દેશના સુણી વિશાલામાં અમે રહી. ૨૩ અર્થ – જ્ઞાતકુળમાં હોવાથી જ્ઞાતપુત્ર એવા અર્હત્ એટલે પૂજવાયોગ્ય ભગવાન મહાવીરે સંપૂર્ણ જ્ઞાન-દર્શનવડે જાણીને ઉપરોક્ત દેશના અમને કહી હતી. તે ઉત્તમ સર્વ દેશના અમે વિશાલા નગરીમાં
Page #52
--------------------------------------------------------------------------
________________
४६
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
રહીને ભગવાન પાસે સાંભળી હતી એમ શ્રી સુઘર્માસ્વામી પોતાના શિષ્ય શ્રી જંબુસ્વામી વગેરેને જણાવે છે. રયા
ઉપસંહાર (સારાંશ) શ્રી સુઘર્મા સ્વામી શિષ્યને મહાવર કને સાંભળી કહે,
સૂત્રકૃતાંગે શ્રી જંબુને બહુમાનપણે તે ઉરે લહે. ૨૪ અર્થ - શ્રી સુઘર્માસ્વામીએ પોતાના શિષ્ય શ્રી જંબુસ્વામીને ભગવાન મહાવીર પાસે જે સાંભળ્યું તે કહ્યું. તે સૂત્રકૃતાંગ સૂત્રમાં આપેલ છે. તે બોઘને બહુમાનપણે સાંભળી શ્રી જંબુસ્વામીએ હૃદયમાં ઘારણ કર્યો. પારા
ટીકા શીલાંક સૂરિની, તેથી સમજી મૂળ ગ્રંથને,
યથાશક્તિ સાર આ લખું ગુજરાતીમાં છંદ-બંઘને. ૨૫ અર્થ :- સૂત્રકૃતાંગ સૂત્ર ઉપર શ્રી શીલાંકસૂરિએ ટીકા કરેલ છે. તે દ્વારા મૂળ ગ્રંથને સમજી યથાશક્તિ તેનો સાર આ ગુજરાતી ભાષામાં છંદબદ્ધ કરીને અત્રે લખું છું, એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે. રપા.
શ્રી શીલાંકસૂરિએ લઘાં અવતરણો ટીકા દીપાવવા,
તેમાંથી અલ્પ આ ગ્રહું અધ્યયન બીજું આ વિચારવા. ૨૬ અર્થ - શ્રી શીલાંકસૂરિએ ટીકાને દીપાવવા જે અવતરણો લીઘા તેમાંથી નીચે મુજબ થોડા અવતરણો આ બીજું અધ્યયન “વૈતાલીયને વિચારવા માટે ગ્રહણ કરું છું. ભરવા
પ્રથમ ખંડ હિત પામવા, તજવા અહિત, અનિત્યતા કળે;
બીજે તે માન મૂકવા, શબ્દાદિ અવગણી શકાદિ લે. ૨૭ અર્થ - તેમાંનો પ્રથમ ખંડ અથવા પ્રથમ ઉદ્દેશક તે આત્માને હિતમાં પ્રેરવા અને અહિતની નિવારવા માટે આયુષ્ય આદિની અનિત્યતાનો બોઘ આપનાર છે. બીજો ખંડ અથવા બીજો ઉદ્દેશક તે આઠ પ્રકારના મદ અથવા માન મૂકવા અર્થે તેમજ શબ્દાદિ પાંચ વિષયોની અવગણના કરી શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા આદિ સમકિતની યોગ્યતા પામવા માટે કહ્યો છે. રા.
ત્રીજે અજ્ઞાન-સંચિત કર્મો જ્ઞાને બાળી નાખવાં,
પ્રમાદ ને સુખ છોડવાં, જ્ઞાની વચનો ઉર રાખવાં. ૨૮ અર્થ - ત્રીજા ખંડમાં કે ત્રીજા ઉદ્દેશકમાં ભગવાને જે બોઘ કહ્યો છે તે અજ્ઞાન અવસ્થાએ સંચિત કરેલા કમોને આત્મજ્ઞાન દ્વારા બાળી નાખવા માટે કહ્યો છે. તેમજ પ્રમાદ અને ઇન્દ્રિયસુખોને છોડવા અર્થે, જ્ઞાની પુરુષોના વચનો હૃદયમાં જાગૃત રહે તેના માટે જણાવેલ છે. રા.
શિવસુખ-દાતા મનુષ્યનો ભવ ઘરી, ઘર્મ સત્ય સાંભળ્યો;
તો છોડો સુખ તુચ્છ આ, કામ-કાચ તજીં, મોક્ષ-રત્ન લ્યો; ૨૯ અર્થ :- શિવસુખદાયક એવા આ મનુષ્યભવને ઘારણ કરીને હે ભવ્યો! તમે જો સાચો આત્મધર્મ સાંભળ્યો હોય તો આ સંસારના તુચ્છ ઇન્દ્રિય સુખને છોડો. કામવાસનારૂપ કાચના કટકાને તજી હવે
Page #53
--------------------------------------------------------------------------
________________
(૫૪) વૈતાલીય અધ્યયન
મોક્ષરૂપ અમૂલ્ય રત્નને ગ્રહજ કરો. ।।૨૯।
કોટિ ભવે ના મળેલ તે માનવ ભવ પામ્યું પ્રમાદ શો! ગયું આયુ ના ફરી મળે ઇન્દ્રને ય, મોહે ન ઊંઘશો. ૩૦
અર્થ :– કરોડો ભવમાં પણ ન મળેલ એવો માનવભવ પામ્યા છતાં હવે પ્રમાદ શો કરવો? વીતી ગયેલું આયુષ્ય ઇન્દ્રને પણ પાછું મળતું નથી. માટે હવે તમે મોહનીંદ્રામાં ઊંઘશો નહીં પણ જાગૃત થઈ જાઓ. ।।૩૦।।
સ્નેહમથી બેડી જો જડી માપિતા, પુત્રાદિ નામની;
વિના શૃંખલા ચ કેદમાં પરાધીનતા દેખ કામની. ૩૧
અર્થ :– પ્રેમમયી એવી બેડી માતા, પિતા, પુત્ર, સ્ત્રી આદિના નામની તારા પગમાં જડેલી છે તે
-
તું જો. તે બેડી શૃંખલા એટલે સાંકળ વગરની હોવા છતાં તને કેદમાં નાખી દીધો. એવી આ કામવાસનાની પરાધીનતાને તો જરા દેખ. ।।૩૧।।
સમતાથી દુઃખ ના ખમે ગૃહસુખ સંતોષે તજે ન આ, વેઢે શીતોષ્ણ વાયરો, સહે ક્લેશ તપ કાજ ના જરા. કર
૪ ૭
અર્થ :— આવેલ દુઃખને સમતાથી ખમી શકતો નથી અને ઘરના દુઃખમાં સુખ માની સંતોષ રહે
ઃ—
છે; પણ તેને તજવાની ઇચ્છા કરતો નથી. શીત કે ઉષ્ણ વાયરાની જેમ ઘરના બધા ક્લેશને સહન કરે છે પણ આ જીવ કર્મની નિર્જરાર્થે તપને માટે કાયક્લેશ સહન કરવા તૈયાર નથી. ।।૩૨।।
ઘનના ઘ્યાને રહે સદા નિર્દેન્દુ તત્ત્વ ના વિચારતો;
કર્યાં કાર્ય સૌ સુખી થવા, વળ્યું ન ૐ; ગૃહે વ્યર્થ જીવતો. ૩૩
અર્થ :- હમેશાં ઘન મેળવવાના ધ્યાનમાં રહે છે. પણ માન-અપમાન, સુખ-દુઃખ, રાગ-દ્વેષરૂપ વંતુ રહિત થવાનું તત્ત્વ ભગવાન બોધે છે તેને જીવ વિચારતો નથી. આખી જિંદગીમાં સર્વ કાર્ય સુખી થવા માટે કર્યા પણ તેથી કાંઈ સુખ મળ્યું નહીં; છતાં ઘરમાં વ્યર્થ જીવન વ્યતીત કરે છે. ।।૩૩।।
દોષો યે ગુણ થાય જો, યોગ્ય પદે યોજાય ભાનથીઃ
ભૂખે સૂકું શરીર જો તુચ્છ અન્ન, પટ જીર્ણ કે નથી. ૩૪
-
અર્થ :- દોષો પણ ગુણરૂપ થઈ શકે છે. જો સમજણપૂર્વક તેની યોજના કરવામાં આવે તો, જેમકે સુસાધુનું તપસ્યાવડે કે તુચ્છ રસવગરના આહારવર્ડ સૂકું શરીર છે અને જેના શરીર પર પઢ એટલે કપડાં જિર્ણ છે અથવા કપડાં પણ નથી છતાં તે સુખી છે. ।।૩૪।।
લૂખા કેશો શિરે ઊડે, ભૂમિ-શયન ના પાથરે કશું,
એ આચારો સુસાધુના દીસે ગૃહસ્થ દશા વિષે, પશુ. ૩૫
અર્થ :– જે સુસાધુના લખાકેશ શિર ઉપર ઊડે છે. ભૂમિ ઉપર શયન કરે છે અથવા નીચે કંઈ પાથરતા પણ નથી છતાં સુખી છે. એવા આચારો સુસાધુના દેખાય છે. જ્યારે ગૃહસ્થ દશામાં તે કુટુંબના મોહે પરાધીન બનેલો એવો આ જીવ, પશુ જેવી દશાને ભોગવે છે. ૫૩૫મા
Page #54
--------------------------------------------------------------------------
________________
૪ ૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અગ્નિમાં પેસીને મરે, પણ લીધું વ્રત, ઘર્મી ન તોડતો;
અખંડિત શીલવંતનું ભલું મરણ, જીંવન ભૂંડું ભ્રષ્ટ જો. ૩૬ અર્થ - ઘર્માત્મા જીવો અગ્નિમાં પેસીને પણ મરે પણ લીધેલા વ્રતને કદી તોડે નહીં. અખંડિત એવા શીલવંતનું આવું મરણ પણ ભલું છે, પણ વ્રતથી ભ્રષ્ટ થઈને જીવવું તે ઘણું ભૂંડું છે. ૩૬
કર્મ કરે જીવ એકલો, ફળ એકલો અનુભવે, સહે,
જો જન્મે એકલો મરે, પરલોકે પણ એકલો રહે. ૩૭ અર્થ – જીવ એકલો પોતાના કર્મોને કરે છે. તેના ફળો પણ તે એકલો અનુભવે છે. તે ફળમાં થતાં સુખદુઃખને એકલો સહન કરે છે. જન્મ પણ એકલો અને મરે પણ એકલો છે. પરલોકમાં પણ એકલો જ જઈને રહે છે; તેની સાથે કોઈ આવતું નથી. ૩ળા
શ્રીમદ્ રાજચંદ્રને નમું કૃપાપ્રસાદ અખંડ ચાખવા,
ઉપકારો હું સ્મર્યા કરું મોક્ષ-માર્ગમાં ભાવ રાખવા. ૩૮ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને હું ભક્તિભાવે તેમની કૃપાપ્રસાદીને અખંડ રીતે ચાખવા માટે નમસ્કાર કરું છું. તેમ જ મોક્ષમાર્ગમાં મારા ભાવો સદા જાગૃત રહે તે અર્થે તેમના ઉપકારોને હું સદા સ્મર્યા કરું છું; એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી પોતાની અંતર ભાવનાને પ્રગટ કરે છે, જે આપણા માટે માર્ગદર્શકરૂપ છે. [૩૮]
પ્રજ્ઞાવબોઘના પાઠ ૫૪માં “વૈતાલીય અધ્યયન'માં કર્મોને નષ્ટ કરવાનો ઉપદેશ કર્યો. હવે આ પાઠમાં જગતમાં ઘન કુટુંબાદિ સર્વ સંયોગોનું અનિત્યપણું છે, કોઈ પદાર્થ શાશ્વત નથી, તો તેના નિમિત્તે રાગ દ્વેષ કરી, ફરી નવા કમોં બાંઘી, જીવે શા માટે ચારગતિમાં રઝળવું જોઈએ? તે જગતના પદાર્થોનું કેવી રીતે અનિત્યપણું છે તે સ્પષ્ટ બતાવવા આ પાઠમાં દ્રષ્ટાંતોથી સમજાવવામાં આવે છે :
(૫૫) સંયોગનું અનિત્યપણું
(રાગ–હાં રે મારે ઘર્મ જિગંદબું લાગી પૂરણ પ્રીત જો, જીવલડો લલચાણો જિનજીની ઓળગે રે લોએ રાગ)
હાં રે મારા રાજપ્રભુ તુમ પદમાં કરું પ્રણામ જો, વાસ સદા એ અવિચળ પદમાં આપજો રે લોલ; હાં રે કોઈ ઠેકાણું નથી ઠરવાનું જગમાંય જો,
ક્ષણ ક્ષણ ક્ષણભંગુરતા-દવ આ વ્યાપતો રે લોલ. ૧ અર્થ - મારા પરમકૃપાળુ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું ભક્તિભાવે પ્રણામ કરું છું. આપ જે અવિચળ એટલે સ્થિર આત્મપદમાં નિવાસ કરો છો, તે જ પદમાં મને પણ સદા નિવાસ આપજો. એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે. આ જગતમાં તો આત્મશાંતિ પામવાનું કોઈ ઠેકાણું દેખાતું નથી, કેમકે
Page #55
--------------------------------------------------------------------------
________________
(૫૫) સંયોગનું અનિત્યપણું
૪ ૯
સર્વત્ર ક્ષન્નભંગુરતારૂપી દાવાનળ ક્ષણે ક્ષન્ને સળગી રહ્યો છે, અર્થાત્ જગતની સર્વ વસ્તુઓ ક્ષણિક એટલે નાશવંત જણાય છે. ક્યાંય પણ શાશ્વત સુખ નજરે દેખાતું નથી. ત્રિવિધ તાપથી ચૌદ રાજલોક પ્રજ્વલિત $. |19||
હાં રે જુઓ, તરણાંટોચે ઝાકળ જળ દેખાય જો, રવિ-કિરણમાં રત્ન-રાશિ સમ શોભતું રે લોલ; હાંરે તે તાપ પડ્યે કે પવન વર્ડ ઊઁડી જાય જો, તેવા સૌ સંયોગો અસ્થિરબોધતું રે લોલ. ૨
અર્થ :– જેમકે પ્રભાતમાં ઘાસના ટોચ ઉપર ઝાકળના બિંદુ પડેલા દેખાય છે. તે સૂર્યના કિરણમાં રત્નની રાશિ એટલે રત્નના ઢગલા સમાન શોભા આપે છે. પણ તાપ પડે કે પવન આવ્યે તે ઊડી જાય છે, તેમ જગતના સર્વ સંયોગો સુંદર દેખાતા છતાં અસ્થિર છે, એમ તે આપણને બોધ આપે છે. રા
હાં રે આ સાગરજળ ઉપર પરપોટા-ફીણ જો, વરોડે ચઢીને આવે ઉપદેશવા રે લોલ;
હાં રે તીરે તે અફળાઈ નિષ્ફળ થાય જો, પુણ્ય-મનોહર સુખ આવે તેવાં જવા રે લોલ, ૩
અર્થ :- સમુદ્રના જળ ઉપર પાણી પરપોટા કે ફીણ જેવું બનીને જાણે વર જેમ ઘોડા ઉપર ચઢીને આવતો હોય તેમ દેખાય છે. પણ તે ફીણ સમુદ્રના કિનારે આવતાં અફળાઈને નષ્ટ થઈ જાય છે. તેમ પુણ્યોદયથી ઇન્દ્રિયના મનોહર સુખ પ્રાપ્ત થાય છે પણ અલ્પ સમયમાં તે જતા રહે છે. એમ જગતના સર્વ સંયોગો અનિત્ય છે તેનો તે પરપોટા ઉપદેશ આપે છે. ।।૩।।
હાં રે કોઈ ભિક્ષુક સૂતો એઠું જૂઠું ખાઈ જો, સ્વપ્ર વિષે રાજાનો વૈભવ ભોગવે રે લોલ; હાં રે ત્યાં મેઘગર્જના સુણતાં જાગી જાય જો, તેમ જ સૌ સંપદનો નક્કી વિયોગ છે રે લોલ. ૪
=
અર્થ – કોઈ ભિખારી એઠું જૂઠું ખાઈને સૂતો હતો. તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં જાણે રાજા બની તેનો વૈભવ ભોગવે છે, તેટલામાં વાદળાની ગર્જના થઈ અને તે જાગી ગયો. જુએ છે તો રાજ્ય વૈભવ જેવું ત્યાં કંઈ નથી. તે તો માત્ર સ્વપ્નું હતું, તેમ મળેલી સર્વ સંપત્તિનો પાંચ પચાસ વર્ષમાં વિયોગ નિશ્ચિત છે. પુણ્ય ક્ષીણ થયે કાં તો લક્ષ્મી ચાલી જાય છે કાં પોતે ચાલ્યો જાય છે. ।।૪।
હાં રે ચોમાસામાં નભ, નદી, વન, મેદાન જો, શોભે વિવિધ મનોહર વર્ણ વડે, ખરે! રે લોલ; હાં રે તે ઉનાળાંમાં સૌ ઉજ્જડ-વેરાન જો,
તેમ જગતમાં ઘન, યૌવન, આયુ સરે રે લોલ. ૫
અર્થ :— ચોમાસામાં નભ એટલે આકાશ વાદળાથી, નદી જળથી ભરેલી, વન ઉપવનમાં ઝાડ
--
પાન ખીલેલા હોવાથી અને મેદાનમાં પણ લીલું ઘાસ ઊગવાથી વિવિધ રૂપરંગવડે તે મનોહર જણાય છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
૫ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પણ ઉનાળામાં ઘણી ગરમી પડવાથી નદીનું પાણી સૂકાઈ જાય છે, ઘાસ વગેરે પણ સૂકાઈ જવાથી ઉજ્જડ વેરાન જેવું સર્વ જણાય છે. તેમ જગતમાં ઘનવાન નિર્ધન બની જાય છે, યૌવન નષ્ટ થઈ, વૃદ્ધાવસ્થા આવે છે અને કાળે કરીને આયુષ્ય પણ નાશ પામી મરણ નીપજે છે. એમ જગતના સર્વ સંયોગો અનિત્ય છે તો તેમાં શું મોહ કરવો? પા.
હાં રે કોઈ મદિરાછાકે બકતા ભૂલી ભાન જો, તેમ જ મોહે સ્વરૂપ ભૂલી ઑવ બોલતો રે લોલઃહાં રે મારાં રાજ્ય, કુટુંબ, કીર્તિ, કાયા, ઘન, ઘામ જો.”
સંયોગો છૂટતાં પણ દ્રષ્ટિ ન ખોલતો રે લોલ. ૬ અર્થ- જેમ કોઈ દારૂના નશામાં પોતાનું ભાન ભૂલી ગમે તેમ બકે, તેમ આ જીવ મોહવડે પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી એમ કહે છે કે આ મારું રાજ્ય છે, આ કુટુંબ, કાયા, ઘન, ઘર વગેરે મારા છે, આ મારી કીર્તિ ગવાય છે, પણ આ બધા કર્માધીન મળેલા સંયોગો કાળ આવ્યું છૂટી જાય છે; છતાં અજ્ઞાનથી મૂઢ બનેલો એવો આ જીવ હજી સમ્યકુદ્રષ્ટિને પામતો નથી. કા.
હાં રે જેમ ઇન્દ્રઘનુષ્યમાં સુંદર રંગ જણાય જો, નાશ થતાં ના વાર ઘડીક લાગતી રે લોલ; હાં રે આ ઇંદ્રિયસુખ સૌ વિદ્યુત્ સમ વહી જાય જો,
અંઘારા સમ પાછળ દુર્ગતિ આવતી રે લોલ. ૭ અર્થ - ચોમાસામાં આકાશમાં બનેલ ઇન્દ્રઘનુષ સુંદર રંગબેરંગી જણાય છે. પણ તેને નાશ થતાં ઘડીક વાર પણ લાગતી નથી. તેમ આ ઇન્દ્રિયસુખ તે વિદ્યુત એટલે વીજળીના ઝબકારા જેવું ક્ષણિક સુખ બતાવી શીધ્ર નાશ પામી જાય છે; અને તેના ફળમાં પાછળ અંઘારા સમાન દુર્ગતિના દુઃખો જીવને ભોગવવા પડે છે. શા
હાં રે જે આંખો તલસે જોવા સુંદર રૂપ જો, તે પણ અંઘ બની નહિ કંઈ નીરખી શકે રે લોલ; હાં રે હિત-અહિતનો વિવેક છે સુખરૂપ જો,
કોણ ચુંકે હિત કરવાનું આવી તકે રે લોલ. ૮ અર્થ :- આપણી આંખો સુંદર રૂપ જોવા તલસે પણ પાપનો ઉદય થાય તો અંઘ પણ બની જાય. પછી કાંઈ જોઈ શકે નહીં. આપણા આત્માનું સાચું હિત શામાં છે કે અહિત શામાં છે, તેનો વિવેક કરવો તે સુખરૂપ છે. તે વિવેક કરવાની તક આ મનુષ્યભવમાં મળી છે તો તેને કોણ વિચારવાન ચૂકે? પાટા
હાં રે બહુ પંખી કેરો તરુ પર સાંજે વાસ જો, પ્રાતઃકાળે સૌ નિજ નિજ પંથે પડે રે લોલ; હાં રે તેમ મળે સંયોગો, સગાંસંબંથી ખાસ જો,
સંયોગ-પળો જ વિયોગણી ઘડીઓ ઘડે રે લોલ. ૯ અર્થ :- ઘણા પક્ષીઓ સાંજે એક ઝાડ ઉપર આવી નિવાસ કરે છે. પ્રાતઃકાળે સર્વે પોતપોતાના માર્ગે ચાલ્યા જાય છે. તેમ સગાં સંબંધીઓના સંયોગો ણાનુબંઘે આ ભવમાં આવી મળે છે. સંયોગ થયો
Page #57
--------------------------------------------------------------------------
________________
(૫૫) સંયોગનું અનિત્યપણું
૫ ૧
માટે વિયોગ નિશ્ચિત છે. સંયોગ થયો ત્યારથી જ વિયોગની ઘડીઓ ગણાવાનું નક્કી થઈ જાય છે. સમયે સમયે તે વિયોગ તરફ જ ઘકેલાય છે. ।।૯।।
હાં રે કોઈ નાવ વિષે મળી બેસે લોક અનેક જો, સામે કાંઠે ઊતરી સૌ છૂટાં પડે રે લોલ;
હાં રે તેમ રહે કુટુંબે સગાં મળી એકમેક જો, મરણ પછી સૌ નિજ નિજ ગતિમાં આથડે રે લોલ, ૧૦
અર્થ :– એક નાવમાં ભેગા મળી અનેક લોકો બેસે છે, પણ સામે કાંઠે ઉતરીને સૌ પોતપોતાના કામે ચાલ્યા જાય છે, તેમ કુટુંબમાં બધા સગાંઓ એક સાથે હળીમળીને ભેગા રહે છે પણ મૃત્યુ થયા પછી સર્વ જીવો પોતપોતાના કર્માનુસાર જુદી જુદી ગતિઓમાં જઈ કર્મફળને ભોગવે છે. ।।૧૦।
હાં રે જેમ શરદ ઋતુનાં વાદળ ઝટ વહી જાય જો, તેમ પ્રેમ પત્ની પુત્રાદિકનો ચળે રે લોલ; હાં રે સ્વાર્થ સધાતાં સુર્થી આ દૈહિક પ્રેમ જો, સ્વાર્થ-વિરોધ જણાતાં પળમાં તે ટળે રે લોલ. ૧૧
અર્થ :— આસો માસથી કાર્તિક માસ સુધી શરદઋતુ કહેવાય છે. ત્યારે આકાશમાં વાદળ દેખાવ દઈ ઝટ ચાલ્યા જાય છે. તેમ પત્ની કે પુત્રાદિકનો પ્રેમ ચલાયમાન થાય છે. સ્થિર રહેતો નથી. જ્યાં સુધી એકબીજા પ્રત્યે સ્વાર્થ સધાય છે ત્યાં સુધી આ ઠેઠ સંબંધી પ્રેમ ટકી રહે છે. પણ સ્વાર્થમાં ભંગ પડતાં તે પ્રેમ પળમાં પલટાઈ જાય છે. રાણી સૂરિકાંતાએ પોતાનો સ્વાર્થ ભંગ થતાં પોતાના પતિ પરદેશીરાજાને પણ વિષ દઈ મારી નાખ્યો હતો. ।।૧૧।।
હાં રે સૌ પ્રિય પ્રિયા-પુત્રાદિકના સંયોગ જો, સરિતા-જળ પેઠે નિરંતર વહી રહ્યા રે લોલ; હાં રે છે સૌને માથે મરણ, ઉગામી-ડાંગ જો, એમ વિચારી વીર નરો સંયમે વા રે લોલ. ૧૨
અર્થ – પ્રિય એવા સર્વ સ્ત્રીપુત્રાદિકના સંયોગ નદીના જળની પેઠે હમેશાં વિયોગ તરફ વહી રહ્યા છે. સૌ સંસારી જીવોને માથે મરણરૂપી ડાંગ ઉગામેલી છે એમ વિચારી શૂરવીર પુરુષો તો સંયમને માર્ગે
ચાલતા થયા. ।।૧૨।
હાં રે જેમ કાચો ઘટ ઝટ જળથી ફૂટી જાય જો, તેમ જ કાયા જીવન પૂર્ણ થતાં ફ્રૂટે રે લોલ;
હાં રે આ આયુષ્યદોરી તૂટી ના સંઘાય જો, ભલે મરેલાં માટે જન માથું ફૂટે રે લોલ. ૧૩
અર્થ : – જેમ કાચો ઘડો પાણી ભરવાથી ઝટ ફૂટી જાય છે તેમ આયુષ્ય પૂર્ણ થતા કાયા પણ છૂટી જાય છે. એકવાર આયુષ્યરૂપી દોરી તૂટી ગઈ તો ફરી સંઘાય નહીં. ભલે મરેલા સ્વજન સંબંઘીઓ માટે કોઈ માથું ફૂટે તો પણ તે પાછા આવનાર નથી. ।।૧૩।।
Page #58
--------------------------------------------------------------------------
________________
૫ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
હાં રે જે અભિમાનનું કારણ આજ જણાય જો; દેહ, દેશ, ઘન, કુળ, જમીન, તે છેતરે રે લોલ; હાં રે જેમ દીપક મોહે પતંગ બળી મરી જાય જો,
તેમ મમત્વ ઘરી મૂઆ બહુ, હજી મરે રે લોલ. ૧૪ અર્થ - જે અભિમાનનું કારણ આજે જણાય છે એવા આ દેહ, દેશ, ઘન, કુળ, જમીન આદિ પદાર્થો છે. તે દેહાભિમાન કે ઘનનું અભિમાન કે કુળ અભિમાન વગેરે જીવને છેતરી જઈ દુર્ગતિમાં નાખે છે. તે કેવી રીતે છેતરે છે? તો કે જેમ દીપકના પ્રકાશમાં મોહ પામી પતંગ તેમાં જ બળી જઈ મરણ પામે છે, તેમ દેહ, ઘન આદિમાં મમત્વભાવ ઘરીને અનેક જીવો મરી ગયા અને હજી પણ મમત્વભાવ ઘરીને ઘણા મરી રહ્યા છે તે વિચારવા યોગ્ય છે. II૧૪
હાં રે આ દેહ વડે કર્દી ભોગ બઘા ભોગવાય જો, તેને ક્ષણ કરનારી આવે જો જરા રે લોલ; હાં રે એ મરણનિશાની સંધ્યા સમ સમજાય જો,
હર્ધો ય ન શોઘે શાંતિ-ઘર્મરૂપી ઘરા રે લોલ. ૧૫ અર્થ :- આ શરીર વડે કદી બધા પ્રકારના ભોગ ભોગવાય, તો પણ આ દેહને નિર્બળ કરનારી વૃદ્ધાવસ્થા પાછળ આવી રહી છે. તે વૃદ્ધાવસ્થા મરણની નિશાની સમાન છે. જેમ સંધ્યાકાળ થયે હવે રાત્રિ પડશે એમ જણાય છે, તેમ વૃદ્ધાવસ્થા આવવાથી હવે મરણ નજીક છે એમ સમજાય છે. છતાં આ જીવ આત્મશાંતિ મેળવવા ઘર્મરૂપી ઘરા એટલે પૃથ્વી કે જ્યાં સત્સંગ થાય છે એવા સ્થાનને શોઘતો નથી. પણ ઇન્દ્રિયોના ક્ષણિક ભોગોમાં જ તલ્લીન રહે છે. ૧૫ાા
હાં રે નભ સુર્ય શશી, ગ્રહ અસ્ત થઈ ઊગનાર જો, વસંત ઋતુ આદિક પણ પાછી આવશે રે લોલ; હાં રે આ આયુષ્ય યૌવન, સૌ સંયોગ જનાર જો,
ઘન આયે પણ પાછાં કોઈ ન લાવશે રે લોલ. ૧૬ અર્થ - નભ એટલે આકાશમાં સૂર્ય, ચંદ્ર કે ગ્રહ, નક્ષત્ર, તારા વગરે અસ્ત થઈ પાછા ઉદય પામે છે. વસંતઋતુ, શરદઋતુ વગેરે પણ પાછા આવે છે, પણ ગયેલું આયુષ્ય કે યૌવનનો સંયોગ તો એવી રીતે જનાર છે કે તેને ઘન આપવા છતાં પણ કોઈ પાછા લાવી શકે એમ નથી. ||૧૬ના.
હાં રે તર્જી આત્મહિતને આર્તધ્યાન કરનાર જો, ઇન્દ્રજાલવત્ જગત, ન નિત્ય રહી શકે રે લોલ; હાં રે તો શાને ફ્લેશિત થાય? સર્વ જનાર જો,
પૂરણ પુણ્ય થયે સંયોગ નહીં ટકે રે લોલ. ૧૭ અર્થ - જીવો પોતાના આત્મહિતને છોડી આર્તધ્યાનમાં કાળ ગુમાવે છે. પણ આ જગત તો ઇન્દ્રજાલવતું એટલે મોહમાયામય છે. તે નિત્ય રહી શકે એમ નથી. તો શા માટે તું તારા આત્માને પર વસ્તુ મેળવવા ક્લેશિત કરે છે. કેમકે અંતે તો સર્વ જનાર છે. પુણ્ય પૂરું થયે આ ઘન કુટુંબાદિકના સર્વ સંયોગો ટકી રહેશે નહીં. ૧થા
Page #59
--------------------------------------------------------------------------
________________
(૫૫) સંયોગનું અનિત્યપણું
૫ ૩
હાં રે વળી ચક્રવર્તી સમ પુણ્યવંતનાં સુખ જો, સ્થિર રહ્યાં ના, તો શી વાત બીજા તણી રે લોલ? હાં રે સત્ ઘર્મ બ્લ્યાં તો ખમવું પડશે દુઃખ જો,
લખચોરાશી યોનિ દુઃખદાયી ઘણી રે લોલ. ૧૮ અર્થ :- નરોમાં ઇન્દ્ર સમાન ચક્રવર્તી જેવા પુણ્યશાળીના સુખો પણ સ્થિર રહ્યા નથી, તો બીજા સામાન્ય જીવોની શી વાત કરવી? ઇન્દ્રિયોના સુખોમાં આસક્ત થઈ આત્મઘર્મને જો ભુલી ગયા તો ચારે ગતિમાં દુઃખ ખમવું પડશે. ચોરાશી લાખ જીવયોનિ ઘણી દુઃખદાયી છે, તે વાત સ્થિર ચિત્તે વિચારવા યોગ્ય છે. II૧૮ાા
હાં રે જુઓ લક્ષ્મી કાજે જીવ કરે બહુ પાપ જો, તોપણ પુણ્ય વિના મળતી, ટકતી નથી રે લોલ; હાં રે તે દે દુર્બુદ્ધિ, વઘે પાપ સંતાપ જો,
દાન ભોગ વિના તર્જી, ર્જીવ લે દુર્ગતિ રે લોલ. ૧૯ અર્થ – ઘન મેળવવા માટે જીવો અનેક પ્રકારના આરંભ કરે છે, અઢાર પાપસ્થાનક સેવે છે. પણ પૂણ્ય જો ન હોય તો લક્ષ્મી મળતી નથી અથવા મળેલ હોય તો પણ ટકતી નથી. પાપથી મેળવેલી લક્ષ્મી દુર્બદ્ધિ આપે છે. જેથી પાપ વધે છે અને તે પાપ જીવને સંતાપનું કારણ થાય છે. વિશેષ મેળવવાની તૃષ્ણાના કારણે જીવ તે લક્ષ્મીને દાનમાં કે ભોગમાં વાપર્યા વિના જ તજી દઈને મરણ પામી દુર્ગતિએ જાય છે. “જન્મ મરણ કોના છે જે તૃષ્ણા રાખે છે તેના.” -શ્રીમદ્ રાજચંદ્ર /૧૯ાા
હાં રે તે જનશિક્ષણ કે સન્શાસ્ત્રોને કાજ જો, સન્માર્ગે વાળી જીવોને રક્ષવા રે લોલ; હાં રે જે દુખી-દરિદ્રીને દેવા સુખ-સાજ જો,
યોજે લક્ષ્મી તે લક્ષ્મીપતિ લેખવા રે લોલ. ૨૦ અર્થ :- લક્ષ્મીનો ઉપયોગ લોકોને આત્મા સંબંધી સાચું શિક્ષણ આપવામાં કે જ્ઞાની પુરુષો દ્વારા રચિત સન્શાસ્ત્રો છપાવવામાં કરવો જોઈએ. જેથી તે જીવો સમ્યકજ્ઞાન દ્વારા ઉત્તમ મોક્ષમાર્ગને પામી સંસારના જન્મજરામરણાદિ દુઃખોથી સર્વકાળને માટે બચે. તેમજ દુઃખી અને દરિદ્રી એટલે ગરીબને સુખશાંતિ આપવા જેઓ પોતાની લક્ષ્મીને યોજે તે ખરેખરા લક્ષ્મીપતિ ઘનવાન શેઠ જાણવા. ૨૦ના
હાં રે તુજ હાથ વિષે ઘન છે ત્યાં લગી લે લહાવ જો, તજી અચાનક મરવું પડશે એકલા રે લોલ; હાં રે સત્ દાન નિમિત્તે સુંઘરશે નિજ ભાવ જો,
લોભ છૂટ્યા વિણ મળે ન નિજસુખની કલા રે લોલ. ૨૧ અર્થ - પુણ્ય ઉદયે જ્યાં સુધી તારા હાથમાં ઘન છે ત્યાં સુધી તું આ દાનઘર્મનો લ્હાવો લઈ લે. નહીં તો અચાનક મરણ આવ્યું એકલા જ મરવું પડશે. અને લક્ષ્મી બધી અહીં જ પડી રહેશે. લક્ષ્મીને સમ્યપ્રકારે દાનમાં વાપરવાથી તારા ભાવ પણ સુધરશે. નહીં તો અંતરંગ શત્રુ એવો આ લોભ કષાય છૂટ્યા વિના આત્મસુખ પ્રાપ્તિની કલા પણ હાથ લાગે તેમ નથી. ૨૧ાા
Page #60
--------------------------------------------------------------------------
________________
૫ ૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
હાં રે ઑવ લોભી ન કરવા યોગ્ય કરે નચ કામ જો, લડાઈમાં પણ લોભે જઈ જાતે મરે રે લોલ; હાં રે સૌ સુખી થવા લ્યો સત્ય શરણ “સંતોષ” જો,
ન્યાયમાર્ગનું ઘન પણ પડી રહે આખરે રે લોલ. ૨૨ અર્થ - લોભી જીવ ન કરવા યોગ્ય એવા નીચ કામ પણ કરે છે. લડાઈમાં રાજ્યના લોભે કે કીર્તિના લોભે કે ઘનના લોભે સ્વયં જઈને મરે છે. માટે સર્વ જીવો સુખી થવા અર્થે “સંતોષ” રૂપી ઘનનું સત્ય શરણ અંગીકાર કરો. કેમકે ન્યાયમાર્ગથી ઉપાર્જન કરેલું ઘન પણ મરણ થયે આખરે અહીં જ પડ્યું રહેવાનું છે; તે કોઈની સાથે આવવાનું નથી. રિરા
હાં રે સમજી સન્દુરુષો તજતા ઘન, બાળ જો, કરી વ્યવસ્થા સ્વજન-પર-ઉપકારની રે લોલ; હાં રે કોઈ ઝેર ગણી તજતાં ના લે સંભાળ જો,
કોઈ ઉપાથિ ન હોરે લવ વ્યવહારની રે લોલ. ૨૩ અર્થ:- ઉપરોક્ત પ્રકારે ઘન કે બાળ કુટુંબાદિ સંયોગનું અનિત્યપણું જાણીને સત્પરુષો તેને તજે છે. તે ઘનને સ્વજન કુટુંબાદિ અને પરના ઉપકારને અર્થે વ્યવસ્થા કરીને તજે છે. જ્યારે કોઈ તો ઘન વૈભવને ઝેર જેવા ગણી, આ ઝેર હું બીજા કોને આપું એમ માનીને તેની સંભાળ એટલે વ્યવસ્થા કર્યા વિના જ તજી દે છે. વળી કોઈ ઉત્તમ પુરુષ, પ્રથમથી ઘર માંડીને આ ઘનની કે વ્યવહારની લેશમાત્ર ઉપાધિ વહોરતા નથી, અર્થાત તેઓ સંસારમાં જ પડતા નથી. ૨૩ના
હાં રે એ ત્યાગ તણી તરતમતા સમજે કોણ જો? મન વૈરાગ્યે નીતરતું જેનું રહે રે લોલ; હાં રે સૌ સંયોગોનું અનિત્યપણું પ્રમાણ, જો,
થાય પ્રબળ, જો આત્મતત્ત્વ ઉરે લહે રે લોલ. ૨૪ અર્થ :- ઉપર પ્રમાણે પરિગ્રહના ત્યાગની અંતરંગ તરતમતા એટલે ઓછા વત્તાનો ભાવ, તેને કોણ સમજી શકે? જેનું મન વૈરાગ્યભાવથી સદૈવ નીતરતું રહે તે ભવ્યાત્મા સપુરુષોની આવી અંતરંગ વૃત્તિને સમજી શકે છે. આ પાઠમાં જણાવ્યા પ્રમાણે ઘનકુટુંબાદિ સર્વ પદાર્થોના સંયોગનું અનિત્યપણું પ્રમાણભૂત છે. પણ તે અનિત્યપણાનો ભાવ ક્યારે પ્રબળ થાય? તો કે જ્યારે સત્પરુષના બોઘે હૃદયમાં એવો ભાવ દ્રઢ થાય કે હું તો આત્મા છું. એ સિવાય જગતની કોઈ પણ વસ્તુ મારી નથી. જગતના સર્વ સંયોગિક પદાર્થો અનિત્ય છે, જ્યારે હું તો અસંયોગિક એવો શાશ્વત પદાર્થ આત્મા છું. એમ વસ્તુ સ્વરૂપનું યથાર્થજ્ઞાન થાય તો તે જીવ સમ્યક્દર્શનને પામે છે. ૨૪
આ સંસારના સર્વ સંયોગ અનિત્ય છે, અશરણ છે. જ્યારે આત્માનો સ્વાભાવિક ગુણધર્મ સમતા, તે નિત્ય છે અને શરણરૂપ છે. એમ જાણી મહાત્મા પુરુષોએ અનંત સમતાને આદરી પોતાના આત્માનું કલ્યાણ સાધ્યું. એવી આત્માના ઘરરૂપ સમતાનો અત્રે વિસ્તાર કરવામાં આવે છે –
Page #61
--------------------------------------------------------------------------
________________
(૫૬) મહાત્માઓની અનંત સમતા
(૫૬)
મહાત્માઓની અનંત સમતા
(રાગ—ધન્ય તે મુનિવરા ૨ે જે ચાલે સમભાવે)
*
સ્વરૂપ-સ્થિત, સમતાપતિ રે સર્વ અવસ્થામાં ય રાજચંદ્ર, પદ તે નમું રે, સ્થિર મન થાઓ ત્યાં ય. સમતા-સ્વાર્મી તે રે જે રમતા સમભાવે.
૫૫
અર્થ ઃ— જે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત રહી ઉદયાથીન વર્તન કરે છે. જે સુખ દુઃખ, માન અપમાન, હર્ષ શોક આદિ સર્વ અવસ્થાઓમાં સમભાવને ઘારણ કરવાથી સમતાના પતિ છે એવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું નમસ્કાર કરું છું. મારું મન પણ ભક્તિવડે તેમના ગુણોમાં જ રમ્યા કરો જેથી હું પણ સમતા સુખનો આસ્વાદ પામું,
પરમકૃપાળુદેવને સમતા એટલે ૫૨૫દાર્થમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિનો અભાવ હોવાથી તે સમતાના સ્વામી છે. સમભાવ એ આત્માનું ઘર છે, સ્વભાવ છે. તેથી વિભાવ ભાવોની વિષમતાને મૂકી જે સદૈવ સમભાવના સુખમાં ૨મણતા કરે છે એવા પરમકૃપાળુદેવ અમારા સ્વામી છે. ।।૧।।
ત્રણે લોકને બાળતો રે મોહ-અગ્નિ વિકરાળ;
અંતર્મુખ સૃષ્ટિ કરી રે બુઝાવે તત્કાળ, સમતા
=
અર્થ :– રાગદ્વેષ અજ્ઞાનરૂપ વિકરાળ મોહાનિ ત્રણે લોકના જીવોને અનાદિકાળથી બાળી રહ્યો છે. તે મોહરૂપ અગ્નિને આ સમતામાં રમનારા મહાત્માઓ પોતાની દૃષ્ટિને અંતર આત્માભિમુખ કરી શીઘ્ર બુઝાવી દે છે અને સમતા સુખમાં સદૈવ મગ્ન રહે છે. ।।૨।
ઇન્દ્રિયો વિષયો પ રે, ખેંચે અવિરત-પંથ:
સંયમરૂપ લગામથી રે, વારે તે નિભ્રંથ. સમતા
અને
અર્થ :— પાંચે ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને ઇચ્છે છે. આંખ રૂપને, કાન સંગીતને, નાક સુગંધને મુખ સ્વાદને તથા શરીર કોમળ સ્પર્શને ઇચ્છે છે. તે ઇન્દ્રિયો જીવને અસંયમના માર્ગમાં ખેંચી જાય છે. જ્યારે સંયમરૂપ લગામથી આ ઇન્દ્રિયોરૂપી ઘોડાઓને જે વશ કરે તે જ સાચા નિગ્રંથ છે. ગા રાગાદિ કાંટાભર્યું રે દુર્ગમ ભવવન દેખ;
સમતા-બૂટ બચાવતા રે કોઈ નડે નહિ રેખ, સમતા
અર્થ :- - દુઃખે કરીને પાર ઊતરી શકાય એવું દુર્ગમ આ સંસારરૂપી વન છે. તે રાગદ્વેષાદિરૂપ કાંટાઓથી ભરપૂર છે. ત્યાં સમતારૂપી બૂટ પહેરી લે તો કોઈ પ્રકારના વિઘ્ન વગર આ સંસારરૂપી જંગલને તે સુખે પાર કરી શકે. ।।૪।।
જીવ-અજીવ પદાર્થ જે રે, ઇષ્ટ-અનિષ્ટ ભળાય;
તેમાં ના મૂંઝાય તે રે, સમતાવંત કળાય. સમતા
અર્થ :– સંસારમાં રહેલા ચેતન અચેતન પદાર્થોને જોઈ જીવને ઇષ્ટ-અનિષ્ટ એટલે ગમવા
Page #62
--------------------------------------------------------------------------
________________
૫ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અણગમવાપણું થાય છે. તેમાં રાગદ્વેષ કરી જે મુંઝાતા નથી તે સમતાના ઘારક પુરુષ કહેવાય છે. પાા
કામ-ભોગ ઇચ્છે નહીં રે, તન-મમતા ન લગાર;
સમતામાં મેરું સમા રે, જ્ઞાન પૂર્ણ વરનાર. સમતા અર્થ :- જે કામ-ભોગને અંતરથી ઇચ્છતા નથી. શરીરમાં પણ જેને લગાર માત્ર મમતા નથી. જે સમતા રાખવામાં મેરુ પર્વત સમાન અડોલ છે તેવા મહાત્માઓ પૂર્ણ એવા કેવળજ્ઞાનને વરે છે. કા
સ્વયંવરા મુક્તિ ઊભી રે, ભવ-સંકટ ચોફેર,
વર છેદે ભવ-જાળને રે, ઘારી સમ-સમશેર. સમતા અર્થ :- કેવળજ્ઞાનીઓને સ્વયં વરવા માટે મુક્તિરૂપી સ્ત્રી તૈયાર ઊભી છે. જ્યારે સંસારમાં તો ચારે તરફ મોહરૂપી પાશથી બંધાઈને જીવો સંકટ ભોગવે છે. છતાં વીર પુરુષો સમતારૂપી સમશેર એટલે તલવાર ઘારણ કરીને આ સંસારરૂપી જાળને છેદી ભાવસંકટથી બહાર નીકળી જાય છે. શા.
રાગાદિ અતિ તિમિર સમ રે, નિજસ્ટ્રંપ ત્યાં ન જણાય;
સમતા-સૂરજ ઊગતાં રે પરમાત્મા દેખાય. સમતા અર્થ - સંસારમાં રાગદ્વેષાદિ ભાવો અત્યંત અંઘકાર સમાન છે. ત્યાં પોતાના આત્મસ્વરૂપનું ભાન થવું દુર્લભ છે. પણ સમતારૂપી સૂર્યનો ઉદય થાય અર્થાત્ સુખ દુઃખ આવે તેને સમભાવે સહન કરવાનો અભ્યાસ પાડે તો શુદ્ધાત્મારૂપી પરમાત્માના દર્શન થાય. દા.
આલંબી સમતા-સીમા રે, સ્વ-નિશ્ચય લહી ઉર,
જીવ-કર્મ-સંયોગને રે, જ્ઞાની કરશે દૂર. સમતા અર્થ - જ્ઞાની પુરુષો સમતાની પરાકાષ્ટાનું આલંબન લઈ તેમજ હું આત્મા છું એવો દ્રઢ નિશ્ચય હૃદયમાં ઘારણ કરી અનાદિકાળના જીવ અને કર્મના સંયોગને સર્વથા ભિન્ન કરશે. પાલાા
જ્ઞાનનેત્રી, પવિત્ર છે રે, સમતા-જળથી સંત,
અનંત જ્ઞાનાદિ રમા રે, સખી સહજ ભેદંત. સમતા અર્થ :- જ્ઞાન છે નેત્ર જેના એવા જ્ઞાનનેત્રી જ્ઞાની પુરુષો સમતારૂપી જળમાં સ્નાન કરીને પવિત્ર થયેલા છે. તેવા મહાત્માઓને અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ રમા એટલે મોક્ષ લક્ષ્મીરૂપ સખીઓની સહજમાં ભેટ થશે. ||૧૦ના
આત્મભાવના ભાવતાં રે સમતાથી ભરપૂર,
સર્વ પદાર્થ નિહાળતાં રે, રાગાદિ રહે દૂર. સમતા અર્થ - જે હમેશાં આત્મભાવનાને ભાવે છે અને સમતાથી ભરપૂર હોવાના કારણે જગતના સર્વ પદાર્થને નિહાળતાં છતાં પણ રાગદ્વેષાદિ ભાવોથી દૂર રહે છે. /૧૧|
મોહ-સિંહથી ભયંકર રે, રાગાદિ-વન દેખ,
સમતા-દવ-જ્વાળા વડે રે, મુનિવર બાળે, પેખ. સમતા. અર્થ - મોહરૂપી સિંહથી ભયંકર એવું રાગદ્વેષાદિરૂપ વનને જોઈ, સમતારૂપી દાવાનળની જ્વાળાઓ વડે તેને બાળીને મુનિવર ભસ્મ કરી દે છે એમ તું જાણ. //૧૨ના
Page #63
--------------------------------------------------------------------------
________________
(૫૬) મહાત્માઓની અનંત સમતા
૫ ૭
મોહ-પંક પરિહર્યો રે, તૂટે રાગાદિ પાશ,
વિશ્વવંદ્ય સમતા-સતી રે, કરે ઉરે ગૃહવાસ. સમતા અર્થ - મોહમાયારૂપી કીચડનો ત્યાગ કરવાથી રાગદ્વેષાદિરૂપ જાળને તોડી શકાય છે. તેવા સપુરુષના હૃદયમાં વિશ્વને વંદન કરવા લાયક એવી સમતારૂપી સતી આવીને નિવાસ કરે છે. ૧૩
સામ્ય ભાવના જાગતાં રે, નાશ આશનો થાય,
અવિદ્યા ક્ષીણ તે ક્ષણે રે, ચિત્ત-સર્પ મરી જાય. સમતા અર્થ :- હૃદયમાં સમતાભાવ જાગૃત થવાથી આશારૂપી પિશાચીનો નાશ થાય છે. તે જ ક્ષણે અવિદ્યા એટલે અજ્ઞાન દૂર થાય છે અને ચિત્તરૂપી સર્પ પણ મરી જાય છે અર્થાતુ સંકલ્પ વિકલ્પ શાંત થઈ જઈ ઇચ્છાઓ શમી જાય છે. ૧૪
ટાળે કર્મ નિમેષમાં રે, સમભાવે મુનિ જેહ,
કોટી ભવનાં તપો વડે રે, અન્ય ન ટાળે એહ. સમતા અર્થ :- સમભાવમાં સ્થિત મુનિવર એક નિમેષ એટલે આંખના પલકારામાં જેટલા કર્મ ટાળે છે, તેટલા કરોડો ભવના તપવડે પણ અજ્ઞાની ટાળી શકતા નથી. ||૧૫ના
કહે વિશ્વવેત્તા ખરું રે : સમતા-ધ્યાન મહાન,
તેને પ્રગટ કરાવવા રે, કહ્યાં શાસ્ત્ર સૌ, માન. સમતા અર્થ :- સકળ વિશ્વને જાણનાર એવા ભગવાન તીર્થકરો ખરી વાત કહે છે કે સમતારૂપી ધ્યાન એ મહાન ધ્યાન છે. તે સમતારૂપી ધ્યાનને પ્રગટ કરાવવા માટે સર્વ શાસ્ત્રોની રચના જ્ઞાની પુરુષોએ કરી છે એમ હું માન. /૧૬ના
જે જ્ઞાની સમતા ઘરે રે, સર્વ વસ્તુમાં નિત્ય,
કેવલી સમ સુખ તે લહે રે, માનું મુનિ ખચીત. સમતા અર્થ - જે જ્ઞાની પુરુષ જગતની સર્વવસ્તુમાં એટલે તૃણ કે મણિ, મુક્તિ કે સંસાર, માન કે અપમાન વગેરે સર્વમાં હમેશાં સમતાભાવને ઘારણ કરીને રહે છે તે કેવળી સમાન સુખને પામે છે. તેને ખચીત એટલે અવશ્ય મુનિ માનું છું. //વશી
આત્મશુદ્ધિ કરવા ચહે રે, સમ્યક સ્વાભાવિક,
મહાભાગ્ય તે ઘારશે રે સમતામાં મન ઠીક. સમતા અર્થ : જે ભવ્યાત્મા પોતાના આત્મસ્વભાવની શુદ્ધિ કરવા ઇચ્છે તે મહાભાગ્યશાળી પોતાના મનને સમતામાં રાખવાનો ખરો અભ્યાસ કરશે. II૧૮.
રાગાદિક દોષો તજી રે, સર્વ દેહથી દૂર,
આત્માને આત્મા વડે રે જાણ્ય, સાચ્ચે શૂર. સમતા અર્થ :- રાગાદિક દોષો છોડી અને સર્વ દેહભાવને મૂકી દઈ આત્માને આત્માવડે જાણવાથી સમભાવ પ્રગટે છે અને તેથી આત્મા શૂરવીર બને છે. I/૧૯ાા
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સૌ પર-દ્રવ્યોથી જુદો રે, પર પર્યાયથી ભિન્ન,
આત્માનો નિશ્ચય થયે રે, સમતાનો જો જન્મ. સમતા અર્થ - પોતાનો આત્મા ચેતન કે અચેતન સર્વ પરદ્રવ્યોથી જુદો છે. તેમજ પર પદાર્થોના સર્વ પર્યાયો એટલે અવસ્થાઓથી પણ આત્મા ભિન્ન છે. એવો નિશ્ચય થયે હૃદયમાં સમતાભાવનો જન્મ થાય છે.
“સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય;
પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંઘાણ સદાય.” -શ્રીમદ્ રાજચંદ્ર (૨૦ાા અવિચળ સુખ તેને મળે રે, અવ્યય પદ લે તે જ,
બંઘમુક્ત પણ તે બને રે, સમ જે યોગી રહે જ. સમતા અર્થ - આત્માનું અવિચળ એટલે અખંડ સુખ તેને મળે છે, તેજ અવ્યય એટલે શાશ્વત એવા મોક્ષપદને પામે છે. તે જ સર્વથા કર્મબંઘથી મૂકાય છે કે જે યોગી સમભાવમાં સ્થિર રહે છે. Im૨૧ાા
ન ચરાચર જગમાં કશું રે ઉપાદેય કે હેય,
તેવા મુનિ તર્જી શુભાશુભ રે શુદ્ધ શિવ-પદ લેય. સમતા અર્થ :- આ ચરાચર એટલે ચેતન અને જડમય જગતમાં કશુંયે ગ્રહણ કરવા યોગ્ય નથી. અને ત્યાગવા યોગ્ય નથી; કેમકે પોતાનો તો એક આત્મા છે. એ સિવાય કશું પોતાનું નથી એમ વિચારી મુનિ, પર પદાર્થોના નિમિત્તે થતા શુભાશુભ ભાવનો ત્યાગ કરી આત્માનાં શુદ્ધ સમભાવરૂપ મોક્ષપદને પામે છે. //રરાાં
કમઠ-જીવ દશ ભવ સુઘી રે, દે પીડા મરણાંત,
તોપણ પાર્થપ્રભુ ઘરે રે સમતા, અહો! અનંત. સમતા અર્થ – હવે અનેક સમતાવારી મહાપુરુષો પૂર્વે થયા છે તેના થોડાક દ્રષ્ટાંતો અત્રે જણાવે છે :
કમઠનો જીવ દસ ભવ સુધી ભગવાન પાર્શ્વનાથના જીવને મરણાંત દુઃખ આપે છે. તો પણ પાર્થપ્રભુ અહો! સમતાને જ ઘારણ કરીને રહે છે. ૨૩,
સ્નેહ-પાશ બહુ ભવ તણો રે, તોડ રામ ભગવંત,
અનુક્રૂળ પરિષહ જો, સહે રે સમતા ઘરી અનંત. સમતા અર્થ :- ઘણા ભવનું સ્નેહ બંઘન શ્રી રામે વૈરાગ્યભાવ થરી દીક્ષા લઈ તોડી નાખ્યું. શ્રીરામ ધ્યાનમાં ઊભા હતા ત્યારે સીતા જે દેવલોકમાં સીતેન્દ્ર થયેલ છે, તેણે આવી અનેક અનુકૂળ ઉપસર્ગો વડે શ્રીરામને ચલાયમાન કરવા પ્રયત્નો કર્યા છતાં શ્રીરામે સમતા ઘારણ કરી તે સહન કર્યા પણ ચલાયમાન થયા નહીં. ર૪.
પ્રતિક્રૂળ પરિષહ જોખમે રે, મુનિવર ગજસુકુમાર,
શિર પર અંગારા બળે રે, સમતા ઘરે અપાર. સમતા. અર્થ - પ્રતિકૂળ મરણાંત પરિષહને પણ મુનિવર ગજસુકુમારે સહન કર્યા. તેમના માથા ઉપર અંગારા ભર્યા છતાં અનંત સમતાને ઘારી તેમણે તે સહન કર્યો. રપાા
પિલાયા મુનિ પાંચસેં રે યંત્રે શેરડી જેમ, હાડ ચૅરેચૂરા થતા રે ગેંકે ન સમતા-ક્ષેમ. સમતા
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રી ધાણવીય જાધવાનને
2 :- શ્રી મહાવીર ભગવાનના કાનમાં ખીલા ઠીકતા ખર્તાઓ બિહાત્માઓની અનંત સમતા
e:
(E)
છે
(E
પચિસી બુનિઓની શાણીમાં પીલતી કુટું પાલક મંત્રી
એ પાછવોની થરમારથી લખીની કથિીણા
પહેરાવાતી gયોબિનની ભાણીજ
Page #66
--------------------------------------------------------------------------
________________
(૫૬) મહાત્માઓની અનંત સમતા
૫ ૯
અર્થ :- સ્કંદક મુનિના પાંચસો શિષ્યોને શેરડીની જેમ પાલક મંત્રીએ ઘાણીમાં પીલી નાખ્યા. હાડકાના ચૂરેચૂરા થઈ ગયા. સર્વોપરી એવા મરણાંત સંકટને સહન કર્યા પણ ક્ષેમ એટલે સુખશાંતિને આપનારી એવી સમતાનો ત્યાગ કર્યો નહીં. જેના ફળમાં સર્વે મોક્ષપદને પામ્યા. પારકા
પાંડવ પણ પરિષહ સહે રે, સમતા ઘરી અનંત,
તસ બૅષણ જે લોહનાં રે સગો ય દહંત. સમતા અર્થ - પાંચ પાંડવોએ પણ અનંત સમતા ઘારણ કરીને બળવાન પરિષહ અંતે સહન કર્યો. દૂર્યોધનના ભાણેજે આવી લોખંડના આભૂષણો અગ્નિમાં તપાવીને લાલચોળ કરી બઘાને સર્વ અંગોમાં પહેરાવી દીધા. સર્વ અંગો બળવા લાગ્યા છતાં સમતા ઘારણ કરીને પોતાનું કલ્યાણ સાધ્યું. રા.
મહાવીર તીર્થકરે રે ઘરી ઘૂરજ ને ખંત,
સહ્યા અસહ્ય પરીષહો રે, જાણે સઘળા સંત. સમતા. અર્થ - તીર્થકર એવા મહાવીર ભગવાને અખૂટ ધીરજ અને ખંત એટલે ઉત્સાહ ઘારણ કરીને અસહ્ય પરિષહોને સહન કર્યા. જેને સર્વ સંતપુરુષો જાણે છે. ૨૮
સંગમ નિત્યે પીડતો રે રૂપ ઘરી વિકરાળ,
વજ-સૂચિ સમ કીડીઓ રે તન વધે બહુ કાળ. સમતા. અર્થ - સંગમ દેવતાએ ભગવાન મહાવીરને, નિત્ય વિકરાળરૂપ ધારણ કરીને ઘણી પીડા આપી. વજ જેવી સૂચિ એટલે સોય સમાન કીડીઓનું રૂપ ધારણ કરી ભગવાનના શરીરને ઘણા કાળ સુઘી વીંધ્યું છતાં ભગવાન સમભાવમાં જ સ્થિત રહ્યા. મારા
ખીલા ઠોક્યા કાનમાં રે, વળી ઉપસર્ગ અનાર્ય,
અનંત સમતા ઘરી કર્યા રે, કેવાં અપૂર્વ કાર્ય!સમતા અર્થ - ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોક્યા. અનાર્ય લોકોએ ભગવાન પાછળ શિકારી કૂતરાઓ છોડી ઉપસર્ગ કર્યા. છતાં અનંત સમતાભાવ ઘારણ કરીને ભગવાને કેવા અપૂર્વ કાર્ય કર્યા અર્થાત્ કેવળજ્ઞાન પ્રગટાવ્યું. ૩૦.
ચક્રવર્તી-સુખ જો તજે રે, સનત્કુમાર મહંત,
લબ્ધિ છતાં રોગો મહા રે સહે મહા રૃપવંત. સમતા અર્થ :- સનતકુમાર ચક્રવર્તી હોવા છતાં પોતાના સર્વ વૈભવને ત્યાગી મહાત્મા બન્યા. અનેક લબ્ધિઓ પાસે હોવા છતાં તે મહારૂપવંતે મહાન રોગોની પીડા સહન કરી. ૩૧ાા
દેવ દવા કરવા ચહે રે ત્યાં બોલ્યા મુનિભૂપ
કર્મ-રોગ ટાળી શકો રે?” દેવ રહ્યા ત્યાં ચૂપ. સમતા અર્થ - દેવે વૈદ્યનું રૂપ લઈ સનકુમાર ચક્રવર્તી જે મુનિ બન્યા છે તેમને કહ્યું કે આ તમારા રોગની દવા કરી દઉં. ત્યારે સનતકુમાર મુનિ કહે–આ મારો કર્મરોગ ટાળી શકો છો? ત્યારે દેવ પણ ચૂપ થઈ ગયા. ||૩રા
Page #67
--------------------------------------------------------------------------
________________
૬ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
વર્ષ સાતસો સુથી સહે રે સોળે રોગ મહાન,
અનંત સમતા ઘારીને રે; કોણ મુમુક્ષ સમાન? સમતા અર્થ - અનંત સમતાને ઘારણ કરી સનતકુમાર મુનિએ સાતસો વર્ષ સુધી સોળ મહાન રોગોને સહન કર્યા. અહો! જગતમાં મુમુક્ષ સમાન બીજો કોણ છે? જે આટલા કાળ સુઘી ભયંકર રોગોને સહન કરી શકે? IT૩૩
આર્ય સ્કંદક-હાડ જો રે તપથી શુષ્ક શરીર,
ચાલે કે ખડખડ થતાં રે સમતામાં શૂરવીર. સમતા અર્થ – સ્કંદમુનિનું શરીર તપથી એવું સુકાઈ ગયું કે તે ચાલે ત્યારે હાડકાં ખડખડ થાય છતાં પોતે શુરવીર બનીને સમતાભાવે બધું સહન કર્યું. ૩૪
દેહ-દશા તેવી કરી રે, વર્તે દેહાતીત,
રાજચંદ્ર આ કાળમાં રે સમતા-ચોગ સહિત. સમતા અર્થ - તેમ આ પંચમકાળમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ પોતાના દેહની દશા એવી કરી છે અને પોતે દેહાતીત એટલે દેહથી જુદા થઈને વર્તન કરે છે. કારણ કે તેમના મન વચન કાયાના યોગ સમભાવયુક્ત છે. રૂપાણી
ત્રિલોક-જય કરતાં અધિક રે કઠિન કાર્ય જણાય,
એક સમયન અસંગતા રે; સમતા તે જ ગણાય. સમતા અર્થ :- ત્રણે લોકનો જય કરવા કરતાં પણ એક સમય અસંગ રહેવું તે અધિક કઠિન કાર્ય છે. તે જ ખરી સમતા ગણાય છે. “એક સમયે પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે; તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં સપુરુષનાં અંતઃકરણ, તે જોઈ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ.” (વ.પૃ.૨૬૯) ૩૬ાા
તેવી ઘરે અસંગતા રે, ત્રિકાળ તે ભગવંત,
સર્વોત્તમ આશ્ચર્ય તે રે, અનંત સમતાવંત. સમતા. અર્થ - અનંત સમતાના ઘારી એવા ભગવંત ત્રણે કાળ એવી અસંગતાને ધારણ કરીને રહે છે. એ સર્વોત્તમ આશ્ચર્ય છે. ૩ળા.
આત્માથે મુનિ વર્તતા રે, સમતા રસ રેવંત,
તેની સમીપ સિંહાદિની રે ક્રૂરતા પામે અંત! સમતા અર્થ - આત્માના કલ્યાણ અર્થે એવા સમતારસમાં કેલી કરતાં મુનિ મહાત્માઓ વર્તે છે. તેમના સમીપ સિંહ આદિ પ્રાણીઓની ક્રૂરતા પણ નષ્ટ થઈ જાય છે. પરમકૃપાળુદેવ ઈડરના પહાડોમાં ધ્યાન કરતા ત્યારે જંગલી પ્રાણી તેમની સમીપ આવી બેસે. તીર્થકરોની સભામાં સિંહ અને હરણ આદિ પ્રાણીઓ સમીપ આવી બેસે. પણ ભગવાનના પ્રભાવે પરસ્પર વૈરભાવ ભૂલી જાય છે. ||૩૮ાા
મત્સર તર્જી મૈત્રી ભજે રે પ્રાણી પરસ્પર કેમ?
સમભાવી મુનિ-તેજથી રે કષાય શમતા એમ. સમતા. અર્થ - તે પ્રાણીઓ મત્સર એટલે દ્વેષભાવ તજી પરસ્પર મૈત્રી ભાવને કેમ ભજે છે? તો કે
Page #68
--------------------------------------------------------------------------
________________
(૫૬) મહાત્માઓની અનંત સમતા
૬ ૧
સમભાવમાં સ્થિત એવા મુનિના પ્રતાપથી તે જીવોના કષાયભાવો શમી જાય છે. ૩૯ાા
યોગી વશ કરતા નહીં રે મને પ્રાણી ક્રૂર,
સ્વયં શાંત દવ થાય જો રે વૃષ્ટિ થયે ભરપૂર. સમતા અર્થ - યોગીપુરુષો પ્રયત્ન કરીને તે ક્રૂર પ્રાણીઓને વશ કરતા નથી, પણ જેમ ભરપૂર વરસાદ વરસ્ય દાવાનળ આપોઆપ શાંત થઈ જાય છે તેમ તે ક્રૂર જીવો પણ મહાપુરુષોના પ્રભાવે શાંતભાવને પામે છે. |૪૦
શરદુ તુના યોગથી રે જો જળ નિર્મળ થાય,
તેમ યોગ-સંસર્ગથી રે મન-મલ સર્વે જાય. સમતા. અર્થ - આસો થી કાર્તિક માસ સુઘીની શરદઋતુ કહેવાય છે. તે તુના યોગથી જળ નિર્મળ થાય. તેમ યોગીપુરુષોના સમાગમથી મનનો મેલ સર્વે ઘોવાઈ જાય છે. ૪૧ાા
ક્ષીણ-મોહ મુનિ આશ્રયે રે, જાતિ-વેર વસરાય,
સિંહ-શિશુને ચાટતી રે હરણી હર્ષિત થાય. સમતા અર્થ - જેનો મોહ ક્ષીણ થઈ ગયો છે એવા મુનિ મહાત્માના સાનિધ્યમાં ક્રૂર જીવો પણ પોતાનું જાતિવેર ભૂલી જાય છે. ત્યાં સિંહના બચ્ચાને પ્રેમથી ચાટતી એવી હરણી પણ હર્ષ પામે છે. ૪રા
ઢેલ ખેલતી સર્પગું રે, વાઘ સમીપે ગાય,
ઉંદર બિલ્લી-ગોદમાં રે, શ્વાન-શશક હરખાય. સમતા અર્થ :- મહાત્માના સમીપે ઢેલ એટલે મોરડી સાપ સાથે ખેલે, વાઘ સમીપે ગાય બેસે, ઉંદર બિલ્લીની ગોદમાં રમે અને કૂતરો સસલાને જોઈ રાજી થાય છે. ૪૩ના
ચંદ્ર, પવન, પૃથ્વી સમા રે મુનિ શાંતિ-દાતાર,
અશુભ-પ્રીતિ, ભીતિ ટળે રે સમતા-પ્રભાવ ઘાર. સમતા અર્થ :- જેમ ચંદ્રની ચાંદની શીતળતા આપે, શીતળ પવન ગરમીને કાપે, પૃથ્વી આઘાર આપી શાંતિ પમાડે તેમ સમતાઘારી મુનિ મહાત્માઓ ત્રિવિઘ તાપથી બળતા સંસારી જીવોને શાંતિ આપનાર છે. તે મહાત્માઓના સમતા પ્રભાવે અશુભ મોહનો નાશ થાય છે. અને આલોક, પરલોક આદિ સર્વ પ્રકારના ભય ટળી જાય છે. ૪૪.
કોઈ શાલિ-ફૂલે પૅજે રે, કોઈ ડસાવે સાપ,
અનંત સમતાવંત મુનિ રે ગણે ન સુખ-સંતાપ. સમતા. અર્થ - એવા મહાત્માઓને કોઈ શાલિના ફુલોથી પૂજે કે કોઈ નાગ ડસાવે તો પણ અનંત સમતાના ઘારી મુનિ તેના સુખ કે સંતાપને ગણકારતા નથી. આહોર ગામમાં પ.પૂ.પ્રભુશ્રીજીએ એક પ્રસંગે પોતાની અદભુત અસંગી અંતરંગ આત્મદશા પ્રગટ કરી હતી કે –“કોઈ કુહાડાથી કાપે કે કોઈ ચંદન ચોપડે, અમારે તો પ્રભુ બન્ને પ્રત્યે સમ છે.” II૪પા.
શિલા શય્યા, વન નગર રે સ્તુતિ નિંદા સમ ઘાર, કર્દમ કંકુ, યતિ યુવતી રે સમ માને મુનિ સાર. સમતા
Page #69
--------------------------------------------------------------------------
________________
૬ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - પત્થર કે પથારી, વન કે નગર, પ્રશંસા કે નિંદા જેને બધું સમાન છે. કોઈ કર્દમ એટલે કિચડ છાંટે કે કંકુ ચોપડે, યતિ એટલે મુનિ હો કે સ્ત્રી. બન્નેમાં જે આત્મા જુએ એવા આત્મદ્રષ્ટિ મહાત્માઓને મન એક સમતા રાખવી એ જ સારભૂત જણાય છે. ૪૬ાા
બુદ્ધિ-બળમાં તો ઘણા રે સ્વાર્થ નિજ દેખત;
વિરલા શિવગતિ પામવા રે સમતા ઘરે અનંત. સમતા અર્થ :- બુદ્ધિ બળવાળા તો આ જગતમાં ઘણા છે. પણ તે બુદ્ધિનો દુર ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવામાં કરે છે. પણ મોક્ષગતિને પામવા માટે કોઈ વિરલા જીવો જ પ્રાપ્ત બુદ્ધિનો સદુપયોગ, અનંત સમતા ઘારણ કરવામાં કરે છે. ૪થા.
સમતા-રસના સ્વાદકો રે, અબઘુ, અલૌકિક સંત,
આત્મ-સુંખમાં મગ્ન તે રે ન ચહે જ્ઞાન અનંત! સમતા અર્થ :- સમતારસનું આસ્વાદન કરનારા અવધૂત અલૌકિક સંતપુરુષો છે. તે સદા આત્માના અનંતસુખમાં મગ્ન રહે છે, તેથી જ્ઞાન અનંત એટલે કેવળજ્ઞાનની પણ જેને ઇચ્છા નથી અર્થાતુ મોક્ષની ઇચ્છાથી પણ તેઓ નિવૃત્ત થાય છે. I૪૮ાા
જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ! તું તુષ્ટમાન થઈને પણ બીજાં શું આપવાનો હતો?” (વ.પૃ.૪૯૯) I/૪૮ાા.
જે મહાત્મા પુરુષો અનંત સમતાને ઘારણ કરે તે ફરી આ સંસારમાં આવતા નથી. માટે મારે પણ “માથે ન જોઈએ' એવો વિચાર કરી શાલિભદ્ર અનંત સમતાને આપનારી એવી જિનદીક્ષાને ગ્રહણ કરી પોતાનું કલ્યાણ સાધ્યું. એવા શાલિભદ્રની વૈરાગ્યપૂર્ણ કથાનું અત્રે આલેખન કરવામાં આવે છે.
(૫૭) માથે ન જોઈએ
ભાગ-૧
(હરિગીત)
વંદન કરું. શ્રી રાજગુરુના ચરણ-કમળ ભાવથી; જેના અલૌકિક યોગબળ ને બોઘના જ પ્રભાવથી શ્રી શાલિભદ્ર-કથા પ્રસંગે ચિત્ત વાળીને કહ્યું :
“માથે ન કોઈ જોઈએ” એવી દશા સૌને ચહું. ૧ અર્થ:- ગુરુવર્ય શ્રી રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું ભાવથી પ્રણામ કરું છું. જેના અલૌકિક મન વચન કાયાના યોગબળથી અને અદ્ભુત આત્મિક બોઘના પ્રભાવથી આ શ્રી શાલિભદ્રના કથા પ્રસંગે
Page #70
--------------------------------------------------------------------------
________________
(૫૭) માથે ન જોઈએ ભાગ-૧
૬ ૩
મારા ચિત્તને અંતર્મુખ કરીને કહું છું કે ‘માથે કોઈ ન જોઈએ' અર્થાત્ કિંચિત્ પણ પરાધીનતા ન જોઈએ, સંપૂર્ણ આત્મસ્વતંત્રતા જોઈએ. કારણ પર-આધીનતા એ જ દુઃખ છે અને સ્વાધીનતા એ જ સુખ છે. આઠદૃષ્ટિમાં પણ કહ્યું છે કે –
“સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ;’’ જગતમાં રહેલા સર્વ જીવો કર્મોની પરાધીનતાથી મુક્ત થઈ, સંપૂર્ણ આત્મસ્વતંત્રતાને પામો એમ ઇચ્છું છું. ।।૧।।
શ્રી રાજગૃહ નગરે કરે શ્રેણિક રાજા રાજ્ય જ્યાં, ગોભદ્ર શેઠ ઘનાઢ્ય ને ભદ્રા સતી શેઠાણી ત્યાં
સુ-સ્વપ્ર શાળીક્ષેત્રનું શેઠાણીને આવ્યું હતું જે ગર્ભ યોગે, નામ શાલિભદ્ર રાખ્યું છાજતું. ૨
અર્થ :— જેને સ્વતંત્રતાનો ભાવ ઊપજ્યો એવા પુણ્યશાળી શ્રી શાલિભદ્રની કથાનું વર્ણન કરે છે. શ્રી રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરે છે. તે જ નગરમાં ધનાઢ્ય શેઠ ગોભદ્ર અને સતી એવી શેઠાણી ભદ્રા નિવાસ કરે છે. રાત્રે ભદ્રા શેઠાણીને ઉત્તમ ગર્ભના કારણે શાળી એટલે ડાંગરના ક્ષેત્રના સ્વપ્નમાં દર્શન થયા. તેથી સુપુત્રનો જન્મ થયે તેનું શુભ નામ પણ શાલિભદ્ર રાખવામાં આવ્યું.।।૨।।
સર્વે કળા શીખ્યા પછી મોટો થયે પરણાવિયો, બત્રીસ શ્રેષ્ઠી-પુત્રીઓનો પુણ્યથી સ્વામી થયો. વૈરાગ્ય પામી મુનિ થયા ગોભદ્ર શેઠ બધું તજી, દીક્ષા ગ્રહી વીરની કને સંયમ જીવન શીખે હજી. ૩
અર્થ :— શાલિભદ્ર સર્વ કળાઓ શીખી મોટો થયો, તેથી પરણાવ્યો. તે બત્રીસ શેઠની પુત્રીઓનો પુણ્યયોગે સ્વામી થયો. હવે શાલિભદ્રના પિતા ગોભદ્ર બધું તજીને વૈરાગ્ય પામી મુનિ બન્યા. ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરીને હજી સંયમ જીવન કેમ જીવવું તે શીખતા હતા. IIII
ત્યાં આયુ પૂર્ણ થતાં સમાધિ સહિત વરતા સુરગતિ, ને પૂર્વ સંસ્કારો વડે પ્રીતિ પુત્રની અતિ જાગતી. તે દિવ્ય વસ્ત્રાભણ આદિ પુત્રને હંમેશ દે, અતિ સૌપ્ય-સામગ્રી દઈ શિરછત્ર સમ સંભાળ લે. ૪
અર્થ :— સંયમ જીવન શીખતા હતા તેટલામાં તેમનું આયુષ્ય પૂર્ણ થવાથી સમાધિસહિત મરણ પામી દેવગતિને વર્યા. ત્યાં પૂર્વ સંસ્કારોના કારણે પુત્ર શાલિભદ્ર પ્રત્યે અત્યંત પ્રીતિ જાગૃત થઈ. જેથી પુત્રને અર્થે દેવલોકમાંથી પ્રતિદિન દિવ્ય વસ્ત્ર, આભૂષણ વગે૨ે મોકલવા લાગ્યા. અત્યંત સુખ સામગ્રી મોકલી પિતા શિરછત્ર સમાન બની ત્યાં રહ્યા રહ્યા પણ પુત્રની પુરી સંભાળ કરવા લાગ્યા. દેવલોકમાંથી પ્રતિદિન નવ્વાણું પેટીઓ મોકલતા, તેનું કારણ શાલિભદ્રનો પુણ્ય પ્રતાપ હતો. ।।૪।।
કો રત્નકંબલ વેચનારો રાજ-દરબારે ગયો, કારીગરી ઉત્તમ હતી, રાજા ઘણો રાજી થયો. એક્કેક કંબલની કરે તે લાખથી વધુ માગણી, મોંઘી ઘણી ગણી ના લીઘી; એ વાત રાણીએ સુણી. ૫
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- એક દિવસ કોઈ રત્નકંબલ વેચનારો રાજાના દરબારમાં આવ્યો. રત્નકંબલની કારીગરી ઉત્તમ જોઈને રાજા ઘણો રાજી થયો. વ્યાપારીએ એક્કેક કંબલની કિંમત લાખ સુવર્ણથી પણ વધારે કહી. તેથી રાજાને તે ઘણી મોંઘી લાગવાથી લીધી નહીં. એ વાત રાણીએ પણ સાંભળી. પાા
વ્યાપારીએ વેચી દથી સોળે ય ભદ્રા નારીને, લઈ લાખ લાખ સુવર્ણ સિક્કા સામટી લેનારીને; રાણી તણા અતિ આગ્રહે તેડ્યો નૃપે વ્યાપારને,
તેણે કહ્યું: “શ્રેષ્ઠી ગૃહે સૌ વ્હોરી સસ્તી ઘારીને. ૬ અર્થ :- વ્યાપારીએ સોળેય રત્નકંબલોને ભદ્રા શેઠાણીને ત્યાં વેચી. સામટી બઘી લેવાથી લાખ લાખ સોનામહોરમાં આપી દીધી. હવે રાણીના અતિ આગ્રહથી શ્રેણિક રાજાએ ફરીથી વ્યાપારીને બોલાવ્યો. ત્યારે તેણે કહ્યું કે શાલિભદ્ર શેઠના ઘરે સસ્તી જાણીને બધી રત્નકંબલો લઈ લીધી છે. કા.
શેઠાણીએ માગી અધિક, વળ દામ સૌ સામે ઘર્યા, નહિ અઘિક મારી પાસે તેથી ખંડ બત્રીસે કર્યા; ભદ્રા વધૂ-બત્રીસને એકેક આપે નિજ કરે,
લૂછી ચરણ ખાળે તજે તે ભંગ-નારી વાપરે.” ૭ અર્થ - વ્યાપારી શ્રેણિક રાજાને કહે છે કે ભદ્રા શેઠાણીએ તો વધારે માગીને તેના દામ પણ સામે ઘર્યા હતા. પણ મારી પાસે વધારે નહીં હોવાથી તે સોળ રત્નકંબલના બત્રીસ ટુકડા કર્યા અને ભદ્રા શેઠાણીએ પોતાની બત્રીસ પુત્રવધુને પોતાના હાથે એકેક ટુકડો આપ્યો. તેમણે પોતાના પગ લૂછી ખાળમાં નાખી દીઘા. હવે તેને ભંગીની સ્ત્રીઓ વાપરે છે. શા
તે વાત જાણી વિસ્મયે રાજા વિચારે : “ઘન્ય છે! જો રત્નકંબલ ભોગવે તો વણિક નહિ સામાન્ય તે. આવા નરો મુજ નગરમાં મુજ કીર્તિને વિસ્તારતા,
મળવું ખરે તેને હવે જે દિવ્ય સંપદ ઘારતા.”૮ અર્થ - તે વાત જાણીને શ્રેણિક રાજા આશ્ચર્ય પામી વિચારવા લાગ્યા કે ઘન્ય છે! આવા રત્નકંબલના ભોગવનારને. એ કોઈ સામાન્ય વણિક નથી. આવા મનુષ્યો મારા નગરમાં વસવાથી મારી કીર્તિને પણ વિસ્તારે છે. આવી દિવ્ય સંપત્તિના ઘારક પુણ્યશાળીને મારે અવશ્ય મળવું જોઈએ. IIટા
નૃપ શેઠ શાલિભદ્રને બોલાવવા દૂત મોકલે, પણ આવી ભદ્રા બોલીઃ “નૃપવર, પુત્ર વ્હાર ન નીકળે; કૃપા કરીને તાતજી! મુજ અરજ આ હૃદયે ઘરો
આજે જ આપ પઘારીને અમ આંગણું પાવન કરો.” અર્થ - રાજા શ્રેણિકે શેઠ શાલિભદ્રને બોલાવવા દૂત મોકલ્યો. ત્યારે ભદ્રા શેઠાણીએ આવીને કહ્યું કે રાજેશ્વર, મારો પુત્ર કોઈ દિવસ બાહર નીકળતો નથી. માટે કૃપા કરીને પિતા તુલ્ય એવા મહારાજા! આપ મારી અરજને હૃદયથી સ્વીકારી આજે જ પથારીને અમારું આંગણું પાવન કરો. ગાલા
Page #72
--------------------------------------------------------------------------
________________
(૫૭) માથે ન જોઈએ ભાગ-૧
૬ ૫
રાજા જવા સ્વીકારતા, નિજ ઘેર ભદ્રા જ્યાં ગઈ ગોભદ્ર-દેવ-સહાયથી સ્વર્ગીય તૈયારી થઈ. ગજ-અશ્વપંક્તિ, દેવદુષ્ય, કલ્પતરુ મંદારથી
સુવર્ણ કળશો શોભતા પંક્તિરૂપે દરબારથી. ૧૦ અર્થ - શ્રેણિક રાજાએ ઘરે આવવાનું આમંત્રણ સ્વીકાર્યું અને ભદ્રા શેઠાણી જ્યાં પોતાના ઘરે ગઈ કે ગોભદ્રદેવની સહાયથી સ્વર્ગીય તૈયારી થઈ ગઈ. હાથીઓ અને ઘોડાઓની પંક્તિ, દેવતાઈ વસ્ત્રો, કલ્પવૃક્ષના ફૂલોથી સોનાના કળશો પંક્તિરૂપે ઠેઠ રાજ્ય દરબારથી તે શાલિભદ્રના ઘર સુઘી શોભવા લાગ્યા. ||૧૦ના
તે માર્ગ દિવ્ય સુગંથી ચૂર્ણ સાથિયા સહ શોભતો, અતિ પુણ્યના ફળ સર્વને સુખકાર, જાણે બોઘતો. રાજા અતિ આશ્ચર્યથી તે સર્વ જોતા જાય છે,
રસ્તા દુકાનો રત્નતોરણ જોઈ બહુ હરખાય છે. ૧૧ અર્થ :- રાજમાર્ગ સુગંધી ચૂર્ણ અને સાથિયા સહ શોભા આપતો હતો. તે જાણે એમ બોઘતો હતો કે અત્યંત પુણ્યના ફળ સર્વને સુખના કર્તા છે. રાજા શ્રેણિક અત્યંત આશ્ચર્ય પામી તે સર્વ રચના જોતો જાય છે. રસ્તાઓ, દુકાનો, રત્નના તોરણ વગેરે જોઈને રાજા બહુ હર્ષિત થાય છે. ૧૧ના
ભદ્રા લઈ ગઈ માળ ચોથે રાયને સત્કારને, મણિરત્નમંડિત દિવ્ય સિંહાસન પર બેસારને. જઈ પુત્ર પાસે સાતમે માળે કહે માતા : “અરે!
શ્રેણિક ચોથે માળ મળવા આવ, તમને નોતરે.” ૧૨ અર્થ - ભદ્રા શેઠાણી રાજાનો સત્કાર કરી તેમને ચોથા માળે લઈ ગઈ. ત્યાં મણિરત્નોથી જડેલા દિવ્ય સિંહાસન ઉપર તેમને બેસાડી, પોતે સાતમે માળે જઈ પુત્રને કહેવા લાગી કે અરે! શ્રેણિક ચોથે માળે મળવા આવ્યા છે અને તમને બોલાવે છે. ૧૨ા.
કહે પુત્ર: “ખરદો માલ તેનો જોઈને સારો ઘણો,” ભદ્રા કહે : “તે મગથપતિ રાજા શિરોમણિ આપણો, મળવા અહીં સુર્થી આવિયા, ઝટ આવજો,” કહીં મા ગઈ;
“મારે ય માથે કોઈ છે,” ચિંતા પ્રબળ એવી થઈ,- ૧૩ અર્થ :– માતા ભદ્રાના વચન સાંભળી શાલિભદ્ર કહે - શ્રેણિક આવ્યા છે તો તેમનો માલ જોઈને સારો હોય તો ઘણો ખરીદી લો. ત્યારે ભદ્રા કહે છે તો મગ દેશના પતિ રાજા શ્રેણિક છે. આપણા નાયક છે-ઉપરી છે. તે મળવા માટે અહીં સુધી આવ્યા છે માટે ઝટ આવજો. એમ કહીને મા નીચે ગઈ. શાલિભદ્ર વિચારમાં પડ્યા કે “મારે ય માથે કોઈ છે' એની પ્રબળ ચિંતા થવા લાગી. /૧૩
“તો ભોગ નહિ હું ભોગવું, દીક્ષા જર્ફેર લેવી ઘટે; પણ હાલ નીચે જો જઉં તો માતની ચિંતા મટે.”
Page #73
--------------------------------------------------------------------------
________________
૬ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
આવ્યો પરાણે રાય પાસે, ભેટી રાયે પ્રેમથી
નિજ ગોદમાં બેસારતાં ગભરાય ત્યાં તે ઘામથી. ૧૪ અર્થ :- “મારે ય માથે કોઈ છે? તો હવે મારે ભોગ ભોગવવા નથી; મારે જરૂર દીક્ષા લેવી ઘટે. પણ હાલ નીચે જો જઉં તો માતાની ચિંતા દૂર થાય. એમ વિચારી પરાણે રાજા પાસે આવ્યો. રાજાએ પ્રેમથી તેને ભેટી પોતાના ગોદમાં બેસાર્યો. ત્યાં તે ઘામથી એટલે તાપના બફારાથી ઉકળાટ પામી ગભરાવા લાગ્યો. ૧૪
રે! અગ્નિ અડતાં ઓગળે નવનીત તેવો તે દ્રવે, તે જોઈ માતાને પૂંછે નૃપ : “કેમ પરસેવો સ્રવે?” ભદ્રા કહે : “એના પિતા સંયમ ઘરી સ્વર્ગે ગયા;
તે સ્નેહવશ પુત્રાદિને સ્વર્ગીય-સુખદાતા થયા. ૧૫ અર્થ :- જેમ અગ્નિ અડતાં નવનીત એટલે માખણ ઓગળવા લાગે તેમ શાલિભદ્રના શરીરમાંથી પરસેવો નીકળવા લાગ્યો. તે જોઈને રાજાએ ભદ્રા માતાને પૂછ્યું કે કેમ એને આટલો બધો પરસેવો થાય છે. ત્યારે ભદ્રા માતા કહે રાજન! એના પિતા સંયમ ઘારણ કરીને સ્વર્ગે ગયા છે. તે પુત્રાદિના સ્નેહવશ પ્રતિદિન સ્વર્ગથી સામગ્રી મોકલીને એને સુખના દાતા થયા છે. સ્વર્ગીય સુખથી ટેવાયેલ હોવાથી આ ગરમી આનાથી સહન થતી નથી. /૧૫ના.
તેથી ન તેને બેસવું ગમતું અહીં નર-ગંઘમાં, તેને જવા દ્યો તો રહેશે પુત્ર એ આનંદમાં.” રાજા મૅકે કે મુક્ત જીંવ સમ એકદમ ઊંચે ગયો,
સુરદત્ત ભોગો ભોગવી પરિમલજલે શીતલ થયો. ૧૬ અર્થ :- સ્વર્ગીય સામગ્રીના ભોગથી આ શાલિભદ્રને મનુષ્યની ગંથમાં બેસવું પણ ગમતું નથી. એને તમે જવા દ્યો તો એ પુત્ર આનંદમાં રહેશે. રાજાએ તેને મૂકી દીધો કે તુરંત મુક્ત જીવની જેમ ઉપર ચાલ્યો ગયો. ત્યાં જઈ દેવતાઈ ભોગો ભોગવી પરિમલ જલે એટલે સુગંધિત જળથી શીતલતા મેળવી સુખી થયો. ૧૬ાા.
શ્રેણિકને ન્હવરાવિયા પછી દિવ્યજળ કળશા ભરી, ત્યાં સ્નાન કરતાં વીંટી નૃપની આંગળીથી ગઈ સરી. ચોફેર જોતા નૃપ, ત્યાં તો દાસીને ભદ્રા કહે
ઇંશારતે : “દે હોજમાંથી મુદ્રિકા જે નૃપ ચહે.” ૧૭ અર્થ - શાલિભદ્ર ઉપર ગયા પછી દિવ્યજળના કળશા ભરી શ્રેણિક રાજાને સ્નાન કરાવ્યું. ત્યાં સ્નાન કરતાં રાજાની આંગળીમાંથી વીંટી સરી ગઈ. તે મેળવવા રાજા ચારે તરફ જોવા લાગ્યા. ત્યારે ઈશારો કરીને ભદ્રા માતાએ દાસીને કહ્યું કે હોજમાંથી મુદ્રિકા એટલે વીંટીઓ કાઢી રાજાને બતાવ. તેમાંથી રાજા જે ઇચ્છે તે આપ. I/૧૭થી
થાળી ભરી દાસી વદે : “લ્યો મુદ્રિકા નિજ ઓળખી,” નિજ રત્ન અંગારા સમું નૃપ થાળમાં લે નીરખી.
Page #74
--------------------------------------------------------------------------
________________
(૫૭) માથે ન જોઈએ ભાગ-૧
૬ ૭ “કોના અલંકારો?” પૂંછે નૃપ, “કેમ હોજ વિષે હતા?”
“નિત્ય નવા પૅરી, બ્રૂના આ શેઠ હોજે ફેંકતા.” ૧૮ અર્થ :- હોજમાંથી વીંટીઓ કાઢી, થાળી ભરીને દાસી રાજાને કહેવા લાગી કે આપની મુદ્રિકા જે હોય તે આમાંથી ઓળખી લો. ત્યારે રાજાએ પોતાની વીંટીમાં રહેલું રત્ન તો બીજા રત્નોની પાસે સળગતા કોલસા જેવું ભોઢું જોયું. તેથી પૂછવા લાગ્યા કે આ બધા કોના અલંકારો છે? અને આ હોજમાં કેમ પડેલા હતા? ત્યારે દાસીએ કહ્યું : આ શેઠ રોજ નવા હેરીને જૂના અલંકારોને આ હોજમાં ફેંકી દે છે. I/૧૮
અતિ વિસ્મય દઠ દિવ્ય રિદ્ધિ, દિવ્ય ભોજન પણ કર્યું; નિઃસ્પૃહ રાય વિદાય લે, નજરાણું ભદ્રાએ ઘર્યું. સૂરિ ઘર્મઘોષ પઘારિયા છે રાજગૃહ નગરે સુણી,
ઝટ વિનયપૂર્વક વંદનાર્થે શાલિભદ્ર જતા ગુણી. ૧૯ અર્થ :- રાજા અતિ આશ્ચર્ય પામ્યા અને સર્વ દિવ્ય રિદ્ધિને જોઈ. દિવ્ય ભોજન પણ કર્યું. અંતરથી નિઃસ્પૃહ એવા રાજાએ ત્યાંથી વિદાય લીધી તે વખતે ભદ્રામાતાએ અનેક વસ્તુઓ રાજાને ભેટ આપી નજરાણું ઘર્યું. હવે રાજગૃહ નગરમાં ઘર્મઘોષ નામના આચાર્ય પધાર્યા છે એમ સાંભળી ગુણવાન એવા શાલિભદ્ર ઝટ વિનયપૂર્વક વંદન કરવા માટે ઘરથી જવા લાગ્યા. //૧૯ો.
ઉપદેશ ગુરુવર આપતા : “સુંદર ઘરે ઉંદર પડે, વસ્ત્રો અને શિરકેશમાં જૂઓ કરી ઘર આથડે; શયા મનોહર માંકણે ઊભરાય, રોગે તન મળે,
કરૂપ કાણી સ્ત્રી કહે કટુ વચન, ખાવા ના મળે. ૨૦ અર્થ - હવે ગુરુવર્ય શાલિભદ્ર આદિને ઉપદેશ આપવા લાગ્યા કે આ સંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે કે સુંદર ઘરમાં ઉંદર પેસી જઈ વસ્ત્રો કાપી નાખે, માથાના વાળમાં જૂઓ ઘર કરી જાય, મનોહર શય્યા પણ માંકણથી ઉભરાવા લાગે, રોગથી શરીર ગળી જાય, કદરૂપી કાણી સ્ત્રી હોય અને વળી કડવા વચન કહેતી હોય, ખાવાને પણ પૂરતું ના મળતું હોય તો પણ મૂર્ખ એવો આ જીવ ઘરબારને છોડવા ઇચ્છતો નથી. /૨૦ના.
ગૃહવાસમાં આવાં ઘણાં દુઃખો ઘણા પરવશ સહે; તોયે અરે! નર મૂઢ ના ગૃહવાસ તજવાને ચહે. દુર્બદ્ધિ એમ વિચારતા : “ઘન આજકાલ મળી જશે.'
પ્રત્યક્ષ અંજલિજલ સમું વહી જાય જીવન, શું થશે? - ૨૧ અર્થ:- ગૃહવાસમાં આવા ઘણા પ્રકારના દુ:ખો ઘણા જીવો પરવશપણે સહન કરે છે. તો પણ મૂઢ એવા મનુષ્યો આવા ગૃહવાસને તજવા ઇચ્છતા નથી. પણ દુર્બુદ્ધિથી યુક્ત તેઓ એમ વિચારે છે કે ઘન આજકાલમાં મળી જશે. પણ પ્રત્યક્ષ અંજલિ એટલે હાથમાં રહેલું જળ જેમ ટીપે ટીપે નીચે વહી રહ્યું છે તેમ જીવન પણ સમયે સમયે નષ્ટ થઈ રહ્યું છે તો મારા શું હવાલ થશે? એમ તે વિચારતો નથી. ૨૧
એનો વિચાર કરે ન કોઈ; સુજ્ઞ વિરલા ચેતશે, આદર સહિત સંયમ લઈ, સમ્યક પ્રકારે જીવશે
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
તેને હથેળીમાં હજી છે મોક્ષ, સુખ સ્વર્ગાદિકે.”
સુણ શાલિભદ્ર વિચારતા: “હું ઉર સંયમ આદિ એ. ૨૨ અર્થ - પ્રત્યક્ષ સ્થિતિને ઊંડાણથી કોઈ વિચારતું નથી. કોઈ સુજ્ઞ એટલે સારી રીતે તત્ત્વનો જાણનાર હશે તે વિરલા પુરુષ ચેતી જશે. તે આદર સહિત સંયમ અંગીકાર કરીને સમ્યપ્રકારે જીવન જીવશે. તેને હજી હથેળીમાં મોક્ષ છે અને સ્વર્ગાદિના સુખ પણ તેના માટે ઊભા છે. આ સાંભળીને શાલિભદ્ર વિચારવા લાગ્યા કે હું પણ મારા ઉર એટલે સાચા હૃદયથી આવા સંયમ આદિને ગ્રહણ કરવા ઇચ્છું છું. //રા.
માતા કને જઈ, અનુમતિ લઈ, લઈશ દીક્ષા ભગવતી.” એવા વિચારે નિજ ગૃહે જઈ માતને કર વિનતિ “માતા મને ઘો અનુમતિ હું લઈશ દીક્ષા ભગવતી,
ઇચ્છું અનુત્તર મોક્ષપદ તે કારણે બનું સંયતિ.” ૨૩ અર્થ - હવે માતા કને જઈ, તેમની અનુમતિ લઈને, ભગવતી એટલે ભગવાન દ્વારા અપાતી એવી દીક્ષા ગ્રહણ કરીશ. એવા વિચારથી પોતાને ઘેર જઈ માતાને વિનંતિ કરવા લાગ્યા. હે માતા! મને અનુમતિ આપો જેથી હું ભગવતી દીક્ષાને ગ્રહણ કરું. હવે હું અનુત્તર એટલે જેનાથી કોઈ ચઢિયાતું નથી, જેના માથે કોઈ નથી એવા મોક્ષ પદને ઇચ્છું છું. તે મેળવવા હવે હું સંયતિ એટલે ઇન્દ્રિયોને નિગ્રહ કરવાવાળો સંયમી બનીશ. ર૩
માતા કહે : “હે! પુત્ર, પુષ્પ સમાન તન તુજ શું સહે? કષ્ટો ઘણાં સંયમ તણાં, જાણ્યા વિના મુખથી કહે.” ત્યાં શાલિભદ્ર કહે : “અરે! કાયર ર્જીવો સુખ-લોલુપી
સર્ટી ના શકે એ ઇષ્ટ કષ્ટો જો ઉરે આશા છૂપી. ૨૪ અર્થ - માતા ભદ્રા કહેવા લાગ્યા : હે પુત્ર, તારું શરીર તો ફુલ સમાન કોમળ છે. સંયમ પાળવામાં ઘણા કષ્ટો રહેલા છે. તે તારું શરીર સહન કરી શકે નહીં. તું તે કષ્ટોને જાણતો નથી માટે મુખથી એમ બોલે છે. ત્યારે શાલિભદ્ર કહેવા લાગ્યા અરે ! સંસારસુખના લોલુપી એવા કાયર જીવો જેના હૃદયમાં છૂપી રીતે અનેક આશાઓ રહેલી છે તે આ ઇષ્ટ કષ્ટોને સહન કરી શકે નહીં. ૨૪
શિશુ ચૂસતાં સ્તન જાણી અંગૂઠો છતાં દંઘ ના ઝરે, ભવવાસી જીવો સુખ કાજે તેમ તનસેવા કરે; ભ્રાંતિ વડે સંસારી જન સુખ શોઘતાં દુઃખ પામતા
દેખી દયા આણી મુનિવર મોક્ષસુખ ઉપદેશતા. ૨૫ અર્થ - જેમ બાળક અંગૂઠાને સ્તન જાણી ચૂસતાં છતાં તેમાંથી દૂઘ ઝરતું નથી, તેમ સંસારી જીવો સુખ માટે આ શરીરની સેવા કર્યા કરે છે, પણ ભ્રાંતિથી તે શરીરાદિમાં સુખ શોઘતા છતાં દુઃખ જ પામે છે. એમ જોઈને દયા લાવી મુનિવરો શાશ્વત એવા મોક્ષસુખનો જ ભવ્યોને ઉપદેશ આપે છે. મારા
સમજાવી માતાને પછી નિજ પત્નીને પ્રતિબોથતા, દરરોજ તજતા એકને સંબોર્થીિ; એ ક્રમ સેવતા.
Page #76
--------------------------------------------------------------------------
________________
શાલિભદ્ર અને ભઠ્ઠીભદ્રા
રાણિ એને શાલિનીની જાણ
શાલિભ દરવી મુનિ, સમાગમ
ઝીક સીકિ કૃત્નીને ભીથી શાલિકા
આ પાનીઓની
લાળતી
શાલિભદ્ર અને ઘન્નાભદ્રનો
વાર્તાલાપ
શાલિભદ્ર અને ઘન્નાભદ્ર લીઘેલું અનશન
શાહિenત્ર ની શાળાર્ટ લીસ્થલી હીના
Page #77
--------------------------------------------------------------------------
________________
(૫૭) માથે ન જોઈએ ભાગ-૧
દે દાન અઢળક સર્વ ક્ષેત્રે; વીરતા ખરી આદરી,
સંયમ તણા અભ્યાસની બત્રીસ દિવસ મુદ્દત કરી. ૨૬
અર્થ :– માતાને સમજાવ્યા પછી પોતાની પત્નીને પ્રતિબોધવા લાગ્યા. પ્રતિદિન એક સ્ત્રીને સારી રીતે બોઘ પમાડી ત્યાગવા લાગ્યા. એ ક્રમ સેવતા હતા. સાથે સર્વ ક્ષેત્રમાં અઢળક દાન પણ દેતા હતા. એમ ખરી શૂરવીરતા આદરીને સંયમના અભ્યાસ અર્થે બત્રીસ દિવસની મુદત નક્કી કરી. બત્રીસ દિવસમાં બત્રીસ સ્ત્રીઓને પ્રતિબોધી સંયમ લેવાનો નિર્ણય કરી લીધો. ।।૨૬।।
છે બેન શાલિભદ્રની નાની સુભદ્રા નામની, ઇચ્છિત વરે વરી ઘન્યને તે નગરમાં સૌભાગ્યિની. શ્રેણિક નૃપની સોમશ્રી પુત્રી હતી તેની સખી, તે પણ વરી તે ધન્યવરને પૂર્ણ પુછ્યું નીરખી. ૨૭
અર્થ :– શાલિભદ્રની નાની બેન સુભદ્રા હતી. તે સૌભાગ્યિની પોતાની ઇચ્છાએ તે જ નગરમાં રહેતા ધન્યકુમારને વરી હતી. શ્રેણિક રાજાની સોમશ્રી પુત્રી હતી. તે તેની સખી હતી. તે પણ ધન્યકુમારને પૂર્ણ પુણ્યશાળી જાણી તેને જ વરી હતી. ।।૨૭।
જાતે સુભદ્રા સ્નાનકાળે એકદા પતિપીઠ પર્સ, વાંસા ઉપર અશ્રુ પડ્યાં તેથી પૂછે : “શું દુઃખ વસે?”’ બોલી સુભદ્રા : “શાલિભદ્રે કામ માંડ્યું આકરું, 'બત્રીસ દિવસે સર્વ નારી તğ,' કહે, વ્રત આદરું.' ' ૨૮
૬ ૯
અર્થ :– ધન્યકુમારના સ્નાન સમયે એક દિવસ સુભદ્રા જાતે પતિની પીઠ ઘસતી હતી. તે વખતે ધન્યકુમારના વાંસા ઉપર આંસુ પડ્યા. તેથી તેણે સુભદ્રાને પૂછ્યું કે તારા મનમાં શું દુ:ખ છે? ત્યારે સુભદ્રા બોલી : મારા ભાઈ શાલિભદ્રે આકરું કામ આદર્યું છે. તે એમ કહે છે કે હું તો બત્રીસ દિવસે સર્વ સ્ત્રીઓને તજી પંચ મહાવ્રતને ધારણ કરીશ. ।।૨૮।।
“કાયર કરે વિશ્વાસ દિન બત્રીસ તક મૃત્યુ તણો,' એવાં વચન આ શેઠનાં વૈરાગ્ય સૂચવતાં ઘણો;
ત્યાં તો સુભદ્રા બોલી : ‘‘છે કરવું કઠણ એ આપથી,” અક્લેશ ચિત્તે ઊઠી ચાલ્યા પૂર્વના સંસ્કારથી. ૨૯
અર્થ :— – જે કાયર હોય તે બત્રીસ દિવસ સુધી મૃત્યુનો વિશ્વાસ કરે, ધન્ય શેઠના આવા વચન અંતરંગમાં રહેલ ઘણા વૈરાગ્યને સૂચવતા હતા. ત્યાં તો સુભદ્રા બોલી ઃ આવું આપથી થવું કઠણ છે. કહેવું : સહેલું છે પણ કરવું મુશ્કેલ છે. ત્યાં તો અક્લેશમય ચિત્ત છે જેનું એવા ઘન્યકુમાર ત્યાંથી ઊઠીને ચાલવા માંડયા. એ પૂર્વના સંસ્કારી જીવ હતા.
પૂર્વ જન્મમાં ગાયો ચરાવતાં જંગલમાં મુનિ મહાત્માનો બોધ સાંભળતા ઘણો જ મીઠો લાગ્યો હતો. હું પણ એવી મુનિચર્યાને અંગીકાર કરું એવી ભાવના ભાવતાં ઘર તરફ આવતાં રસ્તામાં સિંહે ફાડી ખાધા. પણ તે ભાવનાના કારણે દેહ છોડી આ ભવમાં તેઓ ધન્યકુમાર શેઠ બન્યા હતા. ।।૨૯।।
Page #78
--------------------------------------------------------------------------
________________
૭ ૦
પ્રાવધ-વિવેચન ભાગ-૨
99
પત્ની બીજી સાતે કહે : “મૂર્ખ કહે તે ના કરો. કરગરી સુભદ્રા બોલી કે “કરુણા કરી ના પરિહરો.’’ માને નહીં ત્યારે કહે : “સંયમ અમે સૌ પાળીશું, ને આપ સમ ઉત્તમ પુરુષને અનુસરીને ચાર્લીશું.'’ ૩૦
અર્થ :– ધન્યકુમારને કુલ આઠ સ્ત્રીઓ હતી. તેથી બીજી સાતે પત્નીઓ કહેવા લાગી કે આ મૂર્ખા કહે તેમ ના કરો. ત્યારે સુભદ્રા પણ કરગરીને કહેવા લાગી કે તે નાથ ! કરુણા કરીને અમને પરિહરો નહીં. છતાં ધન્યકુમારે તે માન્યું નહીં. ત્યારે આઠેય કહેવા લાગી કે અમે પણ સૌ સંયમ પાળીશું અને આપ સમાન ઉત્તમ પુરુષને અનુસરીને જ ચાલીશું. ।।૩||
તે સાંભળી ‘શાબાશ' કહી લઈ સાથે ચાલી નીકળ્યા,
શ્રી શાલિભદ્ર કને જઈ ક્હેઃ “કેમ નિર્ભય થઈ રહ્યા?
વિશ્વાસ કોને કાળનો? તત્પર થઈ જાઓ હવે! બત્રીસ દિનની ઢીલ ના વેરાર્ડીને ક પાલવે. ૩૧
અર્થ :આઠેય પત્નીઓની ઉત્તમ ભાવના સાંભળીને તેમને શાબાશી દઈ, સર્વને સાથે લઈને ઘરથી ચાલી નીકળ્યા. અને શ્રી શાલિભદ્રની પાસે આવીને કહેવા લાગ્યા કે કેમ નિર્ભય થઈને રહ્યા છો? કાળનો કોને ભરોસો છે? કે તે બત્રીસ દિવસ સુધી ન જ આવે. હવે તૈયાર થઈ જાઓ. બત્રીસ દિવસની ઢીલ વૈરાગીને પાલવે નહીં. શુભ કાર્ય તો શીઘ્ર જ કરવું જોઈએ. ।।૩૧।।
વૈભારગિરિ ૫૨ તીર્થપતિ આવી રહ્યા સદ્ભાગ્યથી, દીક્ષા હવે લઈશું ચો વીરહાથ સૌ સદ્ભાવથી.’’ કહી તુર્ત ચાલ્યા, નીરખીને તે શાલિભદ્ર ત્વરા કરે; વૈરાગ્યવંતની સંગતિ ઉત્સાહ અતિશય ઉર ભરે. ૩૨
અર્થ :— વૈભારગિર ઉપર તીર્થપતિ ભગવાન મહાવીર આપણા સદ્ભાગ્યથી આવી રહ્યા છે. માટે હવે ચાલો આપણે બધા સદ્ભાવથી તેમના હાથે દીક્ષા લઈશું. એમ કહી તેઓ તુર્ત ચાલતા થયા. તે નીરખીને શાલિભદ્ર પણ હવે ત્યાગ માટે ત્વરા કરવા લાગ્યા. કેમકે વૈરાગ્યવંતની સંગતિ પણ અતિશય ઉત્સાહને હૃદયમાં ભરનાર હોય છે. ૩રા
(૫૮)
માથે ન જોઈએ
ભાગ-૨
(હરિગીત) *
દેખો શ્રી શાલિભદ્ર ને ઘનશેઠની કૃતાર્થતા, આત્મારૂપે જેનું બન્યું મન ઘર તજી ચાલી જતા
Page #79
--------------------------------------------------------------------------
________________
(૫૮) માથે ન જોઈએ ભાગ-૨
૭ ૧.
જાણે ન કદીયે કાંઈ પોતાનું કર્યું આ ભવ વિષે;
નિઃસ્પૃહ તેવા ત્યાગ લેતા શાંત શ્રીમંતો દસે. ૧ અર્થ - શ્રી શાલિભદ્ર અને શ્રી ઘનશેઠની કૃતાર્થતાને જુઓ કે જેણે કરવાયોગ્ય સર્વ કર્યું. જેણે દેહ પ્રત્યે કે કુટુંબ પ્રત્યે અહંભાવ મમત્વભાવ મૂકી દઈ આત્મારૂપે જેનું મન બની ગયું. ઘર કે આટલી રિદ્ધિ છોડીને ચાલી જતાં આ ભવે જાણે કોઈ દિવસ પોતાનું કંઈ માન્યું જ નહોતું એવા તે નિઃસ્પૃહ પુરુષોની દશા વિચારવા યોગ્ય છે. આટલો મોટો ત્યાગ કરવા છતાં પણ તે શ્રીમંતો પરમશાંત દશામાં જણાતા હતા.
શ્રી શાલિભદ્ર પ્રત્યે (ઘનાભદ્ર) કહેતા હતા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજો છો? તે શ્રવણ કરી, જેનું ચિત્ત આત્મારૂપ છે એવો તે શાલિભદ્ર અને ઘનાભદ્ર “જાણે કોઈ દિવસે કંઈ પોતાનું કર્યું નથી' એવા પ્રકારથી ગૃહાદિ ત્યાગ કરી ચાલ્યા જતા હવા.” (વ.પૃ.૩૮૮)
સપુરુષના વૈરાગ્યનાં દ્રષ્ટાંત દેખે સાંભળે, તોયે કરે ઑવ કાળનો વિશ્વાસ રે! શાના બળે? વિચાર કરવા યોગ્ય છે આ ઉર-ગુફામાં ઊતરી,
તીર્થકરો જેવા તજી ઘર, વ્રત લઈ જાતા તરી. ૨ અર્થ - સપુરુષોના આવા વૈરાગ્યના દ્રષ્ટાંતો દેખવા કે સાંભળવા છતાં પણ આ જીવ કાળનો વિશ્વાસ કયા બળે કરતો હશે? શું મોતની સાથે મિત્રતા હશે? કે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હશે? કે હું નહીં જ મરું એમ હશે? આ વાત હૃદયની ઊંડી ગુફામાં ઉતરીને વિચારવા યોગ્ય છે. તીર્થકરો જેવા પણ ઘરબાર તજી વ્રત લઈને તર્યા છે. સારા
આવા સત્પરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે, તે કિયા બળે કરતો હશે? તે વિચારી જોવા યોગ્ય છે.” (વ.પૃ.૩૮૮)
શ્રેણિક સુણી એ વાત ઉત્સવ આદરે દીક્ષા તણો, માને મહોત્સવ ઘર્મનો અવસર ચહે એ આપણો. ન્દવરાવ બન્ને ઘર્મમૂર્તિ, અવનવાં ભૂષણ ઘરે,
જેને સહસ્ત્ર જનો વહે સુખપાલ તે આણી ઘરે-૩ અર્થ - શ્રેણિક રાજાએ આ વાત સાંભળી દીક્ષાનો ભવ્ય ઉત્સવ આદર્યો, અને ઘર્મનો આ મહોત્સવ છે એમ માનવા લાગ્યા. પોતાને પણ એવો દીક્ષાનો અવસર આવે એમ ભાવથી ઇચ્છવા લાગ્યા. શ્રી શાલિભદ્ર અને શ્રી ઘન્યકુમાર બન્ને ઘર્મમૂર્તિને સ્નાન કરાવી નવા નવા આભૂષણો પહેરાવ્યા. જેને સહસ્ત્ર એટલે હજાર માણસો ઉપાડી શકે એવા સુખપાલ એટલે પાલખીને, તેમના બેસવા માટે ઘરે આણી. હા
બેસારી બન્ને વીરને ઘર છત્ર, ચામર વીંઝતા, વાજાં વિવિઘ વાગે ઘણાં, પુર-સજ્જનો સાથે જતા. વૈભારગિરિ પર પાલખીથી ઊતરી ઈશાનમાં જઈ, મંડનાદિક માતને દઈ લોચ કરતા તાનમાં. ૪
Page #80
--------------------------------------------------------------------------
________________
૭ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - તે પાલખીમાં બન્ને ઘર્મમૂર્તિ વીરને બેસાડી, ઉપર છત્ર ઘરી, ચામર વીંઝતા ચાલવા લાગ્યા. વિવિઘ પ્રકારના ઘણા વાજાં વાગવા લાગ્યા. નગરના સજ્જન પુરુષો પણ બઘા સાથે ગયા. વૈભારગિરિ ઉપર પાલખીમાંથી બન્ને વીર ઊતરી ઈશાન એટલે ઉત્તર અ પૂર્વ વચ્ચેની દિશામાં જઈ, મંડનાદિક કહેતા મંડન એટલે શણગાર આદિ સર્વ ઉતારી માતાને દઈ, તાનમાં એટલે આત્મોલ્લાસમાં આવી બન્ને વીર કેશ લોચ કરવા લાગ્યા.
માતા પ્રભુને વંઠ વદતી, “પુત્રભિક્ષા આ દઉં, ત્રિભુવનપતિ! આ શિષ્ય હોરો ઘન્ય હું તેથી થઉં” બન્ને ય તે શ્રી વીર આગળ પંચ મહાવ્રત ઉચ્ચરે;
છઠનું સદા કરી પારણું વળી છઠ તણું વ્રત તે ઘરે. ૫ અર્થ - ભદ્રા માતા પ્રભુ મહાવીરને વંદન કરી કહેવા લાગ્યા કે હે ત્રિભુવનપતિ! આપને હું મારા પુત્રની ભિક્ષા આપું છું. એને હોરી આપનો શિષ્ય બનાવો તેથી હું ઘન્ય બની જાઉં. પછી શ્રી શાલિભદ્ર અને શ્રી ઘન્યકુમાર બન્ને, શ્રી વીર પરમાત્મા આગળ પંચ મહાવ્રત ઉચ્ચરવા લાગ્યા. પછી છઠ એટલે બે ઉપવાસ કરી સદા પારણું કરતા અને વળી બે ઉપવાસનું આગળ વ્રત ધારણ કરી લેતા હતા. //પા.
ઓછો ન તપ તેથી કરે પણ તપ તણી વૃદ્ધિ વરે, સ્ત્રીવૃન્દ પણ યમપંચ ઘર તપ જપ યથોચિત આદરે; શ્રેણિક અને ભદ્રાદિ જન વંદન કરી નગરે ગયાં,
શ્રી વીર પણ પરિવાર સહ ત્યાંથી વિદેશે વિચર્યા. ૬ અર્થ - બે ઉપવાસથી ઓછું તપ કરતા નહોતા પણ તેથી વિશેષ તપવૃદ્ધિ થાય તેમ કરતા હતા. તેમની સ્ત્રીઓનો સમુહ પણ પાંચ યમ એટલે પંચ મહાવ્રત ઘારણ કરીને તપ જપ યથોચિત એટલે યથાયોગ્ય શક્તિ પ્રમાણે ગ્રહણ કરતા હતા. રાજા શ્રેણિક અને ભદ્રા શેઠાણી આદિ બઘા લોકો ભગવાનને વંદન કરી નગરમાં ગયા. અને ભગવાન શ્રી મહાવીર પણ સાધુ સાધ્વી વગેરે પરિવાર સાથે ત્યાંથી બીજા દેશમાં વિહાર કરી ગયા. કા.
ફરી રાજગૃહીંમાં વીંર પથાર્યા નગરજન-પુણ્યોવશે, મુનિ શાલિભદ્ર પુંછે પ્રભુને, “પારણું મુજ ક્યાં થશે?” તુજ જનની હાથે પારણું પામીશ” એ વચનો સુણી,
શ્રી ઘન્યમુનિ સહ જાય શાલિભદ્ર ભદ્રા-ઘર ભણી. ૭ અર્થ :- ફરી રાજગૃહીમાં નગરજનોના પુણ્યવશાત્ ભગવાન મહાવીરનું પઘારવું થયું. તે વખતે મુનિ શાલિભદ્ર પ્રભુને પૂછ્યું કે આજે મારું પારણું ક્યાં થશે? પ્રભુ કહે : તારી માતાના હાથે પારણાની સામગ્રી પામીશ. એ વચનો સાંભળી શ્રી ઘન્યમુનિ સાથે શ્રી શાલિભદ્ર મુનિ પોતાની માતા ભદ્રાના ઘર ભણી રવાના થયા. //શા
બન્ને ગયા ભદ્રાગૃહે પણ માત શકી ના ઓળખી, પાછા ફર્યા ઘરથી તપસ્વી, નગર-દરવાજા લગી
Page #81
--------------------------------------------------------------------------
________________
(૫૮) માથે ન જોઈએ ભાગ-૨
૭ ૩
જાતાં, મળી ડોશી, લઈ દહીં આવતી, વ્હોરાવતાં
સ્તનથી ઘૂંટી ઘૂંઘાર શાલિભદ્રને નિહાળતાં. ૮ અર્થ :- બન્ને ભદ્રામાતાના ઘરમાં ગયા પણ માતા વિચારમગ્ન હોવાથી કોણ આવ્યું અને કોણ ગયું તેની ઓળખ એટલે જાણ થઈ શકી નહીં. તેથી ઘરમાંથી તે તપસ્વી પાછા ફરી નગરના દરવાજા લગી જતા ત્યાં એક ડોશીમા દહીં લઈને આવતી સામે મળી. તેને ભાવ આવવાથી આ મુનિ મહાત્માઓને દહીં વહોરાવ્યું તે વખતે શાલિભદ્રને નિહાળતા ડોશીમાના સ્તનમાંથી દૂઘની ઘાર છૂટી. IIટા
ભિક્ષા લઈ પ્રભુ પાસ જઈ, દેખાડીને પછી પૂછતાઃ “માતા-કરે મુજ પારણું, આપે કહેલું તે છતાં માતા ન મારી કાંઈ બોલી, મગ્ન નિજ વિચારમાં
મહિયારીએ મુજને દીથી ભિક્ષા દહીંની પાત્રમાં.”૯ અર્થ - દહીંની ભિક્ષા લઈ પ્રભુ પાસે જઈ, તે દેખાડીને પછી પ્રભુને કહેવા લાગ્યા કે પ્રભુ! માતાના હાથે મારું પારણું થશે એમ આપે કહેલું, છતાં મારી માતા તો વિચારમાં મગ્ન હોવાથી કાંઈ બોલી જ નહીં અને એક મહિયારીએ એટલે ભરવાડણે મારા પાત્રમાં દહીંની ભિક્ષા મને આપી. એ વાત કેમ હશે? વાલા
“સુણ, શાલિભદ્ર, ખરું કહ્યું મેં,” એમ વીર વાણી વદે, “મહિયારી શાલિગ્રામની પૂર્વે ઘણી જ ગરીબ તે; સંગમ ઘરેલું નામ તેના પુત્રનું, પશુ ચારતો;
ઉત્સવ અમાવાસ્યા તણો ક્ષીરપાકનો ત્યાં આવતો. ૧૦ અર્થ - ત્યારે પ્રભુ મહાવીર કહેવા લાગ્યા કે હે શાલિભદ્ર તે સાંભળ. મેં તને ખરું કહ્યું છે. તે મહિયારી શાલિ નામના ગામની છે. જે પૂર્વે ઘણી જ ગરીબ હતી. તેને એક સંગમ નામનો પુત્ર હતો. તે પશુઓને ચરાવતો. તે ગામમાં અમાવસ્યાનો ઉત્સવ આવ્યો. તે દિવસે ક્ષીરપાક એટલે દૂઘની ખીર બનાવીને ઘરના બધા જમે એવો રિવાજ હતો. ૧૦ના
પ્રત્યેક ઘર ખર થાય આજે, ખીર વણ ખાવું બળ્યું, રઢ બાળ એવી લઈ રડે, પાડોશણોએ સાંભળ્યુંકે એક ઘૂંઘ આપે, બીજું ચોખા, ત્રીજી ઘી-શર્કરા:
કરી ખીર, માએ પીરસી ગરમાગરમ; કરીને ત્વરા, ૧૧ અર્થ - પ્રત્યેક ઘરમાં આજે ખીર બને છે. મારે પણ ખીર વગર આજે ખાવું જ નથી. એવી રઢ લઈને બાળક સંગમ રડવા લાગ્યો. પાડોશણોએ તે વાત સાંભળીને એકે દૂઘ આપ્યું, બીજીએ ચોખા અને ત્રીજીએ ઘી અને સાકર આપી. તેથી માએ ત્વરા કરીને એટલે ઉતાવળે તેની ખીર બનાવીને ગરમાગરમ બાળકને પીરસી. ||૧૧ાા
માતા ગઈ પાડોશમાં, ત્યાં કામસર ખોટી થઈ; ખીર માસ-ઉપવાસી મુનિને બાળ દે રાજી થઈ.
Page #82
--------------------------------------------------------------------------
________________
૭ ૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
મા આવ મનમાં ચિંતવે કે પુત્ર હજીં ભૂખ્યો દીસે,
માટે ફરી બથી ખીર પીરસી, “ખાઈ જા” બોલી રીસે. ૧૨ અર્થ :- ખીર બાળકને પીરસી માતા પાડોશમાં ગઈ. ત્યાં તેને કામવશ રોકાવું પડ્યું. તેટલામાં એક મહિનાના ઉપવાસી મુનિ તેના ઘરે આવી ચઢ્યા. બાળ સંગમે વિચાર્યું કે મુનિ મહાત્માને અડઘી ખીર વહોરાવું. એમ ઘારી આપવા જતાં બધી ખીર સરી પડી તો પણ તે બાળ સંગમ રાજી થયો. રડીને બનાવેલી ખીર આપીને પણ પુણ્યોદયે તે મનમાં હર્ષ પામ્યો. પછી તે થાળીમાં ચોટેલ ખીર ચાટવા લાગ્યો. તેટલામાં માએ આવી જોતાં મનમાં ચિંતવ્યું કે પુત્ર હજી ભૂખ્યો જણાય છે તેથી વધેલી બઘી ખીર તેને પીરસી રીસમાં આવીને મા બોલી “લે ખાઈ જા' બધું. I/૧૨ા
આકંઠ ખાથી બાળકે, રાત્રે અજીર્ણ થતાં મૅઓ, ગોભદ્રને ત્યાં પુત્ર શાલિભદ્ર નામે તે હઓ. હે!શાલિ-સંયત, માત તારી જ પૂર્વભવની, ડોસી એ,”
એ સાંભળી કરી પારણું બન્ને થયા ઉદાસી તે. ૧૩ અર્થ - બાળક સંગમે આકંઠ એટલે ગળા સુધી તે ખીર ખાવી. તેથી રાત્રે અજીર્ણ થવાથી તેનું મૃત્યુ થયું. તે બાળક ગોભદ્ર શેઠને ત્યાં શાલિભદ્ર નામે અવતાર પામ્યો.
હે સંયત એટલે સંયમી શાલિભદ્ર! એ ડોશીમાં તારી જ પૂર્વભવની માતા છે. એ સાંભળીને પારણું કરી બન્ને ઉદાસી એટલે વૈરાગ્યભાવને પામ્યા કે અહો! આ સંસારની કેવી ક્ષણિકતા છે. પૂર્વભવમાં ખાવાના પણ સાંસા અને આ ભવમાં દેવતાઈ રિદ્ધિ. કર્મનું કેવું વિચિત્રપણું. હવે એ કર્મનો સર્વથા નાશ જ કરવો યોગ્ય છે, જેથી ફરી આવા ઉદય કદી આવે નહીં. ||૧૩ા.
આજ્ઞા લઈ અંતિમ અનશન વ્રત ઘરી એકાનમાં, ધ્યાને ઊભા વૈભારગિરિના શુદ્ધ નિર્જન સ્થાનમાં. ભદ્રા પ્રભુ પાસે જતાં, વંદન કરી પૂછે : “કહો,
શું શાલિભદ્ર ન આવિયા મુજ ઘેર ભિક્ષાર્થે અહો!” ૧૪ અર્થ - હવે ભગવાન મહાવીરની આજ્ઞાથી બન્ને અંતિમ અનશન વ્રત ધારણ કરીને એકાંત એવા વૈભારગિરિના શુદ્ધ નિર્જન વનમાં જઈ ધ્યાનમાં ઊભા રહી ગયા. ભદ્રા માતા પ્રભુ પાસે આવી વંદન કરીને પૂછવા લાગ્યા કે પ્રભુ! શાલિભદ્ર કયા કારણથી મારે ઘેર ભિક્ષાર્થે આવ્યાં નહીં, તે કહો. ૧૪
અનશન સુઘી પ્રભુએ કહી તે વાત સુણી ગિરિ પર ગઈ, દર્શન કરી નિજ ભૂલની માગે ક્ષમા ગળગળી થઈ; શ્રેણિક પણ આવી ચઢ્યા વંદન કરીને વીનવે :
“માતા સમાન ન તીર્થ બીજું; મુનિ, જુઓ માતા રૂંવે.” ૧૫ અર્થ - ભગવાને અનશન લીઘા સુધીની બધી વાત કહી. તે સાંભળીને માતા વૈભારગિરિ પર ગઈ. તેમના દર્શન કરીને પોતાની ભૂલ માટે ગળગળી થઈને ક્ષમા માગવા લાગી. શ્રેણિક રાજા પણ ત્યાં આવી ચઢ્યા અને વંદન કરીને મુનિને વીનવવા લાગ્યા કે માતા સમાન કોઈ બીજું તીર્થ નથી. તમારી માતા રડે છે માટે મુનિ તેમના તરફ દયા લાવીને જરા નજર કરો. I/૧૫
Page #83
--------------------------------------------------------------------------
________________
(૫૮) માથે ન જોઈએ ભાગ-૨
૭ ૫
પાષાણ સમ કરી કઠણ મન મુનિ બેય લીન સ્વરૂપમાં, બોલે ન ચાલે કે જુએ નિર્મળ રહે નિજ રૂપમાં. રાજા કહે : “મુનિરત્ન આવું ઘન્ય તમ કૂખે થયું!
ભદ્રા, તમે શાંતિ ઘરો; જીવન સફળ પુત્રે કર્યું.”૧૬ અર્થ - પાષાણ એટલે પત્થર સમાન કઠણ મન કરીને મુનિ બેય સ્વરૂપમાં જ લીન રહ્યા. ન બોલે કે ન ચાલે કે જુએ પણ નિર્મળ એવા પોતાના આત્મસ્વરૂપના ધ્યાનમાં જ મગ્ન રહ્યા.
ત્યારે રાજા શ્રેણિક ભદ્રામાતાને કહેવા લાગ્યા કે આવું મુનિરત્ન તમે કૂખે ઘારણ કર્યું માટે તમે પણ ઘન્ય છો. હવે શાંતિને હૃદયમાં ઘારણ કરો, કારણ કે તમારા પુત્રે તો આ મનુષ્ય જીવન સફળ કરી લીધું. [૧૬ના
રાજા ગયા નિજ પુરમાં, માતા થઈ સાધ્વી સતી, બન્ને મુનિ અંતે વર્યા સર્વાર્થસિદ્ધ સુરગતિ. મુનિ બે ય મુક્તિ પામવાના ત્યાંથી ચાવી માનવ થઈ,
માતા ય મુક્તિ પામશે સ્વર્ગે જઈ, નરભવ લઈ. ૧૭ અર્થ :- રાજા શ્રેણિક પોતાના નગરમાં ગયા અને સતી એવી ભદ્રા માતા સાધ્વી બની ગઈ. શ્રી શાલિભદ્ર અને ઘન્યકુમાર બન્ને મુનિ સમાધિપૂર્વક દેહત્યાગ કરીને સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવરૂપે અવતર્યા. ત્યાંથી ચવીને માનવ થઈ બેય મુનિ મુક્તિને પામશે. માતા પણ અહીંથી સ્વર્ગમાં જઈ પછી મનુષ્યભવ પામી મોક્ષને મેળવશે. I૧ણા.
શ્રેણિક તો પ્રારબ્ધ ગતિ નિજ નરકની પૂરી કરી, પદ તીર્થપતિનું પામી ભરત, મોક્ષપદ લેશે વરી. સો મોક્ષગામી સજ્જનોની આ કથા વૈરાગ્યની,
પરમાર્થ-પંથે પ્રેમ જગવે, સૂચના સભાગ્યની. ૧૮ અર્થ - શ્રેણિક રાજા તો પોતાના પ્રારબ્ધ અનુસાર નરકની ગતિ પૂરી કરીને ભરતક્ષેત્રમાં તીર્થંકર પદવીને પામી મોક્ષપદને પામશે. સર્વ મોક્ષગામી સજ્જનોની આ કથા વૈરાગ્ય આપનાર છે અને પરમાર્થ માર્ગમાં પ્રેમ જાગૃત કરનાર છે કે આવી દેવતાઈ રિદ્ધિ ભોગવતાં સુખી જીવો પણ સંસાર ત્યાગી ચાલ્યા ગયા; તો હવે આપણે પણ પરમાર્થ પંથે પ્રેમ જગવી, આ તુચ્છ વિષયોનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. આપણા સદ્ભાગ્યનું આ સૂચન છે કે આવા પવિત્ર પુરુષોની કથાઓ, આવા કલિયુગમાં પણ આપણને સાંભળવા મળે છે. ૧૮ના
શાલિભદ્ર કર્મોના બંઘ, ઉદય, ઉદીરણા અને સત્તા એ ચાર ભાંગોને તોડવાનો, ભગવાન મહાવીરની આજ્ઞાથી પુરુષાર્થ કરી ઉત્તમ ગતિ સાધી. તે બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા કોને કહેવાય? એનું વિસ્તારથી વર્ણન કરી આગળના પાઠમાં હવે સમજાવવામાં આવે છે :
Page #84
--------------------------------------------------------------------------
________________
૭ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
(૫૯) (ચાર) ઉદયાદિ ભંગા
૧ બંઘ* આત્માના પ્રદેશો સાથે કાર્પણ વણાઓનું અથવા પુદ્ગલ પરમાણુઓનું, દૂઘ અને પાણીની જેમ એકમેક થઈ જવું તેને બંધ તત્ત્વ કહે છે.
(દીઠો સુવિધિ નિણંદ સમાધિરસે ભય, હો લાલ, સમાધિરસ ભર્યો એ રાગ)
પ્રાસ્તાવિક આ વિષય સંબંઘી ભૂમિકારૂપે પ્રથમ ટૂંકો ઉલ્લેખ કરવો તે પ્રાસ્તાવિક કહેવાય છે. વંદું શ્રી રાજચંદ્ર અગાઘ ગુણે ભર્યા, હો લાલ, અગાઘ ગુણે ભર્યા;
બંઘ, ઉદય, સત્તાદિ યથાર્થ લહી તર્યા, હો લાલ યથાર્થ લહી તર્યા. ૧ અર્થ - પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને હું ભક્તિભાવે પ્રણામ કરું છું કે જે આત્માને અનંત કાળના કમોંથી કેમ છોડાવવો તે સંબંધીનું અગાઘ એટલે અતિ ઊંડું જ્ઞાન ઘરાવનાર હોવાથી ગુણોના ભંડારરૂપ છે. તે ઊંડા જ્ઞાનને આઘારે બંઘ, ઉદય, ઉદીરણા અને સત્તામાં રહેલા કર્મના સ્વરૂપને યથાર્થ જાણી જેઓ સંસાર સમુદ્રને તરી ગયા.
તે કર્મનું સ્વરૂપ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે :| (૧) બંઘ ઃ- શુભાશુભ ભાવોનું નિમિત્ત પામી નવીન કમનું ગ્રહણ કરવું તે બંધ.
(૨) ઉદય :- બાંધેલા કર્મના ફળનો અબાઘાકાળ પૂર્ણ થયે ઉદયાવલિકામાં પ્રવેશ પામી ફળ આપવું તે ઉદય.
(૩) ઉદીરણા :- ઉદયમાં નહીં આવેલા કર્મોને બાર પ્રકારના તપ આદિવડે ઉદયમાં લાવી ભોગવી લેવાં તે ઉદીરણા.
(૪) સત્તા – આત્મા સાથે બંધાયેલા કર્મોના જથ્થાનું અબાઘાકાળ સુધી વળગી રહેવું તે કર્મોની સત્તા કહેવાય છે. ||૧ાા.
બંઘાદિ-આઘાર ઑવોના ભાવ જે, હો લાલ ર્જીવોના
ભિન્ન ગણાય અનંત, ચૌદ સંક્ષેપ તે. હો લાલ ચૌદ૦ ૨ અર્થ :- જીવોને કર્મબંઘ આદિના આઘાર પોતાના શુભાશુભ ભાવ છે. શુભાશુભ નિમિત્તોના કારણે જેવા શુભાશુભ ભાવ જીવ કરે છે તેવા પ્રકારનો તેને શુભાશુભ કર્મનો બંઘ થાય છે. ભાવથી બંઘ અને ભાવથી મોક્ષ છે.
જે રાગદ્વેષાદિ વિભાવભાવો આત્મા કરે તે તેના સ્વભાવમાં નથી. તે વિભાવભાવોના અનંત પ્રકાર * જુઓ ‘બંઘયંત્ર” પૃષ્ઠ ૬૦૦ ઉપર
Page #85
--------------------------------------------------------------------------
________________
(૫૯) (ચાર) ઉદયાદિ ભંગ -૧
છે. પણ સંસારી જીવોની અપેક્ષાએ સંક્ષેપમાં તેના ચૌદ ભેદ કરવામાં આવ્યા છે; તેને ચૌદ ગુણસ્થાનક કહેવાય છે. રા
ગુણસ્થાનો ભણાય; જણાવું નામથી હો લાલ જણાવું.
'મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર “સુ-અવિરતિ, હો લાલ મિશ્ર ૩ અર્થ - તે ચૌદ ગુણસ્થાન જીવની વર્તમાન અવિશુદ્ધ, અદ્ધ શુદ્ધ, શુદ્ધ, સંપૂર્ણ શુદ્ધ અવસ્થા બતાવનારી પારાશીશી અથવા થમોમીટર સમાન છે. જેથી જીવ વર્તમાનમાં કયા ગુણસ્થાનકમાં છે તે જાણી શકાય છે તેના નામો આ પ્રમાણે છે :
(૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) સુ-અવિરતિ એટલે સમ્યકત્વ સહિત અવિરતિ ગુણસ્થાનક છે. [૩.
પદેશવ્રતી, પ્રમત્ત, અપ્રમત્ત સાતમું, હો લાલ અપ્રમત્ત સાતમું
નિવૃત્તિ, ‘અનિવૃત્તિ, સૂક્ષ્મ, ઉપશમ અગ્યારમું હો લાલ ઉપ૦ ૪ અર્થ - (૫) દેશવ્રતી ગુણસ્થાનક (૬) પ્રમત્ત (૭) અપ્રમત્ત (૮) નિવૃત્તિ અથવા અપૂર્વકરણ ગુણસ્થાનક (૯) અનિવૃત્તિકરણ (૧૦) સૂક્ષ્મ સંપરાય (૧૧) ઉપશમ એટલે ઉપશાંતમોહ ગુણસ્થાનક છે. જો
ક્ષીણમોહી, સયોગ, અયોગ યથાર્થ તે–હો લાલ અયોગ
સમ્પર્શનચોગ આદિ ચાર વર્ણવે, હો લાલ આદિ ચાર૦ ૫ અર્થ :- (૧૨) ક્ષીણમોહ ગુણસ્થાન (૧૩) સયોગી કેવળી અને (૧૪) અયોગી કેવળી ગુણસ્થાન છે; તે યથાર્થ છે. પહેલાંના ચાર ગુણસ્થાનકમાં જીવની યોગ્યતા વઘતા વઘતા ચોથા ગુણસ્થાનકમાં જીવ આવે ત્યારે સમ્યક્દર્શન પામે છે. પા.
બાકીનાં દશમાં ય, સ્વરૂપે સ્થિરતા, હો લાલ સ્વરૂપે
સંક્ષેપે જીવભાવ જણાવે વીરતા. હો લાલ જણાવે વીર. ૬ અર્થ - બાકીના દશમાંય એટલે પાંચમા ગુણસ્થાનથી તે ચૌદમા ગુણસ્થાન સુઘી બઘામાં ઓછા વત્તા પ્રમાણમાં સહજાત્મસ્વરૂપમાં સ્થિરતા હોય છે. તે ગુણસ્થાનોમાં રહેલા જીવોના ભાવ સંક્ષેપમાં પોતાના આત્મવીરત્વને જણાવે છે. દા.
અનાદિ જીવ ને કર્મ-સંબંઘ, પ્રભુ કહે હો લાલ સંબંઘ
સ્વર્ણ-પથ્થર જેમ, શુદ્ધતા ર્જીવ લહે. હો લાલ શુદ્ધતા૭ અર્થ - અનાદિકાળથી જીવને કર્મનો સંબંઘ સુવર્ણ એટલે સોનાના કણો સાથે પત્થર જેવી કડક માટીની જેમ છે; એમ ભગવાને કેવળજ્ઞાનથી જોઈને કહ્યું છે. સોનાના કણો અનાદિથી પત્થર જેવી કડક માટીની અંદર છૂટા છૂટા પથરાયેલા છે; તેને કોઈએ ત્યાં પાથર્યા નથી. તેમ કમનો સંબંઘ અનાદિકાળથી આત્મા સાથે છે. પણ તે સોનાના કણોને પત્થર જેવી માટીમાંથી છૂટા પાડી શકાય છે, તેમ કર્મમળ ટાળી જીવ પોતાના શુદ્ધાત્માને પામી શકે છે. આવા
અહંપણું પ્રત્યક્ષ ન ઑવ વિણ સંભવે, હો લાલ ન ઑવ. વિચિત્રતા, વિણ કર્મ કોઈ નહિ દાખવે. હો લાલ કોઈ ૮
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
અર્થ :— જીવમાં અહંપણું એટલે હું છું તે સ્વસંવેદનાનો પ્રત્યક્ષભાવ, જીવ વગર કદી હોઈ શકે નહીં. તેમ જગતમાં દેખાતી જીવોની ચિત્રવિચિત્ર અવસ્થા પણ તે કર્મ વગર કોઈ બતાવી શકે નહીં. જગતમાં ચિત્રવિચિત્રપણું બતાવી નાટકના પાત્રોની જેમ જીવને નચાવનાર તે કર્મ છે. કર્મ જીવને રાંક બનાવે, કર્મ ઊંચે–નીચે ભમાવે, કર્મ જ શાતા અશાતા ઉપજાવે છે. વ્યવહારનયથી કર્મનો કર્તા પણ પોતે અને તેનો ભોક્તા પણ પોતે જ છે; એ વિના બીજું કોઈ હોઈ શકે નહીં. ૫૮ા
૧ બંઘ (સામાન્ય)
૭૮
ગ્રહે જીવ નવીન કર્મ : બંધ-સ્વરૂપ તે, હો લાલ બંધ
અસંખ્ય લોક-પ્રમાણ પ્રકૃતિ બંઘ છે, હો લાલ પ્રકૃતિ ૯
અર્થ :— પૂર્વકર્મના ઉદયનું નિમિત્ત પામી, જો જીવ શુભાશુભભાવે તેમાં જોડાય તો નવીન કર્મનો બંધ થાય છે. તે ક્ષીરનીરવત્ હોય છે, તેને બંઘસ્વરૂપ કહેવામાં આવે છે.
લોકાકાશ અસંખ્યપ્રદેશ પ્રમાણ છે. તેમ જગતમાં રહેલા જીવોના અસંખ્ય પ્રકારના જુદા જુદા ભાવો હોવાથી કર્મ પ્રકૃતિનો બંધ પણ અસંખ્ય પ્રકારનો છે. IIII
તોપણ મુખ્ય આઠ; તેના ય ભેદ બેહો લાલ તેના ૫૦
વાર્તા, અપાતીરૂપ; વિભાવ નિમિત્ત એ. હો લાલ વિ ૧૦
=
અર્થ ઃ— છતાં તે સર્વ પ્રકૃતિઓને જ્ઞાનાવરણાદિ મુખ્ય આઠ પ્રકૃતિઓમાં ભગવાને વણી લીઘી છે. તેના પાછા ઘાતી, અઘાતીરૂપે બે ભેદ છે. આત્માના મૂળગુણોને જે ઘાતે અર્થાત્ હણે તે ઘાતી કર્મ છે. તે જ્ઞાનાવરન્નીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયકર્મ છે, જે આત્માના મુળગુણોને હણે નહીં તે અઘાતી કર્મ છે. તે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ છે. આ આઠેય કર્મપ્રકૃતિઓનો ઉદય જીવને વિભાવભાવનું નિમિત્ત બની, નવીન કર્મબંધનું કારણ થાય છે. આ આઠેય કર્મની બંઘયોગ્ય પ્રકૃતિઓ એકસોને વીશ ભગવાને જણાવી છે. ૧૦ના
જીવનું લક્ષણ જ્ઞાન, તેને જ આવરે-હો લાલ તેને જ જ્ઞાનાવરણીય જાણ ઘટ જેમ દીપ પરે, હો લાલ ઘટ ૧૧
=
અર્થ ઃ— જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મની બંઘયોગ્ય પ્રકૃતિઓને હવે વિસ્તારથી જણાવે છે — જ્ઞાનાવરણીય કર્મ :— જીવનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે. તેના ઉપર જે આવરણ લાવે તેને જ્ઞાનાવરણીય કર્મ જાણો. જેમ દીપક ઉપર ઘડો મૂકવાથી દીપકનું તેજ હોવા છતાં બહાર દેખાતું નથી. અથવા આંખે પાટા બાંધવાથી જોવાની શક્તિ હોવા છતાં આંખવડે પદાર્થ જોઈ શકાતો નથી; તેમ જ્ઞાનાવરણીય કર્મનું આવરણ જાણો. ।।૧૧।।
તેના ભેદો પાંચ મુખ્ય તો જાણવા, હો લાલ મુખ્ય દર્શનાવરણીય કર્મ દેતું નહિ દેખવા, હો લાલ દેતું ૧૨
અર્થ :— તે જ્ઞાનાવરણીય કર્મના મુખ્ય પાંચ ભેદ છે. તે આત્માના જ્ઞાન ગુણને રોકે છે, માટે અવશ્ય જાણવા. તે આ પ્રમાણે છે :—
(૧) મતિજ્ઞાનાવરણીય ઃ— જે પાંચ ઇન્દ્રિય તથા મનથી જ્ઞાન થાય તે મતિજ્ઞાન, તે મતિજ્ઞાન જે તે
Page #87
--------------------------------------------------------------------------
________________
(૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧
ઉપર આવરણ લાવે તે મતિજ્ઞાનાવરણીય.
(૨) શ્રુતજ્ઞાનાવરણીય :- જે શ્રુતજ્ઞાન ઉપર આવરણ લાવે.
(૩) અવધિજ્ઞાનાવરણીય - અવધિ એટલે મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોને જે દેખાડે તે અવધિજ્ઞાન. અને તેને ઢાંકે તે અવધિજ્ઞાનાવરણીય કર્મ. જે દેવ તથા નારકીને તે ભવમાં જન્મથી હોય છે. તે ભવપ્રત્યયી કહેવાય છે. અને જે મનુષ્યને ગુણો પ્રગટવાથી ઊપજે તે ગુણ પ્રત્યયી અવધિજ્ઞાન કહેવાય છે.
(૪) મન:પર્યવજ્ઞાનાવરણીય - અઢી દ્વીપ તથા બે સમુદ્રમાં રહેલા કોઈપણ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચ આદિ જીવોના મનના ભાવોને જે જણાવે તે મન:પર્યવજ્ઞાન. તેના ઉપર જે આવરણ લાવે તે મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ છે.
(૫) કેવળજ્ઞાનાવરણીય - ચારેય ઘાતીયા કર્મ ક્ષય થવાથી સકળ લોકાલોકના સ્વરૂપને સ્પષ્ટ જણાવનાર જ્ઞાન તે કેવલજ્ઞાન છે. તેના ઉપર આવરણ લાવનાર તે કેવળજ્ઞાનાવરણીય કર્મ છે.
જ્ઞાનાવરણીય કર્મબંઘના મુખ્ય કારણો :
આ પાંચ જ્ઞાન પ્રાપ્તિના સાઘનો પુસ્તક, પેન, પાટી આદિની અશાતના કરવી, તેનો વિનાશ કરવો, જ્ઞાની પ્રત્યે વિરુદ્ધ વર્તન કરવું, જ્ઞાનદાતા ગુરુને છૂપાવવા, તેમના પ્રત્યે દ્વેષ રાખવો, ભણવામાં અંતરાય કરવો. એમ જ્ઞાન, જ્ઞાની તથા શ્રી જિનેશ્વર ભગવાનની અશાતના કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે. તેથી જીવમાં મંદબુદ્ધિ અથવા મૂર્ખતા આવે છે તેમજ દર્શનાવરણીય કર્મબંધના પણ આ કારણો છે.
જ્ઞાન, જ્ઞાનીની તથા સદેવોની ભક્તિ કરવાથી તથા બાર પ્રકારના તપ કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે.
દર્શનાવરણીય કર્મ :- આત્માની અનંત દર્શનશક્તિવડે સકળ વિશ્વ, પોતાની નિર્મળતા થવાથી સહજે જોઈ શકાય; પણ આ દર્શનાવરણીય કર્મ તે શક્તિને રોકે છે. ૧૨ાા
દ્વારસ્થ રોકે એમ ન નૃપને દેખીએ, હો લાલ ન નૃપને.
તેના વળી નવ ભેદ નિદ્રાદિ લેખીએ, હો લાલ નિદ્રાદિ ૧૩ અર્થ - જેમ રાજમહેલના દ્વાર ઉપર ઉભેલ દ્વારપાળ રાજા પાસે ન્યાય કરાવવા જનાર વ્યક્તિને રાજાના દર્શન કરવા દેતો નથી; તેમ આ કર્મ પણ નવ પ્રકારે આત્માની અનંત દર્શનશક્તિ ઉપર આવરણ લાવી વિશ્વનું દર્શન કરવા દેતું નથી. તેના પ્રકાર નીચે પ્રમાણે છે :
(૧) ચક્ષદર્શનાવરણીય :- જેના ઉદયથી આંખોની જોવાની શક્તિ ઓછી થાય. | (૨) અચક્ષુદર્શનાવરણીયઃ- જેના ઉદયથી આંખ સિવાય બીજી કાન, નાક, જીભ અને ચામડીની સ્પર્શેન્દ્રિય શક્તિ ઓછી થાય; અર્થાત કાને ઓછું સંભળાય, નાકથી શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા ગંઘ ન આવે વગેરે.
. (૩) અવધિદર્શનાવરણીય - જેના ઉદયથી દીવાલ, પહાડ કે મસ્તક પાછળના રૂપી પદાર્થો ન દેખાય.
(૪) કેવળદર્શનાવરણીય :- જેના ઉદયથી લોકાલોકના સર્વ રૂપી કે અરૂપી પદાર્થો ન દેખાય. આનું કારણ દર્શનાવરણીય કર્મ છે. વળી દર્શનાવરણીય કર્મ પાંચ પ્રકારની ઊંઘવડે જીવ ઉપર આવરણ
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
८०
લાવે છે. તે આ પ્રમાણે :—
(૫) નિદ્રા ઃ— નિદ્રાવડે આત્મા ઉપર આવરણ લાવે. પણ આ નિદ્રાના ઉદયથી માણસ સુખેથી જાગી શકે. કૂતરાની જેમ તરત અવાજ સાંભળતા જાગી જાય.
(૬) નિદ્રા-નિદ્રા :– જેના ઉદયથી ઢંઢોળતાં મુશ્કેલીથી જાગે.
(૭)પ્રચલા ઃ— જેના ઉદયથી જીવને ગાય, ભેંસ કે ઊંટની જેમ ઊભાઊભા કે બેઠાબેઠા ઊંઘ આવે. (૯) પ્રચલા–પ્રચલા :– જેના ઉદયથી ઘોડા વગેરેની જેમ રસ્તામાં ચાલતા ચાલતા ઊંઘ આવે.
(૯) સ્ત્યાનગૃદ્ધિ :– જેના ઉદયથી જીવ દિવસે ચિંતવેલા કાર્યને, જે દિવસે કરવું અશક્ય હોય તેને ઊંઘમાં કરી આવે. આ ઊંઘવાળા પ્રથમ સંઘયણીને વાસુદેવના બળ કરતાં અર્ધું બળ પ્રાપ્ત હોય છે. અતિ વિચિત્ર પ્રકારની આ ઊંઘ છે. આ નિદ્રાવાળો જીવ મરીને નરકે જાય. વર્તમાનકાળે આ ઊંધવાળાને પોતાના બળ કરતા ત્રણચાર ગણું બળ આવે છે.
દર્શનાવરણીય કર્મબંધના કારણો :–
ઇન્દ્રિયોનો દુરઉપયોગ કરવાથી આ કર્મનો બંઘ થાય છે. જેમકે ચક્ષુઇન્દ્રિયનો બીજાના દોષો જોઈ દુરુપયોગ કરવાથી કે જીભાદિ ઇન્દ્રિયો વડે બીજાની નિંદા કરવાથી અથવા દેવગુરુધર્મનું શ્રદ્ધાપૂર્વક પાલન નહિં કરવાથી આ દર્શનાવરણીય કર્મનો બંધ થાય છે. દર્શન—ભગવાનના દર્શનની, દર્શની—દર્શન કરનાર આરાધકની, અને દર્શનના સાઘનો મૂર્તિ કે ચિત્રપટ વગેરેની આશાતના, નિંઠા, અપમાન કરવાથી પણ આ કર્મનો બંઘ થાય છે. અને દેવગુરુધર્મનું શ્રદ્ધાપૂર્વક આરાધન કરવાથી, ભક્તિ કરવાથી કે ઇન્દ્રિયોનો સદ્ઉપયોગ કરવાથી દર્શનાવરણીય કર્મનો ક્ષય થાય છે, ॥૧૩॥
સુખ-દુઃખનો દે સાજ, કહી વેદનીય તે, હોલાલ કહી
મઘ-ખરડી તરવાર જીભે સુખ-દુઃખ દે, હો લાલ જીભે ૧૪
વેદનીય કર્મ :— વેદનીયકર્મ શાતા અશાતારૂપે સુખદુઃખના સાજ એટલે રોગાદિક સાઘનોવર્ડ સુખદુઃખનો અનુભવ કરાવે તે વેદનીય કર્મ છે. આ કર્મ આત્માના અવ્યાબાધ સુખગુણને રોકે છે. મધથી ખરડાયેલી તરવાર જેવું આ કર્મ છે. તરવાર ઉપર રહેલ મઘને જીભવડે ચાટતાં મીઠો સ્વાદ આવે તે રૂપ શાતાવેદનીય કર્મ સંસાર સુખ અને તરવારના ઘારથી જીભ કપાતાં પીડા થાય તે અશાતાવેદનીયરૂપ સંસારનું દુઃખ છે, આવા સંસારસુખના ક્ષણિક અનુભવ વખતે હિંસાદિથી કાર્ય થતાં અશાતાવેદનીય-કર્મ બંધાય અને તેના ઉદયથી ફરી દુઃખ આવે. ।।૧૪।।
બે ભેદ તે જાણ; મોહનીય કર્મ તો હો લાલ મોહનીય૰
કરે અસાવધ દારૂ સમાન વિચારજો, હો લાલ સમાન ૧૫
તે વેદનીય કર્મના બે ભેદ છે.
=
(૧) શાતાવેદનીય – જેના ઉદયથી શરીર નિરોગી રહે. પરિવાર સુખી હોય કે માનસિક શાતા રહે તે શાતાવેદનીય.
કે
(ર) અશાતાવેદનીય :- જેના ઉદયથી જીવને તાવ આવે, માથું દુઃખે, પેટ દુ:ખે, ગુમડા થાય, સંગ્રહણી, ક્ષય કે કેન્સર વગેરે થાય અથવા પરિવાર અશાતા આપે કે મનમાં અશાંતિ આદિ રહે તે સર્વ અશાતાવેદનીય કર્મ છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
(૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧
અશાતાવેદનીય કર્મબંઘના કારણો :
બીજા જીવોને દુઃખ આપવાથી, હેરાન કરવાથી, હિંસા કરવાથી કે મારવાથી કે વઘ, બંધન, છેદન, ભેદન, તાડન કરવાથી અશાતા વેદનીય કર્મનો બંઘ થાય છે. વળી દેવગુરુથર્મની નિંદા વગેરે કરવાથી કે દુઃખ, શોક, સંતાપ, આક્રંદન, રૂદન કરવાથી, પણ અશાતાવેદનીયકર્મ બંધાય છે. તેથી વિપરીત દેવગુરુઘર્મની ભક્તિ કરવાથી, ક્ષમા, દયા, વ્રતપાલન, મન, વચન, કાયાની શુભપ્રવૃત્તિ, ક્રોધાદિ કષાયોનો જય, સુપાત્રદાન, ઘર્મમાં દૃઢતા અને સેવા કરી જીવોને સુખ શાંતિ આપવાથી શાતાવેદનીય કર્મનો બંઘ થાય છે. સંસારની તમામ અનુકૂળતાઓ અથવા સાંસારિક સુખ તે શાતાવેદનીય કર્મના ઉદયથી મળે છે.
મોહનીય કર્મ :- મોહનીય કર્મ જીવને દારૂ પીધેલાની જેમ અસાવધ એટલે બેભાન બનાવે છે. દારૂ પીધેલો માણસ જેમ પોતાનું ભાન ભલે તેમ મોહનીય કર્મના બળે આત્મા પોતાના હિતાહિતના વિવેકને ભૂલે છે. તે પોતાના સ્વરૂપને ભૂલી સંસારની મોહમાયામાં લપટાઈ જાય છે. જેથી તેને સમ્યક્દર્શન કે સર્વસંગ પરિત્યાગ ઉદયમાં આવતા નથી. ઉપરા
છવ્વીસ ભેદે બંઘ થતો મોહનીયનો; હો લાલ થતો.
રોકે બેડી સમાન આયુષ્ય-કર્મ તો. હો લાલ આયુષ્ય. ૧૬ આ મોહનીય કર્મનો છવ્વીસ ભેદથી બંઘ થાય છે તે નીચે પ્રમાણે :વળી મોહનીય કર્મના બે ભેદ છે.
(૧) દર્શનમોહનીય કર્મ – તેનો ઉદય આત્માના સમ્યગદર્શનગુણને રોકે છે, અર્થાત્ સમ્યગ્દર્શન થવા દે નહીં. આ દર્શનમોહનીય કર્મ બંઘની અપેક્ષાએ એક મિથ્યાત્વરૂપ છે. પણ સમકિત થયા પછી તેના મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય એમ ત્રણ ભેદ પડે છે. તેથી અહીં દર્શનમોહનીય કર્મની એક મિથ્યાત્વ મોહનીયની પ્રકૃતિને જ ગણતરીમાં લઈ, કુલ્લે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિને બદલે ૨૬ પ્રકૃતિવડે બંધ થતો જણાવવામાં આવેલ છે, તે યથાર્થ છે.
દર્શનમોહનીય કર્મના ત્રણ ભેદ :૧. મિથ્યાત્વ મોહનીય :- જેના ઉદયથી જિનપ્રણિત તત્ત્વ ઉપર શ્રદ્ધા ન થાય. ઊંઘી મતિ હોય.
૨. મિશ્ર મોહનીય - “સત્ય તત્ત્વ તરફ કાંઈક શ્રદ્ધા અને કાંઈક અશ્રદ્ધા રખાવે છે. તેમજ અસત્ય તત્ત્વ તરફ પણ કાંઈક શ્રદ્ધા અને કાંઈક અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે.” -કર્મગ્રંથસાર્થ ભાગ-૧ (પૃ.૧૭૩)
મિશ્ર મોહનીય-જ્ઞાનીએ કહ્યું છે તે પણ ઠીક છે અને આપણે આજ સુધી કરતા આવીએ છીએ તે પણ ઠીક છે. સદગુરુ સારા છે અને આપણા કુળગુરુ અજ્ઞાની હોય તો પણ તે સાધુ છે, આચાર્ય છે, સારા પૂજવા લાયક છે એવી માન્યતા તે મિથ્યાત્વમોહનીય કરતાં ઓછા ઝેરવાળી પણ સમકિત ન થવા દે તેવી છે.” -બોઘામૃત ભાગ-૩ (પૃ.૭૩૧)
૩. સમકિત મોહનીય – જેના ઉદયથી સમ્યગ્દર્શનનો નાશ થતો નથી. પણ પોતે દેરાસર કરાવ્યું હોય ત્યાં બહુ શાંતિ જણાય અથવા શ્રી શાંતિનાથ કે શ્રી પાર્શ્વનાથ આદિને વિશેષ હિતકર્તા જાણી તેવો ભેદ સમજણમાં રહે છે. આ સમકિત મોહનીયનો ઉદય હોય તેને ક્ષયોપશમ સમકિત કહેવાય.
(૨) ચારિત્રમોહનીય કર્મ :- એનો ઉદય આત્માના ચારિત્ર ગુણને રોકે અર્થાત આત્માના સ્વભાવમાં સ્થિરતા આવવા ન દે; તે ચારિત્ર મોહનીય કર્મનું પ્રબળપણું છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
૮ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ચારિત્રમોહનીય કર્મના પચ્ચીસ ભેદ :(૧) કષાય-૧૬, અને (૨) નોકષાય–૯ બેય મળીને ૨૫ ભેદ.
૧૬ કષાય - કષ એટલે સંસાર અને આય એટલે તેનો લાભ થવો તે કષાય. જેનાથી સંસારની વૃદ્ધિ (લાભ) થાય તે કષાય.
(૧) ૪ અનંતાનુબંધી કષાય:- ક્રોધ, માન, માયા, લોભ. આ ચાર કષાયો અતિ ઉગ્ર સ્વભાવના છે. અનંત સંસારની પરંપરાને વઘારનાર છે. સમકિત પ્રાપ્ત થવા દે નહીં.
(૨) ૪ અપ્રત્યાખ્યાન કષાય - ક્રોધ, માન, માયા લોભ. આ ચાર કષાયો વ્રત પચ્ચખાણ આવવા ન દે. શ્રાવકના દેશવિરતિ ગુણને રોકે.
(૩) ૪ પ્રત્યાખ્યાન કષાય:- ક્રોઘ, માન, માયા, લોભ. આ ચાર કષાયો સર્વ સંગપરિત્યાગરૂપ આત્મજ્ઞાન સહિત મુનિપણું આવવા ન દે.
(૪) ૪ સંજ્વલન કષાય - ક્રોઘ, માન, માયા, લોભ. આ ચાર કષાયો પરિષહ આદિ ઉપસર્ગમાં ચિત્તને ચંચળ કરે. યથાખ્યાત ચારિત્ર ન આવવા દે.
નોકષાયના ૯ ભેદ :કષાય ઉત્પન્ન થવામાં જે સહાયક કારણો તે નોકષાય છે.
૧. હાસ્ય - વિશિષ્ટ નિમિત્ત હોય કે ન હોય છતાં પણ જેના ઉદયથી હસવું આવે. જે વેરનું કારણ પણ થાય.
૨. રતિ :- જેના ઉદયથી મનગમતા પદાર્થો ઉપર રાગ થાય, આનંદ થાય. ૩. અરતિ :- જેના ઉદયથી અણગમતી વસ્તુઓમાં ખેદ થાય. ૪. ભય :- જેના ઉદયથી ભયવાળા સ્થાનકો દેખી બીક લાગે.
૫. શોક :- જેના ઉદયથી ઇષ્ટ વસ્તુના વિયોગમાં અને અનિષ્ટવસ્તુના સંયોગમાં અફસોસ થાય. છાતી વગેરે કૂટવાં, રડવું, વિલાપ કરવો, લાંબા નિસાસા લેવા, જમીન ઉપર આળોટવું વગેરે.
૬. જાગુપ્સા :- જેના ઉદયથી અમુક વ્યક્તિ કે પદાર્થો જોઈ કંટાળો આવે. ૭. પુરુષવેદ :- જેના ઉદયથી સ્ત્રી સમાગમની ઇચ્છા થાય. ૮. સ્ત્રીવેદ – જેના ઉદયથી પુરુષ સમાગમની ઇચ્છા થાય. ૯. નપુંસકવેદ :- જેના ઉદયથી પુરુષ તથા સ્ત્રી બન્નેના સમાગમની ઇચ્છા થાય.
આઠેય કમમાં મોહનીય કર્મ સૌથી ભયંકર છે. રાગ, દ્વેષ તથા અજ્ઞાનના કારણે અનાદિકાળથી આ કર્મ જીવને મૂંઝવે છે.
દર્શનમોહનીય કર્મબંઘના કારણો -
ઉન્માર્ગની દેશના, સન્માર્ગનો નાશ, ઉત્સુત્ર પ્રરૂપણા, દેવદ્રવ્યનું હરણ તેમજ શ્રી જિનેન્દ્રદેવ, નિગ્રંથમુનિ, જિન ચૈત્ય (દેરાસર) સંઘ કે સિદ્ધાંતની નિંદા કરવી તથા તેનાથી વિરુદ્ધ વર્તન કરવાથી દર્શનમોહનીય કર્મ બંધાય છે. તેથી મિથ્યાત્વ ગાઢ થાય છે.
ચારિત્રમોહનીય કર્મબંઘના કારણો :ક્રોધ, માન, માયા, લોભ અને હાસ્યાદિની પ્રવૃત્તિ કરવાથી તેમજ વિષયભોગમાં આસક્ત બનવાથી
Page #91
--------------------------------------------------------------------------
________________
(૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧
૮ ૩
ચારિત્રમોહનીય કર્મનો બંઘ થાય છે.
પણ સમ્યક્ સમજણ મેળવી કર્મના ઉદયમાં સમભાવ રાખવાથી, સહનશીલતાથી તથા કમળની જેમ સંસારમાં નિર્લેપ રહેવાથી આ મોહનીય કર્મ ક્ષીણ થાય છે.
આયુષ્ય કર્મ :- જે કર્મના ઉદયથી જીવને નરકાદિ ગતિઓમાં નિશ્ચિત સમય સુધી રોકાઈને રહેવું પડે તે આયુષ્ય કર્મ. તે બેડી સમાન છે. સજા પામેલ કેદી નિયત સમય પહેલા બેડીથી છૂટી શકે નહીં; તેમ આ પણ છે. આ કર્મના ઉદયથી આત્માનો અક્ષય સ્થિતિ ગુણ રોકાઈને રહે છે.
આયુષ્ય કર્મના ભેદ :- નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ, દેવાયુ; એમ આયુષ્યકર્મના ચાર ભેદ છે.
આ કર્મને લીધે જન્મ લેવો પડે, જીવવું પડે, મરવું પડે. જીવનમાં એક જ વાર એક ભવના આયુષ્ય કર્મનો બંઘ પડે. જે ગતિનો બંઘ પડે તેમાં જવું જ પડે છે.
આયુષ્ય કર્મબંઘના કારણો –
નરકાયુ - મહાઆરંભ, મહાપરિગ્રહ, રૌદ્ર (ક્રૂર) પરિણામ, પંચેન્દ્રિય વઘ, માંસભક્ષણ, અનંતાનુબંધી કષાયવાળી વેર પરંપરા, રાત્રિભોજન અને પરસ્ત્રીગમન વગેરેથી જીવને નરકાયુનો બંધ પડે છે.
તિર્યંચાયુ - કોઈના ગૂઢ રહસ્ય પ્રગટ કરવા, છળકપટ, ખોટા તોલમાપ કરવા, કપટસહિત જૂઠું બોલવું તથા અપ્રત્યાખ્યાન કષાયવાળા અને આર્તધ્યાન વગેરેથી જીવ તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે.
મનુષ્ઠાયુ – સ્વભાવથી મંદ કષાય, અલ્પ આરંભ-પરિગ્રહ, સ્વાભાવિક નમ્રતા, સરળતા, સભ્યતા, ઉદારતા વગેરેથી મનુષ્યાયનો બંઘ પડે છે.
દેવાયુ - સંયમ, દેશસંયમ, બાળ-અજ્ઞાન તપ તથા અકામ નિર્જરા વગેરેથી જીવ દેવાયુનો બંધ કરે છે.
શરીરાદિ આકાર ચિતારા સમ કરે હો લાલ ચિતારા
નામ-કર્મનો બંઘ સડસઠ ફૂપ ઘરે. હો લાલ સડસઠ. ૧૭ અર્થ – નામકર્મ – નામકર્મ એ ચિતારા એટલે ચિત્રકાર જેવું છે. ચિત્રકાર જેમ દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકીના ચિત્રો દોરે તેમ અથવા નટ જેમ અનેક પ્રકારના રૂપો ઘારણ કરે તેમ આપણે પણ આ શુભ અશુભ નામકર્મના પ્રભાવે અનેક શરીરાદિ રૂપોને ઘારણ કરીએ છીએ.
આ કર્મના ઉદયથી આત્માનો અમૂર્તિક એટલે અરૂપી દિવ્યશક્તિ ગુણ રોકાઈ રહે છે. નામકર્મની બંઘયોગ્ય કુલ ૬૭ પ્રકૃતિઓ નીચે પ્રમાણે છે.
નામકર્મની ૬૭ પ્રકૃતિઓ :તેમાંથી ૩૯ પિંડ એટલે સમૂહ પ્રકૃતિ. તે ૧૨ ભેદ બતાવી, બીજા બે ભેદ વિષે નીચે નોંઘ આપેલ છે.
૧. ગતિનામ કર્મ - જે કર્મના ઉદયથી જીવ નરકાદિ ગતિમાં ગમન કરે. તે ચાર પ્રકારે ૧. દેવગતિ, ૨. મનુષ્યગતિ, ૩. તિર્યંચગતિ અને ૪. નરકગતિ.
૨. જાતિનામ કર્મ :- જે કર્મના ઉદયથી હીન અધિક ઇન્દ્રિયો પ્રાપ્ત થાય. તે પાંચ પ્રકારે– ૧. એકેન્દ્રિય, ૨. બે ઇન્દ્રિય, ૩. તે ઇન્દ્રિય, ૪. ચઉરિન્દ્રિય અને ૫. પંચેન્દ્રિય.
૩. શરીરનામ કર્મ - જે કર્મના ઉદયથી પાંચ પ્રકારના શરીરની પ્રાપ્તિ થાય તે ઔદારિક,
Page #92
--------------------------------------------------------------------------
________________
૮૪
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
તે
વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ. તેમાં ૧. ઔદારિક—એ સ્થૂલ પુદ્ગલોનું બનેલું શરીર છે. તે મનુષ્ય અને તિર્યંચને હોય છે. તીર્થંકર ભગવાનને પરમ ઔદારિક શરીર હોય છે. ૨. વૈક્રિય—એટલે વિવિધ પ્રક્રિયાથી બનેલું, જે નાનું-મોટું કરી શકાય. ખેંચરમાંથી ભૂચર થઈ જાય, દૃશ્યથી અદૃશ્ય થઈ જાય, એકથી અનેક થઈ જાય એમ વિવિધ ક્રિયાવાળું તે વૈક્રિય શરીર. આ શરીર દેવ અને નારકીને જન્મથી હોય. ૩. આહારક–એ શરીર ચૌદપૂર્વઘારી કે તપસ્વી મહાત્મા, તીર્થંકર ભગવાનને સંશય પૂછવા માટે એક હાથનું અતિ વિશિષ્ટ રૂપવાળું બનાવે તે. ૪. તૈજસ-અનાદિકાળથી જીવ સાથે રહેલ તૈજસ દ્રવ્યોના સમૂહ કે જેથી આહારનું પાચન વગેરે થાય તથા શરીરમાં ગરમી રહે તે તૈજસ શરીર. ૫. કાર્મા—જીવ સાથે લાગેલ કર્મનો જથ્થો; જે આઠ કર્મના વિકારરૂપ તથા સર્વે શરીરના કારણભૂત બને છે. તે કાર્માણ શરીર છે.
(૪) અંગોપાંગ નામકર્મ :- જે કર્મના ઉદયથી અંગોપાંગ પ્રાપ્ત થાય. હાથ, પગ, છાતી, પેટ, માથું વગેરે અંગ છે અને હાથપગની આંગળીઓ વગેરે ઉપાંગ છે. તે ૧. ઔદારિક, ૨. વૈક્રિય તથા ૩. આહારક શરીરમાં હોય છે; તૈજસ, કાર્મણ શરીરમાં હોતા નથી.
(૫) સંહનન નામકર્મ :- જે કર્મના ઉદયથી હાડકાના બાંઘામાં વિશેષતા હોય તેને સંહનન અથવા સંઘયણ નામકર્મ કહે છે. તે છ પ્રકારના છે.
૧. વજાઋષભનારાચ સંઘયજ્ઞ :– અત્યંત મજબૂત હાડકાનો બાંધો. અસ્થિ સાંધામાં બે બાજુ મર્કટ બંધ, તેના ઉપર વજ્ર જેવા હાડકાનો પટ્ટો અને વચમા આરપાર વજ્ર જેવા હાડકાની ખીલી હોય તે. ૨. ઋષભનારાચ સંઘયજ્ઞ – અસ્થિ સાંધામાં બે બાજુ મર્કટબંધ, તેના ઉપર પટ્ટી પણ વચમાં
ખીલી નહીં.
૩. નારાચ સંઘયણ ઃ— અસ્થિ સાંધામાં માત્ર બે બાજુ મર્કટ બંઘ હોય. બીજું કંઈ હોય નહીં.
:
૪. અર્ધનારાચ સંષયણ – જેમાં એક તરફ મર્કટ બંધ હોય અને બીજી તરફ ખીલી બંઘ હોય. ૫. કીલિકા સંધયણ :– જેમાં અસ્થિ માત્ર ખીલીના બંઘથી બંધાયેલા હોય.
૬. છેવટું સંઘયણ – જેમાં હાડકાના સાંઘા માત્ર છેડે અડીને રહેલા હોય. આપણું હમણાનું સંઘયણ તે છેવટું સંઘયણ' છે,
(૬) સંસ્થાન નામકર્મ :- જે કર્મના ઉદયથી શ્રી ભદ્રબાહુ સ્વામીએ બનાવેલ સામુદ્રિક શાસ્ત્રમાં અંગોના જે માપો કહ્યા છે તે તે માપોવાળા અંગો મળવા તે સંસ્થાન નામકર્મ. પૂર્વે જેવું કર્મ બાંધ્યું હોય તેવું શરીરનું સંસ્થાન હોય. આના છ પ્રકાર છે.
૧. સમચતુરસ્ર સંસ્થાન :– ઉપર નીચે વચમાં જેવું જોઈએ તેવું સર્વાંગ સુંદર સામુદ્રિકશાસ્ત્ર અનુસાર લક્ષણયુક્ત હોય તે શરીર. અર્થાત્ પદ્માસનમાં બેઠેલાના ડાબા ઢીંચણથી જમણો ખભો અને જમણા ઢીંચણથી ડાબો ખભો, તથા બન્ને ઢીંચણની વચ્ચેનું માપ, તેમજ નાસિકાથી પદ્માસનનો અગ્રભાગ આ ચારેય માપ એક સરખા હોય તે સમયનુરસ સંસ્થાન.
૨. ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન :– ન્યગ્રોધ એટલે વડલો. નાભિ ઉપરના અંગો શુભ લક્ષણ અને પ્રમાણયુક્ત હોય તેવા પ્રકારનું શરીર છે.
૩. સાદિ (સ્વાતિ) સંસ્થાન – જેના ઉદયે નાભિ નીચેના અંગો શુભ લક્ષણ અને પ્રમાણયુક્ત હોય તે.
:
Page #93
--------------------------------------------------------------------------
________________
(૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧
૮ ૫
૪. વામન સંસ્થાન :- જેના ઉદયે ઠીંગણાપણું મળે. ૫. કુન્જ સંસ્થાન :- જેના ઉદયે કૂબડાપણું મળે. ૬. ઠંડક સંસ્થાન :- જેના ઉદયથી બધા અંગો હીનાધિક-એડોલ હોય, તેવા પ્રકારનું શરીર મળે તે.
(૭) વર્ણ નામકર્મ :- જે કર્મના ઉદયથી શરીરનો રંગ થાય તે વર્ણનામકર્મ. (તે પાંચ પ્રકારે છે–કાળો, નીલો, લાલ, પીળો અને સફેદ.)
(૮) ગંથ નામકર્મ :- જે કર્મના ઉદયથી ગંઘ આવે તે ગંદનામકર્મ. (તે સુગંઘ અને દુર્ગધ બે પ્રકારે છે.)
(૯) રસ નામકર્મ – એ કર્મના ઉદયથી સ્વાદ આવે તે રસનામકર્મ. (તે તીખો, કડવો, કષાયેલો, ખાટો કે મીઠો એમ પાંચ પ્રકારનો રસ હોય છે.)
(૧૦) સ્પર્શ નામકર્મ :- જે કર્મના ઉદયથી સ્પર્શનો અનુભવ થાય તે સ્પર્શનામકર્મ. (તે કર્કશ, કોમળ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, (ચીકણો) અને રુક્ષ (લુખો) એમ આઠ પ્રકારનો હોય છે.)
(૧૧) આનુપૂર્વીનામકર્મ :- “મરણ પછી બીજે ઠેકાણે જન્મ લેવા જતાં આત્માને આકાશ પ્રદેશની શ્રેણી અનુસારે ચાલવું પડે છે તે રીતે જતાં જ્યાંથી વળાંક વળવાનો હોય, તે સ્થળેથી બીજી શ્રેણી ઉપર ચડવાને આનુપૂર્વી નામકર્મ જીવને મદદ કરે છે. દેહ છોડે ત્યાંથી જીવ સીધી લીટીમાં જ ચાલે છે. વળાંક વળ્યા પછી પણ સીધી લીટીમાં જ ચાલે છે. વધુમાં વધુ ત્રણ વળાંક જીવને વળવાના હોય છે. એટલે મરણ પછી ઉત્પન્ન થતાં વઘુમાં વધુ ચારથી પાંચ સમય લાગે છે. આ આનુપૂર્વી ચાર પ્રકારની છે.
(૧) નારક આનુપૂર્વી નામકર્મ–આકાશ પ્રદેશની શ્રેણી ઉપર થઈને નરક ગતિ તરફ ચાલતાં જીવને જ્યાં જ્યાં વળાંક વળવાનો હોય ત્યાં ત્યાં તેને અટકવા ન દેતાં નારક તરફ વાળી દઈ નરકગતિમાં પહોંચાડનાર કર્મ તે નારક આનુપૂર્વી નામકર્મ છે.
(૨) દેવ આનુપૂર્વી નામકર્મ–દેવગતિ તરફ જતાં વળાંક વળવાના સ્થળે મદદ કરીને જીવને દેવગતિમાં લઈ જનાર કર્મ
(૩) મનુષ્ય આનુપૂર્વી નામકર્મ—મનુષ્યગતિ તરફ જતાં વળાંક વળવાના સ્થળે મદદ કરીને જીવને મનુષ્યગતિમાં લઈ જનાર કર્મ.
(૪) તિર્યંચ આનુપૂર્વી નામકર્મ–તિર્યંચ ગતિ તરફ જતાં વળાંક વળવાના સ્થળે મદદ કરી જીવને તિર્યંચગતિમાં લઈ જનાર કર્મ.” -કર્મગ્રંથ સાર્થ ભાગ-૧ (પૃ.૨૦૮)
જીવની સ્વાભાવિક ગતિ તો ઋજુ એટલે સીધી જ હોય છે. પણ કર્મના કારણે જીવને બીજી બીજી ગતિઓમાં જવું પડે છે.
(૧૨) વિહાયોગતિ નામકર્મ :- ચાલવાની રીત તે વિહાયોગતિ અથવા ખગતિ કહેવાય છે. તે બે પ્રકારની છે.
૧. શુભ વિહાયોગતિ :- જેના ઉદયથી બીજાને પ્રિય લાગે એવી હંસ, હાથી કે બળદ જેવી શુભ (સારી) ચાલ મળે તે.
૨. અશુભ વિહાયોગતિ :- જેના ઉદયથી બીજાને ન ગમે તેવી ઊંટ કે ગધેડા જેવી અશુભ (વાંકી) ચાલ મળે તે.
Page #94
--------------------------------------------------------------------------
________________
૮ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ના બાલ છે.
નોંધ :- બીજી બે બંઘન નામકર્મ અને સંઘાતન નામકર્મની પ્રકૃતિનો સમાવેશ શરીર નામકર્મમાં જ કરાય છે. કેમકે શરીર નામકર્મ બાંધે ત્યારે તેના ભેગી જ તે બંઘાય છે માટે. આ બે પ્રકૃતિ આ પ્રમાણે છે–
બંઘન નામકર્મ – જે કર્મોના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા અને નવા ગ્રહણ કરાતાં ઔદારિક આદિ પુદ્ગલોને એકમેક કરે તે બંઘન નામકર્મ. તેના મુખ્ય પાંચ ભેદ છે. ૧. ઔદારિક બંઘન, ૨. વૈક્રિય બંઘન, ૩. આહારક બંઘન, ૪. તૈજસ બંઘન અને ૫. કાર્પણ બંધન. તેના પેટા ભેદ ૧૫ થાય છે.
સંઘાતન નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવ જુદા જુદા કર્મ પરમાણુઓને ભેગા કરે છે. દંતાળી જેમ ઘાસને ભેગું કરે તેમ ઔદારિક આદિ પુગલોને તેના તેના વર્ગમાં જે એકઠા કરે છે. તેના પાંચ ભેદ–ઔદારિક સંઘાતન, વૈક્રિય સંઘાતન, આહારક સંઘાતન, તૈજસ સંઘાતન અને કાર્યણ સંઘાતન.
પ્રત્યેક નામકર્મની ૮ પ્રકૃતિઓ :- જેના પેટા ભેદ ન હોય તેને પ્રત્યેક નામકર્મની પ્રકૃતિ કહે છે.
૧. પરાઘાત નામકર્મ – જેના ઉદયથી જીવ બળવાનથી પણ હારે નહીં અર્થાત્ મહાબળવાનને પણ ક્ષોભ પમાડે તે. લવ અને કુશની જેમ. અથવા કેટલાક તેજસ્વી માણસો જોતાની સાથે જ જોનાર પર છાપ પાડી દે અથવા બોલવાની છટાથી કે બુદ્ધિથી મોટી સભામાં પણ સભાસદોને આંજી નાખે તે પરાઘાત શક્તિ કહેવાય છે.
૨. ઉપઘાત નામકર્મ :- જેના ઉદયથી જીવ પોતે પોતાના વધારાના અંગોપાંગથી પીડાય, દુઃખી થાય. જેમકે રસોલી કે પડજીભી વગેરેથી અથવા મોટા સીંગ વગેરેથી અથવા આપઘાત કરવાના બઘા જ નિમિત્તો આ કર્મના ઉદયથી આવે છે.
૩. ઉચ્છવાસ નામકર્મ – જેના ઉદયથી શ્વાસોશ્વાસ લેવા મૂકવાની શક્તિ પ્રાપ્ત થાય. તેમાં કસર હોય તેટલી અડચણ થાય.
૪. આપ નામકર્મ :- જેના ઉદયથી પોતે શીતળ છતાં તેનો પ્રકાશ ગરમ લાગે એવું શરીર, સૂર્ય વિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવનું હોય છે.
૫. ઉદ્યોત નામકર્મ :- જેના ઉદયથી પોતે શીતળ અને તેનો પ્રકાશ પણ શીતળ હોય એવું શરીર, ચંદ્ર વિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવનું હોય છે.
૬. અગુરુલઘુ નામકર્મ :- જેના ઉદયથી શરીર અત્યંત ગુરુ એટલે ભારે પણ ન હોય અને લઘુ એટલે અત્યંત હલકું પણ ન હોય; સમ શરીર હોય તે.
૭. તીર્થકર નામકર્મ :- જેના ઉદયથી કેવળજ્ઞાની બન્યા પછી ત્રણેય લોકના જીવોને પૂજવા યોગ્ય બને છે. પણ દેવો અવધિજ્ઞાનથી જાણીને પહેલા પણ પ્રભુના જન્મકલ્યાણક વગેરે કરીને પૂજે છે.
. નિર્માણ નામકર્મ :- જેના ઉદયથી શરીરના અંગોપાંગ યથાયોગ્ય સ્થાને વ્યવસ્થિત રીતે ગોઠવાય છે.
ત્રસદશક નામકર્મની ૧૦ પ્રકૃતિઓ :- બે ઇન્દ્રિયથી જીવો ત્રસકાય કહેવાય છે. ૧. ત્રસ :- જે કર્મના ઉદયથી જીવ સુખદુઃખના પ્રસંગે ઇચ્છા મુજબ જઈ આવી શકે છે. ૨. બાદર – જેના ઉદયથી આંખથી જોઈ શકાય એવું સ્થૂલ શરીર મળે.
૩. પર્યાપ્ત - જેના ઉદયથી પોતાને યોગ્ય પર્યાયિઓ પૂર્ણ કરવા શક્તિમાન બને. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ છ પર્યાયિઓ કહેવાય છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
(૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧
૪. પ્રત્યેક નામકર્મ - જેના ઉદયથી જીવ દીઠ જુદા જુદા શરીરની પ્રાપ્તિ થાય. ૫. સ્થિર :- જેના ઉદયથી સ્થિર એટલે દ્રઢ એવા હાડકાં, દાંત વગેરે અવયવોની પ્રાપ્તિ થાય. ૬. શુભ - જેના ઉદયથી નાભિ ઉપરના અંગો શુભ હોય. જેના સ્પર્શથી બીજાને અભાવ ન થાય. ૭. સુભગ - જેના ઉદયથી ભાગ્યશાળી હોય. કોઈનો ઉપકાર ન કરે તો પણ સહુને ગમે. ૮. સુસ્વર :- જેના ઉદયથી બઘાને ગમે એવો મીઠો અને મધુર સ્વર હોય. ૯. આદેય :- જેના ઉદયથી અયોગ્ય બોલેલું વચન પણ બધાને માન્ય હોય.
૧૦. યશ - યશ એટલે કીર્તિ. જેના ઉદયથી જગતમાં પ્રસરે. અમુક જ ક્ષેત્રમાં ફેલાય અને ઘન વાપરવાથી મળે તે કીર્તિ. અને ચારે બાજુ ફેલાય અને પરાક્રમ કરવાથી મળે તે યશ નામકર્મ.
સ્થાવરદશક નામકર્મની ૧૦ પ્રકૃતિઓ - જે હાલી ચાલી શકે નહીં તે સ્થાવર જીવો કહેવાય છે.
૧. સ્થાવર :- જે કર્મના ઉદયથી હાલી ચાલી શકે નહીં તેવું શરીર પ્રાપ્ત થાય. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાય તે સ્થાવર જીવો છે. તે હાલી ચાલી શકે નહીં.
૨. સૂક્ષ્મ - જેના ઉદયથી એક અથવા અનંત જીવો ભેગા થાય તો પણ આંખથી જોઈ શકાય નહીં તેવું સૂક્ષ્મપણું પ્રાપ્ત થાય છે. એ જીવો ન કોઈને રોકે અને ન કોઈથી રોકાય; ભીંતની આરપાર પણ જાય. આખા લોકાકાશમાં કાજળના કુપ્પાની જેમ આ જીવો ભરેલા છે. તે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો છે.
૩. અપર્યાપ્ત - જે કર્મના ઉદયથી જીવ પોતાને યોગ્ય શ્વાસોચ્છવાસ, ભાષા અને મને એ પર્યાયિઓ પૂર્ણ કરવા સમર્થ ન બને તે અપર્યાપ્ત જીવ કહેવાય.
કોઈપણ જીવ આહાર, શરીર, ઇન્દ્રિય એ ત્રણ પર્યાતિ પૂર્ણ કર્યા વિના મરણ પામે જ નહીં.
૪. સાઘારણ:- જે કર્મના ઉદયથી એક જ શરીરમાં અનંતા જીવો રહે છે. કંદમૂળમાં આ પ્રમાણે જીવો રહેલા છે.
૫. અસ્થિર :- જે કર્મના ઉદયથી પાંપણ, જીભ વગેરે અસ્થિર અવયવોની પ્રાપ્તિ થાય.
૬. અશુભ :- જેના ઉદયથી નાભિ નીચેના અવયવો અશુભ હોય એટલે જેનો સ્પર્શ બીજાને અશુભ ભાવ કરાવે તેવો હોય.
૭. દુર્ભગ :- જેના ઉદયથી કોઈનો ઉપકાર કરે તો પણ વહાલો ન લાગે પણ અળખામણો લાગે એવું દુર્ભાગ્ય પ્રાપ્ત હોય.
૮. દુઃસ્વર :- જેના ઉદયથી કર્કશ, કોઈને ગમે નહીં તેવો ગઘેડા કે કાગડા જેવો સ્વર મળે.
૯. અનાય - જેના ઉદયથી યોગ્ય વચન પણ કોઈ માન્ય ન રાખે. કોઈ હિતશિક્ષા કે ઉપદેશ વિગેરે પણ અમાન્ય બને.
૧૦. અપયશ - જેના ઉદયથી જગતમાં સઘળે અપકીર્તિ મળે. કોઈપણ કામ કરે તો પણ યશ પામે નહીં.
આમ ૩૯ પિંડ પ્રકૃતિ તે (ગતિનામકર્મની ૪, જાતિ ૫, શરીર ૫, અંગોપાંગ ૩, સંહનન ૬, સંસ્થાન ૬, વર્ણ ૧, ગંથ ૧, રસ ૧, સ્પર્શ ૧, આનુપૂર્વી ૪ અને વિહાયોગતિ ૨ મળીને કુલ ૩૯ પિંડ પ્રકૃતિ), ૮ પ્રત્યેક પ્રકૃતિ, ૧૦ ત્રસ દશક, ૧૦ સ્થાવરદશક એ બઘી મળી ૬૭ ભેદે નામકર્મની
Page #96
--------------------------------------------------------------------------
________________
૮ ૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પ્રકૃતિઓનો જીવને બંધ થાય છે. આઠેય કર્મમાં નામકર્મની પ્રકૃતિઓનો વિસ્તાર વિશેષ છે.
અત્રે ક૭ ભેદે નામકર્મની પ્રકૃતિઓ બતાવવામાં આવી છે. આ પ્રવૃતિઓના જ પેટા ભેદોને સાથે ગણીને તેની ૯૩ અથવા ૧૦૩ પ્રકૃતિઓ બતાવવામાં આવે છે.
શુભ નામકર્મ બાંઘવાના કારણો -
ક્ષમા, નમ્રતા, સરળતા, રસગારવ, રિદ્ધિગારવ કે શાતાગારવનો અભાવ, ગુણીજનોની પ્રશંસા તથા આત્મનિંદા આદિ શુભનામકર્મ બાંધવાના કારણો છે.
સર્વથી શુભ પ્રવૃતિઓમાં શ્રેષ્ઠ એવું ‘તીર્થંકર નામકર્મ તે શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય વગેરે વીસપદોની વિધિપૂર્વક બહુમાન સહિત આરાધના કરવાથી બંઘાય છે.
અશુભ નામકર્મ બંધના કારણો -
મન વચન કાયાની વક્રતા, રસ, ઋદ્ધિ કે વિષયસુખમાં આસક્તિ, ઠગાઈ, ચિત્તની ચંચળતા, વસ્તુઓમાં ભેળસેળ કરવી, ખોટા તોલમાપ રાખવા, પરનિંદા અને આત્મપ્રશંસા કરવી ઇત્યાદિ અશુભનામ કર્મબંઘના કારણો છે. ૧ળા
ઉચ્ચ, નીચ, બે ગોત્ર, પાત્ર કુંભારના હો લાલ પાત્ર
નાના મોટાં જેમ, કુળો સંસ્કારના. હો લાલ કુળો. ૧૮ અર્થ - ગોત્રકર્મ –ગોત્રકર્મના બે ભેદ છે. ૧. ઉચ્ચ ગોત્ર :- જેના ઉદયથી જીવોનો જન્મ ઉત્તમકુળ વંશ-જાતિમાં થાય તે ઉચ્ચ ગોત્ર. ૨. નીચ ગોત્ર – જેના ઉદયથી જીવોનો જન્મ હલકા કુળમાં થાય તે નીચ ગોત્ર.
આ કર્મ કુંભારના ઘડા જેવું છે. કુંભાર એક જ માટીમાંથી ઘડા બનાવે, છતાં એકનો ઉપયોગ દારૂ ભરવા માટે અને બીજા ઘડાનો ઉપયોગ અમૃત ભરવા માટે થાય. તેમ જન્મ તો બઘા જ લે છે, પણ નાના મોટા કુળોમાં જન્મીને તે તે પ્રકારના શુભ અશુભ સંસ્કારો પામે છે.
આ કર્મ આત્માના અગુરુલઘુગુણને અર્થાતુ અટલ અવગાહનારૂપ આત્મશક્તિને (સિદ્ધની અવગાહનાને) રોકી રાખે છે.
ઉચ્ચ ગોત્ર કર્મબંઘના કારણો -
ગુણાનુરાગ, નિરભિમાનીપણું, અધ્યયન, અધ્યાપનની રુચિ તથા જિનભક્તિ આદિ વડે ઉચ્ચગોત્રનો બંધ થાય છે.
નીચ ગોત્રકર્મબંઘના કારણો -
ગુણવાન પ્રત્યે ઈર્ષાભાવ, માન, મદ, પરનિંદા તથા આત્મપ્રશંસા વગેરે કરવાથી નીચ ગોત્રનો બંઘ થાય છે. ૧૮ાા
અંતરાય જે કર્મ ભંડારી સમ કહ્યું, હો લાલ ભંડારી
ખાળે દાનાદિક, તે પાંચ ભેદે કહ્યું. હો લાલ તે પાંચ૦ ૧૯ અર્થ - અંતરાય કર્મ :- જે કર્મનો ઉદય દાનાદિ કાર્યોમાં વિઘ્ન કરે તે અંતરાય કર્મ. આ કર્મના ઉદયથી આત્માની અનંતદાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યશક્તિ રોકાઈ રહેલ છે. આ કર્મ
Page #97
--------------------------------------------------------------------------
________________
(૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧
રાજાના ભંડારી જેવું છે. રાજા દાન આપવા ઇચ્છે છતાં ભંડારી તેમાં વિઘ્નો ઉપસ્થિત કરે તેના જેવું છે. અંતરાય કર્મના પાંચ ભેદ :–
૮૯
૧. દાનાંતરાય ઃ— જે કર્મના ઉદયથી દ્રવ્ય અને સુપાત્ર મળ્યું હોય, દાનનું ફળ પણ જાણતો હોય છતાં આપવાની ઇચ્છા ન થાય તે. દાતા મળ્યો હોય, વસ્તુ મળી હોય, માંગણી પણ કરી હોય છતાં દાન આપી ન શકે.
૨. લાભાંતરાય ઃ— જગતની ઘન, અલંકાર વગેરે ભૌતિક વસ્તુઓ કે સામગ્રીની ઇચ્છા કરે પણ પ્રાપ્તિ ન થાય તે. દાતા મળ્યો હોય, વસ્તુ મળી હોય, માંગણી પણ કરી હોય છતાં ન મળે તે.
૩. ભોગાંતરાય :– ખાવાપીવાની બધી સામગ્રી હોય છતાં રોગાદિના કારણે તેનો ભોગવટો ન કરી શકે તે. ભોજન વગેરે એકવાર જ ભોગવાય તેને ભોગ કહે છે.
૪. ઉપભોગાંતરાય ઃ— જે વસ્તુ વારંવાર ભોગવાય તેને ઉપભોગ કહેવામાં આવે છે. વસ્ત્ર, અલંકાર આદિ સામગ્રી હોવા છતાં જે કર્મના ઉદયે તેનો ઉપભોગ કરી શકે નહીં તે ઉપભોગાંતરાય કર્મ. ૫. વીર્યંતરાય :– શારીરિક શક્તિ હોવા છતાં તપ, વૈયાવચ્ચ વગેરે શુભ કાર્યો કરવામાં ઉત્સાહ ન જાગે, વીર્ય ફોરવી ન શકે તે વીર્યંતરાય કર્મ.
અંતરાય કર્મબંધના કારણો :
જિનપૂજાદિ કે દાનાદિમાં અંતરાય કરવાથી તથા હિંસાદિમાં પ્રવૃત્તિ કરવાથી અંતરાય કર્મનો જીવને બંધ થાય છે. માટે કોઈ પણ શુભ કાર્યમાં અંતરાય કરવારૂપ પ્રવૃત્તિ કરવી નહીં. ।।૧૯।। બથી એક-સો-વીસ પ્રકૃતિ બંઘની હો લાલ પ્રકૃતિ
એ સામાન્ય ગણાય, નહીં એક જીવની. હો લાલ નહીં ૨૦
અર્થ :– જ્ઞાનાવરણાદિ આઠેય કર્મોની મળીને કર્મબંધ થવા યોગ્ય એવી ૧૨૦ પ્રકૃતિઓ થઈ. તે નીચે પ્રમાણે છે :—
૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય, ૨ વેદનીય, ૨૬ મોહનીય, ૪ આયુષ્ય, ૬૭ નામકર્મ, ૨ ગોત્ર અને ૫ અંતરાયકર્મની મળીને કુલ ૧૨૦ પ્રકૃતિઓ થઈ. એ બધી પ્રકૃતિઓનું વર્ણન પૂર્ણ થયું.
સર્વ જીવોના સામાન્યપણે એ ભેદ કહ્યા અર્થાત્ સર્વ જીવોની અપેક્ષાએ ૧૨૦ થી વધારે પ્રકૃતિઓનો બંધ થશે નહીં. એક જીવ માત્રની અપેક્ષાએ અત્રે વાત નથી, અર્થાત્ પ્રત્યેક જીવને ૧૨૦ પ્રકૃતિઓનો બંધ હોય જ એમ કહેવાનો આશય નથી.
વિશેષ ગુણસ્થાન ક્રમે બંઘના પ્રકાર
ગુણસ્થાન એટલે શું? તો કે આત્માના સમ્યગ્દર્શન,સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્રરૂપ ગુણોમાં ઓછાવત્તાપણાની અવસ્થાનું નામ ગુણસ્થાન છે. ગુણોના ઓછાવત્તાપણાનું કારણ મોહનીય કર્મ અને મન,વચન,કાયાના યોગ છે. તેના આધારે ચૌદગુણસ્થાનક કહ્યા છે. તેમાં પ્રથમના ચાર ગુણસ્થાનક તો દર્શનમોહનીય કર્મના નિમિત્તથી બનેલા છે. અને બાકીના પાંચમા ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાન સુઘીના આઠ ગુણસ્થાનક તે ચારિત્રમોહનીય કર્મના નિમિત્તથી બનેલા છે અને તેરમું તથા ચૌદમું ગુણ
Page #98
--------------------------------------------------------------------------
________________
૯ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સ્થાન તે મનવચનકાયાના યોગ નિમિત્તથી બનેલ છે. તે બધા ગુણસ્થાનમાં જીવ કઈ કઈ કર્મ પ્રકૃતિઓનો બંઘ કરે છે અને કઈ નથી કરતો, તે બધાનું ક્રમપૂર્વક વિવરણ અત્રે આપવામાં આવે છે. ગરબા
મિથ્યાત્વ-ગુણસ્થાની બાંઘે ના ત્રણને-હો લાલ બાંધે ના
તીર્થંકર-પ્રકૃતિ, આહારક દ્રિકને. હો લાલ આહારક. ૨૧ અર્થ - પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેવાવાળા જીવનું શ્રદ્ધાન વિપરીત હોય છે. તે દેહને આત્મા માને છે. તથા દેહ અને પરપદાર્થોને પોતાના માને છે. આ ગુણસ્થાનકમાં જીવને તીર્થંકર પ્રકૃતિ, આહારક શરીર તથા આહારક અંગોપાંગ એ ત્રણ પ્રકૃતિઓનો બંઘ થતો નથી. તેથી આ ગુણસ્થાનમાં બંઘ યોગ્ય ૧૨૦ પ્રકૃતિમાંથી ત્રણ પ્રકૃતિઓને બાદ કરતાં ૧૧૭ પ્રકૃતિઓનો બંધ થાય છે. ૨૧
સાસ્વાદની ન બાંધે બીજી સોળ પ્રકૃતિ-હો લાલ બીજી
નરક-ત્રિક, જાતિ ચાર, મિથ્યાત્વ-મોહની, હો લાલ મિ. ૨૨ અર્થ :- આ બીજું સાસ્વાદન નામનું ગુણસ્થાનક છે. તે સમકિત પામ્યા પછી કોઈ એક અનંતાનુબંધી કષાયના ઉદયથી જેનું સમકિત નાશ પામે, તે નીચે ઊતરતી વખતે આ સાસ્વાદન ગુણસ્થાનકમાં આવે છે. ત્યાં સમકિતનો હજું આસ્વાદ છે, અને સંપૂર્ણ મિથ્યાત્વમાં આવ્યો નથી, તે વચમાંની ભૂમિકાનું નામ સાસ્વાદન ગુણસ્થાન છે. આ ગુણસ્થાનકમાં બીજી ૧૬ પ્રકૃતિઓનો બંઘ થતો નથી. તે નરક-ત્રિક એટલે નરકગતિ, નરકાનુપૂર્વી અને નરક આયુષ્ય; જાતિ ચાર તે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચતુરેન્દ્રિય, તથા મિથ્યાત્વ મોહનીય છે. ૨રા.
આતપ, હુંડક, વેદ-નપુંસક, છેવટું હો લાલ નપુંસક
સ્થાવર આદિ ચાર, મિથ્યાત્વ-બળ ઘટ્યું, હો લાલ મિ. ૨૩ અર્થ:- તથા આતપ, હુંડક, નપુંસકવેદ, છેવટું કહેતા છેલ્લે સેવાર્તનામનું સંહનન તથા સ્થાવર, સુક્ષ્મ, પર્યાપ્ત અને સાધારણ નામકર્મનો બંધ આ બીજા ગુણસ્થાનકમાં થતો નથી. મિથ્યાત્વનું બળ ઘટવાથી પહેલાની ૧૧૭ પ્રવૃતિઓમાંથી બીજી ૧૬ હવે બાદ કરતાં ૧૦૧ પ્રકૃતિઓનો જ બંઘ આ બીજા ગુણસ્થાનકમાં થાય છે. રહા
મિશ્ર સત્તાવીસ બીજી, બંઘાય ના-હો લાલ બીજી
તિર્યંચ-ત્રિક અશુંભ ખગતિ, દુર્ભગ-ત્રિકા હો લાલ ખગ. ૨૪ અર્થ :- આ ત્રીજું મિશ્ર ગુણસ્થાન છે. એમાં જીવની સાચી અને મિથ્યા બન્ને પ્રકારની મિશ્ર દ્રષ્ટિ હોય છે. તેથી મળેલા દહી અને ગોળના સ્વાદની માફક એક ભિન્ન પ્રકારના મિશ્ર પરિણામ થાય છે. આ ગુણસ્થાનમાં બીજી સત્તાવીસ પ્રકૃતિઓનો બંઘ થતો નથી તે આ પ્રમાણે -
તિર્યંચ ત્રિક એટલે તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, તિર્યંચ આયુ, અશુભ ખગતિ એટલે વિહાયોગતિ અર્થાત્ ચાલવાની રીત તથા દુર્ભગ ત્રિકા એટલે દુર્ભગ, દુઃસ્વર અને અનાદેય એ ત્રણ નામકર્મનો બંઘ મિશ્ર ગુણસ્થાનમાં થતો નથી. ૨૪
પ્રથમ કષાય-ચતુષ્ક, મ્યાનગૃદ્ધિ-ત્રણે, હો લાલ મ્યાન મધ્ય સંહનન ચાર, સ્ત્રીવેદ, કુગોત્ર ને હો લાલ સ્ત્રીવેદ, ૨૫
Page #99
--------------------------------------------------------------------------
________________
(પ) (ચાર) ઉદયાદિ ભંગ-૧
૯ ૧
અર્થ :– પ્રથમના ચાર કષાય તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા અને ત્રીજી સ્ત્યાનગૃદ્ધિ, વળી ચાર સહનન એટલે સંઘયણ તે ઋષભનારાચ, નારાચ, અર્ઘનારાચ, કીલિકા પછી સ્ત્રીવેદ તથા નીચ ગોત્રનો આ મિશ્ર ગુણસ્થાનકમાં બંધ પડતો નથી.
મઘ્ય સંસ્થાન ચાર, ઉદ્યોત, આયુ બે; હો લાલ ઉદ્યોત॰
બાંઘે ચૂંવોર્નર ત્રીજે ગુણસ્થાનકે હો લાલ ત્રીજે ગુણ ૨૬
અર્થ :— મધ્યના ચાર સંસ્થાન એટલે શરીરની આકૃતિ તે ન્યગ્રોઘપરિમંડલ, સાદિ (સ્વાતિ), વામન, કુબ્જ પછી ઉદ્યોત અને મનુષ્યાયુ તથા દેવાયુનો બંધ થતો નથી. એ ગુણસ્થાનમાં કોઈપણ આયુષ્યનો બંધ પડતો નથી.
બીજા ગુણસ્થાનમાં બંઘ પ્રકૃતિ ૧૦૧ હતી તેમાંથી આ ત્રીજા ગુણસ્થાનની બીજી ૨૭ પ્રકૃતિઓ બાદ કરતા ૭૪ પ્રકૃતિઓ આ ત્રીજા મિશ્ર ગુણસ્થાનકમાં બંધ યોગ્ય હોય છે. આ મિશ્ર ગુન્નસ્થાને જીવ દેહ છોડતો નથી અને આયુષ્યનો બંઘ પણ કરતો નથી. ।।૨૬।।
અવિરતિ સમ્યગ્દષ્ટિ ત્રણ બાંધતા બીજી હો યાય ત્રણ જિન-બીજ, સુર-નર આયુ, સિન્નોતર ત્યાં થતી હો લાલ સિન્ ૨૭
અર્થ :– આ અવિરતિ નામના ચોથા ગુણસ્થાનકમાં દર્શન મોહનીયકર્મની ત્રણ અને અનંતાનુબંઘી કષાયની ચાર મળી કુલ સાત પ્રકૃતિઓનો ઉપશમ, ક્ષય અથવા કાર્યોપશમ થવાથી જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય છે. પણ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના ઉદયથી વ્રત આવતા નથી. તેથી અવિરતિ સમ્યકવૃષ્ટિ નામનું આ ચોથું ગુણસ્થાનક કહેવાય છે.
ત્રીજા ગુણસ્થાનકમાં ૭૪ પ્રકૃતિઓનો બંઘ થતો હતો પણ આ ચોથા ગુણસ્થાનમાં બીજી ત્રણ પ્રકૃતિઓ તે જિન-બીજ એટલે તીર્થંકર નામકર્મ, તથા દેવાયુ અને મનુષ્યાયુનો બંઘ વધી જવાથી કુલ ૭૭ પ્રકૃતિનો બંધ આ ચોથા અવિરતિ સમ્યક્દ્ગષ્ટિ ગુણસ્થાનમાં થાય છે. ।।૨૭।।
દશ દેશ-વિરતિ માંહી બંઘાય નહીં કહી હો લાલ બંધાય૰
અપ્રત્યાખ્યાની ચાર, મનુષ્ય-ત્રિક વળી હો લાલ મનુષ્ય ૨૮
અર્થ :— આ પંચમ દેશ-વિરતિ ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાનાવરણ ક્રોઘ, માન, માયા, લોભના સોપશમથી શ્રાવક વ્રતરૂપી દેશચારિત્રની પ્રાપ્તિ થાય છે. પણ પ્રત્યાખ્યાનાવરણ કાયના ઉદયથી સર્વવિરતિ સંચમ આવતો નથી.
આ પાંચમાંથી ઉપરના બધા ગુણસ્થાનોમાં સમ્યગ્દર્શન હોય છે. આ ગુણસ્થાનમાં બીજી દશ પ્રકૃતિઓનો બંઘ થતો નથી. તે અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ તથા મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી તથા મનુષ્યાયુ છે. ।।૨૮।।
આદિ સંહનન સાથે ઔદારિક-નિક એ; હો લાલ ઔ પ્રત્યાખ્યાની ચાર છઠ્ઠું ન બંધાય છે, હો લાલ છઠ્ઠું ન ૨૯
અર્થ :— આદિ એટલે પ્રથમનું સંહનન તે વજાઋષભનારાચ સંહનન તથા ઔદારિક શરીર અને ઔદારિક અંગોપાંગ મળી કુલ દશ પ્રકૃતિઓનો આ પાંચમા ગુણસ્થાનમાં બંધ થતો નથી. ચોથા ગુણસ્થાનમાં
Page #100
--------------------------------------------------------------------------
________________
૯ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
૭૭ પ્રકૃતિઓનો બંઘ કહ્યો છે, તેમાંથી આ દશને બાદ કરતાં ૬૭ પ્રકૃતિઓ આ પંચમ ગુણસ્થાને બંઘ યોગ્ય રહી.
હવે છઠ્ઠા સર્વવિરતિ ગુણસ્થાનમાં પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ક્ષયોપશમ થવાથી સંયમની પ્રાપ્તિ થઈ. તેથી પ્રત્યાખ્યાનાવરણીય કષાયની ક્રોધાદિ ચાર પ્રકૃતિઓનો આ ગુણસ્થાનમાં બંઘ થતો નથી. ગારા
તેથી ત્રેસઠ બંઘ-પ્રકૃતિ પ્રમત્તને હો લાલ પ્રકૃતિ
આહારિક-કિક બંઘાય નવી બે સાતમે, હો લાલ નવી ૩૦ અર્થ - તેથી પાંચમા ગુણસ્થાનમાં જે ૬૭ પ્રકૃતિઓનો બંઘ થતો હતો તેમાંથી પ્રત્યાખ્યાનાવરણીયની ક્રોધ, માન, માયા, લોભ એ ચાર પ્રકૃતિઓ બાદ કરતાં બાકી રહેલી ૬૩ પ્રકૃતિઓનો આ પ્રમત્ત નામના છઠ્ઠા ગુણસ્થાનમાં બંધ થાય છે.
હવે સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં સંજ્વલન અને નોકષાયનો મંદ ઉદય થવાથી અહીં પ્રમાદરહિત સંયમ છે. તેથી આ અપ્રમત્તગુણસ્થાનક નામે ઓળખાય છે. આ સાતમા ગુણસ્થાનમાં આહારક શરીર અને આહારક અંગોપાંગની બે નવી પ્રકૃતિઓનો બંઘ વધવાથી છઠ્ઠા ગુણસ્થાનની ૬૩ પ્રકૃતિઓ સાથે આ ૨ નવી ઉમેરીએ તો ૬૫ પ્રકૃતિઓ બંઘ યોગ્ય આ ગુણસ્થાને હોય. ૩૦ાા.
અપ્રમત્તને ન શોક, અરતિ અપયશ તથા હો લાલ અરતિ
અસાત, અસ્થિર-દિક; સેર-આયુબંઘ વા હો લાલ સુર૦ ૩૧ અર્થ - હવે સાતમા ગુણસ્થાનમાં અપ્રમત્ત મહાત્માને ૧. શોક, ૨ અરતિ, ૩. અપયશ, ૪. અશાતા, ૫. અસ્થિર અને ૬. અશુભ એ નામકર્મની છ પ્રકૃતિઓનો બંઘ થતો નથી. તેથી પહેલાની ૬૫ પ્રકૃતિઓમાંથી આ કને બાદ કરતાં ૫૯ બંઘયોગ્ય પ્રકૃતિ બાકી રહી.
હવે સુર એટલે દેવ-આયુનો બંઘ છઠ્ઠું પ્રમત્તગુણસ્થાને જો થાય તો છઠ્ઠ ૫૯ પ્રકૃતિબંઘ યોગ્ય કહેવાય. પણ દેવાયું બાંધતો જો સાતમે અપ્રમત્તગુણસ્થાને આવે અને ત્યાં બંઘ પડે તો સાતમે ગુણસ્થાને ૫૯ પ્રકૃતિ બંઘ યોગ્ય કહેવાય. અને જો છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનમાં જ દેવાયુનો બંઘ પડે તો સાતમે અપ્રમત્તગુણસ્થાને પ૮ પ્રકૃતિ જ બંઘ યોગ્ય ગણાય. li૩૧.
તેથી ઓગણસાઠ, અઠ્ઠાવન જાણવા; હો લાલ અઠ્ઠાવન
નિવૃત્તિ માંહીં સાત વિભાગો જાણવા હો લાલ વિભાગો. ૩૨ અર્થ :- તેથી સાતમા ગુણસ્થાનમાં જે ૫૯ પ્રકૃતિઓનો બંઘ કહ્યો છે. તેમાંથી આ દેવાયુની પ્રકૃતિનો બંઘ બાદ કરતા ૫૮ પ્રકૃતિઓ બંઘયોગ્ય સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં હોય છે. હવે આઠમા નિવૃત્તિ એટલે નિવૃત્ત ગુણસ્થાન અથવા અપૂર્વકરણ ગુણસ્થાનના સાત વિભાગો જાણવા. ૩રા
અઠ્ઠાવન ગણ બંઘ, આદિ વિભાગમાં હો લાલ આદિ.
છપ્પન પ્રકૃતિ-બંઘ પછી પાંચ ભાગમાં-હો લાલ પછી. ૩૩ અર્થ:- આ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકના આદિ એટલે પ્રથમ વિભાગમાં ૫૮ બંઘયોગ્ય પ્રકૃતિ જાણવી. પછી બેથી છ સુઘી અથવા બીજા પાંચ વિભાગમાં ૫૬ પ્રકૃતિ બંઘયોગ્ય જાણવી. ૩૩ના
Page #101
--------------------------------------------------------------------------
________________
(પ) (ચાર) ઉદયાદિ ભંગ-૧
નિદ્રા, પ્રચલા જાય બીજા વિભાગથી, હો યાય બીજા
છવ્વીસ જ બંધાય, જતાં ત્રીસ નામની-હો લાલ જતાં ૩૪
અર્થ :– નિદ્રા અને પ્રચલા આ બે પ્રકૃતિઓ બીજા વિભાગથી નાશ પામી છે. તેથી ૫૬ પ્રકૃતિઓ છઠ્ઠા વિભાગ સુધી રહી. હવે છેલ્લા સાતમા વિભાગમાં બીજી ત્રીસ નામકર્મની પ્રકૃતિઓ જવાથી ૫માંથી ૩૦ બાદ કરતાં ૨૬ પ્રકૃતિઓ જ બંઘયોગ્ય શેષ રહી. ।।૩૪।।
સાતમો તે વિભાગ અપૂર્વકરણ તણો હો લાલ અપૂર્વ સુર-તિક, પંચેન્દ્રિય, સમચતુરઅ જો હો લાલ સમ૰ ૩૫
=
અર્થ :— તે સાતમો વિભાગ અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકનો છે. તેમાં નામકર્મની કઈ ૩૦ પ્રકૃતિઓ નાશ પામી તે જણાવે છે – સુરદ્દિક એટલે ૧. દેવગતિ અને ૨. દેવાનુપૂર્વી, ૩. પંચેન્દ્રિય :— - જાતિ અને ૪. સમચતુરઅસંસ્થાન છે. ।।૩૫।।
ઔદારિક વણ ચાર અંગ, ઉપાંગ બે હો લાલ અંગ અગુરુલઘુ-ચતુષ્ક, નિર્માણ ત્રસ નવે હો લાલ નિર્માણ૦ ૩૬
૯૩
અર્થ :– ઔદારિક વિના બાકીના ૫. વૈક્રિય, ૬. આહારક, ૭. તૈજસ અને ૮. કાર્યણ શરીર નામકર્મ તથા ૯. વૈક્રિય અંગોપાંગ, ૧૦. આહારક અંગોપાંગ અને ૧૧. અગુરુલઘુ, ૧૨. ઉપઘાત, ૧૩, પરઘાત, ૧૪. ઉચ્છ્વાસ નામકર્મ, વળી ૧૫, નિર્માણ તથા ૧૬. બસ, ૧૭. બાદર, ૧૮. પર્યાપ્ત, ૧૯. પ્રત્યેક, ૨૦. સ્થિર, ૨૧. શુભ, ૨૨. ભગ, ૨૩. સુસ્વર અને ૨૪. આઠેય નામકર્મ. એ પ્રકૃતિઓની આઠમા ગુણસ્થાનમાં વ્યુચ્છિતિ થાય છે. ।।૩૬।।
જિન-બીજ વર્ણ-ચતુષ્ક, સુ-ખગતિત્રીસ એ હો લાલ સુ અનિવૃત્તિમાં પાંચ વિભાગ વિચારીએ-હો લાલ વિ૦ ૩૭
અર્થ :– વળી જિનબીજ એટલે ૨૫. તીર્થંકર નામકર્મ ૨૬. વર્ણ, ૨૭. ગંઘ, ૨૮, ૨૪, ૨૯, સ્પર્શ નામકર્મ, ૩૦. સુ-ખગતિ એટલે શુભ વિહાયોગતિ અર્થાત્ ચાલવાની શુભ રીત.
એ ત્રીસ નામકર્મની બંઘ પ્રકૃતિઓનો આઠમા અપૂર્વ ગુણસ્થાનમાં બંધ થતો નથી. તેથી ૫૬ બંઘયોગ્ય પ્રકૃતિમાંથી આ ૩૦ જવાથી હવે ૨૬ બંઘયોગ્ય પ્રકૃતિ શેષ રહી.
હવે અનિવૃત્તિકરણ નામના નવમા ગુણસ્થાનકના પાંચ વિભાગો વિચારીએ. ।।૩૩।। જુગુપ્સા, ભય, હાસ્ય, રતિ ચારના વિના તો લાલ રતિ બાવીસ જ બંધાય આદિ વિભાગમાં, હો લાલ આદિ ૩૮
અર્થ :– આ ગુણસ્થાનના પ્રથમ ભાગમાં જાગુપ્સા, ભય, હાસ્ય, રતિ એ ચાર બંઘયોગ્ય પ્રકૃતિઓ જવાથી ૨૨નો જ બંધ થાય છે. ૩૮
એકેકી ઘટતી જાય પછી ચાર ભાગમેં હો લાલ પછી
નરવેદ, રોષ, માન, માયા અનુક્રમે તો લાલ માયા ૩૯
અર્થ :– બાકીના ચાર વિભાગમાં એક એક બંઘયોગ્ય પ્રકૃતિઓ ક્રમશઃ ઘટતી જાય છે. તે નરવેદ એટલે પુરુષવેદ, રોષ એટલે સંજ્વલન ક્રોધ, માન અને માયા છે. ૩૯।।
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
એકવીસથી અઢાર સુર્થી બંઘ ચારમાં, હો લાલ સુથી
જાય સંજ્વલન લોભ સૂક્ષ્મ-સંપાયમાં હો લાલ સૂક્ષ્મ ૪૦ અર્થ - એકવીશથી અઢાર એટલે બીજા વિભાગમાં એકવીશ, ત્રીજામાં વીસ, ચોથામાં ઓગણીશ અને પાંચમામાં અઢાર એમ ચાર વિભાગમાં ઉતરતા ક્રમે બંઘયોગ્ય પ્રવૃતિઓ નાશ પામે છે.
હવે દશમા સૂક્ષ્મ-સંપાય નામના ગુણસ્થાનમાં સંજ્વલન લોભ કષાયની પ્રકૃતિનો નાશ થાય છે. તેથી હવે ૧૮માંથી ૧ જવાથી ૧૭ રહી. II૪૦ના
સત્તરનો ગણ બંઘ તેથી દશમે ગુણે; હો લાલ તેથી,
સોળ બીજી ન બંઘાય ઉપશમ-સ્થાનકે-હો લાલ ઉપ૦ ૪૧ અર્થ - હવે ૧૭ પ્રકૃતિઓનો બંઘ દશમા ગુણસ્થાનકે રહ્યો.
તેમાંથી અગ્યારમા ઉપશાંતમોહ ગુણસ્થાનકમાં સોળ બીજી પ્રકૃતિઓનો બંઘ થતો નથી. તેથી ૧૭માંથી ૧૬ જવાથી હવે એક જ બંઘયોગ્ય પ્રકૃતિ શેષ રહી. તે શાતા વેદનીય. ૧૧ થી ૧૩માં ગુણસ્થાન સુઘી યોગને આશ્રયીને એક શાતાવેદનીય બાંધે છે. ૪૧.
દર્શનાવરણી ચાર જ્ઞાનાવરણી બઘી, હો લાલ જ્ઞાના
અંતરાયની પાંચ, યશ, ઉચ્ચ ગોત્રની. હો લાલ યશ૦ ૪૨ અર્થ - તે ૧૬ કઈ કઈ પ્રકૃતિઓ છે તે જણાવે છે –
ચક્ષ, અચક્ષ, અવધિ, કેવળ એ ચાર દર્શનાવરણીય કર્મની તથા મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનાવરણીય કર્મની પાંચ તથા દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યંતરાય કર્મની પાંચ અને યશ નામકર્મ તથા ઉચ્ચ ગોત્ર મળીને કુલ ૧૬ પ્રકૃતિઓ થઈ. II૪૨ાા
એક સાતનો બંઘ સયોગી સુર્થી છે, હો લાલ સયોગી
ચૌદમે જીવ અબંઘઃ સર્વજ્ઞ-વાણી એ. હો લાલ સર્વજ્ઞ૦ ૪૩ અર્થ - શેષ રહેલ બંઘયોગ્ય એક પ્રકૃતિ તે શાતાવેદનીય છે. તે શાતાવેદનીયનો બંઘ બારમા ક્ષીણમોહ ગુણસ્થાનક અને સયોગી કેવળી નામના તેરમા ગુણસ્થાનક સુઘી છે. ચૌદમા ગુણસ્થાનકમાં જીવ અબંઘ દશાને પામે છે. એમ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. ૪૩
પ્રકૃતિ-બંઘની જેમ પ્રદેશાદિક છે, હો લાલ પ્રદેશા
એક સમય-પ્રબદ્ધ અનંત અણું ઘરે હો લાલ અનંત. ૪૪ અર્થ - ૧૨૦ બંઘયોગ્ય પ્રકૃતિની જેમ પ્રદેશબંઘ, સ્થિતિબંઘ અને રસબંઘ પણ છે. એક સમય પ્રબદ્ધ એટલે એક સમય માત્રમાં આ જીવ અનંત પુદ્ગલ પરમાણુને ગ્રહણ કરે છે તે પ્રદેશબંઘ છે. //૪૪ો.
જેમ કવલ-આહાર ક્રમે કરી જીવ લે હો લાલ ક્રમે
પ્રતિસમય તેમ બંઘ સમય-પ્રબદ્ધ છે; હો લાલ સમય ૪૫ અર્થ :- જેમ કોળીએ કોળીએ ક્રમપૂર્વક આહાર લેવાય છે, તેમ પ્રતિ સમયે જીવને કર્મબંઘનો સંચય થાય છે. એક સમયમાં જેટલા કર્મ પરમાણુ બંધાય, તેને સમય-પ્રબદ્ધ કહેવામાં આવે છે. ૪પા!
Page #103
--------------------------------------------------------------------------
________________
(૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧
૯ ૫
કવલ વિષે રસ હોય જજુદી જુદી જાતના હો લાલ જાદી.
કર્મ-અણુના તેમ અનુભાગો ઘણા. હો લાલ અનુભાગો. ૪૬ અર્થ - લીઘેલા કોળીઆમાં જુદી જુદી જાતના રસ હોય છે. તેમ સંચય કરેલા કર્મ પુદગલોના ફળમાં સુખ દુઃખ આપવાના તીવ્ર કે મંદ રસરૂપ અનુભાગો ઘણા હોય છે. II૪૬ાા.
તીવ્ર મંદાદિ ભેદ ઉદય-કાળે દીસે હો લાલ ઉદય-કાળે
સ્થિતિ બંઘનો કાળ જઘન્યાદિક છે. હો લાલ જઘન્યા. ૪૭ અર્થ - સુખદુઃખ આપવારૂપ તીવ્ર કે મંદરસ, તે કર્મના ઉદયકાળે જણાય છે. તેમ કર્મબંઘનો સ્થિતિકાળ પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ છે. II૪૭ના
યોગે પ્રકૃતિ, પ્રદેશ; સ્થિતિ, રસ કષાયથી, હો લાલ સ્થિત
કવલથી તનુ સમ, કર્મ સમય-પ્રબદ્ધથી. હો લાલ સમય ૪૮ અર્થ - મનવચનકાયાના યોગથી કર્મોની પ્રકૃતિ અને પ્રદેશબંઘ થાય છે. તથા કષાયથી તે કમની સ્થિતિ અને રસ બંઘ પડે છે.
કર્મબંઘનના ચાર પ્રકાર નીચે પ્રમાણે :
(૧) પ્રકૃતિ બંઘ - પ્રકૃતિ એટલે કર્મનો સ્વભાવ. બંધાયેલા કર્મ જ્ઞાનાદિ ગુણ ઉપર આવરણ કરે છે. જેમકે સુંઠનો લાડુ વાયુને હરે અને જીરાનો લાડુ પિત્તને હરવાના સ્વભાવવાળો છે; તેમ જ્ઞાનાવરણીય આદિ કર્મનો જ્ઞાન વિગેરે રોકવાનો જે સ્વભાવ તે પ્રકૃતિબંઘ.
(૨) સ્થિતિ બંઘ - સ્થિતિ એટલે કાળની મર્યાદા. જે કર્મ બંઘાય તે કર્મ આત્મપ્રદેશની સાથે કેટલા સમય સુધી રહેશે તેની મર્યાદા તે સ્થિતિબંઘ. જેમકે તે લાડુ એક પખવાડીયા કે એક માસ સુધી બગડે નહીં. તેમ જ્ઞાનાવરણાદિ કર્મનો ૩૦ કોડાકોડી સાગરોપમ વિગેરે સુધી ટકવાનો જે કાળ તે સ્થિતિ બંઘ.
(૩) રસ બંઘ :- કર્મના શુભ-અશુભ રસનું તીવ્ર-મંદપણાનું નક્કી થવું તે રસબંધ અથવા અનુભાગ બંઘ. એ કર્મના રસનું ઓછાવત્તાપણું બતાવે છે. જેમકે લાડુમાં ગોળ કે સાકરના ઓછાવત્તા પ્રમાણથી મીઠાશમાં ઓછાવત્તાપણું જણાય છે.
(૪) પ્રદેશ બંઘ – જીવ કેટલા કર્મ પુદ્ગલ પરમાણુને ગ્રહણ કરશે તેનું પ્રમાણ તે પ્રદેશ બંઘ. જેમ કોઈ લાડુ પાશેર, અડઘો શેર, કે શેર પ્રમાણનો હોય, તેમ કર્મોના પુદ્ગલ પરમાણુના ડંઘોનું પ્રમાણ નક્કી થયું તે પ્રદેશ બંઘ.
જેમ કવલ એટલે કોળીયાથી લીઘેલ આહારમાંથી હાડ, માંસ, ચામડી, લોહી આદિ અંગોપાંગ થાય છે; તેમ એક સમય-પ્રબદ્ધમાં એટલે એક સમયમાં જેટલા પરમાણ-પુદગલ આવે તે આઠે કર્મમાં વહેંચાઈ જઈ ઉત્તર પ્રકૃતિરૂપે પરિણમે છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
૯૬
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
(40)
(ચાર) ઉદયાદિ ભંગ ૨ ઉદય, ૩ ઉદીરણા, ૪ સત્તા
(દીઠો સુવિધિ જિણંદ સમાધિરસે ભર્યો, હો લાલ, સમાધિરસે ભર્યો—એ રાગ)
*
૨ ઉદય
બંઘાયેલા કર્મનો અબાઘાકાળ પૂર્ણ થયે, ઉદયાવલિકામાં પ્રવેશી ફળ આપે તે ઉદય.
જીવ-પ્રદેશે બંઘ, ક્ષીર-નીર સમ મળે, હો લાલ ક્ષીર૦
રસ દેવાને યોગ્ય થતા સુધી ના ચો-હો લાલ થતા ૧
અર્થ :– આત્માના પ્રદેશો સાથે કર્મનો બંઘ, દૂધ અને પાણીની જેમ મળેલો છે, તે કર્મો જ્યાં સુધી ૨સ દેવાને યોગ્ય એટલે ફળ દેવાને યોગ્ય થતાં નથી ત્યાં સુધી તે ઉદયમાં આવતાં નથી પણ સત્તામાં સ્થિર રહે છે. ૧૫
તે આબાપા કાળ; પછી ઉદય કાળ આ હો લાલ પછીશુભ-અશુભરૂપ કર્મ-વિપાકની વેદના. હો લાલ વિપાક ૨
તે
અર્થ :– જ્યાં સુધી કર્મો સત્તામાં રહે છે ત્યાં સુધી તે આબાધાકાળ કહેવાય છે. પછી ઉદયમાં આવે ત્યારે ઉદયકાળ કહેવાય છે. ઉદયાવળીમાં આવ્યા પછી તે કર્મો શુભ-અશુભરૂપ કર્મ વિપાકની એટલે કર્મ ફળની શાતા-અશાતારૂપ વેદનીયને આપે છે. ।।૨।।
વિપાક-કાળની મોર કર્મ-ફળ વેઠવું હો હાલ કર્મ-ફળ ઉદીરણા કહેવાય ઃ એટલું સમજવું. હો લાલ એટલું ૩
=
અર્થ :– વિપાક-કાળ એટલે કર્મફળ આપે તે સમયની મોર એટલે પહેલાં જ કર્મના ફળને વેદી લેવું તે ઉદીરણા કહેવાય છે. ।।૩।।
ઉદય-ઉદીરણા-યોગ્ય પ્રકૃતિ સામાન્ય તો હો લાલ પ્ર
ગણ સો ને બાવીસ ઃ કહે ક્રમ ઉદયનો-હો લાલ કહે ૪
અર્થ :– કર્મોના ઉદય અને ઉદીરણાને યોગ્ય સામાન્યપણે એટલે સર્વજીવની અપેક્ષાએ ૧૨૨ પ્રકૃતિ હોય છે. હવે કર્મ પ્રકૃતિના ઉદયનો ક્રમ ગુણસ્થાન અનુસાર અત્રે જણાવવામાં આવે છે. ।।૪।। ઉદય મિથ્યાત્વમાંની સો ને સત્તરનો-નો લાલ સૌ ને મિશ્ર-સમકિત-મોહ, આહારક-દ્વિકનો, હો લાલ આહા૦ ૫
અર્થ :– પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ૧૧૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે, કારણ તેમાં ૧. મિશ્ર મોહનીય, ૨. સમકિત મોહનીય તથા ૩. આહારક શરીર અને ૪. આહારક અંગોપાંગનો ઉદય હોતો નથી. પા
* જુઓ ‘ઉદય યંત્ર' પૃષ્ઠ ૬૦૩ ઉપર
Page #105
--------------------------------------------------------------------------
________________
(૬૦) (ચાર) ઉદયાદિ ભંગ-૨
જિન બીજનો નહિ હોય ઉદય મિથ્યાત્વમાં, હો લાલ ઉદય
એક સો ને અગિયાર, બીજા ગુણસ્થાનમાં-હો લાલ બીજા ૬ અર્થ :- આ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ૫. જિન-બીજ એટલે તીર્થંકર નામકર્મનો પણ ઉદય હોતો નથી. તેથી ઉદય યોગ્ય કુલ ૧૨૨માંથી આ પાંચ પ્રકૃતિ બાદ કરતાં ૧૧૭ પ્રકૃતિનો ઉદય હોય છે. બીજા સાસાદન ગુણસ્થાનકમાં ૧૧૧ પ્રકૃતિનો ઉદય હોય છે. કા.
સૂક્ષ્મત્રિક, મિથ્યાત્વ, આતપ, નારક-દૂતી હો લાલ આતપ૦
બીજામાં એ ન હોય, ઉદયથી એ છૂટી. હો લાલ ઉદય૦ ૭ અર્થ :- બીજા સાસ્વાદન ગુણસ્થાનકમાં ૧. સૂક્ષ્મ, ૨. અપર્યાપ્ત, ૩. સાઘારણ તથા ૪. મિથ્યાત્વ, ૫. આતપ અને ૬. નરકાનુપૂર્વી. આ ૬ પ્રકૃતિનો ઉદય હોતો નથી. તેથી પ્રથમ ગુણસ્થાનની ૧૧૭ માંથી આ ૬ બાદ કરતાં ૧૧૧ પ્રકૃતિ ઉદયયોગ્ય આ બીજા ગુણસ્થાનમાં હોય છે. તેના
સ્થાવર, એકેન્દ્રિય, અનંતાનુબંઘીની, હો લાલ અનં.
વિકસેન્દ્રિય, શેષ ત્રણ આનુપૂર્વીની હો લાલ ત્રણ૦ ૮ અર્થ - હવે ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં ૧. સ્થાવર, ૨. એકેન્દ્રિય, અનંતાનુબંધી–૩. ક્રોધ, ૪. માન, ૫. માયા, ૬. લોભ અને ૭. બેઇન્દ્રિય, ૮. સૈઇન્દ્રિય, ૯. ચૌરેન્દ્રિયની જાતિ તથા ૧૦. તિર્યંચાનુપૂર્વી, ૧૧. મનુષ્યાનુપૂર્વી અને ૧૨. દેવાનુપૂર્વીની પ્રકૃતિઓનો ઉદય હોતો નથી. IIટા
બાર ન મિશ્ર હોય, મિશ્ર ઉદયે વથી હો લાલ મિશ્ર
સોનો ઉદય ગણાય – સર્વે મળી. હો લાલ ત્રીજે. ૯ અર્થ :- ઉપરોક્ત બાર પ્રકૃતિઓનો આ મિશ્રગુણસ્થાનમાં ઉદય હોતો નથી. તેથી બીજા ગુણસ્થાનની ૧૧૧ પ્રકૃતિમાંથી ૧૨ પ્રકૃતિ બાદ કરતાં ૯૯ પ્રકૃતિઓ શેષ રહી. પણ આ ત્રીજા ગુણસ્થાનમાં મિશ્રમોહનીયની એક પ્રકૃતિ વૃદ્ધિ પામી, તેથી ૯૯+૧ મળીને કુલ ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય આ ત્રીજા ગુણસ્થાનમાં હોય છે. લા.
ચોથે સો ને ચાર : મિશ્ર ઉદયે નહીં હો લાલ મિશ્ર
સમ્યકત્વ-મોહનીય, આનુપૂર્વી બઘી હો લાલ આનુ. ૧૦ અર્થ :- ચોથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં ૧૦૪ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તે આ પ્રમાણે - આ ગુણસ્થાનમાં મિશ્ર મોહનીય પ્રકૃતિનો ઉદય હોતો નથી. તેથી ત્રીજા ગુણસ્થાનની ૧૦૦ પ્રકૃતિમાંથી ૧ બાદ કરતાં ૯૯ પ્રકૃતિ રહી. તેમાં વળી ૧. સમકિત મોહનીય તથા ૨. નરકાનુપૂર્વી, ૩. તિર્યંચાનુપૂર્વી, ૪. મનુષ્યાનુપૂર્વી અને ૫. દેવાનુપૂર્વી એ પાંચ પ્રકૃતિઓ આવી મળતા ૯૯+૫ મળીને કુલ ૧૦૪ પ્રકૃતિનો ઉદય ચોથા ગુણસ્થાનમાં હોય છે. I/૧૦ના
ઉદયે મળી આવી અવિરત સુદ્રષ્ટિને. હો લાલ અવિ.
ઉદયમાં સિત્તાસી પાંચમામાં ગણે-હો લાલ પાંચ૦ ૧૧ અર્થ :- ઉપરોક્ત ઉદયયોગ્ય પ્રવૃતિઓ અવિરત સમ્યવ્રુષ્ટિને ચોથા ગુણસ્થાનકમાં હોય છે. હવે પાંચમા દેશવિરત ગુણસ્થાનમાં ૮૭ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. I/૧૧ના
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અપ્રત્યાખ્યાનીય, અષ્ટક વૈક્રિયનું હો લાલ અષ્ટક
નૃ-તિર્યક-આનુપૂર્વી, અનાદેય જોડલું હો લાલ અના- ૧૨ અર્થ – પાંચમા દેશવિરતિ ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાનાવરણ ૧. ક્રોઘ, ૨. માન, ૩. માયા, ૪. લોભ તથા પ. દેવગતિ, ૬. દેવગત્યાનુપૂર્વી, ૭. નરકગતિ, ૮. નરકગત્યાનુપૂર્વી, ૯. દેવાયુ, ૧૦. નરકાયુ, ૧૧. વૈક્રિય શરીર, ૧૨. વૈક્રિય અંગોપાંગ એ અષ્ટક અને ૧૩. ને એટલે મનુષ્યગત્યાનુપૂર્વી તથા ૧૪. તિર્યંચગત્યાનુપૂર્વી તેમજ ૧૫. અનાદેય અને ૧૬. અયશકીર્તિ જોડલાનો ઉદય આ ગુણસ્થાનમાં હોતો નથી. II૧૨ા
દુર્ભગ, સત્તર સર્વ; અહીં ઉદયે નહીં હો લાલ અહીં
પ્રમત્તમાં એકાશી ઉદયમાંહી કહી હો લાલ ઉદય૧૩ અર્થ - વળી ૧૭. દુર્ભગ નામકર્મની પ્રકૃતિ મળીને કુલ ૧૭ પ્રકૃતિનો ઉદય આ પાંચમા ગુણસ્થાનમાં હોતો નથી. માટે ચોથા ગુણસ્થાનની ૧૦૪ પ્રકૃતિમાંથી આ ૧૭ બાદ કરતાં ૮૭ પ્રકૃતિનો ઉદય પાંચમા ગુણસ્થાનમાં હોય છે. તથા છઠ્ઠા પ્રમત્ત નામના ગુણસ્થાનમાં ૮૧ પ્રકૃતિનો ઉદય હોય છે. /૧૩
તિરિગઈ-આયુ, કુગોત્ર, પ્રત્યાખ્યની ગઈ હો લાલ પ્રત્યા
ઉદ્યોત તેમ જ જાય; આહારક-દિકની હો લાલ આહા૦ ૧૪ અર્થ - છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનમાં ૧. તિરિગઈ એટલે તિર્યંચગતિ, ૨. તિર્યગઆયુ, ૩. નીચ ગોત્ર તથા પ્રત્યાખ્યાનાવરણ ૪. ક્રોઘ, ૫. માન, ૬. માયા, ૭. લોભ અને ૮. ઉદ્યોત એમ આઠ પ્રકૃતિઓને પાંચમા ગુણસ્થાનની ૮૭ પ્રકૃતિમાંથી બાદ કરતાં ૭૯ પ્રકૃતિઓ શેષ રહી. તેમાં વળી ૧. આહારક શરીર અને ૨. આહારક અંગોપાંગની આ બે પ્રકૃતિઓ છઠ્ઠા ગુણસ્થાનમાં વધી જવાથી ૭૦+૨ મળીને કુલ ૮૧ પ્રકૃતિઓ આ પ્રમત્ત નામના છઠ્ઠા ગુણસ્થાનમાં ઉદયમાં હોય છે. ૧૪.
બે નવી ઉદય થાય, છ ગુણસ્થાનકે. હો લાલ છઠ્ઠું.
સ્યાનગૃદ્ધિનું ત્રિક, આહારક-વિક એ- હો લાલ આહા. ૧૫ અર્થ :- ઉપરોક્ત બે નવી પ્રકૃતિઓ છઠ્ઠા ગુણસ્થાને ઉદય પામી છે. હવે સાતમા અપ્રમત્તગુણસ્થાનમાં (૧) નિદ્રાનિદ્રા, (૨) પ્રચલાપ્રચલા, (૩) સ્વાનગૃદ્ધિ એ ત્રણ તથા ૪. આહારક શરીર અને ૫. આહારક અંગોપાંગ એ મળીને કુલ પાંચ પ્રકૃતિઓ ઉદયમાં હોતી નથી. ૧૫ાા
સાતમે જાતી પાંચ, ઉદય છોંતેરનો હો લાલ ઉદય
આઠમે જાતી ચાર, ઉદય બોંતેરનો- હો લાલ ઉદય૦ ૧૬ અર્થ :- સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં ઉપરોક્ત પાંચ પ્રકૃતિઓ જવાથી છઠ્ઠા ગુણસ્થાનની ૮૧ પ્રકૃતિઓમાંથી આ પાંચ બાદ કરતાં ૭૬ પ્રકૃતિઓનો ઉદય સાતમા ગુણસ્થાનમાં હોય છે. આઠમા અપૂર્વકરણ નામના ગુણસ્થાનમાં બીજી ચાર પ્રકૃતિઓ જવાથી ૭૨ પ્રકૃતિનો ઉદય હોય છે. ૧૬ાા
અંત સંહનન ત્રિક, સમ્યકત્વ-મોહની હો લાલ સમ્યક નવમે છાસઠ હોય ઃ હાસ્યાદિ છ જતી હો લાલ હાસ્યા. ૧૭
Page #107
--------------------------------------------------------------------------
________________
(૬૦) (ચાર) ઉદયાદિ ભંગ-૨
અર્થ - આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં ૧. અર્ધનારાચ, ૨. કીલિકા અને ૩. સેવા (છેવટું) સંહનન એ ત્રણ તથા ૪. સમ્યત્વ-મોહનીય મળીને કુલ ચાર પ્રકૃતિઓ, સાતમા ગુણસ્થાનની ૭૬ પ્રકૃતિઓમાંથી બાદ કરતાં આઠમા ગુણસ્થાનમાં ૭૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે.
આઠમા ગુણસ્થાનકથી શ્રેણી ચાલુ થતી હોવાથી આ ગાથામાં કહ્યા તે ત્રણ છેલ્લા સંહનનનો ઉદય આઠમામાં ઘટતો નથી. અને આ ત્રણ સંહનનવાળા જીવો મંદ વિશુદ્ધિવાળા હોય તેથી શ્રેણી માંડી શકતા નથી. પણ વજઋષભનારાચ, ઋષભનારા અને નારાચ એ ત્રણે સંહનનવાળા જીવો ઉપશમ શ્રેણી માંડી શકે છે. પણ ક્ષપકશ્રેણી તો એક વજઋષભનારા સંઘયણવાળા જ માંડી શકે છે.
હવે નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં ૧. હાસ્ય, ૨. રતિ, ૩. અરતિ, ૪. ભય, ૫. શોક, ૬. જુગુપ્સા જવાથી, આઠમા ગુણસ્થાનની ૭૨ પ્રકૃતિઓમાંથી આ ૬ પ્રકૃતિઓ બાદ થતાં ૬૬ પ્રકૃતિઓનો ઉદય નવમાં ગુણસ્થાનમાં હોય છે. I/૧ળા
દશમે ઉદયે સાઠ : ત્રણે વેદની જતી હો લાલ ત્રણે
સંજ્વલન વિણ લોભ, ત્રણે દૂર થતી હો લાલ ત્રણે૧૮ અર્થ :- દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનમાં ૧. સ્ત્રીવેદ, ૨. પુરુષવેદ, ૩. નપુંસક વેદ તથા સંજ્વલન લોભ કષાય વિના બાકીના સંજ્વલન ૪. ક્રોધ, ૫. માન, ૬. માયા મળીને કુલ ૬ પ્રકૃતિઓ નવમા ગુણસ્થાનના અંતમાં જવાથી નવમા ગુણસ્થાનની ૬૬ પ્રકૃતિઓમાંથી આ ૬ ને બાદ કરતાં ૬૦ પ્રકૃતિઓનો ઉદય આ દેશમાં ગુણસ્થાનમાં હોય છે. |૧૮ાા.
અગ્યારમે નહિ લોભ, ઓગણસાઠ જ રહી હો લાલ ઓગ
બારમામાં બે ભેદ : પ્રથમમાં બે જતી-હો લાલ પ્રથમ ૧૯ અર્થ - અગિયારમાં ઉપશાંતમોહ ગુણસ્થાનમાં સંવલન લોભ કષાય ઉપશાંત હોવાથી અર્થાત તેનો ઉદય ન હોવાથી આ દશમા ગુણસ્થાનકની ૬૦ પ્રકૃતિઓમાંથી સંજ્વલન લોભને બાદ કરતા પ૯ પ્રકૃતિઓનો ઉદય આ અગિયારમા ગુણસ્થાનમાં હોય છે. હવે બારમા ક્ષીણમોહ નામના ગુણસ્થાનના બે ભેદ છે. પ્રથમના ભેદમાં બે પ્રકૃતિઓનો નાશ થાય છે. ૧૯તા.
ઋષભ-નારાચનક્રિકઃ સત્તાવન ઉદયે હો લાલ સત્તાવન
નિદ્રા, પ્રચલા જાય, પંચાવન દ્વિતીયે. હો લાલ પંચાવન ૨૦ અર્થ - બારમા ક્ષીણમોહ ગુણસ્થાનની બે પ્રકૃતિ ૧. ઋષભાનારાચ સંહનન અને ૨. નારાજ સંહનન છે. અગિયારમા ગુણસ્થાનની પ૯ પ્રકૃતિમાંથી આ બે બાદ કરતાં પ૭ પ્રકૃતિઓ બારમા ગુણસ્થાનના પ્રથમ ભેદમાં ઉદયમાં રહે છે.
તેમાંથી ૧. નિદ્રા અને ૨. પ્રચલા એ બે પ્રકૃતિઓ બીજા ભાગમાં નાશ થવાથી પ૭ પ્રકૃતિઓમાંથી બે બાદ કરતા ૫૫ પ્રકૃતિનો ઉદય આ બારમા ગુણસ્થાનમાં હોય છે. ૨૦.
જ્ઞાનાવરણીય પાંચ, બથી અંતરાયની હો લાલ બથી
દર્શનાવરણી ચાર : જતી ચૌદ ઘાતની હો લાલ જતી. ૨૧ અર્થ :- હવે તેરમા સયોગી કેવળી ગુણસ્થાનમાં ૧. મતિ, ૨. શ્રત, ૩. અવધિ, ૪. મન:પર્યવ
Page #108
--------------------------------------------------------------------------
________________
૧ ૦ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અને ૫. કેવળજ્ઞાનાવરણની મળીને પાંચ, તથા ૧. દાન, ૨. લાભ, ૩. ભોગ, ૪. ઉપભોગ અને ૫. વર્યાન્તરાયની મળીને પાંચ તેમજ ૧. ચક્ષુ, ૨. અચક્ષુ, ૩. અવઘિ અને ૪. કેવળ દર્શનાવરણની મળીને ચાર, એમ કુલ ચૌદ ઘાતકર્મની પ્રવૃતિઓ જવાથી બારમાં ગુણસ્થાનની ૫૫ પ્રકૃતિઓમાંથી આ ૧૪ બાદ કરતાં ૪૧ પ્રકૃતિઓનો ઉદય અત્રે શેષ રહે છે. ૨૧ાા
જિન-નામ-ઉદય હોય બેંતાળીસ તેરમે હો લાલ બેંતા,
અગુરુલઘુ-રૂપ-ચતુષ્ક, પ્રથમ સંહનન એ. હો લાલ પ્ર૨૨ અર્થ :- ઉપરોક્ત ૪૧ પ્રકૃતિઓમાં આ તેરમાં ગુણસ્થાને તીર્થંકર નામકર્મનો ઉદય થવાથી એક પ્રકૃતિ વૃદ્ધિ પામી. તેથી ૪૧+૧ મળીને ૪૨ પ્રકૃતિઓનો ઉદય આ તેરમા ગુણસ્થાનકમાં હોય છે.
હવે તેરમા સયોગી—કેવળી નામના ગુણસ્થાનના અંતમાં તેમાંથી ૩૦ પ્રકૃતિઓ નાશ પામે છે. તે નીચે પ્રમાણે –
તે ૧. અગુરુલઘુ, ૨. ઉપઘાત, ૩. પરઘાત, ૪. ઉચ્છવાસ, એ ચાર તથા પ. વર્ણ, ૬. ગંઘ, ૭. રસ, ૮. સ્પર્શ એ રૂપ ચતુષ્ક તથા ૯. વજઋષભનારાચ પ્રથમ સંહનન છે. IFરરા
ખગતિ-ઔદારિક-અસ્થિર-ચુંગલો હો લાલ અસ્થિ
પ્રત્યેક-ત્રિક નિર્માણ અને સંસ્થાન છો. હો લાલ અને ૨૩ અર્થ :- તથા ૧૦. શુભ ખગતિ, (ચાલવાની રીત) ૧૧. અશુભ ખગતિ ૧૨. ઔદારિક શરીર, ૧૩. ઔદારિક અંગોપાંગ અને ૧૪. અસ્થિર, ૧૫. અશુભ નામકર્મ તથા ૧૬. પ્રત્યેક, ૧૭. સ્થિર, ૧૮. શુભ નામકર્મ—એ ત્રણ, વળી ૧૯ નિર્માણ અને ૨૦. સમચતુરસ્ત્ર, ૨૧. ન્યગ્રોથપરિમંડલ, ૨૨. સ્વાતિ, ૨૩. વામન, ૨૪. કુન્જ, ૨૫. ઠંડક એ છ સંસ્થાન છે. ૨૩ાા.
તન, તેજસ, કાર્મણ સ્વર એક વેદની હો લાલ સ્વર
ત્રીસ જતાં જો બાર અયોગી સ્થાનની હો લાલ અયોગી. ૨૪ અર્થ :- શરીરમાં રહેલ ૨૬. તૈજસ શરીર, ૨૭. કાશ્મણ શરીર તથા ૨૮. સુસ્વર, ૨૯. દુસ્વર અને ૩૦. શાતા-અશાતાવેદનીમાંથી એક, એમ બધી મળીને કુલ ૩૦ પ્રકૃતિઓ આ તેરમા ગુણસ્થાનના અંતમાં જવાથી, તેરમા ગુણસ્થાનની ૪૨ પ્રકૃતિઓમાંથી આ ૩૦ને બાદ કરતાં બાકીની ૧૨ પ્રકૃતિઓનો ઉદય અયોગી નામના આ ચૌદમાં ગુણસ્થાનમાં હોય છે. ૨૪
યશ, સુભગ, આદેય, ત્રસ-ત્રિક જિનની હો લાલ ત્રસવ
સુગોત્ર નરગતિ-આયુ, પંચેન્દ્રી, વેદની હો લાલ પંચેન્દ્રી. ૨૫ અર્થ :- હવે ચૌદમા અયોગી ગુણસ્થાનના અંતમાં શેષ રહેલ બાર પ્રકૃતિઓ પણ જાય છે. તે પ્રકૃતિઓ આ પ્રમાણે :- ૧. યશ, ૨. સુભગ, ૩. આદેય તથા ૪. ત્રસ, ૫. બાદર, ૬. પર્યાપ્ત એ ત્રણ અને ૭. જિનનામકર્મ, ૮, ઉચ્ચ ગોત્ર, ૯. મનુષ્યગતિ, ૧૦. મનુષ્ય આયુ, ૧૧. પંચેન્દ્રિય જાતિ તથા ૧૨. વેદનીય મળીને કુલ ૧૨ પ્રકૃતિઓ થાય છે. રપાા.
જાતાં અંતિમ બાર ભવસ્થિતિ પણ જતી હો લાલ ભવ આઠે કર્મથી મુક્ત સિદ્ધતા ઊપજતી હો લાલ સિદ્ધતા. ૨૬
Page #109
--------------------------------------------------------------------------
________________
(૬૦) (ચાર) ઉદયાદિ ભંગ-૨
૧ ૦૧
અર્થ - ઉપરોક્ત બાર પ્રકૃતિઓ ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનના અંતમાં જવાથી તે શુદ્ધાત્માની સંસારમાં સ્થિતિ કરવાની અવધિ પણ હવે પૂર્ણતાને પામે છે. તેથી આઠેય કર્મથી મુક્ત થયેલા તે પરમાત્મા, સિદ્ધ દશાને પામી મોક્ષમાં સર્વકાળને માટે અનંતસુખમાં વિરાજમાન થાય છે. ૨૬ાા.
૩ ઉદીરણા* જે કર્મો ઉદયમાં આવ્યા નથી તેને તપ આદિવડે ઉદયમાં લાવીને ખપાવવા તેનું નામ ઉદીરણા છે.
છઠ્ઠા સુધી સમાન ઉદયવત્ ઉદીરણા, હો લાલ ઉદય
સાતમાંથી સયોગી સુથી જ વિશેષતા હો લાલ સુથી ૨૭ અર્થ - છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનના અંત સુધી કર્મ પ્રવૃતિઓનો જે પ્રમાણે ઉદય થાય, તે પ્રમાણે તપ આદિ દ્વારા ઉદીરણા કરીને તેને ખપાવી શકાય. પછી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનની શરૂઆતથી તે તેરમા સયોગી ગુણસ્થાનના અંત સુધી તેમાં વિશેષતા છે. એટલે કે શાતા, અશાતા અને મનુષ્ય આયુની ઉદીરણા સાતમા ગુણસ્થાનની શરૂઆતથી તે તેરમા સુઘી નથી. સાતમા ગુણસ્થાનથી લઈને તેરમા ગુણસ્થાન સુધી જે પ્રકૃતિઓ ઉદયમાં હતી, તે હવે ઉદીરણામાં શાતા અશાતા અને મનુષ્ય આયુની આ ત્રણ પ્રકૃતિઓ ઓછી ઓછી ગણતા જવું. બીજી બધી પ્રવૃતિઓ જેમ ઉદયમાં છે તેમજ ઉદીરણામાં પણ સમજવી. હવે ચૌદમા ગુણસ્થાનમાં મન વચન કાયાના યોગ ન હોવાથી ત્યાં ઉદીરણાનો સંભવ નથી. કારણ કે ઉદીરણા એ યોગકૃત છે તેથી.
સાતમે ગણ તોંતેર ઉદરણા યોગ્ય એ, હો લાલ ઉર્દી
આઠમે અગ્નોતેર વળી તૈસઠ નવમે, હો લાલ વળી. ૨૮ અર્થ:- સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણીયની ૬, મોહનીયની ૧૪, નોકર્મની ૪૨, ગોત્રની ૧ તથા અંતરાયની ૫ મળીને કુલ ૭૩ પ્રકૃતિઓ ઉદીરણા યોગ્ય ગણાય છે.
આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણીયની ૬, મોહનીયની ૧૩, નામકર્મની ૩૯, ગોત્રની ૧, તથા અંતરાયની ૫ મળીને કુલ ૬૯ પ્રકૃતિઓ ઉદીરણા યોગ્ય હોય છે.
તથા નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણીયની ૬, મોહનીયની ૭, નામકર્મની ૩૯, ગોત્રની ૧ તથા અંતરાયની ૫ મળીને કુલ ૬૩ પ્રકૃતિઓ ઉદીરણા યોગ્ય ગણાય છે. આરટા
સત્તાવન દશમે જ, છપ્પન અગ્યારમે, હો લાલ છપ્પન
ચોપન, બાવન ભેદ થતા બે બારમે, હો લાલ થતા. ૨૯ અર્થ - દશમા સૂક્ષ્મસંપરાયગુણસ્થાનમાં જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણીયની ૬, મોહનીયની ૧, નામકર્મની ૩૯, ગોત્રની ૧ તથા અંતરાયની ૫ મળીને કુલ ૫૭ પ્રકૃતિઓ ઉદીરણા યોગ્ય છે.
તથા અગ્યારમા ઉપશાંતમો ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીયની પ, દર્શનાવરણીયની ૬, નામકર્મની ૩૯, ગોત્રની ૧ તથા અંતરાયની ૫, મળીને ૫૬ ઉદીરણા યોગ્ય પ્રવૃતિઓ ગણાય છે.
બારમા ક્ષીણમોહ ગુણસ્થાનના બે ભેદ થાય છે. તેના પ્રથમ ભેદમાં જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણીયની ૬, નામકર્મની ૩૭, ગોત્રની ૧ તથા અંતરાયકર્મની ૫, મળીને કુલ ૫૪ ઉદીરણા યોગ્ય પ્રકૃતિ છે. * જુઓ ‘ઉદીરણા યંત્ર' પૃષ્ઠ ૬૦૩ ઉપર
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અને બીજા ભેદમાં જ્ઞાનાવર્ણીની પ, દર્શનાવર્ણયની ૪, નામકર્મની ૩૭, ગોત્રની ૧ તથા અંતરાયની પાંચ મળીને પર, ઉદીરણા યોગ્ય પ્રવૃતિઓ ગણાય છે. રા.
વળી ઓગણચાલીસ સયોગી તેરમે, હો લાલ સયોગી.
ઉદીરણાને યોગ્ય નહીં કોઈ ચૌદમે, હો લાલ નહીં. ૩૦ અર્થ :- તેરમા સયોગી કેવળી ગુણસ્થાનમાં નામકર્મની ૩૮ અને ગોત્રકર્મની ૧ મળીને કુલ ૩૯ પ્રકૃતિઓ ઉદીરણા યોગ્ય હોય છે.
ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનમાં ઉદીરણા કરવા યોગ્ય એક પણ પ્રકૃતિ નથી. કેમકે ત્યાં મન વચન કાયાના યોગ નથી. ૩૦ગા.
૪. સત્તા* બંઘાયેલા કર્મોનું અબાઘાકાળ સુધી આત્મા સાથે વળગી રહેવું તેને સત્તા કહેવાય છે.
બંઘાદિથી બર્ની કર્મ વળગી રહે જીવને, હો લાલ વળગી
સત્તા કર્મની તે જ; ભેદાનભેદને- હો લાલ મેદાનભેદને ૩૧ અર્થ :- રાગદ્વેષ આદિના ભાવોથી કાર્પણ વર્ગણાઓ ખેંચાઈને આવી આત્માના પ્રદેશો સાથે કર્મરૂપે થઈ જે વળગી રહે, તે જ કર્મની સત્તા છે અને તેના અનેક ભેદ પ્રભેદ છે. ૩૧ાા
ગણતાં અડતાળીસ સોની ઉપર થઈ, હો લાલ સોની
બીજે, ત્રીજે સોની ઉપર સુડતાળીની, હો લાલ ઉપર૦ ૩૨ અર્થ :- હવે તે ભેદ પ્રભેદને ગણતાં પ્રથમ મિથ્યાત્વ નામના ગુણસ્થાનમાં તે ૧૪૮ પ્રકૃતિ થાય છે. તે આ પ્રમાણે :
જ્ઞાનાવરણની પ, દર્શનાવરણની ૯, વેદનીયની ૨, મોહનીયની ૨૮, આયુની ૪, નામકર્મની ૯૩, ગોત્રની ૨ અને અંતરાય કર્મની ૫ મળીને કુલ ૧૪૮ પ્રકૃતિ સત્તામાં હોય છે.
બીજા સાસ્વાદન તથા ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં તીર્થકર નામકર્મની સત્તા ન હોવાથી એક પ્રકૃતિ ઓછી થઈ; તેથી ૧૪૭ પ્રકૃતિઓ આ બે ગુણસ્થાનમાં સત્તારૂપે હોય છે. [૩રા
સત્તા, વણ-જિનબીજ; અન્યમાં પૂરી છે, હો લાલ અન્ય
પહેલેથી ઉપશાંત સુઘી સત્તા વિષે હો લાલ સુથી સત્તા ૩૩ અર્થ - જિનબીજ એટલે તીર્થંકર નામકર્મ જેણે બાંધ્યું તે અન્યમાં એટલે બીજા, ત્રીજા ગુણસ્થાનમાં જાય નહીં. એ બે ગુણસ્થાન વિના પહેલા ગુણસ્થાનકથી છેક ઉપશાંતમોહ નામના અગ્યારમા ગુણસ્થાન સુઘી ૧૪૮ પ્રકૃતિની સત્તા પૂરેપુરી હોય છે. તેને સંભવસત્તા કહેવાય છે. ૩૩ના
અનંતાનુબંર્થી ચાર નરક પશુ-આયુની, હો લાલ નરક
છ વિના સૌથી અધિક બેંતાળીસ પ્રકૃતિ, હો લાલ બેંતા૩૪ અર્થ - અનંતાનુબંધી કષાયની ચાર તથા નરકાયુ અને પશુઆયુની મળીને કુલ છ પ્રકૃતિઓ હમણાં સત્તામાં નથી એવા ઉપશમ શ્રેણીવાળાને ૧૪ર પ્રવૃતિઓ સત્તામાં સંભવે છે. સત્તાના બે પ્રકાર * જુઓ ‘સત્તા યંત્ર” પૃષ્ઠ ૬૦૧ ઉપર
Page #111
--------------------------------------------------------------------------
________________
(૬૦) (ચાર) ઉદયાદિ ભંગ-૨
૧ ૦૩
છે. એક સદભાવ સત્તા અને બીજી સંભવ સત્તા. જે જીવો તેજ ભવે મોક્ષમાં જવાના છે તે જીવોનો સમાવેશ સદ્ભાવ સત્તામાં થાય છે. અને જે જીવોને આયુષ્યના બંઘનો સંભવ છે તે જીવોનો સમાવેશ સંભવ સત્તામાં થાય છે. ૩૪ો.
અપૂર્વથી ઉપશાંત સુઘીમાં સંભવે, હો લાલ સુધીમાં
ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ક્ષય સામનો કરે હો લાલ ક્ષય. ૩૫ અર્થ :- ૧૪ર પ્રકૃતિઓ આઠમા અપૂર્વગુણસ્થાનકથી અગ્યારમા ઉપશાંતમોહ નામના ગુણસ્થાન સુઘી સત્તામાં સંભવે.
હવે ક્ષાયિક સમ્યવ્રુષ્ટિ તો અનંતાનુબંધી ૪ તથા મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વ મોહનીય મળીને કુલ સાતેય પ્રકૃતિઓનો ક્ષય કરે છે. ૩પાા
ચોથેર્થી સો અધિક એકતાળીસ ઘરે હો લાલ એકતા
ચરમ-શરીરી જો હોય, ન નવીન આયું ઘરે હો લાલ ન. ૩૬ અર્થ - તે ક્ષાયિક સમ્મદ્રષ્ટિ જીવ સાતેય પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરેલી હોવાથી ચોથા ગુણસ્થાનકથી જ તે ૧૪૧ પ્રકૃતિની સત્તાવાળો હોય છે. પણ જે ચરમશરીરી એટલે તે જ ભવે મોક્ષ જનાર હોય તે નવા આયુષ્યકર્મનો બંઘ કરતો નથી. //૩૬
ચરમશરીરી સુદ્રષ્ટિ ક્ષાયિક ચતુર્થથી હો લાલ ક્ષાયિક
ત્રણે આયુરહિત, બીજી સાત ક્ષય કરી હો લાલ બીજી ૩૭ અર્થ – ચરમશરીરી ક્ષાયિક સમ્યફષ્ટિ જીવ ચોથા ગુણસ્થાનથી નરકાયુ, તિર્યંચાયુ અને દેવાયુ રહિત હોય. અને સાત પ્રકૃતિ તે અનંતાનુબંધીની ચાર તથા મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વ મોહનીયની એ ૩ મળીને કુલ દસ પ્રકૃતિ ચરમશરીરને સત્તામાં હોતી નથી. ૩શા.
સો ને આડત્રીસ ઘરે સત્તા વિષે હો લાલ ઘરે સત્તા
પ્રથમ ભાગ પર્યત નવમા ગુણ-પદે હો લાલ નવમા ૩૮ અર્થ:- ઉપરોક્ત દશ પ્રવૃતિઓના ક્ષયથી ૧૩૮ પ્રકૃતિ તેને સત્તામાં હોય છે. તે ચોથા ગુણસ્થાનકથી લઈને નવમા અનિવૃત્તિ ગુણસ્થાનના પહેલા ભાગ સુધી જાણવી. (૩૮)
ક્ષાયિકવૃષ્ટિ ન હોય તે ચરમશરીરને હો લાલ તે
સો ને પિસ્તાલીસ, ચોથેથી સાતમે હો લાલ ચોથે૩૯ અર્થ - હવે જે ક્ષાયિક સમ્યફદ્રષ્ટિ ન હોય પણ ઉપશમ કે ક્ષયોપશમવાળો હોય અને ચરમશરીરી હોય તેને નરકાયુ, તિર્યંચાયુ અને દેવાયુ એ ત્રણ પ્રકૃતિ સત્તામાં હોય નહીં. તેથી તે ચોથા ગુણસ્થાનથી સાતમા અપ્રમત્ત ગુણસ્થાન સુઘી ૧૪૫ પ્રકૃતિની સત્તાવાળો હોય છે. |૩૯
સો ને આડત્રીસ કહી નવમા ગુણે હો લાલ કહી.
બીજી સોળ ન હોય, બીજા વિભાગમેં - હો લાલ બીજા ૪૦ અર્થ - ચરમશરીરી લાયક સમકિતી ક્ષેપક શ્રેણિ માંડનારને નવમા ગુણસ્થાનકના પહેલા ભાગમાં ૧૩૮ પ્રકૃતિની સત્તા કહી. હવે તેથી આગળ વધી નવમા અનિવૃત્તિકરણના બીજા ભાગમાં આવે
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ત્યારે બીજી ૧૬ પ્રકૃતિની સત્તા દૂર થાય છે. ૪૦ના
સ્થાવર-તિર્યક-દ્ધિક નરક-આતપ-દિક હો લાલ નરક
એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, મ્યાનગૃદ્ધિ-ત્રિક હો લાલ મ્યાન. ૪૧ અર્થ - તે ૧૬ પ્રકૃતિ આ પ્રમાણે :
૧. સ્થાવર અને ૨. સૂક્ષ્મ, ૩. તિર્યંચગતિ, ૪. તિર્યંચાનુપૂર્વી, ૫. નરકગતિ, ૬. નરકાનુપૂર્વી, ૭. આતપ, ૮. ઉદ્યોત, ૯. એકેન્દ્રિય જાતિ તથા વિકસેન્દ્રિય, ૧૦. બે ઇન્દ્રિય, ૧૧. તે ઇન્દ્રિય, ૧૨. ચૌરેન્દ્રિય, ૧૩. નિદ્રા નિદ્રા, ૧૪. પ્રચલા પ્રચલા, ૧૫. મ્યાનગૃદ્ધિ અને ૧૬. સાધારણ નામકર્મ. ૪૧ાા
સાઘારણ એ સોળ; બાર્વીસ ને સો રહી હો લાલ બાર્વી
એક સો ઉપર ચૌદ ત્રીજા ભાગની લહી હો લાલ ત્રીજા ૪૨ અર્થ :- ઉપરોક્ત ૧૬ પ્રકૃતિઓનો નવમા ગુણસ્થાનના બીજા વિભાગમાં ક્ષય થવાથી ૧૩૮ માંથી ૧૬ બાદ કરતાં ૧૨૨ પ્રકૃતિની સત્તા રહી.
પછી ત્રીજા ભાગમાં અપ્રત્યાખ્યાનની અને પ્રત્યાખ્યાની ક્રોધાદિકષાયની ૮ પ્રકૃતિઓ ક્ષય થવાથી ૧૧૪ પ્રકૃતિઓ સત્તામાં રહી. ૪રા
નિર્મુળ આઠ કષાય; પછી નપુંસક ગયે હો લાલ પછી
ચોથે સો ને તેર સત્તામાંહિ રહે હો લાલ સત્તામાંહિ૦ ૪૩ અર્થ - નવમા ગુણસ્થાનના ત્રીજા ભાગે ૮ કષાય નિર્મળ થયા. હવે ચોથા ભાગમાં નપુંસકવેદ ટળવાથી ૧૧૩ પ્રકૃતિની સત્તા રહી. //૪૩ી
સ્ત્રીવેદ જાતાં એક સો બાર પાંચમે હો લાલ સો.
હાસ્ય-પર્ક ક્ષય થાય એક સો છ છછું હો લાલ એક ૪૪ અર્થ - પાંચમા ભાગમાં સ્ત્રીવેદ જવાથી ૧૧૨ રહી તથા છઠ્ઠા ભાગમાં હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જાગુપ્સા ક્ષય થવાથી ૧૦૬ પ્રકૃતિ સત્તામાં રહી. ૪૪
સાતમે ન નરવેદ એક સો પાંચ છે હો લાલ એક
આઠમે નથી કોઇ એક સો ચાર એ હો લાલ એક ૪૫ અર્થ :- સાતમા ભાગમાં પુરુષવેદ જવાથી ૧૦૫ રહી. આઠમા ભાગમાં સંજ્વલન ક્રોઘ જવાથી ૧૦૪ સત્તામાં રહી. ૪પાા
નવમે ન રહે માન એક સો ત્રણ રહી હો લાલ એક
ક્ષપકશ્રેણીની રીત નવમાની નવ કહી હો લાલ નવમા ૪૬ અર્થ - નવમા ગુણસ્થાનના નવમા ભાગમાં સંજ્વલન માન ટળવાથી ૧૦૩ રહી. ક્ષપકશ્રેણી ચઢતા નવમાં ગુણસ્થાનની નવ પ્રકારે રીત હતી તે કહી જણાવી. ||૪૬ાા
દશમે સો ને બે જ માયા ચોથી વિના હો લાલ માયા બારમે સો ને એક છેલ્લા લોભ વિના હો લાલ છેલ્લા ૪૭
Page #113
--------------------------------------------------------------------------
________________
(૬૦) (ચાર) ઉદયાદિ ભંગ-૨
૧ ૦૫
અર્થ - હવે નવમા ગુણસ્થાનનાં, નવમા ભાગના અંતમાં ચોથી એટલે સંજ્વલન માયા પણ જવાથી આ દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનમાં ૧૦૨ પ્રકૃતિની સત્તા શેષ રહી.
હવે ક્ષપક શ્રેણીવાળો અગિયારમાં ગુણસ્થાનને સ્પર્શે નહીં. તેથી દશમા ગુણસ્થાનના અંતે સંજ્વલન લોભ પણ જવાથી બારમા ક્ષીણમોહ ગુણસ્થાનમાં ૧૦૧ પ્રકૃતિ સત્તામાં રહી. ૪શા
નિદ્રા, પ્રચલા જાય, નવ્વાણું અંતમે હો લાલ નવ્વા
ત્યાં જતી બીજી ચૌદ પંચાસી તેરમે-હો લાલ પંચા ૪૮ અર્થ - ત્યારબાદ બારમા ગુણસ્થાનમાં નિદ્રા અને પ્રચલા એમ બે પ્રકૃતિનો નાશ થવાથી છેલ્લા સમયથી એક સમય પહેલા ૯૯ પ્રકૃતિઓ સત્તામાં શેષ રહી. તેમાંથી બીજી ચૌદ પ્રકૃતિઓનો બારમા ગુણસ્થાનના અંત સમયમાં ક્ષય થવાથી ૯૯માંથી ૧૪ બાદ કરતાં ૮૫ પ્રકૃતિઓ તેરમાં સયોગી ગુણસ્થાને સત્તામાં રહી. II૪૮
જ્ઞાનાવરણીય પાંચ બથી અંતરાયની હો લાલ બથી.
દર્શનાવરણી ચાર ગઈ ચૌદ ઘાતીની હો લાલ ગઈ. ૪૯ અર્થ - તે ચૌદ પ્રકૃતિઓ જે ગઈ તે કઈ કઈ હતી તે જણાવે છે –
જ્ઞાનાવરણીયની ૫, અંતરાયકર્મની ૫, તથા દર્શનાવરણીયની ૪, એમ ઘાતીયા કર્મની ૧૪ પ્રકૃતિઓનો બારમા ગુણસ્થાનના અંતમાં ક્ષય થયો. અને ૮૫ પ્રકૃતિઓ તેરમા સયોગી ગુણસ્થાને સત્તામાં રહી. તેરમા ગુણસ્થાનમાં એક પણ પ્રકૃતિ ક્ષય થતી નથી. તેથી ચૌદમા ગુણસ્થાનની શરૂઆતમાં પણ ૮૫ પ્રકૃતિ સત્તામાં રહી.
અયોગના બે ભાગ, પંચાસી એકમાં હો લાલ પંચા
ઉપાંત્ય સમયે હોય તે, બોંતેર જતાં. હો લાલ તેર૦ ૫૦ અર્થ - ચૌદમા અયોગી ગુણસ્થાનના બે વિભાગ કર્યા. પહેલા વિભાગમાં ૮૫ પ્રકૃતિઓ હતી. તે વિભાગના ઉપાંત્ય સમયે એટલે અંતિમ સમયે પહેલાના એક સમયમાં ૭૨ પ્રકૃતિઓ ક્ષય થવાથી તેર પ્રકૃતિઓ શેષ સત્તામાં રહી. તે તેર પ્રવૃત્તિઓ ચૌદમા ગુણસ્થાનનાં અંત સમયમાં ક્ષય થવાથી આત્મા સિદ્ધગતિને પામે છે.
સુર-ખગતિ-ગંળદ્ધિક વર્ણ-રસ-પંચક હો લાલ વર્ણ
પંચક-બંઘન-સંઘાત, તન સૌ, સ્પર્શાષ્ટક હો લાલ તન ૫૧ અર્થ :- હવે ૭૨ પ્રકૃતિઓ જે પ્રથમ ક્ષય થઈ તેના નામ જણાવે છે :
૧. દેવગતિ, ૨. દેવાનુપૂર્વી, ખગતિ એટલે ૩. શુભવિહાયોગતિ, ૪. અશુભ વિહાયોગતિ, ૫. સુગંઘ, ૬. દુર્ગઘ, ૭. લાલ, ૮. પીળો, ૯. વાદળી, ૧૦. કાળો, ૧૧. ઘોળો વર્ણ, ૧૨. કડવો, ૧૩. તીખો, ૧૪. તૂરો, ૧૫. ખાટો, ૧૬. ગળ્યો રસ, ૧૭. ઔદારિક, ૧૮. વૈક્રિય, ૧૯. આહારક, ૨૦. તૈજસ, ૨૧. કાર્પણ એ શરીરના પાંચ બંઘન અને ૨૨. ઔદારિક, ૨૩. વૈક્રિય, ૨૪. આહારક ૨૫. તૈજસ , ૨૬. કાશ્મણ એ શરીરના પાંચ સંઘાતન તથા ૨૭. ઔદારિક, ૨૮. વૈક્રિય, ર૯. આહારક, ૩૦. તૈજસ, ૩૧. કાર્પણ એ પાંચ શરીર અને ૩૨. કર્કશ, ૩૩. મૃદુ, ૩૪. હલકો, ૩૫. ભારે, ૩૬. શીત,
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
૩૭. ઉષ્ણ, ૩૮, ચીકણો, ૩૯. લુખો એ આઠ સ્પર્શ. ૫૧ાા
નિર્માણ ગોત્ર નીચ સુસ્વર ઉપાંગ સૌ હો લાલ સુસ્વર૦
અગુરુલઘુ-ચતુષ્ક, સંસ્થાન સંહનન સૌ હો લાલ સંસ્થા પર અર્થ - ૪૦. નિર્માણ, ૪૧. નીચગોત્ર, ૪૨. સુસ્વર તથા ૪૩. ઔદારિક, ૪૪. વૈક્રિય, ૪૫. આહારક એ અંગોપાંગ, ૪૬. અગુરુલઘુ, ૪૭. ઉપઘાત, ૪૮. પરાઘાત, ૪૯. ઉચ્છવાસ તથા ૫૦. સમચતુરસ્ત્ર, ૫૧. ન્યગ્રોઘપરિમંડલ, પર. સાદિ, પ૩. કુન્જ, ૫૪. વામન, ૫૫. હુંડક એ સંસ્થાન તથા ૫૬. વજઋષભનારાય, ૫૭. ઋષભનારાય, ૫૮. નારાચ, ૫૯. અર્ધનારાચ, ૬૦. કાલિકા, ૬૧. છેવટું સંહનન. પરા
અસ્થિરષદ્ધ, અપર્યાપ્ત, પ્રત્યેક-ત્રિક, વેદની હો લાલ પ્રવ
અંત સમયમાં તેર રહી, તે પણ જતી-હો લાલ રહી. ૫૩ અર્થ:- ૬૨. અસ્થિર, ૬૩. અશુભ, ૬૪. દુર્ભગ, ૬૫. દુઃસ્વર, ૬૬. અનાદેય, ૬૭. અયશકીર્તિ એ છ પ્રકૃતિઓ, ૬૮. અપર્યાપ્ત, ૬૯. પ્રત્યેક, ૭૦. સ્થિર, ૭૧. શુભ એ ત્રણ તથા ૭૨. શાતા કે અશાતા એ બે માંથી એક.
આ બથી ૭૨ પ્રકૃતિઓ નાશ પામ્યા પછી બંઘ યોગ્ય ૧૩ પ્રકૃતિઓ શેષ રહે છે. તે પણ ચૌદમાં ગુણસ્થાનના અંતે છેલ્લા સમયમાં નાશ પામે છે. પલા
મનુષ્ય-ત્રસનાં ત્રિક સુભગ, યશ, વેદની હો લાલ સુભગ
સુગોત્ર, જિન, આદેય, પંચેન્દ્રી તેરમી હો લાલ પંચેન્દ્રી ૫૪ અર્થ :- શેષ રહેલી ૧૩ પ્રકૃતિઓના નામો આ પ્રમાણે છે :
૧. મનુષ્યગતિ, ૨. મનુષ્યાનુપૂર્વી, ૩. મનુષ્પાયુ, ૪. ત્રસ, પ. બાદર, ૬. પર્યાય, ૭. સુભગ, ૮. યશ, ૯. શાતા અથવા અશાતા વેદની, ૧૦. ઉચ્ચ ગોત્ર, ૧૧. જિન નામ, ૧૨. આદેય તથા ૧૩. પંચેન્દ્રિય જાતિ. પ૪
મનુષ્ય-આનુપૂર્વી વિના બારે કહે હો લાલ વિના
અયોગી અંતે જાય; કોઈ મત એ લહે હો લાલ કોઈ ૫૫ અર્થ – કોઈ મત એમ ઘરાવે છે કે મનુષ્યાનુપૂર્વી વિના, બાર પ્રકૃતિઓ જ અયોગી ગુણસ્થાનના અંતે જાય છે અને મનુષ્યાનુપૂર્વીનો ક્ષય ૭૨ પ્રકૃતિઓની સાથે જ ૭૩મી પ્રકૃતિરૂપે થાય છે. પપા
થાય પછી ભગવંત અનંત સમય રહે હો લાલ અનંત
પૂર્ણપણે જીંવ સિદ્ધ અલૌકિક પદ લહે હો લાલ અલૌ. ૫૬ અર્થ - બઘી કર્મ પ્રકૃતિઓનો ક્ષય કર્યા પછી ભગવંત અલૌકિક એવા સિદ્ધપદને સંપૂર્ણપણે પામી, અનંતકાળ સુઘી અનંતસુખમય એવા મોક્ષમાં જઈ બિરાજમાન થાય છે. પા.
Page #115
--------------------------------------------------------------------------
________________
(૬૧) જિનમત-નિરાકરણ
૧ ૦૭.
કર્મબંઘના મુખ્ય કારણો રાગદ્વેષ અને અજ્ઞાન છે. તેને જડમૂળથી નષ્ટ કરવા હોય તો જિનેશ્વર ભગવંતે ભાખેલ મુક્તિનો સાચો માર્ગ જાણવો જરૂરી છે. કેમકે રાગદ્વેષ અજ્ઞાનને જેણે જીતી લીધા છે એવા જિનેશ્વરના સિદ્ધાંત સિવાય સંપૂર્ણ કર્મને નષ્ટ કરવાનો બીજો કોઈ ઉપાય નથી. માટે જિનમત સંબંઘીની શંકાઓને દૂર કરવા તેનું નિરાકરણ એટલે સમાઘાન આ પાઠમાં આપવામાં આવે છે –
| (૬૧) જિનમત - નિરાકરણ (શીતલ જિનપતિ લલિત ત્રિભંગી વિવિઘભંગું મન મોહે રે—એ રાગ)
શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવરને પ્રણમું ઊલટ આણી રે, છે
જિનમતનો જે મર્મ ઘરે ઉર, અમી સમ જેની વાણી રે. શ્રીમદ્ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યને હું ઉલ્લાસભાવ સહિત પ્રણામ કરું છું. જે જિનમતના રહસ્યને હૃદયમાં ઘારણ કરનાર છે. અને જેની અમી એટલે અમૃત સમાન વાણી છે, અર્થાત્ જેના વચનો જીવને જન્મમરણથી મુક્ત કરી અમર બનાવી દે એવાં છે. [૧]
જિજ્ઞાસું અજ્ઞાની જીંવના સંશય સર્વે ટાળે રે,
જ્ઞાની બની ભોળવતા જગને, તેનું પોલ પ્રજાને રે. શ્રીમદ્ અર્થ :- જેની વાણી અજ્ઞાની એવા જિજ્ઞાસુ જીવના સર્વ સંશયને ટાળવા સમર્થ છે; તથા જે જ્ઞાની બની જગતવાસી જીવોને ભોળવે છે, વિપરીત માર્ગે દોરે છે એવા કુગુરુઓની પોલને પણ પ્રગટ કરનાર છે. રા.
સત્યમતિને પૂછે કોઈ જિજ્ઞાસું જગવાસી રે,
“જિનમતને જગ કેમ વગોવે, કહી નાસ્તિક નિરાશી રે?” શ્રીમદ્ અર્થ – સત્યમતિ એટલે સત્ય છે મતિ જેની એવા જ્ઞાની પુરુષને કોઈ જગતવાસી જિજ્ઞાસુ પૂછે છે કે જગતમાં લોકો જિનમત એટલે જિનેશ્વર ભગવંતોએ જે વીતરાગ ઘર્મ પ્રરૂપ્યો છે તેને નાસ્તિક કહીને કે નિરાશી એટલે એ વીતરાગ ભગવંતો કોઈની આશા પૂરી કરે નહીં એમ કહીને કેમ વગોવે છે? પાયા
સત્યમતિ કહે : “હે જિજ્ઞાસું, વાત વિચારી જોજે રે,
નેતિ, નેતિ-વેદવચનનું રહસ્ય સમજી લેજે રે. શ્રીમ અર્થ – ઉત્તરમાં સત્યમતિ કહે ઃ હે જિજ્ઞાસુ, આ વાત વિચારી જો જે કે વેદનું એક વચન નેતિ નેતિ' એટલે “એ નહીં એ નહીં એવું છે, અર્થાત્ જે દેખાય છે તે બધી ભ્રાંતિ છે. “આત્મા સત્ જગત મિથ્યા' છે. એ વાક્યનું રહસ્ય સમજી લેજે કે જગતમાં એક આત્મા જ શાશ્વત પદાર્થ છે, બાકી જે જગતમાં રૂપી એવા પદાર્થો દેખાય છે તે માત્ર પુદગલની પર્યાયો છે, નાશવંત છે માટે તેને મિથ્યા કહ્યા છે. એમ જૈનમત સ્યાદ્વાદથી વાક્યના રહસ્યને પ્રગટ કરે છે. ૪
Page #116
--------------------------------------------------------------------------
________________
૧ ૦૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
માયારૂપ અવાચ્ય કહ્યું છે, બ્રહ્મરૂપ પણ તેવું રે;
જગજન કંઈ કંઈ માની બેઠા; સંત કહે : “નહીં એવું રે'શ્રીમદ્ અર્થ - વેદાંતમાં ઈશ્વરીમાયાનું સ્વરૂપ અવાચ્ય એટલે વાણીથી વર્ણવી શકાય નહીં એમ કહ્યું છે. તેમ બ્રહ્મ એટલે આત્માનું સ્વરૂપ પણ વાણીથી વર્ણવી શકાય નહીં. પણ અનુભવી શકાય એવું છે. છતાં જગતવાસી જીવો આત્માને ક્ષણિક કુટનિત્ય વગેરે અનેકરૂપે એકાંતે માની બેઠા છે. પણ સંત એવા જ્ઞાની પુરુષો અનેકાંતવાદથી કહે છે કે તેવું આત્માનું સ્વરૂપ નથી. //પા
મોહ વિષે મીઠાશ જગતને–લાડી, વાડી, ગાડી રે
આ ભવમાં ભોગવવા ઇચ્છ, ઇચ્છે તેહ અગાડી રે. શ્રીમદ્ અર્થ - જગતવાસી જીવો આત્માને અન્યરૂપે માની, મોહમાં મીઠાશ હોવાથી ઘર્મ કરીને પણ લાડી, વાડી, ગાડી આદિને જ ઇચ્છે છે. આ ભવમાં ઘર્મના ફળ ઇન્દ્રિય સુખ ભોગવવા ઇચ્છે અને પરભવમાં પણ મને ઇન્દ્રિય સુખો મળે એ જ કામના બુદ્ધિથી ઘર્મક્રિયાના અનુષ્ઠાન કરે છે. આવા
એ આશા છે ભૂતનો ભડકો, આશ તજો” ઉપદેશે રે,
સંત-જનો ઉર આણી કરુણા, સમજુ જન શીખ લેશે રે.” શ્રીમદ્દ અર્થ - ભગવાનની ભક્તિ કરીને પણ ઇન્દ્રિય સુખ મેળવવાની આશા રાખે છે. એ ઇચ્છારૂપી ભૂતનો ભડકો એમને બાળી નાખશે અર્થાત્ એમનો અમૂલ્ય માનવદેહ નષ્ટ કરી દેશે. માટે સંત એવા જ્ઞાનીજનો હૃદયમાં કરુણા લાવી ઉપદેશ છે કે હે ભવ્યો! તમે ઇન્દ્રિય સુખની આશા તજી દ્યો. એ સુખ નથી પણ આ ભવમાં ત્રિવિઘતાપ આપનાર અને પરભવમાં પણ દુર્ગતિએ લઈ જનાર વસ્તુ છે. માટે ત્યાગવા યોગ્ય છે. એવી શિખામણને જે સમજુ ભાગ્યશાળી હશે તે જ ગ્રહણ કરશે; બીજા કરી શકશે નહીં. શા
જિજ્ઞાસું કહે: “સત્ય વચન તમ, પણ જગ કેમ ન જાણે રે?
હિતકારી પણ કટુ ઔષઘને માતા પાય પરાણે રે.” શ્રીમદ્ અર્થ - જિજ્ઞાસુ એવો આત્માર્થી કહે : તમારું કહેવું સત્ય છે. છતાં જગતવાસી જુવો તેને કેમ જાણતા નથી? જેમ હિતકારી ઔષધ ભલે કડવું હોય તો પણ માતા બાળકને પરાણે પાય છે. તેમ જગતના જીવોને સંતપુરુષોએ હિતકારી ઉપદેશ કટુ ઔષઘની જેમ પરાણે પણ પાવો જોઈએ. ટાા
સત્યમતિ કહે : “ઘંઘા સમ સૌ ઘર્મ થયા કળિ-ભાવે રે
મારું તે સારું' સૌ માને, સમ્યક જ્ઞાન અભાવે રે. શ્રીમદ્ અર્થ :- સત્યમતિ કહે : આ કળિકાળમાં તો કળિ એટલે પાપ ભાવનાથી સૌ ઘર્મ ઘંઘા સમાન બની ગયા છે. સર્વે “મારું તે સારું' એમ માને છે. સમ્યકજ્ઞાનના અભાવે અમે કહીએ છીએ તે જ સાચો માર્ગ છે એમ સૌ માની બેઠા છે. લા.
પોતાનો કોઈ શિષ્ય કરે જો સંત-સમાગમ બીજે રે.
તો કુંગુરુને તાવ ચઢે છે; સાચી-ખોટી ચીજે રે– શ્રીમદ્ અર્થ - પોતાનો કોઈ શિષ્ય બીજા સંતનો સમાગમ કરે તો કુગુરુને તાવ ચઢે છે. તે શિષ્યને સાચું
Page #117
--------------------------------------------------------------------------
________________
(૬૧) જિનમત-નિરાકરણ
૧૦૯
ખોટું કહીને પણ બીજા સંતના સમાગમથી તેને દૂર કરે છે. “જીવને સન્મુરુષનો યોગ મળવો દુર્લભ છે. અપારમાર્થિક ગુરુને જો પોતાનો શિષ્ય બીજા ઘર્મમાં જાય તો તાવ ચઢે છે. પારમાર્થિક ગુરુને “આ મારો શિષ્ય છે” એવો ભાવ હોતો નથી. કોઈ કુગુરુ આશ્રિત જીવ બોઘશ્રવણ અર્થે સરુ પાસે એક વખત ગયો હોય, અને પછી તે તેના તે કુગુરુ પાસે જાય, તો તે કુગુરુ તે જીવને અનેક વિચિત્ર વિકલ્પો બેસાડી દે છે, કે જેથી તે જીવ ફરી સગુરુ પાસે જાય નહીં. તે જીવને બિચારાને તો સઅસત્ વાણીની પરીક્ષા નથી એટલે ભોળવાઈ જાય છે, અને સાચા માર્ગેથી પડી જાય છે.” (વ.પૃ.૬૮૫) I/૧૦થી
સંત વગોવે, શોઘ તજાવે, લોકલાજથી દાબે રે,
બાળબુદ્ધિ જીવોને મોહે કુંગુરુ રાખે તાબે રે. શ્રીમદ્દ અર્થ - કુગુરુ હોય તે શિષ્ય પાસે સાચા સંતના વગોવણા કરી તેને સાચી શોઘ કરતા અટકાવે છે. નહીં છોડે તો લોકલાજની બીક બતાવીને પણ તેના ઉપર દબાણ લાવે છે. એમ બાળબુદ્ધિ જેવા અજ્ઞાની જીવોને મોહી એવા કુગુરુઓ પોતાના તાબામાં રાખે છે; સતુ જાણવા દેતા નથી. ||૧૧||
મોહી ગુરુ પેઠે નહિ સંતો વાડા રચી વઘારે રે,
ઊલટા-આગ્રહ તે તોડાવે, હિત બતાવી સુથારે રે. શ્રીમદ્ અર્થ - મોહી કુગુરુની જેમ સંતપુરુષો ગચ્છમતના વાડા રચી તેને વધારે નહીં. પણ તે મહાપુરુષો, વિપરીત ગચ્છમતના થઈ ગયેલા આગ્રહોને તોડાવે છે અને આત્માનું સાચું હિત શામાં છે તે બતાવી જીવોના ભાવ સુધારે છે. ૧૨ાા.
સત્સંગતિનો યોગ બને ના, જિજ્ઞાસા નહિ જબરી રે,
કુંગુરુ-સંગે મમતા પોષે, સમજ પામવી અઘરી રે. શ્રીમદ્ અર્થ - ઉપરોક્ત કારણોને લઈને જીવોને સત્સંગતિનો યોગ બનતો નથી. તેમજ પૂર્વનું આરાઘકપણું નહીં હોવાથી આત્મકલ્યાણ કરવાની જિજ્ઞાસા પણ એવી જબરી નથી. તેથી માત્ર કુગુરુના સંગમાં આવવાથી પોતાના ગચ્છમતની મમતાને પોષવામાં જ ઘર્મ માને છે. આત્મવિચાર કર્તવ્યરૂપ ઘર્મની સાચી સમજ પામવી તેમના માટે અઘરી થઈ પડી છે. /૧૩
પ્રેમ પરાણે કદી ન થાયે, પરિચય સત્નો દુર્લભ રે;
જીવ જરા જો જોર કરે તો, સત્સંગે સૌ સુલભ રે. શ્રીમદ્દ્ર અર્થ :- સન્માર્ગ પ્રત્યે કદી પ્રેમ પરાણે કરાવી શકાય નહીં કે થાય નહીં, તેમજ ઉપરોક્ત કારણોથી સત્યવસ્તુનો પરિચય થવો તેમને દુર્લભ થઈ પડ્યો છે. પણ જીવ જરા બળીયો થઈ, લોકલાજ કે કુગુરુનો સંગ તજી મધ્યસ્થી થઈને સત્સંગ કરે તો સત્ જણાય અને મોક્ષનો માર્ગ તેને માટે સર્વ પ્રકારે સુલભ થઈ શકે છે. ૧૪
નથી મળ્યા સત, નથી સુપ્યું સત, નથી સત્ શ્રદ્ધયું જીવે રે,
તો કલ્યાણ કહો શું થાય? પ્રગટે દીવો દીવે રે. શ્રીમદ્ અર્થ - અનાદિકાળના પરિભ્રમણમાં જીવને સસ્વરૂપ એવા સપુરુષ મળ્યા નથી, તેમના સરૂપ વચનો સાંભળ્યા નથી કે સત્ય એવા આત્માદિ તત્ત્વોની જીવે શ્રદ્ધા કરી નથી. તો કહો જીવનું
Page #118
--------------------------------------------------------------------------
________________
૧ ૧
૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
કલ્યાણ કેવી રીતે થાય? દીવાથી દીવો પ્રગટ થાય છે. તેમ આત્મજ્ઞાની પુરુષ મળવાથી અને તેમની આજ્ઞા આરાઘવાથી જ જ્ઞાનરૂપી દીવો ઘટમાં પ્રગટ થાય છે.
“અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, “સ” મળ્યા નથી, “સ” સુપ્યું નથી, અને “સ” શ્રધ્યું નથી, અને એ મળે, એ સુયે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે.” (વ.પૃ.૨૪૬) //ઉપાા
તે મળવાથી, તે સુણવાથી, તે શ્રદ્ધાથી થાશે રે,
આત્માથી ભણકારો જીંવને હૂંટવાનો, ઘૂંટી જાશે રે. શ્રીમદ્દ અર્થ :- સાચા સપુરુષ મળવાથી, તેની વાણી ભાવપૂર્વક સાંભળવાથી, તેની અંતરથી શ્રદ્ધા કરવાથી, આત્મામાંથી જન્મમરણના દુઃખોથી છૂટવાનો જીવને સાચો ભણકાર થશે અને તે જીવ સર્વ પ્રકારના દુઃખોથી જરૂર છૂટી જશે. ./૧૬ાા
| સર્વ જીવને સુખી કરવાને ઇચ્છે સર્વે સંતો રે,
લોક બળે મમતા-અગ્નિથી, જાણે ન મોહે સૂતો રે. શ્રીમદ્ અર્થ - સર્વ સંતપુરુષો જગતના સર્વ જીવોને સુખી કરવા ઇચ્છે છે. આખો લોક બધો મમત્વભાવરૂપ અગ્નિથી બળી રહ્યો છે. પણ સંસારી જીવો મોહ નિદ્રામાં સૂતેલા હોવાથી તેને જાણી શકતા નથી. ૧થા
જગાડવા પોકાર કરે છે, જે સમજે તે નાસે રે,
નાસનારને માર્ગ બતાવે; પણ જે તેથી ત્રાસે રે- શ્રીમ અર્થ :- જ્ઞાની પુરુષો જીવોને મોહ નિદ્રામાંથી જગાડવા પોકાર કરીને કહે છે કે હે જીવો! આ આરંભ પરિગ્રહ અગ્નિ જેવો છે, તેમાં બળી મરશો, માટે ઊઠીને ભાગો ભાગો. જે ભાગ્યશાળી આ વાતને સમજશે તે તો આ મોહ નિદ્રામાંથી જાગૃત થઈને ભાગી જશે. જે જાગૃત થશે તેને જ્ઞાની પુરુષો જરૂર માર્ગ બતાવશે. પણ માર્ગ બતાવતાં જો જીવને તે ત્યાગ વૈરાગ્ય ઉપશમ ભક્તિ ત્રાસરૂપ લાગશે તો જ્ઞાની પુરુષો મૌન થઈ જશે. ૧૮
તેને પકડી ભય ના તે દે, દૂર રહી પોકારે રે,
સૂઈ રહે, બળતું ના દેખે, ટાઢ જવાથી ઘોરે ૨. શ્રીમ અર્થ:- જ્ઞાની પુરુષની વાણીથી જીવને જો ત્રાસ થાય, તો તેને પકડી જ્ઞાની કંઈ ભય બતાવે નહીં. તે તો માત્ર દૂર રહી ઉપદેશ આપી જાગૃતિ આપવા પોકાર કરે. છતાં મોહ નિદ્રામાં જ ઘોરી રહે અને ત્રિવિધ તાપની બળતરાને ગણે નહીં, પણ તે બળતરાને ઊલટી વઘારે સારી માની જેમ ગરમીથી ટાઢ જાય તેમ માની મોહનીંદ્રામાં જ વઘારે ઘોરે તેને પછી જ્ઞાની કંઈ કહેતા નથી II૧૯ો.
હાકલથી પણ દુઃખ ગણે તો શાંતિ સંત ઘરે છે રે,
એવો સંત-સ્વભાવ દયાળુ દુઃખ ન દેવા ઇચ્છે રે.” શ્રીમદ્ અર્થ – મોહના કારણે ત્રિવિઘ તાપથી બળતા જીવોને જ્ઞાની પુરુષ સુખનો માર્ગ બતાવવા ઇચ્છે; પણ તેમની હાકલથી જ એમ માની લે કે આ અમારું ઇન્દ્રિયસુખ છોડાવી દેશે એમ જાણીને દુઃખી થાય
Page #119
--------------------------------------------------------------------------
________________
(૬૧) જિનમત-નિરાકરણ
૧ ૧ ૧
તો પુરુષો શાંતિને ઘારણ કરી મૌન થઈ જાય છે. એવો સંત પુરુષોનો સ્વભાવ દયાળુ છે કે તેઓ કોઈને કિંચિત્માત્ર પણ દુઃખ દેવા ઇચ્છતા નથી. ૨૦
કહે જિજ્ઞાસુ : “ત્યાગી મૂંડે બાળકને લલચાવી રે,
કર્યા કાયદા સરકારે પણ કરુણા કેમ ન આવી રે?” શ્રીમદ્ અર્થ - જિજ્ઞાસુ એવો આત્માર્થી ફરી બીજો પ્રશ્ન કરે છે કે આ કળિયુગમાં વેષઘારી ત્યાગીઓ, અજ્ઞાની એવા બાળકને પોતાનો શિષ્ય બનાવવા માટે છ-છ મહિના સાથે ફેરવી લલચાવીને મૂંડી નાખે અર્થાત્ દીક્ષા આપી દે છે. સરકારે પણ આવા અજ્ઞાની બાળકને મૂંડવા નહીં એવા કાયદા કર્યા છતાં પણ તે વેષઘારી ત્યાગીઓને એવા બાળક ઉપર દયા કેમ ન આવી? કે આ બાળક બિચારો તરવારની ઘાર પર ચાલવા સમાન આ ચારિત્ર ઘર્મને કેવી રીતે પાળી શકશે? પારના
સત્યમતિ કહે : “જનગણ-રંજન કરનારો તે રાજા રે,
પ્રજાકતલ કરનારો કોઈ મૂકે જો નિજ માજા રે. શ્રીમદ્ અર્થ:- જવાબમાં સત્યમતિ કહે : જનના સમુહને રંજિત કરનાર હોય તે સાચો રાજા કહેવાય. પણ કોઈ રાજા પ્રજાકતલ કરનારો આવી જાય અર્થાત્ પ્રજાને અનેક રીતે દુઃખ આપવામાં જો પોતાની માજા એટલે મર્યાદા મૂકી દે તો તેને કોણ છોડાવે. તેમ કહેવાતા ત્યાગીઓ પણ બિચારા બાળક એવા અજ્ઞાનીને લલચાવીને મૂંડી દે તો બીજો તેની કોણ રક્ષા કરે? પારરા
રાજ્ય પ્રજાસત્તાક થયાં છે દુઃશાસનથી બચવા રે,
રામ-રાજ્ય પણ કોઈ ન ભૂલે; દોષ હોય તે તજવા રે. શ્રીમદ્ અર્થ - એવા ખોટા રાજાના દુઃશાસનથી બચવા માટે પ્રજાની સત્તાવાળા પ્રજાતંત્ર રાજ્ય બન્યા છે. રામ રાજ્યમાં સર્વ પ્રજા સુખી હતી. તેને આજે પણ કોઈ ભૂલતું નથી. તેમ પ્રજાસત્તક રાજ્યમાં પણ કોઈ દોષ હોય તો તેને તજવા જોઈએ. પારકા
તેમ જ સંત-સમાજ વિષે પણ ઘણા દયાના દરિયા રે;
અવિવેકી કોઈ પૂર્વ-પુગ્યવશ વર્તે મોહે ભરિયા રે. શ્રીમદ્ અર્થ:- તેવી જ રીતે સંતપુરુષોના સમાજમાં પણ ઘણા દયાના સમુદ્ર જેવા હોય છે, નાસ્તિ નથી. કોઈ અવિવેકી એવા કહેવાતા સંતપુરુષો પૂર્વના પુણ્યવશ બાહ્યચારિત્ર પામી ગયા પણ હજી તેમનું વર્તન મોહથી જ ભરેલું જણાય છે. ૨૪
શિષ્યમોહથી ભૂંડે શિશુગણ, જગદ્ગુરું થઈ ફરતા રે,
દીક્ષા દઈ ઉદ્ધાર કરું છું, એમ વિચારો કરતા રે. શ્રીમદ્ અર્થ :- આવા કહેવાતા મોહી સંતો શિષ્ય બનાવવાના લોભથી બાળકોને મૂંડી દે છે અને પોતે જ પોતાને જગદ્ગુરુ માની ફર્યા કરે છે અને એમ માને છે કે હું તો જીવોને દીક્ષા દઈ તેમનો ઉદ્ધાર કરું છું. રપા
કર્યા કાયદા તેથી બચવા, સર્વ સમાજ ના તેવો રે, અપવાદરૂપ પ્રસંગ તણો ના મુખ્ય દાખલો લેવો રે.” શ્રીમ
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- એવા કહેવાતા સંતોના અયોગ્ય વર્તનથી બચવા માટે જ સરકારે કાયદા કર્યા છે. બધો સંત સમાજ તેવો નથી. કોઈ અપવાદરૂપ કુગુરુના પ્રસંગો આવા બની આવે તો તેનો મુખ્ય દાખલો લેવા યોગ્ય નથી. રજા
જિજ્ઞાસુ કહે : “આશ્રમથર્મો જૈનજનો ના માને રે,
તેથી ત્યાગ તણા ઉપદેશો કેવલ, નાખે કાને રે.” શ્રીમદ્ અર્થ - જિજ્ઞાસુ કહે : આ ચાર આશ્રમ ઘમ - બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્થાશ્રમને જૈન લોકો માનતા નથી. અને માત્ર સંસાર ત્યાગ કરો એવા ઉપદેશો જ બઘાને કાને નાખે છે. ગરબા
સત્યમતિ કહે : “હે! જિજ્ઞાસુ, મોક્ષ લક્ષ છે સૌનો રે,
સપુરુષાર્થ વિના ન મળે તે, લાગ મળ્યો નરભવનો રે. શ્રીમદ્દ અર્થ - ઉત્તરમાં સત્યમતિ કહે : હે જિજ્ઞાસુ! જૈન લોકો ત્યાગનો ઉપદેશ શા માટે આપે છે કે તે સર્વનો લક્ષ મોક્ષ પ્રાપ્તિનો છે. તે મોક્ષ, સંસાર ત્યાગી સપુરુષાર્થ કર્યા વિના મળતો નથી, અને આ મનુષ્યભવમાં સપુરુષાર્થ કરવાનો ઉત્તમ લાગ મળ્યો છે. માટે તે ચૂકવો જોઈએ નહીં, કેમકે કળિયુગમાં આયુષ્યનો કંઈ ભરોસા નથી. રા
નરભવમાં ના સો વર્ષોનું નિશ્ચિત સૌનું આયુ રે,
પચીસ પચીસ વર્ષોના આશ્રમ પૅરા કરે દીર્ધાયુ રે. શ્રીમદ્ અર્થ :- આ મનુષ્યભવમાં બઘાનું સો વર્ષનું આયુષ્ય થશે એવું કંઈ નિશ્ચિત નથી. પચ્ચીસ પચ્ચીસ વર્ષોના ચાર આશ્રમો તો જો સો વર્ષનું નિશ્ચિત દીર્ધાયુ હોય તો પૂરા થઈ શકે. રા.
અલ્પ ર્જીવનમાં જો એ પાળો તો શિવ-સાઘન ખોશો રે,
ગૃહજીવન પૂરું થાતાં તો અંત જીંવનનો જોશો રે. શ્રીમદ્ અર્થ - આ અલ્પ જીવનમાં ચાર આશ્રમોનું પાલન કરતાં વાનપ્રસ્થ અને સંન્યસ્થ આશ્રમ જો પ્રાપ્ત ન થયા તો મોક્ષનું સાઘન ખોઈ બેસીશું. કેમકે આ કાળમાં ગૃહસ્થ જીવન પૂરું થતાં તો જીવનનો અંત જોશો. જીવન હશે તો પણ શારીરિક શક્તિઓ ઘટી ગયેલી જણાશે. તેથી આત્માર્થ સાધી શકાશે નહીં. માટે અલ્પ આયુષ્યવાળા આ જીવનમાં આશ્રમધર્મ પાળવો યોગ્ય જણાતો નથી. ૩૦
નારદ, શુકદેવ, સનત્કુમારો આજીવન બ્રહ્મચારી રે,
ગૃહાશ્રમ ના માંડે તેથી થશે શું દુર્ગતિઘારી રે? શ્રીમદ્ અર્થ :- નારદ, શુકદેવ, સનત્કુમારો વગેરે ગૃહસ્થાશ્રમ માંડ્યા વગર આજીવન બ્રહ્મચારી રહ્યા છે. કોઈ ગૃહસ્થાશ્રમ ન માંડે અને યુવાવયમાં પણ ત્યાગ લઈને આત્માર્થ સાથે તો શું તે દુર્ગતિમાં જશે? ત્યાગભાવ જ ઉત્પન્ન થવો દુર્લભ છે. તે જેને થાય તે મહાભાગ્યશાળી ગણવા યોગ્ય છે. ૩૧
વર્તમાન સમાજ વિષે તો આશ્રમ શબ્દ જ શાસ્ત્ર રે, અન્ય ઘર્મને દૂષણ દેવા વાપરતા કુનેગે રે. શ્રીમદ્
Page #121
--------------------------------------------------------------------------
________________
(૬૧) જિનમત-નિરાકરણ
૧૧૩
અર્થ :— વર્તમાન સમાજમાં તો આ ચાર આશ્રમોના શબ્દો કેવળ શાસ્ત્રમાં જ રહ્યા છે. માત્ર બીજા ધર્મોને કુનેત્ર એટલે દોષવૃષ્ટિથી જોવા અને તેમની નિંદા કરવા અર્થે આ શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. ।।૩૨।
પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય તો આજે વિરલા સેવે રે,
એ અભ્યાસ-સમય ચુકાવી પુત્રપુત્રી પરણાવે રે. શ્રીમદ્
અર્થ :— આજના સમયમાં પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્યવ્રત તો કોઈ વિરલા પાળે છે. પચીસ વર્ષ સુધીનો સમય તો અભ્યાસને માટે છે. પણ તે મૂકાવી પુત્રપુત્રીને પહેલાં જ પરણાવી દે છે. ।।૩૩।। ક્રમાી કરવા કરે. ઉતાવળ, ભોગ-સરે જોડે રે,
જ્ઞાનકથા સુણવા ના નવરા, ધંધા કરવા દોઢે રે. શ્રીમદ્′′
અર્થ :— પરણ્યા પછી પૈસાની કમાણી કરવા ઉતાવળ કરે છે. પતિપત્ની બન્નેને ભોગેચ્છા હોવાથી, બળદોને જેમ ગાડાના ઝૂંસરામાં જોડે તેમ બન્ને જોડાઈ જઈ સંસારરૂપી ગાડીનો ભાર વહન કર્યા કરે છે. સમ્યક્ તત્ત્વજ્ઞાન સાંભળવા માટે તેમને નવરાશ નથી; પણ ઘંઘા કરવા માટે દોડાદોડ કરે છે. ।।૩૪। અંતિમ દ્વય આશ્રમનો પરિચય કોણ કરાવે કળિમાં રે?
ઘનતૃષ્ણા સહ સઘળા મરતા મોહપુષ્પની કીમાં રે, શ્રીમદ્
=
અર્થ :— અંતિમ વાનપ્રસ્થ અને સંન્યસ્થ આશ્રમનો પરિચય આ કળિકાળમાં તેમને કોણ કરાવે? સત્પુરુષના લગભગ અભાવ જેવો આ કાળ વર્તે છે. તેથી મોહરૂપ પુષ્પની કળીમાં આસક્ત થઈ ઘનની તૃષ્ણા કરતાં કરતાં સઘળા જીવો મરી જાય છે. ।।૩૫।।
મોસૈન્ય આશ્રમને લૂંટે, તેને કોણ નિવારે રે? ત્યાગી કે વૈરાગ્ય જનોની વાણી ચઢતી વારે રે. શ્રીમદ્
અર્થ :— આ મોહરૂપી સેના આશ્રમઘર્મને લૂંટે છે, પણ તેને કોણ નિવારી શકે ? તો કે ત્યાગી અને વૈરાગી જનોની વાણી તેમને વહારે જાય છે; અર્થાત્ તેમને મોહથી નિવારવા પ્રયત્ન કરે છે. ।।૩૬। ઝાઝું રે,
સાચું રે. શ્રીમદ્′′
તિકારી વચનો પણ ખૂંચે, મોહલ્પેન જો આવી પડેલી આપત્તિ પણ ના દેખે એ
અર્થ – ત્યાગી વૈરાગી જ્ઞાનીપુરુષોના હિતકારી વચનો પણ જો મોતની ઘેલછા વિશેષ છે તો તેને ખૂંચે છે; ગમતા નથી. મોહની ઘેલછા ઘણી છે તો સંસારમાં આવી પડેલી ત્રિવિધ તાપરૂપ આપત્તિને પણ તે ગણતો નથી; એ સાચી વાત છે. ।।૩૭।।
જીવન વ્યવસ્થિત સદ્વિચારે બને, મોહ જ્યાં મટશે રે,
નિર્મોહી નરના દૃષ્ટાંતે કે વચને તે ઘટશે રે. શ્રીમદ્
:
અર્થ ઃ— જ્યારે સદ્વિચારથી કરી મોહની ઘેલછા મટશે ત્યારે જીવન વ્યવસ્થિત બનશે. તે ઘેલછા નિર્મોહી સત્પુરુષોના હૃષ્ટાંતે કે તેમનાં વચનો દ્વારા ઘટશે ત્યારે જીવ કલ્યાણ સન્મુખ થશે. II૩૮।। વૈરાગ્યભોમિયો શિવપથદર્શક, ત્યાગ તણો સહકારી રે,
વૈરાગી, ત્યાગી, સંસ્કારી મોક્ષમાર્ગ-અધિકારી રે. શ્રીમદ્
Page #122
--------------------------------------------------------------------------
________________
૧ ૧૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - વૈરાગ્યરૂપ ભોમિયો એ મોક્ષમાર્ગ બતાવનાર છે, તે ત્યાગભાવને મદદ આપનાર છે. જે વૈરાગી, ત્યાગી કે સંસ્કારી છે તે જીવો મોક્ષમાર્ગના સાચા અધિકારી છે. ૩૯
ત્યાગી બાળ વૈરાગ્ય વિનાનો મોહ-રમકડાં રમતો રે,
જન્મ-અંઘ કરતાં પણ ભૂંડો ભવ-વનમાં અતિ ભમતો રે.” શ્રીમદ્ અર્થ:- બાહ્યથી ત્યાગી છે પણ બાળ એટલે અજ્ઞાની છે. વૈરાગ્ય વગરનો છે તો તે બાહ્ય ત્યાગ હોવા છતાં મોહની રમત રમ્યા કરે છે. તે જીવ જન્મથી આંધળા વ્યક્તિ કરતાં પણ વધારે ભૂંડો છે. કેમકે જગતને સ્વયં ત્યાગી છે એમ બતાવી અંદરથી મોહમાં આસક્ત હોવાથી સંસારરૂપી વનમાં અનંતકાળ સુધી ભ્રમણ કર્યા કરશે. ૪૦ના.
જિજ્ઞાસુ કહે: “ત્યાગ કરે જો, બથા જગતના લોકો રે,
તો શું ખાશે સઘળા સાથું? તજો ત્યાગની પોકો રે.” શ્રીમદ્ અર્થ - જિજ્ઞાસુ કહે જગતના બઘા લોકો ત્યાગ કરશે તો સાધુપુરુષો શું ખાશે? માટે આવા ત્યાગનો ઉપદેશ મૂકી દો. ૪૧
સત્યમતિ કહે : “શાંતિ ઘરીને સુણ વિચારો ચઢતા રે
સરખાં સૌનાં કર્મ ન હોયે; બઘા ન માંદા પડતા રે. શ્રીમદ્ અર્થ - ઉત્તરમાં સત્યમતિ એવા સદ્ગુરુ કહે : શાંતિ ઘારણ કરીને ચઢતા વિચારો સાંભળ કે સર્વ જીવોના કર્મ એક સરખા હોતા નથી. જેમકે જગતમાં બધા સાથે માંદા પડતા નથી. માટે તેમની સેવા ચાકરી કોણ કરશે એવા વિકલ્પો કરવા યોગ્ય નથી. ૪રા.
જ્ઞાન-ગર્ભિત વૈરાગ્ય જે જન તજતા સૌ વ્યવહાર રે,
તેવા જગમાં વિરલા જાણો, તે તો જગ-શણગાર રે. શ્રીમદ્ અર્થ - જ્ઞાનગર્ભિત એટલે સમજણપૂર્વકના વૈરાગ્યથી જગતના સર્વ વ્યવહારને છોડી દે તેવા જગતમાં વિરલા જાણો. તેવા પુરુષો આ જગતના શણગારરૂપ છે અર્થાત્ તેમના પુણ્યબળે આ જગતમાં ન્યાયનીતિ, દયા વગેરે પ્રવર્તે છે અને સર્વ સુખી જણાય છે. II૪૩
પુણ્યવંત તે સંતજનોના પુણ્ય સઘળું પાકે રે,
તેવા જો જગમાં ના હોય, પાપી જન ઘૂળ ફાકે રે. શ્રીમદ્ અર્થ - પુણ્યવંત સંતજનોના પુણ્ય જગતમાં સઘળું પાકે છે. તેવા સત્પરુષો જો જગતમાં ન હોય તો પાપી લોકો ધૂળ ફાંકે અર્થાત્ ખાવાપીવાની સામગ્રી પણ હાથ આવવી મુશ્કેલ થઈ પડે. ૪૪ો.
સપુરુષોની સંખ્યા ઘટતાં દુષ્કાળો દેખાતા રે,
રાતદિવસ જન કરે વેંતરાં તોય ન પૂર્ણ ઘરાતા રે. શ્રીમદ્ અર્થ :- સપુરુષોની સંખ્યા ઘટી જવાથી આ દુષ્કાળો કે અતિવૃષ્ટિ વગેરે દેખાય છે. તથા રાતદિવસ વૈતરા કરવા છતાં પણ વિશેષ મેળવવાની તૃષ્ણાના કારણે જીવો પૂર્ણ થરાતા નથી. //૪પાા
Page #123
--------------------------------------------------------------------------
________________
(૬૧) જિનમત-નિરાકરણ
૧ ૧ ૫.
વળી વિચારોઃ પશુપંખીઓ સંગ્રહ કાંઈ ન રાખે રે,
પ્રારબ્બાથીન પામી રહે છે, વળી સંખ્યા ગણ લાખે રે. શ્રીમ અર્થ :- બઘા ત્યાગ કરે તો લોકો શું ખાશે એમ જિજ્ઞાસુએ કહ્યું તેના ઉત્તરમાં ફરી જણાવે છે : વળી તમે વિચારો કે પશુપંખીઓ કોઈ વસ્તુનો સંગ્રહ કરીને રાખતા નથી. તો પણ પુરુષાર્થ વડે પ્રારબ્ધાશીન તેઓ આહારપાણી પામી રહે છે. તેઓ લાખોની સંખ્યામાં છે. તેમ ભક્તિ કરતાં કોણ ભૂખે મરી ગયું? એમ મહાપુરુષો કહે છે. આ તો જીવને ત્યાગ કે ભક્તિ કરવી નથી માટે માત્ર બહાનાં કાઢે છે. ૪૬ાા
સંતજનોના ઉપદેશે તો પુણ્યમાર્ગ જન જાણે રે,
પુણ્યાથીન સૌ સંપદ પ્રગટે; મૂળ ન કેમ પિછાણે રે? શ્રીમ અર્થ - સંતપુરુષના ઉપદેશથી જ જીવો પુણ્ય પ્રાપ્તિનો માર્ગ જાણે છે. પુણ્યને આધીન સર્વ સંપત્તિ જીવોને પ્રાપ્ત થાય છે. તે સર્વ સુખશાતાનું મૂળ તો પુરુષ છે તેને કેમ ઓળખતો નથી?
સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સત્પરુષનો જ અનુગ્રહ છે; કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સત્પરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આશીન થઈ પ્રવર્તે છે; તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સપુરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાથિ, તેનું સન્દુરુષ જ કારણ છે.” (વ.પૃ.૨૬૯) //૪ળા
જગ-જીવો જેનાથી જીવે, જે જગના આઘાર રે,
તેની નિંદા તજી, કરી લે ગુણગ્રામે ભવ-પાર રે.” શ્રીમદ્ અર્થ - જગતવાસી જીવો જેના યોગબળે સુખે જીવે છે, જે જગતમાં શાંતિના આઘાર છે, એવા મહાપુરુષોની નિંદા મૂકી દઈ; તેમના ભક્તિપૂર્વક ગુણગ્રામ કરી આ સંસારસમુદ્રથી પાર ઊતરી જા. ૪૮
જિજ્ઞાસું પૂછે : “શું સાચું જિનમતમાંહી સઘળું રે?
દોષ ઘણા દેખાડે લોકો, કેમ સમજવું સવળું રે? શ્રીમદ્ અર્થ :- જિજ્ઞાસુ ફરી પ્રશ્ન પૂછે છે કે શું જિનમત એટલે જિનેશ્વરે જે જીવાદિ તત્ત્વો વિષે માન્યતા ઉપદેશી તે શું સઘળી સાચી છે? લોકો તો તેમાં ઘણા દોષ દેખાડે છે. તો તે માન્યતાને સવળી કેમ સમજવી? ૪૯ાા
સત્યમતિ કહે : “જિનપતિ સર્વે સર્વજ્ઞ, વીતરાગી રે,
મોહરહિત, ના અવળું બોલે, મમતા જેણે ત્યાગી રે. શ્રીમદ્ અર્થ - જિનમતમાં બધું સવળું કેમ છે તેના કારણો સત્યમતિ હવે જણાવે છે : જિનપતિ એટલે જિનેશ્વર સર્વે સર્વજ્ઞ અને મોહરહિત વીતરાગી હોય છે. તેઓ સર્વજ્ઞ હોવાથી કોઈ પદાર્થ તેમનાથી અજાણ્યો નથી, માટે તેઓ અજ્ઞાનવશ કદી અવળું બોલે નહીં. અને વીતરાગી હોવાથી સર્વ પદાર્થની મમતા જેણે ત્યાગી છે એવા તે મોહવશ બની કદી અવળું ભાખે નહીં; પણ સદા સવળું જ બોલે. //૫૦ના
સહજ સ્વરૃપ જોયું છે તેવું વસ્તુ માત્રનું વદતા રે, ઉત્તમ અધિકારી ગણઘર સમ શાસ્ત્ર પાત્રમાં ભરતા રે. શ્રીમદ્
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - જિનેશ્વરોએ જેવું વસ્તુનું સહજ એટલે સ્વાભાવિક સ્વરૂપ પોતાના જ્ઞાનમાં જોયું છે તેવું જ માત્ર કહે છે. ઉત્તમ અધિકારી એવા ગૌતમ જેવા ગણધર પુરુષો તે ભગવાનના ઉપદેશને ક્રમપૂર્વક શાસ્ત્રરૂપી પાત્રના આકારે ગોઠવી કંઠસ્થ રાખે છે. પ૧ાા.
ઉપરાઉપરી બાર વર્ષના દુષ્કાળોમાં પૂર્વે રે,
યુતવારી અતિ વિરલ રહ્યાથી શાસ્ત્ર ભુલાયાં સર્વે રે. શ્રીમદ્ અર્થ – ઉપરાઉપરી બાર વર્ષના પૂર્વે દુષ્કાળો પડવાથી શ્રુતના ઘારક કે જેને એ શાસ્ત્રો કંઠસ્થ હતા તેવા પુરુષો અત્યંત વિરલ રહેલા હોવાથી તે શાસ્ત્રો સર્વે ભુલાઈ ગયા. //પરા
રહ્યુંસહ્યું તે ગ્રંથારૂંઢ આ આગમરૂપે હાલ રે,
સદ્ગશ્યોગ વિના સમજાવું દુર્ઘટ, એવી ચાલ છે. શ્રીમદ્ અર્થ :- તેમાંથી જે જ્ઞાન રહ્યું તે ભગવાન મહાવીરના નવસો વર્ષ પછી વલ્લભીપુરમાં બધા આચાર્યોએ ભેગા મળી ગ્રંથારૂઢ એટલે ગ્રંથોમાં લખાવી દીધું. તે આગમરૂપે આજે વિદ્યમાન છે. પણ સદ્ગુરુના યોગ વગર તે ભગવાનની સ્યાદવાદ વાણીનું રહસ્ય સમજાવું દુર્ઘટ છે, એવી અનાદિની ચાલ છે. આપણા
સત્ય અગ્નિનો એક જ તણખો યોગ્ય સામગ્રી મળતાં રે,
સર્વ લોક સળગાવી મૂકે તેમ કર્મ તો બળતાં રે. શ્રીમદ્ અર્થ:- સાચી અગ્નિનો એક જ તણખો તેને યોગ્ય સામગ્રી મળતાં સર્વ લોકને સળગાવી શકે, તેમ પુરુષ દ્વારા યોગ્ય માર્ગદર્શન મળતાં સર્વ કર્મોને પણ બાળી શકાય છે. આપા
પરમ પુરુષનું એક વચન પણ મોક્ષ સુઘી લઈ જાશે રે,
સાચા અંતઃકરણે તે જો યોગ્ય જીવ ઉપાસે રે. શ્રીમદ્ અર્થ - જ્ઞાની પુરુષનું એક વચન પણ જીવને મોક્ષ સુધી લઈ જાય છે. સાચા અંતઃકરણે યોગ્ય જીવ જો જ્ઞાનીની આજ્ઞાને ઉપાસે તો કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે. જેમ શ્રેણિક રાજા પૂર્વભવમાં ભીલ હતા ત્યારે જ્ઞાની પુરુષ મળ્યા. તેમણે કાગડાનું માંસ ન ખાવાની પ્રતિજ્ઞા આપી. તે એક વચનનું ભીલે દૃઢતાપૂર્વક પાલન કર્યું. મરણ સ્વીકાર્યું પણ પ્રતિજ્ઞાનો ભંગ ન કર્યો. તો તે શ્રેણિક આવતી ચોવીશીમાં પહેલા તીર્થકર બની અનેક જીવોને તારી મુક્તિને મેળવશે. પપા
જિનમતમાં સઘળા દર્શન છે નદીઓ સમ જલધિમાં રે,
જિનમતનાં ઉત્તમ વચનો વળી બીજે દીસે સંધિ ત્યાં રે. શ્રીમદ્ અર્થ - જિનેશ્વરે કહેલા જૈનમતમાં બઘા દર્શનો એટલે ઘમ સમાય છે; જેમ બઘી નદીઓ વહીને જલધિ એટલે સમુદ્રમાં ભળે છે તેમ. જિનેશ્વરે ઉપદેશેલા વૈરાગ્ય ઉપશમના ઉત્તમ વચનો બીજા ઘર્મમાં પણ દેખાય છે. તે જૈનમત સાથે સંધિ એટલે જોડાયેલા છે અર્થાત જૈનમતમાંથી આવેલા છે. પકા
સર્વજો દીઠેલાં તત્ત્વો યથાર્થ માન્ય સમકિત રે,
તે તત્ત્વોનો બોથ થવો તે સમ્યકજ્ઞાન જ નિશ્ચિત રે. શ્રીમદ્ અર્થ :- સર્વજ્ઞ એવા જિનેશ્વરોએ કેવળજ્ઞાનવડે જાણી, જે સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય કે છે પદ વગેરે તત્ત્વો જણાવ્યા છે, તેને યથાર્થ એટલે જેમ છે તેમ માનવાથી જીવને સમકિતની પ્રાપ્તિ થાય છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
(૬૧) જિનમત-નિરાકરણ
૧ ૧૭
પછી તે તત્ત્વોનો યથાર્થ બોઘ થવો એટલે જેમ છે તેમ યથાર્થ સમજાઈ જવું તેને નિશ્ચયનયથી સમ્યકજ્ઞાન કહ્યું છે. પણા
ઉપાદેય તત્ત્વ પરિચય તે સમ્યકચરણ વિચારો રે,
શુદ્ધાત્માકૅપ વીતરાગ પદ વિષે સ્થિરતા ઘારો રે. શ્રીમદ્ અર્થ :- ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય તત્ત્વોનો પરિચય કરવો અર્થાત્ તેને આચરણમાં મૂકવા તેને સમ્યક ચારિત્ર કહ્યું છે એમ તમે વિચારો, અને શુદ્ધ આત્મસ્વરૂપ એવા વીતરાગપદમાં મનની સ્થિરતા કરો. Ifપટા.
ત્રણે ગુણોની અભેદતા તે મોક્ષમાર્ગ, સૌ પામો રે;
ગુરુ નિઝર્થ તણા બોઘે લ્યો તત્ત્વપ્રતીતિ-પરિણામો રે. શ્રીમદ્ અર્થ :- સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યકુચારિત્ર એ ત્રણેય ગુણોની અભેદતા એટલે એકતા કરવી એ મોક્ષનો માર્ગ છે. તેને હે ભવ્યો! તમે બઘા પામો. તેને પામવા માટે જેની મિથ્યાત્વની ગ્રંથિ છેદાઈ ગઈ એવા નિગ્રંથ આત્મજ્ઞાની સદ્ગુરુના બોઘે તત્ત્વો ઉપર શ્રદ્ધા થાય એવા ભાવોને જાગૃત કરો.
“તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂળ૦ તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ”-શ્રીમદ્ રાજચંદ્ર પા.
સર્વજ્ઞ દેવ ને ઘર્મ યથારથ સદ્ગુરુ જ ઓળખાવે રે;
ત્રણે તત્ત્વની પ્રતીતિથી જ તત્ત્વપ્રતીતિ આવે રે. શ્રીમદ્દ અર્થ – સર્વજ્ઞદેવ અને સાચા ઘર્મનું યથાર્થ સ્વરૂપ સદ્ગુરુ ભગવંત જ ઓળખાવી શકે. સદેવ, ગુરુ અને ઘર્મ એ ત્રણેય તત્ત્વની શ્રદ્ધાથી જ જીવને તત્ત્વોમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. ૬૦ના
જ્ઞાન-દર્શનાવરણ, મોહ ને અંતરાયના ક્ષયથી રે,
સર્વજ્ઞ વીતરાગ સ્વભાવ જ પ્રગટે છે નિશ્ચયથી રે. શ્રીમદ્દ અર્થ :- આત્મામાં રહેલા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયકર્મના ક્ષયથી જીવનો સર્વજ્ઞ વીતરાગ સ્વભાવ નિશ્ચયથી એટલે નક્કી પ્રગટ થાય છે. [૧]
નિગ્રંથ પદ અભ્યાસે મુનિ ઉત્તરોત્તર ક્રમથી રે;
તે જ માર્ગ છે પૂર્ણ થવાનો, સમજી લે અંતરથી રે. શ્રીમદ્ અર્થ - નિગ્રંથપદ એટલે મિથ્યાત્વ ગ્રંથિને સંપૂર્ણ છેદવાનો અભ્યાસ કરી મુનિ ઉત્તરોત્તર ક્રમ આરાઘને સર્વજ્ઞ વીતરાગદશાને પામે છે. એ જ માર્ગ સંપૂર્ણ આત્મશુદ્ધિ એટલે કેવળજ્ઞાન પ્રગટ કરવાનો છે. એ વાતને તું અંતરથી એટલે સાચા ભાવથી સમજી મનમાં દ્રઢ કરી લે. એ સિવાય મુક્તિ મેળવવાનો બીજો કોઈ સાચો માર્ગ નથી. કરા.
સર્વજ્ઞ-કથિત સુઘર્મ-સમજ આ પરમશાંતિરસ-મૂળ રે,
રહસ્ય આ સન્માર્ગ-મર્મરૃપ સર્વજીવ-અનુકૂળ રે !” શ્રીમ અર્થ - સર્વજ્ઞ પુરુષો દ્વારા બોઘેલો આ સમ્યઘર્મ પરમશાંતરસ પ્રાપ્ત કરવાનું મૂળ છે. આ સન્માર્ગ એટલે સાચા મોક્ષમાર્ગના મર્મરૂપ રહસ્ય જણાવ્યું. જે જગતના સર્વ પ્રાણીઓને અનુકૂળ અર્થાત્
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
હિતકારી છે. ૬૩
જિજ્ઞાસુ કહે, વિનય કરી : “હે! સત્યમતિ, ઉપકારી રે,
સંશય ટાળી, સન્મતિ આપી, કર્યો માર્ગ–અનુસારી રે.” શ્રીમ અર્થ - હવે જિજ્ઞાસુ મુમુક્ષ બની શ્રી ગુરુને વિનયસહિત કહે છે કે હે સત્યમતિ! આપ અમારા પરમ ઉપકારી છો. આપે સર્વ સંશયો એટલે શંકાઓને ટાળી, સન્મતિ અર્થાત્ સમ્યકુબુદ્ધિ આપીને મને સતુમાર્ગને અનુસરનારો કર્યો. એ આપનો પરમોપકાર કોઈ રીતે ભુલાય એમ નથી. અનંત જન્મમરણના નાશનો ઉપાય બતાવનાર શ્રી ગુરુનું માહાભ્ય લાગવાથી શિષ્ય બોલી ઉઠ્યો કે :
“અહો! અહો! શ્રી ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો!અહો! ઉપકાર.” -શ્રીમદ્ રાજચંદ્ર ૬૪.
જિનમત સંબંધીની શંકાઓનું સમાધાન થયું હોય તો ભગવાન જિનેશ્વરે કહેલા વીતરાગમાર્ગને અવશ્ય આરાઘવો જોઈએ. વીતરાગમાર્ગ આરાઘનારે મોહનીયકર્મ બાંઘવાના ત્રીસ સ્થાનકને અવશ્ય જાણવા જોઈએ. એ કર્મના સ્થાનકમાં વર્તનાર જીવ ઉત્કૃષ્ટ સીત્તેર કોડાકોડી સાગરોપમની સ્થિતિનો બંઘ કરી અનંતકાળ સુધી આ સંસારમાં ભટકી અનંતદુઃખ પામે છે. માટે ઘર્માભિલાષીએ આગળના પાઠમાં બતાવેલ આ ત્રીસ મહા મોહનીય કર્મના સ્થાનકને જાણી અવશ્ય વર્જવા જોઈએ. મોહનીય કર્મનો એક ભેદ દર્શનમોહ છે. તેને મહામોહ પણ કહ્યો છે. તે કયા કારણો વડે ગાઢ થાય તેવા સ્થાનકોને મહામોહનીય સ્થાનક કહ્યાં છે. તે સર્વને જાણી આત્માને ઘોર મહાપાપથી દૂર કરી શકાય છે.
“દર્શનમોહને ઘણી વખત “મોહ” એવું નામ અપાય છે. પરંતુ દર્શનમોહનું બળ બતાવવા અથવા તેની સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ હોવાથી મોહનીય કર્મનો ત્રાસ જીવને લાગે એ અર્થે દર્શનમોહને પણ મહામોહનીય નામ અપાય છે અને મહામોહનીયનાં ત્રીસ સ્થાનક સ્થાનકવાસી પ્રતિક્રમણ પુસ્તકમાં છે તે મુખ્યત્વે દર્શનમોહના વિસ્તારરૂપ છે. તે જ અર્થ મુખ્યપણે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં પરમકૃપાળુદેવે દર્શનમોહનીયકર્મનો ત્રાસ બતાવવા વાપર્યો લાગે છેજી :
“અસગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ;
મહામોહનીય કર્મથી, બૂડે ભવજળમાંહી.” એ વિચારતાં સહજ સમજાશે.” ઓથામૃત ભાગ-૩ (પૃ.૨૮૫) “ત્રીસ મહા મોહનીયનાં સ્થાનક શ્રી તીર્થકરે કહ્યા છે તે સાચાં છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૯૮)
(૬૨)
મહામોહનીય સ્થાનક
(લલિત છંદ)
વિધિ સહિત હું રાજચંદ્રને, ગુરુ ગણી નમું ભાવવંદને; ભ્રમણ આ મહા-મોહથી બને, ક્ષય તમે કશો મોક્ષ-કારણે. ૧
Page #127
--------------------------------------------------------------------------
________________
(૬૨) મહામોહનીય સ્થાનક
૧૧૯
અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને મારા ગુરુ ગણી તેમને હું વિધિસહિત ભાવપૂર્વક પ્રણામ કરું છું. આ સંસારમાં જીવોને ભટકવાનું કારણ મહામોહ છે. તે મહામોહને આપે મોક્ષ મેળવવાના હેતુએ ક્ષય કરી દીઘો. ૧ાા.
ભવ અનેકમાં તે ભમાવતો, ભુલભુલામણીમાં રમાડતો,
ભૃત સમાન એ દુષ્ટ ભાવમાં રમણતા કરાવે અભાનમાં. ૨ અર્થ – તે મહામોહ જીવોને અનેક ભવોમાં ભમાવે છે. સ્વસ્વરૂપને ભૂલાવી પરમાં સુખબુદ્ધિ કરાવી જીવોને તેમાંજ રમાડ્યા કરે છે. એ મોહ ભૂત જેવો છે. સ્વરૂપ અજ્ઞાનના કારણે આ મોહ, જીવોને રાગદ્વેષ, કામ, ક્રોધાદિ એવા દુષ્ટ ભાવોમાં રમણતા કરાવે છે. //રા
ગણતરી કરી ત્રીસ ભેદની જિનવરે મહા-મોહનીયની :
નદી, નવાણ એ વારિધિ વિષે ત્રસ ઍવો હણે ક્રૂર તે દસે. ૩ અર્થ - એ મહામોહનીય કર્મના જિનેશ્વર ભગવંતોએ ત્રીસ ભેદ ગણાવ્યા છે. તે આ પ્રમાણે છે : નદી, નવાણ એટલે તળાવ કે વારિધિ કહેતા સમુદ્ર આદિમાં રહેલ ત્રસ જીવોને હણનાર તે ક્રૂર જીવો ગણાય છે. ૩.
પ્રથમ ભેદ એ–પેસ પાર્ટીમાં ઑવ ડૂબાડી દે વેરભાવમાં,
કિર્તીય ભેદમાં મુખ બીડીને કર વડે હણે બોકડાદિને. ૪ અર્થ :- નદી તળાવ કે સમુદ્રના પાણીમાં રૌદ્રધ્યાનથી ત્રસ જીવોને હણવા કે વેરભાવથી જીવોને ડૂબાડી દેવા, એ મહા મોહનીય કર્મ બાંધવાનો પ્રથમ ભેદ ગણાય છે. - બીજા ભેદમાં પોતાના કર એટલે હાથે કરીને બોકડાદિનું મોઢું ઢાંકી, હૃદયને વિષે દુઃખ સહિત પોકાર કરતા એવા પ્રાણીઓને મારવાથી મહામોહનીય કર્મનો બંઘ થાય. ૪
તૃતીય ભેદમાં વીંટ વાઘરે શિર, ઍવો હણે; ક્રૂરતા ઘરે.
શિર પરે કરી દુઃખદાયી ઘા વઘ, ચતુર્થ ભેદે, કરાય આ. ૫ અર્થ - ત્રીજા ભેદમાં વાઘર એટલે લીલાં ચામડાં આદિવડે મસ્તક વીંટીને જીવોને મારવા. એવી ક્રૂરતા કરવાથી મહામોહનીય કર્મ બંઘાય. ચોથા ભેદમાં મુગર કે ઘણ આદિવડે મસ્તકમાં ઘા કરી દુઃખ ઉપજાવી વધ કરે તેથી મહામોહનીય કર્મનો બંઘ થાય. //પા.
બહુ જનો તણા નાથને હણે, મરણ ચિંતવે સ્વાર્થ-કારણે,
ગણતરી વિષે ભેદ પાંચમો; “જિન કહે ખરું” ઉર એ રમો. ૬ અર્થ - ઘણા જીવોના સ્વામીને હણે. જેમ ઘર્માત્મા એવા ઉદયનરાજાને વિનયરત્ન શિષ્ય મારી નાખ્યો તેમ. અથવા પોતાના સ્વાર્થ કારણે બીજાનું મરણ ચિંતવે. જેમ શ્રેણિકનું રાજ્ય લેવા માટે તેના પુત્ર કોણિકે પિતાને કેદમાં નાખી દીઘા હતા. તેમ આ મહામોહનીય કર્મ બાંધવાનો પાંચમો ભેદ ગણાય છે. જિનેશ્વર ભગવંત આ બધું ખરું કહે છે એમ હૃદયમાં વાતને રમાવી દૃઢ કરો. કા.
દીપ સમા મુનિ, બ્રહ્મચારીનો વઘ કરે ઍની, ઉપકારનો, કુ-શુકની ગણી દુષ્ટ કષ્ટદ ગુણ હણે, થયો ભેદ ષષ્ઠ જ. ૭
Page #128
--------------------------------------------------------------------------
________________
૧ ૨ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - જીવાદિ તત્ત્વોનું વાસ્તવિક સ્વરૂપ બતાવનાર દીપક સમાન એવા મુનિ, આચાર્ય, બ્રહ્મચારીનો વઘ કરવો અથવા પોતાના ઉપકારી પુરુષનો વઘ કરવો. જેમ પાલક મંત્રીએ પાંચસો સ્કંદકાચાર્યના શિષ્યોને ઘાણીમાં ઘાલી પીલી નાખ્યા તેમ. અથવા ગુણી એવા પુરુષો સામે મળે કુશુકન થયા એમ માનીને દુષ્ટ એવા પુરુષો તેમને કષ્ટ આપે. તે બઘા મહામોહનીય કર્મ બાંઘવાના છઠ્ઠા ભેદમાં ગણાય છે. શા.
ગુણ ગુરુજનો પૂજ્ય સર્વને પીંડિત રોગથી ગ્લાન દેખીને,
કુશળ શક્તિમાન્ દુષ્ટભાવથી વિનય-સેવના ચૂકતો યદિ- ૮ અર્થ - ગુણી એવા ગુરુજનો સર્વને પૂજ્ય છે. તેમને પીડિત કે રોગથી ગ્લાન જોઈને પોતે તે રોગ નિવારવામાં કુશળ અથવા શક્તિમાન હોવા છતાં પણ યદિ દુષ્ટભાવથી તેમની વિનય સેવા કરવાનું ચૂકતો હોય તો તે મહામોહનીય કર્મ બાંધે છે. દા.
પુરુષ તે મહા-મોહ બાંઘતો અવગુણી, તણો ભેદ સાતમો;
પરમથર્મમાં સ્થિત સાથુને વચનયુક્તિથી ભ્રષ્ટ છે કે અર્થ :- છતી શક્તિએ દુષ્ટભાવથી સેવા ન કરે તે અવગણીપુરુષ મહામોહનીય કર્મના સાતમા ભેદમાં ગણાય છે. પરમધર્મમાં સ્થિત એવા સાધુપુરુષને વચનયુક્તિવડે માર્ગમાં શંકા ઉત્પન્ન કરી કે બીજી રીતે ભ્રષ્ટ કરે તે મહામોહનીય કર્મ બાંધે. જેમ કુલવાલક મુનિને વેશ્યાએ પરમ શ્રાવિકા બની ભોજનમાં નેપાળો આપી તેમની સુશ્રુષા કરીને ભ્રષ્ટ કર્યા તેમ. Iો
વળ કુયુક્તિથી ભ્રષ્ટ જે થતો, અથમ બેય તે, ભેદ આઠમો.
જિન-અવર્ણવાદો કહે મુખે, પ્રરૂપતા જૈઠું જે જનો સુખે, ૧૦ અર્થ :- વળી એવી કુયુક્તિથી જે પુરુષો ભ્રષ્ટ થાય તે પણ મહામોહનીય કર્મ બાંધે. ભ્રષ્ટ કરનાર અને ભ્રષ્ટ થનાર બેય અઘમ છે. આ મહામોહનીય કર્મનો આઠમો ભેદ ગણાય. જેમ વેશ્યાએ કુળવાલક મુનિને ભ્રષ્ટ કર્યા અને મુનિ પણ તેથી ભ્રષ્ટ થયા માટે તે પણ અઘમની કોટીમાં આવી ગયા.
જે જિનરાજના અવર્ણવાદ બોલે અર્થાત નિંદા કરે અથવા જે નિડરપણે જૂઠું બોલીને જિનમાર્ગથી વિપરીત પ્રરૂપણા કરે તે જીવો મહામોહનીય કર્મને બાંધનાર જાણવા. |૧૦ના
નવમ ભેદ એ મોહનો મહા, સુલભ તેહને સત્ય ઘર્મ ના.
સૅરિ, મુનિ, ઉપાધ્યાય નિંદતો કહીઃ ‘કુજાતિનો’ કે ‘કુ-કુલનો.” ૧૧ અર્થ :- જે જિનેશ્વર ભગવાનના અવર્ણવાદ બોલે કે તેમનાથી વિપરીત ઘર્મની પ્રરૂપણા કરે, તેમની ગણત્રી મહામોહનીય કર્મના નવમાં ભેદમાં કરવામાં આવી છે. તે જીવોને સત્ય ઘર્મની પ્રાપ્તિ સુલભ નથી. સૂરિ, મુનિ, ઉપાધ્યાયની એમ કહીને નિંદા કરે કે આ તો કુજાતિ એટલે નીચ જાતિનો છે અથવા કુ-કુલ અર્થાત્ નીચ કુલનો છે એવું બોલનાર મહામોહનીય કર્મ બાંધે. |૧૧
દશમ ભેદ એ નિંદનારનો; વિનય આદિ ના થાય તેમનો
ગણ અગ્યારમો ભેદ મોહનો, ન કરતાં ગુણી-સેવના તણો. ૧૨ અર્થ:- ઉપરોક્ત પ્રકારે જાતિ કુલનું નામ લઈ નિંદા કરનારને મહામોહનીયકર્મના દશમા ભેદમાં
Page #129
--------------------------------------------------------------------------
________________
(૬૨) મહામોહનીય સ્થાનક
૧૨૧
ગણવામાં આવ્યા છે. આચાર્ય, ઉપાધ્યાય, મુનિ કે શ્રાવકના વિનય વૈયાવૃત્યાદિક ન કરવા તે મહામોહનીય કર્મના અગ્યારમાં ભેદમાં ગણવામાં આવ્યા છે. ગુણીજનોને જોઈ હૃદયમાં પ્રેમનો ઉમળકો આવવો જોઈએ, તેને બદલે ગુણીની સેવા ન કરતા તે મહામોહનીય કર્મના ભાંગામાં ગણાય છે. ૧૨ાા
કર કષાય જે ક્લેશ-કારણો જગતમાં નવાં યોજતા, ગણો
કથન બારમા ભેદનું થયું; મતમતાંતરે ખેંચતાણનું– ૧૩ અર્થ :- ઘર્મના નામે કષાય ક્લેશના કારણો જગતમાં ઊભાં કરે, તે મહામોહનીય કર્મના બારમા ભેદમાં ગણાય છે. જેમકે સંવત્સરી ચોથની કરવી કે પાંચમની વગેરે કારણોથી કષાય ક્લેશ થાય તો મહામોહનીય કર્મ બાંધે. મત મતાંતર સંબંધી ખેંચતાણ કરે ત્યાં ઘર્મ નથી. II૧૩ના
વલણ જે રહે સ્થાપકો તણું, પછી વધી જતાં, ઘર્મભેદનું,
ઘર કષાયનું સ્થાપનારને કઠિન મોહનો બંઘ, તેરમે. ૧૪ અર્થ - નવીન ગચ્છમતના સ્થાપકોનું વલણ મતમતાંતરની ખેંચતાણનું જે રહે, તે પછી વળી જતાં મૂળ ઘર્મતીર્થનો ભેદ થઈ કષાયનું ઘર બની જાય છે. જ્યાં કષાયનું પોષણ છે ત્યાં કષાયનું શાસન છે, વીતરાગનું શાસન નથી. માટે મત સ્થાપનારને તે કઠિન મહામોહનીય કર્મનો બંઘ કરાવે છે. તેને મોહનીયકર્મનું તેરમું સ્થાનક જાણવું. ૧૪માં
પતન-કારણો જાણતા છતાં ફરી ફરી મુનિ સેવતા જતા,
વશ કરે જનો, ભેદ ચૌદમો, ઠગ થતાં મહા-મોહ ચોટતો. ૧૫ અર્થ :- આ ઘર્મથી પતિત થવાનાં કારણો છે. એમ જાણવા છતાં પણ ફરી ફરી મુનિ તેને સેવતા જાય. જેમકે દોરાધાગા વગેરે કરી લોકોને વશ કરવાનો પ્રયત્ન કરે. એમ લોકોને ઠગનાર હોવાથી તેને મહામોહનીય કર્મની ચોંટ થાય છે. તેને મહામોહનીય કર્મનો ચૌદમો ભેદ જાણવો. ૧૫ા.
રતિ તજ્યા છતાં પ્રાર્થના કરે સુર-મનુષ્યના ભોગની ઉરે,
ગણ અનુક્રમે દોષ એ પછી ગતિ બૅરી મહામોહથી થતી. ૧૬ અર્થ - વિષયોનો જેણે ત્યાગ કરી દીધો છે એવા પુરુષને કામભોગની પ્રાર્થના કરવી અથવા વિષયોને ત્યાગી દઈ દેવલોકના કે મનુષ્યલોકના ભોગની ફરીથી હૃદયમાં ચાહના કરવી; તેવા દોષને અનુક્રમે મહામોહનીય કર્મના પંદરમાં ભાંગામાં ગણવા. એવા જીવોની મહામોહથી બૂરી ગતિ થાય છે. ૧૬ાા
નિપુણ શાસ્ત્રમાં હોય ના છતાં મુખ વડે બહુશ્રુત ભાખતાં,
તપસ ના છતાં “છું તપસ્વી” એ, વચન દંભનું, ભેદ સોળમે. ૧૭ અર્થ - શાસ્ત્રમાં નિપુણ ન હોવા છતાં મુખથી પોતાને બહુશ્રુત ઘારી કહે. તપસ્વી ન હોવા છતાં હું તપસ્વી છું એ દંભ એટલે માયાચારનું કથન હોવાથી તે મહામોહનીય કર્મ બાંધે અને તેની ગણતરી સોળમા ભાંગામા થાય. /૧ળા
સમજ ભેદ એ સર્વ ગર્વમાં : મુનિપણા વિના સાથે માનતાં,
ગુણ ન હોય જો શ્રાવકો તણા, મદ ઘર્યે મહામોહમાં ગયા. ૧૮ અર્થ :- આ બધા ભેદો અહંકારના છે એમ સમજવું. મુનિપણાના લક્ષણો “આત્મજ્ઞાન ત્યાં
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૨
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨
મુનિપણું, તે સાચા ગુરુ હોય’' તે લક્ષણો ન હોવા છતાં પોતાને સાધુ માનવા, શ્રાવકના પણ જો ગુણ ન હોય અને શ્રાવકપણાનું અભિમાન રાખવું તે બધા મોહનીય કર્મબંધના કારણો ગણવામાં આવ્યા છે. ।૧૮। “ભગવતી” વિષે સાધુ, શ્રાવકો-ગુણ સહિતનાં દેખ લક્ષણોગુણ વિના ગણી સ્થાપતાં મુનિ, થતી અશાતના ગૌતમાદિની. ૧૯
અર્થ :— ‘ભગવતી સૂત્ર’માં સાધુ અને શ્રાવકોના ગુણ સહિત કેવા લક્ષણો હોય તે પ્રથમ જો. ગુણ વિના પોતાને મુનિસ્થાને સ્થાપતાં, શ્રી ગૌતમાદિ મહાપુરુષોની આશાતના થાય છે. ।।૧૯।। વળી મહાન તે શ્રાવકો તણી થી વિચાર, આનંદ આદિની,
ગુણ વિના ‘સુદૃષ્ટિ અમે’ કહે, અ૨૨! મોહની એ મહા ગ્રહે. ૨૦
અ
:— વળી મહાન એવા આનંદ આદિ શ્રાવકોની પણ આશાતના થાય છે. તેનો વિચાર કર. ગુણ વિના અમે સમ્યક્દ્રુષ્ટિ છીએ એમ કહે. અ૨૨૨! એ મહા મોહનીયકર્મને નિબિડપણે બાંધે છે. ।।૨૦।। શ્રી હરિભદ્ર સૂરિ કહે ગુણો : ગી તણા, પ્રવર્તિનીના સુણો :
“તૃઢ સુધર્મમાં, શાસ્ત્ર-અર્થમાં, કુશળ આપદાના ઉપાયમાં. ૨૧
અર્થ :– શ્રી હરિભદ્રસૂરિ, ગણિ એટલે ગણના સ્વામી એવા આચાર્યના અને પ્રવર્તિની એટલે ચારિત્રને વિષે પ્રવર્તનારી, સિદ્ધાંતની જાણ, પ્રજ્ઞાએ કરી વૃદ્ધ એવી સાધ્વીના ગુણ કહે છે તે સાંભળો કે જે સમ્યધર્મમાં દૃઢ છે, શાસ્ત્રોના અર્થ જાણનાર છે, કોઈ આપત્તિ આવી પડે તો તેના ઉપાય બતાવવામાં કુશળ છે. ।।૨૧।।
અર્થ
સુ-ઉપદેશ આદિી દોરતા, સહજ મોક્ષપંથે સ્વયં જતા,
વળી ગીતાર્થ, સિદ્ધાંત જાણતાં, કુળ-પરંપરા શ્રેષ્ઠ ઘારતાં. ૨૨
-
-
જે ઉપદેશ આદિ આપી ભવ્ય જીવોને મોક્ષમાર્ગમાં દોરવણી આપે અને સ્વયં પણ
સહજપણે મોક્ષમાર્ગે ગમન કરે, વળી ગીતાર્થ એટલે સમ્યક્ત્વ સહિત સિદ્ધાંતના જાણ અને મુનિ આચારની
કુળ પરંપરાના શ્રેષ્ઠપણે જે ઘારક હોય તે ખરા આચાર્ય કહેવા યોગ્ય છે. ૨૨ા
પ્રવચને ઘરે રાગ તે ગણી, ગંભીર અબ્ધિશા, લબ્ધિના ઘણી.’ ‘દુષમ કાળમાં સંભવે નહીં' કહી ચલાવતા નામ તે લઈ. ૨૩
અર્થ :– તે ગણિ એટલે આચાર્ય ભગવાન, પ્રવચન એટલે પ્રકૃષ્ટ વચનોના અનુરાગી હોય, અબ્ધિશા એટલે સમુદ્ર જેવા ગંભીર હોય અને અનેક લબ્ધિના ઘારક હોય.
દુષમકાળમાં આવા ગુરુ થવા સંભવે નહીં, એમ કહીને પોતાનો પંથ ગમે તેમ ચલાવી કુગુરુ શિથિલતાને પોષે; પણ તે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ છે. ।।૨૩।।
પણ ન કાગને હંસ કો કહે; દુષમ કાળનું મિષ ક્યાં રહે? વિકટ કાળમાં યત્ન આકરો કર્રી, સુધર્મને સર્વ ઉત્તરો. ૨૪
અર્થ ઃ- દુષમકાળમાં કાગ એટલે કાગડાને કોઈ હંસ કહેતું નથી. તેમ વર્તમાન કળિકાળના બહાને શિથિલતા સેવે તેને મુનિ ગણાય નહીં. પણ કાળ વિકટ હોવાથી આકરો પુરુષાર્થ કરીને સત્યધર્મનો સર્વે સાધુ પુરુષોએ ઉદ્ધાર કરવો જોઈએ. ।।૨૪।
Page #131
--------------------------------------------------------------------------
________________
(૬૨) મહામોહનીય સ્થાનક
૧ ૨ ૩
ઘર લગાડ કે કોટમાં પૅરી, પવન ઝેર યુક્તિથી કરી,
મરણ સાથતાં વેગ વેરનો-સત્તરમો ગણો ભેદ મોહનો. ૨૫ અર્થ - વેરભાવથી ઘર લગાડીને કે કોટમાં પૂરીને, કે કુયુક્તિવડે ઝેરી પવન ફેલાવીને કોઈનું મરણ સાથે તે મહા મોહનીયકર્મના સ્થાનકનો સત્તરમો ભેદ જાણવો. ગરપા
વળી અઢારમો ભેદ મોહનો : કરી અકાર્યને દોષ ઢાંકવો,
અમુકને શિરે દોષ ઢોળતાં કઠિન મોહને પ્રાણી ખોળતાં. ૨૬ અર્થ - મહામોહનીયકર્મના અઢારમાં ભેદમાં કોઈ અકાર્ય કરીને પોતાના દોષને ઢાંકવા માટે બીજાને માથે જૂઠ બોલીને કે કોઈ યુક્તિવડે દોષ ઢોળી દે તો તે પ્રાણી મહામોહનીયકર્મના સ્થાનકને શોધી લે છે અર્થાત્ પામે છે. સારા
કપટ ભાવથી કોઈ ભોળવે, મઘુર વાણીથી આમ તે લવે :
ઘર તમારું આ, ભેદ ના ગણો, અતિથિ-તીર્થનો લાભ છે ઘણો.’ ૨૭ અર્થ :- માયા કપટ કરીને કોઈ ભોળવે જેમકે મીઠીવાણીથી કહે કે આ ઘર તમારું જ છે, એમાં ભેદ ગણશો નહીં. અતિથિ તો તીર્થરૂપ છે, તેની સેવા સુશ્રુષા કરવાનો તો શાસ્ત્રમાં ઘણો લાભ કહ્યો છે. એમ લવે એટલે બોલીને લોકોને ભોળવે. રક્ષા
સુજનતા તણી છાપથી ઠગે વિવિઘ રીત, આ કાળમાં જગે,
કઠિન મોહ આ ઓગણીસમો પ્રસરતો બથે હિમના સમો. ૨૮ અર્થ - જગતમાં સજ્જનતાની છાપ રાખી આ કાળમાં અનેક પ્રકારે લોકોને ઠગે તે મહામોહનીય કર્મનું ઓગણીસમું સ્થાનક સમજવું. જેમાં સવારે હિમ પડે તે બધે પ્રસરી જાય તેમ તેની ઠગવિદ્યા પણ લાંબે ગાળે લોકોના ધ્યાનમાં આવ્યા વિના રહે નહીં. ૨૮
વિષમ વીસમો ભેદ આ કહ્યું : અશુભ યોગથી જૂઠ બોલવું,
અવગુણો સુણી અન્યના કહે, નહિ સ્વયં દીઠા, કેષથી દહે. ૨૯ અર્થ – વિષમ એવો મહામોહનીય કર્મનો આ વીસમો ભેદ કહું છું કે જે અશુભ મન વચન કાયાના યોગથી જૂઠ બોલે અથવા બીજાના દોષો પોતે જોયા નથી છતાં બીજાના મુખેથી સાંભળીને દ્વેષની બળતરાથી તેના અવગુણોને ગાયા કરે તે જીવ મહામોહનીય કર્મ બાંધે. પારકા
સ્વનજરે ચઢે દોષ અન્યના, પણ ન નિંદતા સુજ્ઞ તે ગણ્યા,
ન નીચને ય તે નિંદતા અહો! પ્રભુ સમી ઉદાસીનતા લહો. ૩૦ અર્થ :- જે પુરુષો બીજાના દોષ પોતાની નજરે જોવામાં આવે તો પણ તેની નિંદા કરતા નથી તેને સુજ્ઞ એટલે જ્ઞાની પુરુષો ગણ્યા છે. તે નીચ પુરુષો પ્રત્યે પણ મધ્યસ્થભાવ રાખી તેની નિંદા કરતા નથી. અહો! જે પ્રભુ સમાન ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવને ઘારણ કરીને રહે છે. સર્વ પ્રાણીઓ પણ તેવા વૈરાગ્યભાવને પામી સુખી થાઓ. ૩૦ના
મરમ અન્યના જે ઉઘાડતા, કલહ-બીજને નિત્ય પોષતા; કલહ કાઢવાનો ન ભાવ જો, કઠિન મોહ એ એકવીસમો. ૩૧
Page #132
--------------------------------------------------------------------------
________________
૧ ૨૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- અન્ય પુરુષોના મર્મ એટલે ગુપ્ત ભેદને ઉઘાડા પાડી ક્લેશનું બીજ રોપી, તેને નિત્ય પોષણ આપે. જેને ક્લેશ દૂર કરવાનો ભાવ નથી એવા જીવોને મહામોહનીય કર્મના એકવીસમા સ્થાનકમાં ગણવામાં આવ્યા છે. ૩૧ાા.
લઈ જઈ કુમાર્ગે પછી ઠગે, ઘન હરે બની કુગુરું જગે;
પરમ મોહ બાવીસમો ગણો, ભવ બગાડતા માનવો તણો. ૩૨ અર્થ - લોકોને ચાલો તમને ગામનો રસ્તો બતાવું એમ કહી કુમાર્ગે લઈ જઈ તેમની પાસે જે કંઈ ઘન હોય તે પડાવી લે અથવા જગતમાં કુગુરુ બની ખાવા-પીવા, મનાવા-પૂજાવાની ઇચ્છાથી ઘર્મને બહાને ઊલટો માર્ગ બતાવી માનવોના ભવ બગાડે અને કોઈ ઘર્મનું કારણ બતાવી તેમના ઘનનું હરણ કરે તેવા જીવો મહામોહનીય કર્મના બાવીસમા સ્થાનકમાં ગણવામાં આવ્યા છે. ૩રા.
મુનિ, ગૃહસ્થ બા’ને સુઘર્મને વિષય સર્વે બાંધે કુકર્મને,
પરમ મોહ તેવીસમો થયો, જનમ બેયનો વ્યર્થ રે! ગયો. ૩૩ અર્થ - મુનિ કે શ્રાવક બની લોકોને સમ્યઘર્મના બહાને વિશ્વાસમાં લઈ તેમની સ્ત્રીઓ સાથે વિષયસેવન કરી કુકુર્મ બાંધે અથવા તેમના છોકરાઓ ભણવા આવે તેમને છાનામાના સમજાવે કે દીક્ષા લેશો તો સારું સારું ખાવાનું મળશે, કમાવું નહીં પડે અને લોકોમાં પૂજનીક ગણાશો; એમ પૌદ્ગલિક સુખ દેખાડી તેમના માબાપથી છાના નસાડી મૂકી પોતાના ચેલા ચેલી કરે તે મહામોહનીય કર્મના તેવીસમાં સ્થાનકમાં પેસી અનંત સંસાર વઘારે. તેમને ફસાવનાર અને તેમાં ફસનાર એ બેયનો જન્મ વ્યર્થ ગયો અને અનંત જન્મમરણ વઘારનાર થયો. [૩૩]
વળી કુમાર ના છતાં ‘કુમાર છું” યશ વઘારવા જૂઠું બોલવું,
પરમ મોહ ચોવીસમો કહ્યો - અપરણ્યો કહે ભોગમાં રહ્યો. ૩૪ અર્થ - પોતે કુંવારો ન હોવા છતાં હું તો ‘કુંવારો છું' એમ સભા મધ્યે પોતાનું યશ વધારવા માટે જૂઠું કહે. પોતે ભોગમાં આસક્ત હોવા છતાં, અમે તો પરણવા છતાં પરણ્યા નથી એમ જૂઠું બોલી પોતા વિષે લોકોને રાગ ઉપજાવે. તે જીવ મહા મોહનીયકર્મનો બંઘ કરે. મહામોહનીય કર્મનું આ ચોવીસમું સ્થાનક સમજવું. ૩૪
વળી કહે: “સદા બ્રહ્મચારી હું,' વ્યસન વૃત્તિમાંથી ન છૂટતું,
પ્રગટ ચોર એ મોહ બાંઘતો; ઉભય ત્યાગ ના, કેમ ટતો? ૩૫ અર્થ - વળી કોઈ કહે હું તો ‘સદા બ્રહ્મચારી છું' દ્રવ્યથી કોઈ આ લોક કે સ્વર્ગલોકના સુખની ઇચ્છાએ ઉપરથી ત્યાગ કર્યો હોય પણ વૃત્તિમાં એટલે મનમાં તેનો અભિલાષ બન્યો રહે તો તે યથાર્થ બ્રહ્મચારી નથી. અને બીજો કોઈ અંતરથી બ્રહ્મચારી નથી તેમજ બહારથી પણ નથી. એવા ઉભય એટલે બેયના ત્યાગનો જેને અભાવ છે તેવા જીવો આ સંસારથી કેમ છૂટશે? પ્રગટ ચોર જેવા આ જીવો મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૩પ
પચીસમો મહા મોહ-ભેદ એ, સુજન ત્યાગશે, દંભ છેદશે; છર્વીસમો કુતડ્વી તણો ગણો, મદદ આપતાને ઠગે ઘણો. ૩૬
Page #133
--------------------------------------------------------------------------
________________
(૬૨) મહામોહનીય સ્થાનક
૧૨૫
અર્થ :— ઉપર કહેલા મહામોહનીય કર્મના પચીસમા ભેદને સજ્જન પુરુષો ત્યાગશે અને દંભ એટલે ડોળ અથવા ઢોંગ ગણી તેનો અવશ્ય છેદ કરશે. હવે મહામોહનીય કર્મનો છવીસમો ભેદ કૃતજ્ઞીપણાનો છે. જે પુરુષ દ્વારા પોતાની ઇજ્જત, આબરું કે ધન દોલતની વૃદ્ધિ થઈ હોય તે પુરુષને જ માયા વડે ઘણો ઠગી તેનું ધનમાલ ચોરી લેવું તેવા જીવો મહામોહનીય કર્મનો બંધ કરે છે. ।।૩૬।
ઉદય-હેતુ જે શેઠ આદિને વિધન ભોગમાં આણનારને,
૫૨મ મોહનો બંઘ થાય તે ક્રમી એ સતાવીસમો બને. ૩૭
અર્થ :— જે શેઠ આદિના નિમિત્તથી પોતાના પુણ્યનો ઉદય થયો હોય, તેમના ભોગાદિકમાં અંતરાય કરવાથી મહામોઇનીય કર્મનો બંઘ થાય, તે ક્રમથી સત્તાવીસમો ભેદ ગણાય છે. શા વળી હણે ઉપાધ્યાય, નૃપને, નગરશેઠ, સેનાપતિ હણે;
મરણ ચિંતવે, ભ્રષ્ટ થાય તો ઠીક થશે ગણી બૂરું ભાવતો— ૩૮
અર્થ :— વળી કોઈ ઉપાધ્યાય, ૨ાજા, નગરશેઠ કે સેનાપતિને હણે અથવા તેમનું મરણ ચિંતવે અથવા તેઓ પદથી ભ્રષ્ટ થાય તો સારું એમ માની તેમનું બુરું ચિંતવનાર જીવ મહામોહનીય કર્મનો બંધ કરે. ॥૩૮॥
પરમ મોઠ અડ્ડાવીમો ઘરે, ‘સુર મળે મને, વાત તે કરે,'
જૂઠ ચલાર્વીને લોક છેતરે, ૫૨મ મોહ ઓગંત્રીમો થશે. ૩૯
અર્થ – ઉપર કહ્યા તે ભાવો મહામોઇનીય કર્મના અઠ્ઠાવીસમાં ભેદમાં ગણવામાં આવ્યા છે. મને તો દેવતાઓ આવીને મળે છે. મારી સાથે વાતો કરે છે. એમ જૂઠ ચલાવી ભોળા લોકોને છેતરે તે જીવ મહામોતનીય કર્મના ગણત્રીસમા સ્થાનકમાં ગણાય. ।।ઉલ્લા
વિષયવૃન્દ્વ દેવો, ન કામના, કહી કુબુદ્ધિથી લે અસાતના,
સમકિતી સુરો નિંદતાં થતો પરમ મોહનો બંધ ત્રીસમો, ૪૦
અર્થ :— પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત એવા દેવો શું કામના છે? એમ કુબુદ્ધિથી કહીને તેમની આશાતના કરે. સમ્યદૃષ્ટિ દેવો તો તીર્થંકર ભગવાનની ભક્તિ કરે, તેમનો ઉપદેશ સાંભળે. એવા સમ્યવૃષ્ટિ દેવોની નિંદા કરવાથી મહામોહનીય કર્મનો બંધ થાય. તેમની ગણત્રી મહામોહનીય કર્મના ત્રીસમા ભેદમાં ગણવામાં આવી છે. ।।૪વા
*
પરમ મોઠનો બંઘ આકરો, ન શિવ-માર્ગ દે પામવા ખરો, ભવ અનંત તે કર્મથી ભમે, મરણ-જન્મનાં દુઃખ સૌ ખમે, ૪૧
અર્થ :— આ દર્શનમહામોહરૂપ ત્રીસ મહામોહનીય સ્થાનકના કર્મનો બંધ ઘણો આકરો છે. આ કર્મ બંધ થવાના કારણોમાં તીવ્ર હિંસા, મહાન જૂઠ, પ્રપંચ, ચોરી, વ્યભિચાર, વિશ્વાસઘાત, મહામાયા કપટ, કૃતઘ્નપણું, ઘર્મમાં મતભેદ પાડી ધર્મતીર્થનો ભેદ કરવો આદિ મહાપાપના કારણો આ પાઠમાં બતાવ્યા. તેથી ઉત્કૃષ્ટ ૭૦ કોડાકોડી સાગરોપમનો જીવને બંધ પડે છે. તે કર્મ બંધ જીવને સાચો મોક્ષમાર્ગ પામવા દે નહીં. આ કર્મથી જીવો અનંતભવ સુધી સંસારમાં ભમે છે અને જન્મમરણના અનંત દુઃખોને સહન કર્યા કરે છે. ।।૪।।
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૬
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨
સમય માત્ર ના ક્લેશથી બચે, સતત વેદના કર્મથી રચે; સમજ જીવની સંત આપશે, કઠિન ક્લેશને તે જ કાપશે. ૪૨
અર્થ :– અજ્ઞાનના કારણે ચાર ગતિમાં દુઃખો ભોગવતાં તે જીવ સમય માત્ર પણ કષાયક્લેશથી બચતો નથી. અને નવા કર્મો બાંધી સતત વેદનાને નવી ઊભી કરે છે. એવા જીવને પણ આત્માની સમજ સંત પુરુષો આપશે; અને કઠિન એવા કર્મક્લેશના કારણોને તે જ કાપી શકશે. દૃઢપ્રહારી કે અંજનચોર જેવા મહાપાપી જીવો પણ સંત સમાગમના યોગથી કર્મક્લેશના કારણોને કાપી તે જ ભવે મુક્તિને પામી
ગયા. ॥૪૨॥
પણ ન યોગ તે પાર્ટીને મળે, અહિતની રુચિ કેમ તો ટળે? પરમ પાપ આ ત્રીસ જે કહ્યાં, તō ન જે શકે પાપથી ભર્યાં.- ૪૩
અર્થ :– પણ એવા પાપી જીવોને સત્પુરુષનો યોગ મળે નહીં તો આત્માનું જેમાં અહિત છે એવા કામોની રુચિ તેની કેમ ટળી શકે? જેથી મહામોહનીયકર્મના ત્રીસ સ્થાનક કહ્યાં તેને તે પાપથી ભરેલો જીવ છોડી શકતો નથી. ।।૪૩।।
નહિ સુયોગને યોગ્ય તે બને, ભ્રમણનો નથી ત્રાસ તેમને; જૈવ-દયા ખરા ભાવથી ઉરે સુભગ જીવને પુણ્યથી સ્ફુરે. ૪૪
અર્થ :— તેવા પાપી જીવો સત્પુરુષના યોગને પામે એવા યોગ્ય બનતા નથી. કેમકે તેમને સંસાર પરિભ્રમણનો ત્રાસ લાગતો નથી. પોતાના આત્માની દયા તો સાચા અંતરના ભાવથી કોઈ સુભાગ્યશાળી જીવને જ પુણ્યોદયે સ્કુરાયમાન થાય છે. ।।૪૪।
વચન શાસ્ત્રનાં કે સુસંતના શ્રવણ થાય સત્સંગ-યોગમાં,
તર્જી કુમાર્ગ એ ત્રીસ ભેદના, ભજ સુમાર્ગ જે ન્યાયનીતિના. ૪૫
અર્થ = - સત્પુરુષો કહે છે કે શાસ્ત્રના અથવા સત્પુરુષના વચનોને સત્સંગના યોગમાં સાંભળીને, કુમાર્ગમાં લઈ જનાર એવા આ મહામોહનીયકર્મના ત્રીસ ભેદને તજી દઈ જે ન્યાયનીતિના માર્ગથી યુક્ત છે એવા સન્માર્ગની ભજના કરજો અર્થાત્ તે માર્ગે જ ચાલજો. ૪૫।।
સ્વપર-હિત જે ચિંતવે જનો સ્વીય દૃષ્ટિથી, ભૂલ ત્યાં ગણો; સ્વપર-ભેદ તો જ્ઞાની જાણતા, કરુણ ચિત્તથી ઉપદેશતા. ૪૬
અર્થ :— સ્વ કે પ૨નું હિત જે જીવો સ્વકીય એટલે પોતાની દૃષ્ટિથી ચિંતવે છે તે જીવો ભૂલ ખાય છે. સ્વ કે ૫૨નું કલ્યાણ શામાં છે તેનો ભેદ જ્ઞાનીપુરુષો જાણે છે. તેઓ નિષ્કારણ કરુણાના ભાવથી બીજા જીવોને ઉપદેશ આપે છે. ।।૪૬।।
સ્વરૂપ ઓળખે તે સ્વહિતનાં અચૂક સાધનો આદરે ઘણાં,
અફળ યત્ન સૌ તે તજે સદા, સકળ લોકને તે જ બોઘતા. ૪૭
અર્થ :– જે પોતાના સ્વરૂપને ઓળખે છે એવા જ્ઞાનીપુરુષો, સ્વહિતઅર્થે અચૂક આત્મકલ્યાણના ઘણા સાધનોને આદરે છે. અફળ એટલે નિરર્થક પુરુષાર્થનો સર્વથા ત્યાગ કરે છે અને સર્વ લોકોને પણ આત્મકલ્યાણમાં સહાયક એવા સત્પુરુષાર્થનો જ બોધ કરે છે. ૪૭।।
Page #135
--------------------------------------------------------------------------
________________
(૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક
૧૨૭
ચરણ સંતના, મોક્ષ-સાધના; હૃદયમાં રહો એ જ યાચના,
સુદિન તે ગણું એ જ વાસના, રટણ તે કરું અન્ય આશ ના.૪૮ અર્થ - પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે કે સંતપુરુષના ચરણ એટલે આજ્ઞાને ઉઠાવવી એ જ મોક્ષ મેળવવાની ખરી સાધના છે. માટે તેમની આજ્ઞા મારા હૃદયમાં સદા વાસ કરીને રહો, એ જ મારી પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. અને તે દિવસને જ હું ઘન્ય ગણીશ. તે સત્પરુષના શુદ્ધ સ્વરૂપનું હું રટણ કર્યા કરું એ જ મારી વાસના અર્થાત્ અભિલાષા છે. તે સિવાય મને બીજી કોઈ વસ્તુની ઇચ્છા નથી. ૪૮ાા
અનંત સંસાર રઝળાવનાર એવા મહામોહનીયકર્મના ત્રીસ સ્થાનકોને તજી દઈ, તીર્થંકર પદની સમ્યકપ્રકારે પ્રાપ્તિ થાય એવા વીસ સ્થાનકોની આત્માર્થી જીવે સમ્યક્દર્શન સહિત ઉત્કૃષ્ટ આરાધના કરવી જોઈએ જેથી આ મળેલ દુર્લભ માનવદેહ સફળ થાય. તે તીર્થકરપદ પ્રાપ્તિના વીસ સ્થાનકો કયા કયા છે તે આ પાઠમાં જણાવવામાં આવે છે -
(૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિસ્થાનક
(વસંતતિલકા)
શ્રી તીર્થનાથ હૃદયે ઘરીને વે , તેની જ દ્રષ્ટિ થકી જે જગને જુએ છે; તેની જ વાણી સુણી, જે સમજાવનારા, શ્રી રાજચંદ્ર ગુરુ પૂજ્ય સદાય મારા. ૧
અર્થ – શ્રી તીર્થનાથ એટલે જેથી તરાય તે તીર્થ; એવા તીર્થની સ્થાપના કરનાર ભગવાન તીર્થકર. તેના શુદ્ધ સ્વરૂપને હૃદયમાં ઘારણ કરીને જે જીવે છે, જે ભગવાનની વીતરાગતાને પામી સમ્યકુદ્રષ્ટિ વડે જ જગતના સર્વ જડ ચેતન પદાર્થોને જુએ છે. જે ભગવાન તીર્થકર મહાવીર સ્વામીની વાણી સાંભળીને તે પ્રમાણે જગતવાસી જીવોને તત્ત્વોનું વાસ્તવિક સ્વરૂપ સમજાવનારા છે એવા શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંત મારા હૃદયમાં સદાય પૂજનીય સ્થાને બિરાજે છે. [૧]
વાણી રસાલ અનુભૂતિ-રસે ભરેલી, મધ્યસ્થ ભાવ-મથુરા રવમાં રહેલી; નિષ્પક પંકજ સમા જગજીવ કાજે, શ્રી રાજવાણી રવિતેજ સમી વિરાજે. ૨
અર્થ :- જેની વાણી આત્મઅનુભવરૂપ રસથી ભરેલી હોવાથી રસાલ અર્થાતુ રસ ઉત્પન્ન કરે એવી છે. તે વાણી સ્યાદ્વાદથી યુક્ત હોવાથી મતમતાંતરમાં મધ્યસ્થ ભાવવાળી તથા મધુર કહેતા મનને ગમે એવા રવ એટલે અવાજમાં ગ્રંથિત થયેલી છે અર્થાત્ જેની લખવાની કે બોલવાની ભાષા શૈલી ઘણી જ સુંદર છે. પંક એટલે કાદવ. તેમાંથી જન્મેલ તે પંકજ અર્થાત્ કમળ. જેનું મૂળ કાદવમાં રહેતા છતાં પણ કમળ સ્વયં નિષ્પક અર્થાત્ કાદવરહિત જળમાં નિર્મળપણે રહે છે. તેમ શ્રી રાજપ્રભુ મોહમય જગતમાં રહેતા છતાં પણ જળકમળવત નિર્મળતાને ભજે છે. એવી શ્રી રાજપ્રભુની વાણી તે રવિ એટલે સૂર્યના તેજ
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સમાન પ્રકાશમય હોવાથી તે જીવોના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવા પૂર્ણ સમર્થ છે. તે વાણીનું અસ્તિત્વ આજે પણ ભયંકર કલિયુગમાં વિરાજમાન છે અર્થાત્ વિદ્યમાન છે. રા.
શ્રી તીર્થનાથ-પદ-હેતુ કહેલ વીસે સ્થાનો હવે સુજન કાજ કહું વિશેષ : સેવ્યાં બઘાં પ્રથમ અંતિમ તીર્થનાથે, સમ્યકત્વ સાથ વચલા જિન અલ્પ સાથે. ૩
અર્થ :- શ્રી તીર્થંકરપદની સંપ્રાપ્તિ એટલે સારી રીતે પ્રાપ્તિ થાય એવા વીસ સ્થાનક શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. તે સ્થાનોને હવે સુજન એટલે સમ્યદ્રષ્ટિ જીવોને અર્થે વિશેષપણે અત્રે કહું છું. આ બઘા વીસેય સ્થાનોને પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાને અને અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવંતે સેવેલા છે, અર્થાત્ આરાઘના કરેલ છે. જ્યારે વચલા શ્રી અજિતનાથ ભગવંતથી લગાવીને શ્રી પાર્શ્વનાથ ભગવંત સુઘીના તીર્થકરોએ સમ્યકત્વ સહિત તેમાંના થોડા તીર્થંકરપદ પ્રાપ્તિના સ્થાનકોની સાધના કરેલ છે. સા.
સર્વે ઑવો રસિક શાસનના કરું છું, એવી દયા હૃદયમાં – જિનબીજ ઘારું;
એ ભાવથી પ્રથમ સ્થાનક પોષવાની ક્રિયા અનેક અરિહંત ઉપાસવાની. ૪ અર્થ :- હવે શ્રી તીર્થંકર પદ પ્રાપ્તિના વીસ સ્થાનકો જણાવે છે. તેમાં પહેલી–
૧. અરિહંત ભક્તિ - જગતના સર્વ જીવોને હું વીતરાગ ભગવંત પ્રણીત જૈન શાસનના રસિક બનાવી દઉં, એવી દયા જેના હૃદયમાં ખરા સ્વરૂપમાં જન્મે તે જિનબીજ એટલે તીર્થકર નામકર્મનો ઉપાર્જન કરનાર થાય. ઉત્કૃષ્ટ ભાવથી આ પ્રથમ તીર્થંકર પદ પ્રાપ્તિના સ્થાનકને પોષવા માટે ચાર ઘાતીયા કર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટય પ્રગટાવ્યું છે જેણે એવા દેહ છતાં દેહાતીત દશાએ વિચરતા જીવન્મુક્ત શુદ્ધ આત્મારૂપ અરિહંત ભગવંતના ગુણોમાં અનુરાગ કરે, તેમનું પૂજન, સ્તવન, નમસ્કાર, ધ્યાન, ભક્તિ આદિ અનેક પ્રકારે ક્રિયાઓ કરી જે ઉપાસના કરે તે અરિહંતપદને પામે છે. “તીર્થકર થવા ઇચ્છા નથી; પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૪૯)
દેવપાળનું દ્રષ્ટાંત - અચલપુર નગરમાં સિંહરથ રાજા રાજ્ય કરતો હતો. તે જ નગરમાં જિનદત્ત નામે શેઠને ત્યાં દેવપાળ નામે ક્ષત્રિય જાતિનો તેમનો દાસ હતો. તે રોજ ગાયો ચરાવતો. ત્યાં એકદા નદિના તટની પાળ ઘસી પડતા ઋષભદેવ ભગવાનની મનોહર મૂર્તિ નીકળી. તેના દર્શન કરતાં અત્યંત હર્ષ પામી તેણે એવી પ્રતિજ્ઞા કરી કે મારે રોજ આ ભગવાનના દર્શન પૂજન કર્યા વિના ભોજન કરવું નહીં. એકવાર મૂશળધાર વરસાદ થવાથી સાત દિવસ દર્શન કરવા જવાયું નહીં. તેથી સાત દિવસના ઉપવાસ થયા. સાતમે દિવસે દર્શન કરવા જતાં ભગવાનની અધિષ્ઠાયક દેવી ચક્રેશ્વરીએ પ્રત્યક્ષ થઈ દેવપાળને કહ્યું : હું તારા પર પ્રસન્ન થઈ છું તો ઇચ્છિત વર માગ. દેવપાળ કહે “હે દેવી! ગૈલોક્યના
સ્વામી ઉપર મારી અનુપમ અને અખંડ ભક્તિ થાઓ. એ સિવાય પર વસ્તુ પર મારી સ્પૃહા નથી.” છતાં દેવીએ પ્રસન્ન થઈ કહ્યું - તને થોડા દિવસમાં જ આ નગરનું રાજ્ય મળશે.
એક દિવસ તે જ નગરના રાજા સિંહરથે કેવળજ્ઞાની ભગવાનને પોતાનું આયુષ્ય પૂછતાં તેમણે ત્રણ દિવસનું જણાવ્યું. રાજાને પુત્ર ન હોવાથી પંચદિવ્ય કર્યા. તેથી દેવપાળના ગળામાં પુષ્પમાળા પહેરાવવાથી પોતાની કન્યા મનોરમાને પરણાવી. રાજા સિંહરશે દીક્ષા ગ્રહણ કરી. હવે દેવપાળ રાજા થવાથી અત્યંત સુંદર મંદિર બંઘાવી તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. તેની અત્યંત ભક્તિ કરતાં, પુત્ર થયે તેને રાજ્ય આપી
Page #137
--------------------------------------------------------------------------
________________
থেlে
MYTTTTTTTTILL
যােগময়ানী এলাকা}&vআনুন খুৰীয়তাবাহাত্যন্ত গ্রাম এলাকালে -
||সে অNwহয়ঞ্জাব সিকাস, মাই মামুন সকাল হয়েচলাচললল vফতন্মসguজনসহ একামিন্সল একমা নিউগিনিং এফgঞাপনফিফ
ছাতক-অর্থ কথা এখwয় পিনসিক খোঁar (
স্কিন একাকার সে গানটি নিয়ে। থীস-এ নিখিল বিট হিনিীয়
શ્રી ઋષભદેવ ભગવાન
Page #138
--------------------------------------------------------------------------
________________
(૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક
૧૨૯
દીક્ષા લઈ લીધી. ત્યાં પણ અરિહંતપદની હર્ષોલ્લાસપૂર્વક ભક્તિ, તેમના ગુણોનું કીર્તન કરતા તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અનશન કરી દેવલોકે ગયો. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર થશે અને રાણી મનોરમા પણ તેમની ગણઘર બની બન્ને મોક્ષપદ પામશે. અત્યંત અરિહંત ભક્તિ સિવાય બીજા કોઈ પદાર્થની ઇચ્છા ન રાખવાના ફળ સ્વરૂપ તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું. //૪||
શ્રી સિદ્ધ જે સહજ શુદ્ધ સુખે ઠર્યા છે, જેને ન જન્મ-મરણાદિ હવે રહ્યાં તે; ઘારું ઉરે દ્વિતીય આ પદ સિદ્ધ નામે, જેથી રહે મન અનંત-સમાધિ-ઘામે. ૫
અર્થ :- ૨. શ્રી સિદ્ધ ભક્તિ :- શ્રી સિદ્ધ ભગવંત જે પોતાના શુદ્ધ સહજાત્મસ્વરૂપને પામી લોકાગ્રે ચૈતન્યમૂર્તિ બની સર્વકાળ માટે અનંતસુખમાં બિરાજમાન થયા છે, જેને હવે આઠેય કર્મો નાશ થઈ જવાથી દેહરહિત દશા પામી જન્મમરણાદિના દુઃખો રહ્યા નથી, એવા શ્રી તીર્થંકરપદ પ્રાપ્તિના દ્વિતીય સ્થાનરૂપ સિદ્ધ ભગવંતને હૃદયમાં ઘારણ કરું. જેથી મારું મન પણ અનંત આત્મસ્વસ્થતારૂપ સમાધિ જ્યાં છે એવા મોક્ષઘામને પ્રાપ્ત કરવામાં જ લીન રહે.
હસ્તિપાળ રાજાનું દ્રષ્ટાંત :- સાકેતપુર પાટણ નામે નગરમાં હસ્તિપાળ રાજાએ ઘર્મઘોષમુનિની અમૃતમય દેશના સાંભળી પ્રશ્ન કર્યો કે હે કરુણાનિધિ! જે દ્રષ્ટિથી અગોચર છે એવા સિદ્ધ પરમાત્માની સેવા ભક્તિ કેવા પ્રકારે કરવી? તેના ઉત્તરમાં ગુરુ ભગવંત બોલ્યા : હે રાજન! મોક્ષસ્થાનમાં બિરાજેલા નિરંજન, નિરાકાર સિદ્ધસ્વરૂપનું લયલીનપણે જે ધ્યાન કરે, ભાવથી પૂજા કરે તે પ્રાણી અનુક્રમે ઘાતકર્મનો ક્ષય કરી અનંતાનંત સુખવાળી મોક્ષ સંપદાને પામે છે. તે સાંભળી સિદ્ધપદ આરાઘવાનું વ્રત લઈ પ્રતિદિન સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરતા રાજા મંત્રી સહિત સમેત શિખર, શત્રુંજય આદિ સિદ્ધ સ્થળોની યાત્રા કરી પોતાના આત્માને નિર્મળ કરવા લાગ્યો. એમ સિદ્ધપદનું આરાધન કરતાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અંતે દીક્ષા લઈ અણસણ કરી સમાધિપૂર્વક દેહત્યાગી બારમા અય્યત દેવલોકમાં દેવરૂપે અવતર્યા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરપદ પામી સિદ્ધપદને પામશે. મંત્રી પણ તેમના ગણઘર બની કેવળજ્ઞાન પામી મોક્ષપદને પામશે. પા.
ત્રીજા પદે પ્રવચને ગણ પૂજ્ય સંઘ, ચારે ય ભેદથી ટકે પરમાત્મા પંથ; વૈયાવચાદિ સહુ સંઘની જે ઉઠાવે, તે તીર્થનાથ-બીજકર્મ કમાઈ જાવે. ૬
અર્થ :- ૩. પ્રવચન ભક્તિ – તીર્થંકર પદ પ્રાપ્તિના “પ્રવચન ભક્તિ' નામના ત્રીજા પદમાં ચતુર્વિઘ સંઘ ગણાય છે. પ્રકૃષ્ટ છે વચનો જેના એવા ભગવંત પ્રત્યે જેને ભક્તિ છે એવા પૂજ્ય શ્રી સમ્યક દ્રષ્ટિ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને ગણવામાં આવેલ છે. આ ચારેય પ્રકારના આરાધકોની ભગવંત પ્રત્યે ભક્તિ હોવાના કારણે જ આ પરમાત્મપદ પ્રાપ્તિનો માર્ગ આજ સુધી ટકી રહેલ છે. એ ચતુર્વિધ સંઘની વૈયાવચાદિ એટલે સેવા સુશ્રુષા આદિ ભાવભક્તિથી જે કરશે તે પુણ્યાત્મા શ્રી તીર્થકર નામકર્મને કમાઈ જાશે અર્થાત્ ઉપાર્જન કરશે.
આ જીવ કોને ભજે છે? એ જોવું. કૃપાળુદેવને ભજે છે, તો એના ઉપર વાત્સલ્યભાવ રાખવો. જે જીવનું કલ્યાણ થવાનું હોય તે જ જીવ કૃપાળુદેવને શરણે આવે છે. પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુદેવને શરણે આવ્યા હોય તેના અમે દાસના દાસ છીએ. આપણે સેવા કરવી છે એમ ઇચ્છા રાખવી. મુમુક્ષુ છે તે સગાંવહાલાં કરતાં પણ વઘારે હિતકારી છે. વાત્સલ્યઅંગ તો પહેલું જોઈએ. બીજું કશું ન થાય અને
Page #139
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨
વાત્સલ્યભાવ રાખે તોય તીર્થંકરગોત્ર બાંઘે. એ ગુણ આપણામાં નથી તો લાવવો છે એમ રાખવું. સમ્યક્ત્વ થાય એવા ગુણો મારામાં ન આવ્યા તો બધું પાણીમાં ગયું. એમ મનમાં રાખવું.’’ બો.ભાગ-૧ (પૃ.૩૩૧) જિનદત્ત શેઠનું દૃષ્ટાંત – વસંતપુર નગરમાં સમકિતઘારી પુણ્યાત્મા જિનદાસ નામે શેઠ હતો. તેની જિનદાસી નામે પ્રિયા અને જિનદત્ત નામે ગુણવાન પુત્ર હતો. જિનદત્તે એકવાર ચારણમુનિ ભગવંતની ઘર્મદેશના સાંભળી કહ્યું કે ભગવંત! તીર્થંકરપદની પ્રાપ્તિ કેવા પુણ્યના ઉદયથી કરી શકાય? ગુરુ ભગવંતે કહ્યું–હે સોભાગી! તીર્થંકર પદ પ્રાપ્તિના ત્રીજા પદમાં ચતુર્વિઘ સંઘની ભાવપૂર્વક ભક્તિ કરવી તે ઉત્તમ છે. તીર્થંકર ભગવંત પણ થર્મોપદેશ સમયે ‘નમો તિથ્યસ’ કહી એટલે ચતુર્વિધ સંઘરૂપ તીર્થને નમસ્કાર હો એમ કહી દેશના આપે છે. એવા સંઘની ભક્તિ તે પરમપદ પ્રાપ્તિના હેતુરૂપ છે. શ્રી સંઘનું આવું માહાત્મ્ય સાંભળી ઉલ્લાસપૂર્વક શ્રી ચતુર્વિધ સંઘની તે ભાવપૂર્વક પ્રતિદિન ભક્તિ કરવા લાગ્યો. રાજાએ પણ તેને નગરશેઠની પદવી આપી. શ્રી સંઘની અત્યંત ભક્તિના પ્રભાવે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. પછી દીક્ષા લઈ નિરતિચારપણે ચારિત્ર પાળી નવગ્નેવેયકમાં ગયો. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પદ પામશે. તેની સ્ત્રી હારપ્રભા પણ તેમની ગણધર બની સિદ્ધિપદને પામશે. ૬ા
૧૩૦
આચાર્ય-સેવન વડે જિન-બીજ વાવું, ચોથે પદે સૂરિ-ગુણો ઉર સર્વ લાવું; આચાર પાળી શીખવે જીવ સર્વને જે, તેની કૃપા ગ્રહી તરું ભવસિંધુ સ્હેજે. ૭
અર્થ :- ૪. આચાર્ય ભક્તિ = આચાર્ય ભક્તિ એ જ ગુરુ ભક્તિ છે. ‘ગુરુ ભક્તિસે લહો તીર્થપતિપદ શાસ્ત્રમેં વિસ્તાર હૈ” માટે એવા સાચા આત્મજ્ઞાની ગુરુ ભગવંતની સેવના એટલે આજ્ઞા ઉપાસીને જિનનામકર્મ બીજની વાવણી કરું. શ્રી તીર્થંકરપદ પ્રાપ્તિના આ ચોથા પદમાં ગુણોની ખાણરૂપ વીતરાગી શ્રી ગુરુના સર્વ ગુણોને હૃદયમાં ધારણ કરી તેમની ભક્તિ કરું. ધન્ય ભાગ્ય હોય તો જ આવા સાચા સદ્ગુરુના ગુણોમાં અનુરાગ થઈ એમનું શરણ પ્રાપ્ત થાય.
આચાર્ય ભગવંત પોતે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર નામના પંચ આચારને શુદ્ધ રીતે પાળી ચતુર્વિધ સંઘને પણ યથાયોગ્ય ભૂમિકાએ તેને શિક્ષા આપી પળાવે છે. તેઓ વર્તમાનકાળમાં સકળસંઘ માટે ધર્મના નાયક છે. તેવા આત્મજ્ઞાની સદ્ગુરુ ભગવંતની ભક્તિ વડે તેમની કૃપાને ગ્રહણ કરું તો સહેજે દુસ્તર એવો ભવસિંધુ એટલે સંસારસમુદ્ર તરી જાઉં.
પુરુષોત્તમ રાજાનું દૃષ્ટાંત – પદ્માવતી નામે નગરીમાં રાજા પુરુષોત્તમ રાજ્ય કરતો હતો. એકદા તેની રાણીનું મૃત્યુ થયું. રાજાને રાણી પ્રત્યે અત્યંત પ્રેમ હોવાથી રાજકાર્યનો ત્યાગ કરી રૂદન કરવા લાગ્યો. ત્યાં ચાર જ્ઞાનના ધર્તા ગુરુભગવંત પધાર્યા. તેમની દેશનાવડે વૈરાગ્ય ઉત્પન્ન થવાથી ગુરુને કહ્યું: મને જન્મમરણના દુઃખોથી મુક્ત કરનાર ચારિત્ર આપી કૃપા કરો. ગુરુએ યોગ્ય જાણી દીક્ષા આપી. નવ પૂર્વ સુધી રાજાએ અભ્યાસ કર્યો. એકદા તે ચિંતવવા લાગ્યા - અહો! સમ્યજ્ઞાનરૂપ ચક્ષુના આપનાર, દુર્ગતિથી બચાવનાર એવા ગુરુનો કરોડો ઉપાયો કર્યો છતે પણ ઉપકાર વાળી શકાય એમ નથી. આ પ્રમાણે વિચારી અભિગ્રહ ધારણ કર્યો કે આજથી મારે નિરંતર ગુરુજનની ભક્તિ કરવી. તેમના પ્રત્યેની તેત્રીસ આશાતનાને ત્રિવિધે તજી, ગુરુના છત્રીસ ગુણોનું ચિંતવન કરવું. અન્ય સમક્ષ પણ ગુરુના ગુણનું ભાવપૂર્વક કીર્તન કરતાં રાજાએ ઉત્કૃષ્ટ પુણ્યોપાર્જન કરવાથી તીર્થંકર નામકર્મનો નિકાચિત બંધ કર્યો. એક માસનું અનશન કરી સમાધિપૂર્વક દેહ ત્યાગી, બારમા દેવલોકમાં દેવ થઈ, મહાવિદેહ ક્ષેત્રમાં
Page #140
--------------------------------------------------------------------------
________________
(૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક
૧ ૩૧
તીર્થકર પદ પામી અનંત સુખવાળા મોક્ષ સ્થાનને પામશે. આશા
જે સ્થિર સંયમ ઘરે સ્થવિરો ગીતાર્થ, નાના તથા શિથિલને અવલંબનાર્થ, તે જૈનશાસન દપાર્વી શકે, સમર્થ સેવ્ય સ્થવિર પદ પંચમ હું કૃતાર્થ. ૮
અર્થ - પ.સ્થવિર ભક્તિ - જે સંયમમાં સ્થિર, જ્ઞાનવૃદ્ધ, આત્માનુભવી, સિદ્ધાંતના જાણ હોવાથી ગીતાર્થ એવા સ્થવિરો, તે નવ દિક્ષિત થયેલા અથવા શિથિલ થયેલા સાધુઓને આઘારરૂપ છે. તે જૈન શાસનને દીપાવી શકે. એવા સમર્થ સ્થવિરો પ્રત્યે વાત્સલ્યભાવ સહિત તેમની સેવા કરવાથી તીર્થંકર નામ કર્મનો બંઘ થાય છે. તીર્થંકરપદ પ્રાપ્તિના આ ચોથાપદને સેવી હું કૃતાર્થ થાઉં.
પૂ.શ્રી બ્રહ્મચારીજી સ્થવિર એવા પ્રભુશ્રીજીની સેવા ભક્તિ કરીને કૃતાર્થ થઈ ગયા.
“સ્થવિર એટલે વૃદ્ધ. તે ત્રણ પ્રકારના છે, જેમની વય સાઠ વર્ષની થઈ હોય તે વય સ્થવિર. દીક્ષા લીઘા પછી વીસ વર્ષ થયા હોય તે પયાર્ય સ્થવિર અને જે સમવાયાંગ સૂત્રના અર્થપર્યત જાણનાર હોય તે શ્રુત સ્થવિર જાણવા.” - ઉપદેશ પ્રા.ભાષાંતર ભાગ-૧ (પૃ.૨૨૦)
પડ્યોતર રાજાનું દ્રષ્ટાંત - વારાણસી નગરીમાં પધોતર નામે રાજા ન્યાયયુક્ત સુખપૂર્વક પ્રજાનું પાલન કરતો હતો. એકદા ગુરુ ભગવંતની દેશના સાંભળીને પૂછ્યું હે ભગવંત! હું આ રાજ્યલક્ષ્મી તથા સ્વરૂપવાન સ્ત્રીઓ કયા પુણ્યપ્રભાવ પામ્યો છું? તે કૃપા કરી કહો. ગુરુ કહે હે નૃપતિ! તું પૂર્વભવમાં એક શેઠનો નંદન નામે દાસ હતો. એક દિવસ સુંદર વિકસિત કમળ લઈ તું શેઠના ઘરમાં જતો હતો, તેવામાં કોઈ ચાર કુમારિકાઓએ તે કમળ જોઈને કહ્યું આવું સુંદર કમળ તો ખરેખર જિનેશ્વરની પૂજાને યોગ્ય છે. તે સાંભળી તેઓ પ્રત્યે હર્ષ પામી તું બોલ્યો કે તમે કહો છો તે સત્ય છે. પછી તું સ્નાન કરી પવિત્ર વસ્ત્રો પહેરી અત્યંત ભાવપૂર્વક તે કમળવડે પરમાત્માની પૂજા કરી. તેની અનુમોદના ચારે કુમારિકાઓએ કરી. તેના પ્રભાવે ત્યાંથી દેહ છોડી તું પૌોતર રાજા થયો, અને તે ચારે કુમારિકાઓ તારી પત્નીઓ થઈ છે. તે સાંભળી રાજા જાતિસ્મરણજ્ઞાન પામ્યો. તેથી વૈરાગ્ય આવવાથી રાજા તથા ચારે રાણીઓએ ગુરુ ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી. રાજા અગ્યાર અંગના પાઠી થયા. એકદા શ્રી ગુરુ પાસે જ્ઞાનવૃદ્ધ, તપસ્વી અને વયોવૃદ્ધની ભક્તિ કરવાથી આત્મા નિર્મળ થઈ ઉચ્ચ ગોત્ર અને તીર્થંકર પદની પ્રાપ્તિ કરે છે. તે સાંભળી રાજર્ષિએ અભિગ્રહ લીધો કે હું જીવું ત્યાં સુધી નિરંતર વૃદ્ધ સાધુઓની સેવા ભક્તિ કરીશ. પછી આહારપાણી વગેરે લાવી તેમની ભક્તિ કરવા લાગ્યા. તેના ફળ સ્વરૂપ તીર્થકર ગોત્રનો નિકાચિત બંઘ કરી સમાધિપૂર્વક દેહ ત્યાગી મહાશુક્ર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પદ પામી અનંત અવ્યાબાધ એવા મોક્ષપદને પામશે. |૮ાા.
સન્શાસ્ત્ર-બોઘ અતિ નિર્મળ ઉર રાખે, ચારિત્ર શુદ્ધ પરિણામથી પાળી, દાખે સન્શાસ્ત્ર-અર્થ ઉપકાર થવા જનોને; છઠ્ઠું પદે વિનય વાચક-વર્યનો એ. ૯
અર્થ :- ૬. ઉપાધ્યાય ભક્તિ – સમસ્ત શ્રત રહસ્યના જાણ, આત્મજ્ઞાની એવા ઉપાધ્યાય, જે સન્શાસ્ત્રના બોઘને અતિ નિર્મળપણે પોતાના હૃદયમાં ઘારી રાખે, અને શુદ્ધભાવથી ચારિત્ર પાળી બીજાને પણ સન્શાસ્ત્રના અર્થનો ઉપદેશ આપી ઉપકાર કરે, એવા વર્ય એટલે શ્રેષ્ઠ વાચક એટલે ઉપાધ્યાય પદનો વિનય કરવો એ તીર્થકરપદપ્રાપ્તિનું છઠ્ઠું સ્થાનક જાણવું.
મહેન્દ્રપાલ રાજાનું દ્રષ્ટાંત :- સોપારકપટ્ટણ નામે નગરમાં રાજા મહેન્દ્રપાલ રાજ્ય કરતો હતો.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧ ૩૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
તે મિથ્યાત્વી હતો. તેનો પ્રઘાન બુદ્ધિશાળી હતો. પ્રથાનનો ભાઈ શ્રુતશીલ હતો. તે રાજાને ઘણો પ્રિય હતો. એકવાર સ્વરૂપવાન માતંગીને ગાન કરતાં જોઈ રાજા તેના પર મોહ પામ્યો. શ્રુતશીલે રાજાના ભાવ જાણી કહ્યું. પરસ્ત્રીમાં મોહ પામવાથી નીચ ગતિમાં જઈ જીવ મહાન દુઃખ અનુભવે છે, વગેરે ઘણું સમજાવવા છતાં મિથ્યાત્વી એવો રાજા તે સમજ્યો નહીં. ત્યારે મંત્રીએ કુળદેવીનું સ્મરણ કર્યું. કુળદેવીએ રાજાના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન કર્યો. ત્યારે રાજા વિચારવા લાગ્યો કે અહો! માત્ર મનથી જ કરેલું પાપ આવું કષ્ટ આપે તો જે ત્રિયોગે પાપ સેવે તેને કેટલા કષ્ટો આવતા હશે. એમ પશ્ચાત્તાપ કરવાથી દેવીએ વ્યાધિનો નાશ કર્યો. એકદા આચાર્ય ભગવંત પધાર્યા. રાજાએ ત્યાં જઈને બે હાથ જોડી પૂછ્યું મનના પાપની શુદ્ધિ શી રીતે થાય? ગુરુએ કહ્યું – જ્ઞાન ધ્યાન પરૂપી પાણીથી. વગેરે દેશના સાંભળી રાજાએ પુત્રને રાજ્ય સોંપી મંત્રી સાથે દીક્ષા લીધી. એક દિવસ ગુરુ મુખે તીર્થંકર પદ પ્રાપ્તિના વીસ સ્થાનક સાંભળી રાજર્ષિ મુનિ, ઉપાધ્યાય કે બહુશ્રુત મુનિઓની અનેક પ્રકારે વૈયાવચ્ચ કરવા લાગ્યા. વાત્સલ્યપૂર્વક સેવા કરવાથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. ત્યાંથી આરાધના કરી નવમા રૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી તીર્થકર બની મોક્ષે પધારશે. માલા
સેવું સદા સ્વપર-ઉન્નતિકારી મુનિ, જેણે ગ્રહ્યું શરણ સદ્ગુરુવાણી સુણી, સંસાર-દુઃખ હરવા, તજવા કષાય, રત્નત્રયી ગ્રહી રહે; પદ સપ્ત થાય. ૧૦
અર્થ :- ૭. સાઘુ ભક્તિ :- શુદ્ધ આત્મસ્વભાવની નિર્મળ સાધનામાં સદા તત્પર, હમેશાં સ્વપર આત્માઓની ઉન્નતિ કરનાર એવા મુનિપદની હું ભાવપૂર્વક સેવા કરું. જેણે સગુરુની વાણી સાંભળીને તેમનું શરણ ગ્રહણ કર્યું છે. જે જન્મ, જરા, મરણ કે આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ સંસારના દુઃખોને હરવા તેમજ ક્રોધાદિ કષાયભાવોને તજવા માટે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયને ગ્રહણ કરીને નિર્મળ જીવન જીવે એવા સાતમા તીર્થંકરપદ પ્રાતિના કારણરૂપ મુનિપદની સેવના કરું.
વીરભદ્ર શેઠનું દ્રષ્ટાંત – વિશાળા નગરીમાં વૃષભદાસ શેઠનો પુત્ર વીરભદ્ર હતો. તે અત્યંત પુણ્યશાળી હોવાથી રાજાની પુત્રી, શેઠની પુત્રી અને એક વિદ્યાઘરીની પુત્રીને પરણ્યો હતો. અન્યદા પદ્મિનીખંડ નગરમાં અઢારમા તીર્થંકર શ્રી અરનાથ પ્રભુ સમવસર્યા. દેશનાના અંતે સાગરદત્ત શેઠે પૂછ્યું કે હે ભગવંત! આ વીરભદ્ર પૂર્વભવમાં શું કૃત્ય કર્યું હશે? ભગવાન કહે પૂર્વભવમાં તે નિર્ધન જિનદાસ નામે શ્રાવક હતો. તેના ઘરે ચૌમાસી તપના પારણે શ્રી અનંતનાથ ભગવાન પઘાર્યા હતા. તેમને ભક્તિ સહિત બહુમાનપૂર્વક શુદ્ધ દાન આપ્યું હતું. તેના પ્રભાવથી દેવોએ સાડાબાર કરોડ સોનૈયાની ત્યાં વષ્ટિ કરી. ત્યાંથી દેહ છોડી તે દેવલોકે ગયો. દેવલોકમાંથી આવી આ વીરભદ્ર શેઠ પુત્ર થયો છે. કાળાંતરે શ્રી ચંદ્રસાગર ગુરુ પાસે વીરભદ્ર પોતાની ત્રણેય સ્ત્રીઓ સહિત તથા પાંચસો શ્રેષ્ઠીઓ સાથે દીક્ષા ગ્રહણ કરી. તેઓ દુષ્કર તપસ્યા કરનાર એવા તપસ્વી સાધુ મુનિઓની ભાવપૂર્વક સેવા કરવાથી તીર્થકરપદ પામી દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રથી મોક્ષપદને પામશે. ||૧૦ના
અધ્યાત્મરૂપ ઝળકે, જડ ચેતનાદિ, હિતાહિતાદિ સમજાય વિવેચનાદિ;
જો જ્ઞાનદીપ ઉરમાં પ્રગટે પ્રભાવી, એ સ્થાન અષ્ટમ નમું ઉર ભાવ લાવી. ૧૧
અર્થ :- ૮. જ્ઞાનભક્તિ – દેહાદિથી ભિન્ન શુદ્ધ આત્માને સદગુરુના ઉપદેશથી જાણવો. તે ખરું જ્ઞાન છે. એવા જ્ઞાનરૂપ દીપકના પ્રભાવથી જડ ચેતનાદિ તત્ત્વોનું કે છ પદનું અધ્યાત્મરૂપ ઝળકે છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
(૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક
૧૩૩
અધ્યાત્મમય નવ તત્ત્વોના વિવેચન આદિથી આત્માને હિતરૂપ શું અને અહિતરૂપ શું તેનું ભાન થાય છે. એવો જ્ઞાનરૂપી પ્રભાવક દીવો મારા હૃદયમાં પ્રગટ થાય તે અર્થે આ અષ્ટમ તીર્થંકર પદ પ્રાપ્તિના કારણરૂપ સમ્યકજ્ઞાનને હૃદયમાં ભાવ લાવી ભક્તિથી નમસ્કાર કરું છું.
જયંતદેવ રાજાનું દ્રષ્ટાંત – કૌશાંબી નગરીમાં જયંતદેવ નામે રાજા રાજ્ય કરતો હતો. એકદા નગરમાં આચાર્ય ભગવંતની દેશના સાંભળી રાજા ગુરુદેવને કહેવા લાગ્યો કે હે પ્રભુ! હું જ્ઞાની કે અજ્ઞાની? ગુરુ કહે છે નરેન્દ્ર! વિષયકષાય વગેરે દોષો જ્ઞાનીમાં હોય તો પછી જ્ઞાની અને અજ્ઞાનીમાં તફાવત શું? વગેરે સમજણ મેળવી વૈરાગ્ય પામી રાજાએ શ્રીગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ગુરુ આજ્ઞાએ જ્ઞાનની પ્રેમ સહ ભક્તિ કરતાં બાર અંગ અર્થ સહિત ભણ્યા. દેવે અનુકૂળ ઉપસર્ગો કર્યા છતાં ચલાયમાન ન થયા. ઇન્દ્ર વૃદ્ધનું રૂપ લઈ પૂછ્યું કે મારું આયુષ્ય કેટલું બાકી રહ્યું છે? ત્યારે શ્રુતજ્ઞાનથી જાણીને કહ્યું કે હે સુરેશ! તમારું આયુષ્ય બે સાગરોપમમાં કાંઈક ન્યૂન બાકી છે. પછી નિગોદનું સ્વરૂપ પૂછતાં પણ યથાર્થ જવાબ સાંભળી ઇન્દ્ર ગુરુ પાસે જઈને પૂછ્યું કે ભગવંત! આ મુનિ આવા જ્ઞાનોપયોગમય છે તો તે શું ફળ પામશે? ત્યારે ગુરુ કહે : તે જ્ઞાનભક્તિના બળે તીર્થંકર પદને પામશે. તે સાંભળી ઉલ્લાસપૂર્વક મુનિને વંદન કરી ઇન્દ્ર દેવલોકે ગયો. //૧૧ાા
સર્વે ગુણાંશફૅપ દર્શનને નમું હું, સમ્યકત્વ નામ નવમા પદને સ્મરુ છું; જો, સંયમાદિ સઘળા ગુણનો પિતા તે, સર્વેય ગ્લાધ્ય પુરુષો ગ્રહી તે, જીંત્યા છે. ૧૨
અર્થ - ૯. દર્શન વિશુદ્ધિ પદ - જે જ્ઞાનવડે આત્માનું સ્વરૂપ જાણ્યું, તે આત્માનો સાક્ષાત્ અનુભવ થવો તે સમ્યગ્દર્શન; અથવા સતદેવ, ગુરુ, ઘર્મમાં કે તેમના દ્વારા ઉપદિષ્ટ જીવાજીવાદિ નવે તત્ત્વોની દ્રઢ શ્રદ્ધા થવી તે વ્યાવહારિક સમ્યક્દર્શન છે. એવા “સર્વ ગુણાંશ તે સમ્યકત્વ” ને હું ભાવપૂર્વક પ્રણામ કરું છું. જે તીર્થકર પદ સંપ્રાપ્તિનું નવમું પદ છે. તેને ખાસ સ્મરણમાં રાખું છું. કારણકે સંયમાદિ સર્વ ગુણોના તે પિતા છે. જેમ પિતા વિના પુત્ર નથી તેમ સમ્યક્દર્શન વિના જ્ઞાન કે ચારિત્ર પણ યથાર્થ નથી. તે વિના સંયમાદિ સર્વ મોક્ષના કારણરૂપ થતા નથી. સર્વે સ્લાધ્ય એટલે પ્રશંસા કરવા લાયક એવા ૬૩ પુરુષો પણ સમ્યક્દર્શનને ગ્રહણ કરીને જ જિત્યા છે અર્થાત તે તે ઉત્તમ પદવીને પામ્યા છે. ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ નારાયણ (વાસુદેવ) ૯ પ્રતિનારાયણ (પ્રતિવાસુદેવ) ૯ બળભદ્ર એ ૬૩ ગ્લાધ્ય પદવીઓ સમ્યક્દર્શન વિના પ્રાપ્ત થતી નથી. એવા સર્વ ગુણોમાં પ્રથમ આવશ્યક સમ્યક્દર્શનની વિશુદ્ધિ કરવારૂપ આ તીર્થંકર પદ પ્રાપ્તિના નવમા પદને હું પ્રણામ કરું છું.
હરિવિક્રમરાજાનું દ્રષ્ટાંત -- હસ્તિનાપુર નગરમાં હરિષણરાજાનો ગુણવાન પુત્ર બત્રીસ રાજકન્યાઓનો સ્વામી હતો. તે દેવની પેઠે સુખ ભોગવતો હતો. પણ તીવ્ર કર્મના ઉદયથી તેના શરીરમાં આઠ પ્રકારનો કોઢ ઉત્પન્ન થયો. અનેક ઔષઘો કરવા છતાં પણ તે મટ્યો નહીં. તે શહેરમાં કેવળી ભગવંત પઘાર્યા. રાજા અને કુંવર દર્શનાર્થે ગયા. ત્યાં કેવળી ભગવંતના દર્શન કરતાં જ તે સર્વ રોગ નાશ પામી કાયા સુંદર થઈ ગઈ. તે જોઈ કુમારે ગુરુને પૂછ્યું કે હે ગુરુદેવ! પૂર્વભવે મેં એવું શું મહાપાપ કર્યું હતું કે જેથી આ યૌવનવયમાં મને આવી વેદના ઉત્પન્ન થઈ? ત્યારે શ્રી ગુરુ કહે : તું પૂર્વભવમાં રાજા હતો. શિકાર કરવા જતાં મૂનિ ભગવંતને અફાળી તેં મારી નાખ્યા. તેથી મંત્રી વગેરેએ મળી તને પદભ્રષ્ટ કરી પુત્રને રાજ્ય સોંપ્યું. પછી તું જંગલમાં ફરતા ફરી તરવારથી મુનિની ઘાત કરવા જતાં મુનિએ તારા ઉપર
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
તેજો વેશ્યા મૂકી તેથી તું બળી જઈ સાતમી નરકે ગયો. ત્યાંથી નીકળી બથી નરકોમાં તું બબ્બેવાર જન્મી અનંતદુ:ખ પામ્યો. પછી તિર્યંચ યોનિમાં અનંતવાર ભમ્યો. પછી એક શેઠનો પુત્ર થયો. ત્યાં તાપસી દીક્ષા નિષ્કપટપણે પાળી ત્યાંથી મૃત્યુ પામી તું આ હરિવિક્રમ રાજપુત્ર થયો છું. મુનિઘાતનું પાપ ઘણું ભોગવ્યું અને શેષ રહેલું તે આ ભવમાં ઉદય આવવાથી વેદના ભોગવી પૂરું કર્યું. આ પ્રમાણે ગુરુમુખથી પોતાનો પૂર્વભવ સાંભળી શ્રી ગુરુ પ્રત્યે શ્રદ્ધા આવવાથી તે સમ્યકદર્શનને પામ્યો. શ્રદ્ધાથી ચલાયમાન કરવા યક્ષ અને દેવે અનેક ઉપસર્ગો કર્યા છતાં ચલાયમાન ન થયો. અંતે દીક્ષા લઈ ગુરુમુખથી સમ્યક્દર્શનનો મહિમા સાંભળી ઘર્મમાં નિશ્ચલ દ્રઢતા ઘરીને જિનનામકર્મ ઉપાર્જ વિજય વિમાનમાં બત્રીસ સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી પૂર્વ વિદેહક્ષેત્રમાં તીર્થંકર પદવીને પામશે. //૧૨ા.
જે ઘર્મનું મૅળ કહ્યું, વશ વૈરી થાય, સમ્યકત્વ ગુણ પણ જે ઘરમાં પમાય; તે રત્નતુલ્ય દશમા પદને નમું હું વાણી વડે, વિનય નામ ઉરે ઘરું છું. ૧૩
અર્થ :- ૧૦. વિનય આરાધના – પંચ પરમેષ્ઠિ પ્રત્યે ગુણસ્તુતિ કરી યથાયોગ્ય પરમાદર દાખવવો તે વિનય આરાઘના ગુણ છે. જેને ઘર્મનું મૂળ કહ્યું છે, જેના વડે વૈરી પણ વશ થાય છે. સમ્યક દર્શનના ગુણ પણ વિનયને ઘારણ કરવાથી જ પમાય છે. તે રત્નસમાન આ તીર્થકરપદ પ્રાપ્તિના દશમા વિનયપદનું પાણી વડે ગુણગાન કરી નમસ્કાર કરું છું અને મનમાં પણ વિનયનામના ગુણને તે પ્રાપ્ત કરવા અર્થે ઘારી રાખું છું.
ઘનશેઠનું દ્રષ્ટાંત – કૃતિકાવતી નામની નગરીમાં સુદત્ત શેઠને ઘન અને ઘરણ નામના બે પુત્રો હતા. ઘન પોતાના ઉત્તમ ગુણોથી લોકોમાં યશ પામતો હતો. જ્યારે ઘરણ નિર્દય અને ઈર્ષાળુ હોવાથી અપકીર્તિ પામતો અને ઘનના છિદ્રો જોતો હતો. ઘરણનો આવો દુષ્ટ સ્વભાવ જાણી ઘનને સંસાર ઉપર વૈરાગ્ય આવવાથી ચારિત્ર અંગીકાર કર્યું. એક દિવસ ગુરુમુખથી સાંભળ્યું કે સર્વ ગુણોમાં પ્રધાન એવા વિનય ગુણથી ગુરુજનને સંતોષ પમાડે તે શાશ્વત સુખના ભોગી થાય છે. કેમકે વિનયથી જ્ઞાન અને જ્ઞાનથી શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થાય છે. તે વડે સમ્યકુચારિત્ર, ચારિત્રથી સંવર, સંવરથી તપસ્યા, તપસ્યાથી નિર્જરા, નિર્જરાથી અષ્ટકર્મનો નાશ, કર્મનાશથી કેવળજ્ઞાન અને તેથી અનંત અવ્યાબાધ એવા મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. વિનયગુણનો આવો મહિમા સાંભળી ગુરુ આદિ પંચપરમેષ્ઠિનો ત્રિકરણ શુદ્ધિએ વિનય કરતાં તે તીર્થંકર નામકર્મને પામી કૃતાર્થ થયો. ૧૩ના
ચારિત્ર નામ પદ, આત્મ-અનુભવે છે, અગ્યારમું સકલ કર્મકલંક લૂછે; તેનું રહસ્ય સમતા, ખમીખુંદવામાં; સાથે સ્વહિત ઘરી તે, રહી આતમામાં. ૧૪
અર્થ:- ૧૧. ચારિત્રશુદ્ધિપદ – સમ્યકજ્ઞાનદર્શનના બળે આત્માનું સ્વરૂપ જાણ્યું, શ્રછ્યું, હવે તેવો આત્મામાં સ્થિર સ્વભાવ પ્રગટવો, આત્મસ્વરૂપમાં રમણતા કરવી તે સમ્યક ચારિત્ર પદ છે. એ સમ્યક ચારિત્ર નામનું પદ આત્મઅનુભવ થયે જ પ્રાપ્ત થાય છે. તીર્થંકરપદ પ્રાપ્તિના આ અગ્યારમાં ચારિત્ર શુદ્ધિ પદવડે સર્વ કર્મકલંકનો નાશ થાય છે. આ ચારિત્ર શુદ્ધિ થવાનું રહસ્ય સમતાભાવ છે. અથવા ખમીખુંદવાપણું છે અર્થાત્ જે કર્મ ઉદય આવે તેને ક્ષમા રાખી સહન કરવાં; એ સર્વ કર્મથી મુક્ત થવાનો ઉપાય છે. જેથી સાધુપુરુષો ચારિત્રમાં જ સ્વકલ્યાણ સમજી, સ્વરૂપાચરણરૂપ આત્મભાવનામાં સ્થિત રહે છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
(૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક
૧૩૫
અરૂણદેવરાજાનું દ્રષ્ટાંત - મણિમંદિર નામે નગરમાં અરૂણદેવ નામે રાજા રાજ્ય કરતો હતો. એકદા ઉદ્યાનમાં રાજાએ શ્રી મણિશેખર રાજર્ષિને જોયા. તેમને જોતાં જ અરૂણદેવ રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉપર્યું. તેથી પોતાના પૂર્વભવમાં પોતે મહાપાપારંભ કરનારો વૈદ્ય હતો. ત્યારે એક તપસ્વી મુનિ તેના ઘરે આવ્યા. તેમને સૂઝતું ઔષઘ આપ્યું. મુનિએ પણ તેના ઉપર દયા લાવી ઘર્મોપદેશ આપ્યો. છતાં અનુક્રમે તે વૈદ્ય આર્તધ્યાનથી મરણ પામી જંગલમાં પાંચસો વાંદરીઓનો સ્વામી થયો. ત્યાં એક મુનિને પગમાં શલ્યવાળા જોઈ વાનરને પૂર્વભવ સાંભરી આવ્યો. પૂર્વભવના અભ્યાસથી ઔષઘ શોધી લાવી મુનિના પગે ચોપડી મુનિને શલ્યરહિત કર્યા. મુનિએ પણ ઉપદેશ આપ્યો. તેથી તે વાનર સમકિત પામી અનશન લઈ સ્વર્ગે ગયો. ત્યાંથી ચવીને આ તું રાજા થયો એમ જણાવવાથી અરૂણદેવે વૈરાગ્ય પામી ચારિત્ર અંગીકાર કર્યું. એકદા શ્રી ગુરુમુખે ચારિત્ર ઘર્મનો મહિમા સાંભળ્યો કે “જે કોઈ સામાયિકાદિ ષડાવશ્યક ત્રિકરણ યોગે શુદ્ધ ઉપયોગથી આરાઘે તે રૈલોક્ય વૈદ્ય એવા જિનનામકર્મને ઉપાર્જે છે. કેમકે સામાયિકથી સંયમ નિર્મળ થાય છે. ચોવીસ તીર્થંકરની સ્તવનાથી સમતિ શુદ્ધ થાય છે. વંદનથી ગુરુજનની સેવાભક્તિથી થાય છે, પ્રતિક્રમણથી આત્મગહ્ન થાય છે, કાયોત્સર્ગથી ચારિત્રના અતિચાર દૂર કરાય છે. તે સાંભળી અરૂણદેવે શુદ્ધ રીતે ચારિત્ર પાળી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અંતે અનશન કરી દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં તીર્થંકરપદ પામી મોક્ષપદને પામશે. ||૧૪
છે બ્રહ્મચર્ય મૅળ અર્થથી આત્મચર્યા, ચારિત્રલાભ દઈ દે શિવ-સૌખ્ય-શયા; તે બારમું પદ ઘરું ગુરુ રાજ-સાખે, તેવા ગુરું કળિયુગે કદી એક લાખે. ૧૫
અર્થ – ૧૨. બ્રહ્મચર્ય પદ – મનવચનકાયાથી, નવાવાડ સહિત બ્રહ્મચર્ય પાળવું તે બ્રહ્મચર્ય વ્રત છે. તે પાળનારને વિષયકષાય, પરિગ્રહ આદિ મોક્ષમાર્ગમાં વિઘ્ન કરતા નથી. બ્રહ્મચર્યનો મૂળ અર્થઆત્મામાં ચર્યા એટલે રમણતા કરવી તે છે. એ આત્મરણારૂપ બ્રહ્મચર્ય, સમ્યફચારિત્રનો લાભ અપાવી અંતે મોક્ષ સુખશય્યાને આપે છે. એ બારમા બ્રહ્મચર્યપદને હું શ્રી ગુરુરાજની સાક્ષીએ ઘારણ કરું છું. કેમકે પરમકૃપાળુદેવ જેવા સાચા આત્મજ્ઞાની ગુરુ આ કળિયુગમાં કદાચ લાખમાં પણ એક હોય અથવા ન પણ હોય. તેવા મળ્યા છે માટે બ્રહ્મચર્ય અંગીકાર કરી જીવન સાર્થક કરું.
ચંદ્રવર્મા રાજાનું દૃષ્ટાંત – માકંદીપુરી નામે નગરમાં ચંદ્રવર્મા નામે રાજા ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરતો હતો. તે નગરના ઉદ્યાનમાં ઘણા મુનિઓના પરિવાર સહિત ચાર જ્ઞાનના ઘર્તા આચાર્ય ભગવંત પઘાર્યા. ગુરુનો વૈરાગ્યમય ઉપદેશ સાંભળતા તીર્થંકરપદ પ્રાપ્તિના વીસ સ્થાનકમાં કોઈ બારમા બ્રહ્મચર્યપદરૂપ સ્થાનકને મનવચનકાયાથી શુદ્ધ રીતે આરાધે, દેવ ચળાવે તો પણ મેરુ પર્વતની જેમ સ્થિર રહી દ્રઢ શીલવ્રત પાળે તે સત્વર જિનનામ કર્મ ઉપાર્જે છે. કેમકે સઘળા વ્રતોમાં શીલવ્રત સૌથી વઘારે શ્રેષ્ઠ કહ્યું છે. શ્રી ગુરુમુખથી આવું શીલવ્રતનું માહાત્મ સાંભળીને રાજર્ષિ મુનિ ત્રિકરણ શુદ્ધ નવવાયુક્ત શીલવ્રતનું પાલન કરવા લાગ્યા. કોઈપણ સ્ત્રીની સામે સરાગથી દ્રષ્ટિ નાખે નહીં, સ્ત્રી સંબંઘી વર્ણન તેમજ તે સંબંધી અન્ય કથા વાર્તાનો પણ ત્યાગ કરી સ્થિર ચિત્તથી શીલવ્રતનું પાલન કરવા લાગ્યા. દેવે અનેક પ્રકારના અનુકુળ ઉપસર્ગો કર્યા છતાં પોતાના વ્રતમાં દ્રઢ રહ્યા. તેથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જ સ્વર્ગે સિઘાવ્યા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રે તીર્થકર બની મોક્ષસુખને પામશે. II૧પાા
Page #145
--------------------------------------------------------------------------
________________
૧ ૩૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સર્વજ્ઞદેશિત સદા કરવી ક્રિયા સત, તે તેરમું પદ ઉરે ઘરવાન ઘાન;
છે જ્ઞાનનું ફળ રુચિ કરણી ભણી તે; ક્રિયારુચિ શુક્લપક્ષી ગણ્યા ગુણી એ. ૧૬
અર્થ - ૧૩. નિરતિચાર ક્રિયાપદ - નિજ આત્મસ્વરૂપને જે પ્રાપ્ત કરાવે તેવી કરણી તે જ ખરી ક્રિયા છે. તે સર્વ શુભ ક્રિયાઓ આત્મશુદ્ધિના લક્ષપૂર્વક હોવી જોઈએ. સર્વજ્ઞ પુરુષો દ્વારા ઉપદેશિત સત એટલે આત્માને પ્રાપ્ત કરાવે અથવા ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ પ્રગટાવે તેવી ક્રિયા સદા કરવી જોઈએ. આ તેરમું તીર્થકરપદ પ્રાપ્તિનું સ્થાનક ઘારણ કરવાની મનમાં ઘાનત એટલે સાચી ભાવના હોવી જોઈએ. “જ્ઞાનસ્ય ફળ વિરતિ’ જ્ઞાનનું ફળ ત્યાગ છે, અર્થાત્ જ્ઞાનનું ફળ ઘર્મ આરાઘવાની રુચિ કે વસ્તુના ત્યાગ ભણી આવવું જોઈએ. જેને એવી નિરતિચાર ક્રિયા કરવાની રુચિ પ્રગટ થઈ તેને ગુણવાન અને શુક્લપક્ષી જીવો ગણ્યા છે.
હરિવહન રાજાનું દ્રષ્ટાંત - સંકેતપુર નગરમાં હરિવહન રાજા રાજ્ય કરતો હતો. તે સર્વ કાર્યમાં નિપુણ હોવા છતાં ઘર્મક્રિયા કરવામાં અતિશય પ્રમાદી હતો. એકદા ગુરુ મહારાજે દેશનામાં જણાવ્યું કે જે ભવ્ય પ્રાણી પ્રમાદરહિત થઈ ઘર્મક્રિયામાં ઉદ્યમી થાય તે પ્રાણી અલ્પ સમયમાં લોકોત્તર એવી મોક્ષ લક્ષ્મીને પામે છે. તે સાંભળી વૈરાગ્ય પામી રાજાએ ચારિત્ર અંગીકાર કર્યું. ગુરુમુખથી તીર્થકર નામકર્મના તેરમા પદનું માહાસ્ય સાંભળી હર્ષપૂર્વક નિર્મળ ચિત્તથી નિરતિચાર ક્રિયાપદને પ્રમાદરહિત, નિઃકષાયભાવે સેવતાં, નિરંતર મૌન ગ્રહી, ઉજ્વલ વેશ્યાથી શુભ ધ્યાન ધ્યાવતાં શ્રી હરિવાહનમુનિએ જિનનામકર્મ ઉપાર્જન કરી પોતાનું જીવન ઘન્ય કર્યું. //૧૬ાા
અગ્નિથી કુંદનસમો સુપે વિશુદ્ધ, આત્મા ક્ષમા ઘર રહે સહજાત્મતૃપ્ત; તે ચૌદમા ત૫૫દે કરવા પ્રયત્ન શક્તિ બઘી અર હું ખરડું સુરત્ન. ૧૭
અર્થ:- ૧૪. તપપદ – ‘તપઃ નિર્જરા ચ’ કર્મોની નિર્જરા માટે ભગવંતે બાર પ્રકારના તપ કહ્યાં છે. તે યથાશક્તિ આત્માર્થે આરાધવા. અગ્નિથી જેમ કુંદન એટલે સોનું શુદ્ધ થાય, તેમ ગુરુ આજ્ઞાએ કરેલ આત્માર્થના લક્ષપૂર્વકનું સુતપ આત્માની વિશેષ શુદ્ધિ કરે છે. તપ આરાઘતા કર્મના ઉદયમાં ક્ષમા ઘારણ કરીને પોતાના સહજાત્મસ્વરૂપમાં જ તૃતિ માની જે શાંત રહે તે જ ખરા તપના આરાઘક છે. એવા તીર્થંકરપદ પ્રાપ્તિના ચૌદમા તાપદને આરાઘવા બઘી શક્તિ અર્પી, શુદ્ધાત્મરૂપ સમ્યક્ રત્નને ખરીદ કર્યું.
કનકકેતુ રાજાનું દ્રષ્ટાંત - કનકકેતુ રાજાના શરીરમાં તીવ્ર દાહજ્વર ઉત્પન્ન થયો. અનેક ઉપચારો કર્યા છતાં વ્યાધિ શાંત થયો નહિ. તેથી વિચાર આવ્યો કે સર્વ જીવ સુખને ઇચ્છે છે, પણ તે સુખ ઘર્મારાથન વિના પ્રાપ્ત થતું નથી. માટે જો આ દાહજ્વર શાંત થાય તો સવારે પ્રવર્યા અંગીકાર કરીશ. આવા વિચારથી કર્મો ઉપશમી જઈ વ્યાધિ શાંત થઈ ગયો. સવારે મંત્રી વગેરે સર્વને જણાવી ચારિત્ર ગ્રહણ કર્યું. એકદા શ્રી ગુરુએ ઉપદેશમાં જણાવ્યું કે જે તપપદનું ક્ષમાસહિત આરાઘન કરે તે ક્લિષ્ટ કર્મોનો પણ નાશ કરે છે. તે સાંભળી કનકકેત મુનિએ ઘોર અભિગ્રહ ઘારણ કર્યો કે જ્યાં સુધી આ કાયા ટકે ત્યાં સુધી મારે નિરંતર બાર પ્રકારના તપ કરવા. બાહ્યતપમાં જઘન્ય ત્રણ ઉપવાસથી માંડી છ માસ સુધી તપશ્ચર્યા કરવી અને પારણામાં આયંબિલ કરવું. એકવાર પરીક્ષા કરવાથી છ મહિના સુધી શુદ્ધ આહાર ન મળવા છતાં પણ વિષાદરહિતપણે ક્ષમાભાવથી સર્વ સહન કર્યું. તેના ફળ સ્વરૂપ તીર્થંકરનામકર્મ ઉપાર્જ જીવન સાર્થક કર્યું. /૧૭ના.
Page #146
--------------------------------------------------------------------------
________________
(૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક
પામું સદાય ગુરુ ગૌતમતુલ્ય ભક્તિ, કે દાન-પાત્ર જિનતુલ્યી થાય મુક્તિ;
સર્વે સુસાધક સુપાત્ર ગણી ચહે જે, ભક્તિભર્યું હ્રદય પંદરમે પદે છે. ૧૮
૧૩૭
=
અર્થ :- ૧૫. દાન પદ :- સભ્યજ્ઞાનદર્શનાદિની આરાધના કરનાર સુપાત્ર સત્પુરુષોને ભક્તિપૂર્વક આહારાદિ આપવા તે દાન છે. શ્રી ગૌતમ સ્વામીએ અષ્ટાપદ પર્વતની તળેટીમાં પંદરસો તાપસોને ખીર જમાડીને સહધર્મી પ્રત્યે ભક્તિ દર્શાવી તેવી ભક્તિ હું પણ સદાય પામું એમ ઇચ્છું છું. તેમજ જિનેશ્વર તુલ્ય દાન આપવાને પાત્ર જીવો મને મળી આવે તો મારી અવશ્ય મુક્તિ થાય. મોક્ષમાર્ગને સમ્યક્ પ્રકારે સાધનાર સર્વે સુપાત્ર જીવોને જે ભક્તિભર્યાં હૃદયથી દાન આપવાને ઇચ્છે તે ભવ્યાત્મા આ પંદરમા
તીર્થંકરપદ પ્રાપ્તિના સ્થાનકને પામે છે.
હરિવાહન રાજાનું દૃષ્ટાંત :– કંચનપુર નગરમાં હરિવાહન નામે રાજા હતો. તેના મુખ્ય વિરંચિ નામના પ્રઘાને શ્રી ઋષભદેવ સ્વામીનું સુંદર મંદિર બંધાવ્યું. ત્યાં રાજા અને મંત્રી દર્શન કરવા જતાં રસ્તામાં શેઠના ઘરે પુત્ર જન્મના ઉત્સવની ધામધૂમ જોઈ. બીજે દિવસે દર્શન કરવા જતાં તે જ પુત્ર મરી ગયાના સમાચાર જાણ્યા. તેથી રાજા ચિંતવવા લાગ્યો કે અહો !પ્રાણીઓના કહેવાતા સાંસારિક સુખો કેટલા ક્ષણિક છે, તે ખરેખર દુઃખના જ હેતુ છે. એકદા આચાર્ય ભગવંતને રાજાએ શેઠ પુત્રને જન્મતાં જ બીજે દિવસે મૃત્યુ પામવાનું કારણ પૂછ્યું. ત્યારે શ્રીગુરુએ કહ્યું કે કુદેવ, કુગુરુ અને કુધર્મ વિષે ધર્મબુદ્ધિનું આ ફળ છે. તે સાંભળી વૈરાગ્ય પામી રાજાએ ચારિત્ર અંગીકાર કર્યું. પછી શ્રી ગુરુ મુખે તીર્થંકરપદ પ્રાપ્તિના પંદરમા પદમાં સુપાત્રદાનનો મહિમા સાંભળી પોતે પણ એવી પ્રતિજ્ઞા કરી કે સુપાત્ર એવા મુનિ મહાત્માઓને પ્રથમ ભોજન, પાન, ઔષધિવડે ભક્તિ કર્યા પછી જે વર્ષે તે જ મારે વાપરવું. દેવે પરીક્ષા કરી તો પણ વ્રત ભંગ ન કર્યું. તેના પરિણામે જિનનામ કર્મનો નિકાચિત બંધ કરી બારમા અચ્યુત દેવલોકમાં મહાન સમૃદ્ધિવાળા દેવ થયા. ત્યાંથી વી મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકર પદ પામી સિદ્ધિપદને પામશે. ।।૧૮।।
સામાન્ય જિન સઘળા ભગવાન ભાળું, વિશ્વપ્રકાશક બધા સરખા નિહાળું;
પ્રત્યક્ષ સૌ વિહરમાન ઉર્ફે વિચારું, આ સોળમા પદ વિષે જિન સર્વ ઘારું. ૧૯ અર્થ :- ૧૬. જિનપદ :- જેના અનંતાનુબંઘી કષાયો તથા મિથ્યાત્વની ગાંઠ છેદાઈ ગઈ છે તે • સામાન્યપણે જિનની કોટીમાં ગણાય છે. સર્વશ સિવાય, આચાર્ય ભગવંત ઉપાધ્યાય ભગવંત કે સાધુ ભગવંત જેની મિથ્યાત્વની ગ્રંથિ છેદાઈ ગઈ છે તે સર્વસામાન્યપણે જિનની કોટીમાં આવી જવાથી બધાને ભગવાન તુલ્ય ભાળું, તથા વિશ્વપ્રકાશક એવા બધા કેવલી ભગવંતને ભગવાન સરખા જ નિહાળું. તેમજ વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં પ્રત્યક્ષ સૌ વિહરમાન એટલે વિચરતા ભગવાનને પણ હૃદયમાં લાવી સર્વ જિનોને ભક્તિપૂર્વક પ્રણામ કરું તથા ગુરુ, તપસ્વી, બાળ, વૃદ્ધ, ગ્લાન આદિ મુનિઓની તથા શ્રાવકોની નિર્દોષ આહાર, ઔષધ, વસતિ એટલે સ્થાન આદિ વડે નિષ્કામભાવે ભક્તિપૂર્વક વૈયાવચ્ચ એટલે સેવા કરીને આ સોળમા તીર્થંકરપદ પ્રાપ્તિના સ્થાનકને ઉજમાળ કરું.
જિમૂતકેતુ રાજાનું દૃષ્ટાંત :– પુષ્પપુર નામના નગરમાં રાજા જયકેતુનો પુત્ર જિમૂતકેતુ નામે હતો. તે એકવાર રત્નસ્થળપુરના રાજાની પુત્રીના સ્વયંવરમાં જતાં રસ્તામાં તેને મૂર્છા આવી. અનેક ઉપચારો કરવા છતાં તે મૂર્છા ટળી નહીં. ત્યાં શ્રી અકલંક દેવાચાર્ય પધાર્યા કે તેના પ્રભાવવડે તે મૂર્છા મટી શુદ્ધિ આવી ગઈ. તેથી કુમારે ગુરુ ભગવંતને વંદન કરી પૂછ્યું – ભગવંત! મને પૂર્વના કયા કર્મના
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ઉદયવડે આ મૂછ આવી હશે? ગુરુ કહે : પૂર્વ ભવ દીક્ષા લીઘા છતાં તું શ્રીગુરુને ગમે તેમ બોલતો તથા ગચ્છ ઉપર પણ વેષ રાખતો હતો. એકદા ગચ્છનો ત્યાગ કરી તું એકલો આગળ ચાલ્યો ગયો. ત્યાં અરણ્યમાં રૌદ્રધ્યાનથી મૃત્યુ પામી સાતમી નરકે ગયો. ત્યાંથી નીકળી અનેક ભવોમાં ભટકી આ ભવે તું આ રાજકુમાર થયો છું. મુનિ નિંદાનું કર્મ બાંધ્યું હતું. તે ભોગવતાં અવશેષ રહેલું તે આજે ઉદયમાં આવવાથી તને મૂછ આવી. હવે તે કર્મ નાશ પામ્યું છે. તે સાંભળી તેને જાતિસ્મરણજ્ઞાન થયું અને વૈરાગ્ય પામી ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્ર પાળતાં એવો અભિગ્રહ કર્યો કે આજથી હું શ્રી ગુરુ, ગ્લાન, તપસ્વી વગેરેનું વૈયાવચ્ચ સ્થિર ચિત્તથી કરીશ. તેમ ભાવભક્તિપૂર્વક સદૈવ કરતાં શ્રી તીર્થકર નામકર્મ ઉપાર્જી જીવન સફળ કર્યું. ૧૯ાા.
આશા તજી વિષયસુખની, પાપ છોડી, ત્રિયોગ શુદ્ધ કરી સંયમ-ભાવ જોડી,
જે શ્રાવકો, મુનિ સમાધિ-સુખે વસે છે, તે સૌખ્ય હે! હૃદય, સત્તરમેં પદે લે. ૨૦
અર્થ :- ૧૭. સંયમ સમાધિપદ - આત્મસ્વરૂપને વિષે સ્થિતિ તે પરમાર્થસંયમ અને તે મેળવવાના કારણભૂત તે દ્રવ્ય સંયમ. એ દ્રવ્ય અને ભાવસંયમ વડે આત્મામાં સ્થિતિ કરવી તે સંયમસમાધિ પદ છે. તે પદમાં સ્થિતિ કરવા માટે પાંચ ઇન્દ્રિયના વિષયસુખની આશા તજી, પાપના કારણો હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહને ત્યાગી, મન, વચન કાયાના ત્રિયોગને શુદ્ધ કરી મનને સંયમભાવમાં જોડી, જે શ્રાવકો અથવા મુનિઓ આત્માના સમાધિસુખમાં નિવાસ કરે છે તે જ ખરા સુખી છે. હે! આત્મા તું પણ હૃદયમાં વિકલ્પોને શમાવી આવા સમાધિસુખને પ્રાપ્ત કર. આ સંયમસમાઘિપદમાં નિવાસ કરનારને શ્રી તીર્થંકરપદ પ્રાપ્તિના સત્તરમા ભેદમાં ગણવામાં આવ્યા છે.
પુરંદર રાજાનું દ્રષ્ટાંત – વારાણસી નગરીમાં વિજયસેન રાજાનો પુત્ર પુરંદરકુમાર હતો. યુવાનવયમાં ક્રિડા કરવા જતાં અરણ્યમાં શ્રી ગુરુનો ભેટો થયો. તેમની દેશના સાંભળી ઉપદેશમાં શ્રી ગુરુએ કહ્યું કે “સર્વ સંપદાઓનું કારણ ઘર્મ છે અને તેનું મૂળબીજ પરસ્ત્રીનો ત્યાગ કરવો એ છે' તેથી પુરંદરકુમારે શ્રી ગુરુ પાસે પરસ્ત્રીના ત્યાગનું વ્રત ગ્રહણ કર્યું. રાજા થયે પણ વૃઢપણે વ્રતનું પાલન કરવા લાગ્યો. કાળાંતરે પુત્રને રાજ્ય સોંપી પાંચ સો રાજાઓ સાથે દીક્ષા ગ્રહણ કરી. ત્યાં પણ દ્રવ્ય અને ભાવથી શુદ્ધ સંયમના પાલનવડે આત્મામાં સ્થિતિ કરી અનેક લબ્ધિઓના ઘારક થયા. સંઘ પર આવેલી આપત્તિનું નિવારણ કર્યું તથા વિશુદ્ધ સંયમ સમાધિના બળે તીર્થકર નામકર્મ ઉપાર્જી મહાશુક્ર નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરપદને પામશે. રાણી બંઘુમતિનો જીવ પણ તેમના ગણઘર થઈ મુક્તિને પામશે. ર૦ના.
શાસ્ત્રો શીખે ગુરુગમે તજવા પ્રમાદ, તે જ્ઞાનવૃદ્ધિરૃપ લે ગુરુનો પ્રસાદ;
આડંબરો તર્જી સદા સમજી શમાતા, તો “જ્ઞાનનૂતન’ ગણાય, અઢારમું આ. ૨૧
અર્થ - ૧૮. અભિનવ જ્ઞાનપદ – નિત્ય નવીન અપૂર્વજ્ઞાનનો અભ્યાસ કરવો તે અભિનવ જ્ઞાનપદ છે. જે પ્રમાદને તજવા અર્થે નિત્ય નવીન શાસ્ત્રોને ગુરુગમે શીખે, તે જ્ઞાનવૃદ્ધિરૂપ ગુરુના પ્રસાદને પામે છે અર્થાત્ તેમની કૃપાને પાત્ર થાય છે. સમ્યકજ્ઞાનવૃદ્ધિના કારણે આડંબરો એટલે મિથ્યાડોળને મૂકી, તત્ત્વ સમજીને સદા સ્વરૂપમાં સમાય, તો “જ્ઞાનનૂતન' તેને મેળવ્યું એમ ગણાય. આ અઢારમું તીર્થંકરપદ પ્રાપ્તિનું સ્થાનક કહેવાય છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
(૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક
૧૩૯
સાગરચંદ્ર રાજાનું દ્રષ્ટાંત – મલયપુર વિશાળ નગરમાં ન્યાયયુક્ત પ્રજાપાલન રાજા અમૃતચંદ્રનો પુત્ર સાગરચંદ્ર નામે હતો. તે બુદ્ધિશાળી અને ઉપકારી હતો. એક દિવસે એક પંડિતે રાજકુમાર પાસે એક ગીતિ એટલે છંદ કહ્યો. તે સાંભળી કુમારે તેને પાંચસો સોનામહોર આપીને તે છંદ કંઠસ્થ કર્યો. તે છંદનો ભાવ એ હતો કે જેમ દુઃખ વગર બોલાવ્યે આવે છે તેમ પુણ્ય હોય તો સુખ પણ વણમાગ્યું પ્રાપ્ત થાય છે. એકવાર ઉદ્યાનમાં ક્રિડા કરતા તે કુમારને પૂર્વભવના વૈરીએ ઉપાડી જઈ સમુદ્રમાં નાખી દીધો. છતાં પૂર્વપુણ્યના ઉદયથી બહાર નીકળી આવ્યો. અને કાળાંતરે રાજા અને વિદ્યાઘર વગેરેની આઠ કન્યાઓનો સ્વામી થયો. વારંવાર સુખ દુઃખ આવે તો પણ તે છંદના સ્મરણથી તેને સદા ઘીરજ રહેતી હતી. એકદા ગુરુમુખે પોતાનો પૂર્વભવ સાંભળવાથી જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી વૈરાગ્ય પામી આઠેય રાણીઓ સહિત ચારિત્ર અંગીકાર કર્યું. પછી ગુરુ આજ્ઞાએ પ્રતિદિન અભિનવ એટલે નવીન જ્ઞાન મેળવવા અર્થે પ્રથમ પોરિસીએ સ્વાધ્યાય, દ્વિતીય પોરિસીએ અર્થનું ચિંતન, ત્રીજી પોરિસીએ આહારપાણી અને ચોથી પોરિસીએ અપૂર્વ શ્રુતનું અધ્યયન કરવાનો અભિગ્રહ ઘારણ કર્યો. તેનું સ્થિર ચિત્તે પાલન કરતાં તીર્થંકર નામકર્મ ઉપાર્જી જીવન ઘન્ય કર્યું. ૨૧
શ્રી તીર્થનાથ-મુખથી સુણ અર્થ સૂત્ર, ગુંથે ગુણી ગણઘરો ઉપકાર અર્થે ભાષ્યાદિથી સરળ તે સમજાય તેવું, સૂરિ કરે, “મૃત” બધું; પદ ઓગણીમું. ૨૨
અર્થ – ૧૯. શ્રુતભક્તિ પદ – સત્કૃતનું શ્રી સદ્ગુરુ મુખે ભક્તિપૂર્વક શ્રવણ કરી તેનું મનન કરવું તે મૃતભક્તિપદ છે. શ્રી તીર્થનાથ એવા તીર્થકર ભગવાનના મુખથી તત્ત્વોનો પરમાર્થ સાંભળી ગુણી એવા ગણઘરો તેને પરોપકાર અર્થે સૂત્રમાં ગૂંથે અથવા તે સૂત્રો ઉપર ભાષ્ય, ટીકા આદિ લખી તે સૂત્રોના અર્થ સરળતાથી સમજાય તેમ આચાર્ય આદિ કરે તે બધી ઋતભક્તિ છે. તે પદમાં સ્થિત રહેનારને શ્રી તીર્થંકર પદ પ્રાપ્તિના ઓગણીસમા સ્થાનકમાં ગણવામાં આવ્યા છે.
રત્નચૂડરાજાનું દ્રષ્ટાંત - તામ્રલિપ્ત નામે સુંદર નગરમાં રત્નશેખર નામે ન્યાયી રાજા રાજ્ય કરતો હતો. એકદા ગુરુ ભગવંતે દેશનામાં જણાવ્યું કે જે પ્રાણી ભાવથી આગમની ભક્તિ કરે છે તે પ્રાણી જડત્વ, અંઘત્વ, બુદ્ધિહીનતા અને દુર્ગતિને કદી પામતો નથી. અને જે આગમની આશાતના કરે તે પ્રાણી દુર્ગતિના ભાજનરૂપ થાય છે. ઇત્યાદિ શ્રુતભક્તિનો મહિમા સાંભળી રાજાએ શ્રુતભક્તિ કરવાનો નિયમ શ્રી ગુરુ પાસે અંગીકાર કર્યો. પછી ગૃહસ્થપણામાં પણ શ્રતજ્ઞાન અને શ્રુતજ્ઞાનીની દ્રવ્ય અને ભાવથી વિધિસહિત ભક્તિ કરી વૈરાગ્ય પામીને ચારિત્રગ્રહણ કર્યું. દીક્ષા લીઘા પછી પણ કૃતઘરોની ઉત્સાહપૂર્વક ભક્તિ કરતાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કરીને આત્મકલ્યાણ સાધ્યું. /રરા
શ્રી તીર્થનામ વીસમું પદ પૂજ્ય તારું, છે સ્થિર-જંગમરૂપે દયવિઘ ઘારું; યાત્રા-સ્થળો પુનિત સ્થાવરરૂપ જાણું, અત્યંત આત્મહિતકારી બીજું વખાણું. ૨૩
અર્થ :- ૨૦. તીર્થપદ - જેથી તરાય તે તીર્થ. સત્પરુષો અથવા તેમનો બોઘેલ આત્મઘર્મ તેથી તરાય માટે તે તીર્થરૂપ છે. શ્રી તીર્થંકર પદ પ્રાપ્તિનું આ વીસમું તીર્થનામનું પદ જીવોને સંસારરૂપી સમુદ્રથી તારુ એટલે તારનાર હોવાથી પૂજનીય છે. તે દ્રયવિથ એટલે બે પ્રકારે છે. એક સ્થિર તીર્થ અને બીજું જંગમ તીર્થ. જ્યાં જ્યાં સત્પરુષો વિચરેલા છે એવી તેમના ચરણરજથી પાવન થયેલ યાત્રા સ્થળની ભૂમિઓ તે સ્થિર અથવા સ્થાવર તીર્થ છે. અને હાલતા ચાલતા શ્રી તીર્થકરો અથવા આત્મજ્ઞાની પુરુષો
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
તે જંગમ તીર્થરૂપ છે. આ બીજું જંગમતીર્થ આત્માને અત્યંત હિતકારી હોવાથી વખાણવા લાયક છે.
મેરૂપ્રભરાજાનું દ્રષ્ટાંત – સૂર્યપુર નામે નગરમાં અરિદમન રાજાને બે રાણીઓ હતી. મદનસુંદરીનો પુત્ર મેરુપ્રભ અને રત્નસુંદરીનો પુત્ર મહાસેન હતો. મહાસેનને રાજ્ય મળે તે અર્થે અપરમાતાએ મેરુપ્રભને ઝેરવડે મારવા પ્રયત્ન કર્યો પણ તે બચી ગયો. તેથી વૈરાગ્ય પામી મેરુપ્રત્યે દીક્ષા ગ્રહણ કરી. હવે ગુરુ પાસે રહી વિનયપૂર્વક દ્વાદશાંગી ભણી ગીતાર્થ થયો. પછી ગુરુએ યોગ્ય જાણી પોતાની પાટે સ્થાપી આચાર્ય પદવી આપી. તેમની દેશનાથી એક યક્ષે બોઘબીજ પામી તેમની સમક્ષ ભક્તિથી નૃત્ય કર્યું અને એક દેવી પણ સમકિત પામી. ગુરુ આગળ સુવર્ણની વૃષ્ટિ કરી. તે સાંભળી રાજા વગેરે આવી પ્રતિબોઘ પામી બારવ્રત અંગીકાર કર્યા. એમ વિહાર કરતાં જંગમ તીર્થરૂપ સત્પરુષથી અનેક જીવો સમકિતને પામ્યા તથા જૈનઘર્મની પ્રભાવના કરતા મેરુપ્રભ મુનિએ જિનનામકર્મ ઉપાર્જન કરી સ્વપરહિતનું કાર્ય સાધ્ય કર્યું. ૨૩
પ્રત્યક્ષ ગુરુસમ કોઈ ન ઉપકારી, જે જ્ઞાન-જાગૃતિ દઈ, જીંવ લે ઉગારી;
જેના વિના જગતમાં બહુ આથડ્યો હું, તે રાજચંદ્ર ગુરુને શરણે પડ્યો છું. ૨૪
અર્થ - આ જગતમાં પ્રત્યક્ષ સદગુરુ સમાન બીજા કોઈ ઉપકારી નથી. જે આત્માને સમ્યકજ્ઞાનવડે જાગૃત કરી મોહરૂપી સ્વયંભૂરમણ સમુદ્રમાં બૂડતા આત્માને ઉગારી લે છે. પ્રત્યક્ષ સગુરુ વિના જગતમાં હું અનંતકાળથી બહુ આથડ્યો છું. પણ હવે મહાપુણ્ય પ્રભાવે ગુરુવર્ય શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના શરણમાં હું આવી પડ્યો છું. તેથી આ ભવે કંઈક તરવાનો આરો જણાય છે. ૨૪
તીર્થંકર પદ પ્રાપ્તિના વીસ સ્થાનકને સાધવા પહેલા જીવને સમ્યક્દર્શનની જરૂર છે. તે સમ્યક્દર્શનની પ્રાપ્તિ અર્થે માયા મોહનો ત્યાગ કરવો જરૂરી છે. જીવને જગતના પદાર્થોમાં મોહ છે. તેથી તે પદાર્થોને મેળવવા જીવ માયા પ્રપંચ રચે છે. માયાની ગતિ વક્ર છે. જ્યારે મોક્ષની ગતિ સરળ છે, સીધી છે. તે મેળવવા જીવે માયામોહનો ત્યાગ કરી સરળતા પ્રાપ્ત કરવી યોગ્ય છે. હવે માયા સંબંધીનું વિવરણ આ પાઠમાં કરવામાં આવે છે.
(૬૪)
માયા
(હરિણી છંદ)
પ્રશમરસથી જેનો આત્મા સદા ભરપૂર છે, સ્વપર હિતને સાથે જેની રસાલ સુવાણી એ; અતિ કૃશતનું તોયે વર્ષો સુપુણ્ય તણી પ્રભા,
પરમ ગુરુ એ શ્રીમદ્ રાજ-પ્રભુપદ વંદના. ૧ અર્થ - ક્રોઘાદિ કષાયો પ્રકૃષ્ટપણે સમાઈ જવાથી જેનો આત્મા સદા પરમશાંતરસથી ભરપૂર છે,
Page #150
--------------------------------------------------------------------------
________________
(૬૪) માયા
૧૪૧
પોતાના અને પરના આત્માને કલ્યાણકારી એવી આત્મઅનુભવરૂપ રસથી તરબોળ જેની વાણી છે, જેની કાયા અતિ કુશ થઈ ગયેલ છે તો પણ જેની સુપુણ્યની પ્રભા એટલે જેના ઉત્કૃષ્ટ સતુ કાર્યોની કીર્તિ જગતમાં સર્વત્ર પ્રસરી રહી છે. અથવા જેની કૃપાદ્રષ્ટિ સર્વત્ર વરસી રહી છે; એવા પરમગુરુ એટલે ઉત્કૃષ્ટ ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં મારી ભક્તિભાવ સહિત વંદના હો, એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે. લા.
સકળ જગને જેણે જીત્યું અપૂર્વ બળે કરી, ગહન જબરી માયા જેને જતી નહિ છેતરી. પરમ સુખી તે માયા-સુંખો જૂનાં તરણાં ગણે,
સતત લડતા સાક્ષીભાવે ઉપાધિ-રણાંગણે. ૨ અર્થ - રાગદ્વેષના લંકરૂપ આ સકળ વિશ્વ છે. જેમાં સુખ, દુઃખ, હર્ષ, શોક, માન, અપમાન, શત્રુ મિત્રરૂપ લંદ પ્રગટ છે; એવા સકળ જગતને જેણે પોતાના અપૂર્વ સમભાવના આત્મબળે કરી જીતી લીધું. જેને સ્વયંભૂરમણ સમુદ્ર સમાન આ જગતની જબરી મોહમાયા પણ છેતરી શકતી નથી, એવા પરમસુખી પરમકૃપાળુદેવને આ સંસારની માયાવી એવા નામ માત્રના સુખો જૂના તરણા સમાન ભાસે છે. કેમકે આત્માના એક પ્રદેશનું સુખ તે જગતના સર્વ સુખો કરતાં પણ વિશેષ છે. જે મોહમયી એવી સંસારની ઉપાધિરૂપી રણભૂમિમાં સતત્ સાક્ષીભાવે લડતા રહે છે, અર્થાત્ ઉપરથી વ્યવહાર ચલાવવો અને અંતરંગ પરિણામ શુદ્ધ રાખવા એ બે ઘારી તરવાર ઉપર ચાલવારૂપ કાર્ય કરી મોહમાયાને ગરવા દેતા નથી એવા પરમકૃપાળુ પરમાત્મા છે. રા.
બગ ઠગ સમા માયાવીઓ પ્રપંચ રચે મહા; ક્ષણિક ઠગવા, મૈત્રી બાંઘે લતા સહ મેઘ આ, પછી વહીં જતો, તેવા લોકો ઠગે નિજ કીર્તિને,
બની ચતુર તે ભોળા, સંગે હણે નિજ હિતને. ૩ અર્થ – સંસારમાં રહેલા માયાવી જીવો બગ એટલે બગલા જેવા ઠગ છે. જે પોતાનો સ્વાર્થ સાધવા મહાપ્રપંચ રચે. ઇન્દ્રિયોનું ક્ષણિક સુખ મેળવવા લોકોને ઠગવા માટે મિત્રતા કરે. જેમ લતા સહ મેઘ એટલે વેલ સાથે વાદળા મિત્રતા કરીને પછી વહી જાય અને લતા સુકાઈ જાય છે, તેમ લોકો ઠગવૃત્તિ કરીને પોતાની કીર્તિનો નાશ કરે, અર્થાત ખરી રીતે બીજાને ઠગનાર પોતે જ ઠગાય છે. તે ચતુરાઈ કરીને ભોળા લોકોને ઠગી પોતાના આત્મહિતને જ હણે છે. એક વાણિયાએ એક ભરવાડણને ઠગી તે પૈસાના ઘેબર બનાવરાવ્યા. ત્યારે ઘરે જમાઈ આવી તે બઘા જમી ગયો. પણ પોતાની ઘેબર ખાવાની ભૂખ ભાંગી નહીં. તેથી તેની જ્ઞાનદશા જાગૃત થઈ કે મેં ખોટું પાપ કર્યું અને એનું ફળ તો જમાઈ લઈ ગયો. //૩
ઑવિત સમ જે વિશ્વાસ-થ્રી કુમાપણના સમી, કુશળ કપટે, માયા છૂપી ભરાય ઉરે નમી. સુગતિ-ફળ જે ઇચ્છે તે તો ન દે કદી પેસવા,
કુટિલ લલના જેવી માયા સ્વરૂપ હરી જવા. ૪ અર્થ - જીવનને જેમ વક્ર ચાલનારી કુસાપણ નાશ કરે, તેમ વિશ્વાસ-દની એટલે વિશ્વાસનો નાશ
Page #151
--------------------------------------------------------------------------
________________
૧ ૪૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
કરનારી એવી આ માયા વક્ર છે. જે કપટ કરવામાં કુશળ છે એવી માયા ઉપરથી નમનરૂપ વર્તન બતાવી હૃદયમાં છૂપી રીતે ભરાઈને રહે છે. મંહમેં રામ બગલમેં છૂરી જેવું વર્તન કરે છે. જે ઉત્તમ ગતિરૂપ ફળને પામવા ઇચ્છે તે તો આ માયાને કદી અંતરમાં પેસવા દે નહીં, પણ સરળ પરિણામવાળા રહે છે. કેમકે “સરળતા એ ઘર્મના બીજ સ્વરૂપ છે. પોતાના આત્મસ્વરૂપને હરણ કરવા માટે માયા તે કુટિલ લલના એટલે માયાવી સ્ત્રી સમાન છે. જો
રજ બહુ ઊંડી માયાની આ દિશા-મૂંઢતા ઘરે, ઉદય થતી ના તેથી બોઘે સુદ્રષ્ટિ ઉરે, અરે!
સ્કુરતી નથ હા! ઊર્મિ ઉરે સુબોધ-સુયોગમાં,
વિપરત લીંઘા માર્ગો મેં સૌ પ્રયત્ન કર્યા છતાં૫ અર્થ :- માયારૂપી ધૂળ બહુ ઊડવાથી જીવ દિશામૂઢ બનીને મોક્ષમાર્ગની સાચી દિશાને પામતો નથી. માયાને લઈને સત્પરુષના બોઘે પણ તેની સમ્યકુદ્રષ્ટિ એટલે સવળી બુદ્ધિ હૃદયમાં ઉદય પામતી. નથી. અરે! આશ્ચર્ય છે કે સમ્યકુબોઘ પ્રાપ્તિના સુયોગમાં પણ હે પ્રભો! મારા હૃદયમાં સત્ આરાઘનાની ભાવના ફરાયમાન થતી નથી, મોક્ષને માટે અનેક પ્રયત્નો કરવા છતાં પણ સ્વચ્છેદે મેં વિપરીત જ માર્ગો આચર્યા છે.
આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે, અને તે યોગે કરી તેની પરમાર્થદ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થનો દૃઢાગ્રહ થયો છે; અને તેથી બોઘ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોઘ પ્રવેશ થાય એવો ભાવ ફુરતો નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે “હે નાથ! હવે મારી કોઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી. કેમકે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદ્ગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.” (વ.પૃ.૪૩૩) //પા.
સૅઝર્તી ગતિ ના કોઈ મારી, અનાથ હવે ઠર્યો, સહજ મળિયા યોગો સારા, છતાં પરમાં ફર્યો. પરમ સદુપાયે નિવૃત્તિ કરીશ કુમાર્ગની,
કપટ તર્જીને અર્પી આત્મા, સુયત્નરુચિ બની. ૬ અર્થ :- “હે નાથ! હવે મારી કોઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી.’ હું અનાથ જ રહ્યો. સહજે પ્રભુ કૃપાએ સારા યોગો મળ્યા છતાં હું બીજા ખોટા માર્ગમાં જ ભટકતો રહ્યો. પણ હવે ઉત્કૃષ્ટ સદુપાય કરીને તે કુમાર્ગની અવશ્ય નિવૃત્તિ કરીશ અને માયા કપટને તજી સત્ય પુરુષાર્થમાં રૂચિવાન બની મારા આત્માને આપના શરણમાં અર્પણ કરીશ. ફાા.
સરળ જન ના ઝાઝા લોકે, બહુ કપટી દીસે; સુરતરુ સમા સંતો સાચા સુદુર્લભ ભેટશે, વિષતરુ સમાં કાંટાવાળાં અતિ તરુ નીપજે;
ભરતભેમિને દેખી આવી, દયા અતિ ઊપજે. ૭ અર્થ :- આ લોકમાં સરળ જીવો ઝાઝા નથી પણ ઘણા લોકો કપટી દેખાય છે. કલ્પવૃક્ષ સમાન
Page #152
--------------------------------------------------------------------------
________________
(૬૪) માયા
૧૪૩
સાચા સંતપુરુષોનો ભેટો થવો તે આ કાળમાં અતિદુર્લભ છે; પણ ઝેરી ઝાડ સમાન કાંટાવાળા વૃક્ષો જેવા કુગુરુઓ ઘણા મળી શકે. આવી ભારતભૂમિની સ્થિતિ જોઈને મહાપુરુષોના હૃદયમાં અત્યંત દયાભાવ ઉત્પન્ન થાય છે. શા
સુગુરુશરણે ભાવો આવો બઘા જગ-જીવના, પ્રભુ, કર કરુણા એવી કે ટળે વિપરીતતાઃ સકળ જગમાં મૈત્રીભાવે ઑવ ઑવ સર્વ એ,
ખટપટ કશી માયા સેવી કરો નહિ કોઈએ. ૮ અર્થ :- સાચા સદગુરુના શરણે આવવાના ભાવો જગતના સર્વ જીવોને થાઓ, એવી હે પ્રભુ! તું કરુણા કર કે જેથી જીવોમાં રહેલી વિપરીતતા એટલે મિથ્યા માન્યતાઓનો નાશ થઈ જાય. સકળ વિશ્વમાં રહેલા સર્વ જીવો મૈત્રીભાવે જીવો, પણ માયા પ્રપંચ સેવીને કશી ખટપટ કોઈપણ જીવ કરો નહીં; અર્થાત પરસ્પર પ્રેમભાવે જીવી એકબીજાની ઈર્ષ્યા કરો નહીં. ૮.
અ-મલ ગગને ચંદ્રિકાથી ફુરે રમણીયતા, સરળ હૃદયે ઊંચા ભાવો ખીલે, વઘતા જતા; સ્વહિત સઘળા સાથે ત્યાં ક્યાં છુપાય મલિનતા?
સુર-સદન ના ઇચ્છે કોઈ સ્વરાજ્ય ભળાય આ. ૯ અર્થ :- વાદળ વગરના નિર્મળ આકાશમાં ચંદ્રમાની ચંદ્રિકા એટલે ચાંદની ખીલી ઊઠીને જેમ બધું રમણીય જણાય છે; તેમ પવિત્ર એવા સરળ હૃદયમાં ઉત્તમ ભાવો ખીલે છે અને વધતા જાય છે. સરળતાને ઘારણ કરી જ્યાં સઘળા સ્વઆત્મહિત સાથે ત્યાં માયાની મલિનતા ક્યાં છુપાઈને રહે. એવા આરાધક જીવો સુર-સદન એટલે દેવલોકને પણ ઇચ્છે નહીં. કારણ કે સરળ પવિત્ર હૃદયમાં સ્વઆત્માનું રાજ્ય અહીં જ ભળાય છે; અર્થાતુ પવિત્ર હૃદયમાં અહીં જ આત્મામાં પરમશાંતિનું વદન થાય છે.
“આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સપુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય.” (વ.પૃ.૧૮૩) ITલા
મુંઢ હૃદયમાં માયાભાવો વસે ઘર ત્યાં કરી, નહિ સમજવા કે તેને તે સ્વહિત ખરું જરી. વિપરીતપણું તેથી જન્મ, હિતાહિત વીસરી,
અહિત ઘટના માયાની ના કરી શકતો પરી. ૧૦ અર્થ - મૂઢ જેવા અજ્ઞાની પ્રાણીના હૃદયમાં રાગદ્વેષ અજ્ઞાનરૂપ મોહમાયાના ભાવો ઘર કરીને રહેલા છે. તે પોતાનું ખરું આત્મહિત શામાં છે તેને જરી પણ સમજવા દેતા નથી, એવો બળવાન આ મોહ છે. તે મોહને લઈને પોતાનું હિતાહિતપણું ભૂલી જઈ, તેના મનમાં વિપરીત ભાવો જન્મે છે. અને તે માયામોહના કારણે થતી અનેક અહિત ઘટનાઓને પણ તે પરી એટલે દૂર કરી શકતો નથી. ૧૦ાા.
પ્રદ્યુમ્નકુમારનું દ્રષ્ટાંત – પ્રદ્યુમ્નકુમારને વિદ્યાધર રાજાએ જંગલમાંથી લઈ જઈ મોટો કર્યો. તે સોળ વર્ષનો નવયુવાન થયો કે અપરમાતા તેના પર મોહિત થઈ અને ભોગ માટે માગણી કરી. ત્યારે
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પ્રદ્યુમ્ન તે સ્વીકારી નહીં તેથી માયા કરીને રાજાના કાન ભંભેર્યા કે આ પ્રદ્યુમ્નકુમારે મને ભોગ માટે આમંત્રણ કર્યું. એમ કલંક આપવાથી પોતાનું કેટલું અહિત થશે એ મોહમાયાને વશ રાણી સમજી શકી નહીં. ૧૦ના
પ્રસૂતિગૃહ છે માયા મિથ્યાત્વ-ભૂત તણું અહો! અપયશ તણો વાસો તેમાં, અનર્થ-તરુ કહો; નિસરણ ગણી માયા-શલ્ય જતા નરકે ઘણા,
શીલતરુવને વહ્નિ જેવી દહે દિલ આપણાં. ૧૧ અર્થ :- અહો! આ મિથ્યાત્વરૂપ ભૂતને ઉત્પન્ન કરવામાં માયા પ્રસૂતિઘર જેવી છે. માયા કપટ કરનાર અપયશ પામે. તેને અનર્થના ઝાડ સમાન માનો. માયાશલ્ય એટલે કાંટા સમાન આ માયામોહને નરકે જવા માટે નિસરણી સમાન માનો. જેથી ઘણા નરકે જાય છે. શીલરૂપી વૃક્ષોને વનમાં બાળવા માટે માયા વતિ એટલે અગ્નિ જેવી છે. એ માયામોહ આપણા દિલને પણ બાળનાર છે. ||૧૧ાા
અફલ સમજો માયાભાવો અસાર, નકલી ગણો; નરપતિ થયો સ્વપ્ન, જાગી ઉદાસ થયો ઘણો. કુટિલ મનથી માયા-સેવી વરે કુગતિ અરે!
પ્રગટ છળ તો વ્હેલું મોડું થયે, શરમે મરે. ૧૨ અર્થ - માયા મોહના ભાવોને તમે અસાર જાણો. નકલી ગણો. જેમ સ્વપ્નમાં ભિખારી, રાજા થયો પણ જાગ્યો ત્યારે પાછું ભિખારીપણું જોઈ ઘણો ઉદાસ થયો. તેમ માયામોહ કરી જીવ રાજી થાય પણ પાપબંઘ કરી અંતે પસ્તાવાનું કારણ થાય. અરે! કપટમનથી માયામોહને સેવી જીવો ખોટી ગતિને પામે છે. કોઈનું કરેલું છળકપટ વહેલું મોડું પ્રગટ થાય છે ત્યારે તે શરમનો માર્યો દુઃખી થાય છે. ૧૨ા.
ગ્રહીં નહિ શકે માયાવીઓ સુમાર્ગ જિનેન્દ્રનો, સરળ ગતિ ના સંચે કેમે, ગમે પથ વક્રનો; અ-સરળ અસિ સીઘા ખ્યાને ન પેસી શકે પૅરી.
ગ્રહણ કરતા ઢોંગી વેષો છતાં મનમાં હૅરી. ૧૩ અર્થ :- માયાવીઓ જિનેન્દ્ર કથિત વીતરાગ માર્ગને ગ્રહણ કરી શકે નહીં. કેમકે મોક્ષમાં જવાનો માર્ગ સરળ એટલે સીઘો છે, તે માયાવીઓને રુચે નહીં પણ તેમને માયા પ્રપંચનો વક્રમાર્ગ જ પ્રિય લાગે. જેમ અસરળ અસિ એટલે વાંકી તરવાર સીધા મ્યાનમાં પૂરી પેસી શકે નહીં, તેમ ઢોંગી એવા માયાવી લોકો સાધુનો વેષ પહેરવા છતાં પણ મનમાં આત્માના ગુણોને સમયે સમયે ઘાતનાર એવી છૂરી રાખે છે અર્થાત્ અંતરમાં સંસાર વાસનારૂપ આત્મઘાતક હિંસક ભાવો તેમના ટળતા નથી. /૧૩
નરપતિ-પતિ દીક્ષા લેતા તજી સુખ-વૈભવો, અધિક હિતકારી તે ઘારી ભિખારી બને જુઓ. અચરજ અતિ, ભ્રષ્ટાચારી બની મુનિ માગતો વિષય-સુખને માયા-પાશે રુચિ કરી ચાટતો - ૧૪
Page #154
--------------------------------------------------------------------------
________________
(૬૪) માયા
૧૪૫
અર્થ - નરપતિ-પતિ એટલે રાજાઓનો પતિ એવો ચક્રવર્તી રાજા પોતાના સુખ વૈભવોને તજી દીક્ષાને અધિક હિતકારી જાણી, તેને ગ્રહીને ઘર ઘર ભિક્ષા માંગતા થાય છે. પણ અહો! અતિ આશ્ચર્ય છે કે મુનિ હોવા છતાં ભ્રષ્ટાચારી બની મોહમાયાના જાળમાં ફસાઈને વિષયસુખની રૂચિથી વિષ્ટાની જેમ તેને ચાટે છે. I૧૪ના
તઓં પરિણીતા દીક્ષા લીથી દ્વિજે શરમાઈને, મુનિ નિજ વડાબંધુ સાથે રહી વિચરે બધે; વિષય-વશ તે કોઈ કાળે ગયો નિજ ગામમાં,
ખબર પૂંછતાં પત્ની સાથ્વી સ્થિતિકરણે વદ્યા : ૧૫ અર્થ - જંબુસ્વામી પૂર્વભવમાં બ્રાહ્મણ હતા. ત્યારે પોતાના મોટાભાઈને આહાર આપી સાથે અપાસરા સુધી વળાવા ગયા. ત્યાં મોટાભાઈએ ગુરુને કહ્યું : આ મારા ભાઈને દીક્ષા આપો. ત્યારે નાનાભાઈએ પણ ભાઈની શરમથી પોતાની પરણેલી સ્ત્રીનો ત્યાગ કરી દીક્ષા લઈ લીધી. મોટાભાઈ જીવતા રહ્યા ત્યાં સુધી બધે સાથે વિચર્યા. પણ મોટાભાઈના દેહ છૂટ્યા પછી કોઈ કાળે વિષયવશ તે પોતાના ગામમાં ગયા. ત્યાં પૂછતાં ખબર મળી કે પત્ની તો સાધ્વી બનેલ છે. છતાં સાધ્વીને મળી સાથે થયેલ પતિએ પાછા ઘરે જવા જણાવ્યું. ત્યારે નિર્મળ છે મન જેનું એવી સાધ્વીએ સાધુ થયેલા પતિને દૃષ્ટાંતથી ઘર્મમાં સ્થિત કરવા માટે એમ વદ્યા અર્થાત્ આ પ્રમાણે જણાવ્યું. ૧પના
“નૃપઘર વિષે કોઈ કુત્તો રહે બહુ સુખમાં, જમણ મથુરાં નિત્યે તાજાં મળે બહલાં ભલાં. પણ ન ગઈ જો ભૂંડી ટેવો રહી છુપ દિલમાં!
નૃપસહ કદી માનામાં તે જતો દરબારમાં- ૧૬ અર્થ - રાજાને ઘેર એક કૂતરો બહુ સુખમાં રહેતો હતો. તેને હમેશાં મથુરાં એટલે મીઠા, તાજાં અને અનેક સુંદર ભોજન જમવા મળતા હતા. છતાં તેના મનમાં રહેલી ભૂંડી ટેવો ગઈ નહીં. તે કદા એટલે કોઈ દિવસ રાજાની સાથે માનામાં એટલે પાલખીમાં બેસી રાજ દરબારમાં જતો હતો. ૧૬ાા
શિશુમળ તણા ગંદા સ્થાને ગયો, ફૂદી કૂતરો, લપલપ કરી ચાટે વિષ્ટા, અરે! નહિ સુંઘર્યો.” મલિન મનના ભાવો જાણી કથા કહી તે સુણી,
અતિ શરમથી નીચા મુખે ખમાવી, ગયા મુનિ. ૧૭ અર્થ - રાજદરબારમાં જતાં રસ્તામાં શિશુમળ એટલે બાળકની વિષ્ટા જોઈ તે કૂતરો પાલખીમાંથી કુદીને તે ગંદા સ્થાને ગયો. ત્યાં લપલપ જીભથી કરીને તે બાળકની વિષ્ટાને ચાટવા લાગ્યો. અરે! આશ્ચર્ય છે કે રાજ દરબારનું ભોજન મળતા છતાં પણ હજીએ સુથર્યો નહીં. તેમ દીક્ષા લીઘા તમને આટલા વર્ષ થઈ ગયા છતાં મનના મલિન ભાવો હજી ગયા નહીં? તેની પત્ની સાથ્વીએ આ કથા કહી. તે સાંભળીને અત્યંત શરમ આવવાથી નીચું મુખ કરી સાધુ પતિએ તેને ખમાવી, ત્યાંથી પાછા ફર્યા. ||૧ળા
ગુરુ સમપ તે માયા ત્યાગી ફરી વ્રત આદરે, અતિશય તપે પ્રીતિ ઘારી હવે ભૂંલ ના કરે;
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સુરગતિ વરી થોડા કાળે બની નર મુખ્ય એ
મુનિવર થયા જંબુસ્વામી, ગયા શિવપુર તે. ૧૮ અર્થ - ગુરુ પાસે જઈ મોહમાયાને ત્યાગી ફરી વ્રત આદરે છે. અને અતિશય તપમાં પ્રીતિ ઘારી હવે એવી ભૂલ કદી કરતા નથી. ત્યાંથી દેવગતિ પામી પાછા આવી નરોમાં મુખ્ય એવા શેઠને ઘેર અવતર્યા. આ ભવમાં દીક્ષા ગ્રહણ કરી મુનિઓમાં શ્રેષ્ઠ એવા તે જંબુસ્વામી થયા. ઉત્તમ આરાધનાવડે કેવળજ્ઞાન પામી તેઓ શિવપુર નગરીએ સિધાવ્યા. /૧૮ાા.
છૂપી છૂરી ઝીણી માયાચારી નડે સઘળે અતિ, વ્રત-નિયમમાં બારી કોરી નિરંકુશ વર્તતી; કર પર ફરે માળા, માયા હરે મન મોજમાં,
ભજન મુખથી મોટે બોલે, જુએ મુખ લોકનાં. ૧૯ અર્થ - છૂપી છૂરી સમાન સૂક્ષ્મ માયાનું આચરણ બધી ક્રિયામાં તેને ઘણું નડે છે. તે વ્રતનિયમમાં પણ બારીને કોતરી કાઢી નિરંકુશપણે વર્તે છે, જેમ કે એક રાજાને વૈદ્ય કહ્યું કે તમે કેરી ખાશો નહીં. નહીં તો તમારો રોગ અસાધ્ય બની જશે. ત્યારે રાજાએ બારી શોધી કાઢી કે કેરીની ચીરીઓ કરી બઘાને આપી પછી કહે આ તો હવે ગોટલો છે, એ ક્યાં કેરી છે એમ માનીને ખાધી તો રાજાનું મૃત્યુ થયું.
તેમ માયાવડે હાથ ઉપર માળા ફરતી હોય અને મન સંસારની મોજમાં રમતું હોય અથવા મુખથી મોટેથી ભજન બોલે અને મન મોહમાં આસક્ત બની લોકોના મુખ જોવામાં તલ્લીન હોય, એમ મોહમાયા જીવને છેતરે છે. ૧૯ો.
ગુરુ-વચનને કાને સુણે, ગ્રહે નહિ કોઈ તો,
સ્મૃતિ-મજૂષમાં રાખી કોઈ કહી બતલાવતો, ગુરુ-ગુણ સ્તવે કીર્તિકાજે, કરે તપ-કષ્ટ કો,
વિવિઘ વચને વૈરાગીશી કથા વદતાં ય, જો- ૨૦ અર્થ - કોઈ શ્રી ગુરુના વચનને કાનથી સાંભળે પણ ગ્રહણ કરતા નથી. કોઈ વળી પોતાની સ્મૃતિરૂપી પેટીમાં તે વચનોને સંગ્રહી બીજાને કહી બતાવીને સંતોષ માને. કોઈ ગુરુના ગુણની સ્તવના કરે પણ પોતાની કીર્તિને માટે, કોઈ દેવલોકાદિના સુખ માટે તપાદિના કષ્ટ સહન કરે, કોઈ વિવિધ પ્રકારે વૈરાગી સમાન બની કથા કહે; પણ જો મનમાં બીજું છે તો તે સર્વ વ્યર્થ છે. ૨૦ના
મન ન ટકતું સાચા ભાવે, બધું નકલી બને; સ્વપર-હિત ના તેથી કોઈ સરે કપટી મને. સરળ મનથી સાચી વાણી વદે, કરવા ખરું
સતત મથતા સંતો; તેના પથે પગલાં ભરું. ૨૧ અર્થ :- ઉપરોક્ત બધી ક્રિયા કરવા છતાં પણ મન જો સાચા ભાવે તેમાં ટકતું નથી તો તે બધું આચરણ નકલી બને છે. મનમાં કપટભાવ હોવાથી તેવા આચરણો વડે કાંઈ સ્વ કે પરનું હિત સિદ્ધ થતું નથી. પણ જે મહાપુરુષો સરળ મનથી સાચી વાત કહે છે, તે પ્રમાણે કરવા જે સતત પુરુષાર્થશીલ છે એવા સંતપુરુષોના પથે એટલે માર્ગે ચાલવાનો હું પણ પુરુષાર્થ કરું. ૨૧ના
Page #156
--------------------------------------------------------------------------
________________
(૬૪) માયા
કપટમૂળ છે લોભી વૃત્તિ, ચહે પર ભાવને, સફળ કરવા ઘારેલું તે, ૨મે બહુ દાવ તે; સફળ બનતાં મોટાઈમાં વહી મદ તે ઘરે, અફળ કરતા પ્રત્યે ક્રોધે ભરાઈ લડી મરે. ૨૨
અર્થ :— કપટનું મૂળ લોભ વૃત્તિ છે; જે પ૨વસ્તુને ઇચ્છે છે. તે ધારેલી વસ્તુને મેળવવા માટે અનેક પ્રકારના ષડયંત્રો રચે છે.
૧૪૭
ઘર્મબુદ્ધિ, પાપબુદ્ધિનું દૃષ્ટાંત
- ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ બે મિત્ર હતા. બન્ને સાથે ધન કમાઈ લાવી ગામ બહાર દાટીને ઘરે આવ્યા. પાપબુદ્ધિએ લોભવશ રાત્રે જઈ બધું કાઢી લીધું. છતાં પાપને છૂપાવવા ધર્મબુદ્ધિને કહે કે તેં બધું કાઢી લીધું છે. રાજા પાસે ફરિયાદ ગઈ. ત્યારે પાપબુદ્ધિ કહે આનો નિર્ણય વનદેવી ક૨શે. પાપબુદ્ધિએ ઘેર જઈ પિતાને સમજાવી વનમાં ઝાડના કોટરમાં તેમને બેસાડી દેવીરૂપે કહેવડાવ્યું કે આ ઘન તો ઘર્મબુદ્ધિએ લીધું છે; ત્યારે ધર્મબુદ્ધિએ તે ઝાડને સળગાવી મૂક્યું. ત્યારે અગ્નિમાં દાઝતો પિતા બહાર આવ્યો અને બઘી પોલ ખૂલી ગયી. એમ લોભને પોષવા જીવ કપટ કરી ષડયંત્ર રચીને ઘોર પાપ પણ કરે છે.
જો કાર્યમાં સફળતા મળી ગઈ તો પોતાને મોટો માની અહંકાર કરે અને કોઈના નિમિત્તે કાર્યમાં અસફળતા મળી તો તે પ્રત્યે ક્રોધે ભરાઈ લડાઈ કરીને મરી પણ જાય. ॥૨૨॥
પ્રસરી રહૌં આ માયાવેલી ત્રિલોકતરુ પરે સુર નર પશુ ઊંચે ખેલે, કુનારી ભૂસ્તરે.
નહિ શીખવતું કોઈ માયા, શીખે જૅવ માત્ર જો; પડતર વિષે વાવ્યા વિના ઊગે ખડ-જાત તો. ૨૩
=
અર્થ :– ત્રિલોકરૂપી વૃક્ષ ઉપર આ માયારૂપી વેલ સર્વત્ર પ્રસરી રહેલ છે, અર્થાત્ ત્રણે લોકના સર્વ જીવો આ મોહમાયામાં ફસાયેલા છે. આ લોકમાં દેવતાઓ, મનુષ્યો કે પશુઓ પુણ્ય પ્રમાણે ઊર્ધ્વ લોક કે મધ્યલોકમાં રહેલા છે. જ્યારે પાપી એવા નારકી જીવો ભૂસ્તર એટલે ભૂમિમાં નીચે રિબાય છે. તેમને માયા કેમ કરવી એ કોઈ શીખવતું નથી. જેમ પડતર જમીનમાં વાવ્યા વગર જ ખડ ઊગી નીકળે છે, તેમ પૂર્વ સંસ્કારથી માયા આપોઆપ જીવમાં સ્ફુરી આવે છે. ૨૩ા
ક્ષય કરી દર્દીથી માયા જેણે ફરી નહિ જન્મતો; શિવસુખ-પતિ, ત્રિકાળે તે સ્વરૂપ ન ત્યાગતોસ્વપર સહુને દેખે નિત્યે અવિચળ રૂપ એ, ગગન સમ તે નિર્લેપી છે સદાશિવભૂપ તે. ૨૪
અર્થ :– જેણે ચિત્તનું સ૨ળપણું કરી માયાને ક્ષય કરી દીઘી તે ફરી આ સંસારમાં જન્મતો નથી. તે મોક્ષસુખનો સ્વામી થયો થકો ત્રિકાળે પણ તે પોતાના શુદ્ધ સ્વરૂપને છોડતો નથી. તે મોક્ષમાં રહ્યાં છતાં પોતાના આત્માને કે જગતના સર્વ પદાર્થને જોઈ રહ્યાં છે. જેમ સામે રહેલ વસ્તુનું દર્પણમાં પ્રતિબિંબ પડે તેમ પોતાના આત્મામાં સર્વ પદાર્થો ઝળકે છે. અને પોતે સદા અવિચળ એટલે સ્થિર સ્વરૂપે મોક્ષમાં બિરાજમાન રહે છે. ત્યાં સર્વ પદાર્થને જોતાં છતાં પણ શુદ્ધ સિદ્ધ આત્મા હોવાથી આકાશ સમાન સદા
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
કર્મમળથી નિર્લેપ છે અને સદા મોક્ષરૂપી નગરીના તે રાજા છે અર્થાત્ સ્વરૂપના સ્વામી છે. [૨૪
હવે માયા મોહ મટે તો જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય. સમ્યક્દર્શને આવે તો દર્શનમોહ જઈ આગળ વઘીને ચારિત્રમોહ હણવા તે મુનિ બને. તે અવસ્થામાં બાવીસ પ્રકારના પરિષહોનો મુનિએ જય કરવો જોઈએ. તેથી બળવાન કર્મોની નિર્જરા થાય. સર્વથા કમની નિર્જરા થયે જીવનો મોક્ષ થાય છે. હવે બાવીસ પરિષહો સંબંધીનો વિસ્તાર આ પાઠમાં કરવામાં આવે છે :
(૬૫) પરિષહ - જય
(સોમવતી છંદ) (મોહિનીભાવ વિચાર-અધીન થઈ—જેવો રાગ)
શ્રીમદ્ રાજપ્રભુને પ્રણમું, શુદ્ધ સ્વરૂપે જે રમતા રે; પરિષહ સમ જંજાળ વિષે જે ઘરતા મુનિવર સમ સમતા રે. બાવીસ પરિષહ મુનિને પીડે અગણિત ગૃહસ્થની કેડે રે,
અવિષમ ભાવે રહી જીતે તે શિવપદ, સુરપદને તેડે રે. ૧ અર્થ - શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને હું ભાવભક્તિ સહિત પ્રણામ કરું છું કે જે હમેશાં શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરે છે, તથા પરિષહ એટલે આપત્તિ જેવી જગતની વ્યવહાર વ્યાપાર આદિની ઉપાધિમાં પણ જે મુનિવર સમાન સમતાને ઘારણ કરીને રહ્યાં છે. બાવીસ પ્રકારના પરિષહ મુનિને પીડે છે જ્યારે ગૃહસ્થને કેડે તો અગણિત પરિષહ છે અર્થાત ગૃહસ્થને અનેક ઉપાધિઓ છે. તેમાં પણ અવિષમ ભાવ રાખીને જે તેને જીતે તે મોક્ષપદને પામે અથવા દેવપણાને પામે છે. તેના
ભૂખ, તરસ, શીત, ગરમી, ડાંસાદિક, અચલક, અરતિના રે,
સ્ત્રી, ચર્યાસન, શયનાક્રોશે, વઘ, બંઘન, ભિક્ષા મળે ના રે; રોગ, તૃણ ખૂંચે, મલ, માને, પ્રજ્ઞા-ગર્વ અજ્ઞાન તણા રે
દર્શન મલિન ઃ મળી સૌ બાવીસ એ મુનિ-પરિષહની ગણના રે. ૨ અર્થ - હવે બાવીસ પ્રકારના પરિષહોના નામ જણાવે છે. ભૂખ, તરસ, શીત, ગરમી, ડાંસ, મચ્છરાદિ, અચેલક (વસ્ત્રરહિત), અરતિ, સ્ત્રી, ચર્યા, આસન, શયન એટલે શય્યા, આક્રોશ, (કઠોર વચન) વઘ બંઘન, ભિક્ષા એટલે યાચના, આહાર ન મળે તે અલાભ પરિષહ, રોગ, તૃણસ્પર્શ, મલ એટલે મેલ, માને એટલે સત્કાર આપે, પ્રજ્ઞાનો ગર્વ ન કરે, તથા અજ્ઞાન અને દર્શન પરિષહ એમ સર્વ મળીને કુલ બાવીસ મુનિઓના પરિષદની ગણના કરેલ છે. રા.
ઊંજણ વિણ પૈડા સમ પેટે કડકડ ભેખ ખૂબ દુઃખી કરે રે, બહુ ઉપવાસો વીત્યે પણ આહાર ન હિંસાયુક્ત કરે રે;
Page #158
--------------------------------------------------------------------------
________________
(૬૫) પરિષહ-જય
૧૪૯
નસો શરીરે તરે ભલે, કુશ અંગો કાગ-ચરણ જેવાં રે,
આત્મવીર્યવંતા મુનિએ ના નિષિદ્ધ અશન કદી લેવાં રે. ૩ અર્થ :- ૧. શુઘા પરિષહ – ગાડાના પૈડાની વચમાં ઊંજણ એટલે ઘટ તૈલીય પદાર્થ ન નાખે તો ગાડાને ચાલવામાં મુશ્કેલી પડે, તેમ કડકડીને લાગેલ ભૂખ ખૂબ દુઃખ આપે અથવા બેતાલીસ દોષરહિત આહાર ન મળવાથી બહુ ઉપવાસ થઈ જાય તો પણ અશુદ્ધ હિંસાયુક્ત આહાર મુનિ કરે નહીં. લાંબી ભૂખના કારણે શરીરની નસો દોરીની જેમ શરીર ઉપર તરી આવે અથવા કાગડાની જાંઘ સમાન શરીરના અંગો પાતળા પડી જાય; છતાં આત્મવીર્યવાન મુનિએ કદી પણ ભગવાને નિષિદ્ધ કરેલ અશુદ્ધ અશન એટલે ભોજન લેવું નહીં. ૩
પરાથીન મુનિવરની ભિક્ષા પ્રકૃતિવિરુદ્ધ વળી મળી આવે, તૃષા પડે, જળ શુદ્ધ મળે ના, સચિત્ત જળ કદી ઉર ના લાવે; ગ્રીષ્મ કાળ, જળ ખારું ઊનું, પિત્તપ્રકોપે ગળું બળતું રે!
એકાન્ત વનપ્રાન્ત શીતળ જળાશયે મન નહિ ચળતું રે. ૪ અર્થ - ૨. તૃષા પરિષહ - ભિક્ષા મેળવવામાં પરાધીન એવા મુનિવરને કદી પોતાની વાતપિત્ત કફની પ્રકૃતિથી વિરુદ્ધ આહાર મળી આવે અને તૃષા પડે ત્યારે પણ જો શુદ્ધ જળ મળે નહીં તો સચિત્ત એટલે ગરમ કર્યા વગરના પાણીને પીવાની ઇચ્છા મનમાં પણ લાવતા નથી. પ.પૂ.પ્રભુશ્રીજીને સાદડી ગામમાં દ્રષીઓના કારણે ગરમ પાણી પણ પીવાને મળ્યું નહીં. ત્યારે ત્રણ દિવસ સુધી ભૂખ અને તરસ પરિષહ સહન કર્યા હતા. ગ્રીષ્મકાળ એટલે ઉનાળામાં જળ ઊનું ખારું હોય કે પિત્તપ્રકોપને કારણે ગળું બળતું હોય કે સુકાતું હોય તો પણ એકાંત નિર્જન વનદેશમાં શીતળ જળાશય એટલે તળાવ જોઈને પણ આત્મજ્ઞાની મુનિનું મન ચલાયમાન થતું નથી. જા.
શિશિરમાં સૌ જન કંપે, વન-વૃક્ષ બળે જ્યાં હિમ પડે રે, હેલીમાં હીકળ વા વાતાં અંગ કળે અતિ શરદ વડે રે; તેવી વિષમ અવસ્થામાં મુનિ નદી-તટ પર જઈ શીત સહે ,
તળાવપાળે, કે ખુલ્લામાં રાતદિન દુઃખ સહી રહે તે. ૫ અર્થ :- ૩. શીત પરિષહ – શિશિર એટલે ઠંડીની ઋતુમાં સર્વ લોકો ઠંડીથી કંપાયમાન થાય તે સમયે વનના વૃક્ષો પણ હિમ પડવાથી બળી જાય. હેલી એટલે સતત વરસાદમાં, હીકળ એટલે વરસાદથી થતી અતિશય ઠંડી વડે કે વા વાવાથી અત્યંત શરદીના કારણે શરીરનાં અંગો કળવા લાગે, તેવી વિષમ અવસ્થામાં પણ મુનિ નદીના કિનારે જઈ એવી ઠંડીને સહન કરે છે. તળાવની પાળ ઉપર કે ખુલ્લામાં આવી ઠંડીમાં રાત-દિવસ દુઃખ સહન કરીને મુનિ રહે છે. આપણા
અગ્નિ, તડકો, હૂંફ ના ઇચ્છ, શિશિરે શીત-વસાણું ના રે, ઉષ્ણપરિષદમાં ના પંખો, સ્નાન, વિલેપન લુછણું ના રે; તપે પહાડો, દાહ દહે તન, પિત્તે દાહજ્વર જાગે રે,
અગ્નિ ઝાળ જેવી લું લાગે સહે, ઘરજ મુનિ ના ત્યાગે રે. ૬ અર્થ :- ૪. ઉષ્ણ પરિષહ :- મુનિ અત્યંત ઠંડી સહન કરતાં છતાં કદી અગ્નિ, તડકો કે હૂંફ
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
એટલે ગરમાટાને ઇચ્છતા નથી. કે આવી શિશિર ઋતુમાં શિયાળાના વસાણા કે જે શરીરમાં ગરમી આપી શક્તિ આપે તેને ઇચ્છતા નથી. ઉષ્ણ પરિષહ એટલે ગરમીની પીડા સહન કરતાં પંખો વાપરે નહીં. કે સ્નાન, વિલેપન કે લુછણું એટલે કપડાથી ઘસીને શરીર સાફ કરે નહીં. પહાડો તપે, બહારના તાપની બળતરાથી શરીર સુકાય, પિત્તવડે શરીરમાં દાહજ્વર જાગે કે અગ્નિની ઝાળ જેવી લૂ લાગે, તેને મુનિ સહન કરે પણ ઘીરજને છોડતા નથી. કા.
ડાંસ, મચ્છરો, માખી પીડે, માકણ ચાંચડ કે વીંછી રે, કાન-ખજૂરા, સાપ પડે, પણ ક્રોધે નહિ મારે પીંછી રે; યુદ્ધમોખરે ગજ સમ શૂરવીર ક્રોઘાદિક અરિને મારે રે,
ધ્યાન-સમય જંતું પીડે પણ જીવ હણે ના, નહિ વારે રે. ૭ અર્થ :- પ. ડાંસ મચ્છર પરિષહ - ડાંસ કે મચ્છરો, મઘમાખીઓ પીડા આપે તો પણ મુનિ સહન કરે. પૂ.શ્રી બ્રહ્મચારીજીને એક વાર આશ્રમમાં મઘમાખીઓ ચોંટી ગઈ હતી છતાં હાથ સુદ્ધા ફેરવ્યો નહીં. માકડ, ચાંચડ કે વીંછી, કાન-ખજૂરા, સાપ વગેરે કરડે તો પણ ક્રોથમાં આવીને પીછી પણ તેને મારે નહીં. પણ યુદ્ધમાં આગળ રહી બાણોની પરવા કર્યા વગર હાથી શત્રુઓને જેમ હણે તેમ પરિષહોની પરવા કર્યા વગર મુનિ ક્રોધાદિક અંતરંગ શત્રુઓને હણે છે. ધ્યાનના સમયે જંતુઓ પીડા આપે તો પણ કોઈ જીવને મારે નહીં કે તેને દૂર પણ કરે નહીં. પરમકૃપાળુદેવે ઉત્તરસંડામાં અને કાવિઠામાં ધ્યાન અવસ્થામાં ડાંસ મચ્છરોના પરિષહ સમભાવે સહન કર્યા હતા. શા
વસ્ત્ર-અવસ્ત્ર દશામાં સંયમ હિતકારી મુનિવર માને રે, વસ્ત્રવિકલ્પો સર્વે ત્યાગી રહે મગ્ન મુનિ તો ધ્યાને રે; લોકલાજ કે વિષયવાસના સહી શકે નહિ સંસારી રે,
દુર્ઘર નગ્નપરીષહ જીતે તે સાથે શીલવતઘારી રે. ૮ અર્થ - ૬. અચેલ પરિષહ - ચેલ એટલે વસ્ત્ર, કપડા. વસ્ત્ર હો કે ન હો બન્ને દશામાં મુનિવરો સંયમને હિતકારી માને છે. શ્વેતાંબર પ્રમાણે વસ્ત્ર હોય તો આત્મજ્ઞાની મુનિ વસ્ત્ર સંબંધી બધા વિકલ્પોનો ત્યાગ કરીને રહે છે. મુનિ તો બની શકે તેટલો સમય ધ્યાનમાં રહે. શ્રીમદજીએ કહ્યું : “આત્મવિચારે કરી મુનિ તો સદા જાગૃત રહે.” સંસારી જીવો વિષય વાસના વશ કે લોકલાજ વશ આ વસ્ત્રરહિત નગ્ન પરિષહને સહન કરી શકે નહીં. આ દુર્ઘર એટલે મુશ્કેલીથી ઘારણ કરી શકાય એવા નગ્નપરિષહને જે જીતે તે સાધુ ખરા શીલવ્રતના ઘારક છે. ત૮ી.
ગામોગામ વિચરતા નિત્યે સહાયવણ પરિગ્રહ ત્યાગી રે, દેશ-કાલ-કારણથી અરતિ સંયમમાં ઉર જો જાગી રે, ત્યાગી જગ-સુખવાસ-વાસના થીરજ ઘરતા જિનરાગી રે,
તર્જી બેચેની સ્થિર થતા મુનિ મુક્તિરાગી બડભાગી રે. ૯ અર્થ :- ૭. અરતિ પરિષહ - એક ગામથી બીજે ગામ હમેશાં સહાય વિના પરિગ્રહ ત્યાગીને વિચરતાં મુનિને દેશ, કાલના કારણે સંયમમાં જો અરતિ એટલે અણગમો જન્મે તો આત્મવિચારવડે કરી જગતસુખની વાસનાને ત્યાગી ઘીરજ ઘારણ કરીને જિનના રાગી રહે છે. એમ બેચેનીને ત્યાગી ભાગ્યશાળી
Page #160
--------------------------------------------------------------------------
________________
(૬૫) પરિષત-થ
એવા મુક્તિના રાગી મુનિઓ સ્વભાવમાં સ્થિર થાય છે. હા
સ્ત્રીસંસર્ગ ગણે કર્દમસમ, મલિન, મોહક, જૈવ-ઘાતી રે, તો સંયમમાં સ્થિર રહે મુનિ, જગમાં પ્રસરે અતિ ખ્યાતિ રે, સિંહની સાથે અશસ્ત્ર લડતા, ફણિઘરશીર્ષ પગે પીલે રે, વજ્રસમી છાતી ઘા સતી તે-વા-નર સ્ત્રીવશ ખેલે રે. ૧૦
૧૫૧
અર્થ :– ૮. સ્ત્રી પરિષહ :– સ્ત્રીની સંગતિને બ્રહ્મચારી કર્દમસમ એટલે કીચડ સમાન મલિન માને છે. તે જીવને મોહ પમાડનાર છે, તે આત્માને રાગ કરાવી આત્મ ગુણોની ઘાત કરનાર છે. એમ માનનાર મુનિ સંયમમાં સ્થિર રહી શકે અને તેની ખ્યાતિ જગતમાં સર્વત્ર પ્રસરે છે. સિંહની સાથે શસ્ત્ર વગર લડતા કે કૃણિઘરશીર્ષ એટલે સર્પના માથાને પગથી પીલી શકે એવા કે વજસમાન છાતીવાળા જે શસ્ત્રોના ઘા સહન કરી શકે તેવા મનુષ્યો પણ સ્ત્રીને વશ થઈ પડી ગયા છે. ।।૧૦।
વિહારમાં પગપાળા ફરતા નીરખી પથદંડ-પ્રમાણે રે, જગા-જનોની તર્ફે આસક્તિ મુનિ ખેદ ન મનમાં આણે રે; કઠિન જર્મીન ૫૨ કોમળ ચરણે વગર પગરખે મુનિ ચાલે રે, પાલી, ગાડી, અશ્વ–ગજાદિની સ્મૃતિ ન મનમાં કર્દી સાલે રે. ૧૧
=
અર્થ :- ૯. ચર્યા પરિષહ :– ચર્યા એટલે વિહાર કરવો. વિહારમાં પથદંડ પ્રમાણે એટલે પગદંડી હોય તે પ્રમાણે નીચે જોઈ જોઈને પગપાળા ચાલે. લોકોની જગ્યાને કે ધર્મશાળામાં જ્યાં રહેતા હોય તેને છોડતાં આસક્તિ રાખી મનમાં ખેદ લાવે નહીં; ચાલવામાં કઠિન એવી જમીન ઉપર મુનિ શાલિભદ્રની જેમ કોમળ પગ હોય તો પણ પગરખા વિના ચાલે છે. તે વખતે પાલખી, ગાડી, ઘોડા, હાથી વગેરેની સવારીને કદી પણ મનમાં લાવતા નથી. ।।૧૧।।
ગિરિ, ગુફા, અટવી, સમશાને શાંત ચિત્તથી, આસન માટે, ત્રાસરૂપ ના બને કોઈને નિયત કાળ સુી તત્ત્વ વિચારે, સુરનર-પશુ-પ્રકૃતિકૃત વિજ્ઞો આર્વી પડે ને દુઃખ દે ભારે,
તો ય તર્જ ના સ્થાન મુનિ જે, તે ગુરુ વંદનયોગ્ય અમારે. ૧૨
=
=
અર્થ :- ૧૦. નૈષધિકી (એક સ્થાને બેસવાનો કે ઊભા રહેવાનો) પરિષહ :– પહાડમાં કે ગુફામાં, અટવી એટલે જંગલમાં કે સ્મશાન આદિ એકાંત સ્થળોમાં મુનિ અચળપણે શાંતચિત્તથી આસન ઘરીને બેસે તેથી કોઈને ત્રાસરૂપ થાય નહીં. અને નિશ્ચિત કાળ સુધી ત્યાં બેસી તત્ત્વ વિચારણા કરે, ત્યાં દેવતા, મનુષ્ય કે પશુની ક્રૂર પ્રકૃતિકૃત કોઈ વિઘ્નો આવી પડે કે ભારે દુઃખ આપી કોઈ ઉપસર્ગો કરે છતાં જે મુનિ તે સ્થાનને છોડે નહીં તે શ્રી ગુરુ અમારે વંદન કરવા યોગ્ય છે.
જેમ પરમકૃપાળુદેવ ઈડરના પહાડોમાં કે ગુફામાં કે ઘર્મપુરના જંગલોમાં વિચરતા હતા ત્યાં જંગલી જાનવરો પણ આવતા હતા. અને પ.પૂ.પ્રભુશ્રીજી પણ જુનાગઢની ગુફામાં રહ્યા હતા કે પૂ.શ્રી બ્રહ્મચારીજી પણ કુવાની પાળ ઉપર કે શીમરડા ગામમાં ઘરનાં છજા ઉપર આખી રાત ઊભા રહી ઘ્યાન કરતા હતા અને જ્યાં જાય ત્યાં પ.પૂ.પ્રભુશ્રીજીએ આપેલ નાની ચટાઈ ઉપર જ બેસતા હતા. આ ત્રણેય પુરુષો નૈષેઘિકી પરિષહને સહન કરતા હતા. ।૧૨।
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
રતિ-અરતિ શય્યા-સ્થાનકમાં થતાં મુનિ પાપી પડ઼ જાશે, અવિકારક શય્યા-સ્થાનકમાં ખમતાં દુખરાત્રિ વહી જાશે; પલંગ-પથારી તર્જી પથ્થર પર રેતી, કાંકરા પર સૂતાં રે
કાયર થાય ન કોમળતનુઘર મુનિ માને કૃત પાપ છૂટ્યાં રે. ૧૩ અર્થ :- ૧૧. શય્યા પરિષહ – સૂવાના સ્થાન ઊચા નીચા હોય કે સારાનરસાં હોય તેવા સ્થાનમાં જો મુનિ રતિઅરતિ એટલે રાગદ્વેષ કરશે તો તે પાપી બની જઈ સંયમથી પડી જશે. પણ સ્ત્રી આદિની બાઘાથી રહિત એવા અવિકારક સુવાના સ્થાનકમાં દુ:ખ ખમતાં આ રાત તો વહી જશે એમ વિચારી મનને દ્રઢ કરે. પલંગની પથારીને મૂકી પત્થર, રેતી કે કાંકરા પર સૂતા કોમળ શરીરના ઘારક મુનિ પણ કદી કાયર થતા નથી; પણ એમ માને છે કે આ પ્રમાણે સહન કરવાથી મારા કરેલા પાપો છૂટે છે. આખી અવન્તિ નગરીમાં સુકોમળ એવા અવન્તિ સુકુમાળે પણ દીક્ષા લઈ આવી કોમળ પથારીનો ત્યાગ કરી દીધો હતો. [૧૩ાા.
મુનિ દેખી દુર્જન કો બોલે : “આ શઠ, પાખંડી, અભિમાની,” એ કર્કશ વચને ના કોપે, ક્ષમા-ઢાલ ઘરતા રે જ્ઞાની; દુઃખદ કણે કંટકસમ સુણી વાણી, ઉપેક્ષા મુનિવર ઘારે,
મનમાં સ્થાન મળે ના તેને આત્મ-માહાભ્ય જ્યાં વિચારે. ૧૪ અર્થ:- ૧૨. આક્રોશ પરિષહ – મુનિને જોઈ કોઈ દુર્જન એમ બોલે કે આ તો શઠ એટલે ઠગ છે અથવા પાખંડી કે અભિમાની છે. એવા કર્કશ વચનો સાંભળીને પણ જ્ઞાની પુરુષો કોપે નહીં પણ ક્ષમારૂપી ઢાલ ઘરીને સામાના વારને સહન કરે છે. કોઈ દુઃખને દેવાવાલી એવી કાને કાંટા સમાન વાણી બોલે તો પણ મુનિવર સાંભળીને મૌન રહે. તેની ઉપેક્ષા કરે પણ તેવા વચનોને મનમાં સ્થાન આપે નહીં. પણ આત્માના ક્ષમા આદિ ગુણોના માહાભ્યને વિચારી સદા શાંત રહે. પરમકૃપાળુદેવ, પ.પૂ.પ્રભુશ્રીજી કે પૂ.શ્રી બ્રહ્મચારીજી ઉપર આવા પરિષહ આવ્યા છતાં સમભાવમાં રહી કમની નિર્જરા કરી છે. ૧૪
સહનશીલતા ઉત્તમ વર્તન” માની, માર સહે મુનિ ભારે, પૂરી કેદમાં ગુપ્ત દંડ દે, બળતામાં નાખીને મારે, પથ્થર, મુગર, ડાંગે મારે કે તરવારે સંહારે રે!
તોપણ કોપ કરે ન કદાચિત્ પૂર્વકર્મફળ વિચારે રે. ૧૫ અર્થ :- ૧૩. વઘ પરિષહ :- સહનશીલતા રાખવી એજ ઉત્તમ વર્તન છે. “ક્ષમા એજ મોક્ષનો ભવ્ય દરવાજો છે” એમ માનીને ક્ષમા શ્રમણ એવા મુનિઓ ભારે મારને પણ સહન કરે છે. કેદમાં પૂરીને ગુમરીતે દંડાદિકથી મારે કે બળતામાં નાખીને મારે, કે દ્રઢપ્રહારીની જેમ પથ્થર, મુદુગર કે ડાંગથી મારે કે તલવારથી વધ કરે તો પણ મુનિ કોઈ પ્રત્યે કદાચિત ક્રોઘ કરે નહીં. પણ પોતાના જ પૂર્વકમેના બાંધેલા કર્મોનું આ ફળ છે એમ વિચારી શાંત રહે છે. ૧૫
દીથા વણ કૈ લે ન મહાવ્રત, ‘માગ્યા વણ માય ન દે” ઉક્તિ, ઘર તર્જી છૅવવું એવું દુષ્કર, પરાશીના જીંવ મુનિ લે મુક્તિ;
Page #162
--------------------------------------------------------------------------
________________
(૬૫) પરિષહ-જય
૧ ૫૩
સુખદ કદી ગૃહવાસ ન ચિંતે ભિક્ષાથી મુનિ કંટાળીને;
ઔષથ, ચાકરી, અનુકૂળતા પ્રારબ્ધપણે વ્રત પાળી લે. ૧૬ અર્થ :- ૧૪. ચાચના પરિષહ - મહાવ્રતને સાઘનાર એવા મુનિ આપ્યા વિણ કંઈ લે નહીં, એવો મુનિનો આચાર છે. જ્યારે વ્યવહારમાં કહેવત છે કે માગ્યા વગર મા પણ આપતી નથી. છતાં ઘરબાર સૌ તજી એવું દુષ્કર અને પરાધીન સંયમ જીવન જીવીને મુનિ મુક્તિને મેળવે છે. તેઓ ભિક્ષા માંગવાથી કંટાળીને સુખને દેવાવાલો એવો ગૃહવાસ સારો છે એમ કદી ચિંતવે નહીં. પણ ઔષઘ કે પોતાની ચાકરી કે બીજી અનુકૂળતાઓ પ્રારબ્ધ પ્રમાણે મળી રહેશે એમ માનીને મુનિ વ્રત પાળી સુખે આરાધના કરે છે. ૧૬ાા.
ભિક્ષા ના નિર્દોષ મળે તો અધિક લાભ તપથી મુનિ માને, ખેદ મહંત નહીં મન ઘારે, ના દીનતા મુખ ઉપર આણે; એક વખત આહાર મુનિ લે, અંતરાય યોગે ન મળે તે,
ઋષભ પ્રભુએ બાર માસ સુથી ઘરી ઘીરજ અ-લાભ મળે તે. ૧૭ અર્થ:- ૧૫. અલાભ પરિષહ :- મુનિઓને શુદ્ધ આહારની ભિક્ષા ન મળે તો તપની વૃદ્ધિ થઈ એમ માને. પણ મનમાં તે મહાત્માઓ ખેદ કરે નહીં કે મુખ ઉપર દીનતા એટલે ગરીબાઈ લાવે નહીં. દિવસમાં એક જ વખત મુનિઓ આહાર ગ્રહણ કરે એવી ભગવાનની આજ્ઞા છે. તેથી પરમકૃપાળુદેવે પ.પૂ.પ્રભુશ્રીજી આદિ સાતે મુનિઓને દિવસમાં એક જ વખત ભોજન કરવાની આજ્ઞા કરી હતી. તે એક વખત પણ અંતરાય કર્મનો ઉદય હોય તો શુદ્ધ આહાર પ્રાપ્ત ન પણ થાય. જેમ શ્રી ઋષભદેવ ભગવાનને અંતરાય કર્મના કારણે બાર માસ સુથી ભિક્ષા મળી નહોતી છતાં ઘીરજ ઘારણ કરીને સમભાવમાં રહ્યા હતા. ||૧૭
વ્યાધિ-વેદના આવી પડે તો આત્મપરાયણ મુનિ વેઠી લે, ઔષઘ આદિ ઇચ્છે ના તે સાચી સાધુતા સાથી લે; સનકુમાર હતા રાજર્ષિ, સોળે રોગ ભયંકર ભારે,
દેવ દવા કરવા આવ્ય કહે: “કર્મ-રોગ શું તું નિવારે?” ૧૮ અર્થ :- ૧૬. રોગ પરિષહ - વ્યાર્થિવેદના કર્મના ઉદયે આવી પડે ત્યારે આત્મજ્ઞાની મુનિઓ આત્મામાં પ્રજ્ઞાને સ્થિર રાખી વ્યાધિને સમભાવે વેદી લે છે; પણ ઔષઘ આદિની ઇચ્છા કરતા નથી. એવા સાચા સાધુ ખરેખર આત્મસાધનાને સાથે છે. સનકુમાર ચક્રવર્તીપણું છોડીને મુનિ બન્યા પછી તે રાજર્ષિને સોળ ભયંકર ભારે રોગનો ઉદય થયો. ત્યારે દેવ તેમની પરીક્ષા કરવા અર્થે વૈદ્યનું રૂપ લઈને દવા કરવા આવ્યો ત્યારે સનત્કુમાર રાજર્ષિ કહે : શું તું મારો આ કર્મરૂપી રોગ નિવારી શકે? ત્યારે તે દેવ પણ ચૂપ થઈ ગયો કેમકે કર્મ રોગથી તો પોતે પણ પીડિત છે. ૧૮
સૂકાં તૃણ ને સંખળા ખુંચે, ગોખરુ કઠિન, કાંકરી, કાંટા, રજ ઊડી આંખોમાં પડતી, ફાંસ તીરસમ જ્યાં પગ ફાટ્યા; વસ્ત્ર, પગરખાં, મદદ ન ઇચ્છે, કામીસમ કંઈ ના ગણકારે, મુક્તિ-સ્ત્રીમાં ચિત્ત નિરંતર રાખે તે મુનિ ભવ તરી, તારે. ૧૯
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - ૧૭. તૃણસ્પર્શ પરિષહ :- સૂકી ગયેલ ઘાસ અને સંખળા એટલે ઉબી ઉપરના સોય જેવા રેસા ખૂંચે કે કઠિન ગોખરું, કાંકરી કે કાંટા વાગે કે રજ ઊડીને આંખમાં પડે કે જ્યાં પગ ફાટ્યા હોય તેમાં ફાંસ તીર સમાન વાગે તો પણ મુનિ વસ્ત્ર કે પગરખાની મદદ, તે દુઃખને દૂર કરવા ઇચ્છે નહીં. તે તો કામમાં અંધ બનેલ માણસની જેમ બીજું કંઈ ગણકારે નહીં; પણ મુક્તિરૂપી સ્ત્રીમાં ચિત્તને નિરંતર રાખી સ્વયં સંસાર સમુદ્રને તરી જાય છે. અને ઉદયાથીન બીજા જીવોને પણ તારે છે. II૧૯થા
“આર્ય ઘર્મ-સંયમ જીવન મુજ’ આત્મપરાયણ મુનિ તો માને, પરસેવામાં ઘૂળ ભળ્યાથી મલિન તન, મન જાય ન સ્નાને; સ્નાન, તેલ, સાબુ સુગંઘી ઑવતા સુર્થી મુનિઓએ ત્યાગ્યાં,
મૃગચર્યા સેવે મુનિ મોટા; કર્મ તેમનાથી ડરી ભાગ્યાં. ૨૦ અર્થ :- ૧૮. મલ પરિષહ :- મલ એટલે શરીરનો મેલ. હું આર્ય છું, ઘર્મ સંયમમય મારું જીવન છે, એમ આત્મામાં રમણતા કરનારા મુનિઓ માને છે. તેમનું મન પરસેવામાં ઘૂળ ભળવાથી શરીર મલિન થઈ જાય તો પણ સ્નાન કરવાને ઇચ્છે નહીં, કેમકે સ્નાન, તેલ, સાધુ, સુગંધી પદાથોને જીવતા સુઘી મુનિઓએ ત્યાગ્યાં છે. મોટા મુનિઓ તો મૃગચર્યા એટલે જંગલમાં રહેનારા મૃગની જેમ નિર્વસ્ત્ર અને ભોજનની પરવા કર્યા વગર ધ્યાનમાં મગ્ન રહે છે. તેમનાથી કર્મ પણ ડરીને ભાગી ગયા. મારા
શ્રીમંત, નૃપ, વંદન કરનારા, ભક્તિ કરી મોદક દેનારા, ચહે નહીં તત્ત્વજ્ઞ મુનિ તે રાયક સરખા જોનારા; પરવા નહિ પૂજનની જેને, માન ન દે તો ખેદ ન ઘારે,
રીઝે-ખીજે માનામાને તે મુનિ તુચ્છ ભમે સંસારે. ૨૧ અર્થ - ૧૯. સત્કાર પરિષહ :- શ્રીમંત કે રાજા આદિ વંદન કરે કે ભક્તિ કરીને મોદક એટલે લાડું વહોરાવે તો પણ તત્ત્વજ્ઞ એવા મુનિ તેને ઇચ્છે નહીં. તે રાજા હો કે રંક સર્વને એક સરખા જોનારા છે. જેને મન પોતાને પૂજાવાની ઇચ્છા નથી, તેમને કોઈ માન ન આપે તો પણ મનમાં ખેદ પામે નહીં. જે મુનિ માનમાં રીઝે અને અપમાનમાં ખીજે તે મુનિ તુચ્છ છે. તે સંસારરૂપી અટવીમાં જ ભમ્યા કરે છે. ૨૧ના
વાર્દી-ગજો પ્રતિ કેસર સમ મુનિ આગમ-તત્ત્વ-કળામાં પૂરા, તો ય તજે મદ પ્રજ્ઞાનો, ગણી કેવળી વણ સર્વે અધૂરા; પ્રજ્ઞામંદ-દશાથી પણ મુનિ પૂર્વ કર્મ ગણ નહિ મૂંઝાતા,
કર્મ ટાળવાના ઉપાયો પ્રભુદર્શિત યોજી શિવ જાતા. ૨૨ અર્થ - ૨૦. પ્રજ્ઞા પરિષહ - વાદ કરનાર તે વાદી. વાદીરૂપ હાથી પ્રત્યે જે કેસરી સિંહ સમાન અને આગમ તત્વ-કળામાં પરિપૂર્ણ હોવા છતાં પણ પ્રજ્ઞાના મદનો ત્યાગ કરે છે. કેમકે કેવળી ભગવંતના જ્ઞાન વિના સર્વ જીવો અધૂરા છે. જો પ્રજ્ઞા મંદ હોય તો એવી દશામાં મુનિ પોતાના પૂર્વ કર્મનો દોષ ગણીને મુંઝાતા નથી પણ કર્મ ટાળવાના પ્રભુ દ્વારા બતાવેલ ઉપાયોને યોજી મોક્ષને પામે છે. //રરા
સત્સંગે સન્દુરુષ-યોગથી અજ્ઞાનહેતું દૂર કરવામાં, ઢીલ થયે મુનિ નહિ મૂંઝાતા હિત સત્યાઘનને સ્મરવામાં,
Page #164
--------------------------------------------------------------------------
________________
(૬૬) વીરત્વ
૧ ૫ ૫
વિના આવરણ ટળે થશે ના અવધિ આદિ સૌ સુજ્ઞાનો,
સત્કારણ સેવ્યાથી કાર્યો જર્ફેર થનારાં મનમાં માનો. ૨૩ અર્થ :- ૨૧. અજ્ઞાન પરિષહ -- સત્સંગ કે સત્પરુષના યોગથી અજ્ઞાનના કારણોને દૂર કરવામાં ઢીલ થયે મુનિ મૂંઝાતા નથી. પણ આત્માને હિતકારી જે સત્સાઘનો હોય તેની સ્મૃતિ કરીને ઉપાસના કરે છે. કેમકે વિના આવરણ ટળે મશ્રિત અવધિ આદિ સમ્યકજ્ઞાનોની પ્રાપ્તિ થતી નથી પણ સમ્યક કારણો સેવવાથી ઉપરોક્ત જ્ઞાનોની પ્રાપ્તિ જરૂર થશે એમ મનમાં માન્ય કરવા યોગ્ય છે. સારા
‘તપ આદિથી સિદ્ધિ પ્રગટે” કહે, કરું હું ત૫ અતિ તોયે, ચમત્કાર આદિ ના દીઠું, ખોટાં આગમ આદિ હોયેએમ કદી મુનિ ના ચિંતવતા, સુપથ વિશેષ બળે તે સાથે,
તો દર્શન પરિષહ જીતે તે; થરવર મુનિને મોક્ષે લાશે. ૨૪ અર્થ :- ૨૨. દર્શન પરિષહ - શાસ્ત્રોમાં કહ્યું છે કે તપ આદિ કરવાથી લબ્ધિ સિદ્ધિઓ પ્રગટે છે અને હું પણ તપ આદિ ઘણા કરું છું છતાં કંઈ ચમત્કાર આદિ દેખાતા નથી. તો શું આગમ આદિ શાસ્ત્રો ખોટા હશે? એમ મુનિ કદી ચિંતવન કરતા નથી. પણ ભગવાનના કહેલા સન્માર્ગની વિશેષ બળપૂર્વક આરાધના કરે છે. તે મુનિ, દર્શન પરિષહને જીતે છે. એવા ધૈર્યવાન મુનિને મોક્ષની પ્રાપ્તિ પણ થઈ જાય છે. એમ વીતરાગ માર્ગને અનુસરનારા મુનિવરો ઉપરોક્ત બાવીસ પરિષહ રૂપી સેના ઉપર વિજય મેળવી પોતાના આત્મકલ્યાણને સાથે છે. ૨૪
જે મહાપુરુષો પોતાના આત્મવીરત્વથી બાવીસ પરિષહોને જીતે છે; તે જ વીરત્વ સર્વ આત્મામાં રહેલું છે. પણ અજ્ઞાની જીવ પોતાના આત્મવીર્યને કર્મ બાંધવામાં વાપરે છે; જ્યારે જ્ઞાની પુરુષો તે જ વીર્યને કર્મ છોડવામાં વાપરે છે. તે આત્મવીરત્વનું જીવને ભાન થાય, અને જ્ઞાન ધ્યાનથી શક્તિ પ્રમાણે તે વીરત્વને પ્રગટાવી ભવ્ય જીવો પોતાનું કલ્યાણ સાથે; તે અર્થે આ પાઠમાં તેની વિસ્તારથી સમજૂતી આપવામાં આવે છે.
(૬૬) વીરત્વ
(થાશું પ્રેમ બન્યો છે રાજ, નિર્વહેશો તો લેખે –એ રાગ)
દેજો સેવા શ્રી ગુરુરાજ જેથી નરભવ લાગે લેખે. કામ વિના મન રહે ન નવરું, આપ પદે અવ રાખું; .
પ્રપંચની આકુળતા ઓકી, સ્વરૂપસુખ હું ચાખું. દેજો, અર્થ:- હે પરમકૃપાળુ ગુરુદેવ હું આપની આજ્ઞા ઉઠાવું એવી સેવા મને આપજો કે જેથી આ મારો મળેલો દુર્લભ માનવદેહ સફળ થાય.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
III
આ મારું મન મરકટ જેવું છે. તે કામ વિના નવરું રહેતું નથી માટે આપના પદ કહેતા ચરણકમળમાં અવ એટલે હવે તેને રાખું. પાંચ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ એ બધો પ્રપંચ છે. તેની આકુળતા એટલે ઇચ્છાઓની પીડાને ઓછી કાઢી હવે આત્મસ્વરૂપના સ્વાધીન સુખને હું ચાખું એવી મારી ઇચ્છા છે. માટે કૃપા કરી મને આપની સેવા આપજો. ૧ાા
અનંત ગુણ પંકજ-વિકાસી છતાં હું આમ ઠગાયો,
ભવ-અટવીમાં ભટક્યો પૂર્વે કર્મ-અરિથી તણાયો. દેજો અર્થ - મારો આત્મા અનંત ગુણરૂપી વિકસિત કમળવાળો હોવા છતાં હું વિષયોથી ઠગાઈ ગયો. તેના ફળ સ્વરૂપ ભવ-અટવી એટલે સંસારરૂપી જંગલમાં કર્મરૂપી શત્રુઓ દ્વારા ખેચાઈને લાવેલો એવો હું પૂર્વે બહુ દુઃખ પામ્યો. હવે મારું આત્મ વીરત્વ પ્રગટ થાય એવી કૃપા કરો. /રા
આત્મભ્રાંતિમાં વણ્યાં દોરડાં રાગ-દ્વેષરૃપ મોટાં,
તેનાથી બંઘાઈ કુટાયો, અનાદિ કેદ-દુખ ખોટાં. દેજો અર્થ :- દેહમાં આત્મબુદ્ધિ કરીને રાગદ્વેષરૂપ મોટા દોરડા જ વણ્યા છે. એ રાગદ્વેષના ભાવોથી કરોળીઆની જેમ હું પોતે જ કર્મોથી બંઘાઈને અનાદિકાળથી નરક નિગોદાદિમાં કે સ્થાવર, વિકલેન્દ્રિયમાં કેદ સમાન પડી રહી અનંત દુઃખને પામ્યો છે. હા
આજ રાગ-જ્વર નાશ થયો ને મોહનીંદ ગઈ ઊડી.
હણું ધ્યાન-તરવાર-ઘારથી કર્મ-અરિ-સંતતિ કુડી. દેજો, અર્થ :- આજે પુરુષના બોઘથી આ રાગરૂપી જ્વરનો નાશ થવાથી મોહરૂપી નિદ્રા ઊડી જઈ કિંઈક ભાન આવ્યું છે. માટે હવે આત્મવીરત્વને ફોરવી સહજાત્મસ્વરૂપ કે વિચારરૂપ ધ્યાનની તરવાર ઘારથી કૂડી એવી કર્મશત્રુની સંતતિ એટલે પરંપરાને હણું છું. જો
આત્મા માત્ર જ દેખું છું હું, તર્જી અજ્ઞાન-અંઘારું;
કર્મ-કાષ્ઠનો ઢગ બાળી દઉં, મહા પરાક્રમ મારું. દેજો, અર્થ :- હવે અજ્ઞાનરૂપ અંઘકારને દૂર કરી માત્ર આત્માને જ જોઉં તથા મારા આત્માના મહા પરાક્રમવડે કર્મરૂપી કાષ્ઠ એટલે લાકડાના ઢગલાને બાળી નાખું. પા.
પ્રબળ ધ્યાન વજે ક્ષય કરું હું પાપવૃક્ષનાં મૂળો,
તેથી પુનર્ભવ-ફળ-સંભવ નથી, ટળશે ભવદુખ-શૂળો. દેજો અર્થ – પ્રબળ આત્મધ્યાનરૂપ વજથી પાપવૃક્ષના મૂળને જ કાપી નાખ્યું. તેથી કર્મના ફળમાં ફરીથી ભવ ઘારણ કરવાનો સંભવ રહે નહીં. અને તેના ફળસ્વરૂપ સંસારના ત્રિવિઘ તાપરૂપ દુઃખોની શૂળોનો પણ નાશ થશે. IIકા
ભવ ભવ ચાલી આવી મૂછ અંઘાપો દે આંખે,
આત્મજ્ઞાનથી જોઈ શકાતો મોક્ષમાર્ગ ના દેખે. દેજો, અર્થ :- ભવોભવથી મોહમમત્વની મૂછ ચાલી આવે છે. જે સત્ય સ્વરૂપને જોવા માટે આંખે અંધાપો આપે છે. તે અજ્ઞાનરૂપ અંઘકારના કારણે આત્મજ્ઞાનથી જોઈ શકાતો એવો મોક્ષમાર્ગ પણ જોઈ
Page #166
--------------------------------------------------------------------------
________________
(૬૬) વીરત્વ
૧ ૫૭.
શકાતો નથી. IIળા.
સમસ્ત લોક અવલોકી શકે તે કેમ ન આત્મા દેખે?
અવિદ્યા-મગર-મુખે સપડાયું ચિત્ત સ્વરૂપ ન પેખે. દજો. અર્થ - આત્માની અનંત શક્તિવડે સમસ્ત લોક જોઈ શકાય એવું આત્મામાં વીરત્વ છે. તો તેથી આત્મા કેમ ન જોઈ શકાય? પણ અવિદ્યા એટલે અજ્ઞાનરૂપ મગરમચ્છના મુખમાં સપડાયેલું એવું મન, તે સ્વસ્વરૂપને જાણી શકતું નથી. ટો
તાત્કાલિક રમણીય જણાતા વિષયો નીરસ અંતે,
જગમાં ઉત્તમ જ્યોતિ આત્મા તેને પણ તે વંચે. દેજો, અર્થ - તાત્કાલિક સુંદર જણાતાં એવા પાંચ ઇન્દ્રિયના વિષયો અંતમાં નીરસ છે. છતાં તે જગતમાં ઉત્તમ એવા સ્વયંજ્યોતિ સ્વરૂપ આત્માને પણ ઠગી જાય છે. III
જ્ઞાનનેત્ર હું ને પરમાત્મા; સ્વરૃપ-લાભને અર્થે -
ઘરી પરમ જિજ્ઞાસા નિશદિન યત્ન કરું પરમાર્થે. દેજો. અર્થ – હું દિવ્યદ્રષ્ટિવાળો દેવ છું અને નિશ્ચયનયે પરમાત્મા છું. તે મારા મૂળ સ્વરૂપને પામવા અર્થે પરમ જિજ્ઞાસા રાખી રાત-દિવસ તે પરમ સ્વરૂપને પામવા પુરુષાર્થ કરું. /૧૦ા.
શક્તિપણે કેવળજ્ઞાનાદિક અનંત ગુણ મારામાં,
પરમાત્મામાં વ્યક્ત બઘા તે; ભેદ શક્તિ-વ્યક્તિમાં. દેજો, અર્થ :- શક્તિપણે મારામાં કેવળજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય આદિ અનંત ગુણો રહેલા છે. તે જ ગુણો પરમાત્મામાં બઘા વ્યક્તપણે છે. ભેદ માત્ર શક્તિ વ્યક્તિપણાનો છે. I/૧૧ના
ભવદવ પીડે ક્યાં સુધી આ? જ્યાં સુથી હું ના નાહ્યો,
જ્ઞાનસુથા-સાગરમાં પ્રીતે; મર્મ હવે સમજાયો. દેજો, અર્થ :- આ સંસારરૂપી દાવાનળ મને ક્યાં સુધી પીડા આપી શકે ? તો કે જ્યાં સુધી હું જ્ઞાનરૂપી અમૃતના સમુદ્રમાં પ્રીતિ ભક્તિપૂર્વક નાહ્યો નથી ત્યાં સુઘી. પણ હવે તે પીડાને દૂર કરવાનો મર્મ મને સમજાઈ ગયો. ./૧૨ા.
સુર, નર, નારક કે નહિ તિર્ય, પણ હું તો સિદ્ધાત્મા,
કર્મ-કપટ આ જાણી લીધું, બનું પ્રગટ પરમાત્મા. દેજો, અર્થ - હું દેવ, મનુષ્ય, નારકી કે પશુ નથી પણ હું તો સિદ્ધ પરમાત્મા જેવો છું. “સર્વ જીવ છે સિદ્ધ સમ.” એવો છું. આ બધી જીવની પર્યાય અવસ્થા તે કર્મનું કપટ છે, તે મેં જાણી લીધું. માટે હવે હું પણ મારા પરમાત્મસ્વરૂપને પ્રગટ કરીશ. /૧૩ી.
અનંત દર્શન-જ્ઞાન-વીર્ય હું પરમાનંદસ્વરૂપી;
કર્મરૂપ વિષ-વૃક્ષ મૂળથી નથી ઊંખડ્યું અદ્યાપિ! દેજો, અર્થ – હું મૂળસ્વરૂપે અનંત દર્શન, જ્ઞાન, સુખ અને વીર્યમય પરમાનંદ સ્વરૂપી છું. તો પણ અદ્યાપિ એટલે આજ દિવસ પર્યત મારું કર્મરૂપી ઝેરી ઝાડ મૂળમાંથી ઉખડ્યું નથી. ૧૪ll
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
નિઃસ્પૃહ બાહ્ય પદાર્થોથી થઈ નિજ સામર્થ્ય જગાવું,
ચિદાનંદ મંદિરમાં પેસી સ્વરૂપ-સ્થિતિ ન ડગાવું. દેજો, અર્થ - હવે જગતના બાહ્ય ઇન્દ્રિય ગોચર ભૌતિક પદાર્થોથી મનને નિઃસ્પૃહ કહેતા ઇચ્છારહિત કરી, મારા આત્મ સામર્થ્ય એટલે વીરત્વને જાગૃત કરું. વીરત્વને પ્રગટ કર્યા પછી આત્માનંદરૂપ મંદિરમાં પ્રવેશ કરી સ્વરૂપ સ્થિરતાથી ભ્રષ્ટ થઉં નહીં, અર્થાત્ સદૈવ સ્વરૂપમાં જ સ્થિર રહું. ૧૫ના
યથાર્થ આત્મસ્વરૃપનો નિર્ણય આજ જ હું કરવાનો,
છેદ અવિદ્યા-જાળ અનાદિ કર્મ-જયી બનવાનો. દેજો, અર્થ - મારા આત્મવીરત્વના બળે, મારું ખરું સ્વરૂપ શું છે? તેનો નિર્ણય હું આજે જ કરીશ અને અનાદિ અજ્ઞાનરૂપ મિથ્યા જાળને છેદી કર્મશત્રુઓ ઉપર વિજય મેળવીશ. ૧૬ાા.
રાગાદિ દોષો તર્જી સર્વે ઘીર પ્રતિજ્ઞા ઘારે,
અચલ રહે તે ઘર્મધ્યાનમાં ઉત્તમ શુક્લ પ્રકારે. દેજો હવે પોતાના વીરત્વવડે કર્મશત્રુઓ હણવાનો ઉપાય બતાવે છે -
અર્થ - જે પોતાના વીરત્વને ફોરવી રાગ દ્વેષાદિ સર્વ દોષોને ત્યાગી પરમકૃપાળુદેવ જેવા મનમાં અચળ પ્રતિજ્ઞાને ઘારણ કરે તેવા પુરુષો ઘર્મધ્યાનમાં સ્થિર રહી શકે છે. તે ઘર્મધ્યાન સાતમા ગુણ સ્થાનક સુધી છે. પછી આઠમા ગુણ સ્થાનકથી ઉત્તમ શુક્લધ્યાનને આદરી કેવળજ્ઞાન પ્રગટાવે છે. /૧ળા
જ્ઞાનીનાં વચનોનો આશય મુખ્યાઘાર ગણાયો,
ઠેઠ બારમા ગુણસ્થાનક તક, પછી બને જિનરાયો. દેજો અર્થ - જ્ઞાનીપુરુષોના વચનોનો આશય કેવળજ્ઞાન પ્રાપ્તિમાં મુખ્ય આધાર ગણાયો છે. તે ઠેઠ બારમા ગુણસ્થાનકના અંત સુધી છે. ત્યાં મોહનીયકર્મ આદિ સર્વ ઘાતીયા કર્મનો ક્ષય થવાથી જિનરાજ બને છે અર્થાત્ સંપૂર્ણ રાગદ્વેષને જીતનાર થાય છે. ૧૮ના
પ્રવર્તાવતાં આત્મવીર્ય કે સમેટી સ્થિર થતાં યે,
જ્ઞાનીની આજ્ઞાના લક્ષે વિચારવું બહુ જોયે. દેજો, અર્થ - કેવળજ્ઞાન પ્રગટ્યા પછી પણ ચૌદમા ગુણસ્થાનને અંતે પોતાનું આત્મવીર્ય પ્રતર્વાવી, મન વચન કાયાના યોગોને સમેટી એટલે રૂંથીને શરીરથી રહિત થઈ પોતાના આત્મસ્વરૂપમાં આ ઈ ઊ ઋ છું બોલીએ એટલો અલ્પ કાળ માત્ર સ્થિર થઈ, પછી આત્મા ઉપર ઊઠી એક સમયમાં સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનક ક્રમ જ્ઞાનીપુરુષની આજ્ઞાના આઘારે બહુ વિચારવાથી ધ્યાનમાં આવવા યોગ્ય છે. ૧૯ાા
વીરપણું બે ભેદ ભાખ્યું : કર્મ, અકર્મ સ્વરૂપે,
પ્રમાદને પ્રભુ કર્મ કહે છે, અન્ય જ આત્મસ્વરૂપે. દેજો, અર્થ - ભગવંતોએ વીરપણું બે ભેદે કહ્યું છે. એક કર્મ સ્વરૂપે એટલે કર્મ કરવામાં વીરપણું અને બીજાં અકર્મ સ્વરૂપ એટલે કર્મ છોડવામાં વીરપણું. પ્રમાદને શ્રી તીર્થંકર પ્રભુ કર્મ આવવાનું દ્વાર કહે છે. વિષય, કષાય, વિકથા, નિદ્રા અને સ્નેહ એ પ્રમાદના પંદર ભેદ છે. એ બઘા કર્મ આવવાના દ્વાર છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
(૬૬) વીરત્વ
૧૫૯
જ્યારે એથી વિપરીત, ઇન્દ્રિય જય કે ઉપશમ ભાવ વગેરે કર્મ છોડવાના દ્વાર છે અને આત્મસ્વરૂપને પ્રગટાવનાર છે.
પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજાં એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે; (કહ્યું છે.)” (સૂયગડાંગસૂત્ર વીર્ય અધ્યયન) (વ.પૃ.૩૯૧) I/૨૦ણી.
ઘર્મ-વિમુખ પ્રમાદી જીંવનું વીર્ય અપંડિત જાણો,
શસ્ત્ર-શાસ્ત્ર, હિંસાન્યજ્ઞાર્થે, વર્તન હેય પ્રમાણો. દેજો, અર્થ :- સંસારમાં રહેલા ઘર્મવિમુખ પ્રમાદી જીવોનું વીર્ય કર્મ કરવામાં પ્રવર્તે છે. માટે તેને અપંડિત એટલે અજ્ઞાની જાણો. તેને શાસ્ત્ર શસ્ત્રરૂપ છે, કે જે ઘર્મના નામે યજ્ઞ કરી તેમાં જીવોની હિંસા કરે છે. તેમનું વર્તન હેય એટલે ત્યાગવા યોગ્ય છે. એ વાત પ્રમાણભૂત છે, કેમકે–
જ્યાં દયા નથી ત્યાં થર્મ નથી.” શ્રીમદ્ રાજચંદ્ર ર૧ના કામભોગ અર્થે કરી માયા સુખભ્રાન્ત દુખ રળતા,
અસંયમી તન-મન-વચને જીંવ-વઘ કરી ભવદવ બળતા. દેજો, અર્થ - કામભોગને માટે માયા કરીને જીવોને આવા હિંસામય યજ્ઞમાં હોમી જીવ સુખની ભ્રાંતિ કરે છે અને દુઃખની કમાણી કરે છે. અસંયમી એવા અજ્ઞાની જીવો તન મન વચનથી જીવોનો વઘ કરી સંસારરૂપી દાવાનળમાં બળ્યા કરે છે, અર્થાત્ ચારગતિમાં અનંત દુઃખને પામે છે. //રરા
અવિવેકી વર રાગાદિકથી વેરે વૈર વઘારે,
પાપ અનંત કરી પીડાતા, સકર્મ વીર્ય પ્રકારે. દેજો, અર્થ - અવિવેકી એવા પુરુષોનું વીરત્વ રાગદ્વેષાદિ ભાવોએ કરીને વૈરથી વૈર વઘારે છે. તેઓ પાપકર્મ કરવામાં પોતાના વીર્યને ફોરવવાથી અનંત પાપો કરી ચારે ગતિમાં પીડાય છે. સરકા
જે અબુદ્ધ મહાભાગ્યશાળી અ-સમ્યકષ્ટિ વીરો,
અશુદ્ધ પરાક્રમ સફલ તેમનું, મુકાય આત્મા ગીરો. દેજો, અર્થ - જે અબુદ્ધ એટલે અજ્ઞાની પણ બહારથી મહાવ્રત પાળવાથી કહેવાતા મહાભાગ્યશાળી એવા મિથ્યાવૃષ્ટિ વીરનું અશુદ્ધ પરાક્રમ હોવાથી, તેમની ક્રિયા પણ સફળ એટલે ફળે કરીને સહિત છે; અર્થાત્ તેમને પુણ્ય પાપના ફળનું બેસવાપણું છે. ક્રિયા કરીને તેમની ઇચ્છા ઊંડે ઊંડે પણ આ લોક પરલોકના ઇન્દ્રિયસુખ મેળવવાની હોવાથી તેમનો આત્મા ગીરો મુકાઈ ગયો છે. અર્થાત ઇન્દ્રિયસુખ મેળવવા અર્થે પોતાનો આત્મા ઇન્દ્રિયોને આધીન થઈ ગયો છે. ૨૪
જે પ્રબુદ્ધ મહાભાગ્યશાળી સમ્યફષ્ટિ વીરો,
શુદ્ધ પરાક્રમ અફલ તેમનું, અબંઘ આત્મા-હીરો. દેજો, અર્થ - જે પ્રબુદ્ધ એટલે પ્રકૃષ્ટ છે સવળી બુદ્ધિ જેની એવા મહાભાગ્યશાળી સમ્મદ્રષ્ટિ વીર પુરુષોનું શુદ્ધ પરાક્રમ તે અફળ છે; અર્થાતુ તેમને કર્મરૂપ ફળનું બેસવાપણું નથી. તેમની ક્રિયા કર્મબંઘથી રહિત હોવાથી તેમનો આત્મા અમૂલ્ય રત્ન સમાન છે. ગરપા
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પંડિત વીર્ય અકર્મ કહ્યું, તે કેમ પ્રવર્તે સુણો :
નિર્દૂષણનર-કથિત ઘર્મને શરણે ગ્રહતાં ગુણો. દેજો અર્થ - પંડિત એટલે જ્ઞાનીપુરુષ. તેમના વીર્યને અકર્મ કહ્યું છે. કેમકે તે નવીન કર્મબંઘ કરતા નથી. માટે તે મહાપુરુષો કેમ પ્રવર્તે છે તે સાંભળો. તેઓ નિર્દૂષણનર એટલે અઢાર દોષથી રહિત એવા વીતરાગ ભગવંત દ્વારા કહેલ આત્મઘર્મને શરણે રહી ગુણો ગ્રહણ કરવામાં જ પોતાના આત્મવીર્યને પ્રવર્તાવે છે. |૨૬ાા
અનિત્ય સમજે દેવાદિક વળી સુખદ ન સગાંસંબંઘી,
તર્જી મમતા લે મોક્ષમાર્ગ તે કરે પુરુષાર્થ અબંઘી. દેજો, અર્થ - તે જ્ઞાની પુરુષો દેવ, મનુષ્યાદિ સર્વ પર્યાયને અનિત્ય સમજે છે. તથા સગાંસંબંધીઓ પણ કંઈ સુખને દેવાવાળા નથી; પણ માત્ર ઉપાધિ અને માનસિક ચિંતા કરાવનારા છે, એમ માની તેમના પ્રત્યેની મોહમમતાને ત્યાગી મોક્ષમાર્ગને સાથે છે. અને આત્માને અખંઘકારી એવા સપુરુષાર્થને આદરે છે. મારા
પાપકર્મરૂપ કાંટા કાઢે સપુરુષોથી જાણી,
આત્મહિતનો ઉપાય સમજી, પાળે ઊલટ આણી. દેજો અર્થ - તેઓ પોતાનું વીર્ય ફોરવી પુરુષોથી કે શાસ્ત્રો દ્વારા સંપૂર્ણ સમ્યક તત્ત્વ જાણીને સર્વ પાપરૂપ કાંટાઓને કાઢે છે. અને સમ્યક્દર્શનજ્ઞાનચારિત્ર ને જ આત્મહિતનો શ્રેષ્ઠ ઉપાય સમજી ઉલ્લાસપૂર્વક તેની આરાધના કરે છે. ૨૮.
જાતિ-સ્મૃતિ આદિથી જાણ કે ઘર્મસાર સુણી ઘારે,
મુનિપણું સમ્યકત્વ સહિત તો જીંવને તે ઉદ્ધારે. દેજો, અર્થ:- જાતિસ્મરણ આદિ જ્ઞાનવડે કે શ્રી સત્પરુષના વચનો દ્વારા થર્મનો સાર જાણીને આત્મજ્ઞાન સહિત મુનિપણું જો ઘારણ કરે તો તે જીવનો ઉદ્ધાર કરનાર છે.
જેમ કૂર્મ સંકોચે અંગો સ્વદેહમાં તે રીતે,
પંડિત પાપોને સંહરતા અધ્યાત્મભાવે પ્રીતે. દેજો, અર્થ - જેમ કૂર્મ એટલે કાચબો ભય પામતા પોતાના અંગોને પોતાના દેહમાં સંકોચી લે છે, તેમ પંડિત એટલે જ્ઞાની પુરુષો આત્મભાવમાં પ્રીતિ હોવાથી પાપના કારણોને સમેટી લે છે. ૩૦ના
સર્વ પ્રકારે સુખશીલતાનો ત્યાગ કરે મુમુક્ષુ;
સર્વ કામના શાંત કરી તે અનાસક્ત રહે ભિક્ષ. દેજો, અર્થ - પોતાના વીરત્વને ફોરવી મુમુક્ષુ સર્વ પ્રકારે શાતા સુખનો ત્યાગ કરે છે. જેમ શાલિભદ્ર અને અવન્તિ સુકમાળે સર્વ પ્રકારની ઇચ્છાઓને શાંત કરી ભિક્ષુ બની જઈ અનાસક્ત રહ્યાં તેમ સાચા આરાધકો આત્મજ્ઞાન હોય કે આત્મજ્ઞાની પુરુષની આજ્ઞા હોય તો ચારિત્ર અંગીકાર કરે છે. ૩૧ાા
અતિ પુરુષાર્થી મોક્ષમાર્ગનો ઘર્મવીર મહાભાગી, છકાય જીંવને અભયદાન દે અદત્તગ્રહણે ત્યાગી. દેજો,
Page #170
--------------------------------------------------------------------------
________________
(૬૬) વીરત્વ
અર્થ :– ઉપરોક્ત ચારિત્રને ગ્રહણ કરનાર અતિ પુરુષાર્થી તે મોક્ષમાર્ગમાં મહાભાગ્યશાળી ધર્મવીર પુરુષ છે. તે છકાય જીવોને અભયદાન આપે છે. તેમજ અદત્તગ્રહણ એટલે કોઈના આપ્યા વિના કંઈ પણ લેતા નથી. ।।૩૨।।
કદી કરે વિશ્વાસઘાત નહિ, અસત્યનો પણ ત્યાગી,
ધર્મ ન ઓળંગે મન, વચને જિતેન્દ્રિય, વૈરાગી. દેજો
અર્થ :— તેઓ કોઈનો કદી વિશ્વાસઘાત કરે નહીં, તેમજ અસત્ય વચન બોલવાના પણ ત્યાગી હોય. તેઓ મન વચનથી ધર્મનું કદી ઉલ્લંઘન કરે નહીં, વળી બ્રહ્મચર્યવ્રત પાળનાર જિતેન્દ્રિય હોય તેમજ સર્વ પરિગ્રહ પ્રત્યેનો રાગ તજી વૈરાગી રહેવામાં પોતાના વીરત્વનો ઉપયોગ કરે છે. ।।૩૩।।
સર્વ પ્રકારે રક્ષે આત્મા ધ્યાનયોગ ચિર ધારે,
પરમ ઘર્મ તિતિક્ષા માને, સુયોઁ અલ્પાહારે, દેજો
=
અર્થ :– સર્વ પ્રકારથી તેઓ પોતાના આત્માની રક્ષા કરે છે. આત્માને બંધનમાં આવવા દેતા નથી. મુનિનો ધર્મ, ધ્યાન અને સ્વાઘ્યાય છે. માટે ધ્યાન યોગને ચિરકાળ ધારણ કરવા પ્રયત્ન કરે છે. તિતિક્ષા એટલે સુખદુઃખ આદિ દ્વંદ્વોને ઘીરજથી સહન કરવામાં તેઓ પરમધર્મ માને છે. તેમજ અલ્પઆહાર કરવામાં જે સભ્યપ્રકારે યત્ન કરનારા છે. એવા મુનિને એક જ વાર ભોજન કરવાની ભગવંતની આજ્ઞા છે. ૫૩૪॥
અલ્પ પાન ને વચન અલ્પતા, મોક્ષ થતાં સુર્પી પાળે,
કીર્તિ કાજે તપ ના કરતા, અંતર્મુખ મન વાળે, દેજો
૧૬૧
-
અર્થ :— પાણી પણ અલ્પ પીએ. દિગંબર મુનિઓ તો એકવાર ભોજન કરે તેની સાથે જ પાણી પીએ, પછી નહીં; વચન એટલે વાણીની પણ અલ્પતા કરે, પ્રયોજન વગર બોલે નહીં; મૌન રહે. મુનિના આવા ઘર્મો તે આયુષ્ય પૂર્ણ થતાં સુધી પાળે, તેઓ માન મોટાઈ માટે તપ કરતા નથી, પણ તપ કરીને મનને સદા અંતર્મુખ રાખવામાં પ્રયત્નશીલ રહે છે. ‘“અંતર્મુખવૃષ્ટિ જે પુરુષોની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે. કેમકે અનંતકાળના અભ્યાસવાળા પદાર્થોનો સંગ છે, તે કંઈ પણ દૃષ્ટિને આકર્ષે એવો ભય રાખવા યોગ્ય છે.’” (વ.પૃ.૪૮૬) ।।૩૫।।
શરણ અનન્ય ગ્રહી મુમુક્ષુ શુદ્ધ સ્વરૂપને ધ્યાવે, અંતર્-આત્મદશા ઉપજાવી તન્મયતા પ્રગટાવે. દેજો
=
અર્થ :— તેમ મુમુક્ષુ પણ પોતાનું આત્મવીર્ય ફોરવી સદ્ગુરુનું અનન્ય શરણ ગ્રહણ કરીને તેમની આજ્ઞાએ શુદ્ધ સ્વરૂપ એટલે સજાત્મસ્વરૂપનું ધ્યાન કરતાં અંતર આત્મદશાને ઉત્પન્ન કરી તેમાં તન્મય થાય છે. ૩૬ના
સ્વરૂપ સ્વભાવિક પરમાત્માનું જાણે તે જન સુખી,
બહિરાત્મા તે કદી ન જાણે, ક્ષણમાં અંતર્મુખી. દેજો॰
અર્થ :— એમ ઉપરોક્ત આરાધના કરતાં જે સ્વાભાવિક પરમાત્માના શુદ્ધ સ્વરૂપને જાણે તે જન
=
સુખી થાય છે. જગતના પ્રપંચોમાં રાચી રહેલ બહિરાત્મા તે કદી આત્મસુખને જાણી શકતો નથી; જ્યારે અંતત્મા એટલે સમ્યદૃષ્ટિ ક્ષણમાં આત્મસુખનો અનુભવ કરી શકે છે. ।।૩૭।।
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૨
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
પરમાણુથી પણ જે સૂક્ષ્મ, ગગન થકી જે ગરવા, જગપૂજ્ય સિદ્ધાત્મા વંદું, સહજ સુખ અનુસરવા. દેજો
અર્થ :- પરમાણુથી પણ જે સુક્ષ્મ અને ગુણોમાં ગગન એટલે આકાશ કરતા પણ જે મોટા છે, એવા જગત્પુજ્ય સિદ્ધાત્માને હું સહજ આત્મસુખને પામવા માટે ભાવપૂર્વક પ્રણામ કરું છું. ।।૩૮।। જેના અંતિમ અંશ થકી પણ લોકાલોક પ્રકાશે, તે ત્રિલોક-ગુરુ-શાને રમતાં તğપ આ જીવ થાશે, દેજો
અર્થ :– એ સિદ્ધ પરમાત્માના અંતિમ અંશ એટલે એક પ્રદેશથી પણ આખો લોક કે અલોક જાણી શકાય છે. એવા ત્રણેય લોકના ગુરુ સમાન પરમાત્મા દ્વારા બૌધિત સમ્યક્ત્તાનમાં રમતા એટલે કેલી કરતાં આપણો આત્મા પણ તદ્રુપ એટલે તે રૂપ થઈ જશે. ।।૩૯।।
તેના ગુણગ્રામે રંગાતાં અભેદતા જ્યાં જામે,
ત્યાં આત્માથી આત્મા અને હોંગે સિદ્ધિ-ધામે. દેજો
અર્થ :– એવા શુદ્ધ આત્માના ગુણગ્રામ કરતાં, ભક્તિમાં રંગાઈ જતાં જ્યાં ૫૨માત્મા સાથે અભેદતા જામે એટલે મન તેમાં લય પામે, ત્યાં શુદ્ધાત્માના ધ્યાનવર્ડ પોતાનો આત્મા પ્રાપ્ત થાય; અને અંતે શ્રેણી માંડી કેવળજ્ઞાન પ્રગટાવીને સિદ્ધિ-ધામ એવા મોક્ષપદને પામે છે. ૫૪૦।।
વીર પ્રશંસાપાત્ર ખરો જે છોડાવે બોને,
છે ભૂમિ આ મુક્તિર્વીરોની સદાય કટિબદ્દો જે, દેજો
અર્થ :- જેણે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તેજ ખરા વીર છે અને તેજ પ્રશંસાપાત્ર છે કે જે કર્મથી બંઘાયેલા બીજા જીવોને પણ ઉપદેશ આપી છોડાવે છે. આ આર્ય ભૂમિ, મુક્તિપુરીએ જનારા વીરોની ભૂમિ છે કે જે સદા કર્મ કાપવાને કટિબદ્ધ એટલે કમર કસીને તૈયાર થયેલા છે. ૪૧
સર્વત્ર સમજી જે ચાલે, પાપે ના લેપાતો,
બુદ્ધિમાન બંધનથી ઘૂંટવા, રુષ્ટતુષ્ટ નહિ થાતો. દેજો
અર્થ :– એવા શૂરવીરો સર્વત્ર તત્વ સમજીને ચાલે છે, અર્થાત્ વ્યવહાર કરે છે ત્યારે પણ હું કોઈ અકાર્ય કરીને પાપથી લેપાઈ ન જાઉં એમ કાળજી રાખે છે, એવા બુદ્ધિમાન પુરુષો કર્મબંધનથી છૂટવા માટે કોઈ ઉપર રુષ્ટતુષ્ટ અર્થાત્ દ્વેષ કે રાગભાવ કરતા નથી. ।।૪૨।।
આત્મવિભાવ જ લૌકિક સંજ્ઞા, રહે ન વીર વશ તેને,
વીર પરાક્રમ ત્યાં વાપરતા, લોકવિજી કહે અને દેજો
=
અર્થ :— આત્માનો વિભાવ ભાવ એ જ લૌકિક સંજ્ઞા છે; અર્થાત્ જગતને સારું દેખાડવાનો જ્યાં ભાવ છે ત્યાં આત્મભાવ નથી પણ વિભાવભાવ છે. ખરા આત્મવીરત્વને ઘારણ કરનાર પુરુષો આવી લૌકિક સંજ્ઞાને વશ થતા નથી, પણ પોતાના પરાક્રમને આત્માનું રૂડું થાય તેમાં વાપરે છે. પોતાના કર્મ ઉપર વિજય મેળવવાથી તેને લોકો પણ ખરા વિજયી કહે છે. અથવા પોતાના કર્મ ઉપર જેણે વિજય મેળવ્યો. તેણે આખા લોક ઉપર વિજય મેળવ્યો એમ પણ કહી શકાય. ।।૪૩
Page #172
--------------------------------------------------------------------------
________________
(૬૬) વીરત્વ
૧ ૬૩
વીર અરતિ-રતિને ત્યાગીને સહે શબ્દ, સૌ સ્પર્શી
નહિ તૃષ્ણા જીવ્યાની જેને, ખંખેરે સૌ લેશો. દેજો, અર્થ:- આવા વીર પુરુષો કઠોર શબ્દ સાંભળીને અરતિ એટલે અણગમો કરતા નથી કે પોતાની પ્રશંસા સાંભળીને રતિ એટલે રાગ કરતા નથી. તેમજ કોમળ સ્પર્શમાં રાગ કે કઠોર સ્પર્શમાં વેષ કરતા નથી. પણ સમભાવે બધું સહન કરે છે. જેમને જીવવાની પણ તૃષ્ણા નથી. તેઓ સર્વ કર્મ ક્લેશના કારણોને નિર્મળ કરે છે. I૪૪
ત્યાગે વર આશા, સ્વચ્છેદો, પરિભ્રમણના હેતુ,
આત્મ-શાંતિ ને મરણ વિચારે, નરદેહ જ ભવસેતુ. દેજો, અર્થ - આવા વીર પુરુષો સર્વ પ્રકારની આશા એટલે ઇચ્છાઓને તથા સ્વચ્છંદ એટલે પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવું એ જ પરિભ્રમણનું કારણ છે એમ માનીને ત્યાગે છે. તથા મરણ આવવાનું છે માટે આત્મા શાશ્વત સુખશાંતિને કેમ પામે તેના ઉપાયને વિચાર કરી શોધે છે. વળી આ દુઃખરૂપ સંસાર સમુદ્રને તરવા માટે આ મનુષ્યદેહ જ પુલ સમાન છે એમ નિશ્ચિતપણે તેઓ માને છે. I૪પા.
ધ્રુવપદ, શુદ્ધ સ્વરૅપ જે ઇચ્છ, ક્ષણિક ભોગ ના માગે;
કામગુણો ઓળંગી તે રહે ભોગ વિષે વૈરાગ્યે. દેજો. અર્થ - આત્માનું શુદ્ધ સ્વરૂપ એ ધ્રુવપદ છે. તેને જે પામવા ઇચ્છે તે વીરો ક્ષણિક ભોગ સુખોને ઇચ્છતા નથી. તેવા જીવો જગતમાં મિથ્યા કહેવાતી કામપ્રશંસાને ઓળંગી પાંચ ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત રહી વૈરાગ્યમાં ઝીલે છે. ૪૬
વિષય-કષાયે અતિ મૂઢ જે સત્ય શાંતિ શું જાણે?
વીર પ્રભુ કહે : “મોહનગરમાં ઠગાય તે શું માણે?” દેજો અર્થ - વિષયકષાયમાં અતિ આસક્ત બનેલા સંસારી મૂઢ જીવો તે આત્મામાંથી પ્રગટતાં સત્ય શાંતિના સુખને ક્યાંથી જાણી શકે. વીર પરમાત્મા કહે છે કે જે જીવો સંસારની મોહ માયામાં ઠગાય, તે જીવો આત્માના પરમાનંદને ક્યાંથી માણી શકે અર્થાત અનુભવી શકે. ૪શા.
પાણી ભરેલી રહે ન ચાળણી, અનિત્ય તેવા ભોગો,
જન્મ-મરણની રેંટમાળ તર્જી સાથે વીર સુયોગો. દેજો, અર્થ:- જેમ ચાલણીમાં ભરેલું પાણી રહી શકે નહીં, તેમ અનિત્ય એવા ઇન્દ્રિયોના ભોગો શાશ્વત રહી શકે નહીં. માટે અનાદિકાળના રેંટમાળ સમાન જન્મમરણના દુઃખોને દૂર કરવા, વીર પુરુષો વર્તમાનમાં મળેલા સગુરુ, સત્સંગ વગેરેના ઉત્તમ સુયોગોને પોતાના વીરત્વથી પૂરેપૂરો લાભ લેવા પ્રયત્ન કરે છે; તે જ આ મળેલ દુર્લભ માનવદેહને સફળ કરી જાણે છે. ૪૮ાા
શ્રી સગુરુના યોગે પોતાના આત્માનું ખરું વીરત્વ પ્રગટવાથી પૂ.શ્રી બ્રહ્મચારીજીને સદ્ગુરુ ભગવંતનું અદ્ભુત માહાત્મ ભાસ્યું. તેથી આ પાઠમાં સદ્ગુરુ ભગવંતની ખરા અંતઃકરણથી ભાવપૂર્વક
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સ્તુતિ એટલે ગુણગાન કરે છે. તેમજ મોક્ષમાર્ગમાં આત્મજ્ઞાની સદગુરુ ભગવંતની સદાય અત્યંત આવશ્યકતા છે તેનું મુમુક્ષુને અત્રે ભાન કરાવે છે.
(૬૭)
સગુરુ-સ્તુતિ (દ્રષ્ટિ થિરામાંહે દર્શન નિત્ય રત્નપ્રભા સમ જાણો રે—એ રાગ)
શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ જ્ઞાની-શરણે મુજ હિત સાથું રે,
ભવ ભમતાં અતિ કષ્ટ પામ્યો ચરણ શરણ આરાધું રે. શ્રીમદ્ અર્થ - શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ જ્ઞાની ભગવંતના શરણે હું મારા આત્માનું કલ્યાણ સાધ્ય કરું. ચાર ગતિરૂપ સંસારમાં ભટકતાં મહા મુશ્કેલીએ આવા પુરુષનો મને ભેટો થયો. માટે હવે તેમના ચરણકમળનો આશ્રય ગ્રહણ કરી તેમની આજ્ઞા ઉપાસીને મારા આત્માનું અવશ્ય કલ્યાણ કરું. ||૧||
વંદન, સેવન, કીર્તન, પૂજન, શ્રવણ, મનન શુભ ભાવે રે,
લઘુતા, સમતા, ધ્યાન, એકતા, ભક્તિ-ભાવ ઉર આવે રે. શ્રીમદ્ અર્થ :- પરમકૃપાળુદેવને ભક્તિભાવે હું વંદન કરું, તેમની આજ્ઞાનું સેવન કરું, તેમના ગુણોનું કીર્તન એટલે ભજન કરું, તેમના અંગોનું પૂજન કરું, તેમના ઉપદેશનું શ્રવણ કરું, તેમના કહેલા તત્ત્વોનું શુભ ભાવે મનન કરું. તેના ફળસ્વરૂપ લઘુતા, સમતા, ગુણ પ્રગટાવી પુરુષના વચનનું વિચારરૂપે ધ્યાન કરું; આત્મજ્ઞાન થયે આત્મધ્યાન પ્રગટાવી ભગવાનના સ્વરૂપ સાથે એકતા કરું. એવો ભક્તિભાવ પ્રભુની વીતરાગમુદ્રા જોતાં હૃદયમાં ઉભરાઈ આવે છે, એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે. રાા
ભવસાગરમાં ડૂબકાં ખાતાં પુણ્યહીન આ પ્રાણી રે,
નિજ દુખને ના લેશ સમજતાં પીવે ખારાં પાણી રે. શ્રીમદ્ અર્થ - જગતના પુણ્યહીન જીવો આ સંસારરૂપી સમુદ્રમાં ડૂબકા ખાય છે. છતાં જન્મ જરા મરણરૂપ દુઃખોના કારણોને લેશ પણ જાણતા નથી. જાણવાની તેમને ગરજ પણ જણાતી નથી, અને સમુદ્રના ખારા પાણી જેવા ઇન્દ્રિયસુખોને ભોગવી તૃપ્તિ માને છે. સા.
સંસાર-સ્વરૃપ સમજાવે સદ્ગુરુ કરુણા ઉરમાં આણી રે,
પોતે પોત સમા તરી, તારે ? સગુરુની એંઘાણી રે. શ્રીમદ્ અર્થ :- નિષ્કારણ કરૂણાશીલ એવા શ્રી સદ્ગુરુ ભગવંત હૃદયમાં દયા લાવી સંસારનું ભયંકર દુઃખમય સ્વરૂપ સમજાવે છે. પોતે શ્રી ગુરુ, પોત એટલે જહાજ સમાન બની સ્વયં તરે છે અને તેમની આજ્ઞાએ ચાલનાર જીવોને પણ તારે છે. એ જ સદ્ગુરુ ભગવંતની એંઘાણી અર્થાત્ નિશાની છે. જો
મદ્ય-નિશામાં નિજ ઘર ભૂલી ખાળ વિષે આળોટે રે,
અંઘો ભાન વિના બકતો બહુ કહે: “સૂતો હું ખાટે રે.” શ્રીમદ્ અર્થ – સંસારી જીવ મોહરૂપી દારૂના નશામાં પોતાનું આત્મઘર ભૂલી પાંચ ઇન્દ્રિયના વિષયરૂપ
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
Page #175
--------------------------------------------------------------------------
________________
(૬૭) સદ્ગુરુ-સ્તુતિ
૧૬૫
ગટરમાં આળોટે છે. દારૂના નશામાં અંધ બનેલો તે ભાન વિના બકે છે કે હું તો ખાટલા ઉપર સૂતો છું. તેમ મોહથી અંઘ બનેલો પ્રાણી એમ માને છે કે હું તો સંસારમાં પરમ સુખી છું; કોઈ દુઃખ નથી. પાા
સજ્જન સદ્ગુરુ ત્યાં થઈ જાતાં ઊભા તેવી વાટે રે,
જગાડતા પોકારી, “ભાઈ, અરે! શ્વાન જો ચાટે રે. શ્રીમદ્ અર્થ :- સજ્જન એવા સદગુરુ ત્યાં થઈને જતાં, રસ્તામાં ઊભા રહી તેને જગાડવા માટે પોકારીને કહે છે કે અરે! ભાઈ, આ કૂતરા તારું શરીર ચાટે છે તે જો. કા.
જાગ્રત થા રે! આમ આવ તું, આમ આવ પોકારે રે,
ચાલ, ઘેર પહોંચાડું ભાઈ, ઊઠ, ઉતાવળ મારે રે. શ્રીમદ્દ અર્થ :- હે જીવ, “કંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા.” આ બાજુ આવ, આત્મા ભણી વળ. ચાલ, તને તારા મૂળ આત્મસ્વરૂપરૂપ ઘરમાં પહોંચાડી દઉં. ભાઈ, હવે ઊઠ, મારે જવાની બહુ ઉતાવળ છે. આશા
ક્યાં તુજ સુંદર સેજ અને આ કાદવ-ખરડી કાયા રે,
લાજ તજી આળોટે કેવો! ઊઠ ઉત્તમ કુળ-જાયા રે.” શ્રીમ અર્થ - ક્યાં તારી સ્વરૂપાનંદમય પથારી અને ક્યાં તારી વિષયોરૂપ કાદવમાં ખરડાયેલી આ કાયા. તું લાજ તજી વિષયોમાં કેવો આળોટે છે ! હવે ઉત્તમકુળના જાયા તું ઊઠ. મૂળ સ્વરૂપે તો તું પરમાત્મસ્વરૂપમય ઉત્તમ જાતિકુળનો છું, તેનું હવે ભાન કર. //૮ની
એમ મનોહર વચન કુસુમ સમ કરુણાકર ગુરુ વદતા રે,
કુશળ પુરુષ એ કૃપા નજરથી વ્યસનોનું વિષ હરતા રે. શ્રીમદ્દ અર્થ :- એવા મનોહર કસમ એટલે કલ જેવા વચનો કરુણાળ સદગુરુ બોલે છે. તે બોલે છે ત્યારે જાણે ફૂલ ઝરે છે. એવા કુશળ સપુરુષ, કૃપાદ્રષ્ટિથી બોઘ આપીને સંસારી જીવોના વિષયરૂપ વ્યસનોનું વિષ હરણ કરે છે. લા.
અસંગ ભાવ નિજ સ્પષ્ટ બતાવી આત્મમાહાભ્ય બતાવે રે,
પરમ શાંત રસથી છલકાતું ઉર શાંતિ વરસાવે રે. શ્રીમદ્ અર્થ:- સદ્ગુરુ ભગવંત પોતાના મન વચન કાયાની નિર્મળ ચેષ્ટા વડે પોતાનો અસંગ-અલિતભાવ સ્પષ્ટ બતાવીને આત્માનું માહાભ્ય દર્શાવે છે. તેમનું પરમ શાંત રસથી છલકાતું એવું અંતઃકરણ મુમુક્ષુના મનમાં પરમ શાંતિ પ્રગટાવે છે. ||૧૦ના
એવા સદ્ગુરુ સમીપ વસતાં દિનદિન દશા વિચારું રે,
અપૂર્વ ગુણના આદરથી હું ગુરુ-શિક્ષા ઉર ઘારું રે. શ્રીમદ્ અર્થ :- એવા સદગુરુ પરમકૃપાળુદેવનો મને ભેટો થતાં તેમની અદભુત આત્મદશાનો પ્રતિદિન વિચાર કરું. તેમના અપૂર્વ ગુણો પ્રત્યે આદરભાવ લાવી શ્રી ગુરુની શિક્ષાને ભક્તિભાવે સદૈવ હૃદયમાં ઘારણ કરું. ll૧૧ાા.
વિષય-કષાય વિદેશ જતા રહે, સ્વપ્ન પણ નહિ દેખું રે, ઉપશમ રસમાં નિત્યે ન્હાતાં, દેહકેદ નહિ લેખું રે. શ્રીમદ્દ
Page #176
--------------------------------------------------------------------------
________________
૧ ૬૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- પુરુષના બોઘબળે મારા વિષયકષાય વિદેશ જતાં રહો. વિષયકષાયની મને સ્વપ્ન પણ સ્મૃતિ ન હો. હવે કષાયના ઉપશમનરૂપ રસમાં નિત્ય પ્રત્યે સ્નાન કરતાં, દેહરૂપી કેદને ગણું નહીં; અર્થાત દેહની વિશેષ સંભાળ લઉં નહીં, પણ આત્માની સંભાળ લઉં, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. ૧૨ાા
સદ્ગશ્યોગ વિના સાઘુ પણ વિષય-કષાયે કૂદે રે,
નટ સમ નાચે આસક્તિમાં, જરા નહીં ખમી ખૂંદે રે. શ્રીમદ્ અર્થ - આત્મજ્ઞાની સદ્ગુરુના યોગ વિના તો સાધુપુરુષો પણ વિષયકષાયમાં મહાલે છે. તેમની વૃત્તિઓ પણ આસક્તિને કારણે વિષયોમાં નટ સમાન નાચે છે. તથા વૃત્તિની મલિનતાના કારણે આવેલ દુઃખને જરા પણ ક્ષમાભાવે સહન કરી શકતા નથી. /૧૩ી.
મહા ભયંકર મમતા સેવે, નિજ સ્વરૂપ ન જાણે રે,
કામ-ભોગમાં ચિત્ત પરોવે, પડતા દુર્ગતિ-ખાણે રે. શ્રીમ અર્થ - કુગુરુ આશ્રયે રહેલા એવા સાધુપુરુષો પર વસ્તુઓમાં મહા ભયંકર મમતાભાવ સેવે છે. જેને પોતાના આત્મસ્વરૂપનું પણ ભાન નથી તેથી કામભોગમાં ચિત્ત પરોવી આયુષ્ય પુરું થયે દુર્ગતિરૂપી ખાણમાં જઈ પડે છે. II૧૪.
સદગુરુ-યોગે જો સમજી લે શરીર સંયમ કાજે રે,
સમતા સાથે તે જન સાધુ, અવસર આવ્યો આજે રે. શ્રીમદ્ અર્થ - સદ્ગુરુના યોગે જો તે સાધુપુરુષો સમજી લે કે આ શરીર તો માત્ર સંયમ કાજે છે, તો તે સમતાભાવને સાઘશે. તે જ ખરા સાધુપુરુષ છે. તેવા સાચા સાધુપુરુષો સગુનો યોગ મળવાથી આત્મજ્ઞાન પ્રાપ્તિનો અપૂર્વ અવસર આવ્યો જાણી તેમની આજ્ઞાને ઉપાસી જીવન ધન્ય બનાવશે. (૧૫
સ્વરૂપ સમજી સગુરુ દ્વારા સમાય તે જગ જીતે રે,
સર્વ શક્તિએ સદગુરુ આજ્ઞા ઉઠાવશે તે પ્રીતે રે. શ્રીમદ્ અર્થ :- સગુરુ દ્વારા પોતાના આત્મસ્વરૂપને સમજી જ શકાય તે જગતની વાસનાને જીતી જશે. તે ઉત્તમ શિષ્યો પોતાની સર્વ શક્તિથી શ્રી સદગુરુદેવની આજ્ઞાને પરમ પ્રીતિપૂર્વક ઉઠાવવાનો સતત ઉદ્યમ કરશે. ૧૬ાા.
આત્મજ્ઞાની ગુરુ સમદર્શી છે, ઉદયાથીન જે વ રે,
સત્યુતરૅપ વાણી જે વદતા, જીંવે સ્વપર-હિત અર્થે રે. શ્રીમદ્ અર્થ - આત્મજ્ઞાની એવા સદગુરુ માન અપમાન, હર્ષ શોક આદિમાં સમદર્શી રહે છે. માત્ર ઉદયાથીન વર્તે છે. સર્વ શ્રુતના નિચોડરૂપ જે વાણી પ્રકાશે છે તથા સ્વપરના હિતાર્થે જ જેનું જીવન છે.
“આત્મજ્ઞાન સમદર્શિતા; વિચરે ઉદયપ્રયોગ;
અપૂર્વ વાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ.” -શ્રીમદ્ રાજચંદ્રા/૧ળા જિતેન્દ્રિય, જિતમોહ, નિરિચ્છક સ્વસ્વરૂપમાં રમતા રે, નિરુપાથિક સુખમગ્ર નિરંતર ભક્તજનોને ગમતા રે. શ્રીમદ્
Page #177
--------------------------------------------------------------------------
________________
(૬૭) સદ્ગુરુ-સ્તુતિ
૧૬૭
અર્થ:- જે સદગુરુ ભગવંત જિતેન્દ્રિય છે. જેણે મોહને જીતી લીધો છે. જગત સુખની જેને અલ્પ પણ સ્પૃહા નથી એવા નિસ્પૃહ સદ્ગુરુ ભગવંત સદા પોતાના આત્મસ્વરૂપમાં રમનારા છે. જે વિષયકષાયની અંતરંગ ઉપાધિથી મુક્ત બની સ્વરૂપસુખમાં નિરંતર મગ્ન રહે છે એવા શ્રી સદ્ગુરુ ભગવંત ભક્તજનોને મનમાં ગમે છે. ||૧૮.
સત્ય સ્વરૂપ તે મુનિપણું છે, મુનિપણું આતમજ્ઞાને રે,
અપ્રમાદિ મુનિ નિર્ભય નિત્ય, પ્રમાદ ગમે અજ્ઞાને રે. શ્રીમદ્ અર્થ :- આત્માનું પ્રગટ સત્યસ્વરૂપ તે મુનિપણું છે. અને મુનિપણું છે તે આત્મજ્ઞાનને લઈને છે.
“આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય.” -શ્રીમદ્ રાજચંદ્ર “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગી રે.” -શ્રી આનંદઘનજી
“સાતમજ્ઞાન નહીં પીછાળો, ઉનવો સાધુ ફશા શ્રી નાનો.” -શ્રી ચિદાનંદ જે સદૈવ અપ્રમાદી છે તે મુનિ છે. તે સદા નિર્ભય રહે છે. અજ્ઞાનના કારણે સંસારી જીવોને પ્રમાદ પ્રિય હોય છે. ૧૯ાા
સંસાર શરીર ને ભોગ ભયંકર મુનિ માને વિજ્ઞાને રે,
કેમ નિરાંતે ટકે મુનિ ત્યાં, રહે ચેતતા ધ્યાને રે. શ્રીમદ્દ અર્થ - મુનિ, વિજ્ઞાન એટલે આત્માના વિશેષ જ્ઞાનના બળે જન્મ, જરા, મરણરૂપ સંસારને તથા રોગના ઘરરૂપ શરીરને તેમજ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિરૂપ ભોગને ભયંકર માને છે. માટે મુનિનું મન નિરાંતે ત્યાં કેમ ટકી રહે? તે તો આત્મધ્યાન વડે કરી હમેશાં ચેતતા રહે છે. ૨૦ના
નાનાં નયને વ્યોમ સમાયે તારા, રવિ, શર્દી સાથે રે,
તેમ સમાયે સદ્ગુરુપદમાં દેવ, ઘર્મ, જિનનાથે રે. શ્રીમદ્દ્ર અર્થ :- જેમ નાના એવા નયન એટલે આંખમાં વિશાળ એવું વ્યોમ એટલે આકાશ, તારા, સૂર્ય અને ચંદ્રમા પણ સાથે સમાઈ જાય; તેમ સદ્ગુરુપદમાં જિનનાથ એટલે અરિહંત, સર્વ સર્વજ્ઞ અને ઘર્મ તત્ત્વ બધું સમાય છે. કારણ કે ગુરુ પણ પોતાના શુદ્ધ સહેજાત્મસ્વરૂપને પામેલા છે માટે.
“સદ્ગુરુ પદમેં સમાત હૈ, અહંતાદિ પદ સર્વ;
તાતેં સદ્ગુરુ ચરણÉ, ઉપાસો તડેં ગર્વ.” ૨૧ના સદ્દગુરુ સુદેવપદ દર્શાવે, શુદ્ધ ઘર્મ સમજાવે રે,
સદગુરુ દ્વારા બોધિબીજ લઈ સુશિષ્ય વૃક્ષ જમાવે રે. શ્રીમદ અર્થ :- સદ્ગુરુ ભગવંત સદુદેવ તત્ત્વને સમ્યક રીતે દર્શાવે છે, તેમજ શુદ્ધ આત્મવિચાર કર્તવ્યરૂપ ઘર્મને પણ સમજાવે છે. આજ્ઞાંકિત શિષ્ય સદ્ગુરુ દ્વારા બોળિબીજ એટલે સમકિત પામીને કેવળજ્ઞાનરૂપ વૃક્ષને પોષણ આપે છે. ||રરા
ઘર્મવસ્તુ અતિ ગુપ્ત રહી છે - ગ્રંથ ગ્રંથિ નહિ ભેદે રે,
નિગ્રંથગુરું-અનુગ્રહથી પામે મહાભાગ્ય નિઃખેદે રે. શ્રીમદ્ અર્થ :- ઘર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. માત્ર ગ્રંથ એટલે શાસ્ત્રો તે મિથ્યાત્વની ગ્રંથિને ભેદી આત્મધર્મ પમાડી શકે નહીં. પણ જેની મિથ્યાત્વની ગ્રંથિ ભેદાઈ ગઈ છે એવા નિગ્રંથ ગુરુની કૃપાથી કોઈ
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨
મહા ભાગ્યશાળી આત્મા ખેદ વગર સહેલાઈથી તે મિથ્યાત્વની ગ્રંથિને ભેદી શકે છે. ।।૨૩।। સદ્ગુરુના ઉપદેશે જો છૅવ સુપાત્રતા પ્રગટાવે રે, તો શીતળતામય શાંતિથી ભવ-સંતાપ બુઝાવે રે. શ્રીમદ્
અર્થ ઃ— સદ્ગુરુના ઉપદેશથી જો જીવ આત્મજ્ઞાનની યોગ્યતા પ્રગટાવશે તો શીતળતામય એવી આત્મશાંતિને પામી ત્રિવિધતાપરૂપ ભવ સંતાપને તે બુઝાવી શકશે. ।।૨૪।
પારસમણિનો સ્પર્શ થતાં જો કનક-ગુણ લહે લોઢું રે,
પણ પારસમણિ બની શકે ના, એ અચરજ તો થોડું રે. શ્રીમદ્॰
અર્થ :— પારસમણિનો સ્પર્શ થતાં લોઢું, કનક એટલે સોનુ બની જાય છે. પણ લોઢુ પારસમણિ બની શકે નહીં. એ તો થોડું આશ્ચર્યકારક છે. ૨૫ાા
ગુરુભક્તિ ગૌતમમાં ઉત્તમ, શિષ્યોને ઉત્તરતા રે, પોતે કેવળજ્ઞાન-રહિત પણ શિષ્યો કેવળ વરતા રે!શ્રીમદ્
અર્થ :— પણ વિશેષ આશ્ચર્યકારક વાત તો આ છે કે શ્રી ગૌતમ સ્વામીમાં ભગવાન મહાવીર પ્રત્યે એવી ઉત્તમ પ્રકારની ભક્તિ હતી કે પોતે પંદરસો તાપસોને શિષ્ય બનાવી તેમનો ઉદ્ઘાર કરતાં, પોતે કેવળજ્ઞાન રહિત હોવા છતાં પણ શિષ્યો કેવળજ્ઞાનને પામી ગયા. ।।૨૬।।
પથ્થર સમ શિષ્યો અથડાતા, ગુરુ-કારીગર મળતાં રે, બોધ-ટાંકણે નિત્ય ઘડાતાં, પ્રતિમા-સ્વરૂપે ભળતાં રે. શ્રીમદ્
અર્થ :— અહીં તહીં અથડાતા એવા પત્થર સમાન શિષ્યોને પણ શ્રી ગુરુ જેવા કારીગર મળતાં, તેમને નિત્ય બોધરૂપી ટાંકણાથી ઘડીને, પૂજવા યોગ્ય પ્રતિમા સ્વરૂપ બનાવી દે છે.
–
“ગુરુ કારીગર સારિખા, ટાંકી વચન વિચાર;
પત્થરસેં પ્રતિમા કરે, પૂજા લહે અપાર.'' આલોચનાદિ પદસંગ્રહ ||૨૭ા પૂજ્યપદે જ્યાં થઈ સ્થાપના, દેવરૂપે રહે કેવા રે! દેવ-ભાવ પ્રગટાવે સદ્ગુરુ દેવ-દેવરૂપ એવા રે. શ્રીમદ્
અર્થ શિષ્યને દેવસ્વરૂપ બનાવનાર એવા સદ્ગુરુદેવને પણ દેવસ્વરૂપને પામેલા છે. ।।૨૮।।
ઉદાસીનતા સેર્વી નિરંતર ગુરુભક્તિમાં રહેવું રે,
ચરિત્ર સત્પુરુષોનાં સ્મરવાં, ગુરુ ગુણે મન દેવું રે. શ્રીમદ્
પ્રતિમાસ્વરૂપ બનાવવાથી શિષ્યની પૂજ્યપદે સ્થાપના થતાં તે દેવરૂપે કેવા શોભે છે.
અર્થ :— એવા સદ્ગુરુ ભગવંતની ભક્તિમાં ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવ ધારણ કરીને નિરંતર રહેવા યોગ્ય છે. એવા સત્પુરુષોનાં જીવનચરિત્રોનું સ્મરણ કરવું. તથા શ્રી ગુરુના ગુણોમાં મનને પરોવવું. એમાં આત્માનું પરમ હિત રહેલું છે.
“નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સત્પુરુષોની ભક્તિ પ્રત્યે લીન થવું; સત્પુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું; સત્પુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું; સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું
Page #179
--------------------------------------------------------------------------
________________
(૭) સગુરુ-સ્તુતિ
૧ ૬૯
સર્વ સમ્મત કરવું.” (વ.પૃ.૨૫૦) મુરલી
મુખાકૃતિ અવલોક ઉરે, તન-મન-વચનર્ની ચેષ્ટા રે,
અદ્ભત રહસ્યભરી ગણી ભાવો ગુસંમતિ-મતિ શ્રેષ્ટા રે. શ્રીમદ્ અર્થ :- સપુરુષની વીતરાગમય મુખાકૃતિનું હૃદયમાં અવલોકન કરું. તેમના તન મન વચનની અદભુત રહસ્યભરી ચેષ્ટાઓને વારંવાર નિહાળી શ્રી ગુરુએ સમ્મત કરેલું તે સમ્મત કરવું તથા એમાં જ મારી મતિની શ્રેષ્ઠતા રહેલી છે એમ માનવું. ૩૦ના.
મુક્તિ માટે માન્ય રાખજો, જ્ઞાનીએ ઉર રાખ્યું રે,
સર્વ સંતના અંતરનો આ મર્મ પામવા દાખ્યું રે. શ્રીમદ્ અર્થ - મુક્તિ મેળવવા માટે ઉપરોક્ત જણાવેલ વચન માન્ય રાખજો. જ્ઞાનીઓએ આ વાત હૃદયમાં રાખેલ, તે સર્વ સંતના અંતરનો મર્મ પામવા માટે અત્રે પ્રગટ કરેલ છે.
આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સન્મુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.” (વ.પૃ.૨૫૧) /૩૧ાા.
વિદ્યમાન ગુરુ જ્ઞાની મળતાં અવિચળ શ્રદ્ધા આવે રે,
તો સઘળું આ ઉર ઉતારી ભક્તિભાવ જગાવે રે. શ્રીમદ્ અર્થ :- વિદ્યમાન એટલે આત્મા જેને પ્રાપ્ત છે એવા પ્રત્યક્ષ આત્મજ્ઞાની ગુરુ મળતાં, તેમના પ્રત્યે અવિચળ શ્રદ્ધા આવે છે અને ઉપર જણાવેલ બધી વાત હૃદયમાં ઊતરી તેમના પ્રત્યે અત્યંત ભક્તિભાવ જાગૃત થાય છે. ૩રા.
ગિરિગુફાનું ગહન અંઘારું દીવો થતાં દૂર થાશે રે,
સદગુથ ઉરે પરિણમતાં અજ્ઞાન અનાદિ જાશે રે. શ્રીમદુo અર્થ - પર્વતમાં રહેલ ગુફાનું ગહન અંધારું હોય પણ દીવો થતાં તત્પણ દૂર થાય છે. તેમ સદગુરુ ભગવંતનો બોઘ હૃદયમાં પરિણામ પામતાં અનાદિકાળનું અજ્ઞાન પણ દૂર થઈ જાય છે.
“કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય;
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.” -શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર //૩૩ના જન્મ મરણ રૂપ ગહન નદીમાં ઘણો તણાતો આવ્યો રે,
ગુ. પરમકૃપાળુ શિખા ગ્રહી ખેંચી લે તો ફાવ્યો રે. શ્રીમદુ અર્થ - જન્મમરણરૂપ ગહન નદીમાં હું અનાદિકાળથી ઘણો તણાતો આવ્યો છું. પણ ગુરુ પરમકૃપાળુદેવ હવે કૃપા કરીને તેમાંથી મારી શિખા એટલે ચોટલી પકડીને મને ખેંચી કાઢે તો હું ફાવી જાઉં, અર્થાત્ સંસારરૂપી જળમાં ડૂબતો બચી જાઉં. //૩૪
તટ નિકટ આ નરભવ દુર્લભ, પૂર્વ પુણ્યથી પામ્યો રે, સદગુરુયોગ અચાનક મળતાં ખટપટથી વિરામ્યો રે. શ્રીમદ
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૭૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- મનુષ્યરૂપી તટની પાસે આવવું દુર્લભ હોવા છતાં હું પૂર્વ પુણ્યના બળે આવ્યો છું. ત્યાં સદ્ગુરુનો અચાનક યોગ મળતાં, તેમનાં અભુત વચનબળે હું સંસારની માયા પ્રપંચરૂપ ખટપટથી વિરામ પામ્યો છું, અર્થાતુ કંઈક પાછો હટ્યો છું. ૩૫
અપૂર્વ બોઘકર લંબાવી ગુરુ ભવજળથી ઉદ્ધારે રે,
પરાથીનતા પરી થાય સૌ, ગુરુ-કૃપા દ્રષ્ટિ તારે રે. શ્રીમદ્ અર્થ :- સદ્ગુરુ પરમકૃપાળુદેવ અપૂર્વ બોઘરૂપી હાથ લંબાવીને સંસારરૂપી સમુદ્રમાં ડૂબી રહેલા એવા મારો ઉદ્ધાર કરે છે. તેથી વિષયોની મારી બધી પરાધીનતા પરી એટલે દૂર થાય છે. એવી શ્રી ગુરુની કૃપાદ્રષ્ટિ જીવોની તારણહાર છે. ૩૬ાા
જેમ જેમ સદ્ગુરુ ઓળખાયે, જાય અનંતાનુબંઘી રે,
બોઘબળે મિથ્યાત્વ હણાયે, થાય સુદૃષ્ટિ-સંધિ રે. શ્રીમદ્દ અર્થ – જેમ જેમ સદ્ગુરુનું ઓળખાણ થાય તેમ તેમ અનંતાનુબંધી કષાય મોળા પડે છે. સપુરુષના બોઘે અનાદિથી દેહમાં આત્મબુદ્ધિ વગેરે મિથ્યા-માન્યતાઓ નાશ પામે છે અને સમ્યક્દર્શન સાથે સંધિ એટલે જોડાણ થતું જાય છે.
“જીવને જ્ઞાનીપુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ મોળાં પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે.” (વ.પૃ.૪૧૯) I/૩શા
નિજ સ્વરૂપ સમજાતાં સમ્યક, વિકથાથી કંટાળે રે,
ભોગવિલાસથી વૃત્તિ આળસે, ગુરુ-આજ્ઞા તે પાળે રે. શ્રીમદ્ અર્થ :- પોતાનું આત્મસ્વરૂપ સમ્યપ્રકારે સમજાતા તે દશકથા, રાજકથા, સ્ત્રીકથા અને ભોજન કથારૂપ વિકથાથી કંટાળે છે. અને ભોગ વિલાસથી તેની વૃત્તિ આળસે છે અર્થાત્ ભોગો પ્રત્યે રુચિ રહેતી નથી તથા ગુરુ આજ્ઞાનું સત્ય રીતે પાલન કરે છે.
સપુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહતાદિ ભાવ મોળા પડવા લાગે છે, અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે; વિકથાદિ ભાવમાં નીરસપણું લાગે છે, કે જાદુગુપ્સા ઉત્પન્ન થાય છે;” (વ.પૃ.૪૧૯) li૩૮ાા.
ગુરુ ઓળખાતા ઘટ-વૈરાગ્ય, વૈરાગ્ય વધે સુયોગે રે,
સગુરુ-યોગે સજિજ્ઞાસા મુમુક્ષુતા સહ જાગે રે. શ્રીમદ્ અર્થ :- સદગુરુની ઓળખાણ થતાં હૃદયમાં વૈરાગ્યભાવ જન્મે છે. તથા સત્સંગ સત્પરુષના સમાગમથી તે વૈરાગ્ય વધે છે. વળી સદગુરુના યોગે મોહથી મુંઝાઈને મુમુક્ષતા પામી આત્મા પ્રાપ્ત કરવાની સાચી જિજ્ઞાસા જાગે છે. ૩૯
- અનિત્ય આદિ બાર ભાવના સહ સદ્વર્તન સુલભ રે,
સદ્ગુરુનો જો યોગ થયો તો આત્મજ્ઞાન નથ દુર્લભ રે. શ્રીમદ્ અર્થ :- અનિત્ય આદિ બાર ભાવના ભાવે તો સદ્વર્તન પાળવું સુલભ થાય છે, જેથી યોગ્યતા આવે છે. પછી સદ્ગુરુનો યોગ થયો તો આત્મજ્ઞાન પામવું દુર્લભ નથી.
Page #181
--------------------------------------------------------------------------
________________
(૬૭) સદ્ગુરુ-સ્તુતિ
૧૭૧
“સપુરુષ મળે આ સપુરુષ છે એટલું જાણી, સપુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચવિષયાદિને વિષે રક્ત હતો તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો, અને અનુક્રમે તે રક્તભાવ મોળો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે; અથવા સત્પરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી; તથાપિ સન્મુરુષને વિષે, તેના વચનને વિષે, તે વચનના આશયને વિષે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી; અને સન્મુરુષનો જીવને યોગ થયો છે, એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે, એમ પણ કહેવું કઠણ છે.” (વ.પૃ.૪૧૯) //૪૦માં
સદગુરુ પ્રત્યે પ્રેમ ન જાગે, સબોઘે નહિ રાચે રે,
ગુરૃવચનના આશય પ્રત્યે પ્રીતિ-ભક્તિ ના વાગે રે. શ્રીમદ્ અર્થ:- જો જીવને સદ્ગુરુ પ્રત્યે પ્રેમ જાગે નહીં, તેમના સમ્યબોઘમાં ભક્તિપૂર્વક રાચે નહીં. કે તેમના વચનના આશય પ્રત્યે પ્રીતિ ભક્તિ વધે નહીં તો આત્મકલ્યાણ પણ થાય નહીં. ૪૧ાા.
તો ના આત્મવિચાર ઊગે કર્દી પરમાં રહે આસક્તિ રે,
પર-વ્યાપારે પરાધીન બન પરની કરશે ભક્તિ રે. શ્રીમદ્ અર્થ :- સદ્ગુરુ કે તેમના વચન પ્રત્યે પ્રેમ આવે નહીં તો આત્મવિચાર પણ કદી ઉત્પન્ન થાય નહીં અને પર પદાર્થમાં જ તેની આસક્તિ રહે છે. એવા જીવો પરવસ્તુઓની લેવડદેવડમાં જ રાગપૂર્વક રાચી રહી પરની જ ભક્તિ કર્યા કરશે. ૪રા
સદગુયોગે જીવ વિચારે : “સાઘન આજ સુથીનાં રે
લક્ષ વિનાના બાણ સમાં સૌ નિષ્ફળ હતાં કુ-ઘીનાં રે. શ્રીમદ્ અર્થ - જો સાચો મુમુક્ષ હોય તો સદગુરુનો યોગ થયા પછી એમ વિચારે કે આજ સુધીના મારા કલ્યાણને અર્થે જે સાધન હતા તે લક્ષ વિનાના બાણ સમા સર્વ નિષ્ફળ હતા. તે કુ-ઘી એટલે મિથ્થાબુદ્ધિથી ઉત્પન્ન થયેલા હતા.
“જીવને સત્પરુષનો યોગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારાં પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સૌ નિષ્ફળ હતાં, લક્ષ વગરનાં બાણની પેઠે હતાં, પણ હવે સસ્તુરુષનો અપૂર્વ યોગ થયો છે, તો મારા સર્વ સાઘન સફળ થવાનો હેતુ છે.” (વ.પૃ.૪૧૯) //૪૩ી
અપૂર્વ સદ્ગશ્યોગે સઘળાં સાઘન સફળ થવાનાં રે,
લાગ ન ચૂકું હવે પ્રમાદે, કાઠું નહિ કોઈ બા’નાં રે. શ્રીમદ્ અર્થ - હવે અપૂર્વ સદ્ગુરુનો યોગ મળવાથી સઘળાં સાઘન સફળ થવાનો જોગ છે. માટે હવે પ્રમાદમાં પડી રહી કોઈ બહાનું કાઢીને આવો અપૂર્વ લાભ ચૂકું નહીં. ૪૪
ઊંડું અંતરમાં વિચારી દ્રઢ પરિણામ ટકાવી રે,
જાગ્રત થઈને જાગ્રત રહું હું, સપુરુષાર્થ જગાવી રે. શ્રીમદ્ અર્થ - ઉપરોક્ત વાતને અંતરમાં ઊંડી વિચારી આત્મભાવને દૃઢપણે ટકાવી રાખું તથા સપુરુષાર્થ જગાવી જાગૃત થઈને સદા જાગૃત રહું. ૪પા
અપૂર્વ ફળ મળવાના યોગે પાછી પાની ન થારું રે, અંતરાય કરનારાં કારણ શોથી શોથ નિવારું રે.” શ્રીમદ
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૭૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- અપૂર્વ ફળ તે આત્મદર્શન અથવા સમકિત છે. તે મળવાના યોગે હવે પાછી પાની કરું નહીં. તેમાં અંતરાય કરનારા કારણોને શોધી શોધીને પણ દૂર કરું. //૪૬ાા
હું જાણું છું” એ અભિમાને રખડ્યો કાળ અનાદિ રે,
કુળઘર્મ ને ચાલુ ક્રિયા લોક-લાજ સહ નાથી રે. શ્રીમદ્ અર્થ :- “હું જાણું છું' એ અભિમાન વડે જીવ અનાદિકાળથી રખડ્યો છે. કુલધર્મ અને કરતા આવ્યા છે તે ક્રિયાને, લોકલજ્જાના કારણો સહિત ઘોડાના લગામની જેમ પકડી રાખે છે, પણ છોડતો નથી.
“તેમાં અંતરાય કરનાર “હું જાણું છું', એ મારું અભિમાન, કુળઘર્મને અને કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય, સત્પરુષની ભક્તિ આદિને વિષે પણ લૌકિકભાવ, અને કદાપિ કોઈ પંચવિષયાકાર એવાં કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાઘવાપણું એ આદિ પ્રકાર છે,' તે જ અનંતાનુબંઘી ક્રોઘ, માન, માયા, લોભ છે. એ પ્રકાર વિશેષપણે સમજવા યોગ્ય છે; તથાપિ અત્યારે જેટલું બન્યું તેટલું લખ્યું છે.” (વ.પૃ.૪૧૯) I/૪શા.
સપુરુષોની ભક્તિ આદિક લૌકિક ભાવે કરવાં રે,
પંચ વિષયફૅપ કર્મ જ્ઞાનનાં દેખી તે અનુસરવાં રે. શ્રીમદ્ અર્થ – સત્પરુષોની ભક્તિ આદિ લૌકિક ભાવે એટલે આ લોકના સંસાર સુખ મેળવવા અર્થે જીવ કરે અથવા જ્ઞાની પુરુષના પંચ વિષયાકાર કર્મ ઉદયમાં દેખી પોતે પણ એમ વર્તવાનો ભાવ રાખે એ અનંતાનુબંધી કષાય છે. ૪૮
ઇત્યાદિ વિધ્રો વિચારી મુમુક્ષુ-જન, ટાળે રે,
અનંતાનુબંઘી ભાવો એ જ્ઞાન-વિચારે ગાળે રે. શ્રીમદ્ અર્થ :- કલ્યાણ માર્ગમાં ઉપર જણાવેલ વિદ્ગોને સ્થિર ચિત્તથી વિચારી મુમુક્ષજન ટાળે છે. એવા અનંતાનુબંધી કષાય ભાવોને તે સમ્યકજ્ઞાન વિચાર કરીને ગાળે છે. લા.
ઘન, સંબંઘી, ગામ, ઘરાદિક તજી અનેક પ્રકારે રે,
આ અભિમાન, મમત્વ, વાસના ભવ-બીજ કેમ વઘારે રે? શ્રીમદ્દ અર્થ :- પૂર્વ ભવે કે આ ભવે અનેક પ્રકારે ઘન, સગાં સંબંઘી, ગામ, થરાદિક એટલે પૃથ્વી આદિને છોડ્યા છે. પણ તે પ્રત્યેનું અભિમાન, મમત્વ કે વાસનાનો ત્યાગ કર્યો નથી. તે જ સંસારનું બીજ છે. તેને હવે કેમ વઘારે છે?
જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ઘારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્યો છે, જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહનો અને દેહના સંબંથમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુઘી તે જ્ઞાનાવિચારે કરી ભાવ ગાળ્યો નથી, અને તે તે પૂર્વસંજ્ઞાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે, એ જ એને લોક આખાની અઘિકરણક્રિયાનો હેતુ કહ્યો છે; જે પણ વિશેષપણે અત્ર લખવાનું બની શક્યું નથી.” (વ.પૃ.૪૧૯) //૫૦
ઉદાસીનતા સદ્ગુરુની કો ભક્તિમાન જીંવ જાણે રે, કોઈ પદાર્થ પ્રતિ રુચિ ના રહીં, સમતા મનમાં આણે રે. શ્રીમદ
Page #183
--------------------------------------------------------------------------
________________
(૬૭) સગુરુ-સ્તુતિ
૧૭૩
અર્થ - સદ્ગુરુ પરમકૃપાળુદેવની ઉદાસીનતા કેવી છે તે તો કોઈ પ.પૂ.પ્રભુશ્રીજી જેવા ભક્તિમાન જ ઓળખી શકે. પરમકૃપાળુદેવને જગતના કોઈ પદાર્થ પ્રત્યે રુચિ રહી નથી. તેઓ હમેશાં સમતાભાવમાં રમણતા કરે છે.
એક પુરાણપુરુષ અને પુરાણ પુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે. અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહઘારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી;” (વ.પૃ.૨૯૦) //પ૧/
જગત તણી વર્તે વિસ્કૃતિ પ્રભુ-પ્રેમ-ખુમારી જાગી રે,
દેહદારી છે કે નહિ તે પણ ભૂંલી જતા મહાભાગી રે. શ્રીમદ્ અર્થ - પરમકૃપાળુદેવને પ્રભુ પ્રેમની ખુમારી જાગૃત થવાથી જગતની સાવ વિસ્મૃતિ વર્તે છે. પોતે દેહઘારી છે કે નહીં તે પણ ભૂલી જાય છે. એવા તે મહાભાગ્યશાળી છે. પરા
સત્સંગી, સન્મુખ જીવોના યોગ વિના ઉદાસી રે,
કોઈ વિમુખ જગમાં ના માને વિષયાદિથી નિરાશી રે. શ્રીમદ્ અર્થ :- પ્રભુ સન્મુખ એવા સત્સંગી જીવોનો યોગ નહીં મળવાથી ઉદાસભાવ રહે છે. જગતમાં કોઈને પણ પોતાથી વિમુખ એટલે શત્રરૂપે માન્યા નથી. તથા પાંચ ઇન્દ્રિયોના વિષયો આદિ પ્રત્યે પણ જેને નિરાશભાવ એટલે ઇચ્છારહિતપણું વર્તે છે એવા પરમકૃપાળુદેવ છે.
“અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે;” (વ.પૃ.૨૯૦) //પ૩ના
શૂન્યપણે વર્તે ઇન્દ્રીગણ, હૃદય શૂન્ય સમ ભાસે રે,
ઠેકાણું નહિ ખાનપાનનું, પ્રતિબંઘથી ત્રાસે રે. શ્રીમદ્ અર્થ - પરમકૃપાળુદેવની ઇન્દ્રિયો વિકાર વિના શુન્યપણે પ્રવર્તે છે તથા હૃદય પણ વિકલ્પ રહિત શૂન્યપણે ભાસ્યમાન થાય છે. “હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચ ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તવારૂપ જ રહે છે;” (વ.પૃ.૨૯૦) આત્માકાર વૃત્તિ થવાથી ખાનપાનનું પણ ઠેકાણું નથી. તથા આત્મસ્થિરતામાં વિઘ્ન કરનાર એવા પ્રતિબંઘ તેમને ત્રાસરૂપ જણાય છે. |૫૪
પૂર્ણ ઘેલછા એક પ્રકારે, જગ-જનથી છુપાવે રે,
મનમાનતી ઉદાસીનતા નથી એમ મન લાવે રે. શ્રીમદ અર્થ - પ્રભુ પ્રત્યેની એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે. તેને જગતવાસી જીવોથી છુપાવે છે. કેમકે તે આ વાતને સમજી શકે નહીં. એટલી બધી પ્રભુ તન્મયતા હોવા છતાં પણ મનમાનતી ઉદાસીનતા નથી એમ તેઓ માને છે.
એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે; એક પ્રકારે તે ઘેલછા કંઈક છૂપી રાખીએ છીએ;............
આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ; અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહવી જોઈએ તેવી પ્રવહતી નથી, એમ જાણીએ છીએ; આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
૧૭૪
નિશ્ચયપણે જાણીએ છીએ;” (પૃ.૨૯૭) ||૫||
આમ કર્યાર્થી અખંડ ખુમારી પ્રવહે નિશ્ચય એવો રે
જાણી ગુપ્તપણે આરાધે; નરભવ-હાવો લેવો . શ્રીમદ્
ઃ
અર્થ :– આવી પ્રભુ પ્રત્યે ઘેલછાથી પ્રેમની ખુમારી અખંડપણે રહેશે એવો પરમકૃપાળુદેવને નિશ્ચય છે એમ જાણી તેને ગુપ્તપણે આરાઘે છે. કેમકે મળેલ માનવદેહનો પૂર્ણપણે લાભ ઉઠાવવા તેઓ ઇચ્છે છે. પા
જનકવિદેહી જ્ઞાનદશા નહી માયા દુસ્તર તરતા રે,
સહજ ઉદાસીનતા હતી તોપણ દુરંત પ્રસંગે કરતા રે, શ્રીમદ્૰
અર્થ :– રાજા જનક આત્મજ્ઞાનના બળે વિદેહીદશાને ધારણ કરી દુસ્તર એવી મોહમાયાને જીતી ભવસાગર તરતા હતા. તેમની સહજ ઉદાસીનદશા હોવા છતાં માયાનો દુરંત એટલે દુઃખે કરી અંત આવી શકે એવા જગતના પ્રસંગોમાં તેઓ પણ ડર રાખી પ્રવર્તતા હતા.
“વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; પણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માથાના પ્રસંગમાં કેવળ જેની ઉંદાસ અવસ્થા છે એવા નિશ્વગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે.” (વ.પૃ. ૩૧૩) ।।૫૭ના
જલધિમાં તોફાને ડોલે નાવ કુશળ નાવિકની રે,
તેમ પરિણતિ ડોલે ત્યાં લે મદદ અષ્ટાવક્રની રે. શ્રીમદ્
અર્થ :– જલધિ એટલે સમુદ્રમાં જેમ તોફાન આવવાથી કુશળ નાવિકની નાવ પણ ડોલાયમાન થઈ જાય, તેમ પરિવ્રુતિ એટલે ભાવોમાં ચંચળતા આવી ડોલાયમાન થાય ત્યારે જનક વિદેહી પોતાના શ્રી ગુરુ અષ્ટાવક્રની મદદ લેતા હતા. ।।૫૮।।
માયાના પ્રત્યેક પ્રસંગે કેવળ ઉદાસ અવસ્થા રે,
સદ્ગુરુની રહેતી હોવાથી શરણ તણી બલવત્તા ૨. શ્રીમદ્
અર્થ :— તેમના સદ્ગુરુ અષ્ટાવક્રની માયામોહના પ્રસંગે પણ કેવળ ઉદાસ દશા રહેતી હોવાથી તેમનું શરણ જનવિદેહીને બળવત્તર હતું. IIપા
પથ્થરના સ્તંભે વીંટાતી વેા ન પવને હાર્યો રે,
તેમ શરણ સદ્ગુરુનું લેતાં ચંચળ મન ના ચાલે રે. શ્રીમદ્
અર્થ :– જેમ પત્થરના સ્તંભે વીંટાયેલી વેલ તે પવન વડે હાલી નીચે પડે નહીં તેમ સાચા આત્મજ્ઞાની સદ્ગુરુ ભગવંતનું શરણ લેવાથી સ્વભાવે ચંચળ એવું મન પણ પતિત થાય નહીં પણ સ્થિર રહે છે, કારણકે સદ્ગુરુના શરણની એવી જ બળવત્તરતા છે.
વ્યા
આ કળિકાળ વિષમ હોવાથી સ્વરૂપ-સ્થિરતા દુર્ઘટ રે, જંજાળ અનંતી, અલ્પ જિંદગી અનંત તૃષ્ણા-ખટપટ રે- શ્રીમદ્
Page #185
--------------------------------------------------------------------------
________________
(૬૭) સદ્ગુરુ-સ્તુતિ
૧૭૫
અર્થ - આ વિષમ કળિકાળમાં મોહના નિમિત્ત પ્રબળ હોવાથી આત્માની સ્વરૂપમાં સ્થિરતા ટકવી દુર્ઘટ છે. “આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે; તથાપિ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો.” (વ.પૃ.૩૧૩)
આ કાળમાં જિંદગી અલ્પ જીવો છે અને જંજાળ એટલે કામો અનંત છે તથા જીવની તૃષ્ણા પણ અનંતી હોવાથી અનેક પ્રકારની ખટપટ જીવો કર્યા કરે છે.
જિંદગી અલ્ય છે, અને જંજાળ અનંત છે; અસંખ્યાત ઘન છે, અને તૃષ્ણા અનંત છે; ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્પ છે, અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે, અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપમૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે!” (વ.પૃ.૩૧૩) //૬૧ાા.
સ્વરૂપસ્મૃતિ સંભવતી નથી ત્યાં; અપ્રમત્ત જો જીવે રે,
તોડી તૃષ્ણા-જાળ સમજથી તો ર્જીવ પહોંચે શિવે રે. શ્રીમદ અર્થ - જ્યાં તૃષ્ણા અનંત છે ત્યાં આત્મસ્વરૂપની સ્મૃતિ થવી સંભવતી નથી. પણ જીવ અપ્રમત્ત એટલે પ્રમાદ રહિત બની પુરુષાર્થ કરે તો સત્પરુષના બોઘથી તૃષ્ણાની જાળને તોડી ઠેઠ શિવ એટલે મોક્ષ સુધી જીવ પહોંચી શકે છે. Iકરા
અનાદિ અવિદ્યા-અભ્યાસે જીંવ સ્વરૂપ ભૂલી રમતો રે,
તે જો સગુરુસત્સંગે હજીં બોઘભૂમિ અનુસરતો રે. શ્રીમદ્ અર્થ - અનાદિકાળની અવિદ્યા એટલે અજ્ઞાનના અભ્યાસે આ જીવ પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલીને વિભાવમાં કે ઇન્દ્રિયોના વિષયોમાં રમે છે. પણ જો તે સદગુરુના સમાગમે અથવા તેમના વચનોના સમાગમે હજી પણ સાચી સમજ મેળવવા પ્રયત્ન કરે તો બોઘબીજની ભૂમિકાને એટલે સમ્યગ્દર્શનની યોગ્યતાને તે પામી શકે છે. I૬૩
દીર્ઘકાળના અભ્યાસે તો ઉદાસીનતા આવે રે,
સ્વàપ-વિસ્મરણ પણ ટાળી તે આત્મલીનતા લાવે રે. શ્રીમદ્ અર્થ – સત્પષના બોઘનો દીર્ઘકાળ અભ્યાસ કરવાથી જગતના પદાર્થો પ્રત્યે જીવને ઉદાસીનતા અર્થાત્ વિરક્તભાવ આવે છે અને પોતાનું અનાદિકાળનું વિસ્મરણ થયેલ સ્વરૂપ પણ જાણી, શ્રદ્ધીને તે આત્મસ્વરૂપમાં લીનતા અર્થાત્ સ્વરૂપ રમણતાને પામી શકે છે. //૬૪માં
શ્રી સદ્ગુરુ ભગવંતના ગુણગાન કરવાથી કે ભક્તિ કરવાથી પંચ પરમેષ્ઠિ ભગવંતનું સ્વરૂપ સમજાય અને તેમના સ્વરૂપનો વિશેષ વિચાર કરવાથી પોતાનો આત્મા પણ મૂળસ્વરૂપે જોતાં પંચ પરમેષ્ઠિ ભગવાન જેવો છે તેનું ભાન થાય.
આગળના પાઠનું નામ “પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર’ છે. પાંચ પરમપદ એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત. જગતમાં આ સર્વોત્કૃષ્ટ પાંચ પદવીઓ છે. આ પાંચેય પદ ઇષ્ટ હોવાથી પંચ પરમેષ્ઠી કહેવાય છે. એ પાંચેય પદમાં રહેલ સત્પરુષો સહજાત્મસ્વરૂપને પામેલા છે,
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
માટે પાંચેય પરમગુરુ પણ કહેવાય છે. એ પાંચેયને શુદ્ધ આત્માનો અનુભવ થોડો ઘણો પણ સરખો છે. આપણા સર્વનું મૂળ સ્વરૂપ એ જ હોવાથી એ પંચ પરમપદને ભક્તિપૂર્વક નમસ્કાર કરવા તથા તેમના શુદ્ધ સ્વરૂપનું નિરંતર સ્મરણરૂપે ચિંતવન કરવાનો શ્રી ભગવંતનો ઉપદેશ છે.
કર્મરૂપ વૈરીનો પરાજય કર્યો છે એવા અહંતુ ભગવાન; શુદ્ધ ચૈતન્યપદમાં સિદ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન; જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ અને વીર્ય એવા મોક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન; દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન; મોક્ષમાર્ગને આત્મજાગૃતિપૂર્વક સાઘતા એવા સાથુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું.” (વ. પૃ.૫૮૦) હવે આગળના પાઠમાં ‘પાંચ પરમપદ વિષે વિશેષ વિચાર કરવામાં આવે છે :
(૬૮)
પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર
(શ્રી નમિ જિનવર-સેવ ઘનાઘન ઊનમ્યો રે-ઘના૦)
શ્રીમદ્ સદગુરુ રાજને પ્રણમી હું વીનવું રે, પ્રણમી હું વનવું રે, સહજ સ્વરૂપે સ્થિતિ પરમ પદ લખવું રે, પરમ પદ લખવું રે;
સહજાત્મસ્વરૂપ છે પાંચ પરમ પદ ભેદથી રે, પરમ
વીર વચન અનુસાર કહ્યું હું ઉમેદથી રે કહ્યું. ૧ અર્થ :- શ્રીમદ્ સદ્ગુરુ રાજપ્રભુને પ્રણામ કરીને હું વિનયપૂર્વક વિનવું છું કે જે આત્માઓ પોતાના સહજ આત્મ સ્વરૂપમાં સ્થિત હોય તેને હું પરમપદમાં ગણું છું. તે પાંચેય પરમેષ્ઠિ સહજાત્મસ્વરૂપ છે. પણ તેમાં કયા કયા પ્રકારે ભેદ છે તે ભગવાન મહાવીરના વચનાનુસાર અત્રે હું ઉમેદથી એટલે ઉલ્લાસપૂર્વક અત્રે જણાવું છું. એમ પૂ.શ્રી બ્રહ્મચારીજીનું આ કથન છે. ||૧||
દોષ રહિત તે દેવઃ રાગાદિક દોષ છે રે, રાગા જ્ઞાનાવરણાદિ કર્મ સહિત સદોષ છે રે; સહિત ક્ષાયિક દર્શન-જ્ઞાન-વીર્ય-સુખ પૂર્ણ જે રે, વીર્ય
અનંત ચતુષ્ટયયુક્ત અરિહંત દેવ છે રે. અરિ૦ ૨ અર્થ - હવે પ્રથમ ભગવંત અરિહંતનું સ્વરૂપ વર્ણવે છે. જે અઢાર દૂષણથી રહિત દેવ છે. તે રાગાદિક અઢાર દોષ આ પ્રમાણે છે. ભૂખ, તરસ, રાગ, દ્વેષ, જન્મ, વૃદ્ધાવસ્થા, મરણ, રોગ, શોક, ભય, આશ્ચર્ય, નિદ્રા, ખેદ, પરસેવો, ગર્વ, મોહ, અરતિ અને અરુચિ. એ બધા દોષોમાં મુખ્ય રાગદ્વેષ છે. સંસારી જીવો જ્ઞાનાવરણીયાદિ કર્મોથી યુક્ત છે તે બધા દોષ સહિત છે. પણ જેને ક્ષાયિકરૂપે અનંત દર્શન, જ્ઞાન, વીર્ય અને સુખ ગુણ પૂર્ણપણે પ્રગટ થયા છે એવા અનંત ચતુષ્ટયયુક્ત શ્રી અરિહંત ભગવાન તે જગતમાં સાચા દેવ છે. રા.
દિવ્ય ઔદારિક દેહ ઘાતકર્મ મુક્ત તે રે, ઘાતી, દે દેશનારૂપ ઘર્મ ત્રિલોકમાં પૂજ્ય છે રે; ત્રિલોક
Page #187
--------------------------------------------------------------------------
________________
(૬૮) પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર
૧ ૭૭
દેવ-દેવ મહાદેવ જ સુખદ શંકર ગણો રે, સુખદ
સર્વવ્યાપી જે જ્ઞાન તેથી વિષ્ણુ ભણો રે. તેથી, ૩ અર્થ - તે અરિહંત ભગવાનનો દેહ પરમ ઔદારિક છે. તેઓ જ્ઞાનાવરણીયાદિ ચારેય ઘાતકર્મથી મુક્ત થયેલા છે. જે જગતવાસી જીવોને દેશનારૂપે આત્મધર્મનું સ્વરૂપ સમજાવે છે. તેથી ત્રણેય લોકમાં પૂજનીય છે. જે દેવોના પણ દેવ હોવાથી ખરેખર મહાદેવ છે. અને સુખને દેવાવાળા હોવાથી શંકર જાણો. શમ એટલે સુખ અને તેને કરવાવાળા અર્થાત્ સુખને કરવાવાળા હોવાથી શંકર છે. તથા જ્ઞાન અપેક્ષાએ સર્વ ચરાચરમાં વ્યાપેલ હોવાથી વિષ્ણુ પણ કહેવા યોગ્ય છે. [૩]
બ્રહ્મસ્વરૂપે બ્રહ્મા, હરે દુઃખ તે હરિ રે, હરે. કર્મ-અરિ જીત્યે જિન, બહુ નામી ગુણે કરી રે, બહુ વચન-અગોચર તત્ત્વ શ્રુત કહે સ્થૂલને રે, શ્રત
અંગુલિથી જુઓ ચંદ્ર ન પહોંચે મૂળને રે. ન. ૪ અર્થ - બ્રહ્મસ્વરૂપમાં રમનાર હોવાથી બ્રહ્મા અને દુઃખને હરનાર હોવાથી હરિ છે. રાગદ્વેષ અજ્ઞાન આદિ કર્મોને જીતવાથી જિન, તેમજ ગુણો વડે જોઈએ તો તે અનેક નામના ઘારી છે. ભગવાનનું શુદ્ધ આત્મારૂપ તત્ત્વ, તે વચનથી અગોચર છે. તથા શાસ્ત્રો છે તે વસ્તુના સ્થૂલ સ્વરૂપને પ્રકાશનારા છે. જેમ અંગૂલિથી નિર્દેશ કરી ચંદ્ર બતાવી શકાય પણ મૂળ ચંદ્રમા સુધી પહોંચી શકાય નહીં, તેમ શાસ્ત્રો માત્ર અંગૂલિ નિર્દેશ સમાન છે; જ્યારે આત્માનો અનુભવ તો સાક્ષાત્ પ્રત્યક્ષ છે. તે અનુભવ, અરિહંત ભગવંતને સદા સર્વદા સંપૂર્ણપણે પ્રગટ છે. માજા
પ્રથમ પરમગુરુ આખ, નેતા શિવમાર્ગના રે, નેતા તીર્થસ્થાપક સાક્ષાત, પિતા પરમાર્થના રે; પિતા વીતરાગ ભગવંત અનંત દયા ઘણી રે, અનંત
અત્યંત કર્યો ઉપકાર કરું વંદના ઘણી રે. કરું. ૫ અર્થ - પંચ પરમગુરુઓમાં શ્રી અરિહંત પ્રથમ છે. અને આસ એટલે મોક્ષમાર્ગમાં વિશ્વાસ કરવા લાયક છે, તે મોક્ષમાર્ગના નેતા છે. સાક્ષાત્ સ્વયં ઘર્મતીર્થના સ્થાપક છે. મૂળ પરમાર્થને પ્રથમ જન્મ આપનાર હોવાથી પરમાર્થના પિતા સમાન છે. વીતરાગ હોવાથી સાચા ભગવંત છે. જેની પ્રાણી માત્ર પ્રત્યે દયા હોવાથી અનંત દયાના ઘણી છે. તે શ્રી અરિહંત ભગવંતે મોક્ષમાર્ગ બતાવી અમારા ઉપર અનંત ઉપકાર કર્યો છે. માટે એવા પ્રભુની હું ઘણીવાર ભાવભક્તિ સહિત વંદના કરું. //પા.
જે શ્રી તીર્થંકરદેવે સ્વરૂપસ્થ થઈ લહ્યો રે, સ્વરૂપ વક્તવ્યપણે જે રીતે કહાય તેવો કહ્યો રે, કહાયક આત્મા અત્યંત યથાસ્થિત, તે દર્શક દેવને રે, તે
તઓં સૌ અન્ય અપેક્ષા નમું, ચહી સેવને રે. નમું ૬ અર્થ :- જે શ્રી તીર્થંકરદેવે આત્મસ્વરૂપમાં સ્થિર થઈ વક્તવ્યપણે એટલે વાણી દ્વારા જે પ્રકારે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત એટલે સંપૂર્ણપણે જેમ છે તેમ જણાવ્યો છે, એવા સર્વ
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પદાર્થોના દર્શક શ્રી તીર્થંકરદેવને બીજી સર્વ પ્રકારની ઇચ્છાઓનો ત્યાગ કરી નમસ્કાર કરું છું તથા તેમની સેવાને હમેશાં ચાહું છું. “જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ.” (વ.પૃ.૩૬૬) //ફા.
પૂર્વે ઘણાં શાસ્ત્રોનો વિચાર કર્યા થકી રે, વિચાર વિચારોના સરવાળે સન્દુરુષના પ્રતિ રે, સપુરુષ૦ જેના વચનથી ભક્તિ હવે ઉત્પન્ન થઈ રે, હવે
તે તીર્થપતિ-વચનામૃત નમું શિર પર લઈ રે. નમું. ૭ અર્થ – પૂર્વે ઘણાં શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારોના સરવાળે સપુરુષ પ્રત્યે જેના વચનથી હવે ભક્તિ ઉત્પન્ન થઈ, તે તીર્થપતિના વચનામૃતને શિર પર ચઢાવી આદરપૂર્વક વિનયભાવે નમસ્કાર કરું છું. “પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં પુરુષને વિષે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થકરના વચનને નમસ્કાર કરીએ છીએ.” (વ.પૃ.૩૬૬) //ળી.
જીંવના ઘણાય પ્રકારે વિચાર કર્યા કર્યા રે, વિચાર, આત્મારૂપ પુરુષ વિણ જીવ જાણ્યો જાય ના રે, ર્જીવ એવી જ નિશ્ચળ શ્રદ્ધા પ્રગટ જેથી થઈ રે, પ્રગટ
તે જિન માર્ગ-બોઘને નિત્ય નમું ગ્રહી રે. નિત્ય ૮ અર્થ - જીવ દ્રવ્યને ઓળખવા ઘણા પ્રકારે વિચાર કર્યો છતાં, તે જીવ આત્મામાં રમણતા કરનાર પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. એવી નિશ્ચળ એટલે દ્રઢ શ્રદ્ધા જે વડે ઉત્પન્ન થઈ, તે શ્રી તીર્થકરે બોધેલ વીતરાગ માર્ગને ગ્રહણ કરીને સદા નમસ્કાર કરું છું.
ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગબોઘને નમસ્કાર કરીએ છીએ.” (વ.પૃ.૩૬૬) IIટા
જીંવનો જ થવા વિચાર વિવિઘ પ્રકારથી રે, વિવિઘ૦ તે જીવની થવા પ્રાપ્તિ યોગ અનેકથી રે, યોગ, કર્યો બળવાન પરિશ્રમ તોય ન પામિયો રે, તોય૦
તે જીવ જેથી સહજ જ જાણે આપિયો રે. જાણે ૯ અર્થ – વિવિધ પ્રકારથી આત્માનો વિચાર થવા માટે, તે આત્મદ્રવ્યની પ્રાપ્તિ થવા માટે, યોગાદિક અનેક સાધનોનો પૂર્વે બળવાન પરિશ્રમ કર્યા છતાં તે આત્મસ્વરૂપની પ્રાપ્તિ નહીં થઈ; તે આત્મા જે વડે સહજ પ્રાપ્ત થાય છે એવા શ્રી તીર્થંકરદેવના વચનામૃત છે. તેને હું નમસ્કાર કરું છું.
ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે, યોગાદિક અનેક સાઘનોનો બળવાન પરિશ્રમ કર્યો છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે, તે તીર્થંકરનાં ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ.” (વ.પૃ.૩૬૬) III
તે જ કહેવાને કાજ વચન-રચના મહા રે, વચન, તે તીર્થકર-ઉદ્દેશ-વચન કેવાં અહા! રે, વચન
Page #189
--------------------------------------------------------------------------
________________
(૬૮) પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર
૧૭૯
સહજ નમે મુજ મસ્તક અતિ આભારમાં રે, અતિ
ભવ્ય જીવોના આઘાર અપાર સંસારમાં રે. અપાર. ૧૦ અર્થ :- આત્મસ્વરૂપ ઓળખવા માટે જ જેના વચનામૃતની આગમરૂપે મહાન રચના છે તે શ્રી તીર્થંકરદેવના ઉદ્દેશ વચન અહો! કેવા ઉપકારક છે. તે અત્યંત ઉપકારના આભારમાં મારું મસ્તક સહજ તેમના ઉદ્દેશ વચનને નમસ્કાર કરવા નમી પડે છે. કેમ કે તે વચનામૃતો આ અપાર દુઃખમય સંસારમાં ભવ્ય જીવોને પરમ આધારરૂપ છે. ૧૦ના
વિદેહી દેવ તો સિદ્ધ પરમ શુદ્ધતા ઘરે રે, પરમ સહજ, અનંત ગુણવંત ભક્ત અષ્ટ ગુણ સ્મરે રે - ભક્ત ક્ષાયિક સમ્યકત્વ-જ્ઞાન-દર્શન, સુખ-પૂર્ણતા રે, દર્શન
પૂર્ણ વીર્ય, અવ્યાબાઇ, અગુરુલઘુ, સૂક્ષ્મતા રે, અગુરુ૦ ૧૧ અર્થ - હવે શ્રી સિદ્ધ ભગવંતના સ્વરૂપનું વર્ણન કરે છે. દેહ રહિત પરમાત્મા તે સિદ્ધ ભગવાન છે. તે આત્માની પરમ શુદ્ધતાને ઘારણ કરેલ છે. સહજ સ્વભાવથી તે અનંતગુણોથી યુક્ત છે, છતાં ભક્તો તેમના મુખ્ય આઠ ગુણોનું સ્મરણ કરે છે. તે આ પ્રમાણે છે – જેમને ૧. આયુષ્યકર્મનો ક્ષય થવાથી સાયિક એટલે અક્ષયસ્થિતિગુણ પ્રગટ થયેલ છે. ૨. જ્ઞાનાવરણીય કર્મ જવાથી અનંતજ્ઞાન. ૩. દર્શનાવરણીય કર્મ જવાથી અનંત દર્શન. ૪. મોહનીયકર્મ જવાથી અનંતસુખ તથા ૫. અંતરાયકર્મ જવાથી અનંત વીર્યગુણ પ્રગટેલ છે. વળી ૬. વેદનીયકર્મ જવાથી અવ્યાબાઘ ગુણ. ૭. ગોત્રકર્મ જવાથી અગુરુલઘુગુણ તથા નામકર્મના ક્ષયથી સૂક્ષ્મતા ગુણ પ્રગટ થયેલ છે. ||૧૧ાા.
(સર્વ) કર્મ-કલંકરહિત અતીંદ્રિય સુખનિધિ રે, અતીં. નિર્વિકારી વીતરાગ ત્રિકાળ અનંત-થી રે, ત્રિકાળ૦ શુદ્ધ પરમગુરુ, બ્રહ્મ, અ-સંસારી નમું રે, અસંસા.
વિશ્વશિરોમણિ સ્વામી સ્મરી મુજ મન દમું રે; સ્મરી. ૧૨ અર્થ - સર્વ કર્મ કલંકથી સિદ્ધ ભગવાન રહિત છે. અતીંદ્રિય એવા આત્મસુખના નિશાન છે. નિર્વિકારી વીતરાગ પરમાત્મા છે. ત્રણે કાળનું એક સાથે જાણપણું હોવાથી અનંતજ્ઞાની છે. જે શુદ્ધ પરમગુરુ પરમાત્મા છે, પૂર્ણ બ્રહ્મસ્વરૂપ છે. જેને હવે કદી સંસાર નહીં હોવાથી અસંસારી એવા સિદ્ધ ભગવંતને હું નમસ્કાર કરું છું. જે ગુણોએ કરી સકળ વિશ્વમાં શિરોમણિ એવા પવિત્ર સ્વામીને સ્મરી મારા મનની વૃત્તિઓનું દમન કરું છું. ૧૨ા.
પુરુષાકારે પ્રદેશો છે સિદ્ધાત્મા તણા રે, છે અનાહારી અશરીરી ધ્યેય એ આપણા રે; ધ્યેય નભસમ નિર્લેપ નાથ, પ્રભુ અપુનર્ભવી રે, પ્રભુ
કૃતકૃત્ય નિરાકુળ, નિત્ય ચહું પદ એ સ્તવી રે. ચહું ૧૩ અર્થ :- મોક્ષમાં રહેલ સિદ્ધ આત્માના પ્રદેશો લગભગ એક તૃતીયાંશ ન્યૂન પુરુષાકારે છે. તે અનાહારી તથા અશરીરી છે. આપણો પણ ધ્યેય અશરીરી એવી સિદ્ધ દશાને પામવાનો છે. સિદ્ધ
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૮ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પરમાત્મા નભ એટલે આકાશ સમ નિર્લેપ છે. એ આત્મ પ્રભુતાને પામેલા પ્રભુ અપુનર્ભવી એટલે ફરી કોઈ કાળે જન્મ લેનાર નથી. કરવાનું કાર્ય જેને સર્વ કરી લીધું માટે કૃતકૃત્ય છે, સદૈવ નિરાકુળ છે. આપની ભક્તિભાવે સ્તુતિ કરી નિત્ય આપના જેવા નિરાકુળ સિદ્ધપદને હું પણ ચાહું છું. I/૧૩યા.
જેવા થવું હોય તેવી કરો નિત્ય ભાવના રે, કરો. સર્વ પ્રદેશે શુદ્ધિ સિદ્ધોની પાવના રે; સિદ્ધો ત્રિકાળ તે જ સ્વરૂપે સ્થિતિ અચળ લહી રે, સ્થિતિ,
સ્વયંજ્યોતિ,નિરંજનરૂપ, અજર-અમરતા કહી રે. અજર૦ ૧૪ અર્થ:- જે દશા પ્રાપ્ત કરવી હોય તેવી હમેશાં ભાવના કરો. સહજ આત્મસ્વરૂપને પામવું હોય તો નિરંતર તેવી આત્મભાવના ભાવો. આત્માના સર્વ પ્રદેશે સંપૂર્ણ શુદ્ધિ એ જ સિદ્ધ ભગવંતોની પવિત્રતા છે. “સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્રણે કાળ તે જ શુદ્ધ સ્વરૂપે જેણે અચળ સ્થિરતા પ્રાપ્ત કરી છે એવા સ્વયંજ્યોતિસ્વરૂપ, નિરંજન નિરાકાર સિદ્ધ પરમાત્મા તે અજર અમર પદને પામેલા છે. ૧૪.
જેવું સિદ્ધોનું સ્વરૂપ તેવું સૌ જીવનું રે, તેવું માત્ર ઔપાથિક ભેદ દૃષ્ટાન્ત સ્ફટિકનું રે; દ્રષ્ટાંત જાય કર્યજનિત વિભાવ સ્વરૂપ ઉપાસતાં રે, સ્વરૂપ૦
શુદ્ધ સ્વરૂપે સ્થિતિ થતી સિદ્ધ પૂજતાં રે. થતી. ૧૫ અર્થ – જેવું સર્વ સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ છે, તેવું જ મૂળ સ્વરૂપે સર્વ જીવોનું સ્વરૂપ છે. તેમના અને બીજા સર્વ જીવો વચ્ચે માત્ર કર્મ ઉપાધિનો ભેદ છે. તેનું દ્રષ્ટાંત સ્ફટિક રત્ન છે. સ્ફટિક રત્ન શુદ્ધ નિર્મળ હોવા છતાં જેવા રંગનો સંગ મળે તે રૂપે દેખાય છે. તેમ આત્મા શુદ્ધ હોવા છતાં કર્મ ઉપાધિથી મલિન જણાય છે. તે કર્મ જનિત આત્માનું વિભાવ સ્વરૂપ શુદ્ધ આત્માની ઉપાસના કરતા નાશ પામે છે. અને સિદ્ધ સ્વરૂપને ભાવથી પૂજતાં પોતાની પણ શુદ્ધ સ્વરૂપે શાશ્વત સ્થિતિ થાય છે. ૧૫
અસંગ અનામ સ્વરૂપ અનુભવી ઓળખે રે, અનુ. સ્વાનુભવી ગુરુમુખથી બોઘે જીંવ લખે રે; બોથે મુમુક્ષુતા રૂપ નેત્ર સ્વદોષો દેખશે રે, સ્વ
સગુરુનું ય સ્વરૂપ યથાર્થ તે લેખશે રે. યથાર્થ. ૧૬ અર્થ - સિદ્ધ ભગવંતના અસંગ, નામ વગરના શુદ્ધ સ્વરૂપને આત્મઅનુભવી જ્ઞાની પુરુષો જ ઓળખી શકે. તે શુદ્ધ સ્વરૂપના સ્વાનુભવી એવા શ્રી ગુરુના મુખ દ્વારા થયેલ બોઘથી આપણા આત્માને પણ તે શુદ્ધસ્વરૂપ પ્રાપ્તિનો લક્ષ આવે છે. તે સ્વરૂપ જેને પામવું હશે તે મુમુક્ષતારૂપ નેત્રો વડે પોતાના સ્વદોષને દેખશે. તે ભવ્યાત્મા મુમુક્ષતાના કારણે સગુરુનું પણ તે જ યથાર્થ સ્વરૂપ છે, તેને જાણી શકશે. ૧૬ાા.
સદ્ગુરુ ત્રિવિઘ સ્વરૂપ સૂરિ, પાઠક, મુનિ રે, સૂરિ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પદવી, ત્રણ નામની રે; પદવી
Page #191
--------------------------------------------------------------------------
________________
(૬૮) પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર
૧૮ ૧
સાઘુપણે તો સમાન હેતુ એક સર્વનો રે, હેતુ
વીતરાગ, પરિગ્રહત્યાગી વળી ત્યાગ ગર્વનો રે, વળી. ૧૭ હવે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ભગવંતના સર્વ સામાન્ય ગુણોનું વર્ણન કરે છે. પછી ત્રણેયની જુદી જુદી યોગ્યતા વિષે જણાવશે.
અર્થ :- આ આત્મજ્ઞાની સદગુરુ ભગવંતના ત્રિવિધ એટલે ત્રણ પ્રકારના સ્વરૂપ છે. તે સૂરિ એટલે આચાર્ય, પાઠક એટલે ઉપાધ્યાય અને મુનિ એટલે સાધુ સ્વરૂપે ત્રણ નામની પદવીના ઘારક છે. પણ સાઘકપણે તો ત્રણેય સમાન છે. ત્રણેયનો હેતુ માત્ર પોતાના આત્માને કર્મમળથી સંપૂર્ણ શુદ્ધ કરી કેવળજ્ઞાન પ્રગટાવવાનો છે. ત્રણેય વીતરાગી, પરિગ્રહત્યાગી અને વળી ગર્વ એટલે અહંકારના પણ ત્યાગી છે. |૧૭ના.
પર વિષે અહંમમકાર તજી, અંતરંગમાં રે, - તજી અનુભવે શુદ્ધ સ્વરૂપ રહી આત્મધ્યાનમાં રે; રહી. પર દ્રવ્યાદિ જ્ઞાનમાં ભાસે તે જાણતા રે, ભાસે
ઇષ્ટ અનિષ્ટ તે માની રાગાદિ ન આણતા રે. રાગાદિ. ૧૮ અર્થ - હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે એવા અહંભાવ અને મમત્વભાવનો ત્યાગ કરી, આત્મધ્યાન વડે પોતાના અંતરંગમાં શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ કરે છે. તથા પુદ્ગલાદિ દ્રવ્યો જે પોતાના જ્ઞાનમાં ભાસે તેને માત્ર જાણે છે, દેખે છે પણ તેમાં ગમવા, અણગમવાપણું કરીને રાગદ્વેષાદિ ભાવોને મનમાં આવવા દેતા નથી. ૧૮ાા.
હો તન સ્વસ્થ અસ્વસ્થ બાહ્ય નિમિત્ત ઘણાં રે, બાહ્ય તોપણ મુનિએ ન સુખદુખ કારણ તે ગયાં રે, કારણ બાહ્ય ક્રિયામાં ન ફેર બને તેટલી કરે રે, બને.
શુભક્રિયાની ન ખેંચ સહજ દશા ઘરે રે. સહજ ૧૯ અર્થ :- બાવીસ પરિષહ આદિ બહારના અનેક નિમિત્તોના કારણે શરીર સ્વસ્થ કે અસ્વસ્થ હો તો પણ મુનિઓ તેને પોતાના સુખદુઃખના કારણ માનતા નથી. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતની બાહ્ય ક્રિયામાં ફરક નથી; તે સહજ રીતે જેટલી બને તેટલી કરે છે. તેમને શુભક્રિયા કરવાની ખેંચ હોતી નથી. કારણ કે તેઓ સહજ આત્મદશાના ઘારક હોવાથી ઉદયાથીન વર્તન કરે છે; કોઈ ક્રિયા કરવાનો કર્તુત્વભાવ તેમને હોતો નથી. II૧૯ાા.
ઉપયોગ બહુ ન ભમાવે ઉદાસીનતા ઘરે રે, ઉદાસીન વૃત્તિ નિશ્ચલ રાખવા નિશ્ચય આદરે રે; નિશ્ચય સ્કુરે કષાય જો મંદ રહે શુભ ભાવમાં રે, રહે.
ત્યારે ઘરે શુભ રાગ સત્સાઘન બાહ્યમાં રે. સત્સાઘન ૨૦ અર્થ - તે મુનિ મહાત્માઓ પોતાના જ્ઞાનદર્શન ઉપયોગને બહુ ભમવા દેતા નથી; પણ ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવ ઘારણ કરીને રહે છે. કેમકે ઉપયોગ એ જ સાઘના છે. ઉપયોગ એ જ ઘર્મ છે. તેઓ પોતાની આત્મવૃત્તિને નિશ્ચલ એટલે સ્થિર રાખવા દ્રઢ નિશ્ચયથી પ્રવર્તે છે. જો કર્મયોગે કષાયોની મંદ
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૮૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ફુરણા થાય તો શુભ ભાવમાં વૃત્તિને વાળે છે. તે સમયે શુભ રાગરૂપ સત્સાઘન જેવાં કે સન્શાસ્ત્રોનો સ્વાધ્યાય કે ઉપદેશ કરવો કે શાસ્ત્ર લખવા અથવા ભક્તિ આદિ શુભ કાર્યમાં પોતાની વૃત્તિને જોડે છે, જેથી વૃત્તિ અશુભમાં જાય નહીં. પ.પૂ. પ્રભુશ્રીજી કહે અશુભ ભાવ એ હજાર રૂપિયાના દંડ બરાબર છે. જ્યારે શુભ ભાવ એ એક રૂપિયાના દંડ સમાન છે. રા.
શુદ્ધતાના ઘરે લક્ષ, ચહે રાગ ત્યાગવા રે, ચહે તીવ્ર કષાય ન થાય હિંસાદિ સાઘવા રે; હિંસાદિ. અસ્તિત્વ તેનું ન હોય ત્યારે મુનિ-પદ ઘરે રે, ત્યારે
અશુભ ઉપયોગ ન તેથી મુનિ કદીએ કરે રે. મુનિ. ૨૧ અર્થ :- આત્મજ્ઞાની મહાત્માઓને સદૈવ શુદ્ધભાવમાં જવાનો લક્ષ રહે છે. તેઓ શુભ રાગને પણ ત્યાગવા ઇચ્છે છે. અશુભ રાગમાં તેમની પ્રવૃત્તિ નહીં હોવાથી હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહાદિ તીવ્ર કષાયભાવો તેમને થતા નથી. જ્યારે તીવ્ર કષાયભાવોનું અસ્તિત્વ ન હોય ત્યારે જ મુનિપદને ઘારણ કરે છે. તીવ્ર કષાયનો અભાવ હોવાથી મુનિઓ કદી પણ અશુભ ઉપયોગમાં જતા નથી પણ સ્વાધ્યાય ધ્યાનમાં સદા મગ્ન રહે છે. ર૧ાા.
તનુસંસ્કાર ઇત્યાદિ વિક્રિયા રહિત તે રે, વિક્રિયા વનખંડાદિમાં વાસ પરીષહો સૌ જીંતે રે; પરી. મેંળગુણ અખંડિત પાળે, તપે તનુ અતિ દહે રે, તપે
ધ્યાનમુદ્રા કદી ઘારી પ્રતિમાવત્ સ્થિર રહે રે. પ્રતિમા. ૨૨ અર્થ - તનુસંસ્કાર એટલે શરીર શણગાર ઇત્યાદિ વિક્રિયાથી મુનિઓ રહિત હોય છે. વનખંડેર કે ગુફાઓમાં વાસ કરી સર્વ પ્રકારના પરિષહોને જીતવા કટિબદ્ધ રહે છે. તેઓ સાધુના ૨૮ મૂળગુણોને અખંડપણે પાળે છે. તે આ પ્રકારે છે. ૫ મહાવ્રત, ૫ સમિતિ, ૫ ઇન્દ્રિય જય, ૬ આવશ્યક (પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સામાયિક, સ્તવન, વંદન, કાયોત્સર્ગ), અસ્નાન, અદંતધોવન, જમીન ઉપર શયન, નગ્ન રહેવું. એકવાર ભોજન, ઊભા ઊભા હાથમાં ભોજન કરવું; વાળનો લોચ કરવો. વળી તપવડે શરીરને અત્યંત કષ્ટ આપે છે. તે તપ બાર પ્રકારે છે. છ બાહ્ય—અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા તથા છ અંતરંગ તપ–પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન છે. તેઓ કદી ધ્યાનમુદ્રાને ધારણ કરી પ્રતિમાવત્ સ્થિર પણ રહે છે. રજા
તન મુનિઘર્મ-સહાયી ગણી ભિક્ષાર્થે ફરે રે, ગણી. આહાર, વિહાર, નિહાર નિયમિત તે કરે રે નિય છે રત્નત્રય દ્વિવિઘ ઉપાદેય સર્વને રે, ઉપાદેય.
ચાર આરાઘના તુલ્ય જીતે ક્રોઘાદિને રે, જીતે૨૩ અર્થ :- મહાત્માઓ તનું એટલે શરીરને મુનિઘર્મમાં સહાયક ગણી તેને ટકાવવા ભિક્ષાર્થે ફરે છે. આહાર, વિહાર કે નિહાર તેઓ નિયમિત કરે છે. રત્નત્રયરૂપ ઘર્મ વિવિઘ એટલે બે પ્રકારે છે. એક વ્યવહાર રત્નત્રય અને બીજો નિશ્ચય રત્નત્રય ઘર્મ. તે સર્વ મુમુક્ષુઓને ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય છે. તે મુનિ મહાત્માઓ સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમ ચાર પ્રકારે વ્યવહાર રત્નત્રયની આરાઘના, નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ માટે કરે છે. તથા તેના સમાન ચાર ક્રોધ, માન, માયા, લોભ
Page #193
--------------------------------------------------------------------------
________________
કષાયોને પણ જીતે છે. રા
(૬૮) પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર
ભેદનો ભેદ ટવાથી ન્હાતીત મુનિદશા હૈ, કન્ન યથાશક્તિ ધર્મમૂર્તિ થવા પ્રયત્ને વસ્યા રે; થવા સૌને વેષાદિક એક ઉરે તીર્થનાય છે રે, ઉજ્જૈ ઘરે જિનાગમ-અભ્યાસ, વાણી સ્યાદ્વાદ છે રે, વાણી ૨૪
અર્થ ઃ– પરમાત્મા અને પોતાના આત્મસ્વરૂપમાં જે અજ્ઞાનને લઈને ભેદ હતો, તે ભેદ આત્મજ્ઞાન થતાં ટળી જવાથી સુખદુઃખ, હર્ષશોક, માન અપમાન આદિના સંતોથી રહિત મુનિ મહાત્માઓની આત્મદશા હોય છે. તેઓ હમેશાં યથાશક્તિ પુરુષાર્થ કરી પોતાનું કેવળજ્ઞાનમય સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટાવી ઘર્મમૂર્તિ બનવા પ્રયત્નશીલ રહે છે. આચાર્ય, ઉપાઘ્યાય અને સાધુ ભગવંત એ ત્રણેયના વેષ કે આચાર એક છે. ત્રણેયના હૃદયમાં ભગવાન તીર્થનાથ બિરાજમાન છે. ત્રણેય જિનાગમના અભ્યાસમાં લીન રહે છે. તેમજ તેમની વાણી પણ સ્યાદ્વાદથી યુક્ત હોય છે. ।।૨૪।।
આત્મદૃષ્ટિથી દેખતા ફૂંક કે રાયને રે, ક મુખ્યપણે નિર્વિકલ્પ સ્વરૂપે મગ્ન તે રે; સ્વરૂપે તો ય કદી ઘર્મ-લોભી જીવોને નીરખી રે, જીવોને દયા થતાં રાગ- દયે, જગાડે બોધથી રે, જગાડે ૨૫
૧૮૩
અર્થ :— તે ત્રણેય મહાત્માઓ, રાજા હો કે રંક હો બધાને આત્મદૃષ્ટિથી જુએ છે. તેઓ મુખ્યપણે
=
નિર્વિકલ્પ રહી આત્મસ્વરૂપમાં મગ્ન રહે છે. તો પણ કોઈ દિવસ જેને ઘર્મ જાણવાનો લોભ છે, ધર્મના ઇચ્છુક છે, તેમને જોઈને શુભ રાગના ઉદયથી તેમના પ્રત્યે દયા આવવાથી, તે જીવોને બોધ આપી મોતનીદ્રામાંથી જગાડે છે. IIરપા
સમ્યક્ જ્ઞાનાદિ અધિક લખી સૂરિપદ દીધું રે, લખી તે સંઘપતિ આચાર્ય મનાય તેનું કીધું રે; મનાય તે દે દીક્ષાનું દાન, દર્દીથી દીક્ષા છેદતા રે, દર્દીથી આચાર પાળી પળાવે, પ્રાયશ્ચિત્ત આપતા રે પ્રાયઃ ૨૬
સર્વ શ્રી આચાર્ય ભગવંતના પદ વિષે જણાવે છે –
=
અર્થ :– જેનામાં સમ્યક્શાન તથા શાસન ચલાવવાની વિશેષ યોગ્યતા જોઈને શ્રી ગુરુએ સૂરિપદ અર્થાત્ આચાર્યપદ આપ્યું તે સકળ સંઘના ઉપરી સંઘપતિ આચાર્ય કહેવાય છે. તેમનું કહેલું સકળ સંપ માન્ય રાખે છે. તે યોગ્ય જીવોને દીક્ષાનું દાન આપે અથવા કોઈ અપરાઘ થયો હોય તો શિક્ષારૂપે તેના દીક્ષાપર્યાયને અમુક વર્ષ માટે છેદી શકે છે. પોતે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારને શુદ્ધ રીતે પાળી બીજા મુનિઓને પણ પળાવે છે. કોઈ દોષ થયા હોય તો સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિઘ સંઘને પ્રાયશ્ચિત્ત આપે છે. તે જ્ઞાની ભગવંત ગીતાર્થ હોઈ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રના જાણનાર હોય છે. ||૨||
ઘર્મ-આદેશ-ઉપદેશ કહ્યું કામ સૂરિનું રે, કહ્યું ન સંધ-પોષણ ઉપકાર કાર્ય ધર્મ-ઘોરીનું રે; કાર્ય
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૮૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
જ્યાં સુઘી લૌકિક કામ સૂરિ કરે મોહથી રે, સૂરિ
ત્યાં સુધી નથી આચાર્ય અંતવ્રત-ત્યાગથી રે. અંત. ૨૭ અર્થ – ઘર્મસંબંઘી આજ્ઞા આપવી કે શ્રી સકળ સંઘને ઘર્મનો ઉપદેશ આપવો એ કામ શ્રી આચાર્ય ભગવંતનું છે. પણ સંઘના લોકોની લોભ, માનાદિ વૃત્તિઓને પોષવી કે શ્રાવકોના ઉપકાર અર્થે ઘાગાદોરા મંત્રીને આપવા, એ ઘર્મના ઘોરી એવા આચાર્ય ભગવંતનું કર્તવ્ય નથી. જ્યાં સુધી સંઘના મોહથી લૌકિક આવા કાર્યો આચાર્ય કરે ત્યાં સુધી તે આચાર્ય પદવીને યોગ્ય નથી. કેમકે વૃત્તિઓને અંતરમુખ કરવાનો કે કરાવવાનો જ જેણે ત્યાગ કરી દીઘો; તેથી તે આચાર્ય પદને ઘારણ કરવાને યોગ્ય રહેતા નથી. રા.
સૂરિ તીર્થપતિને સ્થાન, ઘરે વીતરાગતા રે, ઘરે રવિ આથમતાં આઘાર દીપ પ્રકાશતા રે; દીપ૦ ઘર્મવૃત્તિના શાસક ઉન્નતિ અર્પતા રે, ઉન્નતિ
વ્રત, તપ,શલ સંયમ-સાર, આચાર્યની અહંતા રે. આચા. ૨૮ અર્થ - આચાર્ય ભગવંત તો શ્રી તીર્થપતિ અર્થાત્ ભગવાન તીર્થંકરના સ્થાને છે. જ્યારે શ્રી તીર્થકર ભગવંતની હાજરી ન હોય ત્યારે તે જ મોક્ષમાર્ગના દર્શક છે. તેઓ વીતરાગતાને ઘારણ કરીને રહેલા છે. જેમ સૂર્ય અસ્ત થતાં દીપકનો પ્રકાશ ભવ્યજીવોને આઘારરૂપ છે તેમ તેઓ છે. ઘર્મવૃત્તિમય જૈન શાસનને ચલાવનાર હોવાથી વર્તમાનમાં તે ઘર્મશાસક છે, તથા ઘર્મવૃત્તિવાળા જીવોને બોઘ આપી તેમની ઉન્નતિને વધારનાર છે. તેમજ સ્વયં વ્રત, તપ, શીલ, સંયમને સારરૂપ માની શુદ્ધ રીતે પાળનાર હોવાથી સાચા આચાર્ય ભગવંત છે; માટે ભવ્યોને તે સદેવ અહેત એટલે પૂજનીય છે. [૨૮]
આચાર્ય સમ ઉપદેશ કરે ઉપાધ્યાય જે રે, કરે. પણ ન દે કદ આદેશ કરે સ્વાધ્યાય તે રે; કરે, કરી કૃતનો અભ્યાસ ભણાવે સુશિષ્યને રે, ભણાવે
સ્યાદ્વાવાદી નિપુણ જણાવે રહસ્યને રે. જણાવે. ૨૯ હવે શ્રી ઉપાધ્યાય ભગવંતનું સ્વરૂપ જણાવે છે :
અર્થ :- જે ઉપાધ્યાય છે તે આચાર્ય ભગવંતની સમાન ઉપદેશ કરે છે. પણ કોઈને કદી આદેશ એટલે આજ્ઞા આપતા નથી. તેઓ સ્વાધ્યાયરૂપે બોલે છે. પોતે શાસ્ત્રોનો અભ્યાસ કરી વિનયવાન શિષ્યોને ભણાવે છે. જે સ્યાદ્વાદથી વાદ કરવામાં પ્રવીણ છે. જેથી ભગવાનના બોઘેલા રહસ્યને તે ખોલી શકે છે કે આ વાક્યમાં ભગવાને આ અપેક્ષાથી વાત જણાવેલ છે. રા
પ્રશ્નો તણું સમાઘાન મનોહર આપતા રે, મનો. શબ્દબ્રહ્મ સર્વજ્ઞ સૂત્ર-અર્થ સ્થાપતા રે; સૂત્ર ગુરુગમથી જાણી અર્થ મઘુર વ્યાખ્યા કરે રે, મથુ૨૦
સર્વ સાઘારણ ઘર્મો મુનિના તે ઘરે રે. મુનિના ૩૦ અર્થ - કોઈ પ્રશ્ન કરે તો તેનું સમાધાન સુંદર રીતે આપે છે. શબ્દબ્રહ્મ એટલે જે શબ્દો વડે
Page #195
--------------------------------------------------------------------------
________________
(૬૮) પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર
૧૮૫
આત્મા પ્રાપ્ત થાય તે શબ્દ બ્રહ્મ છે. એવા શબ્દબ્રહ્મ વડે જે સર્વશે કહેલા સૂત્રોના અર્થને પ્રકાશે છે. પોતાના ગુરુ દ્વારા આપેલ સમજણથી સૂત્રનો અર્થ જાણી, જે મીઠી વાણી વડે બીજાના હૃદયમાં ઊતરે તેવું વ્યાખ્યાન કરે છે. તથા મુનિના સર્વ સાધારણ ઘમનું એટલે આચારનું જે પૂર્ણ રીતે પાલન કરે છે, એવા તે ઉપાધ્યાય ભગવાન છે. ૩૦ગા.
*
આત્મસિદ્ધિને અર્થે સુદૃષ્ટિ, ભક્તિ ઘરી રે, સુષ્ટિ સાથે સાધુ સુંઘર્મ-ચારિત્ર અંગીકરી રે; ચારિત્ર, સાધુ કહે નહિ કાંઈ, ઇશારે ન દાખવે રે, ઇશારે
કર, ચરણાદિથી કાંઈ, મને નહિ ચિંતવે રે. મને ૩૧ અર્થ - હવે મુનિપદના આચાર વિષેનું વર્ણન કરે છે :
સંપૂર્ણ આત્મસિદ્ધિને માટે સમ્યકુદ્રષ્ટિ એવા સાધુ ભગવંત, સમ્યકુચારિત્રને ધારણ કરી, ભક્તિ સહિત આત્મઘર્મની આરાધના કરે છે. તેઓ કોઈને વચન વડે કાંઈ કહે નહીં કે કાયા વડે હાથપગના ઇશારા કરી કાંઈ બતાવે નહીં કે મનથી કોઈના વિષે કંઈ ચિંતવન કરે નહીં પણ મૌન રહે છે. ૩૧ાા
શુદ્ધ સ્વરૂપનું ધ્યાન એકાગ્ર મને ઘરે રે, એકાગ્રહ બાહ્ય-અત્યંતર વૃત્તિ તણો ઉપશમ કરે રે; તણો. તરંગરહિત વારિધિ સમાન પ્રશાંત તે રે; સમાન
નહિ ઉપદેશ-આદેશ વિષે અલ્પ પણ વદે રે. વિષે. ૩૨ અર્થ :- આત્મજ્ઞાની મુનિઓ એકાગ્ર ચિત્તથી શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરી બાહ્ય પદાર્થોમાં જતી વૃત્તિ અને કામ ક્રોધાદિ અંતરંગ વૃત્તિઓને ઉપશમાવે છે. તેઓ તરંગ રહિત વારિધિ એટલે સમુદ્ર સમાન પ્રકૃષ્ટપણે શાંત રહે છે. તથા કોઈને ઉપદેશ આપવા કે આદેશ આપવા વિષે અલ્પ પણ કાંઈ બોલતા નથી. //૩રા.
સ્વર્ગ-મોક્ષમાર્ગ અર્થે વિવાદ ન આદરે રે, વિવાદ તો વિકથાની શી વાત? જે ભવ-હેતું ઘરે રે; જે. વૈરાગ્યની પરાકાષ્ઠા સાથુપદમાં વસે રે, સાઘુ
નિર્દોષ, યથાજાત વેષ, દિલે દયા ઉલ્લસે રે. દિલે૩૩ અર્થ :- મહાત્માઓ સ્વર્ગ કે મોક્ષમાર્ગને અર્થે પણ કોઈ વિવાદ એટલે ખેંચતાણ કરતા નથી. તો તેમનામાં સંસાર વધારવાના કારણભૂત એવી વિકથાની તો વાત જ ક્યાંથી હોય? સાધુપદમાં તો વૈરાગ્યની પરાકાષ્ઠા રહેલી છે. તે નિર્દોષ છે. જેમનો યથાજાત એટલે જન્મ્યા તેવો વેષ છે અર્થાત નગ્નતાને ઘારણ કરેલ છે. તથા જેમના દિલમાં દયાઘર્મ આદરવાના અતિ ઉલ્લાસિત પરિણામ રહેલા છે. કેમકે દયા એ જ ઘર્મ છે. જ્યાં દયા નથી ત્યાં ઘર્મ નથી. [૩૩ના
બાહ્ય-અત્યંતર ગ્રંથિ રહિત નિગ્રંથ તે રે, રહિત તપ-કિરણોની શ્રેણિથી દહે કર્મ વૃન્દને રે; દહે. ઉપસર્ગ-પરિષહ જીતતા રતિ અતિ સંયમે રે, રતિ, લેતા તો ભિક્ષા શુદ્ધ નિયમોથી મન દમે રે. નિયમો. ૩૪
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ તો બાહ્ય તેમજ અંતરંગ પરિગ્રહની ગ્રંથિથી રહિત નિગ્રંથ મુનિ છે. તેઓ બાર પ્રકારના તારૂપી કિરણોની શ્રેણિને આદરી કર્મોના સમૂહને બાળનારા છે. તેઓ ઉપસર્ગ અને બાવીસ પરિષહને જીતી સંયમમાં અતિ રાગ રાખનારા છે. જે બેતાલીસ દોષ રહિત નિયમોના પાલનસહિત શુદ્ધ ભિક્ષા લે છે. જો શુદ્ધ ભોજન ન મળે તો મનનું દમન કરી તપની વૃદ્ધિ થઈ એમ માનનારા છે. ૩૪.
સાધુ સમાન આચાર્ય, ઉપાધ્યાય આચરે રે, ઉપાડ આત્માનુભવ, શુદ્ધ ભાવ મુમુક્ષુતા સૌ ઘરે રે; મુમુક્ષુ ભેદો જણાય જે અલ્પ તે બાહ્ય-પ્રઘાનતા રે, તે
અંતરની મૅળ શુદ્ધિ, તેમાં તો સમાનતા રે. તેમાં ૩૫ અર્થ :- સાધુ ભગવંત સમાન આચાર્ય, ઉપાધ્યાય ભગવંત પણ આત્માનુભવ કે શુદ્ધ ભાવ કે મુમુક્ષતાને તો સર્વ ઘારણ કરીને જ રહેલા છે. પણ આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ ભગવંતો વચ્ચે કંઈપણ જે અલ્પ ભેદો જણાય છે, તે માત્ર બાહ્ય પ્રઘાનતાના છે. જ્યારે અંતરની મૂળ આત્મશુદ્ધિમાં તો ત્રણેયની સમાનતા છે. [૩પા.
જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ પરિણામ ભેદથી રે, પરિ ભેદાનભેદ અનેક અપેક્ષા વિશેષથી રે; અપેક્ષા કોઈ આચાર્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિ કદી ઘરે રે, વિશુદ્ધિ
જઘન્ય, મધ્યમ વિશુદ્ધિ ફરી વળી આદરે રે. ફરી ૩૬ અર્થ :- છતાં તેઓની અંતરંગ શુદ્ધિમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ પરિણામના ભેદ જરૂર છે. એમ અપેક્ષાથી જોતાં તેના અનેક વિશેષ પ્રકારે ભેદ પ્રતિભેદ થઈ શકે છે. જેમ કે કોઈ આચાર્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિને કદી ઘારણ કરેલા હોય અને વળી કદી જઘન્ય, મધ્યમ વિશુદ્ધિને પણ ફરી પામેલા હોય. તેમ કોઈ સાધુ ભગવંત પણ આચાર્ય ઉપાધ્યાય ભગવંત કરતાં વિશેષ વિશુદ્ધિને પામેલા પણ હોઈ શકે છે. If૩૬ાા
સંજ્વલન કષાય જ હેતુ ન ઉપદેશાદિ ગણો રે, નવ બાહ્ય નિમિત્ત ન મુખ્ય, કર્મોદય મેંળ ભણો રે; કર્મો બાહ્ય કારણ કહે કોઈ કર્મ-ઉદય તણું રે, કર્મ,
મોહથી ઍરિપદ જે ચહે તેને જ તેમ ગયું રે. તેને ૩૭ અર્થ - મનની વિશુદ્ધિમાં જે ઓછાવત્તાપણું થાય તેનું કારણ સંજ્વલન કષાય ભાવો છે; નહીં કે ઉપદેશ અથવા આદેશ. બાહ્ય નિમિત્તની તેમાં મુખ્યતા નથી પણ સંજ્વલન કષાય આદિ કમોંદય તેમાં મૂળ કારણ છે એમ જાણો. કોઈ કહે–આચાર્યને ઉપદેશ અથવા આદેશ આપવો પડે એવા બાહ્ય કારણથી તેમની દશા મધ્યમ કે જઘન્ય થઈ જાય; પણ તેમ થવામાં ખરેખર કારણ કષાયાદિભાવારૂપ કર્મનો ઉદય છે. છતાં મોહથી જે આચાર્યપદને ઇચ્છે તેની દશા ઉપદેશ અથવા આદેશથી મધ્યમ કે જઘન્ય થઈ શકવા યોગ્ય છે. (૩ના
Page #197
--------------------------------------------------------------------------
________________
(૬૯) અવિરતિ
૧૮૭
ઇચ્છા વિના ઉપદેશ કેવી રીતે બને રે? કેવી સંસારી ઇચ્છા ન હોય - યશાદિ મળે મને રે; યશાદિ ભવહેતુ નિદાન થાય કહી તેને વાસના રે, કહી
ઘર્મ-કાર્યો મનોવૃત્તિ તે ઇચ્છા-ભાસના રે. તે ૩૮ અર્થ :- કોઈ કહે કે ઇચ્છા વિના ઉપદેશ આપવો કેવી રીતે બની શકે ? ત્યારે જવાબમાં મહાપુરુષો કહે છે : સાચા જ્ઞાનીપુરુષને ઉપદેશ આપતા સંસારી ઇચ્છા હોય નહીં કે મને યશ મળો કે મારી પૂજા થાઓ. જો મનાવા પૂજાવાની ઇચ્છા થઈ તો તે ભવહેતુ એટલે સંસારવૃદ્ધિનું નિદાન એટલે કારણ થયું. તેને જ્ઞાની પુરુષો અસત્ વાસના કહે છે. જ્યારે સ્વહિત સાઘતાં પરહિતાર્થે ઉપદેશાદિ ઘર્મકાર્ય કરવામાં મનની વૃત્તિ થાય તે ઇચ્છાનું ભાસન માત્ર છે. પણ કંઈ ઉપદેશ આપી મોટા થઈ મનાવા પૂજાવાની કોઈ પ્રકારે તેમને વાસનારૂપ ઇચ્છા નથી. ૩૮
“પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર કરતાં મારો આત્મા પણ મૂળ સ્વરૂપે તેમના જેવો જ સહજાત્મસ્વરૂપમય છે. માટે તે સ્વરૂપને પ્રગટાવવા હવે “અવિરતિ' એટલે અસંયમનો ત્યાગ કરું. તે અસંયમપણાના ત્યાગ માટે શું શું કરવું જોઈએ. તેની આ પાઠમાં સમજ આપવામાં આવે છે :
(૬૯) અવિરતિ
(રાગ : હરિની માયા મહાબળવંતી, કોણે જીતી ન જાય જોને, જોગીને તો જોતી હીંડે, ભોગીને તો ખાય જોને.)
વંદું શ્રી ગુરુ રાજપ્રભુને, અહો! અલૌકિક જ્ઞાન જોને, તીવ્ર જ્ઞાન-દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને? ભાન ભુલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુ રાજ જોને,
બીજા રામ સમા તે માનું સારે સૌનાં કાજ જોને. ૧ ઈ. અર્થ:- શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંતના અહો! અલૌકિક જ્ઞાનને જોઈ હું ભક્તિભાવે તેમને પ્રણામ કરું છું. એમની તીવ્ર આત્મદશામાં અવિરતિ એટલે અસંયમરૂપ રાગદ્વેષના ભાવોને ક્યાંથી સ્થાન હોય? સંસારની આત્મભાન ભૂલાવે એવી વ્યાપાર વ્યવહારની ઉપાધિમાં પણ જેનો આત્મઉપયોગ સદા જાગૃત રહે છે એવા શ્રી ગુરુ રાજપ્રભુને હું પર પદાર્થથી વિરક્ત એવા બીજા શ્રી રામ સમાન માનું છું કે જે સૌ આત્માર્થી ભવ્ય જીવોના કલ્યાણના કાર્યો સિદ્ધ કરનાર છે. ૧ાા.
દર્શનમોહે ઑવ ના જાણે શુદ્ધ-સ્વરૃપનો સ્વાદ જોને, દર્શનમોહ જતાં જીંવ પામે સ્વરૂપ-સુખ આસ્વાદ જોને; દર્શનમોહની સાથે જાયે ઘાતક પ્રથમ કષાય જોને, અનંતાનુબંઘી જતાં સૌ કર્મો નિર્બળ થાય જોને. ૨
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- હવે અવિરતિનું મૂળ કારણ મિથ્યાત્વ છે તે જણાવે છે. દર્શનમોહ એટલે મિથ્યાત્વના યોગે આ અજ્ઞાની જીવ શુદ્ધ આત્મસ્વરૂપના સ્વાદને જાણતો નથી. દર્શનમોહનો ક્ષય કે ઉપશમ થતાં આ જીવ સ્વઆત્મસુખના સ્વાદને પામે છે. દર્શનમોહ એ મોહનીયકર્મનો ભેદ છે. તેની મિથ્યાત્વમોહનીય. મિશ્રમોહનીય અને સમ્યમોહનીય એમ ત્રણ પ્રકૃતિઓ છે. એ પ્રકૃતિઓનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થવાની સાથે આત્મગુણના મુખ્ય ઘાતક એવા પ્રથમ અનંતાનુબંધી ક્રોઘ માન માયા લોભરૂપ કષાય ભાવો પણ જતાં રહે છે. તે અનંતાનુબંધી કષાય ભાવો જતાં બીજા બઘા કર્મોની તાકાત નિર્બળ થઈ જાય છે. રા
તેમ થવા વૈરાગ્ય વઘારો ઉપશમ કરો કષાય જોને, સદગુરુબોઘે વિચાર જાગે તો સ્વરૂપ ઓળખાય જોને. અવિરતિ સમ્યગ્દષ્ટિ સારો, વા સાધુ વિરતિવંત, જોને?
બાહ્ય વેશને લોકો માને, ગણતા પૂજ્ય, મહંત જોને - ૩ અર્થ - આત્મ અનભવનો સ્વાદ ચાખવા માટે વૈરાગ્ય એટલે અનાસક્ત ભાવોની વૃદ્ધિ કરો તથા ક્રોધાદિ કષાય ભાવોનું ઉપશમન કરો તો જીવમાં યોગ્યતા આવતાં સદગુરુના બોઘે ઉત્તમ વિચારદશા જાગૃત થઈ પોતાના આત્મસ્વરૂપની ઓળખાણ થશે.
આ જગતમાં અવિરતિ એટલે જેને ત્યાગવ્રત નથી પણ સમ્યગ્દર્શન છે તે સારો કે જેને માત્ર બાહ્ય વિરતિ એટલે સાધુપણું છે પણ સમ્યગ્દર્શન નથી તે સારો? જગતમાં તો લોકો બાહ્ય વેષધારી સાધુ પુરુષને પૂજ્ય અને મહાત્મા ગણે છે. “કોણ ભાગ્યશાળી? અવિરતિ સમ્યગ્દષ્ટિ કે વિરતિ?” (વ.પૃ.૧૫૯) વા
વિચારવાન વિચારી જુએ–શાથી ભવદુઃખ જાય જોને? વિરતિઘારીને પુણ્યકમાણી, નહીં નિર્જરા થાય જોને; સમ્યગ્દષ્ટિ અવિરતિ તોયે કર્મોથી મુકાય જોને,
જ્ઞાન અને વૈરાગ્ય વડે તે કર્મ કાપતો જાય જોને.૪ અર્થ - વિચારવાન પુરુષો વિચારી જુએ કે આ સંસારનું દુઃખ શાથી નાશ પામે? તે આત્મજ્ઞાન રહિત એવા બાહ્યત્યાગી સાધુ પુરુષથી કે સમ્યવ્રુષ્ટિ જ્ઞાની પુરુષથી? તેના ઉત્તરમાં જણાવે છે કે વિરતિઘારી એટલે સમ્યગ્દર્શન વગર બાહ્યત્યાગીને ક્રિયાના ફળમાં માત્ર પૂણ્યની કમાણી છે પણ સાચી કર્મની નિર્જરા નથી. જ્યારે ઉદયાથી વર્તતાં સમ્યવ્રુષ્ટિ મહાત્માઓ અવિરતિ એટલે વ્રતધારી ન હોવા છતાં પણ કર્મોથી મુકાય છે. કારણ કે તેમનામાં આત્મજ્ઞાન અને અનાસક્તભાવરૂપ વૈરાગ્ય હોવાથી તે પ્રતિ ક્ષણે વિવેકરૂપી છીણીવડે કર્મોને કાપતા જાય છે.
મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુથી અવિરતિપણું નિર્મળ થતું નથી, એટલે જતું નથી, પરંતુ જો મિથ્યાત્વપણું ખસે તો અવિરતિપણાને જવું જ જોઈએ એ નિઃસંદેહ છે; કારણ કે મિથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી મોહભાવ જતો નથી, મોહભાવ કાયમ છે ત્યાં સુધી અત્યંતર વિરતિપણું થતું નથી; અને પ્રમુખપણે રહેલો એવો જે મોહભાવ તે નાશ પામવાથી અત્યંતર અવિરતિપણું રહેતું નથી, અને બાહ્ય જો વિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તોપણ જો અત્યંતર છે તો સહેજે બહાર આવે છે.”(વ.પૃ.૭૪૮) //૪
સર્વ વિરતિ મુનિજન ઘારે, દેશવિરત ગૃહીં ઘાર જોને, યથાશક્તિ પ્રતિમારૂપ કે વ્રતધારણ વિચાર જોને;
Page #199
--------------------------------------------------------------------------
________________
(૬) અવિરતિ
વૃત્તિ રોકવા વ્રત આદરવાં, નહિ જનરંજન કાજ જોને, પાપવૃત્તિને પ્રથમ રોકવી ભવ તરવા થી દાઝ જોને. ૫
૧૮૯
અર્થ :— સર્વ વિરતિ એટલે સંપૂર્ણ સંયમ તો આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ જ યધાર્થ ધા૨ણ કરી શકે અને દેશવિરતી એટલે અંશે સંયમ તે ગૃહી કહેતા આત્મજ્ઞાન સહિત એવા શ્રાવકો ધારણ કરી શકે, તેઓ પ્રથમ યથાશક્તિ શ્રાવકની અગ્યાર પ્રતિમાઓ કે વ્રત ધારણ કરવાનો વિચાર કરી તેનો અભ્યાસ કરે છે. કેમકે વૃત્તિઓને રોકવા માટે વ્રત છે, તે લોકોને રંજન કરવા માટે નથી. આવા વ્રતોને ધારણ કરતાં પહેલા સંસાર સમુદ્રને તરવાની અંતરમાં દાઝ રાખી પાપવૃત્તિઓને પ્રથમ રોકવી યોગ્ય છે. પા પાંચ પ્રકારે પાપ પ્રકાશે અવિરતિની ઘૂન જોને, હિંસા, મૃષાવાદ ને ચોરી પરિગ્રહ સહ મૈથુન જોને;
બાર પ્રકારે કોઈ પ્રકાશે અવિરતિરૂપ આચાર જોને, પાંચ ઇન્દ્રિય ને મન નહિ રોકે આત્મઘાત વિચાર જોર્ન, ૬
અર્થ :— અનાદિકાળથી અસંયમની ધૂનના કારણે જીવની આ પાંચ પ્રકારના પાપોમાં પ્રવૃતિ છે. તે હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ છે. કોઈ વળી અસંયમના આચાર સમા અસંયમના બાર પ્રકાર બતાવે છે. તેમાં છ ઇન્દ્રિય અસંયમ અને છ પ્રાણી અસંયમ છે. પ્રથમના ઇન્દ્રિય અસંયમમાં પાંચ ઇન્દ્રિયો અને મનનો અસંયમ છે. તે ઇન્દ્રિયો અને મનની વિભાવરૂપ વૃતિઓને ન રોકે તો તેને આત્મઘાતક વિચારવાળો જાણો. તે વૃતિઓને રોકવી તે છ પ્રકારે ઇન્દ્રિય સંયમ કહેવાય છે. ।।૬।।
પૃથ્વી-જળ-તેજ-વાયુ-ક્રાય ને વનસ્પતિરૂપ જીવ જોને, એ એકેન્દ્રિય પાંચ પ્રકારે, વળી હણે ત્રસ જીવ જોને; બે-ઇન્દ્રિય ત્રણ-ઇન્દ્રિયઘારી વર્લી ચઉં-પંચેન્દ્રિય જોને,
એ ચારે ત્રસ એક પ્રકારે; સ્થાવર એકેન્દ્રિય જોને. ૭
અર્થ :— હવે અસંયમના બાર પ્રકારમાં બીજા પ્રકાર તે છ કાય જીવોની રક્ષા ન કરવી તે છે, તેમાં પૃથ્વી, પાણી, તેજ એટલે અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર તથા બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયને ઘારણ કરવાવાળા ત્રસકાય જીવનો તે છઠ્ઠો પ્રકાર છે. એમાં પૃથ્વી પાણી આદિ સ્થાવર જીવો કહેવાય છે અને બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિય સુધીના જીવો હાલતા ચાલતા હોવાથી ત્રસકાય ગણાય છે. તેમની હિંસા ન કરવી તે છ પ્રકારે પ્રાણી સંયમ કહેવાય છે. ।।૭
પરાઁવ પ્રત્યે દયા ઘરે તે બાહાવ્રત ઘરનાર જોને; અંતર્તી તો કષાય ટાળે, આત્મકૃપા તે સાર જોને; અવિરતિનું કારણ જોતાં જડે કષાયો બાર જોને પ્રથમ કષાય, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની ધાર જોને 2 હવે બાહ્યવ્રત અને અંતરવ્રતનું સ્વરૂપ જણાવે છે :
અર્થ :— જે બીજા જીવોની દયા પાળવામાં માત્ર ધર્મ માને તે બાહ્યવ્રતને ધારણ કરનાર જાણવા. જ્યારે અંતરંગવ્રતને ધારણ કરનારા તો પ્રથમ કાચભાવોને ટાળે છે. તે આત્મકૃપા એટલે પોતાનો તે આત્મા જે કષાયભાવોને લઈને આ સંસારમાં રઝળે છે તે કષાયભાવોને હણવા જે પોતાના આત્મા ઉપર
Page #200
--------------------------------------------------------------------------
________________
૧ ૯૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
કૃપા કરે તે આત્મકૃપા અર્થાત્ સ્વદયાનો પ્રથમ વિચાર કરે તેને સારભૂત વિચારવાળા જાણવા. અવિરતિ એટલે જીવનમાં અસંયમનું કારણ શું? તે વિચારતાં માત્ર આ પ્રથમ અનંતાનુબંધી કષાય, પછી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાયભાવો જ જણાશે. IIટા
ઘોરી મૂળ મિથ્યાત્વ ગયું છે, કષાય-પ્રેરક તેહ જોને, ભજવા યોગ્ય ભુલાવી દે તે, મૃગજળ પાતું એહ જોને; જેમ ગોપ માખણ સંતાડે, સૌને દેતી છાશ જોને,
છાશ દૂઘ સમ, જગજન માને, માખણ કોઈક પાસ જોને. ૯ અર્થ - તે બધા કષાયભાવોનું ઘોરી મૂળ મિથ્યાત્વ છે, જે કષાયભાવોને પ્રેરણા આપે છે. તે મિથ્યાત્વ નિરંતર ભજવા યોગ્ય એવા પોતાના “સહજાત્મસ્વરૂપને ભુલાવી દે છે અને મૃગજળની જેમ
જ્યાં સુખ નથી ત્યાં સુખની કલ્પના કરાવી સંસારરૂપી વિષનું પાન કરાવે છે. જેમ ગોપી એટલે ગોવાલણ માખણને સંતાડી સૌને છાસ આપે તેમ લોકો પણ સંસારસુખરૂપ છાસને દૂઘ સમાન માની રાજી થાય છે. પણ માખણ તો કોઈકની પાસે હોય છે; અર્થાત્ સાચું સુખ તો કોઈ વિરલા જાણે છે. લાં
મિથ્યાત્વ-મતિ મથી માખણ કાઢે સન્દુરુષ બળવાન જોને, સમ્યગ્દર્શન માખણ મીઠું ભોગવતા ભગવાન જોને. સમ્યગ્દર્શન-જ્ઞાનની સાથે સ્વરૃપ-ચરણ ચારિત્ર જોને,
આત્માનુભવ રૂપ રહે છે, અવિનાભાવી મિત્ર જોને. ૧૦ અર્થ - અનાદિની મિથ્યાત્વવાળી કુમતિને મથી કોઈક સપુરુષ જેવા બળવાન પુરુષો આત્મજ્ઞાનરૂપી માખણ કાઢે છે. તે આત્મઅનુભવરૂપ સમ્યક્દર્શન એ જ મીઠું માખણ છે. તેના સ્વાદને સમ્યકુદ્રષ્ટિ મહાત્માઓ અનુભવ સ્વરૂપે ભોગવે છે. તેમને સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાન સાથે સ્વરૂપાચરણરૂપ ચારિત્ર પ્રગટેલ છે. તેથી હમેશાં આત્મઅનુભવ રૂપે રહે છે. કેમકે સમ્યગ્દર્શન જ્ઞાન સાથે સમ્યગ્વારિત્રનો અવિનાભાવી મિત્ર જેવો સંબંધ છે, અર્થાત્ જ્યાં સમ્યગ્દર્શન જ્ઞાન હોય ત્યાં સ્વરૂપાચરણરૂપ ચારિત્ર અવશ્ય હોય છે. (૧૦ગા.
ટગમગ પગ ના પ્રથમ ટકે જો બળ વઘતાં દે દોટ જોને, પ્રથમ તેમ સમ્યવ્રુષ્ટિને રહે સ્થિરતા-ખોટ જોને; સમ્યગ્દર્શન-જ્ઞાન પછી જો ટાળે નહીં પ્રમાદ જોને,
વંધ્ય-તરું-ઉપમા તે પામે નહિ શાંતિનો બહુ સ્વાદ જોને. ૧૧ અર્થ - બાળક જેમ પ્રથમ પગ મૂકતા શીખે ત્યારે પડી જાય છે. પણ પછી બળ વઘતાં દોટ મૂકે છે. તેમાં પ્રથમ આત્મજ્ઞાન થયા પછી પણ ચારિત્રમોહને લઈને આત્મસ્થિરતા કરવામાં જ્ઞાનીને મુશ્કેલી પડે છે. તેથી સમ્યક્દર્શન અને સમ્યકજ્ઞાન થયા પછી પણ જો તે પ્રમાદને ટાળે નહીં તો તે વંધ્યત એટલે ફળ ન આપે એવા વૃક્ષની ઉપમાને પામે છે, અર્થાત્ પ્રમાદ તજી સમ્યક્રચારિત્રની આરાધના કરે નહીં તો તે આત્માનુભવરૂપ શાંતિનો બહુ સ્વાદ પ્રાપ્ત કરી શકતો નથી. //૧૧|
ચોથા ગુણસ્થાનક સુથી છે અવિરતિનું રાજ્ય જોને, ચારિત્ર-રવિ-કિરણ ચોથામાં થાય ઉષામાં કાજ જોને,
Page #201
--------------------------------------------------------------------------
________________
(૬૯) અવિરતિ
૧ ૯૧.
સૂર્યોદય ના સ્પષ્ટ જણાતો, તેમ સ્વરૃપ-ચારિત્ર જોને,
અનંતાનુબંઘી જાતાં છે; પણ નહિ વ્રત-સુંમિત્ર જોને. ૧૨ અર્થ - ચોથા અવિરત સમ્યદ્રષ્ટિ નામના ગુણસ્થાનક સુઘી આ અવિરતિના બંઘ સ્થાનકનું રાજ્ય છે. ચોથા ગુણસ્થાનકમાં આત્મજ્ઞાન થવાથી સ્વરૂપાચરણરૂપ ચારિત્ર પ્રગટ્યું. તે જાણે ઉષા એટલે સવારે પ્રભાતમાં સૂર્યનું કિરણ ફૂટ્યું હોય તેના સમાન છે. તે સમયે સૂર્યોદય સ્પષ્ટ જણાતો નથી. તેમ સ્વરૂપાચરણરૂપ ચારિત્ર અનંતાનુબંધી કષાય જતાં પ્રગટ્યું છે, પણ હજુ વ્રતરૂપી સન્મિત્રનો યોગ થયો નથી અર્થાતુ હજુ જીવનમાં અંશે પણ વ્રત આવ્યા નથી. ૧૨ા
ગણના પંચમ ગુણસ્થાનેથી વિરતિની શરૂઆત જોને, પૂર્ણ અયોગી ગુણસ્થાને તે; મુક્તિ ત્યાં સાક્ષાત્ જોને. કર્મક્લેશ શૈલેશીયોગે ટળતાં પૂર્ણ વિરામ જોને,
યોગથી ચંચળતા ત્યાં સુધી અવિરતિનું નામ જોને. ૧૩ અર્થ - તે વ્રતોની શરૂઆત હવે આ પંચમ દેશવિરતિ નામના ગુણસ્થાનકથી છે. અને તે વિરતિની પૂર્ણતા તો અયોગી એવા ચૌદમા ગુણસ્થાનમાં છે, જ્યાં સાક્ષાત્ આત્માની મુક્ત અવસ્થા છે. તે ચૌદમાં ગુણસ્થાને શૈલેશીકરણ એટલે મેરુ પર્વત જેવી અડોળ આત્મસ્થિતિનો યોગ થવાથી સર્વ કર્મરૂપી ફ્લેશ ટળી જઈ સંસારનો પૂર્ણ વિરામ થાય છે; અર્થાતુ સંપૂર્ણ શાશ્વત આત્મવિશ્રાંતિરૂપ મોક્ષદશા પ્રગટે છે. તેરમા ગુણ સ્થાનક સુધી મનવચન કાયાના યોગોની ચંચળતા હોવાથી ત્યાં પણ અવિરતિનો અંશ છે, એમ ગણાય છે. ૧૩ના
કષાય કારણ અવિરતિનું ટળે દશમ ગુણ-સ્થાન જોને, યથાખ્યાત ચારિત્ર ગણ્યું ત્યાં, ક્યાં અવિરતિ-નિદાન જોને? સામાન્યપણે તો વાત ખરી એ, પણ આ સૂક્ષ્મ વિચાર જોને,
પૂર્ણ દર્શન-જ્ઞાન-ચારિત્રે મોક્ષ ઘટે નિર્ધાર જોને. ૧૪ અર્થ :- અવિરતિનું કારણ તો કષાયભાવો છે અને તે તો દશમાં ગુણસ્થાને નાશ થઈ જાય છે. તેથી ત્યાં પણ યથાખ્યાત ચારિત્ર ગણ્યું છે. તો પછી આગળના ગુણસ્થાનકમાં અવિરતિ એટલે અસંયમનું નિદાન એટલે કારણ ક્યાં રહ્યું? સામાન્યપણે તો આ વાત ખરી છે. પણ સૂક્ષ્મ વિચારથી જોતાં સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્રની પૂર્ણતા થયે જ મોક્ષની પ્રાપ્તિ ઘટે છે એ વાત પણ નિશ્ચિત છે. [૧૪
ત્રણે તેરમે પૂર્ણ ગણો તો મોક્ષ ન થાય વિચિત્ર જોને, ક્ષીણમોહ ગુણ-સ્થાને છે તો યથાખ્યાત ચારિત્ર જોને; તે ચારિત્ર યોગ-સંયોગે ગણાય હજું અપવિત્ર જોને,
શૈલેશી-કરણે યોગોની સ્થિરતા પૂર્ણ પવિત્ર જોને. ૧૫ અર્થ - સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેયની, તેરમા ગુણસ્થાનકે પૂર્ણતા ગણીએ તો પણ જીવનો મોક્ષ કેમ થતો નથી? એ પણ વિચિત્ર વાત છે. કેમકે બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકે પણ યથાખ્યાત ચારિત્ર તો છે. પણ તે યથાખ્યાત ચારિત્ર જ્યાં સુધી મન વચન કાયાના યોગ સહિત છે ત્યાં સુઘી અપવિત્ર ગણાય છે. પણ જ્યારે ચૌદમાં ગુણસ્થાને શૈલેશીકરણમાં મન વચન કાયાના યોગોની
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અડોલ સ્થિરતા થાય ત્યારે તે યથાવાત ચારિત્ર પૂર્ણ પવિત્રતાને પામે છે. II૧૫ાા
રત્નત્રયી ત્યાં પૂર્ણ થઈ કે મોક્ષ તણી નહિ વાર જોને, પૂર્વપ્રયોગાદિક હેતુંથી સિદ્ધાલય-સંચાર જોને; ચોથા ગુણસ્થાનકથી માંડી ચૌદમે ગુણસ્થાન જોને,
સ્વરૂપસ્થિરતા વઘતી જાતી, પૂર્ણ થતાં ભગવાન જોને. ૧૬ અર્થ :- જ્યાં રત્નત્રયની પૂર્ણ પવિત્રતા થઈ કે ત્યાં મોક્ષ પ્રાપ્ત થવામાં કંઈ વાર નથી. પૂર્વે ઉપર ઊઠવાનો પ્રયોગ આદિ કરવાથી તેમજ આત્માનો સ્વભાવ પણ ઉર્ધ્વગમનરૂપ હોવાથી કર્મથી રહિત થયેલ આત્મા ઉપર ઊઠી સિદ્ધાલય સુધી સંચાર કરે છે. ચોથા ગુણસ્થાનકમાં આત્મજ્ઞાન થતાં સ્વરૂપાચરણરૂપ ચારિત્ર પ્રગટ થયું, ત્યાંથી માંડીને ચૌદમા ગુણસ્થાનક સુઘી સ્વરૂપસ્થિરતા ક્રમશઃ વઘતી ગઈ અને અંતે તે સ્વરૂપસ્થિરતા પૂર્ણતાને પામવાથી તે આત્મા ભગવાન બની જઈ સિદ્ધાલયમાં પહોંચી અનંત સમાધિસુખમાં સર્વકાળને માટે બિરાજમાન થાય છે.
અવિરતિભાવને ટાળી પોતાના સહજ આત્મસ્વરૂપને પામવું એ જ ખરું અધ્યાત્મ છે. અધ્યાત્મ એટલે આત્મા સંબંધીનું જ્ઞાન. અધ્યાત્મ વગરનું બીજું ગમે તેટલું જ્ઞાન હોય પણ તે મોક્ષમાર્ગમાં કામ આવતું નથી. માટે એ વિષેના ખુલાસા અત્રે આ પાઠમાં આપવામાં આવે છે :
(૭૦)
અધ્યાત્મા
||
(રાગ : વિહરમાન ભગવાન સુણો મુજ વિનતિ, જગતારક જગનાથ અછો ત્રિભુવનપતિ.)
રાજચંદ્ર ભગવાન અધ્યાત્મયુગપતિ, તવ ચરણે સ્થિર ચિત્ત રહો, મુજ વિનતિ; પ્રણમું ઘર ઉલ્લાસ હૃદયમાં, આપને, આપની ભક્તિ અમાપ હરે ભવ-તાપને. ૧
અર્થ:- જે અનુષ્ઠાનોથી અર્થાત્ ક્રિયાઓથી પોતાનો આત્મા શુદ્ધ થાય તે બધું આચરણ અધ્યાત્મ ગણાય છે. આ કલિયુગમાં આત્મશુદ્ધિ અર્થે, આત્મા સંબંધી બોઘનો ઘોઘ વહેવડાવનાર પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાન પ્રઘાનપણે હોવાથી તે આ યુગમાં અધ્યાત્મજ્ઞાનના યુગપતિ સમાન છે. એવા તવ એટલે આપના ચરણકમળમાં મારું મન સદા સ્થિર રહો અર્થાતુ આપના આજ્ઞારૂપ બગીચાને છોડી કદી બહાર ન જાઓ; એ જ આપ પ્રભુ પ્રત્યે મારી વિનંતી છે. આપની અભુત અધ્યાત્મશક્તિ જોઈ મારા હૃદયમાં પ્રેમ ભક્તિનો ઉમળકો આવવાથી આપના ચરણમાં પ્રણામ કરું છું. આપના પ્રત્યે અમાપ એટલે જેટલી ભક્તિ કરું તેટલી ઓછી છે, કારણ કે મારા સંસારના જન્મ જરા મરણ કે આધિવ્યાધિ ઉપાધિરૂપ તાપને સર્વ કાળ માટે અધ્યાત્મજ્ઞાનવડે દૂર કરનાર આપ જ છો. ||૧||
આગમ=વસ્તુ સ્વભાવ, અધ્યાત્મ=સ્વરૂપ છે, જીવ સંબંઘી બેય સદા સંસારીને. આગમ કર્મસ્વરૂપ, અપર શુદ્ધ ચેતના; દ્રવ્ય, ભાવરૂપ કર્મ દ્રવ્ય જડ-વર્ગણા. ૨
Page #203
--------------------------------------------------------------------------
________________
(૭૦) અધ્યાત્મ
૧૯૩
અર્થ :- આગમનું જ્ઞાન વસ્તુના સ્વભાવને બનાવનાર છે, જ્યારે અધ્યાત્મ એ પોતાનું આત્મસ્વરૂપ છે. સંસારી જીવે આગમ દ્વારા છએ દ્રવ્યનું સ્વરૂપ જાણી તેમાંથી અધ્યાત્મમય એવા પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને જાણવા માટે, આગમ અને અધ્યાત્મ બેયનો સાથે સંબંઘ જરૂરી છે.
આગમ છે તે કર્મના સ્વરૂપને બતાવી તેથી કેમ નિવર્તવું તે બતાવે છે જ્યારે અપર એટલે બીજું અધ્યાત્મ શુદ્ધ ચેતનામય પોતાનું સ્વરૂપ છે. તે સ્વરૂપને પામવા કર્મોને નિવારવા. તે કર્મસ્વરૂપના આગમમાં બે ભેદ કહ્યાં છે. એક દ્રવ્યકર્મ અને બીજું ભાવકર્મ. તેમાં દ્રવ્યકર્મ તે જડ છે અને પુદગલની વર્ગણારૂપ છે. સારા
ભાવકર્મ=વિભાવ, તે કર્મ-નિમિત્તથી, આગમરૂપ એ બેય ગણાય સુશાસ્ત્રથી; ગણો દ્રવ્ય ને ભાવ ભેદ અધ્યાત્મના, દ્રવ્યરૂપે જીવત્વ, જ્ઞાનાદિ ભાવ આ. ૩
અર્થ - કર્મસ્વરૂપનો બીજો ભેદ ભાવકર્મ છે. તે રાગદ્વેષરૂપ વિભાવભાવ છે. તે વિભાવભાવ દ્રવ્યકર્મના નિમિત્તથી ઉદભવે છે. ભાવકર્મ અને દ્રવ્યકર્મ એ બેય આગમરૂપ એટલે કર્મના સ્વરૂપ ગણાય છે. તે શાસ્ત્રો દ્વારા જાણી શકાય છે.
હવે અધ્યાત્મના પણ બે ભેદ જાણો. એક દ્રવ્ય અધ્યાત્મ અને બીજું ભાવ અધ્યાત્મ. દ્રવ્ય અધ્યાત્મ તે જીવનું જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ છે અને ભાવ અધ્યાત્મ તે સમ્યકજ્ઞાનદર્શનચારિત્ર આદિ આત્માના ગુણો છે. સા.
જડયુગમાં અધ્યાત્મ વિલુપ્ત સમાન છે, પરમાર્થે જ અજાણ જીવ ઘરે માન તે; જ્ઞાની ઘણાય ગણાય, સ્વરૂપ ન ઓળખે, નહિ અલૌકિક ભાવ, ગુણ દોષને લખે. ૪
અર્થ - જડ એવી પૌદ્ગલિક વસ્તુઓનું જેમાં વિશેષ માહાભ્ય છે એવા આ જડયુગમાં અધ્યાત્મ એટલે આત્મા સંબંધીનું જ્ઞાન વિશેષપણે લુપ્ત થઈ ગયા જેવું છે. આ યુગમાં જીવો પરમાર્થ એટલે આત્માનું સાચું હિત શામાં છે એવા મૂળ તત્વથી અજાણ છે. છતાં જીવો અધ્યાત્મનું માન ઘરાવે છે કે અમે આત્મતત્વને જાણીએ છીએ.
આ કલિયુગમાં ઘણા જીવો જ્ઞાની ગણાય છે પણ પોતાના આત્મસ્વરૂપને ઓળખતા નથી. તેમનામાં ત્યાગ વૈરાગ્ય સંયુક્ત આત્મકલ્યાણ કરવાનો અલૌકિક ભાવ નથી અને અનેક દોષયુક્ત બાહ્યત્યાગ વ્રતાદિ સેવી તેને ગુણરૂપ માને છે. “આ કાળમાં દ્રવ્યઅધ્યાત્મીઓ જ્ઞાનદગ્ધો ઘણા છે. દ્રવ્યઅધ્યાત્મી દેવળના ઇંડાના દ્રષ્ટાંતે મૂળ પરમાર્થ સમજતા નથી.” (વ.પૃ.૭૦૪)
દેવળના ઇંડાનું દ્રષ્ટાંત – શેઠે પુત્રને કહેલું કે જ્યારે તારે ઘનની જરૂર પડે ત્યારે દેવળના ઇંડા નીચે છે ત્યાંથી લઈ લેજે. શેઠ મરી ગયા. પુત્રને ઘનની જરૂર પડી ત્યારે મંદિરના શિખર ઉપર રહેલા ઇંડાને તોડવા લાગ્યો. પણ ઘન મળ્યું નહીં; પછી પોતાના પિતાના મિત્રને મળ્યો ત્યારે તેમણે કહ્યું–જ્યાં મંદિરના ઇંડાની છાયા પડે ત્યાં ખોદજે તો અંદરથી ચરૂ નીકળશે. તેણે તેમ કર્યું તો ઘન નીકળ્યું. તેમ આજના જીવો ભગવાનના કહેલા મૂળ પરમાર્થને સમજતા નથી.
કુગુરુ અને અજ્ઞાની પાખંડીઓનો આ કાળમાં પાર નથી.” (વ.પૃ.૭૦૫) //૪ પાંચ મહાવ્રતઘારી કહેલી કરે ક્રિયા, આગમનો અભ્યાસ, અનાદિ રુચિ પ્રિયા; અશુભ તજી કરે શુંભ ક્રિયા નિશદિન એ, શુભ ભાવોને શુદ્ધ અજાણે લેખવે. ૫
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૯૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- પંચ મહાવ્રત ધારણ કરીને ગુરુ બતાવે તે ક્રિયાઓ કરે છે. તથા આગમનો અભ્યાસ કરે છે. અનાદિ કાળની અશુભ ક્રિયા પ્રત્યેની પ્રિય રુચિને તજી રાતદિવસ શુભ ક્રિયા કરે છે. તે શુભ ભાવોને જ અજાણપણામાં શુદ્ધ ભાવ માને છે, પણ ખરા અધ્યાત્મને જાણતા નથી. આપણા
ગૃહસ્થોને સ્ત્રી-પુત્ર સંસાર-વૃદ્ધિ દે, પંડિતોને ગ્રંથ અધ્યાત્મ વણ, વદે. માત્ર અધ્યાત્મ શાસ્ત્ર મુમુક્ષુ આદરે, કરી બહુ વાર વિચાર, કહેલું તે કરે. ૬
અર્થ - ગૃહસ્થોને જેમ સ્ત્રી, પુત્ર, સંસાર વૃદ્ધિનું કારણ છે તેમ પંડિતોને અધ્યાત્મ વગરના શાસ્ત્રો સંસારવૃદ્ધિનું કારણ છે, એમ જ્ઞાની પુરુષો કહે છે. આત્મતત્ત્વને નિરૂપણ કરનારા અધ્યાત્મ શાસ્ત્રોને જે મુમુક્ષુ હોય તેજ આદરે છે. તે મુમુક્ષુ છ પદ, આત્મસિદ્ધિ જેવા અધ્યાત્મશાસ્ત્રો ઉપર અનેકવાર વિચાર કરીને તેમાં કહ્યા પ્રમાણે માનવાનો કે કરવાનો પ્રયત્ન કરે છે. કા.
જે તરવાનો કામી તેને પણ શીખવે, જ્ઞાન-પ્રદાન મહાન, સ્વહિત તે લેખવે; મિથ્યાત્વરહિત ભાવ, ક્રિયા આત્માર્થની- જ્ઞાની કહે અધ્યાત્મ; કુંચી સૌ યોગની. ૭
અર્થ - બીજો પણ કોઈ તરવાનો કામી હોય તેને પણ આત્મા સંબંધી જ્ઞાનની શિખામણ આપે છે. કેમકે જ્ઞાનદાન એ પ્રકૃષ્ટ દાન છે, મહાન છે. માટે તેમ કરવામાં તે પોતાનું હિત માને છે.
મિથ્યા માન્યતાના ભાવોથી રહિત અને સાચા દેવ, ગુરુ ઘર્મના શ્રદ્ધાન સહિત, જે આત્માર્થે ભક્તિ સત્સંગાદિની ક્રિયા કરે તેને જ્ઞાની પુરુષો અધ્યાત્મ કહે છે. તે ક્રિયા મોક્ષની સાથે જીવને જોડે એવા સર્વ યોગ સાઘનોને પ્રાપ્ત કરવાની કુંચી સમાન છે. આવા
દાન્ત, શાન્ત, વળી ગુસ, મોક્ષાર્થી સમકિતી, અધ્યાત્મ-ગુણ કાજ કરે નિર્દભ કૃતિ; દંભ જ્ઞાનાદ્રિ-વજ, દુઃખોને નોતરે, મહાવ્રતોનો ચોર, મુમુક્ષુને છેતરે. ૮
અર્થ - સમ્યક શ્રદ્ધાવાળો મોક્ષાર્થી સમકિતી તો દાન્ત એટલે ઇન્દ્રિયોનું દમન કરી, શાન્ત એટલે કષાયોનું શમન કરીને; ગુપ્ત પણે આત્મગુણોને પ્રગટાવવા અર્થે નિર્દભ એટલે ડોળ કે ઢોંગ વગર ગુરુ આજ્ઞાએ શુદ્ધ ક્રિયાને કરે છે. કેમકે દંભ એટલે માયાવડે કરેલ ઘર્મમાં ઢોંગ, તે જ્ઞાનાદ્રિ વજ અર્થાત્ જ્ઞાનરૂપી પર્વતને તોડવા માટે વજ સમાન છે. તે દુઃખોને નોતરું આપનાર છે. અધ્યાત્મજ્ઞાનના અભાવે જે મહાવ્રતોને લઈ પાળે નહીં અને બાહ્ય વેષવડે લોકોને ઢોંગ બતાવે તે મહાવ્રતોનો ચોર છે. તે મોક્ષમાર્ગના ઇચ્છુક એવા મુમુક્ષુઓને પણ બાહ્ય ડોળવડે છેતરી જાય છે. કેટલાં
જેમ જહાજે છિદ્ર ડુબાડે અથવચે, અધ્યાત્મ-રત-ચિત્ત જરી દંભ ના રચે; વિકાર-નદીનો નાથ ક્રોઘાદિથી ઊછળે, વડવાનલરૂપ કામ, ગુખ દુઃખે છળે. ૯
અર્થ - જેમ જહાજમાં પડેલું છિદ્ર માર્ગમાં અધવચ્ચે સમુદ્રમાં ડુબાડી દે તેમ દંભી એવા કુગુરુ મોક્ષમાર્ગે ગમન કરનાર મુમુક્ષને ભવસમુદ્રમાં ડુબાડી દે છે. પણ અધ્યાત્મમાં જેનું ચિત્ત લીન છે તે ભવ્યાત્મા જરા પણ દંભને રચતા નથી. જ્યારે દંભીના મનમાં તો વિકારરૂપી નદીનો નાથ એટલે સમુદ્ર છે, તેમાં ક્રોધાદિ કષાયભાવરૂપ મોજાંઓ સદા ઊછળ્યા કરે છે તથા તેના અંતરમાં વડવાનલરૂપ કામવાસના ગુપ્તપણે રહીને તેને છેતરી સદા દુઃખ આપ્યા કરે છે. ગાલા
Page #205
--------------------------------------------------------------------------
________________
(૭૦) અધ્યાત્મ
૧૯૫
ભવસાગર સમ માન અપાર અનંત એ, સગુરુ-બોઘ-જહાજ, ચઢી પાર પામજે; નરભવ અનુપમ લ્હાવ, ન મોહ-મદે-ચેંકો, અંજલિ-જલ સમ આયુ, હવે મમતા મેંકો. ૧૦
અર્થ :- દંભને તું ભવસાગર સમાન માન કે જે અનંત અને અપાર છે. માટે સદગુરુના બોઘરૂપી જહાજ પર ચઢી વિષયકષાયરૂપે વર્તતા દંભરૂપ સમુદ્રથી પાર ઊતરી જજે. કેમકે આ મનુષ્યભવ પ્રાપ્ત થયો છે તે કલ્યાણ કરવા માટે અનુપમ લ્હાવો મળ્યા સમાન છે. તેને મોહના મદવડે ગાંડો થઈ ચુકીશ નહીં. આયુષ્ય પણ અંજલિમાં લીઘેલ જળ સમાન ક્ષણ ક્ષણ વહી રહ્યું છે, માટે હવે અવશ્ય શરીર કુટુંબાદિ પર વસ્તુઓમાં રહેલ મમતાને મૂકી દેજે. ૧૦ના
પ્રિયા-વાણ, વાજિંત્ર, શયન, તન-મઈને, સુખ અમૃત સમાન ગણેલું મુજ મને; સગુરુ-યોગે દ્રષ્ટિ ફરી ત્યાં ફરી ગયું, એક અધ્યાત્મ-ભાવ વિષે રાચતું થયું. ૧૧
અર્થ - સ્ત્રી સાથે વાર્તાલાપ કરવો, વાજિંત્ર સાંભળવા, સુખે શયન કરવું તથા શરીરના મર્દનમાં મારા આત્માએ અજ્ઞાનવશ અમૃત સમાન સુખ માનેલું હતું. પણ સદ્ગુરુના યોગે મિથ્યાવૃષ્ટિ ફરીને સમ્મદ્રષ્ટિ થતાં તે બધું ફરી ગયું અને એક અધ્યાત્મ-ભાવ એટલે આત્મભાવમાં કે જ્યાં સાચું, સ્વાધીન, શાશ્વત, અખંઘકારી એવું આત્માનું સુખ રહ્યું છે, તેમાં જ મન રાચતું થઈ ગયું. ૧૧ના
ક્ષણિક પરાથી સુખ, વિષય-ઇચ્છાભર્યું, ભવે ભીતિનું સ્થાન, વિષમતા વિષ નર્યું; સ્વાથન, શાશ્વત સુખ, અભય નિરાકુળતા, આધ્યાત્મિક સુખમાંહિ; રહી ના ન્યૂનતા. ૧૨ હવે ઇન્દ્રિયોનું સુખ કેવું છે તે જણાવે છે :
અર્થ - તે ક્ષણિક એટલે અલ્પ સમય માત્ર ટકનાર છે, તે ઇન્દ્રિય સુખ શરીરાદિ પર વસ્તુને આધીન હોવાથી પરાધીન છે, નવા નવા ઇન્દ્રિયોના વિષયો મેળવવાની ઇચ્છાથી ભરપૂર છે, વિષયો ભોગવતાં રાગદ્વેષના પરિણામ થાય છે માટે તે સંસારમાં ડૂબાડનાર હોવાથી ભયનું સ્થાન છે. તે સુખની ઘારા એક સરખી ન રહેવાથી વિષમ છે, અને ભવોભવ મારનાર હોવાથી નર્યું વિષ જ છે એટલે કેવળ ઝેરમય જ છે.
જ્યારે આત્માનું સુખ તે પોતાને જ આધીન હોવાથી સ્વાધીન, મોક્ષમાં સ્થિતિ કરાવનાર હોવાથી શાશ્વત અને જન્મમરણના ભયથી રહિત હોવાથી અભય તથા વીતરાગતા પ્રાપ્ત કરાવનાર હોવાથી નિરાકુળ છે. એવા આધ્યાત્મિક એટલે આત્મા સંબંધીના સુખમાં કોઈ પ્રકારની ન્યૂનતા એટલે કમી નહીં હોવાથી તે જ સદા ઉપાદેય છે. ૧૨ા.
ભવ-સ્વરૂપ-વિચાર સુવૈરાગ્ય બોઘશે, ભવ-ઇચ્છા-ઉચ્છદ, સ્વરૂપ-સુખ શોઘશે; વૈરાગ્યથી અધ્યાત્મ પ્રગટ પોષાય છે, જેમ માતાથી જન્મી શિશુ ઉછેરાય છે. ૧૩
અર્થ :- હવે ઇન્દ્રિયોથી વિરક્તભાવ લાવવા સંસારનું વાસ્તવિક સ્વરૂપ વિચારવા જણાવે છે. સંસાર સ્વરૂપનો વિચાર કરવાથી તે અશરણ, અનિત્ય અને અસાર જણાઈ જીવને સાચા વૈરાગ્યનો બોઘ થશે. સંસારનું સાચું સ્વરૂપ સમજવામાં આવવાથી સંસારસુખની ઇચ્છાનો ઉચ્છેદ થશે અને તે આત્મસુખની ખરી શોઘ કરશે. વૈરાગ્યભાવથી આત્મા સંબંધી અધ્યાત્મજ્ઞાન જન્મ પામી – તેને પોષણ આપવાનો ભાવ થશે. જેમ માતાથી શિશુનો જન્મ થઈ તેના દ્વારા જ તેનું પાલનપોષણ કરાય છે તેમ. ||૧૩ના
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૯ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
રાગ, દ્વેષ, અજ્ઞાન–હેતુ ભવના ગણ્યા, “ભવ-હેતુ પ્રતિ ખેદ, વિષયે ન વર્તના ને સંસાર અસાર ગયે ઉદાસીનતા- સગુરુ-બોઘને યોગ્ય ગણાય એવી દશા. ૧૪
અર્થ - રાગ, દ્વેષ અને અજ્ઞાન એ જ સંસારના મુખ્ય કારણ ગણાય છે. જેને સંસારના આ કારણો પ્રત્યે ખેદ એટલે વૈરાગ્ય વર્તે છે તે જીવો પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રાચતા નથી. તથા સંસારને અસાર ગણવાથી તે પ્રત્યે ઉદાસીનતા પ્રગટે છે. તેવા જીવોની દશા સદ્ગુરુના બોઘને ગ્રહણ કરવાને યોગ્ય ગણાય છે. ૧૪.
બોથ-બ્જે અધ્યાત્મનો અંકુર ઊગશે, ત્યાં વૈરાગ્ય યથાર્થ, અધ્યાત્મ પોષશે; ગુણસ્થાન ચતુર્થ', કહ્યું “વિરતિ વિના, વળી અધ્યાત્મ હોય', પૂંછે “સમજાય ના.” ૧૫
અર્થ :- સદગુરુનો બોઘ પરિણામ પામ્યાથી અધ્યાત્મનો એટલે આત્મા સંબંધી જ્ઞાનનો અંકુર ફુટશે. તેવો સાચો વૈરાગ્ય આત્માને પોષણ આપશે તેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થશે. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું કે તે જીવ ચોથા અવિરત સમ્યકદ્રષ્ટિ નામના ગુણસ્થાનકને પામશે. ત્યાં વિરતિ એટલે વ્રત સંયમ વિના પણ તેને આત્મજ્ઞાન હોય છે. કોઈ પૂછે કે કેવી રીતે? તો બાહરથી કર્મ ઉદયને આધીન તેમને ત્યાગ ન હોવાથી સામાન્ય માણસને તે સમજાય નહીં. પણ અંતરથી તે અવિરત સમ્યકુદ્રષ્ટિ વિષય કષાયના ત્યાગી હોય છે. ||૧પ
ગૃહવાસે જિનનાથ, વૈરાગ્યમાં ઝૂલે, અધ્યાત્મનો એ પ્રતાપ, સંસારી જન ભેંલે; ભવ-ઇચ્છા-ઉચ્છેદ થયે વિષયે રતિ-પૂર્વિક પુણ્ય-પ્રતાપ, ઉરે રહી વિરતિ. ૧૬
અર્થ - જિનેશ્વર ભગવાન પણ ભોગાવલી કર્મ બાકી હોવાથી અમુક કાળ સુઘી ઘરમાં નિવાસ કરે છે; છતાં વૈરાગ્યમાં જ ઝીલે છે. એ બઘો પ્રતાપ આત્મજ્ઞાનનો છે. એવા સપુરુષોને સંસારી જીવો ઓળખી શકે નહીં; તેથી ભૂલે છે. જિનનાથની સંસાર સંબંધી ઇચ્છાનો ઉચ્છેદ થયા છતાં રાજ્યરિદ્ધિ વગેરે વિષયોમાં પ્રવર્તન હોય એમ દેખાય છે, પણ તે માત્ર તેમના પૂર્વોપાર્જિત પુણ્યના પ્રતાપથી છે; તેમના હૃદયમાં તો સદા વિરક્તભાવ જાગૃત હોય છે. ૧૬ના
મૃગજળ જેવા ભોગ ગણી ગભરાય ના, ત્યાં જળ-ક્રીડા-ભાવ સુજ્ઞને થાય ના; ઘર્મ-શક્તિ બળવાન હણાય ન ભોગથી, વાથી દીપ ઓલાય, બળે દવ જોરથી. ૧૭
અર્થ :- મહાપુરુષો ઇન્દ્રિયોના ભોગોને ઝાંઝવાના પાણી સમાન અતૃતિકર જાણી તેની ઇચ્છા કરી દુઃખી થતા નથી. તે ભોગોમાં જળક્રીડા કરવા સમાન ભાવ સુજ્ઞ એવા મહાપુરુષોને થતા નથી. તેમની પ્રગટેલ બળવાન આત્મશક્તિને ભોગો હણી શકે નહીં. જેમ હવાથી દીપક ઓલવાઈ જાય પણ બળતો દાવાનળ તો વઘારે ભભૂકી ઊઠે તેમ મહાપુરુષોનો અનાસક્તભાવ આવા મોહના પ્રબળ નિમિત્તોમાં વઘારે બળવાન થાય છે. તેના
વિષયોમાં આસક્ત, માખી સમ લીંટમાં લખદાતો જીવ જેમ, ભીની માટી ભીંતમાં; સૂકો માટીનો પિંડ ન ભીંતે ચોંટતો, જીવ અનાસક્ત તેમ ન વિષયે રીઝતો. ૧૮
અર્થ:- જે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત જીવો છે તે માખી જેમ લીંટ એટલે કફના મળમાં લબદાય, તેમ તે જીવો સંસારમાં લબદાઈને દુઃખી થાય છે. અથવા ભીની માટી જેમ ભીંતમાં ચોંટી જાય તેમ તેઓ મોહભાવવડે સંસારમાં ચોંટી રહે છે. પણ જેમ માટીનો સૂકો પિંડ ભીંતે ચોંટતો નથી તેમ
Page #207
--------------------------------------------------------------------------
________________
(૭૦) અધ્યાત્મ
૧૯૭
અનાસક્ત એવા મહાપુરુષો તે વિષયોમાં રાજી થઈ સંસારમાં લબદાતા નથી. ૧૮
ભોગ ન ભોગવે તોય કોઈ તો ભોગવે, ભોગવતો પ્રત્યક્ષ અભોગી તોય એ; પર-આશ્રય ચર જેમ કરે પરદેશમાં, તોય ન તેનો થાય, ફરે પરવેષમાં. ૧૯
અર્થ - સંસારમાં કોઈ જીવો ભોગ ભોગવતા નથી છતાં તંદુલ મત્સ્યની જેમ ભાવથી ભોગવે છે. વળી કોઈ સમ્યકુદ્રષ્ટિ જીવ ઉદયાથીન પ્રત્યક્ષ ભોગ ભોગવતો દેખાય છતાં આત્મજ્ઞાન તથા વૈરાગ્યશક્તિના બળે અંતરથી તે અલિપ્ત છે. જેમ પરદેશમાં કોઈ ચર એટલે ગુસ બાતમી મેળવનાર પુરુષ પરનો આશ્રય ગ્રહણ કરી બીજા વર્ષમાં ત્યાં રહે છતાં તે અંતરથી તેનો થતો નથી; તેમ મહાપુરુષો અંતરથી સદા અનાસક્ત રહી ક્યાંય લેવાતા નથી. ૧૯
જીવ શમાવે કષાય વિષય-વિયોગથી, સદા રહે વૈરાગ્ય : એ જ રાજ-પદ્ધતિ; જ્ઞાની નિવૃત્તિરૂપ, અયંત્રિત ઇન્દ્રિય, ઉદીરણાથી રહિત, તૃપ્ત; અપવાદ એ. ૨૦
અર્થ :- જીવ જો પાંચ ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થઈ અધ્યાત્મજ્ઞાન પામી કષાયોને શમાવે તો સદા વૈરાગ્યભાવમાં રહે અને એજ મોક્ષનો રાજમાર્ગ છે. જ્ઞાનીપુરુષ ઉદયાથીન બાહ્ય પ્રવૃત્તિમાં દેખાવા છતાં અંતરથી નિવૃત્તિરૂપ છે. તેઓ ઇન્દ્રિયોને આધીન નથી, પણ ઉદીરણાથી રહિત માત્ર ઉદયાથીન પ્રવર્તન કરે છે. તેઓ આત્મસુખ વડે તૃપ્ત હોવાથી ઇન્દ્રિયસુખની ઇચ્છા કરતા નથી માટે જગતમાં અપવાદરૂપ પુરુષોત્તમ છે. ૨૦
વન-હાથીની જેમ, પરાણે પ્રેરતાં, ન ઇન્દ્રિયો વશ થાય, કરે બળ રોકતાં; નીંચું લજ્જાથી જોઈ કરે દુર્થાન જે, નરકે તે લઈ જાય દંભી સ્વ-આત્મને. ૨૧
અર્થ - વન-હાથીને પરાણે વશ કરવા જતા તે સામો થાય તેમ પરાણે કોઈ ઇન્દ્રિયોનો સંયમ કરવા જાય તો તે ઇન્દ્રિયો વશ થતી નથી પણ ઊલટી પરાણે રોકતાં તે વધારે બળ કરીને સામી થાય છે. જેમ કોઈ દંભી સાધુ કે બાહ્યવ્રતધારી લજ્જાથી નીચું મુખ રાખી જુએ પણ અંતરમાં દુર્ગાને છે તો તે પોતાના આત્માને નરકમાં લઈ જાય છે. તેમ મનમાં ઇન્દ્રિયો પ્રત્યે આસક્તિ છે તે જીવ કર્મ જ બાંધે છે. ૨૧
સદા સ્વ-પર-ભેદજ્ઞ વૈરાગી જીવ તો, સદભાવે ઉપયોગ ઘરીને વંચતોઇન્દ્રિયગણ, રોકાય વિના શ્રમ તે કળે; વર્તતાં નહિ વિકલ્પ વૈરાગ્યના બળે. ૨૨
અર્થ - જ્યારે સ્વપર ભેદને જાણનાર એવા વૈરાગી જીવ તો સદા સખ્યભાવોવડે આત્મા તરફ ઉપયોગ રાખી, ઇન્દ્રિયોના સમૂહને જ ઠગી લે છે અર્થાત્ જીતી લે છે. તે અટક્યા વિના નિરંતર પુરુષાર્થ કરી કળપૂર્વક વૈરાગ્યના બળે વર્તતાં, વિષયોના વિકલ્પ તેમને ઊઠતા નથી. રા.
કર્મચાવીવંત યંત્ર સમા અનાસક્ત આ, લોકાનુગ્રહ-હેતુ જ્ઞાની પ્રવર્તતા, ઇન્દ્રિયના વિકાર, વિકલ્પો પણ જતા, અભુત એ વૈરાગ્ય, જ્ઞાની જન ઘારતા. ૨૩
અર્થ :- જ્ઞાની પુરુષો તો, યંત્રને ચાવી આપવાથી જેમ તે ચાલે, તેમ અનાસક્તભાવે માત્ર કર્મના ઉદય પ્રમાણે પ્રવર્તે છે. તથા લોકોના કલ્યાણ અર્થે પ્રવર્તે છે. “મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે; તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ.” (વ.પૃ.૩૩૦) જ્ઞાની પુરુષોને ઇન્દ્રિયોના વિકાર તથા વિકલ્પો
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૯૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પણ ચાલ્યા જવાથી તેઓ અભુત વૈરાગ્યને ઘારણ કરી જીવે છે. ૨૩ાા
મમતા ને અધ્યાત્મ ન સાથે ઘર કરે; જિજ્ઞાસા, વિવેક વડે મમતા મરે. મમતાનો ના ત્યાગ, ન સમતા આદરી, ન તત્ત્વનો જિજ્ઞાસુ, વૃક્ષા દીક્ષા ઘરી. ૨૪
અર્થ - મમત્વભાવ અને આત્માસંબંધીનું જ્ઞાન સાથે ઘર કરીને રહી શકે નહીં. આત્મતત્ત્વ જાણવાની જિજ્ઞાસા તથા હિત અહિતનો વિવેક જ્યાં આવ્યો ત્યાં મમતાનો નાશ થવા લાગે છે. જો મમત્વભાવનો ત્યાગ ન કર્યો અને સમતાભાવને જીવનમાં આપ્યો નહીં તો આત્મતત્ત્વ મેળવવાનો તે સાચો જિજ્ઞાસુ નથી; તેની લીઘેલી દીક્ષા પણ વૃથા છે. ૨૪
વિવિઘતા ઘરે કર્મ, દીસે વ્યવહારથી, શુદ્ધનયે સમતા જ શુભાશુભ-ત્યાગથી; સ્વગુણે જો એકત્વ-કૂટસ્થ વિચારથી મન બને આત્મારામ, પ્રખર સમતા કથી. ૨૫
અર્થ :- કર્મ તો અનેક પ્રકારના વિવિઘ પ્રપંચોને રચે છે. તે તો દીક્ષા પણ અપાવી દે. તે બથો વ્યવહાર ઘર્મ છે. શુદ્ધ નિશ્ચયનયે જોતાં આત્માનો મૂળ ઘર્મ સમતાભાવ છે. તેને સદા ટકાવી રાખવા માટે વ્યવહાર ઘર્મરૂપે દીક્ષા આદિ વ્રતોની યોજના છે. ખરો સમતાભાવ તો શુભ અશુભ ભાવોના ત્યાગથી પ્રગટે છે. જો આત્મા સમતાગુણને પોતાનું ઘર જાણી, તેમાંજ એકમાત્ર દ્રઢ વિચારે કરી વળગી રહે તો તેનું મન આત્મામાં રમણતા કરતું થાય; કેમકે સમતાભાવનું બળ પ્રખર છે. પંરપરા
કને રહેલા જીવ જાતિ-વિરોઘનાં તજતા સર્વે વૈર; ટકે કૃત્રિમ ક્યાં? કરું હું શું વખાણ આત્માર્થી સામ્યનાં? સ્વર્ગ-મોક્ષ તો દૂર, સામ્ય-સુખ ઉરમાં. ૨૬
અર્થ - સમતાભાવમાં સદા રહેલા મહાત્માઓ પાસે, પરસ્પર જાતિ વિરોઘવાળા જીવો પણ પોતાના વૈરભાવને ભૂલી જાય છે. એવો જે મહાત્માઓનો પ્રભાવ છે ત્યાં કોઈ પ્રકારની કૃત્રિમતા ક્યાંથી ટકી શકે? એવા સામ્ય એટલે સમતાસુખમાં રમતા આત્માર્થી મહાત્માઓના હું શું વખાણ કરી શકું? સ્વર્ગ અને મોક્ષ તો દૂર છે પણ સમતાભાવમાં રમવાવાળા મહાત્માઓ તો અહીં જ હૃદયમાં સમતાના પ્રશમસુખને અનુભવે છે. [૨૬ાા
સમતા-રસમાં સ્નાન કર્યું સ્મર-વિષ ટળે, ટળે ક્રોઘનો તાપ, ઉદ્ધતતા પણ ગળે; યમ, નિયમ, તપ, દાન કરો કે ના કરો, સમતા એક જ નાવ ઘરી ભવજળ તરો. ૨૭
અર્થ :- સમતારૂપી રસમાં સ્નાન કરવાથી સ્મર એટલે કામદેવને ચઢેલું વિષ ઊતરી જાય છે, ક્રોધાગ્નિનો તાપ ટળે છે તથા મનની ઉદ્ધતાઈનો નાશ થાય છે. તમે યમ, નિયમ, તપ, દાન કરો કે ના કરો; પણ આ એક જ સમતારૂપી નાવમાં બેસીને સંસારરૂપી સમુદ્રને તરી જાઓ. રા.
સમતા-આશ્રય માત્ર ઘરી ભરતાદિ જે વિના ક્રિયા કે કષ્ટ, તર્યા ભવ-વારિ તે. ગિરિ-ગુફા-અંઘકાર અનાદિનો જતો, સમતા-દીપ-પ્રકાશ બઘાં કર્મ છેદતો. ૨૮
અર્થ :- ભરતેશ્વર આદિ રાજાઓ પણ પ્રભુ આજ્ઞાએ માત્ર સમતાભાવનો આશ્રય ગ્રહણ કરી, ક્રિયા કે કષ્ટ કર્યા વિના ભવ સમુદ્રને તરી ગયા. જેમ પ્રકાશ આવતા પહાડની ગુફામાં રહેલ અનાદિનો અંઘકાર નાશ પામે છે, તેમ સમતારૂપી દીપકનો પ્રકાશ બઘા કર્મરૂપી અંધકારને છેદવા સમર્થ છે. ૨૮
Page #209
--------------------------------------------------------------------------
________________
(૭૦) અધ્યાત્મ
૧૯૯
રત્ન-ત્રય ફળ પામી, લે ભાવ-જૈનતા, સમતાના ઘરનાર સિદ્ધિ-પદ પામતાં; આત્માનું ગૂઢ તત્ત્વ તો સર્વોપરી કહ્યું, સમતા-ઉદ્યમથી જ અધ્યાત્મ-પદ લહ્યું. ૨૯
અર્થ :- સભ્યદર્શન, જ્ઞાન, ચારિત્રનું ફળ સમતા છે. તે પ્રાપ્ત કરી ભાવજૈનપણું પામો. કેમકે સમતાના ઘરનાર જ સિદ્ધિ-પદ એટલે મોક્ષપદને પામે છે. આ આત્મપ્રાપ્તિનું સર્વોપરી ગૂઢ તત્ત્વ છે તે જણાવ્યું. આ સમતાભાવ રાખવાના પુરુષાર્થથી જ શુદ્ધાત્મપદની પ્રાપ્તિ થાય છે. ૨૯ો.
ઇચ્છાયોગ ગણાય, શાસ્ત્રયોગ સાંપડે, દિશા બતાવે શાસ્ત્ર, સ્વાનુભવથી ચઢે, પામી સામર્થ્ય-યોગ પ્રાતિજ જ્ઞાનથી, કેવળ જ્ઞાન પમાય સામ્ય-નદી-સ્નાનથી. ૩૦
અર્થ :- શુદ્ધાત્મ-પદ પ્રાપ્ત કરવાની ઇચ્છા સદૈવ રહે તે ઇચ્છાયોગ છે. પછી શાસ્ત્ર એટલે આગમ અથવા જ્ઞાનીપુરુષના વચનોનો યોગ મળતા, તે મોક્ષમાર્ગની દિશા બતાવે તે પ્રમાણે યથાશક્તિ દેશસંયમ કે સકળ સંયમમાં પ્રવર્તે તે શાસ્ત્રયોગ કહેવાય છે. પછી સંયમના બળે કર્મ ખપાવતાં સ્વઆત્મબળથી આગળ વઘી સર્વ કર્મનો ક્ષય કરવામાં પ્રવર્તે તે સામર્થ્યયોગ છે. આઠદ્રષ્ટિની સક્ઝાયમાં પાંચમી દ્રષ્ટિથી ઇચ્છાયોગ, છઠ્ઠી સાતમી દ્રષ્ટિથી શાસ્ત્રયોગ અને આઠમી દ્રષ્ટિથી સામર્થ્યયોગની મુખ્યપણે શરૂઆત થાય છે. આ સામર્થ્યયોગ તથા પ્રાતિજજ્ઞાનના બળે સામ્ય એટલે સમતારૂપી નદીમાં સ્નાન કરવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. ૩૦
બે યોગે અસમર્થ ઇચ્છાયોગ ઘરું, પરમ મુનિની ભક્તિથી તે પદ અનુસરું; બ્રહ્મસ્થ બ્રહ્મજ્ઞ તો બ્રહ્મ અનુભવે, બ્રહ્મજ્ઞ-વચને પણ મુજ ઉર આ દ્રવે. ૩૧
અર્થ - શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ આદરવામાં મારી અસમર્થતા હોવાથી વર્તમાનમાં ઇચ્છાયોગને ઘારણ કરું છું તથા પરમકૃપાળુ એવા પરમજ્ઞાની પુરુષની ભક્તિથી મારા ઇચ્છાયોગને પોષણ આપું છું. બ્રહ્મમાં સ્થિત એવા બ્રહ્મને જાણનારા પુરુષો તો બ્રહ્મસ્વરૂપ એવા આત્માનો અનુભવ કરે છે. પણ તેવા બ્રહ્મજ્ઞ એટલે આત્મજ્ઞાની પુરુષોના અભુત વચનબળે મારું આ હૃદય પણ દ્રવે અર્થાત્ પિગળી જાય છે. આ૩૧
ભગવદ્ભક્તિ ઘારી ચહું એકાન્ત હું, રહીં સમ્યત્વે સ્થિર પ્રમાદરિપુ તજું; આતમજ્ઞાની ધ્યાન અનુભવ-ભોગ્ય જે, સાક્ષાત્કારક તત્ત્વ, રહો મુજ ધ્યેય એ. ૩૨
અર્થ – સત્પરુષોના વચને હૃદય પિગળવાથી હવે હું ભગવત્ ભક્તિને ઘારણ કરી, જ્યાં સત્સંગ ભક્તિ થાય એવા એકાંતમાં રહેવા ઇચ્છું છું. ત્યાં સમ્યભાવોમાં સ્થિર રહી પ્રમાદરૂપી શત્રુને દૂર કરું. કેમકે આત્મજ્ઞાની પુરુષો દ્વારા કરેલ આત્મધ્યાન એ જ અનુભવ કરવા યોગ્ય છે. માટે આત્મસાક્ષાત્કાર કરવા યોગ્ય એવા “સહજાત્મસ્વરૂપ” મય આત્મતત્ત્વ પ્રાપ્તિનું જ ધ્યેય મારા હૃદયમાં સદા બન્યું રહો, એજ પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે. Iકરા
અધ્યાત્મ એટલે આત્મા સંબંધીનું જ્ઞાન જેને મુનિ સમાગમથી સાંભળ્યું હતું એવા શ્રી ચંદ્રસિંહ રાજાના જીવનમાં બનેલી ઘટનાને અત્રે આપવામાં આવે છે, જે ખરેખર આત્માને કલ્યાણકારક છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
૨૦૦
૨ ૦ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
(૭૧)
મુનિ-સમાગમ (ચંદ્રરાજ)
ભાગ-૧ (દોહરા)
નમસ્કાર હો! હે! પ્રભુ, રાજચંદ્ર ભગવંત,
આત્મ-હિત હું સાઘવા યત્ન કરું ઘર ખંત. ૧ અર્થ :- હે પ્રભુમય શ્રી રાજચંદ્ર ભગવંત હું આપને નમસ્કાર કરું છું. આપની આજ્ઞાનુસાર આત્મહિતને સાઘવા માટે હું ખંત એટલે ઉત્સાહપૂર્વક યથાશક્તિ પ્રયત્ન કરું છું એમ પૂ. શ્રી બ્રહ્મચારીજી જણાવે છે. [૧]
“મુનિસમાગમ” ફૅપ કૃતિ, ગદ્યરૂપ સુખકાર,
મોક્ષમાળાથે રચાઈ, અપૂર્ણ પણ છે સાર. ૨ અર્થ:- “મુનિસમાગમ” નામે હે પ્રભુ! આપના દ્વારા કરેલ ગદ્ય રચના તે અમને સુખની કર્તા થઈ, તે મોક્ષ મેળવવા અર્થે માળારૂપે તેની રચના અપૂર્ણ હોવા છતાં પણ ઘણી સારરૂપ જણાય છે. જીરા
નવસર મુક્તા-હારરૂપ મનનો એ શણગાર,
જ્ઞાની ગુરુની ગૂંથણી દ્યો આનંદ અપાર. ૩ અર્થ - હાર જેમ કંઠની શોભા છે તેમ આ નવસેરરૂપ મુક્તામણિની માળા મનના પવિત્ર શણગાર અર્થે છે. એ શ્રી પરમકૃપાળુ સદગુરુ ભગવંતની સ્વકીય ગૂંથણી છે. તે ભવ્યાત્માઓને અપાર આનંદનું કારણ થાઓ. Iકા
(૧)
નૃપ કહે: “મુનિરાજ, આજ બન્યો ઘન્ય કૃતાર્થ -
પવિત્ર દર્શન આપનાં કરી; ચાહું આત્માર્થ. ૪ અર્થ - એક જંગલમાં મુનિરાજના દર્શન કરી રાજા કહેવા લાગ્યો કે હે મુનિરાજ! આજે હું આપના પવિત્ર દર્શન કરી ઘન્ય બની ગયો, કતાર્થ થઈ ગયો. મારા આત્માના કલ્યાણ અર્થે જૈન ઘર્મનો સત્વગુણી ઉપદેશ શ્રવણ કરવા ઇચ્છું છું તે આપ કૃપા કરી જણાવો. /૪માં
અબઘડીની અદ્ભુત બીના, તથા પ્રથમ વૃત્તાંત,
સુણવાયોગ્ય કહી, ચહું ઘર્મ-બોઘ બની શાંત.”૫ અર્થ :- વળી રાજા કહે : હે મુનિરાજ ! મારા જીવનમાં અબઘડીએ બનેલી અભુત બીના તથા પહેલાનું બનેલું વૃત્તાંત, જે સુણવાયોગ્ય છે તે આપને જણાવી પછી તે સંબંધી આપના દ્વારા જણાવવામાં આવતા ઘર્મબોઘને હું શાંત ચિત્તે સાંભળવા ઇચ્છું છું. //પા.
મુનિ કહેઃ “હે! નૃપતિ, હોય ઘર્મ-અનુસાર, તો તે તારી કહે કથા, નહિ તો વેગ નિવાર.”
Page #211
--------------------------------------------------------------------------
________________
(૭૧) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૧
૨૦૧
અર્થ :- શ્રી મુનિરાજ કહે : હે રાજા! ઘર્મને લગતું તારું ચરિત્ર હોય તો ભલે ખુશીથી કહે. અને તેમ ન હોય તો તારી કથા કહેવાનો આવેલો વેગ તેને નિવાર અર્થાત્ દૂર કર. //દા
મનમાં નૃપ વિચારતોઃ “નૃપતિ જાણ્યો કેમ?
હશે, વાત એ પછી થશે;” ખુલ્લું બોલે એમ - ૭ અર્થ - મનમાં રાજા વિચારવા લાગ્યો કે અહો! આ મહા મુનિરાજે હું રાજા છું એમ ક્યાંથી જાણ્યું? હશે, એ વાત પછી થશે. પણ હમણાં તો મારી વીતક વાત ખુલ્લી કરું. એમ જાણી વીતક ચરિત્ર કહેવા લાગ્યો. શા
“હે ભગવાન! ર્દીઠા ઘણા એક પછી એક ઘર્મ,
પણ આસ્થા ના ત્યાં ઠરી, સમજાયો ના મર્મ. ૮ અર્થ - હે ભગવાન! મેં એક પછી એક અનેક ઘર્મોનું અવલોકન કર્યું પણ પ્રત્યેક ઘર્મમાંથી કેટલાંક કારણોસર મને આસ્થા થઈ નહીં અને સાચા ઘર્મનો મર્મ શું? તે પણ સમજાયો નહીં. દા.
હિતકારી વિચારીને ગ્રહતો ઘર્મ નવીન;
પણ આસ્થા ઊઠી જતી, જણાય જ્યાં તે હીન. ૯ અર્થ - જ્યારે હું નવીન ઘર્મ ગ્રહણ કરતો ત્યારે તેના હિતકારી ગુણો વિચારીને ગ્રહણ કરતો. પણ જ્યારે તેમાં કંઈ હીનતા જણાતી કે તેના ઉપરની મારી આસ્થા ઊઠી જતી હતી. III
ઘર્મ-ગુરુની ઘૂર્તતા, વ્યભિચાર પણ ક્યાંય,
હિંસામય સિદ્ધાંતની પ્રરૂપણા, અન્યાય. ૧૦ અર્થ :- તે ઘમમાં કાંતો ઘર્મગુરુઓનું ધૂર્તપણું જોઈને, કાં તેમાં વ્યભિચારની છાંટ જોઈને, કાં હિંસાયુક્ત સિદ્ધાંતોની પુષ્ટિ જોઈને અથવા ઘર્મના નામે અન્યાયની પ્રવૃત્તિ જોઈ તેનો મેં ત્યાગ કર્યો હતો. ૧૦ના
ગાનતાનમાં લીનતા, યાત્રા-ઉત્સવ સાર,
આડંબરમાં આંજતા, પણ નહિ તત્ત્વ-વિચાર. ૧૧ અર્થ - ગાનતાનમાં લીન રહેવું તે ઘર્મ અથવા યાત્રા કરવી કે ઘર્મના નામે ઉત્સવો કરવા તે ઘર્મ. આવા આડંબરોમાં લોકોને આંજતા જોયા પણ ક્યાંય ઉત્તમ આત્મતત્ત્વનો વિચાર મારા જોવામાં આવ્યો નહીં. [૧૧]
જૈન વિના બહુ ઘર્મ મેં કર્યા ગ્રહણ ને ત્યાગ,
જૈન ઘર્મ મેં ના ગ્રહો દેખ એક વૈરાગ્ય. ૧૨ અર્થ :- એક જૈન ઘર્મ સિવાય મેં ઘણા ઘર્મને ગ્રહણ કર્યા અને છોડી પણ દીઘા. જૈન ઘર્મનો એકલો વૈરાગ્ય જોઈ પહેલેથી જ મેં તેને ગ્રહણ કર્યો નહીં. ૧૨ા.
ઘણી લે-મેલ કરી, કર્યો આખર એ સિદ્ધાંત
કે મિથ્યા ઘર્મો બઘા, બગ-ઠગ-નીતિ નિતાંત. ૧૩ અર્થ :- ઘણા ઘર્મોની લે-મેલમાં છેવટે મેં એવો સિદ્ધાંત નક્કી કર્યો કે બધાય ઘમોં મિથ્યા છે. લોકો બગ એટલે બગલા જેવા નિતાંત એટલે ખૂબ ઠગ નીતિન ઘર્મના નામે આચરવાવાળા છે. ૧૩
Page #212
--------------------------------------------------------------------------
________________
૨ ૦ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
આચાર્યોએ પાથરી રચી પાખંડી જાળ,
નિજ નિજ રુચિ માફક, અરે! ઠગે બાળ-ગોપાળ. ૧૪ અર્થ :- “ઘર્માચાર્યોએ જેને જેમ રુચ્યું તેમ પોતાની રુચિ માફક પાખંડી જાળો પાથરી છે. બાકી કશુંયે નથી.' અરે! બિચારા બાળ એટલે અજ્ઞાની અને ગોપાળ એટલે ગોવાળ જેવા નાદાન પ્રાણીઓને તે ઠગે છે. ૧૪
સ્વાભાવિક સૃષ્ટિ-નિયમ ઘાર્મિકતા જો હોય,
ઘર્મ એક હોવો ઘટે, વાદ-વિવાદ ન કોય. ૧૫ અર્થ :- “જો ઘર્મ પાળવાનો સૃષ્ટિનો સ્વાભાવિક નિયમ હોત તો આખી સૃષ્ટિમાં એક જ ઘર્મ કેમ ન હોત?” જો એમ હોત તો કોઈ વાદ-વિવાદ રહેત નહીં. ૧૫
- પુણ્ય-પાપ જેવું નથી, ઘર્મ-કર્મ નિર્માલ્ય;
સ્વર્ગ નથી નરકે નથી, સર્વે જૂઠા ખ્યાલ. ૧૬ અર્થ:- આ જગતમાં પુણ્ય-પાપ જેવું કાંઈ નથી. ઘર્મ કાર્ય કરવું તે બધું નિર્માલ્ય એટલે માલ વગરનું છે. કોઈ સ્વર્ગેય નથી, નરક પણ નથી. આ બઘા જૂઠા ખ્યાલ અર્થાત્ જૂઠી માન્યતા છે. ૧૬ાા.
કેવળ નાસ્તિક થઈ ગયો તર્જી સૌ ઘર્મ-વિચાર,
મેં તો મોક્ષ ગણી લીંઘો સંસારી શૃંગાર. ૧૭ અર્થ - ‘આવા આવા તરંગોથી હું કેવળ નાસ્તિક થઈ ગયો. સૌ ઘર્મના વિચાર મૂકી દઈ મેં તો સંસારમાં રહી શૃંગાર કરવો એ જ મોક્ષ માની લીધો. ૧થા.
સાચી સમજ એવી ગણીઃ ભોગવવા ખૂબ ભોગ,
જન્મ તણું કારણ ગણ્યું કેવલ દંપર્તી-યોગ. ૧૮ અર્થ - મેં તો એવી સમજને જ સાચી ગણી કે આ સંસારમાં રહી ખૂબ ભોગો ભોગવવા. જન્મ પામવાનું કારણ તો માત્ર દંપતી એટલે પતિપત્નીનો સંયોગ છે; બીજું કાંઈ નથી. II૧૮ાા
જીર્ણ વસ્ત્રના નાશ સમ, કાયા જાય ઘસાઈ,
અંતે જીંવનરહિત થતી; ભોગ-ત્યાગ ઠગાઈ. ૧૯ અર્થ - જીર્ણ થયેલ વસ્ત્ર જેમ નાશ પામે તેમ આ કાયા પણ હળવે હળવે ઘસાઈ જઈને જીવનરહિત થઈ નાશ પામે છે. માટે આવા સંયોગોમાં ભોગનો ત્યાગ કરવો એ પોતાને જે ઠગવા બરાબર છે. ૧૯ાા
એવું દ્રઢ ઉરમાં થયું, પછી કરતો અન્યાય,
મને ગમે કે પાલવે તેવું વર્તન થાય. ૨૦ અર્થ :- “આવું મારા અંતઃકરણમાં દ્રઢ થઈ જવાથી મને જેમ રુચ્યું, મને કેમ ગમ્યું અને મને જેમ પાલવ્યું તેમ વર્તવા માંડ્યું. અનીતિના આચરણ કરવા માંડ્યાં.' (૨૦ાા
પીડું રૈયત રાંકડી, વર્તાવ્યો મેં કેર, સતી સુંદર નારી તણાં શીલ વંદું તર્જી હેર. ૨૧
Page #213
--------------------------------------------------------------------------
________________
(૭૧) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૧
૨ ૦ ૩
અર્થ - રાંકડી એટલે ગરીબડી એવી રૈયત કહેતા પ્રજાને હું કેર અર્થાતુ જુલમ ગુજારી પીડવા લાગ્યો. સતી સુંદર નારીઓ ઉપર કરવી જોઈતી હેર એટલે કૃપાને તજી મેં તેમના શીલ લૂંટ્યા. ર૧ાા
સજ્જનને દંડ્યા ઘણા, રિબાવ્યા બહુ સંત,
દુર્જનને ઉત્તેજિયા, પાપ-પુંજમાં ખંત. ૨૨ અર્થ:- સજ્જનોને મેં ઘણા દંડ્યા, સંતપુરુષોને બહુ રિબાવ્યા તથા દુર્જનોને ઉત્તેજન આપ્યું. એમ ખંત એટલે ચીવટપૂર્વક વર્તીને ઘણા પાપના પુંજ એટલે ઢગલા મેં ભેગા કર્યા. રરા
પર્વત મુજ સૌ પાપનો મેરુને ટપી જાય,
આ સૌનું કારણ ગણું ઘર્માચાર્ય બઘાય. ૨૩ અર્થ – ‘હું ધારું છું કે મેં એટલા પાપ કર્યા છે કે પાપનો એક પ્રબળ પર્વત બાંધ્યો હોય તો તે મેરુથી પણ સવાયો થાય! આ સઘળું થવાનું કારણ માત્ર લુચ્ચા ઘર્માચાર્યો હતા? મારવા
ચંડાળ-મતિ મારી હતી હમણા સુર્થી, મુનિરાય!
માત્ર અદ્ભુત કૌતુકે આસ્તિકતા દેખાય. ૨૪ અર્થ – “હે મુનિરાજ ! આવીને આવી ચંડાળમતિ મારી હમણા સુધી રહી. માત્ર અદ્ભુત કૌતુક બન્યું કે જેથી મને શુદ્ધ આસ્તિકતા આવી ગઈ.” રજા
કહું કૌતુક-પ્રસંગ તે વીત્યો વને પ્રત્યક્ષ,
ઘર્મ-કથારૂપ સર્વ છે, વનવું આપ સમક્ષ. ૨૫ અર્થ - હવે જે કૌતુક-પ્રસંગ વનમાં પ્રત્યક્ષ મારામાં વીત્યો તે સર્વ ઘર્મકથારૂપ હોવાથી આપ સમક્ષ વિનયપૂર્વક નિવેદન કરું છું. રપા
(૨) નૃપ ઉજ્જયની નગરીનો ચંદ્રસિંહ મુજ નામ,
શિકારે દળ પ્રબળ લઈ ચઢ્યો, તજી સુખ-ઘામ. ૨૬ અર્થ - હું ઉજ્જયની નગરીનો ચંદ્રસિંહ નામે રાજા છું. સુખઘામ એવા રાજમહેલને તજી, પ્રબળ સૈન્ય દળ લઈને આજે શિકાર કરવા માટે હું જંગલમાં આવી ચઢ્યો. /રકા
દૂભવવાં દિલ દયાળુનાં, ખાસ ઇરાદો એ જ,
રંક હરણ પાછળ પડ્યો, સૈન્ય રહ્યું ક્રૂર છેક. ૨૭ અર્થ - ખાસ દયાળુ પુરુષોના દિલને દુભવવાનો ઇરાદો રાખી હું એક રંક હરણની પાછળ પડ્યો. તેથી સૈન્ય ઘણું દૂર રહી ગયું. રથા
હરણ-પેઠે હું અશ્વ સહ, આવ્યો અહીં નજીક,
પાછળ શિકારી પડ્યો, તેની તેને બીક. ૨૮ અર્થ - હરણની પાછળ ઘોડો દોડાવતો અહીં તેની નજીક આવ્યો કે શિકારી પાછળ પડ્યો એમ જાણી તેને પણ ઘણી બીક લાગી. ૨૮.
Page #214
--------------------------------------------------------------------------
________________
૨ ૦૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
જીવ લઈ નાસે અતિ, ફાળ ઉપર દઈ ફાળ,
અવાજ અશ્વ-ખરી તણો સુણે, જાણે કાળ. ૨૯ અર્થ - તે હરણ પણ ફળ ઉપર ફળ દઈને પોતાનો જીવ બચાવવા અત્યંત નાસવા લાગ્યું. ઘોડાની ખરીનો અવાજ સાંભળીને જાણે મારો કાળ આવી પહોંચ્યો એમ તેને લાગવા માંડ્યું. પારકા
મેં પણ પાપી પ્રાણીએ અંતર કરવા દૂર,
અશ્વ પવન-વેગે મેંક્યો, ક્રૂર ઉરને ગણી શૂર. ૩૦ અર્થ - મેં પણ પાપી પ્રાણીએ તે હરણનું અંતર દૂર કરવા માટે મારા ક્રૂર હૃદયને શૂરવીર જાણી ઘોડાને પવન-વેગે દોડાવી મૂક્યો. ૩૦
આ ઉપવનમાં પેસતાં, છોડ્યું ઘનુષથી બાણ,
ક્રૂર આવેશ વિષે બન્યો દયારહિત પાષાણ. ૩૧ અર્થ:- ‘છેવટે આ બાગમાં તે હરણને પેસતું દેખી કમાન ઉપર બાણ ચઢાવી મેં છોડી મૂક્યું. આ વખતે મારા પાપી અંતઃકરણમાં લેશમાત્ર પણ દયાદેવીનો છાંટો નહોતો? ક્રૂર આવેશમાં આવી હું દયારહિત પાષાણ એટલે પત્થર જેવો બની ગયો હતો. [૩૧ાા
ચંડાળ-થીવર-શિરોમણિ સકળ જગતમાં હુંય,
સમજ્યો ના હરણો હણ્ય મળશે મુજને શુંય? ૩૨ અર્થ - સકળ જગતમાં હું જ જાણે ચંડાળ અને ઘીવર એટલે માછીમારનો શિરોમણિ એટલે સરદાર ન હોઉં એવું મારું કાળજું ક્રૂર આવેશમાં ઝોકાં ખાતું હતું. આ હરણોને હણવાથી મને શું મળી જશે? તે મને સમજાયું નહીં. ૩રા
તર તાકી માર્યું છતાં વ્યર્થ ગયું તે જ્યાંય,
પાપાવેશે અશ્વને દોડાવ્યો ખૂબ ત્યાંય. ૩૩ અર્થ :- “મેં તાકીને મારેલું તીર વ્યર્થ જવાથી મને બેવડો પાપાવેશ ઉપજ્યો. તેથી મેં મારા ઘોડાને પગની પાની મારીને આ તરફ ખૂબ દોડાવ્યો.” In૩૩ના
આ સામી ઝાડી વિષે ઠોકર ખાતાં અશ્વ
લથડ્યો, ભડક્યો ને થયો ઝાડ, ખસ્યો હું પાર્થ. ૩૪ અર્થ :- દોડતા દોડતા અશ્વ સામી ઝાડીમાં મધ્યભાગમાં આવ્યો કે ઠોકર ખાઈને લથડ્યો અને લથડ્યા ભેગો જ ભડકી ગયો. અને ઝાડની જેમ સ્થિર થઈ ઊભો રહી ગયો. ત્યારે હું પણ પાર્થ એટલે બાજુમાં ખસી ગયો. ૩૪.
એક પગ છે પેંગડે, બીજો જમન નજીક,
તરવાર મ્યાનથી નીસરી, કંઠ ભણી અણી ઠીક! ૩૫ અર્થ :- “મારો એક પગ એક બાજુના પાગડા ઉપર અને બીજો પગ નીચે ભોંયથી એક વેંતને છેટે લટકી રહ્યો હતો. મ્યાનમાંથી તકતકતી તલવાર પણ નીસરી પડી હતી. આથી કરીને જો હું ઘોડા ઉપર ચડવા જાઉં તો તે તીખી તલવાર મને ગળાઢંકડી થવામાં પળ પણ ઢીલ કરે તેમ નહોતું જ.” તલવારની
Page #215
--------------------------------------------------------------------------
________________
(૭૧) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૧
૨ ૦ ૫
અણી ઠીક મારા કંઠ ભણી હતી. રૂપા
પગ નીચે ગિરિ-નાગ ને અશ્વ ઉપર તરવાર,
પ્રાણ-રક્ષણ નહીં બને, મરણ તણી નહિ વાર. ૩૬ અર્થ - ‘નીચે જ્યાં દ્રષ્ટિ કરીને જોઉં છું ત્યાં એક કાળો તેમજ ભયંકર નાગ પડેલો દીઠો !” અને ઘોડા ઉપર તરવાર. હવે અહીં મારા પ્રાણનું રક્ષણ થાય એમ લાગતું નથી. મારું મરણ થવાને હવે વાર નથી. ૩૬ાા
કાળો નાગ નિહાળીને કંપ્યું આ ક્રૂર ઉર,
અંગેઅંગ બઘાં ઘૂજે, ગઈ શૂરવીરતા દૂર. ૩૭ અર્થ - કાળો ભયંકર નાગ જોઈને મારું હૃદય કંપવા લાગ્યું. અંગેઅંગ ધ્રુજવા લાગ્યા અને મારું બધું શુરવીરપણું દૂર ભાગી ગયું. ૩ળા
હે ભગવન, ખસી ના શકું, ઉપર નીચે કાળ;
હળવે રહી દૂર ફેંદી પડું, લાંબી મારી ફાળ- ૩૮ અર્થ :- હે ભગવાન! હવે ત્યાં ખસી શકું એમ નહોતું. ઉપર તલવાર અને નીચે નાગ જોઈ કાળને આવ્યો જાણી વિચાર કર્યો કે હળવેથી લાંબી ફાળ મારીને દૂર કૂદી પડું. ૩૮
એમ વિચારું હિમ્મતે રે! દૂર સિંહ જણાય,
યાળ વિકરાળ ભાળતાં, શરીર શીતળ થાય. ૩૯ અર્થ :- એમ હિમ્મતથી વિચારી સામે દ્રષ્ટિ કરી કે ત્યાં એક વિકરાળ સિંહરાજને પડેલો દીઠો. તે સિંહની યાળ એટલે ગરદન ઉપરના વિકરાળ વાળ જોઈ મારું શરીર ઠંડુ પડી ગયું. ૩૯
થરથર ધ્રુજારી હૂંટી પરસેવો પણ થાય;
અશ્વ ઉપર થેકાય ના, ખગે કંઠ કપાય. ૪૦ અર્થ - હવેથી હું શિયાળાની ટાઢથી પણ સોગણો ધ્રુજવા લાગ્યો અને પરસેવો પણ થવા લાગ્યો. ઘોડા ઉપર પણ શેકાય એટલે છલાંક મારી ચઢાય એમ નથી. કેમકે પોણા ભાગની નાગી તલવારથી કંઠ કપાઈ જાય તેમ હતું. ૪૦
ચોફેર ચોકી મોતની, નહિ બચવાનો લાગ,
ઘટના એકાએક આ જણાવતી દુર્ભાગ્ય.૪૧ અર્થ - ચારે બાજુ મોતની ચોકી જોઈને હવે બચવાનો મને લાગ નથી. એકાએક બની ગયેલ આ ઘટના તે મારા દુર્ભાગ્યને જણાવતી હતી. I૪૧૫
જીવ પડ્યો વિચારમાં જે સાથનથી સુખ
સકળ જગતનું ભોગવું, પડ્યું મોતને મુખ. ૪૨ અર્થ :- હવે મારો જીવ વિચારમાં પડ્યો કે જે શરીરના સાધનથી હું સકળ જગતનું સુખ ભોગવું તે જ મોતના મુખમાં આવી પડ્યું. ૪રા
Page #216
--------------------------------------------------------------------------
________________
૨ ૦ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
જીવ તજી નરદેહને જશે એકલો આજ,
જફેર જશે; માઠું થયું. મળશે નહિ સુખ-સાજ. ૪૩ અર્થ - આજ મારો આ જીવ નરદેહને તજી એકલો ચાલ્યો જશે, રે જરૂર ચાલ્યો જશે. અરે બહુ માઠું થયું. હવે આ સુખના સાધનો મને મળશે નહીં. [૪૩ા
છાજે આમ જ પાપને, હે! જીંવ, ભોગવ કર્મ,
તેં બાળ્યા બહુ કાળજાં પરનાં, જાણી ઘર્મ. ૪૪ અર્થ - મારા જેવા પાપીને આમ જ છાજે, હે પાપી જીવ! લે તારા કરેલા કર્મના ફળ ભોગવ. તે ઘર્મ માનીને ઘણાના કાળજાં બાળ્યાં છે. II૪૪ો.
રંક ઑવો રંજાડિયા, સંતાપ્યા બહુ સંત,
અન્યાયે દંડ્યા ઘણા, બન્યો મદનથી અંશ.૪૫ અર્થ :- તેં અનેક રંક જીવોને રંજાડિયા એટલે દુઃખી કર્યા છે. તે અનેક સંતોને સંતાપ્યા છે. તેં અનેક મનુષ્યોને અન્યાયથી દંડ્યા છે. તે કામાંધ થઈ અનેક પાપ કર્યા છે. ટૂંકામાં તેં કોઈ પણ પ્રકારના પાપની કચાશ રાખી નથી. ૪પા
“દુઃખી હું નહિ કર્દી બનું, કષ્ટ મને શું થાય?
મદાંઘ થઈ તું માનતો; કર્યા કર્મ ક્યાં જાય?૪૬ અર્થ - મદમાં આંઘળો થઈ તું એમ માનતો કે હું શું દુઃખી થવાનો હતો? મને શું કષ્ટો પડવાના હતા? પણ કરેલા કર્મ ક્યાં જાય? I૪૬ાા.
પુણ્ય-પાપનાં ફળ નથી, એ જ મોહ અતિ ગાઢ
પ્રેરે પાપ વિષે, અરે! પણ આ દુઃખ અગાથ. ૪૭ અર્થ - પુણ્ય-પાપના ફળ નથી એમ હું માનતો હતો. એ જ તારી ગાઢી મિથ્યા માન્યતા તને મોહ કરાવી પાપ કરવામાં પ્રેરણા આપતી હતી. પણ અરે ! તેના ફળમાં આ અગાઘ દુઃખ આવી પડ્યું. //૪થા
પશ્ચાત્તાપ વિષે પડ્યો, દુઃખ અકથ્ય જણાય;
કોઈ બચાવે આવી તો, કેવું સારું થાય? ૪૮ અર્થ – એમ વિચારતો હું પશ્ચાત્તાપમાં પડી ગયો. અરે!હા!હવે હું નહીં જ બચું? એ દુઃખ મને અકથ્ય થવા લાગ્યું. “આ વખતે મારા પાપી અંતઃકરણમાં એમ આવ્યું કે જો અત્યારે મને કોઈક આવીને એકદમ બચાવે તો કેવું માંગલિક થાય.' ૪૮.
ઘન-ઘોરંભે વીજળી સમ આશા-સુખ હોય,
રક્ષકને રાજ્ય દઉં આખું માગે તોય.૪૯ અર્થ – ઘન-ઘોરંભે એટલે વાદળાના ઘેરાવામાં જેમ વીજળીનો ક્ષણિક ઝબકારો થાય તેમ અંતરમાં ક્ષણિક આશાવડે સુખ થયું કે મારી જે હવે રક્ષા કરે તે પ્રાણદાતા આખા માળવા દેશનું રાજ્ય માંગે તોય આપી દઉં. I૪૯ાા
Page #217
--------------------------------------------------------------------------
________________
(૭૧) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૧
૨ ૦ ૭
માગે રાણી હજાર મુજ, કરું ન દેતાં ઢીલ,
દાસ થઈ તેનો રહું, એમ કહે મુજ દિલ. ૫૦ અર્થ - મારી નવયૌવન હજાર રાણીઓ માગે તોય તે આપતાં ઢીલ ન કરું. મારી અઢળક રાજ્યલક્ષ્મી એના પદકમળમાં ઘરું. છતાંય જો એ કહે તો હું જીવન પર્યત તેનો દાસ થઈને રહું એમ મારું દિલ કહે છે. પણ આ વખતે મને કોણ જીવનદાન આપે? In૫૦ના.
જીંવન-દાન દેનારનો પ્રત્યુપકાર ન થાય,
એમ તરંગે જ્યાં ચઢ્યો, જિન-વચને મન જાય. ૫૧ અર્થ :- જીવનદાન દેનારનો પ્રત્યુપકાર થઈ શકે એમ નથી. એમ વિચાર તરંગમાં ઝોકાં ખાતું મારું મન જિન-વચનમાં ઊતરી પડ્યું. તે વખતે મને પવિત્ર જૈન ઘર્મનું ભાન થયું. //પના
જિન-કથિત સિદ્ધાંત જે, સુણેલા કોઈ વાર,
અંતઃકરણે આ ઘડી ઊતરી, લાગ્યાં સાર. ૫૨ અર્થ :- જીનેશ્વર દ્વારા કહેલા સિદ્ધાંત જે મેં કોઈવાર સાંભળેલા હતા. તે પવિત્ર સિદ્ધાંતો આ વખતે મારા અંતઃકરણમાં અસરકારક રીતે ઊતરી જવાથી તે મને ઘણા સારા લાગ્યા. પરા
ભાન થયું સિદ્ધાંતનું, પ્રગટ અપૂર્વ વિચાર,
જેથી પાપી પ્રાણ આ બચી, કહે છે સાર : - ૫૩ અર્થ - જિન-કથિત સિદ્ધાંત સંબંધી અપૂર્વ વિચારો ઉત્પન્ન થઈ તેનું મને યથાર્થ ભાન થયું. જેથી આ પાપી પ્રાણી મોતના મુખમાંથી બચી જઈ આપની સમક્ષ આવવા પામ્યો છે. તે કેમ બચ્યો એ વાતનો સાર આપની સમક્ષ રજૂ કરું છું. ૫૩
"અભયદાન સર્વોપરી, દાન ન તેહ સમાન,
પ્રથમ મનન તેનું થયું, આમ થયું બહુમાન -૫૪ અર્થ - અભયદાન એ સર્વોત્કૃષ્ટ દાન છે. એના જેવું એકે દાન નથી. આ સિદ્ધાંતનું પ્રથમ મનન મને મારા અંતઃકરણે કરવા માંડ્યું. અને તેના પ્રત્યે આમ બહુમાન ઉત્પન્ન થયું. ૫૪
અહો! જિન-સિદ્ધાંત આ, નિર્મળ અને પવિત્ર,
પર-પીડામાં પાપ છે, બનવું સૌના મિત્ર.” ૫૫ અર્થ :- “અહો! આ એનો સિદ્ધાંત કેવો નિર્મળ અને પવિત્ર છે ! કોઈપણ પ્રાણીભૂતને પીડવામાં મહાપાપ છે. “પાપાય પર પીડન” પરને દુઃખી કરવામાં પાપ છે, માટે જગતમાં સૌના મિત્ર બનવું જોઈએ. ‘મિત્તી સવ્વ મુરૂ, વૈરું મન્ન ન વળરૂં સર્વ સાથે મને મૈત્રીભાવ હો, વૈરભાવ કોઈની સાથે ન હો. ‘એ વાત મને હાડોહાડ ઊતરી ગઈ.' પપા
હાડોહાડ જ ઊતરી શિક્ષા અનુપમ આજ,
જાય ને તે જન્માંતરે; ખરું તારક જહાજ. ૫૬ અર્થ - ‘એ મૈત્રીભાવની અનુપમ શિક્ષા મને એવી હાડોહાડ ઊતરી ગઈ કે ‘પાછી હજાર જન્માતરે પણ ન ચસકે તેવી.' કહ્યું છે કે “સાત્મવા સર્વ ભૂતેષુ' સર્વ પ્રાણીઓને પોતા સમાન માનવા
Page #218
--------------------------------------------------------------------------
________________
૨ ૦૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અથવા “સર્વ ત્મિમાં સમદ ઘો.’ આ સિદ્ધાંત જ સંસાર સમુદ્રથી તરવા માટે સફરી જહાજ સમાન છે. //૫૬ાા
એમ વિચાર્યું કે ભલે, પુનર્જન્મ ના હોય,
તોપણ આ જ ભવે મળે હિંસાનું ફળ, જોય. ૫૭ અર્થ - વળી એમ વિચાર્યું કે ભલે પુનર્જન્મ નહીં હોય તો પણ આ ભવમાં જ કરેલી હિંસાનું કિંચિત્ ફળ મળે છે ખરૂં, એ મેં પ્રત્યક્ષ જોયું. //૫ગા.
નહિ તો આ વિપરિત દશા, તારી ક્યાંથી હોત?
પાપી શોખ શિકારનો લાવે આવું મોત. ૫૮ અર્થ:- નહીં તો હે આત્મા! આવી તારી વિપરીત દશા ક્યાંથી હોત? તને હમેશાં શિકારનો પાપી શોખ લાગ્યો હતો, તેનું ફળ આ મોતનો સમય તને આવી મળ્યો. પેટા
દયાળુઓનાં દિલને દુભાવવા તુજ ભાવ,
તેનું ફળ તુજને મળ્યું; હિંસા પથ્થર-નાવ. ૨૯ અર્થ – દયાળુ પુરુષોના દિલને દુભાવવા માટેના તારા ભાવ હતા, તેથી તેનું ફળ તને આ મળ્યું કે તું કેવળ પાપી મોતના પંજામાં આવી પડ્યો. જીવોની હિંસા કરવી એ પત્થરની નાવ સમાન છે. પત્થરની નાવ પાણીમાં બૂડી જાય તેમ હિંસક પ્રાણી સંસાર સમુદ્રમાં બૂડી મરે છે. //૫૯ો.
હિંસા-મતિ ના હોત તો, આવો વખત ન હોય;
કેવળ નીચ વૃત્તિ તણું આ ફળ આવ્યું, જોય. ૬૦ અર્થ:- તારામાં હિંસા કરવાની બુદ્ધિ ન હોત તો આવો વખત તને આવત નહીં. કેવળ તારી આ નીચ મનોવૃત્તિનું જ આ ફળ આવ્યું એમ હું માન. ૬૦ના
હે! પાપી જીંવ, જા ભલે-થઈ દેહથી મુક્ત
-ગમે ત્યાં, પણ પાળજે ઘર્મ દયાથી યુક્ત. ૬૧ અર્થ:- “હે પાપી આત્મા! હવે તું અહીંથી એટલે આ દેહથી મુક્ત થઈ ગમે ત્યાં જા, તો પણ એ દયાને જ પાળજે ! કેમકે “જ્યાં દયા નથી ત્યાં ઘર્મ નથી! ‘દયા એ જ ઘર્મનું સ્વરૂપ છે.’ ‘નાત્મનઃ પ્રતિકૂંછાનિ રેશાન્ ૧ સમારેત.” જે આપણા આત્માને પ્રતિકૂળ જણાય એવું વર્તન બીજા જીવો પ્રત્યે કદી કરવું નહીં. જગતમાં સૂક્ષ્મ દયાથી યુક્ત એવો જૈનધર્મ જ સર્વોત્કૃષ્ટ છે. II૬૧ના
તારે ને આ દેહને વિયોગની ક્યાં વાર?
શાંતિ તારી જો ચહે અહિંસાદિક વિચાર. ૬૨ અર્થ – ‘હવે તારે અને આ કાયાને જુદા પડવામાં શું ઢીલ રહી છે? માટે એ સત્ય, પવિત્ર અને અહિંસાયુક્ત જૈનધર્મના જેટલા સિદ્ધાંતો તારાથી મનન થઈ શકે તેટલા કર અને તારા જીવની શાંતિ ઇચ્છ.' તેરા
સત્પવિત્ર જિન-ઘર્મના સાચા સૌ સિદ્ધાંત, જ્ઞાન-દ્રષ્ટિએ દેખતાં; મનન કરી થા શાંત. ૬૩
Page #219
--------------------------------------------------------------------------
________________
(૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨
૨૦૯
અર્થ - સત પવિત્ર જૈનઘર્મના સઘળા સિદ્ધાંતો સત્ય જ છે. તે સિદ્ધાંતોને જ્ઞાનદ્રષ્ટિથી અને સૂક્ષ્મદ્રષ્ટિથી નિહાળી, તેનું મનન કરી હવે શાંત થા. કરા.
આ અનુભવથી ઉરમાં અભયદાન વસી જાય,
સૂક્ષ્મ મનનથી તેમ સૌ સિદ્ધાંતો ય મનાય. ૬૪ અર્થ:“જેમ અભયદાન સંબંઘીનો તેનો અનુપમ સિદ્ધાંત આ વખતે તને તારા આ અનુભવથી ખરો લાગ્યો તેમ તેના બીજા સિદ્ધાંતો પણ સૂક્ષ્મતાથી મનન કરતાં ખરાં જ લાગશે. એમાં કાંઈ ન્યુનાધિક નથી જ.” એવો જૈનઘર્મ સર્વોત્કૃષ્ટ છે. ૬૪
(૭૨)
મુનિ-સમાગમ (ચંદ્રરાજ).
ભાગ-૨ (દોહરા)
અલ્પાંશે સૌ ઘર્મમાં દયા વિષે છે બોઘ,
તોપણ જૈન દયા, અહો! નિર્મળ ને અવિરોથ. ૧ અર્થ - “સઘળા ઘર્મમાં દયા સંબંઘી થોડો થોડો બોઘ છે ખરો; પરંતુ એમાં તે જૈન તે જૈન જ છે. જૈન ધર્મમાં અહો! દયાનું સૂક્ષ્મ સ્વરૂપ તે નિર્મળ અને અવિરોઘ છે. ૧ાા.
જંતું ઝીણામાં ઝીણા કોઈ ન હણવા, તેમ
કો રીતે ના દુઃખ દ્યો; હો સૌ કુશળ-ક્ષેમ. ૨ અર્થ - ઝીણામાં ઝીણા કોઈ જંતુઓને હણવા નહીં. તેમ કોઈ રીતે જીવોને દુઃખ દેવું નહીં. સર્વ જીવો કુશળ એટલે આરોગ્યયુક્ત અને ક્ષેમ એટલે સુખશાંતિને પામો એવો જૈનધર્મનો બોઘ છે. રા
એવો જિન-ઉપદેશનો પ્રબળ, પવિત્ર સુમર્મ,
ક્યાંય દીઠો નહિ, કેટલા પાળ્યા જો કે ઘર્મ. ૩ અર્થ - જિન ઉપદેશના પ્રબળ અને પવિત્ર સિદ્ધાંતનું આવું રહસ્ય જો કે તેં બીજા અનેક ઘર્મો પાળ્યા છતાં ક્યાંય જોવામાં આવ્યું નહીં. I
જૈન તેં ના ઘર્યો, ક્યાંથી એવાં પુણ્ય?
અનાર્ય, ગંદો તે ગણ્યો, પાપી જીવ અશુન્ય. ૪ અર્થ - જૈન ઘર્મને તેં ઘારણ કર્યો નહીં. અરે તારા અઢળક પુણ્ય સિવાય ક્યાંથી ઘારણ કરે ? એ ઘર્મ તો અનાર્ય જેવો છે, ગંદો છે. અરે પાપી જીવ, તને એમ સુર્યું, તેથી તું એ ઘર્મને પાળી ઘન્ય બની શક્યો નહીં. ૪
Page #220
--------------------------------------------------------------------------
________________
૨ ૧ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
દ્રષ્ટિ સરખી ના કરી ત્યાં તેં હે! મતિ-મંદ;
તપથી નૃપ-પદ પામિયો, સત્ય તરફ તો અંઘ. ૫ અર્થ – હે! મતિ મંદ, સત્ય ઘર્મ તરફ તેં દ્રષ્ટિ સરખી પણ ના કરી. પૂર્વે તપ કરવાથી તું રાજાનું પદ પામ્યો, પણ સત્ય તરફ તો તું આંઘળો જ રહ્યો. //પા.
મળ્યો હોત જો ઘર્મ તે, કહેવત જૂઠી થાયઃ
“તપેશ્રી તે રાજેશ્રી ને નરકેશ્વરી બની જાય.”૬ અર્થ - જો તને સાચો જૈન ઘર્મ મળ્યો હોત તો આ કહેવત જૂઠી થાત કે તપ કરે તે રાજા થાય અને રાજા હોય તે નરકે જાય. કારણ કે જૈનધર્મને તેં માન્યો હોત તું નરક જતાં અટકત. Iકા
અટકત તું નરકે જતાં, એવો ઘર્મ-પ્રભાવ,
રહી રહીને સૂઝે હવે લેવા એવો લ્હાવ. ૭ અર્થ - તું તે ઘર્મને અંગીકાર કરવાથી નરકે જતો અટકત એવો એ ઘર્મનો પ્રભાવ છે. હે મૂઢાત્મા! આ સઘળાં વિચારો તને તે ઘર્મનો લહાવો લેવા રહી રહીને હવે સુઝે છે. શા
એ સૂઝયું શું કામનું? પ્રથમ ખબર જો હોત,
મહા ભયંકર આ દશા સ્વપ્ન પણ ના જોત. ૮ અર્થ - હવે સુયું શું કામ આવે? પ્રથમથી સૂઝયું હોત તો આ મહા ભયંકર દશા તારી સ્વપ્ન પણ તું જોત નહીં. ટાા
થનારું તે તો થઈ ગયું, દૃઢ કર હવે વિચારઃ
એ તો ઘર્મ અનાદિ છે; સાચો પવિત્ર ઘાર. ૯ અર્થ :- જે થનાર હતું તે થઈ ગયું. પણ હવે તારા અંતઃકરણમાં એ વિચાર દ્રઢ કર કે જૈન ઘર્મ અનાદિકાળથી છે, સાચો છે અને પવિત્ર છે. તા.
સિદ્ધાંતો બીજા વળી, ઉર વિષે અવલોક,
અનુપમ તપ ત્રિગુતિ ફેંપ, તૃતિરૂપ અશોક. ૧૦ અર્થ – હવે જૈન ઘર્મના બીજા સિદ્ધાંતોનું પણ હૃદયમાં અવલોકન કર. તપ સંબંઘી પણ એનો ઉપદેશ અનુપમ છે. તે તપ મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિરૂપ છે. જે આત્માને તૃપ્ત કરી શોક રહિત બનાવનાર છે. II૧૦ના.
સર્વ વિકાર શમાવતું, નિર્મળ કરતું, ભાળ
કાળે કરી, કાપે બઘી કર્મબંઘની જાળ. ૧૧ અર્થ - તે મનવચનકાયની ગુપ્તિથી મનમાં ઊપજતા સઘળા કામ વિકારો શાંત થતા થતા નિર્મળ થઈ જાય છે અને કાળે કરી કર્મબંધનની સર્વ જાળને તે કાપી નાખે છે. ૧૧ાા
વૈરાગ્ય સહિત તપ વડે જે જે ઘર્મ કરાય, મહા સુખપ્રદ તે બને, તપ-તેજે સૌ થાય. ૧૨
Page #221
--------------------------------------------------------------------------
________________
(૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨
૨૧ ૧
અર્થ :- વૈરાગ્ય સહિત તપવડે જે જે ઘર્મ પળાય તે જીવને મહાન સુખપ્રદ નીવડે છે. ઇચ્છાનો નિરોઘ કરવો તે તપ છે. તે તપના તેજ વડે સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૧૨ાા
કેવો ભાવ વળી કહ્યો! ઑવન થર્મનું ભાવ,
ભાવ વિના નિષ્ફળ બધું, નીરસ ભોજન સાવ. ૧૩ અર્થ - ભાવ વિષે પણ તેણે અહો કેવો ઉપદેશ આપ્યો છે. ભાવ જ ઘર્મનું જીવન છે. ભાવ વિના ઘર્મ કેમ ફળીભૂત થાય? રસ વગરના ભોજનની જેમ ભાવ વિનાની સઘળી ક્રિયા નિષ્ફળ છે. [૧૩ના
ભાવ વિના ન પળી શકે થર્મ, જીંવન-ફળ સાર,
સુઘર્મ પાળ્યા પણ મળે ક્યાંથી મોક્ષ, વિચાર. ૧૪ અર્થ - ભાવ વિના ઘર્મ પાળી શકાતો નથી. જીવનનું સારરૂપ ફળ ઘર્મ છે. સમ્યકુ ઘર્મ પાળ્યા વિના મોક્ષ પણ ક્યાંથી મળે, તેનો તું વિચાર કર. ૧૪
બ્રહ્મચર્ય સિદ્ધાંત પણ બ્રહ્મભાવનું મૂળ,
ઉપદેશ્યો કેવો અહો ! મુમુક્ષુને અનુકૂળ. ૧૫ અર્થ :- બ્રહ્મચર્ય સંબંધીનો એનો સિદ્ધાંત બ્રહ્મભાવ એટલે આત્મભાવમાં રમણતા કરવાનું મૂળ છે. અહો! તેનો કેવો ઉપદેશ કર્યો કે જે મુમુક્ષુને આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવામાં અનુકૂળ છે. //ઉપા
કામ-વિકાર સેનાપતિ, દુર્ઘટ-દમન ગણાય,
શાંતિકારક શિવ-પદ, દહન કર્યાથી પમાય. ૧૬ અર્થ - સઘળા મહા વિકારોમાં કામવિકાર એ સેનાપતિ સમાન છે. જેનું દમન કરવું મહા દુર્ઘટ છે. એ કામ વિકારને દહન કરવાથી અર્થાત બાળી નાખવાથી શાંતિકારક એવું શિવપદ એટલે મોક્ષપદ પામી શકાય છે. ||૧૬ના
મુમુક્ષુઓ દુઃસાધ્યને સાથે ઘર ઉત્સાહ,
લોક-વિજય તેથી થતા, તર્જી લૌકિક પ્રવાહ. ૧૭ અર્થ - મુમુક્ષુઓ એવા દુઃસાધ્ય વિષયને ઉત્સાહ ઘરીને સાધ્ય કરે છે. તેથી તે લૌકિક સંસારના પ્રવાહને તજી દઈ લોક વિજયી બને છે. ૧ળા
મહા મુક્તિ-ફળ કાજ જે, કમર કસે શૂરવીર,
પાછી પાની ના કરે, ઘર કેસરિયા ચીર. ૧૮ અર્થ - મહામુક્તિરૂપ ફળને પામવા માટે જે શૂરવીર પુરુષ કમર કસે તે કદી પાછી પાની કરે નહીં. તે કેસરીયા ચીર એટલે કપડાં પહેરી કમની સામે પડે છે. II૧૮ાા
અહો! સંસાર-ત્યાગનો જિન-ઉપદેશ યથાર્થ,
અણસમયે અજ્ઞાની જન માને તેને વ્યર્થ. ૧૯ અર્થ :- અહો! સંસાર ત્યાગ કરવાનો જિનેશ્વરોનો ઉપદેશ પણ યથાર્થ છે. અજ્ઞાનીજનો અણસમજણથી તે ઉપદેશને વ્યર્થ માને છે. ૧૯ાા
Page #222
--------------------------------------------------------------------------
________________
૨ ૧ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
એ તો કેવળ મૂર્ખતા : કરે અનેક કુતર્ક -
સ્ત્રી-પુરુષનું જોડલું સુંચવે સુખ-સંસર્ગ. ૨૦ અર્થ :- સંસારી જીવોની એ મૂર્ખતા છે. તેથી અનેક કુતર્ક કરે છે કે સ્ત્રી-પુરુષનું જોડલું થવાથી જ સુખ-સંસર્ગ પ્રાપ્ત થાય. ૨૦ાા.
મોહ-મદિરા છાક એ; “સર્વ ન મુક્તિયોગ્ય
જૈન-વચન સુણ્યું હતું; મોક્ષ વીરને ભોગ્ય. ૨૧ અર્થ – એવી તેમની માન્યતા તે મોહરૂપી મદિરાનો છાક સૂચવે છે. સર્વ જીવો કાંઈ મુક્તિ મેળવવાને યોગ્ય થતા નથી, એવું જૈનનું એક વચન સાંભળ્યું હતું. મોક્ષ તો વીર પુરુષોને જ ભોગ્ય છે. રિલા.
એમ હવે સમજાય છે : અલ્પ તજે સંસાર,
એ તો દેખીતું જ છે; અલ્પ કરે ભવપાર. ૨૨ અર્થ - હવે મને એમ સમજાય છે કે અલ્પ જીવો જ સંસાર ત્યાગી શકે. એ તો દેખીતું જ છે. તેથી અલ્પ જીવો જ આ સંસારરૂપી સમુદ્રનો પાર પામી શકે એમ છે. રજા
સ્ત્રી શૃંગારે લુબ્ધ જન, વિષય વિષે આસક્ત,
સંતતિની વળગે ફિકર, ક્યાંથી થાયે મુક્ત? ૨૩ અર્થ :- એક સ્ત્રીના શૃંગારમાં લુબ્ધ થવાથી, પાંચેય ઇન્દ્રિયના વિષયમાં જીવ આસક્ત બને છે. તેથી સંતાન ઉત્પન્ન થાય છે. તે સંતતિને પાળવા-પોષવાની ફિકર વળગે છે. “અરે! એવી તો અનેક જંજાળોમાં જોડાવું પડે છે. ત્યારે એવા પ્રપંચમાંથી મુક્તિ કોણ સાધ્ય કરી શકવાનો હતો? પારકા
હું, મારું' - અજ્ઞાનતા પોષે ભરવા પેટ,
દગા-પ્રપંચ રચે ઘણા ઠગવા નોકર, શેઠ; ૨૪ અર્થ :- કુટુંબમાં મારાપણું કરવાથી અને અજ્ઞાનતાના કારણે દેહમાં અહંભાવ હોવાથી તેમના પેટ ભરવા માટે, નોકર કે શેઠ સર્વ પ્રત્યે અનેક દગા પ્રપંચ રચે છે. ૨૪
ઠગીને રાજી રાખવા, રચે જંઠી જંજાળ;
ગણી આકરાં વ્યાજ ને ફ્રુટ મૅકી બને દયાળ. ૨૫ અર્થ - તેમને ઠગીને રાજી રાખવા માટે વળી જૂઠી જંજાળ રચે છે. જેમકે આકરા વ્યાજ ગણી કહે, સોળ પચ્ચા વ્યાસી અને બે મુક્યા છૂટના એમ કહી વળી પોતાની દયાળુતા બતાવે છે. સુરક્ષા
બંઘન કરવા વર્તતો, મુક્તિ સાથે કેમ?
પ્રપંચ બંઘન-કારી છે, જન્મ-મરણ છે એમ. ૨૬ અર્થ - આવી રીતે પ્રપંચ કરી કર્મબંઘન કરવા વર્તનાર જીવ મુક્તિને કેમ સાધી શકે? પ્રપંચ તો બંઘનકારી છે. અને તેથી જન્મ-મરણનાં દુઃખ જીવ પામે છે. ૨૬ાા.
ખરો, સંસાર-ત્યાગનો મંગલમય ઉપદેશ,
ભ્રમણામાં સમજાય ના; જન્માંઘને દિનેશ. ૨૭ અર્થ :- આ સંસારત્યાગનો ખરો મંગલમય ઉપદેશ છે. પણ આત્મભ્રાંતિને લઈને તે સમજાય
Page #223
--------------------------------------------------------------------------
________________
(૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨
૨ ૧ ૩
નહીં, જેમ જન્મથી આંધળાને દિનેશ એટલે સૂર્યનું ભાન થાય નહીં તેમ. રા.
સુદેવ-ભક્તિ-બોઘ ના જેવો તેવો કાંઈ;
વિરક્ત થઈ સંસારથી, સુથર્મ સાથ્થો જ્યાંય. ૨૮ અર્થ :- સુદેવની ભક્તિ કરવાનો બોઘ પણ તેમનો જેવો તેવો નથી. તેમણે કેવળ સંસારથી વિરક્ત થઈ સમ્યક્ આત્મઘર્મને પરિપૂર્ણ સાધ્ય કર્યો છે તે સુદેવ. ૨૮.
અખંડ મુક્તિ જે વર્યા, તેની ભક્તિ સુખદાય
થાય ભાવિક ભક્તને; સંશય કેમ કરાય? ૨૯ અર્થ :- જે અખંડ પણે મુક્તિમાં બિરાજમાન થયા છે તેમની ભક્તિ ભાવિક ભક્તને જરૂર સુખદાયક થાય. એમાં કંઈ સંશય કરવા જેવું નથી. /૨૯ો
સહજ ભક્તિના ગુણથી ભવ-બંઘન દુખ જાય,
વીતરાગ ભજનારને વીતરાગતા થાય. ૩૦ અર્થ - એમ ભક્તિના સ્વાભાવિક ગુણથી આપણા ભવબંઘનના દુઃખ નાશ પામે છે. કારણ કે વીતરાગને જે ભજે તે વીતરાગતાને પામે છે. ૩૦ના
અગ્નિમાં છે ઉષ્ણતા સહજ સ્વભાવે જેમ,
રાગ-દ્વેષ-રહિતતા સહજ સુદેવે તેમ. ૩૧ અર્થ:- અગ્નિમાં સહજ સ્વભાવે ઉષ્ણપણું છે. તેમ સુદેવમાં સહજ સ્વભાવે રાગદ્વેષરહિતપણું છે. //૩૧ાા
તોપણ તેની ભક્તિથી ભક્તોને ગુણ થાય,
સૂર્ય-ઉદયથી સર્વને નિજ નિજ પંથ જણાય. ૩૨ અર્થ :- તો પણ તે જિનેશ્વરની ભક્તિ ભક્તોને ગુણ આપનાર નીવડે છે. જેમ સૂર્યના ઉદયથી સર્વને પોત પોતાનો માર્ગ દેખાય છે તેમ. /૩રા
જે દેવો દે ડૂબકાં જન્મ-મરણ-જળમાંય,
તે શું તારે અન્યને? પથ્થર તારે ક્યાંય? ૩૩ અર્થ :- જે પોતાને દેવો કહેવરાવે અને જન્મમરણરૂપી જળમાં ડૂબકાં મારતા હોય તે જીવો અન્યને શું તારી શકે? પત્થરની નાવ ક્યારેય કોઈને તારી શકે? ૩૩ાા.
સુદેવ-ભક્તિ-બોઘ આ માન્ય રાખવા યોગ્ય,
દ્રઢ હૃદયે ઉપાસતાં બને શિવ જીંવ-ભોગ્ય. ૩૪ અર્થ :- આ સતદેવની ભક્તિનો ઉપદેશ માન્ય રાખવા યોગ્ય છે. તેની ઉપાસના દ્રઢ હૃદયે કરતો જીવ શિવ એટલે મોક્ષનો ભોક્તા થાય છે. ૩૪
Page #224
--------------------------------------------------------------------------
________________
૨ ૧૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
નિઃસ્વાર્થી ગુરુ ઘારવા, એ પણ મોટી વાત,
ખરેખરી લાગે મને અનુભવથી સાક્ષાત. ૩૫ અર્થ - જેને કોઈપણ પ્રકારનો સ્વાર્થ નથી તેવા ગુરુ ઘારણ કરવા જોઈએ. એ પણ મોટી વાત છે. મને તો અનુભવથી આ વાત ખરેખરી સાક્ષાત લાગે છે. રૂપા
સ્વાર્થ જેટલો હોય છે, ઘર્મ તેટલો જૂન;
ન્યૂન વૈરાગ્ય તેટલો; નિઃસ્વાર્થી ગુરુ પૂર્ણ. ૩૬ અર્થ :- “જેટલો સ્વાર્થ હોય તેટલો ઘર્મ અને વૈરાગ્ય ઓછો હોય : માટે નિઃસ્વાર્થી ગુરુ જ પરિપૂર્ણ કહેવાય છે. ૩૬ાા.
ચપર્ટી ય ચોખા ના ગ્રહે, ન સંઘરે ઘી-ખાંડ,
જૈન સાધુ-પદ આકરું, મળે પેટભર માંડ. ૩૭ અર્થ – સાધુપુરુષોને ચપટી ચોખા ગ્રહણ કરવાનો કે ઘી-ખાંડ સંઘરવાનો ઉપદેશ નથી. જૈનનું સાધુપણું આકરું છે. વખતે પેટભર પણ માંડ મળે. ૩ળા
સ્વાર્થીપણું પોપ્યું નથી, જિનેશ્વરે જરાય,
જિન-ઘર્મ-ગુરુ-આશ્રયે ભવજળ તુર્ત તરાય. ૩૮ અર્થ :- શ્રી જિનેશ્વરોએ જરાય સ્વાર્થીપણાને પોષણ આપ્યું નથી. એવા જૈનના ઘર્મગુરુના આશ્રયે ભવજળ શીધ્ર તરી શકાય છે. ll૩૮.
જહાજ તારે પથ્થરો, તેમ શિષ્ય તરી જાય,
સગુરુના ઉપદેશથી; સંશય કેમ કરાય? ૩૯ અર્થ - જેમ જહાજ પત્થરને પણ તારે, તેમ પત્થર જેવો શિષ્ય પણ સદગુરુના ઉપદેશથી તરી જાય છે. તેમાં શંકા કરવાને કોઈ સ્થાન નથી. ૩૯
‘કર્મ તણો સિદ્ધાંત તો જિનનો અહો! અપૂર્વ,
સુખ-દુખ-જન્મ-જરાદિ આ કર્માધીન જ સર્વ. ૪૦ અર્થ:- શ્રી જિનનો કર્મનો સિદ્ધાંત તો અહો! અપૂર્વ છે. સુખ-દુઃખ કે જન્મ-જરાદિ એ સઘળું કર્મને જ આધીન છે. ૪૦ના
જેવાં કર્મ કર્યા કરે, ફળ તેવાં લણતો ય,
અનાદિ જીંવ-પુરુષાર્થ આ; નિયમ અનુપમ જોય. ૪૧ અર્થ:- ‘જેવાં, જીવ અનાદિ કાળથી કર્મો કર્થે આવે છે તેવા ફળો પામતો જાય છે. અનાદિકાળથી કર્મ કરવાનો જીવનો પુરુષાર્થ ચાલ્યો આવે છે. આ નિયમ પણ જૈનનો અનુપમ છે. //૪૧
કોઈ કહે અપરાઘની ક્ષમા કરે ભગવાન,
પણ સમજણની ભૂલ એ; ઠરે દોષનું સ્થાન. ૪૨ અર્થ - કોઈ કહે છે કે ભગવાન અપરાધની ક્ષમા કરે તો તે થઈ શકે છે. પણ તે તેમના
Page #225
--------------------------------------------------------------------------
________________
(૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨
૨ ૧ ૫
સમજણની ભૂલ છે. જો ઈશ્વર દોષની ક્ષમા કરે તો પોતે જ સર્વ દોષનું સ્થાન ઠરે છે. IT૪રા
રાગી, દ્વેષી તે ઠરે, ભક્ત-દોષ ના જાય,
વર્તે બેદરકારીથી, દોષ માફ જો થાય-૪૩ અર્થ :- ઈશ્વર સ્વયં રાગી દ્વેષી ઠરે છે. તેથી ભક્તના પણ રાગદ્વેષ જાય નહીં. જો કરેલા દોષો ઈશ્વર માફ કરતા હોય તો સર્વ બેદરકારીથી વર્તન કરશે. ૪૩ાા
પરમેશ્વર તે દોષનું કારણ ગણવા યોગ્ય,
એવા ઈશ્વર માનવા મુમુક્ષુને અયોગ્ય. ૪૪ અર્થ - જો સર્વ બેદરકારીથી વર્તન કરશે તો સર્વ દોષનું કારણ પરમેશ્વર બનશે. એવાને ઈશ્વર માનવા તે મુમુક્ષુ જીવને અયોગ્ય છે. ૪૪
ફળ કર્માનુસાર” એ ખરેખરો સિદ્ધાંત,
સર્વશે દર્શાવિયો, કરવા જીંવ નિર્કાન્ત. ૪૫ અર્થ :- જૈનોનો સિદ્ધાંત કર્માનુસાર ફળ પ્રાપ્તિનો છે. તે જ ખરેખરો છે. શ્રી સર્વજ્ઞ ભગવંતોએ આ સિદ્ધાંત જીવોને નિર્કાન્ત એટલે ભ્રાન્તિરહિત કરવા માટે દર્શાવ્યો છે. IT૪પાા
નિજ પ્રશંસા ના ચહે, ચહે નહીં તે માન,
સત્ય હતું તેવું કહ્યું, તજી કીર્તિ-નિદાન. ૪૬ અર્થ :- શ્રી જિનેશ્વરો પોતાની પ્રશંસાને ઇચ્છતા નથી. તેમજ માન મોટાઈને પણ ઇચ્છતા નથી. પોતાની કીર્તિનું કારણ મૂકી દઈ જે સત્ય હતું તેવું જ કહ્યું છે. //૪૬ાા
સ્વાર્થ ન શોધ્યો ઘર્મને ફેલાવી જગમાંય,
મોહરહિત જિન તો કહે : કર્મ મને નડતાંય. ૪૭ અર્થ :- જગતમાં ઘર્મને ફેલાવી ક્યાંય પોતાનો સ્વાર્થ ગબડાવ્યો નથી. મોહરહિત એવા જિન તો એમ કહે છે કે મને પણ કરેલા કર્મો નડે છે, અર્થાત ભોગવવા પડે છે. II૪શા
કર્યા કર્મ સો ભોગવે, દર્શાવ્યો નિજ દોષ -
“ઋષભદેવ પાસે જઈ ભરત પૂંછે નિર્દોષઃ ૪૮ અર્થ :- કરેલા કમ સર્વ પ્રાણીઓને ભોગવવા પડે છે એમ કહી પોતાનો થયેલ દોષ પણ દર્શાવ્યો. શ્રી ઋષભદેવ પાસે જઈને ભરતેશ્વર નિર્દોષપણે પૂછે છે – ૪૮.
હવે આપણા વંશમાં થશે કોઈ જિનનાથ?
“હા” ઋષભદેવે કહી, કરી વિસ્તારે વાત : ૪૯ અર્થ - હવે આપણા વંશમાં કોઈ જિનનાથ એટલે તીર્થકર થશે? ત્યારે શ્રી 28ષભદેવે વિસ્તારથી વાત કરીને ‘હા’ કહી. ||૪૯ાા
‘ત્રિદંડી તુજ પુત્ર જે મરીચિ બેઠો વ્હાર, વર્તમાન ચોવીસમાં છેલ્લો જિન થનાર.” ૫૦
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૧ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - ત્રિદંડી સંન્યાસીનો વેષ ઘારી તારો પુત્ર મરીચિ જે સમવસરણની બહાર બેઠો છે તે વર્તમાન ચોવીસીમાં છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર નામે થશે. આપણા
વિનય સહિત વંદન કરી, ગયા ભરત અધિરાજ
ત્રિદંડીને વંદન કર્યું, કહી “ભાવિ જિનરાજ.” ૫૧ અર્થ :- પછી વિનયસહિત ભગવાનને વંદન કરીને ભરતેશ્વર રાજાધિરાજ ત્યાં ગયા અને ત્રિદંડીને ભાવિ જિનરાજ થવાનું વૃત્તાંત જણાવી વંદન કર્યું. ૫૧
પ્રફુલ્લિત થઈ મરીચિએ ગર્વ કર્યો તે વારઃ
“કેમ ન તીર્થકર બનું? મુજ દાદા જિન-સાર. પર અર્થ - તેથી ત્રિદંડીનું મન પ્રફુલ્લિત થયું અને અહંકાર આવી ગયો કે હું તીર્થકર કેમ ન બનું? મારા દાદા શ્રી ઋષભદેવ તીર્થકરોમાં સર્વ પ્રથમ તીર્થકર છે. Ifપરા
કોણ પિતા મુજ આ ભવે? ચક્રી મોક્ષ જનાર,
અધિરાજા છ ખંડના; ઇક્વાકુ કુળ સાર.” ૫૩ અર્થ :- વળી આ ભવમાં મારા પિતા કોણ છે? મોક્ષે જનાર છ ખંડના અઘિરાજા ચક્રવર્તી ભરતેશ્વર. મારુ કુળ કયું? ઈક્વાકુ. ત્યારે હું તીર્થકર થાઉં એમાં શું નવાઈ? //૫૩મા.
આમ અભિમાને ફેંદી, હસે, રમે તે વાર
કર્મો બાંધે આકરાં, બહુ ભવ કરાવનાર.” ૫૪ અર્થ – આમ અભિમાનના આવેશમાં હસ્યા, રમ્યા અને કૂદકા માર્યા. તેથી બહુ ભવ કરાવનાર એવા આકરા કર્મો બાંધ્યાં. ૫૪મા
વર્ધમાન નામે થયા મહાવીર ભગવાન
સ્વમુખથી ઉપદેશમાં કહી કથા મેંકી માન. ૫૫ અર્થ - એ ક ભોગવ્યા પછી વર્ધમાન નામે છેલ્લા મહાવીર ભગવાન થયા. માન મુકીને ઉપદેશમાં સ્વમુખથી જ પોતાની વિતક વાત કહી સંભળાવી. પપા
જો કીર્તિ કે સ્વાર્થનો લક્ષ ઘર્મમાં હોત,
તો નિજ પૂર્વ-ગર્વનું વર્ણન તે ન કહોત. ૫૬ અર્થ :- જો એમણે કીર્તિ કે સ્વાર્થ ખાતર ઘર્મ પ્રવર્તાવ્યો હોત તો તે પોતાના પૂર્વભવમાં કરેલ ગર્વનું વર્ણન કરતા નહીં. પા.
ખરી વાત શાને ખળે? સ્વાર્થ વિનાનો ઘર્મ :
કેમ તને તે મૂકશે? મને ન મૂકતાં કર્મ.” પ૭. અર્થ :- પણ એનો સ્વાર્થ વગરનો ઘર્મ હોવાથી ખરું કહેતા શા માટે અટકે? તે કહે છે કે ભાઈ! મને પણ કર્મ મૂકતા નથી તો તને કેમ મૂકશે? પાપણા
કીર્તિ-ઇચ્છક માનથી સંતાડે નિજ દોષ, કહે: “મને તો ના નડે કર્મ, ગર્વ કે રોષ; ૫૮
Page #227
--------------------------------------------------------------------------
________________
(૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨
૨૧૭
અર્થ - જેને કીર્તિની ઇચ્છા, માન કષાયથી હોય તે તો પોતાના દોષને ભોંયમાં જ ભંડારે. અને દેખાડે કે મને તો કર્મ નડતા નથી. અથવા અહંકાર કે કોઈ પર કરેલ ક્રોઘ પણ અમને બાઘા કરે નહીં એમ ભપકો ભભકાવત. પટા.
ચાહું તેમ કરી શકું, તારણ-તરણ જહાજ,”
ભભકો ભભકાવે બહું, ઘરે ન ઉરે લાજ. ૫૯ અર્થ – હું ચાહું તેમ કરી શકું. હું તો તારણ તરણ જહાજ છું. એવો બહુ ભપકો ભભકાવત. એવું બોલતા તેમને હૃદયમાં લાજ પણ આવત નહીં. /પલા.
નિસ્વાર્થી સાચા ગુરુ, સત્ય-પ્રિય ને નમ્ર,
સૂંઠી પ્રશંસા નિજ તજે, ઘરે ન માયિક ધૂમ્ર. ૬૦ અર્થ - નિઃસ્વાર્થી એવા સાચા ગુરુ તો સત્ય-પ્રિય અને નમ્ર હોય છે. તે પોતાની જૂઠી પ્રશંસાનો ત્યાગ કરે છે. તેઓ મોહમાયામય ધૂમ્ર એટલે ધૂમાડાનો સંગ્રહ કરતા નથી. II૬૦ના.
નિર્વિકારી એવા ગુરુ કરે આત્મ-હિત-બોઘ,
કર્મ તણો સિદ્ધાંત આ પ્રશસ્ય ને અવિરોથ. ૬૧ અર્થ - નિર્વિકારી એવા શ્રી ગુરુ માત્ર આત્માનું હિત થાય એવો જ બોધ કરે છે. આ ભગવાનનો કહેલો કર્મનો સિદ્ધાંત તે પ્રશસ્ય એટલે પ્રશંસા કરવા લાયક છે અને તે પૂર્વાપર અવિરોઘ છે. II૬૧
સારાસાર વિચારણા, તર્જી સર્વ પક્ષપાત,
સમ્યકષ્ટિ તે ગણી, વિવેકરૂપ વિખ્યાત. કર અર્થ :- સર્વ પક્ષપાત મૂકીને સાર કે અસાર સંબંધી વિચારણા કરવી તેને જ્ઞાની પુરુષોએ સમ્યક દ્રષ્ટિ ગણી છે, જે જગત પ્રસિદ્ધ વિવેકરૂપ છે. I૬રા
વિવેકદ્રષ્ટિ વિના મૂંઝે ક્યાંથી સત્ય પદાર્થ?
સત્ય સૂઝયા વણ ના ગ્રહે; આ સિદ્ધાંત યથાર્થ. ૬૩ અર્થ - વિવેકદ્રષ્ટિ વિના પદાર્થનું સત્ય સ્વરૂપ ક્યાંથી જણાય. અને સત્ય એટલે ખરું સૂઝયા વિના ગ્રહણ પણ ક્યાંથી થાય. માટે ભગવંતે કહેલો આ સિદ્ધાંત પણ યથાર્થ છે. IIકડા.
માળા નવ સિદ્ધાંતની નવસર-મુક્તાહાર
રાવણ સમ કંઠે ઘરું, દશ શિર જણાવનાર. ૬૪ અર્થ - અહિંસા સહિત આ નવ સિદ્ધાંતની માળા તે નવસેર મોતીના હાર જેવી છે. તેને હું રાવણ સમાન કંઠે ઘારણ કરું કે જે એક મસ્તકના દશ મસ્તક જણાવનાર છે. એ માળાને જે પહેરે તે દિવ્ય સુખનો ભોક્તા થાય છે. ૬૪
જૈન સાધુ-મુખથી સુણ્યા સિદ્ધાંતો બહુ વાર, પણ દ્રષ્ટિ ભલી ક્યાં હતી? સ્મૃતિ-અનુસાર વિચાર. ૬૫
Page #228
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
અર્થ :– આ નવે સિદ્ધાંતો જૈન સાધુપુરુષોના મુખથી ઘણીવાર સાંભળ્યા હતા, છતાં પણ તારી તે ભણી ભલી દૃષ્ટિ જ ક્યાં હતી? હવે તે સિદ્ધાંતોનો સ્મૃતિ અનુસાર વિચાર કર. ॥૬॥ જિન સિદ્ધાંત યથાર્થ છે, ફેર નહીં મીન-મેખ,
ઓછું નહિં જવભાર કે, વધુ તલ-ભાર ન, દેખ. ૬૬
૨૧૮
અર્થ :— જિનેશ્વર ભગવંતોએ કહેલા આ સિદ્ધાંતો યથાર્થ છે. એમાં મીનમેખ પણ ફેરફાર નથી. એમાં જવભાર ઓછું નથી કે તલભાર વધારે નથી. ।।૬૬।।
તન, મન, વચન દમી ચો શાંતિ આત્માકાર,
ઠામ ઠામ જિન-વચન એ, સર્વ જીવનહતકાર. ૬૭
અર્થ :– ‘મન વચન અને કાયાનું દમન કરી આત્માની શાંતિ ઇચ્છો. એ જ એનું સ્થળે સ્થળે બોઘવું છે.’ જે સર્વ જીવોને હિતકારક છે. ।।૬।ા
ના સંસાર તજી શકે, તેને શિયળ સાર; એકપત્નીપર મરદ ને પતિવ્રતા છો નાર. ૬૮
અર્થ :– જે સંસાર ત્યાગ કરી શકે નહીં તેને શિયળ એટલે સદાચાર સારરૂપ છે. પુરુષોએ એક પત્નીવ્રત અને સ્ત્રીઓએ પતિવ્રત અવશ્ય પાળવું એવો ભગવંતનો ઉપદેશ છે. કટા
સદાચારી ગણાય તે, ધર્મ-યોગ્ય સંતોષ, સીતા-રામ બીજાં ગણો ઢળે રોગ ને દોષ. ૬૯
અર્થ :– એમ મર્યાદાથી વર્તતા પતિપત્ની તે સદાચારી ગણાય છે. એવા સંતોષી જીવો ધર્મ આરાધવાને યોગ્ય છે. તેમને બીજા સીતા-રામ જાણો. એમ વર્તવાથી રોગ અને બીજા અનેક દોષોથી દૂર રહી શકાય છે. ૬થા
૫૨સ્ત્રી–ગામીને થતા ચાંદી, ક્ષય, પ્રમેહ, પુનિત સ્વ-સ્ત્રીથી નહીં દેખ્યા રોગો તેહ. ૭૦
અર્થ :– પરસ્ત્રી-ગામી જીવ અંક્તિ થાય છે. તેને ચાંદી, પ્રમેહ અને ક્ષય આદિ રોગો સહન કરવા પડે છે અને બીજાં અનેક દુરાચરણો વળગે છે. પુનિત એટલે પવિત્ર એવી પોતાની સ્ત્રીથી કોઈને તેવા રોગો થતાં જોયા નથી. ।।૭।।
પતિવ્રતા સ્ત્રી તો સતી, મન તેનું સ્થિર થાય
સંસારી અભ્યાસ પણ ધર્મ જો મન જાય. ૭૧
અર્થ :– પતિવ્રતા સ્ત્રી તે સતી છે. તેનો સંસારી અભ્યાસ હોવા છતાં પણ જો ઘર્મમાં તેનું મન જાય તો તે મન સ્થિર થાય છે. ।।૧।।
ભવમોક્ષ ય પક્ષમાં શ્રેયસ્કર સિદ્ધાંત,
સાચું તો સારું બધે, સમજી જીવ, થા શાંત. ૭૨
અર્થ :— સંસાર કે મોક્ષ એ બેય પક્ષમાં એના સિદ્ધાંતો શ્રેયસ્કર છે. સાચું તો બધે સારું જ હોય. તેને તે જીવ હવે સમજી હું શાંત થા. ।।૩૨।।
Page #229
--------------------------------------------------------------------------
________________
(૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨
૨ ૧૯
ગરમ કરી પાણી પીવું ? સૌને આ ઉપદેશ,
તેમ બને ના તો પીવુ, ગાળી પાણી વિશેષ. ૭૩ અર્થ :- પાણીને ગરમ કરીને પીવું એવો સઘળાને ભગવાનનો ઉપદેશ છે. તેમ જો ના બની શકે તો પાણીને વિશેષપણે એટલે બેવડું ગરણું રાખીને ગાળીને પીવું. ૭૩ના
બન્ને પક્ષે લાભ દે સુજ્ઞ કરે સુવિચાર,
વાળા-મરકી-હેતુ આ અણગળ પાણી ઘાર. ૭૪ અર્થ - સંસાર પક્ષ અને મુક્તિપક્ષ એમ બેય પક્ષે તે લાભકારક છે. માટે સુજ્ઞ તેના ઉપર સુવિચારણા કરે. સંસાર પક્ષે અળગણ પાણી પીવાથી, વાળા, મરકી, કોગળિયા આદિ અનેક જાતના રોગો થવાની શક્યતા છે. ૧૭૪
મુક્તિ-પક્ષે લાભ દે નિર્વિકાર જળ ઉષ્ણ,
રસના ઑતવામાં ભલું ઑવ થાય થર અતૃષ્ણ. ૭૫ અર્થ - મુક્તિપક્ષે ગરમ કરીને પીઘેલું પાણી નિર્વિકાર હોવાથી રસના ઇન્દ્રિય જીતવામાં તેમજ કામવિકાર જીતવામાં મદદરૂપ છે. જેથી જીવ વિકારી તૃષ્ણાઓથી રહિત થઈ ધૈર્યવાન બને છે. I૭પ
હે! દુરાત્મા, કાળ સમ કાળો નાગ નિહાળ,
પાસું ફેરવી તાકતો; ઘર્મ-મંત્ર સંભાળ. ૭૬ અર્થ :- “હે દુરાત્મા! આ કાળો નાગ હવે પાસું ફેરવી તારા પર તાકી રહેવા તૈયાર થયો છે : માટે તું હવે તે ઘર્મના “નવકાર મંત્ર' ને સંભાર.' II૭૬ાા
મરણ પછી પણ ઘર્મ એ મળો મને, એ માગ;
ઘર્મ-શરણ સાચું, હવે આવ્યો અપૂર્વ લાગ. ૭૭ અર્થ - મરણ પછી પણ મને એ ઘર્મ જ મળો એવું માગ. એક ઘર્મનું જ શરણ સાચું છે. હવે એ ઘર્મનો વિચાર કરવાનો તને અપૂર્વ લાગ આવ્યો છે. II૭ળા
એવા ભાવો જ્યાં થયા, કૌતુક બન્યું અચિંત્ય :
મંત્ર મુખે ઉચ્ચારતાં-અહો! ‘નમઃ અરિહંત', ૭૮ અર્થ :- એવા ભાવો જ્યાં થયા કે ત્યાં એક અચિંત્ય કૌતુક બની ગયું. મેં મુખથી મંત્રનો ઉચ્ચાર કર્યો કે અહો! “નમો અરિહંતાણં.” II૭૮.
કાળો નાગ ખસી ગયો દૂર રાફડા પાસ,
દયા કરી જાણે અરે! હરવા મારો ત્રાસ. ૭૯ અર્થ - તે ભયંકર કાળો નાગ જે મારા પ્રાણ લેવા પાસું ફેરવતો હતો તે હવે દૂર રાફડા તરફ જતો જણાયો. જાણે અરે! મારા ત્રાસને હરવા મારા પર દયા કરતો હોય તેમ જણાયો. II૭૯યા.
સર્પ સરી આઘો, વદે: “રાજકુમાર, વિચાર,
સત્ય ઘર્મરૂપ ગર્ભથી નવો થયો અવતાર. ૮૦ અર્થ :- નાગદેવ આઘો સરી જઈને બોલ્યો : હે રાજકુમાર! આ સત્ય ઘર્મરૂપ ગર્ભથી આજે
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૨૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
તારો નવો અવતાર થયો જાણ જે. નહીં તો હું તારા પ્રાણ લેવાને પળની પણ ઢીલ કરું તેમ નહોતું. પણ તને શુદ્ધ વૈરાગ્ય અને જૈનધર્મમાં ઉતરેલો દેખી મારું કાળજું હળવે હળવે પિગળતું ગયું. ૮૦.
ઉષા-રંગ રંજન કરે જન-મન, મુજ મન તેમ
તુજ મન ઘર્મે વર્તતાં મૃદુ બની ઘરતું રે’મ. ૮૧ અર્થ - પ્રભાતના રંગ જેમ લોકોના મનને રંજન કરે તેમ મારું મન પણ તારા મનને ઘર્મમાં વર્તતું જાણી કોમળ બની જઈ તારા પર રહેમ કરવા લાગ્યું. ૮૧પ.
સુણી મંત્ર-ઉચ્ચાર તે ઘરે સુમૈત્રી ભાવ,
તુજ હિત કરવા હું કહ્યું: ‘વઘાર ઘર્મ પ્રભાવ. ૮૨ અર્થ :- તારા મુખેથી મંત્રનો ઉચ્ચાર સાંભળીને મારું મન તારા પ્રત્યે સુમૈત્રીભાવ ઘરવા લાગ્યું. હવે તારા હિતને માટે કહું છું કે આ સત્ય જૈનધર્મના પ્રભાવને તું વિશેષ વઘાર. ૮રા
ઘર્મ-બાળ-માબાપટ્ટેપ વસે પણ મુનિરાય,
ઘર્મ-પ્રેમથી સર્વને બોથામૃત તે પાય. ૮૩ અર્થ - હવે તું પગ હેઠો આનંદથી મૂકી, ઘર્મરૂપી બાળકના મા-બાપરૂપે મહામુનિશ્વર જે જિનશાસનના શૃંગાર તિલકરૂપ છે, તે અહીં આગળના સામા સુંદર બાગમાં બિરાજે છે. માટે ત્યાં તું જા. તે ઘર્મપ્રેમથી સર્વને બોઘામૃત પાય છે. તેમનો પવિત્ર ઉપદેશ શ્રવણ કરી તારો આ માનવજન્મ કૃતાર્થ કર. ૮૩.
સિંહરાજ શ્રાવક ગણી, નિર્ભય રહીં જા ત્યાંય.”
વંદન કરી તે સર્પને પામ્યો આપન છાંય. ૮૪ અર્થ - સિંહરાજને પણ શ્રાવક ગણી તું નિર્ભય થઈ ત્યાં જા. પછી તે નાગદેવને વંદન કરી આપના દર્શન કરવા માટે હું આપની છત્રછાયામાં આવવા પામ્યો છું. I૮૪ો.
મણિઘરનાં આવાં વચન સુણી પામ્યો છું હર્ષ,
ઘર્મ-બાળ મુજને ગણો, વ્યર્થ ગયાં મુજ વર્ષ. ૮૫ અર્થ - હે મહા મુનિરાજ! મણિઘરનાં આવા વચન સાંભળીને હું અત્યંત હર્ષ પામ્યો. હવે મને ઘર્મમાં બાળક જેવો ગણી ઉપદેશ આપો. આજ સુધીનાં મારા બઘા વર્ષો વ્યર્થ વહી ગયા. I૮પી.
વગર મોતે જ હું મર્યો, જીવે સાચા સંત,
મરણ-યોગથી જન્મયો સમજ્યો જીંવન-અનંત. ૮૬ અર્થ :- હમેશાં ભાવમરણ કરીને હું વગર મોતે જ મર્યો છું. સાચું જીવન તો સંતપુરુષોનું છે. મરણનો યોગ આવી મળવાથી હવે મારો નવો જન્મ થયો. અને હવે સમજ્યો કે આત્માનું જીવન તો અનંત છે, તે કદી મરતો નથી. ૮૬.
હર્ષઘેલછામાં વધું, સાચું જાણો આપ;
શરણે આવ્યો આપને, અચિંત્ય આપ પ્રતાપ. ૮૭ અર્થ :- હર્ષની ઘેલછામાં આવી કહું છું કે સાચું તો આપ જ જાણો છો. હવે આપના શરણે હું
Page #231
--------------------------------------------------------------------------
________________
ચંદ્રસિંહ રાજા
ચંદ્રસિંહને ઉપદેશ આપતા મુનિવર
હરણ જીવ લઈ નાઠો
વિકરાળ સિંહને જોઈ શરીર ઠંડું પડી ગયું
કાળો નાગ જોઈ ચંદ્રસિંહનું
ઉર કંપ્યું
શિકારે ચઢેલો ચંદ્રસિંહ રાજા, ઘોડો ઠોકર ખાઈ ભડક્યો
Page #232
--------------------------------------------------------------------------
________________
(૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨
આવ્યો છું. કેમકે આપ મહાત્માઓનો પ્રતાપ અચિંત્ય છે. ।।૮૭।।
એક મંત્ર-પ્રતાપ કે જો નવજીવન-દાન, પૂર્ણપણે તે ધર્મને પાળ્યે અવિચળ સ્થાન. ૮૮
અર્થ ::– એક નવકાર મંત્રના પ્રતાપથી હું નવું જીવનદાન પામ્યો. તો એ આખો ધર્મ પૂર્ણપણે પાળતા અવિચળ એવું મોક્ષમ્યાન કેમ ન મળી શકે? જરૂર મળે. ટટા
સૂક્ષ્મપણે તે ધર્મનો કરો કૃપા-ઉપદેશ,
ઇચ્છા વર્તે જાણવા ઃ મુનિવર-ચરિત્ર-લેશ. ૮૯
૨૨૧
અર્થ :– હે ભગવન્ ! મને હવે સૂક્ષ્મપણે તે ધર્મનો કૃપા કરી ઉપદેશ કરો. વળી આપ મુનિવરના ચરિત્ર સંબંધી પણ લેશ જાણવા મારા હૃદયમાં ઇચ્છા વર્તે છે. ૫૮૯લા
પૂર્વ-પુણ્યથી પામિયો મુનિ-સમાગમ સાર,
ટળશે ઉર-સંતાપ સૌ સુી બોધામૃત-થાર, ૯૦
=
અર્થ :— પૂર્વના અઢળક પુણ્યથી હું આપ જેવા મહાન મુનિવરનો સારરૂપ સમાગમ પામ્યો છું. માટે મારા હૃદયના સર્વ સંતાપ આપની બોઘામૃતની ઘારવડે આજે જરૂર ટળશે એમ મારું માનવું છે. ।।૯। બાળક ના માગી શકે, દે માતા પય-પાન, આત્મ-હિત મુજ જાણીને, યથાર્થ દેજો દાન. ૯૧
અર્થ :— બાળક માતા પાસે મુખેથી માગી શકતું નથી. છતાં માતા તેને દૂધનું પાન કરાવે છે. તેમ મારા આત્માનું હિત શામાં છે તે જાણીને મને પણ ઘટનું દાન આપજો. ।।૯।।
વર્ણન શી રીતે કરું? ઉર ઉલ્લાસ ન માય,
સદ્ગુરુ-યોગે જાગૃતિ આજ અપૂર્વ જણાય. ૯૨
અર્થ :– આજના હર્ષનું વર્ણન હું શી રીતે કરું? મારા હૃદયમાં અતિ ઉલ્લાસ ભાવ સમાતો નથી. આપ શ્રી સદ્ગુરુના યોગે આજે મને અપૂર્વ જાગૃતિ જણાય છે. ।।૨।।
આજ સુધીનાં રાજ-સુખ લાગે થુળ સમાન,
તુચ્છપણું જીવે તજ્યું, લાગે બહુ બળવાન. ૯૩
અર્થ :– આજ સુધી જે રાજ-સુખ ભોગવ્યા તે મને ધૂળ સમાન લાગે છે. તે ઇન્દ્રિયસુખના તુચ્છપણાને આજે જીવે તજ્યું, તેથી મારો આત્મા મને બહુ બળવાન જણાય છે. ાણ્ણા
ત્રણે લોકનું રાજ્ય પણ જીરણ નીેશ સમાન,
ટકે વીર્ય આ જો સદા, નિકટ મોક્ષનું સ્થાન.' ૯૪
અર્થ :– આજ આપના દર્શન સમાગમથી મને ત્રણે લોકનું રાજ્ય પણ તૃણ સમાન જીર્ણ જણાય
છે. એવું આત્મવીર્ય જો સદા ટકી રહે તો મોક્ષનું સ્થાન સાવ નિકટ છે, દૂર નથી. ।।૯૪।।
(શાર્દૂલવિક્રીડિત)
“પામ્યા મોદ મુનિ સુણી મન વિષે, વૃત્તાંત રાજા તણો,
પાછું નિજ ચરિત્ર તે વરાવ્યું, ઉત્સાહ રાખી ઘણો;
Page #233
--------------------------------------------------------------------------
________________
૨ ૨ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
થાશે ત્યાં મન ભૂપને દ્રઢ દયા, ને બોઘ જારી થશે. ત્રીજો ખંડ ખચીત માન સુખદા, આ “મોક્ષમાળા’ વિષે.”
-શ્રીમદ્ રાજચંદ્ર અર્થ - “રાજા ચંદ્રસિંહનો વૃતાંત સાંભળી મહામુનિ મનમાં પ્રમોદ પામ્યા. પછી પોતાનું ચરિત્ર પણ ઘણો ઉત્સાહ રાખીને વર્ણવ્યું. મુનિ ચરિત્ર સાંભળીને રાજાના મનમાં દયાનો ભાવ વિશેષ દૃઢ થશે અને મુનિ મહાત્માનો બોઘ સાંભળી ફરી તે સાંભળવાનો ભાવ હમેશાં જારી રહેશે. મોક્ષમાળા વિષે આ ત્રીજો ખંડ છે, તેને તું નક્કી સુખને દેવાવાળો માનજે.” -શ્રીમદ્ રાજચંદ્ર
(૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ)
ભાગ-૩ (દોહરો)
પરમ કૃપાળુ મુનિ વદે, પ્રસન્ન ચિત્તે જ્યાંય,
ચંદ્રરાજ મન વિકસે, કુમુદ-કળી સમ ત્યાંય. ૧ અર્થ - હવે પરમકૃપાળુ રાજ મુનિવર જ્યારે પોતાનું ચરિત્ર પ્રસન્ન ચિત્તે કહેવા લાગ્યા ત્યારે ચંદ્રરાજાનું મન જેમ કુમુદિની ચંદ્રમાનાં દર્શન કરી વિકાસ પામે તેમ વિકસિત થવા લાગ્યું. ૧ાા
રાજમુનિ-મુખથી ખરે પુષ્પવૃષ્ટિ સમ શબ્દ,
શિષ્યપણાની મૂર્તિ સમ ચંદ્ર બની રહ્યો સ્તબ્ધ. ૨ અર્થ :- રાજમુનિના મુખથી પુષ્પવૃષ્ટિ સમાન જ્યારે શબ્દો ખરવા લાગ્યા ત્યારે શિષ્યપણાની મૂર્તિ સમા ચંદ્રરાજા, તે સાંભળવા માટે સ્તબ્ધ એટલે સ્થિર અથવા દિમૂઢ બની ગયો. રા.
“સૌરાષ્ટ્ર દેશપતિ હતો, રાજસિંહ મુજ નામ,
અપૂર્વ સંસ્કારો ફુરે, કરવા મોટાં કામ. ૩ અર્થ :- હવે શ્રી રાજનિ પોતાનું સ્વવત્તાંત વર્ણવે છે. હું સૌરાષ્ટ્ર દેશનો પતિ હતો. રાજસિંહ મારું નામ હતું. મારામાં મોટા કામ કરવા અર્થે અપૂર્વ સંસ્કારો સ્કુરાયમાન થતા હતા. સા.
ચક્રવર્તી તો યુદ્ધથી જીતી લે ષ ખંડ
નિર્દયતા મુજ મન ગણે; કીર્તિ તે ન અખંડ. ૪ અર્થ - ચક્રવર્તી તો યુદ્ધ કરીને છ ખંડ જીતે, પણ તેને મારું મન નિર્દયતા ગણતું હતું. એ પ્રકારે મેળવેલી કીર્તિ પણ અખંડ રહે તેમ નથી. II૪
સંપ-શાંતિ મુજ બુદ્ધિથી પ્રસરાવું જગમાંય, એવા ભાવો ઉલ્લસે કુમળી વયમાં ત્યાંય. ૫
Page #234
--------------------------------------------------------------------------
________________
(૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩
૨ ૨ ૩
અર્થ :- જગતમાં મારી બુદ્ધિથી સંપ-શાંતિ પ્રસરાવું એવા ભાવો મારી કુમળી વયમાં ઉલ્લસિત થતા હતા. //પા
આદર્શ ભૂંપ થવા સદા કરતો હું પુરુષાર્થ,
પ્રથમ ગુણ આ સાથતો; બનું પૂર્ણ નિઃસ્વાર્થ. ૬ અર્થ – આદર્શ રાજા થવા હું સદા પુરુષાર્થ કરતો. તેના માટે પ્રથમ આ ગુણ સાઘતો હતો કે હું પૂર્ણ નિઃસ્વાર્થી બનું. //કા
ગર્ભશ્રીમંત ઘર સમું રાજ-કુટુંબ વિચારી,
સંસારી વૈભવ વિષે હિતબુદ્ધિ ન વિસારી. ૭ અર્થ - ગર્ભથી શ્રીમંત સમાન રાજકુટુંબને વિચારી, સંસારી વૈભવ વિષે રહેવા છતાં હું સ્વપર હિતબુદ્ધિને ભૂલી ગયો નહીં. શા
વણિક-બુદ્ધિએ વ્યય થતો, સ્પષ્ટ હિસાબ સહિત,
જઑર જેટલા નોકરો, પગાર યથા-ઘટિત. ૮ અર્થ - રાજ્યમાં વણિક બુદ્ધિથી વ્યય થતો હતો. તેનો સ્પષ્ટ હિસાબ રાખવામાં આવતો. જરૂર જેટલા નોકરો હતા. તેમનો પગાર પણ યથાયોગ્ય હતો. પાટા
પ્રજાહિત જેથી નથી તેવા કરો અયોગ્ય,
આપત્તિ-વેળા વિના; સૌને નૃપ-ઘેન ભોગ્ય. ૯ અર્થ :- જે વડે પ્રજાનું હિત નથી તેવા કર પ્રજા પર નાખવા અયોગ્ય છે. એક આપત્તિના સમર વિના રાજાનું ઘન સર્વને ભોગ્ય છે, એમ રાખ્યું હતું.
કરથી કોષ ભર્યો નહીં, પ્રજા કરી ઘનવાન,
રાજ્ય-મહત્તા સહ વધે ઘન, જો જન વિદ્વાન. ૧૦ અર્થ - કર નાખીને રાજ્યનો કોષ એટલે ભંડાર ભર્યો નહીં. પણ પ્રજાને ઘનવાન બનાવવાનો જ લક્ષ રાખ્યો હતો. તેથી હે વિદ્વાનો જુઓ, કે રાજ્યની મહત્તા સાથે ઘન પણ વધવા લાગ્યું. ૧૦ના
પ્રજાની સંપત્તિ વધે, તે યોજના સિવાય
કર નાખે જો નૃપતિ મૂંડી ખવાતી જાય. ૧૧ અર્થ - પ્રજાની સંપત્તિ વર્ધમાન થાય તે યોજના સિવાય જો રાજા કર નાખે તો રાજ્યની મૂડી પણ ખવાતી જાય. ||૧૧||
જે પ્રમાણમાં આપિયે ગાયાદિકને ખાણ,
તે પ્રમાણમાં દોહિયે કર-ઘૂંઘ ખરું પ્રમાણ. ૧૨ અર્થ :- જે પ્રમાણમાં ગાય ભેંસ આદિને ખાણ એટલે ઢોરને ખાવાનું અનાજ આપીએ તે પ્રમાણમાં દૂઘ દોહીએ છીએ. તેમ દાણ સમાન પ્રજાની સંપત્તિ વર્ધમાન થવા દેવાથી કર પણ તે મુજબ સારા પ્રમાણમાં મળ્યા કરશે. રાજ્યઘન પ્રાપ્તિનું એ જ ખરું પ્રમાણ છે. /૧૨ાા
Page #235
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
રાજ્ય-વ્યવસ્થા-વ્યય થકી બમણી આવક હોય, ની આવક વધુ હોય તો કર ઘટાડવા જોય. ૧૩
અર્થ :– રાજ્ય વ્યવસ્થામાં જે વ્યય થાય તે કરતા જો બમણી આવક હોય તો તે યોગ્ય છે. પણ તેથી જો નવી વધુ આવક હોય તો રાજાએ પ્રજા ઉપરના કર ઘટાડવા જોઈએ. ।।૧૩।। ત્રણ ભાગે વ્યય સૌ થતોઃ એક સેવકો કાજ, તથા રાજ્ય-વૈભવ વિષે; એકે નૃપકુળ-લાજ. ૧૪
અર્થ :— આવકના ત્રણ ભાગનો વ્યય આ પ્રમાણે થાય. એક ભાગ મંત્રીઓ વગેરે સેવકો માટે, બીજો ભાગ રાજ્ય વૈભવનો મોભો જાળવવા સેનાપતિ, સૈનિકો આદિ માટે, ત્રીજો ભાગ રાજ્યકુટુંબની લાજ રાખવા અર્થાત્ તેમની સાર સંભાળ માટે વપરાવો જોઈએ. ।।૧૪।।
રાજ્ય-પ્રજા-આબાદીમાં એક-અર્થ વપરાય,
બાર્કી-અર્થ ભંડારમાં સંકટ કાજ રખાય. ૧૫
અર્થ :– બાકીના ચોથા ભાગનો અડધો ભાગ તે રાજ્ય પ્રજાની આબાદીમાં એટલે તેમના સુખ માટે અને બાકીનો અડધો ભાગ તે સંકટના સમયે કામ આવવા માટે ભંડા૨માં રાખવો જોઈએ. ।।૧૫।। પ્રજા-ક્લેશકર કર કદી રાજાથી ન નખાય;
જે કરથી હિત સર્વનું, સંમતિ લઈ લેવાય. ૧૬
૨૨૪
અર્થ :– પ્રજાને ક્લેશ કરનાર એવો કર રાજાથી કદી નંખાય નહીં. જે કરવડે સર્વનું હિત હોય તેવું કર પણ પ્રજાની સંમતિ લઈ લેવું જોઈએ. ।।૧૬।
અપક્ષપાતે ન્યાય પણ સરળપણે દેવાય
તેવી વ્યવસ્થા રાખતો; સેવા-ભાવ સદાય. ૧૭
અર્થ :— અપક્ષપાતથી સ૨ળપણે ન્યાય દેવાય તેવી વ્યવસ્થા રાખી હતી. સદાય સર્વની સેવા થાય એવો ભાવ હૃદયમાં જાગૃત હતો. ।।૧૭।
નિયમિત દિનચર્યાં હતી : નિદ્વાર્થે બે પ્હોર,
રાજ્યતંત્રના પ્રહર બે, એક ઘર્મનો દોર. ૧૮
અર્થ :– નિયમિત મારી દિનચર્યા હતી. બે પહોર (છ કલાક) નિદ્રા માટે, રાજ્યતંત્ર ચલાવવા બે પહોર, અને એક પહોર ધર્મનો દોર ચલાવવા માટે રાખ્યો હતો. ।।૧૮।।
આહારાદિક એકમાં, એક ગંભીર વિનોદ,
વિદ્યા-યોજન એકમાં; વઘતો રોજ પ્રમોદ. ૧૯
અર્થ :– આહાર વિહાર નિઠારાદિ અર્થે એક પ્રહર, એક પ્રહર ગંભીર વિનોદ એટલે જ્ઞાનચર્ચારૂપી વિનોદ અર્થે અને એક પ્રહર ની વિદ્યા શીખવાના પ્રયોજન અર્થે રાખ્યો હતો. જેથી રોજ પ્રમોદ એટલે આનંદની વૃદ્ધિ થતી હતી. ।।૧૯।
ખરા વીર્યની ખામી ને સંકુચિત વિચાર, દુરાચાર, અનુદારતા વન-હાનિ કરનાર, ૨૦
Page #236
--------------------------------------------------------------------------
________________
(૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩
૨ ૨ ૫
અર્થ :- ઉત્તમ કાર્યમાં વીર્યની ખામી હોય, સંકુચિત વિચાર હોય, જીવનમાં દુરાચાર હોય તેમજ ઉદારવૃત્તિનો અભાવ હોય તો તે સુખી જીવનની હાનિ કરનાર છે. ભારવા
નૃપતિઓ આ કાળમાં તેથી જીવે અલ્પ;
ઑવન ટૂંકું ય શ્યાધ્ય ના, વિના શુંભ સંકલ્પ. ૨૧ અર્થ - ઉપરોક્ત દોષો જીવનમાં હોવાથી આ કાળના રાજાઓ અલ્પજીવન જીવે છે. તેમનું ટૂંકું જીવન પણ શુભ સંકલ્પ વિના શ્લાધ્ય એટલે પ્રશંસાપાત્ર નથી. ૨૧ના
શુભ સંકલ્પ મને સ્ફર્યોઃ “વિશ્વ-કોષ-વિચાર”
કુટુંબીઓને મેં કહ્યો, તુર્ત થયો સ્વીકાર. ૨૨ અર્થ - એ શુભ સંકલ્પ મને ફરાયમાન થયો કે “વિશ્વકોષ” કરવો. તેનો વિચાર મેં કુટુંબીઓને જણાવ્યો ત્યારે તેમણે પણ તુર્ત સ્વીકાર કર્યો. રરાા
ગણવી સૌની માલિકી કુટુંબ-ઘન જે હોય,
જરૂર જોશું વાપરે જ્યારે જેને જોય. ૨૩ અર્થ:- કુટુંબનું જે ઘન હોય તેના ઉપર સૌની માલિકી ગણવી. જ્યારે જેને જરૂર હોય તે પ્રમાણે વાપરે. ૨૩
પ્રધાનમંડળમાં કરી ઐક્ય-વાત વિખ્યાત,
કબૂલ સર્વેએ કરી, જન્મ્યા જાણે ભ્રાત. ૨૪ અર્થ - પ્રધાનમંડળમાં પણ સર્વ એક થઈને રહેવાની પ્રખ્યાત વાત મેં કરી. તે સર્વેએ કબુલ કરી. જાણે બધા ભાઈરૂપે જ જન્મ્યા હોય તેમ સ્વીકારી લીધું. ૨૪
પ્રસરી પુરજન-મંડળ, સ્વાર્થ તજે જન સર્વ,
નિઃસ્વાર્થી-ગુણવોગ મુજ ગાળે જન-ઘન-ગર્વ. ૨૫ અર્થ:- નગરના જનમંડળમાં આ વાત પ્રસરી ગઈ. જેથી સર્વએ પોતાનો સ્વાર્થ તજી દીધો. મારો એક નિઃસ્વાર્થીગણનો યોગ અર્થાતુ ભાવ થવાથી તે નગર લોકોના ઘનના ગર્વને પણ ગાળવાને સમર્થ બની ગયો. રપા
થીમે ધીમે સઘળી પ્રજા સમજી બની કુટુંબ,
રાજ્ય માલિકી નિજ ગણે, મને ગણી નિર્દભ. ૨૬ અર્થ - ઘીમે ઘીમે સઘળી પ્રજા પણ સમજી જઈ કુટુંબરૂપે બની ગઈ. રાજ્યની માલિકીની મિલ્કતને તે પોતાની માનવા લાગી. અને મને નિર્દભ એટલે માયા કપટ વગરનો ગણવા લાગ્યા. /રકા
સુખ નિજ મિલકતથી મળે તેથી મળે અધિક;
લૂંટાવાનો ભય નહીં, રાજ્ય તણા માલિક. ૨૭ અર્થ :- જે સુખ મિલ્કતને પોતાની માનવાથી મળે તેથી વિશેષ સુખ મિલ્કતને સર્વની માનવાથી મળે છે. તેમાં મમત્વભાવનો નાશ થવાથી ખરું સુખ ઊપજે છે. પ્રજા પોતે રાજ્યની માલિક થવાથી ઘન લૂંટાવાનો પણ ભય રહ્યો નહીં. રશા
Page #237
--------------------------------------------------------------------------
________________
૨ ૨ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
શુદ્ર ભૂપ સમજી ભળ્યા, બન્યું રાજ્ય સંયુક્ત,
મહારાજ્ય-માલિક થયા, વિના સૈન્ય ભય-મુક્ત. ૨૮ અર્થ - શુદ્ર એટલે પામર રાજાઓ પણ સમજીને સર્વ સાથે ભળી ગયા. તેથી રાજ્ય સંયુક્ત થઈ ગયું. હવે મહારાજ્યનો હું માલિક થયો અને આખું રાજ્ય સેના વિના જ ભયમુક્ત બની ગયું. ર૮ાા
પ્રવાસ મેં પણ આદર્યો, નૃપતિ મળ્યા અનેક,
ભરતવર્ષના સૌ નૃપો, થયા કુટુંબી એક. ૨૯ અર્થ :- પછી મેં એક પ્રવાસ આદર્યો. જેમાં અનેક રાજાઓ મને મળ્યા. ભારતવર્ષના સૌ રાજા મળીને એક કુટુંબ જેવું બની ગયું. રા.
સઘળા દેશોમાં ગઈ વાત વાયુ સમાન,
અનાર્ય જન માને નહીં; આવી કરે બહુમાન. ૩૦ અર્થ :- આ વાત સઘળા દેશોમાં વાયુની સમાન પ્રસરી ગઈ. અનાર્ય લોકોને એ વાત માન્ય ન થઈ. તેથી અહીં આવીને જોઈ મારું બહુમાન કરવા લાગ્યા. //૩૦ના
અનાર્યદેશ-વણિકજન પ્રથમ ભળ્યા, પછી લોક;
નૃપ ત્યાંના સમજ્યા પછી, વસુઘા બની અશોક. ૩૧ અર્થ - અનાર્યદેશના વણિક લોકો આમાં પહેલા ભળ્યા. પછી બીજા લોકો ભળ્યા. ત્યાંના રાજાઓ પણ વાતને સમજ્યા પછી ભળી ગયા. તેથી આખી વસુઘા એટલે પૃથ્વી અશોક એટલે શોકરહિત બની ગઈ. /૩૧ાા
પ્રબળ પૂર્વના પુણ્યથી જગ ઝૂક્યું આ વાર,
મને મહાત્મા સો ગણે, જાણે પ્રભુ-અવતાર. ૩૨ અર્થ - પ્રબળ પૂર્વ પુણ્યના ઉદયથી આ વખતે આખું જગત ઝૂક્યું અને મને સૌ મહાત્મા ગણવા લાગ્યા કે જાણે આ તો પ્રભુનો અવતાર છે. ૩રા
મુજ નિર્બળતા હું લહું ટકશે કેટલી વાર?
ક્ષુદ્ર કારણો કોઈ દી, કરશે સૌ સંહાર. ૩૩ અર્થ – પણ મારી નિર્બળતા હું સમજું છું કે આ બધું કેટલો કાળ ટકશે? કોઈ દિવસ શુદ્ર એટલે નજીવા કારણો આ સર્વનો સંહાર કરી જશે. ૩૩ાા.
વિદ્યાબળ, ચારિત્રબળ, પરોપકારી સંઘ,
ઉદ્યમ ને અવિલાસતા ટકાવી રહે પ્રબંઘ. ૩૪ અર્થ - પ્રજામાં વિદ્યાબળ હશે, ચારિત્રબળ હશે અને સંઘ પણ એકબીજાનો પરસ્પર ઉપકાર કરનારો હશે, સર્વમાં ઉદ્યમ કરવાનો ભાવ હશે તથા જીવનમાં અવિલાસીપણું હશે તો જ આ બધો કરેલો પ્રબંઘ ટકી રહેશે. |૩૪ો.
જ્ઞાન વિના નહિ આ ટકે, કરું જ્ઞાનની શોઘ, સંત-સમાગમ સાઘતાં, પામ્યો સગુરુ-બોઘ. ૩૫
Page #238
--------------------------------------------------------------------------
________________
(૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩
૨૨૭
A લાઈવ
અર્થ - સમ્યજ્ઞાન વિના આ બધું ટકી શકશે નહીં. માટે જ્ઞાની પુરુષની શોધ કરું. એ શોઘ કરતાં સંતપુરુષોનો સમાગમ થયો. અને હું સદગુરુનો બોઘ પામી ગયો. ll૩પાા
સત્ય યથાર્થ ઉરે વસ્યું, લાગ્યું નકલી સર્વ,
માયિક સૌ પ્રપંચમાં સ્ખ ગયું તે વ્યર્થ. ૩૬ અર્થ - યથાર્થ સત્ય જે હતું તે હૃદયમાં વસવાથી બીજું બધું નકલી ભાસ્યું. માયિક એટલે સાંસારિક સૌ પ્રપંચમાં જે સુખ ગયું હતું તે સર્વ વ્યર્થ લાગ્યું. ૩૬ો.
આત્મિક સુખ સ્વાથીન ને શાશ્વત, સાચું શ્રેય,
તે ભૂલી નશ્વર સુખે ભમવું તે અશ્રેય. ૩૭ અર્થ - આત્માનું સુખ તે સ્વાધીન અને શાશ્વત, સાચું અને શ્રેયરૂપ ભાસ્યું. તેને ભૂલી નાશવંત એવા ભૌતિક સુખ પાછળ ભટકવું તે આત્માને અશ્રેય એટલે અકલ્યાણકર્તા જણાયું. ૩ળા
એમ ગણી મુનિ હું બન્યો, તજી સર્વ જંજાળ,
વિના પ્રયત્ન દેખ આ પશુનાં હૃદય વિશાળ. ૩૮ અર્થ - એમ ગણીને જગતની સર્વ જંજાળને તજી હું મુનિ બની ગયો. આ મુનિ જીવનના પ્રભાવથી વિના પ્રયત્ન આ પશુઓના હૃદય પણ દયાભાવથી વિશાળ બની ગયા છે. તે તું આ જોઈ લે. તને પણ આ પશુઓ દયાભાવથી અહી હરી લાવ્યા છે. ||૩૮.
હરણ તને હર લાવિયું, નાગ કરે ઉપદેશ,
સિંહ બન્યો બકરી સમો, જાતિ-સ્મૃતિ-ફળ-લેશ. ૩૯ અર્થ – આ હરણ દયાભાવથી તને અહીં હરી લાવ્યું, નાગદેવે તને ઉપદેશ કર્યો, સિંહ બકરી જેવો બની ગયો. અમારા ઉપદેશથી આ સર્વને જાતિસ્મરણજ્ઞાન થયું છે. તેનું આ કિંચિત્ ફળ જણાય છે. ૩૯ાા
અચિંત્ય આત્મિક યોગ આ, જગ-જંતુ-હિતકાર,
હવે કહું નવ તત્ત્વ હું, તે તું ચિત્ત ઘાર. ૪૦ અર્થ - જે ચિંતવી પણ ન શકાય એવો અચિંત્ય આત્મિક સુખ પ્રાપ્તિનો યોગ આ તને બન્યો છે, જે જગતના સર્વ જંતુને હિતકર્તા છે. હવે હું તને નવ તત્ત્વ કહું છું. તે તું ચિત્તમાં ઘારણ કર. ૪૦ના
તેં તત્ત્વો જે દાખવ્યાં, ઘર્મ-પ્રભાવી તેહ,
મોક્ષ-મૂળ તત્ત્વો કહું, કહ્યાં પ્રભુએ જેહ - ૪૧ અર્થ - શ્રી મુનિવર રાજાને કહે છે કે તેં જે અભયદાન, તપ, ભાવ, બ્રહ્મચર્ય, સંસારત્યાગ, સુદેવભક્તિ, નિસ્વાર્થી ગુરુ, કર્મ અને સમ્મદ્રષ્ટિ એ નવ તત્ત્વો દર્શાવ્યા તે ઘર્મની પ્રભાવના કરવાવાળ છે. હવે હું તને ભગવાને મોક્ષપ્રાપ્તિ અર્થે આવશ્યક મૂળ તત્ત્વો દર્શાવ્યા તે કહું છું. I૪૧
આત્મા ઉત્તમ તત્ત્વ છે. તેમાં સર્વ સમાય.
આત્મા જો જાયો નથી, જ્ઞાન નિરર્થક થાય. ૪૨ અર્થ :- સર્વે તત્ત્વોમાં આત્મા એ ઉત્તમ તત્ત્વ છે. તેમાં સર્વ તત્ત્વો સમાય છે, જેણે આત્મ જાણ્યો તેણે સર્વ જાણ્યું.” જો આત્મા જાણ્યો નથી તો બીજું જાણેલું સર્વ જ્ઞાન નિરર્થક થાય છે. ૪રા
અતિ- ફ
ટ
કર્યો, સિ
Page #239
--------------------------------------------------------------------------
________________
૨ ૨૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
કહ્યા નિષેઘાત્મક રીતે, અન્ય અજીવ પદાર્થ,
જણાવવા નિજ જીવને, ભેદભેદ યથાર્થ. ૪૩ અર્થ - આત્મા સિવાય બીજાં બધા તત્ત્વ નિષેઘાત્મક રીતે એટલે કે જે કંઈ જાણતા નથી એવા અજીવ પદાર્થો છે. તે પણ એક પોતાના આત્માને જણાવવા માટે જ યથાર્થ રીતે ભેદભેદ કરીને જણાવવામાં આવ્યાં છે. ૪૩.
એક જ આત્મા નિશ્ચયે સહજ સ્વભાવે સ્થિત,
સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રે લક્ષિત. ૪૪ અર્થ - હવે આત્મતત્ત્વનું વિશેષ વર્ણન કરે છે :
નિશ્ચયનયથી જોતાં આત્મા એકલો જ છે અને તે પોતાના સહજ સ્વભાવમાં સ્થિત છે. અને જેનું સ્વરૂપ સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર વડે લક્ષમાં લઈ શકાય એવું છે. ૪૪.
ચેતન-મહા-સામાન્યથી સર્વ જીવ ગણ એક,
કર્મ-જનિત ભેદો બઘા કલંકરૂપ અનેક. ૪૫ અર્થ :- મહાન એવા ચૈતન્ય પદાર્થને સામાન્યપણાથી જોતાં જગતના સર્વ જીવો એકરૂપે છે એમ માન. પણ કર્મ કલંકથી ઉત્પન્ન થતાં જીવના અનેક ભેદો ગણાય છે. II૪પા
કેવળ કર્મ-વિકારને આત્મા માની લોક -
જ્ઞાન-ભ્રષ્ટ ભમે ભવે, વહે દુઃખના થોક. ૪૬ અર્થ :- માત્ર કર્મવિકારે દેહ ઉત્પન્ન થતાં તેને પોતાનું સ્વરૂપ માની જગતના જીવો આત્મજ્ઞાનથી ભ્રષ્ટ થઈને ચારગતિરૂપ સંસારમાં ભમે છે; અને અનેક દુઃખના થોકને વહન કરે છે. II૪૬ના
ઉપાધિ-ભેદે સ્ફટિકમાં રંગ અજ્ઞને સત્ય,
આત્મામાં તેમ જ જાએ અજ્ઞ ભેદ પરકૃત. ૪૭ અર્થ - સ્ફટિક સફેદ હોવા છતાં રંગના ઉપાધિ ભેદથી તે અજ્ઞાનીને રંગમય જણાય છે. તેને તે જ સ્ફટિકનો સત્ય રંગ ભાસે છે. તેમ અજ્ઞાની જીવ પણ પરફત એટલે કર્મથી થયેલા મનુષ્ય દેવાદિ પર્યાયને જ પોતાનું સત્ય સ્વરૂપ માને છે. ૪ના
અલંકારમાં હેમ સમ સુર-નરાદિમાં જીવ;
સત્યવ્રુષ્ટિ દેખાડતી સત્ય સ્વરૂપ સદૈવ.૪૮ અર્થ – જેમ વિવિઘ અલંકારો એટલે આભૂષણોમાં હેમ એટલે સોનુ રહેલું છે તેમ દેવ મનુષ્યાદિ આકારમાં પણ જીવ દ્રવ્ય રહેલું છે. સત્ય દ્રષ્ટિ એટલે દ્રવ્ય દ્રષ્ટિથી જો જીવ જુએ તો તેને તેનું સત્ય સ્વરૂપ હમેશાં જણાય એમ છે. ૪૮ાા
પ્રપંચ-સંચય-ક્લેશથી જીવ ભૂલે નિજ ભાન,
સ્વરૅપ શુદ્ધ સમજાય તો, આત્મારૃપ ભગવાન. ૪૯ અર્થ :- દેહાદિને પોતાના માનવારૂપ પ્રપંચના સંચયથી જીવ સંક્લેશ પરિણામને પામી પોતાના ભાનને એટલે સ્વસ્વરૂપને ભૂલી જાય છે. જો તેને જ્ઞાની પુરુષના વચનબળે પોતાનું શુદ્ધ સ્વરૂપ સમજાય
Page #240
--------------------------------------------------------------------------
________________
(૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩
૨ ૨૯
તો પોતાનો આત્મા જ ભગવાનરૂપ ભાસે. ૪૯ાા.
વ્યવહાર-નય-નિપુણ કો ગણેઃ “દેહ ર્જીવ એક,
જીવ વેદના વેદતો, કથંચિત મૂર્તિક.” ૫૦ અર્થ :- વ્યવહારનય નિપુણ એટલે વ્યવહારનયને મુખ્ય કરવાવાળા કોઈ એમ માને છે કે આ દેહ અને આત્મા એક જ છે. આ જીવ શરીરમાં રહીને વેદનાને વેદે છે. માટે કોઈ અપેક્ષાએ તે દેહના આકારે રહેલો હોવાથી મૂર્તિક એટલે રૂપી પણ ગણાય. ૫૦ગા.
“ગરમ ઘી’ સમ ભ્રમ વડે અંગ-ગુણ-આરોપ
જીવમાં જ્ઞાની ના ગણે; જડ-ગુણે જીંવ-લોપ. ૫૧ અર્થ - ઘી માં ગરમી અગ્નિની હોવા છતાં ઘીને “ગરમ ઘી’ કહીએ છીએ. તેના સમાન ભ્રાંતિથી રૂપી એવા અંગ એટલે શરીરના જડ ગુણોને અજ્ઞાની એવો પ્રાણી તેને જીવ તત્ત્વમાં આરોપે છે. પણ જ્ઞાની કદી તેમ ગણે નહીં. કારણ કે જડના રૂપી આદિ ગુણોને જીવ-તત્ત્વમાં આરોપવાથી અરૂપી એવા જીવ તત્ત્વનો જ લોપ થઈ જાય. પેલા
નજરે ના દેખાય છે, મન-વચને અગ્રાહ્ય
તે સ્વ-પ્રકાશી જીવમાં નહીં મૂર્તતા ક્યાંય. પર અર્થ :- જીવ નજરે દેખાતો નથી કે મન વચને પણ ગ્રહણ કરી શકાય એમ નથી. તે તો સ્વપર પ્રકાશી છે. એવા જીવ તત્ત્વમાં ક્યાંય મૂર્તતા એટલે રૂપીપણું દેખાતું નથી. //પરા
મૂર્ત ગુણે જો વેદના, જડમાં કેમ ન હોય?
અશુદ્ધ આત્મ-ગુણે ગણો, સરળ દ્રષ્ટિથી જોય. ૫૩ અર્થ - મૂર્ત એટલે રૂપી એવા આ દેહમાં જો વેદના વેદવાનો ગુણ હોય તો તે પુદ્ગલ એવા જડ તત્ત્વમાં કેમ ન હોય? શરીરમાં વેદનાનો અનુભવ તો અશુદ્ધ એવા આત્માના વેદનગુણનાં કારણે જાણો. સરળ દ્રષ્ટિથી જોતાં સુખ દુઃખ વેઠવાનો ગુણ તો આત્માનો છે, તે જડ એવા પુદ્ગલ દ્રવ્યનો નથી. //પલા
તન-મન-વાણી-વર્ગણા આત્માથી છે ભિશ,
ઘન આદિ તો દૂરનાં, તેથી ન થાવું ખિન્ન. ૫૪ અર્થ - શરીર મન કે વચનની વર્ગણાઓ તે પુગલની છે. તેનો આત્માના પ્રદેશો સાથે એક ક્ષેત્રાવગાહી સંબંધ હોવા છતાં પણ તે આત્માથી સાવ ભિન્ન છે. જ્યારે ઘનાદિ પદાર્થો તો આ જીવથી સાવ દૂરના દેખાય છે. માટે આત્માથી ભિન્ન જ છે. તેથી તેના વઘઘટ સમયે આત્મામાં ખિન્નતા એટલે ખેદ લાવવો નહીં. ૫૪
મૂર્તિક ગુણ પુદ્ગલ તણો, આત્મ-ગુણ તો જ્ઞાન,
પુદ્ગલથી ઑવ છે જુદો, ભાખે જિન ભગવાન. ૨૫ અર્થ :- મૂર્તિક એટલે રૂપી ગુણ પુદ્ગલ દ્રવ્યનો છે. જ્યારે આત્માનો ગુણ તો જ્ઞાન એટલે જાણપણું છે. તેથી પુદગલ દ્રવ્યથી જીવ દ્રવ્ય સાવ જુદું છે. એમ કેવળજ્ઞાનથી જોઈને શ્રી જિનેશ્વર ભગવાને ભાખ્યું છે. પપા.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨ ૩૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ગતિ-હેતુ ગુણ ઘર્મનો, આત્મગુણ તો જ્ઞાન,
ઘર્મ-દ્રવ્યથી વ જુદો, ભાખે જિન ભગવાન. ૨૬ અર્થ :- ગતિ એટલે હલનચલન કરવામાં કારણભૂત ગુણ તે ઘર્માસ્તિકાય નામના દ્રવ્યનો છે. આત્માનો ગુણ તો જ્ઞાન છે. માટે ઘર્માસ્તિકાય દ્રવ્યથી પણ જીવ જુદો છે એમ શ્રી જિનેશ્વર ભગવાને કહ્યું છે. પદા
ગુણ સ્થિતિ-હેતુ અથર્મનો, આત્મ-ગુણ તો જ્ઞાન,
અઘર્મ દ્રવ્યથી ર્જીવ જુદો, ભાખે જિન ભગવાન. ૨૭ અર્થ :- સ્થિતિ એટલે પદાર્થને કોઈ સ્થાને સ્થિર રહેવામાં કારણભૂત ગુણ તે અધર્માસ્તિકાયનો છે. આત્માનો ગુણ તો જ્ઞાન છે. માટે અઘર્માસ્તિકાય દ્રવ્યથી પણ જીવ જુદો છે. એમ શ્રી જિનેશ્વર ભગવાને ભાખ્યું છે. આપણા
*નભનો ગુણ અવકાશ દે, આત્મ-ગુણ તો જ્ઞાન,
જીવ જાદો આકાશથી, ભાખે જિન ભગવાન. ૨૮ અર્થ - નભ એટલે આકાશનો ગુણ પદાર્થને અવકાશ એટલે જગ્યા આપવાનો છે. જ્યારે આત્માનો ગુણ તો જ્ઞાન છે. માટે આકાશદ્રવ્યથી પણ જીવ જુદો છે. એમ શ્રી જિનેશ્વર ભગવાને કેવળજ્ઞાનથી જોઈને કહ્યું છે. પટા.
કાળ-ગુણ છે વર્તના, આત્મ-ગુણ તો જ્ઞાન,
કાળ દ્રવ્યથી ર્જીવ જુદો, ભાખે જિન ભગવાન. ૨૯ અર્થ - કાળ દ્રવ્યનો ગુણ તો સમયે સમયે પદાર્થના પરિવર્તનમાં સહાયક થવું તે છે, જ્યારે જીવનો ગુણ તો જ્ઞાન છે. માટે કાળ દ્રવ્યથી પણ જીવ જુદો છે, એમ શ્રી જિનેશ્વર ભગવાને કેવળજ્ઞાનથી જોઈને ભાખ્યું છે. પલા
એ પાંચે ય અજીવથી આત્મા જુદો જાણ,
વ્યક્તિ-ભેદે ભિન્ન આ અજીવ તત્ત્વ પ્રમાણ. ૬૦ અર્થ - પગલાસ્તિકાય, ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળદ્રવ્ય એ પાંચેય અજીવ દ્રવ્યથી આત્માને તું જાદો જાણ. એ પાંચેય દ્રવ્યનું પરિણમન વ્યક્તિ દીઠ ભિન્ન ભિન્ન હોય છે. તથા પાંચેય અજીવ તત્ત્વ છે એમ તું પ્રમાણભૂત માન. II૬૦ના
પુણ્ય પાપો બે તત્ત્વથી, જુદો આત્મા જાણ,
શરીર-હેતું તત્ત્વ છે, પુગલરૂપ પ્રમાણ. ૬૧ અર્થ :- પૂણ્ય તથા પાપ, આ બે તત્ત્વથી પણ આત્માને તું જુદો જાણ. આ બેય તત્ત્વો શરીરને સુખદુઃખના કારણ છે. પુણ્યથી શાતાનું સુખ અને પાપથી અશાતાનું દુઃખ મળે છે. ૬૧
શુભ કહે જન પુણ્યને, પાપ અશુભ ગણાય,
બને ભવનાં બીજ છે; તો શુભ કેમ મનાય? ૬૨ અર્થ :- પુણ્યને લોકો શુભ કહે છે અને પાપ જગતમાં અશુભ ગણાય છે. પણ બન્ને ભવ એટલે સંસારના જ બીજરૂપ છે તો તે શુભ કેમ મનાય છે? Anકરા
Page #242
--------------------------------------------------------------------------
________________
(૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩
૨ ૩૧
કર્મચંડાલ-પુત્ર બે, વિપ્ર ઉછેરે એક,
કર્મ કરે સૌ વિપ્રનાં, જાણે એક વિવેક. ૬૩ અર્થ - બેય કર્મરૂપી ચંડાલના પુત્ર છે. તેમાંથી એક પુત્ર ચંડાલના જ ઘરે રહ્યો, તે પાપરૂપ કહેવાયો. અને બીજો પુત્ર વિપ્ર એટલે બ્રાહ્મણના ઘરે ઉછરવાથી વિવેકવાળો થયો અને શુભ કર્મ કરવા લાગ્યો. તેથી પુણ્યરૂપ કહેવાયો. II૬૩મા
ઇચ્છાપૂર્વક પુણ્ય-સુખ, ઇચ્છા છે દુખ-મૂળ,
ક્રિયા ભોગની પાપ-બીજ, પરિણામે પ્રતિકૂળ. ૬૪ અર્થ :- પુણ્યથી મળેલા સુખો પણ ઇચ્છાસહિત છે. અને ઇચ્છા એ જ દુઃખનું મૂળ છે. પુણ્યથી મળેલા સુખોથી પાંચ ઇન્દ્રિયના ભોગોની ક્રિયા થાય છે, અને ભોગક્રિયા એ પાપનું બીજ છે. અને પાપનું ફળ પરિણામે પ્રતિકૂળ એટલે જીવને દુઃખરૂપ આવે છે. (૬૪
એક ખભેથી અન્ય પર ભાર ફેરવે કોય,
ઇન્દ્રિય-સુખ એ જાતનું, ભાર ન ઓછો હોય. ૬૫ અર્થ - જેમ એક ખભા ઉપરથી ભાર કોઈ બીજા ખભા ઉપર ફેરવે તેમ એક ઇન્દ્રિયની ઇચ્છા પૂર્ણ થાય કે બીજી ઇન્દ્રિયની ઇચ્છા ઉત્પન્ન થાય; પણ ઇચ્છારૂપ ભારનું દુઃખ ઓછું થતું નથી. કપા
નાગ-ફેણ સમ ભોગના ભાસે વિવિઘ વિલાસ;
ભય ભાસે વિવેકીને, ભવ-દુખનો ત્યાં વાસ. ૬૬ અર્થ :- નાગની ફેણ સમાન આ પાંચે ઇન્દ્રિયના ભોગ વિલાસ વિવિઘ પ્રકારે દેખાવ દે છે. જેને હિત અહિતનું ભાન પ્રગટ્યું છે એવા વિવેકીને તો તે ભયરૂપ ભાસે છે. કેમકે તેના વિલાસના ફળમાં ચારગતિરૂપ સંસારના દુઃખનો અત્યંત ત્રાસ જીવને ભોગવવો પડે છે. II૬૬ાા
સુખ, દુઃખ ને મોહ એ નામો ભિન્ન ગણાય,
પણ દુખ જાતિ સર્વની, તે શુભ કેમ મનાય? ૬૭ અર્થ :- ઇન્દ્રિયના સુખ કે દુઃખ અથવા મોહ એ નામો ભલે ભિન્ન ગણાય પણ આ સર્વે દુઃખની જાતિના જ છે. તો તે આત્માને માટે શુભ અર્થાત્ કલ્યાણરૂપ કેમ મનાય? ૬ળા
પુણ્ય, પાપ પરિણામ તો ભવઑપ જાણો એક,
મૂઢ ન માને તેમને ભવ ભમવાની ટેક. ૬૮ અર્થ - પુણ્ય અને પાપના ફળ તો માત્ર સંસારરૂપ જ જાણો. પણ જેને ભવ ભ્રમણ કરવાની ટેવ પડી ગઈ છે એવા મૂઢ જીવો તે વાતને માનતા નથી. ૬૮ાા.
દાનાદાનની વર્તના પૂર્વકર્મની જાણ,
રાગાદિક નિજ ભાવનો કર્તા જીવ પ્રમાણ. ૬૯ અર્થ :- દાનાદાન એટલે લેવડદેવડનું જે વર્તન થાય છે, તે પૂર્વકર્મના કારણે છે. પણ તેના નિમિત્તે જે રાગદ્વેષાદિ ભાવો પોતાને થાય છે તેનો કર્તા જીવ પોતે છે એમ હું માન. IIકલા
Page #243
--------------------------------------------------------------------------
________________
૨ ૩ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પરાશ્રિત ભાવો તણો કર્તા, તે અભિમાન,
અજ્ઞાની બંઘાય ત્યાં, જ્ઞાની સાક્ષી માન. ૭૦ અર્થ - પણ આત્માથી પર એવા પુદ્ગલાદિક પદાર્થના પરિણમનમાં પોતાને તેનો કર્તા માનવો તે માત્ર જીવનું અભિમાન છે. તેથી અજ્ઞાની જીવ કમોંથી બંઘાય છે. જ્યારે જ્ઞાની પુરુષ પરપદાર્થોના પરિણમનમાં સાક્ષીભાવે રહે છે. પોતાને તેના કર્તા માનતા નથી. માટે નવીન કર્મથી બંઘાતા નથી.
“હું કર્તા પરભાવનો, એમ જેમ જેમ જીવ જાણે,
તેમ તેમ અજ્ઞાની પડે, બહુલ કર્મને ઘાણે.” [૭૦ના પુણ્ય-પાપરૅપ કર્મનો જીવ ન કર્તા જાણ,
ઇષ્ટ-અનિષ્ટ પદાર્થમાં રાગાદિ દુખ-ખાણ. ૭૧ અર્થ :- શુદ્ધ નિશ્ચયનયથી પુણ્ય પાપરૂપ કર્મનો કર્તા જીવ નથી અર્થાત્ પુણ્યપાપ કરવા એ જીવનો સ્વભાવ નથી. પણ ઇષ્ટ અનિષ્ટ એવા પૌલિક પદાર્થોના નિમિત્તે રાગદ્વેષાદિ ભાવો કરવા તે જીવને માટે દુઃખની ખાણ ખોદવા સમાન છે. II૭૧ાા
ધૂળ ચકાશે ચોટતી તેમ જ રાગ-દ્વેષ
કર્મબંઘનાં કારણો, જાણી તજો અશેષ. ૭૨ અર્થ:- જેમ ચીકાશ હોય તો તેના ઉપર ધૂળ ચોટે છે, તેમ રાગદ્વેષરૂપ ચિકાશ હોય તો જ જીવને કર્મનો બંઘ થાય છે. એમ જાણી અશેષ એટલે સંપૂર્ણપણે આ રાગદ્વેષનો ત્યાગ કરો. II૭રા.
પુણ્ય-પાપહીંન શુદ્ધ તે પરમાત્માનું ધ્યાન,
સ્તુતિ, ભક્તિ યોગ્ય છે, તેવા થવા, પ્રમાણ, ૭૩ અર્થ – પરમાત્માનું ધ્યાન તે પાપપુણ્યથી રહિત શુદ્ધ ધ્યાન છે. તે શુદ્ધ ધ્યાન પામવા માટે પરમાત્માની સ્તુતિ ભક્તિ કરવી તે યોગ્ય છે. એ પ્રમાણભૂત વાર્તા છે. I૭૩યા
પુણ્ય-પાપ રહિત સદા બ્રહ્મ નિત્ય છે ધ્યેય,
શુદ્ધનય મત જ્ઞાનનો યથાર્થ ઉપાદેય. ૭૪ અર્થ :- મૂળ સ્વરૂપે પુણ્ય પાપથી રહિત આત્મા સદા બ્રહ્મસ્વરૂપ છે. તે નિત્ય રહેનાર છે. તે સ્વરૂપે પ્રાપ્ત કરવું એ જ આપણું ધ્યેય છે. આવો શુદ્ધનિશ્ચયનયથી જ્ઞાનીનો મત છે, તે યથાર્થ છે અને તેજ ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય છે. II૭૪.
(૫)આસ્રવ, સંવર રૂપથી વિલક્ષણ જીંવ-જ્ઞાન,
અણુ આવે, રોકાય જ્યાં, ત્યાં બે તત્ત્વો માન. ૭૫ અર્થ:- કમોંના આસ્રવ અને સંવરથી જીવનું જ્ઞાન વિલક્ષણ અર્થાત વિચિત્ર બને છે. કર્મના અણુ આવે તેને આસ્રવ તત્ત્વ કહ્યું છે. અને આવતા કર્મો જે વડે રોકાય તેને સંવર તત્ત્વ કહેવાય છે. પાા
યોગ, કષાય, અવિરતિ મિથ્યાત્વાદિ ભાવ
આસ્રવ, જીવ-વિભાવથી પુદ્ગલ-કર્મ-જમાવ. ૭૬ અર્થ :- મિથ્યાત્વ. અવિરતિ પ્રમાદ, કષાય અને યોગ વડે થતા ભાવોને કર્મ આસ્રવના કારણો
Page #244
--------------------------------------------------------------------------
________________
(૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩
૨૩૩
જાણો. જીવના આ વિભાવ ભાવો છે. તેથી પુદગલ કાર્મણ વર્ગણાઓનો જીવ સાથે જમાવ અર્થાત જોડાણ થાય છે. ૭૬ાા.
વ્રત, સમિતિ, ચારિત્ર, ઘર્મ, પરિષહ-જય, સુવિચાર,
ગુતિ આદિ ભાવફૅપ સંવર બહું પ્રકાર. ૭૭ અર્થ - પંચમહાવ્રત, પાંચ સમિતિ, પંચ આચારરૂપ ચારિત્ર, રત્નત્રયરૂપ ઘર્મ, બાવીસ પરિષહનો જય, સમ્યક વિચારણા તથા ત્રણ ગુપ્તિ આદિ તે દ્રવ્ય કર્મોને રોકવા માટે અનેક ભાવરૂપ સંવરના પ્રકાર છે. ૭૭
ભિન્ન ભિન્ન નિજ ભાવથી સ્વયં પ્રવર્તે જીવ,
ગ્રહે, નિરોશે કર્મન, કર્મ તજે તો શિવ. ૭૮ અર્થ :- ભિન્ન ભિન્ન એવા ભાવોથી જીવ સ્વયં પ્રવર્તે છે. તેથી તે કર્મને ગ્રહણ કરે છે; અને કમનો નિરોઘ પણ સ્વયં કરે છે અર્થાત આવતા કર્મોને રોકે છે. તે કમનો સંપૂર્ણપણે ત્યાગ કરે તો જીવ. શિવ એટલે મોક્ષપદને પામે છે. II૭૮
નિમિત્ત આર્થન નહિ સદા, ભાવ રુચિ-આશીન,
આસ્રવ પણ સંવર બને, દ્રષ્ટિ જો સમીચીન. ૭૯ અર્થ :- જીવના ભાવ હમેશાં નિમિત્તને આધીન નથી પણ રુચિને આધીન છે. જેવી રુચિ તેવા ભાવ થાય છે. “રુચિ અનુયાયી વીર્ય ચરણઘારા સઘે” રુચિને આઘારે આત્માનું વીર્ય સ્કુરાયમાન થાય છે. આશ્રવના કારણો પણ સંવરના કારણો બની જાય, જો જીવની દ્રષ્ટિ સમીચીન કહેતા યથાર્થ હોય તો.
“હોત આસવા પરિસવા, નહીં ઇનમેં સંદેહ;
માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એક.” શ્રીમદ્ રાજચંદ્ર //૭૯ના અજ્ઞાને આસક્તિ છે બંઘ-હેતુ, નહિ ભોગ;
સુજ્ઞાન મુક્તિ-હેતુ છે, નહિ શાસ્ત્રાદિ-યોગ. ૮૦ અર્થ :- જીવને અનાદિ અજ્ઞાનના કારણે પરપદાર્થમાં આસક્તિ છે તે કર્મબંઘનું કારણ છે. માત્ર ઇન્દ્રિયના ભોગો બંઘનું કારણ નથી. જેમ સમ્યકજ્ઞાન મોક્ષનું કારણ છે, માત્ર શાસ્ત્ર કે ક્રિયા આદિનો યોગ જીવનું કલ્યાણ કરનાર નથી. //૮૦થી
શાસ્ત્રો, ગુરુ-વિનયાદિ સૌ સંવર-હેતું જાણ,
મન, તન, વચને ફળ નહીં, જ્ઞાને સંવર આણ. ૮૧ અર્થ - ગુરુ આજ્ઞાએ શાસ્ત્રો ભણવા કે શ્રીગુરુનો વિનય કરવો, વૈયાવચ્ચ કરવી વગેરે સર્વ સંવરના કારણો છે એમ જાણો. માત્ર મન, વચન, કાયાના યોગથી વર્લે આત્મિક ફળ નથી પણ જ્ઞાનસહિત ક્રિયા કરવાથી જ જીવને ખરો સંવર થાય છે. ૮૧ાા
જે જે અંશે યોગ છે તે તે આસ્રવ-અંશ;
જે અંશે ઉપયોગ છે, તે સંવરનો વંશ. ૮૨ અર્થ :- જેટલા અંશે મનવચન કાયાના યોગની પ્રવૃત્તિ છે તેટલા અંશે કર્મનો આસ્રવ છે. અને
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
જેટલા અંશે સમ્યકજ્ઞાનના બળે આત્માનો ઉપયોગ જાગૃત છે તેટલા અંશે કર્મનો સંવર થાય છે, અર્થાતુ આવતાં કર્મ રોકાય છે. રાજ્ય
સર્વ અવસ્થાને વિષે સમ્યષ્ટિ શુદ્ધ,
જ્ઞાન-ઘાર છે નિર્મળી, યોગ-ઘાર મૃદુ, મધ્ય. ૮૩ અર્થ – સર્વ અવસ્થાઓમાં સમ્યકષ્ટિ જ્ઞાની પુરુષો શુદ્ધભાવમાં રહે છે અથવા તેમાં રહેવાનો જેનો સદા લક્ષ છે. તેનું કારણ તેમના આત્મજ્ઞાનની ઘારા પરમ પવિત્ર છે. જેથી તેમના મનવચનકાયાના યોગની ઘારા પણ મૃદુ એટલે કોમળ છે અને મધ્યમ છે અર્થાત્ તીવ્ર નથી. માટલા
બને ઘારા શુદ્ધ જ્યાં પૂર્ણપણે દેખાય,
દશા કહી શૈલેફ્સ તે, સંવર પૂર્ણ ગણાય. ૮૪ અર્થ - જ્યાં જ્ઞાનઘારા અને મનવચનકાયાની યોગઘારા સંપૂર્ણપણે શુદ્ધ થાય છે તે દશાને શૈલેશીદશા કહેવાય છે. ત્યાં સંવર તત્ત્વનો પૂર્ણ યોગ ગણાય છે, અર્થાત્ કર્મોને આવવાના દ્વાર ત્યાં સંપૂર્ણ બંઘ થાય છે. ૮૪
તે પહેલાં આત્મા તણી સ્થિરતા સંવર ઘાર,
ચંચળતા જે યોગની આસ્રવ તે નિર્ધાર. ૮૫ અર્થ - તે શૈલેશીદશા પહેલા, તેરમે ગુણસ્થાને રહેલા કેવળી ભગવંતોને આત્મામાં સંપૂર્ણ સ્થિરતા છે અને અઘાતીયા કર્મો ભોગવતાં છતાં સંવરઘારવડે તે નવીન અઘાતીયાકર્મનો બંઘ કરતા નથી. પણ મનવચનકાયાના યોગોની જે ચંચળતા છે તે આશ્રવની ઘારા છે એમ તું જાણ. ૧૮૫ાા
આ આસ્રવ-સંવર-કથા અશુદ્ધ નયથી જાણ,
શુદ્ધ નયે સંસારી સૌ સિદ્ધ સમાન પિછાણ. ૮૬ અર્થ:- આ કર્મના આસ્રવ અને સંવર તત્ત્વનું નિરૂપણ અશુદ્ધ નયથી જાણો. શુદ્ધ નિશ્ચયનયે તો સર્વ સંસારી જીવો સિદ્ધ સમાન છે, તેને પિછાણો અર્થાત્ તે સિદ્ધ સ્વરૂપની ઓળખાણ કરો. l૮૬ાાં
કર્મ-નાશ તે (°નિર્જરા, કર્મ-સ્વરૂપ અજીવ;
જે ભાવે કર્યો ખરે, ભાવ-નિર્જરા જીવ. ૮૭ અર્થ :- કર્મોનો નાશ કરવો તેનું નામ “નિર્જરા તત્ત્વ છે. કર્મો છે તે અજીવ તત્ત્વ છે અર્થાત્ જડ સ્વરૂપ છે. જે ભાવોવડે દ્રવ્ય કમ ખરે તે જીવની ભાવ નિર્જરા ગણાય છે. I૮ળા
સુજ્ઞાન સહ તપ-હેતુથી આત્મ-વીર્ય ઉલસાય,
ચિત્તવૃત્તિ નિરોથથી ખરી નિર્જરા થાય. ૮૮ અર્થ :- સમ્યકજ્ઞાન સાથે તપ આદરવાથી આત્માનું વીર્ય ઉલ્લાસ પામે છે. અને જેથી ચિત્તવૃત્તિ પરમાં જતાં નિરોઘ પામવાથી કમની ખરી નિર્જરા થાય છે. “ઇચ્છા નિરોઘસ્તપ:” ઇચ્છાઓનો નિરોધ કરવો એ જ ખરું તપ છે. ૧૮૮ાા
બ્રહ્મચર્ય, જિન-ધ્યાન ને કષાય મંદ કરાય, ઇચ્છા રોષે શુદ્ધ તપ, લંઘન અન્ય ગણાય. ૮૯
Page #246
--------------------------------------------------------------------------
________________
(૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩
૨૩૫
=
અર્થ :– બ્રહ્મચર્યનું પાલન, જિન-ધ્યાન એટલે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવું તથા કષાયોની મંદતા સાથે પરમાં જતી ઇચ્છાઓને રોકી તપ કરવું તે શુદ્ધ તપ નિર્જરાનું કારણ છે. બાકી તો બધા માત્ર લંઘન ગણાય છે. ।।૮૯૫
સુધા, અને તન-ત્કૃશતા, તપ-લક્ષણ ના જાણ;
બ્રહ્મચર્ય, ગુપ્તિ, ક્ષમા, જ્ઞાને તપ પિછાણ. ૯૦
અર્થ :— ક્ષુધા એટલે માત્ર ભૂખ સહન કરવી કે શરીરને કૃશ કરવું તે તપનું લક્ષણ નથી. પણ જ્ઞાનસહિત બ્રહ્મચર્ય, ત્રણ ગુપ્તિ અને ક્ષમાને ઘારણ કરી તપ કરવું તે સાચું તપ છે, અને તે તપ દ્વારા સાચી કર્મની નિર્જરા છે. તેને તું પિછાણ અર્થાત્ તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કર. ॥૯॥
પ્રભાવના કે ભક્તિથી પુણ્ય બહુ બંધાય,
પણ નિઃસ્પૃહ તપસ્વીને માત્ર નિર્જરા થાય. ૯૧
અર્થ – ધર્મની પ્રભાવના કે ભગવાનની ભક્તિથી અશુભ કર્મની નિર્જરા થઈ પુણ્યાનુબંધી પુણ્યનો ઘણો બંધ થાય. પણ આત્મજ્ઞાની નિઃસ્પૃહી તપસ્વીઓને તો માત્ર કર્મોની નિર્જરા થાય. ।।૯૧॥ કર્મ ખપાવે જ્ઞાન-તપ ક્ષણમાં દીર્ઘ સમૂહ,
ટો ન જે કોટી ભવે, કર્યું ક્રિયાનો વ્યૂ. ૯૨
=
અર્થ :– આત્મજ્ઞાનસહિત તપ કરનારા ક્ષણમાં કર્મના દીર્ઘ એટલે ઘણા સમુહને ખપાવે છે. જે કરોડો ભવ સુધી અનેક પ્રકારની ક્રિયાઓનો વ્યૂહ એટલે રચના કરીને પણ ખપાવી શકાય નહીં. ।।૯૨।। શ્રેણિરૂપ જે ધ્યાન-તપ કહે નિકાચિત કર્મ,
પ્રગટાવીને પૂર્ણતા આપે શિવપદ-શર્મ. ૯૩
અર્થ :— આઠમા ગુણસ્થાનથી ધ્યાનરૂપી તપની શ્રેણિ માંડી નિકાચિત કર્મોને પણ બાળી નાખે છે. પછી કેવળજ્ઞાનરૂપ પૂર્ણતાને પ્રગટાવી તે શિવપદ એટલે મોક્ષપદના શર્મ એટલે સુખને પામે છે. ।।૩।। આત્મા સાથે કર્મનો ખીર-નીર જેવો યોગ
બંઘ ચાર ભેદે કહ્યો, ભાવ-બંધ ઉપયોગ. ૯૪
અર્થ :– હવે બંધતત્ત્વ વિષે જણાવે છે કે આત્મા સાથે કર્મનો ક્ષીરનીર એટલે દૂધ અને પાણી જેવો સંબંધ છે. દ્રવ્યકર્મનો બંધ તે પ્રદેશબંઘ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ એમ ચાર પ્રકારે કહ્યો છે. જ્યારે આત્માનો શુભાશુભ ભાવમય રાગદ્વેષ સહિત ઉપયોગ તે ભાવબંધ કહેવાય છે. ।।૪। અશુદ્ધ ઉપયોગે પડે બંધ 'સ્થિતિ, 'અનુભાગ;
પ્રકૃતિ, પ્રદેશ યોગથી; સમજો જો સદ્ભાગ્યે, ૯૫
અર્થ :— આત્માના કષાયમય અશુદ્ઘ ઉપયોગથી કર્મનો સ્થિતિબંધ અને અનુભાગ બંઘ પડે છે. અને પ્રકૃતિબંઘ તથા પ્રદેશબંઘ તે મનવચનકાયાના યોગથી પડે છે. જો સદ્ભાગ્યનો ઉદય થાય તો આ વાતને જરૂર સમજી જીવનમાં ઉતારવા યોગ્ય છે, અર્થાત્ કષાયો ઘટાડવા યોગ્ય છે. ।।૫।।
સર્પ કૂંડાળું જો વળે વીંટાય આપી આપ,
તેમ જીવ નિજ ભાવથી રચે બંધ-સંતાપ. ૯૬
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - સર્પ જેમ કુંડાળું વાળીને આપોઆપ વીંટાય છે. તેમ જીવ પણ પોતાના જ ભાવથી કર્મબંધની રચના કરી તેના સુખદુઃખરૂપે ફળ પામી સંતાપને અનુભવે છે. I૯૬ાા
કોશ-કાર કટ વટતો નિજ તંતુથી કાય,
તેમ જ નિજ વિભાવથી સંસારી બંઘાય. ૯૭ અર્થ - કોશકાર એટલે કોમેટા નામનો કીટ એટલે કીડો તે પોતાના લાળના તંતુથી પોતાની કાયાને વીંટે છે. તેમ સંસારી જીવ પોતે જ રાગદ્વેષમય વિભાવ ભાવો કરી કમથી બંધાય છે. શા
બાંધનાર ઈશ્વર નથી અપરાથીને, ઘાર;
બંઘરહિત ઈશ્વર વિષે ઘટે ન એ વ્યાપાર. ૯૮ અર્થ :- અપરાધીને કર્મથી બાંધનાર ઈશ્વર નથી. જે કર્મ બંધનથી સર્વથા રહિત છે એવા ઈશ્વરને વિષે, કોઈને કર્મથી બાંધવાનો વ્યાપાર ઘટી શકે નહીં. ૯૮ાા
પ્રેરનાર પણ તે નહીં, સ્વપ્ન જેમ ન હોય,
રચના એ અજ્ઞાનની, વસ્તુ-સ્વભાવ જોય. ૯૯ અર્થ - આત્માને કર્મ કરવાની પ્રેરણા આપનાર પણ ઈશ્વર નથી. જેમ સ્વપ્ન આવે તેમાં કોઈ પ્રેરનાર નથી તેમ. આ બધી કર્મની રચના, તે જીવના અજ્ઞાનને કારણે છે. આત્માનો વસ્તુ સ્વભાવ જોતાં તો તે શુદ્ધ જ છે. ૯૯ાા
રોગ અનુસારે ક્રિયા જેમ રોગની હોય,
તેમ ભવસ્થિતિ સમી બંઘ-દશા પણ જોય. ૧૦૦ અર્થ :- રોગની તીવ્રતા કે મંદતાના અનુસાર જેમ રોગીની દવા વિગેરેની ક્રિયા ઓછા વત્તા પ્રમાણમાં હોય, તેમ જે જીવની સંસારમાં રહેવાની જેટલી ભવસ્થિતિ બાકી હોય તે પ્રમાણે તેના કર્મ બાંઘવાની ભાવરૂપ ક્રિયા પણ ઓછા વત્તા પ્રમાણમાં હોય છે. ૧૦૦ના
શુદ્ધ નિશ્ચયનય કહે, આત્મા ના બંધાય;
સર્પ માનતાં દોરીમાં ભય, કંપાદિ થાય- ૧૦૧ અર્થ - શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે આત્માને કર્મબંઘન નથી. જેમ ઓછા પ્રકાશમાં દોરીને સર્પ માની તેના વડે ભય પામવો કે કંપન આદિ થવા તે માત્ર અજ્ઞાનવડે છે તેમ. ૧૦૧ાા
અજ્ઞાનમય વિકલ્પ એ; ટળવા કહું ઉપાય,
ઘૂંટવા દૃઢ ઇચ્છા થતાં બંઘ-વિકલ્પ શકાય. ૧૦૨ અર્થ - દોરીમાં સર્પની માન્યતાનો વિકલ્પ તે માત્ર અજ્ઞાનના કારણે છે. તે અજ્ઞાન ટાળવાનો ઉપાય કહું છું. જો જન્મમરણથી છૂટવાની દ્રઢ ઇચ્છા થાય તો કર્મબંઘ કરનારા વિકલ્પો સમાઈ જાય છે.
“જે છૂટવા માટે જ જીવે છે તે બંઘનમાં આવતો નથી આ વાક્ય નિઃશંક અનુભવનું છે. બંઘનનો ત્યાગ કર્યો છુટાય છે, એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તેમાં પોતાનું મહત્ત્વ સ્થાપન કરવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી, એ જીવને બહુ રખડાવનારું છે.” (વ.પૃ.૨૫૨) I/૧૦૨ાા
છૂટવા કાજે જે જીંવે, તે જીંવ નહિ બંધાય; અનુભવ-વાણી જાણ આ, વૈરાગ્ય સમજાય. ૧૦૩
Page #248
--------------------------------------------------------------------------
________________
(૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩
૨૩૭
અર્થ - જે જીવ ખરેખર છૂટવા માટે જીવે છે તે કર્મથી બંઘાય નહીં. આ અનુભવ કરીને કહેલું વચન છે એમ તું જાણ. આ વાત વૈરાગ્ય હોય તો સમજાય એવી છે. ૧૦૩ાા.
માત્ર શાસ્ત્ર પરોક્ષ-થી; બંઘ-બુદ્ધિ પ્રત્યક્ષ,
શાસ્ત્ર શાખા-ચંદ્ર સમ દર્શાવે દિલક્ષ. ૧૦૪ અર્થ - દૂધમાં કડછીની જેમ માત્ર શાસ્ત્રમાં ફરતી આત્મઅનુભવ વગરની પરોક્ષ બુદ્ધિ તે જીવને પ્રત્યક્ષપણે કર્મબંધ કરાવનારી છે. શાસ્ત્રો તો માત્ર અંધકારમાં ચંદ્રમાની કિરણ સમાન મોક્ષરૂપી દિશાનો લક્ષ કરાવનાર છે. ૧૦૪
શ્વેત શંખ સુણ્યા છતાં દેખે પતિ પ્રત્યક્ષ
કમળાવાળો, તેમ આ શાસ્ત્ર-જ્ઞાનથી લક્ષ. ૧૦૫ અર્થ - શંખ શ્વેત એટલે સફેદ હોય છે. એમ સાંભળ્યા છતાં કમળાના રોગવાળો તેને પ્રત્યક્ષરૂપે પીત એટલે પીળો જૂએ છે. તેમ પોતાની મતિકલ્પનાએ સ્વચ્છેદે શાસ્ત્ર ભણવાવાળો નર તેના મૂળ મર્મને પામી શકતો નથી. ૧૦પા.
શીખે અધ્યાત્મ-શાસ્ત્ર જો સદ્ગુરુ-આજ્ઞાઘાર
સુણી, વિચારી, સ્મરી બહુ, અનુભવે બહુ વાર. ૧૦૬ અર્થ - પણ શ્રી સદગુરુની આજ્ઞાનુસાર અધ્યાત્મશાસ્ત્ર શીખે, સાંભળે, વિચારે કે બહવાર સ્મરે અર્થાત્ ફેરવે અને તેમાં કહેલા વચનામૃત અનુસાર જીવનમાં બહુવાર તેનો અનુભવ કરે અર્થાત્ તે પ્રમાણે વર્તે તો આત્મ પ્રાપ્તિ થાય. ૧૦૬
સંતત અભ્યાસે ટળે બંઘ-બુદ્ધિ-વિકલ્પ,
તો સાક્ષાત અનુભવે આત્મા નિર્વિકલ્પ. ૧૦૭ અર્થ :- શાસ્ત્રોના સંતત એટલે સતત અભ્યાસ કરવાથી કર્મબંઘ કરનારી બુદ્ધિના વિકલ્પો મટે છે. અને તે સાક્ષાત એવા નિર્વિકલ્પમય આત્માના અનુભવને પામે છે. II૧૦ળા
દ્રવ્ય (૯) મોક્ષ કર્મો ટળ્ય, આત્માથી એ ભિન્ન;
ભાવ મોક્ષ આત્મા ખરો, રત્નત્રયમાં લીન. ૧૦૮ અર્થ - હવે મોક્ષતત્ત્વ સંબંધી જણાવે છે. આત્માનો દ્રવ્ય મોક્ષ તો સર્વ કર્મોના નાશથી થાય છે. કર્મો આત્માથી સર્વથા ભિન્ન છે માટે ટળે છે. પણ જ્યારે ખરેખર આત્મા સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ રત્નત્રય સ્વભાવમાં લીન થાય ત્યારે દેહ હોવા છતાં પણ તે આત્માનો ભાવથી મોક્ષ થયો એમ કહેવાય છે. ll૧૦૮
મોક્ષ-હેતુ રત્નત્રયી, નહીં વેશ-વ્યવહાર;
ભાવલિંગ વિના નહીં મોક્ષ, સર્વનો સાર. ૧૦૯ અર્થ:- મોક્ષ પ્રાપ્તિનું કારણ તો સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રમય રત્નત્રય પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ છે, નહીં કે ઉપરનો વેષ વ્યવહાર માત્ર. રાગદ્વેષનો ત્યાગ કર્યા વિના ભાવલિંગ આવે નહીં, અને તે વિના જીવનો કદી મોક્ષ થાય નહીં. માટે રાગદ્વેષનો ત્યાગ કરવો એ જ સર્વ તત્ત્વનો સાર છે. ૧૦૯ાા
Page #249
--------------------------------------------------------------------------
________________
૨ ૩૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અશુદ્ધ નયથી જાણવી સ્થિતિ બદ્ધ કે મુક્ત;
શુદ્ધ નયે નહિ બંઘ કે મોક્ષ-દશાથી યુક્ત. ૧૧૦ અર્થ - અશુદ્ધનય અર્થાતુ વ્યવહારનયથી, આત્માની કર્મથી બંધાયેલી કે મુક્ત સ્થિતિ જાણવી; પણ શુદ્ધ નિશ્ચયનયથી જોતાં તો આત્માને બંઘ પણ નથી અને મોક્ષ પણ નથી. ૧૧૦ના
અન્વય-વ્યતિરેકે કરી નવે તત્ત્વથી સાર
આત્માનો નિશ્ચય કહ્યો : ઉત્તમ નવસર હાર. ૧૧૧ અર્થ :- અન્વય-વ્યતિરેકે કરીને નવે તત્ત્વમાં સારરૂપ એવા આત્માનો નિશ્ચય કરવો. આત્મા જ નવસેરના હાર સમાન ઉત્તમ પદાર્થ છે. અન્વયથી એટલે એકના સદ્ભાવમાં બીજાનું અવશ્ય હોવું અર્થાત્
જ્યાં આત્મા હોય ત્યાં આત્માના જ્ઞાનદર્શનાદિ ગુણો અવશ્ય હોય અને વ્યતિરેક એટલે પરના ગુણો આત્મામાં ન હોય. જેમકે રૂપ, રસ, ગંઘ, સ્પર્શ એ પુદ્ગલના ગુણો છે તે આત્મામાં ન હોય. એમ અન્વય અને વ્યતિરેકથી આત્માનું સ્વરૂપ જાણીને તેનો નિશ્ચય કરવો એ જ નવ તત્ત્વનો સાર છે. I/૧૧૧ાા
પરમ અધ્યાત્મ, યોગ આ, પરમ અમૃતમય જ્ઞાન;
અલ્પ બુદ્ધિથી ગ્રાહ્ય નહિ, તત્ત્વ ગુહ્યતમ માન.” ૧૧૨ અર્થ:- આત્માને ઓળખવો એ પરમ અધ્યાત્મ છે તથા તેને મોક્ષ સાથે જોડવો તે પરમ યોગ છે. અને આત્મા સંબંધીનું જ્ઞાન મેળવવું તે પરમ અમૃતમય જ્ઞાન છે. તે અલ્પબુદ્ધિથી ગ્રહણ થાય તેમ નથી. આ આત્મતત્ત્વ તે ગુહ્યતમ એટલે પરમગૂઢ તત્ત્વ છે એમ હું માન; કેમકે ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી. /૧૧૨ના
આત્મજ્ઞાની મુનિ મહાત્માના સમાગમથી, તેમના પ્રત્યે શ્રદ્ધાન થયા પછી, તે મહાત્મા આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે જે મંત્ર આપે તેનું તલ્લીનતાપૂર્વક જે જીવ ધ્યાન કરે, તે અનુક્રમે રાગદ્વેષનો ક્ષય કરી કેવળજ્ઞાનને પામે છે. એવા ગુરુ મંત્રના અદભુત માહાભ્ય વિષે આ પાઠમાં જણાવવામાં આવે છે :
(૭૪)
મંત્ર
(મંદાક્રાન્તા છંદ)
વંદું પ્રેમે પુનિત પદ હું શ્રી ગુરું રાજ કેરા, શોભે જેના મનહર ગુણો મોક્ષદાયી અને રા; લેશો જેણે જગત જનના સત્ય શબ્દ નિવાર્યા,
આત્મા સાચો સહજ કરતા શબ્દ તે ઉર ઘાર્યા. ૧ અર્થ - શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંતના પુનિત એટલે પવિત્ર ચરણ કમળમાં હું અત્યંત પ્રેમપૂર્વક પ્રણામ કરું છું. જેનામાં મનને હરણ કરે એવા મોક્ષને દેવાવાળા અનેરા એટલે અસાધારણ ગુણો નિત્ય
Page #250
--------------------------------------------------------------------------
________________
(૭૪) મંત્ર
૨ ૩૯
શોભી રહ્યાં છે. જેણે જગત જીવોના રાગદ્વેષ આદિ ક્લેશના કારણોને સત્ય ઉપદેશ આપી નિવારણ કર્યા છે. એક આત્મા જ સાચો છે અને એજ તારું સહજ સ્વરૂપ છે. એવા શબ્દો ઉચ્ચરનારા પરમકૃપાળુદેવને હું હૃદયમાં ઘારણ કરું છું. //ના
આત્મા જાણી, ઉદયવશ જે ઘર્મ-વાણી પ્રકાશે, શબ્દ શબ્દ વિષય-વિષની વેદનાને વિનાશે; અંતભેદી ગહન કથને ભ્રાંતિ ટાળે કળાથી,
જાણે કોઈ અનુભવી ગુરુ-યોગ સાચો મળ્યાથી. ૨ અર્થ :- પરમકપાળદેવે આત્મા જાણી ઉદયવશાત જે ઘર્મની વાણી પ્રકાશી છે. તેમાં શબ્દ શબ્દ પાંચ ઇન્દ્રિયોના વિષયોથી ઉત્પન્ન થતી વિષ સમાન વેદનાનો વિનાશ થાય એવો ઉપદેશ કર્યો છે. જે ગહન વચનો અંતરને ભેદી નાખે એટલે સ્પર્શે એવી અભુત કળાથી, આત્માની અનાદિકાળની ભ્રાંતિને ટાળે છે. કોઈ એમ જાણે કે આ તો કોઈ સાચા અનુભવી આત્મજ્ઞાની ગુરુનો યોગ મળી જવાથી જ એમ થયું; નહીં તો અનાદિકાળનો આત્મભ્રાંતિરૂપ રોગ જવો તે અતિ દુષ્કર છે. રા
શબ્દો સાચા પરમગુરુના મંત્ર રૂપે ગણાયા, આજ્ઞા તેની અઍક ફળતી, સંત સૌ ત્યાં સમાયા; સ્પર્શે આત્મા સુગરુવચને, ફેરવે એવી ચાવી,
મિથ્યા નિદ્રા ઘટતી ઘટતી, જાગૃતિ જાય આવી. ૩ અર્થ - શ્રી પરમગુરુના આપેલ શબ્દો સાચા છે. જે મંત્રરૂપે ગણાય છે. ‘મંત્ર મૂદું ગુરુ વાક્ય' શ્રી ગુરુના વાક્ય તે મંત્રનું મૂળ છે. શ્રી ગુરુએ આપેલી આજ્ઞા આરાઘે તો તે અચૂક ફળે છે. જેમ શ્રીપાળ રાજાને સિદ્ધચક્રની આરાઘના આપી તો તે ફળી અથવા શ્રેણિક રાજાના પૂર્વ ભવના ભીલના ભાવમાં જ્ઞાની ગુરુએ કાગડાનાં માંસનો ત્યાગ કરાવ્યો તો તે આજ્ઞા ઠેઠ તીર્થંકર પદ પ્રાપ્તિ સુધી તેને લઈ ગઈ ૫.પૂ.પ્રભુશ્રીજી જેવા સંત પુરુષો પણ પરમકૃપાળુદેવે આપેલ મંત્રની આજ્ઞાને આરાધી પરમગુરુમાં સમાઈ ગયા. શ્રી સદગુરુના વચનને જો આત્મા સ્પર્શે અર્થાત્ તે પ્રમાણે વર્તે તો તે એવી ચાવી ફેરવે છે કે તે વડે આત્માની અનાદિની મિા અજ્ઞાનરૂપ નિદ્રા ક્રમે ક્રમે ઘટતી જઈ તેને આત્મજાગૃતિ આવી જાય છે. જેથી તે પોતાના સ્વસ્વરૂપને પામી લે છે. ગાયા
વીરે દીથી ત્રિપદ, પણ શ્રી ગૌતમે દ્વાદશાંગી ભાળી તેમાં, પ્રગટ કરી, જો શાસ્ત્ર સૌ વિવિઘાંગી; ઉત્કૃષ્ટી એ સુગુરુ-કરુણા યોગ્ય પાત્ર પ્રકાશી,
સાચી અગ્નિ પ્રગટ થતી જો શિષ્ય વિશ્વાસવાસી. ૪ અર્થ :- ભગવાન મહાવીરે શ્રી ગૌતમ ગણઘરને ઉત્પન્નવા, વિઘેવા, યુવેવા નામની ત્રિપદી આપી. તેમાં તેમણે આખી દ્વાદશાંગી દેખાઈ; તે પ્રગટ કરી. જેના વિવિધ અંગવાળા શાસ્ત્રો બની ગયા. એ શ્રી ગુરુ ભગવંતની ઉત્કૃષ્ટ કરુણા હતી. જે યોગ્ય પાત્રમાં પ્રકાશ પામી. જેમ સાચી અગ્નિ હોય તે પ્રગટ થાય, તેમ શ્રી ગુરુ સાચા હોય અને શિષ્ય પણ શ્રી ગુરુમાં પૂર્ણ વિશ્વાસ રાખનારો હોય તો જરૂર કાર્યસિદ્ધિ થાય છે. II૪
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૪૦
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
બુઠ્ઠી બુદ્ધિ શિવભૂતિ તણી, ના શીખ્યા કોઈ શાસ્ત્ર, થાક્યા જ્ઞાની શીખવી શીખવી, બોલ કે મંત્ર માત્ર; ટૂંકો દીધો સરળ ગણી “મા રુષ મા તુષ” તેનેશ્રદ્ધા ધારી ભણ ભણ કરે બોલ એ રાત-દિને, ૫
અર્થ :- શિવભૂતિ નામના મુનિની જ્ઞાનાવરણીય કર્મના આવરણે બુદ્ધિ બુઠ્ઠી હતી. તેથી કોઈ શાસ્ત્ર શીખી શક્યા નહીં. જ્ઞાની ગુરુ તેમને શીખવી શીખવીને થાકી જઈ અંતે માત્ર મંત્રરૂપ થોડા બોલો આપ્યા. તે ‘‘મા રુષ મા તુષ’' એટલે કોઈ ઉપર રુષ એટલે રુષ્ટમાન થવું નહીં અર્થાત્ દ્વેષ કરવો નહીં અને કોઈ ઉપર તુષ એટલે તુષ્ટમાન થવું નહીં અર્થાત્ ૨ાગ કરવો નહીં; એવો ટૂંકો સ૨ળ ગણીને મંત્ર આપ્યો. તેને તે મુનિ શ્રદ્ધા રાખીને રાતદિવસ ભણ ભણ કરવા લાગ્યા. ।।૫।।
આઘાપાછી વચન ફરતાં “માષ દુર્ષ” રટાનું, જાણે પોતે વચન ગુરુનું ગોખવાનું ચલાવું; કોઈ બાઈ અડદ ઊપણે, જોઈ પૂછે : “કરો શું?'' બોલી બાઈ સરળ ગુણથી : “માત્ર તુષે મથું છું.'' ૐ
અર્થ :– આવરણવશાત્ તે મંત્રના વચનો પણ આઘાપાછા થઈ જતાં ‘માષ તુષ’ રૂપે તે શબ્દો રટાવા લાગ્યા. પણ પોતે શ્રી ગુરુના આપેલ શબ્દો જ હમેશાં ગોખે છે એમ માનવા લાગ્યા. એક વાર કોઈ બાઈને અડદ ઉપણતા જોઈ તેને પૂછ્યું કે તમે આ શું કરો છો? તે બાઈ સરળ ગુણથી એમ બોલી કે હું તો ‘માષ તુષે’ મથું છું, અર્થાત્ માત્ર એટલે અડદ અને તુષ એટલે તેના ફોતરાને હું મથીને જુદા પાડું છું, IIII
સારા ભાગ્યે સ્મરણ સરખું સુશી જાગ્યા મુનિ તે, મારે માટે વચન ગુરુનું એ જ અર્થે ઘટે છે; જુદો પાડું ગુરુ-વચનથી જીવ આ માષ જેવો, દેહે પૂર્યાં; સમજણ મળી, તુષ શો દેહ હોવો, ૭
અર્થ :— શુભ ભાગ્યોદયે આ વાત માત્ર સાંભળીને તે મુનિ જાગૃત થયા કે મારા માટે પણ શ્રી ગુરુનું આ વચન આવા કોઈ પ્રયોજન અર્થે જ છે. વિચાર કરતાં જણાયું કે શ્રી ગુરુના આ વચનથી હું પણ આ માય એટલે અડદ જેવા આત્માને આ દેહથી જુદો પાડું કે જે આ દેહરૂપ કેદમાં પુરાયો છે. આ દેહ તો એટલે ફોતરા જેવો છે. તેની મને આજે સમજણ મળી. IIII
તુષ
શ્રેણી માંડી શિવભૂતિ થયા કેવળી, વાત એવી; સાચા માર્ગે ગુરુવચનથી મંત્ર હૈ સિદ્ધિ તેવી એવી રીતે હજ્જુ નિકટ છે મંત્ર-માર્ગો યથાર્થ, આજ્ઞા પામી સુગુરુ તણી સૌ આદરો પુરુષાર્થ. ૮
અર્થ :— એમ વિચારતા વિચારતા શિવભૂતિ મુનિ શ્રેણી માંડીને કેવળી થઈ ગયા. આ વાત એવી છે કે જો માર્ગ સાચો છે અર્થાત્ શ્રી ગુરુ સાચા છે તો તેમના વચનને મંત્ર સમાન માની આરાધવાથી તે આત્મસિદ્ધિને આપે એવા છે. એવી રીતે હજી આ કાળમાં પણ યથાર્થ મંત્ર માર્ગોના આરાધનથી
Page #252
--------------------------------------------------------------------------
________________
શિવભૂતિ મુનિને બંટી આપતા ગુરુ
મારુષ માતુષ
શિવભૂતિ મુનિ
મારે પણ માષ જેવો આત્મા અને તુષ જેવું શરીર, તેને ભિન્ન કરવા જોઈએ
ભાઈ બુનિને કહ્યું માપતુષ ભિન્ન કરું છું. ણિ એટલે અડદ અને તુષ એટલે છોતરાંને જુદા પાડું છું.
એમ વિચારતાં ઉપડેલ કેવળજ્ઞાન
Page #253
--------------------------------------------------------------------------
________________
(૭૪) મંત્ર
૨૪૧
આત્મસિદ્ધિ પામવી નિકટ છે અર્થાતુ વિકટ નથી પણ સરળ છે. માટે શ્રી સદ્ગુરુ ભગવંત દ્વારા એવા મંત્રની આજ્ઞા પામી સર્વે સત્ય પુરુષાર્થને આદરો અર્થાત્ હમેશાં તે સ્મરણ મંત્રનું રટણ કર્યા કરો. Iટા
સુર્યું, મંત્રાથીન સુર, નરો, સર્પ આદિ પ્રવર્તે, સાથી મંત્રો મલિન ઉરની વાસના સાઘતા તે; લોકો તેને અચરજ ગણે, બુદ્ધિ ના ચાલતી જ્યાં;
કષ્ટ સાથે, વિપરીત ફળે, હેય માને ઘણા ત્યાં. ૯ અર્થ - એમ સાંભળ્યું છે કે મંત્રવડે દેવો, મનુષ્યો અને સર્પો આદિ પણ વશ કરી શકાય છે. આવા મંત્રોને સાથી પોતાના મનની મલિન વાસનાને અજ્ઞાની લોકો પોષે છે. સાધારણ લોકોની બુદ્ધિ તેમાં ચાલતી નથી માટે તેને આશ્ચર્યકારક ગણે છે. કષ્ટથી તેવા મંત્રોને જીવો સાથે છે અને વિપરીત ફળ પણ પામે છે. માટે તેવા મંત્રોને ઘણા હેય માને છે. પાલાા
મંત્રે મોહ્યું જગત સઘળું મોહરાજા તણા આ ઃ હું ને મારું ગણ પર વિષે ઊંઘતા સૌ મણા ના; સ્વપ્ના જેવી રમત રમતા વિશ્વમાં લોક જૂઠી,
જ્ઞાની જાગ્યા, વળી જગવવા બોઘતા બોલ, ઊઠી : ૧૦ અર્થ - મોહરાજાના મંત્રથી આખું જગત મંત્રાઈ ગયેલ છે. “હું અને મારું' એ મોહરાજાનો મંત્ર છે. પર પદાર્થો વિષે હું ને મારું ગણી જગતના સર્વ લોકો મોહનદ્રામાં ઊંધે છે. તેમ કરવામાં તેઓએ કોઈ મણા એટલે ખામી રાખી નથી. સ્વપ્નમાં રાજા બને અને જાગે ત્યારે ભિખારીનો ભિખારી, તેના જેવી વિશ્વમાં જીવો મોહવશ જૂઠી રમત રમ્યા કરે છે. પણ જ્ઞાની પુરુષો મોહનદ્રાથી જાગૃત થયા છે અને વળી જગતવાસી જીવોને જાગૃત કરવા માટે નીચે પ્રમાણે બોધ આપે છે – /૧૦ાા
“હું ના કાયા નથ મુજ કશું આટલું માનશે જે, રૈલોક્ય તે વિજય વરશે, વિશ્વ રાજા થશે તે; નિઃસ્વાર્થી આ વચન ગણીને સત્ય વિશ્વાસ ઘારો,
તો ના થાશે અસર તમને મોહની, કૉલ મારો.” ૧૧ અર્થ :- “આ શરીર નથી, અને આ જગતમાં મારું કશું નથી.” આટલું માનશે તે ત્રણ લોકમાં વિજયને પામશે અને સકળ વિશ્વનો રાજા થશે અર્થાત્ ત્રણ લોકનો નાથ થશે. આ વચનને સત્ય અને નિઃસ્વાર્થી જાણી તે પ્રમાણે વર્તે તો તમને જગતની મોહમાયાની અસર થશે નહીં. આ મારો કૉલ છે અર્થાત્ ખાતરીપૂર્વક હું આ જણાવું છું. /૧૧ના
સપો પાપી નરકગતિને યોગ્ય, મંત્ર-પ્રભાવે પાર્ચસ્વામી નિકટ, પદવી ઇન્દ્રની જો કમાવે; જ્ઞાની-યોગે રુધિર-ખરડ્યા હાથથી મોક્ષ માગે,
તેવા જીવો પણ તરી ગયા; મંત્રથી જીવ જાગે. ૧૨ અર્થ :- સર્પો પાપ કરવાથી નરકગતિને યોગ્ય છે. છતાં શ્રી પાર્શ્વનાથ ભગવાને તેને મંત્ર સંભળાવ્યો. તેમાં ચિત્તવૃત્તિનું જોડાણ કરવાથી તે ઘરણેન્દ્રની પદવીને પામ્યો.
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૪ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
જ્ઞાનીપુરુષના યોગથી ચિલાતીપુત્ર જેના હાથમાં વ્યક્તિનું માથું કાપેલું છે અને લોહીથી ખરડાયેલ હાથ સહિત જ્ઞાનગુરુ પાસે મોક્ષ માગે છે કે મુંડા મોક્ષ આપ, નહીં તો તારું માથું પણ ઉડાવી દઈશ. તેવા જીવો પણ મંત્રથી તરી ગયા. તેને શ્રી ગુરુએ “ઉપશમ, વિવેક, સંવર’એવા મંત્રરૂપે ત્રણ શબ્દોમાં મોક્ષ છે એમ જણાવ્યું. તે મંત્રરૂપ ત્રણ શબ્દોનું ચિંતન કરતાં તેનો આત્મા જાગૃત થયો અને પોતાનું કલ્યાણ સાધ્યું. એમ મંત્રથી જીવ જાગૃત થઈ શકે છે. ||૧૨ા.
આવી વાતો ગહન ઑવની મૂળ શક્તિ બતાવે, સાચા ધ્યાને પ્રગટ થઈ તે કર્મ-કોટી ખપાવે; મંત્રો સાચા પરમ પુરુષો અર્પતા તો, પદસ્થ
ઘર્મ-ધ્યાને મદદ પદની પામતાં હોય સ્વસ્થ. ૧૩ અર્થ - આવી મંત્ર સંબંધી ગહન વાતો, તે જીવની મૂળ શક્તિને બતાવે છે. તે શક્તિ સાચા આત્મધ્યાને પ્રગટ થઈ કરોડો કર્મને ખપાવે છે. આવા સાચા મંત્રોને જો પરમ જ્ઞાની પુરુષો આપે તો તે પદસ્થ ઘર્મ-ધ્યાન કહેવાય. તેની મદદથી આત્મા સ્વસ્થતાને પામે છે અર્થાત્ સ્વસ્વરૂપમાં સ્થિરતા કરે છે. જેમ પરમકૃપાળુદેવ દ્વારા અર્પિત “સહજાત્મ સ્વરૂપ પરમગુરુ” મંત્રની આરાધના કરવાથી પ.પૂ.પ્રભુશ્રીજી કે પૂ.શ્રી બ્રહ્મચારીજી પોતાના સ્વસ્વરૂપને પામ્યા. અથવા ૐ, અરિહંત, અરિહંત સિદ્ધ આદિ મંત્રોના પદનું ધ્યાન તે પદસ્થ ધ્યાન છે. ૧૩યા.
સત્ જાણો ના દં; કુમતિથી દૂર લાગે જનોને; ભ્રાંતિરૂપી પડળ નજરે, ક્યાંથી સૂઝે, કહોને? અંઘારાને વિવિઘ રીતના ભાગ પાડી તપાસો,
કોઈ ભાગે કિરણ રવિનું ત્યાં જડે? એ વિમાસો. ૧૪ અર્થ :- સત એટલે આત્મા. એ આત્માને પોતાથી દૂર જાણો નહીં. કેમકે પોતે જ આત્મા છે. પણ કુમતિ એટલે અજ્ઞાનના કારણે તે લોકોને દૂર લાગે છે. જેને આત્મભ્રાંતિરૂપી પડલ, નજર આગળ આવેલા હોય તેને કહો ક્યાંથી તે દેખાય? અંઘારાને અનેક પ્રકારે ભાગ પાડી તપાસીએ તો શું તેના કોઈ ભાગમાં સૂર્યનું કિરણ મળી શકે? ન જ મળી શકે.
સ” એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે.
સત્” જે કંઈ છે, તે “સ” જ છે; સરળ છે; સુગમ છે; અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? અંઘકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય; તેમ જ આવરણ-તિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના “સ” જણાતી નથી, અને “સ”ની નજીક સંભવતી નથી. “સ” છે, તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જુદું) છે; કલ્પનાથી “પર” (આઘે) છે;” (વ.પૃ.૨૬૭) I/૧૪
તેવી રીતે અણસમજા જે કલ્પના-ફ્લેશ-ખિન્ન, તેને ક્યાંથી સત-નિકટતા? ભ્રાંતિ ને સત્ય ભિન્ન; સત્ આત્મા છે, સરળ, સઘળે પ્રાપ્તિ તેની સુગમ્ય; તોયે તેની ગરજ જગવે યોગ તેવો અગમ્ય. ૧૫
Page #255
--------------------------------------------------------------------------
________________
(૭૪) મંત્ર
૨૪૩
અર્થ - તેવી રીતે અણસમજુ જે પોતાની કલ્પના અને ક્લેશથી સદા ખેદખિન્ન છે તેને સતુ એવા આત્માની નિકટતા એટલે પ્રાપ્તિ ક્યાંથી હોય? કેમકે દેહમાં આત્મભ્રાંતિ અને સત્ એવો આત્મા તે બેય સાવ ભિન્ન છે. આત્મા સત્ છે, અર્થાત્ જેનું ત્રણે કાળમાં હોવાપણું છે, જે સરળ છે; સુગમ છે; અને સર્વત્ર એટલે ચારે ગતિમાં તેની પ્રાપ્તિ હોય છે. છતાં તે આત્મા પ્રાપ્ત કરવાની ગરજ હૃદયમાં જાગૃત કરે એવા સપુરુષનો યોગ મળવો તો સર્વ કાળમાં દુર્લભ છે. ૧૫ના
માટે જેની દૃઢ મતિ થઈ આત્મ-પ્રાપ્તિ-સુકાજે, તેણે પોતે નથી સમજતો ઘર્મમાં કાંઈ આજે ? એવો પાકો પ્રથમ કરવો એક વિચાર વારુ,
જ્ઞાની શોઘી, ચરણ-શરણે રાખવું ચિત્ત ચારુ. ૧૬ અર્થ - માટે જેની આત્મા પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે તેણે પોતે હું ઘર્મમાં કાંઈ સમજતો નથી એવો પાકો પ્રથમ વાર એટલે ઠીક વિચાર કરવો, અને પછી જ્ઞાનીને શોધી તેના ચરણના શરણમાં ચિત્તને ચારુ એટલે સારી રીતે રોકવું અર્થાત તેની આજ્ઞામાં રહેવું એ જ કલ્યાણનો ખરો માર્ગ છે.
“માટે જેની પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી “સ”ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.” (વ.પૃ.૨૬૮) //૧૬
માર્ગ-પ્રાપ્તિ જરૃર જનને આ રીતે થાય, એવી મુમુક્ષુને પરમ હિતની વાત આ બંધુ જેવી; રક્ષા માર્ગે પ્રગટ કરતી આ જ શિક્ષા સુણાતી,
સું-વિચાર્યું પરમ પદને આપનારી ગણાતી. ૧૭ અર્થ - ઉપર પ્રમાણે પુરુષની આજ્ઞામાં વર્તવાથી લોકોને જરૂર મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય. મુમુક્ષુજનોને આ વાત બંધુ એટલે ભાઈ જેવી પરમ હિતકારી છે. ચારગતિમાં પડતાં આત્માને આ શિક્ષા ઉત્તમ માર્ગ બતાવી તેની પરમ રક્ષા કરનાર છે. આ વાતને સમ્યક પ્રકારે વિચારવાથી તે પરમપદ એટલે મોક્ષપદને આપનારી ગણાય છે.
આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બંઘવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક પ્રકારે વિચાર્યથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષદર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોઘનું બીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારજો; વિચારજો; સમજજો; સમજવા પ્રયત્ન કરજો; એને બાથ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે; એમાં “સ” જ કહ્યું છે; એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો.” (વ.પૃ.૨૬૮) //૧૭થી
નિગ્રંથોના પ્રવચન તણી દ્વાદશાંગી ગણું છું: સૌ ઘર્મોનું હૃદય સમજો, બોઘનું બીજ સાચું. સંક્ષેપે આ પ્રગટ કહીં તે વાત સંભારવાની, પુનઃ પુનઃ સમજ કરવા એ જ વિચારવાની. ૧૮
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૪૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- આ વચનોને નિગ્રંથ પુરુષોના પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી ગણું છું. એને સર્વ ઘમોંનું હૃદય(રહસ્ય) સમજો કે જ્ઞાની પુરુષના બોઘનું સંક્ષેપમાં સાચું બીજ જાણો. માટે આ વાતને ફરી ફરી સંભારજો તથા સમજપૂર્વક વિચારવા પ્રયત્ન કરજો. /૧૮ના
એવા યત્ન સતત મથતાં, બાઘકારી પ્રકારોઆવે તેમાં અરત રહીને, વૃત્તિ એમાં જ ઘારો; મુમુક્ષુને અતિ હૂંપી રીતે કથ્ય આ મંત્ર મારો,
જાણો એમાં નરદમ કહ્યું સત્ય તેને વિચારો. ૧૯ અર્થ - સમજવા માટે સતત મથતા જો કોઈ બાઘકારી કારણો જણાય તો તેમાં અરત એટલે ઉદાસીન રહીને આમાં જ વૃત્તિનો લય કરજો, અર્થાત્ બીજા કારણોને અવગણી જ્ઞાની પુરુષના શરણમાં જ વૃત્તિને લીન કરજો. કેમકે કોઈ પણ મુમુક્ષને ગુપ્ત રીતે કહેવાનો અમારો આ મંત્ર છે. આમાં નરદમ એટલે સંપૂર્ણ સત્ય જ કહ્યું છે. તેનો એકાગ્રચિત્તે વિચાર કરજો. ./૧૯ો.
એ શિક્ષાને ઘણી સમજવા કાળ અત્યંત ગાળો, થાક્યા હો જો ક્ષણિક સુખથી, સત્યનો માર્ગ ભાળો; આવી વાતો કદી કદ સુણી, હર્ષ પામી ન ચૂકો,
સાચી શોથે કમર કસીને, કાંઈ બાકી ન મૂકો. ૨૦ અર્થ - ઉપર કહેલ શિક્ષાને વિસ્તારથી સમજવા માટે ઘણો જ વખત ગાળજો. સંસારના ક્ષણિક સુખથી જો થાક્યા હો તો હવે આત્મશુદ્ધિના સત્યમાર્ગની ખોજ કરજો. આવી વાતોને કદી કદી સાંભળી હર્ષ પામી, તે સમયને ચૂકશો નહીં; પણ સાચા સપુરુષની શોઘ થયા પછી કમર કસી મરણીયા થઈ કાંઈ બાકી રાખવું નહીં; અર્થાત્ તે સત્પરુષનો દ્રઢ આશ્રય કરી, તેની આજ્ઞા આરાધી આત્મહિત અવશ્ય કરવું.
“જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિનદિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રયભક્તિમાર્ગ સિદ્ધ થાય.” (વ.પૃ.૪૫૪) I૨૦ના
વીત્યાં વર્ષો અબઘડી સુથી કેટલાંયે નકામાં, તેનું સાટું જăર વળશે, લીન વૃત્તિ થતાં ત્યાં; સાચા શબ્દો નથી હૃદયમાં સ્થાન થોડાય પામ્યા,
જેણે સાચી પકડ કરી તે આત્મ-સુંખે વિરામ્યા. ૨૧ અર્થ :- આજની ઘડી સુધી જીવનના કેટલાંય વર્ષો નકામાં ચાલ્યા ગયા. હવે જો સન્દુરુષની આજ્ઞામાં વૃત્તિ લીન થઈ ગઈ તો તેનું બધું સાટું જરૂર વળી જશે. પુરુષના કહેલ સાચા શબ્દો થોડાક પણ હજુ હૃદયમાં સ્થાન પામ્યા નથી. જેણે જ્ઞાનીપુરુષના વચનની સાચી પકડ કરી તે જીવો તો આત્મસુખમાં વિરામ પામ્યા, અર્થાતુ આત્મસુખને પામી ગયા. ર૧
આંખો મીંચી ત્વરિત-ગતિથી જીવ દોડ્યો જ દોડ્યો,
ક્યાં જાવું છે? ખબર નથી તે; વેગમાં જેમ ઘોડો; દુ:ખો ભારે ચતુર-ગતિમાં ભોગવ્યાં તે વિચારી આજ્ઞા સાચા ગુરુન પકડો, તો મળી મોક્ષ-બારી. ૨૨
Page #257
--------------------------------------------------------------------------
________________
(૭૫) છ પદ-નિશ્ચય
૨૪૫
અર્થ - જેમ અજ્ઞાનવશ આંખો મીંચીને ત્વરિત-ગતિથી જીવ જડ ક્રિયા કરીને કે શુષ્કજ્ઞાની બની દોડ્યો જ જાય છે. ક્યાં જવું છે? એની ખબર નથી; અર્થાત આત્માર્થનો લક્ષ નથી. જેમ વેગમાં ઘોડો દોડે તેમ દોડ્યું જ જાય છે. તેના ફળમાં ચારે ગતિના ભારે દુઃખો ભોગવ્યાં. તે વિચારી હવે સાચાં સદ્ગુરુની આજ્ઞાને પકડી રાખી તેની જ આરાઘના કરો, તો તમને મોક્ષમાં પ્રવેશ કરવાની બારી મળી ગઈ એમ જાણજો. રિરા
જે જાણ્યું તે ભ્રમણ-ફળનું આપનારું થયું છે, જે માનીને પરમ હિતનું ચોટ ખોટી કરી તેભૂલી સર્વે, બીર્જી નજરથી જાણવું, માનવું છે,
સાચા જ્ઞાની ઉપર ઘરીને પ્રેમ, સૌ સોંપવું રે! ૨૩ અર્થ - હમણાં સુધી જે જાયું તેનું ફળ સંસાર પરિભ્રમણ જ આવ્યું. જેના પ્રત્યે પરહિતનું કારણ જાણી ચોટ કરી તે પણ ખોટી ઠરી. માટે હવે તે સર્વેને ભૂલી, જ્ઞાની પુરુષ દ્વારા આપેલ બીજી નજર એટલે સમ્યકષ્ટિ વડે જ જાણવું છે અને માનવું છે. સાચા જ્ઞાની પુરુષ ઉપર પ્રેમ ઘરી, સર્વ મન વચન કાયા તથા આત્માને અર્પણ કરી, જીવન ઘન્ય બનાવવું એવી જે જ્ઞાની પુરુષોની શિખામણ છે તે હવે હૃદયમાં ઘારણ કરું. ર૩ી
મંત્ર મંત્રો, સ્મરણ કરતો, કાળ કાઠું હવે આ,
જ્યાં ત્યાં જોવું પર ભણી બૅલી, બોલ ભૂલું પરાયા; આત્મા માટે ર્જીવન જીંવવું, લક્ષ રાખી સદા એ,
પામું સાચો ર્જીવન-પલટો મોક્ષ-માર્ગી થવાને. ૨૪ અર્થ :- મંત્રથી જાણે મંત્રાઈ ગયો હોઉં તેમ સ્મરણ કરતો હવે મારો બાકી રહેલો જીવનનો સમય પસાર કરું. જ્યાં મારી નજર પડે ત્યાં પર વસ્તુ સંબંધીના વિકલ્પો ભૂલી પરાયા બોલો બોલવાનો પણ ત્યાગ કરું. માત્ર આત્મા માટે જીવન જીવવાનો લક્ષ રાખી મોક્ષમાર્ગી બનવા સત્પરુષની આજ્ઞા આરાઘવા હવે સાચો જીવનપલટો પામું; એજ મારી પરમકૃપાળુદેવ પ્રત્યે હાર્દિક પ્રાર્થના છે. ૨૪ો.
મંત્ર સ્મરણ કરવાથી પોતાના આત્માનું જે સહજ સ્વરૂપ છે તેની ઓળખાણ થાય. તે આત્મસ્વરૂપ પ્રગટવા માટે છ પદની વિચારણા કરી તેનો દ્રઢ નિશ્ચય કરવા યોગ્ય છે. તે અર્થે આ પાઠમાં છ પદને સંક્ષેપમાં સમજાવવામાં આવ્યા છે. તે નીચે પ્રમાણે છે :
(૭૫) છ પદ-નિશ્ચય
(હરિગીત)
ફ
ગુરુ રાજચંદ્ર-પદે નમું ઉલ્લાસ ઉરે હું ઘરી, તે પરમ પદને પામવા પુરુષાર્થને અંગીકરી;
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૪૬
પ્રાવોધ-વિવેચન ભાગ-૨
હું છ પદનો નિશ્ચય થવા બળવાન યત્નો આદરું, પણ માર્ગ-દર્શક આપ તેમાં, વચન અનુભીનું ખરું. ૧
=
અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યના ચરણકમળમાં હું હૃદયમાં ઉલ્લાસભાવ ધારણ કરીને નમસ્કાર કરું છું. જન્મ જરા મરણથી રહિત એવા પરમપદરૂપ મોક્ષપદને પામવા માટે પુરુષાર્થ કરવો જોઈએ, એ વાતને અંગીકાર કરીને, હું છ પદના નિશ્ચયને દૃઢ કરવા માટે બળવાન પ્રયત્નો આદરું, પણ હે કૃપાળુ! આપના જેવા અનુભવી પુરુષોના વચનની માર્ગદર્શકરૂપે તેમાં અત્યંત આવશ્યક્તા છે, કેમકે હું મોક્ષમાર્ગનો સાવ અજાણ છું. ||૧||
શ્રી સત્પુરુષોનાં વચન અર્મી તુલ્ય મુદ્રા એ, અહો!
શ્રી સત્સમાગમ એ અહો! મુજ લક્ષ ચોરાશી દહો;
એ લક્ષ ચોરાશી ભી નરભવનકનારે આવતા સુષુપ્ત ચેતનને હજીયે દેહ-ભાવો ભાવતા. ૨
અર્થ - · અહો ! શ્રી સત્પુરુષોના અમૃત સમાન વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, અહો કહેતા તે આશ્ચર્યકારક છે કે જે મારા ચોરાશી લાખ જીવયોનીમાં થતા અનાદિકાળના પરિભ્રમણને ટાળવા સમર્થ છે. એ ચોરાશી લાખ જીવયોનીમાં ભમી ભમીને હવે આ મનુષ્યભવરૂપી સમુદ્રના કિનારે આવી પહોંચ્યું છું, છતાં હજીએ સુષુપ્ત એટલે મોહનીદ્રામાં સુતેલા એવા મારા આત્માને દેમાં રમણતા કરવાના જ ભાવો પ્રિય લાગે છે.
“અહો સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્ઝમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત; છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર! ત્રિકાળ જયવંત વર્તો !'' (વ.-૬૩૪) ||૨||
જાગ્રત કરાવે આત્મ-ભાવો. સત્પુરુષો બોધી, જો, ભાન ભૂલવે સંગ અવળા, સ્થિરતા સત્સંગથી;
પ્રેરે સ્વભાવ અપૂર્વ ને નિર્દોષ દર્શન માત્રથી, પ્રીતિ સ્વરૂપ તણી જગાવી અપ્રમત્તે સાંકળી. ૩
અર્થ :– સત્પુરુષો પોતાના બોધબળે મારા આત્મભાવોને જાગૃત કરે છે છતાં ‘અસત્સંગ અને અસત્પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી.' તે ભાવોની જાગૃતિ સત્સંગવડે થઈ શકે. સત્પુરુષોના વચનામૃતો, પૂર્વે કદી પ્રાપ્ત થયા નહીં એવો અપૂર્વ આત્મસ્વભાવ તેને પામવાની પ્રેરન્ના આપે છે તથા વીતરાગ મુદ્રા દર્શનમાત્રથી પણ નિર્દોષ છે, તે પોતાના વીતરાગ સ્વરૂપની પ્રતીતિ એટલે શ્રદ્ધા જાગૃત કરાવી, સાતમા અપ્રમત્ત ગુણસ્થાને રહેલી સંયમરૂપ ઘ્યાન અવસ્થાને પ્રગટાવવા સમર્થ છે. ।।૩।। વીતરાગ, નિર્વિકલ્પ ભાવ જગાવી દે એ પૂર્ણતા, અંતે અયોગી ભાવથી દે પુર્ણ સુખે સ્થિરતા. આવા અપૂર્વ સુયોગનો લઈ લાભ ના અટકું હવે, પુરુષાર્થ કરી તેવો બનું, બીજા બીજું છોને લવે. ૪
Page #259
--------------------------------------------------------------------------
________________
(૭૫) છ પદ-નિશ્ચય
૨૪૭
અર્થ - તે સત્પરુષોના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, જીવને સાતમા ગુણસ્થાનથી પણ આગળ વઘારીને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત બની છેલ્લે અયોગી સ્વભાવને પ્રગટ કરી પૂર્ણ સુખરૂપ એવા અનંત અવ્યાબાઘ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર છે. આવી ત્રણે કાળ જયવંત વર્તનાર વસ્તુઓનો અપૂર્વ સુયોગ પામી, હવે તેનો લાભ લેવા કોઈ પણ કારણે અટકું નહીં. પણ અત્યંત પુરુષાર્થ આદરીને તે પદ પામવા પ્રયત્ન કરું. બીજા જીવો ભલે ગમે તેવી માન્યતા ઘરાવે કે તે સંબંથી લવે અર્થાતુ લવારી કરે પણ હું તો આ ભવમાં ઉપરોક્ત પુરુષાર્થ કરી મારા આત્મભાવને પ્રગટ કરું. //૪
પ્રથમ પદ - આત્મા છે જો પાંગળો ચઢી આંઘળાના ઝંઘ ઉપર આવતાં, ઝાંખી નજરવાળો ન દેખે, બે જણા જુદા છતાં; તે પાંગળાની આંખને અંઘા વિષે આરોપતો,
ને આંથળાના પગ વડે પંગુ ગણે છે ચાલતો. પ અર્થ - જો પાંગળો માણસ આંધળાના ખભા ઉપર ચઢીને આવતો હોય, ત્યારે જેની નજર ઝાંખી છે તેને આ બેય જણા જુદા હોવા છતાં એક દેખાય છે. તે પાંગળાની આંખને આંધળામાં આરોપે છે અને આંધળાના પગને પાંગળામાં આરોપી, જાણે પાંગળો જ ચાલી રહ્યો છે એમ માને છે.
“પાંગળો અંઘ-ખંઘે ત્યાં, પંગુની દ્રષ્ટિ અંઘમાં
આરોપ મૂઢ, તે રીતે આત્માની દ્રષ્ટિ અંગમાં.” -સમાધિશતક //પા તેવી રીતે આ દેહ ને આત્મા જુદા મૂળે છતાં, અજ્ઞાન જાણે એકરૂપે, જૂઠી દ્રષ્ટિ સેવતાં; આત્માની દ્રષ્ટિ જ્ઞાન તેને દેહમાં આરોપતો,
કાયા તણી ક્રિયા થતી તે જીવની મૂંઢ જાણતો. ૬ અર્થ - તેવી રીતે આ દેહ અને આત્મા મૂળમાં જુદા હોવા છતાં અજ્ઞાની બન્નેને એકરૂપે જાણે છે. એમ મિથ્યા છે દ્રષ્ટિ જેની એવો અજ્ઞાની જીવ, આત્માની જ્ઞાનદ્રષ્ટિને અર્થાત જાણપણાને તે દેહને વિષે આરોપે છે; અને જે ક્રિયા કાયાથી થાય છે તે ક્રિયા, જીવ કરે છે; એમ તે મૂઢ અજ્ઞાની માને છે. તેવા
આત્મા અરૂપી તેથી આંખે જોઈ કોઈ શકે નહીં; પણ પવનની શીતાદિ ગુણ કે કંપથી ખાત્રી લહી, તેવી રીતે જ્ઞાની અનુમાન ગુણો જાણી ગણે
પ્રત્યક્ષ દેહાદિથી આત્મા ભિન્ન છે જ્ઞાતા-પણે. ૭ અર્થ :- આત્મા અરૂપી દ્રવ્ય હોવાથી આંખે કોઈ જોઈ શકતું નથી. જેમ ઠંડો પવન કે ગર્મીનો શરીરે સ્પર્શ થવાથી ખબર પડે છે, કે પવનવડે કપડાં આદિ કંપાયમાન થવાથી પવન છે એમ ખાત્રી થાય છે; તેમ જ્ઞાની પુરુષો પણ અનુમાનથી આત્મા અને પુદ્ગલના ગુણધર્મોને જાણી, આત્માને દેહ આદિ પદાર્થોથી પ્રત્યક્ષ ભિન્ન ગણે છે; અને જાણવું, દેખવું એ આત્માનો સ્વભાવ છે એમ માને છે. IIના
જ્ઞાન ગુણનું સ્થાન ઑવ જો, તેના વિના શબ દેહ તો, ના યંત્રની ક્રિયા નિહાળી જીવ કોઈ માનતો;
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૪૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
જે જીવ જાણે સુગુરુ-બોઘે : “દેહ, આત્મા ભિન્ન છે,”
પ્રજ્ઞા અને વૈરાગ્યથી તેને જ સમ્યક જ્ઞાન છે. ૮ અર્થ:- જ્ઞાનગુણનું સ્થાન જીવ દ્રવ્ય છે. જીવ વિના જ્ઞાનગુણ બીજા કોઈ દ્રવ્યમાં હોતો નથી. માટે જીવ દ્રવ્ય વિના બીજા બધા દ્રવ્યો જડરૂપ છે. શરીરમાં પણ જીવ ન હોય તો તે મડદું છે, જડરૂપ છે. જેમ યંત્રને ચાલતા જોઈ આ જીવની ક્રિયા છે એમ કોઈ માનતું નથી, પણ જડની ક્રિયા માને છે. તેમ સગુરુના બોઘે જે જીવ આત્મતત્ત્વને જાણે છે તે દેહને અને આત્માને ભિન્ન માને છે. એમ પ્રજ્ઞારૂપી છીણીવડે અને વૈરાગ્યભાવથી આત્મા અને દેહ વચ્ચે જે ભેદ પાડે તેને જ સમ્યકજ્ઞાન કહ્યું છે. સાદા
ઈન્દ્રિય દેખે દેહને, મન માની લે હું દેહ છું, જો દેહ જાડો થાય પણ ના જ્ઞાન દેખાયે વઘુ, કૃશ દેહ થાતાં પણ ઘટે ના; જ્ઞાન માન ન દેહનું.
આત્મા જુદો છે દેહથી, એમાં ગણે સંદેહ શું? ૯ અર્થ - ચક્ષુ ઇન્દ્રિય શરીરને જુએ છે માટે મન માની લે છે કે હું દેહ છું. જો આત્મા દેહ હોય તો દેહ જાડો થાય ત્યારે આત્માનો જ્ઞાનગુણ પણ વઘવો જોઈએ, અને દેહ કુશ એટલે પાતળો થાય ત્યારે આત્માનું જ્ઞાન પણ ઘટવું જોઈએ, છતાં તેમ દેખાતું નથી. માટે જ્ઞાનગુણ એટલે જાણપણું એ દેહનું નથી પણ આત્માનું છે એમ હું માન. આ આત્મા દેહથી સાવ જુદો છે. એમાં તું શું સંદેહ રાખે છે? લો.
ઇન્દ્રિય મનને રોકતાં અસ્તિત્વ તેનું જો રહે, ઉપશમ અને વૈરાગ્ય વઘતાં, ભ્રાંતિ ટાળે તો લહે. જેના વિના શંકા ન હોય, તે જ આત્મા જાણ તું,
ભ્રાંતિ અનાદિની રહી, તે ટાળી આત્મા માન તું. ૧૦ અર્થ :- પાંચ ઇન્દ્રિયો અને મનની ક્રિયાને રોકતાં છતાં પણ આત્માનું અસ્તિત્વ સ્વસંવેદનરૂપે અર્થાત હું છું એમ આ દેહમાં રહે છે. પણ તેનું જ્ઞાન, કષાયભાવોને ટાળી ઉપશમગુણ પ્રગટાવીને તથા વિષયોની આસક્તિ ઘટાડી વૈરાગ્યભાવ વઘારીને જો આત્મભ્રાંતિને જીવ ટાળે તો આત્માના હોવાપણાને તે માને છે. જેના વિના આત્મા વગેરેની શંકા થઈ શકે નહીં, તેને જ તું આત્મા જાણ. આ આત્મભ્રાંતિ અનાદિથી છે, માટે હવે તેને ટાળી આત્માની દ્રઢ માન્યતા કર કે હું આત્મા જ છું પણ દેહ નથી. ૧૦ના
અસ્તિત્વ આત્માનું સદા આત્મા વિષે સૌ માનજો. વચનાદિ પરભાવો વિષે જો આગ્રહો, અજ્ઞાન તો;
જ્યોતિ નિરંતર જાગતી જો જ્ઞાનની સૌ જીવમાં,
“સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો” આ વચન રાખો ભાવમાં. ૧૧ અર્થ :- આત્માનું અસ્તિત્વ એટલે હોવાપણું, તે આત્મા વિષે જ સર્વે માનજો. મનવચનકાયા આદિ તો પરભાવો છે. તેને વિષે જો આત્મા હોવાનો આગ્રહ રહ્યો તો તે અજ્ઞાન છે અર્થાત્ એ જ મિથ્યા માન્યતા છે. સર્વ જીવોમાં જ્ઞાનની જ્યોતિ નિરંતર જાગતી સ્પષ્ટ જણાય છે. માટે સર્વ આત્માઓમાં સમાન દ્રષ્ટિ રાખી, કોઈને પણ દુઃખ આપવું નહીં. આ વચનને હૃદયમાં સદા ટંકોત્કીર્ણવત્ રાખજો, જેથી મનવચનકાયાથી કોઈ જીવની હિંસા થાય નહીં. /૧૧/
Page #261
--------------------------------------------------------------------------
________________
(૭૫) છ પદ-નિશ્ચય
૨૪૯
બીજું પદ - આત્મા નિત્ય છે અવિનાશ સર્વે મૂળ તત્ત્વો, ક્યાંય કોઈ ના ભળે; સંયોગનો વિનાશ થાતાં સૌ સ્વરૂપે જય મળે. પરમાણુ-પંજ ઘડો થયો, તે ભાગી પરમાણું થશે,
પણ કોઈ રીતે તે અણુઓ વિશ્વમાંથી ના જશે. ૧૨ અર્થ :- આ વિશ્વમાં મૂળ છ તત્ત્વો એટલે પદાર્થો છે. તે ઘર્મ, અઘર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ દ્રવ્યો છે. તે મૂળ દ્રવ્યોનો કોઈ કાળે નાશ નહીં હોવાથી તે સર્વે અવિનાશી છે. તે પદાર્થો નાશ પામીને કદી કોઈ બીજા દ્રવ્યમાં ભળી જતાં નથી. પણ સંયોગથી જે પદાર્થ બીજી અવસ્થારૂપે બન્યો હોય તે પણ સંયોગનો વિનાશ થતાં ફરીથી પોતપોતાના પદાર્થના મૂળ સ્વરૂપમાં સર્વે જઈ રહે છે. જેમકે પુદગલ પરમાણુઓનો ઢગલો ભેગો થવાથી ઘડો બન્યો, તે કાળાંતરે ભાંગી જઈ ફરીથી પરમાણુરૂપ થશે; પણ કોઈ રીતે તે પુલ પરમાણુઓ આ વિશ્વમાંથી નાશ પામશે નહીં.
“હોય તેહનો નાશ નહીં; નહીં તેહ નહીં હોય;
એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.” -શ્રીમદ્ રાજચંદ્ર /૧૨ા. આત્મા અસંયોગી મૂળે, ના નાશ તેનો સંભવે, જો નાશ પામે તેમ હો, તો હોય ના આજે હવે; પર્યાય પલટાતા છતાં ના તત્ત્વનો કદી નાશ છે,
જે દ્રવ્ય અત્યારે જણાય તે ત્રિકાળ રહી શકે. ૧૩ અર્થ - આત્મા મૂળમાં અસંયોગી દ્રવ્ય છે. તેની ઉત્પત્તિ કોઈ પણ દ્રવ્યના મિશ્રણથી થઈ શકતી નથી. માટે તેનો કોઈ કાળે નાશ થવો પણ સંભવતો નથી. જો આત્મા નાશ પામે એમ હોત તો પૂર્વ જન્મમાં જ નાશ પામી ગયો હોત. આજે તેનું અસ્તિત્વ અહીં હોત નહીં. દ્રવ્યની પર્યાય એટલે અવસ્થા પલટાતાં છતાં પણ તે મૂળ તત્ત્વો અર્થાત્ દ્રવ્યોનો કોઈ કાળે નાશ નથી. જે છ દ્રવ્યો અત્યારે જણાય છે તે ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણે કાળમાં રહેશે; તે કદી પણ નાશ પામશે નહીં. /૧૩
ક્રોથાદિ સર્પાદિ વિષે સાબિત પૂર્વ ભવો તણી, મફૅરાદિ જાતિ-વૈર ઘારે, તે ન આ ભવ-લાગણી; જાતિ સ્મૃતિ પામે ઘણા, તે પૂર્વ ભવ સાચા લહે,
પ્રત્યક્ષ અવધિ આદિ પામે તે પ્રગટ દેખી કહે. ૧૪ અર્થ - સર્પાદિ પ્રાણીઓમાં જે ક્રોધાદિ કષાયનું વિશેષપણું છે તે પૂર્વ ભવોની સાબિતી સિદ્ધ કરે છે. મોર આદિને સાપ આદિ પ્રત્યે જાતિ વેર છે. તે આ ભવનું નથી. પણ પૂર્વ ભવથી લાવેલા વૈરના સંસ્કાર સૂચવે છે. જે જાતિસ્મરણજ્ઞાન પામે તે પૂર્વ ભવ સાચા છે એમ માને છે અને જે પ્રત્યક્ષ અવધિજ્ઞાન આદિ પામે છે તે તો પૂર્વ ભવોને પ્રગટ દેખી તેની વિગત જણાવે છે. ૧૪ો.
આ સત્ય નિત્યપણાતણું જે ઉરમાં દ્રઢ ઘારશે, તે થાય નિર્ભય, અમર; તેને કોણ, ક્યારે મારશે?
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૫૦
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
કેાઈ વખતે પૂર્વ ભવમાં આત્મા નથી માર્યો ગયો, તો કેમ આ ભવમાં હવે આત્મા મરે? નિર્ભય થયો. ૧૫
અર્થ :— ‘આત્મા દ્રવ્યે નિત્ય છે’ આ આત્મા પૂર્વ ભવમાં હતો તેથી આજે છે, અને આજે છે તે સર્વ
-
કાળ રહેશે એવી દૃઢ શ્રદ્ધા જે હૃદયમાં ઘારણ કરશે તે આત્મા નિર્ભય થશે. અને પોતાને અમર માનવાથી તેને મૃત્યુ આદિ કોણ અને ક્યારે મારી શકે? 7 મે મૃત્યુ તો મિતિ:' મને મૃત્યુ જ નથી તો મારે તેનો ભય શો? પૂર્વે કોઈ પણ ભવમાં કોઈ પણ વખતે આત્મા માર્યો ગયો નથી તો હવે આ ભવમાં તે આત્મા કેમ મરે ? નહીં જ મરે. માટે એવી સાચી વાતને માન્ય કરવાવાળો તો નિર્ભય થઈ ગયો. ।।૧૫।।
જો જાય ચિંતા મરણની તો અન્ય ચિંતા ના કરે, શાને ચહે તે સંગ બીજા? તે અસંગપણું વર્ષ. દેહાદિ સંયોગો અવિનાશી માનતા વૈરાગ્ય જે, આત્મા મનોહર નિત્ય જાણી, ભાવતા સદ્ભાગ્ય તે. ૧૬
-
અર્થ :— જો મરણની ચિંતા સમ્યક્ત્તાનના બળે ટળી ગઈ તો તે રોગાદિ આવતાં પણ મરણનો ભય પામે નહીં. આવા પુરુષો રાગી કે મોહી જીવોના સંગને શા માટે ઇચ્છે? તે કાળે કરીને અસંગપણાને પામશે. જે વૈરાગી જીવો દેહ આદિના સંયોગોને વિનાશકારી માને છે, તે સદ્ભાગી જીવો આત્માને જ મનોહર અને નિત્ય જાણી પ્રતિદિન આત્મભાવનાને ભાવે છે કે ‘હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું.’ એમ આત્મભાવના ભાવતાં, શુદ્ધના લક્ષે શુભમાં તે કાળ નિર્ગમન કરે છે. ।।૧૬।।
ત્રીજું પદ - આત્મા કર્તા છે
સર્વે પદાર્થોં કાર્ય પોતાનું સદા વિષે કરે, તે કાર્યથી જાણો બઘા જુંદાપણું પોતે ઘરે;
આત્મા કરે છે જાણવાનું કાર્ય જો નિજ ભાનમાં, વર્તે નહીં નિજ ભાનમાં ત્યાં કર્મ-કર અજ્ઞાનમાં, ૧૭
અર્થ :— જગતમાં રહેલા સર્વ પદાર્થો પોતપોતાનું કાર્ય સદા કર્યા કરે છે. જડ પદાર્થો જડરૂપે પરિણમે છે અને ચેતન પદાર્થો ચેતનરૂપે પરિણમે છે, તે તે કાર્યથી બધા પદાર્થો પોતપોતાનું અસ્તિત્વ જુદું ઘરાવે છે, આત્મદ્રવ્ય જ્યારે નિજ ભાનમાં હોય ત્યારે માત્ર જાણવાનું કાર્ય કરે છે; અર્થાત્ જ્ઞાતા દૃષ્ટા રહે છે. પણ જ્યારે આત્મા નિજ ભાનમાં નહીં વર્તે પણ વિભાવમાં પ્રવર્તે ત્યારે તે અજ્ઞાનવશ નવીન કર્મનો કર્તા બને
છે ।।૧૭।
રાગાદિની ક્રિયા વિભાવ જ કર્મયોગે જે થતી, તે તેલવાળા હાથ પર રજ જેમ કર્મો લાવતી; બંઘાય કર્યો જે શુભાશુભ, તે જ સુખદુખ આપતાં,
વિચિત્રતા જગમાં જણાતી ગૂઢ તે સમજાવતાં. ૧૮
અર્થ :- રાગદ્વેષાદિ ભાવોવર્ડ જે ક્રિયા થાય તે વિભાવ જ છે. તે કર્મના યોગથી થાય છે. જેમ
Page #263
--------------------------------------------------------------------------
________________
(૭૫) છ પદ-નિશ્ચય
૨૫૧
તેલવાળા હાથ હોય તો ૨જ એટલે ધૂળ આવીને ચોટે, તેમ રાગદ્વેષાદિ ભાવો હોય તો નવીન કર્મો આવીને આત્મા સાથે ચોટે છે. રાગદ્વેષવડે જે શુભાશુભ કર્મો બંધાય છે, તે જ જીવને સુખદુ:ખના આપનાર થાય છે. તેને લઈને જગતમાં વિચિત્રતા જણાય છે. આ કર્મનું સ્વરૂપ સમજાવવું ઘણું ગૂઢ છે.
સૌ રંક રાજા કર્મ-આર્થીન યોગ્ય કુળ ઊપના, જો કર્મ પૂર્વ તણાં ન માનો તો ઊઠે સંશય ઘણા— ઈશ્વર કરે છે સર્વે એવું માનતાં પુરુષાર્થનો અવકાશ કોઈ ના રહે, હિત સાધવા ન સમર્થ, જો. ૧૯
અર્થ :– સર્વ અંક એટલે ગરીબ અથવા રાજા, પોતપોતાના કર્મને આધીન યોગ્ય કુળમાં જન્મ પામ્યા છે. એમનો આ કર્મનો ઉદય પૂર્વભવનો ન માનીએ તો અનેક પ્રકારની શંકાઓ ઊભી થાય છે. અથવા આ બધું ઈશ્વર કરે છે એમ માનીએ તો પુરુષાર્થને કોઈ અવકાશ રહેતો નથી. અને જો પુરુષાર્થ જીવો ના કરે તો પોતાના હિતને સાધવા તે સમર્થ બની શકતા નથી. ।।૧૯।
ના બંઘ-મોક્ષ ઘટે, પછી ઉપદેશ કરવો વ્યર્થ તો, જીવ યંત્ર સમ ગણવારૂપે સિદ્ધાંત માત્ર અનર્થનો; કરતો નથી જીવ કાંઈ એવું માનનારાને સદા સંસારનાં દુઃખો શિરે વવાં પડે એ આપદા. આત્મા સદાય અસંગ માને, મોક્ષ તેનો ના ઘટે, દુઃખી દશાથી છૂટવા સૌ થર્મ-ઉપદેશો ૨ટે. ૨૦
અર્થ :— જીવને બંઘ કે મોક્ષ કાંઈ છે નહીં. એમ જો માનીએ તો પછી તેને ઉપદેશ કરવો વ્યર્થ છે. જીવને જો યંત્ર સમાન બીજા ચલાવે એમ ગણીએ તો કર્મ કરવા વગેરેના સિદ્ધાંતો અર્થ વગરના છે. આ જીવ કાંઈ કરતો જ નથી એવું માનનારાઓને પણ સદા સંસારના દુઃખો શિરે વહેવા પડે છે, જે આપત્તિરૂપ છે. જે મત આત્માને સદાય અસંગ માને, તે આત્માનો મોક્ષ કરવો ક્યાં રહ્યો. જ્યારે સર્વે મતદર્શનવાળાઓ પોતાની દુઃખી દશાથી છૂટવા માટે ધર્મના ઉપદેશોને રહ્યા કરે છે. ।।૨ણા
માયા, પ્રકૃતિ, કર્મ માનો વાસના, સંસ્કાર વા; આત્મા તણી તે પ્રેરણા-ક્રિયા વિના સંસાર ના. સંસાર-કર્તા જીવ માનો, તો જ કર્તા મોક્ષનો, વિભાવ કર્માીન હૂઁઢે, કર્યાં ગયે; નિષ્પક્ષ જો. ૨૧
અર્થ :— વેદાંત જગતને ઈશ્વરની માયા માને, સાંખ્ય મતવાળા પચ્ચીસ પ્રકૃતિ માને, કોઈ મતવાળા વાસનાને કર્મ માને અથવા બૌદ્ધ મતવાળા આત્માને ક્ષત્રિક માને અને કહે છે કે એક આત્મા બીજા આત્માને સંસ્કાર આપી જાય છે. પણ આ બધામાં આત્માની પ્રેરણારૂપ ક્રિયા વિના જીવને સંસાર હોઈ શકે નહીં. ‘હોય ન ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ.’’ પોતાના સંસારનો કરનાર જીવને માનીએ તો જ તે સર્વ કર્મોને છોડી મોક્ષનો પણ કર્તા બની શકે તથા કર્મને આધીન રહેલા વિભાવ ભાવો તો જ છૂટે, અને કર્મોનો નાશ થયે તે રાગદ્વેષના પક્ષથી રહિત થયો અર્થાત્ વીતરાગ થયો. અને વીતરાગી આત્મા જ મોક્ષને પામી શકે છે. શરણા
Page #264
--------------------------------------------------------------------------
________________
૨ ૫ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ચોથું પદ - આત્મા ભોક્તા છે કર્તા પ્રમાણે જીવનું ભોક્તાપણું સમજાય છે, જેવું કરે તેવું સદા ફળ ભોગવે સૌ ન્યાય એ. વિભાવમાં વર્તે તદા કર્મો શુભાદિ ભોગવે,
વર્તે સ્વભાવે તો ચિદાનંદી સ્વભાવો ભોગવે. ૨૨ અર્થ - જીવમાં પરિણમન ક્રિયા કરવાનો સ્વભાવ છે, માટે તે કર્તા બને છે. અને કર્તા પ્રમાણે જીવનું ભોક્તાપણું સમજાય છે. જેવી ક્રિયા તે કરે તેવું ફળ સદા તે ભોગવે એવો ન્યાય છે. જ્યારે આત્મા વિભાવ ભાવોમાં વર્તે ત્યારે તે પ્રમાણે શુભ અશુભાદિ કર્મો બાંધી તેના ફળને ભોગવે છે. અને જ્યારે તે પોતાના શુદ્ધ સ્વભાવમાં વર્તે ત્યારે આત્માના ચિદાનંદમય સ્વભાવને ભોગવે છે. રા
વિકલ્પ કર્મોથી થતા કર્તા તથા ભોક્તા તણા, કર્મો ગયે સ્થિરતા સ્વભાવે, એ જ નિજભોગો ગણ્યા. ભાવો શુભાશુભ બીજ, ઊગે ચાર ગતિ સંસારની,
સુખ-દુઃખ પામ્યો ત્યાં ઘણું; ગતિ શાશ્વતી ભવપારની. ૨૩ અર્થ :- પૂર્વે બાંધેલા કર્મોના ઉદયે, વિભાવભાવથી જીવને કર્મ કરતી વખતે કે તે તેના ફળ ભોગવતી વખતે, સંસારી જીવને અનેક વિકલ્પો થાય છે. પણ તે કર્મો નાશ પામી જ્યારે આત્માની પોતાના સહજ સ્વભાવમાં સ્થિરતા થાય છે, ત્યારે તે પોતાના સ્વભાવનો જ ભોક્તા ગણાય છે. જે શુભાશુભ ભાવો થાય છે, તે ચાર ગતિરૂપ સંસારનું બીજ છે. તે શુભાશુભ કર્મના ફળમાં હું ચાર ગતિમાં ઘણું સુખદુઃખ પામ્યો. હવે શાશ્વતી ગતિ સમાન મોક્ષને પામી સંસારરૂપ સમુદ્રથી પાર ઊતરી જાઉં, એવી મારી અભિલાષા છે. ૨૩ી
માયાવી સુખો દેહનાં દુઃખો ગણો, ફળ કર્મના; લાગે સુખો એ મોહથી ત્યાં સુધી જીવ અથર્મમાં; દ્રષ્ટિ યથાર્થ થયે જણાશે હેય જગ-સુખ-દુઃખ જો,
જીંવ કર્મ-ફળસૌ યાર્થી, પુરુષાર્થ કરી શિવસેખ તો. ૨૪ અર્થ:- આ દેહના ઇન્દ્રિયસુખો તે માયા મોહ કરાવી જીવને દુઃખી કરનાર છે, માટે તેને દુઃખો જાણો. તે કર્મના ફળથી ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી જીવને મોહથી આ ઇન્દ્રિયસુખો સુખરૂપ લાગશે ત્યાં સુધી જીવ અઘર્મમાં છે અર્થાત્ વિભાવમાં છે, સ્વભાવમાં નથી. સગુરુ દ્વારા જ્યારે તેની દ્રષ્ટિ સમ્યક થશે ત્યારે તેને આ જગતના સુખદુઃખો હેય એટલે ત્યાગવારૂપ જણાશે. અને કર્મના ફળમાં સમભાવ રાખી, તે કમને સર્વથા ત્યાગી, સત્ય પુરુષાર્થ આદરીને તે જીવ મોક્ષસુખને પામશે. ૨૪
પાંચમું પદ - મોક્ષપદ છે શૃંગાર, કુતૂહલ ભાવ કે આનંદ ઇન્દ્રિયો તણો કાયા વિના નથી મોક્ષમાં, તો મોક્ષ એ શા કામનો? એવું ભવાભિનંદ બોલે, તે વિબુઘ વિચારશેઃ ઇન્દ્રિય-સુખ દુઃખના મૂળ, રોગના ઉપચાર છે - ૨૫
Page #265
--------------------------------------------------------------------------
________________
(૭૫) છ પદ-નિશ્ચય
૨૫૩
અર્થ - શરીરના અલંકાર, કપડાં આદિથી થતાં શૃંગાર, હસવા આદિ વિનોદના ભાવો કે પાંચ ઇન્દ્રિયોના વિષયોનો આનંદ, તે શરીર વગરના મોક્ષમાં નથી. તો એવો મોક્ષ જીવને શા કામનો? એવું ભવાભિનંદી એટલે સંસારમાં આનંદ માનનાર જીવો બોલે છે. પણ તે બાબત વિબુધ એટલે જ્ઞાની પુરુષો તો એમ વિચારે છે કે તે ઇન્દ્રિય સુખો જ દુઃખના મૂળ છે અને માત્ર ઇચ્છારૂપી રોગના ઉપચાર છે. રપા
તૃષા વિના પાણી ન ભાવે, ભૂખ તો ભોજન ભલું, તૃષ્ણારૂપી અગ્નિ બળે તેનું શમન સુખ-થીંગડું; જે ક્ષણિક, વિધ્રોથી ભર્યું, આઘાર પરનો માગતું,
સમતા હરે ઇન્દ્રિય-સુખ તે દુઃખ બુથને લાગતું. ૨૬ અર્થ - હવે ઇન્દ્રિય સુખો કેવી રીતે રોગના ઉપચાર છે તે જણાવે છે. જેમકે તરસનું દુઃખ ન ભોગવે ત્યાં સુધી પાણી ભાવે નહીં. ભૂખનું દુઃખ પહેલા ભોગવે નહીં તો ભોજન ભલું લાગે નહીં. તે પાંચ ઇન્દ્રિયોના વિષયો ભોગવ્યા પછી પણ તેને વિશેષ મેળવવાની તૃષ્ણારૂપી અગ્નિ જ્યાં સદા બળતી રહે, એવા ક્ષણિક સુખોવડે ઇચ્છાઓનું શમન કરવું તે માત્ર સુખના થીંગડા સમાન છે; પણ વાસ્તવિક સુખ નથી. ઇન્દ્રિયસુખો ક્ષણિક છે, અનેક વિદનોથી ભરપૂર છે, સુખ માટે પરવસ્તુનો આઘાર માગે છે તથા સમતા એટલે આત્મશાંતિને જે વિકલ્પો કરાવી હરી લે એવા ઇન્દ્રિયસુખો તે બુઘ એટલે જ્ઞાની પુરુષને તો માત્ર દુઃખરૂપ ભાસે છે. //રકા
ઇન્દ્રિય-વૃત્તિ જીતતાં, ઉપશમ સમાધિ-સુખ છે, તે મોક્ષ-સુખની વાનગી, અભ્યાસ પૂર્વે મોક્ષ દે; પરમાત્મપદમાં મગ્ન તેને સુખની ખામી નથી,
શૃંગાર શાને તે ચહે? શાંતિ ખરી સ્ત્રી તો કથી. ૨૭ અર્થ - ઇન્દ્રિયના વિષયોને જીતવાથી પ્રગટેલ ઉપશમસ્વરૂપ સમાધિસુખ એટલે આત્માની સ્વસ્થતા, તે મોક્ષસુખની વાનગી છે. તેના બળે સંપૂર્ણ વિષયકષાયને જીતવાનો અભ્યાસ કરવાથી જીવ મોક્ષને પામે છે. જે પરમાત્મપદમાં એટલે સ્વરૂપાનંદમાં મગ્ન છે તેને સુખની કંઈ ખામી નથી. એવા જ્ઞાની પુરુષો શરીરના બનાવટી શ્રૃંગારને કેમ ઇચ્છે? તેઓ આત્મશાંતિરૂપ ખરી સ્ત્રીને પામી ગયા. તેથી પરાધીન, ક્ષણિક, વિનોથી ભરપૂર એવા ઇન્દ્રિયસુખ પ્રત્યે તેમની ઇચ્છા નથી. //રશા
ક્લેશ ઘટતાં સુખ વઘતું દેખાય, તે ઉત્કૃષ્ટ જ્યાં, તે પૂર્ણ પદને મોક્ષ માનો, સર્વ કર્મો જાય ત્યાં; તન-મન તણાં દુઃખો ગયે, ગંભીર શાંત સમુદ્ર શો
ત્યાં ચંદ્ર-ચંદ્રિકા સમો આત્મા સહજ સુખ-શામ જો. ૨૮ અર્થ :- સંસારના કષાય ક્લેશ ઘટતાં જીવને આત્માનું સુખ વઘતું જણાય છે. તે સુખ જ્યાં ઉત્કૃષ્ટતાને પામે તે પૂર્ણ પદને મોક્ષ માનો; કે જ્યાં સર્વ કર્મોનો નાશ થાય છે. શારીરિક કે માનસિક સર્વ દુઃખોનો નાશ થવાથી આત્મા શાંત બની સમુદ્ર જેવો ગંભીર થાય છે તથા ચંદ્રમાની શીતળ ચાંદની સમાન પોતાની નિર્મળ સહજ સુખધામ અવસ્થાને સર્વકાળને માટે પામે છે. [૨૮ાા
Page #266
--------------------------------------------------------------------------
________________
૨ ૫૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ના જન્મ-મૃત્યુ મુક્ત ઑવને, પૂર્ણ શુદ્ધિ શાશ્વતી. સિદ્ધિ અનાદિ કાળ સમ; સાદિ, અનંત જુદી રીતિ. લોક-શિખરે સિદ્ધ જીંવ સૌ, બહુ દીપ-તેજ-સમૂહ શા,
જ્યાં એક ત્યાં જ અનંત વસતા, એમ હોય વિરોઘ ના. ૨૯ અર્થ - મોક્ષમાં વિરાજમાન મુક્ત જીવને જન્મ કે મરણ નથી. તેને શાશ્વતી પૂર્ણ આત્મશુદ્ધિ પ્રાપ્ત થયેલ છે. અનાદિકાળથી જીવો સિદ્ધિને પામતા આવ્યા છે. તેના સમાન આ જીવની પણ પૂર્ણ શુદ્ધિ થવાથી મોક્ષની સાદિ થઈ અર્થાત્ શરૂઆત થઈ, પણ હવે તેનો કોઈ કાળે અંત આવશે નહીં. એવા અનંત મોક્ષસુખને પામ્યા તે જુદી રીતિ છે અર્થાત્ તે કોઈ રીતે પણ પાછો કદી અવતાર લેશે નહીં. પણ ત્યાં જ અનંત કાળ સુધી આત્માના અનંત સુખમાં બિરાજમાન રહેશે. લોકના શિખરે એટલે લોકાંતે સર્વ સિદ્ધ જીવો જાણે ઘણા દીપકનો તેજ સમૂહ એકઠો થયો હોય તેમ બિરાજે છે. જ્યાં એક સિદ્ધ છે તે જ સ્થાને અનંત સિદ્ધો વસે છે, છતાં પરસ્પર કોઈ વિરોઘ આવતો નથી; કારણ કે તે બઘા અરૂપી છે. રિયા
આ મોક્ષતત્વે જે ઘરે શ્રદ્ધા, સુઘર્મે તે ટકે, મુમુક્ષતા તે યોગ મોટો સક્રિયા સાથી શકે; આ પાંચ પદને જે વિચારે, તે જ તૈયારી કરે,
પોતે કમર કસી મોક્ષ લેવા; પાછી પાની ના ઘરે. ૩૦ અર્થ :- આ મોક્ષ તત્ત્વમાં જે શ્રદ્ધા ઘરાવે તે જ સઘર્મમાં ટકી શકે. એવા મોક્ષપદને પામવા મુમુક્ષુતા પ્રાપ્ત કરવી તે મોટી યોગ્યતા છે; જેના વડે જીવ સક્રિયાને સાધી શકે. આ મોક્ષ સુધીના પાંચ પદને જે સમ્યક્ પ્રકારે વિચારે તે જ આત્મા મોક્ષ મેળવવા માટે તૈયારી કરી શકે. અને તે જ પોતે કમર કસી મોક્ષ લેવા મથે અને પાછી પાની કદી કરે નહીં. If૩૦ના
છઠું પદ - તે મોક્ષનો ઉપાય છે નાસ્તિક સરખા બોલતા : “ઉપાય મોક્ષ તણો નથી; સર્યું હશે તો પામશું, કોટી ઉપાય કરો મથી.” ચક્રાદિ સાઘનથી ભલા, કુંભાર જો વાસણ કરે;
તું આમ માની ઢીલ ઘમેં આદરી આળસ ઘરે. ૩૧ અર્થ :- નાસ્તિક જેવા લોકો એમ કહે છે કે આ મોક્ષ પ્રાપ્તિનો કોઈ ઉપાય નથી. ભાગ્યમાં જેવું લખ્યું હશે તેવું જ પામીશું; ભલે મથીને તમે કરોડો ઉપાય કરો. જુઓ સર્જિત હતું તો માટીમાંથી ચક્ર, દંડ અને કુંભારવડે ઘડો બની ગયો. તું આમ માનીને ઘર્મના કામમાં ઢીલ કરે કે આળસ કરે પણ તે યોગ્ય નથી. /૩૧ાા.
તૃપ્તિ હશે જો સર્જી તો, આહાર વિના પણ થશે, એવું ગણી ના બેસતો તું; કેમ ખાવાને ઘસે? કારણ વિના ના કાર્ય થાયે, એમ તુજ વર્તન કહે,
ઉદ્યમ કરે છે પાપ-કર્મો, ઘર્મ દૈવાથન લહે. ૩૨ અર્થ :- તેની સાથે તું એમ કેમ માનતો નથી કે જો મને તૃપ્તિ થવાની લખેલી હશે તો તે આહાર
Page #267
--------------------------------------------------------------------------
________________
(૭૫) છ પદ-નિશ્ચય
૨ ૫ ૫
વગર પણ થઈ જશે. એવું માની તું કેમ બેસી રહેતો નથી; અને ખાવા માટે કેમ દોડે છે. પણ કારણ વગર કોઈ કાર્ય બનતું નથી. એમ તારું જ વર્તન જણાવે છે. પાપકાર્યમાં તો તું ઉદ્યમ કરે છે અને ઘર્મકાર્ય ભાગ્યને આધીન જણાવે છે. એ તારી માન્યતા મિથ્યા છે; યથાર્થ નથી. ૩રા
સમ્યક ગુણો જે જ્ઞાન, દર્શન, ધ્યાન, સંયમરૂપ જે, તે મોક્ષ-કારણ સત્ય છે; ત્યાં કેમ સંશય થાય છે? સૌ સત્ય કારણ સાઘતા, પણ મોક્ષ સાથે ના મળે,
તો કેમ ફળમાં ભેદ દીસે? એ જ સંશય ના ટળે. ૩૩ અર્થ - મોક્ષપ્રાપ્તિના સાચા કારણો જે સમ્યકજ્ઞાન, દર્શન, ધ્યાન, સંયમરૂપ આત્માના ગુણો છે; તેમાં તને કેમ સંશય થાય છે? તેના જવાબમાં જિજ્ઞાસુ કહે છે કે સર્વ જીવો મોક્ષના સાચા કારણો સાધતા છતાં બઘાને મોક્ષ સાથે કેમ મળતો નથી. મોક્ષ પ્રાપ્તિના ફળમાં ભેદ કેમ દેખાય છે? અર્થાતુ કોઈ જલ્દી મોક્ષ પામે અને કોઈ લાંબા કાળે પામે. એ શંકા મને થાય છે; તે ટળતી નથી. [૩૩ના
બહુ કર્મરૂપી ઇંઘનોને કાળ બહુ બળતાં થતો, ને અલ્પ સંચય હોય તે તો અલ્પ કાળે બળી જતો; કારણ વિષે છે સત્યતા જો, તુર્ત પુરુષાર્થે વળો,
વર્ષા થતાં ખેડૂત વાવે ઘાન્ય; નરભવ આ કળો. ૩૪ અર્થ - કર્મરૂપી લાકડા ઘણા હોય તો તેને બળતાં ઘણો કાળ જાય અને અલ્પ કર્મોનો સંચય હોય તો અલ્પ કાળમાં તે બળી જાય. માટે જો તમે પામેલા મોક્ષના કારણો સાચા હોય, તો તુર્ત પુરુષાર્થને આદરો. જેમ વરસાદ થતાં ખેડૂત ઘાન્યની વાવણી કરે છે, તેમ મોક્ષ મેળવવા માટે આ નરભવને સીજન સમાન જાણી અમૂલ્ય અવસરનો હવે જરૂર લાભ લઈ લો. If૩૪
સમ્યક ગુણો સાથી ગયા મોક્ષે ઘણા, તે આદરો; વૈરાગ્ય, ભક્તિ આદિ સાઘન સુગુરુ-આજ્ઞાથી કરો, એકાંત વાદ ના ખળો, સ્વાવાદ સત્ય બતાવતો,
સર્વજ્ઞ-વાણી ભવ-કપાણી જાણ શૌર્ય બઢાવજો. ૩૫ અર્થ – સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર આદિ ગુણોને સાધ્ય કરી ઘણા પૂર્વે મોક્ષે ગયા. તે માર્ગને તમે પણ આદરો. તથા વૈરાગ્ય, ભક્તિ આદિ મોક્ષના સાઘન સગુરુ આજ્ઞાનુસાર કરો. એકાંતવાદમાં કદી ખળી રહેશો નહીં. પણ સ્યાદ્વાદયુક્ત વીતરાગ માર્ગ જ સત્યને બતાવનાર છે. તે સ્યાદ્વાદ સર્વજ્ઞ પુરુષો દ્વારા ઉપદિષ્ટ વાણીમાં રહેલ છે. માટે ભગવાનની વાણીને સંસાર હણવા અર્થે કૃપાણી એટલે તલવાર સમાન માની, તે પ્રમાણે વર્તવા આત્મશૌર્ય એટલે આત્માની શૂરવીરતામાં વિશેષ વૃદ્ધિ કરજો. ૩પી.
સૌ દર્શનો છે રત્ન છૂટાં, સૂત્ર આ સ્યાદ્વાદથી માળા મનોહર મોક્ષ-સુખો આપતી ઉલ્લાસથી કુળાગ્રહો તર્જી સત્ય પામો એ જ અંતે વિનતી,
સંક્લેશથી જગ દુઃખી છે, તે ક્લેશ ટાળે સુમતિ. ૩૬ અર્થ – બીજા બધા દર્શનો એટલે ઘર્મો તે છૂટા રત્ન સમાન છે. તે બધા ઘર્મોને સ્યાદ્વાદરૂપી
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૫ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સૂત્રમાં એટલે દોરામાં ગુંથવાથી મનોહર માળા બને છે. તે સ્યાદવાદરૂપ માળા વસ્તુના વાસ્તવિક તત્ત્વને બતાવી, આત્માને ઉલ્લાસિત કરી, મોક્ષના સુખોને આપે છે. માટે કુળના આગ્રહો તજી, બઘા સત્ય આત્મતત્ત્વને પામો. એ જ અંતે અમારી સર્વને વિનતી છે. કેમકે મતાગ્રહ આદિમાં રાગદ્વેષ વગેરેના સંક્લેશ પરિણામથી આખું જગત દુઃખી છે. તે કષાય ક્લેશને કોઈ સન્મતિમાન જ ટાળી શકે. ૩૬ાા
સમ્યક્ સમજ નિત્યે વસે આ છ પદના વિચારમાં, સંક્ષેપથી સુણી હવે રુચિ ઘરો વિસ્તારમાં. આત્માનુભવી મોટા પુરુષે વાત કહી, લ્યો લક્ષમાં;
“મારું જ સારું” માન ના ઊંઘો મહાગ્રહ-પક્ષમાં. ૩૭ અર્થ:- આ છ પદના વિચારમાં હમેશાં સાચી સમજ સમાયેલી છે. તેને સંક્ષેપમાં અહીં સાંભળી. હવે આ છ પદનો વિસ્તાર જાણવામાં રુચિ ઉત્પન્ન કરો. આત્માનુભવી મોટા જ્ઞાની પુરુષોએ આ વાત કહી છે; માટે તેને જરૂર લક્ષમાં લ્યો. “મારું જ સારું.' એમ માની હવે મતાગ્રહના પક્ષમાં ઊંઘો નહીં, પણ જાગૃત થાઓ. |૩૭ના
“સારું જ મારું” માનવું છે, એમ ઘારી શોઘજો;
જ્યાં સત્ય વિચારે ઠરે મન, સત્ય તે આરાઘજો. આ દોષઃ “હું, મારું” અનાદિ સ્વપ્ર સમ, તે ટાળજો,
તે ટાળવા આ છ પદ ભાખ્યાં; સુજ્ઞ જન, મન વાળજો. ૩૮ અર્થ :- “જે સારું તે મારું' એમ ઘારીને સત્યની શોઘ કરજો. અને જ્યાં સત્ય મળી આવે. અને તેના વિચારવડે મન જો શાંતિ પામે, તો તે સત્યને જ આરાધજો. ‘હું અને મારું આ દોષ અનાદિકાળનો છે, તે સ્વપ્ન સમાન છે. સ્વપ્નમાં જોયેલું તે જાગતા મિથ્યા કરે છે, તેમ યથાર્થ રીતે જોતાં આ દેહમાં ‘હું' પણાની અને કુટુંબ ઘનાદિમાં મારાપણાની માન્યતા આ દેહ છોડતાં મિથ્યા ઠરે છે. માટે એવી મિથ્યા માન્યતાને ટાળજો. તે ટાળવા માટે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તેથી સુજ્ઞ પુરુષો આ માન્યતાને સ્વીકારવા તરફ પોતાના મનને અવશ્ય વાળજો. ૩૮
રે! માત્ર પોતાનું સ્વરૂપ, તે સ્વપ્ર-ભાવથી ભિન્ન છે, ઑવ એ પરિણામે પરિણમતાં પરમ સમ્યકત્વ લે; સમ્યકત્વ પામી મોક્ષ પામે, લાભ એ મોટો ગણો!
વિનાશી, અન્ય અશુદ્ધ ભાવોમાં જતો ભવ આપણો- ૩૯ અર્થ - અરે! એ પોતાનું આત્મસ્વરૂપ તો અહંભાવ મમત્વભાવરૂપ સ્વપ્નદશાથી સાવ ભિન્ન છે. જીવ જો એ ભાવોમાં સદા રમે તો પરમ સમ્યત્વ એટલે આત્મ અનુભવરૂપ સમ્યક્દર્શનને પામે. પછી કર્મનો ક્ષય કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષને પામે. જો સમકિતની પ્રાપ્તિ થઈ જાય તો આ ભવમાં મોટો લાભ પ્રાપ્ત થયો એમ ગણવા યોગ્ય છે. નહીં તો વિનાશી એવા પૌદ્ગલિક પદાર્થના મોહમાં કે રાગદ્વેષરૂપ અશુદ્ધ ભાવોમાં આપણો આ મનુષ્ય ભવ વ્યર્થ જઈ રહ્યો છે, તે વિચારવા યોગ્ય છે. ૩૮ાા
ત્યાં હર્ષ શો? કે શોક શો? વિવેકી જન વિચારતાઃ “સ્વ-સ્વરૃપ વિષે જત્તેર વસતી પૂર્ણતા ને શુદ્ધતા;
Page #269
--------------------------------------------------------------------------
________________
(૭૬) મોક્ષ-માર્ગની અવિરોઘતા
૨ ૫૭
ઉપકાર સદ્ગ તણો વિવેક ના વિસારતા,
તેની જ ભક્તિથી સુદર્શન આદિ સૌ લાભો થતા. ૪૦ અર્થ – વિનાશી અને આત્માથી પર એવા પૌદ્ગલિક પદાર્થો નિમિત્તે શો હર્ષ કરવો? કે શોક કરવો? એમ વિચારતાં, વિવેકી પુરુષોને સ્વસ્વરૂપને વિષે જ સર્વ ગુણોની પૂર્ણતા અને શુદ્ધતા જણાય છે. આ બધી સમ્યક્ સમજણ આપનાર એવા સદ્ગુરુ ભગવંતનો ઉપકાર તે વિવેકીજનો કદી ભૂલતા નથી. તે સદ્ગુરુની ભક્તિથી જ સમ્યક્દર્શન આદિ સર્વ લાભો પ્રાપ્ત થાય છે, એમ દૃઢપણે માનવું. I૪૦ના
છ પદનો નિશ્ચય થયે જીવને મોક્ષમાર્ગ મેળવવાની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તે મોક્ષમાર્ગમાં કયા કયા પ્રકારના વિદ્ગો નડે છે, અને તેને કેમ દૂર કરવાં કે જેથી મોક્ષમાર્ગ અવિરોઘ થાય; તે આ પાઠમાં જણાવવામાં આવે છે –
(૭૬) મોક્ષ-માર્ગની અવિરોઘતા
(લાવણી. હે! નાથ ભૂલી હું ભવસાગરમાં ભટક્યો–એ રાગ)
શ્રી રાજચંદ્ર પ્રભુ-ચરણકમળમાં મૂકું, મુજ મસ્તક ભાવે, ભક્તિ નહીં હું ચૂકું; આ કળિકાળમાં મોક્ષમાર્ગ ભુલાયો, અવિરોઘપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. ૧
અર્થ :- શ્રી રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું ભાવપૂર્વક મસ્તક નમાવીને પ્રણામ કરું છું. તેમની ભક્તિ કરવાનું હું કદી ચૂકું નહીં. કારણ વર્તમાન કળિકાળમાં મૂળ મોક્ષમાર્ગ ભુલાઈ ગયો તેને આપે અવિરોઘપણે એટલે સ્યાદ્વાદપૂર્વક સમજાવીને અમારા ઉપર અત્યંત ઉપકાર કર્યો છે. /૧
જન “ઘર્મ, ઘર્મ કહીં કર્મ ઉપાર્જી ભટકે, તે મોક્ષમૂર્તિ સમ સદ્ગુરુ મળતાં અટકે, મહા પુણ્ય યોગથી એવા સગુરુ મળતા, તો યોગ્ય બનીને મોક્ષમાર્ગ જન કળતા. ૨
અર્થ:- લોકો “ઘર્મ ઘર્મ' કહી, ઘર્મને નામે કર્મ ઉપાર્જન કરીને સંસારમાં ભટકે છે. આત્મપ્રાપ્તિના લક્ષ વગરની ક્રિયામાં જીવે ઘર્મ માન્યો છે. પણ ઘર્મનો મર્મ શું છે તેને જાણતા નથી. “ઘર્મ ઘર્મ કરતો જગ સહુ ફિરે, ઘર્મ ન જાણે હો મર્મ જિનેસર.” -શ્રી આનંદઘનજી
છૂટે દેહાધ્યાસ તો, નહીં કર્તા તું કર્મ;
નહીં ભોક્તા તું તેહનો, એ જ ઘર્મનો મર્મ.” -શ્રીમદ્ રાજચંદ્ર ““ઘર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોઘનથી મળવાની નથી. અપૂર્વ અંતસંશોઘનથી તે પ્રાપ્ત થાય છે, તે અંતરસંશોઘન કોઈક મહાભાગ્ય સગુરુ અનુગ્રહે પામે છે.” (વ.પૃ.૧૭૮)
“સાપ ઘમો માળ, તવો’ | આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાઘન એ જ તપ. આચારાંગ સૂત્ર (વ.પૃ.૨૬૦) મોક્ષની મૂર્તિ સમાન સદગુરુ ભગવંતનો જો પૂર્વકત કર્માનુસાર ભેટો થઈ જાય તો જીવ નવીન કર્મ
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨
૨૫૮
ઉપાર્જન કરતો અટકે. મયણાસુંદરીને સદ્ગુરુ ભગવંતનો યોગ મળવાથી ‘હું આપકર્મી છું’ એમ પિતાને જણાવ્યું. જ્યારે સુરસુંદરી મિથ્યા શાસ્ત્રો ભણવાથી ‘હું બાપકર્મી છું’ એમ કહ્યું. પૂર્વભવોમાં મહાન પુણ્યના ઢગલા ભેગા થાય ત્યારે એવા સદ્ગુરુ ભગવંતનો યોગ મળે છે. તેથી જીવો કષાયભાવોને ઉપશમાવી, યોગ્ય બની મોક્ષમાર્ગને પામે છે. રા
વીતરાગ પરમ પુરુષ સમાગમ વિના, જૈવ થાય મુમુક્ષુ કેમ ઉપાસ્યા વિના? તે વિના મળે ના સમ્યક્ જ્ઞાન કહીંથી; તે વિના ક્યાંથી જ સમ્યક્ દર્શન રીતિ? ૩ અર્થ = · વીતરાગ પરમ પુરુષના સમાગમ વિના અને તેમની આજ્ઞા ઉપાસ્યા વિના જીવ મુમુક્ષુતા કેમ પામે? તથા સત્પુરુષના સમાગમ વિના સમ્યજ્ઞાન કોઈ ઠેકાણે મળી શકે નહીં. અને કારણરૂપ સમ્યજ્ઞાન વિના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પણ ક્યાંથી થાય? એ જ અનાદિની રીતિ છે. IIII
તે વિના ચારિત્ર સમ્યક્ ક્યાંથી પામો? નહિ બીજે ક્યાંયે ત્રણે વસ્તુનાં ઘામો. તે ત્રણે અભેદે મોક્ષમાર્ગ અવિરોધી, કળિકાળ–જીવો, લ્યો યથાશક્તિ આરાથી. ૪
અર્થ - સમ્યક્દર્શન વિના સમ્યક્ચારિત્ર પણ ક્યાંથી પામો? સત્પુરુષ વિના બીજે ક્યાંય આ ત્રણેય વસ્તુઓ મળી શકે એમ નથી. સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણેય ગુણો આત્માથી ભિન્ન નથી; નિશ્ચયનયથી જોતાં ત્રણેય આત્મામાં જ છે. સમ્યક્દર્શનાદિ ત્રણેય ગુણો જ્યારે અભેદરૂપે આત્મામાં પ્રવર્તે ત્યારે તે અવિરોઘી એટલે જેમાં કાંઈ વિરોધ ન આવે એવા મોક્ષમાર્ગને પામ્યો અથવા પોતાના નિજ સ્વરૂપને પામ્યો એમ ગણાય છે. માટે હે કળિકાળના જીવો! એ રત્નત્રયને યથાશક્તિ આરાથી તમે મોક્ષમાર્ગને પામો. ૫૪૫
આજ્ઞા જ્ઞાનીની ભવ તરવાનો સેતુ; છે જન્મ, જરા ને મરણ મુખ્ય દુખ-હેતુ.
તે દુઃખનો આત્યંતિક અભાવ શી રીતે? તે ના સમજ્યાથી જીવ વર્તે વિપરીતે. ૫
અર્થ :— જ્ઞાનીપુરુષની આજ્ઞા ઉઠાવવી તે ભવસાગર તરવા માટે સેતુ એટલે પુલ સમાન છે. આ સંસારમાં જન્મ, જરા અને મરણ એ મુખ્ય દુઃખના હેતુ છે. તે દુઃખનો આત્યંતિક એટલે સંપૂર્ણ અભાવ શી ૨ીતે થાય? તે ન સમજવાથી જીવ વિષયકષાયમાં સુખમાની વિપરીતપણે પ્રવર્તે છે. ।।૫।।
વિપરીત ઉપાયે દુઃખ-સંતતિ વધતી, તે દુ:ખ ટાળવા ગ્રહે વળી દુખરીતિ. દુખ આકુળતારૂપ, ઇચ્છા જનની તેની, મટે આકુળતાથી એ આકુળતા શેની?૬
અર્થ :— ખરા સુખના ઉપાયો ન મળવાથી પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખની કલ્પના કરીને જીવ દુઃખની પરંપરાને વધારે છે. વિષયોની ઇચ્છાનું દુઃખ ટાળવા જતાં વળી આધિ, વ્યાધિ અને ઉપાધિ વળગે છે. તેથી આકુળતા વધે છે. અને આકુળતા એ જ ખરું દુઃખ છે. જ્યારે નિરાકુળતા એ ખરું સુખ છે. આકુળતારૂપ દુઃખને જન્મ આપનારી જનની તે ઇચ્છા છે. તે ઇચ્છાઓ ભોગો ભોગવવાથી વિશેષ વધે છે પણ ઘટતી નથી. માટે ઇચ્છાઓની આકુળતાને ભોગો ભોગવી તૃપ્ત કરવાથી તે આકુળતા મટતી નથી પણ વિશેષ વર્ધમાન થાય છે. ૬ના
નિજ ઇચ્છા મુજબ જો જગ આખું ચાલે, નહિ તો ય સર્વથા નિરાકુળ જીવ મ્હાલે; સુખ દેવગતિમાં માગ્યું સર્વ મળે છે, ત્યાં ઇચ્છા નવી નવી જાગ્યે કળ ન વળે છે. ૭
Page #271
--------------------------------------------------------------------------
________________
(૭૬) મોક્ષ-માર્ગની અવિરોઘતા
૨૫૯
અર્થ - પોતાની ઇચ્છા પ્રમાણે જો આખું જગત ચાલે તો પણ જીવ સર્વથા નિરાકુળ સુખને અનુભવી શકે નહીં. જેમકે દેવગતિમાં જીવને માંગ્યું સુખ સર્વ મળે છે તો પણ ત્યાં નવી નવી વસ્તુઓને મેળવવાની ઇચ્છા ફરી ફરી જાગૃત થવાથી કંઈ કળ વળતી નથી; અર્થાત્ મિથ્યાવૃષ્ટિ જીવ ત્યાં પણ શાંતિ પામતો નથી. IIળા
કોઈ દ્રવ્ય નહિ પર આઘીન પરિણમતું, નહિ તેથી સદા નિજ નિર્ધાર્યું કૈં બનતું; પણ ભાવ ઇચ્છાદિ ઑવ દૂર કરવા ઘારે, તો ભાવ ઉપાઘિક પુરુષાર્થે નિવારે. ૮
અર્થ - કોઈપણ દ્રવ્ય પર પદાર્થને આધીન પરિણમતું નથી. જેમકે પુદ્ગલ પરમાણુનું પરિણમન પુદગલ દ્રવ્યમાં જ હોય અને ચેતન એવા આત્માનું પરિણમન ચૈતન્ય પ્રદેશમાં જ હોય. સર્વ દ્રવ્ય સ્વતંત્રપણે પરિણમે છે. દા.
“જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ;
કોઈ કોઈ પલટે નહીં; છોડી આપ સ્વભાવ.” -શ્રીમદ્ રાજચંદ્ર તેથી પોતાનું ઘારેલું કંઈ હમેશાં બનતું નથી. જેમકે મારું શરીર સદા સ્વસ્થ રહો, મને ઇષ્ટનો વિયોગ ન થાઓ, અનિષ્ટનો સંયોગ ન થાઓ, મને કદી રોગ ન આવો, એમ ઘારવા છતાં હમેશાં તેવું બનતું નથી. તેવું બનવું શુભાશુભ કર્મના ફળ ઉપર આધારિત છે. પણ જીવ શરીરને સ્વસ્થ રાખવા વગેરેના ભાવો કે તેવી ઇચ્છાઓને દૂર કરવા ઘારે તો કરી શકે. તે તે નિમિત્તોમાં થતાં રાગદ્વેષાદિ ઔપાથિક ભાવોને પુરુષાર્થના બળે નિવારી શકે. જ્ઞાનીપુરુષો શુભાશુભ કર્મના ફળમાં રાગદ્વેષ ન કરવાથી આ સંસારમાં રહ્યા છતાં કર્મબંધનથી છૂટે છે. દા.
કહે "કાળ-લબ્ધિ વળ ભવિતવ્યતા પાળે, ને પુરુષાર્થ પણ કર્મ-શમનથી જાગે; હીન પુરુંષાર્થની વાત મુમુક્ષુ ન સુણે, કર સપુરુષાર્થ જ, ગ્રહ્યો હાથ છે કુણે? ૯
અર્થ – કોઈ એમ કહે કે કાળ-લબ્ધિ એટલે ભવસ્થિતિ પાકશે અને બીજું કારણ ભવિતવ્યતા એટલે નિયતિ અર્થાત્ હોનહાર હશે તો જ કાર્યસિદ્ધિ થશે. વળી કાર્યસિદ્ધિમાં ત્રીજું કારણ જીવનો પુરુષાર્થ છે. તો તે પણ કર્મનો ઉદય શમશે ત્યારે આપોઆપ પુરુષાર્થ ઉપડશે. એના જવાબમાં જ્ઞાની પુરુષો કહે છે કે આવા હીન પુરુષાર્થની વાત મુમુક્ષુ કદી સાંભળે નહીં. કાર્યસિદ્ધિ માટે પુરુષાર્થ જ કર. સપુરુષાર્થ કરતાં તારો હાથ કોણે પકડ્યો છે? “પૂર્વ કર્મ નથી એમ ગણી પ્રત્યેક ઘર્મ સેવ્યા જવો. તેમ છતાં પૂર્વ કર્મ નડે તો શોક કરવો નહીં.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૨૦૧)
એ ત્રણ કારણો મળે જ કાર્ય બને છે. કાળ-લબ્ધિ, ભવિતવ્ય શી ચીજ ગણે છે? જો, કાળ-લબ્ધિ-જે કાળે કાર્ય બને છે, જો, ભવિતવ્યતા–થનાર કાર્ય થયું એ. ૧૦
અર્થ - કાળ-લબ્ધિ, ભવિતવ્યતા અને પુરુષાર્થ એ ત્રણેય કારણો મળવાથી જ કાર્ય બને છે. એ વાત સાચી છે. તથા સાથે પૂર્વકૃત અને વસ્તુનો તેવો સ્વભાવ પણ જોઈએ. લોકો કાળ-લબ્ધિ અને ભવિતવ્યતાને શી ચીજ ગણે છે? કાળ-લબ્ધિ એટલે જે કાળે કાર્ય બને તે કાળ-લબ્ધિ અથવા ભવસ્થિતિ. અને ભવિતવ્યતા એટલે થનાર કાર્યનું થવું તે અથવા હોનહાર. એવું બીજું નામ નિયતિ પણ છે. જેમકે શ્રીરામમાં રાજ્ય સંભાળવાની યોગ્યતા આવવાથી રાજ્યાભિષેક થવાની કાળ-લબ્ધિ પાકી ગઈ પણ ભવિતવ્યતા એટલે હોનહાર અથવા બનવાકાળ ન હોવાથી તેમાં વિદન આવ્યું અને રાજ્યાભિષેક થવાને
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૬૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
બદલે વનવાસ પ્રાપ્ત થયો. ૧૦ગા.
જો, કર્મતણું ઉપશમન આદિ જડ શક્તિ, કરે જીંવ-પુરુષાર્થ જ સકળ કાર્યની વ્યક્તિ; સ્વાથન જ પુરુષાર્થ ગણ સંતો ઉપદેશે, સુણી ઉદ્યમ કરતાં કાળ-લબ્ધિ ઑવ લેશે. ૧૧
અર્થ - કર્મોનું ઉપશમન એટલે ઘટવું કે વઘવું તે રૂપ જે ક્રિયા થાય, તે જડ એવા કર્મની શક્તિ વડે જડમાં જ થાય. પણ જીવનો ભાવરૂપ પુરુષાર્થ જ સર્વકાર્યની સિદ્ધિ કરવામાં કારણભૂત છે. તે પુરુષાર્થ પોતાને જ આધીન છે. એમ જાણીને મહાપુરુષો તેનો ઉપદેશ કરે છે. તે સાંભળીને જે સપુરુષાર્થ કરશે તે જીવની કાળ-લબ્ધિ એટલે ભવસ્થિતિ પરિપક્વતાને પામશે. જેમકે શ્રી ગજસુકુમારને એક હજાર ભવ જેટલા કર્મ બાકી હતા પણ પુરુષાર્થ કર્યો તો બે ઘડીમાં સર્વ કર્મ નષ્ટ કરી મુક્તિને મેળવી લીધી.
“આત્મા પુરુષાર્થ કરે તો શું ન થાય? મોટા મોટા પર્વતોના પર્વતો છેદી નાખ્યા છે, અને કેવા કેવા વિચાર કરી તેને રેલવેના કામમાં લીઘા છે! આ તો બહારનાં કામ છે છતાં જય કર્યો છે. આત્માને વિચારવો એ કાંઈ બહારની વાત નથી. અજ્ઞાન છે તે માટે તો જ્ઞાન થાય.
અનુભવી વૈદ્ય તો દવા આપે, પણ દરદી જો ગળે ઉતારે તો રોગ મટે; તેમ સગુરુ અનુભવ કરીને જ્ઞાનરૂપ દવા આપે, પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રોગ ટળે.”
જીવને સંસારી આલંબનો, વિટંબણાઓ મૂકવાં નથી; ને ખોટાં આલંબન લઈને કહે છે કે કર્મના દાળિયાં છે એટલે મારાથી કાંઈ બની શકતું નથી. આવા આલંબનો લઈ પુરુષાર્થ કરતો નથી. જો પુરુષાર્થ કરે, ને ભવસ્થિતિ કે કાળ નડે ત્યારે તેનો ઉપાય કરીશું; પણ પ્રથમ પુરુષાર્થ કરવો.
સાચા પુરુષની આજ્ઞા આરાઘે તે પરમાર્થરૂપ જ છે. તેમાં લાભ જ થાય. એ વેપાર લાભનો જ છે.”
“પાંચ કારણો મળે ત્યારે મુક્ત થાય. તે પાંચ કારણો પુરુષાર્થમાં રહ્યાં છે. અનંતા ચોથા આરા મળે, પણ પોતે જો પુરુષાર્થ કરે તો જ મુક્તિ પ્રાપ્ત થાય. જીવે અનંતા કાળથી પુરુષાર્થ કર્યો નથી. બઘાં ખોટા આલંબનો લઈ માર્ગ આડાં વિઘ્નો નાખ્યા છે. કલ્યાણવૃત્તિ ઊગે ત્યારે ભવસ્થિતિ પાકી જાણવી. શુરાતન હોય તો વર્ષનું કામ બે ઘડીમાં કરી શકાય.” (વ.પૃ.૭૨૪) //૧૧
પુરુષાર્થ કર્યા વણ ક્યાંથી કારણ મળશે? ના મોક્ષ-ઉપાય વિના નરભવ-ત્તક ફળશે. સુણી સદુપદેશ જ નિર્ણય સાચો કરવો; સપુરુષાર્થ ગણ્યો તે જરૂર ભ્રમ હરવો. ૧૨
અર્થ :- સપુરુષાર્થ કર્યા વિના શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા આદિ મોક્ષના કારણ ક્યાંથી મળશે? અને મોક્ષનો ઉપાય કર્યા વિના આ અમૂલ્ય મનુષ્યભવની મળેલી તક પણ કેવી રીતે ફળશે? માટે આવા સદુપદેશને સાંભળી આત્મકલ્યાણ કરવાનો પ્રથમ સાચો નિર્ણય કરવો. તેને મહાપુરુષોએ સપુરુષાર્થ ગણ્યો છે. તે કરીને અનાદિની આત્મભ્રાંતિને જરૂર દૂર કરવી.
પુરુષાર્થ કરે તો કર્મથી મુક્ત થાય. અનંતકાળનાં કર્યો હોય, અને જો યથાર્થ પુરુષાર્થ કરે તો કર્મ એમ ન કહે કે હું નહીં જાઉં. બે ઘડીમાં અનંતા કર્મો નાશ પામે છે. આત્માની ઓળખાણ થાય તો કર્મ નાશ પામે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૯)
“તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી; કારણ કે તમારે માથે અમારા જેવા છે; તો હવે તમારા પુરુષાર્થને આશીન છે. જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ થવો દૂર નથી. મોક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણા જેવા મનુષ્ય હતા; અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ (સિદ્ધ થયા પહેલાં) દેહ તો તે ને તે જ રહે છે; તો પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમાં
Page #273
--------------------------------------------------------------------------
________________
(૭૬) મોક્ષ-માર્ગની અવિરોધતા
ડર શાનો? વાદવિવાદ કે મતભેદ શાનો? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે.” (પૃ.૭૭ર) ||૧૨|| “ઠે! નાથ, ન નિર્ણય કર્મ-ઉદયથી બનતો.” સદ્ગુરુ ઉત્તર દે : “પામ્યો છે તું મન, જો; જીવ-જંતુ મન વણ વિચાર કરી ના શકતા, સાંસારિક નિર્ણય તો જન મનથી ઘડતા. ૧૩
૨૬૧
અર્થ :– જિજ્ઞાસુ કહે :‘હે નાથ! મારા કર્મના ઉદયથી હું આત્મકલ્યાણ કરવાનો નિર્ણય કરી શકતો નથી.’’ ત્યારે સદ્ગુરુ ઉત્તરમાં જણાવે છે કે તું મન પામ્યો છે ને. મન વગર અસંશી પંચેન્દ્રિય સુધીના જીવો વિચાર કરી શકતા નથી. જ્યારે તું તો મનસહિત હોવાથી સાંસારિક નિર્ણયો બધા ઘડે છે. 119311
તું તે જ શક્તિ જો ધર્મ-વિચારે જોડે, તો નિર્ણય સાચો બને કર્મ સૌ તોડે.” જિજ્ઞાસુ વીનવે : “મોઠ હન્ને સમકિતને, સમતિ વિના ના દીક્ષા ફળ દે અમને.” ૧૪
તું
અર્થ :— તું તે જ નિર્ણય કરવાની શક્તિને જો ઘર્મ વિચારમાં જોડે તો જરૂર આત્માને કહ્યાણરૂપ સાચો નિર્ણય થાય અને સર્વ કર્મને તોડી શકે. ત્યારે જિજ્ઞાસુ વિનયપૂર્વક કહે : હે ગુરુદેવ! આ મોહનીય કર્મ અમને સમકિત થવા દેતું નથી. અને સમકિત થવા માટે ‘કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ,’ સંસાર પ્રત્યે વૈરાગ્ય તથા પોતાના આત્માને જન્મમરણથી મુક્ત કરવા માટેની સ્વદયા હોવી જોઈએ; તે ભાવોને આ મોહ હણી નાખે છે. વળી સમકિત વિના જિનદીક્ષા પણ મોક્ષફળને આપતી નથી. ।।૧૪।
ત્યાં બોધે સદ્ગુરુ : “મુખ્ય ધ્યેય પર મનમાં કે તત્ત્વ તણો નિર્ણય કરવો નર-તનમાં; પુરુષાર્થ કરે જો ધરી દાઝ મન સાચે, તો મંદ મોહ થઈ સમકિત લે વણ યાગ્યે. ૧૫ અર્થ :– ત્યાં સદ્ગુરુ ભગવંતે બોધમાં એમ જણાવ્યું કે પ્રથમ તું મનમાં આ મુખ્ય ધ્યેયને ધારણ કર કે મારે આ મનુષ્યદેહમાં અવશ્ય આત્મતત્ત્વનો નિર્ણય કરવો જ છે, કેમકે -
—
“મુખ્ય અંતરાય તો તે જીવનો અનિશ્ચય છે.” શ્રીમદ્ રાજચંદ્ર
જો મનમાં આ કાર્યની સાચી દાઝ રાખી પુરુષાર્થ કરે તો જીવનું મોહનીયકર્મ મંદ થઈ વગર માગ્યે તે સમકિતને પામે છે. ।।૧૫।।
એ સત્પુરુષાર્થે મોક્ષ-ઉપાયો ફળશે, સૌ સાથન તેથી જરૂર આવી મળશે;
ના તત્ત્વ-નિર્ણયે દોષ કર્મનો કોઈ, એ ભૂલ ખરેખરી તારી તેં ના જોઈ. ૧૬ અર્થ :— – એ આત્મતત્ત્વ સંબંઘી નિર્ણય કરવાના સત્પુરુષાર્થથી મોક્ષના સર્વ ઉપાયો ફળીભૂત થશે. તથા આત્મકલ્યાણ કરવાના શેષ સાધનો પણ જરૂર આવી મળશે, તારે તત્ત્વ નિર્ણય કરવો હોય તો તું કરી શકે છે. એમાં કોઈ કર્મનો દોષ નથી. એ ભુલ ખરેખર તારી છે; પણ આજ દિવસ પર્યંત તેનો તને ખ્યાલ આવ્યો નહીં. પ.પૂ.પ્રભુશ્રીજી કહે અમે પહેલા કથાનુયોગ વાંચતા અને આનંદ માનતા પણ પરમકૃપાળુદેવ મળ્યા પછી જણાવ્યું કે તાત્ત્વિક ગ્રંથો વાંચો. હવે તો તે જ ગમે છે. ।।૧૬।।
સંસાર કાર્યમાં થતી ન પુરુષાર્થ-સિદ્ઘિ, પણ તોય કરે પુરુષાર્થથી ઉદ્યમવૃત્તિ; તું મોક્ષ-માર્ગમાં પુરુષાર્થ ખોઈ બેસે, હજું તેથી ન હિતરૂપ તે તુજ ઉરમાં દીસે. ૧૭
=
અર્થ – સંસારના કાર્યોમાં કરેલ પુરુષાર્થની સિદ્ધિ ન થાય ત્યારે વિશેષ પુરુષાર્થ વધારીને પણ કાર્યની સિદ્ધિ કરવા જીવ મળે છે. જ્યારે મોક્ષમાર્ગમાં તું પુરુષાર્થને ખોઈ બેસે છે. તેથી એ સિદ્ધ થાય છે કે તને હજુ આત્મતત્ત્વનો નિર્ણય સુખરૂપ છે અથવા એ વડે મારા આત્માનું કલ્યાણ થશે એ ભાવ હજુ
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૬૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
તારા હૃદયમાં પ્રવેશ પામ્યો નથી. /૧૭થા.
જ્યાં હિત સમજે ત્યાં ઉદ્યમ બનતો કરતો, કહે મોક્ષને ઉત્તમ, પણ અણસમજે વદતો.” તે જિજ્ઞાસું કહે : “વચન, તમારું સાચું' હજીં શંકા ઉર છે, ઉત્તર તેનો યાચું. ૧૮
અર્થ - જ્યાં તું પોતાનું હિત સમજે ત્યાં તો બનતો પુરુષાર્થ કરે છે. પણ મોક્ષને ઉત્તમ કહે છે તે તો માત્ર અણસમજણથી બોલે છે. જેમ ડોસીમાં રોજ ભગવાન પાસે મોક્ષ માગે. એકવાર ડોસીમાંની પાડી મરી ગઈ ત્યારે રડવા બેઠા. તે વખતે કોઈએ આવી કહ્યું કે માજી તમે રોજ મોક્ષ માગતા હતા તે આપવાની ભગવાને શરૂઆત કરી છે. પહેલાં પાડી મરી ગઈ પછી બધું મુકવું પડશે. તે સાંભળી માજી બોલ્યા આવો મોક્ષ મારે જોઈતો નથી. મારે તો બધું રહે અને મોક્ષ મળે તો જોઈએ છે. તેના જેવું થયું. ત્યારે જિજ્ઞાસુ કહે : તમારું વચન સાચું છે. હજી મારા મનમાં શંકા છે. તેનો ઉત્તર ઇચ્છું છું. ૧૮
જો દ્રવ્યકર્મ-ઉદયે રાગાદિ થાતાં, તો દ્રવ્યકર્મ બંઘઈ સત્તામાં જાતાં; તે ઉદય થશે ત્યાં થશે ફરી રાગાદિ, ના બને મોક્ષ-ઉપાય જ, ચક્ર અનાદિ.” ૧૯
અર્થ - જિજ્ઞાસુ હવે પોતાની શંકા વ્યક્ત કરે છે. જો જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મના ઉદયથી રાગદ્વેષના ભાવો જીવને થાય છે. તેથી ફરી નવીન કર્મબંઘ થઈ તે સત્તામાં પડ્યા રહે છે. અને જ્યારે તેનો ઉદય થશે ત્યારે જીવને ફરી રાગદ્વેષાદિના ભાવો થશે. આ પ્રમાણે જોતાં મોક્ષ પ્રાપ્તિનો ઉપાય જ બની શકે નહીં. કેમકે આ ચક્ર તો અનાદિકાળથી ચાલ્યા કરે છે. ||૧૯ાા.
સગુરુ કહે: “સાંભળ, કર્મ-ઉદય ના સરખો, જીંવ-પરિણતિથી પણ પૂર્વ કર્મલે પલટો; શુભ પ્રબળ ભાવથી અશુંભ પૂર્વિક કર્મો અપકર્ષણ-સંક્રમે ભજે શિથિલ ઘમ. ૨૦
અર્થ - સદ્ગુરુ કહે : તેનો ઉત્તર સાંભળ. હમેશાં કર્મનો ઉદય એક સરખો રહેતો નથી. જીવના ભાવવડે પૂર્વે કરેલા કર્મ પણ પલટાઈ જાય છે. પ્રબળ શુભભાવવડે પૂર્વે કરેલા અશુભ કર્મોનું અપકર્ષણ એટલે તેની સ્થિતિ ઘટી જાય છે અથવા સંક્રમણ એટલે પાપના દળિયા પુણ્યરૂપ થઈ જાય છે. જેમકે દ્રઢપ્રહારીએ અનેક હિંસા કરવા છતાં જ્ઞાની ભગવંતના ઉપદેશથી છ મહિના સુધી લોકોના અનેક પરિષહો સહન કરી બધા કમોને ખપાવી કેવળજ્ઞાન પ્રગટ કર્યું. અથવા શુભ ભાવોવડે કમનો ફળ આપવાનો સ્વભાવ શિથિલ થઈ જાય છે. જેમ શ્રી નમિરાજર્ષિ અને અનાથીમુનિએ કરેલ સંસાર ત્યાગના શુભ ભાવવડે તેમની વેદના શમી ગઈ. તેમજ પરમપૂજ્ય પ્રભુશ્રીજીને પાંડુરોગ થયો હતો. તેના અનેક ઉપચારો કરવા છતાં પણ જે શમતો નહોતો; તે દીક્ષા ગ્રહણ કરવાના શુભ ભાવવડે સામાન્ય ઔષઘના પડીકાં માત્રથી શમી ગયો. ૨૦ાા.
શિથિલ રમે જે કર્મ ઉદયમાં આવે, નહી તીવ્ર તોષ, રોષાદિ કરી મૂંઝાવે; ત્યાં નવન બંથ પણ મંદપણે બંઘાતો, એ ક્રમ આરાધ્ય સપુરુષાર્થ સઘાતો. ૨૧
અર્થ - પછી શિથિલ થયેલા કર્મો જે મંદપણે ઉદયમાં આવે, ત્યારે તે તીવ્ર તોષ એટલે રાગ અને રોષ એટલે દ્વેષ આદિ કરાવીને જીવને મંઝવતા નથી. તેથી નવા કર્મનો બંઘ પણ શિથિલપણે બંઘાય છે. આવો ક્રમ આરાઘવાથી ક્રમે ક્રમે સપુરુષાર્થ વૃદ્ધિ પામતો જાય અને અંતે જીવ બળવાન થઈ સર્વ કર્મનો ક્ષય કરે છે. રા.
Page #275
--------------------------------------------------------------------------
________________
(૭૬) મોક્ષ-માર્ગની અવિરોઘતા
૨ ૬૩
મન સહ સૌ ઇન્દ્રિય, જે ભવમાં જીંવ પામે, ત્યાં દુઃખ-હેતુ-સુવિચાર થયે સુખ જામે; જો તીવ્ર ઉદય રાગાદિકનો આવ્યો તો, રાચી વિષયાદિકમાં લે ઉત્કટ બંઘો. ૨૨
અર્થ - મન સહિત પાંચ ઇન્દ્રિયો જે ભવમાં જીવ પામે, ત્યાં પણ દુઃખ શું અને દુઃખના કારણો શું? તેનો સમ્યવિચાર ઉત્પન્ન થયે જ સાચા આત્મિક સુખની જીવને પ્રાપ્તિ થાય છે. તે ભવમાં પણ જો જીવને તીવ્ર રાગદ્વેષાદિ ભાવનો ઉદય આવી ગયો તો તે વિષયકષાયમાં રાચીને તીવ્ર કર્મબંઘ કરે છે. રાા
રાગાદિ ઉદય જો મંદપણે વર્તે તો, વળી મળી આવે શુભ ઉપદેશાદિ નિમિત્તો; એ બાહ્ય નિમિત્તે જીંવ ઉપયોગ લગાવે, તો ઘર્મ-પ્રવૃત્તિ પુરુષાર્થે બની આવે. ૨૩ અર્થ – જો તે ભવમાં રાગદ્વેષાદિ ભાવોનો ઉદય મંદપણે વર્તે, જેમ પરમકૃપાળુદેવે જણાવ્યું તેમ
મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર;
કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ઘાર.” -શ્રીમદ્ રાજચંદ્ર વળી સરુ ભગવંતના ઉપદેશાદિ શુભ નિમિત્તો મળી આવે, અને તેવા બાહ્ય શુભ નિમિત્તોમાં જો જીવ પોતાનો ઉપયોગ લગાવે તો ઘર્મની પ્રવૃત્તિ પુરુષાર્થવડે થઈ શકે એમ છે. રિયા
ઑવ અવસર પામી કરે તત્ત્વ-નિર્ણય જો, તો કર્મ મંદ થઈ દર્શનમોહ ઘટે, જો. ખાસ તત્ત્વ-નિર્ણય-કાર્ય ઍવે કરવાનું, ફળ સમ્યગ્દર્શન આપોઆપ થવાનું. ૨૪
અર્થ :- જીવ આવો અવસર પામી જો આત્મતત્ત્વનો નિર્ણય કરે તો કર્મની શક્તિ મંદ થઈ દર્શનમોહ એટલે મિથ્યાત્વના દળિયા ઘટી જાય. ખાસ જીવ અજીવાદિ તત્ત્વનો નિર્ણય કરવાનું કાર્ય જીવે પ્રથમ કરવાનું છે. જેથી સમ્યક્રર્શનરૂપ ફળ તો આપોઆપ પ્રાપ્ત થશે. ૨૪
થયે સમ્યગ્દર્શન એવી થાર્ટી પ્રતીતિ : આત્મા હું, તજું રાગાદિક જોઈ શક્તિ'; ચારિત્ર મોહથી હજીં રાગાદિ દીસે, કદ તીવ્ર ઉદયમાં વર્તે વિષયાદિકે. ૨૫
અર્થ :- સમ્યગ્દર્શન થયે જીવને એવી પ્રતીતિ એટલે શ્રદ્ધા થાય છે કે હું આત્મા છું. રાગદ્વેષ કરવાનો મારો સ્વભાવ નથી. માટે મારી શક્તિ જોઈ તે તે વિભાવિક ભાવોને મારે ત્યાગવા જોઈએ. ચારિત્ર મોહનીયકર્મના કારણે હજુ મારામાં રાગદ્વેષાદિ ભાવો દેખાય છે અને કદી તીવ્રકર્મના ઉદયે તે વિષયાદિમાં વર્તન પણ થાય છે, પણ તે ત્યાગવા યોગ્ય છે એવો ભાવ સમ્યગ્દષ્ટિને હૃદયમાં સદા રહે છે. 1રપાા
તે મંદ ઉદયમાં ઘર્મ-કાર્ય આરાશે, વા વેરાગ્યાદિક ભાવ વિષે મન રાખે; એ શુભ ઉપયોગે વર્તન-મોહ ઘસાતો, પુરુષાર્થ વચ્ચે જીંવ દેશ-સર્વ વ્રતી થાતો. ૨૬
અર્થ – પણ કર્મના મંદ ઉદયમાં જો જીવ ઘર્મકાર્યની આરાઘના કરે અથવા વૈરાગ્યાદિ ભાવોમાં મનને રાખે તો એવા શુભ ઉપયોગથી વર્તનમોહ એટલે વર્તનમાં જે ચારિત્રમોહ છે તે ઘસાતો જાય છે. અને તેના ફળમાં પુરુષાર્થ વર્ધમાન થયે તે જીવ દેશવ્રતી એટલે શ્રાવકના વ્રતવાળો કે સર્વવ્રતી એટલે મુનિના વ્રત ઘારણ કરવાવાળો થાય. સરકારી
ચારિત્ર ઘરી ઘર્મે પુરુષાર્થ વઘારે, પરિણતિ વિશુદ્ધ થયા કરી કર્મ વિદારે; ક્રમ એવે મોહ ગયે જ્ઞાનાવરણાદિ ઘન-ઘાતી ખસ્ય, લેતા કેવળજ્ઞાનાદિ. ૨૭ અર્થ - મુનિ ચારિત્ર ઘારણ કરીને ઘર્મમાં વિશેષ પુરુષાર્થ વઘારતાં તેમની પરિણતિ એટલે
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૬૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ભાવ, વિશેષ વિશદ્ધિને પામશે જેથી કર્મોનો નાશ થયા કરશે. એવો ક્રમ આરાઘવાથી દશમા ગુણસ્થાનકના અંતે મોહનીયકર્મનો સર્વથા ક્ષય કરી બારમા ગુણસ્થાનકના અંતમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મ જે આત્માના ગુણોને ઘાતે છે તેનો પણ નાશ થશે. આ ઘાતીયાકર્મનો નાશ થયે તે શુદ્ધ આત્મા કેવળજ્ઞાનાદિ જે પોતાનો સ્વભાવ છે તેને પામે છે, અર્થાત્ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંત વીર્યનો સ્વામી થાય છે. રક્ષા
પછ કર્મ અઘાતી વગર ઉપાયે નાશે, સહજાન્મસ્વરૂપે સિદ્ધાલયમાં જાશે. ઉપદેશ-નિમિત્તે જીંવ પુરુષાર્થ કરે જો; સૌ કર્મ નાશ કરી શાશ્વત સુખ વરે તો. ૨૮
અર્થ - પછી નામકર્મ, ગોત્રકર્મ, આયુષ્યકર્મ અને વેદનીયકર્મ એ ચાર અઘાતીયા કર્મ એટલે જે આત્માના ગુણોને ઘાતે નહીં પણ શરીર હોય ત્યાં સુધી રહે; તે વગર પ્રયત્ન ભોગવાઈને નાશ પામે છે. જેથી સર્વ કર્મથી રહિત થયેલ આત્મા સહજાત્મસ્વરૂપને પામી સિદ્ધાલય એટલે ઉપર મોક્ષસ્થાનમાં જઈ સર્વકાળને માટે સુખશાંતિમાં બિરાજમાન થાય છે. પુરુષના ઉપદેશ નિમિત્તને પામી તત્ત્વ નિર્ણય કરવાનો જીવ જો પુરુષાર્થ કરે તો સર્વ કર્મનો નાશ કરી શાશ્વત એવા મોક્ષસુખને પામે છે. ૨૮
જૅવ કર્મ-પ્રવાહ વહે હીન પુરુષાર્થી, સરિતા-નીરે જન જેમ વહે ર્જીવિતાથ; ઊંડા જળમાં નહિ જોર જીવનું ચાલે, છીછરા જળમાં જો હાક સુણી કંઈ ઝાલે, ૨૯
અર્થ - જે હીન પુરુષાર્થ હોય તે કર્મના પ્રવાહમાં તણાઈ જાય છે, જેમ નદીના પ્રવાહમાં જીવવાની ઇચ્છાવાળો નર તણાય છે તેમ. ઊંડા જળમાં જીવનું જોર ચાલતું નથી પણ છીછરું પાણી હોય તો તેની હાક સાંભળી કોઈ તેનો હાથ પણ ઝાલી શકે. //રા
તો બહાર નૌકળી શકે નહીં તો જાતો - અતિ ઊંડા જળમાં, જીવ ફરીથી તણાતો; રે! તેમ ન કાંઈ તીવ્ર ઉદયમાં બનતું, ઉપદેશ સુણી, કંઈ મંદ ઉદયમાં કર તું.” ૩૦
અર્થ - કોઈ હાથ ઝાલે તો તે છીછરા જળમાંથી બહાર નીકળી શકે. નહીં તો ફરીથી નદીનો પ્રવાહ આવતાં તેમાં તણાતો તણાતો અતિ ઊંડા જળમાં પેસી જઈ મરણ પામે છે. તેમ અરે ભાઈ! તીવ્રકર્મના ઉદયરૂપ પ્રવાહમાં જીવનું કંઈ જોર ચાલતું નથી. માટે સત્પરુષનો ઉપદેશ સાંભળી કર્મના મંદ ઉદયમાં તું કંઈ પુરુષાર્થ કર, પુરુષાર્થ કર; નહીં તો આ ભવસાગરમાં ડૂબી જઈ તું અનંતદુઃખને પામીશ. //૩૦ml.
મોક્ષમાર્ગમાં આવતા વિરોઘ ટળવાથી આરાઘનાનો પુરુષાર્થ કરી શકાય છે. જેથી સનાતન એવા આત્મઘર્મની જીવને પ્રાપ્તિ થાય છે. સનાતન એટલે શાશ્વત, ઘર્મ એટલે વસ્તુનો સ્વભાવ. સનાતન ઘર્મ એટલે અનાદિકાળથી શાશ્વતરૂપે ચાલ્યો આવતો આત્માનો જ્ઞાનાદર્શનમય સ્વભાવ એ જ આત્માનો શાશ્વત ઘર્મ અથવા સનાતન ઘર્મ છે. એ આત્મઘર્મની પ્રાપ્તિ રાગ-દ્વેષ ગયાથી છે; માટે પરમકૃપાળુદેવ જણાવે છે કે “જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ઘર્મ છે.” રાગદ્વેષ જવા માટે પુરુષની શ્રદ્ધા અને તેમની આજ્ઞા ઉપાસવી, એ સનાતન આત્મધર્મ પ્રાપ્તિનો સાચો ઉપાય છે. એ વિષે વિશેષ ખુલાસા અત્રે આપવામાં આવે છે :
Page #277
--------------------------------------------------------------------------
________________
(૭૭) સનાતન ધર્મ
(૭૭)
સનાતન ધર્મ
“સાચા પુરુષની શ્રદ્ધા, પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા એ જ સનાતન ધર્મ.” – પ.પૂ.પ્રભુશ્રીજી (કડખાની દેશી : પ્રભાતિયાને મળતો રાગ)
*
આજ ગુરુ રાજને પ્રણી અતિ ભાવથી, યાચના શુદ્ધતાની કરું છું; આપ તો શુદ્ધભાવે સદાયે રમો, બે ઘડી શુદ્ધભાવે કરું છું. આજ૧
૨૬૫
અર્થ :– આજ શ્રી ગુરુરાજ પ્રભુને ભક્તિભાવથી પ્રણામ કરીને શુભાશુભ ભાવથી રહિત એવો જે શુદ્ધભાવ, તેની મને પ્રાપ્તિ થાઓ એવી યાચના કરું છું. કેમકે શ્રી ગુરુરાજે કહ્યું : “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા” આત્માની શુદ્ધતા વિના જીવનો મોક્ષ થતો નથી. આપ પ્રભુ તો સદા શુદ્ધ આત્મભાવમાં ૨મો છો. હું પણ બે ઘડી એટલે અડતાલીસ મિનિટ સુઘી શુદ્ધભાવમાં સ્થિરતા કરું કે જેથી કેવળજ્ઞાન પામી આત્માના સનાતન ધર્મને પામી જાઉં, એવી મારી અભિલાષા છે. ૧
પાર્મી જાતિસ્મરણ, જાણી લીઘો તમે, જે સનાતન મહા ઘર્મ સાચો; આત્મ-તિકારી તે, યાચતો બાળ આ, પરમરૂપાળુ કાઢે ન પાછો. આજ૨
=
અર્થ :– હે પ્રભુ! આપે જાતિસ્મરણજ્ઞાન પામી, સનાતન એટલે અનાદિકાળથી ચાલ્યા આવતા જ્ઞાનદર્શનમય આત્માના સાચા મહાન ઘર્મને જાણી લીધો.
આપ
તે ધર્મ આત્માને પરમ હિતકારી હોવાથી આ બાળ પણ આપની સમક્ષ તેની યાચના કરે છે. “કેવળ કરૂણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ.'' માટે પાછો કાઢશો નહીં એવી મને પૂર્ણ ખાત્રી છે. ।।૨।। પંથ ૫રમાર્થનો એક ત્રિકાળમાં, જાણ્ણ, સંસારના માર્ગ છોડું; પ્રેમ-સંસ્કાર સૌ પૂર્વ મિથ્યાત્વના, સત્ય પુરુષાર્થથી જરૂર તોડું. આજ૩
અર્થ :— ‘એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ' એમ જાણીને રાગદ્વેષ કરવારૂપ સંસારના
=
માર્ગનો ત્યાગ કરું. પૂર્વે સેવેલ મિથ્યાત્વ એટલે અજ્ઞાનને લઈને દેહ, સ્ત્રી, પુત્રાદિ કુટુંબ કે ઘનમાલ આદિ સર્વમાં પ્રેમના ગાઢ સંસ્કાર મારા જામેલા છે, તેને હવે ‘હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું' એમ સત્ય ભાવપુરુષાર્થવર્ડ કરી મોમાયાની સાંકળને જરૂર તોડી આત્મકલ્યાણને સાઘ્ય કરું. શાશા
તોષ-રોષે બળે લોક ત્રિકાળથી, શીતલ સત્પુરુષોની સુવાણી;
તાપ ત્રિવિધ ટાળી સુપથ દાખવે, જેમ દવ ઓલવે મેઘ-પાણી. આજ૪
અર્થ :— તોષ એટલે રાગ, રોષ એટલે દ્વેષ. આ રાગદ્વેષના પ્રાસ ફળથી ત્રણેય લોકના જીવો ત્રણેય કાળ અંતરમાં બળ્યા કરે છે, તેમાં શીતલ એવા સત્પુરુષોની સમ્યવાણી આ આધિ વ્યાધિ ઉપાધિરૂપ ત્રિવિધ તાપાગ્નિને ટાળી સમ્યમાર્ગ દેખાડનાર છે. જેમ લાગેલા દાવાનળને મેઘ એટલે વરસાદનું પાણી ઓલવી નાખે તેમ સત્પુરુષોની વાન્ની અંતરંગ બળતરાને શમાવી શાંતિ આપનાર થાય છે.
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૬૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
“શાતા થોડી અશાતા ઘણેરી એવો છે સંસાર, જીવનમાં જ્યારે ઝાળ લાગેને, અંગ ઉઠે અંગાર; છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા રાજની વાણી. મંગળકારી શ્રી રાજની વાણી, જાણે અમૃતની ઘાર; ઝીલી શકે ના અંતર જેનું, એળે ગયો અવતાર;
એ તો મોક્ષચારિણી, એવી મારા રાજની વાણી.” ૪ રત્નત્રય એક સન્માર્ગ આપે કહ્યો, હો અહોરાત્ર મુજ ઉરમાં તે;
રાગ આદિ બઘા દોષ દૂર કરી, મોક્ષ પામું, સદાનંદ ત્યાં છે. આજ૦૫ અર્થ :- સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રરૂપ રત્નત્રય પ્રાપ્તિનો સન્માર્ગ આપે અમને જણાવ્યો. તે સન્માર્ગ પ્રત્યેની ભક્તિ મારા હૃદયમાં અહોરાત્ર એટલે રાતદિવસ બની રહો એ મારી આકાંક્ષા છે. રાગદ્વેષ અજ્ઞાન આદિના બઘા દોષો દૂર કરી હવે હું પણ મોક્ષને પામું કે જ્યાં સદા આનંદ જ છે. //પા
જીવ જગમાં ઘણા, માનવો યે ઘણા, પશુસમા ઇંદ્રિયો પોષતા જે;
ભાવિ જેનું હશે શુંભ, તેને થશે “કોણ હું એ જ વિચાર આજે. આજ૦૬ અર્થ :- જગતમાં જીવો અનંતા છે. તેમાં મનુષ્યો પણ ઘણા છે. પણ તે પશુની જેમ ઇન્દ્રિયોને પોષવામાં જીવન વ્યતીત કરી રહ્યા છે. પણ જેનું ભવિષ્યમાં કલ્યાણ થવાનું હશે તેને “હું કોણ છું? ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું?” એવો શુભ વિચાર ઉત્પન્ન થશે. llફા
સ્વરૃપ મારું ખરું શું હશે? આ બધું કેમ સમજાય? ફળ ભાવનું શું?
જીવ દુઃખી બઘા; દુઃખ ઉપાય શા? સર્વ સમજી હવે હિત કરવું. આજ૦૭ અર્થ :- ખરેખર મારું શું સ્વરૂપ હશે? આ સસસાધુનો બનેલો દુર્ગઘમય દેહ તે હું હોઈશ કે જાણવા દેખવાવાળો આત્મા હોઈશ? આ બધું કેમ સમજાય? ઘણા કાળના બોઘે આ વાત સમજાય એમ મહાપુરુષોએ કહ્યું છે. શુભાશુભ ભાવનું ફળ શું?
“શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાય, અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય.” એમ પરમકૃપાળુદેવે જણાવ્યું તથા શુદ્ધભાવનું ફળ મોક્ષ છે એમ કહ્યું છે. જગતના જીવો બધા દુઃખી કેમ છે? તો કે રાગદ્વેષ અથવા ત્રિવિઘ તાપાગ્નિથી બઘા દુઃખી છે. આ સર્વ દુઃખનાશનો ઉપાય શું? એ વિષે પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે “સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે.” આ સર્વને યથાર્થ રીતે સમજી હવે આત્માનું અવશ્ય હિત કરવું જોઈએ.
“દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયોજનરૂપ છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું શ્રવણવું કે સન્શાસ્ત્રનું વિચારવું એ છે.” (વ.પૃ.૩૩૧) //શા
સત્ય શિક્ષા કહી, ભવ્ય માટે ભલી : શોઘ મા કાંઈ બીજું, હિતાર્થી, એક સદગુરુને શોથ, સૌ ભાવથી ચરણ-શરણે રહે, આત્મ-અર્થી.” આજ૦૮
Page #279
--------------------------------------------------------------------------
________________
(૭૭) સનાતન ધર્મ
૨૬૭
અર્થ :— ભવ્ય જીવોને માટે એક ભલી સત્ય શિક્ષા જણાવી છે કે ‘બીજું કાંઈ શોઘ મા. હે આત્મહિતાર્થી ! એક સદ્ગુરુને શોથી, તેના ચરણકમળમાં સર્વ પ્રેમ અર્પી તેના જ શરણે રહે, અર્થાત્ તેની જ આજ્ઞામાં રહે તો હૈ આત્માર્થી તારું અવશ્ય કલ્યાણ થશે. એ વિના જન્મમરણથી કોઈ કાળે તારો છૂટકારો થાય તેમ નથી.
“બીજાં કાંઈ શોઘ મા. માત્ર એક સત્પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્તો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે." (૧.પૃ.૧૪) IIć||
ન
માન, મત, આગ્રહો મૂકી આજ્ઞા વિષે સત્યવૃષ્ટિ થવા વર્તશે જે,
પ્રેમરસ પામતાં, સર્વ ભૂલી જતાં એકનિષ્ઠ થશે, શિવ જશે તે. આજ
અર્થ :— માન અને મતના આગ્રહો મૂકી, સત્યદૃષ્ટિને પામવા જે જીવ સત્પુરુષની આજ્ઞા ઉઠાવશે તેનામાં જ્ઞાની પ્રત્યે મીરાબાઈની જેમ ભક્તિનો પ્રેમરસ પ્રગટશે. તેથી જગતને ભૂલી જઈ એક આત્માની દૃઢ શ્રદ્ધાને પામશે અને ક્રમે કરી તે ભવ્યાત્મા મુક્તિને મેળવશે.
“સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલા;
સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.'' -શ્રીમદ્ રાજચંદ્ર ||૯||
વાર્ણી સર્વજ્ઞની માર્ગ દર્શાવતી, પરમ કરુણા ભરી ક્યાં સુણાશે? ગણઘરોએ ગણ્યું કેવળી-સૂર્યના અસ્ત પછી માર્ગ શાથી જણાશે? આજ ૧૦ અર્થ = – સર્વજ્ઞ પુરુષોની વાણી તે સત્ય મોક્ષમાર્ગને દર્શાવનાર છે. તે વાણી ૫૨મ કરુણારસથી ભરપૂર છે. તે પછી ક્યાં સાંભળવા મળશે? એમ ગણધર પુરુષોએ વિચાર્યું કે કેવળજ્ઞાનરૂપી સૂર્ય અસ્ત થઈ ગયા પછી આ સનાતન મુક્તિ માર્ગ અથવા સનાતન આત્મધર્મ લોકોને શાથી જણાશે? ।।૧૦।
એમ જાણી, કરી શાસ્ત્ર-રચના ભલી, માર્ગ દેખાડવા મોક્ષનો આ,
તે જ ૫રમાર્થ આચાર્ય આદિ ગ્રહી, અન્ય ગ્રંથો રચે હિત થાવા. આજ૦૧૧
અર્થ :— એમ જાણીને મોક્ષનો માર્ગ બતાવવા શાસ્ત્રોની રચના કરી આખી દ્વાદશાંગી રચી. જેથી જગતવાસી જીવો સુલભતાથી મોક્ષ ઉપાયને પામી શકે. તે જ દ્વાદશાંગીનો પરમાર્થ એટલે શુભાશય ગ્રહણ કરી પરંપરામાં થયેલા જ્ઞાની આચાર્ય ભગવંતો પણ તે તે સમયને અનુરૂપ અન્ય ગ્રંથો જીવોના કલ્યાણ અર્થે રચી ગયા. ||૧૧||
મર્મ સદ્ગુરુ ઉરે જે રહ્યો ગુપ્ત તે, જાણવા ભક્તિ કરવી સુભાવે,
રોકી સ્વચ્છંદ, આશા જ ઉઠાવતાં, સહજ નિજ ભાવનો બોધ આવે. આજ૦૧૨
અર્થ :— ‘શાસ્ત્રોમાં માર્ગ કહ્યો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતત્મામાં રહ્યો છે.’ તે ગુપ્ત મર્મને જાણવા માટે અનન્ય પ્રેમે શ્રી સદ્ગુરુ ભગવંતની ભક્તિ કરવી. પોતાના સ્વચ્છંદને રોકી જ્ઞાનીપુરુષની આજ્ઞાને જ ઉપાસે તો સહજ રીતે પોતાના આત્મા સંબંઘીનું જ્ઞાન પામવા યોગ્ય છે. ।।૧૨।
પાર્મી સદ્ગુરુતણો યોગ, સુર્ણી બોધ જો, જીવ વિચારશે સાર શું છે? હેય શું? જ્ઞેય શું? ગ્રહણ કરવું કર્યું? તત્ત્વશ્રદ્ઘા થવા ફરીય પૂછે. આજ૦૧૩
અર્થ :— સદ્ગુરુના યોગને પામી તેમનો બોઘ સાંભળીને જીવને વિચારણા જાગશે કે આમાં
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૬૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સારભૂત શું છે? તો કે શુદ્ધાત્મા. હેય એટલે ત્યાગવા યોગ્ય શું છે? તો કે રાગદ્વેષને અજ્ઞાન. શેય એટલે જાણવા યોગ્ય શું છે? તો કે પરને પરરૂપે અને સ્વને સ્વરૂપે જાણવા યોગ્ય છે. ગ્રહણ શું કરવું જોઈએ? તો કે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ વગેરે તથા આત્મતત્ત્વની શ્રદ્ધા થવા ફરી ફરી પ્રશ્ન પૂછીને પણ શંકાનું નિવારણ કરી લેવું જોઈએ. /૧૩
તો જ નિઃશંક તે ગુરુ-કૃપાથી થશે, ભાવ જીવાદિના ઉર ભાસે;
જેમ દેહાદિમાં છે અહંભાવના, તેમ આત્મા વિષે ભાવ થાશે. આજ૦ ૧૪ અર્થ :- પોતાની યોગ્યતા વધતા ગુરુકૃપા થશે, તેથી નિઃશંકતાને પામશે અને જીવ અજીવાદિ તત્ત્વોના ભાવ હૃદયમાં સમજાશે. પછી જેમ દેહાદિમાં અહંભાવના એટલે પોતાપણાની ભાવના છે તેમ આત્મામાં પોતાપણાની ભાવના થશે; અર્થાત્ હું આત્મા છું પણ દેહ નહીં એમ દૃઢ શ્રદ્ધાન થશે. ૧૪મા
તત્ત્વ-વિચારણાથી સુદર્શન થશે, યોગ્યતા વા લઈ જાય સાથે,
તો થશે પરભવે એ જ સંસ્કારથી સત્ય દર્શન, વિના બોઘ લાધ્યું. આજ૦૧૫ અર્થ :- પછી આત્માદિ તત્ત્વોની વિચારણા પ્રગટ્ય જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થશે. અથવા સમ્યક્દર્શન પામવા માટે મેળવેલી યોગ્યતાને પરભવમાં સાથે લઈ જશે. ત્યાં પરભવમાં પૂર્વભવના સંસ્કારથી વગર બોઘ મળે પણ સત્ય આત્મદર્શન થઈ શકશે. જેમ કરકુંડ, નગતિ, નમિરાજર્ષિ અને વિમુખને તે ભવમાં કોઈ ગુરુ ન હોવા છતાં અલ્પનિમિત્ત માત્રથી પૂર્વ સંસ્કાર જાગૃત થઈ જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી તેમ. ૧૫
તત્ત્વ-અભ્યાસથી કર્મ-મિથ્યાત્વનો રસ ઘટે, સર્વ જ્યાં દૂર થાશે,
જેમ વાદળ ખસ્ય સૂર્ય દેખાય છે, તેમ સમ્યકત્વ-ભાનુ પ્રકાશે. આજ૦૧૬ અર્થ :- સાત તત્ત્વમાં મુખ્યત્વે આત્મતત્ત્વના અભ્યાસથી મિથ્યાત્વ એટલે દર્શનમોહનીય કર્મનો રસ ઘટે છે. તે ઘટવાથી સર્વકર્મ દૂર થવા લાગે છે. જેમ વાદળા ખસવાથી સૂર્ય દેખાય છે તેમ મિથ્યાત્વરૂપી વાદળા દૂર થતાં સમ્યગ્દર્શનરૂપ ભાનું એટલે સૂર્યનો પ્રકાશ પ્રગટ જણાય છે. ૧૬ાા.
ઘર્મ તે નહિ કરે લોક સંતોષવા, પૂછશે આટલું જીવને એ :
મુક્તિની એક ઇચ્છા રહે જો ઉરે, મૂક સંકલ્પ-વિકલ્પને, રે! આજ૦૧૭ અર્થ:- સમ્યક્દર્શન થયા પછી લોકોને સારું દેખાડવા તે ઘર્મ કરશે નહીં. પણ પોતાના આત્માને આટલું પૂછશે કે હે જીવ “જો તું મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પવિકલ્પ રાગદ્વેષને મૂક' અને કેવળજ્ઞાન પ્રગટાવ. “કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી; પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાઘા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.” (વ.પૃ.૧૭૦) I/૧૭ના
રાગ આદિ વિકલ્પો તને મૂકતાં, હોય બાઘા જરા તો કહી દે,
એમ સમજાવતાં જીવ માની જશે, હિત જાણી સદા તે મેંકી દે. આજ ૧૮ અર્થ :- રાગ-દ્વેષ આદિ વિકલ્પોને મૂકવામાં તને કોઈ બાઘા હોય તો કહે. એમ મનને સમજાવતાં
Page #281
--------------------------------------------------------------------------
________________
(૭૭) સનાતન ધર્મ
૨૬૯
જીવ માની જશે, અને રાગદ્વેષાદિ મૂકવામાં જ મારું હિત છે એમ જાણી સદાને માટે મૂકી દેશે. ।।૧૮।। રાગ આદિ રહિત જ્યાંથી ત્યાંથી થવું એ સનાતન મહા ધર્મ માનો,
પ્રાપ્ત સંયોગમાં ભાવ સમતા તો સાથવો એ જ ઉપદેશ જાણો. આજ ૧૯
અર્થ :– જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ આત્માનો સનાતન મહાઘર્મ માનો, જેવા સંયોગ આવી મળે તે પ્રાપ્ત સંયોગોમાં સમભાવ રાખવાનો પ્રયત્ન કરવો એ જ સર્વ જ્ઞાનીપુરુષોનો ઉપદેશ છે એમ જાણો. જેમ નાભા ભગતની ઝૂંપડી પાસે ચોરે માલ દાટી દીધો. ભગતને ચોર જાણી માર મારે ત્યારે પણ તે ભક્તિ કરે. એમ સર્વ સંજોગમાં સમતાભાવ સાધવાનો જ ભગવાનનો ઉપદેશ છે. ।।૧૯।।
જ
સર્વ ક્રિયા કરી, દાન શીલ આચરી, આટલું સાધવું છે, વિચારો :
સહજ સમભાવ તે નિજ રૂપ જાણીને, સાચવી રાખવું જરૂર ઘારો. આજ૦૨૦ અર્થ :સર્વ જપ તપાદિની ક્રિયા કરીને કે દાન, શીલ, ભાવ આદિનું આચરણ કરીને આટલું સાધ્ય કરવું છે કે જીવને સર્વ દશામાં સહજ સમભાવ રહે. કારણકે સમભાવ એ આત્માનું સ્વરૂપ છે; આત્માને રહેવાનું ઘર છે. માટે સમભાવને જરૂર સાચવી રાખવો છે એમ મનમાં નિશ્ચય કરો; જેથી આત્માને પોતાના સનાતન ધર્મની પ્રાપ્તિ થાય. ।।૨।।
આધિ, વ્યાધિ, ઉપાધિ ઘણી આવશે, આત્મ-તિકારી સમતા ન ચૂકો,
લક્ષ જો છૂટવાનો ઉરે આદરો તો ઉદાસીનતા કર્દી ન મૂકો. આજ૦૨૧
અર્થ :— આઘિ એટલે માનસિક ચિંતા, વ્યાઘિ એટલે શારીરિક રોગ અને ઉપાધિ એટલે વ્યાપાર વ્યવહાર કુટુંબ વગેરેની ઉપાધિ પૂર્વ કર્માનુસાર ઘણી આવશે. પણ તેમાં આત્માને કલ્યાણ કરનારી એવી સમતાને કદી ચૂકશો નહીં. સમતાભાવ વર્તમાનમાં સુખ આપનાર છે અને નવીન કર્મબંધને રોકનાર હોવાથી પરભવમાં પણ જીવને સુખનું કારણ થાય છે. માટે સંસારથી છૂટવાનો લક્ષ ખરેખર હૃદયમાં છે તો ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવ, અનાસક્તભાવને કદી મુકશો નહીં. એ વડે સમભાવની સિદ્ધિ થશે. “ઉદાસીનતાનો જ્યાં વાસ સકળ દુઃખનો છે ત્યાં નાશ.'’ -શ્રીમદ્ રાજચંદ્ર ।।૨૧।।
સર્વ દર્શન તણો, સર્વ શાસ્ત્રો તણો, સાર આ જાી એને ઉપાસો;
હૃદયપલટો થયે વાત વ માનશે, માન્યતા સત્ય ત્યાં ધર્મ-વાસો. આજ ૨૨
અર્થ :– સર્વ દર્શન એટલે ધર્મનો, સર્વ શાસ્ત્રનો સાર સમતાભાવને જાણી એની ઉપાસના કરો.
=
સમભાવની વાત જ્યારે હૃદયમાં બરાબર સમજાશે ત્યારે જીવ તેને માન્ય કરશે. જ્યારે ખરેખર સત્ય માન્યતા થશે ત્યારે આત્મસ્વભાવરૂપ ધર્મ જીવમાં પ્રગટશે. ।।૨૨।।
ભૂલ ગુરુમાં કરી, દેવ-ધર્મે ખરી; સર્વ પુરુષાર્થ પણ ભૂલવાળો,
તેથી મુમુક્ષુઓ સદ્ગુરુ આશ્રર્ય, સત્ય પુરુષાર્થથી દોષ ટાળો. આજ૦૨૩
અર્થ :- ગુરુ ઘારણ કરવામાં જો ભૂલ કરી તો દેવ અને ધર્મનું સાચું સ્વરૂપ સમજવામાં પણ અવશ્ય ભૂલ થશે. અને કુગુરુ આશ્રયે વ્રત તપાદિ કરવાનો પુરુષાર્થ પણ આત્મલક્ષ વગર ભૂલવાળો થશે. જેથી મુક્તિની પ્રાપ્તિ નહીં થાય પણ સંસારનો સંસાર જ રહેશે. તેથી હે મુમુક્ષુઓ! શ્રી સદ્ગુરુ ભગવંતના આશ્રયને ગ્રહણ કરી, તેમની આજ્ઞાએ સત્ય પુરુષાર્થ આદરીને મિથ્યાત્વ, કષાય આદિ સર્વ
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૭૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
દોષોનો હવે નાશ કરો. રિયા
શાંતિ સૌ ઘર્મનું મૂળ જાણી સદા, ક્લેશનાં કારણો ટાળશે જે,
સર્વ સંસારનાં દુઃખની આ દવા: આત્મ-અર્થે સમય ગાળશે તે. આજ૦૨૪ અર્થ - વિષયકષાયથી ઉત્પન્ન થતી ઇચ્છાઓના સંકલ્પવિકલ્પથી કે તેના આકુળવ્યાકુળપણાના નાશથી જીવ આત્મશાંતિ પામે છે. એ આત્મશાંતિને સર્વ ધર્મનું મૂળ જાણી અને રાગદ્વેષ અજ્ઞાન આદિને સદા ક્લેશના કારણો માની જે જીવ ટાળશે, તે પોતાના સનાતન શાશ્વત એવા આત્મઘર્મને પામી સર્વકાળ સુખી થશે. સંસારના જન્મ જરા મરણ કે આધિ વ્યાધિ ઉપાધિરૂપ ત્રિવિઘ તાપના દુઃખથી મુક્ત થવાની આજ દવા છે. તેને જે જીવ સમજશે તે દેહભાવને ગૌણ કરી આત્મભાવને દ્રઢ કરવા અર્થે પોતાના મનુષ્યભવનો અમૂલ્ય સમય વ્યતીત કરશે. તે જ જીવ જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં ઘન્યવાદને પાત્ર છે. ૨૪
જે જીવ પૂર્વ પુણ્યના પુંજથી સનાતન જૈન ધર્મને પામે, તે આત્માદિ સૂક્ષ્મ તત્ત્વોની પ્રતીતિ એટલે શ્રદ્ધાને પામી શકે છે. તે પામ્યા પછી ક્રમશઃ આગળ વધીને કેવળજ્ઞાન પામી મુક્તિને મેળવે છે. એ વિષે વિસ્તારથી અત્રે જણાવવામાં આવે છે –
(૭૮) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ
(સેવો ભવિયાં વિમલ જિનેસર, દુલ્લહા સજ્જન-સંગાજી એ રાગ)
સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ પામ્યા, અચળ આ કળિકાળજી,
એવા સદગુરુ-ચરણે નમતાં, ભવ-ભાવઠ તે ટાળજી. સૂક્ષ્મ અર્થ :- આત્માદિ તત્ત્વો અરૂપી હોવાથી સૂક્ષ્મ છે. તેની પ્રતીતિ એટલે શ્રદ્ધાને પામવી તે સૂક્ષ્મ તત્ત્વ પ્રતીતિ છે. આવી આત્માદિ તત્ત્વોની અચળપણે કહેતા ક્ષાયિકભાવે પ્રતીતિને જે ભયંકર હુંડા અવસરપિણી કાળમાં પણ પામ્યા એવા લાયક સમ્યદ્રષ્ટિ પરમકૃપાળુ શ્રીમદ્ ગુરુ ભગવંતના ચરણકમળમાં ભક્તિભાવે નમન કરતાં અર્થાત્ તેમની આજ્ઞાને ઉપાસતાં ભવ-ભાવઠ એટલે સંસારની સર્વ ઉપાથિની જંજાળનો ક્રમે કરી નાશ થાય છે. [૧ાા.
શ્રીમદ્ સગુરુ રાજચંદ્ર-પદ-સેવા નિત્યે ચાહંજી,
પરમ-પ્રેમ-રસ દાન પ્રભુ દ્યો, તો તેમાં હું હાઉજી. સૂક્ષ્મ અર્થ - શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુના ચરણની સેવા કહેતા તેમની આજ્ઞાને નિત્યે ઉઠાવવા ઇચ્છું છું. હે પ્રભુ! મારી સંસાર પ્રત્યેની અનંતી પ્રીતિનો નાશ થઈ આપના પ્રત્યે પરમપ્રેમ પ્રગટે એવું મને વરદાન આપો; જેથી હું આપના પ્રેમરૂપરસમાં નાહીને મારા આત્માને પવિત્ર કરું. /રા
સ્ફટિક રત્ન સમ જીંવ-નિર્મળતા, જિનવર-બોઘ-પ્રકાશેજી, પ્રબળ કષાય-અભાવે પ્રગટે, સહજ ઘર્મ વિકાસેજી. સૂક્ષ્મ
Page #283
--------------------------------------------------------------------------
________________
(૭૮) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ
૨૭૧
અર્થ - શ્રી જિનેશ્વર ભગવંતનો બોઘ એમ જણાવે છે કે આત્માની નિર્મળતા, મૂળ સ્વરૂપે જોતાં સ્ફટિક રત્ન જેવી છે. તે આત્માની નિર્મળતા પ્રબળ કહેતા બળવાન એવા અનંતાનુબંધી કષાયનો અભાવ થયે પ્રગટે છે. જેથી સહજ સ્વાભાવિક આત્મામાં જ રહેલા સમ્યક્દર્શનાદિ ઘર્મ પ્રગટમાં આવે છે અને ક્રમે કરી તે વિકાસ પામી પૂર્ણતાને પામે છે. ૩
સદા દ્રવ્ય અત્યંત પ્રકાશિત, સર્વ કર્મ ક્ષય થાતાજી,
અસંગતા સહ સુખ-સ્વરૃપતા; જ્ઞાન-વચન આ સાચાંજી. સૂક્ષ્મ અર્થ – સર્વ કર્મ કહેતા આઠેય કર્મનો ક્ષય થતાં પોતાનું આત્મદ્રવ્ય સદા સંપૂર્ણ પ્રકાશમાન રહે છે. સર્વ કર્મથી અસંગ એટલે રહિત થવાની સાથે જ આત્માનું અનંતસુખસ્વરૂપ પ્રગટે છે. આ જ્ઞાનીપુરુષના અનુભવસિદ્ધ વચનો હોવાથી અત્યંત સાચી છેજા.
જગ-સંકલ્પ-વિકલ્પો ભૂલો, થશો શુદ્ધ ઉપયોગીજી,
લક્ષ થવા નિર્વિકલ્પતાનો થવું ઘટે સ્થિર-યોગીજી. સૂક્ષ્મ અર્થ - પોતાના અનંત સુખસ્વરૂપને પ્રગટ કરવા માટે આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજો. તો આત્માનો જ્ઞાનદર્શનમય ઉપયોગ શુદ્ધ થશે. સંકલ્પ-વિકલ્પને ભૂલી નિર્વિકલ્પતાનો લક્ષ સિદ્ધ થવા માટે મનવચનકાયારૂપ ત્રણે યોગની સ્થિરતા કરવી આવશ્યક છે. પા.
તે માટે સ્થિરતાનાં કારણ યથાશક્તિ ઉપાસોજી,
સવિચાર, વૈરાગ્ય, ઉપશમ, સત્ સમાગમે વાસોજી. સૂક્ષ્મ અર્થ - ત્રણેય યોગની સ્થિરતા કરવાના કારણો જીવે યથાશક્તિ ઉપાસવા યોગ્ય છે. તે આ પ્રમાણે છે. સતપુરુષોના વચનોનો વિચાર કરવો, વૈરાગ્યભાવમાં નિમગ્ન રહેવું, કષાયોને ઉપશમાવવા અને પુરુષના કે તેના આશ્રિત જીવોના કે સત્કૃતના સમાગમમાં નિત્ય રહેવું એ મનવચનકાયાના યોગોની સ્થિરતા થવાના મુખ્ય સાઘનો છે. કા.
સુંઘારસ, સલ્ફાસ્ત્ર સુહેતું, જ્ઞાની ગુરુ જો દાતાજી,
સત્સમાગમ સૌથી સહેલો, પહેલો, સૌની માતાજી. સૂક્ષ્મ અર્થ :- સ્થિરતા લાવવા માટે સુથારસની યોગ ક્રિયા અને સલ્લાસ્ત્રો ઉત્તમ કારણો છે. પણ તેના દાતાર જ્ઞાની ગુરુભગવંત હોવા જોઈએ. નહીં તો સ્થિરતાના કારણ એવા “સુથારસને જ આત્મા માની બેસે. જેથી સમ્યકદર્શન આદિની પ્રાપ્તિ ન થાય અને જીવ તેમાંજ અટકી આગળ વધી શકે નહીં. તેમ ગુરુગમ વગર શાસ્ત્રો પણ શસ્ત્રરૂપે પરિણમે છે. અહંકાર આદિ માન કષાયને પોષનાર થાય છે. માટે સૌથી સહેલો અને સૌથી પહેલો સત્સમાગમ એટલે સત્સંગ કર્તવ્ય છે જેથી સહુ સાઘન સુલભ થાય છે. સત્સંગ એ સર્વ ગુણોને ઉત્પન્ન કરનાર માતા સમાન છે.
“સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે; “સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાઘન છે.” (વ.પૃ.૭૫) નાગા
જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રયથી સુલભ મોક્ષપદ, ભાખ્યુંજી; આત્મસ્થિરતા, મોક્ષમાર્ગ તો કેમ સુલભ નહિ? દાખ્યુંજી. સૂક્ષ્મ
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૭૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ:- જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયથી મોક્ષપદ સુલભ છે એમ મહાપુરુષોએ કહ્યું છે, તો ક્ષણે ક્ષણે આત્માનો ઉપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ મોક્ષમાર્ગ તેમના દ્રઢ આશ્રયે કેમ સુલભ ન હોય? અર્થાત્ હોય જ. આત્મઉપયોગ સ્થિર થયા વિના મોક્ષપ્રાપ્તિ હોય નહીં.
જો જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં.” (વ.પૃ.૪૪૭) IIટા
જ્ઞાનીપુરુષનાં વચન તણો દ્રઢ આશ્રય જે નર પામ્યો છે,
તેને સાઘન થાય સુલભ સૌ, અખંડ નિશ્ચય માન્યોજી. સૂક્ષ્મ અર્થ :- જ્ઞાનીપુરુષના વચનમાં જેને દ્રઢ શ્રદ્ધા હોય તેને મોક્ષમાર્ગમાં ઉપયોગી એવા વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ, સંયમાદિ સર્વ સાઘન સુલભ થાય એવો અખંડ નિશ્ચય જ્ઞાનીઓએ માન્ય કરેલ છે.
જ્ઞાનીપુરુષના વચનનો દ્રઢ આશ્રય જેને થાય તેને સર્વ સાઘન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સપુરુષોએ કર્યો છે; તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે?” (વ.પૃ.૪૪૭) //લા
સત્પરુષે એ સ્પષ્ટ કહ્યું છે, કેમ મુમુક્ષુ મૂકેજી?
સ્વરૃપ વૃત્તિનું જાણી, તેને તવાનું ના ચૂકેજી. સૂક્ષ્મ અર્થ - સત્પરુષે બોઘમાં એ સ્પષ્ટ જણાવ્યું છે. ખરો મુમુક્ષુ હોય તે હવે કેમ મૂકે? તે પોતાની વૃત્તિઓ ક્યાં ક્યાં મોહ પામી રહી છે તે જાણી તેને જીતવાનું ચૂકે નહીં. I/૧૦ના
તોપણ કાળ દુઃષમ તેથી રહો સૌ સત્સંગ સમીપેજી,
કે દ્રઢ આશ્રય નિશ્ચયપૂર્વક ટકતાં આત્મા દીપેજી. સૂક્ષ્મ અર્થ - વર્તમાનકાળ ઘણો દુઃષમ હોવાથી જ્યાં સત્સંગ હોય ત્યાં સર્વે રહેવાનો પુરુષાર્થ કરો. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે “કલિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું.” કર્મને આધીન સત્સંગમાં રહેવાનું ન બને તો સન્દુરુષનો દ્રઢ આશ્રય તેના વચનબળે નિશ્ચયપૂર્વક ટકાવી રાખવો. જેથી ત્યાં રહ્યાં પણ આત્મા નિર્મળતાને પામતો જાય. ||૧૧||
આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દ્રઢ આશ્રય વિશેષ જોઈએ. અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; તોપણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાઘન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી, કે જેથી સર્વ સાઘન અલ્પ કાળમાં ફળીભૂત થાય.” (વ.પૃ.૪૪૭) I/૧૧ાા
અત્યંત નિવૃત્તિ અસત્સંગથી જરૂરની આ કોલેજી;
કઠણ સાઘનો પ્રથમ ઇચ્છતાં, સૌ સાથન ઝટ ફાલેજી. સૂક્ષ્મ અર્થ - અસત્સંગથી અત્યંત એટલે સંપૂર્ણપણે નિવૃત્તિ મેળવવી એ આ કાળમાં બહુ જરૂરી છે. ઘર, કુટુંબ, વ્યવસાય આદિ કાર્યોથી નિવૃત્ત થવું પ્રથમ જીવને વસમું લાગે પણ કઠણ એવા સાઘનોની નિવૃત્તિ પ્રથમ ઇચ્છતા બીજા સૌ સાધન શીઘ્ર ફળીભૂત થાય છે. તેને સત્સંગ, સવિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થાય છે અને આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા આવે છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
(૭૮) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ
“આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.’” (વ.પૃ.૪૫૧) ||૧૨।।
સદ્ગુરુના ઉપદેશ વિના ને સુપાત્રતાની ખામીજી, કાળ અનંત ગયો તે કારણ, વિના ભાન, છે! સ્વામીજી. સુક્ષ્મ
=
અર્થ :— સદ્ગુરુનો ઉપદેશ ન મળવાથી અથવા યોગ્યતાની ખામીને લીધે તે ઉપદેશ ગ્રહણ ન કરવાથી પૂર્વે અનંતકાળ વ્યતીત થઈ ગયો. તેનું કારણ પોતાના આત્મસ્વરૂપનું ભાન નહોતું. તેથી હે સ્વામી! હું અનંતકાળથી આ સંસારમાં આથયો છું. અને હજુ પણ પોતાના અભિમાનને મૂકતો નથી.
“અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન;
સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન.’’ -શ્રીમદ્ રાજચંદ્ર ।।૧૩।।
ઘર્મ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, મહાભાગ્ય કોઈ દેખેજી, સદ્ગુરુના અનુગ્રહથી તે પણ અંતર્શોથે લેખેજી. સૂક્ષ્મ
૨૭૩
-
અર્થ :— ‘ધર્મ’ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. કોઈક મહાભાગ્યશાળીને જ તે અંતર સંશોઘનથી પ્રાપ્ત થાય છે. તે અંતર સંશોઘન હું કોણ છું વગેરે સદ્દગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. ‘મોક્ષમૂર્ત ગુરુ કૃપા.' “ધર્મ'એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતસંશોઘન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહે પામે છે. (વ..૧૭૮) ||૧૪|| તપતો જીવ સંસાર-તાપમાં શીતળ તેથી થાશેજી,
આ ભવનાં આ અન્ય સુખમાં સજ્જન નહીં મુઝાશેજી. સૂક્ષ્મ
અર્થ ઃ— સંસારમાં ત્રિવિધ તાપથી તસાયમાન જીવ સદ્ગુરુના વચનામૃતથી શીતળતાને પામશે. આ ભવના આ અલ્પ ઇન્દ્રિયસુખમાં સજ્જન પુરુષો મોહ પામી મુઝાશે નહીં. ‘‘એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે.” (વ.પૃ.૧૭૯૯ ||૧૫||
અનંત ભવનાં અનંત દુઃખો વધારવાં નહિં સારાંજી,
અવસર આવ્યો વહી જતો આ, કરતાં “મારાં, મારાં'જી. સૂક્ષ્મ
અર્થ :– અનંતભવના અનંત દુઃખો એક ભવના અલ્પ માત્ર શાતાવેદનીયના સુખો માટે વધારવાં
=
સારા નથી. મોક્ષ પ્રાપ્તિ થઈ શકે એવો અવસર આવ્યો છે છતાં જીવ શરીરાદિ પ૨વસ્તુમાં મારાપણું કરી કરીને તેને વહી જવા દે છે. જેમ એક આંધળાને નગર બહાર નીકળવાનો દરવાજો આવે કે ચાલતાં ચાલતાં ખાજ આવી જાય. તેથી તે દરવાજા પાસે આવ્યા છતાં પણ નીકળી શકે નહીં. તેમ મોક્ષની બારીરૂપ મનુષ્યભવ મળતાં છતાં જીવને ઇન્દ્રિય વિષયરૂપ ખાજ આવવાથી તે ભવપાર થઈ શકતો નથી. ।।૧૬।
જીવ પોતાનું સ્વરૂપ ન જાણે, ૫૨ને સમજે ક્યાંથીજી? સ્વપરની સમજણ જ્યાં સુધી નથી, ગેંચાતો ત્યાં સુધીજી, સૂક્ષ્મ
અર્થ :— જીવ જ્યાં સુધી પોતાના આત્મસ્વરૂપને ન જાણે ત્યાં સુધી બીજા પણ આત્મા જ છે એમ
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૭૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ક્યાંથી સમજી શકે. સ્વઆત્માની અને પર એવા પુગલના સ્વરૂપની જ્યાં સુધી સમજણ આવે નહીં ત્યાં સુધી જીવ સુખદુઃખના પ્રસંગમાં મુઝાય છે. “જીવ પોતાનું સ્વરૂપ જાણી શકતો નથી; તો પછી પરનું સ્વરૂપ જાણવા ઇચ્છે તે તેનાથી શી રીતે જાણી, સમજી શકાય? અને જ્યાં સુધી ન સમજવામાં આવે ત્યાં સુઘી ત્યાં રહી ગૂંચાઈ ડહોળાયા કરે છે.” (વ.પૃ.૭૪૬) I/૧૭ના
સ્વસ્વરૂપનું જ્ઞાન અલૌકિક પ્રગટ્યું નથી જ્યાં સુઘીજી,
પર પદાર્થ વિષે બહુ જાણે પણ અજ્ઞાને બુદ્ધિજી- સૂક્ષ્મ અર્થ - પોતાના આત્મસ્વરૂપનું અલૌકિક જ્ઞાન જ્યાં સુધી પ્રગટ્યું નથી, ત્યાં સુધી ભલે બીજા પદાર્થો વિષે બહુ જાણે તો પણ બુદ્ધિમાં અજ્ઞાન હોવાથી મોક્ષમાર્ગમાં તે કામ આવતું નથી.
“શ્રેયકારી એવું જે નિજસ્વરૂપનું જ્ઞાન તે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તોપણ તે કશા કામનું નથી;” (વ.પૃ.૭૪૬) I/૧૮ના
મોક્ષ-માર્ગમાં કામ ન આવે; ઉત્તમ રસ્તો આ છે જીઃ
બીજી બથી વાતો મૂકી દઈ, આત્મા ઓળખવા જે જી- સૂક્ષ્મ અર્થ :- અજ્ઞાનયુક્ત ગમે તેટલું જ્ઞાન હોય પણ તે મોક્ષમાર્ગમાં કામ આવે નહીં. માટે સૌથી ઉત્તમ રસ્તો આ છે કે બીજી બધી વાતો મૂકી દઈ એક સૂક્ષ્મ એવા આત્મ તત્ત્વની પ્રતીતિ એટલે શ્રદ્ધા કરીને તેની પૂરેપૂરી ઓળખાણ કરવી. “માટે ઉત્તમ રસ્તો એ છે કે બીજી બથી વાતો મૂકી દઈ પોતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરવો.” (વ.પૃ.૭૪૬) /૧૯ાા
પ્રયત્ન કરશે તે સભાગી, સારભૂત વિચારેજીઃ
આત્મા સત્તારૂપ, સદા છે; કર્તા કર્મોનો એ જી. સૂક્ષ્મ અર્થ - આત્માને ઓળખવાનો જે જીવ પ્રયત્ન કરશે તે આ પ્રમાણે સારભૂત વિચારો કરશે કે આત્માની સત્તા એટલે તેનું અસ્તિત્વ છે અને તેનું હોવાપણું સદા ત્રણે કાળમાં છે. તે કર્મનો કર્તા પણ છે.
જે સારભૂત છે તે જોવા સારુ આ “આત્મા સભાવવાળો છે?” “તે કર્મનો કર્તા છે, અને તેથી (કર્મથી) તેને બંઘ થાય છે, ‘તે બંઘ શી રીતે થાય છે?” “તે બંઘ કેવી રીતે નિવૃત્ત થાય?’ અને ‘તે બંઘથી નિવૃત્ત થવું એ મોક્ષ છે' એ આદિ સંબંથી વારંવાર, અને ક્ષણેક્ષણે વિચાર કરવો યોગ્ય છે; અને એ પ્રમાણે વારંવાર વિચાર કરવા યોગ્ય છે; અને એ પ્રમાણે વારંવાર વિચાર કરવાથી વિચાર વૃદ્ધિને પામે છે; ને તેને લીધે નિજસ્વરૂપનો અંશેઅંશે અનુભવ થાય છે. જેમ જેમ નિજસ્વરૂપનો અનુભવ થાય છે, તેમ તેમ દ્રવ્યનું જે અચિંત્ય સામર્થ્ય તે તેના અનુભવમાં આવતું જાય છે.” (વ.પૃ.૭૪૬) I/૨૦ગા.
બંઘ થાય છૅવને કર્મોથી, કયાં કારણે, જાણેજી,
બંઘ ટળે જીંવ મુક્ત બને છે, મોક્ષ-ઉપાય પ્રમાણેજી. સૂક્ષ્મ અર્થ - કયા કારણોને લઈને જીવને કર્મ બંઘ થાય છે તે જાણવા માટે પ્રયત્ન કરશે. પછી મોક્ષના
છે તેવાથી તે કર્મબંધ ટળી જઈ જીવનો મોક્ષ થાય છે વગેરે જાણી, તે પ્રાપ્ત કરવાનો ભાવ પ્રગટશે. ર૧ાા.
એ આદિ વિચાર ગહન સૌ, વારંવાર વિચારેજી, ક્ષણે ક્ષણે તે મનન કરે તો, વિચાર-વૃદ્ધિ થાશેજી. સૂક્ષ્મ
Page #287
--------------------------------------------------------------------------
________________
(૭૮) સુક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ
મુક્ત
અર્થ :— ઉપરોક્ત કર્મબંઘ અને તેથી મુક્તિના વિચારો સૌ ગહન છે. માટે આત્માને કર્મોથી કરવાના વિચારો વારંવાર ક્ષણે ક્ષણે મનન કરે તો આત્મવિચાર વૃદ્ધિને પામશે. ।।૨૨।। થાય અનુભવ અંશે અંશે સ્વ-સ્વરૂપનો તેથીજી, સ્વરૂપ-અનુભવ વધતાં જાણે અચિંત્ય દ્રવ્યની શક્તિજી, સુક્ષ્મ
અર્થ :— એમ વારંવાર આત્મવિચાર કરવાથી પોતાના આત્મ સ્વરૂપનો અંશે અંશે અનુભવ થશે. ને અનુભવ આગળ વધતાં આત્મદ્રવ્યની અચિંત્ય શક્તિનો તેને ખ્યાલ આવશે. ।।૨૩।
સમાઘાન સૌ શંકાનું ત્યાં વગર પ્રયત્ન થાશેજી,
ના માનો તો આ પુરુષાર્થે અનુભવથી સમજાશેજી, સૂક્ષ્મ
અર્થ :– આત્મ અનુભવ થવાથી સર્વે શંકાઓનું સમાધાન વગર પ્રયત્ન થશે. કોઈ વાત માનવામાં ન આવતી હોય તો ઉપર પ્રમાણે આત્મઅનુભવ કરવાનો પુરુષાર્થ કરવો. જેથી તે અનુભવમાં આવી જીવને સમજાઈ જશે.
૨૭૫
“તેને લઈને ઉપર બતાવેલી એવી જે શંકાઓ (જેવી કે, થોડા આકાશમાં અનંત જીવનું સમાવું, અથવા અનંત પુદ્ગલ ૫૨માણુનું સમાવું)નું કરવાપણું રહેતું નથી; અને તે યથાર્થ છે એમ સમજાય છે. તે છતાં પણ જો માનવામાં ન આવતું હોય તો અથવા શંકા કરવાનું કારણ રહેતું હોય તો જ્ઞાની કહે છે કે ઉપર બતાવેલો પુરુષાર્થ કરવામાં આવ્યેથી અનુભવસિદ્ધ થશે.” (પૃ.૭૪૭) ||૨૪||
રાગ-રોષ છોડ્યાથી ખાત્રી સૌ સિદ્ધાંતની થાશેજી,
સર્વ પ્રકારે છૂટે તો જીવ મોક્ષે પોતે જાશેજી. સૂક્ષ્મ
અર્થ – રાગદ્વેષને મંદ કરી શાનીપુરુષોએ કહેલા શાસ્ત્રો વૈરાગ્ય ઉપશમ સહિત વાંચવા વિચારવાથી છ પદ, નવ તત્ત્વ વગેરે સર્વ સિદ્ધાંતોની જીવને ખાત્રી થશે. તેથી સમ્યક્દર્શનની પ્રાપ્તિ થશે. “તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યક્દર્શનમ્” તત્ત્વોની શ્રદ્ધા એ સમકિત છે. સર્વ પ્રકારે રાગદ્વેષનો નાશ થાય તો જીવ સ્વયં મોક્ષપદને પામશે. I॥૨૫॥
નવ તત્ત્વો કે સાત તત્ત્વની, છ પદ, છ દ્રવ્યની વાતોજી, જીવ-જીવ બે દ્રવ્ય કે તત્ત્વ, સાર બધોય સમાતોજી. સૂક્ષ્મ
કે
અર્થ :— નવ તત્ત્વ કે સાત તત્ત્વની, છ પદની કે છ દ્રવ્યની વાતોનો બધો સાર જીવદ્રવ્ય કે અજીવદ્રવ્ય એ બે તત્ત્વોમાં સમાય છે. આત્મા જીવ દ્રવ્ય છે બાકી બધા અજીવ દ્રવ્ય છે. ।।૨૬।
સિદ્ધાંત સમજજો સદુપદેશે, એકાન્તે નિઠ આરોજી, સૂક્ષ્મ વિચારે સૂક્ષ્મ તત્ત્વ સૌ સમજ્યું સદ્ આચારોજી. સૂક્ષ્મ
અર્થ :– ભગવાનના કહેલા તત્ત્વ સિદ્ધાંતોને શાનીપુરુષના બોઘના આધારે સમજજો. એકાન્ત વસ્તુ સ્વરૂપ માનવાથી સંસાર સમુદ્રનો કિનારો આવે એમ નથી. પણ ભગવાનના કહેલા છ દ્રવ્ય, સાત તત્ત્વ કે છ પદ આદિ સુક્ષ્મ તત્ત્વોને સૂક્ષ્મ વિચારે સ્યાદ્વાદવડે સમજવાથી સચાર એટલે સભ્યશ્ચારિત્રનો ઉદય થશે. IIરજ્ઞા
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૭૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
આજ્ઞા અનુસરતા ઉપદેશે ક્રોઘ ક્ષમા-ભંડારોજી,
ક્ષમા ય ગણી ઉત્સુત્ર-વિચારે મહામોહ-ઘરબારોજી.’ સૂક્ષ્મ અર્થ - ભગવાનની આજ્ઞાનુસાર ઉપદેશ કરતાં શ્રી ગુરુ ક્રોધ કરે તો પણ તે ક્ષમાના ભંડાર છે. જેમકે શિષ્યનો દોષ બહાર કઢાવવા તડૂકીને બોલે પણ તેમનો અંતરઆશય શુદ્ધ હોવાથી તે ક્ષમાના જ ભંડાર છે. “ગુરુ કે શિક્ષક શિષ્યને કડવા કથનથી ઉપદેશ આપે એ દેખાવમાં તો અયોગ્ય લાગે છે, પરંતુ પરિણામે કરુણાનું કારણ છે, એનું નામ “અનુબંઘદયા'.” (વ.પૃ.૬૪)
જ્યારે કોઈ વિચારપૂર્વક ભગવાનના વચનથી વિરુદ્ધ બોલી ઉસૂત્ર પ્રરૂપણા કરે અને ક્ષમા રાખે તો પણ તે જીવ મહામોહનીય કર્મને ઉપાર્જન કરે છે. તે મહાપાપી બની અનંત સંસારી થાય છે. ભગવાન મહાવીરનો જીવ પૂર્વ ભવે મરીચીના ભવમાં ઇરાદાપૂર્વક ઘર્મથી વિરુદ્ધ વચન બોલવાથી લગભગ એક કોડાકોડી સાગરોપમ સુથી સંસારના અનંત દુઃખને પામ્યો. ૨૮
વચન કહ્યાં આ શ્રોતા અર્થે, ક્ષમા ન ત્યાં મુકાવીજી,
આજ્ઞા હિતકારી સમજાવા, વૃષ્ટિ બાહ્ય તાવીજી. સૂક્ષ્મ અર્થ :- ઉપરના વાક્યો શ્રોતા એટલે સાંભળનાર માટે કહ્યા છે કે શ્રી ગુરુ આપણા ભલા માટે ક્રોઘ કરે તો તે સાંભળી આપણી ભૂલ સુધારવી. પણ એમ ન સમજવું કે શ્રી ગુરુ ક્રોધ કરે માટે આપણે પણ ક્ષમા રાખવી કાંઈ જરૂર નથી. શ્રી ગુરુની આજ્ઞા આપણા કલ્યાણ માટે છે એમ માની ગુરુ પ્રત્યે બાહ્યદ્રષ્ટિનો ત્યાગ કરવો, અર્થાતુ ગુરુ થઈને ક્રોધ કરે છે એમ કલ્પના કરવી નહીં. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી કોઈની ભૂલ થાય તો એવા વઢે કે શિષ્ય સુઘરી જ જાય. રિલા
શાસ્ત્રાભ્યાસે વર્તે નિત્યે તેને અનુભવ લેવાજી,
શિક્ષા આપી : “જડ શાસ્ત્રો સૌ, નિજ હિતે ચિત્ત દેવાજી. સૂક્ષ્મ અર્થ - જે હમેશાં શાસ્ત્રાભ્યાસ કરે છે તેને તે પ્રમાણે વર્તન કરી અનુભવ કરવા માટે શ્રી ગુરુએ શિક્ષા આપતા કહ્યું હોય કે “આ શાસ્ત્રો તો સર્વ જડ છે;” તો તે સાંભળી નિજ હિતમાં ચિત્ત લગાવવું કે જો હું શાસ્ત્રો પ્રમાણે વર્તન ન કરું તો એ શાસ્ત્રો મને કંઈ કહેવા આવવાના નથી. [૩૦ના
તે સુંણી અભ્યાસ તજી દે જો શાસ્ત્રો શીખવનારોજી,
આત્મ-અનુભવ તો ના સમજે, ઉદ્યમ રહિત થનારોજી. સૂક્ષ્મ અર્થ :- આ શાસ્ત્રો તો જડ છે એમ સાંભળી જો શાસ્ત્ર શીખનારો પોતાનો શાસ્ત્રાભ્યાસ મૂકી દે તો તે આત્મઅનુભવ માટેનું જ્ઞાન મેળવી શકે નહીં, પણ ઉદ્યમ રહિત થાય. પુરુષાર્થહીન વ્યક્તિ કંઈ પ્રાપ્ત કરી શકે નહીં. ૩૧
સ્નાનયજ્ઞને ઘર્મ ગણીને હિંસામાં હિત ભાળજી,
તેના પ્રત્યે કહ્યું : પુણ્ય નહિ હિંસાથી કોઈ કાળજી.” સૂક્ષ્મ અર્થ :- કોઈ ગંગામાં સ્નાન કરી પોતાને પવિત્ર માને, કોઈ યજ્ઞમાં પશુ આદિની બલી ચઢાવી ઘર્મ માને. આમ હિંસા કરવાથી દેવ પ્રસન્ન થઈ અમારું હિત કરશે એમ માનનાર પ્રત્યે ભગવાને કહ્યું કે હિંસા કરવાથી કોઈ કાળે પણ પુણ્ય પ્રાપ્તિ થઈ શકે નહીં.” ૩રા
Page #289
--------------------------------------------------------------------------
________________
(૭૮) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ
૨ ૭૭
કિંચિત્ હિંસા પૂજામાં, પણ બહુ હિતકારી અંતેજી,
ગૃહસ્થને પૂજાની આજ્ઞા દીઘી છે ભગવંતેજી. સૂક્ષ્મ અર્થ :- સ્નાનાદિથી પવિત્ર થઈ ભગવાનની પૂજા કરે તેમાં કિંચિત્ હિંસા થઈ એમ જણાય. પણ તે ઉત્તમભાવ થવાનું કારણ હોવાથી અંતે આત્માને બહુ હિતકારી સિદ્ધ થાય છે. માટે ગૃહસ્થને પૂજા કરવાની આજ્ઞા ભગવંતે આપી છે. ભાવથી ભગવાનની પૂજા કરવાથી કુમારપાળ રાજા થયો. દેવપાલ ભગવાનની પૂજા કર્યા વિના ભોજન ન લેવાથી ઉત્તમ ગતિને પામ્યો. [૩૩]
ઘર્મ-મંદિર કરવામાં હિંસા અલ્પ અને ફળ મોટુંજી,
કહ્યું શાસ્ત્રમાં તે વિવેકે સમજી, તજજો ખોટુંજી. સૂક્ષ્મ અર્થ – ઘર્મ મંદિર બનાવવામાં હિંસા અલ્પ છે જ્યારે તેનું ફળ ઘણું મોટું છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેને વિવેકપૂર્વક સમજી ખોટી માન્યતાનો ત્યાગ કરજો. વીતરાગમદ્રાના દર્શન કરવાથી વીતરાગતાની પ્રાપ્તિ થાય છે. સંપ્રતિરાજા, વિમલશાહ, વસ્તુપાળ-તેજપાળે અનેક ઘર્મમંદિરો બંઘાવી લક્ષ્મીનો સદુપયોગ કરી પુણ્ય ઉપાર્જન કર્યું હતું. [૩૪
પાપ ટાળવા પ્રતિક્રમણ છે, પાપ તજી રહો ઘર્મેજી;
આત્મ-અનુભવ-કાળે તેના વિકલ્પથી વહો કર્મેજી. સૂક્ષ્મ અર્થ - કરેલા પાપોનો પશ્ચાત્તાપ કરી પાપથી પાછા હટવા માટે પ્રતિક્રમણની યોજના ભગવંતે કરી છે. તે પાપોને તજી ઘર્મધ્યાનમાં નિમગ્ન રહેવું. જ્યારે આત્માના અનુભવ સમય તો નિર્વિકલ્પદશા છે. તેવા સમયે જ્ઞાની પુરુષોને પુણ્યપાપના વિકલ્પો હોતા નથી. જો તે વિકલ્પો કરે તો ફરી કર્મ ગ્રહણની ઘારા તેમને શરૂ થઈ જાય. [૩પા
જેમ તાવમાં પૌષ્ટિક પાકો મહા દોષ ઉપજાવેજી;
ઊંચો ઘર્મ ભલો બહુ તોપણ વિકારી લોક લજાવેજી. સૂક્ષ્મ અર્થ - જેમ પૌષ્ટિક પકવાનનું ભોજન ઉત્તમ હોવા છતાં તાવના કારણે શરીરમાં મહાદોષ ઉત્પન્ન કરે, તેમ વીતરાગ પુરુષોનો બોઘેલો આત્મઘર્મ બહુ ઊંચો અને ભલો હોવા છતાં વિકારી જીવો પોતાના વિપરીત વર્તનથી તેને કલંક લગાડે છે. ૩૬ાા
રસાદિ વિષયે રહીં આસક્તિ, સર્વ પરિગ્રહ છોડેજી,
આર્તધ્યાન કે વિષય-પોષરૃપ ચઢે પાપને ઘોડેજી. સૂક્ષ્મ અર્થ :- જિલ્લાદિ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ રહેલી હોવા છતાં જે સર્વ પરિગ્રહને છોડી દીક્ષા ગ્રહણ કરે તો આર્તધ્યાન કરી કે પાંચ ઇન્દ્રિયોના વિષયોને પોષી પાપરૂપી ઘોડા ઉપર ચઢે છે. તે પાપરૂપી ઘોડો તેને દુર્ગતિમાં લઈ જાય છે.
ઉપર તજે ને અંતર ભજે, એમ નવિ સરે અર્થજી; વણસ્યો રે વર્ણાશ્રમ થકી અંતે કરશે અનર્થજી; ત્યાગ ના ટકે રે વૈરાગ્ય વિના.” I૩૭ના
સત્ય વિચારે ગ્રહ ઉપદેશો, સદાચાર સૌ સેવોજી, રાગરોષને ઘટાડવાનો લક્ષ નિરંતર લેવોજી. સૂક્ષ્મ
જન
-
Page #290
--------------------------------------------------------------------------
________________
(૭૮) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ
૨ ૭૭
કિંચિત્ હિંસા પૂજામાં, પણ બહુ હિતકારી અંતેજી,
ગૃહસ્થને પૂજાની આજ્ઞા દીથી છે ભગવંતેજી. સૂક્ષ્મ અર્થ - સ્નાનાદિથી પવિત્ર થઈ ભગવાનની પૂજા કરે તેમાં કિંચિત હિંસા થઈ એમ જણાય. પણ તે ઉત્તમભાવ થવાનું કારણ હોવાથી અંતે આત્માને બહુ હિતકારી સિદ્ધ થાય છે. માટે ગૃહસ્થને પૂજા કરવાની આજ્ઞા ભગવંતે આપી છે. ભાવથી ભગવાનની પૂજા કરવાથી કુમારપાળ રાજા થયો. દેવપાલ ભગવાનની પૂજા કર્યા વિના ભોજન ન લેવાથી ઉત્તમ ગતિને પામ્યો. ૩૩ાા
ઘર્મ-મંદિર કરવામાં હિંસા અલ્પ અને ફળ મોટુંજી,
કહ્યું શાસ્ત્રમાં તે વિવેકે સમજી, તજજો ખોટું છે. સૂક્ષ્મ અર્થ – ઘર્મ મંદિર બનાવવામાં હિંસા અલ્પ છે જ્યારે તેનું ફળ ઘણું મોટું છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેને વિવેકપૂર્વક સમજી ખોટી માન્યતાનો ત્યાગ કરજો. વીતરાગમુદ્રાના દર્શન કરવાથી વીતરાગતાની પ્રાપ્તિ થાય છે. સંપ્રતિરાજા, વિમલશાહ, વસ્તુપાળ-તેજપાળે અનેક ઘર્મમંદિરો બંઘાવી લક્ષ્મીનો સદુપયોગ કરી પુણ્ય ઉપાર્જન કર્યું હતું. [૩૪]
પાપ ટાળવા પ્રતિક્રમણ છે, પાપ તજી રહો ઘર્મેજી;
આત્મ-અનુભવ-કાળે તેના વિકલ્પથી વહો કર્મેજી. સૂક્ષ્મ અર્થ - કરેલા પાપોનો પશ્ચાત્તાપ કરી પાપથી પાછા હટવા માટે પ્રતિક્રમણની યોજના ભગવંતે કરી છે. તે પાપોને તજી ઘર્મધ્યાનમાં નિમગ્ન રહેવું. જ્યારે આત્માના અનુભવ સમય તો નિર્વિકલ્પદશા છે. તેવા સમયે જ્ઞાની પુરુષોને પુણ્યપાપના વિકલ્પો હોતા નથી. જો તે વિકલ્પો કરે તો ફરી કર્મ ગ્રહણની ઘારા તેમને શરૂ થઈ જાય. ૩પા.
જેમ તાવમાં પૌષ્ટિક પાકો મહા દોષ ઉપજાવેજી;
ઊંચો ઘર્મ ભલો બહુ તોપણ વિકારી લોક લજાવેજી. સૂક્ષ્મ અર્થ - જેમ પૌષ્ટિક પકવાનનું ભોજન ઉત્તમ હોવા છતાં તાવના કારણે શરીરમાં મહાદોષ ઉત્પન્ન કરે, તેમ વીતરાગ પુરુષોનો બોઘેલો આત્મઘર્મ બહુ ઊંચો અને ભલો હોવા છતાં વિકારી જીવો પોતાના વિપરીત વર્તનથી તેને કલંક લગાડે છે. ૩૬ાા
રસાદિ વિષયે રહીં આસક્તિ, સર્વ પરિગ્રહ છોડેજી,
આર્તધ્યાન કે વિષય-પોષકૅપ ચઢે પાપને ઘોડેજી. સૂક્ષ્મ અર્થ - જિલ્લાદિ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ રહેલી હોવા છતાં જે સર્વ પરિગ્રહને છોડી દીક્ષા ગ્રહણ કરે તો આર્તધ્યાન કરી કે પાંચ ઇન્દ્રિયોના વિષયોને પોષી પાપરૂપી ઘોડા ઉપર ચઢે છે. તે પાપરૂપી ઘોડો તેને દુર્ગતિમાં લઈ જાય છે.
ઉપર તજે ને અંતર ભજે, એમ નવિ સરે અર્થજી; વણસ્યો રે વર્ણાશ્રમ થકી અંતે કરશે અનર્થજી; ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના.” ૩ળા
સત્ય વિચારે ગ્રહ ઉપદેશો, સદાચાર સૌ સેવોજી, રાગ-રોષને ઘટાડવાનો લક્ષ નિરંતર લેવોજી. સૂક્ષ્મ
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- ભગવાને કહેલા ઉપદેશોને સાચા ભાવથી વિચારીને ગ્રહણ કરી સર્વે સદાચારનું સેવન કરો. તથા રાગદ્વેષના ભાવોને ઘટાડવાનો જ નિરંતર લક્ષ રાખવા યોગ્ય છે. ૩૮ાા
જ્ઞાનીની આજ્ઞાએ, અથવા કરી પરીક્ષા ઘારોજી
સ્વરૂપ સુદેવ-સુઘર્મ-સુગુરુનું ગ્રહીત મિથ્યાત્વ વારોજી. સૂક્ષ્મ અર્થ :- જ્ઞાનીની આજ્ઞાએ તે રાગદ્વેષ કેમ ઘટે તે પ્રમાણે વર્તન કરવું. પણ “જેની પાસેથી ઘર્મ માગવો, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. એ વાકયને સ્થિર ચિત્તથી વિચારવું.” (વ.પૃ.૩૮૨)
માટે સતુદેવ, સતુઘર્મ અને સદ્ગુરુનું સ્વરૂપ શું છે? તેની પરીક્ષા કરી સદગુરુને ઘારણ કરવા. અને પૂર્વે ગ્રહણ કરેલી મિથ્યા માન્યતાનો ત્યાગ કરી શ્રદ્ધાને નિર્મળ કરવી. એ જ આત્માના કલ્યાણ માટે પરમ હિતકારી ઔષધ છે. ૩૯
કુસંગ તજી સત્સંગે ભણજો જિન-કથિત જીવાદિજી,
તત્ત્વપ્રતીતિ એ અભ્યાસે થતાં, વિચાર-પ્રસાદીજી. સૂક્ષ્મ અર્થ:- કુદેવ, કુગુરુ અને કુઘર્મનો કુસંગ તજી સત્સંગે જિનેશ્વર ભગવંતના ઉપદેશેલા જીવાદિ તત્ત્વોનો અભ્યાસ કરજો. જેથી જીવ અજીવ આદિ તત્ત્વોની શ્રદ્ધા થશે અને તે સંબંધી વિચાર કરવાની શક્તિ પ્રગટશે. ૪૦ાા.
વિચાર કર્યા કરતાં સ્વપરનો ભેદ ભાસવા લાગેજી,
પોતાનો આત્મા ઓળખવા સ્વàપવિચારે જાગેજી. સૂક્ષ્મ અર્થ :- આમ જડ ચેતનનો વિચાર કરવાથી તેમાં સ્વ શું અને પર શું છે? તેનો સ્પષ્ટ ભેદ ભાસવા લાગશે. અને પોતાનો આત્મા ઓળખવા માટે આવા સ્વરૂપ વિચારથી તે જાગૃત થશે. (૪૧)
આત્માનુભવની પ્રાપ્તિનો આ ક્રમ ઉત્તમ ઘારોજી,
કદ દેવાદિ, કદી તત્ત્વો કે આત્મ-સ્વરૂપ વિચારોજી. સૂક્ષ્મ અર્થ - આત્મઅનુભવ કરવાનો આ ઉત્તમ ક્રમ છે એમ માની તેને ઘારણ કરો. તે માટે કદી દેવગુરુ ઘર્મ વિષે કે કદી સાત તત્ત્વો વિષે અથવા આત્મસ્વરૂપ વિષેનો વિચાર કરવો યોગ્ય છે. II૪રા
દર્શન-મોહન થશે મંદતા, સમ્યગ્દર્શન પ્રગટેજી,
ભવ્ય જીવ આવા અભ્યાસે આવે મુક્તિની નિકટેજી. સૂક્ષ્મ અર્થ:- દેહથી આત્મા ભિન્ન છે એમ વિચાર કરતાં દર્શનમોહનીય કર્મની મંદતા થશે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થશે. ભવ્ય જીવો આવા પ્રકારનો અભ્યાસ કરવાથી મુક્તિની નિકટતાને પામે છે. II૪૩
એવા અનુક્રમથી સાથે તો, મોક્ષમાર્ગ ઑવ પામેજી,
એ અનુક્રમ ઉલ્લંઘે તે ઑવ રખડે જ્ઞાની-નામેજી. સૂક્ષ્મ અર્થ - ઉપર કહેલા અનુક્રમથી જીવ સાથના કરશે તો જરૂર મોક્ષમાર્ગને પામશે. સંક્ષેપમાં તે ક્રમ આ પ્રમાણે છે કે સૌથી પહેલા સદ્ગુરુની શોઘ કરી તેમની આજ્ઞા માન્ય કરવી. જેથી સાચા દેવગુરુ ઘર્મની શ્રદ્ધા થશે. અને ગ્રહિત મિથ્યાત્વનો નાશ થશે. તેથી કુગુરુ, કુદેવ અને કુશર્મનો સંગ છૂટી જશે. પછી સાત તત્ત્વોનો અભ્યાસ કરવો. જીવાદિ તત્ત્વોનો વિચાર કરતાં સ્વપર ભેદ ભાસવા લાગશે. તેના
Page #292
--------------------------------------------------------------------------
________________
(૭૮) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ
પરિણામે દર્શનમોહની મંદતા થઈ સમ્યગ્દર્શનની જીવને પ્રાપ્તિ થશે. તેના બળે આગળ વધતાં, કેવળજ્ઞાનને પામી શાશ્વત સુખરૂપ એવા મોક્ષને પામશે. એ અનુક્રમને ઉલંઘવાથી જીવ જ્ઞાની નામ ઘરાવીને પણ સંસારમાં જ રઝળે છે. Ir૪૪ો.
દેવાદિકને માન્યા વિના તત્ત્વાદિક વિચારીજી,
બુદ્ધિથી બહુ બકતો ફરતો યશ-થનનો ભિખારીજી. સૂક્ષ્મ અર્થ :- સદેવગુરુઘર્મની આજ્ઞાને માન્ય કર્યા વિના સ્વમતિકલ્પનાએ તત્ત્વોનો વિચાર કરી, પોતાની બુદ્ધિ અનુસાર અર્થ કરીને અજ્ઞાની જીવ માનનો કે ઘનનો ભિખારી બની બહુ બકતો ફરે છે, તે કલ્યાણનો માર્ગ નથી.
“જીવ પોતાની કલ્પનાથી કહ્યું કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા.” (વ.પૃ.૩૮૨) II૪પાા
તત્ત્વ-વિચારે ચિત્ત ન રાખે, સ્વપર-વિવેકી માનીજી;
સ્વપર-ભેદ યથાર્થ નથી, તો ય માને આત્મ-જ્ઞાનીજી. સૂક્ષ્મ અર્થ :- આત્મતત્ત્વ વિચારમાં જેનું ચિત્ત નથી. છતાં પોતાનું શું? અને પર શું? તેનું અમને ભાન છે એમ પોતાને વિવેકી માને છે. પણ તેનો માનેલો દેહ અને આત્માનો સ્વપર-ભેદ તે યથાર્થ નથી. તો પણ દર્શનમોહની બળવત્તરતાને લઈને પોતાને આત્મજ્ઞાની માને છે અને મનાવે છે. એવા જીવો દયાને પાત્ર છે. કેમકે પોતે બૂડી બીજાને પણ બુડાડે છે.
એ સૌ ચતુરાઈની વાતો માનાદિક વઘારેજી,
હિતઇચ્છકને કાર્યકર નહિ, ભવે ભ્રમણ વિસ્તારેજી. સૂક્ષ્મ અર્થ :- એ સૌ ચતુરાઈની વાતો માત્ર માનાદિ કષાયોને વઘારનાર છે. આત્મહિત ઇચ્છુકને તે આત્મકાર્ય સિદ્ધ કરાવનાર નથી; પણ સંસારમાં અનંત પરિભ્રમણને વિસ્તારનાર છે. II૪શા
અપક્ષપાતે દોષ દેખી નિજ, મુમુક્ષતા જીંવ ઘારેજી,
તો સગુરુની ભક્તિ તેને ભવ-જળ-પાર ઉતારેજી. સૂક્ષ્મ અર્થ :- અપક્ષપાતપણે પોતાનો દોષ દેખી સાચી મુમુક્ષતાને જીવ ઘારણ કરશે તો પરમકૃપાળુ સદ્ગુરુદેવની ભક્તિ તેને સંસારરૂપી સમુદ્રના અગા જળથી જરૂર પાર ઉતારશે, એમાં કિંચિત માત્ર સંશય નથી. ૪૮.
આત્માદિ સૂક્ષ્મ તત્ત્વોની પ્રતીતિ થયા પછી જીવ યથાર્થ રીતે મુનિચર્યારૂપ સમિતિગતિને પાળી શકે છે. સમિતિ પાંચ પ્રકારની છે. ઈર્યા, ભાષા, એષણા, આદાનભંડમત અને પારિષ્ઠાપનિકા સમિતિ. ભગવાને જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક મુનિને શરીરાદિ કારણે પ્રવર્તવું પડે ત્યારે આ પાંચ સમિતિપૂર્વક પ્રવર્તે છે. તથા મનવચનકાયાની પાપ પ્રવૃત્તિને રોકી ત્રણેય યોગને સ્થિર કરવા તે ગુપ્તિ છે. “આત્મસ્વભાવમાં રહેવારૂપ ગુતિ છે.” સમિતિ પ્રવૃત્તિરૂપ છે અને ગુતિ નિવૃત્તિરૂપ છે. એ સંબંધીનું વિવરણ હવે આ પાઠમાં કરે છે :
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૮ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
(૭૯) સમિતિ-ગુક્તિ
(સેવક કિમ અવગણિયે હો મલ્લિ-જિન, એ અબ શોભા સારી–એ રાગ)
ગુરુવર-ચરણે પ્રણમિયે હો ભક્તજન, ઉર ઉલ્લાસ વઘારી,
શ્રીમદ્ રાજગુરુ-ઉપદેશ તરશે નર ને નારી. હો ભક્ત અર્થ :- ગુરુવર એટલે ગુરુઓમાં શ્રેષ્ઠ એવા પરમકૃપાળુદેવના ચરણકમળમાં હો ભક્તજન! હૃદયમાં ઉલ્લાસભાવ વઘારીને પ્રણામ કરીએ. કેમકે શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યના ઉપદેશથી અનેક નર નારીઓ આ ભયંકર કલિકાળમાં પણ મોહરૂપી સ્વયંભૂરમણ સમુદ્રને તરી જશે. ૧૫
સમિતિ-ગુણિ-રહસ્ય જેના ઉરમાં રમતું ઊંડું,
તેના બોઘે સૌ જિજ્ઞાસુ સમજી લે હિત રૂડું. હો ભક્ત અર્થ :- સમિતિ ગુતિનું ઊંડુ રહસ્ય જેના હૃદયમાં સદા રમતું છે એવા પરમકૃપાળુદેવના બોઘ બળે સર્વ જિજ્ઞાસુ જીવો પોતાના આત્માનું રૂડું હિત શામાં છે તે સમજી શકે છે. પુરા
સંયમી જનની રક્ષા માટે જનની આઠ સમિતિ,
પંચ સમિતિ, ત્રિગુતિ નામે સમ્યક્ વર્તન નીતિ. હો ભક્ત અર્થ :- “સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.” તે સંયમ બાર પ્રકારે છે. છ કાય જીવની રક્ષા કરવારૂપ પ્રાણી સંયમ અને પાંચ ઇન્દ્રિયો અને મનને રોકવારૂપ ઇન્દ્રિય સંયમ છે. તે સંયમને પાળનાર એવા સંયમી જીવની રક્ષા કરવા માટે આઠ સમિતિ તે માતા સમાન છે. આઠ સમિતિરૂપ માતાઓ ચારિત્રરૂપ પુત્રની રક્ષા કરે છે. ચારિત્રાચાર-એ પાંચ પ્રકારની સમિતિ અને ત્રણ પ્રકારની ગુપ્તિએ કરીને આઠ પ્રકારનો છે. એને અષ્ટ પ્રવચનમાતા પણ કહે છે. પાંચ પ્રકારની સમિતિ અને ત્રણ પ્રકારની ગુપ્તિ, એ બથી સમ્યકુરીતે વર્તન કરવાની નીતિઓ છે. સા.
આદાન-નિક્ષેપણ, ઉત્સર્ગ, ભાષા, એષણા, ઈર્યા;
પંચ સમિતિનાં એ નામો પંચવિઘ એ ચર્યા. હો ભક્ત અર્થ - આદાન નિક્ષેપણ એટલે વસ્ત્રાદિનું લેવું મૂકવું, ઉત્સર્ગ કહેતા મળ ત્યાગ કરવો, ભાષા એટલે બોલવુ, એષણા કહેતા આહાર આદિ ગ્રહણ કરવા, ઈર્યા એટલે ઉપયોગપૂર્વક હલનચલન કરવું. એ પાંચ સમિતિના નામો છે. અને એની પંચવિઘ કહેતા પાંચ પ્રકારની ચર્ચા અર્થાત્ જુદા જુદા પ્રકારના વર્તન છે.
જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો ચાલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું પડે તો બોલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક આહારાદિ ગ્રહણ કરવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક વસ્ત્રાદિનું લેવું મૂકવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક દીર્ઘશંકાદિ શરીરમળનો ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરવો. એ પ્રકારે પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિ કહી છે.” (વ.પૃ.૫૯૬) //૪
Page #294
--------------------------------------------------------------------------
________________
(૭૯) સમિતિ-ગુપ્તિ
૨૮૧
મન-વચન-કાયાથી થાતી, રોકે પાપ-પ્રવૃત્તિ,
અથવા યોગ ત્રણે રોકાતાં, માની છે ત્રણ ગુહિ. હો ભક્ત અર્થ - મનવચનકાયાવડે જે પાપની પ્રવૃતિ થાય છે તેને રોકવી અથવા ત્રણેય યોગને સ્થિર કરવા તેને ત્રણ ગુપ્તિ માનેલ છે. પાા
૧. ઈર્યા-સમિતિ પ્રસિદ્ધ સિદ્ધક્ષેત્રો, જિન-પ્રતિમા–વંદન કાજે જાતાં,
ગુરુ-આચાર્ય-તપવૃદ્ધ સેવવા ભાવ હૃદયમાં થાતાં હો ભક્ત અર્થ :- સમેતશિખર, ગિરનાર, ચમ્પાપુરી, પાવાપુરી અને શત્રુંજય આદિ પ્રસિદ્ધ સિદ્ધ ક્ષેત્રોની યાત્રાએ જતાં અથવા બીજા તીથમાં જિન પ્રતિમાના વંદન કાજે જતાં અથવા ગુરુ, આચાર્ય કે તપોવૃદ્ધ મુનિની સેવા કરવાનો ભાવ હૃદયમાં ઉત્પન્ન થતાં મુનિને જે ઉપયોગપૂર્વક ચાલવું થાય છે તે ઈર્ષા સમિતિ કહેવાય છે. કાા
દિવસે લોક જતા તે રસ્ત, તર્જી પ્રમાદ જો ચાલે,
ચાર હાથ આગળ વૃષ્ટિ કરી, દયા મુનિજન પાળે. હો ભક્ત અર્થ – દિવસે જે માર્ગે લોકો ચાલે તે માર્ગ ઉપર પ્રમાદ તજીને ઉપયોગપૂર્વક ચાર હાથ આગળ પ્રકાશમાં જોઈને મુનિજન જીવોની દયા પાળતા ચાલે, તેનું નામ ઈર્ષા સમિતિ છે. IIળા
ઈર્યા-સમિતિ તેને કહિયે, જીંવ-રક્ષાનો હેતુ,
પાપ-નિમિત્તો અનેક ટળતાં, ભવજળ તરવા સેતુ. હો ભક્ત અર્થ - ઈર્યા-સમિતિ તેને કહેવાય કે જ્યાં જીવોની રક્ષા કરવાનો હેતુ છે. રસ્તામાં કીડી, મકોડી અથવા ઘાસના અંકૂર, તૃણ કે લીલા પાંદડા અથવા કીચડ વગેરે ન હોય તેવા સ્થાન ઉપર મુનિ ઉપયોગપૂર્વક ચાલે તેને ઈર્ષા સમિતિ કહેવાય છે. ઉપયોગપૂર્વક ચાલવાથી પાપના અનેક કારણો ટળે છે. ઉપયોગ ત્યાંજ ઘર્મ છે. આ બધા સાઘનો ભવજળ તરવા માટે સેતુ એટલે પુલ સમાન છે.
વરદત્ત ઋષિનું દ્રષ્ટાંત - વરદત્ત ઋષિ ઈર્ષા સમિતિ પાળવામાં દ્રઢ હતા. ઇન્દ્ર તેમની પ્રશંસા કરી. દેવ પરીક્ષા કરવા આવી રસ્તામાં માખીઓ જેવડી અનેક દેડકીઓ વિદુર્થી. પગ મૂકવાની જગ્યા નહીં. મુનિ ધ્યાનમાં સ્થિત હતા. જેથી હાથીઓનું ટોળું વિફર્વી કહ્યું : હે ઋષિ ખસી જાઓ દૂર જતા રહો, તોય અડોળ રહ્યા. હાથીએ આવી ઉછાળ્યા. નીચે પડતા મુનિએ વિચાર્યું કે અહો મારો દેહ પડતા ઘણી દેડકીઓનો વિનાશ થઈ જશે. એમ દ્રઢપણે ભાવમાં ઈર્ષા સમિતિનું પાલન જોઈ દેવે પ્રગટ થઈ અપરાઘ ખમાવ્યો અને સમકિત પામી સ્વર્ગે ગયો. દા.
આજ્ઞા જેમ આપી છે તેમ જ, ચાલવું પડતાં ચાલે,
આજ્ઞાના ઉપયોગપૂર્વક ક્રિયાથી નરતન પાળે. હો ભક્ત અર્થ - “જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો ચાલવું.” -શ્રીમદ્ રાજચંદ્ર આજ્ઞાના ઉપયોગપૂર્વક ક્રિયા કરીને મુનિ આ નરદેહનું પાલન કરે છે. લા.
મનિ-માર્ગ સમતાનો ભાખ્યો. પ્રયત્નપૂર્વક ચાલો. સ્વરૂપ સમજી મમતા મૂકી, આત્મધર્મ અજવાળો. હો ભક્તો
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- મુનિ-માર્ગ ભગવંતે સમતાનો ભાખ્યો છે. જોડા વગર, કાંટાકાંકરામાં કે તડકામાં સમભાવ સહિત બાવીસ પરિષહ સહન કરીને જે ચાલે છે. એવા માર્ગે પ્રયત્નપૂર્વક ચાલવાનો અભ્યાસ કરવો જોઈએ. પોતાનું માત્ર આત્મસ્વરૂપ છે એમ સમજી પરપદાર્થોની મમતા મૂકી આત્મઘર્મને ઉજજવલ કરવાનો જીવે પુરુષાર્થ કરવો જોઈએ.
પરમકૃપાળુદેવનું વૃષ્ટાંત :- પરમકૃપાળુદેવ નરોડામાં મુનિઓને જોઈ પોતે પણ જોડા કાઢી નાખી ભર ઉનાળાની ઘગઘગતી ભૂમિ ઉપર શાંત ચિત્તથી ચાલતા હતા. જ્યારે મુનિઓ વચ્ચે આવનાર ઝાડની છાયામાં કિંચિતુવાર થોભતા હતા. ૧૦
૨. ભાષા-સમિતિ ઘૂર્ત-કામ-અભક્ષ્યભક્ષિની, નાસ્તિક, શંકાવાળી,
ટાળી દોષ દશ, સાધુ-સમ્મત ભાષા વદો રસાળી. હો ભક્ત અર્થ – ઘૂર્ત એટલે ઠગલોકોની વાણી, કામી પુરુષોની વિકારયુક્ત વાણી, અભક્ષ્ય ભક્ષણ કરનાર લોકોની કઠોર વાણી, નાસ્તિક લોકોની વિપરીત વાણી તથા બીજાને શંકા ઉત્પન્ન કરે એવી વાણીને તજી તથા ભાષાના દશ દોષોને ટાળીને સાધુપુરુષોને સમ્મત એવી રસાળી ભાષાનો ઉપયોગ કરો. I૧૧ાા
દુર્ભાષા દશ ભેદ જાણો : કર્કશ, પરુષા, તીખી.
નિષ્ફર, પરકોપી, છેદ્યાંકુર, નચ, હિંસક, ભય-દાખી. હો ભક્ત અર્થ - દુઃખ ઉપજાવનાર દુર્ભાષાના દશ ભેદ આ પ્રમાણે છે તે જાણો. (૧) કર્કશ-કર્ણને, અપ્રિય, (૨) પરુષા-કઠોરતાવાળી (૩) તીખી-મનને ન ગમે તેવી, (૪) નિષ્ફર-નિર્દયતાવાળી, (૫) પરકોપી- બીજાને ક્રોઘ ઉપજાવનાર, (૬) છેદ્યાંકુર-મર્મભેદક, (૭) નીચ-હલકા લોકો બોલે તેવી, (૮) હિંસક-હિંસા કરાવનાર, (૯) ભદાખી-બીજાને ભય ઉપજાવે એવી ભાષા બોલવી નહીં. ૧૨ાા
દશમી અતિ અભિમાન ભરેલી તર્જી, બીર્જી સમિતિ પાળો,
અસંશયાત્મક, હિત, મિત બોલો, પરમ સત્ય સંભાળો. હો ભક્ત અર્થ - (૧૦) અતિ અભિમાન ભરેલી ભાષા બોલવી નહીં. એ બઘાનો ત્યાગ કરી બીજી ભાષાસમિતિનું પાલન કરો. બોલો ત્યારે શંકારહિતપણે, હિતકારી અને માપસર બોલો. બોલતા પરમ સત્ય ભાષા બોલવાનું ધ્યાન રાખો. ૧all
વચન-વર્ગણા લોહ સમી તે કંચન કરી શુભ ભાવે,
મુનિ જિન-ગુણ-સ્તવને, ઉપદેશે, સૂત્રાર્થે મન લાવે. હો ભક્ત અર્થ - વચન વર્ગણા લોહ જેવી છે તેને પણ મુનિ શુભભાવવડે સુવર્ણ સમાન કરી જિનગુણની સ્તવના કરે છે, ઉપદેશ આપે છે અથવા સૂત્રના અર્થ પ્રગટ કરવામાં મનને લાવી વાણીનો સદુપયોગ કરે છે. ૧૪
જ્ઞાન-જલધિ મુનિ ગંભીર વદતા કરુણા-કારણ જ્યારે, મોહ-ઉદયમાં નિમોંહી તે ભાવ ન શુદ્ધ વિસારે. હો ભક્ત
Page #296
--------------------------------------------------------------------------
________________
(૭૯) સમિતિ-ગુતિ
૨૮૩
અર્થ - જ્ઞાનમાં સાગર જેવા ગંભીર મુનિ, જીવોની અનંતી કરુણાના કારણે જ્યારે બોલે છે ત્યારે તેમને સંજ્વલન કષાયનો ઉદય હોય છે; છતાં નિર્મોહી છે. કેમકે તે સમયે પણ પોતાના શુદ્ધ સ્વભાવને ભૂલતા નથી. ૧૫ાા
આજ્ઞા આપી છે તે રીતે જર્ફેર પડ્યે મુખ ખોલે,
આજ્ઞાના ઉપયોગપૂર્વક મુનિજન વચનો બોલે. હો ભક્ત અર્થ - જેમ ભગવંતે આજ્ઞા આપી છે તે રીતે જરૂર પડ્યે મુખ ખોલે છે. નહીં તો મૌન રહે છે. અને બોલવું પડે તો આજ્ઞાના ઉપયોગપૂર્વક મુનિજન વચનો બોલે છે. ૧૬ાા
સ્વરૂપ-સ્થિત, ઇચ્છા-ત્યાગી, પૂર્વપ્રયોગે ખેલે,
અપૂર્વ વાણી જગ-ઉપકારક ગુમ રહસ્ય ઉકેલે. હો ભક્ત અર્થ - જે સ્વરૂપમાં સ્થિત છે, સર્વ ઇચ્છાઓના ત્યાગી છે, માત્ર પૂર્વે બાંધેલા કર્માનુસાર જેમનું સંસારમાં વિચરવાપણું છે, જેની અપૂર્વ વાણી છે, જેનામાં પરમથુતગુણ હોવાથી શાસ્ત્રોના ગુઢ રહસ્યોને આ વાણી દ્વારા જગજીવોના ઉપકાર અર્થે ખોલે છે, એવા જ્ઞાની પુરુષોને અમારા કોટીશઃ પ્રણામ હો.
“સ્વરૂપ સ્થિત ઇચ્છા રહિત; વિચરે પૂર્વ પ્રયોગ; અપૂર્વવાણી પરમશ્રત સગુરુ લક્ષણ યોગ્ય.” આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ
અપૂર્વવાણી પરમકૃત, સગુરુ લક્ષણ યોગ્ય.” -શ્રીમદ્ રાજચંદ્ર રજ્જા સાથ્વીનું દ્રષ્ટાંત - રજ્જા નામની સાથ્વીને એકવાર કોઢ રોગ થવાથી બીજી સાધ્વીઓને એમ કહ્યું કે આ મને કોઢ થયો છે તેનું કારણ આ પ્રાસુક જળ અર્થાતુ આ ગરમ કરેલું પાણી છે. તેથી બીજી સાધ્વીઓને પણ પ્રાસુક જળ ત્યાગવાનો ભાવ ઉપજ્યો. છતાં એક સાધ્વીએ વિચાર્યું કે અનંત તીર્થકરોએ તો ગરમ કરેલ પ્રાસુક જળ પીવાની આજ્ઞા કરેલ છે. માટે એણે અનંત તીર્થકરોની આજ્ઞાનો લોપ થાય એવું વચન ઉચ્ચાર્યું છે પણ હું તો ભગવાને કહ્યું તેમજ કરીશ. એમ વિચારતાં તે સાધ્વીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી રજ્જા સાધ્વીએ કેવળી ભગવંતને પૂછ્યું કે મને આ કોઢ શાથી થયો? ત્યારે ભગવંતે કોઢનું કારણ શરીરમાં રક્તપિત્તનો દોષ હોવા છતાં સ્નિગ્ધ ભોજન કરવાથી અને તેમાં કરોળિયાની લાળનું મિશ્રણ ભળવાથી તને આ કોઢનો રોગ થયો છે. પછી રજ્જા સાથ્વીએ ઉસૂત્ર ભાષણના દોષનું પ્રાયશ્ચિત્ત પૂછતાં કેવળી ભગવંતે કહ્યું : તેં બધી સાધ્વીઓને શંકામાં નાખવાથી અનંત સંસાર વધાર્યો છે. માટે એનું કોઈ પ્રાયશ્ચિત્ત નથી. કારણ કે અનંત તીર્થકરની વિરુદ્ધ મહાપાપી વચન ઉચ્ચારવાથી તેં મોટું પાપ ઉપાર્જન કરેલ છે. તેના ફળમાં અનેક ભવમાં કુષ્ઠ, જલોદર, ભગંદર, ગંડમાળ વગેરે રોગોથી તને પીડાવું પડશે. માટે વિચારપૂર્વક ભાષા સમિતિનો ઉપયોગ રાખી શુદ્ધ વાક્ય બોલવાનો અભ્યાસ દરેકને રાખવા યોગ્ય છે. |૧ળા
૩. એષણા-સમિતિ સંયમ સાઘન દેહ ટકાવે સાધુ શુદ્ધ આહારે,
ઉત્પાદોડ્ઝમ, અંગારાદિ, શંકા, વિધ્ર નિવારે. હો ભક્ત અર્થ:- સંયમનું સાધન આ દેહ છે. તેને ભગવાને જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
શુદ્ધ આહાર જળ લઈને ટકાવે તેને એષણા સમિતિ કહેવાય છે. એષણા સમિતિ પાલન અર્થે ૪૬ દોષ રહિત મુનિ આહાર લે છે. તેમાં ૧૬ ઉત્પાદુદોષ મુનિઓવડે કરાય છે તે, બીજા ૧૬ ઉદ્ગમ દોષ જે ગૃહસ્થોવડે લાગે છે, તથા અંગારાદિ ૪ દોષ (૧. આસક્તિપૂર્વક ખાનારને અંગાર દોષ લાગે, ૨. નિંદા કરતો ખાય તેને ધૂમ દોષ લાગે, ૩. ઉષ્ણ અને શીત પરસ્પર ભેળવીને ખાનારને સંયોજનદોષ લાગે તથા ૪. ભોજનવડે પેટને અડઘાથી ઉપર ભરનાર મુનિને અતિમાત્રા દોષ અથવા પ્રમાણ દોષ લાગે છે. તેથી સ્વાધ્યાય, આવશ્યક ક્રિયાઓમાં ક્ષતિ પહોંચે છે.) તથા આ ભોજન આગમમાં કહ્યા પ્રમાણે શુદ્ધ હશે કે નહીં એવી શંકા છતાં આહાર લેવો તે શંકા દોષ. એવા બીજા ૧૦ દોષ મળી કુલ ૪૬ દોષ રહિત મુનિ આહાર લે છે. તથા ભોજનમાં વિદગ્ન કરનાર એવા બીજા ૩૨ અંતરાયો છે. તેને પણ નિવારીને મુનિ આહાર ગ્રહણ કરે છે. આનો વિસ્તાર “ઘર્મામૃત' ગ્રંથમાં પાંચમા પિંડશુદ્ધિ વિઘાનથી જાણવો.
ઘનશર્માનું દ્રષ્ટાંત - ઘનમિત્ર નામના પિતાએ પુત્ર ઘનશર્મા સાથે દીક્ષા ગ્રહણ કરી. વિહારમાં પુત્રને તૃષા લાગી. પિતાએ પુત્રને નદીનું જળ પીવા કહ્યું. હાથમાં નદીનું જળ લઈ પુત્ર વિચારવા લાગ્યો કે આ સચિત્ત જળના જીવોને અભયદાન આપું કે મારા પ્રાણને બચાવું. મારા પ્રાણ પણ એક દિવસે તો જવાના જ છે. તો આ અનંત જળકાય જીવોની હિંસા કરી તથા ભગવાન તીર્થકરોની આજ્ઞાનો લોપ કરી અનંત સંસારમાં શા માટે રઝળું? એમ વિચારી સચિત્ત જળ પીધા વિના દેહનો ત્યાગ કરી દેવગતિને પામ્યા. એમ ભગવંતની આજ્ઞા પ્રમાણે વર્તવામાં જીવનું કલ્યાણ છે. ||૧૮ાા.
અદત્ત, અભક્ષ્ય, ઉદ્દેશેલું મુનિ ગ્રહે ન, અકાલે,
મધુકર સમ ભિક્ષાથી જીવે, આત્માર્થે સૌ પાળે. હો ભક્ત અર્થ :- અદત્ત એટલે કોઈએ આપ્યા વગર મુનિ લે નહીં, અભક્ષ્ય ભોજન કરે નહીં. મુનિને ઉદ્દેશીને બનાવેલ આહાર હોય તે લે નહીં તથા શાસ્ત્રમાં કહેલ સમય વિના અકાળે મુનિ ભોજન કરે નહીં. મધુકર એટલે ભમરાની જેમ જુદા જુદા ઘરેથી થોડી થોડી ભિક્ષા લઈને મુનિ જીવન ગુજારે.
જેમ તરુ ફુલે ભમરો બેસે, પીડા તસ ન ઉપાવે, લઈ રસ આતમ સંતોષે, તિમ મુનિ ગોચરી જાવે. હો ભવિકા સિદ્ધચક્ર પદ વંદો.” ઉપરોક્ત જણાવેલા બઘા નિયમો આત્માના કલ્યાણ અર્થે મુનિ પાલન કરે છે. I/૧૯ો.
દ્રવ્ય-દોષ, પરિણામ-દોષ તજીં, અર્થ ઉદર આહારે
ભરે, જલથી ભાગ ચતુર્થ તે, બાકી ખાલી ઘારે. હો ભક્ત અર્થ :- દ્રવ્ય-દોષ નિવારવા શુદ્ધ આહાર કરે, પરિણામ-દોષ નિવારવા આસક્તિ-રહિતપણે માત્ર દેહને સંયમ અર્થે ટકાવવા મુનિ આહાર ગ્રહણ કરે, ભોજનવડે પેટનો અડઘો ભાગ તથા પાણીવડે ચોથો ભાગ ભરીને બાકીનો ચોથોભાગ પવન માટે ખાલી રાખે, તે પ્રમાણે આહાર લે છે. તેથી સ્વાધ્યાય આવશ્યક આદિ ક્રિયાઓ કરવામાં મુનિને ક્ષતિ થાય નહીં તથા આળસ આદિ ઉદભવે નહીં કે જ્વરાદિક રોગ થવાનો સંભવ રહે નહીં. ૧૨૦ના
ક્ષઘા હરવા. સેવા કરવાક્ષમાદિકને કાજે ક્રિયા આવશ્યક, ચરણાર્થે, પ્રાણાર્થે ભિક્ષા છે. હો ભક્ત
Page #298
--------------------------------------------------------------------------
________________
(૩૯) સમિતિ-કૃતિ
અર્થ :– હવે મુનિને આહાર કરવાના છે પ્રયોજન જણાવે છે –
=
(૧) ક્ષુધા વેદનીના ઉપશમ અર્થે, (૨) પોતાની કે પરની વૈયાવૃત્ય-સેવા કરવા અર્થે, (૩) ઉત્તમ ક્ષમા આદિ ગુણો પ્રગટાવવા અર્થે, (૪) છ આવશ્યક ક્રિયા-પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સામાયિક, સ્તવન, વંદના, કાર્યોત્સર્ગ અર્થે, (૫) ચરણાર્થે એટલે ચારિત્ર સંયમના પાલન અર્થે તથા (૬) ૧૦ પ્રાણોની સ્થિતિ ટકાવવા અર્થે મુનિ ભિક્ષા ગ્રહણ કરે છે. ।।૨૧।।
વ્યાધિકાળે કે કે
ઉપસર્ગે સહનશીલતા વાર્ટ, પ્રારૢદયા, બ્રહ્મચર્ય-રક્ષા, તન-નિર્મમતા માટે. ઠો ભક્ત
અર્થ :– હવે મુનિને આહાર તજવાના છે કારણો જણાવે છે :–
(૧) અકસ્માત વ્યાધિ ઉપજે કે મરણકાળની પીડા ઉપડે ત્યારે, (૨) દેવાદિકથી ઉપસર્ગ થાય ત્યારે, (૩) સહનશીલતા કેળવવા માટે, (૪) પ્રાણીઓની દયા અર્થે, (૫) બ્રહ્મચર્યની રક્ષા નિમિત્તે અને (૬) શરીરની મોહમમતા ઘટાડવા માટે મુનિ આહારનો ત્યાગ કરે છે. ।।૨૨।
આહાર તજે એ છ કારણથી, અનાહારતા ધ્યાતા,
આજ્ઞાના ઉપયોગપૂર્વક, જરૂર પડ્યે મુનિ ખાતા. હો ભક્ત
૨૮૫
=
અર્થ :— ઉપરોક્ત છ કારણોથી મુનિ અનાહારતા એટલે આહાર કરવાનો આત્માનો સ્વભાવ નથી એમ વિચારી તેનો ત્યાગ કરે છે. પણ જ્યારે મુનિ આહાર કરે છે ત્યારે આજ્ઞાના ઉપયોગપૂર્વક અને જરૂર પડ્યે જ મુનિ આહાર લે છે. મુનિને એકવાર ભોજનની આજ્ઞા છે. પણ સેવા કરવી હોય તો બે વાર આહાર લઈ શકે. બાલ્યાવસ્થામાં દીક્ષા લીધી હોય તો પણ બે વાર આહાર લઈ શકે અથવા બીમાર હોય તો જરૂર પૂરતું લઈ શકે એમ ભગવાનની આજ્ઞા છે. રા
વૃદ્ધચષ્ટિ સમ શરીર સાધન, તજે ન સાધ્ય અધૂરે;
સાધકતા ના દેખે ત્યારે, નહિ આહારે પૂરે. હો ભક્ત
-
અર્થ ઃ— વૃદ્ધોને યષ્ટિ એટલે લાકડી સમાન આ શરીર સાઘન છે. તેને સાઘ્ય કાર્ય અધૂરું રહે ત્યાં સુધી મુનિ તજે નહીં. પન્ન જ્યારે આ શરીરવડે કાર્ય સિદ્ધ થતા ન જુએ ત્યારે તેને આહારવર્ડ પૂરે નહીં; પણ ક્રમપૂર્વક આહારનો ત્યાગ કરી સમાધિમરણને સાધે છે, ।।૨૪।
કાયયોગ લે પુદ્ગલ-પિંડો, આત્મા તેને જાણે, પુદ્ગલ-ધર્મ આહાર-રસ ગર્ણી, આત્મા નિજ સુખ માણે, હો ભક્ત
અર્થ :— આ મારો કાયયોગ આહારાદિ પુદ્ગલના પિંડોને ગ્રહણ કરે છે. આત્મા તો માત્ર તેનો જાણનાર છે. આહારના રસને પુદ્ગલનો ધર્મ જાણી મુનિ ભગવંત પોતાના આત્મસુખમાં નિમગ્ન રહે છે. ।।૨૫।। ૪. આદાન-નિક્ષેપણ -સમિતિ
શય્યાસન, ઉપકરણો, શાસ્ત્ર સમ્યક્ દેખી પૂંજી,
લેતાં મૂકતાં યત્ના પાળે મુનિ, સમિતિ તે ચોથી. હો ભક્ત
અર્થ :— =
• સૂવાની શય્યા, બેસવાનું આસન, કમંડળ પાત્રા આદિ ઉપકરણો કે શાસ્ત્રાદિને સમ્યક્ પ્રકારે જોઈને પૂંજી એટલે સાફસૂફ કરીને લેતાં મૂકતાં ઉપયોગ રાખીને મુનિ યત્ના પાળે તેને આદાન
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
નિક્ષેપણ નામની ચોથી સમિતિ કહેવાય છે. આદાન એટલે લેવું, નિક્ષેપણ એટલે મૂકવામાં, સમિતિ એટલે માપસર ઉપયોગ રાખી પ્રવર્તવું એવો અર્થ છે. પારકા.
સ્વરૂપ-ભજન આદાન સાચું, નિક્ષેપણ પર ભાવો;
સાથક વસ્તુ રાગ વિના લે, બાઘક દે ને અભાવો. હો ભક્ત અર્થ :- પોતાના આત્મસ્વરૂપનું રટણ કરવું એ જ સાચું આદાન એટલે ગ્રહણ છે. અને પરભાવોને મૂકવા એ જ સાચું નિક્ષેપણ અર્થાત ત્યાગ છે. સાધનામાં ઉપયોગી વસ્તુને મુનિ રાગ વિના ગ્રહણ કરે અને તેમાં કોઈ બાઘા પહોંચાડે તેના પ્રત્યે પણ અભાવ કરતા નથી. રક્ષા
આજ્ઞા આપી છે તે રીતે જર્ફેર પડ્યે લે મૂકે,
આજ્ઞાના ઉપયોગપૂર્વક સમિતિ ચોથી ન ચૂકે. હો ભક્ત અર્થ – જેમ ભગવાને આજ્ઞા આપી છે તેમ જરૂર પડ્યે વસ્તુને લે અથવા મૂકે છે. એમ આજ્ઞાના ઉપયોગપૂર્વક પ્રવર્તી ચોથી આદાન-નિક્ષેપણ નામની સમિતિને મુનિ ચૂકતા નથી.
સોમિલ બ્રાહ્મણનું દ્રષ્ટાંત – સોમિલ નામના બ્રાહ્મણે દીક્ષા લીધી. બીજા ગામે વિહાર કરવાના હેતુથી શ્રી ગુરુએ પાત્રાદિની પડિલેહણા કરવા કહ્યું. સોમિલે તે કરી. કોઈ કારણથી વિહાર ગુરુએ કર્યો નહીં. તેથી સોમિલને ફરી પાત્રાદિની પ્રમાર્જના કરી તેના સ્થાને મૂકવા શ્રી ગુરુએ જણાવ્યું ત્યારે સોમિલ કહે હમણાં જ પડિલેહણા કરી છે કે, શું પાત્રાદિમાં સર્પ પેસી ગયો? તેના અયોગ્ય વર્તનથી શાસનદેવતાએ પાત્રામાં સર્પ વિફર્યો. તેથી ભય પામી શિષ્ય ગુરુ પાસે આવી તેની ક્ષમા માગી. -ઉ.પ્રા.ભા. ભાગ-૪ના આઘારે. ૨૮
૫. ઉત્સર્ગ-સમિતિ અવરજવર જ્યાં હોય ન જનનો ત્યાં ત્યાગે યત્નાથી,
જીવરહિત જગ્યા નિહાળી, લીંટ, મૂત્ર, મળ આદિ. હો ભક્ત અર્થ :- જ્યાં લોકોની અવરજવર હોય નહીં ત્યાં જીવરહિત જગ્યા જોઈ પોતાની લીંટ, મૂત્ર કે મળ આદિનો યત્નાપૂર્વક ત્યાગ કરવો તેને ઉત્સર્ગ-સમિતિ કહેવાય છે. પુરા
ઉત્સર્ગ સમિતિ કહી સંક્ષેપે, રોકે જ્યાં નહિ કોઈ,
રાત્રે પ્રથમ દીઠેલે સ્થાને, હાથ ફેરવી જોઈ. હો ભક્ત અર્થ :- ઉત્સર્ગ સમિતિને અત્રે સંક્ષેપમાં જણાવી છે. જ્યાં આપણને કોઈ રોકે નહીં તે સ્થાને મળનો ઉત્સર્ગ એટલે ત્યાગ કરવો. રાત્રે પણ પ્રથમ દિવસે જોયેલા સ્થાને મળત્યાગ કરવો અથવા હાથ ફેરવીને જોયા પછી તેમ કરવું. (૩૦ના
આજ્ઞા આપી છે તે રીતે કરે દીર્ઘ-શંકાદિ,
આજ્ઞાના ઉપયોગપૂર્વક મુનિ સદા અપ્રમાદી. હો ભક્ત અર્થ :- જેમ આજ્ઞા આપી છે તે રીતે મુનિ દીર્ઘશંકા લઘુશંકાદિનો તેવા તેવા સ્થાને ત્યાગ કરે. આજ્ઞાના ઉપયોગપૂર્વક વર્તનાર મુનિ સદા અપ્રમાદી રહે છે.
ઘર્મરુચિ મુનિનું દ્રષ્ટાંત – એકદા ઘર્મઘોષ આચાર્યના શિષ્ય ઘર્મરુચિ મુનિ ગોચરી માટે ગયા
Page #300
--------------------------------------------------------------------------
________________
(૭૯) સમિતિ-ગુપ્તિ
૨૮૭
હતા. ત્યારે એક નાગશ્રી નામની બ્રાહ્મણીએ કડવી તુંબડીનું શાક વહોરાવ્યું. જમતાં પહેલાં ગુરુને બતાવ્યું. ગુરુએ તે શાકને પ્રાણઘાતક જાણી કહ્યું : શુદ્ધ થંડિલ સ્થાને પરઠવી આવો. એવી ભૂમિ પર આવી એમાં શું એવો દોષ હશે તે જાણવા એક ટીપું ભૂમિ પર મૂક્યું. ગંઘથી અનેક કીડીઓ આવી અને તેનો રસ લેતાં તત્કાળ મૃત્યુ પામી. તે જોઈ મુનિએ વિચાર્યું કે બીજી એવી કોઈ શુદ્ધ જગ્યા દેખાતી નથી. મારા શરીર જેવું કોઈ શુદ્ધ ડિંલ બીજું નથી એમ વિચારી આ શાક તેમાં જ પરઠવું યોગ્ય છે. જીવદયાના ઉત્તમભાવથી તે ભોજન કરવાથી તે જ વખતે અનશન લઈ સવાર્થસિદ્ધિ વિમાનમાં દેવતા થયા. [૩૧ના
સંયમ-બાઘક, આત્મ-વિરાઘક, આજ્ઞા-ઘાતક જાણી,
તજે અશન, ઉપધિ, શિષ્યાદિ, ભાવિ લાભ પિછાણી. હો ભક્ત અર્થ - જ્યારે લીઘેલ સંયમમાં બાઘા આવતી હોય અથવા શરીર આત્માનું કામ કરવામાં વિરાઘક જણાતું હોય, અથવા લીઘેલ આજ્ઞાપાલનમાં ઘાતક જેવું સિદ્ધ થતું હોય ત્યારે મુનિ ભવિષ્યનો લાભ જાણીને અશન એટલે ભોજન, ઉપથિ એટલે પાત્રા, વસ્ત્ર વગેરે તથા શિષ્યાદિ પ્રત્યેના મોહને પણ ત્યાગી બીજા સંઘાડામાં જઈ સમાધિમરણને સાથે છે. એમ અયોગ્ય જણાતા શરીરનો પણ મળની જેમ મુનિ ઉત્સર્ગ એટલે ત્યાગ કરે છે. ||૩રા
રાગદ્વેષ તર્જી આગમ રીતે, અંતે તન પણ ત્યાગે,
ફેંકી દેવા જેવું જ્યારે અહિતકર તે લાગે. હો ભક્ત અર્થ - આગમમાં કહ્યા પ્રમાણે પ્રથમ રાગદ્વેષરૂપ કષાયભાવોને ત્યાગી, અંતે શરીરને પણ કુશ કરી તેનો ત્યાગ કરે છે. જ્યારે તેમને આ શરીર નિરુપયોગી જણાઈ ફેંકી દેવા જેવું લાગે ત્યારે તેનો ત્યાગ કરે છે. [૩૩મા
દ્રવ્ય ત્યાગ એ, ભાવ ત્યાગ તો વિભાવ તજવા સર્વે,
પ્રતિષ્ઠાપન સમિતિ મુનિ પાળે, રહે સદાય અગર્વે. હો ભક્ત અર્થ :- શરીરનો ત્યાગ કરવો એ દ્રવ્ય ત્યાગ છે. પણ ભાવ ત્યાગ તો અંતરમાં રહેલા અનાદિના રાગદ્વેષાદિ ભાવોને ત્યાગવો તે છે. ખરી રીતે વિભાવભાવોને ત્યાગવા અને આત્માને પોતાના સ્વભાવમાં પ્રતિષ્ઠાન કરવો એ પ્રતિષ્ઠાપન સમિતિ અથવા ઉત્સર્ગ સમિતિ છે. આવી સ્વભાવમાં રમણતા કરવારૂપ સમિતિને પાળતાં છતાં મુનિ સદા ગર્વરહિત રહે છે. [૩૪]
દ્રવ્ય મુનિ તજતા ભવ-હેતુ, પુગલ-સંગ અનાદિ,
લૌકિક ઘર્મ-વિકલ્પો ત્યાગી સ્મરે સિદ્ધતા સાદિ. હો ભક્ત અર્થ :- દ્રવ્યથી મુનિ સંસારના કારણરૂપ અનાદિથી ચાલ્યા આવતા બાહ્ય પરિગ્રહ આદિના પૌગલિક સંગનો ત્યાગ કરે છે. અને ભાવથી અંતરંગ પરિગ્રહસ્વરૂપ લૌકિક ઘર્મક્રિયાના વિકલ્પોને ત્યાગી સદા પોતાના સિદ્ધ સ્વભાવને સ્મર્યા કરે છે. તે સિદ્ધ અવસ્થાની સાદિ એટલે શરૂઆત છે. પણ તેનો કદી અંત નથી. માટે તેને મેળવવા અર્થે સદા આત્મસ્વરૂપને ભજે છે. IT૩૫ા.
પાંચ સમિતિ ઉપદેશી જિને અભુત સંકલનાથી, છૂટી શકે ના દેહ-ક્રિયા તે, લેવા હિત સહ સાથી. હો ભક્ત
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- આ પાંચ સમિતિનો જિનેશ્વર ભગવંતે ઉપદેશ કર્યો છે તે અભુત સંકલનાથી કર્યો છે. સંયમપાલનમાં દેહાદિ સાધનરૂપ હોવાથી તેના નિર્વાહની પ્રવૃત્તિ છોડી શકાય એમ નથી. અને તે પ્રવૃત્તિ કરતાં પણ ઉપયોગ અંતર્મુખ રહી આત્માનું હિત થયા કરે એવી અભુત સંકલનાથી જે યોજના કરી છે તેને પાંચ સમિતિ કહેવાય છે. ૩૬
સ્થિતિ નિરંતર કરવી મુખ્ય અંતર્મુખ ઉપયોગ :
પરમ ઘર્મ નિગ્રંથ તણો તે; ક્ષણ ન બહિર્મુખ યોગે. હો ભક્ત અર્થ – હમેશાં અંતર્મુખ ઉપયોગ રાખવો અને ક્ષણ માત્ર પણ ઉપયોગને બહાર જવા દેવો નહીં એવા નિર્ગથ પુરુષનો પરમ ઘર્મ છે અથવા મુખ્ય માર્ગ છે.
સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિગ્રંથનો પરમ ઘર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં એ નિગ્રંથનો મુખ્ય માર્ગ છે.” (વ.પૃ.૫૯૬) /૩ળા
સંયમ-સાઘન તન ટકાવવા, જડૅરી ક્રિયા પ્રવૃત્તિ,
નિમિત્ત બહિર્મુખ વૃત્તિનું ગણ, યોજી પાંચ સમિતિ. હો ભક્ત અર્થ - સંયમનું સાઘન આ શરીર હોવાથી તેને ટકાવવા માટે જરૂરી દેહની ક્રિયા કરવી પડે છે. તે કરતાં આત્માની વૃત્તિ બહિર્મુખ થવાનો સંભવ જાણી આ પાંચ સમિતિની ભગવાને યોજના કરી છે.
“કંઈ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપયોગ બહિર્મુખ થવાનું નિમિત્ત છે, તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે.” (વ.પૃ.૫૯૬) ૩૮ાા
અંતર્મુખ ઉપયોગ રહે ને ચાલું રહે પ્રવૃત્તિ,
ભવ તરવાની દાઝ ઘરે તો બની શકે એ રીતિ. હો ભક્ત અર્થ - આત્માનો ઉપયોગ હમેશાં અંતર્મુખ રહે અને ન છોડી શકાય એવી દેહાદિની પ્રવૃત્તિ પણ થઈ શકે. સંસાર સમુદ્ર તરવાની દાઝ જો હૃદયમાં રાખે તો આ રીતે અંતર્મુખ ઉપયોગ રાખતાં પણ પ્રવૃત્તિ થઈ શકે. IT૩૯
સ્થિતિ સહજ કેવળ અંતર્મુખ, જ્યાં કેવળ ભૂમિકા
મુખ્યપણે કહી; તોય સાતમે ગુણસ્થાને દીપિકા. હો ભક્ત અર્થ :- સ્થિતિ સહજ પ્રકારે કેવળ અંતર્મુખ તો જ્યાં કેવળજ્ઞાનની ભૂમિકા છે ત્યાં મુખ્યપણે રહી શકે અને સાતમા ગુણસ્થાનકમાં પણ નિર્મળ વિચારધારા બળવાન હોવાથી અંતર્મુખ ઉપયોગ ત્યાં પણ દીપિકા એટલે દીવાની જેમ પ્રકાશમાન હોય છે. “કેવળ અને સહજ અંતર્મુખ ઉપયોગ તો મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે. અને નિર્મળ વિચારઘારાના બળવાનપણા સહિત અંતર્મુખ ઉપયોગ સાતમે ગુણસ્થાનકે હોય છે.” (વ.પૃ.૫૯૬) //૪
અંતર્મુખ ઉપયોગ તણી છે સબળ વિચારની ઘારા,
કર્મ-કારણે પૂર્ણ શુદ્ધ નહિ; સ્થિરપદ અનુભવનારા. હો ભક્ત અર્થ – સાતમા ગુણસ્થાનકે અંતર્મુખ ઉપયોગની સબળ વિચારઘારા હોવા છતાં કર્મના સભાવને કારણે ત્યાં આત્માનો પૂર્ણ શુદ્ધ ઉપયોગ નથી. તો પણ ત્યાં આત્મઅનુભવની ઘારામાં સ્થિતિ કરીને રહેલા છે. I૪૧ાા
Page #302
--------------------------------------------------------------------------
________________
(૭૯) સમિતિ-પ્તિ
પ્રમાદથી ઉપયોગ ચળે તો મુનિ પદ છઠ્ઠું આવે,
વિશેષ અંશે સ્ખલિત થાય તો અસંયમી બની જાવે. હો ભક્ત
અર્થ :– પ્રમાદથી જો આત્મઉપયોગ ચલિત થાય તો મુનિ સાતમા ગુન્નસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાનકમાં આવી જાય. જો ઉપયોગ વિશેષ અંશે ચલાયમાન થાય તો ફરીથી અસંયમવાળા એટલે રાગદ્વેષવાળા બની જઈ નીચેના ગુણસ્થાનકમાં આવી જાય છે.
૨૮૯
“પ્રમાદી ને ઉપયોગ સ્ખલિત થાય છે, અને કંઈક વિશેષ અંશમાં સ્ખલિત થાય તો વિશેષ બહિર્મુખ ઉપયોગ થઈ ભાવઅસંયમપણે ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાદિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છોડી શકાય એવી હોવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગે થઈ શકે એવી અદ્ભુત સંકળનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે.'' (વ.પૃ.૫૯૬૬ ||૪૨॥
તે ન થવા દેવા કહૌં સમિતિ અંતર્યામી નાથે,
આજ્ઞા આરાઘે મુનિજન તો અંતર્મુખતા સાથે. હો ભક્ત
અર્થ :– તે ઉપયોગ ચલિત ન થવા દેવા અર્થે અંતર્યામી એવા ભગવાને આ પાંચ સમિતિની યોજના કરી છે. એ પાંચ સમિતિ ભગવાનની આજ્ઞા પ્રમાણે જે મુનિજન આરાધશે તે અંતર્મુખતાને પામશે. ૫૪૩।।
સમિતિમાં સૌ સંયમ-વર્તન સમાય સર્વ
પ્રકારે,
તેમ વર્તતાં સતત જાગૃતિ ઉપયોગી મુનિ ધારે, હો ભક્ત
અર્થ :— આ પાંચ સમિતિમાં, સંયમમાં પ્રવર્તવાના બીજા સર્વ પ્રકારો સમાય છે. તે પ્રમાણે વર્તન કરતાં આત્મ ઉપયોગની સતત જાગૃતિ મુનિ ઘારણ કરે છે. “જે જે સંયમમાં પ્રવર્તવાના બીજા પ્રકારો ઉપદેશ્યા છે, તે તે સર્વ આ પાંચ સમિતિમાં સમાય છે; અર્થાત્ જે કંઈ નિગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે, તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે, તેની જ આજ્ઞા આપી છે; અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપયોગ તેને જેમ અસ્ખલિતતા રહે તેમ આપી છે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તો ઉપયોગ સતત જાગ્રત રહ્યા કરે, અને જે જે સમયે જીવની જેટલી જેટલી જ્ઞાનશક્તિ તથા વીર્યશક્તિ છે તે તે અપ્રમત્ત રહ્યા કરે.'' (વ..પ૯૪) ।।૪૪)
જ્ઞાન-વીર્ય-શક્તિ જે કાળે પ્રગટે જેવી જેવી,
અપ્રમત્ત સૌ રહ્યા કરે તે, અદ્ભુત સમિતિ એવી. હો ભક્ત
અર્થ ઃ— જે જે સમયે જીવની જેટલી જ્ઞાનશક્તિ અને વીર્યશક્તિ પ્રગટ હશે તેટલા પ્રમાણમાં તે સૌ અપ્રમત્ત રહ્યા કરશે. એવી અદ્ભુત પાંચ મિતિની યોજના ભગવંતે કરી છે. ।।૪।।
રહસ્યદૃષ્ટિ કહીં સંક્ષેપે,
મુમુક્ષુ મુમુક્ષુ મન મન ભાવી; સત્પુરુષની દૃષ્ટિ વિના તે દુષ્કર છે સમજાવી, હો ભક્ત
-
અર્થ :- આ રહસ્યપૂર્ણ વૃષ્ટિ સંક્ષેપમાં અત્રે જણાવી છે, જે મુમુક્ષુને મન ભાવશે. પણ સત્પુરુષની દૃષ્ટિ વિના તે રહસ્ય સમજાવું દુષ્કર છે. ।।૪।।
કમળપત્ર પાણીમાં સ્નેઠે, જેમ નહીં લેપાયે,
સમિતિી તેમ જીવાકુલ જગમાં પાપ ન મુનિને થાયે. હો ભક્ત
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૯ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- કમળનું ફૂલ સદૈવ પાણીમાં રહેતા છતાં તેના સ્નેહથી તે લેખાતું નથી, અર્થાત્ ભીંજાતું નથી. તેમ પાંચ સમિતિ પ્રવર્તતાં મુનિ આ જીવોથી ભરેલા જગતમાં વર્તવા છતાં પણ પાપથી પાતા નથી અર્થાત તેમને પાપનો બંઘ થતો નથી. II૪ના
૧. મન-ગુતિ રાગાદિ-પ્રેરિત વિકલ્પો તર્જી મન વશ, સમ રાખે;
કે સિદ્ધાંત-સૂત્ર ગૂંથે મુનિ, મનગુણિ-સુખ ચાખે. હો ભક્ત અર્થ - રાગદ્વેષાદિ ભાવોવડે પ્રેરણા પામી ઊઠતા વિકલ્પોને તજી દઈ મન વશ રાખે, તેને સમભાવમાં લાવે તે મનગુતિ કહેવાય છે. એમ મનને વશ રાખી સિદ્ધાંતના સૂત્રોને જે ગૂંથે તે મુનિ મનગુપ્તિથી પ્રગટ થતાં સુખને ચાખે છે. I૪૮ાા
મન-તુરંગ આસ્રવ-તોફાને, રે! દુર્ગાન-કુઠામે,
ઘર્મ-શુક્લ પથમાં પ્રેરાયે, રોક્ય જ્ઞાન-લગામે. હો ભક્ત અર્થ :- મન-તુરંગ એટલે મનરૂપી ઘોડો કર્મ કરવાના આસ્રવરૂપ તોફાને જો ચઢી ગયો તો અરે ! તે દુર્બાન કરાવીને કુઠામ એવા નરક નિગોદાદિમાં જીવને લઈ જશે. અને જો તે મનરૂપી ઘોડાને જ્ઞાનરૂપી લગામથી રોકીએ તો તે ઘર્મધ્યાન, શુક્લધ્યાનરૂપી પથમાં પ્રેરાઈને જીવને મુક્તિધામે લઈ જશે. II૪૯ાા
આત્મ-રુચિ, લીનતા આત્મામાં, ધ્યાનારૂંઢ બન જાતા,
સ્થિરતા મુનિ બે ઘડી પામે તો કેવળી બનતા ધ્યાતા. હો ભક્ત અર્થ - સમ્યકજ્ઞાન બળે જો આત્મરુચિ ઉત્પન્ન થઈને આત્મલીનતા જીવ પામશે તો તે ધ્યાનારૂઢ બની જશે. તે ધ્યાનમાં મુનિ બે ઘડી સુધી જો સ્થિરતા પામે તો તે કેવળજ્ઞાનને પામશે. પછા
૨. વચન-ગુપ્તિ સમ્યક્ વશ જો વચનપ્રવૃત્તિ, અથવા મૌન ઘરે જો
ઇશારત આદિ ત્યાગી મુનિ, વચનગુતિ વરે તો. હો ભક્ત અર્થ - સમ્યકજ્ઞાનબળે કરીને વચનની પ્રવૃત્તિ જો વશમાં હોય તો તે આત્મપ્રયોજન વગર બોલે નહીં. અથવા મૌનને ઘારણ કરીને રહે. ઇશારા આદિનો ત્યાગ કરે. તે મુનિ વચનગુતિને પામે છે. ૫૧ના
વચન-અગોચર સ્વરૂપ નિજ તો વચન વિષે ના રાચો,
અનુભવ-રસ-આસ્વાદન કાજે શુદ્ધ સ્વરૂપે માચો. હો ભક્ત અર્થ :- વચનથી અગોચર કહેતાં અગમ્ય એવું પોતાનું આત્મસ્વરૂપ છે તો વચન વિષે હવે સાચો નહીં. પણ આત્મઅનુભવરસનું આસ્વાદન કરવા માટે શુદ્ધ સ્વરૂપમાં જ રાચીને રહો અર્થાત્ તેનું જ ધ્યાન કર્યા કરો જેથી તે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય. /પરા
૩. કાય-ગુતિ અડોલ આસન પરિષહમાં પણ, કાયોત્સર્ગે સ્થિતિ, કે શરીરથી હિંસા ત્યાગી તે કાયાની ગુપ્તિ. હો ભક્ત
Page #304
--------------------------------------------------------------------------
________________
(૭૯) સમિતિ-ગુતિ
૨૯૧
અર્થ - પરિષહ પચ્ચે પણ અડોલ આસન રાખે અથવા કાયોત્સર્ગે સ્થિતિ રહે કે શરીરવડે હિંસાનો ત્યાગ કરે તેને કાયમુસિ કહેવાય છે. પિયા
કાય-યોગથી કર્મો આવે, માટે સ્થિરતા સાથો,
આત્મ-વીર્ય અચલ, સહજ નિજ, ચંચળ બની ન વિરાથો. હો ભક્ત અર્થ - કાયાના હલનચલનથી પણ કમ આવે છે. માટે કાયાની સ્થિરતાને સાધ્ય કરો. પોતાનું આત્મવીર્ય સહજ સ્વભાવે અચળ છે. માટે તેને કાયયોગથી ચંચળ કરી આત્મવીર્ય પ્રગટ થવામાં વિરોઘ કરો નહીં. ૫૪
ઇન્દ્રિય-વિષયભોગનું સાઘન, શરીર-પ્રવૃત્તિ રોકો,
નવન કર્મ આવે તનુયોગે, દેહ-મોહ અવલોકો. હો ભક્ત અર્થ - પાંચેય ઇન્દ્રિયો ભોગનું સાધન હોવાથી તેને પોતપોતાના વિષયોમાં ન જવા દો. એમ શરીરની પ્રવૃત્તિને રોકો. કારણકે તનુયોગે એટલે કાયાના યોગને પ્રવર્તાવવાથી પણ જીવને નવીન કર્મનો બંઘ થાય છે. માટે દેહના મોહને અવલોકી એટલે ધ્યાનમાં લઈ હવે તેનો ત્યાગ કરો. પપા.
અકંપ, અયોગી ગુણસ્થાને ના કર્મ લગારે આવે,
તેથી મુનિવર સ્થિરતા ઘારી આત્મા ધ્યાને ધ્યાવે. હો ભક્ત અર્થ - ચૌદમા અયોગી ગુણસ્થાને કાયયોગની પર્વત જેવી અકંપ સ્થિતિ હોવાથી ત્યાં લગાર માત્ર પણ કર્મનો પ્રવેશ નથી. તેથી મુનિવર સ્થિરતા ઘારણ કરીને આત્મધ્યાનને ધ્યાવે છે. //પકા
સમકિત ગુણસ્થાને રુચિ થઈ, પૂર્ણ શુદ્ધ આત્માની,
તે પદની સંપ્રાપ્તિ કાજે ત્રિગુતિ કારણ માની. હો ભક્ત અર્થ - ચોથા ગુણસ્થાને આત્માનો અનુભવ થતાં પૂર્ણ શુદ્ધ આત્મા પ્રગટાવવાની રુચિ ઉત્પન્ન થઈ. તે શુદ્ધ આત્માની સંપ્રાપ્તિ કરવા માટે ત્રિગુતિની જરૂર છે. //પણા
ગુણિમાં રમવાની શક્તિ હોય ન તો તે રુચિ
રાખી, વર્તે સમિતિમાં મુનિ, ગુતિ ખરેખર ઊંચી. હો ભક્ત અર્થ - મનવચનકાયાની ગુપ્તિમાં રમવાની શક્તિ ન હોય તો તેની મનમાં રુચિ રાખી, મુનિ પાંચ સમિતિમાં પ્રવર્તે. પણ ગુતિની રમણતા તો ખરેખર ઊંચી છે.
એક મુનિનું ત્રણ ગુતિ વિષે વૃષ્ટાંત – કોઈ એક ગામમાં એક સાધુ શ્રાવકના ઘરે ભિક્ષા લેવા માટે ગયા. શ્રાવકે નમન કરી પૂછ્યું કે “હે પૂજ્ય! તમે ત્રણ ગતિએ ગુપ્ત છો?” મુનિ કહે—હું ત્રણ ગતિએ ગુપ્ત નથી.” શ્રાવકે કારણ પૂછ્યું, એટલે મુનિએ કહ્યું કે–એક દિવસ કોઈના ઘરે ભિક્ષા લેવા હું ગયો હતો ત્યાં તેની સ્ત્રીની વેણી જોઈ, મારી સ્ત્રીનું મને સ્મરણ થયું તેથી મને મનગતિ નથી. એક દિવસ શ્રીદત્ત નામના ગૃહસ્થના ઘરે વહોરવા ગયો તેણે મને કેળાં આપ્યાં. ત્યાંથી બીજે ઘરે ગયો તે શ્રાવકે પૂછ્યું કેળાં કોણે આપ્યાં? એટલે મેં સત્યવાત જણાવી. તે શ્રાવક પેલા કેળાં આપનારનો દ્વેષી હતો, તેથી રાજા પાસે જઈ, બનાવટી વાત કરી કે–હે સ્વામી! આપની વાડીનાં કેળાં દરરોજ શ્રીદત્તના ઘરે જાય છે. રાજાએ
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પૂછ્યું તેં શી રીતે જાણ્યું? તે બોલ્યો કે તેણે મુનિને કેળાં આપ્યા. તેવાં કેળાં આપની વાડી સિવાય બીજે ક્યાંય થતાં નથી. અને મેં મુનિના મુખથી સાંભળ્યું. રાજાએ એ વાત સાંભળી, શ્રીદત્તને શિક્ષા કરી તેથી મારે વચનગુતિ નથી. એક વખત અરણ્યમાં ગયો હતો. ત્યાં થાકી જવાથી નિદ્રા પામ્યો. તે ઠેકાણે એક સાર્થવાહ આવ્યો અને બધાને કહ્યું કે સવારે વહેલા જવું છે માટે ભોજન-સામગ્રીની તૈયારી વહેલી કરી લો. તે સાંભળીને સર્વ લોકો અંધારામાં રસોઈ કરવા લાગ્યા. હું સૂતો હતો. મારા મસ્તક પાસે બે પથ્થર મૂકી અગ્નિ સળગાવ્યો. તે અગ્નિ લાગવાથી મેં મારું મસ્તક લઈ લીધું. તેથી મારે કાયગતિ પણ નથી. માટે હું ભિક્ષા યોગ્ય મુનિ નથી. આ પ્રમાણે મુનિના સત્ય ભાષણથી તે શ્રેષ્ઠી બહુ હર્ષ પામ્યો. મુનિને પ્રતિલાભિત કર્યા. મુનિની અત્યંત પ્રશંસા કરવાથી તે શ્રેષ્ઠીએ અનુત્તર વિમાનનું સુખ ઉપાર્જન કર્યું. મુનિ પણ આત્માની નિંદા કરતા ચારિત્રઘર્મ પાળી સ્વર્ગે સિધાવ્યા. (ઉપદેશપ્રાસાદ ભા.ભા.૪ના આધારે) //૫૮ી.
સંયમ-કારણ સમિતિ ભાખી અપવાદે તે સાચી,
ઉત્સર્ગે ગુપ્તિ, એ દ્રષ્ટિ ચૂકે ન મુનિ અયાચી. હો ભક્ત અર્થ :- સંયમ પાળવામાં કારણરૂપ પાંચ સમિતિઓ ભગવાને અપવાદમાર્ગે ભાખી તે સાચી વાત છે. પણ ઉત્સર્ગમાર્ગ એટલે રાજમાર્ગ તો ગુણિ છે. એ દ્રષ્ટિને અયાચક એવા મુનિ ચૂકતા નથી. પા.
આત્માર્થે આત્માર્થી જીવે લાભ અલૌકિક લેવા, શુદ્ધ સ્વરૂપે સ્થિર થયા ત્યાં શેષ ન લેવા દેવા.
હો ભક્તજન ઉર ઉલ્લાસ વઘારી. અર્થ - આત્માના કલ્યાણ અર્થે આત્માર્થી જીવો જીવન જીવે છે. તે લાભ અલૌકિક લેવા પાંચ સમિતિ પાળતા જ્યારે ત્રિગુપ્તિના બળે શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થયા, ત્યાં શેષ કંઈ લેવા કે દેવાપણું રહ્યું નથી; અર્થાત કતાર્થ થઈ ગયા, કેવળજ્ઞાન પામી સર્વથા સ્વરૂપમાં સમાઈ ગયા. II૬૦ના
સમિતિ ગુપ્તિમાં પ્રવર્તનાર મુનિ મહાત્માઓ, કર્મના નિયમો જે સિદ્ધાંતરૂપ છે તેને જાણી, નવીન કર્મનો બંઘ થવા દેતા નથી. સર્વ પ્રાણીઓએ કર્મના નિયમોને જાણી, શુભાશુભ કમને છેદી, મોક્ષ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. મળેલા માનવદેહનું એ જ સાર્થકપણું છે. એ સંબંધી વિસ્તાર આ પાઠમાં જણાવવામાં આવે છે :
(૮૦) કર્મના નિયમો
(દોહરા)
વંદું શ્રી ગુરુ રાજને, જેણે આપ્યો ઘર્મ, 1 શ્રુત ઘર્મે સમજી સ્વરૂપ, ચરણે કાપું કર્મ. ૧ અર્થ – પરમકૃપાળુશ્રી ગુરુ રાજપ્રભુને હું ભાવપૂર્વક પ્રણામ કરું છું કે જેણે અમને આત્મઘર્મ
Page #306
--------------------------------------------------------------------------
________________
(૮૦) કર્મના નિયમો
૨૯૩
આપ્યો અર્થાત્ મુક્તિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય બતાવ્યો. તે આત્મધર્મને શ્રત એટલે વીતરાગ ઉપદિષ્ટ શાસ્ત્રો દ્વારા વિસ્તારથી ગુરુગમે સમજી તથા શ્રી ગુરુના ચરણે રહી, તેમની આજ્ઞાને ઉપાસી, અનાદિથી બંઘાયેલા કર્મોને કાપી શાશ્વત સુખશાંતિસ્વરૂપ એવા મોક્ષપદને મેળવવા પ્રયત્ન કરું. [૧]
અસંસારગત વાણથી દીઘો દ્વિવિઘ બોઘ,
ઉપશમ-કર ઉપદેશઑપ, સૈદ્ધાંતિક અવિરોઘ. ૨ અર્થ - કર્મ કાપવા માટે શ્રી ગુરુએ સંસાર નાશ પામે એવી અસંસારગત વાણીથી બે પ્રકારે બોઘ આપ્યો છે. પહેલો જીવના અનાદિકાળના કષાયભાવોને ઉપશમાવી સિદ્ધાંતબોથને સમજવા માટેની યોગ્યતા આપનાર એવો ઉપદેશબોઘ' અને બીજો પદાર્થનું અનુભવથી સિદ્ધ કરેલ સ્વરૂપ તેને વાણી દ્વારા કહી શકાય તેટલું જ્ઞાની પુરુષોએ નિર્ણય કરી બોઘ દ્વારા પ્રકાણ્યું તે “સિદ્ધાંતબોઘ’. સિદ્ધાંતબોઘમાં કોઈકાળે વિરોઘ આવે નહીં. તે ત્રણેય કાળ અવિરોઘ હોય છે. |રા.
કર્મ-નિયમ સિદ્ધાંતપ, ઉપદેશે સમજાય.
સમજી શકાય જે જનો, કર્મ-મુક્ત તે થાય. ૩ અર્થ :- કર્મના નિયમો બઘા સિદ્ધાંતરૂપ છે. તે વૈરાગ્ય સ્વરૂપ ઉપદેશ બોઘ પરિણમ્ય સમજાય એમ છે. જે કર્મના નિયમોને સમજી, જેમકે રાગદ્વેષ કરીએ તો કર્મબંઘ અવશ્ય થાય એવો નિયમ છે. પરમકૃપાળુદેવે પણ જણાવ્યું છે કે, “અવિષમભાવ વિના અમને પણ અબંઘપણા માટે બીજો કોઈ અધિકાર નથી.” એ વાતને વિચારી જે પોતાના કષાયભાવોને ઘટાડી મટાડીને સ્વરૂપમાં સમાઈ ગયા તે જીવો સર્વથા કર્મથી મુક્ત થાય છે.
“આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ, ઇત્યાદિ કોઈ વ્યવસ્થિત કારણ (નિયમ)ને લઈને રહ્યા છે.” (૨૧-૧) અહીં મુખ્યપણે કર્મના નિયમો વિષે કહેવું છે. આખો કર્મગ્રંથ નિયમો જ બતાવે છે. અમુક ભાવ કરવાથી અમુક કર્મ બંઘાય, તે ભોગવવાનાં અમુક સ્થાન હોય ઇત્યાદિ નિયમ છે. દરેક વસ્તુમાં જે ગુણો હોય તે નિયમથી પરિણમે છે.” (મો.વિ પૃ.૨૩૮){
(૧) “એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે”:
જગતનો પ્રવર્તક ઈશ્વર નથી એમ આગળ કહ્યું હતું તેમાં શંકા થાય, તે સર્વના ખુલાસારૂપ આ વાક્ય છે. એક ભેદે = એક અપેક્ષાએ દરેક પદાર્થમાં જે ઘર્મો છે તે પ્રમાણે તે પ્રવર્તે છે. જેમ ગોળ ગળ્યો લાગે, લીંબડો કડવો લાગે એમ જગતમાં નિયમ સર્વત્ર દેખાય છે. તેથી કોઈ જગતકર્તારૂપે ઈશ્વરની જરૂર નથી. નિયમને લઈને જગત પ્રવર્તે છે. ચાવી પ્રમાણે ઘડિયાળ ચાલે તેમ નિયમો પ્રમાણે જગત ચાલે છે. તેમ પુણ્ય પાપ કર્મ પણ તેના નિયમ પ્રમાણે ચાલે છે.” -મોક્ષમાળા વિવેચન (પૃ.૨૩૮) IIયા
તેલ-રંગિત ચિત્રપટ મેલો જો થઈ જાય,
ડાઘ દૂર કરવા નિયમ જાગ્યાથી સુઘરાય. ૪ અર્થ :- ઓઈલ પેઈન્ટથી બનેલ ચિત્રપટ જો મેલું થઈ જાય તો તે ડાઘને દૂર કરવાનો જે નિયમ એટલે સિદ્ધાંત હોય તે જાણીને તે પ્રમાણે કરવાથી તેનો સુઘાર થઈ શકે છે. જા
તેમ કર્મ-મલથી મલિન આત્મા કરવા શુદ્ધ કર્મ-નિયમ પણ જાણવા, કહી ગયા જે બેંઘ. ૫
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૯૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - તેમ કર્મ-મલથી મલિન એવા આત્માને શુદ્ધ કરવા માટે કર્મના જે સિદ્ધાંતો હોય તેને પણ જાણવા જોઈએ. કેમકે ક્રોધના ફળ કડવા છે અને ક્ષમાનું ફળ પ્રત્યક્ષ સુખશાંતિ સ્વરૂપ છે. એમ બુથ એટલે જ્ઞાની પુરુષો સર્વ ભાવોના ફળ કહી ગયા છે. પા.
વાદળથી રવિ-તેજ સમ, કમેં જીંવ અવરાય;
આછા વાદળથી વળી પ્રકાશ જેમ જણાય- ૬ અર્થ :- અહીંથી “મોક્ષમાર્ગ પ્રકાશક'ના બીજા અધિકારના આધારે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ કાવ્યમાં આ ભાવ વધ્યો છે. વાદળથી જેમ સૂર્યનું તેજ ઢંકાય છે તેમ આત્માના ગુણો પણ કર્મથી આવરણ પામે છે. વાદળ જેમ આછા થાય તેમ સૂર્યનો પ્રકાશ વ્યક્ત થાય છે. IIકા
તેમ આત્મ-ગુણ દીપતા, કર્મ મંદ જ્યાં થાય;
કર્મ-જનિત તે ગુણ નહિ, પ્રકાશ નહિ ઘનમાંય. ૭ અર્થ :- તેમ આત્માના જ્ઞાનદર્શનાદિ ગુણો, જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિના મંદ થવાથી અર્થાતુ ક્ષયોપશમ થવાથી પ્રગટ થાય છે. તે જ્ઞાન, દર્શન, વીર્ય સ્વભાવ આદિ ગુણો કર્મથી ઉત્પન્ન થયેલા નથી; જેમકે પ્રકાશ છે તે વાદળાઓ નથી પણ સૂર્યનો છે. ||શા
અંશે જીંવ-ગુણ ઝળકતા, કદી અભાવ ન થાય,
જાણે, દેખે તે ગુણે, જીવ સદાય જણાય. ૮ અર્થ - કોઈપણ વસ્તુ સ્વભાવના અંશનો કદી પણ નાશ થતો નથી, તેમ જીવ દ્રવ્યના જ્ઞાનદર્શનમય સ્વભાવનો અંશે પણ ગુણ સદા ઝળકતો રહે છે. નિગોદમાં પણ અક્ષરના અનંતમાં ભાગે જીવનો જ્ઞાનગુણ વિદ્યમાન રહે છે. જાણવું, દેખવું કે જ્ઞાનદર્શનમય ગુણ એ જીવનો સદાય રહે છે. જે હમેશાં જાણ જાણ કરે તે જીવ દ્રવ્ય છે. અને જે કોઇકાળે જાણી શકે નહીં તે જડ દ્રવ્ય છે. ઝાડમાં પણ જીવ છે તો વધે છે. ફુલમાં પણ જીવ છે તો સુંદર લાગે છે. ફુલમાંથી જીવ નીકળી જાય તો તે કરમાઈ જાય છે. ૧૮
બંઘ-હેતુ નહિ આ ગુણો, નહીં સ્વભાવે બંઘ;
સ્વભાવ બંઘ-હેતુ ગણ્ય, કદી ન થાય અબંઘ. ૯ અર્થ – આત્માના જ્ઞાનદર્શનગુણો અર્થાત્ જાણવું, દેખવું એ કર્મબંઘના કારણો નથી. તેમજ નવીન કર્મબંઘ કરવાનો આત્માનો સ્વભાવ નથી. જો જીવનો સ્વભાવ જ કર્મબંઘ કરવાનો હોય તો આત્મા કદી પણ અબંઘદશા પામી શકે નહીં. કા.
અભાવ જ્ઞાનાદિ તણો, કર્મોદયે જણાય,
તે પણ નવીન કર્મનો, બંઘન-હેતુ ન થાય. ૧૦ અર્થ :- નિગોદ આદિમાં જ્ઞાનાદિ ગુણોનો અત્યંત અભાવ થાય છે તે જીવના કર્મના ઉદયને લઈને છે. કર્મનો ઉદય નવીન કર્મબંઘનું કારણ થાય જ એવો કોઈ નિયમ નથી. II૧૦ના
જેનું અસ્તિત્વ જ નથી, તે કારણ ના હોય
કોઈ નવીન કાર્યો કદી; વિચાર કરી લે જોય. ૧૧ અર્થ :- આત્માના જ્ઞાનાદિ મૂળ સ્વભાવમાં કર્મનું અસ્તિત્વ જ નથી. તેથી કોઈ નવીન કાર્યમાં
Page #308
--------------------------------------------------------------------------
________________
(૮૦) કર્મના નિયમો
૨૯૫
આત્માના જ્ઞાનાદિ કદી કર્મબંઘના કારણ નથી. આ સંબંધી વિચાર કરી જોઈ લે. |૧૧ાા
જ્ઞાન, દર્શન, વીર્ય ગુણ બંઘ-હેતુ નહિ એમ,
ભાવ-અભાવરૂપે ભલે; જીંવ બંઘાતો કેમ? ૧૨ અર્થ - આત્માના જ્ઞાનદર્શન વીર્યગુણ એમ કર્મબંઘના કારણ નથી. કૈવલ્યદશામાં જ્ઞાનાદિનો પૂર્ણ સભાવ અને નિગોદમાં જ્ઞાનાદિનો લગભગ અભાવ જેવો જીવ ભલે થાય તો પણ તે જ્ઞાનદર્શનાદિ ગુણો જીવને બંઘના કારણ નથી. તો આ જીવ કેવી રીતે બંઘાય છે? I૧૨ાા
અયથાર્થ શ્રદ્ધાનસૃપ જે મિથ્યાત્વ ગણાય,
ક્રિોશ, માન, માયા તથા લોભાદિક કષાય, ૧૩ હવે જીવ કેવી રીતે કર્મથી બંધાય છે તેના કારણો કહે છે :
અર્થ :- જેમ છે તેમ વસ્તુનું સાચું શ્રદ્ધાન નથી તેને મિથ્યાત્વ અથવા દર્શનમોહ કહ્યો છે. અને ક્રોધ, માન, માયા, લોભાદિક જે કષાયભાવો છે તેને ચારિત્રમોહ કહેવાય છે. [૧૩]
મોહનીય કર્મો થતા એ ઔપાથિક ભાવ;
ટાળો કર્મનિમિત્ત તો, તેનો થાય અભાવ. ૧૪ અર્થ - મોહનીય કર્મના ઉદયથી જીવને મિથ્યાત્વના કે કષાયના ભાવો થાય છે. તે ઔપાથિક ભાવ છે. કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલા છે. જેમ સ્ફટિકરત્ન નિર્મળ હોવા છતાં રંગીન ફુલોના નિમિત્તથી તે રંગીન જણાય છે. નિમિત્ત ન હોય તો રંગીન જણાતું નથી. તેમ ધ્યાન, સ્વાધ્યાય, ભક્તિ, જપાદિમાં રહી કર્મબંઘના નિમિત્તોને ટાળવામાં આવે તો જીવને નવીન કર્મબંઘનો અભાવ થાય છે.
નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્દભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે.” (વ.પૃ.૪૮૩) I/૧૪
વિભાવરૂપ આ ભાવથી કર્મ નવન બંઘાય,
મોહ-ઉદય શત્રુ મહા, જીંવનો મુખ્ય ગણાય. ૧૫ અર્થ :- રાગદ્વેષના વિભાવભાવોથી જીવને નવીન કર્મનો બંઘ થાય છે. આ મોહનીય કર્મનો ઉદય જીવનો મહાશત્રુ છે. તેના કારણે રાગદ્વેષ થાય છે. “શક્તિ મરોરે જીવકી ઉદય મહાબળવાન.” આઠેય કમોંમાં મોહનીય કર્મની મુખ્યતા ગણાય છે. ||૧પણા
અઘાર્તા કર્મોનો ઉદય દે સામગ્રી બાહ્ય,
તેમાં દેહાદિક તો જીંવ-ક્ષેત્રે બંઘાય. ૧૬ અર્થ - વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય એ ચાર અઘાતી કર્મોનો ઉદય જીવને બાહ્ય પૌલિક સામગ્રીનો મેળાપ કરાવે છે. જેમાં શુભ પુણ્યના ઉદયે શાતાવેદનીયનો અને અશુભ પાપના ઉદયે અશાતા વેદનીયનો જીવને અનુભવ થાય છે. તેમાં શરીર, રૂપ, રંગાદિ તો જીવના પ્રદેશો સાથે દૂઘ અને પાણીની જેમ એક ક્ષેત્રાવગાહી સંબંઘ કરીને રહેલાં છે. ||૧૬ાા.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ઘન, કુટુંબાદિ દીસે આત્માથી અતિ ભિન્ન,
બંઘન-કારણ એ નહીં; બંઘ ન પર-આથીન. ૧૭ અર્થ : જ્યારે ઘન કુટુંબાદિ તો આત્માથી સાવ જુદા જણાય છે. એ બધા કાંઈ જીવને કર્મબંઘના કારણ નથી. કર્મનો બંઘ થવો તે પરવસ્તુને આધીન નથી. II૧થા
આત્મ-ભાવ મમતાદિ ફૈપ મિથ્યાત્વાદિક નામ,
દેહાદિક નિમિત્ત, પણ મોહ-કર્મનાં કામ. ૧૮ અર્થ - કર્મબંઘ થવાના મુખ્ય કારણો આ છે :- આત્માના મોહ મમત્વાદિ ભાવ જે મિથ્યાત્વ કષાયાદિકના નામે ઓળખાય છે, તે વડે જીવને નવીન કર્મનો બંઘ થાય છે. દેહ કુટુંબાદિ તો તેમાં નિમિત્ત માત્ર છે. હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ, સ્ત્રી, પુત્રાદિ મારા છે એવા મોહ મિથ્યાત્વના ભાવો જીવને નવા કર્મબંઘનું કારણ છે, અને–
“હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી, પુત્રાદિ કોઈપણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” એવી આત્મભાવના તે કર્મ છોડવાના કારણરૂપ છે. ૧૮.
નામકર્મના ઉદયે દેહ, વચન, મન થાય;
તે ત્રણની પ્રવૃત્તિથી જીંવ-પ્રદેશ કંપાય. ૧૯ અર્થ - નામકર્મના ઉદયથી જીવને આ શરીર, વચન અને મન પ્રાપ્ત થાય છે. એ મન વચન કાયા ત્રણેય યોગની પ્રવૃત્તિથી એટલે ચેષ્ટાના નિમિત્તથી જીવના પ્રદેશો કંપાયમાન થાય છે. ૧૯
તેથી શક્તિ બંઘની આત્મામાં પ્રેરાય,
જીવ-પ્રદેશે વર્ગણા પુગલની બંઘાય. ૨૦ અર્થ :- આત્માના પ્રદેશો કંપાયમાન થાય છે તેથી આત્મામાં કર્મબંઘ કરવાની શક્તિની પ્રેરણા મળે છે. આત્મા કર્મ તરફ પ્રેરાવાથી આત્માના પ્રદેશે તે પૌગલિક કાર્મણ વર્ગણાઓ આવીને બંધાઈ જાય છે. કાશ્મણ વર્ગણાઓ અનંત પુદ્ગલ પરમાણુની બનેલી હોય છે. ૨૦ના
જીંવ-પ્રદેશ ને વર્ગણા એકક્ષેત્ર-અવગાહ;
જે શક્તિથી થાય તે જાણો યોગ-પ્રવાહ. ૨૧ અર્થ - જીવના પ્રદેશો અને કાર્મણ વર્ગણાઓ એક ક્ષેત્રમાં અવગાહ એટલે જગ્યા રોકીને દૂધ અને પાણીની જેમ રહેલ છે. જે શક્તિવડે કાશ્મણ વર્ગણાઓને આવવારૂપ ક્રિયા થાય છે તેને મનવચનકાયાના યોગનો પ્રવાહ જાણો. ર૧ાા
સમય સમય તેથી ગ્રહે કર્મ-વર્ગણા જીવ,
જીવ-વીર્ય કર્મો ગ્રહે, પણ સૌ કર્મ અજીવ. ૨૨ અર્થ - સમયે સમયે મનવચનકાયાના યોગથી જીવ કર્મ-વર્ગણાને ગ્રહણ કરે છે. પણ તેમાં આત્માનું વીર્ય સ્કુરાયમાન થઈ અર્થાત્ કષાયભાવમાં આવી જઈ તે કાર્મણ વર્ગણાઓને કર્મરૂપ પરિણાવે છે ત્યારે કર્મનો બંધ થાય છે. પણ સર્વ કર્મ અજીવરૂપ છે. ૨૨
Page #310
--------------------------------------------------------------------------
________________
(૮૦) કર્મના નિયમો
૨૯૭
અલ્પ યોગ નિમિત્તથી પરમાણું તે અલ્પ;
બહું યોગબળથી ગ્રહે પરમાણુઓ અનલ્પ. ૨૩ અર્થ - મનવચનકાયાના યોગોની અલ્પ પ્રવૃત્તિ હોય તો અલ્પ નિમિત્તના કારણે અલ્પ પુદ્ગલ પરમાણુઓ ગ્રહણ કરે છે અને વિશેષ યોગોની પ્રવૃત્તિ હોય તો વિશેષ પરમાણુઓ ગ્રહણ કરે છે. ૨૩
એક સમયમાં જેટલાં પરમાણું લેવાય,
તે જ્ઞાનાવરણાદિમય સાત, આઠ રૅપ થાય. ૨૪ અર્થ - એક સમયમાં જેટલા પુદ્ગલ પરમાણુ ગ્રહણ થાય, તે જ્ઞાનાવરણીયાદિ કર્મોની સાત પ્રકૃતિમાં કે આયુષ્ય કર્મનો બંઘ પડ્યો હોય તો આઠેય કર્મોમાં સિદ્ધાંત પ્રમાણે આપોઆપ વહેંચાઈ જાય છે. અને તે તે પ્રકૃતિરૂપે પરિણમે છે. ૨૪
યોગ-વર્તના બે રીતે, શુભ, અશુભ ગણાય;
દેહ, વચન, મન વર્તતાં ઘર્મ વિષે, શુભ થાય; ૨૫ અર્થ:- મનવચનકાયાના યોગની વર્તના એટલે પ્રવૃત્તિ બે રૂપે થાય છે. તે શુભ યોગ અને અશુભ યોગ નામની છે. મનવચનકાયાની પ્રવૃત્તિ થર્મના કાર્યોમાં થતાં તે શુભયોગ ગણાય છે. તેથી શુભકર્મનો બંઘ થાય છે. મારા
અથર્મ-કાર્યો યોજતાં અશુભ યોગ ગણાય;
બન્નેથી સમ્યકત્વ વણ ઘાતિકર્મો થાય. ૨૬ અર્થ :- મનવચનકાયાને અધર્મ એટલે પાપના કાર્યોમાં યોજતાં અશુભ યોગ ગણાય છે. તેથી અશુભ કર્મનો જીવને બંધ થાય છે. હવે શુભ યોગ હો કે અશુભ યોગ હો પણ સમ્યક્દર્શન વિના તો બન્નેથી ઘાતીયા કર્મનો જ બંધ થાય છે. પારકા.
મિથ્યાત્વે સૌ ઘાતિયાં નિરંતર બંઘાય,
માટે તે ભેંલ ટાળવા કરવો પ્રથમ ઉપાય. ૨૭ અર્થ - જીવમાં મિથ્યાત્વ હોવાથી અર્થાત્ સમ્યદર્શન નહીં હોવાથી તેને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય કર્મ એ ચાર ઘાતીયા કર્મની સર્વ પ્રકૃતિઓનો બંઘ નિરંતર થયા કરે છે. કોઈપણ સમયે કોઈપણ પ્રકૃતિનો બંધ થયા વિના રહેતો નથી. માટે અનાદિકાળથી ચાલી આવતી મિથ્યાત્વની ભૂલને ટાળવા સૌથી પ્રથમ ઉપાય કરવો જોઈએ. દેહમાં આત્મબુદ્ધિ એ સર્વ મિથ્યાત્વનું મૂળ છે. તે દૂર કરવા અને આત્માને ઓળખવા માટે સર્વપ્રથમ ઉપાય કરવો જોઈએ. રશી
આત્મ-ઘાત અજ્ઞાન જન; સ્વ-દયા ત્યાં સઘર્મ;
સમ્યગ્રુષ્ટિ દયાળુ છે, કરે ન પાપી-કર્મ. ૨૮ અર્થ - આત્માના ગુણોની ઘાત સમયે સમયે રાગદ્વેષના ભાવોથી થાય છે. રાગદ્વેષ અજ્ઞાની જન હમેશાં કરે છે તેથી તે આત્મઘાતી છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ કરે છે. “આત્મઘાતી મહાપાપી’ કહેવાય છે. જ્યાં આત્મઘાતને રોકનાર સ્વદયા પ્રગટે છે ત્યાં સઘર્મનો સદ્ભાવ છે. માટે સમ્યફષ્ટિ પુરુષો ખરા દયાળુ છે કે જે પોતાના આત્મગુણોને ઘાતે એવું રાગદ્વેષવાળું પાપકર્મ કરતા નથી. ૨૮
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૮
પ્રાવોધ-વિવેચન ભાગ-૨
અઘાતિયાં કર્મો વિષે શુભ ઉપયોગે પુણ્ય, અશુભ યોગે પાપ-બંધ, મિશ્રથી પુણ્યાપુણ્ય. ૨૯
અર્થ :— વેદનીયાદિ અઘાતીયા કર્મોમાં શુભ ઉપયોગથી શાતાવેદનીયાદિ પુણ્ય પ્રકૃતિઓનો બંધ થાય છે અને અશુભ ઉપયોગથી અશાતાવેદનીય આદિ પાપ પ્રકૃત્તિઓનો બંધ થાય છે. તથા શુભાશુભ ભાવના મિશ્રણથી કોઈ પુણ્ય અને કોઈ પાપ પ્રકૃતિનો જીવને બંધ થાય છે. ા૨ા
યોગ-નિમિત્તે કર્મનો આસ્રવ આવો થાય,
યોગે પ્રકૃતિ, પ્રદેશ બે બંધ-પ્રકાર ગણાય. ૩૦
=
અર્થ :— ઉપર પ્રમાણે મન વચનકાયાના યોગ નિમિત્તથી કર્મનો આસ્રવ એટલે આવવાપણું થાય છે. માટે યોગ છે તે આસવના હાર છે. યોગ દ્વારા ગ્રહણ કરાયેલા પુદ્ગલ પરમાણુઓનું નામ અહીં પ્રદેશ છે. તેઓ આત્મા સાથે મળી જુદી જુદી કર્મ પ્રકૃતિમાં વહેંચાઈ જાય છે તેથી પ્રકૃતિબંઘ થયો. એમ મનવચનકાયાના યોગવડે પ્રદેશબંઘ અને પ્રકૃતિબંઘ થાય છે. માટે યોગથી બે પ્રકારે બંધ થયો એમ ગણાય છે. ૩૦ા
નામ કર્મ-પરમાણુનું પ્રદેશ અહીં
ગણાય,
પ્રકૃતિ કર્મ-સ્વભાવરૂપ આઠ, અનંત મનાય. ૩૧
=
અર્થ – યોગવડે જે કર્મ પરમાણુઓ આવ્યા તેનું નામ પ્રદેશ અહીં ગણાય છે. કર્મના સ્વભાવથી જોતાં તેની જ્ઞાનાવરણાદિ મુખ્ય આઠ પ્રકૃતિઓ છે તથા કર્મ પ્રમાણે જોતાં તેના અનંત પ્રકાર છે. “કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ;
તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.’’ -શ્રીમદ્ રાજચંદ્ર ||૩૧|| મિથ્યાત્વ, ક્રોથાદિ થતા, મોઠ-ઉદયથી ભાવ,
કષાય નામ બધાયનું; તેનો સુણો પ્રભાવ. ૩૨
=
અર્થ :– મોહના ઉદયથી જીવને મિથ્યાત્વ અને ક્રોધાદિ કષાયના ભાવો થાય છે. એ સર્વનું સામાન્યપણે ‘કષાય’ એવું નામ છે. એ કષાયનો હવે પ્રભાવ સાંભળો. ।।૩૨।।
કષાયથી કર્મો વિષે સ્થિતિ, રસ બંધાય;
અમુક કાળ-અવધિ, સ્થિતિ; બે ભેઠે સમજાય. ૩૩
અર્થ :— કષાય પ્રમાણે કર્મ પ્રકૃતિઓમાં સ્થિતિબંધ અને રસબંઘ પડે છે. અમુક કાળની મર્યાદા
તે સ્થિતિ કહેવાય છે. તેના અબાપાકાળ અને ઉદયકાળ એમ બે ભેદ છે. ।।૩૩।
અબાધારૂપ જે સ્થિતિ, વાવ્યા ઘાન્ય સમાન;
જર્મીન નીચે પલળી રહે ઊગ્યા અગાઉ માન; ૩૪
અર્થ :— અબાધારૂપ કર્મની જે સ્થિતિ છે તે વવાયેલા ધાન્ય સમાન છે. જેમ ઘાન ઊગ્યા પહેલાં
જમીનમાં નીચે પલળી રહે, તેના સમાન છે. તે તેનો અબાધાકાળ છે. ।।૩૪।।
ઊગવારૂપ ઉદય-સ્થિતિ, તે પૂરી ના થાય
ત્યાં સુધી પરમાણુનો પ્રવાહ આવ્યો જાય. ૩૫
Page #312
--------------------------------------------------------------------------
________________
(૮૦) કર્મના નિયમો
૨૯૯
અર્થ - ઘાન્ય ઊગવારૂપ સ્થિતિ તે ઉદયકાળ કહેવાય છે. અબાઘાકાળ પૂરો થયે ઉદયકાળ આવ્યા પછી જ્યાં સુધી તે કર્મની સ્થિતિ પૂરી ન થાય ત્યાં સુધી સમયે સમયે તે પ્રકૃતિનો ઉદય આવ્યા કરે છે અથવા તે સંબંધી કર્મ પરમાણુઓનો પ્રવાહ આવ્યા કરે છે.
આઠેય કર્મનો અબાધાકાળ નીચે પ્રમાણે છે – કર્મ પ્રકૃતિ
ઉત્કૃષ્ટ સ્થિતિબંઘ ઉત્કૃષ્ટ અબાઘાકાળ જ્ઞાનાવરણીયકર્મ ૩૦ કોડાકોડી સાગરોપમ ૩ હજાર વર્ષ દર્શનાવરણીયકર્મ વેદનીયકર્મ અંતરાયકર્મ ગોત્રકર્મ કર્મ ૨૦ કોડાકોડી સાગરોપમ ૨ હજાર વર્ષ નામકર્મ કર્મ મોહનીય કર્મ ૭૦ કોડાકોડી સાગરોપમાં ૭ હજાર વર્ષ આયુષ્ય કર્મ ૩૩ સાગરોપમ
પૂર્વકોટવર્ષ-ત્રિભાગ અબાઘાકાળ દરમ્યાન કર્મોમાં ભાવાનુસાર ફેરફાર થઈ શકે છે. Il૩પા
સુર-મનુષ્ય-તિર્યંચના આયુ વણ સ્થિતિ જાણ
ઘાત-અઘાતી કર્મની કષાય-વેગ પ્રમાણ. ૩૬ અર્થ - દેવ, મનુષ્ય અને તિર્યંચની આયુષ્ય સ્થિતિ વિના બાકીના સર્વ ઘાતી-અઘાતી કર્મ પ્રકૃતિઓની સ્થિતિ કષાયના વેગ ઉપર આધાર રાખે છે. ૩૬ના
અલ્ય કષાયે ટૂંક ને દીર્ઘ યદિ અતિ કષાય,
સ્થિતિ-મર્યાદા કર્મની એ રીતે બંઘાય. ૩૭ અર્થ - જ્યાં અલ્પ કષાય હોય ત્યાં કર્મનો સ્થિતિબંઘ ટૂંકો હોય છે અને તીવ્ર કષાયભાવ હોય તો કર્મનો સ્થિતિબંઘ લાંબો પડે છે. કર્મની સ્થિતિ અથવા મર્યાદા આ રીતે બંધાય છે. [૩ળા
સુર-નર-પશુ-આયુસ્થિતિ બહુ કષાયે અલ્પ,
અલ્પ કષાયે લાંબી તે; નિયમે શા વિકલ્પ? ૩૮ અર્થ - દેવ, મનુષ્ય અને પશુગતિની આયુષ્ય સ્થિતિ, બહુ કષાય હોય તો અલ્પ પડે છે અને અલ્પ કષાય હોય તો લાંબી પડે છે એવા કર્મના નિયમો છે, તેમાં શા વિકલ્પ કરવા?
જંગલમાં હરણને અલ્પ કષાય હોવાથી, બળદેવમુનિને રથકારક આહારદાન કરતાં જોઈ અનુમોદના કરતો હતો. તેવામાં ઉપરથી ડાળ પડી. ત્રણેયના દેહ છૂટી ગયા, અને અલ્પ કષાયના કારણે ત્રણેય પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. [૩૮ાા.
કર્મરસ અનુભાગ-બંઘ, કષાયયોગે થાય;
ઉદય આવ્યે અલ્પ-બહુ, બાંધ્યો તેમ જણાય. ૩૯ અર્થ - કર્મમાં રસ દેવાની શક્તિ અથવા ફળદાન શક્તિ તે અનુભાગ-બંઘ અથવા રસ-બંઘ
Page #313
--------------------------------------------------------------------------
________________
૩ 0 0
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
કહેવાય છે. તે કષાયના યોગથી થાય છે. કર્મ ઉદય આવ્યા પછી તેની ફળદાન શક્તિ અલ્પ હતી કે બહુ હતી તે જણાય છે. ૩૯ાા
અઘાતકર્મની પાપડ઼ેપ-ઘાતકર્મ સો પાપ
પ્રકૃતિમાં અનુભાગ અલ્પ, અલ્પ કષાયે માપ. ૪૦ અર્થ :- અઘાતી કર્મની પાપરૂપ સ્થિતિ છે. જ્યારે ઘાતકર્મ તો સર્વ પાપરૂપ જ છે. પાપ પ્રકૃતિમાં અલ્પ કષાય હોય તો અલ્પ ફળદાન શક્તિ પ્રગટે છે. I૪૦ાા.
બહુ કષાયે રસ બહું; પુણ્ય વિષે પણ ભિન્ન,
બહુ કષાયે અલ્પ રસ, બહુ રસ જો તે ક્ષીણ. ૪૧ અર્થ :- જીવના કષાયભાવ જો બળવાન હોય તો તેમાં ફળદાન શક્તિ પણ ઘણી હોય છે. જ્યારે પુણ્ય પ્રકૃતિ વિષે આનો પ્રકાર ભિન્ન જણાય છે. ઘણો કષાય હોય તો પુણ્ય ઘટતું જાય છે અને તીવ્ર કષાય હોય તો પુણ્યનો સર્વથા નાશ થાય છે. I૪૧ાા
ઉત્તમ મદિરા અલ્પ દે ઘણી કેફ બહુ કાળ;
અલ્પ કેફ, ચિર કાળ નહિ, બહુ મદિરા હીન ભાળ. ૪૨ અર્થ - ઉત્તમ કોટિની ગણાતી મદિરા એટલે દારૂ તે અલ્પ હોય તો પણ લાંબા કાળ સુધી ઘણો નશો ઉપજાવે છે. જ્યારે અલ્પ નશાવાળી ઘણી મદિરા પણ ચિરકાળ સુઘી નશો આપી શકે નહીં. કેમકે તેની શક્તિ (પાવર) હીન છે. ૪રા
તેમ કર્મ-પરમાણુ બહુ દે ફળ અલ્પ જ કાળ,
અલ્પ પરમાણુ દે બહું કાળ, ફળ બહુ ભાળ. ૪૩ અર્થ - તેમ મનવચનકાયાના યોગવડે કર્મના ઘણા પરમાણુઓ બંઘાયેલા હોય છતાં તેની ફળદાન શક્તિ અલ્પ હોય છે અને કષાયવડે બંધાયેલા અલ્પ પરમાણુ પણ ઘણી ફળદાન શક્તિ આપવા સમર્થ છે. II૪૩ાા
તેથી પ્રકૃતિ-પ્રદેશરૂપ યોગે જે જે બંઘ,
તે બળવાન ગણાય ના; બલિષ્ઠ કષાય-બંઘ. ૪૪ અર્થ :- તેથી મનવચનકાયાના યોગથી થતો પ્રદેશબંઘ કે પ્રતિબંધ બળવાન ગણાય નહીં; પણ કષાયથી થયેલો કર્મબંઘ જ બલિષ્ઠ એટલે બળવાન ગણાય છે. (૪૪
તેથી ભવ કરવા તણું કષાય કારણ મુખ્ય;
જેને ભવ હરવા હશે, થશે કષાય-વિમુખ. ૪૫ અર્થ :- તેથી સંસારમાં જીવને નવા નવા ભવ ઘારણ કરવાનું મુખ્ય કારણ તો કષાયભાવ છે. માટે જેને ભવનો નાશ કરવો હશે તે પુણ્યાત્મા કષાયથી વિમુખ થશે. પરમકૃપાળુદેવે પણ ઉપદેશછાયામાં જણાવ્યું છે કે : “કષાય ઘટે તેટલું કલ્યાણ.” II૪પાા
મુખથી ગ્રાસ વિષે લીધું ભોજન ભિન્ન પ્રકાર, હાડ, ઑદિર, વીર્યાદિરૃપ બને નિયમ અનુસાર. ૪૬
Page #314
--------------------------------------------------------------------------
________________
(૮૦) કર્મના નિયમો
૩ ૦ ૧
અર્થ - મુખથી કોળિયારૂપે લીઘેલ ભિન્ન ભિન્ન પ્રકારનું ભોજન, તે તેના નિયમ પ્રમાણે હાડકાં, લોહી, વીર્ય, માંસ, મજારૂપે બને છે. કા.
કોઈ ચીજ તનમાં ટકે ઘણો કાળ સુખકાર;
કોઈ અલ્પ બળ આપતી, ટકે નહીં બહુવાર. ૪૭ અર્થ - કોઈ મિષ્ટાન્ન વગેરે આહારના પુદગલ પરમાણુ શરીરમાં ઘણો કાળ સુધી ટકી રહે અને બળરૂપ સુખના કર્તા થાય. જ્યારે કોઈ ભાત જેવા અલ્પ બળવાળા પદાર્થો ઘણીવાર શરીરમાં ટકી શકે નહીં. ૪શા
ભાન નથી ભોજન વિષે રસ, બળ દેવા કાંઈ,
જે જે ગુણ જડ વસ્તુમાં તે દેખાતા આંહિ. ૪૮ અર્થ - ભોજનને કંઈ ભાન નથી કે મારે આટલો રસ કે આટલું બળ આપવું. પણ જે જે ગુણધર્મ તે તે ખાદ્યવસ્તુમાં રહ્યા છે તે પ્રમાણે તે બળ આપે છે. ૪૮.
તેમ જ કષાય-યોગથી પરમાણુ પકડાય;
આઠ કર્મફૅપ પરિણમે, ફળ દેનારાં થાય. ૪૯ અર્થ - તેવી રીતે મન વચનકાયાના યોગથી કર્મ પરમાણુ આવે છે અને કષાયભાવોવડે તે પકડાઈને આત્મા સાથે બંધાય છે. પછી આઠ કર્મની પ્રકૃતિરૂપે કર્મના નિયમો પ્રમાણે તે પરિણમી જાય છે અને અબાધાકાળ પૂરો થયે ઉદયમાં આવી સુખદુઃખરૂપે ફળના આપનાર થાય છે. એમ થવાનું શું કારણ હશે? ૪૯ાા.
નિમિત્ત-નૈમિત્તિકતા પરસ્પરે સમજાય;
જડમાં ભાન મળે નહીં; કોઈ ન ફળ દઈ જાય. ૫૦ અર્થ – તો આત્માના રાગદ્વેષરૂપ ભાવ નિમિત્તને પામી, નવીન પુદ્ગલ પરમાણુઓમાં આત્માના જ્ઞાનદર્શન આદિ ગુણો ઉપર આવરણ કરનારી શક્તિ પ્રગટે છે. એમ આત્મા અને કાર્મણ વર્ગણાઓ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જણાય છે. જડ એવા પુદ્ગલ પરમાણુને તો કંઈ ભાન નથી તેમજ કોઈ ફળ આપનાર ઈશ્વર પણ નથી. આપણા
બાંધેલાં કમોં રહે સત્તામાં જે વાર.
શુભાશુંભ જીંવ-ભાવથી ગ્રહે છે ફેરફાર. ૫૧ અર્થ :- પૂર્વે બાંધેલા કર્મો જ્યાં સુધી સત્તામાં રહે ત્યાં સુધી જીવના શુભાશુભ ભાવવડે તેમાં ઉત્કર્ષણ એટલે કર્મનું વળી જવું, અપકર્ષણ એટલે ઘટી જવું અને સંક્રમણ એટલે પાપના દલિયા પુણ્યરૂપ થઈ જવા એમ ફેરફાર કરી શકાય છે. પરા
સજાતિ પ્રકૃતિરૂપે કોઈ કોઈ પલટાય,
સ્થિતિ-અનુભાગ વધે, ઘટે; જીવ કરે તે થાય. પર અર્થ - કોઈ કોઈ કર્મ સજાતિ પ્રકૃતિઓમાં પલટો પામે છે. જેમકે જ્ઞાનાવરણીયાદિ કર્મ પ્રકૃતિનો સ્થિતિને અનુભાગ ઘટવાથી કે વઘવાથી તેમાં ફેરફાર થાય છે. જીવ તેમાં પોતાના શુભાશુભ ભાવ જેવાં
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૦૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
કરે તેવું થાય છે. પરા
જીવ-ભાવનું ના બને તેવું જો નિમિત્ત,
તો બાંધ્યાં તેવાં રહે; સત્તામાં સૌ સ્થિત. પ૩ અર્થ :- જીવના શુભાશુભભાવવડે ફેરફારનું તેવું કોઈ નિમિત્ત ન બને તો જેવા કર્મો બાંધ્યા હોય તેવા જ સૌ કર્મો સત્તામાં સ્થિત રહે છે. પલા
ઉદય-કાળ આવ્ય સ્વયં બને કર્મ-અનુસાર,
જેવો રસ કમેં રહ્યો તેવો રસ દેનાર. ૫૪ અર્થ :- પછી ઉદયકાળ આવ્ય સ્વયં તે કર્મો આપોઆપ જેવા રસથી બંઘાયેલા છે તેવા જ ફળને આપનાર થાય છે. આપ૪
રસ દઈ કર્મપણું તજે, પુદ્ગલરૃપ પલટાય;
પરમાણુ રહે જીંઘમાં કે છૂટી દૂર થાય. ૫૫ અર્થ :- કર્મ પોતાનો રસ શાતા અશાતારૂપે આપીને ખરી જાય છે અને કર્મપણાને તજી પાછા પુદ્ગલ પરમાણુરૂપે પલટાઈ જાય છે. પછી તે પુદ્ગલપરમાણુ કાં તો જીંઘમાં રહે છે, કાં તો જીંઘમાંથી છૂટા પડી દૂર થાય છે. પપાા.
સાથે બંઘાયેલ જે ઉદય-ક્રમે દેખાય;
પૂર્વે બંઘાયાં હતાં તેમાં વળી ભળી જાય. ૫૬ અર્થ - એક સમયમાં સાથે બંઘાયેલ કર્મપરમાણુઓ પોતાનો અબાઘાકાળ પૂરો થયે બાકી રહેલ સ્થિતિના જેટલા સમય હોય તે સર્વમાં ક્રમથી ઉદય આવે છે. વળી પૂર્વે બીજા ઘણા સમયમાં બાંધેલા પરમાણુ કે જે તે જ સમયમાં ઉદય આવવા યોગ્ય છે તે બધા ભેગા મળી જઈ ઉદયમાં આવે છે. પકા
પરમાણુફૅપ કર્મ તો દ્રવ્ય કર્મ પરખાય,
મોહજનિત ઍવ-ભાવ તે ભાવકર્મ લેખાય. પ૭ અર્થ :- પુદગલ પરમાણના બનેલા કર્મો તે અનંત પુદગલ દ્રવ્યોનો બનેલો પિંડ છે. તે દ્રવ્યકર્મ નામથી ઓળખાય છે અને મોહનીય કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલ મિથ્યાત્વ, ક્રોઘાદિરૂપ ભાવ થાય છે તે અશુદ્ધભાવ જીવના ભાવકર્મ છે; અર્થાત્ રાગદ્વેષ અજ્ઞાન એ જીવના ભાવકર્મ છે. પલા
નામકર્મથી જે થયું શરીર તે નોકર્મ,
સુખદુખ-કારણ કર્મવ; સુખદુખ દૈહિક ઘર્મ. ૫૮ અર્થ :- આ શરીર પ્રાપ્ત થયું છે તે નામકર્મનો ઉદય છે. તેને નોકર્મ કહેવાય છે. એ નોકર્મરૂપ શરીર પણ કર્મોની સમાન જીવને સુખદુઃખનું ભાજન થાય છે. કેમકે શાતારૂપ સુખ અને અશાતારૂપ દુઃખ એ દેહનો ઘર્મ છે. શાતાઅશાતા દેહમાં ઊપજે છે. આત્મામાં નહીં. આત્મા તો માત્ર તેનો જાણનાર છે. પણ મોહને લઈને શરીરમાં મારાપણું હોવાથી તે અશાતા જીવને દુઃખરૂપ ભાસે છે. પટના
દ્રવ્ય-ઇન્દ્રિયો શરીરમાં, દ્રવ્ય-મનસ્ કજરૂપ, વચન શ્વાસ-ઉચ્છવાસ સૌ દૈહિક અંગ અનૂપ. ૫૯
Page #316
--------------------------------------------------------------------------
________________
(૮૧) મહપુરુષોની અનંત દયા
૩ ૦ ૩
અર્થ :- આ શરીરમાં પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું દ્રવ્યમન રહેલું છે. એ દ્રવ્યમન કજરૂપ એટલે કમળાકારે છે તથા વાણી અને શ્વાસોચ્છવાસ એ સૌ શરીરનાં જ અનુપમ અંગો છે. //પલા
આત્મા સૌથી ભિન્ન છે, આત્મિક સુખ છે સાર;
સમ્યગ્વષ્ટિ અનુભવે, વિસ્મરી સૌ સંસાર. ૬૦ અર્થ :- પણ આત્મા તો આ શરીરના સર્વ અંગોથી સાવ ભિન્ન છે. તે આત્માના અનુભવથી ઉત્પન્ન થતું સુખ એ જ જગતમાં સારભૂત છે. તે સારભૂત આત્મિક સુખને સમ્યવ્રુષ્ટિ મહાત્માઓ જગતનું વિસ્મરણ કરીને અનુભવે છે. તે જ સ્વાધીન, શાશ્વત, નિરાકુળસુખ સર્વ પ્રાણીઓએ પ્રાપ્ત કરવા યોગ્ય છે.
ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સના ચરણમાં રહેવું.” (૨.૫.૨૯૯) //૬૦ના
કર્મના નિયમોને જે જાણે તેના આત્મામાં ખરી સ્વદયા કે પરદયાનો ઉદય થવા સંભવ છે. જે સમ્યક્રદર્શનને પામેલા છે તે સર્વ મહાન પુરુષો છે. તેમના અંતરમાં અનંતી દયા જીવોના કલ્યાણ અર્થે વિદ્યમાન છે. તે દયાનો ઝરો બોઘરૂપે વરસવાથી જીવો સુખ શાંતિને પામે છે. એક અંશ શાતાથી કરી સર્વ સમાધિનું કારણ પુરુષ છે. તે અનંતી દયાનો વિસ્તાર અત્રે સમજાવે છે :
(૮૧) મહપુરુષોની અનંત દયા
(અક્ષય પદ વરવા ભણી, સુણો સંતાજી, અક્ષત પૂજા સાર રે ગુણવંતાજી–એ રાગ)
શ્રી રાજચંદ્ર-ચરણે નમું જયવંતાજી, જેના ગુણ અનંત રે ગુણવંતાજી, ?
તારક તત્ત્વ બતાવતા જયવંતાજી, અકામ કરુણાવંત રે ગુણવંતાજી. ૧ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું પ્રણામ કરું છું. જેનું શુદ્ધ સ્વરૂપ ત્રણે કાળમાં જયવંત છે, અર્થાત જેના શુદ્ધ સ્વરૂપનું અસ્તિત્વ ત્રણેય કાળમાં વિદ્યમાન છે. તે શુદ્ધ સ્વરૂપમાં અનંત ગુણ રહેલા હોવાથી તે ગુણોના ભંડાર છે. જે ભવ્યાત્માઓને સંસાર સમુદ્રથી તારનાર એવા આત્મતત્ત્વને બતાવનારા છે, એવા પરમકૃપાળુ પ્રભુ અકામ એટલે નિષ્કામ કરુણાશીલ સ્વભાવવાળા હોવાથી સદા પૂજનીય છે. ૧ાા.
ગુણ ગુરુના શું વર્ણવું? જય૦ અમાપ એ ઉપકાર રે ગુણ
કેવળ કરુણા-મૂર્તિ તે, જય૦ મોક્ષમાર્ગ-દાતાર રે ગુણ૦ ૨ અર્થ :- શ્રી ગુરુ ભગવંતના ગુણોનું હું શું વર્ણન કરી શકું? જેને મારા પર કોઈ કાળે માપ ન નીકળી શકે એવો અનંત અમાપ ઉપકાર કરેલ છે.
આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર.” -શ્રીમદ્ રાજચંદ્ર જે માત્ર કરુણાની જ મૂર્તિ હોવાથી જન્મમરણથી છૂટવારૂપ મોક્ષનો માર્ગ બતાવી મારા પર અનંતી
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૪
પ્રાવોધ-વિવેચન ભાગ-૨
દયા કરી છે. મારા ભવિષ્યમાં આવનાર અનંતકાળના દુઃખોને ફેડી શાશ્વત સુખશાંતિનો માર્ગ બતાવી જે ઉપકાર કર્યો છે તેનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું.
“સમકિતદાયક ગુરુ તણો, પ્રત્યુપકાર ન થાય;
ભવ કોડાકોડી લગે, કરતા ક્રોડ ઉપાય.” ॥૨॥
પુષ્પ મોગરાનાં ફેંડાં, જય કપૂર કે શી-તેજ રે ગુણ અધિક મનોહર ગુરુ-ગુણો, જય એના જેવા એ જ કે ગુજ્ર ૩
અર્થ :– જેમ મોગરાનું ફુલ સુંદર જણાય છે, કપૂર કે ચંદ્રમાનું તેજ શીતળતા આપનાર છે; તેથી વિશેષ શ્રી ગુરુના ગુણો મનોહર એટલે મનને હરણ કરનાર છે, અનુપમ છે. જેની ઉપમા કોઈ સાથે આપી શકાય એમ નથી. એના જેવા એ જ છે; બીજા કોઈ નથી. ।।૩।।
દયા, દયા, નિર્મળ યા, જય૰ દિમગિરિ-સુતા-પ્રવાહ રે ગુણ જગત સુખી સત્પુરુષથી, જય૰ ઉચ્ચરી જવાય ‘વાહ!” રે ગુણ ૪
અર્થ :– નાનામાં નાના જીવને પણ હિતકા૨ી એવી અવિરોઘ નિર્મળ દયા સત્પુરુષની છે. પરમકૃપાળુદેવે જણાવ્યું કે “સર્વ પ્રકારે જિનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ!” તે સત્પુરુષની દયાનો પ્રવાહ હિમગિરિ એટલે હિમાલય પર્વતની દીકરી ગંગાના પ્રવાહની જેમ સદૈવ વહ્યા કરે છે. તે સત્પુરુષના પ્રભાવે જ જગતના જીવો સદૈવ સુખી છે, કારણ કે પાપ, પુણ્ય અથવા આત્માની ઓળખાણ કરાવનાર સત્પુરુષ છે. તેમના એવા નિષ્કારણ કરુણાશીલ સ્વભાવની સ્મૃતિ થતાં તેમના પ્રત્યે ‘વાહ!’ એવો શબ્દ બોલી જવાય છે કે મારા વાલાએ કેવો અદ્ભુત શાશ્વત સુખશાંતિનો માર્ગ મને બતાવ્યો. ।।૪।। દીર્ઘ દૃષ્ટિથી દેખીને જય૦ સર્વ જીવ-હિત કાજ રે ગુણ સ્વ-પર-દયા વિસ્તારથી જય વર્ણવતા જિનરાજ રે ગુણ- ૫
અર્થ :— શ્રી જિનરાજે દીર્ઘ દૃષ્ટિથી સર્વ જીવોનું કલ્યાણ જેમાં જોયું એવી સ્વદયા કે પરદયાના સ્વરૂપનું વિસ્તારથી વર્ણન કર્યું છે. “ત્રીજી સ્વદયા—આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગ્રહાયો છે, તત્ત્વ પામતો નથી, જિનાજ્ઞા પાળી શકતો નથી, એમ ચિંતવી ઘર્મમાં પ્રવેશ કરવો તે 'સ્વદયા'. ચોથી પરદયા—છકાય જીવની રક્ષા કરવી તે ‘પરદયા.’ ’’ -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૪)
“ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૯) III કેવળજ્ઞાન વહ્યા પછી જય૰ વિચરે કરુણા કાજ રે ગુણ કર્મ-ઉદય ભગવંતનો જય ભવાબ્ધિમાંહિ જહાજ રે ગુણ- ૬
અર્થ :– શ્રી જિનરાજ કેવળજ્ઞાન પામ્યા પછી પણ પૂર્વ ભવમાં ‘સર્વિ જીવ કરું શાસન રસી' એવી ભાવદયા ભાવેલી હોવાથી તે કર્મને ખપાવવા માટે કરુણાથી અનેક સ્થળે વિચરે છે. તે કર્મ ઉદય
જિનરાજનો, ભવિજન ધર્મ સહાય.' રૂપ થઈ પડે છે. ભગવાનની જે વાણી ઉદયાધીન ખરે છે તે મુમુક્ષુ ભવ્યાત્માઓને ભવાબ્ધિ એટલે સંસારરૂપી સમુદ્રથી ત૨વા માટે સફરી જહાજ સમાન બને છે. ૬ા હિમગિરિ સમ શાંતિ વહે જય॰ સર્વ દિશામાં સાર રે ગુણ પૂર્ણ ચંદ્ર સમ સાગરે જય ભાવ-ભરતી કરનાર રે ગુણ ૭
Page #318
--------------------------------------------------------------------------
________________
(૮૧) મહમ્મુરુષોની અનંત દયા
૩ ૦ ૫
અર્થ - ભગવાનની વાણી હિમાલયના બરફની સમાન શીતલ હોવાથી ત્રિવિઘ તાપને શમાવી શાંતિ આપનાર છે. જે સર્વ દિશાઓમાં એટલે સર્વ પ્રકારે સારરૂપ અર્થાત્ કલ્યાણને જ આપનારી છે. પૂર્ણિમાનો ચંદ્ર જેમ સાગરમાં ભરતી લાવે તેમ ભગવાનની વાણી અંતરમાં નવા નવા ભાવો ઊભરાવી આનંદ પમાડનાર છે. શા.
ભાવ જ ચિંતામણિ ગણો જય ઇચ્છિત ફળ દેનાર રે ગુણ૦
મોક્ષ વરે કોઈ ભાવથી જય૦ સુર-સુખ કો વરનાર રે ગુણ૦ ૮ અર્થ - એ ઉત્તમ ભાવોને ચિંતામણિ રત્ન સમાન માનો કે જેથી સમકિત અથવા કેવળજ્ઞાનરૂપ ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. કોઈ શુદ્ધભાવ ભાવી મોક્ષને પામે છે, અને કોઈ શુભભાવ ભાવી દેવલોકના ઇન્દ્રિયસુખને પામે છે. સર્વનું કારણ જીવના શુભાશુભભાવ કે શુદ્ધ ભાવ છે.
ભરૂચમાં ઘોડાને બોધ આપવા માટે શ્રી મુનિસુવ્રત ભગવાન ૬૦ યોજનનો વિહાર કરી આવ્યા. તેમની વાણી સાંભળી ઘોડો ખુબ આનંદ પામ્યો અને ઉત્તમભાવથી અનશન લઈ દેહત્યાગી દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવી મોક્ષને પામશે. ગમે તે ગતિમાં જીવ ઉત્તમ ભાવ કરે તે ઉચ્ચ દશાને પામે છે. માત્રા
ક્ષપક શ્રેણિ કોઈ ચઢે જય૦ સર્વજ્ઞ કોઈ થાય રે ગુણ
ઉપશમ શ્રેણીના બળે જયકોઈ અમોહીં જણાય રે ગુણ. ૯ અર્થ:- સત્પરુષે અનંત દયા કરી ચિલાતીપુત્રને ઉપશમ, વિવેક, સંવર ત્રણ શબ્દો આપ્યા. તેના વિચારવડે ક્ષપક-ક્ષેણી માંડી તે સર્વજ્ઞ થયા અથવા ગુરુ આજ્ઞાએ માત્ર “માષ તુષ' નું રટણ કરતાં શિવભૂતિ મુનિ કેવળી બની ગયા. કોઈ વળી ઉપશમ શ્રેણીનાં બળે આગળ વધી અગ્યારમાં ઉપશાંત મોહ ગુણસ્થાનક સુધી જઈ છદ્મસ્થ વીતરાગ જેવા અમોહી જણાયા. આ બઘી દશા પ્રાપ્ત થવાનું કારણ મહપુરુષોની અનંત દયા છે. હા
દર્શનમોહ ખપાવતા જય૦ ક્ષય કરી આદિ કષાય રે ગુણ૦
ક્ષાયિક દર્શન પામતા જય૦ એવા જ્યાં નર-રાય રે ગુણ ૧૦ અર્થ - સપુરુષોની કૃપાદ્રષ્ટિથી, દર્શનમોહ એટલે મિથ્યાત્વને અને આદિ એટલે પ્રથમના અનંતાનુબંધી કષાયનો સાથે ક્ષય કરવાથી જીવ સમકિત પામે છે. જ્યારે શ્રેણિક જેવા મહારાજા ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળી ક્ષાયિક સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. /૧૦ના
અપ્રમત્ત મુનિ કો બને જય૦ સર્વવિરતિ ઘરનાર રે ગુણ
દેશ-વિરતિ કો આદરે જય૦ કોઈ સુદર્શન સાર રે ગુણ ૧૧ અર્થ - ભગવાનના ઉપદેશથી કોઈ સર્વસંગ પરિત્યાગ કરી અપ્રમત્ત મુનિ બને છે, કોઈ સર્વ વિરતિવંત મુનિપણું અંગીકાર કરે છે, કોઈ આનંદ શ્રાવક કે કામદેવ શ્રાવક જેવા દ્વાદશવ્રતને ઘારણ કરી દેશ વિરતિવંત શ્રાવક બને છે. કોઈ અનાથીમુનિની કૃપાથી શ્રેણિક મહારાજા જેવા જગતમાં સારરૂપ એવા સુદર્શન એટલે સમ્યગ્દર્શનને પામે છે. ૧૧
સુર નર તિર્યંચો ઘણા જય૦ સમકિત સન્મુખ થાય રે ગુણ કૃષ્ણપક્ષી જીંવ કોઈ તો જય૦ શુક્લપક્ષી બની જાય રે ગુણ ૧૨
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - મહાપુરુષની અનંત દયાવડે કેટલાય દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચો પણ સમ્યક શ્રદ્ધાનાં બળે સમકિત સન્મુખ થાય છે. ભગવાન પાર્શ્વનાથ પૂર્વ ભવમાં હાથીના ભવમાંથી તેમજ ભગવાન મહાવીર સિંહના ભવમાંથી સમકિત પામ્યા હતા.
મિથ્યાત્વસંયુક્ત સમકિત વગરના દીર્ઘ સંસારી જીવો કષ્ણપક્ષી કહેવાય છે તે પણ સત્પરુષના બોઘવડે સમ્યક્દર્શન પામવાથી શુક્લપક્ષી બની અલ્પ સંસારી થાય છે. [૧૨ાા.
જાતિ-સ્મરણે જાણતા જય૦ પૂર્વ ભવો વળી કોય રે ગુણ
પરિભ્રમણ દુખ ટાળવા જય હવે ન ચૂકે સોય રે ગુણ૦ ૧૩ અર્થ - કોઈ વળી જાતિસ્મરણજ્ઞાન પામી પૂર્વભવોને જાણે છે. જેમકે મૃગાપુત્ર દોગંદક દેવની જેમ સુખ ભોગવતો હતો. પણ મુનિના દર્શનથી આ મેં કોઈ ઠેકાણે જોયેલું છે. એમ ઉહાપોહ કરતાં જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી માતાપિતાને નરકાદિ ગતિનું ભયંકર સ્વરૂપ સમજાવી તેમજ અનાદિકાળનું પરિભ્રમણ દુઃખ ટાળવા માટે હવે હું આ અવસરને ચૂકું એમ નથી વગેરે જણાવીને દીક્ષા ગ્રહણ કરી. સંપ્રતિરાજા પણ મુનિને જોતાં જાતિસ્મરણજ્ઞાન પામવાથી શ્રી ગુરુની અનંતદયાવડે દ્રઢ જૈનધર્મી બની મંદિર મૂર્તિઓ વગેરે કરાવી શાસનની ઘણી પ્રભાવના કરી. ૧૩.
અવધિજ્ઞાની બને ઘણા જય૦ દેખે ભૂત, ભવિષ્ય રે ગુણ
મન:પર્યયજ્ઞાને કરી જય૦ મન વાંચે મુનીશ રે ગુણ૦ ૧૪ અર્થ - સત્પરુષની આજ્ઞા ઉઠાવવાથી આનંદ શ્રાવક જેવા ઘણા અવધિજ્ઞાની બની ભૂત ભવિષ્યને જુએ છે. આનંદ શ્રાવકને અવધિજ્ઞાનના બળે પ્રથમ દેવલોક અને નીચે પ્રથમ નરક સુઘી દેખાતું હતું. કોઈ મહાત્માઓ મન:પર્યવજ્ઞાન પામી મુનીશ્વરોના મનને વાંચે છે અર્થાત્ તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકે છે. ||૧૪.
ગણઘર મોટા જે થતા જય. આગમ રચે અશેષ રે ગુણ
ગુરુગમથી આગમ ભણી જય૦ જાણે સર્વ વિશેષ રે ગુણ ૧૫ અર્થ :- સત્પરુષની કૃપાથી શ્રી ગૌતમ સ્વામી જેવા મોટા ગણથરો થાય છે. તે અશેષ એટલે સંપૂર્ણ દ્વાદશાંગીની રચના કરે છે. કોઈ ગુરુમુખથી ગુરુગમ પામી આગમ ભણીને તેના સંપૂર્ણ રહસ્યને જાણે છે. ૧૫
શ્રુતકેવળી ભગવંત તે જય૦ દે સાચો ઉપદેશ રે ગુણ
લબ્ધિવંત ઘણા જણા જય ગર્વ ઘરે નહિ લેશ રે ગુણ૦ ૧૬ અર્થ :– સમસ્ત વ્યુતના રહસ્યને જાણનાર એવા શ્રુતકેવળી ભગવંત તે ભવ્યાત્માઓને સાચો ઉપદેશ આપે છે. કેટલાય મુનિઓ અનેક લબ્ધિઘારી હોવા છતાં તેનો લેશ માત્ર ગર્વ કરતા નથી. શ્રી ગૌતમ સ્વામીએ ખીરના માત્ર એક પાત્રથી પંદરસો તાપસોને પારણું કરાવ્યું. “અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણો ભંડાર.” એવા શ્રી ગૌતમ સ્વામી હોવા છતાં તેમનો તેમને કોઈ ગર્વ નથી. ||૧૬ાા
વિચરે દેશ-વિદેશમાં જય ગગન-વિહારી કોય ૨ ગુણ ઘર્મ-પ્રભાવ વઘારતા જય૦ વાદ-રસિક જે હોય રે ગુણ૦ ૧૭
Page #320
--------------------------------------------------------------------------
________________
(૮૧) મહપુરુષોની અનંત દયા
૩૦૭
અર્થ - કોઈ મહાપુરુષો દેશ-વિદેશમાં વિચરીને, કોઈ ચારણ મુનિઓ આકાશ માર્ગે વિહાર કરીને કે કોઈ અન્ય ઘર્મીઓ સાથે વાદવિવાદ કરી વીતરાગ ભગવંતના બોઘેલા મૂળ ઘર્મના પ્રભાવને વધારે છે.
વચન-સિદ્ધિ કો પામતા જય૦ સત્ય-પ્રભાવે સાર રે ગુણ
ચમત્કાર-ભંડાર કો જય૦ કરે સ્વપર-ઉપકાર રે ગુણ૦ ૧૮ અર્થ - હેમચંદ્રાચાર્યનું દ્રષ્ટાંત - કોઈ મહાપુરુષોને વચન-સિદ્ધિ હોય છે. તે જે કહે તે પ્રમાણે થાય છે. જેમકે શ્રી હેમચંદ્રાચાર્ય આચાર્યપદ પામ્યા પહેલા પોતાના શ્રીગુરુ સાથે ગોચરી માટે શ્રાવકને ઘેર ગયા હતા. શ્રાવક કહે ઘરમાં માત્ર રાબ છે, તે આપને આપતા મને શરમ આવે છે. ત્યારે શ્રી હેમચંદ્ર મુનિ આંગણામાં કોલસાનો ઢગલો જોઈ બોલ્યા કે આટલું તો છે અને દુઃખી થાય છે. ત્યારે શ્રી ગુરુએ તેમને તે કોલસાના ઢગલા પર બેસાડ્યા કે તે સોનાનો થઈ ગયો. શ્રાવક કહે શ્રી હેમચંદ્ર મુનિને આચાર્યપદ આપો ત્યારે તેનો ખર્ચ હું કરીશ. એમ સત્યનો પ્રભાવ પ્રગટ જણાય છે અને તે જ સારરૂપ છે.
સિદ્ધસેન દિવાકરનું દ્રષ્ટાંત – કોઈ મહાત્માઓ નિર્મળ આરાઘનાના બળે ચમત્કારના ભંડાર હોય છે. તેમને જ્યાં યોગ્ય જણાય ત્યાં ચમત્કાર વડે સ્વપરનો ઉપકાર કરે છે. જેમકે શ્રી સિદ્ધસેન દિવાકર શિવલિંગ ઉપર પગ મૂકી સૂઈ ગયા. રાજાને જાણ થતાં ચાબખા મારવાનો હુકમ થયો. તેમ કરતાં રાણીઓને તે ચાબખા વાગવા લાગ્યા. રાજાએ આવી કહ્યું મહાદેવની સ્તુતિ કરવાને બદલે આમ વર્તન? સિદ્ધસેન કહે—એ દેવ મારી સ્તુતિ સહન કરી શકે નહીં. તો પણ રાજા કહે બોલો. તેથી શ્રી સિદ્ધસેન દિવાકર કલ્યાણ મંદિર બોલતાં શિવલિંગ ફાટી જઈ તેમાંથી ભગવાન શ્રી પાર્શ્વનાથના પ્રતિમાજી પ્રગટ થયા. આવા ચમત્કારથી રાજા વિક્રમાદિત્ય જૈનધર્મી બન્યો. ૧૮
સૌ સમૃદ્ધિ આવી વસે જય૦ આત્મા નિર્મળ જ્યાંય રે ગુણ
કરુણા કારણ સર્વનું જય૦ મહાપુરુષની ત્યાંય રે ગુણ૦ ૧૯ અર્થ - સર્વ રિદ્ધિ સિદ્ધિ, લબ્ધિ વગેરે જેનો આત્મા નિર્મળ હોય તેમાં આવી વસે છે. આ સર્વ સમૃદ્ધિઓની પ્રાપ્તિનું કારણ માત્ર મહાપુરુષોની અનંત દયા છે. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી જુનાગઢથી લખેલ એક પત્રમાં જણાવે છે :
અત્રે સુખ શાતા ગુરુપ્રતાપે છે જી.......અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વ ભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે. એક જ શ્રદ્ધાથી! કહ્યું-લખ્યું જતું નથી. આપના ચિત્તને શાંતિ થવાનો હેતુ જાણી જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ.” -ઉપદેશામૃત (પૃ.૧૬) I/૧૯ાા
આત્મા ઊંચા આણતા જય, જ્ઞાન દયા-ભંડાર રે ગુણ૦
નિષ્કારણ ઉપદેશથી જય૦ તારે નર ને નાર રે ગુણ૦ ૨૦ અર્થ - જ્ઞાની પુરુષો દયાના ભંડાર હોવાથી અનેક આત્માઓને ઉચ્ચદશાએ પહોંચાડે છે. તેઓ નિષ્કારણ કરુણાથી ઉપદેશ આપી અનેક નરનારીઓને સંસાર સમુદ્રથી તારે છે. નાસ્તિક એવા પરદેશી રાજાને પણ શ્રી કેશી મુનિએ ઉપદેશ આપી દૃઢ આસ્તિક બનાવી ઊંચ ગતિએ પહોંચાડ્યો. ૨૦ના.
Page #321
--------------------------------------------------------------------------
________________
३०८
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
અનંત દયા સત્પુરુષની જય॰ કોઈ ન પામે પાર રે ગુણ અનંત જૈવ ઉપર થતો જય૦ ખરેખરો ઉપકાર ૨ ગુણ ૨૧
અર્થ :– સત્પુરુષોના હૃદયમાં રહેલી અનંતદયાનો કોઈ પાર પામી શકે નહીં.
“કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીત એવું અમારું હ્રદય રડે છે.'' -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૪૯૯)
સત્પુરુષ દ્વારા અનંત જીવો ઉપર ખરેખરો ઉપકાર થાય છે. ગુરુ પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે. અનંત જીવો પર અનંત ઉપકારો થયા છે. તેઓ શાશ્વત સુખનો માર્ગ બતાવી એવો ઉપકાર કરે છે કે જેથી કોઈ કાળે ફરી દુ:ખ આવે જ નહીં. માટે દેવવંદનમાં તેમની સ્તુતિ કરી છે કે – “પરાત્પર ગુરવે નમઃ પરંપરાચાર્ય ગુરવે નમઃ
પરમગુરવે નમઃ સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્ગુરવે નમો નમ:''।।૨૧।। અનંતનું દૃષ્ટાંત આ જય૰ દેખો વડનું બીજ રે ગુણ મોટો વડ તેથી થતો જય૦ ફળની ન ગણત્રી જ ૨ ગુણ ૨૨
અર્થ :– સત્પુરુષો અનંતદયા કેવી રીતે કરે છે તે દૃષ્ટાંતથી અત્રે સમજાવે છે. અનંતનું દૃષ્ટાંત એક વડનું બીજ જુઓ. તેમાંથી મોટો વડ થાય છે. તે વડ ઉપરના ફળની ગણત્રી નથી. ।।૨૨।। વડવાઈ ચોટી થતા જય અનેક વડે નિાર રે ગુણ
તેના સૌ ટેટા ગણો જય સંખ્યા થશે અપાર રે ગુણ ૨૩
-
અર્થ :— તે વડની વડવાઈ પણ પૃથ્વીમાં ચોટી જઈ અનેક બીજા વડ ઊભા કરે છે. તે બધાના સર્વ ટેટાની ગણત્રી કરો તો તેની અપાર સંખ્યા થશે. ।।૨૩।।
દરેક ફળના બીજથી જય૦ વડ વળી અપરંપાર રે ગુણ
તે તે વડ ઉપવડ વડે જય॰ બીજ અને વડ થાર રે ગુણ ૨૪
અર્થ :– દરેક ટેટામાં રહેલ બીજવડે વડ થઈ શકે છે. તે પ્રમાણે વડની વળી ગણત્રી કરતાં અપરંપાર વડ થશે. તે બધા વડે, તેના વડવાઈ વડે થતા ઉપવડ, તે બધાના બીજ અને તેથી ફરી નવા ઉત્પન્ન થતા વડ કેટલા બઘા થશે ? ।।૨૪।ા
વધતી વડસંખ્યા તણો જય દયા મત્યુરુષો તણી જય૦
અંત ન આવે જેમ રે ગુણ વધતી જાતી તેમ ૨ ગુણ ૨૫
અર્થ :– એમ બીજમાંથી વડ અને વડમાંથી બીજ, તેની વધતી જતી સંખ્યાનો જેમ અંત આવે એમ નથી, તેમ મહાપુરુષોની અપંરપાર દયાનો પણ અંત આવે એમ નથી; તે વધતી જ જાય છે. જેમકે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ શ્રી ગૌતમ સ્વામીને કે શ્રી સુધર્મા સ્વામીને બોધ આપ્યો. શ્રી સુધર્મા સ્વામીએ શ્રી જંબુસ્વામીને, શ્રી જંબુ સ્વામીએ શ્રી પ્રભવ સ્વામીને બોધ આપ્યો. એમ અનંતકાળથી થયા કરે છે, મહાવિદેહ ક્ષેત્રમાં સર્વકાળ એવી પરંપરા ચાલ્યા કરે છે અને અનંતકાળ સુધી ચાલ્યા કરશે. તેમ મહાપુરુષોની અનંતી દયાનો પણ કોઈ કાળે પાર આવે એમ નથી. ।।૨૫।।
Page #322
--------------------------------------------------------------------------
________________
(૮૧) મહત્પરુષોની અનંત દયા
૩ ૦૯
જ્વલંત કેવળ-જ્યોતિથી જય૦ ગણઘર આદિ મશાલ રે ગુણ૦
તેથી ભવ્ય પરંપરા જય૦ શિવ-પથ રચે વિશાલ રે ગુણ૦ ૨૬ અર્થ - કેવળજ્ઞાનરૂપ જ્યોતિ સદા જ્વલંત છે. તેમાં ગણઘર આદિ પુરુષો માર્ગમાં પ્રકાશ કરવા માટે મશાલ સમાન છે. તેથી મોક્ષમાર્ગની ભવ્ય વિશાળ પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે. તેનો કોઈ કાળે ભંગ થતો નથી. સરકા
એક અંશ સાતા થકી જય૦ થતાં લગી નિષ્કામ રે ગુણ
સર્વ સુખ-મૅળ મહપુરુષ જય પરમ દયાના ઘામ રે ગુણ૦ ૨૭ અર્થ – એક અંશ શાતા સુખથી લગાવી પૂર્ણ નિષ્કામદશા પ્રાપ્ત થતા સુધી સર્વ સુખના મૂળભૂત કારણ તે પુરુષ છે. કેમકે તે પરમદયાના ઘામ હોવાથી પુણ્યનો કે સંપૂર્ણ આત્મશુદ્ધિનો માર્ગ બતાવનાર તેજ છે. “એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુઘીની સર્વ સમાધિ, તેનું સન્દુરુષ જ કારણ છે.”ારણા
પરંપરા સપુષથી જય સદાચાર-ઉપદેશ રે ગુણ૦
જગત ભયંકર તે વિના જય૦ પામે નહિ સુખ-લેશ રે ગુણ૦ ૨૮ અર્થ - સપુરુષોની પરંપરાના કારણે સદાચારનો ઉપદેશ પણ સદા ચાલ્યો આવે છે. જો તે સદાચારનો ઉપદેશ ન હોય તો આ જગતની દશા કેવી ભયંકર થાય? જીવો લેશ માત્ર સુખ પામી શકે નહીં એવી સ્થિતિ થઈ પડે. It૨૮.
ન્યાય, નીતિ ના હોય તો જય, કેવો વર્તે ફ્લેશ રે ગુણ
પાપી જન પણ પાપને જય૦ ઓઢાવે શુભ વેશ રે ગુણ૦ ૨૯ અર્થ - ન્યાયનીતિનું ચલન જો રાજ્યમાં ન હોય તો કેવું ક્લેશનું વાતાવરણ થઈ જાય. લોકો એક બીજાને લૂટતા ડરે નહીં. તેથી સર્વ જીવો ભયભીત બની સદા દુઃખી રહ્યા કરે. પાપી જીવો પણ અન્યાયથી પાપ કરી તેના ઉપર શુભ વેષ ઓઢાવી અર્થાત્ તે પાપને ઢાંકી સારો દેખાવ કરતા થઈ જાય. ૨૯
સારું જે જે સાંભળ્યું જય૦ તેવો દે દેખાવ રે ગુણ૦
તેવું વર્તન ના બને જય૦ તોપણ વર્તે ભાવ રે ગુણ૦ ૩૦ અર્થ - ભગવંતના ઉપદેશમાં જે જે સારું સાંભળ્યું હોય તેવા થવાનો સજ્જન પુરુષો પ્રયત્ન કરે છે. પણ જો તેવું આચરણ એકદમ બની ન શકે તો તેવા થવાનો ભાવ તેમના હૃદયમાં સદા વર્તે છે. ૩૦ના
સ્વાર્થી લંપટતા ટળે જય૦ મૈત્રી સૌની સાથ રે ગુણ
કરુણા જગ-જંતુ પ્રતિ જય૦ જ્યાં જ્યાં જીવ અનાથ રે ગુણ૦ ૩૧ અર્થ - સત્પરુષના ઉપદેશથી જેને અંતરમાં સાચા થવાનો ભાવ વર્તે છે તેનું સ્વાર્થીપણું અને ઇન્દ્રિય લંપટતા ટળે છે તથા સૌ જીવોની સાથે મૈત્રીભાવની વૃદ્ધિ થાય છે. જગતમાં રહેલ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવો જે અનાથ, અશરણ છે, તેમના પ્રત્યે તેને કરુણાભાવ ઉત્પન્ન થાય છે. ૩૧ાા.
ગુણી જનોના ગુણથી જય૦ પામે જીવ પ્રમોદ રે ગુણ૦
પરહિત જો ન બની શકે જય૦ કરે ન પર પર ક્રોઘ રે ગુણ ૩૨ અર્થ :- જગતમાં ગુણીજનોના ગુણો જોઈને તેના હૃદયમાં પ્રમોદભાવ ઊપજે છે. તથા જે ખલ
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૧ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પુરુષો છે તેમનું હિત ન કરી શકે તો તેના દોષ જોઈ તેના ઉપર ક્રોધ કરતા નથી; પણ મધ્યસ્થ ભાવ રાખે છે, કે ભગવાન એમને સદબુદ્ધિ આપો. If૩રા
પર-દુઃખ કારણ ના બને, જય૦ શિષ્ટાચાર ગણાય રે ગુણ
કૃત ઉપકાર ભેંલે નહીં જય૦ માનવ તે જ મનાય રે ગુણ૦ ૩૩ અર્થ - જેના ઉપર મહપુરુષોની અનંત દયા વર્ષે છે તે જીવો કોઈને પણ દુઃખનું કારણ બનતા નથી અને એ જ શિષ્ટ આચાર ગણાય છે. તેઓ પોતા પર કરેલા ઉપકારને કદી ભૂલતા નથી. તેથી ખરેખરું માનવપણું સમજવાથી તે માનવ ગણાય છે. [૩૩ના.
પુણ્યથી જે સુખ ભોગવો જય, તેનું કારણ સંત રે ગુણ
સંત-વચન સુણ્યા વિના જય૦ નહિ સન્માર્ગે ખંત રે ગુણ૦ ૩૪ અર્થ :- પુણ્યવડે જે સુખ ભોગવીએ છીએ તેનું કારણ પણ સંત પુરુષો છે. સંતપુરુષોના વચનો સાંભળ્યા વિના પુણ્યપાપનું સ્વરૂપ કેવી રીતે જાણી શકાય? અને પુણ્યોદય થયા વિના સત્યમાર્ગ આરાધવાની ખરી ઇચ્છા પણ અંતરથી જાગૃત થતી નથી. ૩૪.
નરભવ દેનારા ભલા જય૦ મહત્પરુંષ મનાય રે ગુણ૦
તો તેને શરણે સદા જય૦ જીવો તો એ ન્યાય રે ગુણ૦ ૩૫ અર્થ :- “બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો.” તે પુણ્યના કારણો બતાવનાર તો સપુરુષ છે. માટે પરોક્ષ રીતે જોતાં આ મનુષ્યભવને આપનાર ખરેખર સપુરુષ છે. તો હવે તે સપુરુષના શરણે રહી તેમની આજ્ઞામાં જીવન ગાળો તો તમે ન્યાયથી વાર્તા કહેવાઓ. ૧૩પા.
ઉત્તમ મળી આવી દશા જય, જેના યોગે જાણ રે ગુણો
તેના વચને વર્તતાં જય૦ પામો સૌ નિર્વાણ રે ગુણ૦ ૩૬ અર્થ - જાણે અજાણે પૂર્વભવમાં કે આ ભવમાં તેમની આજ્ઞાનું પાલન કરવાથી આવી ઉત્તમ દશા પ્રાપ્ત થઈ છે. તો હવે પણ તેમના વચનાનુસાર વર્તતાં કે જીવન જીવતાં તમે શાશ્વત સુખસ્વરૂપ એવા નિર્વાણ અર્થાત્ મોક્ષપદને સૌ પામશો; એમાં કોઈ સંદેહ નથી. /૩૬ાા
મહપુરુષોની અનંત દયાવડે જીવને સાચો નિર્જરાનો ક્રમ હાથ લાગે છે. કર્મોનું દેણું પતાવવું તેનું નામ નિર્જરા છે. તે કમનું દેણું કેમ પતે તે ક્રમ આ પાઠમાં બતાવવામાં આવ્યો છે. જે જાણી સર્વ કર્મને ખપાવી જીવ મુક્તિને મેળવી શકે.
(૮૨)
નિર્જરા-ક્રમ (ઠરે જહાં સમકિત તે સ્થાનક, તેહના ષ વિથ કહિએ રે–એ રાગ)
શ્રીમદ્ રાજચંદ્ર-પદ પ્રણમું, ભાવ નિર્જરા કાજે રે, જેનાં વચન અનુપમ પામી, આત્મ-રત્ન વિરાજે રે;
Page #324
--------------------------------------------------------------------------
________________
(૮૨) નિર્જરા-ક્રમ
દ્રવ્ય નિર્જરા સર્વ ગતિમાં, હસ્તિ-સ્નાન ગણાતી રે; સ્થૂળ ઘોઈ ની ઘૂળ નાખતાં શુદ્ધિ તે ન મનાતી રે. ૧
અર્થ :– શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં પ્રણામ કરીને મારા ભાવોમાં રાગદ્વેષ ન થાય એવી ભાવ નિર્જરાનો ક્રમ આપ સમક્ષ યાચું છું. આપના અનુપમ વચનોને પામી મારું આત્મારૂપી રત્ન મોક્ષમાં જઈ બિરાજમાન થાય અથવા પોતાના સ્વભાવમાં સ્થિર થાય એમ ઇચ્છું છું. જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મોની નિર્જરા તો સર્વ ગતિમાં અનંતીવાર થઈ; પણ તે હસ્તિ-સ્નાનવત્ ગણાય છે. જેમ હાથી જળવડે જૂની ધૂળને ઘોઈ પાછી નવી સ્થૂળ પોતા પર નાખે તો ખરી શુદ્ધિ થઈ એમ મનાતું નથી. તેમ જીવ જૂના કર્મોની નિર્જરા કરતાં પાછા નવા કર્મો બાંધી લે છે. તેથી ખરી આત્મશુદ્ધિ થતી નથી, પણ સંસારનો સંસાર જ ઉદયમાં રહ્યા કરે છે અને જીવ મુક્ત થતો નથી. ।।૧।।
કર્મ-ઉદય-કાળે વર્તે જો રાગાદિક વિકારો રે, તો ફળ દઈને કર્મ જતાં, પણ નવીન કર્મનો ભારો રે; આત્મા હલકો થાય નહીં, તો નહીં નિર્જરા લેખો રે, મોક્ષમાર્ગ ના પ્રગટ કરે તો દ્રવ્ય નિર્જરા પેખો રે. ૨
અર્થ :– કર્મના ઉદય સમયે જો રાગદ્વેષાદિ વિકારભાવો જીવમાં વર્તે તો જુના । કર્મો ફળ દઈને ખરી જાય છે, પણ નવા કર્મનો ભાર જીવ વધારી લે છે. તેથી આત્મા કર્મભારથી હલકો થતો નથી. તે કુવાના રેંટની જેમ પાણી ભરાય અને ખાલી થાય તેમ કરે છે. માટે તેને ખરી નિર્જરાનો હજુ લેખો એટલે લક્ષ થયો નથી. જે નિર્જરાવડે મોક્ષમાર્ગ પ્રગટ થાય નહીં તેને માત્ર દ્રવ્યકર્મની નિર્જરા પેખો એટલે જાણો. તે મોક્ષ આપી શકે નહીં. ।।૨।।
આત્મવીર્યથી કર્મ-પ્રકૃતિ ઉદય થવા ના તો ના તેવી ન બંઘાતી; સંવરતા ત્યાં ભાવ નિર્જરા તેને ભાખી, દેવું નવું ન ઉદય-કર્મ અક્ષોભ ભાવથી અંશે ભોગવી લીધું રે. ૩
કીધું રે,
દીથી રે, કીથી રે;
૩૧૧
અર્થ :— આત્માના વીર્યબળે, કર્મ પ્રકૃતિનો ઉદય થતાં જ્ઞાનઘ્યાનથી કે તપથી રાગદ્વેષના ભાવોને રોકી લે તો નવીન કર્મપ્રકૃતિનો બંધ થાય નહીં. તેને જ્ઞાનીપુરુષોએ સંવર તત્ત્વ કહ્યું છે. અને નવું કર્મનું દેવું ન કરતાં અંશે ઉદયમાં આવેલા કર્મોને અક્ષોભભાવે એટલે સમતાભાવે ભોગવીને ખપાવી લેવા તેને ભાવ નિર્જરા કહી છે. ગા
ન
જે અંશે રાગાદિ વર્તે બંધ-સંતતિ પોષે રે, સમ્યક્ જ્ઞાનાદિ જે અંશે કર્મ-મેલ તે ઘોશે રે
મિશ્ર શુદ્ધતા એવી વર્તે રહે મોહ જ્યાં સુઘી રે, અયોગી ગુણસ્થાને પૂરી ભાવ નિર્જરા શુદ્ધિ ૨. ૪
અર્થ :— જેટલા અંશે ભાવોમાં રાગદ્વેષાદિ વિકારો છે તેટલા અંશે કર્મબંધની સંતતિને જ પોષણ મળશે. અને જેટલા અંશે સમ્યક્ જ્ઞાનદર્શનચારિત્રના બળે કર્મના ઉદયમાં જ્ઞાતાદૃષ્ટાપણું રહેશે તેટલા અંશે તે કર્મ-મેલને ઘોયા કરશે. જ્યાં સુધી મોહનીય કર્મનો સદ્ભાવ ત્યાં સુધી રાગાદિ કે જ્ઞાનાદિ
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૧૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
એમ મિશ્ર શુદ્ધતાના ભાવો વર્ચા કરશે. પણ ચૌદમા અયોગી ગુણસ્થાનકને જ્યારે જીવ પામશે ત્યારે સંપૂર્ણ ભાવ નિર્જરા થવાથી આત્માની સંપૂર્ણ શુદ્ધિ થશે. જો
દર્શનમોહ-અભાવે થાયે શરૂ નિર્જરા સાચી રે, સમ્યગ્દર્શન થયા વિના ના પડે વાસના પાછી રે; મોક્ષ-સ્વરૃપ સમજાયા વિના રુચિ રહે નહિ તેની રે,
શુદ્ધ સ્વરૅપના ધ્યેય વિનાની સત્ય નિર્જરા શેની રે? ૫ અર્થ - દર્શનમોહ એટલે મિથ્યાત્વનો જ્યારે અભાવ થશે ત્યારે ખરી નિર્જરાનો ક્રમ શરૂ થશે. સમ્યગ્દર્શન થયા વિના ખરી રીતે અંતરની વાસના ઘટતી નથી તથા મોક્ષનું યથાર્થ સ્વરૂપ સમજાયા વિના સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની યથાર્થ રુચિ ઉત્પન્ન થતી નથી. અને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્તિના ધ્યેય વગર સાચી કર્મોની નિર્જરા પણ ક્યાંથી હોઈ શકે? પાપા
ચોથા ગુણસ્થાનકથી ચટકો મોક્ષમાર્ગનો લાગે રે. ગમે નહીં બંઘનનાં કારણ ત્યાં વૈરાગ્ય જ જાગે રે, ભવ તરવાનો કામી છોડે બને તેટલા કર્મો રે,
ઘૂંટવાનો રસ્તો આરાઘ, ભાવે આત્મિક થર્મો રે. ૬ અર્થ - ચોથા અવિરત સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનકથી મોક્ષમાર્ગનો જીવને ચટકો લાગે છે. આત્માનો સાક્ષાત અનુભવ ત્યાં થવાથી તે સદા પ્રિય લાગે છે. રાગદ્વેષાદિ કર્મબંધના કારણો તેને ગમતા નથી પણ વૈરાગ્યભાવ જ સદા જાગૃત રહે છે. મોહના કારણોમાં તેને મુંઝવણ થાય છે. તે હવે ભવ એટલે સંસાર સમુદ્ર તરવાનો કામી થયો હોવાથી બને તેટલા કમને છોડે છે. તે આત્મસ્વરૂપમાં વારંવાર ડૂબકી લગાવી કર્મબંધથી છૂટવાનો રસ્તો આરાઘે છે. તથા આત્માના સમ્યકજ્ઞાનદર્શનચારિત્રાદિ ઘમને સંપૂર્ણ મેળવવાની ભાવના કર્યા કરે છે. પરમકૃપાળુદેવ પણ જણાવે છે કે – “સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય થાય છે.” (વ.પૃ.૬૪૬) Iકા
ન છૂટકે વ્યવહારે વર્તે, અંતરથી તો ત્યાગી રે, વૃત્તિ તલસે આત્મહિતાર્થે લગની સાચી લાગી રે. મુક્ત ભાવના સદા મુકાવે, એ જ નિર્જરા-હેતું રે;
વ્રત, નિયમ, તપ તેને પોષે ભવસાગરમાં સેતું રે. ૭ અર્થ - સમ્યક્દર્શનને પામેલ આત્મા ન છૂટકે વ્યવહારમાં વર્તે છે. અંતરથી તે સાચા ત્યાગી છે. તેમને સંસાર કાર્યમાં કોઈ રસ નથી. તેમની વૃત્તિ હમેશાં આત્મહિતને માટે તલસે છે. આત્મઅનુભવ થવાથી સાચી લગની લાગી છે. તેમને છૂટવાના ભાવ નિરંતર રહેવાથી હમેશાં તે કર્મોથી મુકાય છે અને એજ ખરી ભાવ નિર્જરાનું કારણ છે. તેના લક્ષ સહિત કરેલા વ્રત, નિયમ, તપ પણ આત્માને પોષણ આપે છે અને તે ભવસાગર તરવામાં સેતુ એટલે પુલ સમાન બની તેને સહાયકારી થાય છે. શા
ક્રમ નિર્જરાનો અતિ ઉત્તમ મોક્ષમાર્ગ દર્શાવે રે, પંચેન્દ્રિય, પર્યાય, સંજ્ઞી જીંવ-ભવ્ય માર્ગમાં આવે રે;
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૧૨
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨
એમ મિશ્ર શુદ્ધતાના ભાવો વર્ચા કરશે. પણ ચૌદમા અયોગી ગુણસ્થાનકને જ્યારે જીવ પામશે ત્યારે સંપૂર્ણ ભાવ નિર્જરા થવાથી આત્માની સંપૂર્ણ શુદ્ધિ થશે. //૪
દર્શનમોહ-અભાવે થાયે શરૂ નિર્જરા સાચી રે, સમ્યગ્દર્શન થયા વિના ના પડે વાસના પાછી રે; મોક્ષ-સ્વરૂપ સમજાયા વિના રુચિ રહે નહિ તેની રે,
શુદ્ધ સ્વરૃપના ધ્યેય વિનાની સત્ય નિર્જરા શેની રે? ૫ અર્થ - દર્શનમોહ એટલે મિથ્યાત્વનો જ્યારે અભાવ થશે ત્યારે ખરી નિર્જરાનો ક્રમ શરૂ થશે. સમ્યગ્દર્શન થયા વિના ખરી રીતે અંતરની વાસના ઘટતી નથી તથા મોક્ષનું યથાર્થ સ્વરૂપ સમજાયા વિના સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની યથાર્થ રુચિ ઉત્પન્ન થતી નથી. અને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્તિના ધ્યેય વગર સાચી કર્મોની નિર્જરા પણ ક્યાંથી હોઈ શકે? પો
ચોથા ગુણસ્થાનકથી ચટકો મોક્ષમાર્ગનો લાગે રે, ગમે નહીં બંઘનનાં કારણ ત્યાં વૈરાગ્ય જ જાગે રે, ભવ તરવાનો કામી છોડે બને તેટલા કર્મો રે,
ઘૂંટવાનો રસ્તો આરાશે, ભાવે આત્મિક ઘર્મો રે. ૬ અર્થ :- ચોથા અવિરત સમ્યકુદ્રષ્ટિ ગુણસ્થાનકથી મોક્ષમાર્ગનો જીવને ચટકો લાગે છે. આત્માનો સાક્ષાતુ અનુભવ ત્યાં થવાથી તે સદા પ્રિય લાગે છે. રાગદ્વેષાદિ કર્મબંધના કારણો તેને ગમતા નથી પણ વૈરાગ્યભાવ જ સદા જાગૃત રહે છે. મોહના કારણોમાં તેને મુંઝવણ થાય છે. તે હવે ભવ એટલે સંસાર સમુદ્ર તરવાનો કામી થયો હોવાથી બને તેટલા કર્મોને છોડે છે. તે આત્મસ્વરૂપમાં વારંવાર ડૂબકી લગાવી કર્મબંઘથી છૂટવાનો રસ્તો આરાઘે છે. તથા આત્માના સમ્યકજ્ઞાનદર્શનચારિત્રાદિ ઘર્મોને સંપૂર્ણ મેળવવાની ભાવના કર્યા કરે છે. પરમકૃપાળુદેવ પણ જણાવે છે કે – “સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય થાય છે.” (વ.પૃ.૬૪૬) //કાઈ
ન છૂટકે વ્યવહારે વર્તે, અંતરથી તો ત્યાગી રે, વૃત્તિ તલસે આત્મહિતાર્થે લગની સાચી લાગી રે. મુક્ત ભાવના સદા મુકાવે, એ જ નિર્જરા-હેતું રે;
વ્રત, નિયમ, તપ તેને પોષે ભવસાગરમાં સેતું રે. ૭ અર્થ - સમ્યક્રદર્શનને પામેલ આત્મા ન છૂટકે વ્યવહારમાં વર્તે છે. અંતરથી તે સાચા ત્યાગી છે. તેમને સંસાર કાર્યમાં કોઈ રસ નથી. તેમની વૃત્તિ હમેશાં આત્મહિતને માટે તલસે છે. આત્મઅનુભવ થવાથી સાચી લગની લાગી છે. તેમને છૂટવાના ભાવ નિરંતર રહેવાથી હમેશાં તે કમોંથી મુકાય છે અને એજ ખરી ભાવ નિર્જરાનું કારણ છે. તેના લક્ષ સહિત કરેલા વ્રત, નિયમ, તપ પણ આત્માને પોષણ આપે છે અને તે ભવસાગર તરવામાં સેતુ એટલે પુલ સમાન બની તેને સહાયકારી થાય છે. શા
ક્રમ નિર્જરાનો અતિ ઉત્તમ મોક્ષમાર્ગ દર્શાવે રે, પંચેન્દ્રિય, પર્યાપ્ત, સંજ્ઞી જીંવ-ભવ્ય માર્ગમાં આવે રે;
Page #327
--------------------------------------------------------------------------
________________
(૮૨) નિર્જરા-ક્રમ
૩૧ ૩
માર્ગાનુસારી-ગુણઘારી પાંચે લબ્ધિ પામે રે;
"ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય, કરણ નામે રે. ૮ અર્થ - આ નિર્જરાનો અતિ ઉત્તમ ક્રમ જીવને મોક્ષમાર્ગ બતાવે છે. હવે સમકિત કોણ પામી શકે? તેની યોગ્યતા જણાવે છે. જે જીવ પંચેન્દ્રિય હોય, જેને આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ પર્યાપ્તિ પૂરી થઈ હોય, જે સંજ્ઞી એટલે મનસહિત હોય, જે ભવ્ય હોય, જેને મોક્ષમાર્ગ અનુસરવાનો ભાવ હોય તથા ગુણોને ઘારણ કરનાર હોય એવો જીવ ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય અને કરણ એ પાંચ લબ્ધિને પામે છે. એટલી યોગ્યતા હોય ત્યારે જીવને સમકિત પ્રાપ્ત થાય છે.
(૧) ક્ષયોપશમ લબ્ધિ- વિશુદ્ધભાવના બળે પૂર્વે બાંધેલા કર્મના રસ(ફળ)માં દરેક સમયે અનંતગણી હાનિ થતી જાય તેવી ભૂમિકા, એટલે કર્મ આકરું ફળ આપતાં હતાં તે મંદ થવા લાગે તેવી યોગ્યતા અને તેવો ભાવરૂપ પુરુષાર્થ.
(૨) વિશુદ્ધિ લબ્ધિ- ઉપરના પુરુષાર્થના બળે ક્લિષ્ટ-ભારે કર્મ દૂર થતાં શાતા વગેરે શુભ કર્મબંઘનું નિમિત્ત બને, પાપ બંઘાય તેવા ભાવ પ્રત્યે વિરોઘભાવ અથવા અણગમો થાય.
(૩) દેશના લબ્ધિ- યથાર્થ તત્ત્વનો ઉપદેશ, તેવો ઉપદેશ દેનાર આચાર્ય આદિની પ્રાપ્તિ તથા તેમણે ઉપદેશેલા અર્થને ગ્રહણ કરવાની, ઘારણ કરવાની અને વિચારણા કરવાની શક્તિની પ્રાપ્તિ થાય તેવી ભૂમિકા.
(૪) પ્રાયોગ્ય લબ્ધિ- પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ ટૂંકી કરી કોડાકોડી સાગરોપમથી કંઈક ઓછી કરવી (અંતઃકોડાકોડી) અને નવા બંધાતા કમ પણ વિશુદ્ધ પરિણામના યોગે અંતઃકોડાકોડી સાગરથી વિશેષ લાંબી સ્થિતિના ન બંધાય તેવી દશા. આ ચાર ભૂમિકા અનંતવાર જીવ પ્રાપ્ત કરી ચૂક્યો છે.” -બોઘામૃત ભાગ-૩ પત્રાંક ૫૯૩ (પૃ.૫૪૧)
(૫) કરણ લબ્ધિ–“તેમાં આગળ વઘતાં ગ્રંથિભેદ થાય. ગ્રંથિભેદ થાય ત્યારે ઉપશમ સમકિત થાય છે. તેનો કાળ અંતર્મુહૂર્તનો છે. પણ તે લાયક જેવું નિર્મળ છે.” -બોઘામૃત ભાગ-૨ (પૃ.૨૨૨) Iટા
કરણ-લબ્ધિ પણ છે ત્રણ ભેદેઃ યથાપ્રવૃત્તિ સુંઘી રે, ઘણી વાર ર્જીવ આવી ચૂક્યો વિના અપૂરવ શુદ્ધિ રે;
અપૂર્વ, અનિવૃત્તિ બે કરણે પરિણામ-વિશુદ્ધિ રે
વઘતાં, વઘતાં ઘણી નિર્જરા, થયે સમકિત-લબ્ધિ રે. ૯ અર્થ :- કરણ લબ્ધિ- તેના ત્રણ ભેદ છે, તેમાં પહેલું યથાપ્રવૃત્તિકરણ છે. ત્યાં સુધી જીવ અનંતીવાર આવ્યો છે. પણ અપૂર્વ ભાવશુદ્ધિને પામ્યો નહીં. તેથી મંદ પુરુષાર્થી થઈ પાછો પડી જાય છે. અથવા સમકિત થઈ ગયું એમ માની બેસે છે તેથી આગળ વધી શકતો નથી. અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ આ બે કરણમાં અપૂર્વ ભાવની વિશુદ્ધિ વઘતા વઘતા જીવ ઘણી કર્મની નિર્જરા કરતો આગળ વધી સમ્યગ્દર્શનને પામે છે. પાલાા.
કરણ-લબ્ધિમાં થાય નિર્જરા તેથી અસંખ્યગણી રેસમદ્રુષ્ટિ જીંવને ક્ષણ ક્ષણ થતી નિર્જરા, સુણી રે;
Page #328
--------------------------------------------------------------------------
________________
૩ ૧૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અભાવ અનંતાનુબંઘીનો સ્વરૅપ-રમણતા આપે રે,
વિપરીત વૃષ્ટિ દૂર થતાં બહુ વર્તન-મોહન વ્યાપે રે. ૧૦ અર્થ - કરણ-લબ્ધિમાં કર્મોની જે નિર્જરા થાય તેથી અસંખ્યાતગુણી નિર્જરા સમ્યદ્રષ્ટિ જીવને ક્ષણે ક્ષણે થાય છે. ત્યાં અનંતાનુબંધી ક્રોઘ, માન, માયા, લોભાદિ કષાયનો અભાવ હોવાથી સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટે છે. તે જીવને સ્વરૂપ સુખમાં રમણતા કરાવે છે. સંસારમાં સુખ છે વગેરે વિપરીત દ્રષ્ટિ દૂર થવાથી કે અનંતાનુબંધી ચારિત્રમોહ જવાથી બહુ મોહનું વ્યાપકપણે ત્યાં હોતું નથી. તે સમ્યવ્રુષ્ટિ આત્મા સ્વરૂપસુખથી તૃપ્ત રહે છે. ૧૦
અપ્રત્યાખ્યાન કષાય ખસતાં, પરિણામ-વિશુદ્ધિ રે, વઘતાં પ્રકર્ષપણે, નિર્જરા અસંખ્યગુણી વઘતી રે, સમ્યગ્દષ્ટિ શ્રાવક કેરી એકાદશ ભૂમિકા રે,
ક્રમે ક્રમે વઘતા પરિણામે ઉન્નતિની સૂચિકા રે. ૧૧ અર્થ - પછી અપ્રત્યાખ્યાની નામના ક્રોઘ માન માયા લોભ કષાય ખસતા ભાવોની બળવાન વિશુદ્ધિ થાય છે. તે ભાવો પ્રકર્ષપણે એટલે વિશેષપણે વઘતાં કર્મોની નિર્જરા પણ અસંખ્યાતગણી વધે છે. તેથી તે સમ્યકુદ્રષ્ટિ શ્રાવક કે જેની એકાદશ ભૂમિકા એટલે અગ્યાર પ્રતિમાઓ કહેતા અવસ્થાઓ છે તેને તે પામે છે. ક્રમે ક્રમે ભાવની વિશુદ્ધિ થતાં તે અગ્યાર પ્રતિમાઓને પૂર્ણ કરે છે. તે તેની ઉન્નતિને સૂચવનાર છે. કામદેવ શ્રાવક, આનંદ શ્રાવક વગેરે શ્રાવકની પ્રતિમાઓના ઘારક પુરુષો ભગવાન મહાવીરના સમયમાં હતા. ૧૧ાા
પ્રત્યાખ્યાની જાય કષાયો સર્વવિરતિ ય પઘારે રે, નિર્મળ પરિણામે ય નિર્જરા અસંખ્ય ગુણાકારે રે; અનંતાનુબંધી-વિયોજક અધિક શુદ્ધતાવાળો રે,
અસંખ્યગુણ નિર્જરા અઘિકી સપ્તમપદ સુથી ભાળો રે. ૧૨ અર્થ - હવે શ્રાવકને જે પ્રત્યાખ્યાન કષાયનો ઉદય છે તે પણ જવાથી સર્વ-વિરતિ એટલે મુનિદશાનું આગમન થાય છે. ત્યાં ભાવોની વિશેષ નિર્મળતા હોવાથી કર્મોની નિર્જરા પણ અસંખ્યાતગુણી વૃદ્ધિ પામે છે. પ્રથમ અનંતાનુબંધી કષાયનો વિયોજક અર્થાત્ તેને છૂટા પાડનાર એવો સમ્યવ્રુષ્ટિ આત્મા હવે અહીં અધિક શુદ્ધતાવાળો બને છે. તે સમયે સમયે કર્મોની અસંખ્યાતગુણી વિશેષ નિર્જરા કરતો કરતો સાતમા ગુણસ્થાનક સુધી પહોંચે છે. I/૧૨ા.
દર્શનમોહ કરે ક્ષય જ્યારે સપ્તમપદ સુઘીમાં રે, ભાવવિશુદ્ધિ અતિશય યોગે થાય અસંખ્યગુણી ત્યાં રે; કર્મનિર્જરા મુનિથી અઘિકી, અવિરતિ પદ તોયે રે,
ક્ષાયિક સમદ્રુષ્ટિ અંશે સિદ્ધદશામાં હોયે રે. ૧૩ અર્થ :- જ્યારે આત્મા સાતમા ગુણસ્થાનક સદી દર્શનમોહનો સંપૂર્ણ ક્ષય કરી લાયક સમકદ્રષ્ટિ બને છે ત્યારે અતિશય ભાવ વિશુદ્ધિના યોગે તે કર્મની અસંખ્યાતગુણી નિર્જરા કરે છે. તે લાયક સમ્યકદ્રષ્ટિ ભલે અવિરતિ હોય અર્થાત ગૃહસ્થ હોય તો પણ તેની કર્મ નિર્જરા વિરતિવંત એવા મુનિથી
Page #329
--------------------------------------------------------------------------
________________
(૮૨) નિર્જરા-ક્રમ
૩૧ ૫.
પણ અધિક હોય છે. કારણ ક્ષયોપશમ સમકિતવાળાની નિર્મળતા ડોહળાયેલા જળ સમાન છે જ્યારે લાયક સમ્યકદ્રષ્ટિની નિર્મળતા સંપૂર્ણ સ્વચ્છ જળ સમાન છે. અથવા લાયક સભ્યદ્રષ્ટિની દશા અંશે સિદ્ધ જેવી હોય છે. કેમકે સંપૂર્ણ શ્રદ્ધા ગુણ પ્રગટ થવામાં જે સાત પ્રકૃતિઓ બાઘક હતી તે અહીં મૂળમાંથી ક્ષય થયેલી હોવાથી શ્રદ્ધા ગુણમાં તેમની સિદ્ધ જેવી નિર્મળતા હોય છે. ૧૩
ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જ્યારે ઉપશમ શ્રેણી ચઢતા રે, ચારિત્રમોહ ઉપશમ કરતાં ભાવશુદ્ધિથી વઘતા રે, અસંખ્યગુણી નિર્જરા કરતા ત્રણે કરણ સહ ફરીથી રે,
અસંખ્યગુણ નિર્જરા કરે વળ સર્વ મોઉપશમથી રે. ૧૪ અર્થ - ક્ષાયિક સમ્યદ્રષ્ટિ જ્યારે આઠમા ગુણસ્થાનકથી ઉપશમ શ્રેણીએ ચઢે છે ત્યારે ચારિત્રમોહ ઉપશમ કરવાથી ભાવની શુદ્ધિ વધે છે. તેથી અસંખ્યાતગુણી કર્મની નિર્જરા કરતા તે આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનક, નવમા અનિવૃતિ ગુણસ્થાનક તથા દસમા સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનકમાં આવે છે. ત્યાં ફરીથી અસંખ્યાતગણી કર્મની નિર્જરા કરતા તે અગ્યારમાં ઉપશાંતમોહ ગુણસ્થાનકમાં પહોંચે છે. ૧૪મા
લોભ-ઉદયથી પડી, ફરી જ્યાં ક્ષપક શ્રેણી ચઢતા રે, ક્ષય ચારિત્રપ્રકૃતિ કરતા, ભાવ પ્રકર્ષે વઘતા રે; અસંખ્યગુણ નિર્જરા અઘિકી કર ક્ષણમોહી બનતા રે,
ત્યાં પણ અસંખ્યગુણી નિર્જરા કરી શુદ્ધ પરિણમતા રે. ૧૫ અર્થ -ત્યાં અગ્યારમાં ઉપશાંતમોહ ગુણસ્થાનમાં સૂક્ષ્મ લોભ કષાયનો ઉદય થાય છે કે મને ગુણ પ્રગટ્યો અથવા મને લબ્ધિ સિદ્ધિઓ પ્રગટી તેથી તે ત્યાંથી પડી પાછા નીચેના ગુણસ્થાનકમાં આવે છે. ત્યાંથી ફરી પુરુષાર્થ કરીને ક્ષપક શ્રેણીએ ચઢી ચારિત્રમોહનીય કર્મની પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરતા જાય છે. તેથી ભાવ પ્રકૃષ્ટપણે વૃદ્ધિ પામે છે. તેના ફળસ્વરૂપ અસંખ્યાતગુણી અઘિકી કર્મોની નિર્જરા કરીને તે બારમાં ક્ષીણમોહ નામના ગુણસ્થાનકમાં આવે છે. ત્યાં બારમા ગુણસ્થાનકમાં પણ કમોંની અસંખ્યાતગુણી નિર્જરા કરીને પોતાના આત્માને શુદ્ધ ભાવોમાં પરિણમાવે છે. ૧૫ાા
બીજા શુક્લધ્યાન-અગ્નિથી ઘાતકર્મ સૌ બાળી રે, જિનપદ પામી બને અયોગી, દે સૌ કર્મો ટાળી રે; પૂર્ણ નિર્જરા સાથી, લેતા સિદ્ધદશા સંભાળી રે,
પામો સર્વે જીવ પરમપદ નિજ આત્મા અજવાળી રે. ૧૬ અર્થ :- બારમા ક્ષીણમોહ ગુણસ્થાનમાં બીજા એકત્વ વિતર્ક અવીચાર નામના શુક્લધ્યાનરૂપ અગ્નિવડે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયરૂપ ઘાતકમને બાળી અંતે કેવળજ્ઞાન પ્રગટાવે છે. શુક્લધ્યાનના કુલ ચાર ભેદ છે. તેમાં પહેલું પૃથકત્વ સવિતર્ક સવીચાર અને બીજું એકત્વ વિતર્ક અવીચાર નામનું શુક્લધ્યાન છે. પહેલું શુક્લધ્યાન અગ્યારમાં ગુણસ્થાનક સુઘી અને બીજું શુક્લધ્યાન બારમાં ક્ષીણમોહ ગુણસ્થાનકમાં હોય છે. ત્યાં માત્ર આત્મા આત્મધ્યાનમાં મગ્ન હોય છે. પ્રથમ શુક્લધ્યાનનાં પ્રકારમાં સવિતર્ક એટલે શ્રત તેના આધારે સુવિચાર હોય છે, જ્યારે બીજા શુક્લધ્યાનના પ્રકારમાં વિતર્ક એટલે શ્રતનો આધાર છે; પણ તે સંબંધી વિચાર નથી. ત્યાં આત્મા, આત્મામાં સ્થિત છે
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૧૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
એમ ભગવતી આરાધનામાં પૃષ્ઠ ૮૩૫ ઉપર જણાવેલ છે.
હવે તેરમા સયોગી કેવળી ગુણસ્થાનકમાં આવે છે. આ તેરમા ગુણસ્થાનકના અંતમાં શુક્લધ્યાનનો ત્રીજો ભેદ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામનો હોય છે. ત્યાં બધી ક્રિયાઓને સૂક્ષ્મ કરી ચૌદમા અયોગીકેવળી ગુણસ્થાનકમાં આવે છે. આ અયોગી ગુણસ્થાનકમાં ભુપતક્રિયાનિવૃત્તિ નામનો શુક્લધ્યાનનો ચોથો પ્રકાર હોય છે. તે વડે બધી ક્રિયાઓથી આત્મા નિવૃત્ત થાય છે. આ અંતિમ ગુણસ્થાનકમાં સર્વ કમને ટાળી આત્મા મોક્ષગમનની તૈયારી કરે છે. સંપૂર્ણ કર્મોની નિર્જરાને અહીં સાધ્ય કરવાથી આત્મા સિદ્ધદશાને પામી ઉદ્ધગમન કરે છે. અનાદિની કમેકેદમાંથી છૂટતાં જ આત્મા શીધ્ર ઉપર ઊઠી સિદ્ધશિલા પર જઈને સર્વકાળ માટે શાશ્વત સુખમાં બિરાજમાન થાય છે. માટે સર્વ જીવો પોતાના આત્માને અજવાળી એટલે કર્મમેલથી સંપૂર્ણ શુદ્ધ કરી પરમપદસ્વરૂપ એવા મોક્ષપદને મેળવી શાશ્વત સુખશાંતિને પામો. ૧૬
નથી નિર્જરા કે સંવર ત્યાં આસ્રવહેતુ-અભાવે રે મિથ્યાત્વાદિ રહ્યાં નથી તો શાથી કર્મો આવે રે? આસ્રવ વિના બંઘ ન હોય તો ઉદયે શું આવે રે?
ઉદય વિના ના કોઈ નિર્જરા, ક્રમ ક્યાંથી તો લાવે રે? ૧૭ અર્થ - મોક્ષસ્થાનને પામ્યા પછી ત્યાં કોઈ કર્મોની નિર્જરા કરવાની નથી કે કોઈ આવતા કર્મોને રોકવાના નથી. કેમકે કર્મો આવવાના કારણો આમ્રવના દ્વાર છે તેનો જ ત્યાં અભાવ છે. કર્મો આવવાના કારણો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ છે. તે કારણો મોક્ષ પામ્યા પછી રહ્યાં નથી તો કર્મો કેમ આવી શકે ? કર્મોનો આસ્રવ ન હોય તો કર્મ બંઘ પણ ક્યાંથી હોય? કર્મ બંઘ ન હોય તો ઉદયમાં શું આવે? તથા કર્મના ઉદય વિના કર્મોની નિર્જરા કરવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. તેથી નિર્જરાનો ક્રમ આરાઘવાની પણ કોઈ આવશ્યકતા રહેતી નથી. //૧૭ના
કર્મ કરજ સમ થોડે થોડે પૂરું પતી ગયું જો રે, કરી નિર્જરા, સંવર સાથી, ખાતું વસ્લ થયું તો રે, આસ્રવ-હેતું સર્વ નિવાર્યા, દેવું નવું થતું ના રે,
તો હપતા ભરવાના શાના? શાશ્વત સુખ જતું ના રે. ૧૮ અર્થ :- કર્મ એ કરજ સમાન છે. જે થોડે થોડે સમભાવે ભોગવતા બધું પતી ગયું. જૂના કમની નિર્જરા જ્ઞાન ધ્યાનના બળે સમભાવે ભોગવીને કરી લીધી અને નવા કર્મોને રાગદ્વેષાદિ ભાવોમાં તણાઈને બાંધ્યા નહીં, પણ તે આવતા કર્મોને સંવર તત્ત્વવડે રોકી લઈ જૂના કર્મોનું ખાતું ચૂકતે કરી દીધું. કર્મ આવવાના કારણો જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ હતા તે સર્વને નિવાર્યા, જેથી નવું કર્મનું દેવું થતું નથી; તો કર્મ કરજ ચૂકવવા માટે સંયમરૂપ પુરુષાર્થ કરી હવે હપ્તા ભરવાના હોય નહીં. તથા આત્માનું જે સ્વાભાવિક શાશ્વતસુખ, નિર્જરાનો સંપૂર્ણ ક્રમ આરાઘવાથી પ્રાપ્ત થયું છે તે પણ હવે કોઈ કાળે જવાનું નથી. માટે મોક્ષમાં આત્મા સર્વકાળ શાશ્વત સુખમાં જ બિરાજમાન રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ૧૮ાા.
Page #331
--------------------------------------------------------------------------
________________
(૮૩) આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું?
૩૧૭
કર્મોની નિર્જરા કરવાનો યથાર્થ ક્રમ જીવ જો આરાધે તો વીતરાગનો માર્ગ મૂકી, પરધર્મ પ્રત્યે જીવને કદી આકર્ષણ થાય નહીં, અને શ્રદ્ધા મલિન થવાનો અવસર આવે નહીં. પરધર્મની આકાંક્ષા એટલે ઇચ્છા તે દર્શનમોહ અર્થાત્ મિથ્યાત્વના ઉદયને લઈને થાય છે. તેથી પ્રયોજનભૂત છપદ આદિ તત્ત્વોમાં શંકા ઊપજે છે અને મૂળમાર્ગથી પડી જવાય છે. માટે તેવી પરધર્મની આકાંક્ષા થાય તો તે સ્થાનકે કેમ વર્તવું? તેનું માર્ગદર્શન આ પાઠમાં આપવામાં આવે છે ઃ—
(૮૩)
આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું?
(સંતો દેખીએ બે, પરગટ પુદ્ગલ જાલ તમાસા—એ રાગ)
*
સદ્ગુરુ સેવીએ રે, સજ્જન, નિઃશંકિત થાવા-એ આંકણી. સદ્ગુરુ-વંદન, સદ્ગુરુ-પૂજન, સદ્ગુરુ-ભક્તિ સારી, સદ્ગુરુ-બોથે, તત્ત્વ-વિશોથે ઊઘડશે શિવ-બારી.સદ્ગુરુ॰
અર્થ :– હે સજ્જન પુરુષો! તમે આત્માદિ સત્ તત્ત્વને વિષે શંકારહિત થવા માટે હમેશાં સદ્ ગુરુની સેવા કરો અર્થાત્ તેમની કહેલી આજ્ઞાનું હમેશાં પાલન કરો.
સદ્ગુરુ ભગવંતને વંદન કરવું, તેમનું પૂજન કરવું, તેમની ભક્તિ કરવી તેજ સારી છે અર્થાત્ તે આત્માને હિતકારી છે, પરમ કલ્યાણકારી છે. સદ્ગુરુ ભગવંતના બોધવડે જો આત્માદિ તત્ત્વોનું વિશેષ શોધન કરવામાં આવે તો મોક્ષની બારી તમારા માટે ઊઘડી જશે. મનુષ્યભવમાં એજ કર્તવ્ય છે. ।।૧।। કર્મ મોહનીય છે બે ભેદે : દર્શન ચારિત્રરૂપ,
જ્ઞાની દર્શન-મોહ વર્ણવે, કાંક્ષા-મોહ સ્વરૂપ. સદ્ગુરુ॰
અર્થ :– મોહનીય કર્મના બે ભેદ છે. એક દર્શનમોહ અને બીજો ચારિત્ર મોહ. જ્ઞાનીપુરુષો દર્શનમોહને જ કાંક્ષામોહ સ્વરૂપે વર્ણવે છે. તેના કારણે પરધર્મની કાંક્ષા અર્થાત્ ઇચ્છા થાય છે. રા ભિન્ન ભિન્ન મત દેખી મુમુક્ષુ, કાંક્ષા તે તે કરતા.
સાચા અવલંબનને છોડી, મિથ્યાત્વે જઈ ઠ૨તા. સદ્ગુરુ
અર્થ :— ભિન્ન ભિન્ન પ્રકારના મતો જગતમાં વિદ્યમાન છે તેને જોઈને મુમુક્ષુ એટલે મોક્ષનો કામી તેની ઇચ્છા કરે છે અને સાચા વીતરાગ માર્ગના અવલંબનને મૂકી દઈ મિથ્યાત્વમાં જઈ પડે છે. ।।૩।। કાંક્ષા વિષે ગણધર પૂછે, દે ઉત્તર વીર સ્વામી,
ભગવર્તી સૂત્રે, બહુ વિસ્તારે; સાર કહું શિર નામી. સદ્ગુરુ
અર્થ :— કાંક્ષા વિષે ગણધર શ્રી ગૌતમ સ્વામી ભગવંત શ્રી મહાવીર સ્વામીને પૂછે છે. તેનો ઉત્તર ભગવતી સૂત્રમાં બહુ વિસ્તારથી કહેલ છે. તેનો સાર અહીં ભગવાનને શિર નમાવીને જણાવું છું. ।।૪।। મિથ્યાત્વાદિ પ્રમાદ દોષ, તેમ જ યોગ-નિમિત્તે,
બાંઘે કાંક્ષા-મોહ કર્મ જીવ, હે તે અસ્થિર ચિત્તે. સદ્ગુરુ
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૧૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના નિમિત્તે જીવ કાંક્ષા-મોહ એટલે દર્શનમોહનીય કર્મને બાંધે છે. તેથી સાચા દેવગુરુઘર્મ પ્રત્યે શ્રદ્ધા ન આવવાથી તેનું ચિત્ત અસ્થિર રહે છે. પિતા
પ્રમાદ-કારણ તન-મન-વાચા-વર્તન વીર્ય-પ્રભાવે;
વીર્ય પ્રવર્તે કાયાથી; જીંવ કાયા-કારણ થાવે. સગુરુવ અર્થ :- પ્રમાદ થવાનું કારણ તન-મન અને વચનનું વર્તન છે. તે વીર્યના પ્રભાવે વર્તે છે. તે વીર્ય કાયાવડે પ્રવર્તે છે. તે કાયાના પ્રવર્તનનું મૂળભૂત કારણ જીવ દ્રવ્ય છે. કાાં
ચારે ગતિના જીવો વેદે કાંક્ષા-મોહ સદાયે,
પૃથ્વી-અ-કાયાવાળા પણ મનરહિત છે તોયે. સદ્ગુરુ અર્થ - તેથી પ્રમાદનું મૂળભૂત કારણ જીવ દ્રવ્ય પોતે હોવાથી ચારે ગતિના જીવો સદાયે દર્શનમોહ એટલે મિથ્યાત્વને વેદે છે. પૃથ્વીકાય, અપ એટલે જળકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવો મનરહિત છે તો પણ મિથ્યાત્વના ઉદયને વેદે છે. Iળા.
સાધુ-દશા પામી પણ વેદે કર્મ ઉદય જો આવે;
કુસંગથી શ્રદ્ધા પલટાતાં, મન સંશય ઉપજાવે. સદગુરુ અર્થ :- સાધુદશા પામીને પણ જો કર્મનો ઉદય આવે તો મિથ્યાત્વને વેદે છે. જો કુસંગ હોય તો શ્રદ્ધા પલટાઈ જઈ મનમાં શંકા ઉત્પન્ન થાય છે. દા.
શંકા સદગુરુ કે સન્માર્ગે, પ્રેરે પરમત-પ્રીતિ;
વીતરાગતા શું ફળ દેશે? રહે નહીં ભવભીતિ. સદગુરુ અર્થ :- સદ્ગુરુમાં શંકા થવી કે આ સાચા સદગુરુ હશે? અથવા આ સાચો મોક્ષમાર્ગ હશે? એવી શંકા જીવને પરમતમાં પ્રીતિ કરવાની પ્રેરણા આપે છે. આ વીતરાગતા જીવને શું ફળ આપશે? આવી વિચારણા મિથ્યાત્વમોહને લઈને કરતાં જીવને ભવનો ભય પણ લાગતો નથી. લા.
ઋદ્ધિ-સિદ્ધિ અતિશય ગુણો હજી નથી ઉદ્ભવતા,
જરૂર વિપરીત માર્ગે હું છું એમ મુનિ અનુભવતા. સગુરુ અર્થ:- આટલી આરાઘના કરવા છતાં મને હજી કેમ ઋદ્ધિ-સિદ્ધિવાળા અતિશય ગુણો પ્રગટતા નથી. માટે જરૂર હું વિપરીત માગું છું એમ મુનિ મનમાં અનુભવે છે અર્થાત્ વિચાર કરે છે. I/૧૦ના
મૂંઝવતા આ કાળે જો જીંવ, મંદ ગણે નિજ બુદ્ધિ,
વીતરાગ, સર્વજ્ઞ જ સાચા, પરમતમાં નહિ શુદ્ધિ. સદ્ગુરુ અર્થ - પણ એમ જો મુનિ વિચારે કે આ દુષમકાળમાં આ પ્રમાણે દર્શનમોહ મને મૂંઝવે છે તેનું કારણ આ મારી બુદ્ધિ મંદપણાને પામી છે. વીતરાગ કે સર્વજ્ઞ પુરુષો તો સદૈવ સાચા જ છે. પરધર્મમાં આત્મશુદ્ધિનો આવો પરિપૂર્ણ બોઘ ક્યાંય છે નહીં. ||૧૧||
પાછું વાળે મન ડગમગતું જો કુસંગ તજીને,
દશા વિશેષ થયે શંકા સૌ જશે, એમ સમજીને. સદ્ગુરુ અર્થ - એમ વિચારી ડગમગતા મનને મિથ્યામતવાદીઓનો કુસંગ તજી જો પાછું વાળે તો દશા
Page #333
--------------------------------------------------------------------------
________________
(૮૩) આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું?
૩૧ ૯
વિશેષ વર્ધમાન થયે આ સર્વ શંકાઓનું આપોઆપ સમાઘાન થઈ જશે. ૧૨ાા
તો તે જિનઆજ્ઞા-આરાઘક રહે, કહે ભગવંત,
એમ પરાક્રમ કર કાંક્ષા તર્જી, લહે મુનિ ભવ-અંત. સદગુરુ અર્થ - તો તે જિન ભગવાનની આજ્ઞાનો આરાઘક બન્યો રહેશે, એમ ભગવાન કહે છે. આ પ્રમાણે પરાક્રમ કરીને પરમતની કાંક્ષા એટલે ઇચ્છાને તજી, મુનિ સંસારનો અંત લાવે છે. ૧૩ના
મૂળ-માર્ગમાં શંકા ઊપજે તો ભવ-માર્ગે કાંક્ષા;
અાયોજનભૃત વચને જે શંકા તે આશંકા. સગુરુ અર્થ :- આત્માદિ મૂળભૂત તત્ત્વમાં જો જીવને શંકા ઉત્પન્ન થાય તો તેને હજુ સંસારસુખની ઇચ્છા છે તથા અપ્રયોજભૂત તત્ત્વમાં શંકા છે તો તેને આશંકા એટલે સમજવા માટેની શંકા કહી છે. ૧૪
વાટે જાતાં કાંટે કપડું ભરાય ત્યાં શું કરવું?
ઘૂંટી શકે તો પટ લઈ ચાલો, કાં તર્જી ચાલી નીકળવું. સગુરુ અર્થ :- આ વાતને દ્રષ્ટાંતથી પુષ્ટ કરે છે. રસ્તામાં જતાં કાંટામાં કપડું ભરાઈ ગયું હોય તો ત્યાં શું કરવું? તો કે છૂટી શકે તો પટ એટલે કપડાને છોડાવી આગળ ચાલવું. ન છૂટી શકે તો કપડાને ત્યાંજ મૂકી ત્યાંથી ચાલી નીકળવું. “વાટે ચાલતાં એક ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજી છે, તો બની શકે તો કાંટા દૂર કરવા, પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તો તેટલા સારુ ત્યાં રોકાઈ રાત ન રહેવું; પણ ફાળિયું મૂકી દઈ ચાલી નીકળવું. તેવી જ રીતે જિનમાર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના, અથવા તેનો વિચાર કર્યા વિના અલ્પ અલ્પ શંકાઓ માટે બેસી રહી આગળ ન વળવું તે ઉચિત નથી. જિનમાર્ગ ખરી રીતે જોતાં તો જીવને કર્મક્ષય કરવાનો ઉપાય છે, પણ જીવ પોતાના મતથી ગૂંચાઈ ગયેલ છે.” (વ.પૃ.૭૩૯) /૧૫
તેને માટે રાત ન રહેવું, જીવન-જોખમ જાણી;
અલ્પ અલ્પ શંકાઓ કાજે અટકો ના હે! પ્રાણી. સગુરુ અર્થ - તે કપડા માટે ત્યાં રાત રહેવાય નહીં. એમ કરતાં જીવન જોખમમાં આવી જાય. તેમ અલ્પ અલ્પ શંકાઓ માટે હે પ્રાણીઓ! તમે મોક્ષમાર્ગમાં ગમન કરતા અટકશો નહીં. એમ કરશો તો તમે આ મનુષ્યભવને હારી જશો અને અનંત સંસારમાં રઝળશો. ૧૬
આત્માદિક છ પદમાં શંકા કોઈ દિવસ ના કરવી;
શંકા સર્વ કહી જીંવ-ઘાતક તે સુવિચારે હરવી. સગુરુ અર્થ - પ્રયોજનભૂત તત્ત્વ આત્મા છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એ છ પદમાં કે સાત તત્ત્વમાં કોઈ દિવસ પણ શંકા કરવી નહીં. આવી સર્વ પ્રકારની શંકાને જીવના ગુણોની ઘાતક કહી છે. માટે તેનો સત્પરુષના બોઘે સુવિચાર કરીને અવશ્ય નાશ કરવો. ./૧ણા
કોઈ કોઈ સ્થાનક એવાં છે જ્યાં બુદ્ધિ ના ચાલે,
ત્યાં બુદ્ધિથન નિજ હિત કાજે, જ્ઞાનીની આજ્ઞા પાળે. સગુરુવ અર્થ - કોઈ કોઈ એવા સ્થાનક છે જ્યાં આપણી બુદ્ધિ ચાલતી નથી તેથી તે વાત સમજાતી નથી.
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૨ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ત્યાં એમ વિચારવું કે આ બુદ્ધિરૂપી ઘન મારા આત્મહિતને અર્થે છે. નહીં કે આવી શંકાઓ કરવા માટે. જ્ઞાનીની આજ્ઞા હું પાળીશ તો મારી યોગ્યતા વચ્ચે બધું આપોઆપ સમજાઈ જશે. ૧૮ાા
કેવળજ્ઞાન વિષે ભાસ્યા તે પદાર્થ-ઘર્મો કીઘા,
તે જ પ્રકારે પ્રવર્તતા તે, આજ્ઞા-આર્થીન સીથા. સદગુરુ અર્થ - કેવળજ્ઞાનમાં ભગવાને પદાર્થના જેવા જેવા ઘર્મો દીઠા તેવા તેવા વર્ણવ્યાં છે. તેજ પ્રકારે આજ્ઞાથીન રહી પ્રવર્તતા કાળે કરી પોતાની યોગ્યતા વઘતાં તે તે પદાર્થોનું પોતાને પણ યથાર્થ શ્રદ્ધાન થાય છે. ૧૯ાા
હેય, શેય ને ઉપાદેયરૃપ વિચાર મુખ્ય કરવા,
ઉપાદેય ને હેય વિચારી સંશય સર્વે હરવા. સગુરુ અર્થ - કેવળજ્ઞાનવડે જાણીને ભગવંતે જે જે તત્ત્વો કહ્યાં તેને હેય, શેય, ઉપાદેયરૂપે મુખ્યપણે વિચારવાં. તેમાંથી ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય શું છે અને હેય એટલે ત્યાગવા યોગ્ય શું છે એમ વિચારી સર્વ પ્રકારની શંકાઓનું નિવારણ કરવું. /૨૦ણી
ઉપાદેય તો વીતરાગતા, રાગાદિક સૌ હેય;
તેમાં ભૂલ થતાં છે હાનિ, અનેક ભેદે જોય. સગુરુ અર્થ :- સર્વ તત્ત્વોમાં ગ્રહણ કરવા યોગ્ય વીતરાગતા છે અને રાગ, દ્વેષ, કામ, ક્રોઘાદિના ભાવો ત્યાગવા યોગ્ય છે. આ ગ્રહણ ત્યાગમાં જો ભૂલ થઈ તો જીવને મોટું નુકશાન થશે, સંસાર પરિભ્રમણ જ રહેશે. શેય એટલે જાણવા યોગ્ય પદાર્થના તો અનેક ભેદ છે. ૨૧
ભાવ ભાસવા કરો પરીક્ષા જીવાદિક તત્ત્વોની,
સ્વ-પર-ભેદ સમજાતાં સાચો, ટળે ભ્રાંતિ ભાવોની. સગુરુ અર્થ - વીતરાગતાનો ભાવ ભાસવા માટે જીવ અજીવાદિ તત્ત્વોની પરીક્ષા કરો, અર્થાત્ તેની ઓળખાણ કરો. જ્યારે સ્વ શું અને પર શું છે તેનો સાચો ભેદ સમજાઈ જશે ત્યારે ભાવોમાં રહેલી અનાદિની આત્મભ્રાંતિ ટળી જશે. ૨૨ાા
ભ્રાંતિથી દુઃખી જીવો સૌ, તે જાતાં સૌ સવળું,
શેય જ્ઞાનથી જણાય, તે પછી પરિણમે ના અવળું. સગુરુ અર્થ - જગતના સર્વ જીવો આત્મભ્રાંતિના કારણે દુઃખી છે. તે આત્મભ્રાંતિનો નાશ થતાં સર્વ સવનું છે. શેય પદાર્થોનું સ્વરૂપ સમ્યકજ્ઞાનવડે જણાયા પછી તે અવળું પરિણમે નહીં. ૨૩
સૂક્ષ્મ, દૂરવર્તી યોમાં આશંકા વતે ત્યાં.
જિન-આજ્ઞાથી માની લેતાં, શંકા-સ્થાન રહે ક્યાં? સદ્દગુરુ અર્થ :- સૂક્ષ્મ પદાર્થો કે અતિ દૂર રહેલા પદાર્થો જેમકે સોયની અણી ઉપર બટાકાના કણમાં અનંત જીવ છે અથવા જગતમાં કાજળના કૂપાની જેમ સર્વત્ર ઠાસી ઠાસીને ભરેલ સૂક્ષ્મ જીવો છે તેમજ અતિ દૂર રહેલા અસંખ્યાત દ્વીપ સમુદ્ર કે દેવલોક નરકાદિ છે તેમાં જીવને આશંકા થાય તો ત્યાં જિનેશ્વરે કેવળજ્ઞાનથી જોઈને કહ્યા પ્રમાણે માની લેતા શંકાને ક્યાં સ્થાન રહે? પારજા
Page #335
--------------------------------------------------------------------------
________________
(૮૩) આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું?
૩ ૨ ૧
પ્રયોજનબૅત તત્ત્વો સાચાં, બુદ્ધિ-ગ્રાહ્ય થયાં જ્યાં,
બુદ્ધિથી પર તત્ત્વોમાં ના કારણે અસત્યનું ત્યાં. સદ્ગુરુ અર્થ - ભગવંતે કેવળજ્ઞાનથી જોઈ કહેલા પ્રયોજનભૂત તત્ત્વો જ્યારે બુદ્ધિથી ગ્રાહ્ય થયા અને સાચા જણાયા તો જે બુદ્ધિથી પર છે એવા અપ્રયોજનભૂત તત્ત્વોનું અસત્ય નિરૂપણ કરવાનું ભગવાનને કોઈ કારણ નથી. ૨પાા
મૂળ વસ્તુના નિર્ણય પછીથી વિશેષ કેમ હશે તે?
એમ જાણવાની આકાંક્ષા અસ્થિર-મોહ-વશે છે. સગુરુ અર્થ – મૂળ વસ્તુ આત્માદિ તત્ત્વો છે તેનો નિર્ણય થયા પછી બીજા અપ્રયોજનભૂત પદાર્થોનું શું સ્વરૂપ હશે? તેને જાણવાની ઇચ્છા થાય તે અસ્થિર-મોહ એટલે ચારિત્રમોહને લઈને છે. ૨૬
જાય ને તેથી સમ્યક્રશ્રદ્ધા, ભલે આશંકા હોય,
પોતાથી સમજાય, છતાં ના તાળો મળતો કોય. સગુરુ અર્થ - ચારિત્રમોહના કારણે તેનું થયેલું સમ્ય-શ્રદ્ધાન જાય નહીં. ભલે તત્ત્વનું વિશેષ સ્વરૂપ જાણવા તેને આશંકા થાય. “સમજવા માટે વિચાર કરી પૂછવું તે આશંકા કહેવાય.”
મૂળ જાણ્યા પછી ઉત્તર વિષય માટે આવું કેમ હશે, એવું જાણવા આકાંક્ષા થાય તેનું સમ્યકત્વ જાય નહીં, અર્થાત્ તે પતિત હોય નહીં.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૫) પોતાથી વાત સમજાય પણ તે સૂક્ષ્મ વસ્તુઓને પૂરવાર કરવા માટે કોઈ તાળ બેસતો ન હોય એમ પણ બને છે. રશા
સાચું જાણ્યું હોય છતાં જો, ભાવ યથાર્થ ન આવે,
ત્યાં આશંકા-મોહ કહ્યો છે; કરી વિચાર શમાવે. સદ્દગુરુ અર્થ - ભગવંતે કહ્યું તેને સાચું જાણ્યું હોય છતાં ખરેખરો ભાવ ભાસે નહીં તેને “આશંકા-મોહ' કહ્યો છે. તેને પણ વિચાર કરીને શમાવે કે આગળ ઉપર બધું સમજાશે. “સાચું જાણ્યું હોય છતાં ખરેખરો ભાવ આવે નહીં તે પણ “આશંકા મોહનીય.” પોતાથી ન સમજાય તે પૂછવું.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૫) ૨૮
બહુશ્રુત સાધુ આદિ મળતાં પૂછી વિશેષ વિચારે;
ખોટી પ્રતીતિથી અણસમજે દોષ દીચે ભવ હારે. સદ્ગુરુ અર્થ :- બહશ્રત એટલે ઘણા શાસ્ત્રોના જાણનાર એવા જ્ઞાનીપુરુષો આદિ મળતા તેમને પૂછી વિશેષ વિચાર કરીને સમાઘાન મેળવીશું એમ મનમાં રાખે. પણ ખોટી પ્રતીતિ કરી અણસમજણે સત્ય તત્ત્વોમાં દોષ જુએ તો તે આ મળેલ દુર્લભ મનુષ્યભવને હારી જાય છે અને અનંતાનુબંધી કષાયના ભાંગામાં પેસે છે. “આ તો આમ નહીં, આમ હશે” એવો જે ભાવ તે શંકા.” (વ.પૃ.૭૦૫) “ખોટી ભ્રાંતિ થાય તે શંકા. ખોટી પ્રતીતિ તે અનંતાનુબંઘીમાં સમાય.” (વ.પૃ.૭૦૬) રિલા
હાલ મને સમજાય નહીં તે મંદ મતિ છે મારી,
પણ સર્વજ્ઞ સત્ય કહ્યું છે; તે જ માન્યતા સારી. સગુરુ અર્થ :- હાલ મને સમજાતું નથી તે મારી મંદ બુદ્ધિના કારણે છે. પણ સર્વજ્ઞ પુરુષોએ તો સત્ય જ કહ્યું છે. તે જ માન્યતા રાખવી સારી છે અર્થાત તે જ જીવને કલ્યાણકારી છે. ૩૦ના
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૨ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પૂર્વ અવસ્થામાં બહુ કાંક્ષા-મોહ સહિત વિચરતો
મુનિ દોષ ટાળી તે ભવમાં મોક્ષે પણ સંચરતો. સગુરુ અર્થ :- પૂર્વ અવસ્થામાં જે મુનિ બહુ કાંક્ષા-મોહ એટલે દર્શનમોહ-મિથ્યાત્વ સહિત વિચરતા હોય, તે પણ તે જ ભવમાં મિથ્યાત્વના દોષને ટાળી મોક્ષે પણ ચાલ્યા જાય છે. [૩૧ાા
મૂળ તત્ત્વોની શ્રદ્ધા સાચી કરી નિઃશંક રહે છે,
ત્યાં જ રમણ, સંતોષ, નૃમિથી ઉત્તમ સુખ લહે તે. સગુરુવ અર્થ - જે ભવ્યાત્મા મૂળ આત્માદિ તત્ત્વોની સાચી શ્રદ્ધા કરી નિઃશંક રહે છે તે સ્વસ્વરૂપમાં રમણતા કરી, તેમાંજ સંતોષથી વૃદ્ધિ પામી ઉત્તમ આત્મસુખને પામે છે. ૩રા
માષ-તેષ” દ્રષ્ટાંતે સાચી શ્રદ્ધા ભવ-જળ તારે,
અતિ અલ્પ મતિ પણ જો સવળી, મુમુક્ષતા જ વઘારે. સગુરુ અર્થ :- ઉપરની વાતને અહીં દ્રષ્ટાંતથી સમજાવે છે કે શિવભૂતિ મુનિ ગુરુ આજ્ઞાએ સાચી શ્રદ્ધાથી માત્ર “માષ તુષ' નું રટણ કરતા કેવળજ્ઞાન પામી સંસાર સમુદ્રને તરી ગયા. એમ ભલે મતિ અલ્પ હોય પણ તે સવળી હોય તો તે જીવમાં મુમુક્ષતાના ગુણને જ વધારનારી છે. શિવભૂતિ મુનિની મતિ અલ્પ હોવાથી શ્રી ગુરુએ માત્ર “મારુષ માતુષ' આટલો જ સંક્ષેપમાં મંત્ર આપેલો છતાં તે પણ ભૂલી જઈ તેનું માષ તુષ” થઈ ગયું. પણ શ્રી ગુરુમાં શ્રદ્ધા દ્રઢ હોવાથી આટલું જ રટણ કરતા તે કેવળજ્ઞાન પામી ગયા. માટે શ્રદ્ધા ગુણને સર્વોપરી માનવો હિતકારી છે. /૩૩ના
વિશાળબુદ્ધિ મધ્યસ્થ રહે તો દશા વિશેષ વઘારે,
સરળતા સહ જિતેન્દ્રિયતા સંશય સર્વ નિવારે. સગુરુ અર્થ - વસ્તુ તત્ત્વને સ્યાદ્વાદથી સંપૂર્ણ સમજી શકે એવી વિશાળ બુદ્ધિ હોય, મારું તે સાચું નહીં પણ સાચું તે મારું એમ પોતાનો આગ્રહ મૂકી સત્ય સ્વીકારવાની મધ્યસ્થતા હોય, તો તે જીવ પોતાની દશાને વિશેષ વધારી શકે છે. વળી પ્રજ્ઞાસહિતની સરળતા હોય, સાથે જિતેન્દ્રિયપણું હોય તો બુદ્ધિ નિર્મળ થવાથી તે તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરી સર્વ પ્રકારની શંકાઓનું નિવારણ કરી શકે છે. [૩૪
જે જે સામગ્રી મળી આવી નરભવમાં હિતકારી,
તે સૌ મુક્ત થવા કાજે છે, એમ ગણે અઘિકારી. સગુરુ અર્થ :- જે જે આત્માને કલ્યાણકારી એવી સામગ્રી તે સગુરુ, સત્સંગ, ભક્તિ, સ્મરણ, આજ્ઞા આદિ આ મનુષ્યભવમાં મળી આવ્યા છે, તે સૌ સાઘન આત્માને જન્મમરણથી મુક્ત કરવા માટે છે. એમ વૈરાગ્ય ઉપશમની યોગ્યતાવાળો આત્માર્થી જીવ માને છે. રૂપા
બને તેટલી કરી પરીક્ષા સત્ય ભાવ પ્રગટાવો, બુદ્ધિના ચાલે ત્યાં આજ્ઞા શિર ઘરી નહિ ગભરાઓ.
સદ્ગુરુ સેવીએ રે, સજ્જન, નિઃશંકિત થાવા. અર્થ - બને તેટલી સદેવગુરુઘર્મની પરીક્ષા કરીને હવે સત્ય આત્મભાવ હૃદયમાં પ્રગટ કરો. તથા જે પદાર્થ સમજવામાં બુદ્ધિ ન ચાલે ત્યાં ભગવાને જે કહ્યું તે સત્ય માની તેમની કહેલી આજ્ઞાને શિર
Page #337
--------------------------------------------------------------------------
________________
(૮૪) મુનિ-ઘર્મ-યોગ્યતા
૩ ૨ ૩
પર ઘારણ કરીને નિશ્ચિંત રહો. પણ શંકામાં ગળકા ખાઈ ગભરાશો નહીં. એમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી આપણને પ્રેમપૂર્વક ભલામણ કરે છે. સર્વનો સરળ ઉપાય એક સદ્ગુરુ ભગવંતની સેવા છે. માટે હે સજ્જન કે શાણાપુરુષો તેમની આજ્ઞાને ભાવપૂર્વક ઉપાસી સદા નિઃશંક રહો. ૩૬ાા.
પરધર્મની આકાંક્ષા તજી, વીતરાગે બોઘેલા આત્મઘર્મને પામવા માટે અથવા સંપૂર્ણ વીતરાગદશા પામવા અર્થે, મુનિઘર્મ પાળવાની યોગ્યતા મેળવવાની આવશ્યક્તા છે; કે જેથી શીધ્ર આ દુઃખદ સંસારનો અંત આવે. હવે મુનિઘર્મ શું? તે પાળવા કેવા પ્રકારની યોગ્યતા જોઈએ? તે કેવી રીતે પ્રાપ્ત થાય, વગેરેના ખુલાસા આ પાઠમાં કરવામાં આવ્યા છે, તે નીચે પ્રમાણે છે :
(૮૪) મુનિ-ઘર્મ-યોગ્યતા
(રાગ સારંગ શાંતિ જિન એક મુજ વિનતિ–એ રાગ)
શ્રી રાજચંદ્ર ગુરુવર-પદે પ્રણમું હું ઘરી ભાવ રે,
મુનિપદની દેજો યોગ્યતા, જે છે ભવજલધિ નાવ ૨. શ્રી રાજ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યના ચરણકમળમાં પરમભક્તિભાવ સહિત હું પ્રણામ કરું છું. હે પ્રભુ! મને મુનિપદ પ્રાપ્ત કરવાની યોગ્યતા આપજો કે જે ભવજલથિ એટલે સંસારરૂપી સમુદ્ર તરવા માટે નાવ સમાન છે.
મુન ઘાતુ ઉપરથી મૌન, અને મૌન ઉપરથી મુનિ શબ્દ બનેલ છે. “ઘણું કરીને પ્રયોજન વગર બોલવું નહીં તેનું નામ મુનિમણું' છે. મુનિઘર્મની યોગ્યતા મેળવવા અર્થે સર્વ પ્રથમ વૈરાગ્ય ઉપશમ જોઈએ અર્થાત્ સંસાર, શરીર અને ભોગો પ્રત્યે વૈરાગ્યભાવ જોઈએ. તે પ્રાપ્ત થયે આત્મજ્ઞાન પ્રગટશે. પછી શ્રાવકની અગ્યાર પ્રતિમા કે દ્વાદશવ્રત આવશે. ત્યારબાદ મુનિઘર્મ અંગીકાર કરવાની યોગ્યતાને પામશે. સંસારમાં દુઃખ શું છે? અને દુઃખના મુખ્ય કારણો શું છે? તે સદ્ગુરુ બોઘે યથાર્થ જાણી, તેને દૂર કરવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીગુરુના આશ્રયે જે મુનિપદ અંગીકાર કરશે તે આ અનાદિ દુઃખમય સંસારનો શીધ્ર અંત આણશે.
જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. ‘બં સંમંતિ પાસ€ મોતિ પાસદ' - જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ “આચારાંગસૂત્રમાં કહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૫૩૭) I/૧ાા
રાત્રિ વ્યતિક્રમી ગઈ, થયો નરભવરૂપ પ્રભાત રે,
નિદ્રા પરિહરવા ટાળજો ભાવ-નિદ્રા હે! ભ્રાત રે. શ્રી રાજ અર્થ - ચોરાશી લાખ જીવયોનિમાં જ્યારે હું ભટકતો હતો ત્યારે તે રાત્રિ સમાન હતું. તે રાત્રિ વ્યતિક્રમી એટલે મટીને આ મનુષ્યભવ મળ્યો અને તેમાં પુરુષનો યોગ થયો તે પ્રભાત થયા સમાન
Page #338
--------------------------------------------------------------------------
________________
૩ ૨૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
જાણવું. તેથી હવે અનાદિની મોહ નિદ્રાને દૂર કરવા માટે ભાવ નિદ્રા એટલે આત્માના અજ્ઞાનને ટાળવાનો હે ભાઈ! તમે પુરુષાર્થ કરજો. #ારા “રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩)
પૂજ્યશ્રી–રાત્રિ વ્યતિક્રમી ગઈ એટલે શું? રાત્રિમાં જીવ ઊંધે છે, કંઈ ભાન નથી; તેમ આ જીવ લક્ષચોરાશીમાં ભટકતો હતો તે વખતે રાત્રિ જેવું હતું, મોક્ષમાર્ગનો યોગ નહોતો. તે મટી મનુષ્યભવ મળ્યો તે રાત્રિ વ્યતિક્રમી ગઈ અને પુરુષનો યોગ થયો તે પ્રભાત થયું કહેવાય.
મુમુક્ષુ–ભાવનિદ્રા એટલે શું? પૂજ્યશ્રી–આત્માનું અજ્ઞાન. એ અજ્ઞાન ટાળવા માટે પુરુષાર્થ કરવાનો છે. મનુષ્યભવ મળ્યો, સપુરુષનો યોગ થયો તો હવે કરી લેવું. સામગ્રી મળી તો તેનો ઉપયોગ કરી મોક્ષમાર્ગે ચાલવું.” (બો.૨ પૃ.૪) //રા
ક્ષણે ક્ષણે જીવ બંઘાય આ, એ જ અનાદિ વ્યાપાર રે,
હા! કાળ અનંત વીતી ગયો, ભવસાગર-દુઃખ અપાર રે. શ્રી રાજ અર્થ - આપણો આત્મા પ્રતિ સમયે શુભાશુભ કર્મોથી બંઘાય છે. એ જ અનાદિકાળનો એનો વ્યાપાર છે. પ્રતિદિન ૨,૧૬૦૦૦ વિપળનો આ જીવ વ્યાપાર કરે છે. મનમાં ઘાટ ઘડે અને ભાંગે એ રૂપ સંકલ્પ વિકલ્પનો વ્યાપાર કરે છે. “શ્રી જિને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે; તેમાં સમયે સમયે તેને અનંતકર્મનો વ્યવસાયી કહ્યો છે. (વ.પૃ.૪૧૨)
હા! એટલે આશ્ચર્ય છે કે ચાર ગતિમાં આત્માને અનંતદુઃખ ભોગવતા અનંતકાળ વ્યતીત થઈ ગયો! “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં.” શ્રીમદ્ રાજચંદ્ર આ ભવસાગરમાં અનંત અપાર દુઃખ હોવા છતાં આત્માને અજ્ઞાનવશ તેનું ભાન થતું નથી. કા
આત્મબુદ્ધિ ઘારી દેહમાં ભમું મોહવશે હું આમ રે,
તે તજીને રાગદ્વેષના ક્ષયે વરું મુક્તિ-ઘામ રે. શ્રી રાજ અર્થ - અનાદિકાળથી આ દેહમાં આત્મબુદ્ધિ કરીને મોહવશ હું ચારગતિમાં જ ભમ્યા કરું છું.
બીજા દેહોતણું બીજ, આ દેહ આત્મભાવના;
વિદેહ મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના.” -સમાધિશતક હવે તે દેહાત્મબુદ્ધિ તજીને રાગદ્વેષનો ક્ષય કરી મુક્તિધામને પામું.
“રાગદ્વેષાદિ મોઝાથી, હાલે જો ના મનોજળ;
તો આત્મતત્ત્વ તે દેખે, તે તત્ત્વ અન્ય નિષ્ફળ.” -સમાધિશતક //૪ો મળ્યું બંઘનનું ફળ દેહ આ, દેહમાં ઇંદ્રિય-ગ્રામ રે,
તે રૂપ, રસાદિ વિષયો ગ્રહે, થાય નવા બંઘ આમ રે. શ્રી રાજ અર્થ - પૂર્વે આઠ કર્મો બાંધ્યા તેના ફળસ્વરૂપે આ દેહની પ્રાપ્તિ થઈ. તે દેહમાં પાંચ ઇન્દ્રિયોએ પોતાનું ગામ વસાવ્યું. તે ઇન્દ્રિયો પોતાના રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દરૂપ વિષયોને ગ્રહણ કરે છે. તેથી ફરી નવા કર્મનાં બંઘ થયા કરે છે.
“ઇન્દ્રિય દ્વારથી ચૂકી, પડ્યો હું વિષયો વિષે; ભોગો પામી ન મેં પૂર્વે, જાણ્યું રૂપ યથાર્થ જે.” -સમાધિશતક //પા.
Page #339
--------------------------------------------------------------------------
________________
(૮૪) મુનિ-ઘર્મ-યોગ્યતા
૩૨ ૫
આ બંઘ-પરંપરા જાણવી, ચાલી રહી ઘટમાળ રે,
વિષયોની આસક્તિ વડે નભે ગૃહસ્થ-જંજાળ રે. શ્રી રાજ અર્થ - અનાદિકાળની આ બંઘ પરંપરા જાણવી. ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી નોકર્મરૂપ દેહાદિને ઘારણ કર્યા કરું છું. આ ઘટમાળ એટલે કુવાના ઘડાની માળસમાન કે ઘાંચીના બળદની જેમ હું આ સંસારમાં જ ત્યાંનો ત્યાં અનાદિથી ભમ્યા કરું છું. પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિના કારણે આ ત્રિવિઘ તાપાગ્નિમય ગૃહસ્થની જંજાળ નભી રહી છે. વિષયોની આસક્તિના કારણે કરોળિયાની જાળ સમાન કુટુમ્બાદિને પાથરી તેમાં ફસાઈને હું દુઃખી થયા કરું છું. IIકા
જ્ઞાનીના સંગે વિચારથી, ભેદ-જ્ઞાને સુસાધ્ય રે
કામ-વિકાર, શુભ ધ્યાનથી ટળે જો તપ, વૈરાગ્ય રે. શ્રી રાજ અર્થ - જ્ઞાનીપુરુષનો સંગ કે બોઘ મળે સુવિચારદશા જાગૃત થાય છે. તેથી ભેદ-જ્ઞાન થાય છે. વળી તપ અને વૈરાગ્ય હોય તો શુભ ધ્યાનથી જીવના કામ-વિકાર ટળતા જાય છે.
પ.પૂ.પ્રભુશ્રીજીએ દીક્ષા લીધા પછી ભાવથી કામ-વિકારને જીતવા પાંચ વર્ષ એકાંતરા ઉપવાસ કરી નમુત્થણનો કાઉસગ્ગ કરતા. પણ પરમકૃપાળુદેવ મળ્યા પછી તેમના ઉપદેશથી નીરસ ભોજન તેમજ વૈરાગ્યસહિત શુભધ્યાનથી ઇન્દ્રિય જય પ્રાપ્ત થયો હતો. શા.
ઘન્ય તે જે તજે રાજને ભેદ-જ્ઞાનને કાજ રે,
ધિક્કારપાત્ર આ જીંવ હજી વાંછે કામ-સુખ સાજ રે. શ્રી રાજ અર્થ - તે પુરુષોને ઘન્ય છે કે જે ભેદ-જ્ઞાનને માટે રાજઋદ્ધિનો ત્યાગ કરે છે. પણ મારા આત્માને ધિક્કાર છે કે જે હજી સુધી કામ-સુખ સાઘનને ઇચ્છે છે. દા
શમ-શ્રી આકર્ષે આમ મન, સ્ત્રી વળી ખેંચે તેમ રે,
જોતાં જોતાં ઢળી જાય આ મોહસેના ભણી કેમ રે? શ્રી રાજ, અર્થ - શમ-શ્રી એટલે સમતારૂપી લક્ષ્મી એક તરફથી મારા મનને આકર્ષણ કરે છે. જ્યારે બીજી બાજુ વળી સ્ત્રી મારા મનને મોહથી ખેંચે છે. પણ જોત જોતામાં મારું મન મોહરૂપી સેના તરફ ઢળી જાય છે અને સમતારૂપી લક્ષ્મીને છોડી દે છે. તો મુનિઘર્મની યોગ્યતા મારામાં કેવી રીતે આવશે? પાલાા
અહો ! હસ્તમેળાપ માત્રથી સર્વાગે ગ્રહતી નાર રે,
ભાવું આત્મા દેહથી જાદો પણ કામ જ ભૂલવનાર રે. શ્રી રાજ અર્થ - અહો આશ્ચર્ય છે કે હસ્તમેળાપ માત્રથી સ્ત્રી સર્વ અંગને ગ્રહી લે છે. દેહથી આત્મા જુદો છે એવી ભાવના ભાવું છું પણ આ કામ જ ભૂલાવનાર છે. 7/૧૦
જો સ્ત્રી-અભિલાષા ટળી ગઈ, ઘન-ઇચ્છા કેમ થાય રે?
કામ-ભોગાથે જન ઘન ચહે, પછી શબ-શોભા ગણાય રે. શ્રી રાજ અર્થ - જો સ્ત્રી પ્રત્યેનો મોહાભિલાષ ટળી ગયો તો ઘનની ઇચ્છા કેમ થાય છે? કામભોગને અર્થે લોકો ઘનને ઇચ્છે છે. તે ભોગેચ્છા ટળી ગઈ તો પછી ઘનનો સંગ્રહ કરવો તે માત્ર મડદાને શોભાવવા સમાન છે. ||૧૧ાા.
Page #340
--------------------------------------------------------------------------
________________
૩ ૨૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
મોક્ષ-પથે પુરુષાર્થી થા, હે! મન, ભાવના ભાવ રે,
આતમ-ભાવના મોક્ષ દે, સુરસુખ છે તુચ્છ સાવ રે. શ્રી રાજ અર્થ - હે મન! હવે તું મોક્ષમાર્ગમાં પુરુષાર્થી થા અને આત્મભાવનાને ભાવ. કેમકે આત્મભાવના મોક્ષ આપે છે. દેવલોકના સુખ છે તે તો સાવ તુચ્છ છે. જીવે અનંતીવાર ભોગવેલા છે.
હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” (વ.પૃ.૫૦૪) રાગદ્વેષનો ક્ષય થયે જીવ મોક્ષને પામે છે. ૧૨ાા
સમતાસરે હંસસમ મુનિ, મુક્તિ-હંસી પર રાગ રે,
તે વિષય-જલ, વૈભવ-પંકજે અલુબ્ધ ઘરે વૈરાગ્ય રે. શ્રી રાજ અર્થ - સમતાસરે એટલે સમતારૂપી સરોવરમાં વિચરનારા હંસ સમાન મુનિ તે મુક્તિરૂપી હંસી પર રાગ કરે છે. તેવા મહાત્માઓ વિષયરૂપી જળ અને વૈભવરૂપી પંકજ એટલે કાદવમાં લુબ્ધતા પામતા નથી. પણ વૈરાગ્યભાવ ઘારણ કરીને રહે છે. [૧૩
એક વિવેક મિત્ર-મેનિનો, કરે જડ-ચેતન ભિન્ન રે,
તે ગ્રાહ્ય ગ્રહે, તજી ત્યાજ્યને, રહે સ્વ-સ્વરૂપે લીન રે. શ્રી રાજ અર્થ :- મુનિનો વિવેક નામનો એક મિત્ર છે. તે જડ અને ચેતનને ભિન્ન કરે છે. તે ગ્રહણ કરવા યોગ્યને ગ્રહણ કરે છે અને ત્યાગવાયોગ્યને ત્યાગે છે, તથા મુનિ પોતાના આત્મસ્વરૂપમાં લીન રહે છે. /૧૪
ક્યારે હું અચળ મૂર્તિ સમો ધ્યાન વિષે રહું સ્થિર રે,
ઘસે મૃગ તન ચેળ ટાળવા; રહું ઉપસર્ગે થીર રે. શ્રી રાજ, અર્થ - હે પ્રભુ! હું ક્યારે પત્થરની મૂર્તિ સમાન અડોલપણે ધ્યાનમાં સ્થિર રહી શકીશ? કોઈ મૃગ આવી પોતાની ચેળ એટલે ખાજ મટાડવા મારા શરીરને પત્થર સમાન જાણી ઘસે તેવો સ્થિર હું ક્યારે થઈશ અથવા ગમે તેવા ઉપસર્ગ આવે તો પણ સ્થિર રહું એવો શૈર્યવાન ક્યારે બનીશ? I૧૫ના
જન જે સ્પર્શ-રસરૂપ કામ ને સ્વરગંઘ-ૉપ રૂપ ભોગ રે,
અતિ તુચ્છ, અનિત્ય, દુઃખદ ગણે, બંઘ કારણ પયોગ રે. શ્રી રાજ અર્થ - જે જન સ્પર્શ, રસ, સ્વર, સંઘ અને રૂપ આદિ ભોગોને અતિ તુચ્છ ગણે, અનિત્ય માને કે દુઃખ દેવાવાળા જાણે કે કર્મ બંધના કારણો માની, આત્માથી પર જાણી તેનો યોગ કરતા નથી; તે પુરુષો મુનિઘર્મની યોગ્યતાને પામે છે. ૧૬ાા
જ્ઞાન વૈરાગ્યાદિ કારણે, લહે જિન-મુદ્રા સાર રે,
સહવા ઉપસર્ગ, પરીષહો, અંતપર્યત તૈયાર રે. શ્રી રાજ અર્થ :- જે જ્ઞાન વૈરાગ્ય આદિ પ્રાપ્ત થવાથી એક જિન વીતરાગ મુદ્રાને જ જગતમાં સારરૂપ માને છે તથા ગમે તેવા ઉપસર્ગ પરિષહો જીવનના અંત પર્યત સહન કરવાને તૈયાર છે તે આત્માઓ મુનિઘર્મ અંગીકાર કરવાને યોગ્ય છે. ૧ળા
Page #341
--------------------------------------------------------------------------
________________
(૮૪) મુનિ-ઘર્મ-યોગ્યતા
૩ ૨૭
અનાદિ મિથ્યાદ્રષ્ટિ ય દીઠા, ક્ષણમાં મોક્ષે જનાર રે,
અનુપમ સમતા આરાળીને, ઘરી સુચારિત્ર સાર રે. શ્રી રાજ અર્થ - દ્રઢપ્રહારી કે અંજનચોર જેવા અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો પણ ગમે તેવા ઉપસર્ગમાં અનુપમ સમતાને આરાઘી, એક સમ્યક્યારિત્રને જ સારભૂત માની ક્ષણમાં મોક્ષને પામ્યા છે. ૧૮ી.
વિમલબુદ્ધિ, સુસંસ્કારી, જીવ સહજે લહે વૈરાગ્ય રે,
કૃતજ્ઞ, જનપ્રિય, નિસ્પૃહ, વિનીત, સુંઘર્મમાં ઘરે રાગ ૨. શ્રી રાજ અર્થ - જેની બુદ્ધિ વિમલ એટલે નિર્મલ છે, જે પૂર્વના સુસંસ્કારી છે એવા જીવો સહેજે વૈરાગ્યભાવને પામે છે. સમરાદિત્યની જેમ જે કૃતજ્ઞી હોય, લોકોને પ્રિય હોય, નિસ્પૃહી હોય, વિનીત એટલે વિનયવાન હોય, સુઘર્મનો રાગી હોય એવા જીવો મુનિઘર્મની યોગ્યતા પ્રાપ્ત કરી શકે. ૧૯ો.
સંસાર ગણે દુઃખ-ખાણ તે, સંયોગ વિયોગવંત રે,
ચહે જન્મમરણને ટાળવા, ઘર્મધ્યાને બળવંત રે. શ્રી રાજ અર્થ :- જે સંસારને દુઃખની ખાણ જાણે અને સંયોગને વિયોગથી યુક્ત માને, જે જન્મમરણને ટાળવા ઇચ્છે તથા ઘર્મધ્યાનમાં જે બળવાનપણે લાગેલા રહે તે મુનિઘર્મની યોગ્યતા પામી શકે. સારા
જે મોહ ગણે વિષ-વૃક્ષ સમ, ભવ-વાસનારૂપ મૂળ રે,
તે જન સર્વજ્ઞ-વાણી સુણી, થાય સાથક અનુકૂળ રે. શ્રી રાજ અર્થ:- જે મોહને ઝેરી ઝાડ સમાન માને, તથા તેને સંસારની વાસનાનું મૂળ જાણે, તેવા પુરુષો સર્વજ્ઞ ભગવાનની વાણી સાંભળીને મુનિઘર્મ પાળવાને યોગ્ય બને છે. રના
ક્લેશ વાસિત ચિત્તવંતને કર્મમેલ બહું હોય રે,
મલિન વસ્ત્ર રંગ ના ચઢે તેમ અયોગ્યતા જોય રે. શ્રી રાજ, અર્થ - હવે જે જીવો મુનિઘર્મ પાળવાને અયોગ્ય છે તે જણાવે છે –
ક્લેશથી વાસિત ચિત્તવાળાને કર્મનો મેલ બહુ હોય છે. જેમ મલિન વસ્ત્ર ઉપર જોઈએ તેવો રંગ ચઢતો નથી. તેમ તેવા જીવોમાં ઘર્મનો રંગ જોઈએ તેવો ન ચઢવાથી અયોગ્ય ગણાય છે. ભારરા
ઉપદેશથી નહીં અટકતું ભૂંડ વિઝા ભણી ઘાય રે;
પ્રીતિ સંસારે જે જીંવ ઘરે, અકાર્યમાં વહ્યો જાય રે. શ્રી રાજ અર્થ - જેમ ઉપદેશ આપવાથી વિષ્ટા ભણી જતું ભૂંડ અટકતું નથી તેમ જેને સંસારમાં પ્રીતિ છે તેવા જીવો નહીં કરવા યોગ્ય એવા વિષય કષાયમાં પ્રવર્તે છે. તેમનું મન ઘર્મમાં સ્થિર થતું નથી. ૨૩
મિથ્યાત્વ, ક્રોઘાદિ દોષથી અનધિકારી ગણાય રે,
બાહ્ય પરિગ્રહ તજી, રહે આર્તધ્યાને સદાય રે. શ્રી રાજ, અર્થ - મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના દોષોથીયુક્ત એવા જીવો મુનિઘર્મ પાળવાને અયોગ્ય ગણાય છે. તેવા જીવો ભલે બાહ્ય પરિગ્રહને તજી દીક્ષા લઈ લે તો પણ આત્માના લક્ષ વગરના હોવાથી સદાય આર્તધ્યાનમાં સ્થિત રહે છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
૩ ૨૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે.” (વ.પૃ.૪૫૧) ર૪
જીંવ બારે કષાય ગયા વિના, લે મુનિ-વેષ જે અજ્ઞ રે,
તે તરી શકે ના નિજ બળે, જ્ઞાની મળે અને સુજ્ઞ રે. શ્રી રાજ અર્થ - અનંતાનુબંધી કષાયની ચોકડી તથા અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાયની ચોકડી, એમ સર્વ મળી બારે કષાય ગયા વિના જે અજ્ઞાની જીવ મુનિવેષને ઘારણ કરે છે તે પોતાના આત્મબળે તરી શકે નહીં. પણ જ્ઞાની મળવાથી તે સુજ્ઞ એટલે સમ્યજ્ઞાનવાળો બની શકે છે. રપા
ઘરે અભિનિવેશ વેશનો, તો ના લહે કલ્યાણ રે,
છે મોહને હણવા વેશ ત્યાં આગ્રહ મોહ-મોકાણ રે. શ્રી રાજ, અર્થ – જે માત્ર સાધુવેષનો અભિનિવેશ એટલે આગ્રહ પકડી રાખે કે સાઘુવેષ ઘારણ કરવાથી જીવનો મોક્ષ થાય; તે આત્મકલ્યાણને પામી શકે નહીં. સાધુનો વેષ તે મોહને હણવા માટે સહાયકારી છે. તેથી વેષનો માત્ર આગ્રહ ન રાખતા આ મોહની-મોકાણ કરવાનો પ્રથમ આગ્રહ રાખવો કલ્યાણકારી છે; અર્થાતુ મોહ મરી ગયા પછી તેના પાછળની ક્રિયા કરી તે મોહને સાવ ભૂલવા યોગ્ય છે. In૨૬ાા
દીક્ષા લીથાથી જ દુઃખ ટળે, એ પણ ભ્રાંતિ મહાન રે,
શું દુઃખ ને દુઃખ-કારણો? કેમ ટળે? નથી ભાન રે. શ્રી રાજ, અર્થ - દીક્ષા લીઘાથી જ દુઃખ ટળે એ પણ જીવની મહાન ભ્રાંતિ છે. પ્રથમ તો દુઃખ શું? અને દુઃખના કારણો મિથ્યાત્વ વગેરે છે તે કેમ ટળે? તેનું જ જીવને ભાન નથી. તો દીક્ષા કેવી રીતે ફળીભૂત થાય? પારણા
કલ્યાણ શું? શાથી પામીએ? તેના જ કરો વિચાર રે,
રે! અનંત કાળથી ભૂલ તે, થતી આવી નિર્ધાર ૨. શ્રી રાજ અર્થ - કલ્યાણ એટલે શું? અને તે કેવી રીતે પામીએ. તેનો જ વારંવાર વિચાર કરવો જોઈએ. અરે આશ્ચર્ય છે કે અનંતકાળથી આવી ભૂલ થતી આવી છે. માટે હવે તે વાતને ખૂબ વિચારી પગલું ભરવું જોઈએ. “દીક્ષા લેવા વારંવાર ઇચ્છા થતી હોય તોપણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી, અને કલ્યાણ શું અને તે કેમ હોય તેની વારંવાર વિચારણા અને ગવેષણા કરવી. એ પ્રકારમાં અનંતકાળ થયાં ભૂલ થતી આવી છે, માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગ્ય છે.” (વ.પૃ.૩૫૦) // ૨૮.
તે આ ભવે ટળે પ્રથમ તો જન્મ-પરંપરા જાય રે,
ભ્રાંતિ સહિત પુરુષાર્થથી મોક્ષ કહો, કેમ થાય ?? શ્રી રાજ અર્થ :- અનાદિની ભૂલ પ્રથમ આ ભવમાં ટળે તો જન્મમરણની પરંપરાનો અંત આવે. પણ હજુ સુધી જીવને પોતાના આત્માનું ભાન થયું નથી, આત્મભ્રાંતિ ટળી નથી. તો ભ્રાંતિસહિત પુરુષાર્થ કરવાથી જીવનો મોક્ષ કહો કેવી રીતે થાય? ારા
સાચી સમજ ઘારી, ટાળવા સૌ પરિગ્રહ-આરંભ રે, ના ટળે ત્યાં ઉદાસીનતા, પુરુષાર્થ કરો, ન દંભ ૨. શ્રી રાજ,
Page #343
--------------------------------------------------------------------------
________________
(૮૪) મુનિ-થર્મ-યોગ્યતા
૩૨૯
અર્થ - હવે શ્રી ગુરુના બોથથી આત્મકલ્યાણ માટેની પ્રથમ સાચી સમજ મેળવીને પછી સૌ આરંભ પરિગ્રહને ટાળવા જોઈએ. ના ટળે ત્યાં ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવ રાખી તેને ટાળવાનો પુરુષાર્થ કરવો જોઈએ. પણ પરિગ્રહ ત્યાગવાનો દંભ એટલે ઢોંગ ઉપરથી કરવો નહીં. ||૩૦ના
સંસાર અસાર વિચારજો, કર્મ-કાષ્ઠ દુઃખ-લાય રે,
ગૃહસ્થપણું જ પગ-શૃંખલા સુવ્રત-કુપાણે કપાય રે. શ્રી રાજ અર્થ - આ સંસારને હમેશાં અસારરૂપ વિચારજો. કર્મરૂપી કાષ્ઠ એટલે લાકડા તે દુઃખરૂપી બળતરાને વઘારનાર છે. આ ગૃહસ્થપણું તે પગમાં પડેલ શૃંખલા એટલે સાંકળ સમાન છે. પણ તે સાંકળને સુવ્રતરૂપી કપાણ એટલે તલવારથી કાપી શકાય છે. [૩૧]
વીતરાગ પ્રરૂપિત ઘર્મ તે અનન્ય મુક્તિ-ઉપાય રે,
તે ઘર્મ ચિંતામણિથી ચઢે, અચિંતિત નિજ સુખદાય રે. શ્રી રાજ અર્થ :- વીતરાગ ભગવંતો દ્વારા પ્રરૂપિત જૈનધર્મ તે મુક્તિ મેળવવાનો અનન્ય ઉપાય છે, તે ઘર્મ ચિંતામણિ રત્નથી ચઢીયાતો છે. ચિંતામણિ રત્ન ચિંતવે ત્યારે ફળ આપે જ્યારે ઘર્મ તો અચિંતિત છે. તે ચિંતવ્યા વગર જ પોતાના આત્મસુખને આપનાર છે. ૩૨ાા
“શ્રીમતુ વીતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ઘર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્તો.” (વ.પૃ.૬૨૬)
સાંસારિક સુખની રુચિથી વિષ-ભક્ષણ હિતકાર રે,
પ્રજ્વલતી ચિતાથી પણ વધુ ગૃહ-ચિંતા દુઃખકાર રે. શ્રી રાજ, અર્થ - સંસાર સુખની રુચિ રાખવા કરતાં વિષ ભક્ષણ કરવું હિતાવહ છે. કારણ વિષ એક જ ભવ મારે જ્યારે સંસારસુખનો મોહ જીવને અનંત જન્મમરણ કરાવે છે. જ્વાજલ્યમાન બળતી ચિતાથી પણ અધિક ઘરની ચિંતા ગૃહસ્થને દુ:ખ આપનાર છે. ૩૩
અગ્નિ કે વિષ નડે આ ભવે, મોહ ભવે ભવે ઘાર રે;
વૈરાગ્ય-વૃદ્ધિથી જીવને થાય ન મોહ-વિકાર રે. શ્રી રાજ અર્થ - અગ્નિ કે વિષ એક ભવ નડે પણ આ મોહ ભવોભવ જીવને મારનાર છે. જીવ જો સપુરુષના બોઘવડે વૈરાગ્યભાવ વર્ધમાન રાખે તો તેને મોહના વિકાર સતાવે નહીં. ૩૪
જે સદ્ગુરુ-બોઘ-સમાગમે પ્રગટે પંડિત-વીર્ય રે,
દે સર્વ-સંગ-પરિત્યાગની યોગ્યતા સહિત શૈર્ય રે. શ્રી રાજ, અર્થ - જો સદ્ગુરુના બોઘથી કે સમાગમથી જીવને પંડિત-વીર્ય એટલે સમ્યકજ્ઞાન સહિત બળ પ્રગટે તો તે સર્વ-સંગ-પરિત્યાગની યોગ્યતાને આપે છે. સાથે એ ભાવો ટકી રહે એવા પૈયને પણ આપે છે. ૩પાા
દશ લક્ષણ યતિ-ઘર્મ આદરી, શોભાવે જે સુઘર્મ રે, સ્વ-પર-હિતનાં કરી કાર્ય તે જ્ઞાનથી બાળે કર્મ રે. શ્રી રાજ,
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૩૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - જે ઉત્તમ ક્ષમા, આર્જવ, માર્દવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય નામના દશ લક્ષણરૂપ મુનિઘર્મને આદરી વીતરાગ પ્રરૂપિત સત્યઘર્મને શોભાવે છે; અર્થાત તેની પ્રભાવના કરે છે તે ભવ્યાત્મા સ્વ-પર-હિતના કાર્ય કરે છે, તથા પોતાના આત્મજ્ઞાનના બળે શેષ રહેલા કમોને બાળી ભસ્મીભૂત કરી મુક્તિને મેળવે છે. ૩૬
મુનિઘર્મની યોગ્યતા મેળવી આત્માના ઉપયોગવડે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રગટાવવા જોઈએ; જેને ભગવંતે પ્રત્યક્ષ જ્ઞાન કહ્યાં છે. પાંચ ઇન્દ્રિયો અને મનની સહાયથી કે મતિશ્રતજ્ઞાનથી જે જ્ઞાન થાય તે વ્યવહારથી પ્રત્યક્ષ દેખાવા છતાં પણ સત્પરુષોની દ્રષ્ટિમાં તે ઇન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન અથવા પરોક્ષજ્ઞાન છે. કારણ તેમાં ભુલ થવા સંભવ છે. જ્યારે ઇન્દ્રિયો કે મનની સહાય વગર આત્માના ઉપયોગવડે જે અવધિ, મન:પર્યવ કે કેવળજ્ઞાન પ્રગટે તેને આત્મ પ્રત્યક્ષજ્ઞાન ભગવંતો કહે છે. તેમાં ભૂલ થવા સંભવ નથી.
વ્યવહારથી જે નજરે દેખાય તે પ્રત્યક્ષ અને નજરથી એટલે ચર્મચક્ષુથી ન દેખાય તે પરોક્ષ જ્ઞાન એમ કહેવાય છે; પણ તે યથાર્થ નથી. યથાર્થ તો ઇન્દ્રિયાતીત એટલે ઇન્દ્રિયોથી પર આત્માના ઉપયોગવડે જે પ્રત્યક્ષ જ્ઞાન થાય તે જ પ્રમાણભૂત અને સત્યજ્ઞાન છે.
(૮૫)
પ્રત્યક્ષ અને પરોક્ષ
(નદી યમુનાને તીર—એ દેશી : વિહરમાન ભગવાન સુણો મુજ વિનતિ—એ રાગ)
રાજચંદ્ર ભગવાન નમું હું ભાવથી, બાળબુદ્ધિ મુજ જાય, કરું એ વિનતિ, જાણો આપ યથાર્થ પ્રત્યક્ષ-પરોક્ષની વિસ્તાર સહિત વાત સંસાર-મોક્ષની. ૧
અર્થ – પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને હું ભાવભક્તિપૂર્વક પ્રણામ કરું છું. મારી બાળબુદ્ધિ અર્થાત્ અજ્ઞાનયુક્ત બુદ્ધિ નાશ પામી મને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી આપ પ્રભુ પ્રત્યે મારી વિનંતિ છે. આપ તો પ્રત્યક્ષ કે પરોક્ષ જ્ઞાન કોને કહેવું અથવા સંસાર અને મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ શું? તે સર્વની વિસ્તાર સહિત વાત જાણો છો.
કેવળજ્ઞાન છે તે આત્મપ્રત્યક્ષ અતીંદ્રિય છે. અંઘપણું છે તે ઇંદ્રિય વડે દેખવાનો વ્યાઘાત છે. તે વ્યાઘાત અતીંદ્રિયને નડવા સંભવ નથી.” (વ.પૃ.૭૬૦) “જ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવ્યું છે. આત્મા ઇંદ્રિયોની સહાય વિના સ્વતંત્રપણે જાણે દેખે તે આત્મપ્રત્યક્ષ. આત્મા ઇંદ્રિયોની સહાય વડે એટલે આંખ, કાન, જિહાદિક વડે કરી જાણે દેખે તે ઇંદ્રિય-પ્રત્યક્ષ છે.” (વ.પૃ.૭૬૦) ||૧||
સમ્યગ્દર્શનના ન બે ભેદો એ કહ્યાં; પ્રમાણરૂપ જે જ્ઞાન તેમાં બન્ને રહ્યા. વ્યવહારે પ્રત્યક્ષ ઇન્દ્રિયજ્ઞાન છે, ઇન્દ્રિયો ગણી અક્ષ ન્યાયે પ્રમાણ છે. ૨ અર્થ – સમ્યગ્દર્શનના બે ભેદો – (૧) પરોક્ષ શ્રદ્ધા અને (૨) પ્રત્યક્ષ શ્રદ્ધા છે તેનું અહીં વર્ણન
Page #345
--------------------------------------------------------------------------
________________
(૮૫) પ્રત્યક્ષ અને પરોક્ષ
૩૩૧
નથી. પણ અહીં તો જે જ્ઞાન પ્રમાણરૂપ છે, તેના બે ભેદો-એક પ્રત્યક્ષ પ્રમાણ અને બીજું પરોક્ષ પ્રમાણ, તે વિષે જણાવવું છે.
વસ્તુના સ્વરૂપને યથાર્થ જાણવા માટે નય, નિક્ષેપ અને પ્રમાણ છે. નય વસ્તુના અંશ સ્વરૂપને બતાવે છે. જ્યારે પ્રમાણ છે તે વસ્તુના સકળ સ્વરૂપને પ્રકાશે છે. તે પ્રમાણના બે ભેદ છે. (૧) પ્રત્યક્ષ પ્રમાણ અને (૨) પરોક્ષ પ્રમાણ.
કેવળજ્ઞાની ભગવંત છએ દ્રવ્યોના ગુણો અને પર્યાયોને પોતાના જ્ઞાન ઉપયોગથી સંપૂર્ણ જાણે અને જોઈ શકે છે માટે કેવળજ્ઞાન સર્વોપરી પ્રત્યક્ષ પ્રમાણ છે. જ્યારે મન:પર્યવજ્ઞાન આત્માના ઉપયોગવડે મનોવર્ગણાને પ્રત્યક્ષ જાણે છે અને અવધિજ્ઞાન પોતાના જ્ઞાનની અવધિ પ્રમાણે પુદ્ગલ દ્રવ્યને પ્રત્યક્ષ જાણી શકે છે. માટે કેવળજ્ઞાન સિવાયના આ બન્ને જ્ઞાન દેશ પ્રત્યક્ષ પ્રમાણ છે; (જ્યારે આત્માને જે પ્રત્યક્ષ છે તે પ્રત્યક્ષ પ્રમાણ છે.)
પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા થતું જ્ઞાન તે મતિજ્ઞાન છે, તેને પરોક્ષ પ્રમાણ કહેવાય છે. તેમજ શ્રત દ્વારા થતું જ્ઞાન તે પણ પરોક્ષ પ્રમાણ છે. જેમ શ્રુતકેવળી આગમના બળે કેવળી જેટલું જાણે પણ તે કેવળી ભગવંતની જેમ પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ જ્ઞાન છે. માટે તે પરોક્ષ પ્રમાણ છે. તેના ત્રણ ભેદ છે. અનુમાન પ્રમાણ, આગમ પ્રમાણ અને ઉપમાન પ્રમાણ.
૧. અનુમાન પ્રમાણકોઈ નિશાની કોઈ વસ્તુનું જ્ઞાન થાય. જેમકે ઘુમાડો દેખાય ત્યાં અગ્નિ હોય એમ અનુમાન થાય છે. તે અનુમાન પ્રમાણ છે.
૨. આગમ પ્રમાણ–શાસ્ત્રના આધારે દેવલોક, નરક, નિગોદ આદિનું જ્ઞાન થાય તે આગમ પ્રમાણ છે. તે પણ પરોક્ષ જ્ઞાન છે.
૩. ઉપમાન પ્રમાણ-કોઈ પદાર્થને બીજી ઉપમા આપી ઓળખાવવો તે ઉપમાન પ્રમાણ અથવા દ્રષ્ટાંત પ્રમાણ કહેવાય છે. એ પણ પરોક્ષ જ્ઞાન છે. -આગમસાર' ગ્રંથના આઘારે સંક્ષેપમાં
વ્યવહારમાં તો ઇન્દ્રિયોથી જે જ્ઞાન થાય તેને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. પણ ન્યાયથી યથાર્થ જોતાં ઇન્દ્રિયો તો માત્ર અક્ષ એટલે ગોખલા જેવી છે, તે જડ હોવાથી કંઈ જાણતી નથી. સર્વનો જાણનાર તો માત્ર આત્મા છે. “પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન.” -શ્રીમદ્ રાજચંદ્ર //રા.
પ્રત્યક્ષ પંચવિથ લૌકિક રીતથી, જાણો તે ન યર્થાથ; કહં સંક્ષેપથી : ઇન્દ્રિયો તો તાર, ન જાણી તે શકે, જીવ ખરો જાણનાર સ્મૃતિ તેને ટકે. ૩
અર્થ - પાંચ ઇન્દ્રિયોથી રૂપ, રસ, ગંઘ, સ્પર્શ, શબ્દનું પાંચ પ્રકારે જે જ્ઞાન થાય છે તેને લૌકિક રીતે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. પણ તે યથાર્થ નથી. એ વાતને સંક્ષેપથી અત્રે કહું છું. ઇન્દ્રિયો તો માત્ર દ્વારા એટલે બારીની જેમ જોવાનું માધ્યમ છે. તે કંઈ જાણી શકતી નથી. જોનાર જાણનાર તો ખરી રીતે આત્મા છે. જોયા જાણ્યા પછી પણ આત્માને તે તે પદાર્થની સ્મૃતિ ટકી રહે છે. સા.
કોઈ ખોઈ દે આંખ, ના દ્રશ્યો ભૂલતો; આંખ ગયા પછી કોણ વિષય સંભાળતો? ગોખે રહીં જોનાર, જાદો ગણ ગોખથી, પ્રત્યક્ષ કરથી ખાય, છતાં કર તે નથી. ૪
અર્થ - કોઈ આંખની ઇન્દ્રિયને ખોઈ દે અર્થાત્ આંધળો થઈ જાય, તો પણ જોયેલા દ્રશ્યોને ભૂલતો નથી, તે આત્મા છે. આંખ ગયા પછી પણ જોયેલા વિષયને કોણ યાદ રાખે છે? તોકે આત્મા માટે ગોખમાં રહીને જોનાર એવા આત્માને તું ગોખથી જુદો જાણ. પ્રત્યક્ષ કરથી એટલે હાથથી ખાતો દેખાય
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૩૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પણ તે હાથ આત્મા નથી. પણ તે હાથને પ્રેરણા આપનાર આત્મા છે. જો
ધૂમ્ર વડે અનુમાન કરી લહો અગ્નિને, ગણો ન તે પ્રત્યક્ષ, લહી અંતરાયને; તેમ જ જાણો આંખ, પ્રકાશ, સમીપતા, ચમા આદિક યોગ; ન ત્યાં પ્રત્યક્ષતા. ૫
અર્થ:- ઘુમાડાના અનુમાનથી કહીએ છીએ કે ત્યાં અગ્નિ છે પણ વચ્ચે અંતરાયના કારણે પ્રત્યક્ષ અગ્નિદર્શન થયું નથી માટે તેને પ્રત્યક્ષ જ્ઞાન ગણો નહીં. તેવી જ રીતે આંખ, જોવા માટે પ્રકાશ, વસ્તુની સમીપમાં એટલે વસ્તુનું સાવ નજીક હોવાપણું તથા ચશ્મા આદિકનો યોગ હોવા છતાં પણ તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય નહીં. કારણ તે ઇન્દ્રિય દ્વારા થતું જ્ઞાન છે માટે તેમાં ભુલ હોઈ શકે. પા.
દોષ સહિત જો આંખ, ન દેખે સ્પષ્ટ તે; ચાલે જ્યારે નાવ, ખસે શું ઘાટ એ? એવો ભ્રમ પણ થાય, ને તેથી સત્ય તે, સંશય આદિ દોષ સાક્ષાત થાય છે. ૬
અર્થ :- આંખમાં ઝાંખપ હોય કે મોતીયા આવેલા હોય તો તે દોષ સહિત આંખ પદાર્થને સ્પષ્ટ જોઈ શકે નહીં, પણ આત્માના ઉપયોગથી થયેલું જ્ઞાન તે પદાર્થને યથાર્થ જાણી જોઈ શકે. અથવા પાણીમાં નાવ ચાલે ત્યારે જાણે ઘાટ ઉપર રહેલી વસ્તુઓ ચાલે છે એમ ભાસે અથવા ગાડી ચાલે ત્યારે જાણે સ્ટેશન ચાલે એવો ભ્રમ જીવને થાય છે. પણ તે સત્ય નથી. તેમાં શંકા આદિ દોષો સાક્ષાત રહેલા છે કેમકે તે ઇન્દ્રિયોથી થતું પરોક્ષજ્ઞાન છે માટે. દા.
પ્રઘાન નૃપની આંખ, હિતાહિત દાખવે, તોપણ પર આઘાર પરોક્ષ જ સૂચવે; અવગ્રહ, ઈહા, અવાય, ઘારણા થાય તો મતિજ્ઞાન ઉત્પન્ન થતું સમજાય જો. ૭
અર્થ - પ્રઘાનમંત્રી તે રાજાની આંખ સમાન છે. તેના કહ્યા પ્રમાણે હિતાહિતને વિચારી રાજા ન્યાય આપે છે. તો પણ તે નિર્ણય પરને આધારે થયો ગણાય તેથી પરોક્ષપણાને જ સૂચવે છે.
જીવને મતિજ્ઞાન પાંચ ઇન્દ્રિયો અને મનથી થાય છે. તેથી તે પરોક્ષજ્ઞાન છે. તે મતિજ્ઞાન થવાનો ક્રમ આ પ્રમાણે છે :- પ્રથમ “અર્થાવગ્રહ” થાય છે. એટલે વસ્તુને જોઈ આ કાંઈક છે એવું સામાન્ય જ્ઞાન થવું તે. આનો કાળ એક સમયનો છે. પછી ‘ઈહા' એટલે તેના ઉપર વિશેષ વિચારવાળું જ્ઞાન. જેમકે આ જંગલ છે, સૂર્ય અસ્ત થયો છે, માનવ કોઈ અહી સંભવતો નથી માટે આ વસ્તુ ઝાડનું ઠુંઠું હોવું જોઈએ ઇત્યાદિ તર્કરૂપ જ્ઞાન થવું તે. આનો કાળ અંતર્મુહૂર્તનો છે. પછી “અવાય”એટલે જોયેલા પદાર્થનો નિશ્ચય થવો જેમકે આ ઝાડનું ઠુંઠ જ છે એવો નિર્ણય થવો તે “અવાય’ નામનો મતિજ્ઞાન થવાનો ક્રમ છે. આનો કાળ પણ અંતર્મુહૂર્તનો છે. પછી “ઘારણા' નામના ભેદમાં પદાર્થનો જે નિર્ણય થયો તેને ઘારી રાખવો તે ઘારણા' છે. એમ ક્રમપૂર્વક મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. “કર્મ વિપાક' નામક ‘પ્રથમ કર્મગ્રંથ'ના આધારે અત્રે સંક્ષેપમાં આ જણાવેલ છે. શા.
જો ક્રમ ના સચવાય, ન ઇન્દ્રિય કામની; ત્વરિત તે સૌ થાય; વાણી ભગવાનની. મતિપૂર્વક શ્રત થનાર, પરોક્ષ છે; એમાં નહિ સંદેહ, ભલે એ મોક્ષ દે. ૮
અર્થ - જો ઉપર જણાવેલ ક્રમ ન સચવાય તો ઇન્દ્રિયો દ્વારા પૂરું કામ ન થયું; અર્થાત્ આ ક્રમ સચવાયાથી જ ઇન્દ્રિયો દ્વારા મતિજ્ઞાન થાય છે. આ ઉપરોક્ત ક્રમ ઘણા ઝડપથી થાય છે એમ ભગવાનની વાણી કહે છે. અને શ્રુતજ્ઞાન પણ મતિપૂર્વક થતું હોવાથી તે પણ પરોક્ષ જ્ઞાન છે. આમાં કોઈ શંકાને સ્થાન
Page #347
--------------------------------------------------------------------------
________________
(૮૫) પ્રત્યક્ષ અને પરોક્ષ
૩૩૩
નથી. પછી ભલે તે શ્રુતજ્ઞાન જીવને મોક્ષ અપાવે પણ તે જ્ઞાન પરોક્ષ છે. IIટા
મન-ઇન્દ્રિયની સહાય પડે જે જ્ઞાનમાં યથાર્થ માન પરોક્ષ, પ્રત્યક્ષ માન મા;
સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન ને આગમ નામે પાંચ પરોક્ષ પ્રમાણ છે. ૯
અર્થ:- જે જ્ઞાન પ્રાપ્તિમાં મન અને ઇન્દ્રિયોની સહાયતા લેવી પડે તે જ્ઞાનને ખરેખર પરોક્ષ માન પણ પ્રત્યક્ષ માન નહીં. તેના સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ નામના પાંચ પરોક્ષ પ્રમાણ છે. વા
જાયું આવે યાદ સ્મૃતિ તે જાણજે, મળ્યાથી ઓળખાય પ્રત્યભિજ્ઞાન તેદ્રષ્ટાંતે સમજાય, પ્રત્યભિજ્ઞાન તે; હેતુથી લીથો લક્ષ તેને તર્ક માનજે. ૧૦
અર્થ - પૂર્વે જાણેલું યાદ આવે તેને પહેલું સ્મૃતિ નામનું પરોક્ષ પ્રમાણ જાણજે. જાતિસ્મરણજ્ઞાનનો આ સ્મૃતિમાં સમાવેશ થાય છે. બીજું પ્રત્યભિજ્ઞાન એટલે કોઈ મળ્યાથી પહેલાની સ્મૃતિ આવવી તે અથવા કોઈ દ્રષ્ટાંત આપવાથી વાત સમજાય તે પ્રત્યભિજ્ઞાન છે. જેમકે આપણે ફલાણા ગામે, ફલાણી જગ્યાએ મળ્યા હતા એમ સાંભળવાથી યાદ આવી જાય કે હા વાત સાચી છે. ત્રીજું તર્ક પ્રમાણ એટલે કોઈ હેતુ વિશેષથી વાતને લક્ષમાં આણવી તે તર્ક પ્રમાણ છે. જેમકે નાસ્તિક એવા પરદેશી રાજાને કેશી મુનિએ તર્કથી આત્મા નામનો પદાર્થ છે એમ સમજાવી આસ્તિક બનાવ્યો હતો તેમ. I૧૦ના
હેતુથી સાથે સાધ્ય અનુમાન માનવું, આગમથી જે જ્ઞાન પરોક્ષ પ્રમાણવુ; આગમ ને અનુમાન અનુભવ-હેતુ છે, શ્રદ્ધા દુર્લભ ઘાર ભવાબ્ધિ-સેતુ છે. ૧૧
અર્થ - ચોથું અનુમાન પ્રમાણ. આત્માને સાધ્ય કરવા માટે અનુમાન પ્રમાણથી વસ્તુને જાણી નિર્ણય કરવો તે. જેમકે ભગવાને તિર્યંચગતિના કે મનુષ્યગતિના દુઃખ જણાવ્યા તે આપણને સ્પષ્ટ દેખાય છે. તે ઉપરથી નરક કે દેવલોક વગેરેનું વર્ણન પણ સત્ય જ હશે એમ અનુમાન કરવું તે અનુમાન પરોક્ષ પ્રમાણ છે. પાંચમું આગમ પ્રમાણ. આગમથી જે જ્ઞાન થાય તે પણ પરોક્ષ પ્રમાણ છે. જેમકે ભગવાને આગમ દ્વારા ચૌદ રાજલોક, ભરત, ઐરાવત કે મહાવિદેહ ક્ષેત્ર છે એમ જણાવ્યું. તે મહાવિદેહમાં તીર્થકરો, કેવળી ભગવંતો વગેરે વિચરી રહ્યાં છે તે જાણવા છતાં પણ પરોક્ષ પ્રમાણ છે.
ભગવંતે જણાવેલ આગમો અને તેના પરથી થતું અનુમાન જ્ઞાન તે આત્મઅનુભવ કરવામાં મુખ્ય કારણભૂત છે. પણ ભગવંતના વચનો ઉપર શ્રદ્ધા થવી અતિ દુર્લભ છે. જો તે શ્રદ્ધા થઈ જાય તો તે ભવરૂપ સમુદ્ર તરવા માટે સેતુ એટલે પુલ સમાન કાર્યકારી છે. ||૧૧||
પ્રેરે જે પરમાર્થ, વ્યવહાર કાર્ય છે; પ્રત્યક્ષ-હેતું થાય પરોક્ષે લક્ષ જે. તે અર્થે પુરુષાર્થ સજ્જનો આદરે, શોથી સદગુરુ-યોગ, કહે તે આચરે. ૧૨ અર્થ :- જે પરમાર્થને પ્રેરે તે સત્ય વ્યવહાર છે. જ્ઞાની પુરુષોને તે સંમત છે.
પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત.” -શ્રીમદ્ રાજચંદ્ર આવા ઉત્તમ વ્યવહારનો પરોક્ષ લક્ષ પણ કાળાંતરે પ્રત્યક્ષ આત્મજ્ઞાન પ્રાપ્તિનો હેતુ થાય છે. પ.પૂ.પ્રભુશ્રીજી કહે : પરોક્ષમાંથી પ્રત્યક્ષ થશે. તે માટે સજ્જન પુરુષો પુરુષાર્થ આદરે છે. પુરુષાર્થમાં પ્રથમ સદગુરુનો યોગ શોઘી, પછી તેમની આજ્ઞા પ્રમાણે વર્તે છે. ૧૨
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૩૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પ્રત્યક્ષ સગુરુ-લાભ, ગણો સર્વોપરી; એ જો ચૂકો લક્ષ, ઊગે ન વૃષ્ટિ ખરી; પ્રત્યક્ષ સગુરુ-યોગ થયે દુર્લભ નથી-આત્મજ્ઞાન અમૂલ્ય; કથા ખરી આ કથી. ૧૩ અર્થ - હવે પ્રત્યક્ષ સદગુરુનું માહાસ્ય સમજાવે છે. પ્રત્યક્ષ સરુના લાભને સર્વોપરી માનો.
“પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર;
ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાઘાર.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યક્ષ સપુરુષનો લક્ષ ચૂકી જાઓ તો આત્મદ્રષ્ટિ ઉદય પામશે નહીં.
“પ્રત્યક્ષ સગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર;
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યક્ષ સદગુરુનો યોગ થયા પછી અમૂલ્ય એવું આત્મજ્ઞાન પામવું પણ દુર્લભ નથી. આ સાચી વાત તમને કહી જણાવી.
“સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ;
સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” -શ્રીમદ્ રાજચંદ્ર /૧૩ આત્મ-વિચાર તથાપિ ન ઉદય આવતો, જો ના જાગ્યો પ્રેમ, ભક્તિ વઘારતો સગુરુ-ભક્તિ ન હોય, વચન ઉર ના વસે; આશયમાં અનુરાગ વિના હિત શું થશે? ૧૪
અર્થ :- સદગુરુનો યોગ થયો છતાં આત્મવિચાર કેમ ઉત્પન્ન થતો નથી? તો કે સગુરુ પ્રત્યે દિવસે દિવસે ભક્તિ વધે એવો પ્રેમ આવ્યો નથી તો આત્મવિચાર ક્યાંથી ઉત્પન્ન થાય?
સદ્ગુરુ પ્રત્યે ભક્તિ ન હોય તો તેમના કહેલા વચનો હૃદયમાં ઊતરશે નહીં.
“તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી વ્યક્તિની નથી. ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શુન્ય જ છે; તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વઘારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઇચ્છવું તે કરતાં બોઘસ્વરૂપ સમજી ભક્તિ ઇચ્છવી એ પરમ ફળ છે. વઘારે શું કહીએ?” -શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૨૬૩ (વ.પૃ.૨૯૫)
જ્ઞાનીપુરુષના વચનના આશયમાં પ્રેમભક્તિ થયા વિના તો આત્માનું કલ્યાણ કેમ થશે?
“જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન,જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૯૦૧) ૧૪ll
મહાપુરુષમાં હોય ગુણાતિશયપણું, સમ્યક વર્તન-વેજ પરમજ્ઞાનીપણું, પરમ શાંતિ, નિવૃત્તિ; મુમુક્ષુ જીવની ટાળે વૃત્તિ અશુભ, ભરે શુભ ભાવની. ૧૫
અર્થ:-મહાપુરુષમાં ગુણનું અતિશયપણું હોય છે. તેમનું પ્રબળ સમ્યક્ વર્તન હોય છે, પરમજ્ઞાનથી તેઓ યુક્ત હોય, પરમશાંતિ તેમના હૃદયમાં પ્રસરેલી હોય તથા અંતરથી સર્વ પ્રકારની પ્રવૃત્તિથી નિવૃત્ત હોય. તેથી તેઓ મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિઓને ટાળી, શુભભાવને ભરે છે. /૧૫ા.
સ્વ-સ્વરૂપ ઓળખાય, ક્રમે એ યોગથી; આજ્ઞાથી રંગાય, વઘુ અનુયોગથી; સંયમ-વૃદ્ધિથી જાય આવરણ કર્મનાં, જ્ઞાન થતું પ્રત્યક્ષ; આત્માર્થી જાણતા. ૧૬ અર્થ – સત્પષના ક્રમપૂર્વક યોગથી પોતાના આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે તેની ઓળખાણ થતી
Page #349
--------------------------------------------------------------------------
________________
(ટ) ઉન્મત્તતા
૩૩૫
જાય છે. તેમની આજ્ઞાથી જીવ રંગાતો જાય છે. અને ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગવર્ડ આત્મા આગળ વધતો જાય છે. પછી સંયમ વર્ધમાન થવાથી કર્મના આવરણ નાશ પામે છે. તેના ફળસ્વરૂપ આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. એ વાત આત્માર્થી જીવો સારી રીતે જાણે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક્દર્શનનું નિર્મત્વ છે, તેનું કારણ પણ ‘દ્રવ્યાનુયોગ’ થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૮૬૬ (પૃ.૬૩૨) ||૧૬॥
અવિધ, મનઃપર્યાય, કેવળ સુંનામનાં જ્ઞાન ગણો પ્રત્યક્ષ; ફળ એ સુધર્મના. ઇન્દ્રિય, મનની સહાય નથી તે જ્ઞાનમાં, કેવળ જ્ઞાન જ પૂર્ણ, વિકલ બે જાણવાં. ૧૭
અર્થ :— અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ ત્રણેયને પ્રત્યક્ષ જ્ઞાન માનો. સમ્યક્ ઘર્મની આરાઘનાના ફળસ્વરૂપ આ જ્ઞાન પ્રગટે છે. આ ત્રણેય જ્ઞાનમાં ઇન્દ્રિય કે મનની સહાયતા નથી. એ જ્ઞાનો ઇન્દ્રિયાતીત છે. જેમાં કેવળજ્ઞાન એ સંપૂર્ણ પ્રત્યક્ષ છે અને અવધિજ્ઞાન તથા મનઃપર્યયજ્ઞાન એ બે જ્ઞાન અંશે પ્રત્યક્ષ છે. ।।૧૭ના
સુઅવિશ્વ-કુઅવિધ ભેદ સુવૃષ્ટિ થયે-ગયે, બાકીનાં બે જ્ઞાન જ્ઞાનીનાં હૃદયે.
:
શાસ્ત્ર-આજ્ઞા પરોક્ષ, મળે ફળ યોગ્યતા; જ્ઞાનીની પ્રત્યક્ષ, દે અહો! મુક્તતા. ૧૮ - સુઅવધિ અને કુઅવિધ એ અવધિજ્ઞાનના બે ભેદ આત્મા સમ્યવૃષ્ટિ થયે મટી જાય છે. પછી તે જે જાણે તે સમ્યક્ હોય છે. બાકીના મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન, એ બે જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં સંયમની અત્યંત વિશુદ્ધિ થયે પ્રગટ થાય છે.
જ્ઞાન પ્રાપ્તિ માટે શાસ્ત્રોમાં જે આજ્ઞાઓ કરી છે તે પરોક્ષ આજ્ઞાઓ છે. તેનું ફ્ળ જ્ઞાનપ્રાપ્તિની યોગ્યતા આવે છે. જ્યારે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા જીવને અહો! શીઘ્ર મુક્તિ અપાવે છે.
“શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાઘવી જોઈએ.’’ -શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૨૦૦ (પૃ.૨૬૨) ।।૧૮।।
આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવવા માટે જીવે ઉન્મત્તદશાનો ત્યાગ કરવો. ઉન્મત્તતા એટલે મોહનું ગાંડપણ, મોહની ઘેલછા. તેથી જીવની દારૂ પીધા જેવી દશા થઈ જાય છે. જેને વિવેક નથી પ્રગટ્યો તે જીવ ઉન્મત્ત છે. તેને હિતાહિત કે મૃત્યાકૃત્યનું પણ ભાન નથી. ઉન્મત્તતાવાળો જીવ ધર્મમાં અત્યંત બેદરકાર હોય, ધર્મની તેને કંઈ પડી ન હોય. એવા જીવોનું મન સમપણે ન રહે, નિરંકુશ થાય. તેથી સદા અશાંત રહે. આ વિષે વિશેષ સમજણ આ પાઠમાં આપવામાં આવે છે.
(૮૬) ઉન્માંતા
(અરિહંત નમો, ભગવંત નમો, પરમેશ્વર શ્રી જિનરાજ નમો—એ રાગ)
*
શ્રી રાજચંદ્ર ભગવંત-પદે હું કરું વંદન અગણિત અહો! જેની ક્ષાયિક ભાવે થઈ ગઈ ઉન્મત્તતા વ્યતીત અહો!શ્રી રાજ
Page #350
--------------------------------------------------------------------------
________________
૩ ૩૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર ભગવાનના ચરણકમળમાં હું અગણિત વાર પ્રણામ કરું છું. અહો! આશ્ચર્ય છે કે જેની આવા ભયંકર કળિકાળમાં પણ ઉન્મત્તતા એટલે મોહની ઘેલછાનો ક્ષાયિક ભાવે અંત આવી ગયો. જેને ક્ષાયક સમકિત થવાથી મિથ્યાત્વાદિ સાતે પ્રકૃતિઓ જડમૂળમાંથી નષ્ટ થઈ ગઈ તેથી ફરી કદી પણ મોહની ઘેલછાનો તેમને ઉદય થશે નહીં. ૧]
મોહ-ઘેલછા જગ આખામાં વ્યાપી રહી અપાર અહો!
જન્મમરણનાં દુઃખ કેટલાં તેનો નહીં વિચાર અહો! શ્રી રાજ, અર્થ :- મોહનું ગાંડપણ જગત આખામાં અપારપણે વ્યાપી રહ્યું છે. તેથી જન્મમરણના કેટલાં ભયંકર દુઃખ છે તેનો તેને અહો! વિચાર પણ આવતો નથી.
એક તરુણ સુકુમારને રોમે રોમે લાલચોળ સોયા ઘોંચવાથી જે અસહ્ય વેદના ઊપજે છે તે કરતાં આઠગણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. મળ, મૂત્ર, લોહી, પરુમાં લગભગ નવ મહિના અહોરાત્ર મૂર્ણાગત સ્થિતિમાં વેદના ભોગવી ભોગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૭૦) //રા.
| દિન ઉપર દિન ચાલ્યા જાતાં, આવે મરણ નજીક અહો!
મોહ-મદિરાના છાકે જીંવ જાણે ન ઠીક-અઠીક અહો! શ્રી રાજ અર્થ - દિવસો ઉપર દિવસો ચાલ્યા જાય છે અને મરણ નજીક આવે છે. છતાં જીવ મોહરૂપી દારૂના છાકમાં એટલે નશામાં પોતાને માટે શું ઠીક અને શું અઠીક છે તે જાણી શકતો નથી. તેથી શરીરમાં અહંભાવ અને કુટુંબાદિમાં મમત્વભાવ કરી જીવ નવીન કર્મથી બંધાયા જ કરે છે. મારા
નજરે મરતા જન જગમાં બહુ દેખે તોયે અંઘ અહો!
વિપરીતતા કોઈ એવી ઊંડી, લાંબી કાળ અનંત અહો!શ્રી રાજ અર્થ - જગતમાં ઘણા લોકોને મરતા નજરે જુએ છે તો પણ અંઘ જેવો રહી પોતાને પણ એક દિવસ આ પ્રમાણે મરવું પડશે તેનો ખ્યાલ આવતો નથી. આ જીવની અનંતકાળની એવી વિપરીત દશા હોવાથી આના મૂળીયા ઘણા ઊંડા છે. તે સહજ રીતે નીકળી શકે એમ નથી.
કોઈનો વીશ વર્ષનો પુત્ર મરી ગયો હોય, તે વખતે તે જીવને એવી કડવાશ લાગે છે કે આ સંસાર ખોટો છે. પણ બીજે જ દિવસે એ વિચાર બાહ્યવૃત્તિ વિસ્મરણ કરાવે છે કે “એનો છોકરો કાલ સવારે મોટો થઈ રહેશે; એમ થતું જ આવે છે; શું કરીએ?” આમ થાય છે; પણ એમ નથી થતું કે પુત્ર જેમ મરી ગયો, તેમ હું પણ મરી જઈશ. માટે સમજીને વૈરાગ્ય પામી ચાલ્યો જાઉં તો સારું. આમ વૃત્તિ થતી નથી. ત્યાં વૃત્તિ છેતરે છે.” (વ.પૃ.૬૮૯) //૪ો.
કરે વાત-મરવાનું સૌને, લે નહિ નિજ સંભાળ અહો!
ખટકો ખટકે ઉરમાં જરી ના, વદે બહુ વાચાળ અહો! શ્રી રાજ અર્થ :- આપણે બધાને એક દિવસે મરવાનું છે જ એમ વાતો કરે, પણ પોતાના આત્માની સંભાળ લેતો નથી. તેનો જરીક પણ ખટકો મનમાં ખટકતો નથી કે મરી ગયા પછી હું કઈ ગતિમાં જઈને પડીશ. માત્ર વાચાળની જેમ અનેકવાર બોલ્યા કરે છે. પાા
Page #351
--------------------------------------------------------------------------
________________
(૮૬) ઉન્મત્તતા
૩૩૭
વેરઝેરમાં કાળ ગુમાવે, સ્વાર્થ વિષે મશગૂલ અહો!
દુર્લભ માનવભવની કિંમત ગણી ન એ મહા ભૂલ અહો!શ્રી રાજ અર્થ :- પોતાનો અમૂલ્ય સમય વેરના ઝેર વઘારવામાં ગુમાવે છે અને પોતાનો સ્વાર્થ પોષવામાં નિશદિન મશગુલ છે. અહો! દુર્લભ માનવદેહની કિંમત એણે કંઈ પણ ગણી નહીં એ જ એની મહા ભૂલ છે. ફા
પશુ સમ ગાળે નરભવ તે નર કરે ન જે પુરુષાર્થ અહો!
કામ-અર્થ પુરુષાર્થ ન સાચા, ઘર્મ જ એક યથાર્થ અહો! શ્રી રાજ અર્થ - પશુ સમાન ખાવાપીવામાં કે ભોગો ભોગવવામાં જે મનુષ્યભવ ગાળે તે નર નથી પણ વાનર છે. તે સાચો ઘર્મ પુરુષાર્થ કરતા નથી. પણ કામ પુરુષાર્થ અને અર્થ એટલે ઘન મેળવવાના પુરુષાર્થમાં જ મંડ્યા રહે છે. તે સાચો પુરુષાર્થ નથી. તે તો માત્ર સંસારને જ વધારનાર છે. ઘર્મ જ એક યથાર્થ પુરુષાર્થ છે કે જે કાળાંતરે જીવને મોક્ષ અપાવે છે. શા.
સપુરુષાર્થે મોક્ષ મળે છે; એનો જો નહિ લક્ષ અહો!
અસત્યુષાર્થો તો માનો, ભવફળ કે પ્રત્યક્ષ અહો! શ્રી રાજ અર્થ – સત્ એટલે આત્મા. તે જે વડે પ્રાપ્ત થાય એવો સન્દુરુષાર્થ કરવાથી જીવને મોક્ષ મળે છે. એનો જીવને લક્ષ નથી. અને અસતુ પુરુષાર્થો જે વડે આત્માને કર્મબંઘ થાય એવા કરવાથી જીવને પ્રત્યક્ષ સંસાર ફળની વૃદ્ધિ થાય છે. દા.
મૂઢ, બાળ, ઉન્મત્ત કહ્યા જે લહે નહીં વિવેક અહો!
કનક-થાળમાં ઘૂળ ભર્યા સમ વિષય-વાસના દેખ અહો! શ્રી રાજ અર્થ - જે હિતાહિતના વિવેકને પામતા નથી તેને સત્પરુષોએ મૂઢ, બાળ એટલે અજ્ઞાની અને ઉન્મત્ત એટલે ગાંડા કહ્યાં છે. કેમકે તે કનક એટલે સોનાના થાળમાં ધૂળ ભર્યા સમાન આ અમૂલ્ય માનવદેહનો સમય ધૂળ સમાન વિષય વાસનામાં ગાળે છે. લો
કાચ લઈ દે ચિંતામણિ તે, ઘોવે અમીથી પાય અહો!
ગજવર-પીઠે વહે ઇંઘન, ઘન કાજે ભવ જાય અહો! શ્રી રાજ, અર્થ - કોઈ કાચના ટુકડાને લઈ ચિંતામણિ રત્ન આપી દે, કોઈ અમૃતથી પગ ધોવે, કોઈ રાજાના પટહસ્તિ ઉપર લાકડા ભરે, તેમ જે આત્મા ઘન ભેગું કરવા માટે આ અમૂલ્ય માનવદેહનો ઉપયોગ કરે તે પણ તેવું જ કરે છે. (૧૦ગા.
સાચાં મોટાં મોતી વેરે, તોડી હાર લે સૂત્ર અહો!
કલ્પતરુ છેદી અરે! વાવે ઘતૂરા, વિચિત્ર અહો! શ્રી રાજ અર્થ :- જે હારને તોડી સાચા મોટા કિંમતી મોતીને વેરી નાખી તેમાંથી સૂત્ર એટલે દોરાને ગ્રહણ કરે અથવા કોઈ જે માગે તે મળે એવા કલ્પવૃક્ષને છેદી નાખી વંતૂરાને વાવે તેવું વિચિત્ર કાર્ય વિષય કષાયમાં પડેલા અજ્ઞાની જીવો આ જગતમાં કરી રહ્યાં છે. ૧૧ાા
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૩૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ભરદરિયે ખીલા કાજે હા! કાણી કરતો નાવ અહો!
ભસ્મ કરે ઉત્તમ ચંદન દહી, તેવા બને બનાવ અહો! શ્રી રાજ અર્થ - કોઈ દરિયાની વચ્ચે ખીલો મેળવવા માટે નાવને કાણી કરી છે, કોઈ ઉત્તમ કિંમતી ચંદનને બાળી તેની ભસ્મ બનાવે, તે મૂર્ખ શિરોમણિ ગણાય. તેમ મોહથી ઉન્મત્ત થયેલા જીવના તેવા જ બનાવો છે. ||૧૨ના
જો ઘન, ભોગો કાજે નરભવ ગાળો ઘર્મરહિત અહો!
શા માટે આ જન્મ ઘર્યો છે? કેવો કરો વ્યતીત અહો! શ્રી રાજ, અર્થ - જો ઘન પ્રાપ્ત કરવા કે ભોગો ભોગવવા અર્થે આ મનુષ્યભવને ઘર્મરહિત ગાળો છો તો તમે આ જન્મ શા માટે ઘારણ કર્યો છે? અને તેને કેવા પ્રકારે વ્યતીત કરો છો તેનો જરા વિચાર કરો. નથી ઘર્યા દેહ વિષય વઘારવા, નથી થર્યા દેહ પરિગ્રહ ઘારવા.” -શ્રીમદ્ રાજચંદ્ર /૧૩
એ વિચારો ઊગે ક્યારે? સત્સંગતિ જો થાય અહો!
ભવ-ભય જાગે, ગુણો પ્રગટે, પાપો દૂર પળાય અહો! શ્રી રાજ અર્થ :- એવા વિચારો ક્યારે ઊગે? તો કે જીવને સત્સંગ થાય તો. સત્સંગ થાય તો સંસારની ચારગતિના દુઃખ જણાય તેથી ભય લાગે, ગુણો પ્રગટે અને પાપ કરવાથી જીવ દૂર રહે. ૧૪ો.
દેવ, ગુરુ, ઘર્માદિ સાચા સત્સંગે સમજાય અહો!
દયા, દાન, તપ, ભક્તિ યોગે નરભવ સફળો થાય અહો! શ્રી રાજ અર્થ :- સાચા દેવગુરુ અને ઘર્માદિનું સ્વરૂપ તેને સત્સંગે સમજાય તથા સ્વદયા પરદયાનું સ્વરૂપ સમજાય તેમજ દાન, શીલ, તપ, ભાવ, ભક્તિ આદિના યોગથી તેનો આ મનુષ્યભવ સફળ થઈ જાય. ||૧૨||
ઉન્મત્તતા ટળી થાય ઉન્નતિ, ગ્રહો અલૌકિક માર્ગ અહો!
વિષય-સ્ખ કિંપાક ફળો સમ પકડાવે કુમાર્ગ અહો! શ્રી રાજ અર્થ - ઉપરોક્ત ગુણો પ્રગટ્ય મોહનું ગાંડપણ ટળી જઈ આત્માની ઉન્નતિ થાય. અને અલૌકિક પરમાર્થ માર્ગનું જીવને ગ્રહણ થાય. આ વિષયસુખ તો કિંપાક ફળ સમાન દુઃખદાઈ છે. જે જીવને દુર્ગતિના કુમાર્ગે લઈ જાય છે.
“કામ ભોગ પ્યારા લગે, ફળ કિંયાક સમાન;
મીઠી ખાજ મુજાવતાં, પીછે દુઃખકી ખાન.” બૃહદ આલોચના /૧૬ાા ખયે ખાજ નહિ તૃમિ પામો, તેવા જાણો ભોગ અહો!
તૃષ્ણા વઘતી ઊલટી ભોગે, વહી જાય સુંયોગ અહો! શ્રી રાજ અર્થ - જેમ ખાજ ખણવાથી તૃપ્તિ થતી નથી પણ વિશેષ ખણવાની ઇચ્છા થાય છે. તેવા જ આ ભોગોને જાણો. ભોગોને ભોગવવાથી ઊલટી તૃષ્ણા વધે છે અને આ મનુષ્યભવમાં મળેલો સપુરુષનો અમૂલ્ય સુયોગ હાથમાંથી ચાલ્યો જાય છે. [૧ળા.
સજ્જન જે જે ઑકી કાઢે પામર તે તે ખાય અહો! શ્વાનદશા ચાલી આવી આ; સમજે તે જ શકાય અહો! શ્રી રાજ,
Page #353
--------------------------------------------------------------------------
________________
(૮૬) ઉન્મત્તતા
૩૩૯
અર્થ - સજ્જન પુરુષો જેને તુચ્છ ગણી ઑકી કાઢે તેને વિષયાભિલાષી એવો પામર જીવ ખાય છે. આ શ્વાનદશા અનાદિથી ચાલી આવી છે. જેમ કૂતરો ત્યજેલી વિષ્ઠાને ખાય છે તેના જેવું વર્તન કરે છે. આ વાતને જે સમજે તે જ વિષય કષાયને મૂકી સ્વરૂપમાં સમાય છે. I/૧૮ના
વિષય-વાસના લાખો દુખનું જાણો જૂનું મૂળ અહો!
નિર્મૂળ કરતાં સવિચારે, શિવ-સાઘન અનુકૂળ અહો! શ્રી રાજ અર્થ – આ વિષય-વાસનાને લાખો દુઃખ આપનાર અનાદિકાળનું જુનું મૂળ જાણો. એને સપુરુષના બોઘે સુવિચારથી નિર્મળ કરતાં મોક્ષ સાઘનામાં ઘણી અનુકૂળતા થઈ આવે છે.
એક વિષયને જીતતા, જીત્યો સહુ સંસાર;
નૃપતિ જીતતા જીતએ, દળ,પૂર ને અધિકાર.” -શ્રીમદ્ રાજચંદ્રા/૧૯માં જ્ઞાન અને વૈરાગ્ય વસે ઉર જેને, તેના કાર્ય અહો!
ઊંઘ અને ઉન્મત્ત દશા પણ મુક્ત કરે આશ્ચર્ય અહો! શ્રી રાજ અર્થ :- જ્ઞાન અને વૈરાગ્યદશા જેના હૃદયમાં જાગૃત છે તેના આ કાર્યો છે, તે વિષયકષાયને જીતી શકે. એવા જ્ઞાની પુરુષોની ઊંઘવાળી દશા હોય કે ઉન્મત્ત દશા હોય તો પણ તેમની સદા અંતર્મુખ દશા હોવાથી તે સદેવ મૂકાય છે એ જ આશ્ચર્ય છે. ||૨૦Iી.
રાગ-રોષ વિકાર થતા તે નિર્મળ કરતા જાય અહો!
ક્ષણે ક્ષણે તે કર્મ છોડતા કોઈકથી સમજાય અહો! શ્રી રાજ અર્થ - ઉદયાથીન રાગ-દ્વેષના વિકાર ઉત્પન્ન થાય તો પણ જ્ઞાન વૈરાગ્યના બળે જ્ઞાની પુરુષ આત્માને નિર્મળ કરતા જાય છે. ક્ષણે ક્ષણે તેઓ કર્મને છોડે છે. આ વાત કોઈકને જ સમજાય છે. ૨૧ાા
સવિવેકે કષાય ટાળે તે જ ખરો પુરુષાર્થ અહો!
અંતર્ચર્યા જ્ઞાનીની તે પ્રગટાવે પરમાર્થ અહો! શ્રી રાજ અર્થ - જ્ઞાનીપુરુષને જડચેતનનો સદવિવેક પ્રગટ હોવાથી તેઓ કષાયને ટાળે છે. એ જ ખરો પુરુષાર્થ છે. જ્ઞાનીપુરુષની અંતર્ચર્યા તે પરમાર્થને પ્રગટાવે છે. જરા
અજ્ઞાનીની ક્રિયા શુંભ પણ કરે ને તેને મુક્ત અહો!
નિરંતર ભવ-વૃદ્ધિ કરતી; સંસારે આસક્ત અહો! શ્રી રાજ અર્થ :- અજ્ઞાની જીવની શુભક્રિયા પણ તેને સંસારથી મુક્ત કરે નહીં. તે નિરંતર ભવવૃદ્ધિ કરે છે. કેમકે તેની ઊંડે ઊંડે પણ સંસારમાં આસક્તિ બની રહે છે. મોહનીંદ કે જોર જગવાસી ઘૂમે સદા, કર્મ ચોર ચહું ઓર, સર્વસ્વ લૂટે સુઘ નહીં.” પારકા.
અશેષ શાસ્ત્રો શીખી ગોખે, જાગે આખી રાત અહો!
સર્વ કહી ક્રિયા કરતા મુનિ-વેષે વિખ્યાત અહો! શ્રી રાજ અર્થ - અશેષ એટલે બાકી રાખ્યા વગર સર્વ શાસ્ત્રો ભલે શીખીને ગોખે, આખી રાત જાગરણ કરે, સર્વજ્ઞ પુરુષોએ કહેલી બધી ક્રિયા મુનિવેષને ઘારણ કરીને કરે છતાં અજ્ઞાની જીવની અંતરથી મોહની ઉન્મત્તતા એટલે ઘેલછા નાશ પામતી નથી. ૨૪
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૪ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
તોય ન છૂટે અજ્ઞાની તે બંઘન વિષે પ્રવીણ અહો!
અનંત કાળ ગયો એ રીતે, થયો મોહ ના ક્ષીણ અહો! શ્રી રાજ અર્થ :- તોય તે અજ્ઞાની આ સંસારથી છૂટતો નથી. કેમકે તે કર્મ બાંધવામાં જ પ્રવીણ છે. એ રીતે અનંતવાર જિનદીક્ષા લઈને અનંતકાળ વ્યતીત થઈ ગયો; તોય આ મોહ અંતરથી હજુ સુધી ક્ષીણ થયો નથી. મારપાા
સંસાર અસાર ઉરે ના ભાસ્યો, દેહાધ્યાસ ન જાય અહો!
જીંવતાં મડદાંમાં મન રમતું, ભાવ શુભાશુભ થાય અહો! શ્રી રાજ અર્થ - મોહની ઉન્મત્તતાને લઈને આ સંસાર અંતરમાં અસાર ના ભાસ્યો તો આ દેહાધ્યાસ પણ જાય નહીં. હાલતા ચાલતા એક બીજાના મડદારૂપ શરીરમાં આ મન મોહ કરે છે. તે વડે જીવને શુભાશુભ ભાવો થયા કરે છે. અને તેના ફળમાં દેવ નરકાદિ ગતિઓમાં તે ભટક્યા કરે છે. રજા
જન-મન-રંજન ભાવો ઉરે હુરે તે જ વિભાવ અહો!
ભૂલ અનાદિ પરિહરવાનો વહી જાય આ દાવ અહો! શ્રી રાજ અર્થ :- લોકોના મન રંજિત કરવાના ભાવો હૃદયમાં સ્ફર્યા કરે છે અને તે જ વિભાવ છે. આ રાગાદિ ભાવોની અનાદિની ભૂલને પરિહરવાનો આવેલો અમૂલ્ય અવસર હાથમાંથી જઈ રહ્યો છે. રણા
જગત-ભગતના રસ્તા જાદા, સૌ સૌમાં તલ્લીન અહો!
એકબીજાને ગાંડા માને, જાણે અક્કલ-હીન અહો! શ્રી રાજ અર્થ :- જગતવાસી જીવોના અને ભગતના રસ્તા બેય જુદા છે. સર્વ પોત પોતામાં તલ્લીન છે. બન્ને એક બીજાને ગાંડા અને અક્કલ-હીન માને છે. જગતવાસી જીવ ભગતને ગાંડો અને અક્કલહીન માને છે અને ભગત ત્રિવિધ તાપમાં પડેલા જગતવાસી જીવોને ગાંડા અને અક્કલહીન માને છે. ૨૮
વ્યવહાર કુશળ તે ડાહ્યા, જગમાં બહુ પંકાય અહો!
ઘન-સંચય કરી કીર્તિ પામે, લૌકિક લાભ બકાય અહો! શ્રી રાજ અર્થ - જગતવાસી જીવો એમ કહે કે જે વ્યવહારમાં કુશળ છે તે ડાહ્યા પુરુષો છે. તે જગતમાં બહુ વખણાય છે. તે ઘનનો સંચય કરી કીર્તિ મેળવે છે. એમ લૌકિક લાભ સંબંધી તે બકવાદ કર્યા કરે છે. રા .
ભગત કહે એ ભાન ભૂલીને કરતો પર-પંચાત અહો!
સોય સરખી સાથે ના આવે, નહિ કીર્તિ-સંઘાત અહો! શ્રી રાજ અર્થ :- પણ ભગવાનનો ભગત એમ કહે છે કે એ સંસારી જીવ પોતાના આત્માનું ભાન ભૂલીને જગતની કે કુટુંબની પરપંચાતમાં પડ્યો છે. પણ ભેગુ કર્યામાંથી એક સોય સરખી પણ એની સાથે આવશે નહીં કે મેળવેલી કીર્તિ પણ પરભવમાં જતાં એનો સંઘાત કરશે નહીં. ૩૦)
પરભવનું ભાથું ના બાંધ્યું રે! આખર પસ્તાય અહો!
બાળક પેઠે છીપ, કાંકરા લેવા ખોટી થાય અહો! શ્રી રાજ અર્થ - જગતની પરપંચાતમાં પડી જો પરભવનું ભાથું સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રનું સાથે ન બાંધ્યું
Page #355
--------------------------------------------------------------------------
________________
(૮૬) ઉન્મત્તતા
૩૪૧
તો મરણ સમયે આખરે પસ્તાવો થશે.
બાળક જેમ છીપ કે કાંકરા લેવા ખોટી થાય તેમ આ જીવ ઘન કે કીર્તિ કાજે ખોટી થશે તો આ જન્મમરણથી છૂટવાનો આવેલો અવસર હાથમાંથી ચાલ્યો જશે. /૩૧
પેટ-વેઠ ને પરાશીનતા, વળી પાપનો ભાર અહો!
આધિ-વ્યાધિ-ઉપાધિવાળા સંસારે શું સાર? અહો! શ્રી રાજ, અર્થ - પેટને માટે જીવ અનેક પ્રકારની વેઠ કરે તથા પરાધીનતા ભોગવે અને વળી અઢાર પાપસ્થાનક સેવીને લક્ષ્મી મેળવી પાપનો ભાર ભરે, એવા આધિ-વ્યાધિને ઉપાધિવાળા સંસારમાં શું સાર છે? ભા૩રા.
એમ વિચારી, ગણી હિતકારી, આત્મહિત કરનાર અહો!
જગજનને ભાસે છે ગાંડો, સ્વાર્થી, બેદરકાર અહો! શ્રી રાજ, અર્થ - એમ સંસારની અસારતાને વિચારી, આત્મહિતને જ હિતકારી માની પ્રવર્તનાર ભગત આત્મા, જગતવાસી જીવોને ગાંડો ભાસે છે, સ્વાર્થી જણાય છે અને બેદરકાર મનાય છે. [૩૩]
ઘંઘામાં ના ધ્યાન જરા દે, ભિક્ષુથી ભરમાય અહો!
કુટુંબ-કબીલાને કકળાવી, ઘર તર્જી ભટકી ખાય અહો! શ્રી રાજ, અર્થ :- વળી ભગત માટે તેઓ કહે છે કે એ ઘંઘામાં જરા પણ ધ્યાન આપતો નથી. ભિક્ષુક એવા સાધુપુરુષોથી ભરમાઈ ગયો છે. પોતાના કુટુંબ-કબીલાને કકળાવી ઘર તજી દઈને ભટકી ભટકી બીજાનું ખાય છે. [૩૪ો
બન્નેની જાદી છે દ્રષ્ટિ–સૂંઠ, સાચી કે દીર્ઘ અહો!
આત્મ-હિતકારી તે સાચી, જૂઠી જગની અદીર્ઘ અહો! શ્રી રાજ અર્થ :- સંસારી જીવોની કે ભગવાનના ભક્તની, બન્નેની દ્રષ્ટિ જુદી છે. તેમાં કોની દ્રષ્ટિ જૂઠી છે, સાચી છે કે દીર્ધ દ્રષ્ટિ છે? જે દ્રષ્ટિ આત્માને હિતકારી છે તે સાચી અને દીર્ઘદ્રષ્ટિ છે. જ્યારે જગતવાસી જીવોની દ્રષ્ટિ સંસાર વધારનાર હોવાથી જૂઠી છે અને અદીર્ઘ એટલે લાંબી દ્રષ્ટિ નથી. ૩૫
આત્મહિતમાં સૌનું હિત છે, મોહ ઘટ્ય સમજાય અહો!
દૈહિક હિત કરવા સૌ દોડે, આત્મહિત રહી જાય અહો! શ્રી રાજ અર્થ:- આત્મહિતમાં સર્વ જીવોનું હિત સમાયેલું છે. પણ આ વાત દર્શનમોહ ઘટે ત્યારે સમજાય એવી છે. મોહની ઉન્મત્તતાને લીધે સર્વ જીવો આ દેહનું હિત કરવા દોડે છે; તેથી અમૂલ્ય એવા આત્માનું હિત કરવાનું રહી જાય છે. ૩૬ાા
ઉન્મત્તતા એટલે મોહની ઘેલછા જેની સંપૂર્ણ નષ્ટ થઈને કેવળજ્ઞાન પ્રગટ્યું છે એવા તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાનનું બોઘદાયક જીવનચરિત્ર અત્રે વર્ણવવામાં આવે છે. જે ભવ્ય આત્માઓને પ્રેરણાદાયક અને કલ્યાણકારી છે.
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૪ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
શ્રી શાંતિનાથ
ભાગ-૧
(મન મધુકર મોહી રહ્યો–એ દેશી : સંભવ જિનવર વિનતી—એ રાગ)
રાજચંદ્ર ગુરુને નમું, શાંતિદાયક સ્વામી રે;
શાંતિનાથ ભવ વર્ણવું, ઘરી ભક્તિ નિષ્કામી રે. ૧ અર્થ - પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્ય, જે મને પરમ આત્મશાંતિ આપનાર છે અને મારા સ્વામી હોવાથી તેમને હું પ્રણામ કરીને શ્રી શાંતિનાથ ભગવાનના પૂર્વ ભવોનું વર્ણન, તેમના પ્રત્યે નિષ્કામ ભક્તિભાવ ઘારણ કરીને કરું છું. /૧૫
ત્રિપુષ્ટ વાસુદેવની સ્વયંપ્રભા પટરાણી રે
શ્રીવિજયકુંવર તથા જ્યોતિપ્રભા રૂપ-ખાણી રે. ૨ અર્થ – પોતનપુર નામના નગરમાં ત્રિપુષ્ટ વાસુદેવ રાજ્ય કરે છે. તેની સ્વયંપ્રભા નામે પટરાણી છે. તેનો પુત્ર શ્રી વિજયકુંવર તથા રૂપની ખાણ સમાન જ્યોતિપ્રભા નામની એક પુત્રી છે. રા.
વિદ્યાર માતા તણાં બાળક બન્ને ગુણી રે;
સ્વયંવરમાં તે વરી (૧અમિતતેજ-ગુણ સુણી રે. ૩ અર્થ - માતા સ્વયંપ્રભા વિદ્યાથરીના આ બન્ને ગુણવાન બાળક છે. એમની પુત્રી જ્યોતિપ્રભા તે અમિતતેજ જે શ્રી શાંતિનાથ ભગવાનનો જીવ છે તેના ગુણ સાંભળીને સ્વયંવરમાં તેને વરે છે. [૩]
અમિતતેજની સહોદરી સ્વયંવરે સુતારા રે
શ્રીવિજય-કંઠે ઘરે માળા પ્રીતિઘારા રે. ૪ અર્થ:- અમિતતેજની સહોદરી એટલે બહેન તે સુતારા નામે છે. તે સ્વયંવરમાં શ્રી વિજયકુંવરના કંઠમાં પ્રીતિપૂર્વક માળા પહેરાવીને તેને વરે છે; જે અમિતતેજના જ સાળા છે. ૪.
સગાઈ-મૈત્રી-પ્રીતિથી ભગિની-દર્શન કાજે રે
અમિતતેજ શ્રીવિજયને ઘેર પથાર્યા આજે રે. ૫ અર્થ :- સગાઈવડે સસુરાલ તથા શ્રી વિજયકુંવર પ્રત્યે મૈત્રી તથા બહેન સુતારા પ્રત્યે પ્રીતિના કારણે બહેનના દર્શન કાજે શ્રી અમિતતેજ શ્રી વિજયને ઘેર અકસ્માત આવી પહોંચ્યા. //પા.
ઉત્સવ પોતનપુરમાં વિના પર્વ જણાતો રે,
કારણ પૂંછતાં વર્ણવે શ્રીવિજય હરખાતો રે : ૬ અર્થ - પોતનપુરમાં પર્વ વિના ઉત્સવનું વાતાવરણ જોઈ તેનું કારણ પૂછતાં શ્રીવિજયકુંવર હર્ષપૂર્વક શ્રી અમિતતેજને તે સંબંધી વર્ણન કરી જણાવે છે. દા.
Page #357
--------------------------------------------------------------------------
________________
(૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧
૩૪૩
“આઠ દિવસ ઉપર અહીં આવ્યો નિમિત્તવાદી રે,
સ્વસ્તિ” કહી બોલ્યો : “પ્રભુ, પોતનપુર-નૃપ-ગાદી ૨-૭ અર્થ :- આઠ દિવસ ઉપર અહીં એક નિમિત્તવાદી આવ્યો હતો. તે સ્વસ્તિ એટલે તમારું કલ્યાણ થાઓ એમ બોલીને કહેવા લાગ્યો કે પ્રભુ! પોતનપુર રાજાની ગાદી વિષે મારે કંઈ કહેવું છે. શા
ભોક્તાના શિર પર પડે વીજળી; જાણ્યું જોષે રે;
સાત દિવસ બાકી હજી, ર્જીવશે તે સૌ જોશે રે. ૮ અર્થ - પોતનપુર રાજાની ગાદીના જે ભોક્તા હશે તેના શિર ઉપર વીજળી પડશે; એમ મેં જ્યોતિષ વિદ્યાવડે જાણ્યું છે. તેને હજુ સાત દિવસ બાકી છે. જીવશે તે સૌ આ જોશે. IIટા
ઉપાય શોથી આદરો, જો ઑવવાને ચાહો રે.”
યુવરાજા કોપે કહેઃ “શા તુજ શિર પ્રવાહો રે?” ૯ અર્થ - જો જીવવાને ઇચ્છતા હો તો તેનો ઉપાય શોથી અમલ કરો. ત્યારે યુવરાજે કોપભર્યા અવાજે કહ્યું: તારા શિર ઉપર શાનો પ્રવાહ ચાલશે? અર્થાત્ તારા માથા ઉપર શું પડશે? સાલા
પ્રહાર-યોગ્ય ગણી પૂંછે; કહેઃ “મુજ શિર સુવર્ણો રે,
રત્ન-વૃષ્ટિથી શોભશે, વળી પુષ્ય ને પણે રે.' ૧૦ અર્થ - પ્રહારયોગ્ય એટલે પ્રત્યાઘાતરૂપે આ વચનો મને પૂછે છે એમ જાણી તે નિમિત્તવાદી બોલ્યો કે મારું શિર તો સુવર્ણ અને રત્નોની વૃષ્ટિથી શોભશે તથા પુષ્પ અને પર્ણ એટલે પાંદડાઓથી પૂજિત થશે. ૧૦ગા.
આશ્ચર્યચકિત થઈ પછી, પૂછ્યું મેં: “શું શીખ્યા રે?
કોની પાસે? નામ શું? લીથી ક્યારે દીક્ષા રે?” ૧૧ અર્થ - ત્યારે વિજયકુંવર કહે : મેં આશ્ચર્યચકિત થઈ તે નિમિત્તવાદીને પૂછ્યું કે તમે જ્યોતિષ સંબંથી શું શીખ્યા? કોની પાસે શીખ્યા? તેનું નામ શું? તથા દીક્ષા ક્યારે લીધી? ૧૧ાા
નિમિત્તવાદી કહે હવેઃ “બળભદ્ર સાથે દીક્ષા રે
લીથી, સન્શાસ્ત્રો ભણ્યો, ચમત્કાર પણ શિક્ષા રે. ૧૨ અર્થ :- હવે નિમિત્તવાદી કહેવા લાગ્યો : મેં ત્રિપુષ્ટ નારાયણના ભાઈ બળભદ્ર સાથે દીક્ષા લીધી. સન્શાસ્ત્રો ભણ્યો તથા ચમત્કારી શિક્ષા પણ લીધી હતી. ૧૨ાા
સુગુરુ-શિષ્ય વિશારદે દીથી નિમિત્ત-વિદ્યા રે,
આઠ પ્રકારે મુખ્ય છે - અંતરિક્ષ-ગ્રહ-લક્ષ્યા રે. ૧૩ અર્થ :- સુગુરુના વિશારદ એટલે વિદ્વાન શિષ્ય મને આ નિમિત્ત વિદ્યા આપી છે. તેના મુખ્ય આઠ પ્રકાર છે. પહેલી અંતરીક્ષ એટલે આકાશમાં ગ્રહ વગેરે જોઈને શું થશે તે લક્ષમાં આવી શકે તેવી વિદ્યા છે. I૧૩ાા
બૅમિમાં દાટેલું દીસે, ભૌમ નિમિત્ત ગણાતું રે; અંગોપાંગો પારખી, ભૂંડું ભલું જણાતું રે. ૧૪
Page #358
--------------------------------------------------------------------------
________________
३४४
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - બીજાં ભૌમનિમિત્તના બળે ભૂમિમાં દાટેલું પણ જોઈ શકાય. ત્રીજું શરીરના અંગ ઉપાંગ જોઈને પારખીને વ્યક્તિનું ભંડુ થશે કે ભલું તે જાણી શકાય. //૧૪
સ્વર-પરીક્ષા શબ્દથી સુણી પશુપક્ષ-અવાજો રે,
ચાઠાં, તલ વ્યંજન ગણો, ધ્વજાદિ લક્ષણ વાંચો રે. ૧૫ અર્થ :- ચોથું પશુ પક્ષીના અવાજો શબ્દ માત્રથી સાંભળી તે કયા પક્ષીનો અવાજ છે તેની પરીક્ષા કરી શકું. પાંચમું ચાઠા, તલ કે કોઈ વ્યંજન એટલે શરીર ઉપર નિશાની કે અવયવ જોઈને તેનું શું ફળ થશે તે કહી શકું. છઠ્ઠ ધ્વજા આદિ જોઈ તેના લક્ષણોવડે શું થવાનું છે તે જાણી શકું છું. I/૧૫ની
વસ્ત્ર, શસ્ત્ર છેદ જે ઉંદર આદિ યોગે રે,
શુભાશુભસ્વપ્રો ફળે પૂર્વકર્મ સંયોગે રે. ૧૬ અર્થ :- સાતમું વસ્ત્રમાં પડેલ ઉદર આદિવડે છેદ તથા શસ્ત્રમાં બીજા પ્રકારે પડેલ છેદ આદિથી ભાવિ કહી શકું. તથા આઠમું પૂર્વકર્મના યોગે શુભાશુભ સ્વપ્નનું શું ફળ આવશે તે જણાવી શકું છું. ./૧૬ાા
અમોઘ-જિલ્લા નામથી મને જગત-જન જાણે રે,
મુનિપદ-દુઃખોથી ડર્યો, મામા નિજ ઘર આણે રે. ૧૭ અર્થ - અમોઘ-જિલ્લા એટલે જેનું કહેલું અચૂક ફળે એવા નામથી મને જગતવાસી જનો જાણે છે. મેં પહેલા દીક્ષા લીઘેલી પણ મુનિપદના દુઃખોથી ડરીને તે મેં છોડી દીધી. પછી મામાએ મને પોતાને ઘેર આણ્યો અને સુખી કર્યો. ૧થી
કન્યા, ઘન બન્ને દઈ, કર્યો મને ઘરબારી રે,
ઘંઘે મન ચોર્યું નહીં, અંતે થયો ભિખારી રે. ૧૮ અર્થ :- મામાએ પોતાની કન્યા અને ઘન બન્ને આપી મને ઘરબારવાળો કર્યો. ઘંઘામાં મારું મન ચોંટ્યું નહીં. તેથી અંતે પાછો ભિખારી જેવો થઈ ગયો. ૧૮
સ્ત્રી-ઘન તો પૂરું થયું, કરી ન કાંઈ કમાણી રે,
ગ્રહ ગણવાની કોડીઓ પીરસી થાળે આણી રે. ૧૯ અર્થ :- સ્ત્રી તરફથી આવેલું ઘન તો પૂરું થયું અને નવી કમાણી કાંઈ કરી નહીં. તેથી એકવાર મારી સ્ત્રીએ જ્યોતિષ વિદ્યામાં ગ્રહ ગણવાની કોડીઓ લાવીને મારી થાળીમાં પીરસી. ૧૯ાા
કાંતા કહે: ‘હવે જમો, ધ્યાન તમારું આમાં રે.”
મુખ્ય કોડી માથે પડે સ્કુલિંગ ઊડી એવામાં રે. ૨૦ અર્થ - પછી મારી સ્ત્રી કહેવા લાગી કે હવે જમો. આ કોડીઓમાં તમારું ધ્યાન છે. તો એને ખાઓ. બીજું તો ઘરમાં કંઈ ખાવાનું છે નહીં. તે કોડીઓ મારી થાળીમાં નાખતા તેમાંની એક કોડી તે, સ્ફલિંગ એટલે તણખો ઊડીને પડે તેમ તે મારા માથામાં પડી. ૨૦ગા.
હાથ ઘોઈ છાંટ્યો અને તેથી મેં અનુમાન્યું રે,
જ્યોતિષના આઘારથી, ઘન મળશે મનમાન્યું રે.” ૨૧ અર્થ - વળી સ્ત્રીએ હાથ ઘોઈ મારા પર છાંટ્યો તેથી મેં જ્યોતિષવિદ્યાના આઘારથી અનુમાન
Page #359
--------------------------------------------------------------------------
________________
(૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧
કર્યો કે મને મનમાન્યું ઘન મળશે. ।।૨૧।।
વિદાય જોષીને દઈ, મંત્રી સહ વિચાર્યું રે, ઉપાય કરવો શો હવે ? એક પ્રધાને થાયું રે-૨૨
અર્થ :– પછી જોષીને વિદાય દઈ, મંત્રી સાથે વિચાર કર્યો કે હવે શો ઉપાય કરવો? ત્યારે એક પ્રધાને તેનો ઉપાય બતાવ્યો. ।।૨૨।।
‘લોઢાની પેટી કરી નૃપ પુરી દરિયે રાખો રે.'
બીજો કહે : ‘ડર ત્યાં વળી મગર-મત્સ્યનો આખો રે.’ ૨૩
અર્થ :– એક લોઢાની પેટી કરી તેમાં રાજાને પૂરી દરિયામાં રાખીએ. ત્યારે બીજો પ્રધાન કહે : ત્યાં તો મગર-મત્સ્યનો પૂરેપૂરો ડર રહેલો છે. II૨૩ા
ત્રીજો કહે : ‘ગિરિની ગુફા શોધીને સંતાડો રે,' ‘અજગર આદિ ત્યાં ઘણા, બીજો રસ્તો કાઢો રે.’૨૪
અર્થ :— ત્રીજો પ્રધાન કહે ઃ કોઈ પહાડની ગુફા શોધીને ત્યાં રાજાને સંતાડી મૂકીએ. ત્યાં પણ અજગર આદિ ઘણા હોવાથી કોઈ બીજો રસ્તો શોધી કાઢો. ારા
મતિસાગર મંત્રી કહે : “પોતનપુરના સ્વામી રે
સાત દિવસ સુધી બીજા, બનાવતાં શી ખામી રે?' ૨૫
૩૪૫
અર્થ :– ત્યારે મતિસાગર મંત્રીએ કહ્યું : આ પોતનપુરના સ્વામી સાત દિવસ સુધી બીજા બનાવીએ તો કાંઈ વાંધો આવે? ।।૨૫।।
‘મરે અરે! મારે લીધે બીજો તે ના સારું રે,'
બધા મળી છે : 'યક્ષનું પૂતળું કરીશું, વારું રે.'૨૬
અર્થ :— તે સાંભળી મેં કહ્યું : મારે લીધે અરે ! કોઈ બીજો મરે તે યોગ્ય નથી. ત્યારે બધા મળી કહે :
=
એક યક્ષનું પૂતળું કરી તેને રાજા તરીકે સ્થાપિત કરીશું. ।।૨૬।।
યક્ષ-મૂર્તિ સિંહાસને સ્થાપી સૌની સાખે રે, આજ્ઞા તેની લઈ કરે કાર્ય, માન બહુ રાખે ૨, ૨૭
અર્થ :— પછી સૌની સાક્ષીએ યક્ષની મૂર્તિ સિંહાસન ઉપર રાજા તરીકે સ્થાપિત કરી તેમની આજ્ઞા
=
લઈને બધા કાર્ય કરવા લાગ્યા. તે મૂર્તિનું પ્રત્યક્ષની જેમ બહુમાન જાળવવા લાગ્યા. ।।૨૭।।
ધર્મકાર્યમાં હું રહ્યો સાત દિવસ ભય છોડી રે,
ગઈ કાલે વીજળી પડી, યક્ષ-પ્રતિમા તોડી ૨. ૨૮
અર્થ :- શ્રી વિજયકુંવર કહે : આ કારણથી ભય છોડી સાત દિવસ સુધી હું ધર્મકાર્યમાં રહ્યો હતો. ગઈ કાલે તે વીજળી પડી અને થાની પ્રતિમાને તોડી નાખી. ।।૨૮।।
દાન દીધું સો ગામનું વળી બ્રહ્માની ખેડી રે,
પૂંજી કનક-રત્નાદિથી નિમિત્તવાદી તેડી ૨. ૨૯
અર્થ :— હવે તે નિમિત્તવાદીને બોલાવી મને જીવિતદાન આપનાર હોવાથી તેને બ્રહ્મા સમાન માની
=
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૪૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સો ગામનું દાન દીધું તથા સોના અને રત્ન આદિથી તેની પૂજા કરી. મુરલા
આજ મુંજ અભિષેકનો ઉત્સવ નૂતન થાતો રે,
તમે પઘાર્યા તો ઉરે હર્ષ હવે ના માતો રે.” ૩૦ અર્થ :- શ્રી વિજયકુંવર કહેઃ આજે મારો નૂતન રાજ્યાભિષેકનો ઉત્સવ થાય છે અને તેમાં વળી ઓચિંતા તમે પઘાર્યા તેથી હદયમાં હર્ષ સમાતો નથી. ૩૦
થોડા દિન રહીને ગયો અમિતતેજ નિજ પુરે રે;
સુતારા વિદ્યાથરી રમી રહીં પતિના ઉરે રે. ૩૧ અર્થ - થોડા દિવસ સાસરામાં રહી અમિતતેજ પોતાના નગરમાં ગયો. તેની બહેન સુતારા વિદ્યાધરી જે રાજા વિજયકુંવરને પરણાવેલ છે તે પતિને પ્રિય હોવાથી તેના હૃદયમાં રમી રહી આનંદ સહ કાળ નિર્ગમન કરવા લાગી. ૩૧ના
માતાની શિક્ષા વડે શ્રવિજય વિદ્યા સાથે રે,
સુતારા સહ તે વને, ગગને જાય અબાધે રે. ૩૨ અર્થ - એકવાર માતાની શિક્ષાથી શ્રી વિજયકુંવર સુતારા સાથે આકાશમાર્ગે અબાઘાપૂર્વક વનમાં જઈ વિદ્યા સાધવા લાગ્યો. રા.
વન-ક્રીડા કરતો ફરે, પ્રેમ-મદિરા પીતો રે,
સિંહાદિના સ્થાનમાં ફરતાં તે ના બીલો રે. ૩૩ અર્થ - જંગલમાં પ્રેમરૂપી મદિરા પીતો તે વનક્રીડા કરવા લાગ્યો. સિંહ આદિના સ્થાનમાં પણ ફરતાં તે બીતો નથી. ૩૩ાા.
હરણું અવનવું દેખીને કહે સુતારા, “ઝાલો રે,
રમવા લઈ જઈશું ભલું, જર્ફેર મને એ આલો રે.”૩૪ અર્થ :- ત્યાં વિચિત્રરૂપવાળું હરણને જોઈ સુતારા બોલી : એને ઝાલી મને આપો. એને રમવા લઈ જઈશું. તે જરૂર મને લાવી આપો. ૩૪ો.
શ્રીવિજય ચતુરાઈથી તેની પાછળ ચાલ્યો રે,
તે પણ દોડે વળી ચરે, કાળ એમ બહુ ગાળ્યો રે. ૩૫ અર્થ:- શ્રી વિજયકુંવર ચતુરાઈથી તેને પકડવા પાછળ ચાલ્યો. તે હરણ પણ દોડે, વળી ચરવા લાગે. એમ કરતાં બહુ સમય પસાર કર્યો. સપના
વિદ્યાઘર કપટી બીજો શ્રીવિજય થઈ આવ્યો રે :
હાથ ન આવ્યું હરણ તે, કોઈ રીતે ના ફાવ્યો રે; ૩૬ અર્થ - ત્યાં સુતારા પાસે બીજો એક વિદ્યાધર કપટથી શ્રી વિજયકુંવરનું રૂપ લઈ આવ્યો. અને કહેવા લાગ્યો કે બહુ પ્રયત્ન કરવા છતાં તે હરણ હાથમાં આવ્યું નહીં; હું કોઈ રીતે તેમાં સફળતા મેળવી શક્યો નહીં. ૩૬ો.
Page #361
--------------------------------------------------------------------------
________________
(૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧
૩૪૭
સાંજ પડી ચાલો હવે ઝટ બેસો વિમાને રે,”
એમ કહી તે હરી ગયો શ્રીવિજય-પ્રિયાને રે. ૩૭ અર્થ - હવે સાંજ પડી ગઈ માટે ચાલો ઝટ વિમાનમાં બેસો એમ કહી તે વિદ્યાઘર શ્રી વિજયકુંવરની પ્રિયા સુતારાને હરી ગયો. If૩ળા
સુતારા સ્થાને ફેંકી વિદ્યા તેવાં રૂપે રે,
શ્રીવિજય આવ્યો દેખી તે સાપ ડસ્યો કહી રૂએ રે. ૩૮ અર્થ - સુતારાના ઠેકાણે વૈતાલિની વિદ્યાના બળે સુતારા જેવી રૂપવાળી બીજી સ્ત્રીને મૂકી દીધી. ત્યાં શ્રી વિજયકુંવર આવ્યો જાણી મને સાપ ડસ્યો છે એમ કહી તે માયાથી બનાવેલી સુતારા રોવા લાગી. ૩૮ાા.
શ્રીવિજય ઘાયો છતાં મરી ગયેલી ભાળે રે,
મણિમંત્રાદિ ઔષથી યોજે તે તત્કાળ રે. ૩૯ અર્થ :- શ્રી વિજયે તેના ઉપાય કર્યા છતાં તેની સામે જ મરી ગયેલી હોય તેમ આંખો મીંચી દીધી. શ્રી વિજયકુંવરે તત્કાળ તેને ઠીક કરવા માટે અનેક મણિ મંત્ર તંત્રાદિકની ઔષઘીરૂપે યોજના કરી. ૩૯ાાં
નિષ્ફળ સર્વે લાગતાં, જીવન તજવા ઘારે રે,
ખડકી ચિતા, સ્ત્રીને મેંકી લગાડી જ્યાં પગ ઘારે રે-૪૦ અર્થ - તેને જીવાડવાના બધા ઉપાયો નિષ્ફળ લાગતાં શ્રીવિજયકુંવર પોતે પોતાના પણ પ્રાણ તજવા તૈયાર થયો. તેના માટે ચિતા ખડકી, તેમાં સ્ત્રીને મુકી, આગ લગાડી, તેમાં પોતે દેહ છોડવા માટે પગ મૂકવા ઘારે છે. ૪૦
વિદ્યાઘર આવી ચઢે, મંત્રિત જળ ત્યાં છાંટે રે,
લાત લગાવી તે સ્ત્રીને, વિદ્યા પડી ગઈ વાટે રે. ૪૧ અર્થ :- તેટલામાં ત્યાં એક વિદ્યાધર આવી ચઢ્યો. તેણે મંત્રિત જળ છાંટી બનાવટી સુતારાને લાત મારી કે તે વૈતાલિની વિદ્યા ત્યાંથી ભાગી ગઈ. ૪૧ાા.
શ્રીવિજય પૂછે, “અહો! કોણ તમે ઉપકારી રે?
શું દેખું સ્વપ્રા સમું? કોણ હતી એ નારી રે?” ૪૨ અર્થ - શ્રી વિજયકુંવર વિદ્યાધરને પૂછવા લાગ્યો કે અહો! મારા ઉપર આવો ઉપકાર કરનાર તમે કોણ છો? આ હું સ્વપ્રા જેવું શું જોઈ રહ્યો છું? તે બનાવટી સુતારા કોણ હતી? I૪રા
વિદ્યાઘર બોલે હવે : “અમિતતેજ અમ સ્વામી રે,
તેને પોકારી રડે, સુતારા શુભનામી રે. ૪૩ અર્થ - વિદ્યાઘરે જવાબમાં કહ્યું : અમિતતેજ અમારા સ્વામી છે. તેને પોકારીને રડતી શુભનામવાળી સુતારાને અમે જોઈ છે. ૪૩ા.
સ્વામી-ભગિની ઓળખી, પૂછ્યું “કોણ હરે છે રે?” બોલે અશનિઘોષ ત્યાં : “લડવા હામ ઘરે છે રે? ૪૪
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૪૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- આ તો અમારા સ્વામી અમિતતેજની જ બહેન છે એમ ઓળખીને મેં પૂછ્યું : તમને અહીં કોણ હરી લાવ્યું? ત્યારે અશનિઘોષ બોલ્યો કે શું મારી સાથે લડવાની હામ એટલે હિંમત ઘરાવે છે? I૪૪
ચમરચંચા-પુરી-પતિ, શ્રીવિજયની કાંતા રે,
હરી લાવ્યો છોડાવ તું, જો નહિ જીવન-ચિંતા રે.” ૪૫ અર્થ :- હું ચમર ચંચાપુરીનો રાજા છું. આ વિજયકુંવરની સ્ત્રી છે. હું એને હરી લાવ્યો છું. તને તારા જીવનની ચિંતા ન હોય તો મારી પાસેથી એને છોડાવ. I૪પા.
કહે સુતારા : “મા લડો, મુજ પતિ પાસે જાઓ રે,
વિદ્યા મુજ વેષે છળે તેનો જીવ બચાવો રે.’૪૬ અર્થ - એ સાંભળી સુતારા કહેવા લાગી : તમે લડો મા. પહેલા મારા પતિ પાસે જાઓ. તેને વૈતાલિની વિદ્યા મારો વેષ ઘરીને છળે છે માટે પ્રથમ તેનો જીવ બચાવો. ૪૬ના
તે સુણી આ આપની પાસે આવ્યો દોડી રે,
આજ્ઞા આપો તેમ સૌ કાર્ય કરું તન તોડી રે.”૪૭ અર્થ :- સાંભળીને હું આપની પાસે શીધ્ર આવ્યો છું. જેમ આપ આજ્ઞા આપો તેમ હું તનતોડ મહેનત કરવા તૈયાર છું. ૪ળા
શ્રીવિજય કહે: “આપ તો મારા જીવન-દાતા રે,
અમિતતેજ સહ આવજો, બોલાવી મુજ માતા રે.”૪૮ અર્થ - શ્રી વિજયકુંવર કહે : આપ તો મારા જીવનદાતા છો. મારી માતાને બોલાવી શ્રી અમિતતેજ સાથે અહી આવજો. ||૪૮
અમિતતેજ-પ્રતાપથી અશનિઘોષ જિતાયો રે,
ઑવ લઈ નાસી તે ગયો, શ્રીવિજય પૂઠે ઘાયો રે. ૪૯ અર્થ - અમિતતેજના પ્રતાપથી યુદ્ધમાં અશનિઘોષ જિતાઈ ગયો. તે જીવ લઈને નાઠો અને તીર્થકરની સભામાં પેઠો ત્યારે શ્રી વિજયકુંવર તેની પાછળ દોડ્યો. ૪૯ો.
શ્રવિજય તીર્થંકર-સભા દેખી તેમાં પેઠો રે,
અમિતતેજ પણ આવીને શ્રીવિજય સહ બેઠો રે. ૫૦ અર્થ :- શ્રી વિજયકુંવર પણ તીર્થંકરની સભા જોઈ તેમાં પેઠો. પછી અમિતતેજ પણ ત્યાં આવીને શ્રી વિજયકુંવર સાથે બેઠો. ૫૦ના
સભા વિષે તાઁ વૈર સૌ સુણે પ્રભુની વાણી રે,
અશનિઘોષની માર્જીએ સુતારા ત્યાં આણી રે. ૫૧ અર્થ :- સભા મધ્યે બઘાએ પ્રભુની વાણી સાંભળીને વૈરભાવનો ત્યાગ કર્યો. અશનિઘોષની માતાએ સુતારાને પણ ત્યાં આણી. પ૧ાા
પુત્ર-દોષને ખમાવતી, સતી પતિને આપે રે, જાતિ-વેર પશુ પણ તજે, ક્ષમા સહજ ત્યાં વ્યાપે રે. પર
Page #363
--------------------------------------------------------------------------
________________
(૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧
૩૪૯
અર્થ :— પોતાના પુત્ર અનિઘોષના દોષને ખમાવતી એવી માતા, સતી સુતારાને પોતાના પતિને આપે છે. ભગવાન આગળ જાતિવેર પશુઓ પણ તજે છે. ત્યાં ભગવાનના પ્રતાપે બઘામાં સહજ ક્ષમાભાવ વ્યાપે છે. પા
અનિઘોષ ખમાવતો કહે : “પૂર્વના દોષે રે, હરી લાવ્યો આ બાઈને, પ્રભુ મુજ દોષો ખોશે રે. ૫૩
=
અર્થ :– અશનિર્દોષ પણ પોતાના દોષો ખમાવતો કહે છે કે પૂર્વકર્મના દોષે હું બાઈ સુતારાને હરી લાવ્યો. પણ પ્રભુ મારા આ દોષોને માફ કરશે. પગા
અખંડિત-શીલવંતી એ, ધર્મ-માત મુજ સાચી રે;
ભૂતકાળ ભૂલી જવા, ખરી ક્ષમા આ યાચી રે.’ ૫૪
અર્થ :— આ અખંડિત શીલવંતી સુતારા એ મારી ધર્મમાતા છે. મને મારું કર્તવ્ય શું હોવું જોઈએ તે દર્શાવનાર હોવાથી તેમજ સાચા આત્મઘર્મને બતાવનારી હોવાથી મારી ખરી ધર્મમાતા છે. ભૂતકાળને ભુલી જવા માટે હું સર્વની સમક્ષ ખરી ક્ષમા યાચના કરું છું. ।।૫૪॥
અમિતતેજ વીનવે : “પ્રભુ, ભગિની હરી મુજ શાથી રે?’' કહે કેવળી : “સૌ સુણો, કહું વાત એ આખી રે. ૫૫
=
અર્થ :— હવે અમિતતેજ વિનયપૂર્વક કહેવા લાગ્યો કે પ્રભુ! આ મારી બહેનનું એણે શા માટે હરણ કર્યું? ત્યારે કેવળી ભગવાન કહેવા લાગ્યા : શું તે સર્વ વૃત્તાંત જણાવું છું; તે તમે બધા સાંભળો. ।।૫૫
અચળ ગામના વિપ્રનો કપિલ પુત્ર દાસીનો રે,
બીજા બે પુત્રો ભગે, કપિલ ન ઉદાસી, જો રે. ૫૬
અર્થ :— અચળ ગામના બ્રાહ્મણથી ઉત્પન્ન થયેલો કપિલ, તે દાસીપુત્ર હતો. તે બ્રાહ્મણના બીજા બે પુત્રો હતા. તે પિતા બ્રાહ્મણ પાસે ભણવા લાગ્યા. કપિલ પણ ભગવામાં ઉદાસીન નહીં પણ ઉત્સાહી હતો. ।।૫।।
કપિલ અધિકારી નહીં, પણ સુર્ણા કંઠે ઘારે રે;
બુદ્ધિબળથી તે બન્યો પંડિત શાસ્ત્ર-વિચારે રે. ૫૭
અર્થ :— કપિલ દાસીપુત્ર હોવાથી તેને ભણવાનો અધિકાર આપ્યો નહીં. છતાં તેણે વિદ્યા સાંભળીને
કંઠે ધારણ કરી લીધી. પછી બુદ્ધિના બળે શાસ્ત્રો વિચારવાથી તે પંડિત બની ગયો. ।।૫૭।।
વેદ ન શોભે તુજને,' કહીને કાઢી મૂક્યો રે,
રત્નપુરમાં તે ગયો, પણ વિદ્યા ના ચૂક્યો રે. ૫૮
અર્થ :– તું દાસીપુત્ર હોવાથી તારા કંઠે વેદ શોભે નહીં. એમ કહ્રી કપિલને કાઢી મૂક્યો. પણ વિદ્યાને ભુલ્યા વિના તે રત્નપુર નગરમાં ગયો. પટા
અખંડિત બુદ્ધિબળે પંડિત મુખ્ય મનાયો રે, રાજ-પુરોક્તિ દર્દીથી કન્યા, અતિ પુજાયો રે. ૫૯
અર્થ – અખંડિત બુદ્ધિના બન્ને રત્નપુરમાં તે પંડિતોમાં મુખ્ય ગણાયો. ત્યાંના રાજ પુરોહિતે તેને
=
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૫ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
કન્યા આપી. તેથી ત્યાં અતિ પૂજ્યપણાને પામ્યો. ૧૯
સત્યભામા સુનામની કન્યા બુદ્ધિશાળી રે,
પતિ પરમેશ્વર માનતી, સેવા કરે રસાળી રે. ૬૦ અર્થ - સત્યભામા નામની તે કન્યા બુદ્ધિશાળી હતી. તે પતિને પરમેશ્વર માનતી અને તેની ભાવપૂર્વક સેવા કરતી હતી. /૬૦ાા
નાટક જોવા પતિ ગયો, થયું માવઠું ત્યારે રે,
કપડાં કોરાં લઈ જાએ રાહ સતી નિજ ધારે રે. ૬૧ અર્થ :- એકવાર નાટક જોવા સત્યભામાનો પતિ કપિલ ગયો. ત્યારે વરસાદનું માવઠું થયું. તે વખતે હાથમાં કોરા કપડાં લઈને સતી સત્યભામા પોતાના ઘરના દ્વાર ઉપર ઊભી પતિની રાહ જોતી હતી. ૬૧ાા
કપિલ નગ્ન રાતે થઈ કપડાં કાપે રાખી રે,
દોડી ઘેર ગયો અને કહે સ્ત્રીને, “વિદ્યાથી રે-૬૨ અર્થ:- તે વખતે વરસાદના કારણે કપિલ રાતના નગ્ન થઈ કપડાં કાખમાં સમેટી દોડતો દોડતો પોતાને ઘેર આવ્યો અને સ્ત્રીને કહેવા લાગ્યો કે મારી વિદ્યાનો પ્રભાવ જો. Iકરા
કપડાં મુજ પલળ્યાં નથી'; પણ અજવાળે દેખે રે
શરીર પલળેલું બધું, નગ્ન થયેલો લેખે રે. ૬૩ અર્થ :- કપિલ કહે : મારી વિદ્યાના બળે જો કપડાં પલળ્યાં નથી. પણ સત્યભામાએ અજવાળામાં તેનું બધું શરીર પલળેલું જોયું. તેથી તેને નગ્ન થઈને ઘર પાસે આવી કપડાં પહેરેલા છે એમ જાણ્યું. ૬૩.
ઉત્તમ જનને ના સૂઝે આવી વૃત્તિ નીચી રે,
સંશય મનમાં તે ઘરે, મનોવૃત્તિ થઈ ઊંચી રે. ૬૪ અર્થ - જો આ ઉત્તમ કુળનો હોય તો રાત્રે પણ વરસાદમાં નગ્ન થઈને ઘેર આવવાની નીચ વૃત્તિ સૂઝે નહીં. આમ સત્યભામાના મનમાં શંકા થવાથી કપિલ પ્રત્યે તેનું મન ઊંચુ થઈ ગયું. ૬૪
નિર્ણન કપિલ-પિતા સુણે, કપિલ થયો ઘનવાળો રે,
રત્નપુરમાં આવતાં, થયો કપિલ ભયવાળો રે- ૬૫ અર્થ - હવે બીજા અચળ નામના ગામે રહેલા કપિલના નિર્ધન બ્રાહ્મણ પિતાએ સાંભળ્યું કે પુત્ર કપિલ ઘનવાન બની ગયો છે. તેથી તે રત્નપુર આવ્યો. તે જાણી કપિલનું મન ભયવાળું થયું. ૬પાા
રખે! વાત સાચી થતાં પ્રગટ, કપટ જગ જાણે રે,”
માટે રાજી રાખવા બહુમાન કરે આ ટાણે રે. ૬૬ અર્થ - રખેને મારી દાસીપુત્રવાળી સાચી વાત પ્રગટ થાય તો લોકો મને કપટવાળો જાણશે. માટે બ્રાહ્મણ પિતાને રાજી રાખવા તેમનું ઘણું બહુમાન કરવા લાગ્યો. દુકા
વિનય ઘણો દેખાડતો, જાદી રસોઈ બનાવી રે, સંશય સ્ત્રીનો ત્યાં વધ્યો, ઘન દઈ પૂંછે મનાવી રે. ૬૭
Page #365
--------------------------------------------------------------------------
________________
(૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧
૩૫૧
અર્થઃ– કપિલ તેમના પ્રત્યે ઘણો વિનય દેખાડતો હતો છતાં પિતા બ્રાહ્મણ હોવાથી તેમની રસોઈ જુદી બનાવી. આ જોઈ સત્યભામાને સંશય વઘ્યો કે એમ કેમ કર્યું? તેથી તેણીએ પિતાને ઘન દઈ મનાવીને બધું પૂછી લીધું. ||૬||
એકાંતે તેણે કહ્યું : “દાસી-પુત્ર અમારો રે,’ ઘન લઈ રસ્તે તે પડ્યો; સતી ગણે ભવ ખારો રે. ૬૮
અર્થ :– ત્યારે એકાંતમાં બ્રાહ્મણ પિતાએ કહ્યું : આ અમારો દાસીપુત્ર છે. પછી તે તો ધન લઈ
-
રસ્તે પડ્યો. પણ સતી એવી સત્યભામાએ આ બધી વિગત જાણવાથી તેને મન આ સંસાર ખારો ઝેર
જેવો લાગ્યો. ।।૬૮ા
રાજાને જઈ તે કહે, કપિલને બોલાવે રે;
કઠે સત્યભામા : ‘મને આત્મ-ઠિત બહુ ભાવે રે; ૬૯
અર્થ – રાજા શ્રીષેણ પાસે જઈ સત્યભામાએ કહ્યું ઃ કપિલને બોલાવો. મને મારા આત્માનું હિત કરવું બહુ ગમે છે. ૬થા
તજવા દે સંસાર તો દીક્ષા લઈને પાછું રે.' કપિલ કહે : ‘તેના વિના હું ના જીવન ગાળું રે. ૭૦
અર્થ :— જો મને કપિલ સંસાર તજવા દે તો હું દીક્ષા લઈ તેનું પાલન કરું. ત્યારે કપિલ કહે : તેના વિના હું આ જીવન ગાળી શકું નહીં. ।।૩૦।।
વેશ્યા-ત્યાગ કરાવવો, કહ્યો ઘર્મ, નૃપ, માનો રે,
પરણેલી સ્ત્રીનો નહીં ત્યાગ કદી કરવાનો રે. ૭૧
અર્થ :— હે રાજા ! વેશ્યાનો ત્યાગ કરાવવો તેને ધર્મ કહ્યો છે. પણ પરણેલી સ્ત્રીને ત્યાગવાનું કદી કહ્યું નથી. ।।૭૧।।
સ્પષ્ટ સત્યભામા વદે : દાસી-પુત્ર ન સેવું રે,
મરીશ ડૂબી કે બળી, નીચ બની નહિ જીવું રે.’કર
અર્થ :– ત્યારે સ્પષ્ટપણે સત્યભામા બોલી કે હું દાસીપુત્રને સેવીશ નહીં. ભલે હું ડૂબીને કે બળીને મરી જઈશ પણ નીચ બની હવે જાવીશ નહીં. ।।૭।।
શ્રીષેણ નૃપ કહે : ‘નહીં સુખ તમને સંયોગે રે,
ભલે રહે પુત્રી સમી થોડા દિન મુજ સંગે રે.' ૭૩
અર્થ :~ ત્યારે શ્રીષેણ રાજા બન્નેને શાંતિ પમાડવા માટે બોલ્યા કે તમારા બન્નેના સંયોગમાં હવે
સુખ નથી. માટે ભલે થોડા દિવસ સત્યભામા પુત્રીની જેમ મારી સાથે રહે. ૫૭૩ા
કપિલ કબૂલે તે રીતે સતી સોંપÖ રાણીને રે,
એક દિવસ મુનિ આવિયા, ભાવે તે જ્ઞાનીને રે- ૭૪
અર્થ :— કપિલે તે વાત કબૂલ રાખી. તેથી સતી સત્યભામાને રાણીને સોંપી. એક દિવસ ત્યાં મુનિ
-
મહાત્મા પધાર્યા. તે જ્ઞાનીને ભાવપૂર્વક બધાએ દાન આપ્યું. ૫૭૪॥
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૫૨
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
બે રાણી, નૃપ દાન દે; સતી અતિ અનુમોઢે રે, યુગલિક આવું બાંઘતા ચારે જીવ પ્રમોદે રે. ૭૫
=
અર્થ :— તે જ્ઞાની મુનિને રાજાની બે રાણી તથા રાજા ભાવથી દાન આપવા લાગ્યા. તેની અતિ અનુમોદના સતી સત્યભામાએ કરી. તે ચારેય જીવોએ ગુણ પ્રમોદના કારણે યુગલિક આયુષ્યનો બંઘ કર્યો. ૫૭૫।।
નૃપ-પુત્રો બે એકદા વડે એક સ્ત્રી કાજે રે, નૃપ વારે, માને નહીં; નૃપ લેવાયો લાજે રે. ૭૬
---
અર્થ :– એકદા રાજા શ્રીષેણના બે પુત્રો એક સ્ત્રીને માટે લડવા લાગ્યા. રાજાએ ઘણા વાર્યા છતાં માન્યું નહીં. તેથી રાજાને ઘણી લજ્જા આવી કે આવા મારા પુત્રો છે તો હું બીજાને શું મોઢું બતાવું. ।।૭૬।। વિષ-પુષ્પ સૂંઘી મરે નૃપ સાથે બે રાણી રે, કપિલ-પત્ની સાથે મરે નિજ અનાથતા જાણી રે. ૭૭
અર્થ :— તેથી રાજાએ વિષનું પુષ્પ સૂંઘી દેહ ત્યાગ કર્યો. તેની સાથે બેય રાણીઓએ પણ તેમ કર્યું. કપિલની પત્ની સત્યભામાએ પણ પોતાની હવે અનાથતા જાણી તેણે પત્ર દેહ ત્યાગ કર્યાં.
છ્યા
કપિલ બાહુ ભવમાં ભમી અનિયોષ-ભવ પામે રે, યુગલિક-સુર-ભવ ભોગવી સતી સુતારા નામે રે. ૭૮
અર્થ :કપિલ, તિર્યંચાદિ ઘણા ભવોમાં ભટકીને અનિઘોષનો આ ભવ પામ્યો છે. તથા યુગલિક અને દેવનો ભવ ભોગવી કપિલની સ્ત્રી સત્યભામા, તે આ ભવમાં સતી સુતારા બની છે.
||૭૮||
તેમ જ શ્રીર્ષણ-જીવ તું અમિતતેજ ગણાતો રે;
તુજ પત્ની રાણી હતી પૂર્વે; એ ખરી વાતો ૨, ૭૯
અર્થ :– તેમજ શ્રીર્ષણ રાજાનો જીવ તે તું આ ભવમાં અમિતતેજ બન્યો છે. તારી હમણાં જે પત્ની જ્યોતિપ્રભા છે તે જ પૂર્વભવમાં તારી રાણી હતી. એ બધી ખરી વાતો છે. ।।૭૯ના
બીજી રાી-જીવ આ ભવે શ્રીવિજયરૂપ જાણો રે, યુગલિક-સુર-સુખ ભોગવી આજ રાજ-સુખ માણો રે. ૮૦
અર્થ :– શ્રીર્ષણ રાજાના ભવમાં જે તારી બીજી રાણી હતી તેનો જીવ આ ભવમાં શ્રી વિજયકુંવર બનેલ છે. તે પણ યુગલિક અને દેવલોકના સુખ ભોગવી આજે રાજસુખને માણે છે. માટલા
બે કુંવર લડતા હતા ત્યાં વિદ્યાધર આવી રે,
કહે : ‘બેન કાજે નહીં ઝૂઝો પ્રીતિ લાવી રે.' ૮૧
અર્થ :– શ્રીષેણ રાજાના બે કુંવર જે એક સુંદર સ્ત્રીને મેળવવા માટે લડતા હતા. ત્યાં એક વિદ્યાઘર આવીને કહેવા લાગ્યો કે તમે તમારી બહેનને મેળવવા માટે પ્રીતિ લાવીને પરસ્પર યુદ્ઘ કરો નહીં. ।।૮૧
બન્ને વીર પાછા હઠી પૂછે : “શું તું બોલે રે? કોણ ? ક્યાંથી? આવીને ? હૃદય-દ્વાર અમ ખોલે રે?૮૨
Page #367
--------------------------------------------------------------------------
________________
(૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧
૩૫૩
અર્થ - બન્ને વીર પાછા હઠીને પૂછવા લાગ્યા કે આ તું શું બોલે છે? તું કોણ? ક્યાંથી આવીને અમારા હૃદયના દ્વાર ખોલે છે? અર્થાત્ આ અમારી બહેન છે એમ તે કેવી રીતે જાણ્યું? II૮રા
તે વદતો : “આજે ગયો, અમિતયશ જિન પાસે રે,
વિદ્યાઘર શાથી થયો?” પૂંછતાં પ્રભુ પ્રકાશે રેઃ ૮૩ અર્થ - ત્યારે તે વિદ્યાઘર કહેવા લાગ્યો કે હું આજે અમિતયશ નામના જિનેશ્વર પાસે ગયો હતો. હું વિદ્યાધર કેવી રીતે થયો? એમ પૂછતા પ્રભુ સર્વ વૃત્તાંત પ્રકાશવા લાગ્યા. //૮૩
વતશોકા નગરી વિષે રત્નધ્વજ નૃપ જાણો રે,
તેની તું રાણી હતો, પુત્રી ત્રણ પ્રમાણો રે. ૮૪ અર્થ - વીતશોકા નામની નગરીમાં રત્નધ્વજ નામે રાજા હતો. પૂર્વભવમાં તેની તું રાણી હતો. ત્યાં તારે ત્રણ પુત્રીઓ હતી. ૮૪.
પઘા નામે જે હતી તે સાધ્વી-વ્રત પાળે રે,
એક દિવસ બે યુવકો, સ્ત્રી દેખી લડતા ભાળે રે. ૮૫ અર્થ :- ત્રણ પુત્રીમાં પડ્યા નામની જે પુત્રી હતી તે સાધ્વી થઈને વ્રત પાલન કરતી હતી. એક દિવસ બે યુવાન પુરુષોને એક સ્ત્રીને મેળવવા માટે લડતા તેણીએ જોયા. I૮પા.
નિદાન તે સાધ્વી કરેઃ “આમ મુજ કાજે હોજો રે,
મરીને તે દેવી થઈ પછી સુંદરી થઈ, જોજો રે. ૮૬ અર્થ - એક સ્ત્રીને માટે બે યુવાનોને લડતા જોઈ સાધ્વીએ એવું નિદાન કર્યું કે આમ મારા માટે પણ હોજો અર્થાત્ મને પણ પુરુષો એવી રીતે ઇચ્છે. પછી તે સાધ્વી મરીને દેવી થઈ. ત્યાંથી ચ્યવીને આ સુંદરીરૂપે અવતાર પામી છે. ૮૬.
બે બેનો બીજી હતી તે કુંવર થઈ ઝૂઝે રે,
આજે રત્નપુર, અહો! જ્યાં સાધ્વીનર્જીવ જાએ રે. ૮૭ અર્થ:- પૂર્વભવમાં તેની જે બે બહેનો બીજી હતી તે આ બેય કુંવરરૂપે જન્મ લઈને આજે આ રત્નપુરમાં અહો!તે સાધ્વીના જીવને જોઈ, તેણીએ જે નિદાન કર્યું હતું તેથી તેને મેળવવા માટે લડી રહ્યાં છે. ll૮ળા
રાણીનો ર્જીવ તું હતો, બન્નેની તું માતા રે,
દાનાદિ ઘર્મે થયો વિદ્યાઘર વિખ્યાતા રે. ૮૮ અર્થ - પૂર્વભવમાં રત્નધ્વજ રાજાની રાણીનો જીવ તું હતો. અને બે બેનો જે આજે કુંવર થઈને સ્ત્રી માટે લડી રહ્યાં છે, તે બન્નેની તું માતા હતો, તેમજ સાધ્વી પદ્મા પણ તારી જ ત્રીજી પુત્રી હતી. તે ભવમાં દાન, શીલ, તપ, ભાવ આદિ ઘર્મનું આચરણ કરવાથી તે આ ભવમાં પ્રસિદ્ધ વિદ્યાધર થયો છું. ૮૮ાા
તુજ વચનો તે માનશે, દીક્ષા બન્ને લેશે રે;
વ્રત પાળી મોક્ષે જશે, જો તું જઈ ઉપદેશે રે.” ૮૯ અર્થ - તારા વચનો તે લડતા બેય યુવાનો માનશે; કેમકે પૂર્વભવની તે બેય તારી પુત્રીઓ છે. તું ત્યાં જઈ તેમને ઉપદેશ આપે તો તે બન્ને દીક્ષા લઈ, વ્રત પાળીને મોક્ષે જશે. II૮૯ાા
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૫૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
તેથી તમને બોઘવા, આવ્યો તુર્ત સુણીને રે,
સુણ બન્ને સાથે થયા, માતા-ગુરુ ગણીને રે.”૯૦ અર્થ - ભગવાન અમિતયશ જિનેશ્વર પાસે આ વાત સાંભળીને હું તુર્ત તમને સમજાવવા માટે અહીં આવ્યો છું. તેમની વાત સાંભળી, પૂર્વભવની માતાને ગુરુ ગણી બન્ને સાધુ થઈ ગયા. ૯૦ગા.
અમિતતેજ પૂછે ફરી: હે! પ્રભુ, હું છું કેવો રે?
હોઈશ ભવ્ય અભવ્ય કે? કૃપા કરી દર્શાવો રે.”૯૧ અર્થ :- શ્રી અમિતતેજ ભગવાનને ફરી પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ! હું કેવો છું? હું ભવ્ય છું કે અભવ્ય? તે કૃપા કરી મને દર્શાવો. ૯૧.
કહે પ્રભુ : “નવમા ભવે થશો તીર્થપતિ યોગી રે,
ભરત-ચક્રવર્તી તણી પદવીના પણ ભોગી રે. ૯૨ અર્થ - ત્યારે પ્રભુ કહેવા લાગ્યા કે આજથી નવમા ભવે યોગીશ્વર શ્રી શાંતિનાથ નામે તમે તીર્થપતિ થશો. તથા ભરતક્ષેત્રમાં ચક્રવર્તીની પદવીના પણ સાથે ભોક્તા થશો. ૯૨ાા
તુજ અનુજ શ્રીવિજય થઈ ગણથર પદવી લેશે રે.”
ફરી પૂંછે : “સદ્ઘર્મ શું?” કેવળી વળી ઉપદેશે રે - ૯૩ અર્થ :- શ્રી વિજયકુંવર તે ભવમાં તારો અનુજ એટલે નાનો ભાઈ થઈ, દીક્ષા લઈ ગણઘર પદવીને પામશે. શ્રી અમિતતેજે ફરી પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ! સઘર્મ કોને કહેવો? ત્યારે શ્રી કેવળી ભગવાન તે વિષે વિસ્તારથી તત્ત્વનો ઉપદેશ આ પ્રમાણે આપવા લાગ્યા. ૯૩ાા
“ભવ-હેતુ તો કર્મ છે, તે મિથ્યાત્વાદિથી રે,
મિથ્યાત્વે વિપરીતતા જ્ઞાન વિષે દેખાતી રે. ૯૪ અર્થ - આ સંસારમાં જીવને રઝળવાનું કારણ તો કર્મ છે. તે કર્મ આવવાના મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ નામના પાંચ પ્રકાર છે. હવે દરેકનું સ્વરૂપ સમજાવે છે. મિથ્યાત્વ એટલે અજ્ઞાનના કારણે જીવનું જ્ઞાન પણ વિપરીત થયેલું જણાય છે. ૯૪ો.
પાંચ ભેદ મિથ્યાત્વના : પ્રથમ ભેદ "અજ્ઞાની રે,
ભાન ન ઘર્મ અથર્મનું, એ એની નિશાની રે. ૯૫ અર્થ :- મિથ્યાત્વના અજ્ઞાન, સંશય, એકાંત, વિપરીત અને વિનય એમ પાંચ ભેદ છે. તેમાં પ્રથમ ભેદ અજ્ઞાનનો છે. અજ્ઞાન એટલે પોતાના આત્મઘર્મનું એટલે પોતાના સ્વરૂપનું જેને ભાન નથી, ઓળખાણ નથી તે. અને અધર્મ એટલે શરીરાદિ પુદગલ દ્રવ્ય જે પોતાનો ઘર્મ એટલે સ્વભાવ નથી તેને પોતાના માનવા. એમ હિતાહિતનું ભાન ન હોવું તે આ અજ્ઞાનની નિશાની છે. પા.
આગમ, આ સહાયથી, સુણ નિર્ણય ના લાવે રે,
સંશય તત્ત્વ વિષે રહે, ભેદ બીજો બતલાવે રે. ૯૬ અર્થ :- આગમથી અથવા આત એટલે મોક્ષમાર્ગમાં વિશ્વાસકરવા લાયક એવા જ્ઞાની પુરુષની
Page #369
--------------------------------------------------------------------------
________________
(૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧
૩૫ ૫
સહાયતા લઈને કે તેમનો ઉપદેશ સાંભળીને પણ જીવાદિ પદાર્થોના સ્વરૂપનો નિર્ણય ન કરવો અને તત્ત્વોમાં શંકા સહિત માન્યતા રાખવી તે સંશય નામનો મિથ્યાત્વનો બીજો ભેદ છે. II૯૬ના
સમકિત-જ્ઞાનાચારમાં કે દ્રવ્યાદિ તત્વે રે,
એકાંતે અંશો ગ્રહે, એકાંતિક મિથ્યાત્વે રે. ૯૭ અર્થ - કોઈ માત્ર જ્ઞાન વાંચી નિશ્ચયાભાસી થઈ પોતાને સમકિતી માને અથવા કોઈ એકાંતે ક્રિયાને જ વળગી રહી પોતાને સમકિતી માને. પણ “જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ' અર્થાત્ જ્ઞાન સહિત ક્રિયાથી મોક્ષ છે તે ન માને તેમજ કોઈ જીવાદિ તત્ત્વોના પણ એકાંતે અંશો ગ્રહણ કરે જેમકે આત્મા નિત્ય જ છે. અથવા તે અનિત્ય જ છે એમ એકાંતે માને પણ સ્વાદુવાદથી ન માને તેને એકાંતિક મિથ્યાત્વનો ત્રીજો પ્રકાર કહ્યો છે. ૯શા.
જ્ઞાન-જ્ઞાયક-જ્ઞયનો નિર્ણય ઊંઘો ઘારે રે,
ત્યાં વિપરિત મિથ્યાત્વ છે; અઘર્મ-ઘર્મ વિચારે રે. ૯૮ અર્થ - જેનું જ્ઞાન વિપરીત છે અર્થાત્ જેની સમજણવડે કરેલો નિર્ણય ઊંઘો છે. જ્ઞાયક એટલે સર્વ પદાર્થને જાણનાર એવા આત્માનું સ્વરૂપ પણ જે દેહરૂપે માને છે, તેમજ જોય એટલે જગતના સર્વ પદાર્થો જે પોતાના નથી છતાં પોતાના છે એમ વિપરીત રીતે જેના મગજમાં નિર્ણય કરેલો છે, તથા પોતાના વિચાર કરીને જે અધર્મ એટલે મિથ્યાઘર્મને સઘર્મ માને છે, એમ સર્વનું વિપરીત સ્વરૂપ નિર્ધારી લેવું તે વિપરીત નામનો મિથ્યાત્વનો ચોથો ભેદ છે. II૯૮
ત્રિવિઘ વિનય સઘળે કરે, વિના વિવેક અજાણ્યો રે,
મુક્તિ-હેતુ માને બથે, અંતિમ ભેદ વખાણ્યો રે. ૯૯ અર્થ:- જે ત્રિવિધ એટલે મન,વચન, કાયાથી સત્ દેવ કે અસત્ દેવ આદિનો અથવા સદ્ગુરુ કે અસદ્ગુરુનો અથવા સઘર્મ કે સલ્ફાસ્ત્ર તેમજ અસત્ ઘર્મ કે અસત્ શાસ્ત્ર આદિ સર્વેનો એક સરખો વિનય કરે તેને પાંચમો ભેદ વિનય મિથ્યાત્વ નામનો કહ્યો છે. તે પુરુષ વિવેક રહિત છે, સર્દેવ ગુરુધર્મના સ્વરૂપથી અજાણ્યો છે. માટે સર્વનો એક સરખો વિનય કરવો તેને મુક્તિનું કારણ માને છે. આ મિથ્યાત્વનો અંતિમ ભેદ ભગવાને કહ્યો છે. ગાલા
અસંયમ અવ્રતી-ક્રિયા મન-વાણી-તનું યોગે રે,
ઇન્દ્રિય-અસંયમ અને પ્રાણ-અસંયમ ભંગે રે. ૧૦૦ અર્થ - હવે અવિરતિનું સ્વરૂપ જણાવે છે. અવિરતિ એટલે અસંયમ. જે મન વચન કાયાથી વ્રત વગરની ક્રિયા કરે તે અસંયમ કહેવાય છે. તે અસંયમના બાર પ્રકાર છે. પાંચ ઇન્દ્રિયો અને મન પ્રમાણે વિષયોમાં પ્રવૃત્તિ કરવી તે છ પ્રકારની ઇન્દ્રિય અસંયમ છે અને પાંચ સ્થાવર અને છઠ્ઠી ત્રસ જીવોની હિંસાને ન રોકવી તે છ પ્રકારનો પ્રાણી અસંયમ છે. |૧૦૦ગા.
ગુણસ્થાનક ચોથા સુથી અસંયમ બંઘ-હેતુ રે,
વ્રતમાં દોષ પ્રમાદ છે, છઠ્ઠા સુથી સુણી લે તું રે. ૧૦૧ અર્થ - ચોથા ગુણસ્થાનક સુધી ઉપરોક્ત બાર પ્રકારનો અસંયમ અથવા અવિરતિ જીવને
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૫ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
કર્મબંધના કારણ છે. પાંચમા ગુણ સ્થાનકમાં દેશે વ્રત આવવાથી તથા છઠ્ઠા ગુણસ્થાનકમાં મુનિને સર્વ વ્રતરૂપ સંપૂર્ણ સંયમ આવવાથી અવિરતિ સંબંધી થતો બંઘ અટકે છે, પણ પ્રમાદવડે થતો બંઘ ચાલુ રહે છે. તેથી વ્રતોમાં દોષ લાગે છે. તે પ્રમાદ છઠ્ઠા ગુણ સ્થાનક સુઘી કર્મબંધનું કારણ થાય છે. ૧૦૧ાા
પંદર ભેદ પ્રમાદના, કષાય સોળ પ્રકારે રે;
ગુણસ્થાનક દશમા સુઘી બંઘ કષાય-વિકારે રે. ૧૦૨ અર્થ :- પ્રમાદના પંદર ભેદ છે. પાંચ વિષય, ચાર કષાય, ચાર વિકથા, નિદ્રા અને સ્નેહ. હવે સાતમા અપ્રમત્ત ગુણ સ્થાનકમાં પ્રમાદથી થતો બંઘ અટકી ગયો પણ કષાયથી થતો બંઘ ચાલુ રહે છે. તે કષાય સોળ પ્રકારના છે. તે દશમા સૂક્ષ્મ સાંપરાય નામના ગુણસ્થાનક સુધી હોય છે. તે કષાયરૂપી વિકારને કારણે જીવને કર્મનો બંઘ ચાલુ રહે છે. /૧૦૨ા.
ત્રણે ગુણસ્થાને પછી સાતવેદન આવે રે,
કંપે આત્મ-પ્રદેશે તે યોગ, કર્મને લાવે રે. ૧૦૩ અર્થ - પછી અગ્યાર, બાર અને તેરમા ગુણસ્થાનકે જીવને સાતવેદનીયનો બંઘ થાય છે. કષાયથી થતો બંઘ અટકી જવાથી હવે આ ત્રણ ગુણસ્થાનકમાં જીવને બંધનું કારણ માત્ર યોગ છે. તે મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ થવાથી આત્મપ્રદેશો કંપાયમાન થાય છે અને કર્મને પોતા તરફ આકર્ષે છે. જેના નિમિત્તથી આત્માના પ્રદેશ સકંપ થાય અને કર્મોનું ખેંચાણ થાય તેને યોગ કહે છે.”
-સહજસુખ સાધન (પૃ.૩૫૪) ૧૦૩ી પંદર ભેદે યોગ છે, પ્રકૃતિ-પ્રદેશ-હેતુ રે;
કષાયથી રસ ને સ્થિતિ; કર્મ પાકી રસ દેતું રે. ૧૦૪ અર્થ :- યોગના પણ પંદર ભેદ છે. તે આ પ્રમાણે સત્યમન, અસત્યમન, ઉભયમન, અનુભયમન, સત્યવચન, અસત્ય વચન, ઉભય વચન, અનુભય વચન, ઔદારિક યોગ, ઔદારિકમિશ્ર યોગ, વૈક્રિયિક, વૈક્રિયિક મિશ્ર – છ પર્યાપ્તિ પૂરી ન થાય તેને મિશ્ર કહેવાય છે. આહારક, આહારકમિશ્ર, કાર્માણ, વિગ્રહ ગતિમાં કાર્માણયોગ હોય છે. એ મન વચનકાયાના યોગ તે પ્રકૃતિબંઘ અને પ્રદેશબંઘના કારણો છે.
જ્યારે કર્મોમાં રસ અને સ્થિતિ પડે તે કષાયભાવોથી પડે છે. પછી કર્મનો અબાઘાકાળ પૂરો થયે તે કર્મ પાકીને સુખદુઃખરૂપ ફળને આપનાર થાય છે. “જે વિચાર અને વચનને સત્ય કે અસત્ય કાંઈ ન કહેવાય તેને અનુભય કહે છે.” -સહજસુખ સાઘન (પૃ.૩૫૩) I/૧૦૪ો.
મિથ્યાત્વ, અવિરતિ અને કષાય, પ્રમાદ, યોગે રે,
એક સો વીસ પ્રકૃતિઓ બાંઘી કર્મ-સંયોગે રે. ૧૦૫ અર્થ :- કર્મબંધના કારણો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ છે. તે તે કર્મબંઘના સંયોગે જીવ એકસો વીસ પ્રકૃતિનો બંઘ કરે છે. તે આ પ્રમાણે છે. પાંચ જ્ઞાનાવરણીયની, નવ દર્શનાવરણીયની, છવીસ મોહનીય કર્મની, પાંચ અંતરાયકર્મની, સડસઢ નામકર્મની, બે વેદનીય કર્મની, બે ગોત્રકર્મની તથા ચાર આયુષ્યકર્મની. ૧૦પા.
ભમે જીવ ભવમાં અતિ; લહીં કરણાદિ લબ્ધિ રે, મોક્ષમાર્ગ જે પામતા. તે પામે છે સિદ્ધિ રે. ૧૦૬
Page #371
--------------------------------------------------------------------------
________________
(૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨
૩૫૭
-
અર્થ :– આપણો આત્મા કર્મ બાંધીને આ સંસારમાં અત્યંત પરિભ્રમણ કરે છે. પણ પાંચ કરણાદિ લબ્ધિને પામી મોક્ષમાર્ગ મેળવી અપૂર્વ એવા આત્માની સિદ્ધિને પામે છે. તે પાંચ લબ્ધિઓ આ પ્રમાણેઃ‘(૧) ક્ષયોપશમલબ્ધિ–મનુષ્યભવ, પાંચ ઇન્દ્રિય વગેરે મળે તે.
(૨) વિશુદ્ધિલબ્ધિ—ખોટાં કામથી ત્રાસ પામે ને સારા ભાવ ભણી જીવ વળે તેથી પુણ્ય બાંધે. તેથી સત્પુરુષનો યોગ થાય.
(૩) દેશનાલબ્ધિ—સત્પુરુષનો યોગ થાય, સત્પુરુષ કહે તે સમજવાનું માહાત્મ્ય લાગે.
(૪) પ્રાયોગ્યલબ્ધિ—દેશનાનો વિચાર કરી તેમાં જ જીવન ગાળે તેથી સીત્તેર કોડાકોડીની કર્મ-સ્થિતિ ઘટીને અંતઃકોટાકોટીની થઈ જાય.
(૫) કરણાબ્ધિ—તેમાં આગળ વધતાં ગ્રંથિભેદ થાય.'' પામૃત ભા-૨ (પૃ.૨૨૨) II૧૦૬।।
તુજ સમ ભવ્ય જીવો હલકી રત્નત્રય શિવપંથે રે
ભવસમુદ્ર ઊતરી રહે શાશ્વત મુક્તાનંદે રે, '' ૧૦૭
=
અર્થ ઃ— ઉપર મુજબ સદ્ધર્મની પ્રાપ્તિમાં બાધક એવા કારણો મિથ્યાત્વાદિને બતાવી, જે ભવિષ્યમાં શાંતિનાથ ભગવાન થવાના છે એવા અમિતતેજને સંબોથી ભગવાને જણાવ્યું કે તારા જેવા ભવ્ય જીવો પણ રત્નત્રયને પામી શિવપંથે એટલે મોક્ષના માર્ગે ચઢશે. તે જીવો સંસારરૂપી સમુદ્રને પાર ઊતરી શાશ્વત એવા મુક્તિના આનંદને મેળવશે. ।।૧૦૭//
અમિતતેજ સુી પામિયો સમ્યગ્દર્શન-શુદ્ધિ રે,
શ્રાવકનાં વ્રત આદરી લહે ભાવની વૃદ્ધિ ૨. ૧૦૮
અર્થ – અમિતતેજ પન્ન ભગવાનનો આવો શ્રેષ્ઠ ઉપદેશ સાંભળી સમ્યગ્દર્શનની શુદ્ધિને પામ્યો. તેથી શ્રાવકના વ્રતોને ગ્રહણ કરી દિનોદિન શ્રેષ્ઠ ભાવોની વૃદ્ધિ કરવા લાગ્યો. ।।૧૮।।
(૮૮)
શ્રી શાંતિનાથ
ભાગ-૨
(સંભવ જિનવર વિનતિ અવઘારો ગુણજ્ઞાતા રે—એ રાગ)
*
અનિર્દોષ સાધુ થયો, માતા સહ તે કાળે રે,
સસાસુ સુતારા ગ્રò દીક્ષા, પ્રીતે પાળે . ૧
અર્થ :– ભગવાન તીર્થંકરની વાણીવડે અશનિષોષ વિદ્યાધર જે પૂર્વભવમાં કપિલ હતો તે પોતે જ હતો એમ જાણી વૈરાગ્ય પામી સાધુ થયો. તેની માતા પણ સાથે દીક્ષિત થઈ. તથા સુતારા જે પૂર્વભવમાં જે કપિલની પત્ની સત્યભામા હતી અને આ ભવમાં અમિતતેજ જે શાંતિનાથ ભગવાનનો જીવ છે તેની બહેન અને શ્રી વિજયની પત્ની છે. તેણે પણ આ ભવની સાસુ સ્વયંપ્રભા જે ત્રિપુષ્ટ વાસુદેવની રાણી છે તેની
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૫૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સાથે દીક્ષા ગ્રહણ કરી. સૌ પ્રેમપૂર્વક મુનિના આચાર પાળવા લાગ્યા. II૧ના
અમિતતેજ આદિ ગયા સર્વે નિજ નિજ સ્થાને રે,
પર્વે ઉપવાસો કરે, દેતા પાત્રે દાને રે. ૨ અર્થ - અમિતતેજ આદિ સર્વે પોત પોતાના સ્થાને ગયા. તેઓ પણ આઠમ ચૌદસ આદિ પર્વ દિવસોમાં ઉપવાસ કરવા લાગ્યા અને સુપાત્રે દાન આપી શ્રાવક ઘર્મનો ઉદ્યો કરવા લાગ્યા. રા.
જિન-પૂજા નિત્ય કરે, ઘર્મકથા પણ સુણે રે,
ભવ્ય ર્જીવોને બોઘ દે, રાચે પરના ગુણે રે. ૩ અર્થ - હવે અમિતતેજ હમેશાં જિનપૂજા કરે છે, ઘર્મ કથા પણ સાંભળે છે તથા અનેક ભવ્ય જીવોને ઘર્મનો ઉપદેશ આપે છે તથા પરના અલ્પ ગુણમાં પણ પ્રીતિ ઘરાવી પ્રમોદ પામે છે.
“ગુણી જનોકો દેખ હૃદયમેં, મેરે પ્રેમ ઉમડ આવે;
બને જહાં તક ઉનકી સેવા, કરકે યહ મન સુખ પાવે.” -મેરી ભાવના સા. વિદ્યાઘર-ચક્રી સમો અમિતતેજ વિરાજે રે,
અનેક વિદ્યા સાઘતો, શ્રીવિજય-મૈત્રી છાજે રે. ૪ અર્થ - વિદ્યાઘરોનો રાજા અમિતતેજ ચક્રવર્તી સમાન રાજ્યસન પર વિરાજમાન છે. જે અનેક વિદ્યા સાધતો કાળ નિર્ગમન કરે છે. તેને ત્રિપુષ્ટ વાસુદેવના પુત્ર શ્રી વિજય સાથે ગાઢ મિત્રતા છે. જો
અમરગુરુ મુનિને નમી બન્ને બેસી પૂછે રે ?
ત્રિપુષ્ટના ભવ આગલા, વાસુદેવ-સુખ શું છે રે?” પ અર્થ – અમરગુરુ મુનિનો સમાગમ થતાં બન્ને તેમને નમીને તેમની સમક્ષ બેસી, વિજયના પિતા ત્રિપુષ્ટ વાસુદેવના આગલા ભવો પૂછવા લાગ્યા તથા વાસુદેવ પદવીનું સુખ શું છે? તે જણાવવા કહ્યું. પાા
ઘર્મ-ફળો મુનિ વર્ણવે શ્રીવિજય તે યોગે રે,
ભોગ-નિદાન કરે અરે! ચિત્ત ઘરી સુખ-ભોગે રે. ૬ અર્થ - ત્યારે મુનિ ભગવંતે ઘર્મ આરાધનાનું આ ફળ છે એમ વર્ણન કર્યું. તે સાંભળીને શ્રી વિજયે વાસુદેવના સુખ ભોગ ભોગવવાની ઇચ્છાએ કરી મનમાં એવા ભોગનું અરે! નિદાન એટલે નિયાણું કરી લીધું.
એક દિવસ બન્ને સુણે વિમલમતિ મુનિ પાસે રે,
‘એક માસ આયુષ્ય છે” મુનિ બની લે સંન્યાસે રે. ૭ અર્થ - એક દિવસ વિમલમતિ નામના મુનિ પાસે પોતાનું માત્ર એક માસનું આયુષ્ય સાંભળીને બન્ને મુનિ બની, સંન્યાસ મરણ સ્વીકારી પાદોપગમન અનશન ગ્રહણ કર્યું. શા
(આનત સ્વર્ગે ઊપજી, સુર-સુખ બન્ને માણે રે,
પૂર્વ પુણ્ય ફળ બાકી તે, વિદેહ ક્ષેત્રે આણે રે. ૮ અર્થ - હવે બન્ને આનત નામના નવમા દેવલોકમાં ઉત્પન્ન થઈ દેવતાઈ સુખને માણવા લાગ્યા. પૂર્વે કરેલા પૂણ્યના ફળો ભોગવવા બાકી હોવાથી ત્યાંથી તેમને મહાવિદેહ ક્ષેત્રમાં કમેં આપ્યા. ટાા
Page #373
--------------------------------------------------------------------------
________________
(૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨
પ્રભાકરી નગરી વિષે જન્મે નૃપ-કુમારો રે, સ્તિમિતસાગર-પરે સ્ફુરે કુલદીપક સંસ્કારો રે, ૯
અર્થ :– મહાવિદેહ ક્ષેત્રમાં પ્રભાકરી નગરીમાં સ્ક્રિમિતસાગર રાજાના ઘેર રાજકુમારો તરીકે બેય જન્મ પામ્યા. કુળને દીપાવે એવા સંસ્કારોથી યુક્ત બન્ને કુમારો વૃદ્ધિ પામવા લાગ્યા. IIĪ (અપરાજિત નામે થયો, અમિતતેજ-જીવ મોટો રે, અનંતવીર્ય સુનામથી શ્રીવિજય-જીવ છોટો રે. ૧૦
અર્થ :— જે પૂર્વભવમાં અમિતતેજ હતો તે હવે અપરાજિત નામે મોટો ભાઈ થયો તથા પૂર્વભવમાં જે શ્રી વિજય હતો તે અહીં અનંતવીર્ય નામનો નાનો ભાઈ થયો. ।।૧૦।
બળભદ્ર, વાસુદેવ બે ઊછરે પુણ્ય પ્રમાણે રે;
કિરાી બર્બરી બે નટી નાચતી હતી જે ટાણે ૨, ૧૧
અર્થ :— મોટોભાઈ અપરાજિત તે બળદેવ અને નાનોભાઈ અનંતવીર્ય તે વાસુદેવ થવાનો છે. તે પુણ્ય પ્રમાણે અત્રે ઊછેર પામે છે. એકવાર કિરાતી અને બર્બરી નામની બે દાસીઓ જે ગીત નાટય કળામાં ઘણી કુશળ હોવાથી સુંદર ગાયન અને નૃત્ય કરતી તે યુવતીઓ બલભદ્ર અને અનંતવીર્યના ચિત્તને રંજન કરતી હતી. ।।૧૧।।
અભિનય ભાવે સર્વનાં ચિત્ત હરી તે લેતી રે;
નારદ ઋષિ આવ્યા છતાં, માન સભા ના દેતી રે. ૧૨
૩૫૯
અર્થ :— તે અભિનય એટલે મનોભાવદર્શક એવું નૃત્ય કરતાં સર્વના ચિત્તને હરણ કરતી હતી. તે સમયે નારદ ઋષિ ત્યાં આવ્યા છતાં સભામાં કોઈએ તેમને માન આપ્યું નહીં. ।।૧૨।
અપમાનિત પાછા ગયા, દમિતારિની પાસે રે, માન દઈ સામો જઈ ઋષિને તે ઉપાસે રે. ૧૩
અર્થ :– અપમાનિત થયેલા નારદ પાછા ફર્યા અને દમિતારિ નામના પ્રતિ વાસુદેવની પાસે ગયા. ત્યારે દમિતારિએ તેમની સામે જઈ માન દઈને તે ઋષિની ભક્તિપૂર્વક ઉપાસના કરી. ।।૧૩।।
પૂછે પછી : “આશ્ચર્ય શું અપૂર્વ આપે ભાળ્યું રે’ “પ્રભાકરી નગરી વિષે ની-નાટક નિહાળ્યું ૨ે,” ૧૪
..
અર્થ :— પછી રાજાએ નારદ ઋષિને પૂછ્યું કે આપ સર્વત્ર ફરો છો તો આ જગતમાં અપૂર્વ આશ્ચર્યકારક એવું આપે શું ભાળ્યું ? ત્યારે અવસર જોઈ નારદ બોલ્યા : પ્રભાકરી નગરીમાં નટીઓનું એક નાટક મેં નિહાળ્યું છે. ।।૧૪।।
મેં
એમ કહી આશ્ચર્યથી નારઢ વદન વિકાસે રે
“એ બે ની ચકી-સભા માટે જન્મી ભાસે ૨, ૧૫
અર્થ :— “એમ કહીને આશ્ચર્યથી નારદનું મુખ વિકસિત થયું અને જણાવ્યું કે એ બે નટીઓ તો તમારા જેવા ચીની સભા માટે જ જન્મી હોય એમ લાગે છે. ।।૧૫।।
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૬૦
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
તુજ સુખ-મંદિર-શિખરે કળશ ચઢે એ આવ્યું રે, ત્રિખંડપતિને તે ઘટે,” કહી ક્લેશ-બીજ વાવે રે. ૧૬
અર્થ :— વળી નારદે કહ્યું : જો એ નટીઓ અહીં આવે તો તારા સુખરૂપી મંદિરના શિખર ઉપર લશ
=
ચઢે એવું થાય. એ નટીઓ ત્રણ ખંડના અધિપતિને ઘેર શોભે એમ કહી ક્લેશના બીજ વાવી દીધા. ।।૧૬। દમિતારિ દૂત મોકલે મગાવવા ની બન્ને રે, ની-વેષે બે ભાઈઓ ગુપ્ત ગયા દ્યૂત-સંગે રે. ૧૭
અર્થ :–દમિતારિ રાજા એ બન્ને નટીઓને પોતાના રાજ્યની શોભા માટે આપી દેવા અર્થે એક દૂત મોકલ્યો. દૂતની સાથે કુતૂહલથી વિદ્યાના બળે અપરાજીત અને અનંતવીર્થે પોતેજ કિરાતી અને બર્બરીનું રૂપ ધારણ કરી ગુપ્ત રીતે ત્યાં ગયા. ।।૧૭||
વિદ્યા બળથી રીઝર્વે નાટક કરી રાજાને રે, નૃપ નિજ કન્યા સોંપતા સુનૃત્ય શીખવવાને રે. ૧૮
અર્થ :–દમિતારીના રાજ્યમાં વિદ્યાના બળથી નાટક કરી રાજાને રીઝવ્યો. તેથી રાજાએ પોતાની કન્યા કનકશ્રીને પણ નાટ્યકળા શીખવવા માટે તેમને સોંપી. ।।૧૮।
કળા શીખવતાં વર્ણવે, “અનંતવીર્ય રૂપાળો રે,
પ્રભાકરી પુરીનો પતિ જગશિરોમણિ ભાળો રે.” ૧૯
અર્થ :– કનકશ્રીને કળા શીખવતા અપરાજીત, અનંતવીર્યના રૂપનું અને ગુણોનું વર્ણન કરે છે, કે
=
તે પ્રભાકરી નગરીનો રાજા છે, અને તે જગતમાં શિરોમશિરૂપ છે. ૧૯ના
પ્રીનિવંત બની ચૂકે પતિ કરવાને તેને રે,
વીનવે લજ્જા મુકી કે સ્વરૂપ બતાવે એને રે. ૨૦
અર્થ :— જ્યારે કનકશ્રી લજ્જા મૂકીને અનંતવીર્ય ઉપર પ્રીતિવંત બની તેને પોતાનો પતિ કરવા
=
ઇચ્છે છે ત્યારે અનંતવીર્થે પોતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કર્યું. ।।૨૦।।
રૂપમુગ્ધ સાથે જવા તત્પર થઈ કે ચાલ્યા રે,
“કનકશ્રી નૃપ-કન્યકા હરી મેં' ગગને બોલ્યા રે. ૨૧
અર્થ :– જ્યારે કનકશ્રી તેના મનોહર રૂપમાં મુગ્ધ બની, તેની સાથે જવા તૈયાર થઈ ત્યારે આકાશમાર્ગે જતાં અનંતવીર્ય બોલ્યો : હું રાજકન્યા કનકશ્રીને હરીને જાઉં છું, ॥૨૧॥
યુદ્ધ થયું ત્યાં કારમું, ચક્ર મૂકે દમિતારિ રે, અનંતવીર્ય-કરે ઠરે, ચાલ્યા તેને મારી રે. ૨૨
અર્થ : અનંતવીર્યના શબ્દો સાંભળી મિનાર અને અનંતવીર્ય વચ્ચે ભયંકર કારનું યુદ્ધ થયું. અંતે દમિતારિએ અનંતવીર્ય ઉપર ચક્ર મૂક્યું. તે અનંતવીર્યના હાથમાં આવી સ્થિર થયું. અંતે દમિતારિના વચનોથી ક્રુદ્ધ થઈ અનંતવીર્થં તેના ઉપર ચક્ર મૂકી તેને મારીને આગળ ચાલ્યા. ।।૨૨।।
વિમાન થોભે જ્યાં નભે નીચે સભા જણાતી રે, કીર્તિઘર કેવળી દીઠા, દિવ્યધ્વનિ સુણાતી ૨. ૨૩
Page #375
--------------------------------------------------------------------------
________________
(૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨
૩૬૧
અર્થ :- નભ એટલે આકાશમાં જતું વિમાન થોળ્યું ત્યારે નીચે જોયું કે ત્યાં સભા બેઠેલી જણાઈ અને કીર્તિધર કેવળી ભગવંતને દીઠા. જ્યાં તેમની દિવ્યધ્વનિ બઘા સાંભળી રહ્યા છે. ગારા
દમિતારિના તે પિતા, નીચે જઈ સૌ વંદે રે,
દર્શન કરી સુણી દેશના, સૌના મન આનંદે રે. ૨૪ અર્થ - તે કીર્તિઘર કેવળી દમિતારિ રાજાના પિતા છે. વિમાનને નીચે લઈ જઈ સર્વે એ વંદન કર્યા. દર્શન કરી તેમની દેશના સાંભળવાથી સૌના મન આનંદમાં આવી ગયા. ૨૪
પૂંછે પિતામહને પછી કનકશ્રી કર જોડી રે :
કયાં પૂર્વિક પાપથી થઈ હું પાપી છોડી રે?” ૨૫ અર્થ - પછી કનકશ્રી પોતાના પિતામહ એટલે દાદા કીર્તિઘર કેવળીને હાથ જોડી પૂછવા લાગી કે હે પ્રભુ! હું કયાં પૂર્વના પાપથી મારા પિતા દમિતારિને મારવા માટે નિમિત્તરૂપ પુત્રી બની. 1રપા
કીર્તિઘર કેવળી કહે: “પૂર્વ ભવે શ્રીદતા રે,
શંખપુરે પુત્રી હતી, ગરીબ માતા-પિતા રે, ૨૬ અર્થ –ત્યારે કીર્તિઘર કેવળી કહેઃ પૂર્વભવમાં તું શંખપુરમાં શ્રીદત્તા નામની ગરીબ માતાપિતાની પુત્રી હતી. પારકા
મુનિ મળતાં દુઃખ ટાળવા ચક્રવ્રત તેં ઘાયું રે,
દાન દીધું તેં સાઘુને, સાઘુ-વચન અવઘાર્યું રે. ૨૭ અર્થ -તને મુનિ મહાત્માનો યોગ મળવાથી તેમના ઉપદેશથી દુઃખ ટાળવા તેં ચક્રવ્રત ઘારણ કર્યું હતું. ચક્રવ્રતના વિઘાનમાં પ્રથમ અઠ્ઠમ, પછી એક ઉપવાસ અને પારણું પછી બીજો ઉપવાસ અને પારણું એમ સાડત્રીસ ઉપવાસ કરી અંતે અઠ્ઠમ કરવાનું હોય છે. પુણ્ય પ્રભાવે એક દિવસ વરસાદના કારણે તારા ઘરની ભીંત પડી જવાથી સુવર્ણથી ભરેલો ચરુ નીકળ્યો. પછી તે સાઘુ પુરુષોને ભાવથી દાન આપ્યું તથા સાધુ જ્ઞાની પુરુષોના વચનને ધારણ કર્યા હતા. રશી.
મહાસતી આર્યા હતી તેને તેં બોલાવી રે,
ઉપવાસે ઊલટી થઈ, ગ્લાનિ તને થઈ આવી રે. ૨૮ અર્થ - એક મહાસતી આર્યાને તેં આહારદાન અર્થે બોલાવી તેને ઉપવાસ હોવાથી ઊલટી થઈ. તે જોઈ તેમના પ્રત્યે તને ગ્લાનિ થઈ આવી. ૨૮
દોષ ગુણીના દેખતાં પાપ-કમાણી કીથી રે,
પુણ્ય ફળે નૃપતિ-કુળ પદવી આવી લીથી રે. ૨૯ અર્થ - ગુણી એવી મહાસતીના દોષ દેખતાં તેં પાપની કમાણી કરી. પણ પુણ્યના ફળમાં આ રાજ્યકુળમાં તે કનકશ્રીની પદવીને પામી. ૨૯
પાપ-ફળે પિતા-વઘે દુઃખ-દશા તું દેખે રે;
વાવે તેવું સૌ લણે, કશું ન જાય અલેખે રે. ૩૦ અર્થ - તેમજ પાપના ફળમાં પિતાનો વઘ થવાથી તે વિયોગની દુઃખદશાને અનુભવે છે. જેવું
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૬૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
વાવે તેવું સૌ ભણે છે. કંઈ પણ કરેલું અલેખે જતું નથી. ઘર્મ સંબંઘી કિંચિત્ પણ કલંક અત્યંત દુઃખ આપે છે. કરેલા કાર્યના ફળ સૌને ભોગવવા પડે છે. /૩૦ના
પ્રભાકરી નગરી ગયા, મળી સૌ રાજા સ્થાપે રે,
પુણ્ય અનંતવીર્યને અર્ધચક્રીપદ આપે રે. ૩૧ અર્થ - પ્રભાકરી નગરીએ ગયા પછી બધાએ મળી અનંતવીર્યને પુણ્યના બળે રાજા તરીકે સ્થાપિત કર્યા અને અર્ધચક્રવર્તીનું પદ આપ્યું. ||૩૧ાા.
બળભદ્ર-પુત્રી સુમતિ યૌવન વયમાં આવી રે
મહામુનિને દાન દે, પંચ દિવ્ય પ્રગટાવી રે. ૩ર. અર્થ - અપરાજિત તે બળભદ્ર કહેવાય છે. તેમની પુત્રી સુમતિ યૌવન વયમાં આવી. એકવાર મહામુનિને દાન આપતા તેના પુણ્ય પ્રભાવે, રત્ન, સુવર્ણ વગેરે પંચ દિવ્યની વૃષ્ટિ થઈ. //૩રા.
આવ્યા સૌ આશ્ચર્યથી, મહામુનિ વંદે રે;
ઉમ્મરલાયક સુમતિ દેખી, નૃપ નિમંત્રે રે. ૩૩ અર્થ - પંચ દિવ્ય થયા સાંભળી આશ્ચર્યથી બઘા ત્યાં આવી મહામુનિને વંદન કર્યા. પોતાની પુત્રી સુમતિને હવે ઉમ્મરલાયક થઈ જાણીને રાજાએ સ્વયંવરમાં આવવા બધા રાજાઓને નિમંત્રણ આપ્યું. [૩૩]
સ્વયંવરા આવી ઊભી સભા વિષે લઈ માળા રે,
શોભા અધિકી ઘારવા કરે કુમારો ચાળા રે. ૩૪ અર્થ - સ્વયંવરા એવી સુમતિ સભામાં માળા લઈને આવી ઊભી રહી ત્યારે પોતપોતાની અઘિકી શોભા બતાવવા રાજકુમારો અનેક પ્રકારની મોહમયી ચેષ્ટા કરવા લાગ્યા. ૩૪
દેવી નભથી ઊતરી, કંવરને ઉપદેશે રે ?
અહો! ઘનશ્રી, યાદ છે? હતી તું દેવી-વેષે રે. ૩૫ અર્થ - ત્યાં એક કૌતુક બન્યું. એક દેવી આકાશમાંથી નીચે ઊતરીને સુમતિ કુંવરીને ઉપદેશવા લાગી કે અહો! ઘનશ્રી, તને યાદ છે? તું દેવલોકમાં દેવી વેષે હતી. //૩પી.
શરત કરેલી આપણે જ્ઞાન થતાં એ રીતે રે
“ચ્યવે પ્રથમ તેને કરે, સુબોઘ બીજી પ્રીતે રે.” ૩૬ અર્થ - જ્યારે તું દેવી હતી ત્યારે આપણે પૂર્વભવનું જ્ઞાન થવાથી એવી શરત કરેલી કે જે પ્રથમ દેવલોકમાંથી ઔવે તેને બીજીએ પ્રેમપૂર્વક અહંતુ ઘર્મનો બોઘ કરવો. ૩૬
કથા આપણી હું કહું, વિચાર તે સુણીને રે,
અતિવિક્રમ નૃપ તો પિતા, માત અનંતમતીને રે- ૩૭ અર્થ – હવે હું તને આપણી કથા કહું છું. તે સાંભળીને વિચાર કર. પૂર્વભવમાં અતિવિક્રમ રાજા આપણા પિતા હતા અને માતા અનંતમતી હતી. [૩થા
બે કુંવરીઓ આપણે, નામ ઘનશ્રી તારું રે, અનંતશ્રી મારું હતું; નંદન ગુરુ સંભારું રે. ૩૮
Page #377
--------------------------------------------------------------------------
________________
(૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨
૩૬૩
અર્થ :– ત્યારે આપણે તેમની બે કુંવરીઓ હતી. તારું નામ ઘનશ્રી હતું અને મારું નામ અનંતશ્રી હતું. તથા નંદનિગરી નામના આપણા ગુરુ હતા. II૩૮।।
વ્રતો બોધ સુણી લીધાં; વિદ્યાઘર હરી જાતાં રે, વિદ્યાધરીને દેખતાં, વેણુવનમાં નાખ્યાં ૨. ૩૯
અર્થ :– આપણે શ્રીગુરુ પાસે બોધ સાંભળીને શ્રાવકના બાર વ્રતો અંગીકાર કર્યાં હતા. એકવાર વીરાંગ નામનો એક યુવાન વિદ્યાધર આપણને હરી ગયો. પણ શુભાશયવાળી પોતાની સ્ત્રી વજશ્યામલિકાને જોતાં તેણે આપણને વેણુવનમાં નાખી દીધા. ।।૩૯ના
સંન્યાસે મરી આપણે સ્વર્ગે ઊપજ્યાં જ્યારે રે ધૃતિષેણ મુનિને પૂંછ્યું : ‘મોક્ષ થશે અમ ક્યારે રે?’’ ૪૦
અર્થ :– ત્યાં મરણાંત આપત્તિ જાણીને અનશનવ્રત લઈ મંત્રના ધ્યાનપૂર્વક સંન્યાસ મરણ કરી હું સૌધર્મ દેવલોકના ઇન્દ્રની અગ્રમહિષી થઈ અને તું ઘનશ્રી કુબેર લોકપાલની મુખ્ય દેવી થઈ. ત્યાંથી નદીશ્વર દ્વીપ વગેરે તીર્થોની યાત્રા કરતાં ધૃતિષેણ મુનિને પૂછ્યું કે હે પ્રભુ! અમારો મોક્ષ ક્યારે થશે? ।।૪૦।।
‘ભવ ચોથે ભવ છેદશો’, કહ્યું હતું; છે સ્મૃતિ રે?
દુર્લભ નરભવ પાર્ટી તું; વાત કરી મેં વીતી રે.’ ૪૧
અર્થ – ત્યારે તેમણે કહ્યું હતું કે ચોથા ભવમાં તમે સંસારનો છેદ કરશો. તેની તને સ્મૃતિ છે? હવે તું દેવતાને દુર્લભ એવા મનુષ્યજન્મને પામી છું. માટે આપણા જીવનમાં વીતેલી આ વાત તને જણાવી છે. ।।૪૧।। જાતિ-સ્મૃતિ ઊપજી, સુમતિ મૂર્છા છોડે રે,
દેવી તો ચાલી ગઈ; સૌ સામે કર જોડે ૨ે ૪૨
અર્થ :— આ સાંભળી સુમતિને જાતિ-સ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. જેથી જાણે સંસારનો ભય લાગવાથી મૂર્છિત થઈ પૃથ્વી પર પડી ગઈ. પછી ચંદનના જળ અને પંખાના પવનથી તે સુમતિની મૂર્છા દૂર થઈ. દેવી તો વિમાનમાં બેસી આકાશમાર્ગે સ્વર્ગમાં ગઈ. હવે સર્વની સામે હાથ જોડીને સુમતિ કહેવા લાગી. ।।૪૨। “હે નરપતિ, સૌ આવિયા મુજ કાજે, પણ મારે રે,
દીક્ષા લેવા ભાવ છે, દુઃખ લાગ્યું છે ભારે રે. ૪૩
અર્થ :— હે સર્વ કુલીન રાજાઓ! તમે સૌ મારા માટે આવ્યા છો. પણ મને જાતિસ્મરણજ્ઞાન થયું છે. મને આ સંસાર હવે ભયંકર દુઃખમય ભાસ્યો છે માટે મારે હવે દીક્ષા લેવાના ભાવ છે. ।।૪૩।। આજ્ઞા આપો સર્વ તો ભગવર્તી દીક્ષા ઘારું રે, ભવવ્યાધિની ઔષધિ કરી, કો સંહારું રે.” ૪૪
અર્થ – હું તમને પ્રાર્થના કરું છે કે તમે સર્વ મને ભગવતી દીક્ષા લેવાની આજ્ઞા આપો તો હું દીક્ષા ગ્રહણ કરું. જે વડે સંસારરૂપ વ્યાધિની ઔષધી કરી મારા સર્વ કર્મોનો સંહાર કરું. ૪૪॥
‘તથાસ્તુ’ કહી હર્ષથી સર્વે આશા દેતા રે, અનુમોદન સુધર્મનું કરી પુણ્ય-ફળ લેતા રે. ૪૫
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૬૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - તે સાંભળી સર્વ રાજાઓએ ‘તથાસ્તુ' કહી હર્ષથી આજ્ઞા આપી. એમ સઘર્મનું અનુમોદન કરીને તેઓએ પણ પુણ્યફળ પ્રાપ્ત કર્યું. ૪પાા
સાત સો સખીઓ લઈ દીક્ષા લઇ બની દેવી રે,
વાસુદેવ નરકે ગયા; કર્મ તણી ગતિ એવી રે. ૪૬ અર્થ - પછી સુમતિએ સાતસો સખીઓ સહિત દીક્ષા ગ્રહણ કરી. આરાઘના કરી સ્વર્ગમાં તે દેવી થઈ. વાસુદેવ અનંતવીર્ય તે નિયાણાના કારણે નિકાચિત કર્મની ગતિ પ્રમાણે પહેલી નરકે ગયા. //૪૬ાા
અપરાજિત સંયમ ઘરી થયા ઇન્દ્ર (અચ્યતે રે,
સ્વિમિતસાગર મુનિ બની, થયા શરણેન્દ્ર ચૂકે રે. ૪૭ અર્થ - અપરાજિત રાજાએ પણ સોળ હજાર રાજાઓ સાથે સંયમ ઘારણ કર્યો. ચિરકાળ તપ તપી અંતે અનશન કરી શુભધ્યાનવડે મૃત્યુ પામી બારમા અય્યત દેવલોકમાં ઇન્દ્ર થયા. તિમિતસાગર મુનિ જે અપરાજિત અને અનંતવીર્યના પિતા હતા તે કિંચિત ભૂલચૂકથી ઘરણેન્દ્ર પદવીને પામ્યા. //૪શા
નરકે પુત્ર કને ગયા, બોથી સુષ્ટિ કરાવે રે,
નરકગતિ પૂરી થતાં, ખેચર-નૃપ-ઘર આવે રે. ૪૮ અર્થ:-ઘરણેન્દ્ર થયા પછી પૂર્વભવના પોતાના પુત્ર અનંતવીર્ય પાસે નરકમાં ગયા ત્યાં તેને બોઘ આપી સમ્યકુદ્રષ્ટિ કરાવી. નરક ગતિનું બેતાલીસ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં અનંતવીર્યનો જીવ વૈતાઢય પર્વત ઉપર રહેતા વિદ્યાધર રાજાના ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો. ૪૮
મેઘનાદ નામે થયા સૌ વિદ્યાઘર-સ્વામી રે,
અચ્યતેન્દ્ર આવીને બોઘ દઘો નિષ્કામી રે. ૪૯ અર્થ - તેનું મેઘનાદ નામ રાખવામાં આવ્યું. તે યુવાન થવાથી પિતાએ રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરી. હવે તે સર્વ વિદ્યાઘરોનો સ્વામી થયો. એકદા મેરુ પર્વત ઉપર શાશ્વતી જિન પ્રતિમાઓના દર્શન કરવા તે ગયો. ત્યાં સ્વર્ગવાસી દેવો સાથે અપરાજિતનો જીવ જે અચ્યતેન્દ્ર થયેલ છે તે પણ આવ્યો હતો. તેણે મેઘનાદને જોયો એટલે પૂર્વભવના સ્નેહથી બોલાવી પૂર્વભવનું સ્વરૂપ કહી નિષ્કામભાવે ગુરુની જેમ ઘર્મનો બોઘ આપ્યો કે તું “આ સંસારનો ત્યાગ કર.” II૪૯ો.
આત્મજ્ઞાન મુનિ થયા, પ્રતિમા યોગે ઊભા રે,
અસુર વેરી પૂર્વનો પડે ત્યાં અક્ષુબ્ધા રે- ૫૦ અર્થ - અચ્યતેન્દ્રના ઉપદેશથી વૈરાગ્ય પામી મેઘનાદ ખેચરેન્દ્ર અમરગુરુ નામના મુનીન્દ્ર પાસે દીક્ષા ગ્રહણ કરી આત્મજ્ઞાની મૂનિ થયા. એકદા નંદનગિરી નામના પર્વત ઉપર જઈ એક રાત્રિની પ્રતિમા ઘારણ કરી ત્યાં પૂર્વભવનો વેરી પ્રતિવાસુદેવનો પુત્ર અશ્વગ્રીવ જે અસુર થયો હતો. તે ઉપસર્ગો કરી પીડા પમાડતા છતાં મુનિ અક્ષુબ્ધા એટલે મનમાં ક્ષોભ રહિત જ રહ્યા. ૫૦ગા.
રહ્યા, થાકીને તે ગયો; સંન્યાસે ત કાયા રે,
પ્રતીન્દ્ર અય્યતે થયા, ભાઈને મન ભાયા રે. ૫૧ અર્થ - તેથી તે અસુર એટલે રાક્ષસ થાકીને ચાલ્યો ગયો. અંતે અનશન કરી સંન્યાસ મરણ
Page #379
--------------------------------------------------------------------------
________________
(૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨
૩ ૬૫
સાથી આ કાયાને તજી અશ્રુત દેવલોકમાં પ્રતીન્દ્રની પદવીને પામ્યા. ત્યાં રહેલા પૂર્વભવના ભાઈ પણ હાલ અચ્યતેન્દ્રના મનને આનંદ આપનાર થયા. પ્રતીન્દ્ર એટલે અય્યતેન્દ્રના સામાનિક દેવપણાને પામ્યા. પલા
અપરાજિત-ઑવ જન્મતો ક્ષેમકંર નૃપને ત્યાં રે,
(૫વજાયુઘ ઘર નામ, સૌ દે સુખ પુણ્ય ફળે જ્યાં રે. પર અર્થ - અપરાજિત જે શાંતિનાથ ભગવાનનો જીવ છે તે હવે પાંચમા ભવમાં ક્ષેમકર રાજા જે આ ભવમાં તીર્થંકર થવાના છે તેમને ત્યાં જન્મ લીધો. તેમનું વજાયુઘ નામ રાખવામાં આવ્યું. તેમને પુણ્યના ફળમાં સર્વેજણા સુખ આપવા લાગ્યા. //પરા
લક્ષ્મીવર્તીને તે વરે, યૌવન ગાળે સુખે રે,
પ્રતીન્દ્ર-ઑવ ત્યાંથી ચ્યવી વસે લક્ષ્મવર્તી કૂખે-રે. ૫૩ અર્થ - તે વજાયુઘ લક્ષ્મીવતીને વર્યા. યૌવન સુખપૂર્વક ગાળવા લાગ્યા. હવે અનંતવીર્યનો જીવ જે અય્યત દેવલોકમાં પ્રતીન્દ્ર થયો હતો તે ત્યાંથી ચ્યવીને આ લક્ષ્મીવતીની કૂલીમાં પુત્રપણે ઉત્પન્ન થયો. Ifપયા
સહસ્ત્રાયુઘ નામ દે; યૌવનવયમાં જેને રે
વરે શ્રીષેણા કુંવરી, કનકશાંતિ સુત તેને રે. ૫૪ અર્થ - સમયે થયે જન્મ લેતા તેનું સહસ્ત્રાયુઘ નામ રાખવામાં આવ્યું. યૌવનવય પ્રાપ્ત થતાં શ્રીષેણા કુંવરી સાથે તેના લગ્ન થયા. તેથી કનકશાંતિ નામનો તેમને એક પુત્ર થયો. ૫૪l.
સમકિત વજાયુંઘનું ઈન્દ્ર વખાણે જ્યારે રે,
મિથ્યાત્વી સુર સુણીને ચળાવવાને ઘારે રે. ૨૫ અર્થ - વજાયુના સમકિતની જ્યારે દેવલોકમાં ઇન્દ્ર પ્રશંસા કરી ત્યારે એક મિથ્યાત્વી દેવને આ વાત માનવામાં ન આવવાથી તેને ચલાયમાન કરવા માટે આવ્યો. પપા.
બુદ્ધચતિ બની આવિયો; વજાયુઘ સંઘાતે રે
વાદવિવાદ ચહી કહે : “ક્ષણિકવાદ વિખ્યાત રે- ૫૬ અર્થ - તે બુદ્ધમુનિ બનીને વજાયુઘ સાથે વાદવિવાદ કરવાનું જણાવી બોલ્યો કે આ જગતમાં ક્ષણિકવાદ પ્રસિદ્ધ છે. પકા.
નાશવંત વસ્તુ નથી, મોહ અહો! નૃપ, કેવો રે!
તેલ-દીપક ઘૂમ-ખેલ જો, આત્મા પણ ગણ એવો રે.”૫૭ અર્થ :- હે રાજા! આ જગતમાં સર્વ વસ્તુઓ જ્યારે નાશવંત છે. તો અહો તેના ઉપર મોહ શો કરવો? જેમ તેલથી દીપક સળગે, દીપકથી ઘુમાડો થાય અને ઘુમાડો ઊડી જાય તેવો આ ખેલ જો. તેમ આત્માને પણ તું એવો જ ક્ષણિક માન. //પળા
કહે કુમાર વિવેકથી : “વસ્તુમાત્ર બે ભેદે રે
તત્ત્વ, અવસ્થા સર્વમાં, રહે સ્વરૂપ અ૭થે રે. ૫૮ અર્થ - તેના જવાબમાં વજાયુઘકુમાર વિચારીને વિવેકથી કહેવા લાગ્યા કે વસ્તુમાત્રના બે ભેદ છે. એક દ્રવ્ય અને બીજી તેની પર્યાય. પ્રત્યેક તત્ત્વમાં અર્થાત દ્રવ્યમાં તેની અવસ્થાઓ એટલે પર્યાયો
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૬૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
રહેલા હોવા છતાં પણ તે વસ્તુનું સ્વરૂપ તો અછેદ્ય જ છે, અર્થાત્ તે વસ્તુનો નાશ કદી થઈ શકે તેમ નથી. /પટા
આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય;
બાળાદિ વય ત્રયનું, જ્ઞાન એકને થાય.” -શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર કર સંકોચ્ચે મૂઠીં, આ નાશ અવસ્થા કેરો રે,
કરનો નાશ થયો નથી; સમજી હર ભવ-ફેરો રે. ૧૯ અર્થ - જેમ કે કર એટલે હાથને સંકોચવાથી મૂઠી બને છે. ત્યારે હાથરૂપ અવસ્થાનો નાશ અને મૂઠીરૂપ અવસ્થાનો જન્મ થયો. પણ તેમ કરવાથી હાથનો નાશ થયો નથી. માટે આ વાત સમજી હવે ચોરાશીલાખ જીવયોનિમાં વારંવાર ફરવાનું મૂકી દે. ૫૯ો
તદ્દન નાશ થયો ગણે તે તો નભફૂલ છુંદે રે
વિંધ્યા-સુત શશ-શૃંગથી, મૂર્ખ-શિરોમણિ વૃંદે રે.” ૬૦ અર્થ - પદાર્થનો સર્વથા નાશ થયો એમ કહેનાર તો વંધ્યાના પુત્રવડે અથવા સસલાના શીંગડાવડે આકાશના પુષ્પને છૂંદે છે એમ કહેવા તુલ્ય છે. તે મૂર્ખના વૃંદ એટલે સમૂહમાં શિરોમણિ સમાન ગણાય છે. ૬૦ના
ફરી વદે: સર્વે કહે, સ્વપ્ન સમી આ સૃષ્ટિ રે,
કેમ તમે માનો નહીં? કેવી છે તમ દ્રષ્ટિ રે?” ૬૧ અર્થ :- બુદ્ધ સાધુ ફરી કહેવા લાગ્યો કે સર્વ કહે છે કે આ સૃષ્ટિ તો સ્વપ્ના જેવી છે. તો તમે કેમ માનો નહીં? તમારી દ્રષ્ટિ કેવા પ્રકારની છે? ૬૧.
કહે કુમાર: “અહો!જુઓ, સ્વપ્ન વિષે વિષ ખાવું રે,
મરે તેથી? સુંભોજને થશે તૃતિ? હે સાઘુ રે. ૬૨ અર્થ - ત્યારે વજાયુઘકુમાર કહે : હે સાધુ! “અહો! સ્વપ્નમાં કોઈએ વિષ ખાધું હોય તો તે મરે ? અથવા સ્વપ્નમાં કોઈ સારું ભોજન કરવાથી વૃદ્ધિ પામે? ૬રાા.
સત્ય વિચારે જો ગ્રહો સ્વાદુવાદ જિન-વાણી રે,
સંશય કોઈ રહે નહીં, સઘળું લેશો જાણી રે.” ૬૩ અર્થ - માટે સત્ય વિચારવડે જો તમે ક્ષણિકવાદને મૂકીને સ્યાદ્વાદમય એવી જિનવાણીને ગ્રહણ કરશો તો તમને કોઈ પ્રકારનો સંશય મનમાં રહેશે નહીં અને સર્વ તમે જેમ છે તેમ જાણી લેશો. જેમકે દ્રવ્ય અપેક્ષાએ આત્મા નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે અથવા ક્ષણિક છે. કેમકે પ્રત્યેક દ્રવ્યની પર્યાય વ્યવહારથી જોતાં ક્ષણિક હોય છે, પણ તે દ્રવ્યનું હોવાપણું નિશ્ચયથી જોતાં ત્રણે કાળ શાશ્વત છે. કલા
દેવ-રૃપે પ્રગટી કહે : “અહો! અહો! તુમ શ્રદ્ધા રે,
ઇન્દ્ર પ્રશંસે આપને, મને હતી અશ્રદ્ધા રે- ૬૪ અર્થ - હવે દેવ પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરી કહેવા લાગ્યો : અહો! અહો! તમારી શ્રદ્ધા
Page #381
--------------------------------------------------------------------------
________________
(૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨
૩૬૭
આશ્ચર્યકારક છે. ઇન્ડે આપની પ્રશંસા કરી પણ મને તે વિષે અશ્રદ્ધા હતી. /૬૪|
ટળી તમારાં દર્શને, તીર્થંકર-સુત સાચા રે;
સંશય મુજ આપે હર્યા, અહો! તમારી વાચા રે.”૬૫ અર્થ - તે મારી અશ્રદ્ધા તમારા દર્શન સમાગમથી ટળી ગઈ. તમે તીર્થકરના સાચા પુત્ર છો. તમે મારી શંકાનો નાશ કર્યો. અહો! તમારી વાણીને ઘન્ય છે. I૬પા
ઇન્દ્ર કને જઈ તે કહે : “તમે કહ્યું તેવા તે રે,
કરી પરીક્ષા આવિયો, શ્લાધ્ય ગણું સૌ વાતે રે.”૬૬ અર્થ:- ઇન્દ્ર પાસે જઈને પણ કહ્યું : તમે કહ્યું તેવા જ છે. તેમની પરીક્ષા કરીને હું આવ્યો છું. હવે તેમને સર્વ વાતે ગ્લાધ્ય એટલે પ્રશંસવા યોગ્ય ગણું છું. II૬૬ાા.
ક્ષેમંકરને ચેતવે કહીં લોકાંતિક દેવો રે :
તીર્થ પ્રવર્તાવો, પ્રભુ, સંયમ-તપને સેવો રે.” ૬૭ અર્થ - ક્ષેમંકર રાજાને લૌકાંતિક દેવોએ નિયોગ પ્રમાણે આવી ચેતાવ્યાં કે હે પ્રભુ! હવે સંયમતપને સેવી તીર્થ પ્રવર્તાવો. IIકશા
વજાયુથને રાજ્ય દે, આરાધે તપયુક્તિ રે,
કેવળજ્ઞાન વરે ખરે! જનહિત કરી લે મુક્તિ રે. ૬૮ અર્થ - પોતાના પુત્ર વજાયુથને રાજ્ય સોંપી ક્ષેમકર રાજાએ દીક્ષા ગ્રહણ કરી. તપને યુક્તિપૂર્વક આરાથી કેવળજ્ઞાન પ્રગટાવ્યું. પછી જનહિત કરી મુક્તિને મેળવી શાશ્વત સુખના ભોક્તા થયા. ૬૮ાા
વજાયુથ ચક્રી બને છયે ખંડને જીતે રે,
સુખ અનુપમ ભોગવે, અવધિજ્ઞાન લહી તે રે. ૬૯ અર્થ :- શાંતિનાથ ભગવાનનો જીવ વજાયુથ તે હવે ચક્રવર્તી બની છ ખંડને જીત્યા. તથા અવધિજ્ઞાન પામીને અનુપમ સુખના ભોક્તા થયા. કલા
રાજસભામાં એકદા વિદ્યાઘર ગભરાતો રે
શરણે આવીને ઊભો, શ્વાસ નથી મુખ માલો રે. ૭૦ અર્થ - રાજસભામાં એકવાર ગભરાતો એવો વિદ્યાઘર શરણે આવી ઊભો રહ્યો. જેનો શ્વાસ પણ મુખમાં માતો નથી એવો હાંફતો તે આવ્યો હતો. [૭૦]
સશસ્ત્ર વિદ્યાઘરી પૂંઠે વેગે આવી બોલે રે ? “રક્ષણ દ્યો ના દુષ્ટને, પાપ-દંડ એ છો લે રે.” ૭૧
સહિત વિદ્યાથરી આવીને કહેવા લાગી કે આ દુષ્ટને રક્ષણ આપો નહીં. ભલે એ પાપના દંડ ભોગવે. ૭૧ાા.
વિદ્યાઘર ઘરડો બીજો, કહે આવીને : “સુણો રે,
શાંતિમતી મુજ પુત્રી આ, અનેક એના ગુણો રે. ૭૨ અર્થ - બીજો ઘરડો વિદ્યાર તે વખતે આવીને કહેવા લાગ્યો કે મારી વાત સાંભળો. આ
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૬૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
શાંતિમતી મારી પુત્રી છે. એના અનેક ગુણો છે. ૭૨ાા.
ગિરિ પર વિદ્યા સાઘતી, દેખ ઊંચકી લીઘી રે,
વિદ્યા પ્રગટી દેખને, લાગી એને ભીતિ રે. ૭૩ અર્થ - એ ગિરિ ઉપર વિદ્યા સાધ્ય કરતી હતી. તેને દેખીને આ વિદ્યાઘરે ઊંચકી લીધી. પણ વિદ્યા પ્રગટ થઈ જવાથી હવે એને ભય લાગ્યો. [૭૩ાા
જીંવ લઈને નાઠો, આપને શરણે એ સંતાયો રે,
યમ-ઘરનો મે'માન એ, પાપ-ઘડો પુરાયો રે.”૭૪ અર્થ - ભય લાગવાથી પોતાનો જીવ લઈને નાસી જઈ આપના શરણમાં આવી સંતાયો છે. હવે એ યમ-ઘરનો મેમાન છે કેમકે એના પાપનો ઘડો ભરાઈ ગયો છે. II૭૪.
અવધિજ્ઞાને જાણીને ચક્કી કહે સમતાથી રે :
“કથા કહ્યું તે સુણો, હરી સુંદરી શાથી રે? ૭૫ અર્થ - અવધિજ્ઞાનના બળે જાણીને ચક્રવર્તી વજાયુઘ સમતાપૂર્વક કહેવા લાગ્યા કે એને શા કારણથી આ સુંદરીનું હરણ કર્યું તેની કથા કહું છું તે સાંભળો. //૭૫ના
સુદત્ત-સ્ત્રી પ્રીતિંકરા વનમાં ફરતી દેખી રે,
કુમાર નલિનકેતુએ અન્યાયે તે રાખી રે, ૭૬ અર્થ :- એકવાર સુદત્ત શેઠપુત્ર પોતાની સ્ત્રી પ્રીતિકરા સાથે વનમાં ક્રીડા કરવા ગયો હતો. ત્યાં તે જ નગરના રાજાનો પુત્ર નલિનકેતુ પણ આવ્યો હતો. તેણે વનમાં ફરતી આ મનોહર રૂપવાળી પ્રીતિંકરાને જોઈ, તેનું હરણ કરી અન્યાયથી પોતાની પાસે પત્નીની જેમ રાખી. II૭૬ાા
દત્ત વિરક્ત થઈ ગ્રહે દીક્ષા જિનવર પાસે રે,
સમાધિ-મરણે તે મરી, સ્વર્ગ-સુખો ઉપાસે રે. ૭૭ અર્થ - શેઠપુત્ર સુદત્તે ઘર્મોપદેશ સાંભળી સંસારથી વિરક્ત થઈ જિનવર પાસે દીક્ષા ગ્રહણ કરી અંતે સમાધિમરણને સાથી તે સ્વર્ગ સુખોનો ભોક્તા થયો.
દેવ મરીને આ થયો વિદ્યાઘર જો ખાસો રે,
પૂર્વકર્મથી આ થયું; બન્ને મોક્ષે જાશો રે. ૭૮ અર્થ - તે સ્વર્ગમાંથી ચ્યવીને વિદ્યાઘરેન્દ્રનો અજિતસેન નામે ઘણો બળવાન પુત્ર થયો. પૂર્વભવમાં પ્રીતિંકારા પોતાની પત્ની હોવાથી તેના સ્નેહને લીધે તેનું હરણ કર્યું. માટે આના ઉપરના ક્રોધનો સર્વેએ ત્યાગ કરવો. બન્ને જણા મોક્ષે જવાના છો. ૭૮
નલિનકેતુએ એકદા તારો ખરતો ભાળ્યો રે,
નિંદા પાપોની કરી, મુનિ થઈ મોક્ષે ચાલ્યો રે. ૭૯ અર્થ - રાજપુત્ર નલિનકેતુએ પણ એકવાર તારાને ખરતો જોઈ વૈરાગ્ય પામી વિચાર કર્યો કે સંસારની સર્વ વસ્તુઓ આમ નાશવંત છે. મેં અજ્ઞાનવશ પરસ્ત્રીનું હરણ ક્ષણિક સુખ માટે કરીને ઘણું પાપકર્મ ઉપાર્જન કર્યું. તે પાપોની નિંદા કરતો ક્ષેમંકર જિનેશ્વર પાસે દીક્ષા ગ્રહણ કરી, નિરતિચારપણે
Page #383
--------------------------------------------------------------------------
________________
(૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨
તેનું પ્રતિપાલન કરીને કેવળજ્ઞાન મેળવી મોક્ષને પામ્યો. ।।૭૯।।
આ પ્રીતિકરા થઈ દેવગતિ તે પામી રે, શાંતિમતી ત્યાંથી થઈ;” સુર્ણા વૃત્તિ વિરામી રે, ૮૦
અર્થ :– પ્રીતિંકરા પણ સુવ્રતા નામની ગુરૂણી પાસે દીક્ષા લઈ દેવગતિને પામી. ત્યાંથી ચ્યવીને શાંતિમતી નામની તારી પુત્રી થઈ છે. આ સર્વ વૃત્તાંત સાંભળીને સર્વની વૃત્તિ વિરામ પામી ગઈ. ।।૮ના કનકશાંતિ વસંતમાં વિલર્સ હિમગિરિ-શૃંગે રે,
બે રાણી સઠ વિચરે વન, ગગને આનંદે રે. ૮૧
અર્થ :– ભગવાન શાંતિનાધનો જીવ આ ભવમાં વજાયુથ થયો. પૂર્વભવનો ભાઈ વિજય તે આ ભવમાં સહસ્રાયુધ નામનો પુત્ર થયો. તે સહસ્રાયુધનો પુત્ર કનકશાંતિ એકદા વિદ્યાના બળથી વસંત ઋતુમાં હિમાદ્રી પર્વત ઉપર પોતાની બે રાણીઓ સહિત સ્વેચ્છાએ આનંદપૂર્વક વનમાં ફરતો હતો. ।।૮૧।। મુનિ વિમલપ્રભ દેખીને વંદી સુર્ણ વાણી રે, વૈરાગ્યે મુનિ તે બને, તğને બન્ને રાણી રે. ૮૨
૩૬૯
-
અર્થ :– ત્યાં વિમલપ્રભ નામના વિદ્યાધર મુનિને જોઈ તેમના ચરણે નમન કરી બન્ને પ્રિયા સહિત બેઠો. તેમની અમૃતમય વાણી સાંભળીને વૈરાગ્ય પામી બન્ને રાણીઓને તજી મુનિવ્રત અંગીકાર કર્યું. ।।૮૨।।
રાણી બે આર્યા બની, કુલવર્તી સર્ટીને છાજે રે; કનકશાંતિ તો કેવળી બને, પિતામહ પૂજે
૨. ૮૩
અર્થ :— કુલવતી સતીને છાજે તેમ તેની બન્ને રાણીઓ પણ વિમલમતી નામની સાધ્વી પાસે સંયમ અંગીકાર કરીને તપ તપવા લાગી. કનકશાંતિ મુનિ તો શુક્લધ્યાનના બળે કેવળજ્ઞાન પામ્યા. તે વખતે દેવ, વિદ્યાધર અને અસુરોએ આવી તેમનો કેવળજ્ઞાન મહોત્સવ કર્યો. ત્યારે શ્રી વજાયુધ ચક્રવર્તી જે કનકશાંતિના પિતામહ એટલે દાદા થાય તેમણે અને બીજા મનુષ્યોએ પણ તેમની મોટી ભક્તિ કરી. ।।૮ના ક્ષેમંકર-પ્રભુની કને વજ્રાયુથ લે દીક્ષા રે,
અપ કાળમાં તે થયા ગીતાર્થં ગ્રહી શિક્ષા . ૮૪
અર્થ :— ક્ષેમંકર તીર્થંકર પાસે આ ભવના પુત્ર અને ભવિષ્યમાં થનાર શાંતિનાથ ભગવાનના જીવ વજાયુધ ચક્રવર્તીએ ચાર હજાર રાજાઓ તથા સાતસો પુત્રો સાથે દીક્ષા ગ્રા કરી. અનુક્રમે અલ્પ કાળમાં ગીતાર્થ થઈ પૃથ્વી પર એકલા વિહાર કરવા લાગ્યા. II૮૪ના
સિદ્ધગિરિ પર એકલા વર્ષ-પ્રતિમાયોગે રે, ઊભા બાહુઁબલી સમા અડોલ કાયોત્સર્ગે ૨, ૮૫
અર્થ :– એકવાર વાયુદ્ઘ મુનિ સિદ્ધગિરી નામના શ્રેષ્ઠ પર્વત ઉપર એક વર્ષની બાહુબલીની જેમ અડોલ પ્રતિમાને ઘારણ કરી કાર્યોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. ટિપા
શરીર પર વેલો ચઢી, ચરણ રાફડા ઢાંકે રે,
વાળ વિષે માળા કરે ચકલાં, પણ ના હાંકે ૨, ૮૬
અર્થ :— તેમના શરીર ઉપર વેલો ચઢી ગઈ. ચરણ રાડાથી ઢંકાઈ ગયા. વાળમાં ચક્કાઓએ
Page #384
--------------------------------------------------------------------------
________________
3७०
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
માળા કર્યા છતાં તેને હાંકતા નથી. ૮૬ના
ભમરી દર કર્સે કરી, વર્ષોમાં ભીંજાતા રે,
સૂર્ય તપે શિર ઉપરે, વાર્યું ઠંડા વાતા રે. ૮૭ અર્થ - કાનમાં ભમરીએ દર કરી દીધા. વરસાદમાં ભીંજાય છે. સૂર્ય માથા ઉપર તપે છે અને ઠંડા વાયુ પણ થાય છે. દશા
પૂર્વ વૈરી અસુર બે આવે દુઃખો દેવા રે,
નભે જતી રંભાદિએ વિધ્ર ટાળી કરી સેવા રે. ૮૮ અર્થ - આ અવસરે પૂર્વના વૈરી અશ્વગ્રીવ પ્રતિવાસુદેવના બે પુત્રો જે દેવપણું પામેલ છે. તેમણે આવી સિંહ, વાઘ, હાથી, સાપ અને રાક્ષસોનું ભયંકરરૂપ વિકર્વિ તે દુષ્ટ દેવોએ મુનિશ્વરને અનેક ઉપદ્રવો કર્યા; છતાં મુનિ લેશ પણ ક્ષોભ પામ્યા નહીં. તે અવસરે આકાશમાર્ગે જતી દેવેન્દ્રની મુખ્ય રાણી રંભા અને તિલોત્તમાએ આ દુષ્ટ દેવોનો વચનોવડે તિરસ્કાર કરી વિઘ દૂર કર્યું. તથા તેમની સમક્ષ ભક્તિભાવથી મનોહર નૃત્ય કરી મુનિને વાંદી પોતાના સ્થાને ગઈ. ૮૮.
વર્ષ પછી તે વિચરે, સંયમ ઉત્તમ પાળે રે,
સહસ્ત્રાયુથ યતિ બને, દેહ સંયમે ગાળે રે. ૮૯ અર્થ - એક વર્ષની અતિ દુષ્કર પ્રતિજ્ઞાને પૂર્ણ કરી ઉત્તમ સંયમ પાળતા વિચરતા વિચરતા એકદા તે મુનિ સહસ્ત્રાયુઘ રાજાના નગરમાં આવ્યા. તેમનો ઉપદેશ સાંભળી સહસ્ત્રાયુથ યતિ એટલે મુનિ બની હવે દેહ માત્ર સંયમને અર્થે ગાળવા લાગ્યા. IIટલા
સંન્યાસે મરી બે મુનિ (ગૈવેયકમાં જાતા રે,
અહમિંદ્ર-સુખ ભોગવી ઘનરથ નૃપ-સુત થાતા રે. ૯૦ અર્થ -વજાયુઘ અને સહસ્ત્રાયુઘ બન્ને મુનિ ઈષત્માગુભાર નામના પર્વત ઉપર ચઢી ત્યાં પાદોગમન અનશન સ્વીકારી શુભધ્યાનવડે સંન્યાસ મરણ કરી નવમા રૈવેયકમાં દેવપણાને પ્રાપ્ત થયા. ત્યાં અહમિંદ્રનું સુખ લાંબો કાળ ભોગવી ઘનરથ રાજા જે તીર્થકર થવાના છે તેમના ઘરે બેય પુત્રપણે ઉત્પન્ન થયા. II૯૦ના
પિતા-જીવ બંદુ વડો નામ (મેઘરથ ઘારે રે,
દઢરથ નામ બીજા તણું; અવધિ ના વિસારે રે. ૯૧ અર્થ – પૂર્વભવના પિતા વજાયુથનો જીવ આ ભવમાં મોટોભાઈ થયો. જેનું નામ મેઘરથ રાખવામાં આવ્યું. એ શાંતિનાથ ભગવાનનો સાતમો ભવ છે. તથા પૂર્વભવનો પુત્ર સહસ્ત્રાયુધ આ ભવમાં નાનો ભાઈ થયો. જેનું નામ દઢરથ રાખવામાં આવ્યું. મેઘરથ પૂર્વભવમાં પામેલ અવધિજ્ઞાન વિસર્યા નથી. ૯૧
ફેંકડા બે લડતા હતા, સર્વ સભા-જન દેખે રે,
ઘનરથ ભવ તેના પૅછે, જ્ઞાની મેઘરથ ભાખે રેઃ ૯૨ અર્થ – એકવાર સભામાં બે કૂકડાને લડતા સર્વ સભાજનો જુએ છે. ત્યારે ઘનરથ રાજાએ તેમના પૂર્વભવો પૂક્યાં. તેના જવાબમાં અવધિજ્ઞાની એવા મેઘરથકુમાર તેમનો પૂર્વભવ કહેવા લાગ્યા. ૯રા
Page #385
--------------------------------------------------------------------------
________________
(૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨
૩૭૧
“ખેડૂત બે પૂર્વે હતા, એક બળદને કાજે રે
લડી મર્યા; હાથી થયા, પૂર્વવરથી ઝૂઝે રે. ૯૩ અર્થ - પૂર્વભવમાં આ બેય ખેડૂત હતા. એક બળદને માટે તેઓ લડી મરી હાથી થયા. ત્યાં પણ પૂર્વવરથી પરસ્પર ખૂબ ઝૂયા. I૯૩ણા
મરી ફરી પાડા થયા, લડી મરી, મેંઢા થાતા રે,
લડી મરી મરઘા થયા,”સુણી વૈર ભેલી જાતા રે-૯૪ અર્થ - ત્યાંથી ફરી મરી પાડા થયા. ત્યાં પણ લડી મરીને મેંઢા થયા. તે ભવમાં પણ લડી મરીને હવે આ બેય મરઘા થયા છે. આ બધું સાંભળીને તે મરઘાઓ પોતાના કરેલા વૈરભાવને ભૂલી મહાપાપની મનવડે નિંદા-ગર્હ કરી ઘનરથ રાજાના ચરણને નમી પોતાની ભાષામાં બોલ્યા હે પ્રભુ! અમે હવે શું કરીએ? ત્યારે રાજાએ તેમને અહિંસાધર્મ પાળવાનો ઉપદેશ આપ્યો. તેથી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી અનશનવ્રત લઈને અંતમાં સંન્યાસ ધારણ કર્યું. I૯૪
શાંતિ ઘરી, મરી દેવ બે થયા, એટલે આવે રે,
દર્શાવી ઉપકાર તે, વિમાન નિજ બતાવે રે, ૯૫ અર્થ - તે અહિંસાધર્મના પાલનવડે શાંતિ ઘરીને ત્યાંથી દેહ ત્યાગી બન્ને તામ્રચૂલ અને કનકસૂલ નામના ભૂતજાતિમાં વ્યંતર દેવ થયા. તેથી ઉપકારનો બદલો વાળવા એકવાર તે આવી પોતાનું વિમાન બતાવી તેમાં બેસવાનું જણાવે છે. I૯૫
મેઘરથાદિ સર્વને વિમાનમાં બેસારી રે,
દીપ-સમુદ્રો દાખવે, માનવ-સૃષ્ટિ સારી રે. ૯૬ અર્થ -મેઘરથાદિ સર્વ કુટુંબીઓને વિમાનમાં બેસાડીને દ્વીપ સમુદ્રો તથા સમસ્ત માનવ સૃષ્ટિ જે અઢી દ્વીપમાં રહેલ છે તેને બતાવી તે રાજી થયો. ૧૯૬ાા
યાત્રા પૂર્ણ કરાવીને પાછા લાવી મૂકે રે,
દિવ્ય અલંકારો દીઘા, સુર ઉપકાર ન ચૂકે રે. ૯૭ અર્થ :- યાત્રા પૂર્ણ કરાવી સૌને મૂળ સ્થાને પાછા લાવી મૂક્યા. પછી દિવ્ય અલંકારો ભેટમાં આપ્યા. દેવતાઓ કરેલા ઉપકારને ભૂલતા નથી. /૯૭ના
ફેંકડા કૃત ઉપકારનો બદલો વાળે દેખો રે,
માનવ ભૂલે તો પશુ કરતાં હલકો લેખો રે. ૯૮ અર્થ - કૂકડા જેવા પશુઓ પણ કરેલા ઉપકારનો બદલો વાળે છે; અને કોઈ માનવ બીજાના કરેલા ઉપકારને ભૂલે તો તેને પશુ કરતાં પણ હલકો સમજવો. ૯૮.
ઘનરથ મનમાં ચિંતવેઃ શરીર વિષ્ટા-વાડો રે,
જીવ વિચારે કેમ ના? દુઃખ તણો ભવ ખાડો રે!૯૯ અર્થ - એકવાર ઘનરથ રાજા મનમાં ચિંતવવા લાગ્યા કે આ શરીર વિષ્ટા-વાડો છે. છતાં જીવ
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૭૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
તે વિષે કેમ વિચારતો નથી? કે આ શરીર ઉપર રાગ કરવો તે ફરી નવા દેહ ઘારણ કરીને ચાર ગતિરૂપ સંસારમાં દુઃખ ભોગવવાના ખાડામાં પડવા સમાન છે. તા.
પાપ-બીજફૅપ રાજ્યમાં જીવન જાય અલેખે રે,
મોહ-મદિરા-છાકમાં સુખ દુઃખે જન દેખે રે. ૧૦૦ અર્થ - વળી વિચારે છે કે પાપના બીજરૂપ આ રાજ્યના વહીવટમાં આ જીવન અલેખે જાય છે. મોક્ષ રૂપી મદિરાના નશામાં આ જીવ જગતની આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ દુઃખને જ સુખરૂપ માને છે. ૧૦૦ના
ઑવન અનિશ્ચિત જન્મથી, આત્મ-હિત કરી લેવું રે,
બંધુ બંધન માનવા; સઘળું સ્વપ્ના જેવું રે.” ૧૦૧ અર્થ - આ મનુષ્ય જીવન જન્મથી જ અનિશ્ચિત છે. એક ક્ષણનો પણ ભરોસો નથી. માટે સૌ પ્રથમ આત્મહિત કરી લેવું એ જ યોગ્ય છે. સર્વ બંધુઓ મોહના નિમિત્ત કારણ હોવાથી બંઘન સમાન માનવા. આ જગતમાં સર્વ સ્વપ્ના જેવું છે. આયુષ્ય પૂર્ણ થયે સર્વ સંબંઘો સ્વપ્ના જેવા ફોક જણાય છે. /૧૦૧
લોકાંતિક સુર આવીને પૂજી, સ્તવ ચેતાવે રે,
અવસર ત્યાગ તણો કહી, સ્વર્ગે તે સિઘાવે રે. ૧૦૨ અર્થ :- સમયે લૌકાંતિક દેવોએ આવી પૂજા સ્તવના કરી ચેતાવ્યા કે હે સ્વામિનું! ઘર્મતીર્થ પ્રવર્તાવો. આ અવસર ત્યાગ કરવાનો છે એમ કહી પાછા તે સ્વર્ગમાં ચાલ્યા ગયા. /૧૦૨ા
રાજ્ય મેઘરથને દઈ, દીક્ષા ગ્રહીં તપ ઘારે રે,
કેવળજ્ઞાની તે થઈ, ઘર્મમાર્ગ વિસ્તારે રે. ૧૦૩ અર્થ - તે સાંભળી જ્ઞાનથી પોતાની દીક્ષાનો સમય જાણી સાંવત્સરિક દાન આપી, મેઘરથ પુત્રને રાજ્ય પર સ્થાપન કરી, ઘનરથ રાજાએ દીક્ષા લીધી. પછી તપ તપી સર્વકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. હવે તીર્થંકર થઈ પૃથ્વીમંડળ ઉપર ઘર્મમાર્ગનો ઉપદેશવડે વિસ્તાર કરવા લાગ્યા. /૧૦૩
પુણ્યકર્મથી ભોગવે રાજ્ય મેઘરથ મોટું રે,
ઘર્માદિ પુરુષાર્થથી તજતા વર્તન ખોટું રે. ૧૦૪ અર્થ - હવે મેઘરથ પુણ્યકર્મના ઉપાર્જનથી મોટા રાજ્યના ભોક્તા થયા, તો પણ ઘર્માદિ પુરુષાર્થને હમેશાં આદરે છે અને ખોટા વર્તનનો ત્યાગ કરે છે. I/૧૦૪ો.
નૃપ ઉપવાસ કરી કરે વાત ઘર્મની જ્યારે રે,
એક કબૂતર કંપતું પાસે આવ્યું ત્યારે રે- ૧૦૫ અર્થ - જે શાંતિનાથ ભગવાનનો જીવ છે એવા આ મેઘરથ રાજા એકવાર ઉપવાસ કરી પૌષઘવ્રત ગ્રહણ કરીને પૌષધશાળામાં યોગાસને આરૂઢ થઈ સમગ્ર રાજાઓની પાસે ઘર્મદેશના કરતા હતા. તે સમયે શરીરે કંપતું અને ભયથી ચપળ લોચનવાળું એક કબૂતર ઊડતું આવીને મેઘરથ રાજાનાં ઉસંગમાં પડ્યું. ||૧૦પા.
વેગે ગઘ આવી કહે : “દેવ મને ઉગારો રે, ભૂખે પ્રાણ જતા અરે! કબૂતર મુજ આઘારો રે.” ૧૦૬
Page #387
--------------------------------------------------------------------------
________________
(૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩
૩૭૩
અર્થ :- તેની પાછળ વેગથી ગીથ પણ ઊડીને પાસે આવી મનુષ્યની વાણીમાં કહેવા લાગ્યું કે હે દેવ! મને ઉગારો. આ ભુખથી મારા પ્રાણ જાય છે, અને આ કબૂતર મારા ભૂખ શમનનો આધાર છે, આ મારું ભોજન છે માટે એને મને આપો. ૧૦૬
દઢરથ પૂછે ભાઈને : પક્ષી નર-સમ બોલે રે,
શી આશ્ચર્ય-બના અહો!” રહસ્ય નૃપતિ ખોલે રેઃ ૧૦૭ અર્થ -દઢરથે ભાઈ મેઘરથને પૂછ્યું આ પક્ષી મનુષ્ય સમાન બોલે છે. અહો! આ શી આશ્ચર્યબીના છે! ત્યારે તેનું રહસ્ય મેઘરથ રાજા ખોલે છે. ||૧૦શા
“દેવ ઘરી આ રૂપ બે, કરે પરીક્ષા મારી રે,
ઇન્દ્ર ભુજ સ્તુતિ કરી ઉત્તમ દાતા ઘારી રે.” ૧૦૮ અર્થ - એક દેવ આ બે રૂ૫ ઘારણ કરી મારી પરીક્ષા કરે છે. ઈશાન ઇન્દ્ર દેવલોકમાં ઉત્તમ દાતા કહી મારી સ્તુતિ કરી છે. તેથી આ દેવ મારી પરીક્ષા કરવા માટે અત્રે આવેલ છે. ૧૦૮
(૮૯)
શ્રી શાંતિનાથ
ભાગ-૩
(સંભવ જિનવર વિનતિ અવઘારો ગુણજ્ઞાતા રે–એ રાગ)
કહે મેઘરથ દેવને : “અવઘારો, સંક્ષેપે રે,
કહું દાનાદિ-લક્ષણો : સ્વપર-હિત સમજે જે રે. ૧ અર્થ - મેઘરથ રાજા ગીઘનું રૂપ લઈને આવેલ દેવને કહે છે કે હું સંક્ષેપમાં દાનાદિના લક્ષણો કહું છું તેને તું અવઘારણ કર. જે સ્વ અને પરના હિતને સમજે તે આ વાત સમજી શકશે. ૧ાા
નિજ ચીજ દે પાત્રને તો તે દાન ગણાતું રે,
શ્રદ્ધા, વિજ્ઞાન આદિથી દાતા-સ્વફૅપ જણાતું રે. ૨ અર્થ :- પોતાની ગણાતી કે મનાતી વસ્તુ, જો પાત્ર જીવને આપે તો તેને દાન ગણવામાં આવ્યું છે. તથા દાન દેનાર દાતાનું સ્વરૂપ, તેની પાત્ર એવા મહાત્મા પ્રત્યે કેવી શ્રદ્ધા ભક્તિ છે અને તેમને દેવા યોગ્ય પદાર્થ સંબંધીનું તેને કેટલું વિશેષ જ્ઞાન છે, તેના ઉપરથી દાતાની વિશેષતા જણાય છે. રાા
કરે ન અવગુણ જે ચીજો, ગુણવર્ધક બન્નેને રે,
દેવા યોગ્ય ગણાય તે; ચાર ભેદ છે દાને રે. ૩ અર્થ - જે ચીજો પાત્ર જીવને અવગુણ ન કરે, તેવી વસ્તુઓ દાનમાં આપવાથી દાન લેનારને, અને દાન આપનાર બન્નેને લાભદાયક થાય છે. તેવી વસ્તુઓ દેવા યોગ્ય ગણાય છે. એવી દાનમાં દેવા
Page #388
--------------------------------------------------------------------------
________________
3७४
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
યોગ્ય વસ્તુઓના ચાર ભેદ છે. //સા.
જ્ઞાન, દવા, આહાર ને અભયદાન એ ચારે રે,
પરંપરાએ મોક્ષ દે, મનાય એ સુવિચારે રે. ૪ અર્થ - જ્ઞાનદાન, ઔષઘદાન, આહારદાન અને અભયદાન; એ ચાર પ્રકારના દાન છે. જે પરંપરાએ જીવને મોક્ષનું કારણ થાય છે. આ વાત સુવિચાર કરવાથી મનાય છે. જા.
મોક્ષમાર્ગમાં સ્થિત છે, પોતે તરીને તારે રે,
દાન-યોગ્ય સુપાત્ર તે, બોઘ દઈ ઉદ્ધારે રે. ૫ અર્થ:- જે જ્ઞાનના બળે મોક્ષમાર્ગમાં સ્થિત છે અને જે પોતે તરીને બીજાને તારે છે. તે દાન દેવા યોગ્ય સુપાત્ર મહાત્મા છે કે જે બોઘ દઈ બીજાનો પણ ઉદ્ધાર કરે છે. પા.
માંસાદિ ના દેય છે, પાત્ર ન તે જો યાચે રે,
દાતા નહિ દેનાર તે; નરક-હેતુ તે સાચે રે. ૬ અર્થ - માંસ મદિરાદિ વસ્તુઓ દાનમાં દેવા યોગ્ય નથી. જે આવી પાપમય વસ્તુની યાચના કરે તે પાત્ર જીવ નથી. તથા આવી હિંસક વસ્તુને દાન તરીકે આપનાર તે દાતા નથી. ખરેખર એ બધા નરકગતિના કારણો છે. દા
તેથી ગીઘ ન પાત્ર છે, કબુંતર દેય ન જાણો રે,”
સુણ એ દેવ કરે સ્તુતિ, દાન-વિવેક વખાણ્યો રે. ૭ અર્થ - તેથી ગીઘ એ દાન લેવાને પાત્ર જીવ નથી, અને કબૂતર એ કંઈ દાન દેવા યોગ્ય પદાર્થ નથી. આવા મેઘરથ રાજાના વચનોને સાંભળીને જ્યોતિષી દેવે પોતાનું વાસ્તવિક સ્વરૂપે પ્રગટ કર્યું અને મેઘરથ રાજાએ બતાવેલ ઉત્તમ દાન વિવેકના ખૂબ વખાણ કરી તેમની સ્તુતિ કરી. IIળા
વસ્ત્રાભૂષણ દઈ ગયો, કરી કુસુમની વૃષ્ટિ રે,
ઇંદ્ર ફરી સ્તુતિ કરેઃ “ઘન્ય! ઘીર સુદ્રષ્ટિ રે!” ૮ અર્થ - પછી દેવે ખુશ થઈ પુષ્પોની વૃષ્ટિ કરી, ઉત્તમ વસ્ત્ર આભૂષણ આપીને દેવલોકે ગયો. હવે એક દિવસ મેઘરથ રાજાએ નંદીશ્વર પર્વમાં મહાપૂજા કરીને ઉપવાસ કર્યો. તે જ રાત્રિએ પ્રતિમા ઘારણ કરીને મેરુપર્વતની જેમ ધ્યાનમાં અડોલ સ્થિર હતા ત્યારે દેવલોકમાં ઈશાનેન્દ્ર ફરી દેવોની સભામાં હર્ષથી કહ્યું કે “અહો આશ્ચર્ય છે કે આ સંસારમાં તું જ શુદ્ધ સમ્યકુદ્રષ્ટિ છો અને તે જ ખરેખર થીર-વીર છો. દા.
પ્રશ્ન પૂછતાં તે કહે: “મેઘરથ પરિણામો રે,
પ્રતિમાનુયોગે સ્થિર છે, તેને કરું પ્રણામો રે.”૯ અર્થ - એમ ઇન્દ્રને સ્તુતિ કરતા સાંભળીને દેવોએ ઇન્દ્રને પૂછ્યું કે આપ કયા સજ્જન પુરુષની આ સ્તુતિ કરો છો? ત્યારે ઇન્દ્ર કહ્યું મેઘરથ રાજા શુદ્ધ સમ્યષ્ટિ છે અને આજે તેઓ મેરુપર્વત જેવી અડોલ પ્રતિમા ઘારીને શુદ્ધભાવમાં સ્થિત છે. તેમને હું ભાવભક્તિથી પ્રણામ કરું છું. ગાલા
Page #389
--------------------------------------------------------------------------
________________
(૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩
૩૭ ૫
તે સુણી બે દેવીઓ ચલાવવાને આવે રે,
હાવભાવ-દેખાવથી નૃપને બહુ લલચાવે રે. ૧૦ અર્થ : - તે સાંભળીને મેઘરથને ચલાવવા સ્વર્ગમાંથી બે દેવીઓ આવી અનેક હાવભાવના દેખાવ કરી રાજાને બહુ લલચાવવા પ્રયત્ન કર્યો. ૧૦ના
મેરું પર વીજળી પડે તોય ન તે તો ડોલે રે,
નૃપ-મન તેમ અડોલ છે, જાણી દેવી બોલે રે : ૧૧ અર્થ :– મેરુ પર્વત ઉપર વીજળી પડે તોય તે ચલાયમાન થાય નહીં. તેમ મેઘરથ રાજાનું મન અડોલ છે એમ જાણીને દેવી બોલી. |૧૧ાા
“ઘન્ય, ઘન્ય!નૃપ ઘન્ય તું, ઇંસ્તુતિ તુજ સાચી રે.”
ક્ષમા યાચી પૂજા કરી, સ્વર્ગે ગઈ તે પાછી રે. ૧૨ અર્થ - હે રાજા! તને ઘન્ય છે, ઘન્ય છે, ઘન્ય છે. ઇન્દ્ર તારી કરેલી સ્તુતિ સાવ સાચી છે. પોતાની કરેલ શંકાની ક્ષમા યાચી, પૂજા કરીને તે દેવીઓ પાછી સ્વર્ગમાં ગઈ. II૧૨ના
ઇંદ્ર વદે વળી એકદા : “પ્રિયમિત્રા નૃપ-રાણી રે,
રૂપવતી અતિ સૃષ્ટિમાં,” ગઈ જોવા ઇન્દ્રાણી રે. ૧૩ અર્થ :- ઇન્દ્ર વળી એકદા કહ્યું કે મેઘરથરાજાની રાણી પ્રિય મિત્રા તે આ જગતમાં અતિ રૂપમતિ છે તે જોવા ઇંદ્રાણી ત્યાં ગઈ. II૧૩ા.
સ્નાનાર્થે જાતાં દઠી, વાત ઇન્દ્રની માની રે;
કાયા-કાંતિ કારમી, પૂર્વ-પુણ્ય-નિશાની રે; ૧૪ અર્થ :- વખતે પ્રિય મિત્રાને સ્નાનને અર્થે જતાં જોઈ ઇન્દ્રાણીએ ઇન્દ્રની વાત માન્ય કરી કે અહો! કાયાની કાંતિ કેવી કારમી એટલે સુંદર છે. એ બધી પૂર્વે કરેલા પુણ્યકર્મની નિશાની છે. ૧૪ો.
કન્યા-રૂપ ઘરી મળી, રૂપ પ્રશંસા કીથી રે,
કહે રાણી : “થોભો જરી;” કરી સ્નાનાદિ વિધિ રે, ૧૫ અર્થ:- હવે ઇન્દ્રાણીએ કન્યાનું રૂપ ધારણ કરી પ્રિય મિત્રા રાણીને મળી તેના રૂપની ખૂબ પ્રશંસા કરી. ત્યારે રાણી કહે જરા થોભજો, હું સ્નાન આદિ શણગારની વિધિ કરીને આવું છું. ૧૫ા
ઘરી અલંકારો ફેંડા, આવી ગર્વ ઘરી તે રે
કહે કન્યા: “કાંતિ નથી, પ્રથમ સમાન શરીરે રે!” ૧૬ અર્થ :- સ્નાન કરી રૂડા અલંકારને પહેરી ગર્વને ઘારણ કરતી તે આવી ત્યારે કન્યારૂપને ધારણ કરેલી ઇન્દ્રાણી કહે : હવે પ્રથમ સમાન તમારા શરીરે કાંતિ જણાતી નથી. ૧૬ાા
મેઘરથ ભણી જ્યાં જાએ, કહે: “યથાર્થ કહે છે રે,
પૅનમ પછીના ચંદ્રની શોભા દેહ લહે છે રે.” ૧૭ અર્થ :- પછી રાણીએ મેઘરથ રાજા ભણી જોયું ત્યારે રાજાએ પણ કહ્યું : એ યથાર્થ કહે છે. હવે આ દેહ પૂનમ પછીની ઊતરતી કળાની જેમ શોભાને ધારણ કરે છે. ૧ળા.
Page #390
--------------------------------------------------------------------------
________________
395
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પ્રગટઝુંપે ઇન્દ્રાણીએ કહ્યું કેમ તે આવી રે;
“ક્ષણભંગુર ઑપ-કાંતિ આ, દેહ-ગતિ તો આવી રે”- ૧૮ અર્થ :- પછી પ્રગટરૂપે ઇન્દ્રાણીએ પોતાના આગમનનું કારણ કહ્યું કે હું આપનું રૂપ જોવા આવી હતી. પણ રૂપની કાંતિ ક્ષણભંગુર છે. દેહની ગતિ સર્વની આવી જ છે માટે એનો શો ગર્વ કરવો. ૧૮
કહીં, સન્માની તેમને સ્વસ્થાને તે ચાલી રે;
ખેદ-ખિન્ન રાણી થઈ, પતિએ ઘીરજ આલી રે. ૧૯ અર્થ :- એમ કહી પ્રિય મિત્રાનું સન્માન કરી તે સ્વસ્થાનકે દેવલોકમાં ચાલી ગઈ. રાણી શરીરની રૂપકાંતિની ક્ષણભંગુરતા જાણી ખેદનખિન્ન થઈ. ત્યારે પતિ મેઘરથ રાજાએ તેને ઘીરજ આપી શાંત કરી. ૧૯ાા
ઘરથ તીર્થકર તણાં દર્શનની ઉત્કંઠા રે,
થતાં માળી આવી કહે : “ઉદ્યાને પ્રભુ બેઠા રે.” ૨૦ અર્થ :- ઘનરથ તીર્થંકર પ્રભુના દર્શન કરવાની મેઘરથ રાજાને ઉત્કંઠા જાગી કે માળીએ આવી કહ્યું : પ્રભુ ઉદ્યાનમાં પઘારી બિરાજમાન થયા છે. ૨૦ના
પ્રજા સહિત નૃપ ત્યાં ગયા, પ્રદક્ષિણા દઈ વંદે રે,
સુણી પ્રભુની દેશના વીનવે નૃપ આનંદે રે - ૨૧ અર્થ - રાજાએ પ્રજા સહિત ત્યાં જઈ પ્રભુને પ્રદક્ષિણા દઈ વંદન કર્યા. પછી દેશના સાંભળી રાજા આનંદ સહિત પ્રભુને વિનવવા લાગ્યા. રિલા
“રાજ્યભાર બહુ મેં વહ્યો, હે! પ્રભુ, વારસ સાચો રે
કરો, મોક્ષના માર્ગમાં; દીઠા બહુ ભવ-નાચો રે. ૨૨ અર્થ - આપની આજ્ઞાથી રાજ્યનો ભાર મેં બહુ વહન કર્યો. હવે હે પ્રભુ!મોક્ષના માર્ગનો મને સાચો વારસદાર બનાવો. આ સંસારમાં અનેક નવા નવા દેહરૂપ વેષ ઘારણ કરીને હું બહુ નાચ્યો છું. મારા
ભોગ ભયાનક હું ગણું, જન્મ-કેદ સમ કાયા રે,
વિશ્વ તારનારા પ્રભુ, મુંકાવો મુજ માયા રે.” ૨૩ અર્થ :- હવે આ ઇન્દ્રિયભોગોને ભયાનક ગણું છું. આ કાયાને જન્મકેદ સમાન માનું છું. માટે હે વિશ્વને તારનારા પ્રભુ! મારી આ સંસારની મોહ માયાનો નાશ કરો. ૨૩
દ્રઢરથને કહે: “ભાઈ, આ રાજ્ય તમે સંભાળો રે,
દીક્ષા લેવા હું ચહું, પ્રજા પ્રીતિથી પાળો રે.” ૨૪ અર્થ :- મેઘરથ રાજા દ્રઢરથને કહેવા લાગ્યા કે ભાઈ, આ રાજ્યને હવે તમે સંભાળો. હું દીક્ષા લેવા ઇચ્છું છું. આ પ્રજાનું પ્રીતિપૂર્વક પાલન કરો. ૨૪
પણ દ્રઢરથ એવું કહે : “રાજ્ય-દોષ હું દેખું રે,
ગ્રહણ કરી જે છોડવું, ના ગ્રહવું ઠીક લેખું રે; ૨૫ અર્થ :- પણ દ્રઢરથે જવાબમાં એમ કહ્યું : આ રાજ્ય કરવામાં ઘણા દોષ થવા સંભવે છે એમ હું દેખું છું. વળી ગ્રહણ કરીને છોડવું છે, તેને પ્રથમથી જ ગ્રહણ ન કરવું એ વાત વધારે ઠીક લાગે છે. ||રપા
Page #391
--------------------------------------------------------------------------
________________
(૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩
3७७
પંકે પગ ના મૂકવો ઠીંક, ખરડી ઘોયાથી રે;
મુક્તિ-માર્ગ ગમે મને, ભવ-સંકટ જોયાથી રે.” ૨૬ અર્થ :- પંક એટલે કીચડમાં પગ ખરડીને ઘોવો તેના કરતાં પગ ન મૂકવો તે વઘારે ઠીક છે. આ સંસારમાં અનેક સંકટ રહેલા હોવાથી મને તો આ મુક્તિમાર્ગ જ પ્રિય લાગે છે. પારકા
મેઘસેન સુતને દઈ રાજ્ય, ઘરે તે દીક્ષા રે,
સાત સહસ્ત્ર રાજા બીજા, દીક્ષા લઈ લે શિક્ષા રે. ૨૭ અર્થ :- પોતાના પુત્ર મેઘસેનને રાજ્ય દઈ મેઘરથ રાજાએ દીક્ષા ગ્રહણ કરી ત્યારે બીજા સાત હજાર રાજાઓ પણ દીક્ષા લઈ આત્મશિક્ષાને ભણવા લાગ્યા. રશા
એક મોક્ષના લક્ષથી, જીવ-અર્જીવ છે જાણે રે,
રત્નત્રય ઉપાસતા, નિષ્કષાયતા આણે રે. ૨૮ અર્થ :- તેઓ માત્ર મોક્ષ પ્રાપ્તિના લક્ષથી જીવ અજીવ એ બે તત્ત્વોને યથાર્થ જાણે છે. તથા સમ્યક્દર્શનશાનચારિત્રમય રત્નત્રયની ઉપાસના કરતાં નિષ્કષાયભાવને હૃદયમાં આણે છે. ૨૮ના
પંચ વિષય-વિષ તે તજે, છકાય જીવો રક્ષે રે,
સાતે ભય તે ટાળતા, આઠે મદ ઉપેક્ષે રે, ૨૯ અર્થ :- શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ એ પંચ વિષયને વિષરૂપ માની તેનો ત્યાગ કરે છે. પાંચ સ્થાવર અને ત્રસ મળી છકાય જીવની રક્ષા કરે છે. આલોકભય, પરલોકભય, મરણભય, વેદનાભય, અરક્ષાભય, અગુપ્તિભય અને અકસ્માતભય નામના સાત ભયોને ટાળે છે અને રૂપ, ઐશ્વર્ય, બળ, ઘન, તપ, જ્ઞાન, કુલ અને જાતિમદ એ આઠેય મદની ઉપેક્ષા કરે છે અર્થાત્ તેને માન આપતા નથી. રિલા
બ્રહ્મચર્ય નવઘા ઘરે, યતિ-ઘર્મ દશ આવે રે,
અગિયારે અંગો ભણે, બાર ભાવના ભાવે રે, ૩૦ અર્થ :- જે નવવાડ સહિત બ્રહ્મચર્ય વ્રતને પાળે છે. ઉત્તમ ક્ષમા, આર્જવ, માર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દશ યતિઘર્મને પાળે છે. આચારાંગ, સૂયગડાંગ ઠાણાંગ, સમવયાંગ, ભગવતી વગેરે અગિયાર અંગોને જાણે છે. અને અનિત્ય, અશરણ, સંસાર વગેરે બાર ભાવનાને ભાવે છે. ૩0ા.
પ્રવચન-વ્રત તેરે ચહે, ચૌદમા ગુણ-લક્ષ્ય રે,
પ્રમાદ પંદર ટાળતા, સોળ ભાવના રક્ષે રે- ૩૧ અર્થ - પાંચ સમિતિ અને ત્રણ ગતિરૂપ અષ્ટ પ્રવચન માતા તથા પાંચ મહાવ્રત મળીને તેર થાય તેને તે ચહે છે. ચૌદમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરવાનો જેને લક્ષ છે. પાંચ વિષય, ચાર કષાય, ચાર વિકથા અને નિદ્રા અને સ્નેહ મળી પંદર પ્રમાદને જે ટાળે છે તથા તીર્થંકર પદ પ્રાપ્તિની સોળ કારણ ભાવનાની જે રક્ષા કરે છે અર્થાત તે ભાવનાઓને ભાવે છે. ૩૧ના
તીર્થંકર-પદહેતુ તે દર્શન-વિશુદ્ધિ ઘારે રે આઠે અંગ સહિત તે, વિનય સર્વ પ્રકારે રે, ૩૨
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૭૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - તીર્થંકર પદ પ્રાપ્તિની સોળ કારણ ભાવનાઓ આ પ્રમાણે છે. પહેલી દર્શન વિશુદ્ધિ ભાવનાને ઘારણ કરે છે. જે નિશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગૃહન, સ્થિતિકરણ વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ અંગથી સહિત છે, બીજી વિનય સંપન્નતા ભાવનાને ભાવે છે. જેના પાંચ પ્રકાર છે. દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઉપચારવિનય. IT૩રા
શીલવ્રતે અતિચાર ના લાગે, મન સલ્તાત્રે રે,
‘અભીષ્ણ શ્રુતે ભાવના, વિરાગ વસ્તુમાત્ર રે, ૩૩ અર્થ - ત્રીજા શીલવ્રતમાં અતિચાર ન લાગે એવી ભાવનાને ભાવે છે. તેના માટે મનને સન્શાસ્ત્રના વિચારમાં રોકે છે. કારણ કામસેવન નામનું એકલું પાપ હિંસા આદિ સર્વ પાપોને પુષ્ટ કરે છે તથા ક્રોધાદિ કષાયોની તીવ્રતા કરાવે છે.
ચોથી અભીસ્મ જ્ઞાનોપયોગ ભાવનાને ભાવે છે. અભીસ્મ એટલે નિરંતર આત્મા સંબંધી જ્ઞાનમાં ઉપયોગને રોકે છે. પાંચમી સંવેગ ભાવનાને ભાવવાથી વસ્તુમાત્ર પ્રત્યે વિરક્તભાવ રાખે છે. “મુક્ત થવા સિવાય બીજી કોઈપણ પ્રકારની ઇચ્છા નહી, અભિલાષા નહીં તે સંવેગ.” -શ્રીમદ્ રાજચંદ્ર (૩૩ાા
જ્ઞાનાદિના દાનથી ત્યાગભાવના ભાવે રે,
યથાશક્તિ આજ્ઞા વડે બાર તપે મન લાવે રે, ૩૪ અર્થ :- છઠ્ઠી શક્તિ પ્રમાણે ત્યાગ ભાવનાને ભાવે છે. બીજાને સમ્યકજ્ઞાન આદિનું દાન આપી સ્વયં બાહ્ય દશ પ્રકારના પરિગ્રહને અને અંતરંગ ચૌદ પ્રકારના પરિગ્રહનો યથાશક્તિ ત્યાગ કરે છે.
સાતમી શક્તિ પ્રમાણે તપભાવનામાં યથાશક્તિ આજ્ઞા સહિત છ બાહ્ય અને છ અંતરંગ તપને તપે છે. તપ છે તે કર્મ નિર્જરાનું કારણ છે. [૩૪.
તપ-વિધ્રોને ટાળતાં, “સાધુ-સમાધિ સાચી રે,
અવદ્ય સૌ ઉપાયથી સેવા કરે અયાચી રે. ૩૫ અર્થ :- સંયમીને કોઈ કારણે વિઘ્ન આવી પડે તો વિદ્ગોને દૂર કરી વ્રત, શીલની રક્ષા કરવી તે આઠમી સાધુ-સમાધિ નામની ભાવનાને ભાવે છે.
કોઈ જીવોનો વઘ ન થાય એવા અવદ્ય સર્વ ઉપાયથી મુનિવરોની પરસ્પર અયાચીપણે અર્થાત્ નિષ્કામભાવે સેવા કરવી તે નવમી વૈયાવૃત્તિ નામની ભાવનાને ભાવે છે. રૂપાા
જિન, સૂરિ, વાચક, શાસ્ત્રની વિવિઘ ભાવે ભક્તિ રે
ષ આવશ્યક* ના તજે, કરે યથા-વિધિ-શક્તિ રે. ૩૬ અર્થ - જિન એટલે અરિહંતભક્તિ ભાવના નામની દસમી ભાવના છે. અગ્યારમી આચાર્યભક્તિ ભાવના. બારમી વાચક એટલે ઉપાધ્યાય જેમને શ્રુતજ્ઞાનરૂપ દિવ્યનેત્ર છે એવા મહાત્માઓની ભક્તિ કરવી તે બારમી બહુશ્રુત ભક્તિભાવના. શાસ્ત્રની વિવિઘ ભાવે ભક્તિ કરવી તે તેરમી પ્રવચનભક્તિ ભાવના. ચૌદમી આવશ્યક અપરિહાણિ ભાવના ભાવવામાં તત્પર મુનિઓ સામાયિક, સ્તવન, વંદના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને કાયોત્સર્ગ એ છ આવશ્યકને કરવાનું છોડતા નથી. પણ યથાવિધિ તેમજ યથાશક્તિ પ્રમાણે તેને અવશ્ય કરે છે. ૩૬ાા
Page #393
--------------------------------------------------------------------------
________________
(૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩
૩૭૯
કરે ૧૫માર્ગ-પ્રભાવના જ્ઞાન-તપાદિ-યોગે રે,
ગાય-વત્સ સમ રાખતા પ્રેમ મુમુક્ષ-લોકે રે. ૩૭ અર્થ - જ્ઞાનસહિત તપ આદિને આદરી મહાત્માઓ પંદરમી સન્માર્ગ પ્રભાવનાની ભાવનાને ભાવે છે. ગાય જેમ પોતાના વાછરડામાં નિષ્કામ પ્રેમ રાખે તેમ ઉત્તમ આરાઘના કરનાર મુમુક્ષુઓ પ્રત્યે પ્રેમ રાખવો તે સોળમી પ્રવચન વાત્સલ્ય ભાવના છે. ઘર્મ પ્રત્યે, ઘર્માત્મા પ્રત્યે, ઘર્મના સ્થાન પ્રત્યે કે પરમાગમ પ્રત્યે પ્રીતિ રાખવી તે પ્રવચન વાત્સલ્ય ભાવના છે. (૩ળા
એ સોળે હેતુ વડે તીર્થપતિ-બીજ વાવે રે,
મેઘરથ મુનિ તે ભલા ઉત્તમ સંયમ ભાવે રે. ૩૮ અર્થ :- એ સોળે તીર્થંકરપદ પ્રાપ્તિની ભાવના ભાવવાવડે ઉત્તમ સંયમને પાળતા એવા ભલા મેઘરથ મુનિ તીર્થંકર પદ પ્રાપ્તિના બીજની અત્રે વાવણી કરે છે. ૩૮
દૃઢરથ સહ સંન્યાસથી દેહ તજી સુર થાતા રે,
સર્વાર્થસિદ્ધ વિમાનમાં અહમિંદ્ર પદવી લેતા રે. ૩૯ અર્થ - દ્રઢરથ સાથે સંન્યાસ મરણ સાથી મેઘરથ દેહ તજીને દેવતા થઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં અહમિંદ્ર પદવીને પામ્યા. ૩૯ાા.
એક જ ભવ કરી મોક્ષમાં જનાર સુર વસતા ત્યાં રે,
લૌકિક સુખમાં ના મણા, સુંદૃષ્ટિ સુર સૌ જ્યાં રે. ૪૦ અર્થ - સર્વાર્થસિદ્ધ વિમાનમાં સર્વ એક જ ભવ કરીને મોક્ષે જનાર દેવો નિવાસ કરે છે. ત્ય લૌકિક સુખમાં કોઈ ખામી નથી. ત્યાં રહેનારા સર્વ સમ્યકદ્રષ્ટિ દેવો હોય છે. ૪૦ના
રહ્યું ઑવન અહમિંદ્રનું છ માસ બાકી જ્યારે રે,
સૌથર્મેન્દ્ર કુબેરને બોલાવી કહે ત્યારે રેઃ ૪૧ અર્થ :- જ્યારે આ મેઘરથના જીવ અહમિંદ્રનું જીવન છ માસ બાકી રહ્યું ત્યારે સૌથર્મેન્દ્ર કુબેરને બોલાવી નીચે પ્રમાણે આજ્ઞા કરી. ૪૧ાા
હસ્તિનાપુરના પતિ વિશ્વસેન વિખ્યાતા રે,
મહારાણી અચિરા ડૅડી જિનપતિપિતામાતા રે. ૪૨ અર્થ :- હસ્તિનાપુર નગરના સ્વામી વિશ્વસેન રાજા પ્રસિદ્ધ છે. તેમની પવિત્ર રૂડી મહારાણી અચિરા હાલમાં જિનપતિની માતા થવાની છે. ૪રા
રનવૃષ્ટિ કરવી ઘટે હવે હસ્તિનાપુરે રે,
પંદર માસ સદા કરો.” વચન ઘરે સુર ઉરે રે. ૪૩ અર્થ :- માટે હસ્તિનાપુરમાં હવે રત્નવૃષ્ટિ કરવી યોગ્ય છે. પંદર માસ સુથી સદા રત્નોની વૃષ્ટિ કરો. આ વચનને દેવતાએ સૌઘર્મેન્દ્રના કહેવાથી હૃદયમાં ઘારણ કર્યું. ૪૩.
અચિરા રાણીની કૂખે, મેઘરથ-જ્જૈવ આવે રે, ભાદરવા વદ સાતમે, સ્વપ્ન સોળ દર્શાવે રે. ૪૪
Page #394
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨
અર્થ ઃ– અચિરા રાણીની કૂખે મેઘરથ રાજાનો જીવ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવીને ભાદરવા સુદ સાતમે આવ્યો ત્યારે માતાએ સોળ સ્વપ્નોને નિહાળ્યા. તે હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીનો અભિષેક, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, પૂર્ણ કુંભ, સરોવર, સાગર, વિમાન, રત્નનો રાશિ, નિઘૂમ અગ્નિ, મીનયુગલ અને ધરણેન્દ્ર એ સોળ સ્વપ્નો હતા. તે હર્ષથી પોતાના ભરથાર રાજા વિશ્વસેનને જણાવ્યા. ત્યારે તેમણે કહ્યું : હે પ્રિયા! તને શુભ લક્ષણોથી સંપૂર્ણ અને સર્વ અંગે સુંદર એવો પુત્ર 421.118811 ગર્ભ-મહોત્સવ જાણીને, ઇન્દ્રાદિ સુર આવે રે, માતપિતાને પૂજૅને પ્રભુને નીરખે ભાવે રે. ૪૫
३८०
અર્થ • પ્રભુનો ગર્ભ-મહોત્સવ અથવા ચ્યવન કલ્યાણક જાણીને ઇન્દ્રાદિ દેવોનું આગમન થયું. માતાપિતાને પૂજી ભાવ ભક્તિથી પ્રભુને નીરખી સૌ આનંદ પામ્યા. ।।૪૫।।
સેવા કરતી દેવીઓ માતાની સૌ વાતે રે,
જેઠ માસ વદ ચૌદશે, જન્મ્યા પ્રભુ પ્રભાતે ૨. ૪૬
અર્થ :– જિનમાતાની સૌ વાતે છપ્પન દિક્કુમારી દેવીઓ સેવા કરતી હતી ત્યારે જેઠ માસની વદ ચૌદશે પ્રભાતમાં પ્રભુ જન્મ પામ્યા. ॥૪૬॥
જન્મ-મહોત્સવ કારણે દેવદેવી બહુ આવે રે, ઇન્દ્રાણી પ્રસૂતિ-ગૃહે જઈ વંદે પ્રભુ ભાવે રે. ૪૭
અર્થ :— જન્મ-મહોત્સવના કારણે દેવદેવીઓ બહુ આવી ત્યારે ઇન્દ્રાણીએ પ્રસૂતિ-ગૃહમાં જઈ પ્રભુને ભાવથી વંદન કર્યાં. ૫૪૭।।
જનનીને ઊંઘાડીને, પ્રભુને પ્રેમે ઊંચકી,
માયા-બાળક મૂકી રે, હર્ષભારથી ઝૂકી ૨૪૮
અર્થ :– ઇન્દ્રાણીએ પ્રભુમાતાને અવસ્વાપિની નિદ્રા આપી તથા તેમની પાસે માયામય બીજું બાળક મૂકી પ્રભુને પ્રેમપૂર્વક ઊંચકી, હર્ષભારથી ઝૂકી ઝૂકીને તે ઇન્દ્ર સમીપ આવી. ।।૪૮।। અર્પે ઇન્દ્રકરે શચી, મેરુ ઉપર લઈ જાતા રે, સ્નાત્ર કરી ઉલ્લાસથી, લાવી મૂકે જ્યાં માતા રે. ૪૯
અર્થ :– ભક્તિભાવ સહિત શચી એટલે ઇન્દ્રાણીએ પ્રભુને સૌધર્મ ઇન્દ્રના હાથમાં અર્પણ કર્યા. ત્યારે ઇન્દ્રે પોતાના પાંચ સ્વરૂપ બનાવ્યા. એક રૂપે પ્રભુને બે હાથમાં લીઘા. બીજા રૂપે પ્રભુ ઉપર છત્ર ધારણ કર્યું, ત્રીજા અને ચોથા રૂપે પ્રભુની બેય બાજુ ચામરો વીંજવા લાગ્યા અને પાંચમા રૂપે પ્રભુ આગળ વજ્ર ઉછાળતાં મેરુ પર્વતના શિખર તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈ શાશ્વતી અતિપાંડુકબલા નામની શિલાના આસન ઉપર સૌધર્મેન્દ્ર પ્રભુને પોતાના ઉત્સંગમાં બેસાડ્યા. પછી અચ્યુતેન્દ્ર વિગેરે દેવોએ સુવર્ણ, મણિ વગેરે કળશો વિકુર્તી સુગંધી તીર્થજળવડે હર્ષોલ્લાસથી પ્રભુનો જન્માભિષેક કર્યો. પછી પાછા ભક્તિપૂર્વક પ્રભુને લાવી માતા પાસે પઘરાવ્યા. ।।૪૯।।
દિવ્ય વસ્ત્ર-આભૂષણે મંડિત નીરખે માતા રે નિદ્રા ઇન્દ્રે ટાળી જ્યાં; નૃત્ય કરી સુર જાતા ૨ે. ૫૦
Page #395
--------------------------------------------------------------------------
________________
(૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩
૩૮૧
અર્થ - “ઇન્દ્ર પ્રભુમાતાની અવસ્થાપિની નિદ્રા દૂર કરી ત્યારે દિવ્ય વસ્ત્ર અને આભૂષણથી મંડિત પ્રભુને નીરખીને માતા અતિ હર્ષિત થઈ. શક્રેન્દ્ર ભગવાનના અંગૂઠામાં અમૃતનો સંચાર કર્યો. તે અમૃતના આહારથી પ્રભુ રૂપ અને લાવણ્યની સંપત્તિ સહિત વૃદ્ધિ પામવા લાગ્યા. દેવતાઓએ પ્રભુ આગળ નૃત્ય કર્યું. પછી સૌઘર્મેન્દ્ર વગેરે નદીશ્વર દ્વીપે ગયા. ત્યાં બીજા સર્વ ઇન્દ્રો વગેરે મેરુ પર્વતથી પરભારા આવેલા. ત્યાં સર્વેએ જન્મોત્સવ નિમિત્તે અષ્ટાલિકા મહોત્સવ આદરી ખૂબ ભાવભક્તિ કરીને બધા પોતપોતાના સ્થાને ગયા. ૫૦ગા.
“શાંતિનાથ સુંનામ દે, ઊછરે તે આનંદે રે,
પૂર્વ પુણ્ય પૂરું કરે, સુર સહ રમે ઉમંગે રે. પ૧ અર્થ - રાજા વિશ્વસેને પણ આખા નગરમાં પ્રભુનો મહાન જન્મ મહોત્સવ કર્યો. બારમે દિવસે પોતાના સમગ્ર બંધુવર્ગને પોતાને ઘેર બોલાવી ઉત્તમ ભોજન કરાવી તેમની સમક્ષ પ્રભુના પિતાએ કહ્યું: હે સજ્જનો! આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારથી આખા નગરમાં મરકીના ઉપદ્રવની શાંતિ થઈ હતી, તેથી આ પુત્રનું નામ હું ‘શાંતિનાથ” પાડું છું. તે નામ સર્વને ઘણું રુચિકર થયું. પ્રભુ આનંદમાં દિનોદિન ઊછરવા લાગ્યા. દેવતાઓ સાથે ઉમંગથી રમતા પ્રભુ પૂર્વે બાંધેલા પુણ્યકર્મને પૂરું કરવા લાગ્યા. //પલા
ત્રણ સુજ્ઞાને દીપતા, સુખશાંતિ ફેલાવે રે,
કનક-કાંતિ શરીરની ઉષા રવિ બતલાવે રે. પર અર્થ - મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાનથી દૈદિપ્યમાન પ્રભુ સર્વત્ર સુખશાંતિ ફેલાવતા હતા. પ્રભુનું આખું શરીર સુંદર સુવર્ણવાળું હતું. તેની કાંતિ એટલે પ્રભા તે ઉષાકાળ અર્થાત્ પ્રાતઃકાળમાં ઊગતા સૂર્યની કાંતિને બતાવતી હતી. /પરા
દૃઢરથ-જ્જૈવ સુરતા તજી, વિશ્વસેન-સુત થાતો રે,
ચક્રાયુઘના નામથી, યશવર્તી-સુત પ્રખ્યાત રે. ૫૩ અર્થ - પૂર્વભવમાં દ્રઢરથનો જીવ હવે દેવપણું તજીને વિશ્વસેન રાજાની બીજી રાણી યશવતીના કુખે આવી જન્મ પામ્યો. તેનું ચક્રાયુઘ નામ રાખવામાં આવ્યું. //પરા
યૌવનવયમાં આવતાં, ચંદ્ર-રવિ સમ ભ્રાતા રે,
પિતા પરણાવે હવે સુંદરીઓ, હરખાતા રે. ૫૪ અર્થ :- બેયભાઈ યૌવનવયમાં આવતાં ચંદ્રસર્યની જેમ શોભા પામવા લાગ્યા ત્યારે પિતાએ હર્ષથી અનેક રૂપવતી કુળવતી સુંદરીઓ સાથે તેમનું પાણિગ્રહણ કરાવ્યું. ૫૪મા
વિશ્વસેન હિત સાથવા, શાંતિનાથને દેતા રે
રાજ્યાભાર ભોગે ભર્યો, દીક્ષા પોતે લેતા રે. પપ અર્થ - વિશ્વસેન પોતાના આત્માનું હિત સાધવા માટે રાજ્યનો ભાર જે ભોગોથી ભર્યો છે તે શાંતિનાથને આપી પોતે દીક્ષા ગ્રહણ કરે છે. શાંતિનાથને પચ્ચીસ હજાર વર્ષ વ્યતીત થયા ત્યારે પિતાએ તેમને રાજ્યસન પર સ્થાપિત કર્યા. પપા.
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૮૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ચક્રરત્ન-ઉત્પત્તિથી આયુઘશાળા શોભે રે,
છયે ખંડ સાથી લીથા, જ્ઞાને રહી અલોભે રે. ૫૬ અર્થ - એકદા શાંતિનાથ રાજાની આયુઘશાળામાં હજાર આશાવાળું તથા હજાર યક્ષોથી અઘિષ્ઠિત ઉત્તમ ચક્રરત્ન ઉત્પન્ન થવાથી પોતે ચક્રવર્તી પદને પામ્યા. જ્ઞાનના બળે અલોભથી જેને કંઈ જોઈતું નથી એવા પ્રભુએ પણ પૂર્વ પુણ્યને ભોગવી ખેરવી લેવા અર્થે છ ખંડ સાધ્યા. પકા
ચૌદ રત્ન, નવ નિધિ ને ભરત-ભૂમિની ઋદ્ધિ રે,
સંન્યાસી સમ ભોગવે, ચૂકે ન આત્મ-સમૃદ્ધિ ૨. ૫૭ અર્થ - પ્રભુ ચૌદ રત્ન, નવ નિધિ અને ભારતભૂમિની ઋદ્ધિના સ્વામી હોવા છતાં, ઘરમાં રહ્યાં છતાં, પણ મનથી સંન્યાસી સમાન નિર્લેપ રહી કદી આત્માની જ્ઞાન સમૃદ્ધિને ભૂલતા નથી. પ્રભુ બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓના સ્વામી છે. અનેક પ્રકારની મોટી સમૃદ્ધિ સહિત ચક્રવર્તીપદને ભોગવતાં સ્વામીએ પચ્ચીસ હજાર વર્ષો નિર્ગમન કર્યા. પશા.
દર્પણ સામે એકદા ઊભા રહી જ્યાં દેખે રે,
અનેક રૂપ નિહાળતાં, પૂર્વ ભવો નિજ પેખે રે. ૫૮ અર્થ - એકદા દર્પણ સામે ઊભા રહી શરીરના અનેક રૂપ નિહાળતાં પોતાના અનેક પૂર્વ ભવોનો વિચાર જાગૃત થયો. //પટણા
“પ્રતિબિંઘ સમ મેં કર્યા અનેક ભવ હા! આવા રે,
આ ભવમાં ચૂકું નહીં,” એ વિચાર આવ્યા રે. ૫૯ અર્થ:- દર્પણમાં આ શરીરના અનેક પ્રતિબિંબની જેમ મેં પૂર્વે હા! અનેક ભવો કર્યા છે. પણ હવે આ ભવમાં સંપૂર્ણ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવાનું હું ચૂકીશ નહીં, એવા દ્રઢ વિચાર પર આવ્યા. //૫૯ો.
બ્રહ્મલોકથી દેવ ત્યાં સારસ્વતાદિક આવે રે,
પ્રગટાવો પ્રભુ, તીર્થને” સંદેશો દઈ, જાવે રે. ૬૦ અર્થ - એકદા પાંચમા બ્રહ્મદેવલોકમાં વસનારા સારસ્વતાદિક વગેરે લોકાંતિક દેવોએ આવી ભક્તિપૂર્વક પ્રભુને વિનંતી કરી કે પ્રભુ તીર્થ પ્રવર્તાવો. એવો તેમનો નિયોગ હોવાથી પ્રભુને સંદેશો દઈ પાછા ચાલ્યા ગયા. //૬૦ના
ઇન્દ્રાદિ સુર આવીને કરે મહોત્સવ મોટો રે,
પ્રભુ પણ સૌ સંબંથને, સમજાવે ભવ ખોટો રે. ૬૧ અર્થ :- પ્રભુએ પણ જ્ઞાનથી દીક્ષાનો સમય જાણી એક વર્ષ સુધી યાચકોને વાંછિત દાન આપ્યું. ઇન્દ્રાદિ દેવોએ આવી મોટો દીક્ષા મહોત્સવ કર્યો. પ્રભુએ પણ સર્વ સંબંધીઓને સમજાવ્યા કે આ સંસાર બહુ ખોટો છે અને અંતે દુઃખને આપનાર છે. ૬૧ાા.
કુરુહરિ પુત્ર સ્થાપીને ગાદી પર, સો ત્યાગે રે,
દિવ્ય પાલખીમાં ગયા ‘સહસ્સામ્ર-વન” બાગે રે. ૬૨ અર્થ :- શ્રી શાંતિનાથે પોતાના પુત્ર કુરુહરિને રાજ્યગાદી પર સ્થાપી પોતે સર્વ પદાર્થોનો ત્યાગ
Page #397
--------------------------------------------------------------------------
________________
(૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩
૩૮૩
કર્યો. સુરેન્દ્રો વગેરે દ્વારા ઉપાડેલ દિવ્ય પાલખીમાં વિરાજમાન થઈ દીક્ષાના વરઘોડારૂપે સહસ્ત્રાપ્રવન નામના મોટા ઉદ્યાનમાં જઈ પ્રભુ પાલખીમાંથી નીચે ઊતર્યા. કરા.
જેઠ વદ ચોથે ઘરે છઠ્ઠ-નિયમ ઉપવાસી રે,
ખરે! ક્લેશરૅપ કેશનો લોચ કરે ત્યાં બેસી રે. ૬૩ અર્થ :- જેઠ માસના કૃષ્ણપક્ષની ચતુદર્શીએ પ્રબળ વૈરાગ્યરંગથી રંગિત થયેલા પ્રભુએ સિદ્ધોને નમસ્કાર કરી છઠ્ઠતાનો નિયમપૂર્વક ઉપવાસ કરી ક્લેશરૂપ કેશનો લોચ કર્યો. તથા સર્વ વિરતિ સામાયિકનો ઉચ્ચાર કરી સમ્યક્ ચારિત્ર ગ્રહણ કર્યું. /૬૩|
વસ્ત્રાભૂષણ સૌ તજી, યથાજાત શિશુ જેવા રે;
ચક્રાયુઘ સાથે થયા સહસ્ત્ર નૃપ મુનિ તેવા રે. ૬૪ અર્થ - સર્વ પ્રકારના વસ્ત્ર આભૂષણનો ત્યાગ કરી જન્મેલા બાળક જેવા નગ્ન બન્યા. ભાઈ ચક્રાયુઘ સાથે બીજા હજાર રાજાઓએ પણ એ પ્રમાણે દીક્ષા ગ્રહણ કરી. ૬૪.
અપ્રમત્ત બનતાં પ્રભુ મન-પર્યવ પ્રગટાવે રે,
ભક્તિ-ભાથું બાંઘીને ઇન્દ્રાદિક સુર જાવે રે. ૬૫ અર્થ - દીક્ષા ગ્રહણ કરી અપ્રમત્ત બનતાં પ્રભુને મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું. ઇન્દ્રાદિ દેવો પણ પ્રભુનો દીક્ષા મહોત્સવ ઉલ્લાસભાવે કરતાં ભક્તિનું ભાથું બાંધી દેવલોકે ગયા. I૬૫ના
સુમિત્ર નૃપ-ઘર પારણું પ્રથમ કરે પ્રભુ, દેખો રે,
પંચાશ્ચર્ય થયાં, અહો! ધ્યાનમૂર્તિ મુનિ પેખો રે. ૬૬ અર્થ – સુમિત્ર રાજાને ઘેર પ્રભુનું પ્રથમ પારણું થયું, ત્યારે પંચ આશ્ચર્ય થયા. અહો! પ્રભુ તો સદા ધ્યાનની જ મૂર્તિ છે એમ જાણો. ૬૬ાા
સોળ વર્ષ છદ્મસ્થતા વતતાં કેવળજ્ઞાને રે
દીપે હસ્તિનાપુરે પ્રભુ તે જ ઉદ્યાને રે. ૬૭ અર્થ:- ચાર જ્ઞાનના ઘરતા પ્રભુ મૌનપણે વિચરતાં જે હસ્તિનાપુરના ઉદ્યાનમાં દીક્ષા લીધી હતી ત્યાં પધાર્યા. અને છઠ્ઠતપ કરી કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. પ્રભુ સોળ વર્ષ છદ્મસ્થ મુનિ પર્યાય પાળી આજે શ્રેષ્ઠ શુક્લધ્યાનમાં વર્તતા પોષ સુદી નવમીને દિવસે ચાર ઘાતીયાકર્મનો ક્ષય થવાથી નિર્મળ કેવળજ્ઞાનને પામ્યા. શા.
ઇન્દ્રાદિ આવી રચે સમવસરણ રૂપાળું રે;
કુરુહરિ આદિ ગયા કલ્યાણક જ્યાં ભાળ્યું રે. ૬૮ અર્થ :- ઇન્દ્રાદિકે આવી પ્રભુને કેવળજ્ઞાન ઊપજવાથી રૂપાળા એવા સુંદર સમવસરણની રચના કરી. કુરુહરિ આદિએ પણ ત્યાં જઈ પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકની શોભા નિહાળી.
સમવસરણમાં બાર પ્રકારની સભા હોય છે તે આ પ્રમાણે – પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરતા સાઘુની સભા, તેની પાછળ સાધ્વીની સભા અને તેની પાછળ વૈમાનિક દેવીઓની સભા હોય. દક્ષિણ દિશાથી પ્રવેશતાં જ્યોતિષી દેવીની સભા, તેની પાછળ ભવનપતિ દેવીની સભા અને તેની પાછળ
Page #398
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
વ્યંતરદેવીની સભા હોય. પછી પશ્ચિમ દિશાથી પ્રવેશ કરતાં પ્રથમ જ્યોતિષ્ક દેવોની સભા, તેની પાછળ ભુવનપતિ દેવોની સભા અને તેની પાછળ વ્યંતર દેવોની સભા હોય. ત્યાર પછી ઉત્તર દિશાથી પ્રવેશતાં પ્રથમ વૈમાનિક દેવોની સભા, તેની પાછળ મનુષ્ય પુરુષોની સભા અને તેની પાછળ મનુષ્ય સ્ત્રીઓની સભા બેસે છે. કા
૩૮૪
ચક્રાયુ આદિ થયા છીસ ગણધર જ્ઞાની રે,
ઇન્દ્રાદિ સઘળા સુર્ણ ખરતી પ્રભુની વાણી રે – ૬૯
અર્થ :- ચક્રાયુદ્ઘ આદિ પ્રભુના છત્રીસ જ્ઞાની પુરુષો ગન્નથર થયા. ઇન્દ્રાદિક સર્વે પ્રભુની ખરતી દિવ્ય વાણીને પ્રેમપૂર્વક સાંભળવા લાગ્યા. ।।૯।।
“ભવરૂપ મોટું મૂળ છે દુઃખવૃક્ષનું જાણો રે, કષાય-ભૂમિમાં ટકે, તે ખણવા મન આણો રે. ૭૦
-
અર્થ :– પ્રભુએ દેશનામાં જણાવ્યું કે દુઃખરૂપી વૃક્ષનું આ સંસારરૂપી મોટું મૂળ છે. તે દુઃખરૂપીવૃક્ષ કષાયરૂપી ભૂમિથી ટકેલ છે. માટે તે કષાયરૂપી ભૂમિને ખોદી દુઃખરૂપી વૃક્ષનું ઉન્મૂળન કરો. IIII કષાય જો પોચા પડે ભવ-દુઃખતરુ સુકાતું રે, ઇન્દ્રિય-જય વિના નહીં કષાય-બળ જિતાતું રે. ૭૧
અર્થ :— કષાય જો મોળા પડે તો આ સંસારરૂપી મોટા મૂળવાળું દુઃખરૂપી વૃક્ષ સુકાતું જાય છે. પણ પાંચ ઇન્દ્રિયોનો જય કર્યા વિના આ ક્રોધાદિ કષાયોનું બળ જિતાતું નથી. ।।૭૧।।
ઇન્દ્રિય-અશ્વો નાખતા દમ વગર દુઃખ ખાડે રે,
ઘાત, પાત, વધુ આકરો દુર્ગતિમાં દેખાડે રે. ૭૨
અર્થ :– આ ઇન્દ્રિયરૂપી ઘોડાઓ જીવને સુખે દમ અર્થાત્ શ્વાસ પણ ન લઈ શકાય એવા દુઃખરૂપી ખાડામાં નાખે છે, જ્યાં જીવની ઘાત કરે, પાત એટલે પતન કરે, વધ કરે એવા આકરા દુર્ગતિના દુઃખોને રેખાડે છે. ।।૩૨।।
ઇન્દ્રિયવશ શાસ્ત્રી છતાં બાળબુદ્ધિએ વર્તે રે; ભરત-બાહુબલી યુદ્ધ હા! લજ્જાસ્પદે પ્રવર્તે રે, ૭૩
અર્થ :
:– શાસ્ત્રનો જાણકાર એવો શાસ્ત્રી પણ ઇન્દ્રિયવશ થવાથી બાળબુદ્ધિ જેવું વર્તન કરવા લાગે છે. ભરત બાહુબલી જેવા સજ્જન પુરુષો પણ હા! લજ્જાસ્પદ એવા યુદ્ધમાં પ્રવર્તે છે. ।।૩૩।।
ચરમશીરી ભાઈ બે, ઇન્દ્રિયો જ લડાવે રે; સુર, નર, પશુ સર્વે લડે ઇન્દ્રિય-મોહ નચાવે રે. ૭૪
અર્થ :– ભરત બાહુબલી જેવા ચરમશરીરી અર્થાત્ તેજ ભવે મોક્ષે જનાર પુરુષોને પણ આ ઇન્દ્રિયો જ લડાવે છે. આ ઇન્દ્રિયો પ્રત્યેની આસક્તિ જીવને સર્વ ભવમાં નચાવે છે. દેવતા, મનુષ્ય, પશુ આદિ સર્વેને લડાવનાર એ જ છે. ।।૩૪।।
ભક્ષ્યાભક્ષ્ય ગણે નહીં, ગમ્યાગમ્ય ન જાણે રે, ઇન્દ્રિયદાસ થયા પછી ગંદી વાત વખાણે રે. ૭૫
Page #399
--------------------------------------------------------------------------
________________
(૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩
૩૮૫
અર્થ - જિલ્લા ઇન્દ્રિયને વશ થયેલ જીવો શું ભક્ષ્ય છે અને શું અભક્ષ્ય છે તેને ગણતા નથી. સ્પર્શેન્દ્રિય આદિને વશ થયેલ જીવોને ક્યાં ગમન કરવું જોઈએ, અને ક્યાં ન જવું જોઈએ તેનું ભાન હોતું નથી. ઇન્દ્રિયોનો દાસ થયા પછી ગંદી એવી વાતોને પણ વખાણનાર થઈ જાય છે. II૭પાા
રે! ઇન્દ્રિય-વશ ઇન્દ્રથી કીડા સુથી સૌ જીવો રે,
વીતરાગ વિના બઘા વિષય-વારુણી પીવો રે. ૭૬ અર્થ :- રે! આશ્ચર્ય છે કે ઇન્દ્રથી લગાવીને નાના જંતુ સુથીના સર્વ જીવો ઇન્દ્રિયોને વશ પડ્યાં છે. વીતરાગતા પ્રાપ્ત કર્યા વિના જગતના સર્વ જીવો આ વિષયરૂપી વારૂણી એટલે મદિરાનું જ પાન કરનારા જણાય છે. II૭૬ાા
ઇન્દ્રિય-વશ જાગ્યા નહીં, ઊંધ્યા કાળ અતીતે રે,
મનશુદ્ધિથી ઇન્દ્રિયો મહામતિ જીંવ જીતે રે. ૭૭ અર્થ - અતીત એટલે ગત અનંતકાળથી જીવો ઇન્દ્રિયોને વશ રહેવાથી જાગ્યા નથી; મોહનદ્રામાં જ ઊંધ્યા કરે છે. પણ મહામતિવાન એવા જ્ઞાની પુરુષો મનશુદ્ધિવડે આ ઇન્દ્રિયો ઉપર જીત મેળવે છે. II૭ળા
માત્ર ઇન્દ્રિયો રોકતાં જીત નહીં ર્જીવ પામે રે,
રાગ-દ્વેષી ના થવું; આવે મુક્તિ સામે રે. ૭૮ અર્થ :- માત્ર ઇન્દ્રિયો ઉપર જીત મેળવવાથી જીવ મોક્ષને મેળવી શકતો નથી. પણ રાગ અને દ્વેષનો સર્વથા ત્યાગ કરવાથી જ મુક્તિરૂપી લક્ષ્મી સામે આવે છે. II૭૮.
જિતેન્દ્રિય-જિતમોહને મોક્ષપંથમાં માનો રે,
ઇન્દ્રિય-દાસ ભમે ભવે મોહપંથ પિછાનો રે, ૭૦ અર્થ :- જે જિતેન્દ્રિય છે તથા જેણે રાગદ્વેષરૂપ મોહને જીત્યો છે તેને મોક્ષમાર્ગમાં જાણો. પણ જે ઇન્દ્રિયોનો દાસ છે અર્થાત તેમાં આસક્ત છે તે જીવ સંસારમાં ભમ્યા કરે છે. ઇન્દ્રિયોની આસક્તિ એ જ મોહનો માર્ગ છે. એની તમે ઓળખાણ કરો. II૭૯ો.
બંઘ-મોક્ષના માર્ગને સમજી ગમતો લેવો રે,
બંઘમાર્ગ દુઃખે ભર્યો, બીજો સુખ દે એવો રે. ૮૦ અર્થ - કર્મબંઘનો માર્ગ શું? અને કર્મથી મુક્ત થઈ મોક્ષ મેળવવાનો માર્ગ શું? એને સમજી, આત્માને ગમે તે માર્ગ લેવો. કર્મબંધનો માર્ગ દુઃખથી ભરેલો છે અને કર્મથી મુકાવાનો માર્ગ સાચું સુખ આપે એવો છે. ૮૦ના
વિષયો ભવ ભવ ભોગવ્યા, આત્મસુખ નથી ચાખું રે;
અપૂર્વ આત્માનંદથી કૃતાર્થ જીવન ભાખ્યું રે. ૮૧ અર્થ - પાંચ ઇન્દ્રિયના વિષયો જીવે સર્વ ભવમાં ભોગવ્યા છતાં હજી આત્મસુખનો સ્વાદ ચાખ્યો નથી. અપૂર્વ એવા આત્માનંદને પામવાથી આ માનવ જીવન કૃતાર્થ થાય એમ મહાપુરુષોએ જણાવ્યું છે. ll૮૧ાા
સાંસારિક સુખ-લાલસા ટળતાં કષાય કંપે રે; અક્ષય સુખ લીધા વિના કેમ મુમુક્ષુ જંપે રે?” ૮૨
Page #400
--------------------------------------------------------------------------
________________
પ્રાવોધ-વિવેચન ભાગ-૨
અર્થ :– સાંસારિક ઇન્દ્રિય સુખની લાલસા મનમાંથી ટળતાં આ કષાયો પણ કંપવા લાગે છે. તો અક્ષય એવા આત્મિકસુખને લીધા વિના સાચો મુમુક્ષુ કેમ જંપે? ન જ જંપે. તે શાશ્વત સ્વાધીન પોતાનો આત્માનંદ મેળવવા સદા વિષય કષાયને કાઢવાનો જ પુરુષાર્થ કર્યા કરે. આ પ્રમાણે ભગવાન શાંતિનાથે સમવસરણમાં બેસી દેશના આપી. ૫૮૨ા
૩૮૬
કુરુહરિ પ્રભુને નમી, પૂછે “હું પામ્યો શાથી રે
નૃપ-પદ, ઉત્તમ ભેટને ભોગવી શૅ ન શકાતી રે?'' ૮૩
અર્થ :— આ ભવનો પ્રભુ શાંતિનાથનો પુત્ર રાજા કુરુરિ પ્રભુને નમીને પૂછવા લાગ્યો કે પ્રભુ! આ રાજપદ હું શાથી પામ્યો? અને મને મળેલી ઉત્તમ ભેટ હું કેમ ભોગવી શકતો નથી? એનું શું કારણ છે તે કૃપા કરી જણાવો. ।।૮।।
કહે કેવળી : “દાનથી નૃપ-પદવી આ લાઘી રે, અનેક-આર્ચીન ભોગ ના ભોગવાય એકલાથી રે. ૮૪
:
અર્થ :– ત્યારે કેવળી થયેલા ભગવાન શાંતિનાથ છે ઃ તેં પૂર્વભવમાં દાન કરેલ છે તેથી આ રાજપદવીને પામ્યો છું. અનેકના પુણ્યબો મળેલા આ ભોગ તારા એકલાથી ભોગવી શકાતા નથી. ।।૪।
પૂર્વભવ વિસ્તારથી કહ્યું સુણો : શ્રીપુરે ૨
ઘનેશ્વર, ઘનપતિ અને સુઘન, ઘનદ એ ચારે ૨૮૫
અર્થ ::– તારો પૂર્વભવ વિસ્તારથી કહું છું તે સાંભળ. શ્રીપુરનગરમાં ઘનઘર, ધનપતિ, સુધન અને ધનદ એ ચારે વણિક રહેતા હતા. ૫૮૫૫
વણિક મિત્રો પ્રેમથી રહે સહોદર જેવા રે;
દ્રોણ માઁ૨-માથે ફેંકી ભાથું, જાય થન લેવા ૨ે. ૮૬
અર્થ :– આ ચારે વણિક મિત્રો પરસ્પર પ્રેમથી સહોદર એટલે ભાઈની જેમ રહેતા હતા. તે એકવાર દ્રોણ નામે મજૂરના માથે ખાવાનું ભાથું મૂકી ઘન કમાવા માટે રવાના થયા. ॥૮૬
મહા અટવીમાં મુનિને, દેખી પાયે લાગ્યા રે, ભાથું અલ્પ હતું છતાં દાનભાવ બહુ જાગ્યા રે. ૮૭
અર્થ :— રસ્તે ચાલતા મહા અટવીમાં એક મુનિને દેખી તેમના ચરણ કમળમાં બધાએ નમસ્કાર કર્યા. ખાવાનું અલ્પ ભાથું હતું છતાં મુનિને દાન દેવાના ભાવ ખૂબ જાગ્યા. ॥૮૭ના
કહે વણિકો દ્રોણને : ‘દાન મુનિને દે, કે રે,'
શ્રદ્ધા અધિકી આી તે મુનિને આનંદે દે રે. ૮૮
અર્થ :— ચારે વણિકો દ્રોણને કહેવા લાગ્યા કે આ મુનિને દાન દે દાન દે, ત્યારે દ્રોણે સૌથી અધિક શ્રદ્ધા આણી ભાવપૂર્વક મુનિને દાન આપી આનંદ પમાડ્યો. તેથી તેણે મહા ભોગફળકર્મ ઉપાર્જન કર્યું. ૫૮૮।। સ્વાતિ નક્ષત્રે ટીપું જો, છીપે પડતાં મોતી રે, તેમ સુપાત્રે દાનથી પ્રગટી પુણ્યની જ્યોતિ રે, ૮૯
અર્થ :– સ્વાતિ નક્ષત્રમાં વરસાદનું ટીપું છીપમાં પડે તે મોતી બની જાય છે, તેમ સુપાત્રમાં
Page #401
--------------------------------------------------------------------------
________________
0
0 2 કાર 0 5
)
સાંડેરાવમાં શ્રી શાંતિનાથ ભગવાન ની પ્રતિમા
Page #402
--------------------------------------------------------------------------
________________
(૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩
૩૮૭
ભાવપૂર્વક દાન આપવાથી પુણ્યની જ્યોત પ્રગટ થાય છે. દુલા
દ્રોણ પૂર્ણ આયું થયે થયો કુરૃહરિ રાજા રે,
સુઘન, ઘનદ ઘનાઢ્ય આ, સ્ત્રી થાતાં બે બીજા રે. ૯૦ અર્થ :- દ્રોણ મજૂર હોવા છતાં ભાવપૂર્વક અધિક શ્રદ્ધા આણીને મુનિને દાન આપવાથી તથા ચારેય વણિકો કરતાં એની વૃત્તિ શુદ્ધ હોવાથી તે હસ્તિનાપુર રાજાનો પુત્ર કુરુહરિ થયો. ચારેય વણિક પુત્રોમાંથી સુઘન અને ઘનદ આ ભવમાં પણ વણિક પુત્ર થયા તથા ઘનેશ્વર અને ઘનપતિ માયાવી હોવાથી આ ભવમાં સ્ત્રી અવતાર પામી વણિક પુત્રીઓ થઈ. ૧૯૦ાા.
સુંઘન-જીવ વસંત આ કાંડિત્યપુરે આવે રે,
ઘનેશ્વર-ઑવ કેસરા દેખી હર્ષિત થાવે રે. ૯૧ અર્થ - સુથન વણિકનો જીવ કાંપિલ્યપુરમાં વસંત વણિકનો પુત્ર થયો છે અને ઘનેશ્વરનો જીવ કેસરા નામે વણિક પુત્રી થયેલ છે. તે એકવાર ઉદ્યાનમાં કેસરાને દેખી પૂર્વ સ્નેહના કારણે હર્ષિત થાય છે. II૯૧ાા
એકબીજાના પ્રેમને દાસી નિરખી પોષે રે,
પ્રેમ-પાશ એ પૂર્વનો, વિરહ વડે તનુ શોષે રે. ૯૨ અર્થ - એકબીજાનો પરસ્પર પ્રેમ જોઈ કેસરાની દાસીએ તેને પોષણ આપી તેમના પ્રેમમાં વૃદ્ધિ કરાવી. તે પ્રેમ-પાશ પૂર્વભવનો હોવાથી બેય જણા એક
મંગળ વાજાં સાંભળી કરી તપાસ વસંતે રે,
લગ્ન કેસરાનાં લીઘાં, અન્ય સાથ સુણી ચિંતે રે. ૯૩ અર્થ :- એકવાર કેસરાના ઘેર માંગલિક વાજાં સાંભળીને વસંતે તેની તપાસ કરી. તો કેસરાના પિતાએ તેના લગ્ન બીજા શેઠપુત્ર સાથે કરવાનું નક્કી કર્યું. તે જાણી ચિંતાતુર થયો. ૯૩
દાસી ત્યાં આવી કહે : “કહે કેસરા એવું રે
થશો પ્રાણપતિ આપ કે મુજ મૃત્યુ ગણી લેવું રે.’ ૯૪ અર્થ - ત્યારે દાસીએ આવી વસંતને કહ્યું : કેસરા એમ કહે છે કે કાં તો પ્રાણપતિ વસંત જ થશે નહીં તો મારું મૃત્યુ જાણી લેવું. ૯૪.
વસંત સંદેશો કહે: “પ્રતિજ્ઞા મુજ એવી રે,
જો કેસરા નહીં વરું કંઠે ફાંસી દેવી રે.” ૯૫ અર્થ :- વસંતે પણ કેસરાને જણાવવા દાસી મારફત એવો સંદેશો મોકલ્યો કે મારી પણ એવી જ પ્રતિજ્ઞા છે કે જો કેસરાને નહીં વરું તો કંઠે ફાંસો આપી મરી જવું પણ જીવવું નહીં. ૯પા.
નિષ્ફળ સૌ યત્નો ગયા, જાન સવારે આવી રે,
પ્રિયા જર્ફેર મરશે, ગણી ડાળે ફાંસી બનાવી રે, ૯૬ અર્થ :- બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. સવારે કેસરાને પરણવા જાન આવી. પ્રિયા કેસરા જરૂર મરણ પામશે એમ જાણી વસંતે પણ મરી જવા માટે ઝાડના ડાળે ફાંસી બનાવી. II૯૬ાા
Page #403
--------------------------------------------------------------------------
________________
३८८
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
કામપાલ નર કાર્પાને ફ્રાંસી તુર્ત જિવાડે રે,
સુણી વાત વસંતની હિત-વિશ્વાસ પમાડે ૨ઃ- ૯૭
અર્થ :– નજીકમાં રહેલ કામપાલે આવી તે ફાંસીને તુર્ત કાપી તેને જિવાડ્યો. શા માટે તું મરણ
=
પામે છે એ વાત જાણી તેને હિત કરે એવા વચનો ી શાંતિ પમાડી. અને કહ્યું કે કોઈ પણ કામ માટે કદી મરવું નહીં; પક્ષ તે કાર્ય સિદ્ધ કરવા પ્રયત્ન કરવો. કારણ જીવતા નર ભદ્ર પામે એમ કહ્યું છે. ।।૭।। ‘હિંમત હાર નહીં હજી, કામ-મંદિરે આજે રે,
આ જ વને તે આવશે કુલાચારને કાજે રે.'૯૮
અર્થ = તું હજી હિંમત હાર નહીં. કેસરા કુલાચાર પ્રમાણે આજે આ વનમાં રહેલા કામદેવના મંદિરમાં દર્શન કરવા આવશે. ।।૮।।
કામ-પ્રતિમા પાછળે, સંતાયા તે સાંજે રે, કન્યા અંદર એકલી પેઠી પૂજા કાજે ૨. ૯૯
અર્થ :– એમ વિચારી બેય જણા સાંજે તે કામદેવના મંદિરમાં જઈ કામદેવની પ્રતિમાની પાછળ
=
સંતાઈ ગયા. કન્યા કેસરા એકલી પૂજા કરવા માટે તે મંદિરની અંદર પેઠી. ।।૯।
દ્વાર બંધ કરી તે કહે : ‘વસંત ભાં થાજો રે,’
મરવા તૈયારી કરે, પ્રગટ વસંત જ થાતો રે, ૧૦૦
અર્થ – પછી મંદિરના દ્વાર બંધ કરી તે દેવને કહેવા લાગી. ભવાંતરમાં પણ મારો ભર્તાર વસંત
=
થજો. એમ કહી જ્યાં મરવાની તૈયારી કરે છે તેટલામાં ત્યાં વસંત જ પ્રગટ થવાથી તે હર્ષ પામી. ।।૧૦૦।।
ઘનદ-જીવ કામપાલ આ, ધનપતિ મદિરા જાણો રે;
મદિરા મામા-પુર્વી છે, કેસરની મન આણો રે, ૧૦૧
અર્થ :— પૂર્વભવનો વણિક મિત્ર ધનદનો જીવ જ આ ભવમાં કામપાલ થયેલ છે. અને પૂર્વભવનો વણિક ઘનપતિ મિત્ર માયા કરવાથી આ ભવમાં મદિરા નામે સ્ત્રી અવતાર પામેલ છે. મંદિરા તે કેસરાના મામાની જ પુત્રી છે તે પણ અહીં કેસરાના લગ્નમાં આવી છે. ।।૧૦૧।।
કામપાલ ને કેસરા કપડાં બદલી લે છે રે,
કામપાલ નીચે મુખે, જઈ સી-સંગ મળે છે રે. ૧૦૨
=
અર્થ :– હવે કાર્યસિદ્ધ કરવાની યુક્તિ વિચારી કામપાલે કેસરાના કપડાં પહેર્યા અને કેસરાએ કામપાલનો પુરુષવેષ ધારણ કર્યો. કામપાલ કેસરાના કપડાં પહેરી લજ્જાથી મુખ ઢાંકી નીચે મુખે મંદિરમાંથી બહાર નીકળી સખીઓની સાથે મળી ગયો. અને વસંત અને કેસરા થોડા સમય પછી મંદિરમાંથી નીકળી દૂર પલાયન કરી ગયા. ।।૧૦૨
ઘેર જઈ એકાંતમાં બેઠો ત્યાં જ મદિરા રે,
સગી કેસરાની હતી, તે કહે બની અધીરા રે:- ૧૦૩
અર્થ :– ઘેર જઈ કામપાળ કેસરાના વેષે એકાંતમાં બેઠો ત્યાં મદિરા જે કેસરાના મામાની દીકરી બહેન હતી તે આવીને અધીરી થઈ કહેવા લાગી.
।।૧૦૩।।
Page #404
--------------------------------------------------------------------------
________________
(૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩
૩૮૯
મને બચાવી જેમણે હાથીથી ઉદ્યાને રે,
ગઈ રાત્રે સ્વપ્ન મળ્યા, મળશે મન અનુમાને રે, ૧૦૪ અર્થ :- મને ઉદ્યાનમાં હાથીથી હણાઈ જતાં જેણે બચાવી એ પુરુષ પર મને અનુરાગ છે. ગઈ રાત્રે સ્વપ્નમાં પણ તે મળ્યા. તેથી અનુમાનથી લાગે છે કે તેમનો મને મેળાપ થશે. ૧૦૪l
દુઃખની વાતો દુઃખીને કરી આશ્વાસન પામું રે
કામપાલ મુખ ખોલીને જુએ તેના સામું રે. ૧૦૫ અર્થ - તારું મન જેમ વસંતમાં છે તેમ મારું મન પણ તે પુરુષમાં છે. પણ દૈવ વિપરીત હોવાથી આપણે બન્ને દુઃખી છીએ. દુઃખની વાતો દુઃખીને કરવાથી બન્નેને આશ્વાસન મળે છે માટે આ વાત કરું છું. તેટલામાં કેસરાના વેષે રહેલા કામપાલે ઘૂંઘટ ઊંચો કરી તેના સામે જોયું. ૧૦પા
એકબીજાને ઓળખે, છાનામાના ફાવ્યાં રે
વસંતના નિવાસમાં જઈ, આ પુરમાં આવ્યાં રે. ૧૦૬ અર્થ :- એકબીજાને તરત ઓળખી ગયા. છાનામાના ફાવી ગયા. ત્યાંથી બન્ને નીકળી જઈ વસંતના નિવાસમાં આવી હવે ચારેય જણા આ નગરમાં આવેલ છે. I૧૦૬ાા
અભુત ભેટો તે ઘરે દેખી નહિ જે પૂર્વે રે,
વગર ઓળખાણે તમે સંઘરી; લ્યો સુખ સર્વે રે.” ૧૦૭ અર્થ – હે રાજન! તેઓ ચારે જણા પૂર્વભવમાં વણિક હતા ત્યારે ભાથું ઉપડાવવા તમને સાથે લઈ રત્નદીપે ગયા હતા. તે પૂર્વના સ્નેહ સંસ્કારથી નિત્ય આવી પૂર્વે જોઈ નથી એવી અદ્ભુત પાંચ વસ્તુઓ તમને ભેટ કરે છે.
જે વસ્તુઓ વગર ઓળખાણે તમે સંઘરી રાખી છે. તે સર્વ વસ્તુઓનો આ ઇષ્ટ જનની સાથે તમે ભોગવવાને સમર્થ થશો. કેમકે એ પુણ્ય ઉપાર્જનમાં બઘાનો સાથ છે. હવે બઘા મળી સર્વ સુખી થાઓ. પ્રભુના આવા વચન સાંભળી રાજા કુરુહરિ જાતિસ્મરણજ્ઞાન પામ્યો અને ભગવંતને નમી વસંત આદિ ચારેયને સહોદરની જેમ સ્નેહથી પોતાને ઘેર લઈ ગયો. દેવતાઓ વગેરે પણ પ્રભુને નમી સહુ પોતપોતાને સ્થાનકે ગયા. ||૧૦શા.
અનેક દેશે વિચરી સમેત-શિખરે આવે રે,
પ્રભુ અયોગી-યોગથી મોક્ષનગર સિગાવે રે. ૧૦૮ અર્થ - ભગવાન શાંતિનાથ પણ અનેક દેશમાં વિચરી જીવોનું કલ્યાણ કરી અંતે સમેત શિખરે પઘાર્યા. ત્યાં નવસો મુનિઓની સાથે એક માસનું અનશનવ્રત ગ્રહણ કરી અંતે ચૌદમું અયોગી ગુણ સ્થાનક પ્રાપ્ત કરી મોક્ષ નગરે પધાર્યા. પ્રભુએ કૌમારપણામાં, માંડલિકપણામાં, ચક્રવર્તીપણામાં અને વ્રતમાં પ્રત્યેક પચીસ પચીસ હજાર વર્ષો વ્યતીત કરી કુલ એક લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. /૧૦૮ની
દેવ મહોત્સવ આદરે, ભક્તિ કરી હરખાતા રે,
શાંતિનાથ-ગુણગાનથી પુણ્ય ખરીદી જાતા રે. ૧૦૯ અર્થ - પ્રભુ મોક્ષે પધારવાથી દેવોએ પ્રભુના મોક્ષ કલ્યાણકનો મહોત્સવ આદર્યો. ભગવાનની ભક્તિ
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૯ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
કરી ખૂબ હર્ષ પામ્યા. શ્રી શાંતિનાથ ભગવાનના ગુણગાન કરવાથી સર્વે પુણ્યની કમાણી કરી ગયા. ૧૦૯ાા
શ્રી શાંતિનાથ ભગવાન પૂર્વે સમ્યદર્શનને પામી આ ભવમાં કેવળજ્ઞાનને પામ્યા. તેમ હે પ્રભુ! અમને પણ એક અંતર્મુહૂર્ત કાળ પર્યત સમ્યક્દર્શન આપો. જેથી અમે પણ કાળક્રમે કેવળજ્ઞાન પામી શાશ્વત એવા મુક્તિસુખને મેળવીએ. મુહૂર્ત એટલે અડતાલીસ મિનિટ. અંતર્મુહૂર્ત એટલે અડતાલીસ મિનિટમાં એક સમય ઓછો હોય ત્યાં સુધી અંતર્મુહૂર્ત કાળ કહેવાય. તે અંતર્મુહૂર્ત નવ સમયથી શરૂ થાય છે. તેને જઘન્ય અંતર્મુહૂર્ત કહે છે. તેટલા જઘન્ય કાળ સુધી પણ જીવ સમ્યગ્દર્શનને પામે, અને વમે નહીં તો પંદર ભવમાં તેનો મોક્ષ નિશ્ચિત છે. વમે તો પણ તેનો મોક્ષ અર્થપુદ્ગલ પરાવર્તનકાળમાં તો અવશ્ય થાય છે. તે અંતર્મુહૂર્ત સંબંધી અત્રે સમજ આપે છે :
(૯૦)
અંતર્મુહૂર્ત (સ્વામી સુજાત સુહાયા, દીઠા આનંદ ઉપાયા રે, મનમોહના જિનરાયા–એ દેશી)
શ્રી રાજચંદ્ર ગુરુ ઉરે, આનંદ અનુપમ પૂરે રે,
કરું વંદના બહુ ભાવે. - કળિકાળે અતિ ઉપકારી, મળી સત્ય સહાય તમારી રે, કરું, અર્થ - પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યના વચનામૃતો મારા હૃદયમાં અનુપમ આનંદને આપનાર હોવાથી તેમને હું પરમ ભક્તિભાવે પ્રણામ કરું છું. આ ઠંડાઅવસર્પિણી કળિકાળમાં આપ અમારા અત્યંત ઉપકારી છો. સત્ય મોક્ષમાર્ગ બતાવવામાં આપની અમને પરમ સહાય મળી છે માટે હું આપના ચરણકમળમાં કોટીશઃ પ્રણામ કરું છું. ના.
અંતર્મુહૂર્ત અમોને, પ્રભુ સમ્યગ્દર્શન ઘોને રે, કરું,
સત્સંગ વશિષ્ઠ ઋષિનો, અંતર્મુહૂર્ત સુઘીનો રે, કરું અર્થ:- હે પ્રભુ! પૂર્વે અનંત અંતર્મુહૂર્તો વ્યર્થ ખોયા. પણ હવે આપ પ્રભુનો અમને ભેટો થયો છે તો એક અંતર્મુહૂર્ત માત્ર પણ અમને સમ્યગ્દર્શન આપો અર્થાત્ આત્માનો સાક્ષાત્ અનુભવ કરાવો; જેથી અમારો મોક્ષ નિશ્ચિત થાય. જેમ એક અંતર્મુહૂર્ત સુઘીનો વશિષ્ઠ ઋષિનો સત્સંગ કેટલો બળ આપનાર થયો તેમ અમને પણ આપનો સમાગમ સમકિત આપનાર સિદ્ધ થાઓ. |રા રહો રહો રે રસભર દો ઘડીયા, દો ઘડીયા દિલસે અડિયા, રહો રહો રે રસભર દો ઘડીયા.”
ઘરણી અથ્થર ઘરી રાખે, અતિ આશ્ચર્યકારી ભાખે રે, કરું,
રે! સમ્યગ્દર્શન તેવું, ભવ-ભાર હરે, ગણી લેવું રે, કરું, અર્થ - વશિષ્ઠ ઋષિનો અલ્પ સમાગમ પૃથ્વીને અથ્થર ઘરી રાખે એ કેવું આશ્ચર્યકારી છે. તેમ શ્રી ગુરુની કૃપાથી જો સમ્યક્દર્શન પ્રાપ્ત થયું તો તે સંસારની ત્રિવિધ તાપાગ્નિ કે જન્મમરણના સર્વ
Page #406
--------------------------------------------------------------------------
________________
(૯૦) અંતર્મુહૂર્ત
૩૯૧
કાળના ભારને સંપૂર્ણપણે હરવા સમર્થ છે એમ ગણી લેવું.
- વશિષ્ઠ ઋષિના સત્સંગનું દ્રષ્ટાંત - વશિષ્ઠ ઋષિને મળવા વિશ્વામિત્ર આવ્યા ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું “આવો રાજર્ષિ” એટલે વિશ્વામિત્રે વિવાદ ચાલુ કર્યો કે મને રાજર્ષિ કેમ કહ્યો? એટલે બન્ને જણે નક્કી કર્યું કે આપણે મહાદેવ પાસે ન્યાય માંગીએ. મહાદેવ પાસે જઈને પૂછે છે કે “વશિષ્ઠ ઋષિએ મને રાજર્ષિ કહ્યો તે યોગ્ય છે?” મહાદેવ વિચારમાં પડી ગયા. થોડી વાર પછી વિચારીને મહાદેવે કહ્યું
આનો ઉત્તર વિષ્ણુ પાસેથી મળશે. હું આપી શકું એમ નથી.” ત્યાંથી ત્રણે જણ વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ પણ મહાદેવની જેમ બ્રહ્મા પાસે જવાનું કહ્યું. ચારેય જણ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ પણ તેવી જ રીતે શેષનાગ પાસે જવાનું કહ્યું.
પાંચે જણ શેષનાગ પાસે જઈને પ્રશ્ન પૂછ્યો ત્યારે શેષનાગે કહ્યું “આ મારે માથેથી ભાર થોડો ઓછો થાય તો હું ઉત્તર આપી શકું.” તે ભાર પુણ્ય આપો તો ઓછું થાય.” મહાદેવ કહે મારા તપનું જે ફળ હોય તે તને પ્રાપ્ત થાઓ.” પણ શેષનાગના માથેથી ભાર ઓછો થયો નહીં. તેમ બ્રહ્મા વિષ્ણુએ પણ પોતપોતાના તપનું ફળ આપ્યું પણ કંઈ ભાર ઓછો થયો નહીં. પછી વિશ્વામિત્ર કહે “મારા ૧૦,૦૦૦ વર્ષના તપનું ફળ તને પ્રાપ્ત થાઓ.” તોપણ કંઈ ફેર પડ્યો નહીં. પછી ૩૦,૦૦૦ વર્ષનાં તપનું ફળ કહ્યું પણ કંઈ ફેર પડ્યો નહીં. છેવટે ૬૦,૦૦૦ વર્ષનાં તપનું ફળ તને પ્રાપ્ત થાઓ. એટલામાં શેષનાગે જોરથી બૂમ પાડી અરે ભાઈ હવે બસ કરો. આ તો મારો ભાર ઘટવાને બદલે વધી ગયો. હવે તપનું ફળ નથી જોઈતું. પછી શેષનાગે વશિષ્ઠને કહ્યું “હવે તમે ગમે તેમ કરીને આ ભાર ઓછો કરો. ત્યારે વશિષ્ઠ કહ્યું “મેં તો ફક્ત લવ (અંતર્મુહર્ત) સત્સંગ કરેલ છે, તેનું જે ફળ હોય તે તને પ્રાપ્ત થાઓ.” આટલું કહેતા જ શેષનાગના માથેથી આખી પૃથ્વી અધ્ધર થઈ ગઈ. આ છે લવ સત્સંગનું માહાભ્ય. લવ સત્સંગનું ફળ પણ આશ્ચર્યકારી આવે છે, માટે આત્માર્થીએ સદા સત્સંગ જ કર્તવ્ય છે. ગાયના
ચિંતામણિ નરભવ તેથી, હિત પૂર્ણ સઘાતું એથી રે, કરું,
એક અંતર્મુહૂર્ત માત્ર, કરે જીવને મુક્તિ-પાત્ર રે, કરું, અર્થ :- આ મનુષ્યભવને ચિંતામણિ કેમ કહ્યો? આ મનુષ્યભવમાં જીવ પુરુષાર્થ કરી મોક્ષ મેળવવા ચિંતવે તો પણ મળી શકે એમ છે. જે બીજી કોઈ ગતિમાં પ્રાપ્ત થઈ શકે એમ નથી. આત્માનું સંપૂર્ણ હિત મુક્તિ મેળવવામાં છે. એક અંતર્મુહૂર્ત માત્ર સગુરુ આજ્ઞાએ યથાર્થ પુરુષાર્થ કરી જીવ સ્વરૂપમાં સ્થિરતા કરે તો સમ્યક્દર્શનને પામી મુક્તિ મેળવવાને પાત્ર તે બની જાય છે. સમ્યક્દર્શન એ કેવળજ્ઞાન પ્રગટાવવા માટે બીજ સમાન છે. જો
વરે ભરત કેવળજ્ઞાન, જ્યાં પ્રગટ્ય શુક્લ ધ્યાન રે, કરું,
એક અંતર્મુહૂર્તે જાતા જીવ મોક્ષ, ઘન્ય ગણાતા રે, કરું, અર્થ - ભગવાન ઋષભદેવની સદા આજ્ઞામાં રહેનાર તેમના પુત્ર શ્રી ભરત મહારાજાએ અપૂર્વ આત્મપુરુષાર્થ બળ અરીસા ભુવનમાં આત્મોપયોગની અખંડ એકઘારાથી આગળ વધી શુક્લધ્યાનની શ્રેણિ વડે અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું. ઈલાયચી કુમારે નાટકનો ખેલ કરતાં શુક્લધ્યાનમાં આવી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન મેળવ્યું. આ એમના અપૂર્વ આત્મપુરુષાર્થનું બળ છે.
ગજસુકુમાર જેવા પ્રભુ નેમિનાથની આજ્ઞાને શિરોધાર્ય કરી સ્મશાનમાં શુક્લધ્યાન પ્રગટાવી
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૯૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
iાં કેવળજ્ઞાન પામ્યા. તેમ અનંતા પૂર્વે અંતકત કેવળી ભગવંતો શુક્લ ધ્યાનની શ્રેણીએ ચઢી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. તે સર્વ મહાન આત્માઓ ઘન્યવાદને પાત્ર છે. પણ
બહુ અંતર્મુહૂર્તા ખોયાં, સુદર્શનાદિ નહીં જોયાં રે, કરું,
ઉરે આજ્ઞા દૃઢ ઘારું, હવે ગણું ન બીજું સારું રે, કરું, અર્થ - પૂર્વકાળમાં અનેક અંતર્મુહૂર્તી ખોયા. “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વહી ગયો છતાં સિદ્ધિ થઈ નહીં. કારણ સુદર્શનાદિ એટલે સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રાદિની પ્રાપ્તિ થઈ નહીં.
સમકિત નવિ લહ્યું રે એ તો રૂલ્યો ચતુર્ગતિ માટે.” હવે હૃદયમાં સત્પરુષની આજ્ઞાને દ્રઢપણે ઘારણ કરું. કારણ કે –
“અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાઘક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.” (વ.પૃ.૨૩) “અનંતકાળથી જીવ રખડે છે, છતાં તેનો મોક્ષ થયો નહીં. જ્યારે જ્ઞાનીએ એક અંતર્મુહૂર્તમાં મુક્તપણું બતાવ્યું છે! જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે.” (વ.પૃ.૭૬૬) માટે હવે પુરુષની આજ્ઞાથી વિશેષ બીજા પ્રત્યે પ્રેમભાવ રાખું નહીં. જેથી જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય.
“પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસે;
વહ કેવળકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે.” -શ્રીમદ્ રાજચંદ્ર કા. હન ઉપયોગ એક પળનો, કૌસ્તુભ ગયાથી વધુ કળવો રે, કરું,
ઘડી સાગુણી જતી એવી, હાનિકારક ગણી લેવી રે, કરું, અર્થ :- મનુષ્યભવની એક પળનો હીન ઉપયોગ કરવો તે કૌસ્તુભમણિ ખોવા કરતાં પણ વિશેષ ગણવા યોગ્ય છે. દુર્લભ એવો કૌસ્તુભ મણિ શ્રી કૃષ્ણને પ્રાપ્ત હતો, જેમાંથી સોનું ઝરે. એક પળની આટલી કિંમત છે તો ૬૦ પળની એક ઘડી એટલે ૨૪ મિનિટ થાય અને ૬૦ ઘડીના ૨૪ કલાક એટલે એક દિવસ થાય. એમ એક દિવસ જીવનો પ્રમાદમાં જાય તો કેટલી બધી આત્માને હાનિ થાય તેનો વિચાર જીવે કરવો જોઈએ.
એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તો તેવી સાઠ પળની એક ઘડીનો હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ? એમ જ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલાં અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે.” (વ.પૃ.૪૮૬) //શી
દિન, માસ, વર્ષ ને આયુ હીન ઉપયોગે ગળાયું રે, કરું,
તો મહાન હાનિ ગણાય, અશ્રેયનું કારણ થાય રે, કરું, અર્થ :- દિવસ, માસ, વર્ષ અને મનુષ્યનું સંપૂર્ણ આયુષ્ય જો સંસારના કામોમાં જ વ્યતીત થયું અને આત્માર્થ ન સધાયો તો જીવને મહાન હાનિ થઈ અર્થાત્ ચાર ગતિરૂપ સંસારની વૃદ્ધિ થઈને આત્માનું અત્યંત અશ્રેય એટલે અકલ્યાણ થશે માટે
“જેમ બને તેમ યત્ના અને ઉપયોગથી ઘર્મને સાધ્ય કરવો યોગ્ય છે. સાઠ ઘડીના અહોરાત્રમાં વીશ
Page #408
--------------------------------------------------------------------------
________________
(૯૦) અંતર્મુહૂર્ત
૩૯૩
ઘડી તો નિદ્રામાં ગાળીએ છીએ. બાકીની ચાલીસ ઘડી ઉપાથિ, ટેલટપ્પા અને રઝળવામાં ગાળીએ છીએ. એ કરતાં એ સાઠ ઘડીના વખતમાંથી બે ચાર ઘડી વિશુદ્ધ ઘર્મકર્તવ્યને માટે ઉપયોગમાં લઈએ તો બની શકે એવું છે. એનું પરિણામ પણ કેવું સુંદર થાય?પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તોપણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્ત્વની દ્રષ્ટિએ સિદ્ધ છે!” (વ.પૃ.૯૪) IIટા
સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે કાળ, કહે “સમય” દીન-દયાળ રે, કરું,
સંખ્યાત તે સંખ્યાચોગ્ય, અસંખ્યાત તે ઉપમા જોગ્ય રે, કરું, અર્થ :- કાળ દ્રવ્યના સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગને દીનદયાળ એવા કેવળજ્ઞાની પ્રભુ “સમય” કહે છે. જેની સંખ્યા થઈ શકે તેને સંખ્યા યોગ્ય કાળ કહે છે. જેમકે દિવસ, માસ, વર્ષ વગેરે. પણ જે સંખ્યામાં ન આવી શકે એવા અંસખ્યાત કાળને સમજાવા માટે પલ્યોપમની ઉપમા આપી સમજાવે છે. જે ચાર કોશના લાંબા, પહોળા, ઊંડા ખાડામાં વાળના ટુકડા કરી નાખી સો વર્ષે એક વાળ કાઢે તે ખાડો પૂરો થયે એક પલ્યોપમ કાળ કહેવાય છે. લો
જેનો ના અંત પમાય, તે કાળ અનંત કહાય રે, કરું,
થતાં ‘સમય’ શબ્દોચ્ચાર સમય વીતે અસંખ્ય ઘાર રે, કરું, અર્થ - જેનો કેવળજ્ઞાનમાં પણ અંત દેખાતો નથી અથવા કોઈ પ્રકારે જેનો અંત પમાતો નથી. એવા કાળને અનંતકાળ કહેવાય છે. એક ‘સમય’ એ કેટલો કાળ કહેવાય? તે સમજવા માટે કહ્યું કે ‘સમય’ શબ્દના ત્રણ અક્ષર બોલતાં જ અંસખ્યાત સમય વ્યતીત થઈ જાય છે. એટલો સૂક્ષ્મ એ કાળનો અંશ છે કે જેના બે વિભાગ ન થઈ શકે. II૧૦ના
એક સમય કેવળી જાણે, વિશ્વાસે અન્ય પ્રમાણે રે; કરું,
ગણ આઠ સમય ઉપરાંત, પ્રતિ સમયે અંતર્મુહૂર્ત રે, કરું, અર્થ - કાળ દ્રવ્યના અવિભાગી અંશ એક સમયને કેવળી ભગવાન જાણી શકે છે. બીજા બધા તેમના વિશ્વાસથી એમની વાતને પ્રમાણભૂત માને છે. આઠ સમયથી ઉપરાંત એટલે નવ સમયથી લગાવીને, અડતાલીશ મિનિટની અંદર એક સમય બાકી હોય ત્યાં સુધી પ્રતિ સમયે વઘતા કાળને અંતર્મુહૂર્ત કાળ કહેવાય છે. ૧૧
થાય ઘડી ન બે જ્યાં સુધી, અસંખ્ય ભેદ ત્યાં સુઘી રે, કરું,
બે ઘડીનું એક મુહૂર્ત, સમય કમ અંતર્મુહૂર્ત રે, કરું, અર્થ :- નૌ સમયથી એક એક સમય વઘતાં જ્યાં સુધી બે ઘડી એટલે ૪૮ મિનિટ પૂરી ન થાય ત્યાં સુધી એક અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદ થાય છે. પણ ૪૮ મિનિટ પૂરી થાય ત્યારે તે એક મુહૂર્ત કહેવાય છે. એક મુહૂર્તમાં એક સમય કમ હોય ત્યાં સુધી તે અંતર્મુહૂર્ત ગણાય છે. ./૧૨ા.
ભવ ક્ષુદ્ર અંતર્મુહૂર્ત, જીવ કરે પાપ ઉત્કૃષ્ટ રે -કરું,
છાસઠ હજાર ઉપરાંત, ત્રણ સો છત્રીસ ભવ-અંક રે, કરું, અર્થ :- જીવ ઉત્કૃષ્ટ પાપ કરવાથી તેના ફળમાં એક અંતર્મુહૂર્તમાં શુદ્ર એટલે હલકા એકેન્દ્રિય આદિના વઘારેમાં વઘારે છાસઠ હજાર ત્રણસોને છત્રીસ ભવ કરે છે. સહજસુખ સાઘનના પ્રથમ
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૯૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અધ્યાયમાં આનું વર્ણન આપેલ છે. I૧૩મા
વ્યસભવ ઘરે બસો ચાર, બાકી એકેન્દ્રિય ઘાર રે, કરું,
કાચ બે ઘડીનો એ કાળ, રે! જન્મ-મરણ વિકરાળ રે, કરું, અર્થ - આગળની ગાથામાં જે સંખ્યા કહી તેમાં ત્રસકાયના બસો ચાર ભવ અને બાકીના બધા છાસઠ હજાર એકસો બત્રીસ ભવ એકેન્દ્રિયના એક અંતર્મુહૂર્તમાં જીવ કરે છે. એક અંતર્મુહૂર્તના અંદરનો કાળ તે કાચી બે ઘડી કહેવાય છે, અને અડતાલીસ મિનિટ પૂરી થયે પાકી બે ઘડી કહેવાય છે. હા! વિકરાળ એવા હજારો વાર જન્મ મરણ જીવ પાપના ફળમાં એક અંતર્મુહૂર્તમાં કરે છે. આ વારંવાર જન્મ મરણ થવાનું મૂળ કારણ જીવનું અનાદિકાળથી ચાલ્યું આવતું સ્વરૂપનું અજ્ઞાન છે અથવા મિથ્યાત્વ છે.
“જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” -શ્રીમદ્ રાજચંદ્ર /૧૪મા પારમાર્થિક પુણ્ય કમાતાં, કહું કામ તે કેવા થાતાં રે?- કરું,
જીંવ યથાપ્રવૃત્તિકરણેઃ સ્થિતિ-બંઘ-અપસરણે રે, કરું, અર્થ :- હવે એ મિથ્યાત્વને દૂર કરવા જીવ જો પારમાર્થિક એટલે આત્માર્થના લક્ષે પુણ્યની કમાણી કરે તો કેવા કામ થશે તે કહું? જીવ સમ્યક્દર્શન પામી ક્રમે કરી કેવળજ્ઞાન મેળવીને સર્વકાળને માટે સર્વદુઃખથી મુક્ત થઈ જશે. આ મહાકાર્ય એક સમ્યગ્દર્શનથી જ થઈ શકે છે. તે વિષે પરમકૃપાળુદેવ જણાવે છે : “અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યક્દર્શનને નમસ્કાર.” (વ.પૃ.૬૨૫)
તે સમ્યગ્દર્શન પ્રાપ્તિ અર્થે પુરુષના બોઘને આજ્ઞાનુસાર જીવ અનુસરે તો યથાપ્રવૃત્તિકરણ સુધી આવીને કર્મોની સ્થિતિ અને બંઘનું અપસરણ એટલે તેમને ખસેડતો જાય. /૧૫ના
એક જ અંતર્મુહૂર્ત પ્રતિ સમય શુદ્ધિ અનંત રે, કરું,
વશે અનુભાગ પ્રશસ્ત, ઘટે વળી અપ્રશસ્ત રે, કરું અર્થ - યથાપ્રવૃતિકરણમાં આવ્યા પછી એક જ અંતર્મુહૂર્તમાં આત્માની શુદ્ધિ પ્રતિ સમયે અનંતગણી થાય છે. જેથી પ્રશસ્ત ભાવોનો અનુભાગ વધતો જાય છે અને અપ્રશસ્ત ભાવોનો અનુભાગ ઘટતો જાય છે. “પહેલાં અંતર્મુહૂર્ત કાળ સુઘી અઘઃકરણ કે યથાપ્રવૃત્તિકરણ હોય ત્યારે ચાર આવશ્યક (જરૂરની ક્રિયા) બને છે. (૧) સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતા હોય. (૨) એક એક સૂક્ષ્મ અંતર્મુહૂર્તે નવા બંઘની સ્થિતિ ઘટતી જાય તે સ્થિતિબંઘ-અપસરણ આવશ્યક થાય. (૩) સમયે સમયે પ્રશસ્ત પ્રકૃતિઓનો રસ અનંતગણો વધે અને (૪) સમયે સમયે અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ (રસ) બંઘ અનંતમા ભાગે થાય; એવાં ચાર આવશ્યક થાય.” ઘામૃત ભાગ-૩ પત્રાંક ૨૩૨ (પૃ.૨૩૭) //૧૬ll
આ અંતર્મુહૂર્ત-લીલા, કરે અશુભ બંથો ઢીલા રે, કરું,
પછી અપૂર્વ-કરણનો કાળ, તે આથી ય ઓછો ભાળ રે, કરું, અર્થ - આ પ્રશસ્તભાવોની એક અંતર્મુહૂર્ત માત્રની લીલા છે. જે કર્મોના અશુભ બંઘોને ઢીલા કરી દે છે. પછી જીવ પુરુષના આશ્રયે કરકડીયા કરીને આગળ વધી અપૂર્વકરણમાં આવે છે.
Page #410
--------------------------------------------------------------------------
________________
(૯૦) અંતર્મુહૂર્ત
૩૯૫
અપૂર્વકરણમાં રહેવાનો કાળ યથાપ્રવૃત્તિકરણ કરતાં ઓછો છે. કર્મક્ષયમાં ‘અપૂર્વકરણ’ એ મોટામાં મોટો ભાગ ભજવે છે. એ આત્માના અપૂર્વ પુરુષાર્થને સૂચવનાર છે. અપૂર્વકરણ એટલે અનાદિકાળના ભવભ્રમણમાં કદી પણ પૂર્વે એવો કરણ એટલે ભાવ આવ્યો નથી એવો આત્માનો પ્રશસ્ત શુભ ભાવ. તે જો આગળ વધી પુરુષાર્થ ફો૨વે તો અંતર્મુહૂર્તમાં અનિવૃત્તિકરણમાં જઈ ગ્રંથિભેદ કરી સમ્યક્દર્શનને પામે. ।।૧૭।।
સ્થિતિકાંડથી ઘટતી સ્થિતિ, અનુભાગની ય એ રીતિ રે, કરું નિર્જરા-ક્રમ ગુણશ્રેણી, કર્મભારની કરતી હાણિ રે, કરું
અર્થ :— હવે અપૂર્વકરણમાં પુરુષાર્થ બળે સત્તામાં રહેલા પૂર્વકર્મની સ્થિતિને ઘટાડે તે સ્થિતિકાંડક ઘાત એટલે અંતઃકોડાકોડીસાગર પ્રમાણ કર્મોની સ્થિતિ થઈ જાય છે તેને કહેવાય છે. અને તેથી પૂર્વકર્મનો અનુભાગ એટલે ૨સ અથવા ફળદાનશક્તિને ઘટાડે તે અનુભાગકાંડકઘાત કહેવાય છે. ગુણ શ્રેણીના કાળમાં ક્રમપૂર્વક અસંખ્યાત ગુણા કર્મોને નિર્જરા યોગ્ય બનાવે તે ગુણશ્રેણી નિર્જરા છે; તે જીવના કર્મભારને હલકો કરતી જાય છે.
“તે પછી અપૂર્વકરણ (કદી નહીં થયેલાં તેવાં મંદમોહવાળા પરિણામ) થાય છે. તેનો કાળ યથાપ્રવૃત્તિના કાળનો સંખ્યાતમો ભાગ છે. તેમાં એક વધારાનું આવશ્યક થાય છે ઃ એક એક અંતર્મુહૂર્તે સત્તામાંના પૂર્વકર્મની સ્થિતિ ઘટાડે તે સ્થિતિકાંડક ઘાત છે તેથી નાના એક એક અંતર્મુહૂતૅ પૂર્વકર્મનો રસ (અનુભાગ) ઘટાડે તે અનુભાગકાંડક ઘાત છે; ગુણશ્રેણીના કાળમાં ક્રમે અસંખ્યાતગુણા પ્રમાણપૂર્વક કર્મ નિર્જરાને યોગ્ય બનાવે છે, તે ગુણશ્રેણી નિર્જરા છે.” બોઘામૃત ભાગ-૩ પત્રાંક ૨૩૨ (પૃ.૨૩૭) ।।૧૮।।
પછી અનિવૃત્તિ-કરણ કાળ, તે એથી ય ઓછો ભાળ રે, કરું ક્રિયા થતી પૂર્વોક્ત તેમાં, કરે અંતર-ક૨ણ એમાં રે, કરું
અર્થ :— અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણનો કાળ આવે છે. જે અપૂર્વકરણથી પણ અસંખ્યાતમાં ભાગે ન્યૂન હોય છે. તેમાં પણ ઉપર કહી તે બધી ક્રિયાઓ થાય છે. અનિવૃત્તિકરણના કાળ પછી બે ઘડી સુઘી મિથ્યાત્વના દલિયા ઉદયમાં ન આવે, તેમાં આંતરો પડે તેવું કરે છે. તેને અંતકરણ ક્રિયા કહે છે. પછી કર્મોનું ઉપશમકરણ કરે છે. એ સર્વ ઉપરોક્ત ક્રિયાથી બે ઘડી સુધી મિથ્યાત્વ ઉદયમાં ન આવીને આત્માનો અનુભવ થાય તેને પ્રથમ ઉપશમ સમકિત કહેવાય છે.
“આ અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ થાય છે, તેનો કાળ અપૂર્વકરણના કાળથી અસંખ્યાતમાં ભાગે જાણવો. તેમાં ઉ૫૨ કહેલાં આવશ્યક સહિત થોડો કાળ ગયા પછી અનિવૃત્તિકરણ કરે છે. અનિવૃત્તિકરણના કાળ પછી એક મુહૂર્ત (બે ઘડી સુધી)માં ઉદય આવવા યોગ્ય મિથ્યાત્વ કર્મનો અભાવ કરે છે એટલે તે કર્મની સ્થિતિને આઘીપાછી કરે છે એટલે બે ઘડી સુધી મિથ્યાત્વ ઉદયમાં ન આવે, આંતરો પડે તેવું કરે તેને અંત૨ક૨ણ ક્રિયા કહે છે. પછી ઉપશમકરણ કરે છે, ઇત્યાદિ ક્રિયાથી બે ઘડી સુઘી મિથ્યાત્વ ઉદયમાં ન આવે તેવું બન્યું તે પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ કાળ છે.’” બો.ભાગ-૩ (પૃ.૨૩૭) ||૧૯||
કરે ઉપશમ સાત પ્રકૃતિ, સમકિત ઉપશમ લે તેથી, રે કરું જે દર્શન-મોહ હઠાવે તે સુચારિત્રે આવે રે, કરું
અર્થ :— જે દર્શનમોહની ત્રણ પ્રકૃતિ-મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વ મોહનીય
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૯૬
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨
અને ચારિત્રમોહનીની અનંતાનુબંધી કષાય સંબંધીની ચાર પ્રકૃતિ ક્રોઘ, માન, માયા, લોભ; એમ કુલ સાત પ્રકૃતિઓનો જે ઉપશમ કરે તે ઉપશમ સમકિતને પામે છે. જે દર્શનમોહને હટાવે છે તે વ્રતરહિત હોય તો પણ સ્વરૂપ-રમણતારૂપ સમ્યક્ચારિત્રને પામે છે. પછી સમકિત સહિત દેશવ્રતી હોય તો પાંચમા દેશવ્રતી ગુણસ્થાનકને અને સંપૂર્ણવ્રત ગ્રહણ કરી આત્મજ્ઞાની મુનિ બન્યા હોય તો છઠ્ઠા સર્વવિરતિ ગુણસ્થાનકને પામે છે. ા૨ા
છદ્મસ્થ ઉપયોગ અપ્રમત્ત, રહે છે અંતર્મુહૂર્ત રે, કરું તે સાતિશય અપ્રમત્ત થયે થતો શ્રેણી-૨ક્ત રે, કરું
અર્થ – સાતમા અપ્રમત્ત ગુણસ્થાને રહેલ છદ્મસ્થ આત્મજ્ઞાની મુનિનો ઉપયોગ અંતર્મુહૂર્ત માત્ર ટકે છે. પછી સાતિશય એટલે અપ્રમત્ત આત્મસંયમના યોગ સહિત તીક્ષ્ણ આત્મોપયોગવંત બનતા આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકમાં આવી અપૂર્વ આત્મશક્તિના બળે ક્ષપક શ્રેણીનો આરંભ કરે છે. ।।૨૧।। ચઢી અંતર્મુહૂર્ત શ્રેણી, બને અમમ, કેવળજ્ઞાની રે, કરું શૈલેશી-કરણ-યોગે, અયોગી સિદ્ધતા ભોગે રે, કરું
અર્થ :— હવે ક્ષપક શ્રેણી પર ચઢેલ મહાત્મા શુકલ આત્મધ્યાનના પ્રચંડ બળે સર્વ ઘાતીયા કર્મોની પ્રકૃતિઓને જડમૂળથી સર્વથા નષ્ટ કરતો કરતો ૮,૯,૧૦ અને ૧૨માં ગુણસ્થાનકને શીઘ્ર વટાવી જઈ એક અંતર્મુહૂર્ત માત્રમાં તે તેરમા સયોગી કેવળી ગુણસ્થાનકે પહોંચી અમમ એટલે સર્વથા મમતારહિત કેવળજ્ઞાની બને છે. સયોગી કેવળી અવસ્થામાં આયુષ્ય પ્રમાણે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશે ઉણા એક પૂર્વ કોટિ વર્ષ સુઘી સ્થિતિ કરી રહે છે. અને આયુષ્યના અંતમાં શૈલેશીકરણ એટલે મેરુ પર્વત જેવી મન, વચન, કાયાની નિષ્કપ અડોલ સ્થિતિ કરવાથી ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનમાં આવે છે. ત્યાં પાંચ હ્રસ્વ અક્ષર તે અ,ઇ,ઉ,ઋ,લૂ બોલીએ તેટલો કાલ સ્થિતિ કરી સર્વ કર્મથી રહિત થયેલ તે શુદ્ધ આત્મા પોતાનો ઉર્ધ્વગામી સ્વભાવ હોવાથી ઉપર સિદ્ધાચલમાં જઈ વિરાજમાન થાય છે. ।૨૨।।
કૃતકૃત્ય થતા તે અંતે, રહે શાશ્વત સુખ અનંતે રે, કરું ત્યાં દર્શન-જ્ઞાન અનંત, સુખ-વીર્યાદિ અનંત રે, કરું
અર્થ :— આત્માના અપૂર્વ સામર્થ્ય યોગે અનંતકાળના કર્મોનો સામટો ગોટો વાળી નાખવાની પ્રક્રિયા એક અંતર્મુહૂર્તમાં કરવાથી અંતે કૃતકૃત્ય બની જઈ હવે મોક્ષમાં આત્માના શાશ્વત સુખમાં સર્વકાળ બિરાજમાન રહેશે; એવા અનંતજ્ઞાન, દર્શન, સુખ, વીર્યના સ્વામી પરમાત્માને અમારા કોટિશઃ પ્રણામ હો. ।।૨૩।।
માટે અંતર્મુહૂર્ત કરી સફળ વ્યો સમ્યક્ત્વ રે, કરું તો નરભવ આવ્યો લેખે, તેથી સૌ શિવપદ દેખે રે, કરું
અર્થ :— માટે હે ભવ્યો ! આ માનવદેહ પામીને સદ્ગુરુ કૃપાએ એક અંતર્મુહૂર્ત સ્વરૂપમાં સ્થિરતા કરી સમ્યક્દર્શનને પ્રાપ્ત કરી લ્યો તો આ તમારો મનુષ્યભવ અવશ્ય સફળ થયો એમ માનો. આ સમ્યક્દર્શનથી અથવા આત્મજ્ઞાનથી જ સર્વે આત્માઓ મોક્ષપદને પામ્યા છે. તેથી શ્રીમદ્ભુએ કહ્યું :
“સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.” ।।૨૪।।
Page #412
--------------------------------------------------------------------------
________________
(૯૧) દર્શન-સ્તુતિ
૩૯૭
એક અંતર્મુહર્ત માત્ર પ્રભુ કૃપાએ આત્મામાં સ્થિરતા થાય તો જીવ સમ્યગ્દર્શનને પામે છે. એના વિના જપ, તપ, ક્રિયા આદિ સર્વ, એકડા વગરના મીંડા જેવા છે. શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન પ્રાપ્ત થયે પણ જીવની કેવી દશા થાય તથા તે આગળ વધતો આત્મ અનુભવ કરીને ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય છે. તે સર્વનું વર્ણન આ પાઠમાં કરે છે તે નીચે પ્રમાણે છે :
(૯૧) દર્શન-સ્તુતિ
(કવાલિ-ગઝલ. ચલાવા રાજતંત્રોને નીમે રાજા દીવાનોને–એ રાગ)
વીતી સૌ કૃષ્ણ રજનીઓ, ઊગ્યો આ રાજતો ચંદ્ર,
નમાવે શિર કર જોડી, જનો ઉર ઘાર આનંદ. ૧ અર્થ - કૃષ્ણપક્ષ સમાન અજ્ઞાનરૂપ અંધકારની સર્વ રાત્રિઓ જેની વ્યતીત થઈ ગઈ છે એવા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો શુક્લપક્ષમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે જન્મ થવો તે પૂર્ણિમાના ચંદ્ર સમાન હતો. તે રાજચંદ્ર પ્રભુને જોઈ ભત્રોએ હૃદયમાં આનંદ પામી હાથ જોડીને પરમકૃપાવતારને નમસ્કાર કર્યો કે હવે અમારો પણ અજ્ઞાનરૂપ અંધકાર એમના દ્વારા અવશ્ય નાશ પામશે. ||૧||
બતાવે આંગળીથી કો, કહે : “જો સૂક્ષ્મ-દ્રષ્ટિથી”
રચાતી સ્તુતિઓ ગાતાં, ઝીલે સૌ રાગ-પુષ્ટિથી. ૨ અર્થ - પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી જેવા આંગળીથી પરમકૃપાળુદેવને બતાવી આત્માર્થીને પ્રેમપૂર્વક કહે છે કે હવે તારી પર્યાયદ્રષ્ટિ મૂકી દઈ સૂક્ષ્મદ્રષ્ટિથી એટલે અંતરંગ ગુણોને જોવાની દ્રષ્ટિથી જો, તો એ પરમપુરુષ તને જ્ઞાનાવતાર લાગશે, ઘરમાં બેઠા છતાં વીતરાગ લાગશે. અનેક ભવ્યો એમના વિષે રચાયેલી સ્તુતિઓને-પદોને ભક્તિ ભાવપૂર્વક ગાય છે, અને તેને પુષ્ટિ આપવા બીજા મુમુક્ષુઓ પણ તે ભક્તિ-રાગોને પ્રેમપૂર્વક ઝીલે છે. રા.
સુદર્શન સપુરુષોનું, કળિ-કાળે ગણો એવું,
સફળ નેત્રો થયા તેનાં, પત્યું રે ! પાપનું દેવું. ૩ અર્થ - હવે સમ્યગ્દર્શનના ગુણગાન કરે છે. સમ્યગ્દર્શનને પામેલા એવા પુરુષોના આ કળિકાળમાં જેને દર્શન થયા તેના નેત્રો સફળ થઈ ગયા. તથા પરમકૃપાળુદેવ પ્રત્યે જો સાચી શ્રદ્ધા થઈ ગઈ તો અનાદિકાળનું પાપનું દેવું હતું તે પતી ગયું એમ જાણજો. આવા
મળ્યા જો સંત ને સુયું કથન સાચું કહ્યું તેનું,
અને જો માની લીધું તે, પતે તો પૂર્વનું લેણું. ૪ અર્થ - પૂર્વના પુણ્ય જો આત્મજ્ઞાની સંતપુરુષો મળી ગયા અને એકાગ્રચિત્તે તેમનું કહેલું સાચું કથન જો ભાવભક્તિપૂર્વક સાંભળીને હૃદયમાં માન્ય કરી લીધું તો તેના પૂર્વકર્મનું પાપપુણ્યનું લેણું જરૂર પતી જશે, અર્થાત્ તે બોઘથી આત્મા સમભાવને પામી કાલાંતરે સર્વકમનો નાશ કરશે. “અનાદિકાળના
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૯૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર ‘સત્” મળ્યા નથી. “સ” સુચ્યું નથી, અને “સત્” શ્રધ્યું નથી, અને એ મળે, એ સુયે અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” (વ.પૃ.૨૪૬) //૪ો.
“Èટું છૂટું અરે! ક્યારે?” થશે ભણકાર એ ઉરે,
ગમે ના સુખ સંસારી, પ્રથમ તો પાપ તે ચૂરે. ૫ અર્થ :- પુરુષનો બોઘ હૃદયમાં પરિણમવાથી હવે હું આ દુઃખમય સંસારથી ક્યારે છૂટીશ. એવા છૂટું છૂટુંના ભણકારા અંતરમાં થયા કરશે. તેને સંસારના કહેવાતા ક્ષણિક ઇન્દ્રિયસુખો ગમશે નહીં. તેથી પ્રથમ તે પાપનો ચૂરો કરતાં વૈરાગ્યભાવમાં આગળ વધશે. પા.
ગણે બંઘન સમા બંધુ, કનક કીચડ સમું લાગે,
ગણે નારી નરક-બારી, સ્તુતિ નિજ સુણતાં ભાગે. ૬ અર્થ:- તે બંધુ એટલે ભાઈઓને બંઘન કરાવનાર જાણશે, કનક એટલે સોનું તેને કીચડ સમાન લાગશે. “કિચસો કનક જાકે.” તે સ્ત્રીને નરકમાં જવાની બારી સમાન માનશે. સ્ત્રીમાં દોષ નથી પણ પોતાને મોહનું પ્રબળ નિમિત્ત હોવાથી તેને નરકમાં લઈ જનાર જાણશે. અને પોતાની સ્તુતિ એટલે પ્રશંસા કરતા સાંભળીને તેથી દૂર ભાગશે. કા.
ઠરે ના ચિત્ત મિત્રોમાં, ન પુત્રો પ્રીતિ ઉપજાવે,
ભૂલે ના ભક્તિના ભાવો, ઉરે ગુણ ગુરુના લાવે. ૭ અર્થ :- તેનું મન મિત્રોમાં વિશ્રામ પામશે નહીં. ન તેને પોતાના પુત્રો પ્રીતિનું કારણ થશે; પણ પ્રભુ ભક્તિના ભાવોને તે કદી ભૂલશે નહીં. અને હૃદયમાં હમેશાં શ્રી ગુરુના ગુણોને સંભાર્યા કરશે. એ ખરા પ્રભુ ભક્તની દશા છે.
"प्रेम लग्यो परमेश्वर सों तव, भूलि गयो सिगरो घरु बारा । ज्यों उनमत्त फिरे जितही तित, नेक रही न शरीर संभारा ॥ श्वास उसास उठे सब रोम, चलै दग नीर अखंडित धारा । સુંદર ન કરે નવધા વિધિ, વિકપ રસ પી મતવારા ” -પ્રવેશિકા પૃ.૪૧ ||શા સજળ નેત્રે સ્તુતિ ગાતાં, ભેંલે સંસાર સો ભાવો,
ઘરે દૃઢતા અતિ ઉરે, ડગે ના કષ્ટ સૌ આવો. ૮ અર્થ - અશ્રુસહિત ભાવપૂર્વક ભગવાનની સ્તુતિ ગાતાં તે બઘા સંસારી ભાવોને ભૂલી જશે. સપુરુષના વચન પ્રત્યે અતિ વૃઢ વિશ્વાસ હોવાથી ગમે તેવા કષ્ટો આબે પણ તે ચલાયમાન થશે નહીં. Iટા
ડરે સંસાર-વાસે તે, ગમે જ્ઞાની તણી સેવા;
મરણ તે નિત્ય સંભારે, ચહે નિજ હિત કર લેવા. ૯ અર્થ:- આવો ઉત્તમ વૈરાગ્યવાળો જીવ સંસારમાં નિવાસ કરતાં ભય પામે છે કે રખેને મને ક્યાંય મોહ ન થઈ જાય. તેને જ્ઞાની પુરુષોની સેવા અર્થાત આજ્ઞા ઉઠાવવી પ્રિય લાગે છે. કાલે હું મરી ગયો તો સાથે શું આવશે એમ મૃત્યુને નિત્ય સંભારી પ્રથમ પોતાના આત્માનું હિત કરવાની જ ઇચ્છા મનમાં રાખે છે. લા
Page #414
--------------------------------------------------------------------------
________________
(૯૧) દર્શન-સ્તુતિ
૩૯૯
ઘરે ઉર તત્ત્વ-વિચારે, ન શંકા અલ્પ પણ ઘારે,
તજી ભય સાત આનંદે, થવા નિઃસંગ નિર્ધારે. ૧૦. અર્થ :- જે પોતાના આત્માના કલ્યાણ અર્થે હૃદયમાં આત્મા આદિના તાત્ત્વિક વિચાર સદા જાગૃત રાખે છે. ભગવાનના કહેલા તત્ત્વોમાં અલ્પ પણ શંકા કરતો નથી. આલોકભય, પરલોકભય, અકસ્માત ભય, મરણભય, વેદનાભય, અરક્ષાભય કે અગુભિય, એ સાતેય ભયને તજી સદા આનંદમાં રહે છે તથા અંતરમાં સદા નિઃસંગ એટલે સર્વ સંગ પરિત્યાગ કરવાની ભાવના રાખે છે. ૧૦ના
ઘણી ઘાર્યા ઘુરંઘર તો મળે ના શુદ્ર ભાવોમાં;
સફળ નર-જિંદગી કરવા, રમે તે રમ્ય ભાવોમાં. ૧૧ અર્થ - પરમકૃપાળુદેવ જેવાને ખરા હૃદયથી ઘણી ઘાર્યા તો હવે તે ક્ષુદ્ર એટલે વિષયકષાયાદિના હલકા ભાવોમાં મળી રહેશે નહીં. પણ દુર્લભ એવા મનુષ્ય જીવનને સફળ કરવા માટે તે રમ્ય એટલે સુંદર, પવિત્ર નિર્દોષ ભાવોમાં જ રમણતા કરશે. ||૧૧ાા
ક્ષણેક્ષણ કામની જાણે, પ્રમાદે ના પળે ગાળે,
સમાગમ સુગરનો રાખે, સુગુરુ-આજ્ઞા સદા પાળે. ૧૨ અર્થ :- માનવદેહની ક્ષણે ક્ષણે કામની જાણીને પ્રસાદમાં એક પળ પણ ગાળશે નહીં. તે સગરના અથવા તેના વચનોના સમાગમમાં રહી તેની આજ્ઞાનું સદા પાલન કરશે. ||૧૨ના
વસંતે આમ્રતરુ ખીલે, નવા સૅર કોકિલો તાણે,
સુદર્શનથી ર્જીવન પલટે, નવો ભવ આવિયો જાણો. ૧૩ અર્થ :- વસંતઋતુમાં આંબાના ઝાડ ફરી ખીલી ઉઠવાથી તેના ઉપર નવો મોર આવે છે. તેને ખાઈને કોકિલનો કંઠ નવો સુરીલો મીઠો બની જાય છે. તેમ શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શનથી ભક્તના જીવનમાં પલટો આવે છે અને આ જ ભવમાં જાણે નવો ભવ આવ્યો હોય એમ તેને લાગે છે; અર્થાત સંસાર પ્રત્યેની પ્રીતિ હટી જઈ માત્ર મોક્ષ અભિલાષ થાય છે. ૧૩
નિરખતાં જ્ઞાનને ભવ્યો, સમજતા નિજ શક્તિને,
પ્રગટ આદર્શને યોગે, સહજ લે સાથી મુક્તિને. ૧૪ અર્થ - જ્ઞાનીપુરુષના દર્શન કરવાથી આત્માર્થીને પોતાના આત્મામાં કેટલી શક્તિ રહેલી છે તેનો ખ્યાલ આવે છે. જ્ઞાની પુરુષો આપણા માટે પ્રગટ આદર્શ છે, અરીસા જેવા છે. અરીસામાં જોઈને જેમ ડાઘ દૂર કરાય છે તેમ જ્ઞાનીપુરુષનું જીવન જોઈ પોતાના વિષયકષાયના ડાઘોને દૂર કરી ભવ્યાત્મા મુક્તિને સહજમાં સાધ્ય કરે છે. ||૧૪
શિશુ જો સિંહનું હોય અજા-ગચ્છે છતાં દેખે
બીજો કેસરી વને જ્યારે, ખરી નિજ જાતને પેખે. ૧૫ અર્થ - સિંહનું બચ્ચું અજા-ગચ્છે એટલે બકરાના ટોળામાં હોય અને પોતાને પણ બકરું માનતું હોય પણ જ્યારે વનમાં બીજા કેસરી સિંહને જુએ ત્યારે તે પોતાની ખરી જાતને ઓળખી શકે છે. તેમ જ્ઞાનીપુરુષના પવિત્ર જીવનથી આપણે પોતાની જાતને ઓળખી શકીએ છીએ કે હું પણ પુરુષાર્થ કરીને
Page #415
--------------------------------------------------------------------------
________________
૪ ૦ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
તેમના જેવો વિષય-કષાયથી રહિત પવિત્ર શુદ્ધાત્મા બની શકું એમ છું. ૧પના
ચહે સંસાર-વૃદ્ધિ જે, નથી દર્શન કર્યા તેણે,
નથી જ્ઞાની તણી વાણી સુણી, એવું કહ્યું જિને. ૧૬ અર્થ:- જે જીવ સ્પષ્ટ પ્રીતિથી સંસારની વૃદ્ધિને ઇચ્છે, તેણે જ્ઞાની પુરુષના દર્શન કર્યા નથી. તેણે જ્ઞાનીપુરુષના વચન પણ સાંભળ્યા નથી. એમ જિનેશ્વર ભગવાને કહ્યું છે.
“સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષ જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યો નથી, એમ તીર્થકર કહે છે.” (વ.પૃ.૩૭૬) //૧૬
વચનફૅપ લાકડી વાગ્યે ફેંટે સંસાર-રસ-ગોળો,
પ્રથમની દોડ છોડી દે, રહે જો ભાવ, તો મોળો; ૧૭. અર્થ :- સપુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થાય તો આ સંસારરૂપ રસનો ગોળો ફૂટી જાય, અર્થાત્ સંસારની મોહ મીઠાસ મટી જાય. પહેલા જે ભાવે વિષયાદિમાં રક્ત હતો તે દોડ છોડી દઈ સંસારમાં સુખ છે એ ભાવ તેનો મોળો પડી જાય. “જેની કેડનો ભંગ થયો છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષીણપણાને ભજે છે. જેને જ્ઞાનીપુરુષનાં વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંથી બળ હોય છે, એમ તીર્થકર કહે છે.” (વ.પૃ.૩૭૬) I/૧૭થા.
પછી સત્સંગના રંગે ઉદાસીનતા વઘે જ્યારે,
શરીર નારીતણું શબ શું નિહાળે સ્નેહ પણ ત્યારે. ૧૮ અર્થ - પછી સત્સંગના યોગથી જ્યારે વૈરાગ્યનો રંગ વધી જાય ત્યારે નારીના શબ જેવા શરીરને સ્નેહરહિત થયેલો એવો તે જીવ શું નિહાળે? “જ્ઞાનીપુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણો. જ્ઞાનીપુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં.” (વ.પૃ.૩૭૬) ૧૮ાા
ઠરે જ્ઞાની વિના મન ના બીજે ક્યાંયે ઘડી વારે,
નિહાળી અલ્પ ગુણ પરના પ્રીતિ તેમાં અતિ ઘારે. ૧૯ અર્થ :- તેનું મન જ્ઞાની પુરુષ વિના બીજે ક્યાંય ઘનાદિ સંપત્તિમાં ઘડીવાર પણ સ્થિરતા પામે નહીં. પણ બીજાના અલ્પ ગુણ જોઈ તેમાં અત્યંત પ્રીતિ ઘરી તેનું મન સુખ પામે.
ખરેખર પૃથ્વીનો વિકાર ઘનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાનીપુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઇચ્છે નહીં.” (વ.પૃ.૩૭૬) I/૧૯
સ્વદોષો અલ્પ પણ ખૂંચે, ચહે તે ટાળવા ખંતે;
ટળે દોષો, પ્રયત્નોને વઘારે જ્ઞાનના પંથે. ૨૦ અર્થ – એવા ઉત્તમ આત્માર્થી પુરુષોને પોતાના અલ્પ દોષો પણ બહુ ખેંચે છે. તેને તે ખંતપૂર્વક ટાળવા ઇચ્છે છે. તે દોષો ટળી જવાથી જ્ઞાનીપુરુષના બોઘેલા મોક્ષમાર્ગમાં તે વિશેષ પુરુષાર્થ વઘારે છે.
“સર્વથી સ્મરણજોગ વાત તો ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પદોષને વિષે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્ફરવું, એ વાતો
Page #416
--------------------------------------------------------------------------
________________
(૯૧) દર્શન-સ્તુતિ
૪ ૦ ૧
સત્સંગમાં અખંડ એક શરણાગપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે.” (વ.પૃ.૩૭૬) ૨૦ાા
કરે વૈરાગ્યની વૃદ્ધિ, તજે તે દેશ-પંચાતો,
સુણે ના સ્ત્રીકથા રાગે, ન ભોજન-નૃપ તણી વાતો. ૨૧ અર્થ - તે હમેશાં તત્ત્વ વિચારણાથી વૈરાગ્યની વૃદ્ધિ કરે છે. દેશ-પંચાતની એટલે દેશ સંબંઘી કથાઓને તજે છે. તે સ્ત્રીકથાને રાગપૂર્વક સાંભળતો નથી કે ભોજનની કથા અથવા રાજકથાને પણ કરતો નથી. ૨૧
સદા સદ્ભાવના ભાવે, સુણેલી જ્ઞાનીની વાતો
વિચારે, હેય આદિનો કરી નિર્ણય, સ્વરૃપ ધ્યાતા. ૨૨ અર્થ - એવા વૈરાગ્યવાન માર્ગાનુસારી પુરુષો હમેશાં બાર ભાવનાઓ વગેરેને ભાવે છે. જ્ઞાની પુરુષો પાસે સાંભળેલી વાતોનો વિચાર કરે છે. હેયને ત્યાગી, ઉપાદેયને ગ્રહણ કરવાનો નિર્ણય કરી સદા દેહથી ભિન્ન પોતાના સહજ આત્મસ્વરૂપનું ચિંતન કરે છે.
“એ આદિ વચનો તે પૂર્વે જ્ઞાનીપુરુષો માર્ગાનુસારી પુરુષને બોધતા હતા. જે જાણીને, સાંભળીને તે સરળ જીવો આત્માને વિષે અવઘારતા હતા. પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનોને અપ્રઘાન ન કરવા યોગ્ય જાણતા હતા, વર્તતા હતા.” (વ.પૃ.૩૭૬) ૨૨ાા
સુણી આત્મા, વિચારીને અનુપ્રેક્ષાથી અનુભવતો;
ચેંકે ના જ્ઞાન-આશ્રયને, સ્વહિતનો પંથ ઉર ઘરતો. ૨૩ અર્થ - જ્ઞાનીપુરુષના બોઘથી આત્મા સંબંધીનું જ્ઞાન મેળવી તેના ઉપર વારંવાર વિચાર કરી, ભેદજ્ઞાનની ભાવના ભાવીને આત્માને અનુભવવાનો પ્રયત્ન કરે છે. તે જ્ઞાની પુરુષના આશ્રયને છોડ્યા વિના સ્વઆત્મહિતના માર્ગને હૃદયમાં ઘારણ કરે છે. “જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોઘ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોઘ પામ્યો છે તે જીવને સમ્યક્રદર્શન થાય છે.” (વ.પૃ.૩૨૫) I/૨૩ી.
પ્રગટ આ મોક્ષની મૂર્તિ, ખરા ઉપકાર તો જ્ઞાની;
ગણે એવું સદા ચિત્તે, ત્રિરત્ન શોભતા માની. ૨૪ અર્થ - પુરુષો પ્રગટ મોક્ષની મૂર્તિ સમાન છે. જંગમ તીર્થરૂપ છે. જગતમાં થતા જન્મ, જરા, મરણ કે આધિવ્યાઘિઉપાધિરૂપ ત્રિવિધતાપથી મુક્ત કરનાર જ્ઞાનીપુરુષો હોવાથી તે આત્માના ખરા ઉપકારી છે. તેમને સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ત્રિરત્નથી શોભતા જાણી આરાધક હમેશાં તેમના પ્રત્યે ચિત્તમાં ભક્તિભાવ રાખે છે. “સમ્યકદર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે.” (વ.પૃ.૩૧૫) ૨૪.
સુદર્શન મોક્ષ દર્શાવે, ખરો તે દેવ, ના રે;
કરાવે સર્વ સંમત તે રહ્યું છે જ્ઞાનના ઉરે. ૨૫ અર્થ – સમ્યગ્દર્શનવડે આત્માનો અનુભવ થાય છે. તેથી મોક્ષમાં કેવું સુખ છે તે બતાવે છે. તથા ખરો દેવ તે આત્મા પોતાથી દૂર નથી એમ અનુભવવડે જણાય છે. સમ્યગ્દર્શન થવાથી સુખ સંબંધીની વિપરીત માન્યતા ટળી જઈ જ્ઞાનીપુરુષના હૃદયમાં જે રહ્યું છે તે સર્વ સમ્મત કરાવે છે. પરંપરા
Page #417
--------------------------------------------------------------------------
________________
૪ ૦ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ગુરુ, સજ્ઞાન, જ્ઞાનીમાં કરાવે એકતા સાચી,
સ્વરૂપે સ્થિરતા દેતું, મનાવે ઘર્મ, એ કૂંચી. ૨૬ અર્થ – સદ્ગુરુ અથવા તેમનું બોઘેલું સમ્યકજ્ઞાન તે જ્ઞાની પુરુષના સ્વરૂપમાં સાચી એકતા કરાવે છે અર્થાત્ જ્ઞાનીપુરુષના આત્માનું સ્વરૂપ અને મારા આત્માનું સ્વરૂપ નિશ્ચયનયે એક રૂપે જ છે. તે સમ્યજ્ઞાન કાળાંતરે સ્વસ્વરૂપમાં સ્થિરતા આપે છે, અને આત્મઘર્મમાં શ્રદ્ધા કરાવે છે. માટે સગુરુ કે તેના વચનામત એ આત્મઘન મેળવવા માટે કંચી સમાન છે. “સમ્યકજ્ઞાનથી સમ્યક્દર્શન થાય છે.”(વ.પૃ.૮૧૯) //રકા
ઉઘાડે કર્મફૅપ તાળાં, અનાદિથી વસાતાં જે;
જવા દે ના અઘોમાર્ગે, વળાવો ઠેઠનો આ છે. ૨૭ અર્થ – સમ્યગ્દર્શન અનાદિકાળથી વસાયેલા કર્મરૂપી તાળાને ઉઘાડે છે. વળી અધોગતિના માર્ગે જવા દે નહીં એવો આ ઠેઠ મોક્ષ સુધીનો વળાવો છે. “આત્મા અજ્ઞાનરૂપી પથ્થર કરી દબાઈ ગયો છે. જ્ઞાની જ આત્માને ઊંચો લાવશે. આત્મા દબાઈ ગયો છે એટલે કલ્યાણ સૂઝતું નથી. જ્ઞાની સવિચારોરૂપી સહેલી કૂંચીઓ બતાવે તે કૂંચીઓ હજારો તાળાને લાગે છે.” (વ.પૃ.૭૩૩) “જ્ઞાની કહે છે તે કૂંચીરૂપી જ્ઞાન વિચારે, તો અજ્ઞાનરૂપી તાળું ઉઘડી જાય; કેટલાય તાળ ઉઘડી જાય.” (વ.પૃ.૭૩૩) રશા.
ગ્રહો જો હાથ તેનો તો, જર્ફેર મોક્ષે જવું પડશે,
ચહો કે ના ચહો તોયે, બઘાંયે કર્મ-તુષ છડશે. ૨૮ અર્થ - સમ્યક્રદર્શન જો એકવાર કરી લીધું તો જરૂર મોક્ષે જવું પડશે. પછી તમે ઇચ્છો કે ન ઇચ્છો તો પણ બઘાએ કર્મરૂપી તુષ એટલે ફોતરા ખરી જશે. “સમ્યકત્વ અચોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે –“મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તો પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવો પડે છે; માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હોય તોપણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તોપણ બને તો તે જ ભવે, અને ન બને તો વધારેમાં વઘારે પંદર ભવે મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. કદાચ મને છોડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ઘારણ કરે તોપણ અર્થપુગલપરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે'! અર્થાત્ અહીં સમ્યકત્વની મહત્તા બતાવી છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૪૩) ૨૮ાા
ન સારું સ્વર્ગ એ વિના, સુદર્શન સહ નરકવાસો
ભલો જ્ઞાની જનો માને; સુણી આ એ જ ઉપાસો. ૨૯ અર્થ - સમ્યક્દર્શન વિના સ્વર્ગમાં જવું સારું નહીં. કારણ ત્યાં જઈ મોહમાં ફસાઈ જઈ જીવ પાછો હલકી ગતિમાં જઈ પડશે. જ્યારે સમ્યકદર્શન સાથે નરકાવાસને પણ જ્ઞાની જનો ભલો માને છે. કેમકે નરકમાં હમેશાં દુઃખ હોવાથી સમ્યક્દર્શન છૂટી જતું નથી. માટે સમ્યક્દર્શનની પ્રાપ્તિ અર્થે ગુરુ આજ્ઞાએ દેહથી ભિન્ન એવા આત્માની ભાવના ભાવી આત્મભાવને જ દ્રઢ કર્યા કરો. રિલા
કરુંણા, મંત્રી, સમતાદિ, સુદર્શન સહિત ફળદાતા,
વિના તેના ન છુટકારો, મીંડાં સૌ એકડો જાતાં. ૩૦ અર્થ - મૈત્રી. પ્રમોદ, કરુણા અને સમતા એટલે માધ્યસ્થ એ ચાર ભાવનાઓ કલ્યાણમય અને
Page #418
--------------------------------------------------------------------------
________________
(૯૧) દર્શન-સ્તુતિ
૪ ૦૩
સમ્યકદર્શનની પાત્રતાને આપનારી છે. એ ભાવનાઓ સમ્યકદર્શન સહિત હોય તો મોક્ષ ફળને આપનારી છે. સમ્યક્દર્શન વિના જીવનો જન્મ મરણથી છૂટકારો થઈ મોક્ષ થતો નથી. સમકિત વગરની બધી ક્રિયા એકડા વગરના મીંડા જેવી છે.
એ ઘર્મધ્યાનમાં ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છે :૧. મૈત્રી-સર્વ જગતના જીવ ભણી નિવૈરબુદ્ધિ. ૨. પ્રમોદ–અંશમાત્ર પણ કોઈનો ગુણ નીરખીને રોમાંચિત ઉલ્લાસવાં. ૩. કરુણા–જગતજીવનાં દુઃખ દેખીને અનુકંપિત થવું. ૪. માધ્યસ્થ કે ઉપેક્ષા–શુદ્ધ સમદ્રષ્ટિના બળવીર્યને યોગ્ય થવું.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૬૨) I/૩૦ના
તપો તપ આકરાં તોયે, ભણો સન્શાસ્ત્ર સઘળાંયે,
જીંતો યુદ્ધ બધું જગ આ, છતાં ના સત્ય સુખ થાય. ૩૧ અર્થ – ભલે આકરા તપ તપો, ભલે સઘળા સલ્ફાસ્ત્રોનો અભ્યાસ કરો. ભલે ચક્રવર્તી વગેરે થઈ યુદ્ધમાં આખા જગતને જીતી લો છતાં સમ્યગ્દર્શન વગર સાચું આત્માનું સુખ મેળવી શકાતું નથી. ૩૧||
કરોડો ઉપકારોથી, કરોડો જીવ-રક્ષાથી,
સુદર્શન માનજો મોટું; બનો તેથી જ મોક્ષાર્થી. ૩૨ અર્થ - કરોડો જીવોનો ઉપકાર કરવાથી કે કરોડો જીવોની રક્ષા કરવાથી પણ સમ્યગ્દર્શનને મોટું માનજો. તેથી જ માત્ર મોક્ષના ઇચ્છુક બનશો.
“સમકિત નવિ લહ્યું રે એ તો રૂલ્યો ચતુર્ગતિ માહેં, ત્રસ, થાવરકી કરુણાકીની, જીવ ન એક વિરાધ્યો, તીનકાળ સામાયિક કરતાં, શુદ્ધ ઉપયોગ ન સાધ્યો, -સમકિત ૩રા. બીજું કંઈ શોઘ મા, શાણા!ખરા સપુરુષને શોથી,
ચરણકમળ બઘા ભાવો સમર્પ, પામી લે બોધિ; ૩૩ અર્થ - સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે હે શાણા પુરુષ!હવે બીજું કંઈ શોઘ મા. એક ખરા આત્મજ્ઞાની સપુરુષને શોઘી, તેના ચરણકમળમાં સર્વ ભાવોને સમર્પી સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રરૂપ બોધિરત્નને પ્રાપ્ત કરી લે. “બીજું કાંઈ શોઘ મા. માત્ર એક સપુરુષને શોથીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” (.પૃ.૧૯૪) //૩૩ણી
પછી જો મોક્ષ ના પામે, અમારે આપવો એવું,
ઉતાર્યો માનજે વીમો; કહ્યું છે જ્ઞાનીએ કેવું! ૩૪ અર્થ - જ્ઞાની પુરુષની આજ્ઞામાં વર્યા પછી જો મોક્ષ ન પામે તો અમારે આપવો, એવો વીમો ઉતારી આપ્યો. અહો! જ્ઞાનીએ કેવું કહ્યું છે; અર્થાત્ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તે તો મોક્ષ મળે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ૩૪
મઢી આ મોહની મૂકો, અનાદિ કેદથી છૂટો, સુદર્શનનાં બધાં અંગો ઉપાસી કર્મને કૂટો. ૩૫
Page #419
--------------------------------------------------------------------------
________________
४०४
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- આ દેહરૂપી મઢી એટલે ઝુંપડીનો મોહ મૂકી દઈ હવે અનાદિની આ શરીરરૂપી કેદથી છૂટકારો પામો. બીજો દેહ ધારણ કરવાનું કારણ પણ આ દેહમાં આત્મબુદ્ધિ છે. તે મૂકી દઈ હવે આત્મામાં આત્મબુદ્ધિ કરો. તે કરવા માટે સમ્યક્દર્શનનાં નિશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગ્રહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ અંગોની ઉપાસના કરી કર્મરૂપી શત્રુઓનો વિનાશ કરો. If૩પાા
ચઢીને મોક્ષને પંથે મહા આનંદ રસ પામો,
વિસારી સર્વ વિકલ્પો, સમાજો જ્યાં નહીં નામો. ૩૬ અર્થ - હવે અહંભાવ મમત્વભાવનો ત્યાગ કરી મોક્ષના માર્ગે ચઢી શાશ્વત એવા આત્માના મહા આનંદરસને પામો. જે પોતાના આત્માનો જ સ્વભાવ છે. તે અર્થે સર્વ પ્રકારના વિકલ્પોને ભૂલી જઈ કેવળજ્ઞાન પામી મોક્ષે જઈ સર્વ કાળને માટે સ્વઆત્મસ્વરૂપમાં સમાઈ રહો, જે અનંત સુખસ્વરૂપ અવસ્થા છે. તે સિદ્ધ અવસ્થામાં કોઈ પણ આત્માનું નામ નથી પણ બઘા સિદ્ધ ભગવાન છે. તે સંપૂર્ણ સુખમય દશા પ્રાપ્ત કરવાનું મૂળભૂત કારણ સમ્યગ્દર્શન છે. ૩૬ાા.
સમ્યક્દર્શનની પ્રાપ્તિ વિના જીવનો મોક્ષ નથી. અને વિભાવ ગયા વિના સમ્યક્દર્શન અથવા આત્માના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. સંપૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ્યા વિના કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી. માટે સર્વ સંસારના મૂળભૂત રાગદ્વેષાદિ વિભાવભાવોનો સર્વથા નાશ કરવો અત્યંત જરૂરી છે. એ વિભાવભાવો આત્મા સાથે કેવી રીતે લાગેલા છે અને તેને દૂર કરવા શું કરવું જોઈએ વગેરેની સમજણ આ પાઠમાં આપવામાં આવે છે. તે નીચે પ્રમાણે છે :
(૯૨)
વિભાવ
(રાગ શા માટે તું સૂઈ રહ્યો છે, અચેત ચેતન પ્રાણી)
વિભાવ તજી શ્રી રાજચંદ્રજી સ્વભાવમગ્ન થયા છે, તે માટે પ્રણમું ચરણે હું, સૌને ગમી ગયા છે. તે પદ-પ્રાપ્તિ જે જન ઇચ્છે, તે તો તેને ભજશે.
થઈ લયલીન પરાભક્તિમાં સર્વ વિભાવો તજશે. ૧ ' અર્થ - આત્માથી ભિન્ન રાગદ્વેષાદિ વિભાવભાવોને તજી શ્રીમદ્ રાજચંદ્રજી પોતાના સહજ આત્મસ્વરૂપમાં મગ્ન થયા છે. તેથી સર્વ આરાઘક જીવોના હૃદયમાં તે ગમી ગયા છે. એવી ઉત્તમ દશાને પ્રાપ્ત પરમકૃપાળુદેવના ચરણકમળમાં હું ભક્તિભાવે પ્રણામ કરું છું.
સહજાત્મસ્વરૂપની પ્રાપ્તિને જે જીવ ઇચ્છશે તે તેને ભજશે. પરમકૃપાળુદેવની પરાભક્તિમાં તન્મય થઈ તે સર્વ વિભાવભાવોનો ત્યાગ કરશે. ૧ાા
Page #420
--------------------------------------------------------------------------
________________
(૯૨) વિભાવ
૪ ૦ ૫
કાટ સમાં રે! કર્મો વળગે, શક્તિ-વ્યક્તિ અટકે, કર્મભાવ-વિભાવે રાચી જીવ ભવોભવ ભટકે. વૈભાવિક શક્તિ જે જીંવમાં કર્મ નિમિત્તે વર્તે,
સિદ્ધ-અવસ્થામાં તે શક્તિ, સ્વભાવરૂપ પ્રવર્તે. ૨ અર્થ - વિભાવભાવોમાં પરિણમવાથી આત્માને ચાર પ્રકારે કર્મનો બંઘ થાય; તે આ પ્રમાણે છૂટે:
(૧) સ્પષ્ટ કર્મ–જેમ સોયનો ઢગલો હોય તેને ઠેસ મારે કે તરત છૂટી પડી જાય તેમ આત્માની સાક્ષીએ પોતે કરેલ કર્મોની નિંદા કરવાથી જે કર્મો ખપી જાય છે, અયમંતકુમારની જેમ ગુરુ આજ્ઞાથી.
(૨) બદ્ધકર્મ–જેમ સોયો દોરાથી પરોવેલી કે બાંધેલી હોય તો તેને છોડતાં વાર લાગે તેમ ગુરુની સમક્ષ ગરહા એટલે નિંદા કરવાથી તે કર્મો નાશ પામે...
(૩) નિદ્ધતકર્મ–જેમ સોયો કાટ ખાધેલી હોય તો તેને છોડતાં ઘણીવાર લાગે. તેમ ગુરુ આજ્ઞાએ પ્રાયશ્ચિત્ત કરવાથી જેની શુદ્ધિ થાય.
(૪) નિકાચિતકર્મ–જે પાપ કરીને રાજી થાય, તેમાં અનુમોદના કરે તે કર્મ ભોગવવું પડે છે. જેમ સોયોને ગરમ કરી એક રસ કરી દીધી હોય તો કદી છૂટી પડી શકે નહીં, તેમ નિકાચિત કર્મ જીવને ભોગવવું પડે છે. કાટ સમાન કમોંનું વળગણ આત્મામાં થવાથી આત્માની અનંતશક્તિની વ્યક્તિ થવામાં અનાદિકાળથી તે કર્મો બાઘક થાય છે. કર્મભાવરૂપ વિભાવમાં રાચી આ જીવ ભવોભવ આ સંસારમાં ભટકે છે. લોઢીયા મૃગાપુત્રની જેમ. કેમકે “કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ'. -શ્રીમદ્ રાજચંદ્ર
જેમ લોખંડમાં ખેંચાવાની શક્તિ અને ચુંબકમાં લોહને ખેંચવાની શક્તિ હોવાથી તે લોખંડ ચુંબકવડે ખેંચાય છે. તેમ જીવમાં વૈભાવિક શક્તિ એટલે વિભાવભાવોમાં પરિણમવાની શક્તિ હોવાથી કર્મનું નિમિત્ત પામી જીવ નવીન કમને ગ્રહણ કરે છે. જેમ શ્રીકુમારપાળ રાજા ચોમાસામાં બહાર જવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરી મહેલમાં જ આરાઘના કરતાં રહ્યાં હતા. ત્યારે તેનું રાજ્ય લેવાનો પ્રયત્ન કરનાર એવા યવનરાજાને મંત્રોચ્ચારવડે શ્રી હેમચંદ્રાચાર્યે તેને ખેંચી લાવ્યો હતો તેમ. સિદ્ધ અવસ્થામાં આત્માની તે જ શક્તિ પોતાના સ્વસ્વભાવમાં પ્રવર્તે છે. “વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. -શ્રીમદ્ રાજચંદ્ર /રા
પુગલમાં પણ તેવી શક્તિ, અણુના ઝંઘ રચે તે, પરમાણુ છૂટાં પડતાં તે, સ્વભાવરૂપે વર્તે; અગ્નિયોગે જળ ઉષ્ણતા નિમિત્ત-આશીન જાણો,
તેમ નિમિત્તાથીન વિભાવો, વિકારરૂપે માનો. ૩. અર્થ - પુદ્ગલ દ્રવ્યમાં પણ જીવની જેમ વિભાવમાં પરિણમવાની શક્તિ હોવાથી તે પણ સ્વભાવને મૂકી, પુદ્ગલ પરમાણુઓના બેના રૂંઘ, ત્રણના અંઘ, યાવત્ અનંત પરમાણુઓના ઝંઘની રચના કરે છે. ફરી પાછા તે પરમાણુઓ છૂટા પડી જઈ પોતાના સ્વભાવરૂપે પ્રવર્તે છે.
અગ્નિના યોગથી જળમાં જે ગરમી આવે તે અગ્નિના નિમિત્તને આધીન છે. તેમ આત્માને પણ નિમિત્તને આધીન વિકારરૂપ વિભાવભાવો થાય છે એમ માનો.
નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે લેષ થાય છે,
Page #421
--------------------------------------------------------------------------
________________
४०६
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે.” (વ.પૃ.૪૮૩) IIયા.
મદિરાપાને જ્ઞાન-અવસ્થા વિભાવરૂપ ભજે છે, તેમ જ મોહ-મદિરા યોગે, સ્વભાવ જીવ તજે છે; બંઘ-હેતુ સામગ્રી મળતાં જીવ સ્વયં અપરાથી,
પરાથીન તદ્રુપ બને છે, તે જ વિભાવ ઉપાધિ. ૪ અર્થ - જેમ દારૂ પીવાથી હું કોણ છું તે ભૂલી જઈ ગટરના ખાળ પાસે પડ્યો હોય છતાં પલંગ પર સૂતો છું એમ પોતાને માને છે. તેમ આત્મા મોહરૂપ દારૂ પીવાથી પોતાનો મૂળ જ્ઞાન સ્વભાવ તજી દઈ પરને પોતાના માનવારૂપ વિભાવભાવને ભજે છે. કર્મબંધના હેતુ એવા રાગદ્વેષના કારણો મળતાં જીવ પોતે તેમાં પરિણમીને રાગદ્વેષ કરી સ્વયં અપરાથી બને છે. તે મોહવશ પરવસ્તુને આધીન બની તે રૂપ થઈ જાય છે, અને તે જ નવીન કર્મબંઘ કરાવનાર વિભાવભાવોની ઉપાધિનું કારણ છે. IIકા.
વિભાવ મોહ, દ્વેષ, રાગાદિ ભાવકર્મરૂપ ભાખ્યા, આઠ કર્મનું કારણ બનતાં, ભવ-કેદે ર્જીવ રાખ્યા. આઠ કર્મના ઉદય-નિમિત્તે જીવ વિભાવે વર્તે,
ફરી કર્મ બાંઘીને ભટકે, એમ જ ભવ-આવર્તે. ૫ અર્થ - રાગ, દ્વેષ અને અજ્ઞાન એ વિભાવ ભાવ છે. એને ભગવંતોએ ભાવકર્મરૂપ કહ્યાં છે. એ રાગદ્વેષાદિ ભાવો અજ્ઞાનવશ, જ્ઞાનાવરણીયાદિ આઠેય દ્રવ્યકર્મના કારણ બની જીવને સંસારરૂપ કેદમાં જકડી રાખે છે. વળી આઠેય કર્મના ઉદય નિમિત્તને પામી, જીવ ફરી રાગદ્વેષાદિના ભાવો કરે છે. તેથી ફરી નવા કર્મ બાંધીને જીવ, ભવ-આવર્ત એટલે સંસારચક્રમાં ઘાંચીના બળદની પેઠે ચોરાસી લાખ જીવયોનિમાં અનાદિકાળથી ભટક્યા કરે છે. પાા
અશુદ્ધતાથી થતી બદ્ધતા, અવિનાભાવ બન્ને; જીંવ પુગલ વિભાવે વર્તે, રહી સ્વરૂપ અનન્ય. સુવર્ણ-પારો સાથે ઘૂંટ્ય બન્ને શ્યામ બને છે;
ઑવ પુદ્ગલ સંયોગે બને સ્વભાવ નિજ તજે છે. ૬ અર્થ - જીવના ભાવોમાં અશુદ્ધતા હોય તો કર્મ બંઘ અવશ્ય થાય જ. બન્નેનો અવિનાભાવ એટલે એક હોય ત્યાં બીજુ હોય એવો સંબંઘ છે. જીવ અને પુદ્ગલ દ્રવ્ય પોતાની વૈભાવિક શક્તિ વડે પરભાવમાં પ્રવર્તે છે, છતાં તે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વરૂપમાં અનન્યભાવે રહે છે; અર્થાત્ પોતાના સ્વરૂપને કદી છોડતા નથી. જેમ સુવર્ણ પીળુ અને પારો ઘોળો હોવા છતાં સાથે ચૂંટવામાં આવે તો બન્ને શ્યામ રંગના બની જાય છે. તેમ જીવ અને પુદ્ગલ બન્ને દ્રવ્ય ભેગા મળવાથી પોતાનો સ્વભાવ તજી વિભાવરૂપે પ્રવર્તે છે. એ વ્યવહારનયથી કથન છે. કા.
પરગુણરૂપે પરિણમન તે સ્વરૃપ બંઘનું સમજો; એવી પરિણતિ તે જ અશુદ્ધિ, સ્વભાવ ત્યાં ર્જીવ તજતો.
Page #422
--------------------------------------------------------------------------
________________
(૯૨) વિભાવ
અશુદ્ધતામાં પણ ચિંતવતાં શુદ્ધપણું સમજાશે, નીચેના દૃષ્ટાંતે વિચારો, શુદ્ધિ સાબિત થાશે. ૭
૪૦૭
અ = સ્વગુણને છોડી પરગુણરૂપે જ્યારે જીવ પરિણમે ત્યારે કર્મબંધન થાય છે. એવું જે પરિણમન થવું તે આત્માની અશુદ્ધિ છે. કેમકે ત્યાં પદાર્થ પોતાના મૂળ સ્વભાવની શુદ્ધતા તજીને અશુદ્ધરૂપે પરિણમે છે. આત્માની અશુદ્ધતામાં પણ તેના મૂળ સ્વભાવને ચિંતવતા તેનું શુદ્ધપણું સમજવામાં આવશે. નીચેની ગાથામાં તેના દૃષ્ટાંતો આપ્યા છે તે વિચારો તો તમને પણ આત્મામાં મૂળ સ્વરૂપે રહેલી શુદ્ધતાની ખાત્રી થશે. ।।૭।।
ચાંદી આદિ સાથે ભળી સોનું ભિન્ન ભિન્ન રૂપ થારે, અન્ય ભેળને અવગણી સોની કીમતી કનક વિચારે; સુવર્ણ વર્ણ અનેક ઘરે પણ શુદ્ધ સુવર્ણે દૃષ્ટિ દેતાં, ભાસે ભેળ શૂન્યવત્, દેખે તેમ સુદૃષ્ટિ. ૮
અર્થ :— ચાંદી આદિ દ્રવ્યો સાથે ભળી સોનું અનેક ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરે છે. પણ સોની સોનાને કસોટી પર કસી તેની પરીક્ષા કરતાં સમયે તે અન્ય ચાંદીના ભેળને અવગણી અર્થાત્ મનમાં તેને બાદ કરી કનક એટલે સોનાની કિંમત આંકે છે. સોનું, ચાંદી આદિના ભેળસેળને કારણે અનેક રંગ ઘરે છે પણ સોનીની શુદ્ધ સુવર્ણ ઉપર માત્ર સૃષ્ટિ હોવાથી તેને ચાંદી આદિના ભેળસેળ શૂન્યવત્ ભાસે છે. તેમ સમ્યદૃષ્ટિ મહાત્માઓની દૃષ્ટિ સુવર્ણ જેવા પોતાના શુદ્ધ આત્મા ઉપર હોવાથી તેમને આ કર્મોના ભેળસેળથી ઉત્પન્ન થતી શરીર આદિ વસ્તુઓ તુચ્છ અથવા શૂન્યવત્ ભાસે છે. IILII
ક્ષીર–નીરમાંથી ક્ષીર પીતા રાજહંસ ઉર ઘારો, તેમ કર્મસંયોગે તોયે આત્મા શુદ્ધ વિચારો;
સાધ્ય અર્થ અવિરોઘ રીતથી બતાવતાં દૃષ્ટાંતો વિચારવાં હિતકારી સર્વે, ભૂલવી વિભાવવાતો. ૯
અર્થ :– ક્ષીર એટલે દૂધ અને નીર એટલે પાણી. દૂધ અને પાણી ભેગા હોવા છતાં રાજહંસ તેમાંથી દૂધ પી જાય છે અને પાણીને રહેવા દે છે. તેમ આત્મા કર્મના સંયોગે ભલે આ દેહમાં રહેલો છે પણ મૂળ સ્વરૂપે જોતાં તો તે શુદ્ધ છે એમ વિચારો.
સાધ્ય એટલે સિદ્ધ કરવાયોગ એવા અર્થ એટલે આત્મ પ્રયોજનને અવિરોધ રીતે બતાવનાર સર્વે દૃષ્ટાંતોને વિચારવાં તે આત્મપ્રાપ્તિ માટે હિતકારી છે. તે વિચારી વિભાવની વાતોને ભૂલી સ્વભાવ સન્મુખ રહેવાથી જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હવે તે દૃષ્ટાંતો જણાવે છે ઃ– ।।ા
પદ્મપત્ર જલમગ્ન છતાંયે જલથી ભિન્ન ગણાયે, અસ્પૃશ્ય જલથી રહેવાનો તેમાં ગુણ જણાયે; સંસારી જીવ તેમ શરીરે મગ્ન છતાં છે ન્યારો, જૈવ-પુદ્ગલના સ્વભાવ જુંદા, ત્રણે કાળ ઉર ઘારો. ૧૦
અર્થ – પદ્મપત્ર એટલે કમળ જલમાં રહેલું હોવા છતાં તે જલથી જુદું ગણાય છે, કારણ તે જલને કદી સ્પર્શ કરતું નથી, અસ્પૃશ્ય રહેવાનો તેનો આ ગુણ છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
४०८
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
તેમ સંસારી જીવો શરીરને પોતાનું સ્વરૂપ માની તેમાં મગ્ન રહેવા છતાં પણ તેમનો આત્મા આ શરીરથી જુદો છે. કેમકે ત્રણે કાળ જીવદ્રવ્ય અને જડ એવા શરીરાદિ પુદ્ગલ દ્રવ્યનો સ્વભાવ સાવ જુદો છે. કોઈ કાળે જીવ જડ થાય અને જડ એવા પુદ્ગલો આત્મા થાય એમ નથી. /૧૦ાા.
મેલું પાણી, મેલ ન પાણી, જો વિચારી જોશો, પાણી નિર્મળ તે જ દશામાં સમજી, સંશય ખોશો; તેમ પ્રતીતિ શુદ્ધ જીવની અત્યારે પણ આવે,
સ્વરૃપ વિચારો જીંવ-પુગલનું; શુદ્ધિ કોણ છુપાવે? ૧૧ અર્થ - મેલું પાણી જોઈ વિચારવું કે પાણીમાં મેલ છે તે પાણી નથી, પણ પાણીથી જુદો કચરો છે. પાણીને તેના મૂળસ્વરૂપે જોતાં, તે મેલી દશામાં પણ નિર્મળ છે. એમ સમજી વિચારી શંકાનું નિવારણ કરવું. તેમાં શુદ્ધ આત્માની પ્રતીતિ અત્યારે પણ આવી શકે છે. જો જીવ અને પુગલ દ્રવ્યના મૂળ ગુણોનો વિચાર કરો તો. જેમકે જીવ દ્રવ્યમાં જાણવા જોવાનો ગુણ છે અને તે જડ એવા શરીરાદિ પુદ્ગલ દ્રવ્યમાં નથી. એમ તેના શુદ્ધ ગુણોને કોણ છુપાવી શકે? તેના ઉપર એક દ્રષ્ટાંત છે.
રાજામંત્રીનું દ્રષ્ટાંત - રાજા અને મંત્રી બહાર ફરવા જતાં ગટરનું ગંધાતું પાણી જોઈ રાજા બોલ્યા - પાણી બહુ ગંઘાય છે. ત્યારે મંત્રીએ કહ્યું – મહારાજ ! પાણી તો શુદ્ધ છે; આ તો મેલ ગંધાય છે. રાજાએ કહ્યું; એમ તે વળી હોય? મંત્રી કહે : અવસરે બતાવીશ. ઘેર જઈ મંત્રીએ તે ગટરનું પાણી મંગાવી એકથી બીજા અનેક વાસણોમાં તેને નીતરતું કરી ફીલ્ટર જેવું કરીને તે જળમાં સુગંધી દ્રવ્ય નાખી રાજાને આપ્યું. રાજાએ કહ્યું : આવું મીઠું જળ કયાં કુવાનું છે? ત્યારે મંત્રી કહે : મહારાજ તે ગટરનું. જેમ મેલ અને પાણી જુદા છે તેમ દેહ અને આત્મા પણ જુદા છે. 7/૧૧ાા
ઇંઘન કે છાણાનો અગ્નિ વદે જનો વ્યવહારે; કાષ્ઠાદિથી અગ્નિ જાદો, જો ર્જીવ સત્ય વિચારે. કાષ્ઠ અગ્નિ નહિ, અગ્નિ કાષ્ઠ નહિ; અગ્નિ અગ્નિ દેખો;
તેમ જ દેહ ન દેહી કદીયે; શુદ્ધ જીવ ર્જીવ લેખો. ૧૨ અર્થ - ઇંઘન એટલે લાકડા અથવા છાણનો અગ્નિ હોય પણ તે બન્ને પ્રકારના અગ્નિને વ્યવહારમાં લોકો અગ્નિ કહે છે. પણ તે અગ્નિ, કાષ્ઠ એટલે લાકડાં અને છાણ આદિથી જુદો છે, એમ સત્ય રીતે વિચારતાં જીવથી સમજી શકાય એમ છે. કેમકે લાકડા તે અગ્નિ નથી અને અગ્નિ તે લાકડા નથી. પણ અગ્નિને જ અગ્નિ જાણો. તેમ દેહ અને દેહી એટલે આ દેહને ઘારણ કરનાર એવો આત્મા, તે કદી દેહ નથી, પણ જ્ઞાન દર્શનમય એવો શુદ્ધ આત્મા તે જ જીવ તત્ત્વ છે એમ જાણો. ૧૨ાા
મયૂર દર્પણમાં દેખાયે, સામે આવે ત્યારે; તોપણ દર્પણ દર્પણ માનો, છાયા જ્યારે ઘારે; તેમ વિભાવદશા ઑવ ઘારે, પુગલના સંયોગે,
તોપણ તે પરભાવ વિચારી, રહો શુદ્ધ ઉપયોગે. ૧૩ અર્થ :- મયૂર એટલે મોર જ્યારે દર્પણની સામે આવે ત્યારે તેમાં દેખાય. મયૂરની છાયા એટલે પ્રતિબિંબને જ્યારે અરીસો ઘારણ કરે ત્યારે પણ દર્પણ તે દર્પણ જ છે, તે કંઈ મોર બની જાય નહીં.
Page #424
--------------------------------------------------------------------------
________________
(૯૨) વિભાવ
૪૦૯
તેમ પુદ્ગલના સંયોગે જ્યારે જીવ પોતાનો સ્વભાવ ભૂલી જઈ વિભાવદશાને ધારણ કરે ત્યારે પણ આત્મા સિવાય બધા વિભાવભાવોને પરભાવો જાણી હમેશાં આત્માના શુદ્ધ સહજાત્મસ્વરૂપમય ઉપયોગમાં જ રહેવાનો પ્રયત્ન કરો. ૧૩||
શ્યામ-રક્ત વસ્તુના યોગે સ્ફટિક ીસે તે રંગે, યથાર્થ જોતાં, યથાર્થ નહિ તે; નિજ ગુણ ના ઓળંગે, કર્મયોગથી તેમ જ આત્મા બને અનેક પ્રકારે, ખરી રીતે તો વિભાવ ભાવો ભાસે છે વ્યવહા૨ે. ૧૪
અર્થ :– શ્યામ એટલે કાળો અને ૨ક્ત એટલે લાલ રંગના સંયોગથી સ્ફટિક રત્ન શુદ્ધ હોવા છતાં તે રૂપે દેખાય છે. પણ યથાર્થ રીતે જોતાં સ્ફટિક રત્ન તે રંગનું નથી. બીજા રંગના સંયોગથી સ્ફટિક રત્ન પોતાનો શુદ્ધ ગુણ ઓળંગતો નથી. તેમ કર્મના સંયોગે આત્મા પણ દેહાદિના અનેક પ્રકાર ઘારણ કરે છે. ખરી રીતે જોતાં આત્મામાં વિભાવ ભાવો ભાસે છે તે બધું વ્યવહારનયથી છે પણ નિશ્ચયનયથી નથી, અર્થાત્ મૂળ સ્વરૂપે જોતાં તો આત્મા તે શુદ્ધાત્મા જ છે. ।।૧૪।।
જે જ્ઞાને જન ઘટને જાગે, તે ઘટ-જ્ઞાન ગણાવું; જ્ઞાન બને ના ઘટ, પટ કીએ, જ્ઞાન જ જ્ઞાન જણાતું. ઘટ-આકારે જ્ઞાન બને પણ, ઘટ સમ જડ ના જાણો; તેમ જીવે રાગાદિ દેખી, મૂળ સ્વરૂપ પ્રમાણો. ૧૫
અર્થ :— જે જ્ઞાનવડે જીવ ઘટ એટલે ઘડાને જાણે, તે જ્ઞાન ઘડાને આકારે થયું ગણાય. પણ જ્ઞાન કદી ઘડો કે પટ એટલે કપડું બની જાય નહીં; જ્ઞાન તે સદા જ્ઞાન જ રહે છે. ઘડાના આકારે જ્ઞાન બને તે જ્ઞાનને ઘડા સમાન જડ જાણો નહીં. તેમ જીવ તત્ત્વમાં રાગદ્વેષાદિના ભાવો જોઈ તેને રાગદ્વેષ સ્વભાવવાળો જાણો નહીં; પણ તેના મૂળ શુદ્ધ સ્વરૂપને યાદ કરી તે શુદ્ધ જ છે એમ પ્રમાન્નભૂત માનો. ।।૧૫।। વાયુ-પ્રેરિત સાગર ઊછો, એ સંબંધ અનાદિ, તોપણ પવન, પોધિ જુંદા, નથી એકતા સાથી;
તેમ જીવ પુદ્ગલના સંગે, વિવિધ અવસ્થા ધારે, તોય અભિન્ન બને નહિ બન્ને, સુજ્ઞ સ્વરૂપ વિચારે, ૧૬
અર્થ :— જેમ વાયુથી પ્રેરાઈને સમુદ્રનું પાણી ઊછળે છે, એમ અનાદિકાળથી થાય છે. તો પણ પવન અને પયોઘિ એટલે સમુદ્ર જુદા છે. બન્ને એકતા સાધી કંઈ એક રૂપ થઈ શક્યા નથી.
તેમ જીવ, કર્મ પુદ્ગલોના સંગથી ચોરાશી લાખ જીવયોનિમાં અનેક અવસ્થાઓને ઘારણ કરે છે. તો પણ જડ અને ચેતન એ બે દ્રવ્યો કદી એક બની શકે નહીં. માટે સુજ્ઞ એટલે સારી રીતે તત્ત્વના જાણનાર પુરુષો દ્રવ્યના મૂળ સ્વરૂપનો વિચાર કરે છે. ।।૧૬।।
ખારી કાંકરી મીઠાની તો, માત્ર લવણરસવાળી, વિવિધ શાકમાં ભળતાં ૨સ દે ભિન્ન ભિન્ન લે ભાળી; તેમ જ જીંવના પુદ્ગલ-યોગે થાય અનેક વિકારો, તોપણ શુદ્ધ સ્વરૂપ રસ લેવા નિશ્ચયનય વિચારો, ૧૭
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૧ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- મીઠાની ખારી કાંકરી તે માત્ર લવણરસવાળી હોવા છતાં પણ તે અનેક પ્રકારના શાકમાં ભળીને ભિન્ન ભિન્ન પ્રકારના રસ દેવાવાળી થાય છે. તેમ જીવ પણ પૌગલિક કાર્મણ વર્ગણાઓના યોગે અનેક રાગદ્વેષમય વિકારોને ઘારણ કરે છે. પણ શુદ્ધ આત્મસ્વરૂપના રસનો આસ્વાદ લેવા માટે નિશ્ચયનયથી આત્માનું જે મૂળ સહજાત્મસ્વરૂપ છે તેનો વિચાર કરો. I૧૭ના
શુદ્ધિ, અશુદ્ધિ સાપેક્ષિત પદ, તે જ સ્વભાવ, વિભાવો; એકાન્ત નિશ્ચયનય મિથ્યા, એ પણ ઉરમાં લાવો. સદ્ભૂત નિશ્ચયનય હિતકારી, દિવસ સમાન ગણાય;
રાત્રિ વિના સંભવ નહિ દિનનો, તેથી અન્ય નય ન્યાયે. ૧૮ અર્થ :- આત્માને શુદ્ધ કે અશુદ્ધ કહેવો તે અપેક્ષા સહિત છે. આત્માની શુદ્ધ અવસ્થા તે તેનો સ્વભાવ છે અને અશુદ્ધતા તે તેનો વિભાવિક ભાવ છે. એકાન્ત નિશ્ચયનયથી આત્માને શુદ્ધ માનવો તે પણ મિથ્યા છે. કેમકે “કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ?” એ વાતને હૃદયમાં લાવી વિચારવી જોઈએ.
વાસ્તવિક રીતે નિશ્ચયનય આત્માના મૂળ સ્વરૂપને બતાવનાર હોવાથી કલ્યાણકારી છે. તેને દિવસ સમાન જાણો. પણ રાત્રિ વિના જેમ દિવસનો સંભવ નથી. તેમ બીજા વ્યવહારનય આદિને પણ યથાયોગ્ય સ્થાને ન્યાય આપવો યોગ્ય છે. અર્થાત્ “નિશ્ચય રાખી લક્ષમાં સાઘન કરવા સોય.” નિશ્ચયનયમય આત્માના શુદ્ધ સ્વરૂપને લક્ષમાં રાખી વ્યવહારરૂપ ઘર્મક્રિયામાં પ્રવર્તવું યોગ્ય છે. વ્યવહાર ઘર્મ વિના નિશ્ચય આત્મઘર્મની પ્રાપ્તિ નથી. માટે આત્માના શુદ્ધ સ્વભાવને પામવા વિભાવરૂપ રાગદ્વેષાદિભાવોને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ; જેથી શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થઈ આત્મા સર્વ કાળ સુખશાંતિને પામી, મોક્ષમાં જઈ વિરાજમાન થાય. ૧૮.
આત્મામાંથી વિભાવભાવો ગયા વિના સત્ય સુખનો રસાસ્વાદ આવે નહીં. સિદ્ધ અવસ્થામાં ભગવંતો સદા આત્માના અનંતસુખમાં વિરાજમાન છે. તે સત્યસુખને પામવા માટે પ્રથમ સમ્યક્દર્શન જોઈએ. તે મેળવવા આત્મજ્ઞાની ગુરુને સર્વસ્વ માની તેની આજ્ઞામાં વર્તવું જોઈએ. તો આત્મસુખના રસાસ્વાદની જીવને પ્રાપ્તિ થાય. વળી સદગુરુની આજ્ઞામાં વર્તવા માટે આરંભપરિગ્રહનું અલ્પત્વ કરી સત્સંગ કરવો જોઈએ, વગેરે ઉપાયોની આ પાઠમાં સ્પષ્ટતા કરવામાં આવે છે તે નીચે પ્રમાણે છે :
| (૯૩)
૨સાસ્વાદ
(ભુજંગપ્રયાત છંદ)
રસાસ્વાદની જે અખંડિત ઘારા, સદા સેવતા શ્રી ગુરું રાજ મારા;
નમું પ્રેમથી તેમના પાદમાં હું, કૃપા એ કૃપાળું કરો એમ માગું. ૧ અર્થ :- આત્માના અનુભવરસનું આસ્વાદન એટલે વેદન કરવું તે રસાસ્વાદ. એવા રસાસ્વાદનું
Page #426
--------------------------------------------------------------------------
________________
(૯૩) રસાસ્વાદ
૪૧ ૧
અખંડઘારાએ જે સદા સેવન કરે છે એવા મારા શ્રીગુરુ રાજપ્રભુના ચરણકમળમાં હું પરમપ્રેમભાવથી નમસ્કાર કરું છું. હે કૃપાળુ! કૃપા કરીને મને પણ આવા આત્મઅનુભવનો રસાસ્વાદ આપો.
પરાભક્તિરૂપે રસાસ્વાદ તો ત્યાં, પરાત્મારૃપે લીન આત્મા થતો જ્યાં;
કદી દેહથારી પરાત્મા મળે જો, કૃપા-બી પરાભક્તિનું લે, કળે તો. ૨ અર્થ - પરાભક્તિ એટલે ભગવાનની જ સદા લય રહેવી તે પરાભક્તિ છે. ભક્તને પહેલા હાલોડહં એટલે હું પ્રભુનો દાસ છું, પછી ભગવાન પ્રત્યે પ્રેમ વધતાં ભગવાનનું જેવું સ્વરૂપ છે તેવું મારું સ્વરૂપ છે એમ થાય તે સોડé છે. પછી ભગવાનના શુદ્ધ સ્વરૂપ સાથે એકમેક થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. એક પ્રભુમાં જ મન રાખે તો ક્રમે કરી એવી પરાભક્તિ પ્રગટે. પરાભક્તિનો ખરો રસાસ્વાદ તો જ્યારે પોતાનો આત્મા પરમાત્મસ્વરૂપમાં લીનતા પામે ત્યારે આવે છે. ખરી પરાભક્તિ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકમાં આવે છે.
“પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમમહાત્મા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી; પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહઘારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે.” (વ.પૃ.૨૭૬).
ગોપાંગનાઓનું ચિત્ત હમેશાં શ્રીકૃષ્ણ વાસુદેવમાં રહેતું હતું, નિરાકાર, નિરંજન પરમાત્મામાં એવી ભક્તિની લય આવવી વિકટ હોવાથી જેને આત્મસાક્ષાત્કાર થયો છે એવા દેહધારી પરમાત્મા તે પરાભક્તિ આવવાનું પ્રબળ કારણ છે. એવા દેહદારી સાકાર પરમાત્મા જો કદી મળી આવે અને તેને કળે એટલે ઓળખી જાય તો તે સત્પરુષની કુપાવડે પોતામાં પરાભક્તિનું બીજ રોપાય. જેમ જનકવિદેહીને અષ્ટાવક્ર ગુરુ મળ્યા તો એમની કૃપાએ કેવળજ્ઞાનના બીજસ્વરૂપ એવા સમકિતની રોપણી થઈ. અથવા પ.પૂ.પ્રભુશ્રીજી, પૂ.શ્રી સોભાગભાઈ કે પૂ.શ્રી બ્રહ્મચારીજીના હૃદયમાં પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય પ્રેમ ભક્તિ હોવાથી પરાભક્તિનું બીજ એવું સમ્યત્વ તેમનામાં રોપાઈ ગયું. /રા
પરાત્મા અને જ્ઞાનમાં ભેદ ના કો, પરાત્મા સ્વરૂપે ગણો જ્ઞાનને તો;
ગણે ભેદ તે માર્ગથી દૂર જાણો, પરાત્મા ગયે ભક્તિ ઊગે પ્રમાણો. ૩ અર્થ - પરમાત્મા અને જ્ઞાની પુરુષમાં ભેદ નથી. જ્ઞાનીપુરુષ તો પરમાત્મા જ છે. એના વગર પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. પણ સદગુરુ કરતાં પરમાત્મા જુદા છે, એવા ભાવ રહે ત્યાં સુધી સદગુરુ પ્રત્યે ભક્તિ ઊગે નહીંઅને તે પરાભક્તિરૂપ થાય નહીં. એનું મન સ્થિરતા ન પામતા બીજે જાય.
જે કોઈ જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં ભેદ ગણે છે તેને મોક્ષમાર્ગથી દૂર જાણો. તેને મૂળમાર્ગની પ્રાપ્તિ થવી પરમ વિકટ છે. જ્ઞાનીપુરુષને પરમાત્મા ગણવાથી તેમના પ્રત્યે અનન્ય ભક્તિ ઊગે છે. આ વાતને તમે પ્રમાણભૂત માનો.
જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મામાં જ છે; અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહદારી દિવ્ય મૂર્તિ-જ્ઞાનીરૂપ પરમાત્માની–ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુઘી એક લયે આરાઘવી, એવો શાસ્ત્રલક્ષ છે.” (વ.પૃ.૨૭૬) //૩
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૧ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
થતાં જ્ઞાનીના સૌ ચરિત્રે સુલક્ષ, અને ઐકય પામ્ય બને એક લક્ષ્ય;
પરાત્મા વિરાજે ઉરે જ્ઞાનીને જે, અજાણ્યા રહે ના, પરાભક્તિ છે તે. ૪ અર્થ :- જ્ઞાની પુરુષની બધી ચેષ્ટાઓ પરમાર્થરૂપ છે એમ તેમના સર્વ ચારિત્રમાં સમ્યલક્ષ થવાથી આપણી વૃત્તિ બીજે ન જાય. તેથી ક્રમે કરી ભગવાનના શુદ્ધ સ્વરૂપમાં વૃત્તિની એકતા થાય. એ થયા પછી પરમાત્મસ્વરૂપ મેળવવાનો લક્ષ બંઘાઈ જઈ એક તૃહિ, તૃહિની રટના લાગે છે.
જ્ઞાનીપુરુષના હૃદયમાં પરમાત્મા બિરાજમાન હોવાથી તેમની ભક્તિમાં પરમાત્મા સાથેનો જ ઐક્યભાવ હોય છે, અને એ જ પરાભક્તિ છે. પરાભક્તિ આવ્ય ભક્ત ભગવાનથી અજાણ્યો રહે નહીં.
તે જ્ઞાનીપુરુષનાં સર્વ ચરિત્રમાં ઐયભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે.” (વ.પૃ.૨૭૬) //૪|
નમસ્કાર-મંત્ર અરિહંત આદ્ય, પછી સિદ્ધ આવે; સદેહી સુસાધ્ય;
ઊગે ભક્તિ એથી પરાત્મા પમાય; ગણો જ્ઞાનીને મોક્ષ-મૂર્તિ સદાય. ૫ અર્થ :- નમસ્કારમંત્રમાં આદ્ય એટલે પ્રથમ અરિહંત ભગવંતને નમસ્કાર કર્યા છે. પછી સિદ્ધ ભગવાનને કર્યા છે. કેમકે દેહઘારી પરમાત્મામાં વૃત્તિ સહેજે સ્થિર રહી શકે છે. પુદગલનો પ્રેમ છોડવા માટે દેહદારી પરમાત્માની ભક્તિ જરૂરની છે. સિદ્ધ ભગવાનની ભક્તિથી પોતાના સ્વરૂપનો ખ્યાલ આવે નહીં. માટે સિદ્ધ કરતાં અરિહંતને ઉપકારની અપેક્ષાએ પહેલા નમસ્કાર કર્યા છે. ભગવાનની મૂર્તિ જોઈને તેમનું પરમાત્મસ્વરૂપ યાદ આવવું જોઈએ. તેથી તેમના પ્રત્યે ભક્તિ પ્રગટ થઈ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
તેમ પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ ન રહે તો તેમનું દેહરૂપ દેખાય છે. અને દેહરૂપ જોવાની બાહ્યદ્રષ્ટિ સદા ત્યાગવા યોગ્ય છે. જ્ઞાનીને સદા મોક્ષની મૂર્તિ જાણો. પરમાત્માએ આ દેહ ઘારણ કર્યો છે એવી બુદ્ધિ થયે જ્ઞાની પુરુષ પ્રત્યે ભક્તિ ઊગે છે. અને તેજ આગળ વધતાં પરાભક્તિનું કારણ થાય છે. માટે પ્રથમ જ્ઞાનીપુરુષની ભક્તિ કરવી, એ જ પરમાત્મસ્વરૂપ પ્રાપ્તિનો સુગમ ઉપાય છે.
પરમાત્મા આ દેહથારીરૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં , ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યો છે; અધિક શું કહેવું? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં “નમો અરિહંતાણં” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.” (વ.પૃ.૨૭૬) //પા.
નમસ્કાર આદિથી ભક્તિ જગાવો, પરાભક્તિના અંત સુધી લગાવો;
રસાસ્વાદ-વૃદ્ધિ અખંડિત ચાખો, મનોવૃત્તિ એકાગ્ર જો ત્યાં જ રાખો. ૬ અર્થ - ભક્તિના ભેદોમાં પ્રથમ ભગવાનનો ઉપદેશ શ્રવણ કરી, પછી ભગવાનના ગુણોનું ભજન કીર્તન કરી, એમના બોઘેલા તત્ત્વનું ચિંતવન કરવું. તેથી ભગવાન પ્રત્યે ભક્તિ ઊગી સાચો નમસ્કાર થાય છે. એક સાચો નમસ્કાર પણ જીવને તારે છે. એમ નમસ્કાર આદિથી ભક્તિ જગાવી આજ્ઞા ઉપાસવારૂપ સેવા કરી ક્રમશઃ લઘુતા, સમતા આવ્યા પછી અંતે એકતા ભક્તિ આવે છે. તે
Page #428
--------------------------------------------------------------------------
________________
(૯૩) રસાસ્વાદ
પરાભક્તિ છે. એમ પરાભક્તિના અંત સુધી ખૂબ ભક્તિભાવ જગાડવાથી સ્વરૂપમાં સ્થિરતા આવે છે. ત્યાં મનોવૃત્તિની એકાગ્રતા જો સદા રહી તો આત્મઅનુભવરૂપ ૨સના આસ્વાદની વૃદ્ધિ થઈ અખંડપણે તેનો સ્વાદ જીવ ચાખ્યા કરશે. એવું પ્રભુભક્તિનું માહાત્મ્ય છે. ।।।
મળે મોક્ષ જો જ્ઞાર્નીના આશ્રયે તો, બધાં સાઘનો થાય સુલભ્ય એ તોસ્વયંસિદ્ધ જાણો, કહ્યું જ્ઞાનીએ એ; કળિકાળ જાણી રહો સત્સમીપે, ૭ અર્થ :જ્ઞાનીપુરુષનો આશ્રય કરવાથી, તેમનું શરણ લેવાથી અર્થાત્ તેમના કહ્યા પ્રમાણે વર્તવાથી મોક્ષ મળી શકે છે, તો મોક્ષ પ્રાપ્તિના બીજા બધા સાધનો સુલભ થાય એમ સ્વયંસિદ્ધ જાણો. એમ જ્ઞાનીપુરુષોએ કહ્યું છે. છતાં કળિકાળ વર્તે છે માટે સદા સત્પુરુષના સમીપે કે સત્સંગમાં નિવાસ કરવો યોગ્ય છે.
'‘જો જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાનીપુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને સર્વ સાઘન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે; તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે?'' વચનામૃત પત્રાંક ૫૬૦ (પૃ.૪૪૭)||૭||
ન સત્સંગ-સામીપ્ય, લ્યો આશરો એ; અસત્સંગ અત્યંત ત્યાગવા કરો રે; સ્વહિતે પ્રવર્તે, મુમુક્ષુ થયો જે, અખંડિત આ જ્ઞાર્નીના નિશ્ચયો છે. ૮
૪૧૩
અર્થ :— જો સત્સંગ સમીપે રહેવાનું બનતું ન હોય તો સત્પુરુષના વચનામૃતનો આશ્રય લો. તથા અસત્સંગનો અત્યંતપણે ત્યાગ કર્યા કરો. કુગુરુ, કષાયભાવો કે આરંભપરિગ્રહમાં આસક્તિ એ સર્વ અસત્સંગ છે, જે મુમુક્ષુ થયો તે સ્વઆત્મઠિત થાય તેમ પ્રવર્તે છે. ઉપર કહ્યા તે વિચારો જ્ઞાનીપુરુષના અખંડ નિશ્ચયો છે.
“આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દૃઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; તોપણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાઘન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અલ્પ કાળમાં ફળીભુત થાય.” (વ.પૃ.૪૪) IIII
જ
વિકલ્પો રહે ના, ઘણી સત્ય ઘાયૅ, રહે વર્તવું એક આજ્ઞાનુસારે, ભૂલે સર્વ સંસાર ને વાસનાઓ, ટળે કે-અભ્યાસ ને કલ્પનાઓ. ૯
અર્થ :– સાચા આત્મજ્ઞાની પુરુષને ગુરુરૂપે ઘણી ધાર્યો હોય તો તે સંબંધી વિકલ્પ રહે નહીં. પછી માત્ર તેની આજ્ઞાનુસારે વર્તવું એ જ રહે છે. સદ્ગુરુની આજ્ઞાએ વર્તવાથી સર્વ સંસારની વાસનાઓને તે ભૂલે છે તથા તેનો દેહાધ્યાસ અને મનમાં ઊઠતી અનેક કલ્પનાઓ ટળે છે. જેથી કાળાંતરે આત્મસુખના રસાસ્વાદને તે પામે છે. ઘણી વગરના ઢોર સુના' એમ કહેવાયછે. તેમ પરમકૃપાળુદેવને જેણે ઘણીરૂપે ધાર્યા નથી તે બધે ભટક ભટક કરે છે. લા
મહાનંદ એ ભક્તિયોગે ઝરે જે, રસાસ્વાદ તેનો સુભક્તો કરે છે; કર્યું વાત મિષ્ટાન્નની ના ઘેરાઓ; ચક્રો, ભ્રાત, એ સુખ તો જાગી જાઓ. ૧૦
અર્થ :– પ્રભુભક્તિના યોગે જે મહાનંદ ઝરે, તેનો રસાસ્વાદ સાચા ભક્તો કરે છે. નાભો ભગત
=
Page #429
--------------------------------------------------------------------------
________________
૪૧૪
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
નિર્દોષ છતાં ચોરીનો આરોપ તેના પર મૂકી પોલીસો માર મારે ત્યારે પણ તે ભક્તિ કરે છે. મિષ્ટાન્નની વાત કરવા માત્રથી પેટ ભરાતું નથી. તેમ તે ભાઈ! જો તમે સાચા આત્મિસુખને ઇચ્છતા હો તો હવે જાગૃત થઈ જાઓ. પુરુષાર્થ કરો.
“જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ,'' શ્રીમદ્ રાજચંદ્ર
:
ગરીબ ગૃહસ્થનું દૃષ્ટાંત – એક ગરીબ ગૃહસ્થને સ્વપ્ન આવ્યું. તેમાં મીઠાઈઓના થાળ ભરેલા જોયા. જેથી આખા ગામને જમવાનું આમંત્રણ આપ્યું. બધા જમવા આવ્યા ત્યારે કહે હું હવે સુઈ જાઉં છું. હમણા સ્વપ્નમાં મીઠાઈઓના થાળો દેખાશે ત્યારે તમને બધાને જમાડી દઈશ, એમ મિષ્ટાન્નની વાત માત્રથી ભૂખ ભાગતી નથી. તેમ આત્માની માત્ર વાતો કર્યું તેનો આસ્વાદ આવતો નથી. ।।૧૦।।
“અહો ! આમ આવો, અહો ! આમ આવો,' કહે સંત સાચા, “બધા સુખ્ત થાઓ !
બધા જન્મ રે! દેશ કાજે ગુમાવ્યા, દયા કેમ ના જીવની અલ્પ લાવ્યાં? ૧૧ અર્થ :– સાચા સંતો નિષ્કારણ દયાવૃષ્ટિથી પોકારીને કહે છે કે હે ભવ્યો! તમે અમારા તરફ આવો, અમારા તરફ આવો. અમે જે આત્માનુભવરૂપરસનો આસ્વાદ ચખાવીએ તે ચાખી બધા સુખી થાઓ. બધા જન્મો આ રસના આદિ ઇન્દ્રિયોને પોષવા અર્થે કષાયભાવો કરવામાં જ વ્યર્થ ગુમાવ્યા; હવે ખાવા માટે જીવવું નથી પણ જીવવા માટે ખાવું છે. તેથી રસના ઇન્દ્રિયના ક્ષણિક રસાસ્વાદનો ત્યાગ કરી નિત્ય અનુપમ પવિત્ર એવા આત્માનંદમય અનુભવ રસનો આ ભવમાં આસ્વાદ કરો, એ જ આત્માર્થીને શ્રેયસ્કર છે. આખા મનુષ્યજન્મને વિષય ભોગાર્થે વ્યર્થ ખોતાં તમને પોતાનાં આત્માની અલ્પ પણ દયા કેમ ન આવી? કે આનું ભવિષ્યમાં શું થશે? અથવા મારો આત્મા કઈ ગતિને પામશે ? ।।૧૧।। અરે! વ્યર્થ કોલાહલોથી હઠીને, ઘરો ઉરમા કાળજી આ કથી તે; સુસંતો તણા આશયે ઉર ઘારો, રહેલો સ્વદેઠે સ્વ-આત્મા વિચારો. ૧૨
અર્થ :— અરે! આ જગતના વ્યર્થ આરંભપરિગ્રહના કોલાઇલોથી દૂર હઠી ઉપર કહેલ સત્પુરુષ, સત્સંગ, ભક્તિ આદિ કરવાની હૃદયમાં હવે કાળજી રાખો. સંતપુરુષોએ કહેલા આત્માર્થના લક્ષને સુદઢપણે વળગી રહી, આ પોતાના દેહમાં જ રહેલા પરમાત્મા સમાન શુદ્ધ આત્માનો વિચાર કરો. ।।૧૨।
પ્રકાશે ભૂમિને શશી શ્વેત તેજે, ન ભૂમિરૂપે કોઈ કાળે બને તે;
=
સદા ભિન્ન છે વિશ્વથી તેમ પોતે; પ્રકાશે બધાને, ન તેવો થતો તે. ૧૩ અર્થ - ચંદ્રમા પોતાના સફેદ તેજમય કિરણોની કાંતિથી આખી ભૂમિને પ્રકાશે છે. તેથી ભૂમિ શ્વેત થઈ જાય છે પણ ચંદ્રમા કોઈ કાળે તે ભ્રમિરૂપ બનતો નથી. તેમ આખા વિશ્વી પોતે સદા ભિન્ન છે, એવો આત્મા તે સમસ્ત વિશ્વને પોતાના જ્ઞાનગુણથી જણાવે છે છતાં કદી તે વિશ્વરૂપ થતો નથી.
“ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે. પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદાસવંદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે.”
શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૮૩૩ (વ.પૂ.૬૦) ||૧૩|| નભે વિશ્વનો વાસ તોયે અસંગી, બધાં દ્રવ્યથી ભિન્ન આત્મા અનંગી. અનુત્પન્ન આત્મા મરે કેવી રીતે? સદા આત્મસુખે વસે સિદ્ધ નિત્યે. ૧૪
Page #430
--------------------------------------------------------------------------
________________
(૯૩) રસાસ્વાદ
૪૧૫
અર્થ :— નભ એટલે આકાશ. આકાશ દ્રવ્યમાં સર્વ દ્રવ્યોને અવકાશ આપવાનો ગુણ છે. તેથી સમસ્ત વિશ્વનો, આકાશ દ્રવ્યમાં વાસ હોવા છતાં તે આકાશ દ્રવ્ય પોતાના સ્વભાવમાં સદા સ્થિત રહેવાથી તે અસંગી છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કોઈ કાળે ભળતું નથી. તે અપેક્ષાએ જોતાં વિશ્વનો આકાશ દ્રવ્યમાં પ્રવેશ હોવા છતાં પ્રવેશ નથી. કેમકે આકાશદ્રવ્ય વિશ્વના પદાર્થોમાં ભળતું નથી; અલિપ્ત રહે છે. તેમ પુદ્ગલ આદિ બધા દ્રવ્યોની વચમાં રહેલ આત્મા હોવા છતાં તે સર્વ દ્રવ્યથી ભિન્ન તથા સર્વ પર્યાયથી રહિત છે. તે અનંગી એટલે શરીર વગરનો અરૂપી પદાર્થ છે. જેની કોઈ કાળે ઉત્પત્તિ નથી એવો તે આત્મા કેવી રીતે મરે ? જેથી સિદ્ધદશાને પામેલ આત્મા મોક્ષમાં જઈ સદા આત્મસુખમાં નિવાસ કરે છે. “જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પદાર્થથી રહિત જ આત્મા દીઠો છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય?'' (વ.૧.૬૨૧) ||૧૪||
અઠો! એવી ઉત્કૃષ્ટ શાંતિ વિષે જે, અખંડિત લક્ષે સદા ઉલ્લાસે છે, નમસ્કારને યોગ્ય સંતો સદા તે, રસાસ્વાદ આત્મા તણો ચાખવા તે. ૧૫
• અહો ! આશ્ચર્યકારક, પરમસુખસ્વરૂપ, ઉત્કૃષ્ટ આત્મશાંતિને જે પામ્યા એવા ભગવંતને નમસ્કાર. તથા પરમ શુદ્ધ સ્વરૂપમાં અખંડપણે રહેવાનો લક્ષરૂપ પ્રવાહ જેનો સદા ઉલ્લાસમાન છે એવા સંત પુરુષો પણ સદા નમસ્કારને યોગ્ય છે. કેમકે તેઓ પણ આત્માના અનુભવસ્વરૂપ રસાસ્વાદને ચાખે છે. “પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સત્પુરુષોને નમસ્કાર.’’ (વ.પૃ.૬૨૧) ।।૧૫।
ઘરો શક્તિ એવી તમે સર્વ ભાઈ, રહ્યા ઊંઘમાં ભાન ભૂલી છુપાઈ; ગણો છો સુખી શિર ઉપાધિ ઘારી, થરાતા નથી, ભાર લ્યો છો વધારી. ૧૬
અર્થ :— હૈ ભાઈ! તમે પણ આત્મઅનુભવરૂપ રસના આસ્વાદનની સર્વ શક્તિ ધરાવો છો. પણ મોહરૂપી નિદ્રાના કારણે પોતાના સ્વરૂપનું ભાન ભૂલવાથી એ સર્વ શક્તિઓ આત્મામાં જ છુપાઈને રહેલ છે. અજ્ઞાનવશ શિર ઉપર જગતની ઉપાધિને વહોરી પોતાને સુખી ગણો છો અને હજુ વિશેષ ઉપાધિનો ભાર વધારો છો; પણ તેથી ઘરાતા નથી. “જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિમુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે.'' (વ.પૃ.૪૫૨) ૧૬||
વધુ મેળવીને થવા સુી માગે, ભિખારી જ રાજાધિરાજા ય લાગે;
અહો! જ્ઞાનીએ માર્ગ જુદો જ જોયો : 'ગ્રહો કાંઈ તો સુખનો માર્ગ ખોયો.' ૧૭
અર્થ :— જે વધુ પરિગ્રહ મેળવીને સુખી થવા માગે, તે રાજા હોય તો પણ ભિખારી છે. એક જે સંન્યાસીએ શિષ્યને બે આના આપી કહ્યું કોઈ ભિખારીને આપી દેજે. એક દિવસ રાજાને બીજાનું રાજ્ય લેવા જતાં જોઈ શિષ્યે વિચાર્યું કે આ ખરેખર મોટો ભિખારી છે. પોતાની પાસે આટલું બધું હોવા છતાં તે બીજાનું પણ લેવા ઇચ્છે છે ! ભિખારી કોણ ? ‘તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી, સંતોષી નર સદા સુખી.' અહો ! જ્ઞાની પુરુષે તો સુખનો માર્ગ કોઈ જુદો જ જોયો. જ્ઞાનીપુરુષના મત પ્રમાણે સુખ મેળવવા કોઈ વસ્તુનું ગ્રહણ કરવું, એ સુખના માર્ગને ખોવા બરાબર છે, “સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૧૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મોટો ચક્રવર્તી રાજા તે પણ વઘતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહો! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણત કર્યો કે કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે.” (વ.પૃ.૬૨૦) //1શો.
સ્વ-આત્મા અહો! દેહ આદિથી ભિન્ન, સદા જ્યોતિ રૂપે પ્રકાશે સ્વ-અન્ય; સુ-ગુરુથી જાણી સ્વરૂપે સુમગ્ન, રહો તો રસાસ્વાદ ચાખો, સુવિજ્ઞ.” ૧૮ અર્થ :- પોતાનો આત્મા અહો! દેહ આદિ સર્વ પદાર્થોથી ભિન્ન છે. તે સદા ચૈતન્યજ્યોતિસ્વરૂપ, સ્વ તથા અન્ય પર પદાર્થોને પણ પ્રકાશવા સમર્થ છે. એવા આત્માને સદ્ગુરુ દ્વારા જાણી તેના સ્વરૂપમાં જો નિમગ્ન રહો તો હે સુવિજ્ઞ એટલે સુવિશેષપણે તત્ત્વને જાણનારા ભવ્યો! તમે પણ આત્માના રસાસ્વાદને ચાખી શકો. એ રસાસ્વાદ અનંત અપાર આનંદને આપનાર છે. “દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિસ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો.” (વ.પૃ. ૬૨૦) I/૧૮ાા
ઇન્દ્રિયોના રસાસ્વાદમાં હિંસા છે. જ્યારે અતીન્દ્રિય એવા આત્માના રસાસ્વાદમાં અહિંસા છે. અહિંસા એ જ ઘર્મ છે. કોઈ પણ પ્રાણીને મારવો નહીં, એ દ્રવ્ય અહિંસા છે. અને પ્રમાદવશ કષાયભાવોવડે પોતાના આત્મગુણોની હિંસા કરવી નહીં તે ભાવ અહિંસા છે
પોતાની ઇચ્છા પ્રમાણે વર્તવું તે સ્વચ્છંદપણું છે અને જ્યાં સ્વચ્છંદતા છે ત્યાં પ્રમાદ છે. અને જ્યાં પ્રમાદ છે ત્યાં વિષયકષાય છે. વિષયકષાય છે ત્યાં ભાવહિંસા છે. અને જ્યાં ભાવહિંસા છે ત્યાં સંસાર છે. માટે સંસારનો છેદ કરવા સ્વચ્છેદ મૂકીને ગુરુ આજ્ઞાએ અહિંસાધર્મનું પાલન કરવું એ આત્માને પરમ હિતકારી છે. એ સંબંધી વિશેષ ખુલાસા આ પાઠમાં કરવામાં આવે છે :
(૯૪) અહિંસા અને સ્વચ્છંદતા
(દોહરા)
| સર્વ ઘર્મનું બીજ જે, ઘારે ઉર ગંભીર,
રાજચંદ્ર-પદ તે નમું, સત્ય અહિંસક વીર. ૧ અર્થ :- સર્વ ઘર્મોનું બીજ એટલે રહસ્ય જેના હૃદયમાં ગંભીરપણે ઘારણ કરેલ છે એવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું નમસ્કાર કરું છું. જે રાગદ્વેષને જીતવાથી સાચા અહિંસક વીર કહેવાય છે.
રાગાદિક દંર થાય ત્યાં ખરી અહિંસા ઘાર,
રાગાદિ પ્રગટાવતાં, હિંસા-સ્વરૃપ વિચાર. ૨ અર્થ - જે ઘર્મવડે રાગદ્વેષ અજ્ઞાન આદિ ભાવો દૂર થાય તેને ખરો અહિંસાધર્મ જાણો. અને જ્યાં ઘર્મના નામે રાગદ્વેષ કામક્રોથાદિ ભાવોનું પોષણ થાય ત્યાં અહિંસાધર્મ નથી પણ તે હિંસાનું બીજું
Page #432
--------------------------------------------------------------------------
________________
(૯૪) અહિંસા અને સ્વચ્છંદતા
૪૧ ૭.
સ્વરૂપ છે એમ વિચારો.
દ્રવ્યભાવરૃપ પ્રાણની, કષાયોને ઘાત,
હિંસા કહી સલ્ફાસ્ત્રમાં, અઘર્મ એ સાક્ષાત. ૩ અર્થ :- પાંચ ઇન્દ્રિયો, મન વચન કાયાના યોગબળ, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ એ દશ દ્રવ્ય પ્રાણ કહેવાય છે. તથા આત્માના જ્ઞાન દર્શનાદિ ગુણોને ભાવપ્રાણ કહેવાય છે. ક્રોધાદિ કષાયભાવોવડે કોઈના દસ દ્રવ્ય પ્રાણની કે પોતાના ભાવપ્રાણની હિંસા કરવી તેને સન્શાસ્ત્રમાં સાક્ષાત અઘર્મ કહ્યો છે.
રાગાદિ આવેશ વણ સાવઘાનતા હોય,
પ્રાણ-ઘાત પ્રત્યક્ષ હો, થતી ન હિંસા તોય. ૪ અર્થ :- રાગદ્વેષાદિ ભાવોના આવેશ વગર, જીવોની રક્ષા કરવા માટેનો આત્માનો ઉપયોગ પૂરેપૂરો જાગૃત હોય, છતાં કોઈ જીવના પ્રાણની પ્રત્યક્ષ ઘાત થઈ જાય, તો પણ તેને હિંસા લાગતી નથી. જેમકે મુનિ ઈર્ષા સમિતિપૂર્વક ચાલતા છતાં કોઈ જીવ અકસ્માત પગ નીચે આવીને મરી જાય તો પણ તેની હિંસા મુનિને લાગતી નથી, કારણ કે તેને બચાવવાનો તેમનો ઉપયોગ પૂરેપૂરો જાગૃત હતો.
રાગાદિક વશ વર્તતાં, પ્રમાદ જ્યાં સેવાય,
પ્રાણઘાત હો કે ન હો, જરૂર હિંસા થાય. ૫ અર્થ - પણ જ્યાં રાગદ્વેષાદિ ભાવોને વશ પોતાનો ઉપયોગ છે ત્યાં પ્રમાદનું સેવન છે. પ્રમાદના કારણે ચાલવા આદિમાં જીવ રક્ષા કરવામાં આત્મોપયોગની જાગૃતિ નથી, માટે ત્યાં જીવોના પ્રાણની ઘાત હો કે ન હો, પણ તેને હિંસાનો દોષ જરૂર લાગે છે.
આત્મઘાત પોતે કરે, કષાયનો કરનાર;
મરવું-ર્જીવવું અન્યનું કર્માથીન બનનાર. ૬ અર્થ - જે જીવ કષાયભાવો કરે તે પોતાના આત્મગુણોની ઘાત કરે છે. તે બીજાને મારવા ઇચ્છે પણ બીજાનું મરવું કે જીવવું છે તેના કર્મને આધીન બનનાર છે. જેમ કૂમક નામનો ભિખારી પોતાના કર્મને આધીન ભોજન પામતો નહોતો. છતાં લોકો ઉપર રુમાન થઈ બઘાને મારી નાખવાના ઇરાદે પહાડ ઉપરથી મોટો પત્થર ગબડાવ્યો. તેની સાથે પોતે પણ ગબડી ગયો. અને બીજાને મારવાના ભાવથી પોતે જ મરીને નરકે ગયો.
હિંસાથી ના વિરમવું, પર હિંસા-પરિણામ,
પર હિંસાના ભેદ બે; પ્રમત્તતાનું ઘામ. ૭ અર્થ :- પ્રતિજ્ઞાવડે દ્રવ્ય હિંસાનો ત્યાગ ન કરવો અને પરહિંસાના પરિણામ રાખવા એ ભાવહિંસા છે. દ્રવ્ય અને ભાવ એ હિંસાના બે ભેદનો જ્યાં સદ્ભાવ છે ત્યાં પ્રમાદ ઘર કરીને રહે છે.
પરને લઈને અલ્પ પણ હિંસા નથી, વિચાર;
પણ પરિણામ ભલાં થવા, હિંસા-હેતુ નિવાર. ૮ અર્થ - પર પદાર્થને લઈને અલ્પ પણ હિંસા નથી એમ વિચાર. હિંસા, અહિંસાનો આધાર તારા ભાવ ઉપર છે. માટે તારા પરિણામ એટલે ભાવોની શુદ્ધિ થવા અર્થે હિંસાના કારણોને દૂર કર. જૂઠ,
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૧૮
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
ચોરી, અબ્રહ્મ, આરંભપરિગ્રહ વગેરેના નિમિત્તે કષાયભાવો ઉત્પન્ન થઈ દ્રવ્ય અને ભાવપ્રાણની હિંસા થાય છે. માટે તેવા હિંસાના નિમિત્તોથી દૂર રહે જેથી કાયભાવો જન્મે નહીં.
નિશ્ચયને સમજે નહીં નિશ્ચય ખેંચે બાળ; સર્તનને ત્યાગતો, ક્રિયા-પ્રમાદી, ભાળ. ૯
અર્થ :— હવે સ્વચ્છંદપણા વિષે વાત કરે છે. જે જીવો નિશ્ચયનયને યથાર્થ સમજતા નથી તે બાળકની જેમ એકાંતે નિશ્ચયનયની વાતને ખેંચ્યા કરે છે. તે આત્માને એકાંતે શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન માની ક્રિયા કરવામાં પ્રમાદી બની, સદાચાર, ભક્તિ, સત્સંગ, પૂજા, સ્મરણ આદિ સર્તનને પણ ત્યાગી દે છે. ‘રાખું નિર્મળ ભાવ હું, વર્તન બાહ્ય ગણાય,' વદે સ્વ-છંદે વર્તતાં, મોહે ઘણા તણાય. ૧૦
અર્થ :– વળી નિશ્ચયાભાસી કહે છે કે હું તો અંતરમાં નિર્મળ ભાવ રાખું છું. ઉપરનું વર્તન તો બધું બાહ્ય ગણાય છે. એમ કહી સ્વચ્છંદે વર્તન કરતાં ઘણા જીવો મોહમાં તણાઈ જાય છે; અને દ્રવ્ય હિંસા અને ભાવ હિંસાના ભોગી થાય છે.
‘બંઘ, મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહી;
વર્તે મોઠાવેશમાં, શુશાની તે આંહી.” શ્રીમદ્ રાજયંદ્ર
હિંસા, હિંસક, સ્વિ ને હિંસા-ફળનું તત્ત્વ
જાણી સંવર સાથવો, હિંસામાં ન મહત્ત્વ. ૧૧
અર્થ :— હિંસા કોને કહેવી? તો કે પ્રમોમા પવરોપ સા" શ્રી ઉમાસ્વાતિ ભગવંતે ‘મોક્ષશાસ્ત્ર’માં હિંસાની આ વ્યાખ્યા કરી છે કે મનવચનકાયયોગના પ્રમાઠથી જીવોના પ્રાણોનો નાશ કરવો તે હિંસા છે. હિંસા કરવાના જેના ભાવ છે તે હિંસક છે. જે નિર્દોષ પ્રાણીઓની હિંસા થાય તે હિંસ્ય કહેવાય છે. તથા આવી હિંસાનું ફળ શું આવશે તે તત્ત્વને જાણી વિચારીને આવતા કર્મોને રોકવા તે સંવર છે; તેને સાધ્ય કરવો. હિંસા કરવામાં કોઈ મોટાઈ નથી. જેથી યથાશક્તિ અપ્રમાદી બનીને સર્વ પ્રકારની દ્રવ્ય અને ભાવ હિંસાનો ત્યાગ કરવો એ જ યોગ્ય છે.
મોક્ષમાર્ગ-અજ્ઞાતને સમજ ને સર્વ પ્રકાર;
સર્વ અપેક્ષા સમજતા સદ્ગુરુ-શરણ વિચાર. ૧૨
--
અર્થ :— મોક્ષમાર્ગના અજ્ઞાત એટલે અજાણ જીવને સ્યાદ્વાદપૂર્વક સર્વ પ્રકારના તત્ત્વોની સમજ નથી. માટે સર્વ પ્રકારની અપેક્ષાના જાણનાર એવા સદ્ગુરુ ભગવંતનું શરણ ગ્રહણ કરવું એ જ શ્રેયસ્કર છે, એમ વિચારવું.
એકાન્તે નિશ્ચય નયે માની આત્મા શુ,
ઘણાય દુર્ગંત સાથતા, મોહે રહી અબુä. ૧૩
અર્થ :– એકાંતે નિશ્ચયનયને પ્રધાન કરી આત્માને કેવળ શુદ્ધ માની ઘણાય જીવો મોહવડે અબુદ્ધ
-
એટલે અજ્ઞાની રહી દુર્ગતિને સાથે છે. ‘સમયસાર નાટક'ના કર્તા શ્રી બનારસીદાસ પણ પહેલા નિશ્ચયાભાસી બની ગયા હતા. પણ શ્રી રૂપચંદજી પાંડે મળતાં સ્યાદ્વાદપૂર્વક તત્ત્વની સમજ આવવાથી યથાયોગ્ય
Page #434
--------------------------------------------------------------------------
________________
(૯૪) અહિંસા અને સ્વચ્છંદતા
૪૧૯
દશાને પામી આત્મજ્ઞાની થયા.
કહે, “જીવ મરતો નથી, માનો સાચી વાત;
વ્યવહારે શાસ્ત્ર દયા, માત્ર બંઘ-પંચાત.” ૧૪ અર્થ – એકાંત નિશ્ચયવાદી કહે છે કે જીવ કદી મરતો નથી, એ વાતને સાચી માનો. શાસ્ત્રમાં જે વ્યવહારથી દયા પાળવા કહ્યું છે તે બઘી કર્મબંધની પંચાત છે; અર્થાત્ દયા પાળવાથી શુભકર્મનો બંધ થાય અને તેના ફળ ભોગવવા જીવને દેવગતિમાં ખોટી થવું પડે; પુણ્ય પણ મોક્ષ પ્રાપ્તિમાં બાઘક છે, એમ કહી પોતે અશુભમાં પ્રવર્તે છે.
બંઘદશા સમજે નહીં, તે શાથી મુકાય?
ભૂખ્યું પેટ ભલે રહે, શાને ખાવા જાય? ૧૫ અર્થ :- નિશ્ચયાભાસી જીવો, રાગદ્વેષના ભાવોથી થતી આત્માની બંઘદશાને યથાર્થ સમજતા નથી, તો તે કર્મબંઘથી કેવી રીતે મુકાય? એવા જીવોને કહ્યું હોય કે તમારું પેટ ભુખ્યું થાય ત્યારે ભલે તે ભુખ્યું રહે; તમે શા માટે ખાવા જાઓ છો? કેમ કે પેટ ભુખ્યું રહેવાથી કંઈ આત્મા મરતો નથી. તે તો અજર અમર છે; તો ખાવાની ફિકર શા માટે કરો છો? એમ મર્મવાળી વાતથી કદાચ ઠેકાણે આવે.
મરણ વખતની વેદના ઑવને કેવી થાય?
તેનો ખ્યાલ કરી જાઓ, તો હિંસા સમજાય. ૧૬ અર્થ - મરણ વખતની વેદના જીવને કેવી થાય? તેનો વિચારવડે ખ્યાલ કરી જુઓ તો હિંસાનું સ્વરૂપ સમજાય. ચંદ્રસિંહ રાજા શિકાર કરવા જતાં જ્યારે ગહન ઝાડીમાં સિંહ, સાપ અને પોતાની જ બહાર નીકળેલી તલવાર વચ્ચે સપડાઈને મરણ નજીક જાણી કેવા વિચારે તે ચઢી ગયો હતો કે હવે મને કોઈ મરણથી બચાવે તો તેને મારું સઘળું રાજ્ય, રાણીઓ સર્વ આપી દઉં અને તેનો જીવનપર્યત દાસ થઈને રહું. એમ આપણને પણ આજે કોઈ અવશ્ય મારી નાખશે એમ કલ્પના કરીને એકાંતમાં થોડીવાર વિચાર કરી જોઈએ તો મરણનો કેવો ભય જીવને લાગે છે તેનો ખ્યાલ આવશે. તો બિચારા નિરપરાધી જીવોને સમૂળગા પ્રાણથી હણી નાખતા તેમને કેટલું ભયંકર દુ:ખ થતું હશે? અહો આશ્ચર્ય છે કે એનો ખ્યાલ પણ પાપી જીવોને આવતો નથી.
જે અજ્ઞાની જીવને દેહ ઉપર છે પ્રેમ,
તેને કચરી મારતાં હઠે ન સમજું કેમ? ૧૭ અર્થ :- જે અજ્ઞાની જીવને આપણી જેમ પોતાના દેહ ઉપર હાડોહાડ પ્રેમ છે તેને પોતાના અલ્પ આનંદ ખાતર હણી નાખતાં સમજુ કહેવાતો માણસ કેમ પાછો હટતો નથી?
નથી આજ્ઞા ભગવંતની : “વ ફાવે તેમ';
પણ યત્નાથી વર્તતાં, પામો કુશળ-ક્ષેમ. ૧૮ અર્થ :- ભગવાનની આજ્ઞા તમે “ફાવે તેમ વર્તા” એવી નથી. પણ હાલતા, ચાલતા, ખાતા, પીતા, બોલતા કે કોઈ પણ વસ્તુ લેતા મૂકતા, મલ ત્યાગ કરતા વગેરે બધે સ્થળે જીવોની હિંસા ન થાય એવા ઉપયોગપૂર્વક, યત્નાસહિત વર્તવાની આજ્ઞા છે. એ કરશો તો તમે કુશળ-ક્ષેમ એટલે કલ્યાણને પામશે.
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૨૦
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨
સર્વ અધૂરા ઘર્મના શોઘો જો સિદ્ધાંત, ન અહિંસા-હિંસા ઘટે, માને સૌ એકાંત :- ૧૯
અર્થ :— જૈનધર્મના સ્યાદ્વાદ સિદ્ધાંત સિવાય બધા અધૂરા ધર્મના સિદ્ધાંતની જો શોધ કરો તો તેમાં અહિંસા, હિંસાના વાસ્તવિક સ્વરૂપનું કોઈ ચોક્કસ વર્ણન નથી. સર્વ એકાંત પક્ષને માને છે. નાસ્તિક-મતિ એવું વદે : “દેહ, જીવ તો એક;
જીવ નથી, તો હિંસા નથી” ત્યાં શાનો વિવેક? ૨૦
અર્થ :– નાસ્તિક મતવાળા એવુ કહે છે કે દેહ અને જીવ એક છે. જીવ નામનો કોઈ પદાર્થ નથી તો તેની હિંસા થઈ કેમ કહેવાય? એવી જેની વિચારધારા છે ત્યાં વિવેક એટલે હિતાહિતનું ભાન ક્યાં રહ્યું? બ્રહ્મ એક જો વિશ્વરૂપ, નિત્ય; ન કદી હણાય;
સાધુ અહિંસા આદરે, સાર્થક કેમ ગણાય? ૨૧
અર્થ :— વેદાંતના અદ્વૈતવાદની એવી માન્યતા છે કે જગતમાં બ્રહ્મ એટલે ઈશ્વર એક જ છે. તે આ વિશ્વરૂપે થયેલ છે. તે સદા નિત્ય છે. તેને કોઈ હણી શકે નહીં. તેમના મતના સાઘુ પુરુષો પણ અહિંસાને આદરે છે તો તેનું સફળપણું કેવી રીતે ગણવું? કેમકે ઈશ્વર તો જગતમાં એકજ છે, બીજો કોઈ ઈશ્વર થઈ શકે નહીં; તો અહિંસાને આદરવાનું પ્રયોજન શું?
તદ્દન તનથી ભિન્ન જૈવ, એવો મત ઘ૨ના૨,
માંસાદિક ભક્ષણ કરે, નહિ હિંસા ગણનાર. ૨૨
અર્થ :— એક મતની એવી માન્યતા છે કે જીવ નામનો પદાર્થ આ શરીરથી સાવ ભિન્ન છે. એવું માની શરીરના માંસાદિકનું ભક્ષણ કરે છે. અને એમ કરવામાં જીવની હિંસા થતી નથી એમ માને છે. આત્મા સદા અસંગ જે નભ સમ ગણે ફ્રૂટસ્થ, પરિણામી માને નહીં; નહિ હિંસા-દોષસ્થ. ૨૩
અર્થ :— સાંખ્ય મતવાળા એમ માને છે કે આત્મા આકાશ સમાન સદા અસંગ છે અને કૂટસ્થ નિત્ય છે અર્થાત્ સર્વદા નિત્ય છે. તે કોઈ રીતે અનિત્ય હોઈ શકે નહીં. તે આત્મા પરિણમનશીલ સ્વભાવવાળો નથી, અર્થાત્ વિભાવરૂપ પરિણમતો નથી. માટે હિંસા કરવાનો દોષ તેને લાગતો નથી. સ્વયં ક્ષણ ક્ષણ જીવ મરે, એમ ગણે વળી કોય;
મરતો મારે શી રીતે? હિંસા ત્યાં શી હોય? ૨૪
અર્થ :– બૌદ્ધમતવાળા ક્ષણિકવાદી કહેવાય છે. તેમના મત પ્રમાણે આત્મા સ્વયં ક્ષણે ક્ષણે મ૨ણ પામે છે. જે ક્ષણે ક્ષણે મરી જ રહ્યો છે તેને વળી શી રીતે મારે? તો ત્યાં હિંસા થઈ કેમ કહેવાય? ખરી શૈલી સ્યાદ્વાદ જો, આત્મા-નિત્ય-અનિત્ય,
કાય-વિયોગે વેદના, હિંસા-હેતુ સત્ય. ૨૫
અર્થ :— માટે ખરી શૈલી તો જૈનમતના સ્યાદ્વાદની છે કે જ્યાં આત્મા કોઈ અપેક્ષાએ નિત્ય છે અને કોઈ અપેક્ષાએ અનિત્ય છે. જૈનના મત પ્રમાણે મરણ સમયે કાયાનો વિયોગ થતાં જીવને વેદનાનો અનુભવ થાય છે, તેમ કોઈને મારવાથી તેની કાયાનો વિયોગ થતાં તેને પણ વેદનાનો અનુભવ થાય છે;
Page #436
--------------------------------------------------------------------------
________________
(૯૪) અહિંસા અને સ્વચ્છંદતા
૪ ૨ ૧
માટે તે જરૂર હિંસા છે.
જીંવ-વઘ કષાય-હેતુ તે, આત્મઘાતકૂંપ જાણ,
મંદ કષાયે ઑવ બચે, નિજ રક્ષા તે માન. ૨૬ અર્થ :- જીવોને મારવાના ભાવ તે કષાયના કારણે છે. માટે કષાયને આત્મગુણોના ઘાતક જાણ. મંદ કષાયના ભાવોથી જીવ પાપ કરતો અટકે છે; તેથી જીવો મરતા બચે છે. માટ મંદ કષાયને આત્માની રક્ષાના સાઘન માન.
દેવ, અતિથિ શ્રાદ્ધ કે ઔષધ આદિ કાજ
હિંસા કરનારો ગ્રહે નરકે જતું જહાજ; ૨૭ અર્થ - કોઈ ઘર્મમુગ્ધ હૃદયવાળા એમ કહે છે કે ઘર્માર્થે દેવોને બલિ ચઢાવવામાં કોઈ દોષ નથી. એમ માની કોઈ ઋષિ આદિ અતિથિ નિમિત્તે હિંસા કરે છે. કોઈ પિતાના શ્રાદ્ધ અર્થે જીવોની ઘાતમાં પ્રવર્તે છે. કોઈ વળી ઔષઘ અર્થે જીવોની હિંસા કરે છે. એમ સ્વચ્છેદે હિંસા કરનારો દુર્બદ્ધિ જીવ, નરકે જતાં જહાજને પકડી, પોતે પણ તેમાં બેસી નરકે જાય છે.
તો જિહા-લોલુપતા, યુદ્ધ-વૃદ્ધતા, વેષ
જીંવ-વઘનાં કારણ, અરે!દે કદીયે સુખ-લેશ? ૨૮ અર્થ - જે જીવમાં જીભની લોલુપતા છે, યુદ્ધ કરવામાં આસક્તિ છે કે વેરઝેરરૂપ દ્વેષ રાખવામાં રાજી છે તે જીવ વઘના કારણોને સેવે છે. અરે ! આવા ભાવો તે કદી લેશ પણ સુખ આપશે? નહીં આપે.
મૂઢ જનો વળી માનતા : હિંસક સિંહાદિક
માર્યાથી બહુ ર્જીવ બચે, હણતાં ઘર્મ અધિક. ૨૯ અર્થ :- વળી મૂઢ જનો એમ માને છે કે સિંહાદિક હિંસક પ્રાણીઓને મારવાથી બીજા ઘણા જીવોના પ્રાણ બચશે. માટે એવા જીવોને મારવાથી ઘર્મની વિશેષ વૃદ્ધિ થાય.
એ ન્યાયે હિંસક બઘા, હણવા યોગ્ય ગણાય;
માણસ પણ હિંસક ઘણા, સૌને કેમ હણાય? ૩૦ અર્થ :- એ ન્યાયથી જોતાં તો બઘા હિંસા કરનારાઓ હણવા યોગ્ય ગણાય. માણસોમાં પણ ઘણા જીવો હિંસક વૃત્તિના છે તો તેને પણ હણવા જોઈએ; પણ તે સર્વને કેમ હણાય? હણવાનો ભાવ પણ હૃદયમાં લાવવો તે જીવને ભયંકર દુર્ગતિનું કારણ થાય છે.
દુઃખે રિબાતા ઍવો, માર્યો છૂટી જાય,
દયાળુ ના દેખી ખમે, એવાં દુઃખ જરાય. ૩૧ અર્થ - કોઈ કહે: ગાય, ભેંસ વગેરે રોગથી રિબાતા હોય તો તેને મારવાથી તે જીવો દુઃખથી છૂટી જાય. દયાળુ પુરુષો એવા દુઃખને દેખી જરાય ખમી શકતા નથી; માટે તે દુઃખી પ્રાણીઓ મારવા યોગ્ય છે.
અવિચારી એવું ગણી જીંવ-વઘમાં પ્રેરાય, માર્યાથી સુખ જીવને થશે, માત્ર કલ્પાય. ૩૨
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૨ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - અહિંસાધર્મને ભૂલી, અવિચારી જીવો એવું માની રિબાતા જીવોના વઘમાં પ્રેરાય છે. તેને માર્યાથી તે જીવને સુખ થશે એમ માત્ર તેની કલ્પના છે. તેને બદલે એવા જીવોને દુઃખના સમયમાં મંત્ર સંભળાવવામાં આવે તો આ ભવે શાંતિ થાય અને ભવિષ્યમાં પણ ઉત્તમ ગતિને પામે. જેમ ભરૂચમાં સમળીને મરતી વખતે મહાત્માએ મંત્ર સંભળાવવાથી તે લંકામાં રાજકુંવરી થઈ હતી. પછી જાતિસ્મરણજ્ઞાન થવાથી ભરૂચમાં આવી તે સ્થાને મોટું જિન મંદિર બંધાવ્યું; તે આજે પણ સમળી-વિહાર નામે પ્રખ્યાત છે.
નરક-કૅપે જીંવ જો પડે, અધિક દુઃખી થાય,
અજ્ઞાની જીંવને અરે! ક્યાંથી તે સમજાય? ૩૩ અર્થ - રીબાતાં પશુને મારવાથી જો રૌદ્રધ્યાનથી તેનું મરણ થાય તો તે નરકરૂપી કૂવામાં પડી વઘારે દુઃખી થાય. પણ અજ્ઞાની એવા જીવને અરે ! આ વાત ક્યાંથી સમજાય?
તરસી પાડી કૂંપ-તટે જીંભ કાઢી રિબાય,
ડોસી જળ ભરવા ગઈ, આણી હૃદય દયા ય- ૩૪ અર્થ - એક તરસથી પીડિત પાડી કુવાનાં કિનારે જીભ કાઢી રિબાતી હતી. ત્યાં એક ડોશી જળ ભરવા ગઈ. કૂવા ઉપર પાડીને જોઈ તેના હૃદયમાં દયા આવી.
પાડી પાડી કૂપમાં ઘક્કો દઈ, હરખાય;
અજ્ઞાનીની એ દયા, પ્રાણ-હરણ-ઉપાય. ૩૫ અર્થ :- દયા આવવાથી તે ડોસીમાએ પાડીને ઘક્કો દઈ કૂવામાં નાખી. પછી રાજી થવા લાગી કે હવે બિચારી ઘરાઈને પાણી પીશે. પણ તે પાડી પાછી કૂવામાંથી બહાર કેમ નીકળી શકશે તેનું તેને ભાન નથી. એમ અજ્ઞાનીની દયા તે જીવના પ્રાણ હરણ કરવાનો ઉપાય બની ગઈ. માટે હમેશાં સમ્યકજ્ઞાનને સ્યાદ્વાદપૂર્વક સમજી અહિંસા ઘર્મનું સ્વચ્છેદ મૂકીને જ્ઞાની કહે તેમ પાલન કરવું જોઈએ. જેથી જીવને શાશ્વત સુખરૂપ મુક્તિની પ્રાપ્તિ થાય.
પૂર્વાપર વિરુદ્ધ જે મિથ્યા વચન-વિચાર,
માન્યાથી મુક્તિ નથી; સદ્ગુરુ-આશ્રય સાર. ૩૬ અર્થ - પૂર્વાપર એટલે આગળ પાછળ જેમાં વિરોઘ આવે એવાં મિથ્યામતવાદીઓના વચન વિચારો છે. તે માન્ય કરવાથી જીવનો મોક્ષ નથી. માટે એક આત્મજ્ઞાની સદ્ગુરુનો આશ્રય ગ્રહણ કરવો એ જ જગતમાં સારરૂપ છે. જેથી આ ભવ-પરભવ બન્ને સુઘરી જીવ શાશ્વત સુખ શાંતિને સર્વકાળને માટે પામી શકે.
સ્વચંછદ મૂકી ગુરુ આજ્ઞાએ જીવ અહિંસા ઘર્મને પાળે તો ક્રમે કરી સર્વ દોષો ક્ષય થાય. પણ આજ્ઞા પાલનમાં અલ્પ પણ શિથિલતા એટલે પ્રમાદ સેવે તો મહા દોષના જન્મ થાય છે. શિથિલતા એ પ્રમાદને લઈને છે. પ્રમાદથી આત્મા મળેલું સ્વરૂપ પણ ભૂલી જાય છે. અલ્પ પ્રમાદથી કેવા કેવા દોષો ઉત્પન્ન થઈ શકે એનો ચિતાર અનેક દ્રષ્ટાંતો સાથે આ પાઠમાં આપવામાં આવે છે :
Page #438
--------------------------------------------------------------------------
________________
(૯૫) અલ્પ શિથિલપણાથી મહા દોષના જન્મ
૪૨ ૩
(૯૫)
અલ્પ શિથિલપણાથી મહા દોષના જન્મ
(વામાનંદન હો પ્રાણ થકી છો પ્યારા–એ રાગ)
*
દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા,
આ કળિકાળે હો અમને ઉદ્ધરનારા. વંદન-વિધિ ના જાણું તો યે, ચરણે આવી વળગું; અચળ ચરણનો આશ્રય આપો, મન રાખું ના અળગું.
દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. અર્થ - દેવમાતાના નંદન પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ અમને બહુ પ્યારા છે. કેમકે આ ભયંકર કળિકાળમાં અમારા જેવા અનેક ભવ સમુદ્રમાં ડૂબતા જીવોનો ઉદ્ધાર કરનાર એ જ છે. એવા પ્રભુને કેવા પ્રકારે વંદન કરવા તેની વિધિ હું જાણતો નથી. તો પણ ભક્તિવશ તેમના ચરણકમળમાં આવીને વળગું છું. માટે હે પ્રભુ! આપના ચરણકમળનો મને અચળ આશ્રય આપો; અર્થાત્ આપના શરણે જ રાખો. જેથી હું સદૈવ આપની આજ્ઞામાં રહી,મનને બીજે ક્યાંય જવા દઉં નહીં. ૧
અહો! શિખામણ આપે આપી, સદા સ્વરૅપ ભજવાની,
અલ્પ શિથિલપણું પણ ત્યાગી, ટંકોત્કીર્ણ થવાની. દેવા અર્થ - અહો! આપે અનંત કૃપાકરી અમને સદા “સહજાત્મ સ્વરૂપ” ભજવાની શિખામણ આપી. જે અમારો મૂળ સ્વભાવ હોવા છતાં અમે તેને ભુલી ગયા હતા. માટે હવે અલ્પ પણ શિથિલપણાને ત્યાગી, ટંકોત્કીર્ણ એટલે પત્થર પર ટાંકેલું જેમ ભુંસાય નહીં તેમ “સહજાત્મ સ્વરૂપ' મંત્રનું રટણ ચિત્તમાંથી ભુસાય નહીં; સદા સ્મરણમાં રહે એવી આજ્ઞા આપીને આપે અમારા ઉપર અનંત ઉપકાર કર્યો છે. રા
(૧) લઘુશંકા સમ અલ્પ દોષથી ભવભ્રમણ અનુભવીને,
દુષ્ટ દોષ ઉઘાડો પાડ્યો, અનહદ દયા કરી એ. દેવા અર્થ :- લઘુશંકા સમાન અલ્પ દોષથી આપને અનેક ભવમાં ભ્રમણ કરવું પડ્યું. તેનો અનુભવ કરીને અલ્પ દોષ પણ જીવને કેટલું ભવ ભ્રમણ કરાવે એમ જણાવી, તે દુષ્ટ દોષને ઉઘાડો પાડી આપે અમારા ઉપર અનહદ દયા કરી છે. ૩
“પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો! અમૂલ્ય અવસર ભાળો,
વર્તમાનમાં માર્ગ અરે ! આ અનેક કંટકવાળો. દેવા. અર્થ - ઉત્તરસંડામાં સેવામાં રહેલ શ્રી મોતીલાલ ભાવસારને પરમકૃપાળુદેવે એકવાર જણાવ્યું કે, તમે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો! જ્ઞાનીનો યોગ હોવાથી અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે એમ જાણો. વર્તમાનમાં વીતરાગનો માર્ગ અનેક મતમતાંતરરૂપી કાંટાઓથી ભરેલો છે.
“તમે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? વર્તમાનમાં માર્ગ એવો કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૨૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અમને જે શ્રમ વેઠવો પડ્યો છે તે અમારો આત્મા જાણે છે.” -જીવનકળા (પૃ.૨૨૭) I/૪
ખસેડતાં કાંટા પરિશ્રમથી અમને થાક ચડે છે,
અંતર-આત્મા કે પ્રભુ જાણે; અનુસરતાં ન નડે એ. દેવા અર્થ - તે કાંટાઓ ખસેડતાં અમને પરિશ્રમથી જે થાક ચઢ્યો છે તે અમારો અંતર આત્મા જાણે કે પ્રભુ જાણે છે. પણ હવે તે માર્ગને અનુસરવામાં કોઈ વિદન નથી. પાા
વર્તમાનમાં જ્ઞાન હોત તો, કેડ ન છોડત તેની,
છેલ્લો શિષ્ય હતો વરપ્રભુનો, સ્મૃતિ સુખદ છે એની. દેવા અર્થ - વર્તમાનકાળમાં કોઈ જ્ઞાની હોત તો અમે તેની કેડ છોડત નહીં. હું મહાવીર પ્રભુનો છેલ્લો શિષ્ય હતો. જાતિસ્મરણજ્ઞાન થવાથી મને તેની આજે પણ સુખદ એટલે સુખને દેવાવાળી એવી સ્મૃતિ થાય છે. “જો વર્તમાનમાં જ્ઞાની હોત તો અમે તેમની પૂઠે પૂઠે ચાલ્યા જાત, પણ તમને પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ છે છતાં એવા યોગથી જાગૃત થતા નથી. પ્રમાદ દૂર કરો, જાગૃત થાઓ. અમે જ્યારે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા, તે વખતમાં લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. પણ જીવોને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી. જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે.” -જીવનકળા (પૃ.૨૨૭-૨૨૮) /કા
અલ્પ શિથિલતાથી ભવ ભટક્યો, કોઈ શિથિલ ના થાશો,
નાનું છિદ્ર જહાજે પડતાં, ભર દરિયે ડૂબી જાશો. દેવા અર્થ - હું અલ્પ શિથિલતાથી અનેક ભવોમાં ભટક્યો. માટે કોઈ શિથિલ એટલે પ્રમાદી થશો નહીં. જેમ નાનું છિદ્ર જહાજમાં પડે તો આખું જહાજ દરિયામાં ડૂબી જાય; તેમ તમે પણ અલ્પ પ્રમાદ કરશો તો ભવસમુદ્રમાં ડૂબી જશો. શાં
સમય માત્ર પ્રમાદ ન કરવો’ કહ્યું, ન કાઢી નાખો,
રે! અત્યંત પ્રમાદ છતાંયે, કેમ ન કાળજી રાખો? દેવા અર્થ :- “સમયમાત્ર પણ પ્રમાદ કરવો નહીં’ એમ ભગવંતે કહ્યું છે તે વાતને કાઢી નાખો નહીં; પણ લક્ષમાં લો. અરે! આશ્ચર્ય છે કે અત્યંત પ્રમાદ છતાં પણ આત્માની કાળજી કેમ રાખતા નથી. ટા
માત્ર જાગ્રત કરવા કહ્યું હું, માટે જાગો, જાગો!
આખો લોક બળે છે દુઃખે, ચેતી ભાગો, ભાગો! દેવા અર્થ - માત્ર તમને જાગૃત કરવા કહું છું. માટે જાગો, જાગો! આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે, માટે હવે ચેતી જઈ ભાગો, ભાગો. નહીં તો તમે પણ તેમાં બળી મરશો. કા
અલ્પ અરે! અગ્નિ સંઘરતાં કોઈ ને શાંતિ પામે,
સકલ વિશ્વને બાળી દે તે શિથિલપણાને નામે.” દેવા અર્થ - અલ્પ માત્ર અગ્નિનો સંગ્રહ કરવાથી કોઈ શાંતિ પામે નહીં, પણ તે જ અગ્નિ સકલ વિશ્વને બાળી શકે. જેમ એક ખેડૂત બીડી પીને તેનું ઠુંઠું પ્રમાદથી ઘરમાં ફેંકી ખેતરે ગયો. ઘરમાં બાળક સુતું હતું. તે આવીને જુએ તો આખું ઘર અગ્નિમાં સળગતું હતું. બાળક મરી ગયો હતો. પ.પૂ.પ્રભુશ્રીજી કહે : એક અગ્નિનો તણખો લાખ મણ રૂને બાળી નાખે. તેમ જ્ઞાનીપુરુષની એક આજ્ઞા સાચા હૃદયે ઉપાસે
Page #440
--------------------------------------------------------------------------
________________
(૫) અલ્પ શિથિલપણાથી મહા દોષના જન્મ
૪૨ ૫
તો જીવનો મોક્ષ થઈ જાય. પણ આજ્ઞા ઉપાસતાં કોઈ અલ્પ પણ શિથિલપણું સેવે તો તેમાંથી મહા દોષો જન્મ પામી તેને દુર્ગતિએ લઈ જાય. ૧૦ના
(૨) ઘર્મઘોષ નામે મંત્રીશ્વર, નાશવંત સૌ જાણી,
દીક્ષા લઈને ઉત્તમ પાળે, લોકે અતિ વખાણી. દેવા અર્થ - હવે શિથિલપણાથી કે પ્રમાદથી અલ્પ દોષ સેવવાના કેવા કેવા ફળ આવે છે તેના અનેક દ્રષ્ટાંતો અત્રે આપવામાં આવે છે. ઘર્મઘોષ નામના મંત્રીશ્વર, જગતના સુખોને નાશવંત જાણી દીક્ષા લઈ ઉત્તમ રીતે તેને પાળતા હતા. તેમની મુનિચર્યાના લોકોએ અતિ વખાણ કર્યા. ||૧૧
વિહાર કરતા વાર્તાકપુરમાં ઘર્મઘોષ મુનિ આવ્યા,
વાસ્તક-મંત્રીની પત્નીએ દાનાર્થે બોલાવ્યા. દેવા અર્થ – વિહાર કરતા તે ઘર્મઘોષ મુનિ વાસ્તકપુરમાં આવ્યા. વાસ્તકમંત્રીની પત્નીએ દાનાર્થે તેમને પોતાના ઘરે બોલાવ્યા. /૧૨ા
મથુમિશ્રિત ખર દેવા જાતાં, મુનિ અયોગ્ય ગણી તે,
પાછા વળિયા, ભિક્ષા તર્જીને; ગોખે દીઠું ઘણીએ. દેવા અર્થ - મધુ એટલે સાકર મિશ્રિત ખીર વહોરાવતાં, મુનિ તેને અયોગ્ય ગણી, ભિક્ષા તજીને પાછા વળ્યા. તે ગોખમાં બેઠેલ ઘરના ઘણી વાસ્તકમંત્રીએ બધું જોયું. ૧૩ના
વાસ્તકમંત્રી નવાઈ પામ્યા, વિચાર કરવા લાગ્યા,
કેમ મુનિ આહાર લઘા વણ, પાછા તુર્ત જ ભાગ્યા? દેવા અર્થ - વાસ્તકમંત્રી નવાઈ પામી વિચારવા લાગ્યા કે મુનિ આહાર લીઘા વિના જ કેમ તુર્ત પાછા ફરી ગયા? ૧૪
ટપકેલું મઘુ-બિંદુ દીઠું, જમીન પર જ્યાં જુએ;
માખી બણબણતી બહુ ભાળી, ઘરોળીનું બચ્યું કે- દેવા અર્થ - તે વિચારતાં, સાકરમિશ્રિત ખીરનું એક ટીપું જમીન પર ટપકેલું મંત્રીએ જોયું. તેના ઉપર બહુ માખીઓ બણબણતી હતી. તે માખીઓને જોઈ ઘરોળીનું બચ્યું ત્યાં આવ્યું. /૧૫ા.
આવી અચાનક માખી ખાતું, આવે ત્યાં કાચંડો;
સિંહ સમો પકડી બચ્ચાને મારી ખાવા મંડ્યો. દેવા અર્થ :- ઘરોળીનું બચ્ચું અચાનક આવી માખી ખાવા લાગ્યું કે ત્યાં એક કાચીડો આવ્યો. તે ઘરોળીના બચ્ચાને સિંહ સમાન પકડી મારીને ખાવા લાગ્યો. ૧૬ાાં
આવી બિલાડી તેને પકડે, ત્યાં દોડ્યો જાઉરિયો,
આવેલા મે'માન તણો એ હતો કૂતરો બળિયો. દેવા અર્થ - તેટલામાં બિલાડીએ આવી તે કાચીંડાને પકડ્યો. તે જોઈ જાહુરિયો એટલે લાંબાવાળવાળો બળવાન કૂતરો જે મંત્રીના ઘેર આવેલ મહેમાનનો હતો તે દોડ્યો. I/૧ળા.
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૨૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
શ્વાન મંત્રીનો તેની સાથે, બાયો લડવા દોડી,
પોતાના ક્રૂતરાના પક્ષે, લડ્યા દાસ શિર ફોડી. દેવા અર્થ:- જાફરિયાને જોઈ મંત્રીનો કૂતરો તેની સાથે લડવા દોડીને બાઝયો. બન્ને કૂતરાનો પક્ષ લઈ તેના દાસો પરસ્પર લડવા મંડ્યા અને એક બીજાના માથા ફોડી નાખ્યા. ૧૮
વાસ્તક-મંત્રી ચિંતવતો ત્યાં : દીર્ઘદ્રષ્ટિ મુનિ કેવા!
કરુણા કાજે ભિક્ષા ત્યાગે, ઘન્ય ઘન્ય મુનિ એવા. દેવા અર્થ - આ બધું જોઈ વાસ્તક-મંત્રી ચિંતવવા લાગ્યો કે અહો! આ મુનિ કેવા દીર્ઘદ્રષ્ટિવાળા છે. કે જેના જ્ઞાનમાં પ્રમાદથી ગળપણનું એક ટીપું પડવાથી કેટલા મહાદોષ ઉત્પન્ન થઈ શકે તે જણાય છે. તેથી કરુણાના કારણે જેણે ભિક્ષાનો પણ ત્યાગ કર્યો, એવા મહામુનિને ઘન્ય છે, ઘન્ય છે. ૧૯ાા
મંત્રી લીન થયા વિચારે, ગતભવ-સ્મરણે જાગ્યા,
સ્વયંબુદ્ધ થયા કેવળી ત્યાં, દેવો પૅજવા લાગ્યા. દેવા અર્થ - મંત્રી આવા વિચારમાં લીન થઈ જવાથી પૂર્વભવનું સ્મરણ થતાં જાગૃત થઈ ગયા. ત્યાં જ ક્ષપક શ્રેણી માંડી કોઈના ઉપદેશ વગર સ્વયંબુદ્ધ થઈ કેવળજ્ઞાનને પામ્યા. તેથી દેવો આવી તેમને પૂજવા લાગ્યા. ૨૦ાા.
મઘુ-બિંદુસમ અલ્પ શિથિલતા, યુદ્ધ ભયંકર ભાળી,
વિચારવાન જીવો મંત્રી સમ, દે સૌ દોષો ટાળી. દેવા અર્થ - સાકર મિશ્રિત ખીરના એક બિન્દુ માત્રની અલ્પ શિથિલતાથી થયેલ ભયંકર યુદ્ધને ભાળી વિચારવાન જીવો, મંત્રીની જેમ સર્વ દોષોને ટાળી પોતાના આત્માનું કલ્યાણ સાથશે. ૨૧
. (૩) માયા-મંડપ મયદાનવ-કૃત, સ્થળ-જળ એક જણાવે,
દુર્યોધન જળને સ્થળ જાણી, પટકુળ નિજ ભીંજાવે. દેવા અર્થ :- મયદાનવકૃત એટલે દાનવોના શિલ્પી દ્વારા બનાવેલ એક માયા મંડપ હતો. જેમાં સ્થળના ઠેકાણે જળ દેખાય અને જળના ઠેકાણે સ્થળ જણાય. ત્યાં દુર્યોધન જળને સ્થળ જાણી ચાલ્યો. તેથી પટકુળ એટલે તેના કપડાં ભીંજાઈ ગયા અને જ્યાં પાણી નહોતું ત્યાં પાણી દેખાવાથી કપડાં ઊંચા લીધા. ૨૨ા
દ્રિૌપદ યૌવન-મદમાં ભૂલી, સહજ હાસ્ય-સહ બોલી :
અંઘ પિતાના પુત્રો અંઘા,” વગર વિચાર્યું, ભોળી. દેવા. અર્થ :- દુર્યોધનના કપડાં ભીંજાયેલા જોઈ યૌવન-મદમાં ભૂલેલી એવી દ્રૌપદી સહજ હાસ્ય સાથે બોલી ઊઠી કે “અંઘ પિતાના પુત્રો અંઘા” એમ વગર વિચાર્યું તે ભોળીએ કહી દીધું. દુર્યોઘનના પિતા ધૃતરાષ્ટ્ર આંદળા હતા. તેથી તેં પણ આંઘળા જેવું વર્તન કર્યું; એવા ભાવમાં દ્રૌપદીએ કહ્યું. ૨૩
દુર્યોઘન-ઉર વેર વસ્યું તો, દ્રૌપદી ઈંતે જીતી; ભરી સભામાં માસિક-કાળે, ચીર તાણ્યાં; શી વીતી! દેવા
Page #442
--------------------------------------------------------------------------
________________
'
અશિથિલતીથી થોહા દોષનો જીન્જી
IIIIIIII
મુનિને વહોરાવતા ખીરનું ટીપુ જામીન ઉપર પડ્યું
મુનિ આહીર લીધા ઉણ પાછી ક્ય
થીષમાં લીકેલા થકી જ ભર્યું જીથી, તેના વિચારમી
કેવળજ્ઞાની પાખ્યા,
ખીરના એક ટીપા વડે અનેક જીવોની હિંસા
Page #443
--------------------------------------------------------------------------
________________
(૫) અલ્પ શિથિલપણાથી મહા દોષના જન્મ
૪૨૭
અર્થ – તે સહજ પ્રમાદવશ હાસ્ય વચનોથી દુર્યોધનના મનમાં વેર વસ્યું. તેથી દ્રૌપદીને જુગારમાં જીતીને ભરી રાજસભા મધ્યે માસિક-કાળે તેના ચીર તાણ્યા. જુઓ અલ્પ શિથિલતાનું ફળ! ૨૪
ભીમે દુર્યોધન હણવાની ભીખ પ્રતિજ્ઞા લીથી,
મહાભારતીય યુદ્ધ હિંસા અકથ્ય હાસ્ય કીથી. દેવા અર્થ :- આવું દુર્યોધનનું કૃત્ય જોઈને ભીમે દુર્યોધન હણવાની ભીષ્મ પ્રતિજ્ઞા ગ્રહણ કરી. તેના ફળસ્વરૂપ મહાભારતનું યુદ્ધ મંડાયું અને અકથ્ય એટલે નહીં કહી શકાય એવી જીવોની ભયંકર હિંસા થઈ. તેનું કારણ અલ્પ પ્રમાદવશ કરેલ દ્રૌપદીનું હાસ્ય હતું. માટે જે કાંઈ બોલવું તે બહુ વિચારીને બોલવું, નહીં તો ભયંકર અનર્થનું કારણ પણ થઈ જાય. રપા
નેપોલિયન-પૅવન વળી જોજો, મહાપ્રતાપી શ્રો,
યુદ્ધ સર્વે ઘાર્યા જીત્યો, બુદ્ધિમાં પણ પૂરો. દેવા અર્થ – નેપોલિયન બોનાપોર્ટના જીવનને પણ જોજો. તે મહાપ્રતાપી શૂરવીર હતો. તેણે સર્વે ઘારેલા યુદ્ધો જીત્યા. તે બુદ્ધિમાં પણ પૂરો હતો. રા
કૂચ કરે નિજ સૈન્ય મોખરે જરા વાર તે સૂતો,
છેલ્લા સૈનિકને દઈ હુકમ જગાડવા, તે ચૂક્યો. દેવા અર્થ – પોતાની સેના મોખરે એટલે આગળકૂચ કરવા લાગી. નેપોલિયન છેલ્લા સૈનિકને જગાડવાનો હુકમ આપી જરાવાર સુતો. પણ તે સૈનિક જગાડવાનું ભૂલી ગયો. રશા
વખતસર પહોંચી ના શકતાં અંતિમ યુદ્ધ ખોયું
મહારાજ્ય લગભગ યુરપનું; અલ્પ ઊંઘ-ફળ જોયું? દેવા અર્થ :- હવે વખતસર ત્યાં પહોંચી ન શકતાં અંતિમ યુદ્ધમાં લગભગ યુરોપનું મહારાજ્ય જે પોતે જીતી ગયો હતો તે બધું ખોયું. અલ્પ ઊંઘ કરવાનું શું ફળ આવ્યું તે તેણે જોયું. માટે અલ્પ પ્રમાદથી મહાદોષ ઉત્પન્ન થાય છે એ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ૨૮
મહાવીર-જીવનમાં જાઓ, ચક્રવર્તી-સુત-સુખો
ત્યાગે ઋષભપ્રભુના સંગે, ખમવા ભારે દુઃખો. દેવા અર્થ - મહાવીર ભગવાનનો જીવ પૂર્વભવમાં ભરત ચક્રવર્તીનો પુત્રી મરીચી નામે હતો. ત્યારે ચક્રવર્તીનો પુત્ર હોવા છતાં બઘા સુખો છોડી, ચારિત્ર ઘર્મના ભારે દુઃખોથી ખમવા માટે તૈયાર થઈ, શ્રી ઋષભદેવપ્રભુના સંગનો સ્વીકાર કર્યો હતો. રા.
અલ્પ વચન ઉસૂત્ર કહ્યાથી, બહુ ભવ ઊભા કીઘા,
અલ્પ શિથિલતાનાં ભારે ફળ, દીર્ઘકાળ લગી લીઘાં. દેવા અર્થ - પછી ચારિત્રઘર્મ નહીં પાળી શકવાથી મરીચીએ દીક્ષા છોડી ત્રિદંડી સંન્યાસ ધારણ કર્યું. એકવાર તે વ્યાધિ ગ્રસ્ત થવાથી શિષ્ય બનાવવાની ઇચ્છા થઈ. કપિલે આવી એકદા ઘર્મ વિષે પૂછ્યું;
Page #444
--------------------------------------------------------------------------
________________
૪૨૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ત્યારે મરીચીએ તેને આર્યત ઘર્મ કહી સંભળાવ્યો. તે સાંભળી કપિલે પુછ્યું : શું તમારી પાસે ઘર્મ નથી? ત્યારે મરીચીએ કહ્યું : ઘર્મ તો ત્યાં પણ છે અને અહીં પણ છે. એમ અલ્પ વચન ઉસૂત્રપ્રરૂપણાનું બોલવાથી લગભગ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સંસાર ઉપાર્જન કરી બહુ ભવોમાં ભટક્યો. એમ અલ્પ શિથિલપણાથી ઉત્સુત્રપ્રરૂપણા કરવામાં ભારે ફળ દીર્ઘકાળ સુધી ભોગવીને અંતે ભગવાન મહાવીર થયા. ત્યારે તેમણે પણ પોતાનો આ દુષ્ટ દોષ ઉઘાડો પાડી બીજાને પણ જાગૃતિ આપી. [૩૦ના
(૬) રાજા એક થયો બહુ માંદો, મત્યું રસાયણ ખાશે,
કેરી કદ ખાશો નહિ, નહિ તો તુર્ત મરણ તે સાથે.” દેવા અર્થ :- એકવાર રાજા બહુ માંદો થયો. રસાયણ ખાવાથી તેનો રોગ મટી ગયો. પણ વૈધે રાજાને ફરી એ રોગ થાય નહીં તેના માટે એવી ચરી બતાવી કે તમે કેરી કદી ખાશો નહીં. નહિં તો તમારું તુરંત મરણ થશે. ૩૧ાા.
એવી આકરી કરી બતાવી; રાજા રાજ્ય બઘામાં
આંબાનાં સૌ ઝાડ કપાવે, જાણી સર્વ નકામાં. દેવા. અર્થ - વૈદ્ય એવી આકરી કરી એટલે ચરી બતાવી તેથી રાજાએ રાજ્યમાં રહેલા સર્વ આંબાના ઝાડને પોતાના માટે નકામાં જાણી કપાવી દીધા. ૩રા
ગયો શિકારે જંગલમાં ત્યાં, આંબો સુંદર ભાળી,
“છાયાથી ના ઝેર ચઢે' કહીં ત્યાં જ બપોરી ગાળી. દેવા. અર્થ - રાજા એકવાર શિકારે ગયો. ત્યાં જંગલમાં સુંદર આંબો ભાળી, “એની છાયાથી કંઈ ઝેર ચઢે નહીં.’ એમ કહી તે ઝાડ નીચે જ બપોરનો સમય પસાર કર્યો. ૩૩
વૃક્ષ ઉપરથી સાખ પડી તે, સુંઘી કરમાં ઝાલી,
ખાઈશ નહિ હું કહી, કરીને ચીરીઓ સહુને આલી. દેવા અર્થ - ત્યાં વૃક્ષ ઉપરથી એક સાખ પડેલી કેરી નીચે પડી. તેને સુંઘીને રાજાએ હાથમાં ઝાલી રાખી. પછી “એને હું ખાઈશ નહી” એમ કહી તેની ચીરીઓ કરીને બધાને આપી. /૩૪.
રહ્યો ગોટલો, આ નથ કેરી” ગણ મોંમા જ્યાં મૂક્યો,
મૂછ પામી દેહ તજે તે; શિથિલ મને નૃપ ચૂક્યો. દેવા અર્થ - પછી રાજાને વિચાર આવ્યો કે હવે આ કેરી નથી, આ તો ગોટલો છે. એમ ગણી જ્યાં ગોટલાને મોઢામાં મૂક્યો કે તુર્ત મૂછ પામી રાજાએ દેહ તજી દીધો. એમ મનની શિથિલતાથી રાજા ચૂક્યો. તેમ આપણું મન પણ નિમિત્તાઘીન શિથિલ થઈ જશે. માટે સંપૂર્ણ જાગૃતિ રાખી એવા નિમિત્તોથી દૂર રહેવામાં જ આપણું કલ્યાણ છે. [૩૫
(૭)
એરંડા-ડાળે કરી મંડપ, તરણે તરણે ઢાંકે, ક્ષણે ક્ષણે તરણું ઉમેરે, છેલ્લે તરણે ભાંગે. દેવા
Page #445
--------------------------------------------------------------------------
________________
(૯૬) પારમાર્થિક સત્ય
૪ ૨૯
અર્થ - એરંડાની ડાળીઓથી બનાવેલ મંડપને ઘાસના તરણાથી ઢાંકવા માટે એક એક તરણું ક્ષણે ક્ષણે તેના ઉપર નાખે. છેલ્લે તરણે જ્યારે એ વજન ન ખમી શકે ત્યારે તે મંડપ ભાંગી જાય. //૩૬ાા
તેમ અતિ અતિચારો સેવે નઑવા, જીવ પ્રમાદે, મહાવ્રતો પણ ભાંગે કર્દી તો દુર્ગતિ-પથ તે સાથે.
દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા,
આ કળિકાળે હો અમને ઉદ્ધારનારા. અર્થ - તેમ જીવ પ્રમાદવશ નજીવા અતિચારો એટલે દોષો ઘણા સેવે તો તે કદી મહાવ્રતોને પણ ભાંગી દુર્ગતિના માર્ગે ચાલ્યો જાય.
માટે દેવામાતાના નંદન શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ અમને ઘણા પ્યારા છે, કે જેમણે આ હડહડતા હુંડા અવસર્પિણી કાળમાં પણ અમને સાચો મોક્ષમાર્ગ બતાવી અમારો ઉદ્ધાર કર્યો. ગાફલા
અલ્પ શિથિલપણું પણ ત્યાગી, અત્યંત પુરુષાર્થ આદરી, જીવ જ્યારે સમ્યક્દર્શનને પામશે ત્યારે પારમાર્થિક સત્ય ભાષા બોલવાને તે યોગ્ય થશે. પ્રથમ વ્યવહાર સત્ય જીવનમાં આવ્યા પછી પરમાર્થ સત્ય આવશે. એ વિષે વિસ્તારથી આ પાઠમાં ખુલાસા આપવામાં આવે છે, જે આત્માર્થીને હિતકારી છે.
(૯૬)
પારમાર્થિક સત્ય (રાગ ઘનશ્રી-ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે)
સગુરુના ગુણ તો ઘણા, સ્મરું પારમાર્થિક સત્ય રે, વંદન કરી ફરી ફરી કહું, મારે તો એની અગત્ય રે.
સદ્ગુરુના ગુણ તો ઘણા. અર્થ - ભાવશ્રમણ એવા સદ્ગુરુ પરમકૃપાળુદેવના ગુણો ઘણા છે. પણ તેમાંથી એમના પારમાર્થિક સત્ય ગુણની અત્રે સ્મૃતિ કરું છું. કેમકે મૂર્તિમાન સત્યસ્વરૂપ સદ્ગુરુના યોગે જીવની પરમાર્થ વૃષ્ટિ ખૂલીને સત્ય આત્મઘર્મનું ભાન થાય છે. તેમને વારંવાર વંદન કરી કહું છું કે મારે આ પારમાર્થિક સત્વગુણની ઘણી અગત્ય એટલે જરૂર છે, તે આપના ઘણા ગુણોમાંથી મને આપવા કૃપા કરશો. ૧|
વસ્તુસ્વરૂપ યથાર્થ જે જાણી, અનુભવી બોલે રે,
સત્ય ગણ્યું તે બોલવું; સત્ય બ્રહ્મ-રત્ન ખોલે રે. સગુરુના અર્થ – વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણ્યું, અનુભવ્યું તેવું જ કહેવું તેને વ્યવહાર સત્ય કહ્યું છે. તે સત્ય બોલનાર, બ્રહ્મ એટલે આત્મારૂપી રત્નને પામી શકે છે. કેમકે–
“સાચામાં સમકિત વસેજી, માયામાં મિથ્યાત્વ, રે પ્રાણી મ કરીશ માયા લગાર.” “જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને
Page #446
--------------------------------------------------------------------------
________________
૪૩૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહારસત્ય.” (વ.પૃ.૬૭૬) //રા
બે ભેદે તે જાણવું: એક તો સત્ય વ્યવહારે રે,
બીજું સત્ય પરમાર્થથી; આત્માર્થી તે અવઘારે રે. સદ્ગુરુના અર્થ – સત્યના મુખ્ય બે ભેદ છે. એક વ્યવહાર સત્ય અને બીજું પરમાર્થ સત્ય. આત્માર્થી એ સત્યને અવઘારવા પ્રયત્ન કરે છે. “વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું તેવું જ કહેવું તે સત્ય બે પ્રકારે છે. “પરમાર્થસત્ય અને વ્યવહાર સત્ય.” ” (વ.પૃ.૬૭૫) //alી.
પારમાર્થિક હવે કહ્યું, જ્ઞાનીનાં વચન વિચારી રે,
આત્માની આત્મા વિના કોઈ વસ્તુ ન થનારી રે. સગુરુના અર્થ :- હવે જ્ઞાનીપુરુષના વચન વિચારીને પારમાર્થિક સત્ય વિષે કહું છું. આપણા આત્માની એક આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ થનાર નથી.
““પરમાર્થસત્ય” એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માનો થઈ શકતો નથી, એમ નિશ્ચય જાણી, ભાષા બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ઘન, ઘાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજાં કાંઈ મારું નથી, એ ઉપયોગ રહેવો જોઈએ.” (વ.પૃ.૬૭૫) //૪
નિશ્ચય એવું જાણી જ, ભાષા બોલે વ્યવહાર રે,
સ્ત્રી, પુત્ર, દેહાદિ વિષે અન્યત્વ નિરંતર ઘારે રે. સદગુરુના અર્થ - આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી એવો અંતરમાં દ્રઢ નિશ્ચય રાખી, વ્યવહારમાં સ્ત્રી, પુત્ર, દેહાદિ વિષે બોલતા છતાં મનમાં તે મારા નથી એવો અન્યત્વભાવ નિરંતર રહે તે પરમાર્થ સત્ય ભાષા છે. પા.
બીજાં કશું આત્મા વિના મારું નથી વિશ્વમાંહી રે
એ ઉપયોગ રહે સદા બોલ્યા પહેલાં કાંઈ રે. સદ્ગુરુના અર્થ - એક આત્મા સિવાય આ વિશ્વમાં મારું કશું નથી. એ ઉપયોગ પારમાર્થિક ભાષા બોલનારને સદા રહે છે. કા
અન્ય સંબંથી બોલતાં, અન્યનો જીવ ન કાયા રે,
જાતિ, વેષ, આભૂષણો દેખે, લેખે માયા રે. સગુરુના અર્થ - અન્ય આત્મા સંબંધી બોલતાં પણ વિચાર આવે કે બીજાનો જીવ છે તે શરીર નથી. બ્રાહ્મણ, વૈશ્ય, જાતિ તે આત્માની નથી. સ્ત્રીવેષ, પુરુષવેષ કે આભૂષણો એ બઘી પુગલની માયા છે. કર્મ સંયોગે આ દેહાદિ આત્માને ગ્રહણ કરવા પડ્યા છે.
“અન્ય આત્માના સંબંથી બોલતાં આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેટવાળો તે આત્મા ન છતાં માત્ર વ્યવહારનયથી કાર્યને માટે બોલાવવામાં આવે છે; એવા ઉપયોગપૂર્વક બોલાય તો તે પારમાર્થિક સત્ય ભાષા છે એમ સમજવાનું છે.” (વ.પૃ.૬૭૫) //ળી
વ્યવહારનયથી તે વિષે ઉપચારે વર્ણન થાયે રે, એવા ઉપયોગ વધે, પરમાર્થે સત્ય ગણાયે રે. સદ્દગુરુના
Page #447
--------------------------------------------------------------------------
________________
(૯૬) પારમાર્થિક સત્ય
૪૩૧
અર્થ :— ૫૨વસ્તુને પોતાની કહેવી તે વ્યવહારનયની અપેક્ષાએ ઉપચાર એટલે કહેવામાત્ર છે. એવા ઉપયોગની જાગૃતિપૂર્વક બોલવું તે પરમાર્થથી સત્ય ભાષા ગણાય છે. ટા
સૌ આરોપિત વસ્તુ જે દેહ, સ્ત્રી, પુત્રાદિ વિષે રે,
વાત કરે પણ જાણતો ભિન્ન સ્વરૂપ ઉર દીસે રે. સદ્ગુરુના
અર્થ :— દેહમાં સ્વપણાનું આરોપણ કરીને, કે સગાંસંબંધી એવા સ્ત્રી પુત્રાદિમાં મારાપણનો આરોપણ કરીને વાત કરતો હોય, તે વખતે પણ પોતાના અંતરમાં એ સર્વ પદાર્થ મારાથી સ્પષ્ટપણે ભિન્ન છે, એમ પારમાર્થિક ભાષા બોલનાર માને છે.
‘૧. દૃષ્ટાંત ઃ એક માણસ પોતાના આરોપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતો હોય તે વખતે સ્પષ્ટપણે તે તે પદાર્થથી વક્તા હું ભિન્ન છું, અને તે મારાં નથી, એમ સ્પષ્ટપણે બોલનારને ભાન હોય તો તે સત્ય કહેવાય.” (વ.પૂ.૬૭) ||૯||
મારાં નર્થી એ માનતો ભાન સહિત કહે કોઈ રે,
તો પરમાર્થ સત્ય તે; ભાષાસમિતિ તે જોઈ રે. સદ્ગુરુના
અર્થ :— દેહ કુટુંબાદિને આરોપિત ધર્મવડે પોતાના કહેતો હોય, પણ અંત૨માં ભાન સહિત હોય કે એ મારા નથી; તો તે પરમાર્થે સત્ય ભાષા કહેવાય છે. તે ભાષાસમિતિ ધઈ એમ માન. ભગવાને જેમ આજ્ઞા આપી છે તે આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું તે ભાષાસમિતિ છે. ।।૧૦।।
ગ્રંથ વિષે વર્ગો વર્ણવે શ્રેણિક, ચેલાણારાણી રે,
બન્ને આત્મા તે હતા, ભવ-કર્મ અન્ય પ્રમાણી રે. સદ્ગુરુના
=
અર્થ – કોઈ ગ્રંથકાર ગ્રંથમાં શ્રેણિકરાજા અને ચેલણા૨ાણીનું વર્ણન કરે ત્યારે એ બન્ને આત્મા હતા. પણ તે ભવ આશ્રયી તેમનો આ કર્મ સંબંધ હતો. અન્ય ઘન, રાજ્ય વગેરે પણ કર્મના પ્રમાણે હતા. ‘૨. દૃષ્ટાંત : જેમ કોઈ ગ્રંથકાર શ્રેણિકરાજા અને ચેલણારાણીનું વર્ણન કરતા હોય; તો તેઓ બન્ને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમનો સંબંધ, અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વગેરેનો સંબંઘ હતો; તે વાત લક્ષમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થસત્ય.” (પૃ.૬૭૬)||૧૧|| સંયોગો સૌ જાદા ગણી વર્ણવે, લખે વ્યવહારે રે,
તો પરમાર્થે સત્ય તે; દ્રષ્ટિ એ આશય ઘારે રે. સદ્ગુરુના
અર્થ :— મળેલા સર્વ કુટુંબાદિ સંયોગોને અંતરથી જુદા જાણી ઉપરથી વ્યવહારે તેમની સાથે વર્તન કરે, તો તે પરમાર્થે સત્ય ગણાય છે. સમ્યદૃષ્ટિ મહાત્માના હૃદયમાં એવો આશય હોય છે. ।।૧૨।। સમ્યગ્દષ્ટિ થયા પછી, અભ્યાસે બોલી શકાતું રે,
પરમાર્થ સત્ય સ્વરૂપ આ, પછીથી સહજ થઈ જાતું રે. સદ્ગુરુના
અર્થ :- સમ્યગ્દર્શન થયા પછી અભ્યાસથી આ પરમાર્થ સત્ય બોલી શકાય છે. પછી વિશેષ અભ્યાસે તે સહજ થઈ જાય છે. “સમ્યક્ત્વ થયા બાદ અભ્યાસથી ૫રમાર્થસત્ય બોલવાનું થઈ શકે છે; અને પછી વિશેષ અભ્યાસે સહજ ઉપયોગ રહ્યા કરે છે.’’ (વ.પૃ.૬૭૬) ||૧૩||
પછી ઉપયોગ રહ્યા કરે, વિશેષ અભ્યાસ સેવ્યે રે.
વ્યવહારથી ય સત્ય જે બોલવું મૂકે નેવે રે- સદ્ગુરુના
Page #448
--------------------------------------------------------------------------
________________
૪૩૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - પછી સમ્યદ્રષ્ટિને વિશેષ અભ્યાસ થવાથી સહેજે તે ઉપયોગ રહ્યા કરે છે. પણ જે વ્યવહાર સત્ય બોલવાનું જ નેવે મુકી દે તો શું થાય? I૧૪ો.
તેને બને ન બોલવું પરમાર્થ સત્યનું કાંઈ રે;
તેથી હવે વ્યવહારની વાત અલ્પ કહી આંહી રે. સગુરુના અર્થ :- જે વ્યવહાર સત્ય ભાષા ન બોલે તેનાથી પરમાર્થ સત્ય ભાષા બોલવાનું કાંઈ બની શકે નહીં. તેથી હવે અહીં વ્યવહાર સત્યની વાત થોડીક કહીએ છીએ. “વ્યવહારમય આવ્યા વિના પરમાર્થસત્ય વચન બોલવાનું બને તેમ ન હોવાથી વ્યવહારસત્ય નીચે પ્રમાણે જાણવાનું છે.” (વ.પૃ.૬૭૬) I/૧૫
જેવી રીતે વસ્તુને જોઈ, વાંચી, અનુભવી, સુણી રે,
તેવી રીતે જ જણાવતા, બોલે વાણી સગુણી રે. સદ્ગુરુના અર્થ - વસ્તુને જે પ્રકારે જોઈ હોય, તે સંબંથી વાંચ્યું હોય, અનુભવ થયો હોય કે સાંભળ્યું હોય; તેવી જ રીતે સદગુણી પુરુષો તે વાતને જણાવવા વચન બોલે છે. “જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહારસત્ય.” (વ.પૃ.૬૭૬) //લકા
વ્યવહારે તે સત્ય છે; દ્રષ્ટાંત તેનું ય આ છે રે -
અશ્વ બપોરે બાગમાં લાલ દીઠો જો આજે રે, સદગુરુના અર્થ :- વ્યવહારસત્ય કહેવાય છે. તેનું આ દ્રષ્ટાંત છે - કોઈનો ઘોડો બપોરે બાગમાં લાલરંગનો આજે દીઠો હોય તો તેમ કહેવું. “દ્રષ્ટાંત ઃ જેમ કે અમુક માણસનો લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગ્યે દીઠો હોય, અને કોઈના પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહાર સત્ય.” (વ.પૃ.૬૭૬) ૧૭ળા
તેવું જ યથાર્થ બોલવું, પૂછે જો કોઈ આવી રે;
સ્વાર્થ વા ભીતિ કારણે વદે ન સત્ય છુપાવી રે. સગુરુના અર્થ – જેવું જોયું હોય તેવું જ યથાર્થ બોલવું. જો કોઈ આવીને પૂછે તો પણ સ્વાર્થ અથવા ભયના કારણે સત્યને છુપાવીને વચન બોલવું નહીં. /૧૮
વ્યવહારસત્ય તેને કહ્યું તેમાં પણ આમ વિચારો રે,
જીંવ-વથ હેતું જો હશે, વા ઉન્મત્તતાથી લવારો રે- સગુરુના અર્થ:- તેને વ્યવહારસત્ય કહ્યું છે. તેમાં પણ એમ વિચારો કે સત્ય બોલવાથી જો જીવોના વઘમાં તે વચનો કારણરૂપ થતા હશે તો તે સત્ય નથી પણ અસત્ય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે “સત્ય પણ કરુણામય બોલવું' અથવા ઉન્મત્તતા એટલે દારૂ પીધેલા માણસની જેમ મોહના ગાંડપણમાં કોઈ લવારો કરે તે કદાચ સાચો હોય તો પણ સાચો નથી; કેમકે તે ભાન વગર બોલે છે. “આમાં પણ કોઈ પ્રાણીના પ્રાણનો નાશ થતો હોય, અગર ઉન્મત્તતાથી વચન બોલાયું હોય, યદ્યપિ ખરું હોય તોપણ અસત્યતુલ્ય જ છે એમ જાણી પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે.” (વ.પૃ.૬૭૬) ૧૯ાા
સત્ય છતાં ય અસત્ય તે, આ હૃદયે દ્રઢ ઘારો રે, સ્વ-પરની હિંસા સાથતું સત્ય ન હોય વિચારો રે. સગુરુના
Page #449
--------------------------------------------------------------------------
________________
(૯૬) પારમાર્થિક સત્ય
અર્થ – કોઈ મોહવશ ભાનવગર બોલતો હોય તો તે કદાચ સત્ય હોય તો પણ અસત્ય છે. આ વાતને હૃદયમાં દૃઢપણે ઘારી રાખો. જે વચનવડે સ્વપર જીવની હિંસા થાય તે સત્ય વચન કહેવાય નહીં; તેનો વિચાર કરો. ૨૦૧૫
દ્વેષ-રાગ-અજ્ઞાનથી જ્યાં જીવ વચન ઉચ્ચારે રે,
ત્યાં હિંસા નિજ જાણવી, સ્વરૂપ શુદ્ધ વિસારે રે. સદ્ગુરુના
=
અર્થ :– રાગદ્વેષ અજ્ઞાન સહિત જીવ વચન ઉચ્ચારે છે ત્યાં પોતાના આત્મગુણોની વાત થાય છે, હિંસા થાય છે, કેમકે પોતાના શુદ્ધ સ્વરૂપને તે ભૂલે છે. ।।૨૧।।
૪૩૩
પોતે પોતનો અરિ અરે! વાત ખરી, સ્વીકારો રે,
દુઃખદ મુખ્ય મોહ છે, તેને વિચારી નિવારો રે. સદ્ગુરુના
--
અર્થ :— પોતે જ પોતાનો શત્રુ અરે ! આ વાત ખરી છે, તેનો સ્વીકાર કરો. સર્વ પ્રકારના દુઃખ આપવામાં મુખ્યત્વે આ મોહનીયકર્મ છે. તેને વિચારીને હવે દૂર કરો. ।।૨૨।।
‘મુનિ’ એ નામ જ સૂચવે-મૌન જ, બોલે તોયે રે;
પૂર્વોક્ત રીતે વિચારીને બોલે પણ ‘મુનિપજ્યું’હોય રે. સદ્ગુરુના
અર્થ :– મુનિ એ નામ જ મૌનપણાને સૂચવે છે. ઘણું કરી પ્રયોજન વિના બોલે જ નહીં તે મુનિ.
-
66
મુનિ જ્યારે બોલે ત્યારે મારો એક આત્મા જ છે એમ પૂર્વોક્ત રીતે વિચારીને બોલે છે. માટે બોલતા છતાં પણ તે મૌન છે. “ ‘મુનિ’ એ નામ પણ આ પૂર્વોક્ત રીતે વિચારીને વચન બોલવાથી સત્ય છે. ઘણું કરીને પ્રયોજન વિના બોલવું જ નહીં તેનું નામ મુનિપણું.'' (વ.પૂ.૬૭૬ ||૨||
ઉત્તમ મૌન ગણ્યું છતાં, સત્ય તો તેી ય સારું રે,
પ્રિય વચન તેથી ચઢે, રે ! બ્રહ્મ-વચન તો ન્યારું રે. સદ્ગુરુના
અર્થ :— વ્યવહારમાં મૌનને ઉત્તમ ગણ્યું છે. પણ બોલવું પડે તો સત્ય વચન બોલવું સારું છે. સત્ય વચન સાથે 'સત્ય પણ પ્રિય બોલવું.' એ વધારે ચઢિયાતું છે. અને જેથી બ્રહ્મ એટલે આત્મપ્રાપ્તિ થાય એવા જ્ઞાનીપુરુષના વચનો બોલવા તે તો સર્વથી શ્રેષ્ઠ નિરાલા છે, ॥૨૪॥
મૌન મહાત્મા સૌ રહ્યા તીર્થંકર એ જ વિચારે રે;
વર્ષોં સાડા બાર જો, મૌન મહાર્વીર ઘારે રે. સદ્ગુરુના
=
અર્થ :— સૌ તીર્થંકરાદિ મહાત્માઓ મૌન રહ્યા તેમ શ્રી મહાવીર પ્રભુ પણ મોહને ઇલવાના વિચારે સાડાબાર વર્ષો સુધી મૌન ધારણ કરીને રહ્યા. ।।૨૫મા
“પૂર્વ તીર્થંકાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરી મૌનપણું ધારણ કરેલું; અને સાડાબાર વર્ષ લગભગ મૌનપણું ઘારણ કરનાર ભગવાન વીરપ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મોહનીયકર્મનો સંબંધ કાઢી નાખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યું હતું,' (૧.પૃ. ૦૦૬)
રાગાદિક રહિત તે પ્રભુ વસ્તુ યથાર્થ જણાવે રે,
તોપણ મૌન ગણાય તે, મુનિપણું અખંડ ટકાવે રે, સદ્ગુરુના
અર્થ :— રાગદ્વેષાદિ ભાવોથી રહિત વસ્તુનું યથાર્થ સ્વરૂપ જણાવતાં છતાં પણ પ્રભુને મૌનપણું
Page #450
--------------------------------------------------------------------------
________________
૪૩૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ગણાય છે. તે મુનિપણાને અતિચાર રહિત અખંડપણે ટકાવી રાખે છે. “રાગદ્વેષ ને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું મૌનપણું જાણવું.” (વ.પૃ.૬૭૬) ૨૬ાા
અતિ ઉત્કૃષ્ટ વિચારથી ફરી ફરી વિચારી રે,
ટાળી મોહનીય કર્મનો સંબંઘ, સ્થિરતા ઘારી રે. સગુરુના અર્થ - પ્રભુ મહાવીરે અતિ ઉત્કૃષ્ટ વિચારબળે ફરી ફરી વિચારીને મોહનીયકર્મનો સંબંધ આત્મામાંથી ટાળી દઈ સ્વરૂપમાં શાશ્વત સ્થિરતાને ઘારણ કરી. રા.
કેવળ દર્શન-જ્ઞાન તે અંતે અહો ! ઉપજાવે રે,
પરમાર્થ સત્યકૅપ દેશના દેતા ભવ્યોને ભાવે રે. સગુરુના અર્થ :- અહો! અંતે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટાવી, પરમાર્થ સત્યરૂપ દેશના આપતાં પ્રભુ મહાવીર ભવ્યોને બહુ ગમી ગયા. ૨૮
આત્મા જો ઘારે બોલવા સત્ય, નથી એ ભારે રે,
ભાષા સત્ય ઘણાખરા બોલે સજ્જન વ્યવહારે રે. સદ્ગુરુના અર્થ :- આત્મા જો સત્ય બોલવા ઘારે તો તે કંઈ નહીં બનવા યોગ્ય ભારે કામ નથી. સત્ય ભાષા તો વ્યવહારમાં ઘણા ખરા સજ્જનો બોલે છે. “આત્મા ઘારે તો સત્ય બોલવું કંઈ કઠણ નથી. વ્યવહાર સત્યભાષા ઘણી વાર બોલવામાં આવે છે, પણ પરમાર્થસત્ય બોલવામાં આવ્યું નથી; માટે આ જીવનું ભવભ્રમણ મટતું નથી.” (વ.પૃ.૬૭૬) /૨૯ાાં
પરમાર્થથી સત્ય તો નથી હજી સુથી ય બોલાયું રે,
ભવે ભ્રમણ તેથી ટક્યું; હજીં નથી મમત્વ ભુલાયું રે. સગુરુના અર્થ :- પરમાર્થથી સત્યભાષા હજી સુધી બોલાઈ નથી. તેથી ભવોમાં ભ્રમણ કરવાનું હજુ ટકી રહ્યું છે. કેમકે હજી સુધી અંતરથી પર પદાર્થ પ્રત્યેનો મમત્વભાવ ભુલાયો નથી, અર્થાત્ મારાપણું હજુ એમને એમ ચાલ્યું આવે છે. ૩૦
માયાના પાયા ગણો અસત્ય વચન-પ્રપંચો રે,
વિશ્વાસઘાત કરે અરે! વળી ખોટા દસ્તાવેજો રે. સદ્દગુરુના અર્થ - માયા કપટના પાયા એટલે આઘારરૂપ આ અસત્ય વચનવડે બઘા પ્રપંચો થાય છે. કેમકે અસત્ય બોલ્યા વિના માયા થતી નથી. અરે! માયાવી લોકો કોઈનો વિશ્વાસઘાત કરી દે અથવા ખોટાં દસ્તાવેજો બનાવી બીજાને દુઃખી કરતા પણ અચકાતા નથી.
અસત્ય બોલ્યા વિના માયા થઈ શકતી નથી. વિશ્વાસઘાત કરવો તેનો પણ અસત્યમાં સમાવેશ થાય છે. ખોટા દસ્તાવેજો કરવા તે પણ અસત્ય જાણવું.” (વ.પૃ.૬૭૬) //૩૧|
માનાર્થે તપ આદરે, દર્શાવે આત્મ-હિતાર્થે રે,
એ સૌ અસત્યમાં ગણો, કર્દી ન ગણાય આત્માર્થે રે. સદગુરુના અર્થ - માન મોટાઈ મેળવવા તપ કરે અને બીજાને આત્માર્થે કરું છું એમ દર્શાવે; એ સૌ જૂઠ પ્રપંચો અસત્યમાં ગણાય છે. એ કદી આત્માર્થે ગણાય નહીં.
Page #451
--------------------------------------------------------------------------
________________
(૯૬) પારમાર્થિક સત્ય
૪૩૫
“અનુભવવા યોગ્ય પદાર્થનું સ્વરૂપ અનુભવ્યા વિના અને ઇંદ્રિયથી જાણવા યોગ્ય પદાર્થનું સ્વરૂપ જાગ્યા વિના ઉપદેશ કરવો તે પણ અસત્ય જાણવું. તો પછી તપપ્રમુખ માનાદિની ભાવનાથી કરી, આત્મહિતાર્થ કરવા જેવો દેખાવ, તે અસત્ય હોય જ એમ જાણવું.” (વ.પૃ.૬૭૬) //રૂરી
અખંડ સમ્યગ્દર્શને સંપૂર્ણ બોલી શકાતા રે,
પરમાર્થ-સત્ય-શબ્દ સૌ અસંગતા સમજાતાં રે. સગુરુના અર્થ - અખંડ સમ્યગ્દર્શન આબે આત્માનું અસંગપણું સમજાતાં સંપૂર્ણ પરમાર્થ સત્ય ભાષા બોલી શકાય. “અખંડ સમ્યક્દર્શન આવે તો જ સંપૂર્ણપણે પરમાર્થસત્ય વચન બોલી શકાય; એટલે કે તો જ આત્મામાંથી અન્ય પદાર્થ ભિન્નપણે ઉપયોગમાં લઈ વચનની પ્રવૃત્તિ થઈ શકે.” (વ.પૃ.૬૭૬) ૩૩
ભિન્નપણે ઉપયોગની જાગૃતિસહ ઉચ્ચારે રે
પરપદાર્થના શબ્દ, તો પરમાર્થ સત્ય આકારે રે. સદ્ગુરુના અર્થ - પરપદાર્થ મારાથી સાવ ભિન્ન છે. એમ ઉપયોગની જાગૃતિ સાથે પરપદાર્થ સંબંઘી શબ્દો ઉચ્ચારે, તો તે પરમાર્થ સત્યના આકારને ઘારણ કરે છે. [૩જા
મુનિ અને ઉપાસકો પરમાર્થસત્યના લક્ષે રે,
મહાવ્રત કે દેશથ વ્રતી છે વ્યવહારનય પક્ષે રે. સગુરુના અર્થ - મુનિ અને બીજા ઉપાસકો પરમાર્થસત્યના લક્ષપૂર્વક આરાઘના કરે છે. તેમાં વ્યવહારનયના પક્ષથી જોતાં કોઈ મહાવ્રતી મુનિ છે અને કોઈ દેશવ્રતી શ્રાવક છે. જેના આત્મોપયોગમાં પરમાર્થસત્યની ઘારા અખંડપણે રહે તે મુનિવેષ વિના પણ મુનિ છે, અને જેને આત્મોપયોગનું ભાન નથી તે મુનિ વેષ હોવા છતાં પણ અમુનિ છે; અર્થાત્ શુદ્ધ ઉપયોગમાં જે રમણતા કરે તે જ સાધુ અને તે જ ભાવમુનિ છે. કેમકે ઉપયોગ એ જ સાઘના છે. ઉપયોગ એ જ ઘર્મ છે. રૂપા
સત્ય વિષે ઉપદેશ આ, સૌ વારંવાર વિચારો રે,
યથાશક્તિએ તે ક્રમે નરભવ-સાર્થકતા ઘારો રે. સદગુરુના અર્થ - સત્ય વિષેનો આ ઉપદેશ કહ્યો, તેનો સૌ વારંવાર વિચાર કરો. તથા યથાશક્તિએ ક્રમપૂર્વક વ્યવહારસત્ય અને પરમાર્થસત્યના પંથે ચાલી આ અમૂલ્ય નરભવ સાર્થક કરવાનો અવશ્ય પ્રયત્ન કરો. “આ કહેલા સત્ય વિષે ઉપદેશ વિચારી તે ક્રમમાં અવશ્ય આવવું એ જ ફળદાયક છે.” (વ.પૃ.૬૭૭) //૩૬
વ્યવહારસત્ય વિના પરમાર્થસત્ય આવે નહીં અને પરમાર્થસત્ય આવ્યા વિના યથાર્થ આત્મભાવના થઈ શકે નહીં. આત્મભાવના ભાવ્યા વિના કેવળજ્ઞાન ઊપજે નહીં. અને કેવળજ્ઞાન પામ્યા વિના જીવનો મોક્ષ થાય નહીં. માટે સદૈવ આતમ ભાવના ભાવવા યોગ્ય છે. “આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે' જ્યારે દેહની ભાવના ભાવમાં જીવ સંસારને વધારે છે. હું દેહાદિસ્વરૂપ છું, દેહ, સ્ત્રી, પુત્રાદિ મારા છે એવી ભાવના ભાવવાથી જીવનો રાગભાવ વધી જઈ સંસારની વૃદ્ધિ કરે છે. જ્યારે તેથી, વિપરીત આત્મભાવના ભાવવાથી આત્મામાં આત્મબુદ્ધિ થઈ, પરપદાર્થ પ્રત્યેનો રાગભાવ ઘટે છે. ક્રમે
Page #452
--------------------------------------------------------------------------
________________
૪૩૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
કરી રાગદ્વેષ ઘટવાથી, તે ક્ષય થઈ કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાન પામ્યાથી શાશ્વત સુખસ્વરૂપ એવા મોક્ષને જીવ પામે છે. માટે સર્વ સુખના મૂળ કારણભૂત એવી આત્મભાવનાને સમજી તેની ઉપાસના કેમ કરવી તેનું માર્ગદર્શન આ પાઠમાં આપવામાં આવે છે –
આત્મ-ભાવના
(છંદ-આખ્યાનકી વા ભદ્રાવૃત્ત : ઉપજાતિનો ભેદ)
શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદું, અનાથ (મુમુક્ષ) ના જે પરમાર્થ-બં;
આ યુગમાં જે પ્રગટાવનારા, યથાર્થ શુદ્ધાત્મ-વિચાર-થારા. ૧ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું પ્રણામ કરું છું કે જે પરમાર્થે અનાથ એવા જીવને અથવા મુમુક્ષુ જીવને આત્માર્થ પમાડવા માટે બંધુ એટલે મિત્ર જેવા છે. આ કળિયુગમાં જ્યાં મોક્ષમાર્ગ બહુ લોપ થઈ ગયો છે તેવા કાળમાં પણ યથાર્થ શુદ્ધાત્મ-વિચારધારાને પ્રગટાવનારા છે. તેના
સંતાન જે મોહ-મલિનતાનાં, કષાય-અજ્ઞાન હવે જવાનાં;
ચૈતન્યમૂર્તિ પ્રભુ શુદ્ધતાની, રહે ઉરે તો ભીતિ હોય શાની? ૨ અર્થ - જગતમાં આત્મવિચારધારા પ્રગટ થવાથી મોહરૂપી મલિનતાના સંતાન જેવા આ કષાયભાવો કે અજ્ઞાન, તે હવે જે પુરુષાર્થ કરશે તેના અવશ્ય નાશ પામશે. જેના હૃદયમાં શુદ્ધતાની ચૈતન્યમૂર્તિ એવા પરમકૃપાળુદેવનો નિવાસ છે તેને હવે ભવભય શાનો હોય? તે મુક્તિના પંથે ચઢી જશે. રા.
આત્મ-સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન, સુખી, અમોહી,
નિબંધ, અસ્કૃષ્ટ, અનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જ વાળો. ૩ અર્થ :- શુદ્ધ આત્મસ્વભાવમાં કોઈ વિકલ્પ નથી. તે શુદ્ધાત્મા વિભાવભાવોથી જુદો છે, સદા સુખી છે, રાગદ્વેષના મોહભાવોથી રહિત અમોહી છે. કમથી બંધાયેલો નથી પણ અબદ્ધ છે, કમોંથી સ્પર્ધાયેલો નથી માટે અસ્કૃષ્ટ છે. પોતાના જ સ્વરૂપમાં રમનારો હોવાથી અનન્ય એટલે બીજારૂપે નથી. તે શુદ્ધાત્મા નિશ્ચયનયે ચારિત્રગુણવાળો હોવાથી સદા સ્વસ્વરૂપમાં સ્થિરતા કરવાના સ્વભાવવાળો છે. હા
સંયોગ ના મોહ-મલિનતાનો, રહે અસંયુક્તપણે, પ્રમાણો;
દ્રષ્ટાંત અંબુજ-જળ વિચારું, ન બંઘ કે સ્પર્શ, જળે ય ન્યારું. ૪ અર્થ :- આત્મા સાથે મોહરૂપી મલિનતાનો સંબંઘ અસંયુક્તપણે એટલે એકમેકપણે નથી, પણ જળકમળવત્ છે. એ વાતને દ્રષ્ટાંતથી સમજી પ્રમાણભૂત માનો. અંબુજ એટલે કમળ, જે જળમાં જ રહેવા છતાં જળથી બંધાયેલ નથી કે જળથી સ્પર્શાયેલું પણ નથી. તે સદા જળથી ન્યારું રહે છે. //૪
દેખાય નિત્યે જળમાં રહેલું, સદાય કોરું રવિ તેજ-ઘેલું;
માટી તણાં વાસણ ભિન્ન તો યે, દરેક છે માટી રૂપે જ જો એ. ૫ અર્થ - કમળ હમેશાં જળમાં રહેલું દેખાય છે છતાં સદાય તે જળથી કોરું રહે છે, ભિજતુ નથી.
Page #453
--------------------------------------------------------------------------
________________
(૭) આત્મ-ભાવના
૪૩૭ તથા સૂર્યના તેજથી તે ઘેલું બને છે, અર્થાત્ કમળ બિડાયેલું હોય તો પણ સૂર્યના તેજથી તે ખીલી ઊઠે છે. માટીના વાસણ ભલે જુદા આકારે હોય તો પણ દરેક વાસણ માટીના જ બનેલા છે. તેમ આત્મા કર્મના સંયોગે અનેક પર્યાય પામે તો પણ તે સદા આત્મારૂપે જ અનન્ય રહે છે; બીજા રૂપે થતો નથી. //પા.
આદ્યત-મધ્યે કર્દી માર્ટી વિના, રહે નહીં, દ્રષ્ટિ ગણો નવી ના;
વારિધિ મોજાંથી જણાય ક્ષુબ્ધ, અનિલ-યોગે, ન વિચાર-સિદ્ધ; ૬ અર્થ - આદિ, અંત કે મધ્યમાં તે વાસણ માટીરૂપે જ રહે છે. માટી વિના વાસણનું અસ્તિત્વ રહે નહીં. આ કોઈ નવી દ્રષ્ટિ એટલે નવીન વાત નથી પણ અનાદિથી એમ જ છે.
વારિધિ એટલે સમુદ્ર, તે મોજાંથી ક્ષુબ્ધ એટલે ખળખળાટવાળો જણાય પણ તે અનિલ એટલે પવનના યોગથી છે. એ વાત વિચારથી સિદ્ધ ન થાય તો જળની બીજી સ્થિતિનો વિચાર કરીએ. IIકા
ગોળે રહેલું જળ શાંત નિત્ય, સહાય વિના સ્વરૃપે રહે તે;
આકાર સોનું ઘરતું ઘણાયે, ન કોઈ આકાર રૂપે સદાયે. ૭ અર્થ - ગોળામાં રહેલું જળ હમેશાં શાંત રહે છે. કોઈની સહાય વિના સદા સ્વરૂપમાં રહે છે; ખળખળાટ કરતું નથી. તેમ આત્મા પણ કર્મના અભાવે પોતાના સહજ સ્વરૂપમાં રહે છે. સોનું અનેક આકારને ઘારણ કરે છે. તે કોઈ એક આકારરૂપે હમેશાં રહેતું નથી. શા
સામાન્યતા સર્વ વિષે જ સાચી, રહો ને તત્કાળ-રૂપે ય રાચી;
વિરોઘી અગ્નિ-જળના સ્વભાવો, ઊના જળ એક, ન ચિત્ત લાવો. ૮ અર્થ:- સોનાની સર્વ પર્યાયોમાં, સોનાની સામાન્યતા એટલે હોવાપણું તો છે જ, એ વાત સાવ સાચી છે. પણ સોનાની કોઈ તત્કાળ પર્યાય જોઈ તે પર્યાયને જ વસ્તુનું સ્વરૂપ ન માનો. તેમ આત્મા મનુષ્યાદિ કોઈ પણ પર્યાયમાં હોય પણ તે પર્યાયને જ આત્મા ન માનો. અગ્નિ અને જળના સ્વભાવો વિરોધી છે. તેથી ઊનું જળ જોઈને આ તો ગરમ જ છે એમ એકાંતે ન માનો. દા.
પાણી પડે ઉષ્ણ છતાં ય લાળા બુઝાઈ જાતા નજરે નિહાળ્યા;
તેવી રીતે સર્વ વિશેષણો એ; સદાય આત્મા સ્વરૃપે ગણ્યો છે. ૯ અર્થ - કેમકે ઉષ્ણ એટલે ગરમપાણીની ઘાર પણ જો લાળા એટલે અંગારા (દેવતા) ઉપર પડે તો તે બુઝાઈ જાય છે, એમ નજરે જોયું છે. કેમકે પાણી સંયોગે ગરમ હોવા છતાં પણ તે સ્વભાવથી તો શીતળ જ છે. તેવી રીતે સર્વ વિશેષણોથી યુક્ત એટલે ક્રોધાત્મા, માનાત્મા, માયાવાળો આત્મા, કે લોભવાળો આત્મા વગેરે કર્મને આધીન દેખાવા છતાં પણ તે સદા પોતાના સ્વરૂપમાં રહે છે. સ્વસ્વરૂપનો તે કદી ત્યાગ કરતો નથી. Iો.
જેવા થવું હોય, સદાય તેવો, વિચાર-અભ્યાસ અનન્ય સેવો;
દેહાદિ-ચિંતા-ફળ દેહ ભાળો, સ્વરૂપ-સંગે પરમાત્મતા લ્યો. ૧૦ અર્થ:- જેવા થવું હોય તેવો સદૈવ વિચારરૂપ અભ્યાસ અનન્ય એટલે તે મય થઈને સેવો. દેહ, કુટુંબાદિમાં તે મય થઈ ચિંતા કરવાનું ફળ નવા દેહ ઘારણ કરવાનું થશે અને આત્મામાં આત્મબુદ્ધિ થઈ સ્વરૂપ તન્મયતાનું ફળ પરમાત્મપદની પ્રાપ્તિરૂપ આવશે.
Page #454
--------------------------------------------------------------------------
________________
૪૩૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
“બીજા દેહોતણું બીજ, આ દેહ આત્મભાવના;
વિદેહ મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના.” -સમાધિશતક /૧૦ગા. જ્ઞાનાદિ ગુણે પરિપૂર્ણ હું તો, સદા અરૂપી સુવિશુદ્ધ છું, જો;
ના અન્ય મારું પરમાણું માત્ર, ઠગાય સર્વે ગણી નિજ ગાત્ર. ૧૧ અર્થ - હું તો જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ ગુણોવડે સદા પરિપૂર્ણ છું. મૂળસ્વરૂપે સદા અરૂપી છું. અને પ્રકૃષ્ટપણે સદા સુવિશુદ્ધ સ્વભાવવાળો છું. આ જગતમાં એક આત્મા સિવાય પરમાણુ માત્ર પણ મારું નથી. એમ આત્મભાવના કરવાયોગ્ય છે. છતાં સર્વે અજ્ઞાની જીવો આ ગાત્ર એટલે શરીરને જ પોતાનું સ્વરૂપ માની ઠગાય છે; અર્થાત્ પરને પોતાનું માની, સ્વયંને જ ઠગે છે. ૧૧ાા
હું શુદ્ધ જ્ઞાની મમતા રહિત, સું-દર્શને પૂર્ણ, સમાધિ-ચિત્ત;
તેમાં રહી સ્થિર, બંઘાય કર્મ-હણી, લઉં હું શિવ-થામ-શર્મ. ૧૨ અર્થ - ફરી આત્મભાવના ભાવી કર્મોને કેમ શિથિલ કરવા તેના ઉપાયો નીચે બતાવે છે -
હું શુદ્ધજ્ઞાની સમાન મમતા રહિત સ્વભાવવાળો છું. સમ્યક્દર્શનથી પરિપૂર્ણ છું. મારા ચિત્તમાં એટલે જ્ઞાનમાં સદૈવ સમાધિ છે. તે આત્મસ્વસ્થતારૂપ સમાધિમાં સ્થિર રહી, બઘાય કમોને હણી, હવે મોક્ષરૂપી ઘામમાં જઈ શર્મ એટલે શાશ્વત સુખને પ્રાપ્ત કરું. ૧૨ા
જો પીંપળે લાખ સમાન કર્મો, નિબદ્ધ ઘાતે જીંવ-શુદ્ધ ઘર્મો
ચૈતન્ય છે ધૃવ વધે-ઘટે આ, મૃગી તણા વેગ સમાન લેખા. ૧૩ અર્થ :- જેમ પીપળના ઝાડ ઉપર લાખ ચોટેલી હોય તેમ કર્મો નિબદ્ધ એટલે આત્મા સાથે બંઘાઈને જીવના શુદ્ધ સ્વભાવમય ગુણધર્મોને ઘાતે છે. છતાં ચૈતન્યમય એવો આત્મા તો ધ્રુવ જ રહે છે. પણ આ કમમાં વધ-ઘટ થયા કરે છે. તેથી તે કર્મો મૃગી એટલે હરણીની જેમ ઉછાળા માર્યા કરે છે અથવા મૃગી એટલે હિસ્ટિરીયાના રોગીને જેમ વેગ આવે તેમ આવ્યા કરે છે. ૧૩
કર્મો ક્રમે થાય, જતાં જણાય, શીતાદિ પેઠે જ્વરમાં મનાય;
આત્મા સ્વયં નિત્ય રહે ત્રિકાળ, અચૂક વિજ્ઞાનરૂપે નિહાળ. ૧૪ અર્થ :- આ કમ ક્રમપૂર્વક સમયે સમયે બંઘાયા કરે છે. અને સમયે સમયે તેની નિર્જરા પણ થતી જણાય છે. જેમ ટાઢિયા તાવમાં કોઈ વાર ઠંડીનો અનુભવ થાય અને વળી તે ઠંડી દૂર થઈ શરીર ગરમ પણ થઈ જાય છે. છતાં આત્મા તો સ્વયં ત્રણેકાળ નિત્ય રહે છે. અને તેના વિજ્ઞાનરૂપ એટલે વિશેષ જ્ઞાનરૂપ રહેલા જ્ઞાનદર્શનાદિ ગુણો પણ અચૂકપણે તેવા જ રહે છે એમ તું જાણ. ૧૪
આત્મા સ્વયંરક્ષિત નિત્ય જાણો, અનાથ કર્મો ન ટકે પ્રમાણો;
રોકાય ના કાળ કદાપિ જેમ, ખરી જતાં કર્મ અરોક તેમ. ૧૫ અર્થ - પ્રત્યેક આત્મા સદા સ્વયંરક્ષિત છે. એની રક્ષા માટે કોઈની જરૂર નથી. એને હણવા કોઈ સમર્થ નથી. અનાથ એવા કમોં પણ સદાકાળ ટકી શકે એમ નથી. જેમ કાળ એટલે સમય જઈ રહ્યો છે તેને કદાપિ રોકી શકાય નહીં તેમ ઉદય આવેલા કર્મોને ખરી જતાં કોઈ રોકવા સમર્થ નથી. ૧૫
આકુળતાપૂર્ણ, અસ્ખ-ઘામ, સ્વભાવ કર્યોદયનો પ્રમાણ; આત્મા નિરાકુલ સદા વિચારો, અપાર સુખે પરિપૂર્ણ થારો. ૧૬
Page #455
--------------------------------------------------------------------------
________________
(૭) આત્મ-ભાવના
૪૩૯
અર્થ - કર્મના ઉદયનો સ્વભાવ આકુળતાપૂર્ણ છે. અર્થાત આત્માને અશાંતિ ઉપજાવનાર છે અને અસુખ-ઘામ એટલે દુઃખનું જ ઘર છે; જ્યારે આત્માનો સ્વભાવ સદા નિરાકુલ છે એમ વિચારો. આત્મા તો સ્વયં અનંત સુખથી પરિપૂર્ણ છે એમ મનમાં શ્રદ્ધા કરો. ૧૬ાા.
આગામી કાળે ફળદાર્યો કર્મો, ઘરે ઉરે ગર્ભિત દુઃખ-થર્મો
આત્મા નથી પુદ્ગલ-ભાવ-હેતુ, અદુઃખકારી, ભવ-અંબુ-સેતુ. ૧૭ અર્થ :- આગામી એટલે ભવિષ્યકાળમાં ફળ આપનાર કર્યો જે સત્તામાં પડ્યાં છે. તે પણ ગર્ભિત રીતે દુ:ખના ઘર્મોને જ ઘારણ કરેલ છે. જે પુદગલ પરમાણુનું પરિણમન થઈ રહ્યું છે તેનું કારણ આત્મા નથી. તે સ્વતઃ છે. આત્મા તો અદુઃખકારી એટલે અનંત સુખમય સ્વભાવવાળો છે, અને આત્મભાવના છે તે જીવને ભવ-અંબુ એટલે ભવજળથી પાર ઉતારવામાં સેતુ એટલે પુલ સમાન છે. ૧ળા
આવા વિચારે ઑવ ભેદ-જ્ઞાને, શિથિલ કર્મોદયથી પિછાને
ચૈતન્ય-ભાનુ, ખસતાં કુકર્મો અમાપ તેજે પ્રગટે સ્વથર્મો. ૧૮ અર્થ - ઉપરોક્ત ભેદજ્ઞાનના વિચાર કરવાથી જીવના કર્મોદય શિથિલ થતાં જાય છે. તેથી સૂર્ય સમાન પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્માની તેને ઓળખાણ થાય છે. પછી કુકમોંના આવરણો ખસતાં આત્માનું અમાપ તેજ વાજલ્યમાન થઈ પોતાના અનંત ગુણધર્મો પ્રગટે છે. /૧૮ના
હું મુક્ત સર્વે પરભાવથી છું, અસંગ છું દ્રવ્યથી એકલો હું,
ક્ષેત્રે અસંખ્યાત ઘરું પ્રદેશો, સ્વદેહવ્યાપી અવગાહના શો. ૧૯ હવે આત્મભાવના કરવા આત્મસાઘન બતાવે છે :
અર્થ – હું સર્વ પરભાવથી મુક્ત છું, હું ભાવકર્મ, દ્રવ્યકર્મ, નૌકર્મથી રહિત અસંગ છું, દ્રવ્યથી જોઈએ તો હું એકલો છું. ક્ષેત્રથી આત્માના અસંખ્યાત પ્રદેશોને ઘારણ કરનાર છું. અને સ્વદેહમાં વ્યાપેલો છું. સ્વદેહ પ્રમાણ એ મારી અવગાહના એટલે આકાર છે. ૧૯ાા
કાળે સ્વપર્યાય પરિણમતો, અજન્મ ને શાશ્વત-થર્મ-વંતો
છું શુદ્ધ ચૈતન્ય, વિકલ્પ-હીન, સ્વ-ભાવ-દ્રષ્ટા જ, વિજ્ઞાનલીન. ૨૦ અર્થ - કાળથી હું સમયે સમયે સ્વપર્યાયમાં જ પરિણમું છું, હું અજન્મ છું. મારો કોઈ કાળે જન્મ થયો નથી. કેમકે હું શાશ્વત-ઘર્મવાળો છું. અને ભાવથી હું જ્ઞાનદર્શનમય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. મારો સ્વભાવ નિર્વિકલ્પ દ્રષ્ટા છે અને પોતાના વિશેષ જ્ઞાનમાં જ લીન રહેવાવાળો છું. ૨૦ાા
આત્મસાઘન દ્રવ્ય - હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્ર - અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું. કાળ - અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. ભાવ - શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.” (વ.પૃ.૭૯૪).
જ્ઞાની ક્રમે આત્મ-વિચાર અર્થે કહે શરીરે નિજ ભાવ વર્તે, ત્યાંથી ક્રમે પ્રાણ નિજાત્મ ઘારો, પછી ગણો ઇન્દ્રિયોના પ્રચારો. ૨૧
Page #456
--------------------------------------------------------------------------
________________
४४०
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
હવે કેવી રીતે આત્મભાવના કરીને આત્મ અનુભવ સુધી પહોંચવું તેનો ક્રમ બતાવે છે :
અર્થ :- જ્ઞાની પુરુષો ક્રમપૂર્વક આત્મવિચારણા કરવા માટે કહે છે કે સૌ પ્રથમ જીવને પોતાના શરીરમાં આત્મબુદ્ધિ વર્તે છે. ત્યાંથી ક્રમપૂર્વક શ્વાસમાં પોતાનું આત્માપણું ઘારો કે જાણે શ્વાસ એ જ આત્મા હશે. પછી ઇન્દ્રિયોમાં આત્માપણાની કલ્પના કરો કે ઇન્દ્રિયો આત્મા હશે. ૨૧ાા.
ઇન્દ્રિયથી આગળ ચિત્ત-વૃત્તિ, વિકલ્પ-સંકલ્પ-તરંગ-મૂર્તિ;
અંતે સ્થિર જ્ઞાનની ભાવનામાં, ન અન્ય આલંબન એકતામાં. ૨૨ અર્થ - પછી ઇન્દ્રિયોથી આગળ જઈ, ઇન્દ્રિયોને ચલાવનાર એવું મન તે આત્મા હશે? તે મન તો કર્મને આધીન સંકલ્પ વિકલ્પના તરંગોની મૂર્તિ છે. એવા મનને હવે અંતે આત્મજ્ઞાનની ભાવનામાં રોકી સ્થિર કરો. ‘જ્ઞાને બાંધ્યું મન રહે.' બીજા હઠયોગ વગેરે અન્ય આલંબનો આત્મા સાથે એકતા કરવામાં કાર્યકારી નથી. રિરા
વાણી અને કાય સ-ઉપયોગે યમે રમે જો સ્થિરતા-પ્રયોગ,
સમ્યકત્વ ઘારી જીંવ આત્મ-અર્થે પ્રશાંત આત્મા કરવા પ્રવર્તે. ૨૩ અર્થ :- પછી વાણી અને કાયા પણ ઉપયોગ સહિત અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગરૂપ પાંચ યમમાં આત્મસ્થિરતા કરવા માટે પ્રવર્તે તો જીવ સમ્યક્દર્શનને પામે છે. સમ્યકત્વ પામ્યા પછી અંતર્ધાત્મા થવાથી પોતાના આત્માને પ્રકષ્ટ શાંત કરવાને માટે તે કષાય નિવારવાનો જ પ્રયત્ન કરે છે. રા.
વિકલ્પ સૌ જોય તણા વિસાયેં, બને રહેવું અનુભૂતિ-સારે;
આત્મા રહે શેયરૂપે જ એક, અનન્યરૂપે પરિણામ છેક. ૨૪ અર્થ - શેય એટલે જ્ઞાનમાં જે પદાર્થો જણાય છે તે સર્વ વિકલ્પોને ભૂલવાથી સારભૂત એવી આત્મ અનુભૂતિમાં સ્થિર રહેવાનું બને છે. ત્યાં શેયરૂપે એક આત્મા હોય છે. જ્યાં સુધી આત્મ અનુભૂતિમાં હોય ત્યાં સુધી પરિણામ બીજે જતાં નથી; અનન્યરૂપે એક આત્મામાં જ રહે છે. /૨૪.
તેવી દશામાં સ્કુર ઊઠતી કો, અપૂર્વ આનંદ-ઝરા સમી, જો
ઊર્મિ ઉરે; વિસ્મૃત થાય અન્ય, સ્વરૂપનું ભાન અકથ્ય, ઘન્ય! ૨૫ અર્થ :- ઉપર કહી તેવી આત્મઅનુભૂતિ દશામાં અપૂર્વ આનંદનીઝરા જેવી અંતર આત્માનંદની ઉર્મિઓ-લહેરીઓ ફરી ઊઠે છે. ત્યારે બીજું બધું ભૂલાઈ જાય છે અને અકથ્ય એટલે કહી ન શકાય એવું આત્મસ્વરૂપનું અદ્ભુત ભાન પ્રગટે છે. જે જીવનને ધન્ય બનાવે છે. //રપના
એવો ન આનંદ જરાય ભોગે, કહ્યો અતીન્દ્રિય મહાજનોએ:
ના એ અનુમાન, ન માત્ર શ્રદ્ધા, અનુભવે તે સમજે સ્વ-વેત્તા. ૨૬ અર્થ - આત્માના અનુભવનો જે આનંદ વેદાય છે, તેવો આનંદ જરા પણ ભોગમાં નથી. તે આત્માનંદને મહાપુરુષોએ અતીન્દ્રિય આનંદ કહ્યો છે. તે આત્માનંદ એ અનુમાન નથી કે માત્ર શ્રદ્ધાનો વિષય નથી. પણ જે તેને અનુભવે તે જ તેના યથાર્થ સ્વરૂપને જાણે છે. રા.
સમ્યકત્વઘારી સમજ સ્વભાવ, વિભાવ તો કર્મ-જનિત ભાવ; દેહાદિ ના જાણી શકે જરાય, સ્વરૂપ તે ના કદીયે મનાય. ૨૭
Page #457
--------------------------------------------------------------------------
________________
(૭) આત્મ-ભાવના
૪૪૧
અર્થ - તે આત્માનંદને સમ્યકદ્રષ્ટિ પુરુષો પોતાનો સ્વભાવ સમજે છે. અને વિભાવને કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલો ઔપાથિક ભાવ માને છે. તે આત્માનંદને દેહ, ઇન્દ્રિયો કે મન, જરાય જાણી શકે નહીં. તેથી આ દેહાદિને કદી પણ પોતાનું સ્વરૂપ માની શકાય નહીં. રણા
જાણી તજે કર્મ-વિપાક-દોષો, રહે સ્વભાવે તડેં રાગ-રોષો;
રાગાદિ ના તે પરમાણુ માત્ર ઉરે ઘરે ઇષ્ટ રૂપે સુપાત્ર. ૨૮ અર્થ - સમ્યકુદ્રષ્ટિ પુરુષો આ દેહ કુટુંબાદિને કર્મવિપાકના દોષોથી આવેલું ફળ જાણી, તેના પ્રત્યેના મમત્વભાવનો ત્યાગ કરે છે. અને રાગદ્વેષના ભાવોને તજી સ્વભાવમાં મગ્ન રહે છે. તેવા સુપાત્ર સમ્યકુદ્રષ્ટિ જીવો રાગદ્વેષાદિ ભાવોને પરમાણુમાત્ર પણ ઇષ્ટ ગણીને હૃદયમાં સ્થાન આપતા નથી. ૨૮
આત્મા-અનાત્મા પણ ઓળખે ના, ગણાય સમ્યત્વ વિવેકી તે ના;
જ્ઞાની, મુનિ, કેવળી, શુદ્ધ નામે ગણાય આત્મા પરમાર્થ માન્ય. ૨૯ અર્થ - જે આત્મા અને અનાત્મા એટલે શરીરાદિ જડ પુદ્ગલના સ્વરૂપને પણ ઓળખે નહીં, તે સમ્યકુદ્રષ્ટિ પુરુષ ગણાય નહીં. તે વિવેકી પણ ગણાય નહીં. કારણ કે જડ-ચેતનના ભેદને જાણે તે જ ખરો વિવેકી છે. જ્ઞાની, મુનિ, કેવળી એ નામો પણ શુદ્ધપણે ક્યારે ગણાય કે જ્યારે તે આત્માઓ પરમાર્થ સમકિતને પામેલા હોય ત્યારે. રા.
તેમાં સ્વભાવે સ્થિતિ ઘારનારા મુનિ ભવાબ્ધિ તર તારનારા.
રાગાદિથી બંઘ, વિરાગતાથી મુકાય જીવો, જિન સર્વ સાક્ષી. ૩૦ અર્થ :- આત્મસ્વભાવમાં સ્થિતિ ઘારનારા મુનિ જ ભવાબ્ધિ એટલે સંસારરૂપી સમુદ્રથી તરે છે અને બીજાને પણ તારી શકે છે. રાગદ્વેષાદિ ભાવોથી જીવને કર્મબંઘ થાય છે. અને વિરક્તભાવથી જીવો કર્મથી મુકાય છે. આ વાતના સર્વ જિનેશ્વરો સાક્ષી છે; અર્થાત્ સર્વ જિનેશ્વરોનું એ જ કહેવું છે. પરમકૃપાળુદેવે પણ આત્મસિદ્ધિની સોમી ગાથામાં એ જ કહ્યું છે :
“રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તેજ મોક્ષનો પંથ.” -શ્રીમદ્ રાજચંદ્ર ૩િ૦ગા. જ્ઞાની ગણે ના પર વસ્તુ મારી, સ્વ સર્વ આત્મા જ, અસંગ ઘારી;
છેદાય તેથી પર વસ્તુ તોયે, બગાડ મારો ને જરાય હોય. ૩૧ હવે જ્ઞાની પુરુષોની આત્મભાવના કેવી હોય તે જણાવે છે :
અર્થ - સાચા આત્મજ્ઞાની પુરુષો શરીરાદિ પરવસ્તુને કદી પોતાની માનતા નથી. પોતાનો માત્ર એક આત્મા જ, જે સદા અસંગ સ્વભાવવાળો છે. તેથી પરવસ્તુ શરીરાદિ છેદાવાથી મારો જરાય બગાડ થતો નથી એમ માને છે. જેમ પ.પૂ.પ્રભુશ્રીજી કહે–ચકરી ચઢે, બેભાન થઈ જવાય પણ આ દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. ૩૧ાા
ભેદાય દેહાદિ ભલે, ભણું ના–“મને પડે દુઃખ” મને ગણું ના;
ચોરાઈ જાયે ઘન સર્વ તોયે, “બધું ગયું મુંજ' ઉરે ન હોય. ૩૨ અર્થ - જ્ઞાની પુરુષો, દેહાદિ ભલે ભેદાઈ જાય તો પણ કોઈને કહે નહીં કે મને દુઃખ પડે છે. મન
Page #458
--------------------------------------------------------------------------
________________
૪૪૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પર એ વાતને લેતા નથી. તેમનું સર્વ ઘન ચોરાઈ જાય, તો મારું બધું ગયું એમ તેમના હૃદયમાં હોય નહીં. [૩રા.
જાઓ બળી સર્વ વિનાશ-પાત્ર, યથેચ્છ છૂટો પર વસ્તુ માત્ર;
મારું બળે ના પરમાણુ માત્ર, ન રોમ મારું ફરકાય અત્ર. ૩૩ જેને આત્મભાવના દ્રઢ થઈ હોય તેના કેવા વિચાર હોય તે કહે છે :
અર્થ :- જે નાશવંત વસ્તુઓ કાળાંતરે વિનાશને પાત્ર છે તે ભલે બળી જાઓ કે નાશ પામો, જે મારા સ્વરૂપથી માત્ર પર છે તે વસ્તુઓનો વિયોગ થાઓ કે જેમ થવું હોય તેમ થાઓ; તેમાં મારું પરમાણુ માત્ર પણ બળતું નથી. તેથી મારું એક રોમ પણ ફરકાય નહીં. એવી માન્યતા જ્ઞાની પુરુષોની હોય છે. નમિરાજર્ષિને ઇન્દ્ર માયાથી મિથિલાનગરી બળતી દેખાડીને કહ્યું : તમારી મિથિલા બળે છે. ત્યારે નમિરાજર્ષિ કહે : મિથિલા બળવાથી મારું કંઈ બળતું નથી. ૩૩
આત્મા નથી છેદ્ય, અભેદ્ય નિત્ય, અજન્મ, વૃદ્ધિ-મરણે રહિત;
એવું ગણી ત્યાં રત-ચિત્ત થાઉં, સ્વભાવ-સંતુષ્ટ બની શમાઉં. ૩૪ અર્થ – આત્મા કોઈથી છેદી શકાય નહીં. તે સદા અભેદ્ય છે. તેનો કદી જન્મ નથી. તે આત્માના પ્રદેશો કદી વઘતા નથી, કે તે કદી મરતો નથી. એવું માનીને તે આત્મામાંજ સદા તન્મય થાઉં. પોતાના સ્વભાવમાં જ સંતુષ્ટ બની તેમાં જ સમાઈ રહ્યું. “સમજ્યા તે સમાઈ ગયા, સમજ્યા તે સમાઈ રહ્યા.” ||૩૪માં
તૃપ્તિ સ્વભાવે ઘરી ઉર રાખું, સદા મહા ઉત્તમ સુખ ચાખું.
આઘાર આત્મા તણી ભાવનાનો, ટકાવતાં કેવળજ્ઞાન પામો. ૩૫ અર્થ - આત્મસ્વભાવમાં જ ખરી તૃપ્તિ છે. એ વાતને મારા હૃદયમાં ઘરી રાખી જો સપુરુષાર્થ કરું તો હું પણ સદા આત્માના મહાન સુખને ચાખી શકું. તે ઉત્તમસુખનો આધાર આત્માની ભાવના છે. તે આત્મભાવનાને ટકાવી રાખનાર કેવળજ્ઞાનને પામે છે. માટે પરમકૃપાળુદેવે મંત્ર રૂપે જણાવ્યું કે :
“આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” -શ્રીમદ્ રાજચંદ્ર ૩૫ જ્ઞાની ઘરે ભાવ સદાય એવા, ઉપાસકે તે ન વિસારી દેવા;
શક્તિ પ્રમાણે સમજી વિચારો, પરોક્ષ-પ્રત્યક્ષ તણા પ્રકારો. ૩૬ અર્થ :- જ્ઞાનીપુરષો તેમના હૃદયમાં સદાય આતમભાવનાને ઘરી રાખે છે. માટે જે આત્મપ્રાપ્તિના ખરા ઉપાસક હોય તેમણે પણ આતમ ભાવનાને સદાય જાગૃત રાખવાનો પ્રયત્ન કરવો, તેને ભૂલી જવી નહીં. પોતાની શક્તિ પ્રમાણે એ આત્મભાવનાને સમજી, તેનો વિચાર કરવો. આત્મા જેને પ્રત્યક્ષ થયો છે તે અનુભવથી સમજીને આત્મભાવનાને કેવળજ્ઞાન મેળવવા અર્થે ઉપાસે છે; પણ જેને આત્મા હજી પરોક્ષ છે, તેણે જ્ઞાની પુરુષ ઉપર શ્રદ્ધા રાખી, તેમણે જેવો આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો તેવો મારો આત્મા છે. એમ વિચારીને સદૈવ આત્મભાવના ભાવવી યોગ્ય છે. //૩૬ાા
આતમ ભાવના ભાવી જેણે રાગદ્વેષ અજ્ઞાનને સંપૂર્ણ જીત્યા એવા જિનપરમાત્મા પ્રત્યે ભક્તિ ભાવના કરી મારા આત્માનું કલ્યાણ કરું. હે પ્રભુ! આપ ચારગતિરૂપ સંસારનું ભ્રમણ ટાળી સંપૂર્ણ
Page #459
--------------------------------------------------------------------------
________________
(૯૮) જિન ભાવના
૪૪૩
આત્મસ્વરૂપને પામ્યા, તેમ હું પણ આપની પાસે એવી આત્મભાવના ભાવું કે જેથી મારું પણ આ ચારગતિમાં ભટકવાનું અટકી જાય. કારણકે જેવું આપનું શુદ્ધ સજાત્મસ્વરૂપ છે તેવું જ નિશ્ચયનયની અપેક્ષાએ મારા આત્માનું પણ સ્વરૂપ છે. માટે હૈ નિર્મોહી નાથ ! મને સદાય આપના શરણમાં રાખો, જેથી હું પણ આપના બોઘબળે આપની ભક્તિથી અગાધ સ્વયંભૂરમણ સમુદ્ર જેવા આ મોહને જીતી સર્વકાળને માટે પરમ આત્મશાંતિને પામું. એવા પ્રકારની અનેક જિન ભાવનાઓ જેમાં ભાવી છે એવા આ પાઠની હવે શરૂઆત કરે છે.
(૯૮) જિન-ભાવના
વસંતતિલકા વૃત્ત
*
શ્રી રાજચંદ્ર-ચરણે કરી વંદના હું, અલ્પજ્ઞ તોય જિન-ભાવ ઉરે ઘરું છું; જો કે કળા ન તરવા તણી જાણી તોયે, નૌકા તણી મદદથી જલધિ તરાયે. ૧ અર્થ :શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં વંદના કરીને, હું અલ્પ બુદ્ધિવાળો હોવા છતાં, જિનેશ્વર ભગવાનની અનેક પ્રકારે ભક્તિભાવના કરવાના ભાવોલ્લાસ હ્રદયમાં રાખું છું. જો કે ભવસમુદ્ર તરવાની કળા મેં જાણી નથી તો પણ સત્પુરુષરૂપી વહાણના આશ્રયથી ભવરૂપી જલધિ એટલે સમુદ્ર અવશ્ય તરી શકાય છે એમ માનું છું. “તે શ્રીમત્ અનંત ચતુષ્ટચસ્થિત ભગવતનો અને તે જયવંત થર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુઘ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્ત્તવ્ય નથી.’’ -શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૮૪૩ (પૃ.૬૨૬)
ચારે ગતિ ભટકતાં બહુ થાક લાગ્યો, પામ્યો અચાનક સુયોગ, વિચાર જાગ્યોઃ— હે! જીવ, શાંત-રસપૂર્ણ વિભુ ભજી લે, દુઃખો અનંત છૂટશે, હિત આ સજી લે. ૨
-
અર્થ :– હે પ્રભુ! આ ચારેય ગતિમાં અનાદિથી ભટકતાં મને બહુ થાક લાગ્યો, તેમાં અચાનક મહાભાગ્યોદયે આપ પ્રભુનો સુયોગ પ્રાપ્ત થતાં એવો વિચાર જાગ્યો કે હે! જીવ, હવે તું પરમશાંતરસથી પરિપૂર્ણ એવા વિભુ એટલે પ્રભુને ભજી આત્મપ્રાપ્તિ કરી લે, જેથી ભવિષ્યમાં આવનારા અનંતદુઃખોનો નાશ થઈ તારા આત્માનું કલ્યાણ થાય. હવે જીવનમાં આવેલી આવી તકને સાઘ્ય ક૨ી લે; જવા દઈશ નહીં. આર્રિ હરો ત્રિજગની જિનનાથ, વંદું, ક્ષિતિનો અભૅલ ભૂષણ, શું પ્રશંસું? સંપૂર્ણતા વી તમે પરમાત્મ-ભાવે; ઇચ્છું ભવાબ્ધિ-જલ-શોષણ-લાભ આવે. ૩
અર્થ :– આત્તિ એટલે દુઃખ, પીડા. હે જિનનાથ! આપને વંદન કરી પ્રાર્થના કરું છું કે આપ ત્રણેયલોકના જીવોની ત્રિવિધતાપની પીડાનો નાશ કરો. આ ક્ષિતિન્તલ એટલે પૃથ્વીતલ ઉપર અમૂલ્ય ભૂષણરૂપ એટલે શોભારૂપ એવા આપ પ્રભુની શું શું પ્રશંસા કરું? તમે તો પરમાત્મભાવને પામી આત્મસિદ્ધિની સંપૂર્ણતાને પ્રાપ્ત કરી છે. એવું હું પણ ઇચ્છું છું કે મારું આ ભવાબ્ધિ એટલે સંસારરૂપી સમુદ્રનું જળ સુકાઈ જઈ, મને પણ આત્મલાભની પ્રાપ્તિ થાય.
Page #460
--------------------------------------------------------------------------
________________
४४४
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
હે! નાથ, મોક્ષ-પથ-નાયક, હાથ ઝાલો, કમોં કઠિન ચૅરનાર સહાય આલો; હે! વિશ્વ-તત્ત્વ સમજી સમજાવનારા, ગુણો થજો પ્રગટ વંદનથી અમારા. ૪
અર્થ - હે નાથ! મોક્ષમાર્ગના નાયક, આ સંસારમાં ડૂબતા એવા આ પામરનો આપ હાથ ઝાલો. હે કઠીન કર્મોને ચૂરનાર એવા પ્રભુ! મને પણ કર્મોને હણવામાં સહાય આપો. જડ ચેતનાત્મક વિશ્વ તત્ત્વને સમજી, જગત જીવોને સમજાવનારા એવા હે પ્રભુ! આપને સાચા ભક્તિભાવે વંદન કરવાથી અમારા પણ આત્મગુણો પ્રગટ થજો, એમ ઇચ્છીએ છીએ.
આશ્ચર્ય સર્વ ઘરતા પ્રભુ, ઉર આવો, સંપૂર્ણ આત્મ-ગુણ દાસ તણા જગાવો; આત્માર્થી સર્વ હીન છે, નથી માગવું તે, શ્રી બોઘરૂપ બનવા પ્રભુ, જીવવું છે. ૫
અર્થ - હે પ્રભુ! આપનું અનંતજ્ઞાન, દર્શન, સુખ, વીર્ય સર્વ આશ્ચર્યમય છે. એવા સર્વ આશ્ચર્યને ઘારણ કરનારા પ્રભુ! આપ મારા હૃદયમાં પધારો. આ દાસના પણ સંપૂર્ણ આત્મગુણો જે તિરોભાવે રહેલા છે તેને આવિર્ભાવે કરી, મોહનીદ્રામાંથી જાગૃત કરો. આ જગતમાં રહેલા સર્વ પદાર્થો આત્માથી હીન છે, તેની આપની પાસે હવે કોઈ માગણી નથી. પણ શ્રી એટલે આત્મલક્ષ્મીથી યુક્ત એવા બોઘરૂપ એટલે જ્ઞાનરૂપ બનવા અર્થે હે પ્રભુ! હવે માત્ર જીવવું છે. માટે આ પામરને તેમ થવા સહાય આપો.
હે! મોક્ષ-મૂર્તિ, સહજાત્મફૅપી સુખાબ્ધિ, સિદ્ધાંત સર્વ ઉર ઘારી રહ્યા અરૂપી;
આનંદ-કંદ જગમાં જયવંત વાણી–આપે કહી, ભવ-દવે બની મેઘ-પાણી. ૬
અર્થ :- હે સાક્ષાત્ જંગમરૂપ મોક્ષની મૂર્તિ સમા પ્રભુ! આપ સહજાત્મસ્વરૂપમાં જ રમણતા કરનારા હોવાથી સુખાબ્ધિ એટલે સુખના સમુદ્ર છો. આપનો આત્મા સર્વ દ્રવ્ય, ગુણ, પર્યાયના સિદ્ધાંતોને ઘારણ કહેલો હોવા છતાં અરૂપી છે. આપ જગતના જીવોને માટે આનંદના કંદ એટલે મૂળ છો. જયવંત એટલે જેનું અસ્તિત્વ ત્રણે કાળમાં છે, એવી આપે વાણી પ્રકાશી, કે જે ભવદવ એટલે સંસારરૂપી દાવાનલને ઠારવા માટે મેઘ-પાણી એટલે વરસાદના ઘોઘ સમી સિદ્ધ થઈ.
સંસાર-હેતુ ઘનઘાર્તા-તરુ ઉખેડી, બંઘુ બન્યા સકલ ભવ્ય જીંવો જગાડી; જ્ઞાને ભર્યા પરમ સુખ અનંત ભોગી, કામે હણાય જગ સર્વ, તમે અભોગી. ૭
અર્થ :- આ સંસારના કારણ એવા ઘનઘાતી કર્મરૂપી વૃક્ષને ઉખેડી, તથા બોઘવડે સર્વ ભવ્ય જીવોને મોહનીદ્રામાંથી જાગૃત કરી આપ સર્વના કલ્યાણ મિત્ર બન્યા છો. વળી આપ સર્વોત્કૃષ્ટ એવા કેવળજ્ઞાનવડે ભરપૂર હોવાથી આત્માના અનંતસુખના ભોગી છો, જ્યારે સર્વ જગતવાસી જીવો કામવાસનાથી હણાઈ ત્રિવિષે તાપાગ્નિના દુઃખને ભોગવે છે. પણ તમે અભોગી હોવાથી પરમસુખી છો.
દેખો ત્રિલોક, તમને નહિ કોઈ દેખે, છો હિતકારી જગને, પણ કોક લેખે;
ના જાણિયે હિત-અહિત, ભલા તમે તો છો બાળ-વૈદ્ય સમ, મંદમતિ અમે તો. ૮
અર્થ - આપ ત્રણેય લોકને જ્ઞાનબળે જુઓ છો. જ્યારે તમારા અરૂપી એવા શુદ્ધ સ્વરૂપને કોઈ જોઈ શકતું નથી. આપ જગતવાસી જીવોનું બોઘબળે પરમહિત કરનાર હોવા છતાં આપની અનંતી કરુણાને કોઈક જ ઓળખી શકે છે. અમારા આત્માનું હિત શામાં છે અને અહિત શામાં છે તે અમે જાણતા નથી. પણ તમે ભલા હોવાથી અમારા જેવા બાળ-અજ્ઞાની જીવો માટે નિષ્ણાત વૈદ્ય સમાન છો. અમે તો
Page #461
--------------------------------------------------------------------------
________________
(૯૮) જિન-ભાવના
૪૪૫
મંદ બુદ્ધિવાળા છીએ. માટે સમ્યકજ્ઞાનરૂપી ઔષધ આપી અમારી અનાદિની આત્મભ્રાંતિનો નાશ કરો.
સાચા પુરૃષ પુરુષાર્થ ખરો તમારો, આઘાર એક જગના, અમને ઉગારો; નિર્મોહ-જ્ઞાન-નયને સઘળું નિહાળો, રૈલોક્ય-હિત-કરતા, ભવ-દુઃખ ટાળો. ૯
અર્થ - આપ જગતમાં સાચા મહાપુરુષ છો. જગત જીવોને તારવાનો આપનો પુરુષાર્થ પણ યથાર્થ છે. જગતવાસી જીવોના આપ એક જ આઘાર છો. માટે હે પ્રભુ! અમારો હવે ઉદ્ધાર કરો. આપ નિર્મોહી હોવાથી કેવળજ્ઞાનરૂપ નયનથી સર્વ લોકાલોકને જુઓ છો. અને ત્રણેય લોકના જીવોનું ઉપદેશવડે હિત કરનાર છો માટે અમારા સર્વ ભવદુઃખનો હવે નાશ કરો.
આરાઘના-ચતુર બોઘ વડે કરાવો, છોડાવી ચાર ગતિ, પંચમમાં ઠરાવો; પરિપુ-ઘાત કરવા બળ આપનારા, સાતે ભયો દૂર કરો દઈ બોઘ-ઘારા. ૧૦
અર્થ - હે પ્રભુ! બોઘવડે કરી સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચતુર્વિઘ આરાઘના કરાવો કે જેથી અમારી ચાર ગતિ છુટી જઈ પંચમ ગતિરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય. કામ, ક્રોધ, લોભ, મદ, (અહંકાર) મોહ (વિપરીત માન્યતા) અને મત્સર (ઇર્ષા, અદેખાઈ) એ પરિપુ એટલે છ શત્રુઓની ઘાત કરવા બળ આપનારા હે પ્રભુ! હવે બોઘની ઘારા વરસાવી અમારા સાતેય ભય - આલોક, પરલોક, મરણ, વેદના, અરક્ષા, અગુતિ અને અકસ્માતભયને દૂર કરો.
આઠ ગુણો અકળ સિદ્ધ તણા કળાવો, ને બ્રહ્મચર્ય નવનિથ વળી પળાવો;
ઘર્મો દશે યતિતણા પ્રગટાવી દેતા, અગ્યાર શ્રાવકતણી પ્રતિમા કહેતા; ૧૧
અર્થ :- અકળ એટલે કળી ન શકાય એવી અરૂપી સિદ્ધ ભગવાનના આઠ ગુણો તે અમને કળથી સમજાવો. તે આ પ્રમાણે છે. ઘાતીયા ચાર કર્મમાં (૧) મહામોહ એવા દર્શનમોહનીય કર્મના ક્ષયથી સાયક સમ્યત્વ ગુણ પ્રગટે છે. (૨) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી અનંતજ્ઞાન અને (૩) દર્શનાવરણીય કર્મના ક્ષયથી અનંત દર્શન તથા (૪) અંતરાયકર્મના ક્ષયથી અનંતવીર્ય ગુણ પ્રગટે છે તથા અઘાતીયા ચાર કર્મમાંના (૫) નામકર્મના અભાવથી અરૂપીપણું-દેહાતીત દશા પ્રગટે છે, જેને સૂક્ષ્મત્વગુણ પ્રગટ્યો કહેવાય છે. (૬) આયુષ્યકર્મના ક્ષયથી જુદી જુદી ગતિઓમાં જુદી જુદી અવગાહના એટલે આકાર થતો હતો તે મટી જઈ હવે સિદ્ધ અવસ્થામાં અચળ અવગાહના થવાથી અવગાહના ગુણ પ્રગટ્યો કહેવાય છે. (૭) વેદનીયકર્મના ક્ષયથી હવે સુખદુઃખનો અભાવ થઈ અવ્યાબાધ ગુણ પ્રગટ્યો તથા (૮) ગોત્રકર્મના અભાવથી ઊંચનીચપણું મટી જઈ અગુરુલઘુ નામનો આત્માનો ગુણ પ્રગટ્યો એમ કહેવાય છે.
તથા બ્રહ્મચર્યરૂપી સુંદર વૃક્ષની રક્ષા કરનારી નવ નિધિઓને નવ વાડ કહેવાય છે. તે નવાવાડ સહિત બ્રહ્મચર્યનું અમારી પાસે પાલન કરાવો. તે નવવાડ આ પ્રમાણે છે :- વસતિ, કથા, આસન, ઇન્દ્રિય નિરીક્ષણ, કુડ્યાંતર, પૂર્વક્રીડા, પ્રણીત, અતિ માત્રા આહાર અને વિભૂષણ.
હવે યતિ એટલે મુનિના દશ ઘમને અમારામાં પ્રગટાવો તે આ પ્રમાણે :- ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય.
અથવા યોગ્યતાનુસાર પંચમ ગુણસ્થાનવર્તી નૈષ્ઠિક શ્રાવકની અગ્યાર પ્રતિમા છે તેનું પાલન કરાવો. તે આ પ્રમાણે છે :- (૧) દર્શન પ્રતિમા (૨) વ્રત પ્રતિમા (દેશ વિરતિઘારી શ્રાવક) (૩) સામાયિક પ્રતિમા (૪) પૌષઘ પ્રતિમા (૫) સચિત્તવસ્તુ ત્યાગ પ્રતિમા (૬) રાત્રિભોજન ત્યાગ પ્રતિમા (૭) બ્રહ્મચર્ય
Page #462
--------------------------------------------------------------------------
________________
४४६
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પ્રતિમા (૮) આરંભ ત્યાગ પ્રતિમા (૯) પરિગ્રહ ત્યાગ પ્રતિમા (૧૦) અનુમતિ ત્યાગ પ્રતિમા અને (૧૧) ક્ષુલ્લક શ્રાવક પ્રતિમા.
બારે ય અંગ, વળી તેર કહી ક્રિયા તે, ચૌદે ય પૂર્વ, ગુણસ્થાન બઘાં કહ્યાં છે, તે માર્ગ પૂર્ણ કરુણા કરતા બતાવો, ને શુદ્ધ ભાવ ઉરમાં નિશદિન લાવો. ૧૨
અર્થ - હે પ્રભુ!કૃપા કરી અમને બાર અંગ ભણાવો. તે આ પ્રમાણે :- (૧) આચારાંગ (૨) સૂત્રકતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવયાંગ (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) (૬) જ્ઞાતાધર્મ કથાંગ (૭) ઉપાસકાધ્યયન અંગ (૮) અંતકૃતદશાંગ (૯) અનુત્તરોપપાદક દશાંગ (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાકસૂત્રાંગ અને (૧૨) દ્રષ્ટિવાદ
વળી તેર પ્રકારની ક્રિયાઓની સમજણ આપો. તે આ પ્રકારે છે :- (૧) પ્રયોજનભૂત ક્રિયા – જરૂરી કામમાં છકાય જીવની હિંસા થાય તે (૨) અપ્રયોજનભૂત ક્રિયા - તેમાં વિકથાઓ, નિંદા કરવી, પાપોપદેશ કરવો વગેરે (૩) હિંસાની ક્રિયા - જેમાં કોઈ જીવનો પ્રાણ હણાય એવી ક્રિયા (૪) અજાણક્રિયા - અજાણપણે થતી પાપમાં પ્રવૃત્તિ (૫) અવળી ક્રિયા - વિપરીત સમજણથી થતી ક્રિયા તે. (૬) જૂઠ બોલવાની ક્રિયા (૭) ચોરી કરવાની ક્રિયા (૮) માઠાભાવની ક્રિયા (તન્દુલમસ્યની જેમ) (૯) અહંકારમાન મેળવવાની ક્રિયા (૧૦) ક્રૂર ભાવવાળી ક્રિયા (૧૧) માયાવીની ઠગવારૂપ ક્રિયા (૧૨) લોભથી થતી પાપની ક્રિયા (૧૩) સાધુજીવન જીવવાની ક્રિયા - રત્નત્રયને આરાઘવાની ક્રિયા. આમાં બારેય ક્રિયા ત્યાગવારૂપ છે. અને તેરમી સાધુજીવનની ક્રિયા ઘર્મરૂપ હોવાથી ગ્રહણ કરવા યોગ્ય છે.
- ચૌદપૂર્વ કરુણા કરી બતાવો. તે આ પ્રમાણે છે :- બારમા અંગ દ્રષ્ટિવાદના પાંચ ભેદ છે. (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પ્રથમાનુયોગ (૪) પૂર્વ અને (૫) ચૂલિકા. તેના ચોથા ભેદ પૂર્વમાં આ ચૌદ પૂર્વ છે. તેના નામ નીચે મુજબ છે :- (૧) ઉત્પાદ પૂર્વ (૨) અગ્રાયણી પૂર્વ (૩) વીર્યાનુવાદ પૂર્વ (૪) અસ્તિનાસ્તિ પ્રવાદપૂર્વ (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ (૬) સત્યપ્રવાદ પૂર્વ (૭) આત્મપ્રવાદ પૂર્વ (૮) કર્મ પ્રવાદપૂર્વ (૯) પ્રત્યાખ્યાન પૂર્વ(૧૦) વિદ્યાનુવાદ પૂર્વ (૧૧) કલ્યાણાનુવાદ પૂર્વ (૧૨) પ્રાણવાદ પૂર્વ (૧૩) ક્રિયા વિશાલપૂર્વ | (૧૪) કૈલોક્ય બિંદુ સારપૂર્વ
ચૌદ ગુણ સ્થાન બધા કહ્યાં તે પણ સમજાવો. તે આ પ્રમાણે છે :- (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતિ સમ્યકુદ્રષ્ટિ (૫) દેશવિરતિ (૬) પ્રમત્ત સંયત (૭) અપ્રમત્ત સંયત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિ બાદર (૧૦) સૂક્ષ્મ સાંપરાય (૧૧) ઉપશાંત મોહ (૧૨) ક્ષીણમોહ (૧૩) સયોગીકેવળી (૧૪) અયોગી કેવળી ગુણસ્થાનક.
સમ્યક્દર્શનથી લગાવીને ચૌદમા ગુણસ્થાનક સુધીનો સંપૂર્ણ મોક્ષમાર્ગ કરુણા કરી મને બતાવો તથા મારા હૃદયમાં શુદ્ધ ભાવ નિશદિન રહે એવી કૃપા કરો.
સ્તુતિ કરે સુરપતિ પ્રભુજી, તમારી, સંતોષ, પુણ્ય ઉભયે ઉરમાં વઘારી; જો છત્ર સૂર્ય ભણી કોઈ ઘરે બપોરે, છાયા પડે નિજ શિરે, સુખ-શોક હોય. ૧૩
અર્થ – હે પ્રભુ! આપના દર્શનથી ઇન્દ્રના મનમાં પરમ સંતોષ થયો તેમજ પુણ્ય પણ વધ્યું. એમ ઉભય એટલે બેય ભેગા મળવાથી ઇન્દ્ર આપની પરમભક્તિથી સ્તુતિ કરે છે. જેમ કોઈ સૂર્ય સમક્ષ બપોરે છત્ર ઘારણ કરે તો તેના માથા ઉપર છાયા પડે અને સુખરૂપ શોભા પણ થાય. તેમ પ્રભુની સ્તુતિથી અનેકવિઘ લાભ થાય છે.
Page #463
--------------------------------------------------------------------------
________________
(૯૮) જિન-ભાવના
४४७
દેતા ન આપ, પણ ભક્તિથી સુખ લાગે, જે આપથી વિમુખ તે જને દુઃખ સાથે;
આદર્શની નજીંક કો ઘરતાં પદાર્થ, સૌંદર્ય કે વિઑપતા ઝળકે યથાર્થ. ૧૪
અર્થ - આપ વીતરાગ હોવાથી ભક્તને કાંઈ આપતા નથી. પણ તેને આપની ભક્તિ કરવાથી પુણ્ય પ્રાપ્તિ થઈ અંતરશાંતિ વગેરે અનેક પ્રકારના ભૌતિક લાભ થાય છે. પણ જે આપથી વિમુખદ્રષ્ટિવાળા છે તે જન દુઃખને પામે છે. જેમ આદર્શ એટલે અરીસાની નજીક કોઈ પદાર્થ મૂકવામાં આવે તો તે સુંદર હોય કે અસુંદર હોય, અરીસામાં તે યથાર્થ ઝળકી ઊઠે છે. તેમ કોઈ ભગવાનની સન્મુખ હોય કે વિમુખ હોય, તે તેવા પુણ્ય કે પાપના લાભને અવશ્ય પામે છે.
મોટાઈ આપન અકિંચન તોય કેવી? શ્રીમંત આપી ન શકે ચીજ આપ જેવી; ઊંચા ગિરિથી નદીઓ પથરેય ફૂટે, વારિધિથી ન નદી એક કદી વછૂટે. ૧૫
અર્થ - હે પ્રભુ! આપ અકિંચન એટલે આપની પાસે કાંઈ ન હોવા છતાં આપની મોટાઈ કેવી છે કે જે શ્રીમંત પુરુષો પણ આપી ન શકે એવી વસ્તુ આપ આપો છો. કરોડો રૂપિયા આપતાં પણ સમ્યકુદર્શન આદિ રત્નત્રય ન મળી શકે તે આપ આપો છો.
ઊંચા પહાડો ઉપરથી નદીઓ પત્થર પર પડી ટૂટી ફૂટીને માર ખાય છે. પણ તે જ નદીઓ વારિધિ એટલે સમુદ્રમાં ભળી ગયા પછી એક પણ નદી તેનાથી કદી વછૂટે નહીં, અર્થાત્ છૂટી પડે નહીં. તે સમુદ્રમાં ભળી શાંતિથી રહે છે. તેમ સંસારમાં હું પણ અનંતકાળથી ચારગતિમાં કૂટાઈ પિટાઈને માર ખાઈ અથડાઉં છું. પણ એકવાર જો આપના શુદ્ધ સ્વરૂપમાં ભળી જાઉં તો સર્વકાળ તે સ્વરૂપમાં જ નિવાસ કરીને શાંતિથી રહ્યું અને અનંતકાળે પણ તે સ્વરૂપથી કદી છૂટો પડું નહીં.
ચિત્તેય દર્શન તણો અભિલાષ જાગે, કે કૂંપળો ફૂટતી પુણ્ય-રસાલ-અગ્રે,
આંબો પ્રફુલ્લ બનતો ચરણે નમું જ્યાં, પાકે ફળોય કરુણા નજરે જુઓ ત્યાં. ૧૬
અર્થ - હે પ્રભુ! જ્યારે મારા ચિત્તમાં આપના દર્શન કરવાનો અભિલાષ જાગે છે ત્યારે તો જાણે પુણ્યરૂપી આંબાની ડાળીઓ ઉપર કુંપળો ફુટી ગઈ હોય તેમ ભાસે છે. અને જ્યારે હું આપના દર્શન કરી પ્રફુલ્લિત મનથી ભાવભક્તિ સહિત આપના ચરણકમળમાં નમસ્કાર કરું છું ત્યારે તે આંબો જાણે કેરીઓના ભારથી નીચે નમી રહ્યો હોય એમ લાગે છે. અને જ્યારે મારી ભક્તિવડે આપ પ્રસન્ન થઈ કરુણા નજરે મારી સમક્ષ જુઓ છો ત્યારે તો જાણે કેરીઓ બથી પાકી જઈને અમૃત ફળરૂપે બની ગઈ હોય એમ જણાય છે. હવે આપની આજ્ઞાવડે તે અમૃતફળ ખાઈને સદા સુખી રહીશું એવો ભાવોલ્લાસ મનમાં પ્રગટે છે.
ઉત્પાદ આદિ વચને કરી જો કૃપા તો, સૌ ગૌતમાદિ ગણ-નાથ રચે સુશાસ્ત્રો; રાજા ગ્રહે કર, બને મહિષી દરિદ્રી, સર્વજ્ઞની નજર ચૂરતી કર્મ-અદ્રિ. ૧૭
અર્થ :- હે પ્રભુ! આપે ઉત્પાદ, વ્યય, ધ્રુવ એ વચનોવડે ત્રિપદી આપીને કૃપા કરી તો સૌ ગૌતમાદિ ગણઘર પુરુષો દ્વાદશાંગીરૂપે સન્શાસ્ત્રના રચનાર થયા. જેમ કોઈ રાજા, દરિદ્રી એટલે ગરીબ કન્યા સાથે પાણિગ્રહણ કરે તો તે ગરીબ કન્યા મહિષી એટલે રાણી બની જાય. તેમ આપ સર્વજ્ઞ પ્રભુની કરુણા નજર, કર્મથી પીડાતા સાચા ભક્ત ઉપર પડે તો તેના કર્મરૂપી અદ્રિ એટલે પર્વતના ચૂરેચૂરા થઈ જાય અર્થાત તેના સર્વ કર્મ નાશ પામે.
Page #464
--------------------------------------------------------------------------
________________
४४८
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
નિર્મોહી નાથ, અમને શરણે સદાય, રાખો બની જનન, આત્મિક હિત થાય; બોઘામૃતે ઊછેરીએ, ન કમી કશાની, શ્રદ્ધા-પ્રીતિ શિશુ-સમી ગણજો નિશાની. ૧૮
અર્થ – હે નિર્મોહી નાથ! આપ માતા સમાન બનીને, આપના શરણે અમને સદાય રાખો; જેથી અમારા આત્માનું કલ્યાણ થાય. અમે આપના બોઘરૂપી અમૃતનું પાન કરીને સદા ઊછરીએ, જેથી અમારે કોઈ પ્રકારની કમી રહે નહીં. અમે આપના બાળક છીએ. તેની નિશાની શું? તો કે અમારી આપના પ્રત્યે બાળક જેવી શ્રદ્ધા અને પ્રીતિ છે એ જ પ્રત્યક્ષ નિશાની છે. આપ અમારા સર્વસ્વ છો. માટે આપના શરણે રાખીને અમારું અવશ્ય કલ્યાણ કરો.
“ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ; ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવદેવ.”-નિત્યક્રમ
જિન-ભાવના' નામના પાઠમાં ભગવંત જિનેશ્વર પ્રત્યે પોતાના આત્મકલ્યાણ અર્થે અનેક પ્રકારની ઉત્તમ ભક્તિભાવના ભાવીને, હવે પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુના પ્રેરણાદાયી જીવન ચરિત્રને અતિ સંક્ષેપમાં લખવાનો પૂ.શ્રી બ્રહ્મચારીજી પ્રયત્ન કરે છે. છતાં તેના સાત પાઠ થયા છે. તેમાં બાર ભાવનાઓ વગેરે ઉત્તમ બોધની રેલમછેલ કરી છે. તે આત્માને અદ્દભુત પ્રેરણા આપનાર છે. વાંચનારને તેનો અનુભવ થવા યોગ્ય છે. હવે તેની અહીં શરૂઆત કરે છે.
(૯૯) શ્રી ઋષભ જિનેશ્વર
ભાગ-૧
(શિવસુખ કારણ ઉપદિશી, યોગતણી અડદિઠ્ઠિ રે–એ રાગ)
શ્રીમદ્ સગુરુ રાજજી, વિનય ઉરે ભરનારા રે, વંદન વાર અપાર હો, અમને ઉદ્ધરનારા રે,
પ્રભુ પરમ ઉપકારી રે. અર્થ - શ્રીમદ્ સર્ગુરુ રાજચંદ્રજી, અમારા હૃદયમાં વિનય ગુણને વધારનારા છે. કેમકે ‘વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે.” માટે એમને અમારા અનંતવાર વંદન હો. અમને ઉત્તમ આત્મતત્ત્વ સમજાવી સંસારથી ઉદ્ધાર કરનારા એવા પરમકૃપાળુ પ્રભુ અમારા પરમ ઉપકારી છે. ૧૫ા.
આદિ જિનેશ્વરની કથા અતિ સંક્ષિપ્ત ઉતારું રે,
શુદ્ધ સ્વરૂપ ઉરે રહો, બનજો ભવજળ તારું રે. પ્રભુ અર્થ :- આ ઉત્સર્પિણી કાળમાં આદિ એટલે પ્રથમ તીર્થકર આદિનાથ જિનેશ્વર પ્રભુની કથાને અતિ સંક્ષેપમાં અત્રે ઉતારવાનો પ્રયત્ન કરું છું. એવા ભગવાનનું શુદ્ધ સ્વરૂપ મારા હૃદયમાં સદાય જાગૃત
Page #465
--------------------------------------------------------------------------
________________
(૯૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧
૪૪ ૯
રહો. તથા એ સ્વરૂપનું ધ્યાન મને સંસાર સમુદ્રથી તારનાર થાઓ. ||રા
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરી છે, વિદેહ ક્ષેત્રે સારી રે,
સાર્થવાહ ઘનશેઠ ત્યાં, ઘનાય છે વ્યાપારી રે. પ્રભુ અર્થ - જંબુદ્વીપના મહા વિદેહક્ષેત્રમાં આવેલ ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું એક સુંદર નગર છે. ત્યાં ઘનશેઠ સાર્થવાહ નામનો ઘનાઢ્ય વ્યાપારી રહે છે. આ વ્યાપારી શ્રી ઋષભદેવ ભગવાનનો જીવ છે. પૂર્વે જે ભવમાં સમકિત પામ્યા તે આ ભવ છે. અહીંથી શરૂઆત કરી તેરમા ભવે આ ઘનશેઠ સાર્થવાહનો જીવ તીર્થંકર પદને પામશે. સા.
વસંતપુર જવા કરે, જ્યારે તે તૈયારી રે,
ઘર્મઘોષ સૂરિ આવિયા, “ઘર્મ-લાભ” ઉચ્ચારી રે. પ્રભુ અર્થ :- જ્યારે વસંતપુર જવા શ્રી ઘનશેઠ તૈયારી કરે છે ત્યારે શ્રી ઘર્મઘોષ સૂરિએ આવી “ઘર્મલાભ' એમ શબ્દનો ઉચ્ચાર કર્યો. જા
કહે: “અમે પણ આવીશું” શેઠે વાત સ્વીકારી રે,
ઘન કહે: “ઘન્ય અમે અહો! થશો આપ ઉપકારી રે.” પ્રભુ અર્થ - પછી આચાર્ય ઘર્મઘોષ કહે : અમે પણ તમારી સાથે આવીશું. શેઠે આ વાત પ્રેમપૂર્વક સ્વીકારી, અને કહેવા લાગ્યા : અમે આજે ઘન્ય છીએ કે આપ જેવા મહાપુરુષો અને માર્ગમાં પણ ઉપકારી થશો. આપા
સંઘ સમુદ્ર સમો વહે, ઘૂળ જળ સમ ઉછાળે રે,
જળચર સમ નર, પશુ, શકટ; વને ચોમાસું ગાળે રે. પ્રભુ અર્થ :- સમુદ્રમાં જેમ તરંગો ચાલે તેમ સંઘ આગળ ચાલવા લાગ્યો. સમુદ્રમાં જેમ જળ ઉછળે તેમ બળદો, ઊંટો, ઘોડાઓ વગેરેથી ધૂળ આકાશમાં ઉડવા લાગી. તથા જળચર સમાન મનુષ્યો, પશુઓ તથા શકટ એટલે ગાડાઓ વગેરે ચાલતા ચોમાસું આવ્યું. તે વનમાં પડાવ નાખીને પસાર કર્યું. //કા
સૂરિ-સ્મૃતિ થઈ શેઠને, ખેદ કરે : વિચાર્યા રે,
જાતે જઈ સૂરિને નમી, દોષ ખમાઊં નિમંત્ર્યા રે. પ્રભુ અર્થ - એક દિવસ શેઠને ઘર્મઘોષ આચાર્યની સ્મૃતિ થઈ આવી. જેથી ખેદ કરવા લાગ્યા કે અહો હું ભગવંતની સંભાળ લેવાનું તો ભૂલી જ ગયો. હવે જાતે જઈ ભક્તિપૂર્વક પ્રણામ કરી, થયેલ દોષ ખમાવીને ગોચરી માટે પધારવા આમંત્રણ આપ્યું. આશા
ગોચર-કાળે મુનિ ગયા, અન્નાદિ ના દેખે રે,
તાજાં ઘૂ હતું તે દીધું, શેઠે બહુ બહુ હરખે રે. પ્રભુ અર્થ :- ગોચરી કાળે શેઠને ત્યાં મુનિ પધાર્યા. પણ તે સમયે અન્નાદિ વહોરાવવા માટેની વસ્તુઓ હાજર નહોતી. પણ શુદ્ધ તાજુ ઘી જોઈને ઘણા ઘણા હર્ષપૂર્વક ભક્તિસહ આપ્યું. તા.
શેઠ બોધિ-બજ પામિયા, દાન થતાં સુપાત્રે રે, અપૂર્વ ભક્તિ ઉલ્લસી, વળી રોમાંચિત ગાત્રે રે. પ્રભુ
Page #466
--------------------------------------------------------------------------
________________
૪૫ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- આવા ઉત્તમ સુપાત્રમાં ભાવભક્તિ સહિત દાન થતા ઘનશેઠ સાર્થવાહ બોધિ-બીજ એટલે સમકિતને પામ્યા. તે સમયે હૃદયમાં અપૂર્વ ભક્તિ ઉલ્લસવાથી તેમનું ગાત્ર એટલે શરીર રોમાંચિત થઈ ગયું. લા
કહે: “કૃતાર્થ કર્યો મને”; મુનિને નમી વળાવે રે;
મુનિ જતાં નિજ સ્થાનકે, “થર્મલાભ!” સુણાવે રે. પ્રભુ અર્થ - પછી શેઠ આનંદિત થઈ મુનિને કહેવા લાગ્યા : આજે મને આપે કૃતાર્થ કર્યો. હું ઘન્ય બની ગયો. એમ કહી મુનિને પ્રણામ કરી વળાવ્યા. મુનિ પણ “ઘર્મલાભ” કહી પોતાના સ્થાનકે ગયા. ||૧૦ના
રાત્રે શેઠ ફરી ગયા, મુનિને વંદી, બેસે રે;
મુનિવર કરુણા આણીને, ઘર્મતત્ત્વ ઉપદેશે રે. પ્રભુ અર્થ :- રાત્રે શેઠ ફરી મુનિ પાસે જઈ પ્રણામ કરીને બેઠા. મુનિઓમાં શ્રેષ્ઠ એવા આચાર્ય પણ કરુણા આણી ઘર્મતત્ત્વનો ઉપદેશ કરવા લાગ્યા. /૧૧ના
ઉત્તમ મંગલ ઘર્મ આ : સંયમ-તપ-અહિંસા રે,
સદા ઘરો મન ઘર્મમાં; સુર પણ કરે પ્રશંસા રે. પ્રભુ અર્થ - ઘર્મ એ ઉત્કૃષ્ટ માંગલિક એટલે આત્માનું હિત કરનાર છે. તે ઘર્મ સંયમ, તપ અને અહિંસામય છે. એવા ઘર્મમાં મનને સદા ઘરી રાખો. દેવો પણ એવા ઘર્મની પ્રશંસા કરે છે. ૧૨ાા
ઘર્મ જ પોષે જીવને મા સમ દયા બનીને રે,
રક્ષણ પિતા સમું કરે, સંગતિ મિત્ર તણી તે રે. પ્રભુત્વ અર્થ :- ઘર્મ જીવને માતા સમાન દયાળ બની સારા ભાવો કરાવી પોષણ કરે છે. તથા પિતા સમાન ફકત્ય કરતાં અટકાવી રક્ષણ કરે છે. વળી ઘર્મ મિત્રની સંગતિ સમાન પ્રસન્નતાને આપે છે. [૧૩]
ઘર્મ જ ભૂપ-પદે ઘરે, દે દેવાદિક ઋદ્ધિ રે,
તીર્થંકર-પદ ઘર્મ દે, ઘર્મ વડે સૌ સિદ્ધિ રે. પ્રભુ અર્થ :- ઘર્મ જ જીવને રાજા, બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી, દેવ કે ઇન્દ્રપદને આપે છે. ઘર્મથી જીવ નવ રૈવેયક કે પાંચ અનુત્તર વિમાનમાં જાય છે. તીર્થંકર પદ પ્રાપ્તિનું કારણ પણ ઘર્મ જ છે. ઘર્મવડે જગતમાં સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે. ||૧૪
દાન, શીલ, તપ ભાવથી ઘર્મ ચતુર્વિઘ જાણો રે,
દરેકના વળી ભેદ છે, હિતકારક ઉર આણો રે. પ્રભુ અર્થ :- દાન, શીલ, તપ અને ભાવથી ઘર્મ ચાર પ્રકારે છે એમ જાણો. દરેકના વળી પાછા ભેદ છે. તેને હિતકારક જાણી હૃદયમાં લાવો. દાન માટે મૂળદેવનું દ્રષ્ટાંત, શીલ માટે શીલવતીની કથા, તપ માટે ઘન્ના અણગાર અને ભાવ માટે ઈલાયચીકુમારનું દ્રષ્ટાંત છે. ૧૫
જ્ઞાન અભય આહાર ને ઔષઘ આદિ દાને રેઉજ્જવળ કેવળજ્ઞાન લઈ, જાય જીવ શિવ-સ્થાને રે. પ્રભુ
Page #467
--------------------------------------------------------------------------
________________
(૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧
૪૫૧
અર્થ - હવે પ્રથમ દાન વિષે કહે છે :-જ્ઞાનદાન, અભયદાન, આહારદાન અને ઔષઘદાન આદિ દાનવડે જીવ ઉજ્જવલ કેવળજ્ઞાનને પામી મોક્ષસ્થાનમાં જઈ વિરાજે છે. ૧૬ાા
ઘર્મ-તત્ત્વ સમજાવીને મોક્ષમાર્ગમાં જોડે રે,
આત્મજ્ઞાનનું દાન આ દેતા મુનિવર કોડે રે. પ્રભુત્વ અર્થ - પ્રથમ જ્ઞાનદાન વિષે વાત કરે છે. જ્ઞાનીપુરુષો ઉત્તમ જીવોને ઘર્મ-તત્ત્વ સમજાવી મોક્ષમાર્ગમાં જોડે છે. આ આત્મજ્ઞાનનું દાન મુનિવરો સાચા ભાવપૂર્વક યોગ્ય જીવોને આપે છે. જેમકે ભગવાન મહાવીરથી બોઘ પામી પરમકૃપાળુદેવે ૫.પૂ.પ્રભુશ્રીજીને અને પ.પૂ.પ્રભુશ્રીજીએ પૂ.શ્રી બ્રહ્મચારીજીને આત્મજ્ઞાનનું દાન આપ્યું. ૧ળા.
તેવી શક્તિ ના હોય તે શાસ્ત્રો દે, અનુમો રે,
જ્ઞાની-ગુણ વખાણતા ભક્તિ-ભાવ-પ્રમોદે રે. પ્રભુ અર્થ - જ્ઞાનદાન આપવાની શક્તિ ન હોય તો શાસ્ત્રનું દાન આપે. જેમ પરમકૃપાળુદેવે તેમના માતુશ્રી તથા ઘર્મપત્નીના હાથે પ.પૂ.પ્રભુશ્રીજીને તેમજ પ.પૂ.દેવકરણજીને જ્ઞાનાર્ણવ અને કાર્તિકેયાનુંપ્રેક્ષાના હસ્તલિખિત ગ્રંથોનું દાન કરાવ્યું. તથા જ્ઞાનદાનની ટીપમાં પણ તેમના પૈસા લખાવ્યા. તેવી પણ શક્તિ ન હોય તો અનુમોદના કરે કે જે કોઈ જ્ઞાનદાન કરે છે તે બધું સારું કરે છે એમ મનમાં ભાવ કરે. જેના હૃદયમાં જ્ઞાન રહેલું છે એવા જ્ઞાનીપુરુષના ગુણોને ભક્તિભાવથી પ્રમોદ પામી વખાણતા પણ જીવને જ્ઞાનનો લાભ થાય છે. જ્ઞાનદાનથી પ્રાણી જીવાદિ તત્ત્વોને જાણી, પોતાનું હિતાહિત સમજી અંતે કેવળજ્ઞાન પામી મોક્ષને પ્રાપ્ત કરે છે. ૧૮
ત્રિવિથ હિંસા જે તજે, અભય-દાન તે આપે રે,
પ્રાણ-નાશ, દુઃખ, ફ્લેશ એ ત્રિવિધ તાપ ઉત્થાપે રે. પ્રભુ અર્થ - હવે અભયદાનની વ્યાખ્યા કરે છે. જે ત્રિવિઘ એટલે મન, વચન, કાયાથી હિંસાનો ત્યાગ કરે છે તે જીવોને અભયદાન આપે છે. જેમકે કુમારપાળ રાજાએ પોતાના અઢાર દેશોમાં કોઈને મારવા નહીં એવો અમારી પડહ વગડાવ્યો હતો. મચ્છીમારોની જાળો લાવી બાળી નાખી હતી. તથા ઘોડાઓને પણ અણગળ પાણી પીવડાવતા નહોતા. એમ અભયદાન આપનાર જીવ, કોઈના પ્રાણનો નાશ કરવો, દુઃખ આપવું કે ક્લેશ કરવો એ ત્રિવિધ તાપાગ્નિને ઉખેડી બહાર ફેંકે છે. ૧૯ાા
અન્ન-દવાદિ દાનના પ્રકાર પાંચ ગણાતા રે :
ભાવ, કાળ, ગ્રાહકદશા, શુદ્ધ દેય ને દાતા રે. પ્રભુ અર્થ - અન્નદાન, ઔષથદાન, વસ્ત્રદાન, પાત્રદાન અને વસ્તીદાન એમ દાનના પાંચ પ્રકાર ગણાય છે. તે (૧) નિષ્કામ ભાવે દાન આપવું. (૨) યથાકાળ એટલે જે સમયે જેની જરૂર હોય તે આપવું. (૩) ગ્રાહકદશા એટલે સુપાત્રતા જોઈને આપવું. (૪) દેય એટલે દાન આપવાની વસ્તુ શુદ્ધ હોવી જોઈએ. અને (૫) દાતા એટલે દાન આપનાર રાજીખુશીથી આપનાર હોવો જોઈએ. ૨૦ણા
ન્યાયોપાર્જિત દેય દે, રહિત બેંતાળીસ દોષે રે, સુબુદ્ધિ દાતા હર્ષથી કૃતાર્થતા નિજ જોશે રે. પ્રભુ
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૫ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- હવે ઉપરોક્ત પાંચેય પ્રકારની સ્પષ્ટતા કરે છે. ન્યાયથી ઉપાર્જન કરેલ દ્રવ્યથી મેળવેલ વસ્તુ તે ઉત્તમ દેય ગણાય છે. મુનિને આહારનું દાન બેંતાળીસ દોષથી રહિત આપનાર દાતા સુબુદ્ધિવાન છે. તે દાન આપી હર્ષથી પોતાની કૃતાર્થતા માનશે. ઘનાભદ્રના ત્રણ ભાઈઓ પૂર્વભવમાં મુનિને દાન આપી પછી ભૂખ્યા રહેવાથી ખેદ કર્યો, તેથી બીજા ભવમાં જે મળે તે પાસે રહે નહીં પણ વેડફાઈ જાય. માટે દાન આપી હર્ષ પામવો પણ ખેદ કરવો નહીં. પારના
જ્ઞાની ત્યાગ સુપાત્ર છે જિતેન્દ્રિય સમદ્રષ્ટા રે,
ગોચર કાળ સુકાળ જો, સુભાવ નિઃસ્પૃહ શ્રદ્ધા રે. પ્રભુ અર્થ - આત્મજ્ઞાન સહિત જ્ઞાની પુરુષો સાચા અંતર્યામી હોવાથી દાન આપવાને સુપાત્ર અથવા ઉત્તમ ગ્રાહક છે; જે જિતેન્દ્રિય છે અને માન અપમાનાદિમાં સમાન દ્રષ્ટિવાળા છે. ગોચરી કાળ તે સુકાળ છે, તે સમયે દાન આપે. અને શ્રદ્ધાસહિત પૂજ્યબુદ્ધિથી નિસ્પૃહભાવે દાન આપે તે ભાવશુદ્ધિપૂર્વકનું દાન છે. આવાં ચિત્ત, વિત્ત અને પાત્ર ત્રણેયનો સુમેળ મળે તો જીવનું કામ થઈ જાય. રરા
વતરૃપ શલના ભેદ બે મુનિ, ગૃહી ઉપાસે રે,
સમકિત સહ વ્રત બાર તો પાળે જન ગૃહવાસે રે. પ્રભુ અર્થ - હવે શીલઘર્મની વ્યાખ્યા કરે છે. પાપમય મનવચનકાયાના યોગનું પ્રત્યાખ્યાન કરવું તે શીલ એટલે સદાચાર કહેવાય છે. તે શીલના વ્રતરૂપે બે ભેદ છે. એક સર્વ વિરતિરૂપે પળાતો મુનિઘર્મ અને બીજો ગૃહી એટલે ગૃહસ્થો દ્વારા દેશવિરતિરૂપે પળાતો શ્રાવકઘર્મ. સમકિત સહિત જે પાંચ અણુવ્રત, ચાર શિક્ષાવ્રત અને ત્રણ ગુણવ્રતને ઘરમાં રહેતા છતાં પાળે તે શ્રાવકઘર્મ છે. ૨૩
આત્મજ્ઞાન મહાવ્રતી સર્વ-વિરતિ આરાધે રે,
શિવ-મંદિરની શ્રેણીએ આત્મ-સિદ્ધિ તે સાથે રે. પ્રભુ અર્થ :- જે આત્મજ્ઞાન સહિત પંચ મહાવ્રતને સર્વવિરતિ એટલે સર્વ સંગ પરિત્યાગ કરીને આરાધે તે મુનિઘર્મ છે. તેવા જીવો મોક્ષરૂપી મહેલની સીડીએ ચઢતાં ચઢતાં શ્રેણી માંડીને સંપૂર્ણ આત્મસિદ્ધિને પામે છે. મારા.
તપ ઇચ્છા-નિરોઘ છે, કર્મ-મેલ તે ગાળે રે,
બાહ્યાભ્યતર ભેદ બે આત્માર્થી જન ભાળે રે; પ્રભુ અર્થ - હવે તપથર્મનું સ્વરૂપ સમજાવે છે. “ઇચ્છા નિરોઘસ્તપ:' મનમાં ઊઠતી અનેક પ્રકારની ઇચ્છાઓને રોકવી તેનું નામ તપ છે. “તપ: નિર્જરા ચ” તપ નિર્જરા માટે હોવાથી તે કર્મમેલને ગાળે છે. તપના છ બાહ્ય ભેદ તે અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા છે અને છે અત્યંતર ભેદ તે પ્રાયશ્ચિત્ત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, ધ્યાન અને કાયોત્સર્ગ છે. જે આત્માર્થી હોય તે આ વાતને લક્ષમાં લે છે. રપા
ઉપવાસાદિ બાહ્ય તો દેખાદેખી ય પાળે રે,
સ્વાધ્યાયાદિ અન્યથી સુજ્ઞ જ વૃત્તિ વાળે રે. પ્રભુ અર્થ :- ઉપવાસાદિ બાહ્ય તપ દેખાદેખી લોકો પણ પાળે છે. પણ સ્વાધ્યાયાદિ અંતરંગ તપવડે
Page #469
--------------------------------------------------------------------------
________________
(૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧
૪૫૩
અન્ય પદાર્થોમાં ભટકતી વૃત્તિને કોઈ સુજ્ઞ પુરુષ જ પાછી વાળે છે. ૨૬ાા.
રત્નત્રય-ઘારી તણી અનન્ય ભક્તિ વાળા રે,
સેવા-સુશ્રુષા ચહી ઘરે ભાવ રૂપાળા રે. પ્રભુ અર્થ :- હવે ભાવઘર્મની વ્યાખ્યા ઉપદેશે છે. જે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયને ઘારણ કરનાર જ્ઞાની ભગવંત પ્રત્યે અનન્ય એટલે અદ્વિતીય ભક્તિ ભાવવાળા છે તથા તેમની સેવા-શુશ્રુષા એટલે સેવાચાકરી ઇચ્છી અર્થાત તેમની આજ્ઞા ઉઠાવવાનો રૂપાળો ભાવ હૃદયમાં રાખનારા છે, તેવા ઉત્તમ જીવો ભાવઘર્મની આરાઘના કરે છે. રશા
ભવ-સુખ જાણે દુઃખ તે, ભવ-મુક્તિ તે ભાવે રે,
શુદ્ધ ભાવ જ્યાં ના ટકે સવિચાર ઉર લાવે રે. પ્રભુત્વ અર્થ :- જે સંસારના સુખને દુઃખરૂપ જાણે છે. જે આ સંસારથી મુક્ત થવાની ભાવના ભાવે છે. જ્યારે શુદ્ધભાવ આત્મામાં ટકે નહીં ત્યારે સ્વાધ્યાય દ્વારા સવિચારવડે શુભભાવમાં મનને રોકે છે. તે ભાવઘર્મ આરાધે છે. ર૮.
ચાર ભેદમય ઘર્મ આ ભવના ફેરા ટાળે રે,
સાવઘાન થઈ સાઘતાં સર્વ કર્મ-મળ બાળે રે.” પ્રભુ અર્થ :- આ ચાર પ્રકારનો દાન, શીલ, તપ અને ભાવરૂપ ઘર્મ, ચાર ગતિરૂપ સંસારના ફેરાને ટાળનાર છે. જો સાવધાનીપૂર્વક એટલે ઉપયોગસહિત આ ચતુર્વિઘ ઘર્મનું આરાઘન કરવામાં આવે તો સર્વ કર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય. કેમ કે ઉપયોગ એ જ સાધના છે, ઉપયોગ એ જ ઘર્મ છે, ક્રિયા એ કર્મ છે અને પરિણામે બંઘ કહ્યો છે. રા.
ઘનશેઠે હર્ષે કહ્યું: ઘર્મ ન સુણ્યો આવો રે,
વ્યર્થ જીવન વહી ગયું, શ્રવણે આજે આવ્યો રે.” પ્રભુ અર્થ – ઘનશેઠ સાર્થવાહે હર્ષપૂર્વક કહ્યું : ઘર્મનું આવું સ્વરૂપ મેં ક્યારેય સાંભળ્યું નથી. મારું બધું જીવન વ્યર્થ વહી ગયું. આજે ઘણા કાળે આવો ઉત્તમ ઘર્મ મારા સાંભળવામાં આવ્યો. એ પ્રમાણે કહી ગુરુના ચરણકમળમાં વંદન કરી પોતાના આત્માને ઘન્ય માનતો તે પોતાના નિવાસ સ્થાને ગયો. //૩૦
શરતુ આવી હવે, પંથે પંક સુકાતા રે,
મહા અટવી તે ઊતર્યા, મુનિ અન્યત્ર જાતા રે. પ્રભુ અર્થ :- હવે ચોમાસું પૂરું થયું અને શરદ એટલે શિયાળાની ઋતુ આવવાથી માર્ગમાં પંક એટલે કીચડ સુકાઈ ગયા. તેથી હવે બઘા મહા અટવી ઊતરી ગયા. ત્યાંથી ઘર્મઘોષ આચાર્ય સાર્થપતિની અનુમતિ લઈ અન્ય સ્થાનકે વિહાર કરી ગયા. ૩૧ાા
વસંતપુર જઈ શેઠ તો વેચે માલ ખરીદે રે;
દ્રવ્ય વઘે વ્યાપારથી ઘનિક-ઘન-મન રીઝે રે. પ્રભુત્વ અર્થ :- શેઠ પણ વસંતપુર પહોંચ્યા. ત્યાં જઈ માલ વેચી, નવો માલ ખરીદ્યો. વ્યાપાર કરવાથી દ્રવ્ય વધે છે. તે જોઈ ઘનિક એવા ઘનશેઠનું મન રાજી થયું. [૩રા
SI
Page #470
--------------------------------------------------------------------------
________________
૪૫૪
પ્રાવોધ-વિવેચન ભાગ-૨
નિજ નગરે પાછા વળ્યા; કાળ અચાનક પામી રે,
ઉત્તરકુરુમાં અવતરે, યુગલિક-સુખના સ્વામી રે. પ્રભુ
અર્થ :હવે ઘનશેઠ પાછા પોતાના ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે આવી પહોંચ્યા. કેટલેક કાળે આયુષ્ય અચાનક પૂરું થતાં કાળધર્મ પામ્યા. હવે ત્યાંથી ઉત્તરકુરુક્ષેત્રમાં યુગલીઆરૂપે અવતાર પામી, યુગલિક સુખના સ્વામી થયા. II૩૩||
મુનિ-સેવા-ફળ ભોગવે; કલ્પવૃક્ષ દશ જાતિ રે,
જે માગે તે આપતાં; અંતે સુરગતિ થાતી રે. પ્રભુ
અર્થ :• ત્યાં યુગલિઆની ભોગભૂમિમાં મુનિદાન તથા સેવાના પ્રભાવે દશ પ્રકારના કલ્પવૃક્ષને ભોગવનારા થયા. આ ઋષભદેવના જીવનો બીજો ભવ છે. ત્યાં યુગલીઆઓને ત્રીજા દિવસને છેડે ભોજ્ય પદાર્થની ઇચ્છા થાય. તેઓને બસો છપ્પન પાંસળીઓ હોય. તેઓ ત્રણ કોશના શરીરવાળા, ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા તથા અલ્પ કષાયવાળા હોય છે.
ત્યાં દશ પ્રકારના કલ્પવૃક્ષો હોય છે. તેમાં માંગ નામના ક્લ્પવૃક્ષ મધ જેવો મીઠો પદાર્થ આપે છે, ભૃગાંગ નામના કલ્પવૃક્ષો પાત્ર આપે છે, તુર્થાંગ નામના કલ્પવૃક્ષો વાજિંત્રો આપે, દીપશિખાંગ અને જ્યોતિષ્ઠાંગ કલ્પવૃક્ષો અદ્ભુત પ્રકાશ આપે, ચિત્રાંગ કલ્પવૃક્ષો પુષ્પમાળાઓ, ચિત્રરસ કલ્પવૃક્ષો ભોજન, મથંગ કલ્પવૃક્ષો આભૂષણ, ગેહાકાર કલ્પવૃક્ષો પર અને અનગ્ન નામના કલ્પવૃક્ષો દિવ્ય વસ્ત્રો આપે છે. ત્યાં બીજા પણ કલ્પવૃક્ષો સર્વ પ્રકારના ઇચ્છિતને આપનારા હોય છે. ત્યાંધી યુગલીઆનું આયુષ્ય પૂરું કરી ઘનશેઠનો જીવ સૌધર્મ નામના પહેલા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ।।૩૪।
સુર સૌથર્મ વિષે થયા, સુર-સુખ પૂરાં થાતાં રે, મહાવિદેઠે અવતરે, શતબલ-સુત વિખ્યાતા રે. પ્રભુ
અર્થ : હવે ત્રીજા ભવમાં સૌધર્મ દેવલોકનાં સુખ ભોગવતાં આયુષ્ય પૂરું થયે પશ્ચિમ મહાવિદેહક્ષેત્રમાં વૈતાદ્મપર્વતની ઉપર પ્રસિદ્ધ વિદ્યાધર શિરોમધિ શતબળ રાજાની ચંદ્રકાંતા નામની ભાર્યાની કુક્ષિથી પુત્રપન્ને ઉત્પન્ન થયા. ।।૩૫।।
ગ્રંથસમૃદ્ધિ નગરના વિદ્યાઘર-નૃપ-થામે રે, મહાબલ નૃપ-કુમાર તે, નામ અનુપમ પામે રે. પ્રભુ
અર્થ ::– ત્યાં ગ્રંથસમૃદ્ધિ નામના નગરમાં, વિદ્યાધર રાજાના ઘરે આ પુત્ર મહાબળવાન હોવાથી મહાબલ રાજકુમાર એવું અનુપમ નામ પામ્યા. આ ઋષભદેવ ભગવાનના જીવનો ચોથો ભવ છે. ।।૩ના
શર્શી સમ સર્વ કળા ગ્રહે, લહે વૃક્ષ સમ વૃદ્ધિ રે,
વિનયવતી સાથે વર્યા; શતબલ ચડે સ્વ-સિદ્ધિ રે, પ્રભુ
અર્થ :— તે ચંદ્રમા સમાન સર્વ કળાથી યુક્ત થયા તથા વૃક્ષની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. યુવાન થતાં વિનયવતી સાથે લગ્ન થયા. હવે પિતા શતબલ પોતાના આત્માની સિદ્ધિ ઇચ્છવા લાગ્યા. ।।૩શા
એકાંતે એ ચિંતવે : ‘‘અશુચિભરી આ કાયા રે, વસ્ત્રાભૂષણ, ચામડી ભૂલવે મન-ભ્રમ-છાયા રે. પ્રભુ
Page #471
--------------------------------------------------------------------------
________________
(૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧
૪૫ ૫
અર્થ - એક દિવસ એકાંતમાં તે સુબુદ્ધિમાન, પરાક્રમી તથા તત્ત્વજ્ઞ વિદ્યાઘરપતિ રાજા શતબલ વિચારવા લાગ્યા કે અહો! આ કાયા તો સ્વાભાવિકરૂપે અશુચિમય પદાર્થોની જ ભરેલી છે. તેના ઉપર રહેલાં આ વસ્ત્ર, આભૂષણ અને ચામડી જીવને મોહ કરાવી મનને ભ્રમમાં નાખે છે. ||૩૮
અંતે પોત પ્રકાશતી કપટી નરના જેવી રે,
| વિષ્ટા-મૂત્ર-કફાદિથી વાનગી દેખી લેવી ૨. પ્રભુ અર્થ :- અંતે આ કાયા પોતાનું પોત પ્રકાશે છે. કપટી એવા દુર્જન જેવી આ કાયા છે. અનેક પ્રકારે એની સંભાળ લેવા છતાં જો એકવાર એની સંભાળ ન લે તો તત્કાળ તે દુષ્ટ પુરુષની જેમ વિકૃતિને પામે છે. “દુર્જન, દેહ સ્વભાવ બરાબર, રીઝે તો ચાટે અને ખીજે તો કાટે.” આ કાયામાં શું ભરેલું છે? જે “કુવામાં હોય તે હવાડામાં આવે.' તેમ વિષ્ઠા, મૂત્ર, કફ આદિ શરીરમાં ભરેલા છે તો બહાર આવે છે. બહાર પડેલા વિષ્ઠા, મૂત્ર, કફ વગેરેને જોઈ મન દુભાય છે, જ્યારે એ જ વસ્તુ શરીરની અંદર રહેલી છે તો એવા શરીરને જોઈ મન કેમ દુભાતું નથી? I૩૯ાા
ચામડી દૂર કરી જાઓ, હાડમાંસનો માળો રે,
મોહ પમાડે ચામડી, ચામડીઆ-ભેલ ભાળો રે. પ્રભુ અર્થ - માખીની પાખ જેવી આ ચામડીને દૂર કરી જુઓ તો અંદર હાડમાંસનો માળો જ લાગશે. માત્ર આ ઉપરની ચામડી જીવને મોહ પમાડે છે. જેમ ચામડીઓ ચમાર ચામડું જુએ, તેમ મોહવશ આ જીવ પણ વ્યક્તિનું ચામડું જુએ છે. પણ ચામડીના નીચે શું ભરેલું છે તેનો વિચાર કરતો નથી. એ જ એની ભૂલ છે. હવે તે ભૂલને લક્ષમાં લેવી જોઈએ. ૪૦.
વૃક્ષ-કોટરે જઈ વસે વીંછી આદિ પ્રાણી રે,
તેમ જરાવસ્થા વિષે રોગ વસે લે જાણી રે. પ્રભુ અર્થ :- જીર્ણ થયેલા વૃક્ષના કોટર એટલે બખોલમાં જેમ વીંછી, સાપ આદિ ઝેરી પ્રાણીઓ જઈ વસે છે તેમ જીર્ણ થયેલ શરીરની વૃદ્ધાવસ્થારૂપ બખોલમાં અનેક રોગો આવી વસે છે તે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. II૪૧ાા
ભોગ ભુજંગ-ફણા સમા, સ્વપ્ન સમા સંયોગો રે,
ક્રોથ-લોભ-કામાગ્નિમાં કાષ્ઠ સમા વિયોગો રે. પ્રભુ અર્થ - આ પાંચ ઇન્દ્રિયના ભોગો તે ભુજંગ એટલે સાપની ફણા સમાન દુઃખદાયી છે. બઘા સંયોગો સ્વપ્ન સમાન નાશવંત છે. શરીરમાં રહેલો આ આત્મા તે ક્રોઘ, લોભ તથા કામાગ્નિમાં કાષ્ઠ એટલે લાકડાં સમાન બની તેમાં હોમાય છે; અને તે તે પદાર્થોના વિયોગને પામે છે. વિષયોમાં સુખ માનનારા પ્રાણીઓ અશુચિસ્થાનમાં કીડાની પેઠે પડ્યા રહે છે પણ કાંઈ વિરાગને પામતા નથી. જરા
અંઘ સમો ર્જીવ ના જાએ, પગ પાસેનો કૂવો રે,
તેમ મરણ-ભય ના ગણું; ગયા કેટલા, જાઓ રે. પ્રભુ અર્થ :- દુરંત વિષયના સ્વાદમાં પરાધીન ચિત્તવાળો મનુષ્ય, આંધળા જેવો છે. જેમ આંધળો પાસે રહેલા કૂવાને જોતો નથી. તેમ વિષય લંપટી જીવ મરણના ભયને ગણતો નથી. પૂર્વે એવા મરણો
Page #472
--------------------------------------------------------------------------
________________
પ્રાવધ-વિવેચન ભાગ-૨
૪૫૬
કેટલાય થઈ ગયા છતા જીવને આ વાત હજ્જુ ગળે ઊતરતી નથી. તે ખરેખર વિચારવા જેવું છે. ૪ા વિષય-વિષ વ્યાપી જતાં, તિ-વિચાર ન આવે રે,
ધર્મ-મોક્ષ જીવ વીસરે, કામ-અર્થ મન લાવે રે. પ્રભુ
=
અર્થ :– પાંચ ઇન્દ્રિયના વિષયોનું વિશ્વ વ્યાપી જવાથી આત્મા મૂર્છા પામી જાય છે. તેથી પોતાના હિતનો વિચાર તેને આવી શકતો નથી. તે ધર્મ અને મોક્ષ પુરુષાર્થને વિસરી જઈ પાપરૂપ એવા કામ, અને તેને માટે અર્થ એટલે ધન કમાવવાના પુરુષાર્થમાં જ મનને લગાવી નિશદિન મંડ્યો રહે છે. ।।૪૪। નભવ સફળ કરું હવે, રાજ્ય-ભાર આ છોડી રે, પુત્રોત્સવ-ફળ આ ગણું, વત્સલતા સૌ તોડી રે.’ પ્રભુ
અર્થ : – હવે હું આ રાજ્યભારને છોડી, દુર્લભ માનવદેહમાં સદેવગુરુધર્મનો યોગ મળવાથી તેને સફળ કરું, એમ શતબલ રાજા વિચાર કરે છે. પુત્ર મળ્યાનું ફળ સંસાર ત્યાગ છે; એમ માની હવે સર્વ કુટુંબ આદિ પ્રત્યેની વત્સલતાનો ત્યાગ કરું. ।।૪૫ણા
અભિષેક કરી, પુત્રને નૃપ-પદવી શુભ દીઘી રે, શમ-સામ્રાજ્ય વધારવા પોતે દીક્ષા લીધી રે પ્રભુ
=
અર્થ :— પુત્ર મહાબળકુમારનો રાજ્યાભિષેક કરી તેને રાજાની શુભ પદવી આપી, ન્યાયનીતિયુક્ત રાજ્ય હોવાથી તે સમયમાં રાજાની પદવી શુભ ગણી શકાય. પછી પિતા શતબળ રાજાએ પોતાના આત્માનું ક્રાયશમનરૂપ શમનું સામ્રાજ્ય વધારવા માટે આચાર્યના ચરણ સમીપે જઈ દીક્ષા ગ્રહણ કરી. ||૪||
*
મહાબળ નૃપ થીવને, પૂર્ણચંદ્ર સમ શોભે રે,
સભા વિષે મંત્રી વદે, વંદન કરી અક્ષોભે રે પ્રભુ
અર્થ :– હવે મહાબળરાજા યૌવનવયમાં પૂર્ણિમાના ચંદ્ર સમાન શોભવા લાગ્યા. સ્વચ્છંદથી વિષયક્રીડામાં આસક્ત થવાથી તેમને મન રાત્રિ દિવસ સરખા લાગવા લાગ્યા. એક દિવસ રાજસભામાં સ્વયંબુદ્ધ, સંભિન્નમતિ, શતતિ અને મહામંત એ ચાર મુખ્યમંત્રીઓ બેઠા હતા. ત્યારે સ્વામીભક્ત સમ્યવૃષ્ટિ એવો સ્વયંબુદ્ઘ મંત્રી વિચારવા લાગ્યો કે અહો! અમે જોતાં છતાં આ વિષયવિનોદમાં વ્યગ્ર બનેલા અમારા સ્વામીનો જન્મ વૃથા જાય છે, દુષ્ટ ઘોડાઓની જેમ ઇન્દ્રિયોથી હરણ થાય છે; તેની ઉપેક્ષા કરનારા એવા અમને ધિક્કાર છે! એમ વિચારી સર્વ બુદ્ધિમતોમાં અગ્રણી એવો સ્વયંબુદ્ધુ મંત્રી રાજાને વંદન કરી અક્ષોભ એટલે સ્થિરમનથી નીચે પ્રમાણે કહેવા લાગ્યો. ।।૪૭।।
“અગ્નિ સમ તૃષ્ણા વઘુ વિષય-ભોગ રૂપ કાઠે રે,
દુર્જન, વિષ, વિષયો, અહિં નાખે જીવને કરે રે. પ્રભુ
અર્થ :— હે રાજન! આ વિષય ભોગરૂપ લાકડા નાખવાથી, તૃષ્ણારૂપી અગ્નિ વિશેષ વૃદ્ધિ પામે
=
છે. તેમ આ સંસારને વિષે વિષયસુખથી ક્યારેય પણ જીવ સૃષ્ટિ પામતો નથી. દુર્જન, વિષ, ઇન્દ્રિયના વિષયો કે અહિ એટલે સર્પ આદિ ઝેરી પ્રાણીઓનો સંગ જીવને કષ્ટમાં જ નાખે છે. ૪૮
કામ-પરિચય-પ્રિયતા, ટુ-સુખ વલૂર્યું રે,
પરિણામે દુઃખ-વૃદ્ધિ દે, આત્મ-દિવ્યતા ચૂરે રે. પ્રભુ
Page #473
--------------------------------------------------------------------------
________________
(૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧
૪૫૭
અર્થ - કામભોગના પરિચયો જીવને તત્કાળ સુખરૂપ લાગે છે, જેમ દદુ એટલે દાદરને વલૂરવાથી એટલે ખંજવાળવાથી તે ક્ષણ માત્ર સુખરૂપ લાગે છે. પણ તે ભાગ છોલાઈ જતાં પરિણામે એટલે તેના ફળમાં દુઃખ બહુ વધી જાય છે. આ કામભોગ પ્યારા લગે, ફળ કિંયાક સમાન હોવાથી તે આત્માના દિવ્ય ગુણોનો નાશ કરે છે. II૪૯થા.
કામ નરકનો દૂત છે, પાપ-તરુને પોષે રે,
ભવ-ખાડે પાડે, અરે! મદન મદાદિ દોષે રે. પ્રભુ અર્થ :- આ કામવાસના જીવને નરકમાં લઈ જવા માટે દૂત સમાન છે. પાપરૂપી વૃક્ષને પોષણ આપનાર છે. અરે! આ મદન એટલે કામદેવ તે અહંકાર આદિ દોષો ઉત્પન્ન કરી જીવને સંસારરૂપી ખાડામાં પાડે છે. તથા આ કામદેવ માણસના શરીરમાં પ્રવેશ કરી તે પ્રાણીના અર્થ, ઘર્મ અને મોક્ષનો નાશ કરે છે. I૫૦મા
મૃગ વીણા-સ્વર સુણતાં, મરણ-શરણ આરાધે રે,
સ્ત્રી-દર્શન કે સ્પર્શથી, નર અનર્થને સાથે રે. પ્રભુ અર્થ - મૃગ એટલે હરણને સંગીત બહુ પ્રિય હોવાથી તે વીણાના સ્વરમાં આસક્ત બને છે. ત્યારે શિકારી તેને પકડી લે છે અને તે મરણને શરણ થાય છે. તેમ વિષવેલી સમાન સ્ત્રીનું દર્શન કે સ્પર્શન મનુષ્યમાં અત્યંત મોહભાવ ઉત્પન્ન કરે છે. તેથી તે અનેક અનર્થકારી પાપની પરંપરાને સાથે છે. સ્ત્રીએ કામરૂપી પારઘીની જાળ છે; તે હરણની માફક પુરુષોને મોહરૂપી જાળમાં ફસાવે છે. I૫૧ાા
હાસ્ય-સખા સ્ત્રી-સુખ ને ખાન-પાન ઉત્તેજે રે,
સ્વામીને આત્મા ગણી, હિત-શિક્ષા ના દે તે રે. પ્રભુ અર્થ - જે ખુશામતીઆ મશ્કરા મિત્રો છે તે, સ્ત્રીવિલાસમાં સુખ છે, ખાવાપીવામાં સુખ છે, તેને જ માત્ર ઉત્તેજન આપે છે. પણ પોતાના સ્વામીને આત્મા ગણી તેમનું પરલોકમાં હિત કેમ થશે તેવી શિક્ષા આપતા નથી. પરા.
મોહ ખુશામતથી વધે, તેવો સંગ ન સારો રે,
કેળ કને કંથાર તો, દે દુઃખો વિચારો રે. પ્રભુ અર્થ :- સ્ત્રીકથા કરવાથી કે ગીત, નૃત્ય, હાસ્યાદિ વચનોવડે ખુશામત કરવાથી માત્ર મોહ વધે છે. તેવા પુરુષોનો સંગ કરવો સારો નથી. જેમ કેળના ઝાડ પાસે કંથરનું કાંટાવાળું ઝાડ હોય તો તેને દુઃખ જ આપે; તેમ કુસંગથી કુળવાન પુરુષોનો પણ ઉદ્ધાર થતો નથી. //પ૩u.
વૃક્ષ જેમ છાયા વિના, વર સર વારિ વિનાનું રે,
પુષ્ય સુગંઘ વિના વને, મંદિર દેવ વિનાનું રે. પ્રભુ અર્થ - જેમ છાયા વિનાનું વૃક્ષ શોભતું નથી. વર સર એટલે શ્રેષ્ઠ સરોવર પણ વારિ એટલે પાણી વિના શોભા પામતું નથી. વનમાં રહેલ સુગંઘ વગરનું પુષ્પ શોભતું નથી. તેમ દેવની મૂર્તિ વિનાનું મંદિર પણ શોભા પામતું નથી. //પ૪ો.
રજની ચંદ્ર વિના વળી, મંત્રી-મદદ વિણ રાજા રે, સા સમકિતના વિના, અશસ્ત્ર સૈનિક સાજા રે. પ્રભુ
Page #474
--------------------------------------------------------------------------
________________
૪૫૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - જેમ ચંદ્ર વિનાની રાત્રિ, મંત્રીની મદદ વિનાનો રાજા શોભતો નથી, તેમ સમકિત વિનાનો સાથે અને શસ્ત્રવગરના સાજા એટલે સ્વસ્થ સૈનિક પણ શોભાને પામતા નથી. પપાા
હાથી દંકૂશળ વિના, આંખ વિના મુખમુદ્રા રે,
ઘર્મ વિના તેવી રીતે, શોભા જાણે શુદ્રા રે. પ્રભુ અર્થ :- જેમ દંકૂશળ એટલે દાંત વિનાનો હાથી કે નેત્ર વિનાનું મુખ શોભતું નથી તેમ ઘર્મ વિનાનો પુરુષ શોભતો નથી. ઘર્મ વિનાનું જીવન પશુ જેવું છે. તે નર નથી પણ વાનર છે. થર્મ વિનાની શોભાને શૂદ્રા એટલે શૂદ્ર સ્ત્રીની શોભા સમાન જાણો. પકા
ઉચ્ચ કુળ જે પામીને, ઘર્મ તજે ઘન-પ્રેમે રે,
શ્વાન બની બીજા ભવે, પામે એંઠ ન કેમે રે. પ્રભુ અર્થ :- જે ઉચ્ચકુળમાં જન્મ પામી ઘનનો જ માત્ર પ્રેમી બની, ઘર્મને તજી દે, તે જીવ બીજા ભવમાં શ્વાન એટલે કુતરાનો અવતાર પામી પેટ ભરવા માટે એંઠવાડાને પણ પામવો તેના માટે અઘરો થઈ પડે છે. ઘર્મરહિત ભવ્ય પ્રાણીઓ પણ બિલાડા, સર્પ, સિંહ, બાજ, ગીઘ જેવી નીચ યોનિમાં ઘણા ભવ સુઘી ભટકી ત્યાંથી નરકે જાય છે. માટે તેવા અથર્મીઓને ધિક્કાર છે. પશા
ઘર્મ બંધુ સમ જાણવો, બન્ને લોક સુઘારે રે;
નાવ સમાન સુઘર્મ છે; ભવ-દુઃખોથી તારે રે. પ્રભુ અર્થ :- ઘર્મથી પરમ બંધુ સમાન સુખ મળે છે. તે આલોક પરલોક બન્ને સુધારે છે. વિનય, વિવેક, સદાચાર શીખવી તે સઘર્મ, નાવ સમાન બની જીવોને સંસારના દુઃખોથી તારે છે.
અગ્નિને જળ બૂઝવે, તેમ ઘર્મ દુઃખ ટાળે રે,
ઘર્મનિસરણીએ ચઢી, મોક્ષ-સુંખ જીંવ ભાળે રે. પ્રભુ અર્થ – જેમ જળ અગ્નિને બૂઝવે છે, તેમ આધિ, વ્યાધિ, ઉપાથિ વગેરે જે દુઃખના હેતુઓ છે તેને ઘર્મ ટાળે છે. પરિપૂર્ણ પરાક્રમથી કરેલો ઘર્મ જીવને અન્ય જન્મમાં કલ્યાણના સાધનને આપે છે. એમ ઘર્મરૂપી નિસરણીએ ચઢી, ભવ્ય પ્રાણીઓ મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. //પલા.
વિદ્યાઘર-નૃપતિ થયા, પૂર્વે ઘર્મ ઘરીને રે,
તો આ ભવમાં ના ચૂકો, કહું છું હિત સ્મરીને રે.” પ્રભુ અર્થ - હે સ્વામિન્ ! વઘારે શું કહ્યું? આપ પણ પૂર્વે ઘર્મ ઘારણ કરીને આ ભવમાં વિદ્યાઘરોના પતિ રાજા થયા છો. આપ સુજ્ઞ છો. માટે આ ભવમાં પણ હવે વિષયાસક્તિનો મોહ તજી ઘર્મ આરાઘન કરવાનું ચૂકો નહીં. હું આપના હિતનું સ્મરણ કરીને આ વાત કહું છું; માટે આપ પ્રસન્ન થઈ ઉત્કૃષ્ટ લાભને અર્થે ઘર્મનો આશ્રય કરો. ઉવા
સ્વયંબુદ્ધ મંત્રી પછી, સંમિતિ ય બોલે રે ?
મંત્રી-મુખ્ય તમે ખરા, કોઈ નહિ તમ તોલે રે; પ્રભુત્વ અર્થ :- સ્વયંબુદ્ધ મંત્રી બોલી રહ્યા પછી હવે મિથ્યાત્વરૂપ અંધકારની ખાણરૂપ અને વિષ સરખી વિષમ મતિવાળો સંભિન્નમતિ મંત્રી બોલ્યો : અરે સ્વયંબુદ્ધ! તમે મુખ્યમંત્રી ખરા, તમારી તુલનામાં કોઈ
Page #475
--------------------------------------------------------------------------
________________
(૯૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧
૪૫૯
આવી શકે નહીં. માટે તમે પોતાના સ્વામીનું બધું સારું હિત ઇચ્છી આવા વચનો કહ્યાં. ૬૧
સ્વામી સરળ પ્રસન્ન છે, તમે જ તેમની ચક્ષુ રે,
આમ અકાળે ત્યાગનો, દ્યો ઉપદેશ હિતેચ્છુ ૨. પ્રભુ અર્થ - આપણા સ્વામી તો સરળ છે, સદા પ્રસન્ન રહે છે. તમે તેમના ચક્ષુ સમાન છો. માટે તમને કયા ઉપાધ્યાયે ભણાવ્યા કે જેથી અકાળે વજપાત જેવા વચનો કહી સ્વામીને ત્યાગનો ઉપદેશ આપો છો. અને પોતાને હિતેચ્છુ માનો છો. ૬રા
ભોગ નથી તજતા તમે, પર-ઉપદેશે શૂરા રે,
પ્રાસ ભોગ તજતા જનો, મૂર્ખશિરોમણિ પૂરા રે. પ્રભુ અર્થ – તમે ભોગને તજતા નથી અને પરને ઉપદેશ આપવામાં શુરવીર બનો છો. સેવકો પોતાના ભોગને માટે સ્વામીની સેવા કરે છે, તો સ્વામીને ‘તમે ભોગ ભોગવો નહીં” એવું કેમ કહેવાય? જે આ ભવમાં પ્રાપ્ત થયેલ ભોગાને તજી પરલોકના સુખ માટે યત્ન કરે તે પૂરા મૂર્ખ શિરોમણિ છે. I૬૩
અંજલિમાં અમૃત ભર્યું તળું, રેલો તે ચાટે રે,
કોણી સુંઘી ચાટતાં, ઢોળે સૌ એ વાટે રે. પ્રભુ અર્થ – હાથની અંજલિમાં અમૃત ભર્યું હોય તે તજી દઈ, હાથ ઉપર ઊતરેલા રેલાને કોણી સુધી કોઈ ચાટવા જાય તો હાથમાં રહેલા અમૃતને પણ તે ઢોળી દે છે. //૬૪ના
પરલોકે સુખ ઘર્મથી કહે, અસંગત લાગે રે,
જણાય તે પરલોક ના; કોણ પ્રગટ તર્જી માગે રે? પ્રભુ અર્થ – તેમ ઘર્મ કરવાથી પરલોકમાં સુખ મળશે એમ કહેવું તે અસંગત એટલે બંઘબેસતું નથી. કેમકે પરલોકી જનો અહીં દેખાતા નથી. માટે પરલોક નથી. પ્રગટ પ્રાપ્ત થયેલ સુખને તજી પરભવના સુખની કોણ માગણી કરે? I૬૫ના
મહુડાં, ગોળ, જળાદિથી મદ-શક્તિ દેખાતી રે,
તેમ જ પૃથ્વી-જળાદિથી જીવ ઉત્પત્તિ થાતી રે. પ્રભુ અર્થ:- જેમ મહુડાના ફૂલ, ગોળ અને જળ વગેરે પદાર્થોના મિશ્રણથી મદ-શક્તિ ઉત્પન્ન થાય છે. તેમ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આદિથી જીવની ઉત્પત્તિ થાય છે. ૬૬ાા
શરીરથી ઑવ ના જાદો, શરીર ન પરભવ જાએ રે,
તેથી સુખ સૌ શરીરનાં, ભોગવવાં સમજાએ રે. પ્રભુ અર્થ - શરીરથી જુદો કોઈ જીવ નથી તથા આ શરીર પણ પરભવને જોતું નથી. તેથી આ શરીરવડે ભોગવાતાં વિષયનાં સર્વ સુખ નિઃશંકપણે સમજુએ ભોગવવા. તે મૂકી દઈ પોતાના આત્માને ઠગવો નહીં. II૬ના
શંકા ઘર્મ-અથર્મની વિઘ કરે સુખ-ભોગે રે, નિઃશંક હે! મહારાજ હો! કહું ઉઘાડે છોગે રે. પ્રભુ
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૬૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- ઘર્મ અઘર્મ વિષે કોઈ શંકા કરવી નહીં. કારણ ભોગાદિ સુખમાં એ વિદન કરે છે. માટે હે મહારાજ! એ વિષયમાં નિઃશંક રહો, કારણ ઘર્મ અઘર્મ સસલાના શીંગની જેમ વિદ્યમાન નથી. હું તો આ વાતને ઉઘાડે છોગે સર્વને કહું છું. ૬૮
જ્યાં સુધી આયુષ્ય આ, વિષય-સ્ખથી જીવો રે,
ઘર્મ-અથર્મ કશું નથી, મંત્રી-બોઘ નજીવો રે.” પ્રભુ અર્થ - જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી હે મહારાજ ! વિષયસુખ ભોગવતા જીવન જીવો. કારણ કે આ સંસારમાં ઘર્મ અઘર્મ કશું છે નહીં. મંત્રી સ્વયંબુદ્દે જે આપને ત્યાગનો ઉપદેશ કર્યો તે સર્વ નજીવો એટલે નકામો છે. કા.
સ્વયંબુદ્ધ મંત્રી કહે : “સ્વ-પર-શત્રુ નાસ્તિકો રે;
અંઘ અંઘ-નેતા સમો, મૂખમાં મૂર્ખ અધિકો રે. પ્રભુ અર્થ - સંભિન્નમતિ મંત્રીના વચનો સાંભળી સ્વયંબદ્ધ મંત્રી કહે : અરે! આ નાસ્તિકો સ્વ-પરને મિથ્યા માન્યતાઓ દ્રઢ કરાવનાર પોતાના અને પરના પણ શત્રુ છે. જેમ પોતે અંઘ હોય અને અંઘ ટોળાનો નેતા બની આંધળાઓને દોરે તેના જેવો તે મૂર્ખ શિરોમણિ છે. II૭૦ના
ફૂપે ખેંચી પાડતો, દુબુદ્ધિ દોરે કેવો રે!
સુખ-દુઃખો સમજાય છે સ્વ-સંવેદનથી એવો રે પ્રભુ અર્થ - જેમ કોઈ ખેંચીને કૂવામાં પાડે તેમ દુર્બદ્ધિ એવા નાસ્તિકો, લોકોને આ ભવના પ્રાપ્ત સુખોને છોડવા નહીં કેમકે દેવલોક આદિ કોણે જોયા છે વગેરે જણાવીને આકર્ષણ પમાડે છે. પણ જેમ સુખ કે દુઃખ સ્વ-સંવેદનથી જાણી શકાય છે તેમ આત્માને પણ સ્વ-સંવેદનથી જાણી શકાય છે. (૭૧ાા
આત્મા પણ સમજાય છે; અબાધ્ય અનુભવ માનો રે;
મડદું ના જાણે કશું, જ્ઞાન ગુણ આત્માનો રે. પ્રભુ અર્થ :- આત્માના જ્ઞાનગુણને લઈને સ્વસંવેદનમાં કોઈ બાઘા એટલે રુકાવટ આવતી નથી. હું સુખી છું. હું દુઃખી છું એવો અનુભવ આત્મા સિવાય કોઈને ક્યારેય પણ થઈ શકતો નથી. આંખ કાન આદિ ઇન્દ્રિયો જોવાનું કે સાંભળવાનું બંધ કરી દે તો પણ અબાધ્ય એટલે જેને કદી પણ બાદ કરી શકાય નહીં એવો આત્માનો અનુભવ છે; અને તે જ જીવનું સ્વરૂપ છે. જ્ઞાન ગુણ આત્માનો હોવાથી જ્યારે તે આત્મા શરીરમાંથી બહાર નીકળી જાય ત્યારે તે શરીર મડદું બની જાય છે. પછી મડદું કંઈ પણ જાણી શકતું નથી. II૭૨ા.
બુદ્ધિપૂર્વક જો ક્રિયા, પર દેહે દેખાતી રે,
પર દેહે આત્મા તણી સિદ્ધિ તેથી થાતી રે. પ્રભુ અર્થ :- જ્ઞાનગુણથી જેમ પોતાના શરીરમાં આત્માની સિદ્ધિ થાય છે તેમ બીજાના દેહમાં પણ બુદ્ધિપૂર્વકની ક્રિયા જોવામાં આવે છે. તેથી તેના દેહમાં પણ તેવો જ આત્મા છે એમ અનુમાન જ્ઞાનથી સિદ્ધ થાય છે. I૭૩ાા
બાળ મટી યુવા બની, વૃદ્ધ થતા જે રીતે રે, મરણ પછી જન્માંતરે જાય જીવ તે રીતે રે. પ્રભુ
Page #477
--------------------------------------------------------------------------
________________
(૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧
૪૬૧
અર્થ - જેમ બાળક મટી યુવાન થાય, યુવાન પછી વૃદ્ધ થાય તેમ મરણ પછી પણ જીવ એક જન્મમાંથી જન્માંતર એટલે બીજા જન્મમાં જાય છે. તેથી આત્માનો વ્યવહારનયની અપેક્ષાએ પુનર્જન્મ છે. ૭૪
વગર શીખવ્ય ઘાવતું બાળક, તે બતલાવે રે
પૂર્વજન્મ સંસ્કાર તે; દુઃખ રડી દર્શાવે રે. પ્રભુ અર્થ :- બાળક જન્મતાં જ ઘાવા લાગે છે. તેને એ કોણે શિખવાડ્યું? એ પૂર્વજન્મનો સંસ્કાર છે. વળી ભુખની પીડા આદિને તે રડીને દર્શાવે છે. તેથી જીવની નિત્યતા સિદ્ધ થાય છે. પૂર્વજન્મમાં જેવા કર્મો કર્યા અથવા સંસ્કારો પોતામાં રેડ્યા, તેવાં ફળરૂપે અત્રે સ્પષ્ટ દેખાય છે. ૭૫ા
પૂર્વ કર્મ જો ના ગણો, રાય-રંક છે શાથી રે?
વિચિત્રતા ઘટતી નથી; પંચભૂત પક્ષપાતી રે!પ્રભુ અર્થ - જો પૂર્વકર્મને ગણો નહીં તો એક રાજા છે અને એક રંક એટલે ગરીબ છે, તેનું કારણ શું છે? કારણ વગર કોઈ કાર્ય બનતું નથી એ સિદ્ધાંત છે. જેમ એક આંધળો છે, એક ભૂલો છે, એક બહેરો છે, મૂંગો છે વગેરેના દુઃખ કારણ વગર આવી શકતા નથી. બીજી રીતે એ વિચિત્રતા ઘટતી નથી. જો પંચભૂતમાંથી રાજા રંકની ઉત્પત્તિ થઈ એમ માનીએ તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પંચભૂત પક્ષપાતી સિદ્ધ થયા. II૭૬ાા.
જીવ વિના ભૂતો રચે, કેવી રીતે કાયા રે?
પાંચે ભૂત રસોઈમાં, તોય ન કાયા-છાયા રે. પ્રભુ અર્થ :- જીવ વિના આ પંચભૂતો કેવી રીતે કાયાને રચી શકે? રસોઈ બનાવવામાં આ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચેય પંચભૂતો હોય છે; છતાં તેમાંથી કાયાની છાયા એટલે આકૃતિ કેમ બનતી નથી? ||૭૭માં
મેળ મળે ના ભૂતનો, ગુણ વિરોથી દેખો રે,
ભારે સ્થિર ઘરતી, અને ચપળ પવન લધુ, લેખો રે. પ્રભુત્વ અર્થ - આ પાંચેય ભૂતોનો સ્વભાવ ભિન્ન ભિન્ન હોવાથી તેમનામાં પરસ્પર મેળ મળતો નથી; તો ભિન્ન ભિન્ન સ્વભાવવાળા આ ભૂતોથી એક સ્વભાવવાળો એવો આ આત્મા કેવી રીતે ઉત્પન્ન થાય? એ પંચભૂતોના ગુણો પરસ્પર વિરોધી છે. જેમકે પૃથ્વી ભારે અને સ્થિર છે, જ્યારે પવન લઘુ એટલે હલકો અને ચપળ છે. II૭૮
અગ્નિને જળ ઓલવે, તેજે જળ શોષાતું રે,
કપોલકલ્પિત વાતથી સત્ય નથી પોષાતું રે. પ્રભુ અર્થ :- જેમ સળગતી અગ્નિને જળ ઓલવી નાખે અને વળી અગ્નિની ગરમીથી જળ સુકાઈ જાય છે. માટે આવી બધી કપોલકલ્પિત વાતથી સત્યને પોષણ મળતું નથી. પણ બધું મિથ્યા ઠરે છે. II૭૯ાા
ક્રિયા ઘર્મ-અથર્મની, ફળ દેશે પરલોકે રે; પૂર્વે જે ક્રિયા કરી, ફળ આ સુજ્ઞ વિલોકે રે. પ્રભુ
Page #478
--------------------------------------------------------------------------
________________
૪૬૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- અહીં જે ઘર્મ અથર્મની ક્રિયા કરી હોય તેનું ફળ પરલોકમાં મળશે. અને પૂર્વભવમાં જે ક્રિયા એટલે કામો જીવે કર્યો હશે તેનું ફળ અત્રે મળ્યું છે; તેને સુજ્ઞ લોકો જોઈ રહ્યાં છે. ૮૦
ભીખ માગતો એક, તો અન્ય ભીખ જો આપે રે,
વાહન અશ્વાદિ બને, સ્વાર ઘણા સંતાપે રે. પ્રભુ અર્થ - જેમકે એક ભીખ માંગતો દેખાય છે. તો બીજો તેને ભીખ આપે છે. કોઈ ઘોડા, હાથી વગેરે વાહન બને છે. જ્યારે બીજા ઘણા તેના ઉપર સવારી કરી તેને સંતાપ આપનાર થાય છે. ૧૮૧ાા
પુણ્ય-પાપ પ્રત્યક્ષ છે, અવિચારી ના માને રે,
વિષય ભુલાવે ભાન રે! ભૂપ ન ચેતો શાને રે ? પ્રભુ અર્થ - એમ પુણ્ય-પાપનું ફળ પ્રત્યક્ષ દેખાય છે. છતાં અવિચારી જનો માનતા નથી. પાપના મિત્રો, ઘર્મના વિરોઘી, નરકમાં લઈ જનારા આ વિષયો જીવને આકર્ષણ પમાડી ભાન ભુલાવે છે. માટે હે રાજન! આપ પણ આ બધું પ્રત્યક્ષ જુઓ છો તો કેમ ચેતતા નથી? ૮૨ાા
કાવ્યો ભોગ-વિલાસનાં રચી ગાય ભેંતવાદી રે,
મોહી-મન ખેંચાય ત્યાં, એ તો ઢાળ અનાદિ રે. પ્રભુ અર્થ:- ભોગ-વિલાસમાં જીવો મોહ પામે એવા કાવ્યો રચીને આ પંચભૂતવાદી નાસ્તિકો ગાય છે. ત્યાં મોહી જીવોનું મન ખેંચાય છે. કેમકે અનાદિકાળથી જીવોનો ઢાળ એ જ તરફ છે. ૮૩
વિવેક વિણ સમજાય ના, સત્ય વચન સંતોનાં રે,
દુર્જન-સંગતિ જે તજે, સદભાગ્યો તેઓનાં રે.” પ્રભુત્વ અર્થ :- જ્યાં સુધી હિત અહિતના ભાનરૂપ વિવેક પ્રગટ થાય નહીં ત્યાં સુધી જીવોને સંતપુરુષોના વચનો સમજાતા નથી. માટે કલ્યાણમાં બાઘક એવી દુર્જનની સંગતિનો ત્યાગ કરે અને જ્ઞાની પુરુષના વચનોનો અભ્યાસ કરે તે પુરુષો સદ્ભાગ્યવાન જાણવા યોગ્ય છે. ૮૪
શતમતિ મંત્રી ઉચ્ચરે : “ક્ષણભંગુર સૌ જાણો રે,
દીસે સ્કંઘ-વિનાશતા, નદી-પ્રવાહ વખાણો રે. પ્રભુ અર્થ - ઉપરની વાત સાંભળીને ત્રીજો બૌદ્ધમતવાદી શતમતિ મંત્રી બોલ્યો કે “આ જગતની બધી વસ્તુઓ ક્ષણભંગુર એટલે ક્ષણમાં નાશ પામનાર છે. પ્રત્યેક પદાર્થના અંઘો ક્ષણે ક્ષણે વિનાશ પામતા દેખાય છે, જેમ નદીના પ્રવાહમાં પહોલનું જળ આગળ ચાલ્યું જાય છે અને નવું નવું પાણી આવ્યા કરે છે તેમ. I૮પાા.
માત્ર વાસના ચિત્તમાં, નિત્યપણું દર્શાવે રે;
આત્મા નિત્ય ન માનવો, કોણ કર્મ બંઘાવે રે?” પ્રભુ અર્થ - માત્ર વાસના ચિત્તમાં રહે છે તેથી પદાર્થ નિત્ય છે એમ લાગે છે. પણ આત્માને નિત્ય માનવો નહીં. તે પણ ક્ષણભંગુર છે; તો કર્મ બંધાવનાર કોણ રહ્યો? In૮૬ાા.
સ્વયંબુદ્ધ મંત્રી કહે : અસંબદ્ધ વિચારો રે ટકે કેટલી વાર આ? કેવળ નાશ ન ઘારો રે. પ્રભુ
Page #479
--------------------------------------------------------------------------
________________
(૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧
૪૬૩
અર્થ - હવે સ્વયંબુદ્ધ મંત્રી કહે : તમારા આ બધા વિચારો સંબંઘ વગરના છે. આવી ક્ષણભંગુરપણાની તમારી બુદ્ધિ કેટલીવાર સુધી ટકી રહે? કોઈ પણ પદાર્થનો કેવળ એટલે સર્વથા નાશ નથી. માત્ર તેની પર્યાય એટલે અવસ્થા પલટાય છે, પણ દ્રવ્ય હમેશાં ધૃવરૂપે વિદ્યમાન રહે છે. આટલા
ગાય ખાય જે ઘાસ તે, દૂઘરૃપે વળી દેખો રે,
માખણ દૂઘ-દહીં વડે, ઘીરૂપે વળી પેખો રે. પ્રભુ અર્થ - જેમકે ગાય ઘાસ ખાય છે. તે ઘાસના પરમાણુઓનું દુઘરૂપે પરિવર્તન થયું. પછી દુઘનું દહીંરૂપે, દહીંનું માખણરૂપે અને માખણનું ઘીરૂપે પલટાવાપણું થયું. ૮૮ાા.
દ્રવ્ય માત્ર પલટાય, જો; કેવળ નાશ ન પામે રે,
કેવળ નાશ ગયે, બઘા વ્યવહારો ય વિરામે રે - પ્રભુ અર્થ :- એમ પ્રત્યેક દ્રવ્યનું સ્વરૂપ પલટાય છે; પણ તે દ્રવ્ય સર્વથા નાશ પામતું નથી. જો પ્રતિ ક્ષણે તેનો કેવળ નાશ ગણીએ તો લેણદેણના બઘાં વ્યવહારો વિરામ પામે અર્થાત અટકી જાય. દા.
પિતા-પુત્ર સંબંઘ શો? વંધ્યા-સુત સમ દેખો રે,
ગગન-કુસુમ સમ ઘર્મ એ; કારણ-કાર્યો લેખો રે. પ્રભુ અર્થ - જો બધું ક્ષણિક હોય તો પિતા પુત્રનો સંબંઘ ક્યાં રહ્યો? તે તો વંધ્યાના પુત્ર સમાન થઈ ગયો. કેમકે મૂળ પિતાનો જીવ કે પુત્રનો જીવ હતો તે તો બીજી જ ક્ષણે વિનાશ પામી ગયો અને બેય નવા જીવ આવી ગયા. તેથી અહીં ક્ષણભંગુરતાનો સિદ્ધાંત બંધબેસતો નથી. એવા મતવાળાનો ઘર્મ પણ ગગન-કુસુમ સમાન એટલે આકાશના ફૂલ સમાન બની ગયો. જેમ આકાશને ફૂલ હોય નહીં તેમ આ ઘર્મનું અસ્તિત્વ પણ દરેક વસ્તુની ક્ષણભંગુરતાના સિદ્ધાંતને કારણે નાશ પામી ગયું. કારણથી કાર્યની સિદ્ધિ થાય છે. મોક્ષ પ્રાપ્તિના કારણરૂપ ઘર્મનું અસ્તિત્વ જ જ્યારે નાશ પામી ગયું. ત્યારે મોક્ષ પ્રાપ્તિરૂપ કાર્યની સિદ્ધિ થવી તે અસંભવ બની ગઈ. ૯૦ના
ક્ષણિક કેમ ન વાસના? જો ક્ષણિક સૌ માનો રે,
ક્ષણમાં નાશ થનારને, મોહ ન હોય કશાનો રે. પ્રભુ અર્થ :- જો બધું તમે ક્ષણિક માનો છો તો જે વાસના ચિત્તમાં રહે છે તેને કેમ ક્ષણિક માનતા નથી. આત્મા નામનો પદાર્થ જો ક્ષણમાં નાશ પામે છે, તો પછી તેને કોઈ પણ પદાર્થનો મોહ કેવી રીતે હોઈ શકે? ૯૧ાા.
વાદ કરો, નાણું શીરો, સ્મૃતિ વિષે સૌ માંડો રે;
સ્મૃતિ ઘટે ના ક્ષણિકને, લગ્ન કરો કે રાંડો રે.” પ્રભુ અર્થ - કોઈની સાથે વાદ એટલે ચર્ચા કરવી કે નાણું ઘીરવું કે લેણદેણને સ્મૃતિમાં રાખવી, એ ક્ષણિકવાદમાં કેમ ઘટી શકે? કેમકે ચર્ચા કરનારા, નાણું લેનારા કે ધીરનારા અથવા સ્મૃતિમાં રાખનારા બઘા ક્ષણભંગુર સિદ્ધાંતના કારણે બદલાઈ ગયા. પૂર્વે હતા તે રહ્યાં નહીં. જેમ એક ક્ષણમાં લગ્ન થયું અને બીજી ક્ષણમાં આત્મા ક્ષણિક હોવાથી તેનું મરણ થયું તો તે પ્રસંગ લગ્નનો થયો કે રંડાપો આવ્યો એ વિષે શું સમજવું? II૯રા
Page #480
--------------------------------------------------------------------------
________________
૪૬૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
મહામતિ મંત્રી કહે : “માયા સર્વ નિહાળો રેઃ
સ્વપ સમાન બધું ગણો, મૃગજળ જેવું ભાળો રે. પ્રભુ અર્થ :- ત્યારપછી મહામતિ નામનો ચોથો મંત્રી કહેવા લાગ્યો કે આ સર્વ માયા છે; તત્ત્વથી જોતાં કાંઈ નથી. જે પદાર્થો દેખાય છે તે બઘા સ્વપ્ર સમાન જાણો અને મૃગજળવતુ મિથ્યા માનો. II૯૩)
વ્યવહારે ગુરુ-શિષ્ય સૌ, તત્ત્વ-વિચારે મિથ્યા રે,
ઘૂતારા ઘર્મી બન્યા તેની ન રાખો ઇચ્છા રે. પ્રભુ અર્થ - ગુરુ શિષ્ય, પિતા પુત્ર, ઘર્મ અધર્મ, પોતાનો કે પારકો એ બધું વ્યવહારથી જોવામાં આવે છે પણ તત્ત્વ વિચારે જોતાં બધું મિથ્યા છે. ઘર્મના નામે પેટ ભરનારા એવા ધૂતારા ઘર્મી થઈ બેઠા છે. તેવા જીવોના સંગની ઇચ્છા રાખવી નહીં. ૯૪
માંસ કિનારે મૂકીને મચ્છી દેખીને દોડે રે
શિયાળ પામે મચ્છી ના, ગીઘ માંસ લઈ ઊડે રે. પ્રભુ અર્થ:- જેમ શિયાળ લાવેલા માંસને નદી કિનારે મૂકી માછલાને દેખી તે પકડવા દોડ્યું. તેટલામાં માછલું પાણીમાં પેસી ગયું અને માંસને ગીઘ પક્ષી લઈ ઊડી ગયું. શિયાળ બેય બાજુથી ભ્રષ્ટ થયું. ૯પા
ઐહિક સુખ તડેં ઇચ્છતો સુર-સુખ, તેવો જાણો રે,
નરક તણાં દુઃખે ડરી, તપ કરનાર ઠગાણો રે - પ્રભુ અર્થ - જે ઐહિક એટલે આ લોકના ઇન્દ્રિય સુખ છોડી દેવલોકના સુખ માટે પ્રયત્ન કરે છે તેને શિયાળ જેવો જાણો. તથા પાખંડી લોકોની ખોટી શિખામણ સાંભળી નરકના દુઃખથી ડરીને મોહાથીન પ્રાણીઓ વ્રત તપ વગેરે કરી પોતાના દેહને દંડે છે તે પોતાના આત્માને ઠગે છે એમ માનો. I૯૬ાા
જેમ ટિટોડી સાંભળી, આભ નીચે પડવાનું રે,
સૂતી પગ ઊંચા કરી, તેમ બઘાં તપ માનું રે. પ્રભુ અર્થ - જેમ ટિટોડી એટલે એક પ્રકારનું પક્ષી આભ નીચે પડી જવાની શંકાથી સૂતી વખતે પગ ઊંચા કરી સુવે છે તેમ અમે બઘા નરકમાં ન પડી જઈએ એવી બીકથી તપ કરે છે એમ માનું છું. II૯શા
ખોટી શિખામણ ના સુણો, મિથ્યા વાત જવા દ્યો રે,
ઘરી નિત્ય નિશ્ચિતતા, સુખે સર્વ થવા દ્યો રે.” પ્રભુ અર્થ - માટે હે સ્વામિનું! ખોટી શિખામણને સાંભળો નહીં. આવી મિથ્યા વાતને જવા દ્યો. હમેશાં નિશ્ચિતપણું ઘારણ કરી સુખપૂર્વક જે થાય તે થવા દો. ૯૮ાા.
પછી સ્વયંબુદ્દે કહ્યું : “કારણ કાર્ય ન માનો રે,
ફૂપે કોઈ ઘકેલતાં, ડર રાખો છો શાનો રે? પ્રભુ અર્થ - પછી સ્વયંબુદ્ધ મંત્રીએ કહ્યું : “જો તમે કારણ કાર્ય ભાવને માનતા નથી અર્થાત્ જેવું કારણ સેવે તેવું કાર્ય થાય છે. તો પછી તમને કોઈ કૂવામાં ઘકેલવા રૂપે કારણ સેવે અને તેથી કૂવામાં પડવારૂપ કાર્ય બની જાય તો તેનો ડર શા માટે રાખો છો? I૯૯ો.
Page #481
--------------------------------------------------------------------------
________________
(૯૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧
૪૬૫
માયારૂપ અસત્ય સૌ, જો માનો એકાને રે,
લગ્ન આદિ મહોત્સવે કે અકાળ પ્રાણાંત રે- પ્રભુ અર્થ :- આ જગત સર્વ માયારૂપ છે. અસત્ય એટલે મિથ્યા છે; એમ તમે એકાંતે માનો છો. તો પછી લગ્ન મહોત્સવમાં હર્ષ કે અકાળ મરણમાં શોક શા માટે કરો છો? II૧૦૦ગા.
ગીત, વિલાપની યોગ્યતા, શાને મનમાં આણો રે?
કેમ સભ્યતા સાચવો? સારું કેમ વખાણો રે? પ્રભુત્વ અર્થ - કોઈના લગ્ન સમયે ગીત ગાઓ છો, અને કોઈના મરણ સમયે વિલાપ કરો છો, આવું શા માટે મનમાં આણો છો? કેમકે તમારી દ્રષ્ટિએ તો આખું જગત માયારૂપ હોવાથી મિથ્યા છે. તો દરેક સ્થાને કેમ સભ્યતા જાળવો છો? અને સારા કામને કેમ વખાણો છો? ૧૦૧ના
સ્વપ સમાન જ જો બધું, તો નહિ તું, હું, સ્વામી રે;
શબ્દો પણ મિથ્યા કર્યા બોલ્યા તે મૂર્ખામી રે. પ્રભુત્વ અર્થ - સ્વપ્ર સમાન જ જો બધું મિથ્યા છે, તો હું સેવક અને તમે સ્વામી કેમ હોઈ શકો? આ શબ્દો બોલ્યા તે પણ મિથ્યા ઠર્યા. વળી સ્વપ્ના જેવી વાતો કરી તે પણ મૂર્ખાઈ જેવી ઠરી. ૧૦૨ાા
કુશળ વિતંડાવાદીઓ, વિષય-ગુલામી પોષે રે,
પરાક્ષુખ શુભ ભાવથી રહી, અરે! શું જોશે રે? પ્રભુ અર્થ :- આ વિતંડાવાદીઓ એટલે માત્ર સામા પક્ષનું ખંડન કરવામાં કુશળ એવાં આ પંડિતો જે પોતે ઇન્દ્રિય વિષયના ગુલામ બની તેને જ પોષનારા છે તથા શુભ ભાવથી પરામુખ એટલે વિમુખ રહેનારા એવા તે, અરે ! શું સત્યને નિહાળી શકે? ||૧૦૩.
મહારાજને વીનવું, સુઘર્મ-આશ્રય લેવા રે,
વિવેકના અવલંબને, વિષયો છોડી દેવા રે.” પ્રભુ અર્થ - માટે મહારાજને વિવેકનું અવલંબન ગ્રહણ કરી, પરિણામે દુઃખરૂપ એવા વિષયોને છોડી દઈ, આ લોક પરલોકના સુખાર્થે સઘર્મનો આશ્રય ગ્રહણ કરવા હું વિનયપૂર્વક વિનંતિ કરું છું. IT૧૦૪
ચર્ચા મંત્રીઓ તણી સુણ નૃપ રાજી થાતા રે,
કહે પ્રસન્ન મુખે હવેઃ “સ્વયંબુદ્ધ, હે! ભ્રાતા રે. પ્રભુ અર્થ - મંત્રીઓના જુદા જુદા ભાષણો સાંભળીને રાજા બહુ ખુશી થયા. અને પ્રસન્ન મુખે હવે કહેવા લાગ્યા : હે સ્વયંબુદ્ધ, તું મારા ભાઈ જેવો છું. /૧૦પા
ઘણું સારું તમે કહ્યું, “ઘર્મ-કાર્ય કરવાનું રે,”
ષી નથી હું ઘર્મનો, અંતે ત્યાં ઠરવાનું રે. પ્રભુ અર્થ - હે મહાબુદ્ધિ સ્વયંબુદ્ધ! તમે મને ઘણું સારું કહ્યું. મારે પણ ઘર્મ કાર્ય કરવાનું છે. હું પણ કિંઈ ઘર્મનો દ્વેષી નથી. અંતે તો ત્યાં જ ઠરવાનું છે કેમકે ત્યાં જ ખરી શાંતિ છે. ||૧૦૬ના
અવસર આવ્યું નાખવું પડુ ‘સર’નું તાકી રે, તેમ ઘર્મ આરાઘીશું, દેખીને વય પાકી રે. પ્રભુ
Page #482
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
અર્થ :— જેમ ખેલતા અવસર આવ્યે ‘સર’નું એટલે હુકમનું પત્તું નાખવાનું હોય તેમ વય પરિપક્વ
-
થઈ જાય અર્થાત્ વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારે ઘર્મનું આરાધન અવશ્ય કરીશું. ૧૦૭ના મળે મિત્ર બહુ દિવસે, તેમ યુવાવય આવી રે,
ઘટતો આદર આપવો, યોગ્ય ભાવ ઉર લાવી રે. પ્રભુ
૪૬૬
અર્થ :— જેમ ઘણા દિવસે મિત્રનો મેળાપ થાય તેમ આ યુવાવય આવી છે તો તેને ઘટતો આદર આપવો જોઈએ અર્થાત્ તેનો ઉપયોગ કરવો જોઈએ અને ઘર્મ આરાઘવા યોગ્ય છે એવો ભાવ પણ હૃદયમાં રાખવો જોઈએ. ।।૧૦૮।।
વીણા વાગતી હોય ત્યાં, વેદોચ્ચાર ન છાજે રે,
તેમ તમે ઘો બૌઘ તે, લાગે મુજને આજે રે, પ્રભુ
અર્થ :– જ્યારે ગાનતાન અર્થે વીણા વાગતી હોય તે વખતે વેદોચ્ચાર એટલે ધર્મનો ઉપદેશ કરવો
=
તે શોભાને પામતો નથી; તેમ આજે અયોગ્ય અવસરે યુવાવયમાં ધર્મનો બોધ કરો છો તે પણ મને તેવો લાગે છે. ।।૧૯।
સુધર્મ-ફળ સુર-લોક તે, લાગે સંશયવાળું રે, પ્રત્યક્ષ સુખ નિષેષતા આપે શું હિત ભાળ્યું રે?' પ્રભુ પરમ ઉપકારી રે.
:
અર્થ :— વળી મહારાજા કહે : સદ્ઘર્મનું ફળ દેવલોક છે તે મને સંદેશવાળું લાગે છે. તથા પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલ આ સુખનો તમે નિષેધ કરો છો, તો તેમાં તમે મારું એમાં શું હિત ભાળ્યું? એ વાતનો સ્પષ્ટતાથી ખુલાસો કરો. ।।૧૧૦।।
(૧૦૦)
શ્રી ઋષભ જિનેશ્વર
ભાગ-૨
રાચીન તારા તૃષ્ટિમાં, મનમોહન કેર)
*
સ્વયંબુદ્ઘ મંત્રી કહે : “ખરી વાત સુણાવું,” નમી નૃપ સન્મુખ રે; “ખરી વાત સુણાવું; સત્ય ધર્મનાં ફળ વિષે, ખરી વાત સુણાવું; શંકા ટાળે સુખ રે, ખરી વાત સુણાવું,
અર્થ :– રાજાના વચનો સાંભળી સ્વયંબુદ્ધે મંત્રી અંજલિ જોડી કહેવા લાગ્યાઃ રાજનું ! સત્ય ધર્મના
ફળ વિષેની શંકા ટળવાથી સુખ થશે એ વિષે હું આપને ખરી વાત સુણાવું છું. તે આપ સાંભળો. ૧||
।
Page #483
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨
૪૬૭
શંકા-શલ્ય નિવારવા, ખરી વાત કરાવું યાદ રે, ખરી.
નંદનવનમાં દેખિયા ખરી. દેવ વિના વિવાદ રે, ખરી. અર્થ :- શંકારૂપી શલ્ય એટલે કાંટાને દૂર કરવા માટે હું આપને એક વીતેલી વાત યાદ કરાવું છું. એક વાર આપણે બાલ્યાવસ્થામાં નંદનવનમાં ગયા હતા. ત્યાં એક સુંદર કાંતિવાન દેવને જોયા હતા. એ વિવાદ વગરની સત્ય હકીકત છે. રા.
દેવે વાત કરી હતી : ખરી. “અતિબળ-ઑવ હું દેવ રે, ખરી.
પિતામહ તારો હતો, ખરી. ફળ દીઠું સ્વયમેવ રે. ખરી અર્થ :- વખતે પ્રસન્ન થયેલા તે દેવે આપને ઉદ્દેશીને કહ્યું હતું કે હું અતિબળ નામે તારો પિતામહ એટલે દાદા હતો. હવે હું દેવ થયેલો છું. મેં સ્વયં આ સંસારના કડવા ફળ જોયેલા છે. સા.
પેઠે નઠારા મિત્રની, ખરી, તજ્યા હતા. મેં ભોગ રે, ખરી.
ગ્રહી દીક્ષા બહુ ભાવથી, ખરી. વિષય-સુખો ગણી રોગ રે. ખરી અર્થ :- રાજ્ય અવસ્થામાં આ ભોગોને નઠારા મિત્રોની પેઠે તૃણ સમાન જાણી તજી દઈ, બહુ ભાવથી મેં દીક્ષા ગ્રહણ કરી હતી. પછી પાંચ ઇન્દ્રિયના વિષય સુખોને હું રોગ સમાન જાણતો હતો. I/૪
વ્રત-મંદિરના કળશ સમ, ખરી. કરી મરણ સંન્યાસ રે, ખરી.
ઘર્મ-પ્રભાવે પામિયો, ખરીલાંતવ-દેવ-વિલાસ રે. ખરી અર્થ:- અંત સમયે વ્રતરૂપી મંદિર ઉપર કળશ ચઢાવા સમાન સંન્યાસ મરણ એટલે સમાધિમરણ કરવાથી ઘર્મના પ્રભાવે હવે હું છઠ્ઠી લાંતવ નામના દેવલોકનો અધિપતિ થઈ તેના વિલાસને પામ્યો છું. /પાના
તમે હજી સંસારનું-ખરી. નથી સમજતા રૂપ રે- ખરી.
છતાં પ્રમાદી ના રહો, ખરી. ભવ માનો દુઃખ ફૂપ રે.' ખરી અર્થ - તમે હજી આ સંસારના વિષમ સ્વરૂપને સમજતા નથી. છતાં આ અસાર સંસારને દુઃખના કૂવા સમાન જાણી કદી પ્રમાદી રહેશો નહીં. કા
અંતર્ધાન પછી થયા-ખરી. ઘનમાં વિજળી જેમ રે. ખરી
સ્મરણ પિતામહનું કરી, ખરી પરભવ માનો એમ રે.” ખરી અર્થ :- ઉપર પ્રમાણે વાત કરી, તે દેવ આકાશમાં જેમ વીજળી અંતર્ધાન થઈ જાય તેમ અલોપ થઈ ગયા હતા. માટે મહારાજ ! આપના પિતામહનું વચન સ્મરણ કરીને “પરલોક છે' એમ માનો. જ્યાં દેવલોક છે એવું પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ થયું ત્યાં શંકાને સ્થાન રહેતું નથી. શા
કહે નૃપતિ : “સારું કર્યું, ખરીપ્રસંગ આવ્યો યાદ રે. ખરી
ઘર્મ-અધર્મ-ફળો મળે- ખરી, પરભવે નિર્વિવાદ રે.” ખરી, અર્થ :- હવે રાજા કહે : તમે મને સારું કહ્યું. મને પણ તે પ્રસંગ યાદ આવી ગયો. ઘર્મ અઘર્મના પરભવમાં ફળ મળે છે એ વાત નિર્વિવાદ સમજાઈ ગઈ. હવે હું પરલોકને માન્ય કરું છું. દા
સ્વયંબુદ્ધ ફરથી કહે - ખરી “પૂર્વજ નૃપ કુરુચંદ્ર રે-ખરી નિર્દય પાપી તે હતો-ખરી થયો સુત હરિશ્ચંદ્ર રે. ખરી
Page #484
--------------------------------------------------------------------------
________________
४६८
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - રાજાનું આવું આસ્તિક્ય વચન સાંભળી, પ્રસન્ન થઈને સ્વયંબુદ્ધ મંત્રીએ ફરીથી રાજાના પૂર્વજોની વંશકથા કહેવાની શરૂઆત કરી. હે મહારાજ ! પૂર્વે આપના વંશમાં કુરુચંદ્ર નામે રાજા થયો હતો. તે યમરાજા જેવો નિર્દયી, પાપી અને ભયંકર હતો. તેને કુરુમતી નામની સ્ત્રીથી હરિશ્ચંદ્ર નામે એક પુત્ર થયો હતો. લા.
કુરુચંદ્રને રોગથી- ખરીપીડા જાગી અપાર રે- ખરી.
ભોજન કડવાં લાગતાં, ખરી. મૃદુ શય્યા શૂળ-સાર રે. ખરી અર્થ - કુચંદ્ર રાજાને પૂર્વ ઉપાર્જિત પાપના ફળમાં ભયંકર રોગ ઉત્પન્ન થઈ શરીરમાં અપાર પીડા થવા લાગી. ભોજન કડવાં લાગવા લાગ્યા અને કોમળ શય્યા પણ શૂળ જેવી ભાસવા લાગી. /૧૦ના
કાને ભણકારા થતા- ખરીફ્લેશકારી સદાય રે; ખરી,
વાત ગમે ના કોઈની, ખરી. સુખ સ્વપ્નેય ન થાય રે. ખરી અર્થ :- નરકના આયુષ્યનો બંઘ થવાથી તેના કાનમાં સદાય ક્લેશકારી ભણકારા થવા લાગ્યા. સ્ત્રી પુત્રાદિની વાત પ્રત્યે અણગમો થયો. સુંદર ગાયનો ગઘેડાના સ્વર જેવા લાગવા લાગ્યા. ભૌતિક સુખો સ્વપ્નમાં પણ તેને સુખ આપનાર થયા નહીં. પુણ્યનો વિચ્છેદ થાય ત્યારે સર્વ વિપરીત થાય છે. (૧૧).
દાહજ્વરે નિશદિન બળે- ખરીઅધિક ઔષથે થાય રે; ખરી.
માકણ મસળી નાખતાં- ખરીશીતળ લોહી જણાય રે. ખરી અર્થ - અંતે અંગારાની જેમ દાહજ્વરથી નિશદિન બળવા લાગ્યો. ઔષઘ કરવાથી તે પીડા વિશેષ વૃદ્ધિ પામી. એક વાર તેણે માકણને મસળી નાખ્યું. તેનું લોહી તેને શીતળ જણાયું. તેથી તે રૌદ્રધ્યાન પરિણામવાળો થયો. |૧રા
કહ્યું પુત્રને : લોહીનો - ખરી. કુંડ કરી ન્હવરાવ રે;” ખરી,
લાલ લાખના રંગથી - ખરી. પાણી કરી કહ્યું, ‘ન્હાવ રે.” ખરી. અર્થ :- કુચંદ્ર પોતાના પુત્ર હરીચંદ્રને કહેવા લાગ્યો : મને લોહીનો કુંડ ભરીને ન્હવરાવ. પુત્ર દયાળુ હોવાથી લાખના લાલરંગથી કુંડ ભરી પિતાને કહ્યું : હવે તમે ન્હાવો. ૧૩.
સ્નાન કરે આનંદથી, ખરી. પાણી ગયું મુખમાંય રે, ખરી,
કપટ જાણીને ક્રોથથી - ખરી. નિજ સુત હણવા થાય રે. ખરી અર્થ - કુચંદ્ર આનંદથી તેમાં સ્નાન કર્યું. પણ પાણી મુખમાં જતાં લાખનો સ્વાદ જાણી આ બધું કપટ કર્યું છે; તેથી ક્રોઘમાં આવી જઈ પોતાના પુત્રને હણવા માટે તે દોડ્યો. ૧૪.
ઠોકર લાગ્યાથી પડ્યો, ખરી. નિજ શસ્ત્ર જ હણાય રે, ખરી.
હરિશ્ચંદ્રને લાગિયું - ખરી. કુમાર્ગ શત્રુ ગણાય રે. ખરી અર્થ :- દોડતા દોડતાં તે ઠોકર વાગવાથી પડી ગયો, અને પોતાના જ હાથમાં રહેલા શસ્ત્રથી હણાઈ જઈ મૃત્યુ પામ્યો. તે વખતે હરિશ્ચંદ્રને એમ લાગ્યું કે કુમાર્ગ છે તે ખરેખર શત્રુ સમાન છે. /૧૫ના
કહે સુબુદ્ધિમંત્રીને ઃ ખરી. “કરી જ્ઞાર્નીનો સંગ રે, ખરી, તારે મને સમજાવવો'- ખરી. વઘે સુબુદ્ધિ-ઉમંગ રે. ખરી
Page #485
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨
૪૬૯
=
અર્થ :— હવે સદાચારના ઘરરૂપ એવો હરિશ્ચંદ્ર સર્વ પુરુષાર્થમાં મુખ્ય એવા ઘર્મની સ્તુતિ કરતો રાજ્યનું વિધિવત્ પાલન કરવા લાગ્યો. તેણે એકવાર પોતાના સુબુદ્ધિ નામના શ્રાવ–બાળમિત્રને એવી આજ્ઞા કરી કે તારે હમેશાં જ્ઞાની પુરુષનો સંગ કરી તેમનો ધર્મોપદેશ મને સમજાવવો. એમ સાંભળી સુબુદ્ધિમંત્રીનો ઉમંગ વધી ગયો. કેમકે ઉત્તમ પુરુષોને એવી અનુકૂળ આજ્ઞા તેમના ઉત્સાહને પ્રેરનારી હોય છે. પાપથી ભય પામેલો એવો હરિશ્ચંદ્ર પણ મિત્ર સુબુદ્ધિના કહેલા ધર્મ ઉપર વૃઢ શ્રદ્ધા રાખવા વાગ્યો. ।।૧૬।
પુર બહાર ઉદ્યાનમાં - ખરી૰ શીલંઘર મુનિ-રાય રે, ખરી કેવળજ્ઞાન વર્યા સુણી - ખરી સુબુદ્ધિ નૃપ-સઠ જાય રે. ખરી
અર્થ :— નગરની બહાર ઉદ્યાનમાં શ્રી શીલંઘર નામના મુનિરાજ કેવળજ્ઞાનને પામવાથી દેવતાઓ
--
તેમનું પૂજન કરવા જતાં હતા. તે જોઈ રાજા હરિશ્ચંદ્ર સુબુદ્ધિમંત્રી સાથે અશ્વારૂઢ થઈ ત્યાં આવ્યો. ।।૧૭।।
નમસ્કાર કરી બેય તે – ખરી બેઠા સુણવા બોઘ રે. ખરીસુણી દેશના વીનવે - ખરી હરિશ્ચંદ્ર થી મોદ રે : ખરી ઃ
અર્થ :– ત્યાં કેવળી ભગવાનને નમસ્કાર કરી રાજા અને મંત્રી બેય તેમનો બોધ શ્રવણ કરવા ભક્તિપૂર્વક બેઠા. તેમની અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરનારી એવી દેશના સાંભળીને હરિશ્ચંદ્ર રાજા આનંદ પામી વિનયપૂર્વક ભગવંતને પૂછવા લાગ્યા. ।।૧૮।।
‘પ્રભુ, મુજ પિતાની ગતિ – ખરી॰ સુણવા થાય વિચાર રે.’ ખરી કહે કેવળી : ‘તે ગયા – ખરી॰ સાતમી નરકે, ઘાર રે.’ખરી
અર્થ – હે ભગવંત! મારા પિતા મૃત્યુ પામીને કઈ ગતિમાં ગયા તે જાણવા ઇચ્છું છું. ત્યારે કેવળી
=
ભગવંતે કહ્યું : ‘તારા પિતા સાતમી નરકે ગયેલા છે; તેના જેવાને બીજું સ્થાન ન હોય.’ ।।૧૯।।
રાય વૈરાગ્ય પામિયા, ખરી દઈ પુત્રને રાજ્ય રે – ખરી કરે મંત્રીને : 'હું ગ્રહું - ખરી. દીક્ષા શિવ-સુખ-સાજ રે. ખરી
અર્થ :— પિતાની આવી ભયંકર ગતિ સાંભળી રાજા વૈરાગ્ય પામ્યો. ઘેર આવી પુત્રને રાજ્ય સોંપી મંત્રી સુબુદ્ધિને કહેવા લાગ્યો કે હું હવે મોક્ષસુખ પ્રાપ્તિના સાધનરૂપ એવી દીક્ષાને ગ્રહણ કરીશ. ।।૨ા
મુજ સમ દેજો પુત્રને - ખરી ધર્મ-બોધ સુખકાર રે.' ખરી કહે મંત્રી : ‘હું આપની – ખરી સાથે વ્રત ઘરનાર રે. ખરી
અર્થ – રાજા કહે : હૈ સુબુદ્ધિ! મારી જેમ હવે પુત્રને પણ સુખને કરવાવાળો એવો ઘર્મનો બોધ આપજો. ત્યારે મંત્રી કહે : હું પણ આપની સાથે પંચ મહાવ્રત ધારણ કરું છું. ।।૨૧।।
મુજ સમ નૂતન રૃપને - ખરી મુજ સુત દેશે બોધ રે.' ખરી બન્ને કર્મો ટાળુને
ખરી પામ્યા. અનંત બોધ રે. ખરી
-
અર્થ :– મારી જેમ નવા ૨ાજાને મારો પુત્ર ધર્મનો બોધ આપશે. એમ કહી બન્નેએ દીક્ષા ગ્રહણ કરી, સર્વે કર્મોને ટાળી અનંત સુખરૂપ એવા મોક્ષને પામ્યા. ।।૨૨।।
Page #486
--------------------------------------------------------------------------
________________
४७०
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
હરિશ્ચંદ્ર-વંશે તમે, ખરી. સુબુદ્ધિ-વંશે હું ય રે; ખરી
ક્રમ-આગત કુલ-કાર્ય આ, ખરી ફરજ ગણીને કહું ય રે-ખરી અર્થ - હે રાજન! આપ હરિશ્ચંદ્ર વંશમાં થયેલા છો અને હું સુબુદ્ધિ મંત્રીના વંશમા થયો છું; માટે કુલ ક્રાગત આ કાર્યને મારી ફરજ ગણીને આપને કહું છું. રહા
અવસર સિવાય ત્યાગને, ખરી. આદરવાને કાજ રે- ખરી.
કહું, કારણ તે સુણો - ખરી. હે! સમજા મહારાજ રે. ખરી અર્થ - અવસર વગર હું આપને ત્યાગ કરવા કહું છું તે સકારણ છે, તે સાંભળો. હે મહારાજ! આપ તો સમજુ છો. ૨૪
નંદનવન આજે ગયો, ખરી. દીઠા બે મુનિરાય રે; ખરી.
જ્ઞાની ચારણ મુનિને, ખરીવંદી લાગ્યો પાય રે. ખરી અર્થ - હું આજે નંદનવનમાં ગયો હતો. ત્યાં બે ચારણ મુનિઓને દીઠા. મહામોહરૂપી અંધકારને છેદનારા એવા સૂર્ય ચંદ્ર સમાન જ્ઞાની મુનિઓને વંદન કરી તેમના ચરણ સ્પર્શ કર્યા. રપા
સુણી દેશના પૂછિયું - ખરી નૃપ-આયુષ્ય-પ્રમાણ રે, ખરી,
કહે મુનિ કરુણા કરી - ખરી. “એક જ મહિનો જાણ રે’ ખરી અર્થ :- મહાત્માની ઘર્મદેશના સાંભળી તેમને આપના આયુષ્યનું પ્રમાણ પૂછ્યું ત્યારે તેમણે કરુણા કરી આપનું આયુષ્ય એક માસનું જ હવે બાકી છે એમ જણાવ્યું. રિકા
ત્વરા તેથી ઘર્મે કરો, ખરી કહ્યું સર્વ એ કાજ રે, ખરી
ભલે બીજા નિંદે છતાં, ખરીચહું હિત, મહારાજ રે.” ખરી, અર્થ :- માટે હે મહામતિવાન મહારાજા! હવે ઘર્મ આરાઘવાની ત્વરા કરો. એ માટે જ આ સર્વ આપને કહ્યું છે. ભલે બીજા મારી નિંદા કરે પણ હું આપના હિતને ઇચ્છું છું. રા.
કહે મહાબળ : “આપ તો, ખરી. સાચા બંધુ સમાન રે; ખરી.
વિષય-મગ્ન હું તો હતો, ખરીબ મોહે મત્ત અભાન રે. ખરી અર્થ :- હવે મહાબળ રાજા કહે : હે સ્વયંબદ્ધ! હે બુદ્ધિના સમુદ્ર! મારા સાચા બંધુ તો આપ જ છો કે જે મારા હિતને અર્થે સદા વિહલ છો. હું તો વિષયમાં મગ્ન હતો, મોહરૂપી દારૂ પીને ઉન્મત્ત અભાન જેવો બની ગયો હતો. ૨૮
આપે આજે જગાડિયો, ખરી. આપે કર્યું સુકાર્ય રે, ખરી.
હવે કહો હું શું કરું? ખરી. કયો ઘર્મ છે આર્ય રે? ખરી. અર્થ – આપે આજે મને તે મોહનિદ્રામાંથી જગાડ્યો. આપે તો ઘણું મોટું સત્કાર્ય કર્યું છે. હવે મને કહો કે કેવી રીતે ઘર્મની આરાઘના કરું? કયો ઘર્મ આસ્તિક આર્યોને આરાઘવા યોગ્ય છે? તે હવે શીધ્ર કહો. સારા
ઘર લાગ્યું, કૂંપ ખોદવો,” ખરી. હવે જીવવું અલ્પ રે.” ખરી, કહે મંત્રી : “હે! ભૂપતિ, ખરી તજો ખેદ વિકલ્પ રે. ખરી
Page #487
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨
૪૭૧
અર્થ - ઘરમાં આગ લાગ્યા પછી કૂવો ખોદવો કેમ બને? મારું જીવન તો અલ્પ માત્ર રહ્યું ત્યારે હવે હું શું કરી શકું? મંત્રી કહે : હે ભૂપતિ! આપ ખેદ કરો નહીં અને આવા વિકલ્પને તજી ઘો. કારણ આયુષ્ય છે ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે. ૩૦
આશ્રય યતિ-ઘર્મો તણો, ખરી. એક દિવસ પણ થાય રે- ખરી.
તો દીક્ષા તે મોક્ષ દે; ખરી. સુગતિની શી શકાય રે?” ખરી. અર્થ - પરલોકમાં મિત્ર સમાન એવા મુનિઘર્મનો આશ્રય ગ્રહણ કરો. એક દિવસની સાચી દીક્ષા પણ જીવને મોક્ષ આપી શકે છે તો સુગતિ પ્રાપ્ત કરવામાં શી શંકા છે? I૩૧
નૃપ-પદવી દઈ પુત્રને, ખરી. દાન-પુંજા કરી સાર રે; ખરી.
ખમી, ખમાવી સર્વને, ખરી લે સદ્ગુરુ-આઘાર રે. ખરી અર્થ - હવે મહાબળ રાજાએ દીક્ષા લેવાનો નિર્ણય કરી પુત્રને રાજ-પદવી આપી. દીન-અનાથોને અનુકંપાદાન આપ્યું. પછી સર્વ ચૈત્યોમાં માણિક્ય, સુવર્ણ, કુસુમાદિ પદાર્થોથી ભગવાનની ભવ્ય રીતે પૂજા કરી, સર્વને ખમી ખમાવી સદ્ગુરુ ભગવંતનું શરણ અંગીકાર કર્યું. ૩રા
દીક્ષા લઈને તે ઘરે, ખરી. અનશન ને વૈરાગ્ય રે; ખરી.
બાવીસ દિવસ જીવીને, ખરી કરે દેહનો ત્યાગ ૨. ખરી અર્થ - હવે રાજર્ષિએ દીક્ષા ગ્રહણ કરી સાથે ચતુર્વિધ આહારનો ત્યાગ કર્યો. વૈરાગ્યસહિત બાવીસ દિવસ અનશન પાળી અંતે સમાધિમરણ સાથી આ નશ્વર દેહનો પણ ત્યાગ કર્યો. [૩૩ના
ઈશાન" સુર-લોકે લહે, ખરી સમૃદ્ધિ-ભોગ અપાર રે; ખરી.
સ્વયંપ્રભા દેવાંગના, ખરી હતી સર્વમાં સાર રે. ખરી અર્થ - આ દેહ છોડી ઈશાન નામના બીજા દેવલોકમાં અપાર ભોગ સમૃદ્ધિને તેઓ પામ્યા. ત્યાં દેવીઓમાં સ્વયંપ્રભા દેવાંગના તે સર્વથી શ્રેષ્ઠ હતી. ભગવાન ઋષભદેવનો આ પાંચમો ભવ છે. ૩૪
પળ સમ વર્ષ વહી ગયાં, ખરી. દેવી-મરણે દુઃખ રે; ખરી.
મિત્રો મળી સમજાવતા, ખરી લેશ ન લે સુર સુખ રે. ખરી અર્થ – સ્વયંપ્રભા દેવાંગના સાથે રહેતા પળ સમાન ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા. વૃક્ષ પરથી પત્ર ખરી પડે તેમ સ્વયંપ્રભા દેવીનું આયુષ્ય પૂર્ણ થતાં તે ચ્યવી ગઈ. તેના મરણથી લલિતાંગદેવ ખૂબ દુઃખી થયો. મિત્રો મળીને સમજાવતા છતાં દેવલોકની કોઈ પણ સામગ્રી તેને સુખરૂપ થઈ નહીં. ૩પા.
સ્વયંપ્રભા સંભારીને, ખરી. લલિતાંગ દુઃખપૂર્ણ રે; ખરી.
૨ડે, રડાવે સર્વને, ખરી. અશ્રુ વહાવે ચોખુણ રે. ખરી અર્થ - તે લલિતાંગ દેવ સ્વયંપ્રભાને સંભારી પૂર્ણ રીતે દુઃખી થઈ ચોધાર આંસુએ સ્વયં રહે, બીજાને પણ રડાવે એવો વિલાપ કરવા લાગ્યો. ૩૬ાા
સ્વયંબુદ્ધ મંત્રી સુણી, ખરી મિત્ર-મરણની વાત રે; ખરી. દીક્ષા લઈ, પાળી, થયો- ખરી. ઈશાન-સુર સાક્ષાત્ રે. ખરી
Page #488
--------------------------------------------------------------------------
________________
પ્રાવધ-વિવેચન ભાગ-૨
=
અર્થ :– અહીં મનુષ્યલોકમાં સ્વયંબુદ્ધુ મંત્રી પોતાના સ્વામી મહાબળ રાજાના સમાધિમરણની વાત સાંભળીને વૈરાગ્ય પામી દીક્ષા લીધી. પછી તે પાળીને કાળ કરી ઈશાન દેવલોકમાં ઇન્દ્રનો દૃઢઘર્મા નામે સામાનિક દેવતા થયો. ।।૩૭।।
૪૭૨
લલિતાંગ પાસે ગયો, ખરી૰ પૂર્વ-પ્રેમ-પ્રેરિત રે; ખરી૰ કહે : “માત્ર દેવી ગયે, ખરી કેમ બનો દુઃખિત ૨ે? ખરી૰
અર્થ :— તે દૃઢધમાં પૂર્વભવના પ્રેમથી પ્રેરાઈને લલિતાંગદેવ પાસે ગયો. અને આશ્વાસન આપતા
=
કહેવા લાગયો કે હે મહાસત્વ! દેવી જવાથી તમે કેમ મોહ પામી આટલા બધા દુઃખી થાઓ છો? ।।૩ના
પ્રાણ જતાં પણ ઘીરને, ખરી દશા ન આવી થાય રે.' ખરી લલિતાંગ તેને કહે :- ખરી૰ વિરહ સહી ન શકાય રે. ખરી
અર્થ :– પ્રાણ ત્યાગનો સમય આવે તો પણ ધીરપુરુષો આવી દશાને પ્રાપ્ત થતા નથી. ત્યારે લલિતનાંગદેવ કહે : મારાથી આ દેવીનો વિરહ સહન થઈ શકતો નથી. ।।૩લા
પ્રાણ-વિરહ તો સહી શકું, ખરી કાંતા-વિરહ અપાર રે; ખરી સૌ વૈભવ દેવી વિના, ખરી લાગે મને અસાર રે.” ખરી
અર્થ :— હું પ્રાણનો વિરહ સહન કરી શકું પણ આ કાંતાનો અપાર વિર મારા માટે દુઃસહ છે. આ દેવલોકના સર્વ વૈભવ આ દૈવી વિના મને અસાર લાગે છે. ૪૦ના
દઢથમાં સુર-મિત્ર આ, ખરી દે અધિ-ઉપયોગ રે; ખરી કહે : “મિત્ર, જાણી લીધું, ખરી થશે દેવીનો યોગ રે. ખરી
અર્થ :— હવે દધર્માએ અવધિજ્ઞાનબળે ઉપયોગ મૂકી કહ્યું : હે મિત્ર! તમા૨ી થનારી પ્રિયા ક્યાં
-
છે તે મેં જાણી લીધું છે. તેનો દૈવીરૂપે તમને યોગ થશે. ।।૪૧।।
સ્વસ્થ થઈ જી સાંભળો, ખરી ઘાતકી ખંડ-વિદેહ રે; ખરી નંદીગ્રામે બાઈ છે, ખરી દુર્ભાગ ને નિઃસ્નેહ રે. ખરી
અર્થ ઃ— જરા સ્વસ્થ થઈને આ વાત સાંભળો. પૃથ્વી ઉપર ઘાતકીખંડના પૂર્વ વિદેહક્ષેત્રને વિષે નંદી નામના ગામમાં એક બાઈ છે તે ભાગ્યદીન હોવાથી ઘરમાં કોઈનો સ્નેક પામી શકતી નથી. ।।૪૨।
નિર્નામિકા નામ છે, ખરી સાતમી નાની બે'ન રે; ખરી ગરીબ-ઘરે બહુ બાળકો, ખરી પડે ન માને ચેન રે, ખરી
=
અર્થ :– નિમિકા તેનું નામ છે. તે સાત બહેનોમાં સૌથી નાની છે. તે ગરીબ ઘરમાં બહુ બાળકો હોવાથી માને ચેન પડતું નથી. ।।૪૩।।
માતા અતિ ખિજાય રે; ખરી ‘ગિરિ પર જઈ જો લાકડાં, ખરી લાવે તો જ ખવાય રે.' ખરી
માર્ગ મોદક ને રડે, ખરી
અર્થ :– એકવાર ઉત્સવના દિવસે ધનાઢ્ય બાળકના હાથમાં મોદક એટલે લાડુ જોઈ નિર્નામિકા ·
પોતાની માતા પાસે મોદક માગીને રડવા લાગી. ત્યારે માતા ખૂબ ખિજીને બોલી કે પહાડ પર જઈ લાકડા
Page #489
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨
૪૭૩
લઈ આવે તો જ ખાવાનું મળે. II૪૪.
વચન સુણી માતા તણું, ખરી. દોરડી લઈ તે જાય રે; ખરી.
ભારો લઈને આવતાં, ખરી. લોકો બહુ દેખાય રે. ખરી અર્થ - માતાનું વચન સાંભળી તે દોરડી લઈને ગઈ. ભારો લઈને પાછી ફરતાં રસ્તામાં ઘણા લોકોને જોયા. ૪પા.
સુણે, કેવળી-દર્શને ખરી. નગરજનો સૌ જાય રે; ખરી.
કષ્ટ-ભાર સમ કાષ્ટને, નાખી દઈ હરખાય રે. ખરી અર્થ :- આ બઘા નગરજનો તો કેવળી ભગવાનના દર્શન કરવા જાય છે એમ તેણીએ સાંભળ્યું. તેથી દુઃખના ભારાની જેમ આ લાકડાના ભારાને ત્યાંજ છોડી દઈ પોતે પણ હરખાતી તેમની સાથે ચાલી. ભગવાનનું દર્શન સર્વસુખનું કારણ છે. Il૪૬.
ગિરિ પર ચઢ કરી વંદના, ખરી. ગતિ-યોગ્ય મતિ થાય રે; ખરી.
સુણી દેશના તે ગમી, ખરી પૂછે : “હે! જિનરાય રે- ખરી, અર્થ - નિર્નામિકાએ પણ પહાડ પર ચઢી ભગવાનને વંદન કર્યા. ‘જેવી ગતિ તેવી મતિ'. તે અનુસારે તેને બુદ્ધિ ઊપજી. કેવળી ભગવાને આપેલી દેશના તેણે સાંભળી. તેને તે બહુ ગમી. તેથી ભગવાનને તે પૂછવા લાગી. ૪ળા
રાય-રંક સરખા ગણો, ખરી. તેથી તર્જી હું બીક રે, ખરી.
પૂછું ? દુખિયા પૃથ્વમાં ખરી. હશે મુજથી અધિક રે?” ખરી અર્થ :- હે ભગવંત! આપ રાજા કે રંક બેયને સરખા ગણો છો, માટે હું બીક તજીને પૂછું છું કે આપે આ સંસારને દુઃખના ઘરરૂપ કહ્યો; પણ આ પૃથ્વી ઉપર મારાથી કોઈ અધિક દુખિયા હશે? ૪૮
કેવળી ભગવંતે કહ્યું : ખરી. “સાંભળ, દુઃખી બાળ રે- ખરી.
તારાથી પણ દુઃખિયા, ખરી. જીવો બહુ કંગાલ રે. ખરી અર્થ - ત્યારે કેવળી ભગવંતે કહ્યું : હે દુઃખી બાળા! હે ભદ્ર! તારે તો શું દુઃખ છે? તારા કરતાં પણ અત્યંત દુ:ખી જીવો છે તેની હકીકત સાંભળ. I૪૯.
નરકગતિના જીવનાં-ખરી. તન યંત્રે પિલાય રે. ખરી
કરવતથી વે’રાય રે! ખરી. અંગો અંગ કપાય રે. ખરી અર્થ - જે પોતાના દુષ્ટકર્મથી નરકગતિમાં ઉત્પન્ન થયા છે. તેમાં કેટલાકનાં શરીર તલ પીલવાની જેમ યંત્રોથી પીડાય છે, કરવતથી વેરાય છે, અને કેટલાકના અંગોઅંગ કપાઈ મસ્તક જુદા પડે છે. આમ નરકના દુઃખ ભયંકર છે. પા.
ઊકળતા તેલ તળે, ખરી. સીસાના રસ પાય રે; ખરી.
પૂર્વપાપ સંભારીને - ખરી. રચે દુઃખ-ઉપાય રે. ખરી અર્થ - નારકી જીવોને પરમાઘામીઓ ઊકળતા તેલમાં તળે છે. તૃષા લાગેલા જીવોને ગરમાગરમ
Page #490
--------------------------------------------------------------------------
________________
પ્રાવધ-વિવેચન ભાગ-૨
૪૭૪
સીસાના રસ પાય છે. તથા પોતાના પૂર્વકર્મને સંભારી તે નારકીઓ અનેક દુઃખના ઉપાય રચી એકબીજાને દુઃખી કરે છે. ૫૧
નિશદિન દુઃખો ભોગવે, ખરી કેમે લૂંટે ન ક્રાય રે, ખરી સાગર સમ આયુષ્ય ત્યાં, ખરી દુ:ખે મરણ ન થાય રે, ખરી
અર્થ :– નારકીઓ રાત-દિવસ દુઃખો ભોગવે છે. તેઓ કોઈ રીતે દુઃખમાંથી છૂટી શકતા નથી. શાકની જેમ ખંડ-ખંડ કરેલ શરીર પણ પાછું પારાની જેમ જોડાઈ જાય છે. તેમના આયુષ્ય સાગરોપમ જેવા લાંબા હોય છે. તેઓ દુઃખના માર્યા આયુષ્ય પહેલા મરવા ઇચ્છે તો પણ મરી શકતા નથી. ।।૫૨।। દૂર રહો એ દુઃખ તો, ખરી જનાવરો દેખાય રે, ખરી જળચર જીવો ત્રાસમાં - ખરી જીવે, બીજા ખાય રે. ખરી
અર્થ :– એ નારકીઓના દુઃખની વાત દૂર રહો, પણ આ જનાવરોના દુઃખ તો પ્રત્યક્ષ દેખાય છે. જેમકે જળચર, સ્થળચર કે આકાશમાં ઊડતા પક્ષીઓ બધા ભયના માર્યા ત્રાસમાં જીવે છે. પૂર્વકર્મના પાપના ઉદયે એક બીજાને ખાઈ જાય છે. પા
બગલાં ગળતાં માછલાં, ખરી માછીથી પકડાય રે, ખરી કાપે, રાંધે, નિર્દયી, ખરી શેકી, તીને ખાય રે. ખરી
અર્થ :— કેટલાક માછલાઓને બગલાં ગળી જાય છે. કેટલાકને માછીમા૨ો પકડે છે. નિર્દયી લોકો
-
તેને કાપી, રાંધી, શૈકી કે તળીને ખાય છે. પા
ચરબી અર્થે મારતા, ખરી ચામડી અર્થે કોય રે; ખરી રમત નિમિત્તે મારતા- ખરી૰ જે જન નિર્દય હોય રે. ખરી
અર્થ ઃ— કોઈ ચરબીને માટે મારે છે. નિર્બળ હરણોને બળવાન સિંહ વગેરે પ્રાણીઓ માંસની ઇચ્છાથી મારી નાખે છે. કોઈ તેની સુંવાળી ચામડી મેળવવા માટે મારે છે. કોઈ શિકાર કરવામાં આસક્ત મનુષ્યો રમત નિમિત્તે તે નિરપરાધી પ્રાણીઓનો વધ કરે છે. આ બધા નિર્દયી પાપી જીવોના કામ છે. નિર્દય જીવો મરીને આવા નરકમાં જાય છે. ૫૫)
બળદ વગે૨ે પ્રાણીઓ – ખરી॰ સહે તરસ, ભ્રૂખ, ભાર રે; ખરી ટાઢ, તાપ ને મારનાં - ખરી અસહ્ય દુઃખ, વિચાર રે. ખરી
અર્થ :– બળદ વગેરે પ્રાણીઓ તરસ, ભૂખ અને અતિભારના દુઃખો સહન કરે છે. વળી ટાઢ, તાપ, ચાબુક, અંકુશ, પરોણાના માર વગેરે ખમવાથી અસહ્ય દુઃખો ભોગવે છે. તે વિચાર કરવા જેવું છે. એમ પયોનિમાં પણ કેટલાં બધા દુઃખો રહેલાં છે. પા
પક્ષી પણ સુખી નથી, ખરી જાળ વિષે સપડાય રે, ખરી શર, પથ્થર આદિ વડે, ખરી હણાય ને રંધાય રે. ખરી
=
અર્થ – આકાશમાં ઊડતા પક્ષીઓ તેતર, પોપટ, કબૂતર, ચકલા વગેરે પણ સુખી નથી. તેમને માંસની ઇચ્છાવાળા બાજ, સિંચાણો કે ગીઘ વગેરે પક્ષીઓ પકડીને ખાઈ જાય છે, અથવા શિકારી દ્વારા
Page #491
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨
૪૭૫
અનેક ઉપાય વડે જાળમાં સપડાઈ જઈ ઘણી વિટંબણા પામે છે. તેઓ શર એટલે બાણવડે કે પથ્થર આદિ વડે પણ હણાઈ જઈ રંધાય છે. પશા
ઈડા ફોડીને તળે, ખરી. પીંછા કાજ હણાય રે; ખરી.
પકડી પૂરે પાંજરે, ખરી, પરાથીન રિબાય રે. ખરી અર્થ :- કોઈ મરઘી વગેરેના ઈંડા ફોડીને તળે છે. કોઈ પીંછા મેળવવા માટે તેમને હણે છે. કોઈ પકડીને પાંજરામાં પૂરે છે. ત્યાં બિચારા પરાધીન બની ઘણા રિબાય છે. આ બઘા અજ્ઞાન અવસ્થામાં પોતાના જ બાંઘેલા કર્મોના ફળ જીવોને ભોગવવા પડે છે. //પેટા
માણસમાં પણ આંથળા, ખરી. મૂંગા જન્મથ હોય રે, ખરી.
રોગી આખી જિંદગી - ખરી. બાળ-વિઘવા કોય ૨. ખરી હવે મનુષ્યજીવનનું દુઃખ વર્ણવે છે :
અર્થ :- જેઓ મનુષ્યપણું પામ્યા છે, તેમાં કેટલાક જન્મથી આંધળા, બહેરા, મૂંગા કે પાંગળા થાય છે. કોઈ જીવનપર્યત રોગી હોય છે. કોઈ અનેક પ્રકારની વ્યાધિઓથી પીડાતા પોતાના પુત્રોથી પણ ઉપેક્ષા પામે છે. કોઈ બાળવયમાં જ વિઘવા બની જાય છે. પા.
જીંવતા સુંઘી કેદમાં - ખરી. જન્મ-ગુલામો થાર રે; ખરી,
પશુ પેઠે સ્વામી તણાં - ખરી. સહે વચન, દુઃખ, માર રે. ખરી અર્થ - કોઈ ચોરી કરનારા કે પરસ્ત્રીગમન કરનારા પાપી પ્રાણીઓ નારકીની પેઠે જુદા જુદા પ્રકારની શિક્ષા પામી જીવતા સુઘી કેદમાં પણ પુરાય છે. કોઈનો જન્મ નોકરી વગેરે કરી પરની ગુલામી કરવામાં વ્યતીત થાય છે. તેઓ પણ પશુની પેઠે પોતાના સ્વામીના કડવા વચન સહન કરે છે, તેમની સેવા કરી અનેક પ્રકારના દુઃખ સહન કરે છે અથવા તેમના હાથની માર પણ ખમે છે. આ પ્રમાણે મનુષ્યલોકના મનુષ્યો પણ દુઃખી છે. ૬૦
પરાભવે ક્લેશિત ને - ખરી. સુરપતિને આથીન રે; ખરી.
પશુ સમ વાહન સુર બને - ખરી. દેવપણામાં દીન ૨. ખરી અર્થ :- હવે દેવલોકના દુઃખનું વર્ણન કરે છે :
દેવલોકમાં દેવો પરસ્પરના પરાભવથી ક્લેશ પામેલા કે એક બીજાની વિશેષ ઋદ્ધિ જોઈને દુઃખી થયેલા અથવા પોતાના સ્વામી ઇન્દ્રને આધીન રહેલા એવા દેવતાઓને પણ સદા દુઃખ રહેલું છે. દેવપણામાં પણ દીન બનેલા એવા દેવોને પશુ સમાન વાહન બનવું પડે છે. ૬૧
કિલ્વેિષ આદિ કુદેવ તો - ખરી. અંત્યજ જેવા જાણ રે, ખરી,
સુખ નથી સંસારમાં; ખરી સુઘર્મ સુખની ખાણ રે. ખરી અર્થ - કિલ્પિષ આદિ કુદેવો તો દેવલોકમાં પણ અંત્યજ એટલે ચંડાળ જેવા ગણાય છે. તેઓ ઇન્દ્રની સભામાં પ્રવેશ કરી શકે નહીં. આ ચારગતિરૂપ સંસારમાં કાંઈ સુખ નથી. એક જિનેશ્વરે કહેલો સઘર્મ જ સુખની ખાણરૂપ છે. ૬રા
*
• II૬ ગી
Page #492
--------------------------------------------------------------------------
________________
૪૭૬
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
નાવ ૐબે અતિ ભારથી, ખરી તેમ જ હિંસા-ભાર રે, ખરી ડુબાડે, વિચાર રે. ખરી
ન૨-સમુદ્રે જીવને – ખરી
હવે પંચ મહાવ્રત વિષે વાત કરે છે ઃ— અર્થ :જેમ અતિ ભારથી વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે. તેમ હિંસા કરવાથી પ્રાણી નરકરૂપી સમુદ્રમાં ડૂબી જાય છે. માટે કદી પણ હિંસા કરવી નહીં. એ વાત દૃઢપણે વિચારવા યોગ્ય છે. ।।૬।।
તૃણ ઊડે વંટોળીએ - ખરી જીવ અસત્યે તેમ રે; ખરી ભમે ભવે ચિરકાળ રે! ખરી જૂઠ ન દેતી ક્ષેમ રે. ખરી
અર્થ ઃ— જેમ વાના વંટોળીઆ તરણા ઊડે તેમ જીવ અસત્ય બોલવાથી આ સંસારમાં ચિરકાળ ભમે છે. તે જૂઠ તેને કદી પણ ક્ષેમ એટલે સુખશાંતિ આપનાર થતું નથી. ૫૬૪॥
સ્પર્શ કૌચનો દુઃખ દે - ખરી તેમ અદત્તાદાન રે, ખરી પરથન-દારા પ્રીતિ દે- ખરી ચિંતા ચિતા સમાન રે. ખરી
અર્થ :– જેમ કૌચ એટલે કૂચના કાંટાનો સ્પર્શ કરવાથી તે કરડ્યા કરે, દુઃખ આપે તેમ અદત્તાદાન
=
એટલે ચોરી કરી પરધન હરણ કરવાથી ક્યારેય પણ સુખ થતું નથી. પરધન કે પરદારા એટલે પરસ્ત્રી પ્રત્યેની પ્રીતિની ચિંતા જીવને ચિંતા સમાન બાળનાર થાય છે. ।।૫।।
મૈથુન મન્મથ-દાસને – ખરી નરકે ઢસડી જાય રે; ખરીજેમ જમાદા૨ો વડે - ખરી કેદી જન ઢસડાય રે. ખરી
અર્થ :— મૈથુન એટલે અબ્રહ્મ સેવનાર એવા મન્મથ એટલે કામદેવના દાસને તે રાંકની પેઠે ગળેથી પકડી નરકમાં ઢસડી જાય છે, જેમ જમાદારો એટલે પોલિસવર્ડ કેદી જન જેલમાં ઢસડાય છે તેમ. II૬૬॥
પરિગ્રહ-કુગ્રહે સહે - ખરી ભારે દુઃખો સર્વ રે; ખરી કાદવમાં કરીવર કળે – ખરી૰ તેમ રસાદિ-ગર્વ રે. ખરી
અર્થ :– પરિગ્રહરૂપી કુગ્રહવડે જીવ ચારે બાજુથી પકડાઈ જઈ સર્વ પ્રકારના ભારે દુઃખોને સહન કરે છે. કરીવર એટલે મોટો હાથી જેમ કાદવમાં કળી જાય તેમ પ્રાણી રસગારવ, રિદ્વિગારવ અને સાતાગારવવડે આ સંસારરૂપી કાદવમાં કળી જાય છે. ।।૬।।
દેશે પણ પાપો તજે-ખરી તે વ્રી લે કલ્યાણ રે.' ખરી સમકિત સહ નિર્દેમિકા-ખરી અણુવ્રતો લે, જાણ રે. ખરી
અર્થ :— દેશે એટલે અંશે પણ જે જ્ઞાનીપુરુષની આજ્ઞાથી આ પાંચ પાપોને તજે તે દેશવ્રતી શ્રાવક કલ્યાણને પામે છે. આ પ્રમાણે ચારગતિનું દુઃખમય સ્વરૂપ જાણી નિર્દેમિકાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. જેથી મુનિશ્વર પાસે તેણીએ સમકિત સહિત પાંચ અણુવ્રતોને ધારણ કર્યા. પ્રા
વંદન કરી પાછી ફરી- ખરી ભારો લઈને જાય રે; ખરી બહુ દિન ધર્મ ઘરી હવે - ખરી૰ અનશન-ધારી થાય રે. ખરી
અર્થ :– પછી મુનિશ્વરને વંદન કરી પોતાને કૃતાર્થ માનતી તે ભારો લઈ ઘર તરફ પાછી ફરી. ઘણા દિવસ સુધી તપાદિ ધર્મ ક્રિયા કરી અંતે અનશનવ્રત ધારણ કર્યું,
ના
Page #493
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨
४७७
લલિતાંગ જાઓ તમે - ખરી. ઘો દર્શન સુખકાર રે; ખરી,
તમને સ્નેહે નીરખી - ખરી. દેવી-પદ લેનાર રે.” ખરી. અર્થ - હે લલિતાંગ! અનશનવ્રત ગ્રહણ કરીને રહેલી નિર્નામિકા પાસે તમે જાઓ અને સુખકર, એવા તમારા દર્શન આપો; જેથી તે તમને સ્નેહપૂર્વક નીરખી, મૃત્યુ પામી તમારી દેવી થાય. કહ્યું છે કે “અંતે જેવી મતિ તેવી ગતિ થાય છે.” II૭૦.
દેવે તેમ કર્યું જઈ, ખરી, રાગવતી સતી થાય રે; ખરી.
મરણ કરી નિર્નામિકા - ખરી. સ્વયંપ્રભા બની જાય રે. ખરી અર્થ – લલિતાંગદેવે તેમ કર્યું તેથી તે નિર્નામિકા સતી તેના પ્રત્યે રાગવતી થઈ મરણ પામીને સ્વયંપ્રભા નામે તેની દેવી થઈ. ૭૧ાા.
સુર-સુખ બન્ને ભોગવે, ખરી. કાળ ઘણો વહીં જાય રે; ખરી.
લલિતાંગના અંગનાં - ખરી. માળાદિક કરમાય રે. ખરી અર્થ :- બન્ને દેવલોકના સુખ ભોગવતા ઘણો કાળ વહી ગયો. હવે લલિતાંગદેવના અંગમાં રહેલા માળા, રત્નઆભરણો આદિ નિસ્તેજ થવા લાગ્યા. //૭૨ાા
માત્ર છ મહિના જીવવું - ખરીજાણી થાય ઉદાસ રે; ખરી.
થાય અનાદર ઘર્મનો, ખરી ઇચ્છ-સુર-સુખ ખાસ રે. ખરી અર્થ - તેથી લલિતાંગદેવે જાણ્યું કે હવે તો માત્ર આ દેવલોકમાં છ મહિના સુધી જીવવું છે. તે જાણી મુખ પર ઉદાસી છવાઈ ગઈ. ચિંતાના કારણે ઘર્મનો અનાદર થવા લાગ્યો, અને દેવલોકના સુખને ખાસ ઇચ્છવા લાગ્યો. ||૭૩ી.
કીડીને પાંખો સમી - ખરી. દીનતાથી ઘેરાય રે, ખરી.
જાણે ગર્ભવાસનો - ખરી. ભય ધ્રુજાવે કાય રે. ખરી અર્થ - જેમ કીડીને મૃત્યુ સમયે પાંખો આવે તેમ તે દીનતાથી ઘેરાઈ ગયો. જાણે ગર્ભાવાસમાં નિવાસ કરવાના દુઃખનો ભય તેને કાયાના સર્વ અંગોને કંપાયમાન કરવા લાગ્યા. II૭૪
ઊંચુ મન દેખી વદે - ખરી. સ્વયંપ્રભા રહી હાથ રે, ખરી,
“શો મારો અપરાઘ છે? ખરી. સ્પષ્ટ કહો હે! નાથ રે.” ખરી. અર્થ - લલિતાંગદેવનું ઊંચું મન જોઈ દેવી સ્વયંપ્રભાએ તેનો હાથ પકડી કહ્યું - હે નાથ! મેં આપનો શો અપરાઇ કર્યો છે? કે જેથી આપ આમ વિહળ જણાઓ છો? તે મને સ્પષ્ટ કહો. II૭પા.
“અપરાથી નર્થી તું પ્રિયા! ખરી. અપરાથી તો હું જ રે; ખરી,
પૂર્વ ભવે તપ ના થયું, ખરી અલ્પાયુષી છું જ રે. ખરી અર્થ - ત્યારે લલિતાંગદેવ કહેવા લાગ્યો - હે પ્રિયા! તેં કાંઈ પણ અપરાઘ કર્યો નથી. અપરાધી તો હું જ છું કે પૂર્વભવે મેં ઘણું ઓછું તપ કર્યું. તેથી હું અલ્પાયુષી છું. મારું આયુષ્ય હવે અલ્પ જ બાકી રહ્યું છે. ૭૬
Page #494
--------------------------------------------------------------------------
________________
४७८
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
વિદ્યાઘર રાજા હતો, ખરી. ભોગ વિષે આસક્ત રે, ખરી,
સ્વયંબુદ્ધ મંત્રી તણા ખરી. ઉપદેશે જિન-ભક્ત રે. ખરી અર્થ – પૂર્વભવે હું વિદ્યાઘરનો રાજા હતો ત્યારે ભોગમાં આસક્ત હતો. પણ સદ્ભાગ્યે સ્વયંબુદ્ધ મંત્રીના ઉપદેશથી હું જિનભક્ત બન્યો હતો. II૭૭યા.
એક માસના ત્યાગથી, ખરી. ભાવો કર્યા પવિત્ર રે; ખરી.
પ્રભાવ આ સુથર્મનો, ખરી ઘન્ય! એ મંત્રી-મિત્ર રે.” ખરી. અર્થ - ત્યાં અંતે એક મહિના સુધી સર્વનો ત્યાગ કરી દીક્ષા લઈ ભાવોને પવિત્ર કર્યા. તેના પ્રભાવે હું આટલા કાળસુધી આ શ્રીપ્રભ વિમાનનો સ્વામી બની રહ્યો. તેનું કારણ મારા મંત્રી સ્વયંબુદ્ધ મિત્ર હતા, તેમને ઘન્ય છે. I૭૮.
સુર કહે, ત્યાં આવિયો - ખરી. દઢઘર્મા સુર-મિત્ર રે; ખરી.
આજ્ઞા ઇન્દ્ર તણી કહે : ખરી. “અાલિકા પવિત્ર રે. ખરી અર્થ - લલિતાંગદેવ આવી વાતો કહે છે તેટલામાં ત્યાં દઢશર્મા જે પૂર્વભવનો સ્વયંબુદ્ધ મંત્રી જ છે તે ત્યાં આવી ઇન્દ્રની આજ્ઞા કહેવા લાગ્યો કે નંદીશ્વર દ્વીપમાં અષ્ટાલિકા એટલે આઠ દિવસનો પવિત્ર ઉત્સવ ઊજવવાનો છે માટે બધા ચાલો. I૭૯ાા.
નંદીશ્વર દ્વીપે જવા - ખરી. આમંત્રે છે ઈન્દ્ર રે; ખરી.
પૂજા-ભક્તિ ભલી થશે, ખરી. વંદીશું જિનેન્દ્ર રે.” ખરી. અર્થ :- નંદીશ્વર દ્વીપ જવા માટે ઇન્દ્રનું સર્વને આમંત્રણ છે. ત્યાં નંદીશ્વર આદિ દ્વીપમાં શાશ્વત જિનેન્દ્ર પ્રતિમાઓની ભલી પ્રકારે પૂજા ભક્તિ થશે. તથા ભાવપૂર્વક વંદના થશે માટે તમે પણ તેમની આજ્ઞાને અનુસરીને ત્યાં ચાલો. I૮૦
લલિતાંગ સુણી કહે : ખરી. “સમયોચિત પ્રસંગ રે; ખરી.
મળ્યા મિત્ર સંભારતાં - ખરી. ઉરે વધ્યો ઉમંગ રે.” ખરી. અર્થ :- લલિતાંગે આ સાંભળી કહ્યું : અહો! ભાગ્યવશાત્ સ્વામીનો આ હુકમ પણ સમયને ઉચિત પ્રસંગે થયો. તથા દ્રઢઘર્મ મિત્ર પણ સંભારતા મળી ગયા; તેથી હૃદયમાં તીર્થ દર્શને જવાનો ઉમંગ વઘી ગયો. ૧૮૧ાા
હર્ષ સહિત સૌ ચાલિયા, ખરી. પ્રભુ-પૂજનના ભાવ રે; ખરી,
નૃત્ય-ગીત-આનંદથી - ખરીટ લીઘો સુરગતિ લાવ રે. ખરી અર્થ - હર્ષ પૂર્વક લલિતાંગદેવ પોતાની વલ્લભા સહિત ત્યાં જવા ચાલ્યો. હૃદયમાં પ્રભુ પૂજનનો ભાવ હોવાથી નંદીશ્વર દ્વીપમાં જઈ નૃત્ય, ગીત, આનંદસહિત શાશ્વતી અર્હત્ પ્રતિમાની પૂજા કરી દેવલોકમાં રહેવાનો લહાવો લીધો. ૮રા
ચ્યવન-કાળ ભૂલી ગયો, ખરી. આયુષ પૂરણ થાય રે, ખરી,
બુઝાતા દીવા સમો-ખરી ઝબકી ના દેખાય રે. ખરી અર્થ - ત્યાં ભગવાનની ભાવપૂર્વક પૂજા કરતાં ઊપજેલા પ્રમોદથી તે પોતાનો ચ્યવનકાળ ભૂલી
Page #495
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨
૪૭૯
ગયો. પછી સ્વચ્છ ચિત્તવાળો તે દેવ બીજા તીર્થોમાં દર્શન કરવા જતાં રસ્તામાં જ આયુષ્ય પૂર્ણ થવાથી, તે બુઝાતા દીપક સમાન ઝબકીને ઓળવાઈ ગયો. અર્થાત્ દેવલોકમાંથી તે ચ્યવી ગયો. ૧૮૩
જંબુદ્વીપ - વિદેહમાં ખરીપુર લોહાર્ગલ નામ રે; ખરી,
સુવર્ણજંઘ ભંપાળ છે, ખરી. લક્ષ્મી રાણી ગુણઘામ રે. ખરી અર્થ - જંબુદ્વીપના વિદેહક્ષેત્રમાં લોહાર્ગલ નામનું એક નગર છે. તેમાં સુવર્ણજંઘ નામે રાજા રાજ્ય કરે છે. તેની ગુણના ઘરરૂપ લક્ષ્મી નામની એક રાણી છે. II૮૪.
વજજંઘ નામે થયો - ખરી. સર-વ રાજકુમાર રે; ખરી.
સ્વયંપ્રભા પતિને સ્મરી - ખરીઝૂરણા કરે અપાર રે. ખરી અર્થ - માતાપિતાએ પ્રસન્ન થઈ પુત્રનું વજજંઘ એવું નામ પાડ્યું. એ લલિતાંગદેવનો જીવ હવે રાજકુમાર થયો. આ ઋષભદેવ ભગવાનનો છઠ્ઠો ભવ છે. હવે સ્વયંપ્રભા દેવી દેવલોકમાં પતિનું સ્મરણ કરીને અપાર ઝૂરણા કરવા લાગી. ૮પા.
દઢઘર્માના બોઘથી - ખરીબને ઘર્મ - ઉઘુક્ત રે; ખરી.
પુંડરીકિણી પુરીમાં-ખરી ગુણવતી સતી શ્રીયુક્ત રે. ખરી અર્થ – તે સ્વયંપ્રભા પણ દઢઘર્મા દેવનો બોઘ સાંભળી ઘર્મકાર્યમાં લીન થઈ ગઈ. હવે મહાવિદેહ ક્ષેત્રના તે જ વિજયમાં પુંડરીકિણી નગરીમાં શ્રીયુક્ત એટલે ઘનલક્ષ્મીથી યુક્ત એવી ગુણવતી નામની સતી રહે છે. ૮૬ાા.
વજસેન ચક્રી તણી-ખરી પટરાણી સૈહાય રે-ખરી.
તેની કૂખે કુંવરી-ખરી. સ્વયંપ્રભા-ર્જીવ થાય છે. ખરી અર્થ – તે વજસેન ચક્રવર્તીની પટરાણી છે. તેના કૂખમાં સ્વયંપ્રભાનો જીવ દેવલોકથી ચ્યવીને પુત્રીપણે ઉત્પન્ન થયો. ll૮૭ના
શ્રીમતી નામે ઊછરે-ખરી. પામે યૌવન-કાળ રે; ખરી.
સ્વપ્ન તીર્થપતિ જાએ, ખરી. સુર-સમૂહ વિશાળ રે. ખરી અર્થ:- તે અતિશય શોભાવાળી હોવાથી તેનું શ્રીમતી એવું નામ પાડ્યું. તે ઊછરતાં યૌવનકાળને પામી. એકવાર સ્વપ્નમાં તેણીએ તીર્થકર ભગવાનના દર્શન કર્યા. તથા તેમની સાથે દેવતાઓનો વિશાળ સમૂહ દીઠો. ૮૮
જાતિ-સ્મૃતિ પામી તે- ખરી. પલંગથી પડી જાય રે; ખરી.
હા! લલિતાંગ,” વદી ઝૂરે, ખરી. આવી માતા થાય રે. ખરી અર્થ :- જોઈ શ્રીમતી જાતિસ્મરણજ્ઞાનને પામી. પલંગથી નીચે પડી જઈ, હા! લલિતાંગ એમ કરી ઝૂરતા તે મૂછ પામી. ત્યાં ઘા માતા આવી પહોંચી. IIટલો
શીતોપચારે સેવતાં-ખરી. સ્વસ્થ થઈ તે જ્યાંય રે- ખરી, ઘાય-માતા ય પૂછતી-ખરીમૂછ-કારણ ત્યાંય રે. ખરી
Page #496
--------------------------------------------------------------------------
________________
४८०
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - ઠંડા ઉપચારનું સેવન કરવાથી જ્યારે તે સ્વસ્થ થઈ ત્યારે તેને ઊછેરનારા ઘાય માતા શ્રીમતીને મૂછનું કારણ પૂછવા લાગી. II૯૦ના
પ્રાયશ્ચિત્ત લેનાર સમ-ખરી. સદગુરુની સન્મુખ રે- ખરી.
યથાર્થ વાત કહે બથી : ખરી નિર્નામિકા - દુઃખ રે, ખરી. અર્થ - પ્રાયશ્ચિત્ત લેનાર માણસ જેમ સદ્ગુરુ પાસે પોતાનો યથાર્થ વૃત્તાંત નિવેદન કરે તેમ શ્રીમતીએ પોતાના પૂર્વ જન્મો નિર્નામિકાના ભવના દુઃખથી લગાવીને આજ સુધીના જે થયા તેનો સર્વ વૃત્તાંત યથાર્થ રીતે કહી સંભળાવ્યો. ૯૧ાા
સ્વયંપ્રભા-ભવનાં સુખો, ખરીપતિ-પ્રેમ-વિસ્તાર રે, ખરી,
નંદીશ્વર દ્વીપ-મંદિરો, ખરી. ભક્તિમહોત્સવ સાર રે. ખરી અર્થ - દેવલોકમાં હું સ્વયંપ્રભા નામે દેવી હતી. ત્યાંના સુખો અને મારા પતિનો મારા ઉપર અત્યંત પ્રેમ હતો વગેરે સર્વનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. અમે નંદીશ્વર દ્વીપના મંદિરોમાં ભક્તિમહોત્સવ અર્થે ગયા હતા. ત્યાંથી બીજા તીર્થોમાં જતાં તે ચ્યવી ગયા અને હું અહીં આવી છું. I૯રા
ચિત્ર-કુશળ તે પંડિતા-ખરી. પટ પર કરે ચિતાર રે; ખરી.
શ્રીમર્તાને દર્શાવીને-ખરી. દ્રશ્ય કર્યું તૈયાર રે. ખરી અર્થ - ચિત્રમાં કુશળ એવી પંડિતાએ તે બઘા વૃત્તાંતનો ચિતાર પટ પર દોરી, શ્રીમતીને બતાવી એક સુંદર દ્રશ્ય તૈયાર કર્યું. ૯૩
ચક્રીની વર્ષગાંઠનો-ખરી. ઉત્સવ-દિન ગણ લાગ રે-ખરી.
રાજાઓના માર્ગમાં-ખરી મૂક્યા ચિત્ર-વિભાગ ૨. ખરી અર્થ :- શ્રીમતીના પિતા વજસેન ચક્રવર્તી તેમની વર્ષગાંઠનો ઉત્સવ દિન આવ્યો. તે દિવસે ખરો લાગ જાણી, આવતાં રાજાઓનાં માર્ગમાં તે દોરેલું ચિત્ર મૂકી દીધું. ૯૪ના
પંડિતા પાસે ઊભી, ખરી. રાજા જોતા જાય રે; ખરી.
કોઈ વખાણે રંગને, ખરી. કોઈ કળા-ગુણ ગાય રે. ખરી અર્થ - પંડિતા તે ચિત્ર પાસે ઊભી રહી. રાજાઓ બઘા તે ચિત્ર જોતાં જાય છે. કોઈ તેમાં પૂરેલા વિવિઘ રંગોના વખાણ કરે છે. કોઈ તેમાં દોરેલી કળાના ગુણ ગાય છે. પા.
કોઈ મંદિરો દેખતા, ખરી. કોઈ જાએ જિન-નાથ રે; ખરી.
કોઈ દેવ-દેવી જાએ, ખરી. કોઈ સઘળો સાથ રે. ખરી અર્થ - કોઈ ચિત્રમાં દોરેલા સુન્દર મંદિરો જાએ છે તો કોઈ જિનનાથની મૂર્તિના દર્શન કરે છે. કોઈ દેવદેવીઓને જુએ છે. તો કોઈ સઘળા ભેગા મળેલા દેવોના સંઘાતને જોઈ વખાણે છે. કા.
વજજંઘ કુમાર ત્યાં ખરી, દેખે જ્યાં ચિતાર રે; ખરી
મૂર્ધા પામીને પડે, ખરીદાસ કરે ઉપચાર રે. ખરી અર્થ :- વજજંઘ કુમારે જ્યારે આ ચિત્રામાં બતાવેલ સઘળો ચિતાર જોયો કે તે મૂછ પામી નીચે
Page #497
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨
૪૮૧
પડી ગયો. તેના સેવકોએ પંખાઓથી પવન નાખી જળથી સિંચન કર્યું, જેથી તે ભાનમાં આવી ઊભો થયો. શા
કારણ પૂછે પંડિતા-ખરી. કુમાર થાતાં સ્વસ્થ રે; ખરી
કહે કુમાર : “અમારી આખરી ચિત્રે વાત સમસ્ત રે. ખરી અર્થ:- તે વખતે પંડિતાએ કુમારને મૂર્છા આવવાનું કારણ પૂછ્યું. ત્યારે વજજંઘ કહે: આ ચિત્ર જોવાથી મને જાતિસ્મરણજ્ઞાન થયું છે. આ ચિત્રમાં બધી અમારી જ વાત આલેખેલી છે. I૯૮
ઈશાન સુર-લોકે હતી-ખરી. સ્વયંપ્રભા રૃપ-ખાણ રે; ખરી
લલિતાંગ સુર હું હતો, ખરી. પ્રિયાની ઓળખાણ રે- ખરી. અર્થ - પૂર્વભવમાં ઈશાન દેવલોકમાં રૂપની ખાણ સમાન આ સ્વયંપ્રભા હતી. તે મારી દેવી હતી. હું લલિતાંગ નામે દેવ હતો. પછી પ્રિયાની ઓળખાણ કરાવવા ચિત્રમાં આલેખેલી બધી હકીકત એક પછી એક તે સ્પષ્ટપણે કહી ગયો. ૯૯ો.
મૂચ્છકારણ જાણ તું; ખરી મળે મને એ કેમ રે?” ખરી.
કહે પંડિતા, “સત્ય છે-ખરી વાત કહો છો તેમ રે. ખરી અર્થ – આ જ મારી મૂછનું કારણ હતું. એ મને કેવી રીતે મળી શકે? ત્યારે પંડિતાએ કહ્યું તમે જે વાત કહો છો તે બધી સત્ય છે. ૧૦૦ના
ચક્રવર્તીની પુત્રી તે-ખરીઘરે આપ પર પ્રેમ રે; ખરી.
વજસેનને આ બીના ખરીકહીશ બની છે, તેમ રે.” ખરી અર્થ :- આ ભવમાં તે સ્વયંપ્રભા આ ચક્રવર્તીની શ્રીમતી નામે પુત્રી થયેલ છે. જે આપ ઉપર અત્યંત પ્રેમ ઘરાવે છે. ચક્રવર્તી વજસેનને હું આ બનેલી બધી બીના કહી જણાવીશ. I/૧૦૧
ચક્રવર્તી સુણી હર્ષથી ખરી. તેડે તે કુમાર રે- ખરી.
શ્રીમર્તી-કન્યા-દાન દેખરી કરી મહોત્સવ સાર રે. ખરી અર્થ - ચક્રવતી વજસેન પંડિતા પાસે બઘો વૃત્તાંત જાણી હર્ષ પામ્યા. અને શીધ્ર વજજંઘ કુમારને તેડાવી કહ્યું : મારી પુત્રી શ્રીમતી પૂર્વજન્મની પેઠે આ ભવમાં પણ તમારી ગૃહિણી થાઓ. વજજંઘે તે વાત સ્વીકારી. જેથી મોટો મહોત્સવ કરી ચક્રવર્તીએ વજજંઘને પોતાની પુત્રી શ્રીમતીનું કન્યાદાન આપ્યું. /૧૦૨ની
ચંદ્ર, ચાંદની રૂપ તે-ખરી. વરકન્યાનો યોગ રે; ખરી.
લોહાર્ગલ પર તે ગયાં; ખરીત્યાં યોગાનુયોગ રે-ખરી અર્થ - તે બન્ને વરકન્યાનો યોગ ચંદ્ર અને ચાંદનીરૂપે થયો. ત્યાંથી ચક્રવર્તીની આજ્ઞા લઈ વજજંઘ પોતાના લોહાલ નગરે ગયો. ત્યાં યોગાનુયોગ એક બીના બની. ૧૦૩
સુવર્ણજંઘ નૃપાળને-ખરી વાદળથી વૈરાગ્ય રે-ખરી. ઊપજ્યો, તેથી પુત્રને-ખરી નૃપપદ દે, લે ત્યાગ ૨. ખરી
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૮ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - વજજંઘના પિતા રાજા સુવર્ણજંઘને વાદળ જોઈ વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી બધું અસાર જાણી પુત્રને રાજપદ આપી પોતે દીક્ષા ગ્રહણ કરી. ૧૦૪
ચક્રવર્તી કમળ જાએ-ખરી. ભ્રમર મરેલો જ્યાંય રે, ખરી.
નાશવંત ગણી, સૌ તજી ખરી. તીર્થકર તે થાય રે. ખરી અર્થ :- શ્રીમતીના પિતા વજસેન ચક્રવર્તીએ કમળના ફલમાં મરેલા ભમરાને જોઈ આસક્તિના ફળો કેવું મરણ નિપજાવનાર છે તેનો વિચાર કરી, બધું નાશવંત જાણીને દીક્ષા અંગીકાર કરી વ્રતનું યથાર્થ પાલન કરતાં તે તીર્થંકર પદવીને પામ્યા. I/૧૦૨ાા
વજવંઘ ને શ્રીમતી-ખરીપુંડરીકિણી જાય રે; ખરી.
વનમાં મુનિ-તપ-પારણું-ખરીદાન આપતાં થાય રે. ખરી અર્થ - એકવાર વજજંઘ અને શ્રીમતી પુંડરીકિણી નગરમાં જતાં વનમાં બે મુનિ મહાત્માઓને દીઠા. તે તપસ્વીઓને ભાવભક્તિપૂર્વક આહારદાન આપી પારણું કરાવ્યું. ૧૦૬ાા
મુનિ-દર્શન-ઉલ્લાસથી-ખરીરાજા કરે વિચાર ૨ : ખરી.
અહો! નિર્મમ મુનિ મહા-ખરી નિષ્કષાય, ઉદાર રે. ખરી અર્થ :- મુનિઓના દર્શન ઉલ્લાસભાવથી કરી રાજા વિચાર કરવા લાગ્યો કે અહો! આ મહાન મૂનિઓ કેવા નિર્મમ અને નિષ્કષાયભાવવાળા છે કે જેણે ઉદાર ચિત્તવાળા થઈ સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો છે. ૧૦ળા
ઘન્ય એ, હું અન્ય છું, ખરી. ઘરું ન પિતા-પંથ રે, ખરી.
ઔરસ પુત્ર અનુંસરે-ખરી. જેમ સતી નિજ કંથ રે. ખરી અર્થ :- એ મુનિ મહાત્માઓને ઘન્ય છે. પણ હું પિતાના ત્યાગ માર્ગને અનુસરતો નથી માટે અન્ય છું. જેમ સતી સ્ત્રી પોતાના કંથને અનુસરે તેમ જે પિતાના માર્ગને અનુસરે તે જ ઔરસ પુત્ર ગણાય અર્થાત તે માતાપિતાના શરીરથી ઉત્પન્ન થયેલો ગણાય. જ્યારે હું પિતાના ત્યાગમાર્ગને અનુસરતો નથી માટે વેચાતા લીઘેલા પુત્ર જેવો છે. ||૧૦૮ાા
હજીય વ્રત જો આદરું, ખરી નહીં અયોગ્ય ગણાય રે; ખરી.
સ્વપુર જઈ દઉં પુત્રને ખરીરાજ્ય, એમ મન થાય રે.” ખરી. અર્થ :- હજી પણ જો હું પંચ મહાવ્રતને આદરું તો તે અયોગ્ય ગણાય નહીં. માટે હવે પોતાના નગરે જઈ પુત્રને રાજ્ય સોંપી પિતાની ગતિને અનુસરું એમ મન થાય છે. ||૧૦૯ાા
લોહાર્નલ પુરે જઈ-ખરીનિદ્રાવશ સ્ઈ જાય રે; ખરી,
ધૂપ-ઘટે ઘૂંપ નાખીને; ખરી નોકરને મન થાય રે- ખરી. અર્થ :- એવી ભાવના મનમાં રાખી, પોતાના નગર લોહાર્નલ પુરે જઈ નિદ્રાવશ થઈ સૂઈ ગયા. ત્યાં રાત્રે ઘૂપના ઘડામાં ધૂપ નાખી, નોકરના મનમાં બીજો વિચાર આવ્યો. ૧૧૦ના
ઠંડો વા વાતો બહુ-ખરી વાસું સઘળાં દ્વાર રે; ખરી. છિદ્રરહિત કરી ઓરડો-ખરી. નોકર ગયો બહાર રે. ખરી
Page #499
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨
४८३
અર્થ - ઠંડો પવન ઘણો વાય છે જેથી રાજારાણીને ઠંડી લાગશે. તેથી બઘા બારી બારણા બંધ કરી દઉં. એમ વિચારી રાજા રાણીના ઓરડાને છિદ્રરહિત કરી તે નોકર બહાર ચાલ્યો ગયો. ૧૧૧ાા
રાજા, રાણી મરી ગયા-ખરીધૂપ-ધૂમ્ર લે પ્રાણ રે; ખરી.
આયુ ક્ષય થાતાં બને ખરી. તૃણ પણ કારણ, જાણ રે. ખરી અર્થ - રાજા રાણી બન્ને રાત્રે ધૂપના ધૂમાડાથી મરી ગયા. ઓરડાને કોઈ છિદ્ર ન હોવાથી ધૂમાડો બહાર નીકળી શક્યો નહીં. જેથી ધૂમાડે બન્નેના પ્રાણ લીધા. જ્યારે આયુષ્ય ક્ષય થાય છે ત્યારે તૃણ પણ મરણનું કારણ બની શકે છે. /૧૧૨ાા
મુનિદાને બાંધ્યું હતું-ખરી. આયુ-કર્મ યુગલિક રે; ખરી.
ઉત્તરકુરુમાં ઊપજે-ખરી. બન્ને તે મંગલિક રે. ખરી અર્થ - વનમાં મુનિને ભાવપૂર્વક દાન આપવાથી યુગલિકનું આયુષ્ય બાંધ્યું હતું. તેથી ઉત્તરકુરુક્ષેત્રમાં બન્ને આ માંગલિક એટલે કલ્યાણ કરનાર જીવો યુગાલિઆરૂપે ઉત્પન્ન થયા. આ ઋષભ પ્રભુનો સાતમો ભવ છે. ||૧૧૩ાા.
કલ્પવૃક્ષ આદિ સુખો-ખરી. ભોગવતા નિશ્ચિંત રે; ખરી.
દઢઘર્મા-જીંવ સાથે છે-ખરીચારણ - લબ્ધિ - મંત રે. ખરી અર્થ - ત્યાં કલ્પવૃક્ષ આદિના સુખો ભોગવતાં નિશ્ચિતપણે રહે છે. હવે દઢઘર્માનો જીવ તે સાધુ થયેલ છે. તે ચારણલબ્ધિથી યુક્ત છે. II૧૧૪
સ્મરી સ્નેહ તે પૂર્વનો, ખરી. આવી દે ઉપદેશ રે ? ખરી
“સમ્યગ્દર્શનના વિના ખરી પાત્રદાન-ફળ લેશ રે ખરી. અર્થ:- તે ચારણમુનિ દઢઘર્મા પૂર્વભવના સ્નેહને સ્મરી આ બન્ને યુગલિક પાસે આવીને ઉપદેશમાં એમ જણાવ્યું કે સમ્યગ્દર્શન વિના પાત્રદાનનું ફળ પણ લેશ એટલે થોડું જ મળે છે. ૧૧૫ના
મુનિદાને સુખ પામિયા, ખરી શુદ્ધ ઘરો સમકિત રે; ખરી
મોક્ષવૃક્ષનું બીજ તે-ખરી. શુદ્ધ પદાર્થ-પ્રતીત રે. ખરી અર્થ - તમે મુનિદાનથી આ યુગલિકના સુખને પામ્યા છો. પણ હવે શુદ્ધ સમકિતને ઘારણ કરો. શુદ્ધ પદાર્થ એટલે સર્વ કર્મ મળથી રહિત અને આ દેહથી પણ ભિન્ન એવા આત્માની તમે શ્રદ્ધા કરો. એ જ મોક્ષરૂપી વૃક્ષને ઉગાવવાનું બીજ છે. I૧૧૬ાા
મહાબલ-મંત્રી હું હતો-ખરી. સ્વયંબુદ્ધ, છે યાદ રે? ખરી.
જૈનધર્મ પામ્યા હતા-ખરીદેવ-ભવે પણ સાથ રે. ખરી અર્થ - તમે જે ભવમાં મહાબલ નામે રાજા હતા ત્યારે હું તમારો સ્વયંબુદ્ધ નામનો મંત્રી હતો. તે હવે યાદ છે? ત્યાં મંત્રીઓની ચર્ચાના અંતે તમે જૈનઘર્મ પામ્યા હતા. દેવના ભવમાં પણ આપણે સાથે હતા. ll૧૧થી
ભોગ-વાસનાથી હતા-ખરી. ત્યારે ભાવ-મલિન રે; ખરી. ઘર વૈરાગ્ય ભવે હવે-ખરી બનો સ્વરૂપે લીન રે.” ખરી.
Page #500
--------------------------------------------------------------------------
________________
४८४
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- દેવલોકમાં ભોગની વાસનાથી તમારા ભાવ મલિન હતા. માટે હવે વૈરાગ્યભાવ ઘારણ કરીને આત્મસ્વરૂપમાં લીન બનો. ૧૧૮
શ્રીમતી આર્યાને કહે-ખરી તું પણ આ સ્વીકાર રે, ખરી.
ખેદ-ખિન્ન શાને રહે-ખરી. ઘરી નારી-વિકાર રે? ખરી. અર્થ :- શ્રીમતી આર્યાને પણ કહ્યું કે તું પણ આ વાતનો સ્વીકાર કર. નારીના વિકારભાવોને ઘારણ કરી તે ખેદખિન્ન શા માટે રહે છે? ૧૧૯ાા.
સમ્યગ્દર્શન-યોગથી-ખરી, ટળે નિંદ્ય પર્યાય રે-ખરી.
થોડા ભવમાં પામશો-ખરી. મુક્તિ બેય સુખદાય રે.” ખરી. અર્થ :- સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાથી આ સ્ત્રીનો નિંદ્ય પર્યાય ટળી જાય છે. થોડા ભવમાં તમે બન્ને શાશ્વત સુખને દેવાવાળી એવી મુક્તિને પામશો. If૧૨૦ના.
મંત્રી-ઉપકારો સ્મરી-ખરી. બન્ને ગદ્ગદ્ કંઠ રે-ખરી.
પામે સમકિત શુદ્ધ તે-ખરી. મોક્ષાર્થે ઉત્કંઠ રે. ખરી અર્થ - પૂર્વભવમાં સ્વયંભુદ્ધ મંત્રીએ જૈનધર્મની શરૂઆત કરાવી, તે ઉપકારોનું સ્મરણ કરી બન્ને ગદ્ગદ્ કંઠ થઈ હવે શુદ્ધ સમકિતને પામ્યા, અને મોક્ષપ્રાપ્તિને અર્થે ઉત્કંઠિત થયા અર્થાત્ મોક્ષ મેળવવાની વિશેષ ઇચ્છા તેમને જાગૃત થઈ. /૧૨૧ના
(૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર
ભાગ-૩
(રાગ : ત્રીજી દ્રષ્ટિ બલા કહી જી, કાષ્ઠ અગ્નિ સમ બોઘ)
પ્રીતિકર ચારણ મુનિ જી, દઈ સત્રદ્ધા - બોઘ, ભોગભૂમિ તર્જી ગયા છે, ગગન વિષે અવિરોઘ રે.
ભવિજન ઘન્ય ઘન્ય આ અવતાર. અર્થ - સ્વયંબુદ્ધ મંત્રીનો જીવ જે આ ભવમાં પ્રીતિંકર નામના ચારણ મુનિ થયા છે, તે વજઘ અને શ્રીમતીના જીવને, જે બન્ને યુગલિક થયેલા છે તેમને સમકિતનો બોઘ આપી સન્થ્રદ્ધા કરાવી, ભોગભૂમિને તજી તે મુનિ ચારણલબ્ધિના પ્રભાવે આકાશમાર્ગે અવિરોઘપણે ચાલ્યા ગયા. હે ભવિજન! આવા મહાપુરુષોના અવતારને ઘન્ય છે, ઘન્ય છે. [૧]
આર્ય-યુગલ આયુ-ક્ષયે જી, થાય ઈશાને દેવ,
સ્ત્રી-વેદ તજી શ્રીમતી જી, સ્વયંપ્રભ સ્વયમેવ રે. ભવિજન અર્થ - યુગલ એટલે બેય આર્ય ભોગભૂમિનું આયુષ્ય પૂર્ણ થવાથી ઈશાન નામના બીજા દેવલોકમાં
Page #501
--------------------------------------------------------------------------
________________
(૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩
૪૮ ૫
દેવ થયા. શ્રીમતીનો જીવ પણ સ્ત્રીવેદ તજી દઈ હવે સ્વયંપ્રભ નામનો દેવ બની ગયો. રા
શ્રીઘર સુર ઑવ આર્યનો જી, કરે બેય આનંદ,
શાશ્વત્ પ્રતિમા પૂજતા જી, કલ્યાણક સુખકંદ રે. ભવિજન અર્થ :- વજજંઘનો જીવ હવે શ્રીધર નામનો દેવ થયો. આ ઋષભદેવ ભગવાનનો આઠમો ભવ છે. બીજા દેવલોકમાં બેય આનંદ કરે છે. શાશ્વત જિન પ્રતિમાને પૂજે છે તથા સુખના કંદરૂપ ભગવાનના જન્માદિ પંચ કલ્યાણકોમાં જાય છે. ગાયા.
અવધિ-જ્ઞાને જાણિયું જી: પ્રીતિંકર મુનિરાય,
ધ્યાને શ્રેણી માંડીને જી, કેવળજ્ઞાની થાય રે. ભવિજન અર્થ - હવે શ્રીઘર દેવે અવધિજ્ઞાનથી જાણ્યું કે શ્રી પ્રીતિકર મુનિરાજે ધ્યાનની શ્રેણી માંડી કેવળજ્ઞાન પ્રગટાવ્યું છે. //૪
આવી કેવળું પૂજતા જી, મુનિવર દે
સુર,નર,પશુ,પક્ષી સુણે જી, રાખી લક્ષ અશેષ રે : ભવિજન અર્થ - તેથી કેવળી ભગવાન પાસે આવી તેમની પૂજા કરી. મુનિવર ઉપદેશ આપવા લાગ્યા. જે દેવતાઓ, મનુષ્યો, પશુઓ, પક્ષીઓ સર્વ અશેષ એટલે સંપૂર્ણ લક્ષ રાખીને એકાગ્રતાથી સાંભળવા લાગ્યા. ઉપદેશમાં ભગવંતે નીચે પ્રમાણે જણાવ્યું. પા.
“પ્રાણી માત્ર પર સૌ ઘરો જી, સદા દયા અવિરોઘ,
ક્ષમા મોક્ષનું દ્વાર છે જી, ઘરો ભાવ નિર્લોભ રે. ભવિજન અર્થ - પ્રાણી માત્ર ઉપર સર્વજીવો હમેશાં દયા કરો. મુનિને પાળવાની દયા મહાવ્રતરૂપે છે. અને શ્રાવકને પાળવાની દયા અણુવ્રતરૂપે છે. એમ અવિરોઘપણે દયાનું પાલન કરો. “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. તે ક્ષમાભાવને જીવનમાં ઉતારો તથા નિલભવૃત્તિ એટલે સંતોષભાવને સદા ઘારણ કરો કેમકે સંતોષી નર સદા સુખી છે. કાા
જ્ઞાન અને વૈરાગ્યની જી, સંપત્તિ હિતકાર,
કહે જ્ઞાનજન ઘર્મ તે જી, પાળ્યાથી ભવ પાર રે. ભવિજન અર્થ – આત્મા સંબંઘીનું જ્ઞાન અને સંસાર પ્રત્યે વિરક્તભાવ એ જ્ઞાન અને વૈરાગ્યભાવ આત્માને હિત કરનાર સંપત્તિ છે. સમ્યકજ્ઞાનથી વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય એ સમ્યકુચારિત્ર છે. જ્ઞાનીપુરુષો એને ઘર્મ કહે છે. એ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના પાલનથી જીવ સંસાર સમુદ્રને પાર પામે છે. IIળા
એથી ઊલટો અઘર્મ છે જીઃ વિષયવાસના-દગ્ય,
દુઃખકારક સુખ ઇચ્છતાં જી, પડે પાપમાં મુગ્ધ રે. ભવિજન અર્થ - એથી ઊલટું મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રમાં પ્રવર્તવું તે અધર્મ છે. અથર્મના કારણે વિષય વાસનાથી જીવો સંસારમાં બળ્યા કરે છે. ઇન્દ્રિયના વિષયો દુઃખકારક હોવા છતાં તેને ભોગવી સુખ મેળવવા ઇચ્છતા પ્રાણીઓ, મોહમાં મુગ્ધ બની અનેક પ્રકારના પાપમાં પડે છે. દા.
Page #502
--------------------------------------------------------------------------
________________
४८६
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
દ્વેષ ઘર્મ પર તે ઘરે જી, વરે અઘોગતિ-દુઃખ,
કારણ સેવે દુઃખનાં જી, ક્યાંથી નીકળે સુખ રે? ભવિજન અર્થ :- મિથ્યાદ્રષ્ટિ જીવો સઘર્મ પ્રત્યે દ્વેષબુદ્ધિ રાખે છે. તેથી તે અધોગતિના દુઃખને પામે છે. જે જીવો દુઃખ પ્રાપ્ત થવાના કારણોને સેવે, તેને સુખની પ્રાપ્તિ ક્યાંથી થાય? લો.
શતમતિ આદિ મંત્રીઓ જી, સહે નરકનાં દુઃખ,
નરકગતિનાં કારણો જી, સુણો કહ્યું હું મુખ્ય રે- ભવિજન અર્થ :- ઋષભદેવના પ્રથમ મહાબળ રાજાના ભવમાં સહુથર્મ પ્રત્યે ગાઢ ફ્લેષબુદ્ધિ રાખનાર સંભિન્નમતિ અને મહામતિ તે ભયંકર નિગોદમાં ગયા અને શતમતિ મંત્રી મિથ્યાત્વના કારણે બીજી નરકગતિમાં ગયો. નરકગતિ પામવાના મુખ્ય કારણો કયા છે તે હું કહું છું તે સાંભળો. ./૧૦
જીંવ-હિંસા, સૂંઠ, ચોરી ને જી, પરની સ્ત્રીનો ભોગ,
મિથ્યાદર્શન, રૌદ્રતા જી, બહુ આરંભક યોગ રે. ભવિજન અર્થ – જીવોની હિંસા કરવી, જૂઠ બોલવું, ચોરી કરવી, પરસ્ત્રીનો ઉપભોગ કરવો, મિથ્યાઘર્મની માન્યતા કરવી, અત્યંત ક્લેશકારી રૌદ્ર પરિણામ રાખવા તથા જેમાં બહુ જીવોની હિંસા થાય એવા આરંભના કામોનો યોગ રાખવો એ સર્વ નરકગતિના કારણો છે. I૧૧ાા
બહુ પરિગ્રહ, ક્રૂરતા જી, દારૂં-માંસ-મ-ટેવ,
મુનિ-નિંદા-ધિક્કારતા જી, વળી અઘર્મની સેવ રે. ભવિજન અર્થ :- બહુ પરિગ્રહ પ્રત્યે મૂચ્છભાવ રાખવો, ક્રૂર પરિણામ રાખવા, દારૂ, માંસ, મઘની ટેવ રાખવી. જ્ઞાનીમુનિ ભગવંતની નિંદા કરવી, તેમને ધિક્કારવા તથા જેમાં દયા મુખ્ય નથી એવા અઘર્મની સેવા કરવી એ સર્વ નરકગતિમાં લઈ જનારા કારણો છે. ૧રા.
અથર્મની ઉત્તેજના જી, ઈર્ષા સૌની સાથ,
એવાં પાપ વડે પડે છે, નરકે જીવ અનાથ રે.” ભવિજન અર્થ - વીતરાગઘર્મ સિવાય કુદેવ, કુગુરુ, કુઘર્મને ઉત્તેજન આપનાર તથા સર્વની સાથે ઈર્ષા કરનાર જીવો, પાપોવડે અનાથ બની નરકગતિમાં જઈને પડે છે. /૧૩મા
શ્રીઘર-સ્વયંપ્રભ સાંભળી જી, ઘરે અતિ વૈરાગ્ય,
ઘર્મ વિષે મન ઘારતા જી, કરે દેવ-ભવ-ત્યાગ રે. ભવિજન અર્થ :- શ્રીઘર અને સ્વયંપ્રભ દેવને નરકના આવા કારણો સાંભળી અતિ વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. તેથી ઘર્મ વિષે મનને રાખવા લાગ્યા. હવે દેવનું આયુષ્ય પૂર્ણ થવાથી દેવભવનો ત્યાગ કર્યો. ૧૪
ક્ષિતિપ્રતિષ્ઠિત પુરમાં જી, સુવિદિ વૈદ્યને ઘેર,
જીંવાનંદના નામથી જી, શ્રીઘર-જન્મ-ઊછરે રે. ભવિજન અર્થ - ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સુવિધિ નામના વૈદ્યને ઘેર દેવલોકથી ચ્યવી શ્રીઘરનો જીવ જીવાનંદ નામથી જન્મ પામી ઊછરવા લાગ્યો. આ શ્રી ઋષભદેવનો નવમો ભવ છે. ઉપરા
Page #503
--------------------------------------------------------------------------
________________
(૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩
४८७
તે જ નગરમાં મિત્ર છે જ, બીજા પાંચ, વિચાર :
સુબુદ્ધિ મંત્રી-પુત્ર છે જી, મહીઘર રાજકુમાર રે. ભવિજન અર્થ - તે જ નગરમાં જીવાનંદને બીજા પાંચ મિત્રો છે. એક સુબુદ્ધિ નામનો મંત્રીપુત્ર, બીજો મહીઘર નામે રાજાનો પુત્ર છે. ૧૬ાા
ગુણાકર સુત શેઠનો જી, પૂર્ણભદ્ર કુમાર
સાર્થવાહનો પુત્ર છે જી, છેલ્લો કેશવ ઘાર રે- ભવિજન અર્થ - ત્રીજો ગુણાકર નામે શેઠનો પુત્ર, ચોથો પૂર્ણભદ્ર નામે સાર્થવાહનો પુત્ર તથા પાંચમો કેશવ નામે શેઠ પુત્ર છે. ૧થા
સ્વયંપ્રભ-સુર-જીવ છે જી, ઈશ્વર-શેઠ-કુમાર;
સાથે સર્વે એકદા જી, બેસી કરે વિચાર રે. ભવિજન અર્થ :- કેશવ નામનો ઈશ્વર શેઠનો પુત્ર તે સ્વયંપ્રભ દેવનો જ જીવ છે. તે સર્વે એકદા સાથે બેસી ચર્ચા વાર્તા કરતા હતા. I/૧૮ના
મુનિ ભિક્ષાર્થે આવિયા જી, કૃમિ-કુષ્ટ-પીડિત,
મહીંથર જીવાનંદને જી કહે : વૈદ્ય શિક્ષિત રે, ભવિજન અર્થ - આ છએ મિત્રો બેઠા હતા ત્યારે કૃમિઓના કારણે કોઢરોગથી પીડિત એવા મુનિ મહાત્મા ભિક્ષાર્થે પધાર્યા. તે જોઈ રાજપુત્ર મહિઘરે વૈદ્યપુત્ર જીવાનંદને કહ્યું : તમે આ રોગોના ઉપચાર માટે શિક્ષિત વૈદ્ય છો. ૧૯
મુનિ આ ઉત્તમ પાત્ર છે જી, તમે દવાના જાણ,
વેશ્યા સમ પૈસા વિના જી, લહો ના ઓળખાણ રે.”ભવિજન અર્થ - મુનિ મહાત્મા દવા કરવા માટે ઉત્તમ પાત્ર છે અને તમે દવાના સારા જાણકાર છો. પણ વેશ્યાની જેમ પૈસા વિના દર્દીની ઓળખાણ પણ રાખતા નથી કે શું? લોકોમાં કહેવત છે કે “વકીલ, વૈદ્ય અને વેશ્યા, ત્રણેય રોકડીયા.” ત્યાં કંઈ ભાવતાલ થઈ શકે નહીં. તેમ તમે પણ પૈસા હોય તો જ દદીને જુઓ છો એમ તો નથી ને? ૨૦.
પ્રવીણ વૈદ્ય કહે : “તમે જી, મદદ કરો તો થાય,
લક્ષપાક આ ઔષથી જી, મુનિને યોગ્ય ગણાય રે. ભવિજન અર્થ :- જવાબમાં પ્રવીણ વૈદ્ય જીવાનંદ કહે: તમે મદદ કરો તો આ મુનિને સ્વસ્થ કરવાનું કાર્ય થાય. લક્ષપાક તેલ આ રોગની ઔષધિ છે. તે મુનિને માટે યોગ્ય છે. [૨૧]
ચંદન ઉત્તમ જોઈએ જી, રત્નકામળી સાર,
લાવી દ્યો તો આપણે જી, કરીએ મુનિ ઉપચાર રે.” ભવિજન અર્થ :- વળી ઉત્તમ ગોશીષચંદન જોઈએ તથા એક રત્નકંબલ જોઈએ. તે લાવી દ્યો તો આપણે આ મુનિના રોગનો ઉપચાર કરીએ. રિરા
Page #504
--------------------------------------------------------------------------
________________
૪૮૮
પ્રાવોધ-વિવેચન ભાગ-૨
વૃદ્ધ વણિક કને ગયા જી, લાખ, લાખની ચીજ મૂલ્ય દઈ હોવા કહી જી, પૂછે પછી ગિક ૨ : વિજન
અર્થ :— તે બેય વસ્તુ લેવા વૃદ્ધ વણિક પાસે ગયા. તેણે દરેકની કિંમત લાખ લાખ સોમૈયા કહી.
-
ત્યારે જવાબમાં કહ્યું કે જે મૂલ્ય હોય તે લો અને અમને આપો. ત્યારે વણિક તેમને પૂછવા લાગ્યો. ।।૨૩।। “શા અર્થે લઈ જાવ છો જી ?'' કહે મહીધર કુમાર :
“રોગી મુનિ કાજે લીથાં જી, વૈદ્ય મગાવે સાર રે.’’ ભવિજન
અર્થ :– તમે આવી કિંમતી વસ્તુઓ શા માટે લઈ જાઓ છો? ત્યારે મહીઘર રાજકુમાર કહે ઃ એક મુનિ રોગી થયેલા છે, તેમનો રોગ દૂર કરવા માટે વૈદ્ય મગાવે છે. ।।૨૪।
વિસ્મય પામી તે વડે જી : “અહો! થર્મ કરનાર,
યૌવન વય ક્યાં આપનું જી! ક્યાં ઉત્તમ વિચાર રે !'' ભવિજન
અર્થ :- મુનિ ચિકિત્સાના ભાવ સાંભળી વણિક વિસ્મય પામી મનમાં વિચાર કરવા લાગ્યો કે અહો! આ ધર્મનું કાર્ય કરનાર સર્વેનું મદમાતું યૌવન ક્યાં? અને વયોવૃદ્ઘને ઉચિત એવા વિવેકવાળા તેમના ઉત્તમ વિચાર ક્યાં? ॥૨૫॥
મફત દીથી બન્ને ચીજો જી, ધર્મ-મૂલ્ય ગણી સાર,
પરમપદ તે પામિયો જી, દીક્ષા ગ્રહી ઉદાર રે. ભવિજન
અર્થ :— તે વણિકે બન્ને ચીજો મફત આપી. એમ વિચારીને કે એથી ધર્મનું કાર્ય સિદ્ધ થાય છે એ
=
જ
જ એનું મૂલ્ય છે અને એ જ સારરૂપ છે. તે વણિક આવા ઉત્તમ ભાવથી તે જ ભવમાં દીક્ષા ગ્રહણ કરી પરમપદને પામ્યો. ૫૨૬ના
છયે મિત્ર પછી આવિયા જી, વનમાં સાધુ સમક્ષ,
વંદન કરીને પૂછતા જી : “પ્રભુ, ચિકિત્સા-લક્ષ રે, ભવિજન
અર્થ :– છયે મિત્રો પછી વનમાં જ્યાં સાધુપુરુષ રહેલા છે તેમની સમક્ષ આવી વંદન કરીને પૂછ્યું કે પ્રભુ! અમારે આપના શરીરની ચિકિત્સા કરવાનો ભાવ છે. ।।૨૭।।
થશે વિગ્ન સુધર્મમાં જી, પણ સેવા થો સાર;
આજ્ઞા આપો તો અમે જી, કરીએ આ ઉપચાર રે.’ ભવિજન૰
અર્થ :– આપના ચર્મકાર્યમાં વિઘ્ન થશે પણ અમને આપની સેવાનો સારરૂપ લાભ આપો. આપ આજ્ઞા આપો તો અમે આપના શરીરનો ઉપચાર કરીએ. ।।૨૮।ા
‘મૌન’મુનિની સંમતિ જી ગણી, લાવે મૃત ગાય,
લક્ષપાક તેને કરે જ મર્દન, તન પી જાય રે, ભવિજન
અર્થ :— મુનિ ‘મૌન’ રહ્યા. તેથી ‘મૌનં સમ્મતિ લક્ષણમ્' મૌનને સમ્મતિનું લક્ષણ જાણી, ગાયના મૃત કલેવરને ત્યાં લાવ્યું, પછી મુનિના શરીરે લક્ષપાક તેલનું મર્દન કર્યું. શરીર તે તેલને પી ગયું. મુનિની દરેક નસમાં તે તેલ વ્યાપી ગયું, IIરહ્યા
Page #505
--------------------------------------------------------------------------
________________
(૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩
ઉચ્ચ તેલથી મુનિને જી, મૂર્છા આવી જાય,
ઉગ્ર રોગની ઔષધિ છે. એવી ઉગ્ર ભળાય રે. ભવિજન
અર્થ :– ઘણા ઉષ્ણ વીર્યવાળા તેલથી મુનિને મૂર્છા આવી ગઈ. ઉગ્ર વ્યાધિની શાંતિ અર્થે ઔષધિ પણ ઉગ્ર અપાય છે. ।।૩૦।।
આકુળ કૃમિકુળ તેલથી જી, ઉપર આવી જાય,
જેમ દરે જળ પેસતાં જી, કીડીઓ સૌ ઊભરાય રે. ભવિજન
અર્થ :– ઉષ્ણ તેલના પ્રભાવથી આકુળ વ્યાકુળ થયેલા કૃમિઓ મુનિના શરીરમાંથી બહાર નીકળી આવ્યા. જેમ દરમાં જળ પેસતા કીડીઓ સર્વ બહાર ઊભરાઈ આવે તેમ. ।।૩૧।।
રત્નકંબલે વીંટતા જી, મુનિને જીવાનંદ,
કૃમિ તેમાં પેસી ગયા જી, લેવા સ્પર્ધાનંદ રે. ભવિજન
ܗ
૪૮૯
અર્થ :– હવે મુનિને જીવાનંદ વૈધે રત્નકંબલથી વીંટી લીધા. જેથી સર્વે કૃમિઓ રત્નકંબલનો કોમલ સ્પર્ધાનંદ લેવા તેમાં પેસી ગયા. ।।૩૨।।
ઘીમેથી લઈ કામળી જી, ગાયની પાસે જાય,
મૃત કલેવરમાં મૂકે જી, વીણી કૃમિ-સમુદાય રે. ભવિજન
અર્થ :– તે રત્નકંબલ ઘીરેથી લઈ ગાયની પાસે જઈ તે કૃમિ સમુદાયને વીણી ગાયના મૃત કલેવરમાં મૂકી દીધા. ||33||
ચંદન ચર્ચા મુનિને જી, દે થોડો આરામ,
વળી ફરી કાઢે બીજા જી, માંસથી કૃમિ તમામ રે, ભવિજન
અર્થ – પછી ગોશીર્ષ ચંદનનું વિલેપન કરી મુનિને થોડો આરામ આપ્યો. ફરી બીજી વાર લક્ષપાક તેલનું મર્દન કરી માંસમાંથી તમામ કૃમિને બહાર કાઢ્યા. ।।૩૪।।
છેલ્લે અસ્થિમાંહિથી જી, કૃમિ કર્યા સૌ દૂર, ચંદન-લેપનથી પછી જી, કે શાંતિ ભરપૂર રે. ભવિજન
અર્થ :– છેલ્લે ફરી લક્ષપાકતેલનું મર્દન કરી અસ્થિમાં રહેલા કૃમિઓને પણ બહાર કાઢયા. પછી ગોશીર્ષ ચંદનના વિલેપનથી મુનિને ભરપૂર શાંતિ પમાડી. ।।૩૫।।
નીરોગી મુનિ થયા જી, છ ચે પુછ્યું-ભંડાર,
ખમાવી મુનિને ગયા જી; કરે મુનિ ય વિહાર રે. ભવિજન॰
અર્થ ::– આ રીતે મુનિ નીરોગી થયા પછી છએ પુણ્યના ભંડાર એવા યુવાનોએ મુનિને ભક્તિભાવથી ખમાવ્યા. પછી ઘેર ગયા. મુનિ પણ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. ।।૩૬।।
બાકી ચંદન જે વધ્યું જી, રત્નકામળી તે જ,
વેચી ઘન તે વાપરે જી, દેરાસર ખાતે જ રે. ભવિજન
અર્થ :— – બાકી વધેલ ગોશીર્ષ ચંદન તથા રત્નકંબલને વેંચવાથી જે ઘન આવ્યું તે બધું દેરાસર ખાતે વાપરી દીધું. ।।૩૭||
Page #506
--------------------------------------------------------------------------
________________
૪૯ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
એક વખત વૈરાગ્યમાં જી, વૃદ્ધિ પામી મિત્ર,
સઘળા દીક્ષા ઘારતા જી, પાળે બની પવિત્ર રે. ભવિજન અર્થ :- એક વખત છએ મિત્રોએ વૈરાગ્ય વૃદ્ધિ પામવાથી દીક્ષા ગ્રહણ કરી. તે દીક્ષાને પવિત્ર રીતે બઘા પાલન કરવા લાગ્યા. /૩૮.
દ્રવ્ય-ભાવ સલ્લેખના જી, કરી લે અનશન સાર,
છયે દેહ તર્જી ઊપજ્યાજી, અશ્રુતસ્વર્ગેo, ઘાર રે. ભવિજન અર્થ - અંતે તેઓએ દ્રવ્યથી અને ભાવથી સંલ્લેખના એટલે કાયા અને કષાયોને કૃષ કરી કર્મરૂપી પર્વતનો નાશ કરવામાં વજ જેવું અનશન વ્રત ગ્રહણ કર્યું. છએ ત્યાંથી દેહ તજીને બારમા અય્યત નામના સ્વર્ગલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. આ શ્રી ઋષભદેવનો દસમો ભવ છે. ||૩૯થા.
જીંવાનંદ-જીંવ હવે ચ્યવે જી, ઘારિણી રાણી માત,
વિદેહે પુંડરીકિણી જી, વજસેન નૃપ તાત રે. ભવિજન અર્થ :- જીવાનંદનો જીવ હવે દેવલોકથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રના પુંડરીકિણી નગરમાં ઘારિણી રાણીના કુક્ષીથી ઉત્પન્ન થયો. ત્યાં વજસેન રાજા તેના પિતા હતા. ૪૦ના
વજનાભના નામથી જી, ઊછરે; વળી તે ચાર,
અનુક્રમે ત્યાં ઊપજ્યા જી, સગા ભાઈ, વિચાર રે. ભવિજન વજનાભના નામથી તે ઊછરવા લાગ્યા. આ શ્રી ઋષભદેવનો અગ્યારમો ભવ છે. વળી ત્યાં ચાર પૂર્વભવના મિત્રો તે ચાર પોતાના સગાં ભાઈઓ તરીકે અનુક્રમે ઉત્પન્ન થયા. //૪ના
કેશવ-વ-સુંયશા થયો જી, અન્યત્ર રાજપુત્ર,
બાળપણાથી ઊછરે જી, સર્વે સાથે મિત્ર રે. ભવિજન અર્થ:- છઠ્ઠો કેશવ તે નિર્નામિકાનો જીવ છે, તે સુયશા નામે અન્યત્ર રાજપુત્ર થયો. બાળપણથી સર્વે પૂર્વભવના મિત્રો સાથે ઊછરવા લાગ્યા. જરા
વજસેનને વીનવે જી, જો, લોકાંતિક દેવ,
વજનાભ નૃપતિ કરી છે, તે દીક્ષા સ્વયમેવ રે. ભવિજન અર્થ - વજસેનને લૌકાંતિક દેવો આવી વિનયપૂર્વક કહેવા લાગ્યા કે પ્રભુ! તીર્થ પ્રવર્તાવો. ત્યારે પોતાના પુત્ર વજનાભને રાજા બનાવી પોતે સ્વયંમેવ દીક્ષા અંગીકાર કરી. ૪૩ાા
ચાર દેશ દે ભાઈને જી, વસે સર્વ સંઘાત,
અરુણ સમો એ પાંચમો જી, સારથિ સુયશા-ભ્રાત રે. ભવિજન અર્થ - વજનાભે પોતાના ચારે ભાઈઓને જુદા જુદા દેશો આપ્યા. તથા ચારે ભાઈઓ નિત્ય તેમની સેવામાં હાજર રહેવા લાગ્યા. અરૂણ જેમ સૂર્યનો સારથિ છે તેમ પાંચમો સુયશા પણ ભાઈની સમાન તેમનો સારથિ થયો. ૪૪
ચક્રરત્ન પણ એકદા જી, પ્રગટે શસ્ત્રાગાર, ખબર મળ્યા તે દિવસે જી, પિતા કેવળી-સાર રે. ભવિજન
Page #507
--------------------------------------------------------------------------
________________
(૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩
૪ ૯૧
અર્થ - એકદા શસ્ત્રાગાર એટલે આયુઘશાળામાં ચક્રરત્ન પ્રગટ થયું. અને બીજા તેર રત્નો પણ તત્કાળ પ્રાપ્ત થયા. તે જ દિવસે ખબર મળ્યા કે પિતા વજસેનને કેવળજ્ઞાન પ્રગટ થયું છે. પ્રબળ પુણ્યથી આકર્ષિત થયેલી નવે નિધિઓ પણ તેના ભવનની સેવા કરવા લાગી. //૪પા.
છયે ખંડ સાધ્યા પછી જી, ચક્રવર્તી નરેશ,
થયા પછી ત્યાં આવિયા જી, વજસેન તીર્થેશ રે. ભવિજન અર્થ :- છ ખંડ સાધ્યા પછી વજનાભ ચક્રવર્તી નરેશના નગરમાં સાક્ષાત્ મોક્ષ હોય તેમ પિતા વજસેન તીર્થેશ પથાર્યા. ૪૬ાા.
સમવસરણ દેવો રચે જી, ચક્રી ઝટ ત્યાં જાય,
પ્રભુ-વંદન કરી બેસતાં જી, હર્ષ ઉરે ના માય રે. ભવિજન અર્થ - હવે દેવોએ સમવસરણની અદ્ભુત રચના કરી. વજનાભ ચક્રવર્તી પણ પ્રભુનું આગમન સાંભળી શીધ્ર ત્યાં આવી પ્રભુને વંદન કરી તેમના ચરણકમળમાં હર્ષપૂર્વક બેઠા. પ્રભુ આગમનનો હર્ષ તેમના હૃદયમાં સમાતો નથી. શા
મનમાં એવું ચિંતવે જી : “દુસ્તર ભવ દેખાય,
પિતા નાવ સમ તારશે જી, જો દીક્ષા લેવાય રે. ભવિજન અર્થ - પ્રભુની અમૃત જેવી દેશના સાંભળી ચક્રવર્તી મનમાં ચિંતવવા લાગ્યા કે આ સંસાર સમુદ્ર તરવો અતિ દુષ્કર જણાય છે. પણ મારાથી દીક્ષા લેવાય તો પિતા નાવ સમાન બની મને જરૂર તારશે. મારે પણ પિતાની જેમ આત્માનું કલ્યાણ કરવું જોઈએ ૪૮ાા.
આજ સુધી હું મોહથી જી, રહ્યો પ્રમાદે મગ્ન,
ગદ્ગદ્ કંઠે વીનવે જી : “અહો! અહો! સર્વજ્ઞ રે. ભગવદ્ અર્થ - અંઘકાર સમાન અને પુરુષોને અત્યંત અંઘ કરનાર એવા આ મોહથી હું ઠગાઈ જઈ આજ સુધી પ્રમાદમાં જ મગ્ન રહ્યો. એમ વિચારી ચક્રવર્તી વજનાભ ઘર્મના ચક્રવર્તી એવા પ્રભુને ભક્તિપૂર્વક ગદ્ગદ્ કંઠે વિનવવા લાગ્યા કે અહો! અહો! સર્વજ્ઞ પ્રભુ આપ હાજર હોવા છતાં, મારા આત્માને વિષયમાં આસક્ત રાખી મેં મોહનીયકર્મની જ વૃદ્ધિ કરી છે. જા
મોહતિમિરને ટાળવા જી, આપ જ સૂર્ય સમાન,
અર્થ-કામ-ચિંતાભર્યું જી રાજ્ય દુઃખનું સ્થાન રે, ભગવદ્ અર્થ - આ મોહરૂપી ઘોર અંધકારને ટાળવા માટે આપ જ સૂર્ય સમાન છો. આ અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ ચિંતાથી ભર્યા છે. આ રાજ્યની ઉપાધિ પણ દુઃખનું જ સ્થાન છે. //૫૦ના.
કડવી તુંબડી દૂઘને જી, કરે બગાડી અપેય,
રાજ્ય-કુયોગે ઘર્મને જી, ઘાર્યો એવો હેય રે, ભગવદ્ અર્થ - જેમ કડવી તુંબડીમાં રાખેલ દુઘ બગડી જઈ પીવા લાયક રહેતું નથી; તેમ રાજ્યના કુયોગથી ગ્રહણ કરવા યોગ્ય એવા ઘર્મને પણ મેં હેય ગણી લીઘો. ૧૧ાા.
Page #508
--------------------------------------------------------------------------
________________
૪૯૨
પ્રાવધ-વિવેચન ભાગ-૨
ભવજળમાં ના હું ઠૂંબું જી, બની આપનો પુત્ર, દીઘું રાજ્ય દર્દીપાવિયું જી, શીખવો સંયમ-સૂત્ર રે.’’ ભગવન્
''
અર્થ :— આપ જેવા પિતાનો પુત્ર થઈ હું સંસારસમુદ્રમાં ભ્રમણ કરું તો બીજા સાધારણ મનુષ્યમાં અને મારામાં શો ફેર ? આપે જે આ ભૌતિક રાજ્ય આપ્યું તે દીપાવ્યું પણ હવે હું સંસારરૂપી જળમાં ડૂબી ન જાઉં માટે મને સંયમપાલન કરવાનું સૂત્ર શીખવો જેથી મારો ઉદ્ઘાર થાય. ૫૨
રાજ્ય-ભાર દઈ પુત્રને જી, દીક્ષા લે સૌ મિત્ર,
તપ-અભ્યાસે દીપતા જી, સુણે વાી પવિત્ર રે. ભવિજન
અર્થ :— વંશમાં સૂર્ય જેવા ચક્રવર્તીએ પુત્રને રાજ્ય-ભાર સોંપી દઈ, બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠ મિત્રો સાથે તથા સુયશા સારથિ સાથે દીક્ષા ગ્રહણ કરી, માોપવાસાદિ તપ કરી દૈદિપ્યમાન રહેતા હતા અને ભગવંત તીર્થંકરની વાણીરૂપી અમૃતનું પાન કરતાં આનંદિત રહેતા હતા. પા
વજ્રનાભ આરાધતા જી, વીશે સ્થાનક પૂર્ણ, તીર્થંકર-પદ-બીજનાં જી, કરવા કર્યાં ચૂર્ણ રે, ભવિજન
અર્થ :– વજ્રનાભ ચક્રવર્તી સર્વ કર્મોને નષ્ટ કરવા માટે તીર્થંકર પદ પ્રાપ્તિના બીજ સમાન વીશ સ્થાનકોને પૂર્ણ પણે આરાઘવા લાગ્યા. તે અરિહંત પદ, સિદ્ધપદ, પ્રવચનપદ, આચાર્યપદ, સ્થવિરપદ, ઉપાઘ્યાયપદ, સાધુપદ, જ્ઞાનપદ, દર્શનપદ, વિનયપદ, ચારિત્રપદ, બ્રહ્મચર્યપદ, સમાધિપદ, તપપદ, દાનપદ, વૈયાવચ્ચપદ, સંયમપદ, અભિનવજ્ઞાનપદ, શ્રુતપદ અને તીર્થપદ છે. એ પદોને સંપૂર્ણ આરાથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. ।।૫૪૫
વજ્રનાભ પ્રશંસતાં જી, બાહુ સુબાહુઁ ભાઈ,
સેવા-તત્પર તે હતા જી, અતિશય પુણ્ય કમાય રે. ભવિજન॰
અર્થ :– વજ્રનાભ મુનિએ એકવાર બાહુમુનિ અને સુબાહુ મુનિની, બીજા મુનિઓ પ્રત્યે ભાવથી સેવા કરતા જોઈ પ્રશંસા કરી. તે બન્ને મુનિઓએ સેવા કરવાથી અતિશય પુણ્યની કમાણી કરી. બાહુ મુનિએ વૃદ્ધ મુનિઓને આહારપાણી લાવી આપવાથી ચક્રવર્તીના ભાગફળને ઉપાર્જન કર્યું. અને સુબાહુ મુનિએ સેવા ચાકરી વડે તપસ્વી મહાત્માઓને સુખશાંતિ ઉપજાવાથી ચક્રવર્તી કરતાં પણ વિશેષ બાહુબળ ઉપાર્જન કર્યું. ॥૫॥
પીઠ મહાÖઠ જે ભણે જી સુણી મનમાં દુભાય,
ઈર્ષા મનમાં રાખતા જી, પણ ના કહી શકાય રે, ભવિજન
અર્થ – બાહુ, સુબાહુ મુનિની પ્રશંસા સાંભળીને પીઠ, મહાપીઠ મુનિ વિચારવા લાગ્યા કે જે પ્રગટ ઉપકાર કરે તેની જ પ્રશંસા થાય છે. આપણે તો આગમનો સ્વાઘ્યાય કરવામાં તત્પર હોવાથી તેમને કંઈ ઉપકારી થયા નહીં; તેથી આપણી કોષ્ઠ પ્રશંસા કરે ? અથવા સર્વ લોકો પોતાના કાર્ય કરનારાની જ પ્રશંસા કરે છે. એમ વિચારી મનમાં ઈર્ષા રાખતા હતા, પણ કોઈને કહી શકતા નહોતા. ।।પા
માયા-મિથ્યા-ભાવથી જી, બે બાંધે સ્ત્રી-વેદ,
અનશન આદરી સર્વ તે જી, આણે આયુ-છંદ રે, ભવિજન
Page #509
--------------------------------------------------------------------------
________________
(૧૦૧) શ્રી 28ષભ જિનેશ્વર ભાગ-૩
૪૯૩
અર્થ - એમ અંતરમાં માયા મિથ્યાત્વથી યુક્ત ઈર્ષ્યા કરવાથી અને બાંધેલા દુષ્કૃત્યની આલોચના નહીં કરવાથી તેઓએ સ્ત્રીવેદ એટલે સ્ત્રીત્વપણાની પ્રાપ્તિરૂપ કર્મ ઉપાર્જન કર્યું. અહીં ખગની ઘારા જેવી દીક્ષાને ચૌદ લાખ પૂર્વ સુધી પાલન કરી. પછી છએ મુનિઓ અંતે પાદોપગમન અનશન અંગીકાર કરી સમાધિમરણ સાથી અનુત્તર વિમાનમાં ગયા. //પલા
અનુત્તર વિમાનમાં જી, ઊપજે સુર સૌ તેહ,
ભોગ-કર્મ પૂરાં થયે જી, ઘરતા માનવ-દેહ રે. ભવિજન અર્થ - પાંચ અનુત્તર વિમાનના મધ્યમાં આવેલ સર્વાર્થસિદ્ધિ નામના વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા સર્વે દેવતા થયા. આ શ્રી ઋષભદેવ ભગવાનનો બારમો ભવ છે. ત્યાંથી ભોગાવલી કર્મ પૂરું થતાં હવે માનવદેહને ઘારણ કરે છે. ૫૮.
નાભિ કુલકર છે પિતા જી, મરુ-માતાની કૂખ,
વજનાભ શોભાવતા જી, સ્વપ્ન ચૌદ દે સુખ રે. ભવિજન અર્થ - ત્રીજા આરાના ચોરાશી લાખ પૂર્વ અને ત્રણ વર્ષ સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે આષાઢ માસની કૃષ્ણ ચતુર્દશીના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવતાં વજનાભનો જીવ, તેત્રીશ સાગરોપમનું સર્વાર્થસિદ્ધ વિમાનનું આયુષ્ય ભોગવી ત્યાંથી ચ્યવી હવે ભરતક્ષેત્રમાં મરુદેવા માતાના મુખમાં અવતર્યા. તે જ રાત્રિએ માતાએ ચૌદ અથવા દિગંબર મત પ્રમાણે સોળ મહાસ્વપ્નો જોયા. ત્યાં ઇન્દ્રોએ આવી તમારો પુત્ર ચૌદ રાજલોકનો સ્વામી થશે એમ સ્વપ્નાર્થ જણાવવાથી નાભિ કુલકર પિતા અને માતા મરુદેવા ખૂબ આનંદ પામ્યા. //પલા
અયોધ્યા ય ઇન્દ્ર રચી જી, કલ્પવૃક્ષના ભોગ,
સુર રત્નો વર્ષાવતા છે, જાણી નિજ નિયોગ રે. ભવિજન, અર્થ - ઇન્દ્ર અયોધ્યા નગરીની રચના કરી. ત્રીજા આરામાં કલ્પવૃક્ષના ભોગ હોવા છતાં દેવતાઓ પોતાના નિયોગ એટલે કર્તવ્ય પ્રમાણે ઇન્દ્રનો હુકમ જાણી રત્નોની વર્ષા કરવા લાગ્યા. /૬૦ના
ઇન્દ્રાદિ સુર આવીને જી, કરતા ઉત્સવ સાર,
માત-પિતા-પ્રભુને સ્તવી જી, ભક્તિ કરે અપાર રે. ભવિજન અર્થ :- સર્વ ઇન્દ્રો તથા દેવોએ આવી ભગવાનના ગર્ભ કલ્યાણકનો ઉત્સવ કર્યો. પ્રભુને તથા તેમના માતા પિતાને તવી અપાર ભક્તિભાવ કર્યા. ૬૧ાા
ત્રણે જ્ઞાન સહ ગર્ભમાં જી, દેખે અવધિજ્ઞાન,
ગર્ભ વિષે પણ તે સુખી જી, આત્મા સુખ-નિશાન રે. ભવિજન અર્થ - ભગવાન ગર્ભમાં અતિશ્રત અવધિજ્ઞાન સહિત વિરાજમાન છે. ઇન્દ્ર અવધિજ્ઞાનથી જોયું તો ભગવાન ગર્ભમાં પણ સુખી છે. કેમકે શુદ્ધ આત્મા સુખનો જ ભંડાર છે. રા.
આષાઢી વદિ ચૌદશે જી, ઉત્સવ કરી સુર જાય,
પ્રભુ વધે ગર્ભે સદા જી, માતા બહુ હરખાય રે. ભવિજન અર્થ - આષાઢી વદિ ચૌદશના ગર્ભ કલ્યાણક દિવસે ઉત્સવ કરી દેવતાઓ સ્વર્ગે ગયા. પ્રભુ
Page #510
--------------------------------------------------------------------------
________________
૪૯૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
માતાના ગર્ભમાં સદા વૃદ્ધિ પામવા લાગ્યા. માતા પણ પ્રભુ અવતરવાથી બહુ હર્ષ પામ્યા. //૬૩ી
પ્રભાતે વિદ્વાનની જી, બુદ્ધિ વઘતી જેમ,
ગર્ભ-પ્રભાવે માતની જી, શોભા વથતી તેમ રે. ભવિજન અર્થ - પ્રાતઃકાળે જેમ વિદ્વાન માણસની બુદ્ધિ વૃદ્ધિ પામે તેમ ગર્ભના પ્રભાવથી માતાનું લાવણ્ય વિશેષ વૃદ્ધિ પામવા લાગ્યું. I૬૪.
શીતળ જળ હિમ-સંગથી જી, અતિશય શીતળ થાય,
વિશ્વ-વત્સલ અતિ બને જી ગર્ભયોગથી માય રે. ભવિજન અર્થ :- બરફના સંગે જેમ શીતળ જળ વિશેષ શીતળ થાય તેમ ગર્ભના પ્રભાવથી માતા મરુદેવા અઘિક વિશ્વવત્સલ બન્યા. II૬પાા
ચૈત્ર વદિની આઠમે જી, જન્મ ઋષભ જિણંદ,
કેપતા જી, આવે સૌ સુર-વૃંદ રે. ભવિજન અર્થ :- ચૈત્ર વદિ આઠમના દિવસે અર્ધ રાત્રે સર્વ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં આવ્યા ત્યારે શ્રી ઋષભ પ્રભુનો જન્મ થયો. તે વખતે ઇન્દ્રોના આસન કંપાયમાન થવાથી સૌ ઇન્દ્રો દેવતાઓના સમૂહ સાથે ત્યાં આવી પહોંચ્યા. ભગવાન ઋષભદેવનો આ તેરમો ભવ છે. ૬૬ાા
સ્નાત્ર મહોત્સવ મેરુએ જી પ્રભુને આણી થાય,
જગ-ઉદ્ધારક જન્મિયા જી માની સૌ મલકાય રે. ભવિજન અર્થ - પ્રભુને મેરુ પર્વત ઉપર લઈ જઈ એક હજાર આઠ કલશોવડે સુગંધિત જળથી નવરાવી, સ્નાત્ર મહોત્સવ કર્યો. જગતનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ જન્મ્યા છે એમ માની સૌ આનંદ પામ્યા. ૬૭ળા
ભક્તિ ઉલ્લાસે કરી જી, સ્વર્ગે સૌ સુંર જાય,
નાભિ નરેશ વઘામણી જી, સુણી ઘણા હરખાય રે. ભવિજન અર્થ :- ભગવાનની ભક્તિ ઉલ્લાસપૂર્વક કરી સર્વ દેવતાઓ સ્વર્ગે ગયા. પછી નાભિરાજાને પ્રભુ જન્મની વધામણી આપી. તે સાંભળી તેઓ પણ ઘણા હર્ષિત થયા. I૬૮
પ્રભુ-સંગે દેવો રમે જી, ઘરી અનેક સ્વરૂપ,
ફેંકડા બન કો બોલતા જી, ઘરે મોરનું રૂપ રે. ભવિજન અર્થ - પ્રભુની સાથે દેવો પણ અનેક રૂપ ઘારણ કરી રમવા લાગ્યા. કોઈ કૂકડા થઈ બોલવા લાગ્યા. કોઈએ મોરનું રૂપ ઘારણ કર્યું. ૧૯
વાનર બની હસાવતા જી, લે શશ-શિશુ-આકાર,
પોપટ બની પ્રશંસતા જી, કરી કોયલ-ટુહૂંકાર રે. ભવિજન અર્થ :- કોઈ વાનર બની હસાવવા લાગ્યા. કોઈએ સસલાના બચ્ચાનો આકાર ધારણ કર્યો. કોઈ પોપટ બની પ્રભુની પ્રશંસા કરવા લાગ્યા કે પ્રભુ તમે જીવો, જીવો, આનંદ પામો. કોઈ કોયલ બની મીઠી ટુહૂંકાર કરવા લાગી. I૭૦ાા
Page #511
--------------------------------------------------------------------------
________________
(૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩
૪૯૫
ઊંઘાડે સુર ગીતથી જી, સેવા કરે અપાર;
અતુલ-બલી, કરુણા-ઘણી જી દંભ નહીં લગાર રે. ભવિજન અર્થ - કોઈ બાળકરૂપે પ્રભુને દેવતાઈ સંગીતથી ઊંઘાડવા લાગ્યા. એમ દેવતાઓ પ્રભુની અપાર સેવા કરતા હતા. અતુલ બળવાળા પ્રભુ પણ કરુણાના ઘણી હોવાથી કોઈને લગાર માત્ર પણ દૂભવતા નથી. II૭૧ાા.
વગર ભયે જાણે બધું જી, સકળ કળા-નિપુણ,
અવધિ-શ્રુત-મતિ-માન તે જી, પામે યૌવન પૂર્ણરે. ભવિજન અર્થ - પ્રભુ વગર ભયે બધું જાણે છે. સકળ કળામાં નિપુણ છે. મતિ-શ્રુત-અવધિજ્ઞાનવાળા છે. હવે પ્રભુ પૂર્ણ યૌવન અવસ્થાને પામ્યા. I૭૨ાા
નાભિનૃપ કહે એકદા જી : “હે ! દેવાધિદેવ,
કમલ કાદવ ઊપજે જી, કનક ઉપલ સ્વયમેવ રે, ભગવદ્ અર્થ - નાભિરાજા એકવાર પ્રભુને કહેવા લાગ્યા કે હે દેવોના પણ દેવ! કમળ જેમ કાદવમાં ઉત્પન્ન થાય, કનક એટલે સોનું તે ઉપલ એટલે સુવર્ણ પત્થરમાં સ્વયં ઉત્પન્ન થાય તેમ તમે પણ સ્વયંમેવ પ્રગટ થયા છો. તેમાં અમે તો નિમિત્તમાત્ર છીએ. //૭૩ાા
છીપે મોતી ઉદ્ભવે જી, ઊગે પૂર્વમાં ભાણ,
તેમ પિતા હું આપનો જી, ઘટે નહીં અભિમાન રે. ભગવદ્ અર્થ - જેમ મોતી છીપમાં પ્રગટે, પૂર્વ દિશામાં ભાણ એટલે સૂર્યનો ઉદય થાય, તેમ હું પણ નિમિત્તમાત્રથી તમારો પિતા છું, ખરી રીતે નહીં. તેથી મને તેનું અભિમાન કરવું ઘટે નહીં. ૭૪
જ્ઞાનનિશાન તમે પ્રભુ જી, નભથી કોણ મહાન?
તોય અલ્પબુદ્ધિ ભણું જી, સ્નેહ-વશે બેભાન રે. ભગવદ્ અર્થ - તમે તો જ્ઞાનના ભંડાર છો. નભ એટલે આકાશથી જગતમાં કોણ મહાન છે? તો પણ નેહવશ બેભાન થયેલો એવો હું અલ્પબુદ્ધિથી એક વાત કહું છું. //૭પી.
લોકગતિ વર્તાવવા જી, કરો હવે વિવાહ,
કુમારવય વીતી ગઈ જી, ઇચ્છું કુળ-પ્રવાહ રે.” ભગવદ્ અર્થ:- લોકગતિ એટલે લોકવ્યવહાર ચલાવવા માટે તમે હવે વિવાહ કરો. કુમારકાળ વીતી ગયો છે. માટે કુળપરંપરા ચાલુ રહે એમ હું ઇચ્છું છું. I૭૬ના
વિનય કરી પ્રભુ બોલતા જી, મોહ-વિરોથી વાત,
અજ્ઞાની જન ઇચ્છતા જી ભવવૃદ્ધિ, હે! તાત રે. ભવિજન અર્થ :- જવાબમાં પ્રભુએ વિનય કરી મોહથી વિરોઘવાળી એવી વાત કહી કે હે તાત! વિવાહ કરી ભવવૃદ્ધિ કરવી એ તો અજ્ઞાની જન ઇચ્છે. જ્ઞાનીને તેમાં સુખબુદ્ધિ હોય નહીં. ૭૭થા.
વિષયસુખ તો દુઃખ છે જી; માયા-મંડપ રૂપ ઉપરથી લલચાવતું જી, શરીર તો ભવકૂપ રે. ભવિજન
Page #512
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨
અર્થ :પાંચ ઇન્દ્રિયના વિષયસુખ તે ખરેખર દુઃખ છે; માયાવી મંડપ સમાન છે. જે ઉપરથી ૨મણીય દેખાવ આપી જીવને લલચાવે પણ અંદરથી ખાલી ખોખું છે. તેમ શરીર પણ ઉપરથી રમણીય દેખાવ આપી મનને મોહ કરાવી જીવને સંસારરૂપી કૂવામાં પાડે છે. જ્યારે અંદર તો મળમૂત્રની જ ખાણ છે. ।।૮।।
૪૯૬
અસ્થિ-માળો બાંઘિયો જી, સ્નાયુ-ર
બંઘ,
માંસાદિકથી લીંપિયો જી, કૃમિ વસે અનંત રે. ભવિજન॰
અર્થ :– આ શરીરરૂપી ઘરમાં અસ્થિ એટલે હાડકારૂપી માળો બાંધેલો છે. તે સ્નાયુરૂપી રજ્જુ એટલે દોરીથી બંધાયેલ છે. તે ઉપર માંસાદિક થાતુનું લીંપણ કરેલું છે. જેમાં અનંત કૃમિઓ વાસ કરીને રહેલા છે. ।।૯।
મઢી ચામડી રોમથી જી, અંદર ગંઘ ખચીત,
મળમૂત્ર ભરપૂર છેજી, નવે દ્વાર કુત્સિત રે. ભવિજન
અર્થ :— શરીરના માંસ ઉપર રોમરાજીથી યુક્ત ચામડી મઢેલી છે. અને તે શરીર અંદરથી ખચીત એટલે નક્કી દુર્ગંઘમય મળમૂત્રથી ભરપૂર છે. તે શરીરના નવે દ્વારથી કુત્સિત એટલે મલિન વસ્તુ જ બહાર નીકળ્યા કરે છે એ તેનું પ્રમાણ છે. ૮૦
નિદ્રા-મદિરા ટેવથી જી, રાત્રે મૃતક સમાન,
ઊઠી અન્ન-ઘનાદિની જી, ચિંતા-ચાનું પાન રે. ભવિજન
અર્થ = • નિદ્રારૂપી દારૂની ટેવથી રાત્રે તે મડદા સમાન બની જાય છે. સવારમાં ઊઠી અન્ન ધનાદિ વસ્તુઓ મેળવવા માટે ચિંતારૂપી ચાનું પાન કરે છે. ૮૧।।
વ્યાધિનું ઘર જાણવું જી, વાત પિત્ત કફ માત્ર,
યંત્ર સમું અટકી પડે જી; સુંદર સ્ત્રીનું ગાત્ર રે– ભવિજન૦
અર્થ :– આ શરીરને વ્યાધિનું ઘર જાણવું. ‘રોગ જરાને નિવાસનું ઘામ' જાણવું. તેમાં વાત પિત્તને કફ માત્ર ભરેલા છે. જેમ યંત્ર ચાલતું બંધ થઈ જાય તેમ સુંદર સ્ત્રીનું ગાત્ર એટલે શરીર પણ કામ કરતાં બંઘ પડી જાય અર્થાત્ તેનું મૃત્યુ થઈ જાય. II૮૨૫
સેવ્યાથી સુખ ના લહે જી, જ્ઞાની જન ગુણવંત,
પરંપરાએ દુઃખની જી, વૃદ્ધિ જીવ લ ંત રે. ભવિજન૦
અર્થ – આવા શરીરના સેવનમાં ગુણવંત એવા જ્ઞાનીપુરુષો સુખ માનતા નથી. કેમકે પરંપરાએ શરીર ઉપરના રાગથી જીવ દુ:ખની વૃદ્ધિને જ પામે છે. ।।૮।।
પરાથીન, બાઘા ઘણી જી, બંઘન-હેતુ, અનિત્ય,
વિષમ સુખ ઇન્દ્રિયનાં જી, દુઃખ-દાવાનલ સત્ય રે.’’ ભવિજન૦
અર્થ :— ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે પરાધીન છે. તેમાં ઘણા વિઘ્ન આવે છે, કાં શરીર રોગી થઈ જાય, કાં ઉપભોગની સામગ્રી ન મળે. તેને ભોગવતાં રાગ વૃદ્ધિ પામવાથી તે નવીન કર્મબંધનું કારણ થાય છે. તે સુખ ક્ષણિક છે, નાશવંત છે. વિષમ પરિણામ કરાવનાર છે. એક સરખું રહેતું નથી. માટે
Page #513
--------------------------------------------------------------------------
________________
(૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩
૪૯૭
ઇન્દ્રિયના સુખો ખરેખર વિશેષ ભોગતૃષ્ણાને વઘારી દુઃખરૂપી દાવાનલમાં જીવને હોમનાર છે. ૮૪
અભિપ્રાય પ્રભુનો સુણી જી, વદતા નાભિરાય :
“સુરનર સૌના પૂજ્ય છોજી, તમે કહ્યું તે ન્યાય રે. ભગવદ્ અર્થ :- પ્રભુનો આવો અભિપ્રાય સાંભળી નાભિરાજા બોલ્યા : તમે સર્વ દેવ અને મનુષ્યોના પૂજ્યપુરુષ છો. તમે કહ્યું તે જ સંપૂર્ણ ન્યાયયુક્ત છે. ૮૫ા.
નર-જન્મ નહિ રમ્ય તે જી, ઇચ્છે સુખ કે દુઃખ;
માથે મરણ વિચારતાં જી, ચઢે ન નજરે સુખ રે. ભગવન્ટ અર્થ - મનુષ્ય જન્મમાં પાંચ ઇન્દ્રિયોના વિષયો રમ્ય એટલે સુંદર નથી. જે આ ઇન્દ્રિયોના સુખને ઇચ્છે તે દુઃખને પામે છે. માથે મરણ રહ્યું છે, એક દિવસ મરી જવાનું છે એમ વિચારતાં આ ઇન્દ્રિયો સુખરૂપ લાગે નહીં. કારણ ઇન્દ્રિય વિષયોમાં કરેલી આસક્તિ તેને ભવોભવ રાગ કરાવી ચાર ગતિમાં જ રઝળાવનારી છે. ૧૮૬ાા.
શરીર અશુચિ-ખાણ છે જી, અસાર છે સંસાર,
ઇન્દ્રિય-સુખ ના સુખ છે જી, તોપણ કરો વિચાર રે. ભગવદ્ અર્થ :- આ શરીર અપવિત્ર વસ્તુઓની ખાણ છે. “ખાણ મૂત્રને મળની.” આ સંસાર અસાર છે. એમાં કોઈ સાર નથી. ઇન્દ્રિયોનું સુખ તે ખરું સુખ નથી. તો પણ લોક વ્યવહાર કે કુળપરંપરાને ખાતર વિચાર કરો. II૮શા.
આગ્રહ મારો માનીને જી, આપ કરો સ્વીકાર,
કન્યા-યુગલ સુલોચના જી,” શરમાતા કુમાર રે. ભવિજન અર્થ - પિતા નાભિરાજા કહે : આ મારો આગ્રહ માનીને આપ સુંદર નેત્રવાળી તથા સુંદર લક્ષણોથી યુક્ત એવી સુશીલ બે કન્યાનો સ્વીકાર કરો. તે સાંભળીને ઋષભકુમાર બોલ્યા વિના શરમીંદા બન્યા. ||૮૮ાાં
નીચું મુખ કરી રહ્યા છે, તે અવધિ-વિચાર,
ચરણ-મોહ અવશેષ છે જી, હજીં દુલધ્ય અસાર રે. ભવિજન અર્થ :- પ્રભુએ નીચું મુખ રાખી અવધિજ્ઞાનથી વિચાર કરી જોયું તો હજી ચારિત્રમોહના અવશેષ બાકી છે. તેથી અસાર એવો સંસાર પણ મારે માટે હજી દુર્લધ્ય છે, અર્થાત્ ગૃહવાસની ઉપાધિ ભોગવી પછી પાર ઊતરી શકાય એવો છે. ૮૯મા
અંતરંગને ઓળખી જી, મંત્રી પાસે જાય,
કચ્છ-મહાકચ્છશની જી, કુંવરી યોગ્ય ગણાય રે. ભવિજન અર્થ - નાભિરાજા ઋષભકુમારના અંતરંગને ઓળખી મંત્રી પાસે જઈ કહેવા લાગ્યા : કચ્છ મહાકચ્છની બે કુંવરીઓ આપણા કુમારને યોગ્ય છે. ૯૦ના
માગું કરવા મોકલે છે, પછી મંત્રીને રાય, સુરપતિ ઉત્સવ આદરે જી, સુરનર સૌ હરખાય રે. ભવિજન
Page #514
--------------------------------------------------------------------------
________________
૪૯૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - પછી રાજાએ મંત્રીને તેનું માથું કરવા મોકલ્યો. દેવતાઓએ પ્રભુનો લગ્ન ઉત્સવ આદર્યો. તે જોઈ દેવ, મનુષ્યો સર્વ હર્ષ પામ્યા. ૯૧ાા
સુંનંદા ને યશોમતી જી, પરણાવે વિધિ સાથ,
મોં-માગ્યાં દે દાન ત્યાં જી, જનને નાભિનાથ રે. ભવિજન અર્થ:- સુનંદા અને યશોમતી નામની કન્યાને વિધિપૂર્વક ઋષભકુમાર સાથે પરણાવી. નાભિરાજાએ લોકોને મંહમાંગ્યા દાન આપ્યાં. ૧૯રા
યશોમતીના ગર્ભમાં જી, બાહુ-પીઠના જીવ,
સ્વર્ગથી આવીને રહ્યા છે, સંખે વશે સદીવ રે. ભવિજન અર્થ :- યશોમતીના ગર્ભમાં બાહુ અને પીઠના જીવો સ્વર્ગલોકથી ચ્યવીને આવી રહ્યા. તે સદૈવ સુખપૂર્વક વઘવા લાગ્યા. ૧૯૩ા.
ભરત, બ્રાહ્મી રૂપે થયાં આ પ્રથમ ઋષભ-સંતાન;
બાહુબલિ ને સુંદરી જી સુનંદાનાં, માન રે- ભવિજન અર્થ - ભરત અને બ્રાહ્મીરૂપે આ બાહુ અને પીઠના જીવો ઋષભપ્રભુના પ્રથમ સંતાન થયા. બાહુબલિ અને સુંદરી એ સુનંદાની કુખથી ઉત્પન્ન થયા. II૯૪ના
સુબાહુ-મહાપીઠના જી ઑવ બન્ને વિચાર;
બીજા અઠ્ઠાણું થયા જી, યશોમતી-સુત ઘાર રે. ભવિજન અર્થ - આ બાહુબલિ અને સુંદરી તે પૂર્વભવના સુબાહુ અને મહાપીઠના જીવો છે. બીજા અઠ્ઠાણું પુત્રો યશોમતીના કુખેથી ઉત્પન્ન થયા. પા.
ઋષભદેવ શોભે અતિ જી, જાણે તરુ-વિસ્તાર,
જ્ઞાન-કળા શીખવે ઘણી જી, પુત્ર-પુત્રીને સાર રે- ભવિજન અર્થ :- જેમ તરુ એટલે ઝાડ વિસ્તાર પામવાથી શોભે તેમ નૈઋષભદેવ સો પુત્રોના પરિવારથી શોભવા લાગ્યા. તે બધાને સારરૂપ એવી જ્ઞાનકળાનો અભ્યાસ પ્રભુએ ઘણો કરાવ્યો. II૯૬ાા.
ગણિત, ગીત ને અક્ષરો જી, વાચન, લેખન સાર,
નરનારીનાં લક્ષણો જી, નાટક-ભાવ-વિચાર રે. ભવિજન અર્થ - ગણિત, પ્રભુગુણ ગાનની રીતો, અક્ષરો, વાંચન, લેખન વગેરે સારરૂપ વસ્તુનું જ્ઞાન આપ્યું. ઉત્તમ નરનારીના લક્ષણો કેવા હોય? આ સંસારમાં જીવ કર્મના કારણે નાટક રમી રહ્યો છે તેનો ભાવ સમજાવી વિચારવા જણાવ્યું. II૯૭ી.
ભાષણ, ભૂષણ, સભ્યતા જી, બ્રહ્મચર્યના ભેદ,
મંત્ર તંત્ર યંત્રાદિથી જી, સૈન્ય-બૃહ-વિચ્છેદ ૨. ભવિજન અર્થ - કેમ ભાષણ કરવું, કેમ બોલવું, વિનયાદી જીવના ખરા આભૂષણ છે, સભ્યતાથી વર્તવું, બ્રહ્મચર્યની નવવાડના ભેદો શીખવ્યા. મંત્ર, તંત્ર, યંત્રકલાનો ઉપયોગ શા માટે કરવો અને સેનાના બૃહનો વિચ્છેદ કેમ કરવો વગેરેનું જ્ઞાન આપ્યું. I૯૮ના
Page #515
--------------------------------------------------------------------------
________________
(૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩
૪૯૯
રત્ન શસ્ત્ર ગજ આદિની જી, પરીક્ષા ઉપયોગ.
દેશ-દેશી ભાષા લિપિ જી, રસિક કાવ્ય-રસ-ભોગ રે. ભવિજન અર્થ - રત્ન, શસ્ત્ર, હાથી આદિની પરીક્ષા કેમ કરવી, તેનો ઉપયોગ શું? દેશ દેશની ભાષા તથા લિપિ બતાવી, રસિક એવા ઉત્તમ શિક્ષા આપનાર કાવ્યોનો ઉપયોગ કરવો વગેરે જણાવ્યું. //૯૯ાા
તર્ક, વ્યાકરણ, ઔષથી જી, ચિત્ર-શિલ્પ-આકાર,
સર્વ લોક-વ્યાપારમાં જ કરે કુશળ પરિવાર રે. ભવિજન અર્થ - તર્કશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, ઔષઘીના ગુણઘર્મ, ચિત્રકલા, શિલ્પકલા અને ભૂમિતિનું જ્ઞાન આપ્યું. સર્વ લૌકિક વ્યાપારમાં પરિવારને કુશળ કર્યો. ./૧૦૦ના
યુદ્ધ અનેક પ્રકારનાં જી, અર્થશાસ્ત્ર, નીતિ સાર,
સર્વ જન-હિત સાથતાં જી, યુક્તિ ને ઉપકાર રે. ભવિજન અર્થ - અનીતિ હટાવવા અનેક પ્રકારના યુદ્ધ, ગણિતશાસ્ત્ર, નીતિશાસ્ત્ર તથા અનેક યુક્તિઓ અને ઉપકારોવડે સર્વ લોકોનું હિત કેમ કરવું વગેરે શીખવ્યું. /૧૦૧ના
મંત્રી-મિત્ર-ઘર-વીરનો જી, આદર ને સહકાર,
પવન વહાણ-શઢ ભરે છે, તેમ બને જયકાર રે. ભવિજન અર્થ - મંત્રી, મિત્ર, વૈર્યવાન કે વીરપુરુષનો આદર કરવાથી તેમજ સહકાર લેવાથી, જેમ વહાણના શઢમાં અનુકુળ પવન વાવાથી ઇચ્છિત સ્થાને પહોંચી શકાય છે તેમ સજ્જન પુરુષોના આદર સહકારથી ઇચ્છિત કાર્યમાં જય મેળવી શકાય છે. ૧૦૨ા.
સામ-દામ-દંડાદિની જી રાજનીતિનું જ્ઞાન,
સજ્જનરક્ષા, દુષ્ટને જી શિક્ષાદિનું દાન રે. ભવિજન અર્થ - સામ, દામ, દંડ, ભેદ આદિ રાજનીતિનું જ્ઞાન આપ્યું. સજ્જનની રક્ષા કરવી અને દુષ્ટને શિક્ષા આદિ કેમ કરવી વગેરેની સમજણ આપી. ૧૦૩ાા
પ્રજાઘન-ભંડારની જી, આવક-જાવક સ્પષ્ટ,
યોગ્ય કર ઉઘરાણીથી જી, ટળે સર્વજન-કષ્ટ રે. ભવિજન અર્થ - રાજાના ભંડારમાં પ્રજાનું ઘન છે. માટે તેની આવક જાવકનો હિસાબ સ્પષ્ટ રાખવો. તેમજ કર પણ યોગ્ય ઉઘરાવવા કે જેથી સર્વ પ્રજા સુખી થાય. /૧૦૪ો.
ચાર-પુરુષની માહિતી જી, દે જન-મતનો ખ્યાલ,
જાતે જન-મન-રંજને જી, રાજા પ્રગતિ-પાલ રે. ભવિજન અર્થ - ચાર-પુરુષ એટલે બાતમી મેળવનાર એવા પુરુષો રાખવા કે જેથી લોકોના મતનો અભિપ્રાય ખ્યાલમાં આવે. જાતે પણ પ્રજાને મળે અને તેમના મનરંજન થાય તેમ વર્તે તથા તેમની પ્રગતિ માટે શું શું કરવાની જરૂર છે એમ રાજા વિચારીને પ્રગતિ કરે તથા તેમનું સારી રીતે પાલન થાય તેમ વર્તે. એમ શિક્ષા આપી. ૧૦પા
Page #516
--------------------------------------------------------------------------
________________
૫ ૦ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
નાભિ કુલકર પુત્રને જી, નૃપ-પદ દે સાક્ષાત,
ઉત્સવ ઇન્દ્રાદિ કરે છે, ગમી પ્રજાને વાત રે. ભવિજન અર્થ - નાભિકુલકરે હવે પુત્ર ઋષભદેવને સાક્ષાત્ રાજ્યપદ આપ્યું. તે સમયે ઇન્દ્રાદિ દેવોએ ઉત્સવ કર્યો. તેમજ પ્રજાને પણ આ કાર્ય બહુ ઇષ્ટ લાગ્યું. ||૧૦૬ાા
કલ્પવૃક્ષ ફળ દે નહીં જી, જાણે પડ્યો દુકાળ,
ઋષભ નરેશ બચાવતા જી, લે સૌની સંભાળ રે - ભવિજન અર્થ - હવે ત્રીજો આરો પૂરો થવાનો હોવાથી કલ્પવૃક્ષ પણ ફળ દેતા નથી. જાણે દુકાળ પડી ગયો. ત્યારે રાજા શ્રી ઋષભદેવ દુકાળમાંથી બચાવી સૌની સંભાળ લેવા લાગ્યા. ૧૦૭ના
ખાદ્ય વનસ્પતિ દાખવે છે, શીખવે ઘંઘા સર્વ,
ઘડતાં, વણતાં શીખવે છે, રસોઈ-શાસ્ત્ર અપૂર્વ રે. ભવિજન અર્થ :- ખાવા યોગ્ય વનસ્પતિ કઈ છે તે બતાવે, બઘા ઘંઘા શીખવે, ઘડતાં કે વણતાં શીખવે, પૂર્વે કોઈવાર જાણેલું નથી એવું રસોઈશાસ્ત્ર પણ યુગલિકોને જણાવે છે. ૧૦૮
ખોટ કલ્પતરુની પૂંરે જી, શિક્ષા પ્રભુની સાર,
વિદેહક્ષેત્ર સમ આ બન્યું જી, ભરતક્ષેત્ર સુખકાર રે. ભવિજન અર્થ - પ્રભુની સારરૂપ શિક્ષા કલ્પતરુની ખોટ પૂરી કરે છે. માટે પ્રભુ જન્મવાથી આ ભરતક્ષેત્ર પણ વિદેહક્ષેત્રની જેમ સુખને આપવાવાળું થયું. /૧૦૯ાા
સુશિક્ષિત સઘળા બને છ પૂંછી પૂંછી વારંવાર,
ક્ષેત્રાદિક વહેંચી દીઘાં જી, વર્તે આજ્ઞાઘાર રે. ભવિજન અર્થ :- વારંવાર પૂછપરછ કરવાથી સઘળા સુશિક્ષિત બની ગયા. ક્ષેત્ર જમીન આદિ પોતપોતાને વહેંચી દીધા. બઘા પ્રભુની આજ્ઞાનુસાર વર્તવા લાગ્યા. {/૧૧૦ના
કાળાં વાદળ દેખીને જી, પ્રભુ પાસે તે જાય,
ભય પામી પૂછે “કહો જી, અવાજ શાના થાય રે?” ભવિજન અર્થ - આકાશમાં કાળાં વાદળા જોઈને પ્રભુ પાસે જઈ ભય પામી પૂછવા લાગ્યા કે આ શું છે? તથા આ અવાજ શાનો થાય છે? તે આપ જણાવો. /૧૧૧ાા
વર્ણન મેઘ તણું કરે છે : “દે જળ, પાકે અન્ન,”
ખેતીની દે સૂચના જી, શીખવે થઈ પ્રસન્ન રે. ભવિજન અર્થ :- જવાબમાં પ્રભુએ કહ્યું : આ વાદળા છે. એથી વરસાદ વરસશે તથા અવાજ પણ આ વાદળાની ગડગડાટનો છે અથવા વીજળીનો છે તેથી ગભરાવવું નહીં. વરસાદ જળને આપશે. તેથી અન્ન પાકશે. આ ખેતી કરવાનો સમય છે તેની સૂચના આપી. તથા પ્રસન્નતાપૂર્વક ખેતીની કળા લોકોને શીખવી. ૧૧રા
Page #517
--------------------------------------------------------------------------
________________
(૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩
અસિ-મસિ-શિલ્પ-કળા બધી જી,શીખવે જાણી યોગ્ય.
યુગલિક યુગ ગયા પછી જી, કરતાં નવા પ્રયોગ રે. ભવિજન
=
અર્થ :– અસિ એટલે શસ્ત્રકળા, મર્સિ એટલે લેખનકળા તથા શિલ્પ વગેરે બધી કલાઓનું જ્ઞાન યોગ્ય સમય જાણી આપ્યું. યુગલિક યુગ હવે વીતી ગયાથી જીવન જીવવાના નવા પ્રયોગો કરવા લાગ્યા. હવે ચોથો આરો આવ્યો માટે પ્રભુને આ બધું શીખવવું પડ્યું. ।।૧૧૩।।
ઈશુ-સાંઠા પણા થયા જી, કોલુથી રસ થાય;
ઘેર ઘેર ઈસુ દીસે જી, કુલ ઈક્ષ્વાકુ ગણાય રે. ભવિજન
અર્થ :– ખેતીમાં ઈસુ એટલે શેરડીના સાંઠા ઘણા થયા. કોલુ એટલે શેરડી પીલવાના સંચાથી તેનો રસ કાઢવા લાગ્યા. ઘેર ઘેર શેરડીનો પાક થયો. જેથી કુલ પણ ઈક્ષ્વાકુ ગણાવા લાગ્યું. ।।૧૧૪।। ઘણો કાળ સુખમાં ગયો જી, પ્રજાપતિરૂપ યથાર્થ;
સુરપતિ મનમાં ચિંતવેજી, અવધિી લોકહિતાર્થ રે, ભવિજન
અર્થ :– પ્રજાપતિ એવા ઋષભદેવનો ઘણો કાળ ભોગાવલી કર્માનુસાર સંસારસુખમાં વ્યતીત થયો. હવે પ્રજાપતિના અંતરંગ સ્વરૂપને અવધિજ્ઞાનથી યથાર્થ જાણનાર એવો ઇન્દ્ર લોકોના હિતાર્થે મનમાં એમ ચિંતવવા લાગ્યો કે પ્રભુ દિક્ષા ગ્રહણ કરી ક્યારે જીવોનો ઉદ્ઘાર કરશે ? તે માટે ઉપાય રચ્યો જે નીચે પ્રમાણે છે. ।।૧૧૫|| જે
નીલંજસા દેવી તણું જી, જાણી આયુષ્ય અક્ષ,
પ્રભુ પાસે ઝટ મોકલે જીઃ સ્વપ૨-હિત સંકલ્પ રે. ભવિજન॰
૫૦૧
અર્થ :— નીલંજસા નામની દેવીનું આયુષ્ય અલ્પ જાણી તેમજ સ્વપરના હિતનો સંકલ્પ કરીને ઇન્દ્રે નીલંજસા દેવીને ઝટ પ્રભુ પાસે મોકલી. ।।૧૧૬|
નભમાર્ગે આવી નમે જી, આશા લઈ લે લાભ,
નૃત્ય અપ્સરા આદરે જી, શોભાવે શું આભ રે! ભવિજન
અર્થ :— તે અપ્સરા આકાશમાર્ગે આવી પ્રભુને નમી, તેમની આજ્ઞાનો લાભ લઈ સભા મધ્યે તે
=
નૃત્ય કરવા લાગી. તે અશ્વર નૃત્ય કરી આભ એટલે આકાશને જ શું પણ પૂરી સભાને તે શોભારૂપ બની. દેવતાઈ અપ્સરા હોવાથી તેના નૃત્યમાં કે શોભામાં શું ખામી હોય. ।।૧૧।।
નૃત્ય-વાય-ગીત એકતા જી, કર્ણ-નયન-સંધાન;
સભા વિસ્મય મા ઘરે જા, જાણે ઘરતી ધ્યાન રે. ભવિજન
અર્થ :– દેવતાઈ નૃત્ય, વાદ્ય એટલે વાજિંત્ર અને ગીત એ ત્રણેની એકતા થવાથી લોકોના કાન અને આંખ બન્ને સંઘાન એટલે એક લક્ષપૂર્વક તે જોવામાં તલ્લીન થઈ ગયા. તે જોઈ સભા મહા વિસ્મયને પામી કે જાણે બધી સભા ઘ્યાન ધરતી હોય એમ જણાવા લાગ્યું. ।।૧૧૮।।
રંગ-સરોવર-પદ્મિની જી, રે! યમ-કરે કપાય,
બીજ-ચંદ્ર-રેખા સમી જી, જાણે ઝટ સંતાય રે. ભવિજન
Page #518
--------------------------------------------------------------------------
________________
૫ ૦ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- જેમ સરોવરમાં પદ્મિની એટલે કમલિની પોતાના રંગમાં આનંદ માનતી હોય, ત્યારે જો યમરાજાના હાથે કપાઈ જાય અથવા બીજનો ચંદ્રમા જે રેખા સમાન હોય તે જો ઝટ દેખાવ આપી શીધ્ર સંતાઈ જાય તો જોનારના આનંદમાં ભંગ પડે છે. /૧૧૯
ઇન્દ્ર-ઘનુષ્ય સમીરથી જી, એકાએક અલોપ, તેમ શૂન્ય દેવી વિના જી, સભા પામતી ક્ષોભ રે
ભવિજન, ઘન્ય ઘન્ય આ અવતાર. અર્થ :- અથવા આકાશમાં બનેલ સુંદર ઇન્દ્ર ઘનુષ એકાએક સમીર એટલે પવનથી અલોપ થઈ જાય; તેમ નીલંજસા દેવીનું નૃત્ય કરતાં કરતાં જ મૃત્યુ થઈ જવાથી તેના પરમાણુઓ વિખરાઈ ગયા. જેથી દેવી વિના આખી સભા ક્ષોભ પામવા લાગી કે અહો! દેવી ક્યાં ગઈ?
હે ભવિજનો! સર્વ જનોમાં શ્રેષ્ઠ એવા આ ઋષભ પ્રભુના અવતારને ઘન્ય છે, ઘન્ય છે. ||૧૨વા.
(૧૦૦)
શ્રી ઋષભ જિનેશ્વર,
ભાગ-૪
(રાગ : ચોથી દ્રષ્ટિનો : મનમોહન જિનજી મીઠી તાહરી વાણ)
યા
ઋષભ જિનેશ્વર ચિંતવે જી : જગમાં ધ્રુવ ના કોય, નીલકંસા રસ દાખવી જી, ગઈ તેવું સૌ હોય
જીંવ, જોને ક્ષણ ક્ષણ નરભવ અવસર જાય. અર્થ - ઋષભદેવ ભગવાન સભા મધ્યે બેઠા નૃત્ય કરતી નીલંજસાનું મૃત્યુ જોઈ વિચારવા લાગ્યા કે અહો! આ જગતમાં કોઈ ધ્રુવ એટલે શાશ્વત નથી. આ નીલંજસાદેવીનું શરીર નાટકમાં રસ બતાવી નૃત્ય કરતાં કરતાં જ નષ્ટ થઈ ગયું, તેમ સર્વ જીવોના શરીર અવશ્ય નાશ પામવાના છે. માટે હે આત્મા! તું તારા કલ્યાણ તરફ ધ્યાન આપ, કારણ પ્રતિક્ષણે આ માનવદેહનો અમૂલ્ય અવસર હાથમાંથી જઈ રહ્યો છે. તેના
બાર ભાવના : (૧) અનિત્યભાવના દ્વાદશ ભાવો જાગતા જી, પ્રકાશતા જિનરાય -
“ઘન તો મેઘઘનુષ્ય શું છે, જોતજોતામાં જાય. જીંવ, જોને. અર્થ :- ભગવાન ઋષભદેવના અંતરમાં નીલંજસાના નિમિત્તે અનિત્યાદિ બાર ભાવનાઓનું ચિંતન જાગૃત થયું. તેથી પ્રકાશવા લાગ્યા :- આ ઘન તો ઇન્દ્રઘનુષ સમાન ચંચળ છે કે જે જોતજોતામાં ચાલ્યું જાય છે. રા
Page #519
--------------------------------------------------------------------------
________________
.
=
ભદેવને થયેલો સંસાર પ્રત્યે વૈચાડ્યુ
VIK
CD )
D.
રાજસભામાં નીલંજસા દેવીનું નૃત્ય, નૃત્ય કરતાં કરતાં જ દેવીનું થયેલ મરણ.
તેથી ઋષભદેવને થયેલો સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ.
Page #520
--------------------------------------------------------------------------
________________
(૧૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪
૫ ૦ ૩
પુત્ર, કલત્ર ને શાશ્વતાં જી, હય, ગજ, રથ રખવાલ,
ચામર સમ ચંચળ ગણો જી, વિમાન કે સુખપાલ. જીંવ, જોને. અર્થ - પુત્ર, કલત્ર એટલે સ્ત્રી કોઈ શાશ્વત નથી. હય એટલે ઘોડા, હાથી, રથ કે રક્ષા કરવાવાળા અંગરક્ષકો કોઈ સ્થિર નથી. પુણ્યયોગે દેવતાનું વિમાન મળ્યું હોય કે સુખપાલ એટલે પાલખી મળી હોય પણ તે બઘા ચામરની જેમ ચંચળ છે, અર્થાત કોઈ કાયમ રહેનાર નથી. તેવા
વૈભવ સંધ્યા-રાગ શા જી, યૌવન અંજલિ-નીર,
મરણ-મધુકર ચૂસતો જી 3પ-મધુ પુષ્ય શરીર. છંવ, જોને. અર્થ :- આ ભૌતિક વૈભવ સંધ્યાકાળના રંગ જેવા ક્ષણિક છે. યૌવન હાથની અંજલિમાં લીધેલ પાણીની જેમ ક્ષણે ક્ષણે નષ્ટ થઈ રહ્યું છે. આ મરણરૂપી ભમરો, શરીરરૂપી ફૂલ ઉપર બેસી તેના રૂપરૂપી મને નિરંતર ચૂસી રહ્યો છે. તેથી એની કાંતિ પણ અવશ્ય નાશ પામવાવાળી છે. જો
પરણે પ્રાતઃકાળમાં જી, સાંજે પડતી પોક,
રંગ-રાગ પલટાય સૌ જી, હર્ષ હતો ત્યાં શોક. છંવ, જોને અર્થ :- સવારમાં પરણે અને સાંજે તે જ વ્યક્તિ મરી જવાથી ઘરમાં બઘા પોક મૂકીને રડે; રંગ રાગ પલટાઈ જઈ, હર્ષનું વાતાવરણ તે શોકમય બની જાય. એવું સંસારનું ભયંકર વિચિત્ર સ્વરૂપ છે. માટે અનિત્ય એવો આ સંસાર ત્યાગવા યોગ્ય છે. પા.
એવી અદૃવતા ગણી જી, નિર્જન વનમાં વાસ,
શાશ્વતપદને પામવા જી, કરવો નિશ્ચય ખાસ. જીંવ, જોને. અર્થ :- એવી જગતના સર્વ પદાર્થોની અશાશ્વતા માની નિર્જન વનમાં વાસ કરવો યોગ્ય છે. આત્માના શાશ્વતસુખને પામવા માટે હવે ખાસ નિશ્ચય કરવો હિતકારી છે. એમ શ્રી ઋષભદેવ પોતાના મનમાં અનિત્યભાવનાનું સ્વરૂપ ચિંતવવા લાગ્યા. કાા
(૨) અશરણભાવના આ અશરણ જગ માનવું છે, ના નૃપ-રક્ષણ થાય,
અસિપિંજર યોદ્ધા રચે જી, મરણ હરણ કરી જાય. છંવ, જોને. અર્થ :- આ જગતને સર્વથા અશરણ માનવું. અહીં રાજા હોય તો પણ તેનું રક્ષણ થઈ શકે નહીં. તેના યોદ્ધાઓ રાજાની ચારે બાજુ નગ્ન તલવાર લઈ ઊભા રહી પિંજરાની સમાન તેની રક્ષા કરે તો પણ કાળ આવી તેનું હરણ કરી જાય. એવી અશરણતા જગતમાં સર્વત્ર છવાઈ રહેલી છે. શા
સર, સરિતા-ગિરિની ગુફા જી, જલધિ કે પાતાળ,
સ્વર્ગ, દુર્ગમ ગઢ નહીં જી, જ્યાં ન પહોંચે કાળ. જીંવ, જોને. અર્થ :- સર એટલે તળાવ, સરિતા એટલે નદી કે પહાડની ગુફા, જલધિ એટલે સમુદ્ર કે પાતાળમાં જગ્યા નથી, અથવા કોઈ સ્વર્ગમાં કે મુશ્કેલીથી પત્તો લાગે એવો કોઈ ગઢ એટલે પર્વત નથી કે જ્યાં આ કાળ પહોંચી શકે નહીં, અર્થાત્ સર્વત્ર તે પહોંચી શકે છે. ટા
Page #521
--------------------------------------------------------------------------
________________
૫ ૦૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ઔષધિ અમી સમી મળે જી, ઇન્દ્ર સમા સ્વામી હોય,
વજ સમાં આયુથ છે જી, મરે ઇન્દ્રાણી તોય. જીંવ, જોને. અર્થ - જ્યાં અમી એટલે અમૃત જેવી ઔષધિ મળે છે, ઇન્દ્ર જેવા જેના સ્વામી છે, વજ જેવાં આયુર્ઘ એટલે હથિયાર છે; છતાં દેવલોકમાં રહેલી ઇન્દ્રાણીનું મરણ થઈ જાય છે. તેને કોઈ બચાવવા સમર્થ નથી. II.
હરે હરણ હરિ જંગલે જી, તેમ મરણની ફાળ
અચૂક જાણી ચેતવું જી, તજી અવર જંજાળ. જીંવ, જોને. અર્થ - જંગલમાં રહેલ હરણનું હરિ એટલે સિંહ હરણ કરી જાય છે. તેમ મરણની ફાળ એટલે ધ્રાસકો સર્વને અચૂક લાગવાનો છે; એમ જાણી ચેતી જવું. બીજી બધી સંસારની જંજાળ તજી દઈ શીધ્ર આત્મહિત કરવું. ./૧૦ગા.
ત્રિગુતિ આરાઘવા છે, જે ન કરે પુરુષાર્થ,
મડદા સમ નર તે ભમે જી, અશરણ, ચૂંક આત્માર્થ. છંવ, જોને અર્થ - મનગતિ, વચનગુપ્તિ અને કાયમુતિને આરાઘવા જે જીવ પુરુષાર્થ કરતો નથી, તે જીવ હાલતા ચાલતા મડદા જેવો છે. તે આત્માર્થને ચૂકી જઈ, અશરણ બની ચારે ગતિમાં ભમ્યા કરે છે. ||૧૧||
અનિત્ય નરદેહે રહે છે, આત્મા નિત્ય સુગુપ્ત,
શાશ્વતતા પ્રગટાવવી જી, રહું નહીં સુષુપ્ત. જીંવ, જોને. અર્થ – અનિત્ય એવા આ મનુષ્યદેહમાં નિત્ય એવો આત્મા સારી રીતે ગુણ રહેલો છે. “ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી.” તે આત્માની શાશ્વત સુખરૂપ દશાને પ્રગટાવવા માટે હવે સતતુ પ્રયત્નશીલ રહું, પણ મોહનિદ્રામાં સુષુપ્ત એટલે સુતેલો રહું નહીં એવી અશરણભાવના શ્રી ઋષભદેવ ભાવી રહ્યાં છે. ૧૨ા.
(૩) એકત્વભાવના સ્વજન-મિત્ર-સંયોગના જી, થાય વિયોગો જરૂર,
જીવે જગમાં એકલો જી, ભમે સ્વકર્મે દૂર. જીંવ, જોને અર્થ - જગતમાં મળેલ સ્વજન કુટુંબીઓ કે મિત્રોના સંયોગનો વિયોગ અવશ્ય થાય છે. તે કંઈ કાયમ રહેતા નથી. પોતે એકલો જ જગતમાં સર્વ કાળ જીવે છે. અને પોતાના જ કરેલા કર્મ પ્રમાણે તે ચાર ગતિમાં ભમ્યા કરે છે. તેમજ સર્વ કર્મોને દૂર કરનાર પણ પોતે જ છે. ૧૩
અબુધ, જન્માંથ, હીજડો જી, ગરીબ ને ગુણહીન,
દયામણો ર્જીવ એકલો જી, ચંડ, ચંડાલ, દીન. જીંવ, જોને. અર્થ - પોતાના કર્મ પ્રમાણે તે અબુઘ એટલે અજ્ઞાની, જન્માંઘ કે હીજડો બને છે, ગરીબ કે ગુણહીન થાય છે. અથવા પોતે જે ચંડ એટલે ક્રોથી, ચંડાલ કે દીન એટલે ભિખારી બની જઈ દયામણો એટલે દયા કરવાને પાત્ર થાય છે. આ સર્વ દુઃખ જીવ એકલો જ ભોગવે છે. II૧૪.
Page #522
--------------------------------------------------------------------------
________________
(૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪
વનમાં ભીલ એ એકલો જી, સ્વર્ગે સુર પણ એક, પુણ્યહીન પીડા ખમે જી, સ્થલ-જલ-નભ-ચર છેક. જીવ, જોને॰
અર્થ :– આ જીવ સ્વકર્મે વનમાં એકલો ભીલ થાય છે. અથવા પોતે એકલો સ્વર્ગમાં દેવરૂપે અવતરે છે. તેમજ પુણ્યહીન જીવો સ્થલચર, જલચર કે નભચર પ્રાણી બની એકલા જ પીડાને સહન કરે છે. તેમને કોઈ બીજા દુઃખમાં ભાગીદાર થતા નથી. ।।૧૫।।
નરકે નારી એકલો જી, ત્યાં સંતાપ અમાપ,
વૈતરણી, અસિપત્ર ને જી, અતિ શીત ને તાપ. જીવ, જોને
અર્થ :– નરકમાં નારકી બની એકલો દુઃખ ભોગવે છે. ત્યાં અમાપ સંતાપ ઉત્પન્ન કરે એવી વૈતરણી નદી કે અસિપત્ર એટલે તલવાર જેવા જ્યાં પાંદડાઓ છે. તેમજ અત્યંત ઠંડી અને તાપનું વાતાવરણ નરકમાં સદૈવ રહેલું છે. ।।૧૬।
ભવ-કાદવમાં એકલો જી, રતિસુખ-પંકજલીન
ભમરા સમ, કે મોક્ષમાં જી એક સુખી સ્વાધીન. જીવ, જોને
અર્થ :— :– સંસારરૂપી કાદવમાં જીવ એકલો જ ખેંચેલો છે. તથા રતિસુખ એટલે કામક્રીડારૂપી કમળમાં ભમરા સમાન લીન બનેલો પણ સ્વયં છે. અથવા પુરુષાર્થ કરી મોક્ષના શાશ્વત સ્વાધીન સુખને મેળવનાર પણ પોતે જ છે. એમ એકત્વભાવનાને વિચારી વિવેકી પુરુષો મોક્ષ મેળવવાના પુરુષાર્થમાં પ્રયત્નશીલ રહે છે. ૧૭મા
(૪) અન્યત્વભાવના
સકલ લોકમાં એકલો જી, માનો સૌથી ભિન્ન,
જીવ ભિન્ન ૫૨માણુથી જી, પિંડી પણ ન અભિન્ન. જીવ, જોને
૫૦૫
અર્થ :– આ પરમાણુથી ભિન્ન છે,
સર્વ લોકમાં હું એકલો છું. હું સર્વથી ભિન્ન એટલે જુદો છું. મારો આત્મા પુદ્ગલ આ પુદ્ગલનું બનેલ પિંડરૂપ શરીર પણ મારું નથી.
“હું દેઠાદિ સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું.” "શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૬૯૨) ||૧૮
પાપ-પુણ્યથી ભિન્ન છે જી, ભિન્ન જ કર્મ-વિપાક,
પત્નીથી પણ ભિન્ન છે જી, ભિન્ન અન્ન ને શાક, જીવ, જોને
=
અર્થ : મૂળસ્વરૂપે હું પાપ પુણ્યથી ભિન્ન છું. કર્મના વિપાક એટલે ફળથી ભિન્ન છું. પત્ની પણ મારાથી ભિન્ન છે. પૃથ્વીથી ઉત્પન્ન થતાં અન્ન અને શાક પણ મારા નથી; તેથી શું સર્વથા ભિન્ન છું. ।।૧૯।।
જીવ ભિન્ન સુત-મિત્રથી જી, મારાં કહે અર્બુદ્ઘ, સર્વે ત્યાગી ચાલશે જી, ભલે નરેન્દ્ર,
વિર્ષોંથ. જીવ, જોને
અર્થ :– મારો આત્મા, પુત્ર અને મિત્રથી ભિન્ન છે. છતાં અજ્ઞાની જીવ તેને મારા માને છે. તે સર્વને ત્યાગી જીવ ચાલ્યો જો; પછી ભલે તે નરેન્દ્ર એટલે ચક્રવર્તી હોય કે વિશ્વ એટલે જ્ઞાની અથવા વિદ્વાન હોય. આ જગતમાં કોઈ કોઈનું નથી. ।।૨૦।।
Page #523
--------------------------------------------------------------------------
________________
૫ ૦ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
મોહવશ સુખ-કલ્પના જી, ઇન્દ્રિય-વિષયે અન્ય,
સ્વ-સુખ જે ના જાણતા જી, દુઃખો ખમે અન્ય. છંવ, જોને. અર્થ :- મોહને વશ પડેલા આ જીવને સુખની કલ્પના પોતાથી જુદા એવા ઇન્દ્રિયના વિષયોમાં છે. જે જીવો સ્વઆત્મસુખને જાણતા નથી તે પાપથી અન્ય બનેલા જીવો સંસારના દુઃખોને પામશે. પણ આત્મા સિવાય બીજું બધું મારાથી પર છે એમ અન્યત્વભાવનાને ભાવનાર જીવ સિદ્ધિસુખને પામશે. એવી ભાવનાઓ હમેશાં ભાવવા યોગ્ય છે. પરિવા
(૫) સંસારભાવના ચાર-કષાય-રસે ભર્યો જી, મિથ્યા સંયમ-વાસ,
જન્મ જરા ને મૃત્યુનો જી, સંસારે છે ત્રાસ. ઍવ, જોને. અર્થ - જ્યાં અજ્ઞાનવશ જીવો ક્રોઘ માન માયા લોભરૂપ કષાયરસથી ભરેલા છે. જ્યાં પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં લુબ્ધ હોવાથી મિથ્યા સંયમમાં એટલે અસંયમમાં જીવોનો નિવાસ છે. તથા જેના ફળમાં જન્મ જરા મરણનો જ્યાં ત્રાસ છે એવો આ સંસારનો વાસ છે. એમ ચિંતવવું તે સંસારભાવના છે. કુલ ચાર ગતિરૂપ સંસાર છે. એ ચારે ગતિ દુઃખથી ભરેલી છે. તેનું વર્ણન હવે એક પછી એક નીચે આપવામાં આવે છે. ગારરા.
૧. નરકગતિ જીવ નરકમાં ઊપજે જી, તલતલ તન છેદાય,
દશે દિશામાં વેરી દે છે, પણ મળી આખું થાય. જૅવ, જોને. અર્થ :- તીવ્ર પાપના ફળમાં જીવ નરકગતિમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તલતલ જેટલા શરીરના ટુકડા કરી દશે દિશાઓમાં વેરી દે છે; છતાં તે પારાની જેમ પાછા મળી એકમેક થઈ જાય છે. ૨૩મા
મરવા ઇચ્છે નારકી જી, પણ ના કરી શકાય,
અસંખ્ય વર્ષો જીવતા જી, દુઃખદ નિત્યે કાય. જીંવ, જોને અર્થ :- નારકીજીવો અત્યંત દુઃખના કારણે મરવા ઇચ્છે છે; પણ આયુષ્ય પૂર્ણ થતાં પહેલા મરી શકાય નહીં. ત્યાં અસંખ્ય વર્ષો સુધી જીવે છે. તેમની કાયા હમેશાં દુઃખને દેવાવાળી જ હોય છે. ર૪ો.
પછડાતા પગ ઝાલીને જી, વેરે કરવત શિર,
ઘાણીમાં ઘાલી પીલે છે, પરમાઘર્મ વીર. જીંવ, જોને. અર્થ - બળવાન એવા પરમાઘર્મી એટલે અસુરકુમાર દેવો નારકીઓના પગ ઝાલીને ઘોબી કપડા ઘોવે તેમ પછાડે છે. લાકડા વેરે તેમ કરવતથી માથું વેરે છે. તલ પીલે તેમ ઘાણીમાં ઘાલીને પીલે છે. આ બધાં પાપના ફળો જીવોને ત્યાં ભોગવવા પડે છે. રપાા.
પૂર્વ પાપ સંભારીને જી, તાંબુ ગાળી પાય
મદિરા પી’ કહી બાળતા જી, તળે તેલમાં કાય. છંવ, જોને અર્થ - પૂર્વભવમાં તને દારૂ બહુ પ્રિય હતો એમ સંભારી લે આ દારૂ પી, એમ કહી ગરમાગરમ
Page #524
--------------------------------------------------------------------------
________________
(૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪
૫ ૦૭.
તાંબાનો રસ મોઢામાં રેડી મોટું બાળી નાખે છે. વળી તાતા તેલમાં કાયાને તળે છે. પાપના ફળ ભયંકર છે, માટે પાપ કરતાં અટકવું જોઈએ. /રકા
નિમેષમાત્ર ન સુખ ત્યાં જી, દે મન-ઇંદ્રિય દુઃખ,
કહી શકે ના કેવળી જી, સહે સદાયે ભૂખ. જીંવ, જોને અર્થ - આંખના નિમેષ એટલે પલકારામાત્ર પણ ત્યાં સુખ નથી. મન પણ કુઅવધિજ્ઞાનવડે પૂર્વના વેરને સંભારી મારફાડમાં મદદગાર થાય છે. પાંચ ઇન્દ્રિયો પણ દ્રવ્યક્ષેત્રકાળભાવના વિપરીત નિમિત્તો પામી સદા દુ:ખ ભોગવે છે. નારકીઓના દુઃખનું વર્ણન કેવળી ભગવાન પણ કરી શકે નહીં. નારકીઓ સદા ભૂખના દુઃખને સહન કરે છે. ભયંકર એવા રૌદ્રધ્યાનનું આ પરિણામ છે. માટે આ, રૌદ્રધ્યાનનો ત્યાગ કરી હમેશાં ઘર્મધ્યાન કરવાની ભગવાનની આપણને ભલામણ છે. ગારા
૨. તિર્યંચ ગતિ : જનાવર જનાવરોના જીવને જી, સુઘા, તરસ ને ક્લેશ,
ત્રાસ ભાર ને મારનો જી, કહી શકે નહિ લેશ. છંવ, જોને. અર્થ - બળદ, ઘોડા, ભેંસ, ગાય વગેરે જનાવરોના જીવોને ભૂખનું દુઃખ, તરસનું દુઃખ હોવાથી અંતરમાં ક્લેશિત પરિણામ છે, શાંતિ નથી. તેમના ઉપર ભારનો ત્રાસ તથા મારનો ત્રાસ હોવા છતાં બિચારા પ્રાણીઓ લેશમાત્ર તે દુઃખ કહી શકતા નથી. પૂર્વભવમાં કરેલ છલ, જૂઠ અને પ્રપંચના આ પરિણામો છે. માટે આપણે એવા પાપથી સદાય દૂર રહેવું. ર૮.
શૃંગ-પાંખ-નખ-દાઢને જી, છેદે અંગ અનેક,
પાપી શિકારી પીડતા જી, નહિ હિતાહિત-વિવેક. છંવ, જોને. અર્થ - પશુઓના શૃંગ એટલે શીંગડાઓને, પાંખોને, નખને કે દાઢને અથવા બીજા પણ અનેક અંગને છેદી જેને હિતાહિતનું ભાન નથી એવા શિકારીઓ તેમને બહુ પીડા આપે છે. માટે પાપ કરતા સદા ડરતા રહેવું એમાં આપણું હિત સમાયેલું છે. રા.
૩. નરગતિ કર્મ વશે માનવ છતાં જી, ભીલ, ભંગી કદી થાય,
મલેચ્છાદિ હિત ચૂકતા જી, પાપે જીંવ સદાય. જીંવ, જોને. અર્થ - કર્મવશાતુ માનવભવ મળે છતાં ભીલ કે ભંગીનો અવતાર પામે, તો એવી મલેચ્છાદિ એટલે હલકી જાતોમાં જન્મ પામવાથી કુસંસ્કારોને લીધે જીવ પોતાના આત્મહિતને ચૂકી જાય છે. તેની પ્રવૃત્તિ સદા પાપવાળી હોય છે. ૩૦ાા.
નરકગતિને નોતરે જી; કર્દી કુળ સારું હોય,
સભ્યતા, નીતિ-નિયમો જી, સંયમ ઘરતા કોય. જીંવ, જોને અર્થ – તે હલકી વૃત્તિના જીવો પાપ કાર્યોને લીધે નરકગતિને નોતરું આપે છે. માનો કુળ સારું મળી ગયું હોય તો પણ સભ્યતા, નીતિ, નિયમોનું પાલન કરી સંયમને અંગીકાર કરનાર જીવો તો વિરલા જ હોય છે. ૩૧ાા
Page #525
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
સંત-સમાગમ ના મળે જી, કુમાર્ગે મૂંઝાય, શ્રદ્ધે ના સન્માર્ગને જી, નહીં વાસના જાય. જીંવ, જોને
અર્થ :— ધનાદિનો યોગ મળ્યા છતાં, જો સાચા આત્મજ્ઞાની પુરુષનો સમાગમ ન મળે તો રૂઢીગત કુમાર્ગમાં જ જીવ મૂંઝાયા કરે છે. તેને સમાર્ગની શ્રદ્ઘા નહીં હોવાથી અનાદિની પાંચ ઇન્દ્રિયોની વાસના જાય નહીં. ।।૩૨।।
પાડાદિ પશુ હોર્મીને જી, પશુ-યોનિમાં જાય,
દુઃખ દીધે દુ:ખી થતા જી, સુખ દીર્ઘ સુખ થાય. જીવ, જોને
-
અર્થ :— ધર્મના નામે કુમાર્ગને અનુસરતો જીવ પાડાદિ પશુઓને યજ્ઞમાં હોમી કે બલિદાન આપી સ્વયં પશુયોનિમાં જન્મે છે, કારણ બીજાને દુઃખ આપવાથી સ્વયં દુઃખી થાય છે. અને બીજાને સુખ આપવાથી સ્વયં સુખ પામે છે એવો સિદ્ધાંત છે. ।।૩૩।।
મુનિ અવગણી માયાવીને જી માની, હિંસા-૨ક્ત
ભવ તરવા ભવ જે મળ્યો જી, ખોવે ભવ-આસક્ત. જીવ, જોને
અર્થ :– આત્મજ્ઞાની મુનિઓની અવગણના કરી માયાવી કુગુરુઓને ગુરુ માની જે હિંસામાં રક્ત રહે, તેવા જીવો સંસારસમુદ્ર તરવા માટે મળેલ આ માનવદેહને ભોગાદિમાં આસક્ત રહી ખોઈ દે છે. તથા અનંત સંસાર વધારી ચારગતિમાં ભટક્યા કરે છે. માટે આત્માર્થી જીવે સદ્ગુરુને શોથી, તેમની આજ્ઞા ઉપાસી, આ માનવદેહ સફળ કરવો અવશ્યનો છે. ।।૩૪।
૪. દેવગતિ
કંઈ સુકૃત્ય કરી મરે જી ધરી અસમ્યક્ ભાવ,
નીચ દેવ પદ પામતા જી, અંત્યજ જેવા સાવ. જીવ, જોને
અર્થ : કોઈ જીવો સારા કામ કરી મરી જાય પણ અસમ્યક્ ભાવ એટલે મિથ્યાત્વયુક્ત તેમના ભાવ હોવાથી તે નીચ દેવની પદવીને પામે છે. તે અંત્યજ એટલે ચંડાળ જેવા ગણાય છે. તેઓ ઇન્દ્રની સભામાં આવી શકે નહીં. ।।૩૫।।
વૈભવ ૫૨ના દેખીને જી, ઈર્ષ્યા-ખેદ-વિચાર, મરતાં ઝૂરે ઝૂરે તે ઘણું જી, કંપે કાય અપાર. જીવ, જોને
અર્થ :— દેવલોકના મિથ્યાત્વી દેવો બીજાના વૈભવને જોઈ ઈર્ષ્યા કરી મનમાં ઘણો ખેદ કરે છે. તેમજ મરણ સમય આવ્યે છ મહિના પહેલા માળા વગેરે કરમાવાથી અવધિજ્ઞાનને બળે પોતાનું મરણ જાણી બહુ દુઃખ પામે છે કે આ બધું મારું સુખ છૂટી જશે તેથી તે મરતાં ઘણું સૂરે છે અને તેની કાયા પણ અપાર કંપે છે. ૩૬ના
‘કલ્પવૃક્ષ-સુખ હા! જશે જી, વૈભવ દિવ્ય જનાર,
માળા આવી ક્યાં મળે જી? જશે દિવ્ય શણગાર.' જીવ, જોને
અર્થ :– હવે મરનાર દેવ વિચારે છે કે હા! મને મળતા આ કલ્પવૃક્ષના સુખ બધા અહીં જ રહી
=
જશે. આ દિવ્ય વૈભવનો પણ વિયોગ થશે. આવી માળા ફરીથી ક્યાં મળશે? આ દૈવી શક્કગાર પણ
Page #526
--------------------------------------------------------------------------
________________
(૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪
૫ ૦૯
મારા હાથમાંથી જતાં રહેશે. ૩શા.
સુંદર સુર કે ઇન્દ્રની જી, રક્ષાના કરનાર,
ગંઘાતા સ્ત્રી-ગર્ભમાં જી, કૃમિ સહ જઈ વસનાર. જીંવ, જોને અર્થ :- આ સુંદર દેવતાઓ કે ઇન્દ્રની રક્ષા કરનાર દેવો પણ સ્ત્રીના ગંધાતા ગર્ભમાં ઉત્પન્ન થઈ કૃમિઓની સાથે જઈ વસે છે. ૩૮
વસમી કેદ વિષે વસી જી, દુઃખે નીકળનાર,
માંસલસ્તન-પય પી જીંવે જી, મળ-મૂત્રે સૂનાર. છંવ, જોને. અર્થ :- આ નૌ મહિનાની વસમી એટલે કપરી ગર્ભકેદમાં વસી ત્યાંથી જેતરડીના તારને કાણામાંથી ખેંચે તેમ દુઃખપૂર્વક બહાર નીકળી, માંસના બનેલ સ્તનનું દુઘ પીને જીવે છે તેમજ બાળવયમાં અજ્ઞાનવશ મળમૂત્રમાં સૂઈ રહે છે. ૩૯ાા
હાડ-માંસ-રુધિરમાં જી, ઇચ્છું છું ના વાસ,
ચંદનતરુ તેથી ભલું જી, નરતન મસાણ ખાસ.” છંવ, જોને. મરનાર દેવ વિચારે છે કે –
અર્થ :- આવા હાડ, માંસ કે રુધિર એટલે લોહીના બનેલા શરીરમાં હું વાસ કરવા ઇચ્છતો નથી. તેથી તો સુગંઘમય એવા ચંદનના વૃક્ષમાં નિવાસ કરવો સારો. આ મનુષ્ય શરીર તો મુખ્યત્વે મસાણના મડદા જેવું છે. ૪૦ના
એમ આર્ત-નિદાનથી જી, સુર તરુવર પણ થાય,
સુઘર્મ-વિમુખ કુમાર્ગથી જી, ભવવનમાં ભટકાય. છંવ, જોને અર્થ – એમ આર્તધ્યાનપૂર્વક નિદાન બુદ્ધિ કરવાથી દેવ ચંદનના વૃક્ષમાં ઉત્પન્ન થઈ એકેન્દ્રિય પણ બની જાય છે. એમ સમ્યકૂઘર્મથી વિમુખ બનેલા મિથ્યાત્વી દેવો અજ્ઞાનવશ અનંતકાળ સુઘી સંસારરૂપી વનમાં ભટક્યા કરે છે. I૪૧ાા
(૬) લોક-ભાવના જીવાજીવ વડે ભર્યો જી, ચૌદ રાભર લોક,
અનંત આકાશે રહ્યો છે, જુએ જ્ઞાન-આલોક. જીંવ, જોને. હવે ચૌદ રાજલોકનું સ્વરૂપ જણાવે છે -
અર્થ - ચૌદ રજ્જાભર એટલે ચૌદ રજુ પ્રમાણ આ લોક છે. મધ્યલોક એક રજ્જુ પ્રમાણ છે; તેથી આ ચૌદ ગણો છે. આ લોક અનંત આકાશ દ્રવ્યના મધ્યમાં રહેલો છે. એમાં જીવ અજીવ તત્ત્વો ભરપૂર ભરેલા છે, એમ જ્ઞાનના આલોક એટલે પ્રકાશથી ભગવંતોએ જોઈ જણાવ્યું છે. ૪રા
છયે દ્રવ્યથી પૂર્ણ છે જ, કોઈ નહીં કરનાર,
પરિણમે તે કાળથી જી, કોઈ નહીં ઘરનાર. જીંવ, જોને અર્થ - આ લોકાકાશ છયે દ્રવ્યથી પૂર્ણ ભરેલો છે. એને કોઈ બનાવનાર નથી. છએ દ્રવ્યનું પરિણમન એટલે સમયે સમયે પલટવાપણું તે કાળ દ્રવ્યથી થાય છે. આ લોકને કોઈ ઈશ્વર આદિએ ઘરી
Page #527
--------------------------------------------------------------------------
________________
૫ ૧૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
રાખેલ નથી. II૪૩ાા
દાનવ-નરક-નિવાસનો જી, અથોલોક નિહાળ,
ઊંઘા શંકોરા સમો જી, સાત રાજ-ભર ભાળ. જીંવ, જોને અર્થ – અસુરકુમાર દેવો, ભુવનપતિઓ અને નારકીઓના અઘોલોકમાં નિવાસ છે. નારકીઓના નિવાસ ઊંઘા શંકોરા એટલે ભરણકા સમાન છે. તે અઘોલોક સાત રજ્જુ પ્રમાણ છે. ૪૪ો.
જન-જનાવર જ્યાં વસે છે, મધ્યલોક વિચાર,
ઊર્ધ્વલોક ગણ દેવનો જી, મૃદંગનો આકાર. જીંવ, જોને અર્થ - જ્યાં મનુષ્ય અને જનાવરો વસે છે તે મધ્યલોક અથવા તિરછો લોક ગણાય છે. ઊર્ધ્વલોકમાં દેવો નિવાસ કરે છે. લોકનો આકાર મૃદંગ એટલે એક પ્રકારના વાજિંત્રના જેવો છે. ૪પાા
લોક-શિખરે મોક્ષ છે જી, સિદ્ધ-સદન સુખકાર,
સંસારે સુખ-અંશ ના જી, છે સુખ મોક્ષે અપાર. જીંવ, જોને અર્થ - લોકના શિખરે અર્થાત લોકાકાશના ઉપરના અંતભાગમાં મોક્ષ સ્થાન છે. તે સિદ્ધ ભગવંતને રહેવાનું સદન એટલે ઘર છે. તે હમેશાં સુખને આપનાર છે. આ સંસારમાં અંશમાત્ર ખરું સુખ નથી; જ્યારે મોક્ષ સ્થાન તે અપાર સુખનો ભંડાર છે. II૪૬ાા
જડ-સુખ-દુઃખો દેખિયાં જી, જગમાં વારંવાર,
ચાર ગતિમાં ફરી ફરી જી, તોય ન પામ્યો પાર. જીંવ, જોને અર્થ :- આ જડ જેવી ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતાં સુખ કે દુઃખ જગતમાં અનંતવાર જોયા. તેના ફળમાં ચાર ગતિરૂપ સંસારમાં હું વારંવાર ફર્યો; છતાં તે સંસારના પારને હું હજી સુધી પામ્યો નથી. I૪શા
(૭) અશુચિભાવના દેહ-પુરી પુરીષથી જી પૅરી અપુનિત વિચાર,
કર્મ-કેદમાં પૂરિયો જી, જીવ શબે નિર્ધાર. છંવ, જોને. અર્થ :- દેહરૂપી નગરી, તે પુરીષ એટલે મળમૂત્રાદિથી ભરેલી છે. તે અપુનિત એટલે અપવિત્ર છે. તેનો તું વિચાર કર. કર્મરૂપી કેદમાં જીવને મડદા જેવા શરીરમાં ઘાલી પૂરી દીઘો છે. IT૪૮ાા
અસ્થિ-ભીંતની કોટડી જી, વાળે છાઈ ઘાર,
સ્નાયુ-બંઘે તે ટકે જી, ચામડી લીંપણ-ગાર. જૈવ, જોને. અર્થ - તે દેહરૂપી નગરીમાં અસ્થિ એટલે હાડકારૂપી ભીંતથી બનેલ એક કોટડી છે. તેના ઉપરના ભાગમાં તે વાળથી છવાયેલી છે. તે અસ્થિપીંજરનો માળો સ્નાયુબંઘથી ટકેલ છે. તેના ઉપર પાતળી ચામડીનું લીંપણ ગારરૂપે કરેલ છે. I૪૯ાા
સાથે સાંઘા સાંઘિયા જી, પીઠ-વાંસ આઘાર, શિરા-જાળફૅપ વેલડી જી, સર્વાગે ચડી, થાર. જીંવ, જોને
Page #528
--------------------------------------------------------------------------
________________
૫ ૧ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
રાખેલ નથી. I૪૩
દાનવ-નરક-નિવાસનો જી, અથોલોક નિહાળ,
ઊંઘા શંકોરા સમો જી, સાત રાજ-ભર ભાળ. જીંવ, જોને. અર્થ - અસુરકુમાર દેવો, ભુવનપતિઓ અને નારકીઓના અથોલોકમાં નિવાસ છે. નારકીઓના નિવાસ ઊંઘા શંકોરા એટલે ભરણકા સમાન છે. તે અઘોલોક સાત રજ્જુ પ્રમાણ છે. //૪૪ો.
જન-જનાવર જ્યાં વસે છે, મધ્યલોક વિચાર,
ઊર્ધ્વલોક ગણ દેવનો જી, મૃદંગનો આકાર. જીંવ, જોને અર્થ - જ્યાં મનુષ્ય અને જનાવરો વસે છે તે મધ્યલોક અથવા તિરછો લોક ગણાય છે. ઊર્ધ્વલોકમાં દેવો નિવાસ કરે છે. લોકનો આકાર મૃદંગ એટલે એક પ્રકારના વાજિંત્રના જેવો છે. IT૪પાા
લોક-શિખરે મોક્ષ છે જી, સિદ્ધ-સદન સુખકાર,
સંસારે સુખ-અંશ ના જી, છે સુખ મોક્ષે અપાર. જીંવ, જોને અર્થ - લોકના શિખરે અર્થાત્ લોકાકાશના ઉપરના અંતભાગમાં મોક્ષ સ્થાન છે. તે સિદ્ધ ભગવંતને રહેવાનું સદન એટલે ઘર છે. તે હમેશાં સુખને આપનાર છે. આ સંસારમાં અંશમાત્ર ખરું સુખ નથી; જ્યારે મોક્ષ સ્થાન તે અપાર સુખનો ભંડાર છે. ૪૬ાા
જડ-સુખ-દુઃખો દેખિયાં જી, જગમાં વારંવાર,
ચાર ગતિમાં ફરી ફરી જી, તોય ન પામ્યો પાર. જીંવ, જોને. અર્થ :- આ જડ જેવી ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતાં સુખ કે દુઃખ જગતમાં અનંતવાર જોયા. તેના ફળમાં ચાર ગતિરૂપ સંસારમાં હું વારંવાર ફર્યો; છતાં તે સંસારના પારને હું હજી સુધી પામ્યો નથી. I૪શા
(૭) અશુચિભાવના દેહ-પુરી પુરીષથી જી પૂરી અપુનિત વિચાર,
કર્મ-કેદમાં પૂરિયો જી, જીવ શબે નિર્ધાર. છંવ, જોને અર્થ - દેહરૂપી નગરી, તે પુરીષ એટલે મળમૂત્રાદિથી ભરેલી છે. તે અપુનિત એટલે અપવિત્ર છે. તેનો તું વિચાર કર. કર્મરૂપી કેદમાં જીવને મડદા જેવા શરીરમાં ઘાલી પૂરી દીધો છે. II૪૮
અસ્થિ-ભતની કોટડી જી, વાળે છાઈ ઘાર,
સ્નાયુ-બંઘે તે ટકે છે, ચામડી લીંપણ-ગાર. જીંવ, જોને અર્થ :- દેહરૂપી નગરીમાં અસ્થિ એટલે હાડકારૂપી ભીંતથી બનેલ એક કોટડી છે. તેના ઉપરના ભાગમાં તે વાળથી છવાયેલી છે. તે અસ્થિપીંજરનો માળો સ્નાયુબંઘથી ટકેલ છે. તેના ઉપર પાતળી ચામડીનું લીંપણ ગારરૂપે કરેલ છે. I૪૯
સાથે સાંઘા સાંઘિયા જી, પીઠ-વાંસ આઘાર, શિરા-જાળવૅપ વેલડી જી, સવગે ચડ, ઘાર. છંવ, જોને.
Page #529
--------------------------------------------------------------------------
________________
(૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪
૫૧ ૧
અર્થ - તે હાડકાના સાંધા એક બીજાથી સંઘાયેલા છે. તે સર્વને વાંસની જેમ એક પીઠ એટલે કરોડરજ્જનો આધાર છે. તે હાડકાના માળા ઉપર શિરાઓના જાળો વેલડીઓની જેમ સર્વ અંગમાં પથરાયેલા છે. ૫૦,
માંસ-મૂત્ર-કફ આદિનો જી, અંદર ભરિયો માલ,
નવે દ્વારથી નીકળે છે, જીવ કરે સંભાળ. જીંવ, જોને. અર્થ - તે હાડકારૂપી ભીંતથી બનેલ કોટડીમાં માંસ, મળમૂત્ર, કફ આદિનો માલ ભરેલ છે. તેથી તેના નવે દ્વારથી પણ તે જ બહાર નીકળે છે. એવા મળમૂત્રના ઘરરૂપ શરીરની સંભાળ આ જીવ હમેશાં કરે છે. I૫૧ાા
રુધિર-સંગ સૌ દ્વારને જી, દુર્ગથી-ભંડાર,
અંદર ખદબદતા કૃમિ જી, વાત-પિત્ત-વિકાર. જૈવ, જોને. અર્થ :- નવે દ્વાર રુથિર એટલે લોહીના સંગથી બનેલા છે. તે બઘા દુર્ગથીના ભંડાર છે. શરીરની અંદર કૃમિઓ ખદબદે છે. તથા વાત, પિત્ત અને કફના વિકારથી આ કાયા સદા ગ્રસ્ત છે. /પરા
પંચભૂતનું પૂતળું જી, અશુચિ, એનું બીજ,
વમન યોગ્ય રસથી વધે છે, ઝરે અશુચિ ચીજ. જીંવ, જોને અર્થ - આ કાયા તે પૃથ્વી, પ્રાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પંચભૂતનું પૂતળું છે. અપવિત્ર એવા બીજમાંથી તે ઉત્પન્ન થયેલી છે. જોતાં જ ઊલટી થાય એવા રજ અને વીર્ય રસથી તે વૃદ્ધિ પામે છે. તેમજ સદા અપવિત્ર વસ્તુઓ આ શરીરમાંથી ઝર્યા કરે છે. //પ૩ના
મત્સ્ય, મગર ગંગાજળે જી વસે સદા ન પવિત્ર,
તો મરતા નરને મુખે જી, રેડ્યાથી શું, મિત્ર? જીંવ,જોને અર્થ - મત્સ્ય એટલે માછલા, મગરમચ્છ વગેરે પ્રાણીઓ સદા ગંગાનદીના જળમાં જ વાસ કરવા છતાં તે પવિત્ર થઈ શક્યા નહીં, તો હે મિત્ર! મરતા માણસના મુખમાં ગંગાજળ રેડવાથી તે કેવી રીતે પવિત્રતાને પામશે? અર્થાત્ અશુચિમય કાયા તે કોઈ રીતે પવિત્ર થઈ શકે નહીં. પજા
ક્રોઘ-લોભ-માયા-મદે જી, મોહે ર્જીવ લેપાય,
દેહાધ્યાસ ઘટાડતાં જી, આત્મા નિર્મળ થાય. જીંવ, જોને. અર્થ - ક્રોઘ, માન, માયા, લોભાદિ કષાયભાવો વડે અજ્ઞાનના કારણે જીવ સદા કર્મોથી બંઘાય છે. તે હવે દેહાધ્યાસને ઘટાડે તો તેનો આત્મા નિર્મળતાને પામે. પપા
| ડિવિઘ સમ્યક તપે કરી જી, શોભાવે જે દેહ,
અશુચિ નરતન તેમનું જી, પૂજા લાયક એહ. જીંવ, જોને અર્થ - જે દ્વિવિઘ એટલે બે પ્રકારના બાહ્ય તેમજ અત્યંતર તપને સમ્યકજ્ઞાન સહિત આદરી આ દેહને શોભાવે, તે મહાત્માનું શરીર અપવિત્ર હોવા છતાં તેમાં રહેલો આત્મા શુદ્ધ હોવાથી તે શરીર પણ પૂજા કરવા લાયક બને છે. //પકા
Page #530
--------------------------------------------------------------------------
________________
૫ ૧ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
(૮) આસ્રવભાવના જીંવ ઇન્દ્રિય અને મને જી, વર્તે વિભાવ-યુક્ત,
આસ્રવ કર્મ તણો થતો જી, આત્મિક વીર્ય-પ્રયુક્ત. જીંવ, જોને અર્થ :- જ્યારે આત્મા ઇન્દ્રિયો અને મનવડે રાગદ્વેષાદિ વિભાવભાવોમાં પ્રવર્તે છે ત્યારે આત્માનું વીર્ય સ્કુરાયમાન થઈ નવીન કર્મોનો જીવ આસ્રવ કરે છે. તે કર્મ આઠ પ્રકારના છે. તે નીચે પ્રમાણે છે : ||પશા
મૂર્તિ પર પડદા સમાં જી, “જ્ઞાનાવરણીય કર્મ,
પાંચ ભેદથી રોકતાં જી જ્ઞાન, જીવનો ઘર્મ. જીંવ, જોને અર્થ :- આંખે જોવાની શક્તિ હોવા છતાં આંખે પાટા બાંધ્યા હોય અથવા મૂર્તિ ઉપર કપડું ઢાંક્યું હોય તો મૂર્તિનું સ્વરૂપ જણાય નહીં; તેમ જ્ઞાનાવરણીયકર્મ તે મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનરૂપ ગુણો ઉપર પાંચ પ્રકારે આવરણ લાવે છે. આત્માનો મુખ્ય ઘર્મ જ્ઞાનગુણ હોવા છતાં તે આ કર્મથી અવરાય છે અને નવીન કર્મનો આસ્રવ કરે છે. પિટા
દર્શન ગુણને રોકતા જી, કર્મ-ભેદ નવ દેખ,
રાજ-દર્શને રોકતા જી દ્વારપાળ સમ લેખ. જીંવ, જોને અર્થ - બીજું દર્શનાવરણીયકર્મ તે આત્માના દર્શનગુણને રોકે છે. આ કર્મના નવ ભેદ છે. ચક્ષદર્શનાવરણીય, અચક્ષદર્શનાવરણીય, અવધિદર્શનાવરણીય, કેવલદર્શનાવરણીય, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા-પ્રચલા તથા થીણદ્ધી. આ કર્મ દ્વારપાળ સમાન છે. જેમ દ્વારપાળ રાજાના દર્શને આવતા વ્યક્તિને રોકી રાખે તેમ આ કર્મ આત્માના અનંત દર્શનગુણને રોકી રાખે છે. અને નવીન કમનો આસ્રવ કરાવે છે. પલા.
મધુ-લિસ તરવાર જો જી, વેદનીનું દૃષ્ટાંત,
સુખ-દુખ બે ભેદે ભણે છે, મીઠાશ ને જીંભાત. જીંવ, જોને. અર્થ - ત્રીજું વેદનીયકર્મ મઘથી ખરડાયેલી તરવાર જેવું છે. આ કર્મના શાતા અશાતારૂપે બે ભેદ છે. જેમ તરવાર ઉપર રહેલ મઘને ચાટવાથી ક્ષણિક મઘની મીઠાશ આવતાં સુખ ભાસે છે અને જીભ કપાઈ જવાથી દુઃખનો અનુભવ થાય છે. આ કર્મ આત્માના અવ્યાબાધ સુખગુણને રોકે છે તથા નવીન કર્મબંધનો આસ્રવ કરાવે છે. ૬૦ના
અઠ્ઠાવીસ ભેદે ભણે છે, મદ્ય સમ મોહનીય,
બેડી સમ “આયુષ્ય છે જી, ગતિભેદે મનનીય. જીંવ, જોને. અર્થ - ચોથું કર્મ મોહનીય છે. તેના કુલ અઠ્ઠાવીસ ભેદ છે. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય સમકિત મોહનીય તથા અનંતાનુબંધી વગેરે સોળ કષાય અને નવ નોકષાય. એ કર્મ મદ્ય એટલે દારૂ જેવું છે. જે માણસને ઉન્મત્ત, વિવેકરહિત બનાવે છે. આ કર્મનો દર્શનમોહ એટલે મિથ્યાત્વમોહનીયનો ભેદ આત્માના સમ્યગ્દર્શન ગુણને રોકે છે; અર્થાત્ સત્યતત્ત્વમાં શ્રદ્ધા કરવા દેતો નથી. તથા ચારિત્રમોહનીય કર્મ આત્માના ચારિત્રગુણને રોકે છે, અર્થાત્ આત્મસ્વરૂપમાં રમણતા કરવા દેતું નથી; અને નવીન કર્મનો
Page #531
--------------------------------------------------------------------------
________________
(૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪
૫ ૧૩
આસ્રવ કરાવે છે.
પાંચમું આયુષ્યકર્મ બેડી સમાન છે. બેડીથી બંધાયેલ પ્રાણી બીજે જઈ શકે નહીં, તેમ જીવ નરક, તિર્યંચ, મનુષ્ય કે દેવ આ ચાર ગતિમાંથી આયુષ્ય પૂર્ણ થયા પહેલા એકથી બીજી ગતિમાં જઈ શકે નહીં. આ કર્મ આત્માના અક્ષય સ્થિતિગુણને રોકે છે તથા નવીન કર્મના આસ્રવનું કારણ થાય છે. ૬૧ાા
ત્રાણું ભેદો નામના જી, ચિત્રકાર દૃષ્ટાંત,
ઉચ્ચ, નીચ બે ગોત્ર છે જ, ઘટાદિ વાસણ-જાત. જીંવ, જોને. અર્થ :- છઠ્ઠી નામકર્મના ત્રાણું ભેદ છે. આ કર્મ ચિત્રકાર જેવું છે. જેમ ચિત્રકાર, મનુષ્ય, દેવ, હાથી, નારકી આદિના ચિત્રો દોરે તેમ નામકર્મ અરૂપી એવા આત્માના શરીર, જાતિ, ગતિ આદિના અનેક રૂપો તૈયાર કરે છે. આ કર્મ આત્માના અરૂપી ગુણને રોકે છે, તથા નવીન કર્મનો આસ્રવ કરાવે છે.
સાતમાં ગોત્રકર્મના બે પ્રકાર છે. ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. આ કર્મ કુંભારના ઘડા જેવું છે. કુંભાર એક જ માટીમાંથી ઘડા બનાવે છતાં એક ઘડાનો ઉપયોગ ઘી ભરવા માટે થાય છે અને બીજાનો ઉપયોગ નીંદ્ય એવા દારૂ ભરવા માટે પણ થાય છે. તેમ જીવ આ કર્મના આધારે ઉચ્ચ, નીચ કુલમાં જન્મ પામે છે. આ કર્મ આત્માના અગુરુલઘુ ગુણને રોકે છે અને નવીન કર્મ આસ્રવનું કારણ બને છે. ફરા
“અંતરાયના પાંચ છે જી ભેદો; વારે જેમ
ઇનામ દેતાં નૃપને જ પ્રઘાન, વિધ્રો તેમ. જીંવ, જોને અર્થ - આઠમા અંતરાયકર્મના પાંચ ભેદ છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાન્તરાય. આ કર્મ રાજાના ભંડારી જેવું છે. રાજાને દાન દેવાની ઇચ્છા હોવા છતાં ભંડારી તેમાં વિપ્ન ઉપસ્થિત કરે, તેમ આ કર્મ આત્માના અનંત વીર્ય ગુણને રોકે છે. તથા નવીન કર્મ આસ્રવનું કારણ બને છે. જેમ ભોજ રાજાને દાન આપતાં તેનો પ્રઘાનમંત્રી વિપ્ન કરે છે. અને કહે છે કે આપત્તિકાળ માટે ઘનનો સંગ્રહ કરો. પણ રાજા કહે આપત્તિ આવશે ત્યારે ઘન હશે તે પણ જતું રહેશે. માટે છે ત્યાં સુધી દાન કરી પુણ્યનો સંગ્રહ કરી લેવો, જેથી આપત્તિ પણ દૂર ભાગશે. ૬૩ાા
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ ને જી પ્રદેશ એવા ચાર,
મુખ્ય બંઘના ભેદ છે જી; વિશેષથી વિસ્તાર. જીંવ, જોને અર્થ :- આત્માને કર્મબંઘ મુખ્ય ચાર પ્રકારે થાય છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંઘ, અનુભાગબંઘ અને પ્રદેશબંઘ. (૧) પ્રકૃતિબંધ એટલે બંઘાતા કર્મોનો કેવો સ્વભાવ છે તેનું નક્કી થયું છે. જેમકે જ્ઞાનાવરણીય કર્મનો આત્માના જ્ઞાનગુણને રોકવાનો સ્વભાવ છે તે (૨) સ્થિતિબંઘ એટલે બંઘાયેલું કર્મ કેટલા કાળ સુધી આત્મપ્રદેશોની સાથે રહી પોતાનો વિપાક બતાવશે તેની કાળમર્યાદાનું નિશ્ચિત થવું તે (૩) અનુભાગબંઘ એટલે બંઘાયેલા કર્મો, કાળમર્યાદા સુધી તીવ્ર રસ કે મંદ રસે કેવા રસપૂર્વક આત્માને સુખ દુઃખનો અનુભવ કરાવશે તે. (૪) પ્રદેશબંધ એટલે બંધાયેલા કોં કેટલા પુદગલ સ્કન્ધના બનેલા છે તેના નાના મોટા જથ્થાનું પ્રમાણ નક્કી થવું તે. આત્મા સાથે કમોંનો પ્રકૃતિબંઘ અને પ્રદેશબંઘ મન વચન કાયાના યોગથી થાય છે અને સ્થિતિબંઘ તથા અનુભાગબંઘ કષાયના પરિણામથી થાય છે. ૬૪
અરૂપી ગુણ જીવનો જી, સર્વ શરીર-રહિત, કર્મબંઘ ટાળી વરે જી, સિદ્ધિ તે જીંવ-હિત. જીંવ, જોને.
Page #532
--------------------------------------------------------------------------
________________
૫ ૧૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - જીવનો ગુણ અરૂપી છે. છતાં કર્મને લઈને જીવ કામણશરીર, તેજસશરીર, આહારકશરીર, વૈદૈયિક શરીર અને ઔદારિકશરીરને ઘારણ કરે છે. તપ, જ્ઞાન, ધ્યાનના બળે સર્વ કર્મબંધને ટાળી પુરુષાર્થી જીવ પોતાના શાશ્વત હિતરૂપ મોક્ષતત્ત્વની સિદ્ધિને પામે છે. II૬પા
(૯) સંવરભાવના સંવર જે ના સાઘતા જી, સહે ચાર ગતિ-દુઃખ;
કર્મ આવતાં રોકશે જ, તે લેશે શિવ-સ્ખ. જીંવ, જોને અર્થ - સંવર એટલે કર્મ આવવાના કારણોને રોકવા તે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ કર્મ આવવાના કારણો છે. તે રોકી જે સંવરતત્વને સાથતા નથી તે પ્રાણી ચાર ગતિના ભયંકર દુઃખોને ભોગવે છે અને જે આવતા કર્મને સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રના બળે રોકશે તે ભવ્યાત્મા મોક્ષસુખને પામશે. ૬૬ાા.
સુ-ધ્યાને મન રોકવું જી, તજી સ્પર્શ-વિલાસ,
જમીન પર સૂવું ભલું જી, ગોચરી-વૃત્તિ ખાસ. જીંવ, જોને અર્થ - હમેશાં મનને ઘર્મધ્યાનમાં રોકવું. કોમળ સ્પર્શના વિલાસને તજી દઈ, જમીન ઉપર સુવું આત્મા માટે ભલું છે. તથા મુનિઓને સ્વાદ તજી ઘણા ઘરથી થોડો થોડો આહાર લઈ ગોચરીવૃત્તિથી શરીર નિર્વાહ કરવાની ભગવાનની આજ્ઞા છે. કશા
સુંદર-કર્કશ શબ્દમાં જી, રાગ-રોષનો ત્યાગ,
સુગંધ-દુર્ગથે સદા જી, સમતા-સેવન-રાગ. છંવ, જોને અર્થ - કર્ણ દ્વારા સંભળાતા સુંદર કે કઠોર શબ્દમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવો. સુગંઘ દુર્ગઘમાં પણ સદા સમતા રાખવાથી નવીન કર્મનો સંવર થાય છે. ૬૮.
વિકાર રૂપ-વિરૂપથી જી, મનમાં કદી ન થાય,
ચિત્ત-વચન-કાયા તણી જી, દુરિચ્છા રોકાય. જીંવ, જોને અર્થ - રૂપ કે કુરૂપ જોઈ મનમાં કદી વિકાર ન થાય અને મનવચનકાયાથી થતી ખરાબ ઇચ્છાઓ જો રોકાઈ જાય તો નવા કર્મો ન બંઘાતા તેનો સંવર થાય છે. ૬૦ાા
બાળે ક્રોઘ ક્ષમા ઘરી જી, વિનયે વાળે માન,
માયા મૂકે ઋજુ બની જી, લોભ તજે દઈ દાન. જીંવ, જોને. અર્થ :- ક્ષમા ઘારણ કરીને ક્રોથને બાળે, વિનયગુણવડે માન કષાયને પાછો વાળે, સરળતા ગુણ ઘારણ કરીને માયાને મૂકે તથા દાન આપી લોભ કષાયને તજે તો નવા આવતાં કર્મો રોકાય છે. //૭૦ાા
સર્વસંગના ત્યાગથી જી, જિનગુણ-ચિંતન-યુક્ત
ઘોર તપે દહીં કામને જી, બને કષાયથી મુક્ત. જીંવ, જોને. અર્થ :- સર્વસંગને મહાઆમ્રવના કારણ જાણી તેને તજી જિનગુણના ચિંતનમાં રક્ત રહે તથા ઘોર તપો તપી કામને બાળી નાખે. તેમજ સર્વ ક્રોધાદિ કષાયભાવોથી મુક્ત થાય તો આવતાં કમ રોકાઈ જઈ સંવર તત્ત્વની ઉપાસના થાય છે. II૭૧||
Page #533
--------------------------------------------------------------------------
________________
(૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪
૫ ૧૫
આસ્રવધારો વાસતાં જી, નવાં ન આવે કર્મ,
જૂનાં જાય તપાદિથી જી, પ્રગટે આત્મિક ઘર્મ. જીંવ, જોને. અર્થ - મિથ્યાત્વ અવિરતિ આદિ પાંચેય આસ્રવના દ્વારોને બંઘ કરતાં નવા કર્મ આવી શકે નહીં. તથા જૂના બંઘાયેલા કમોંને બાર પ્રકારના બાહ્ય તેમજ અત્યંતર તપોવડે જો ખપાવી દે તો આત્માનો ક્ષમાદિ દશ લક્ષણરૂપ ઘર્મ પ્રગટ થઈ શાશ્વત સુખશાંતિ પ્રાપ્ત થાય. ૭૨ા.
(૧૦) નિર્જરાભાવના યથાકાળ ફળ પાકતાં જી, પકવે કરી ઉપાય,
તેમ નિર્જરા ઉદયે જી, ઉદીરણા પણ થાય. જીંવ, જોને. અર્થ :- જે કમ યથાકાળ એટલે તેનો સમય પાક્ય ઉદયમાં આવી ખરી જાય તેને નિર્જરા તત્ત્વ કહે છે. જેમ કોઈ કર્મની એક કોડાકોડી સાગરોપમની સ્થિતિ પડે તો તેને પાકતા સો વર્ષ લાગે છે તેને અબાઘાકાળ કહે છે. ત્યારપછી તે ઉદયમાં આવે છે. પણ તે કમને ઉદયમાં આવતા પહેલા જ બાર પ્રકારના તપવડે ખપાવી દેવા તે કર્મોની ઉદીરણા કરી કહેવાય છે. જેમ એક કેરી ઝાડ પર જ પાકતા વાર લાગે, પણ તે જ કરીને સાખ પડ્યા પછી તોડીને પરાળમાં રાખી જલદી ગરમી આપીને પકાવવી તેના સમાન કર્મોની ઉદીરણા પણ થઈ શકે છે. II૭૩યા.
સકામ-અકામ નિર્જરા જી વળી બે ભેદો મુખ્ય,
જનાવરો, વૃક્ષાદિ જે જી, સહે પરાણે દુઃખ- જીંવ, જોને અર્થ - કર્મોની નિર્જરાના બે ભેદ છે. એક સકામ એટલે ઇચ્છાપૂર્વક કર્મોની ઉદીરણા કરીને ખપાવવા તે અને બીજી અકામ નિર્જરા એટલે જે સહજ રીતે કર્મ પાળે સર્વ જીવોને ઉદયમાં આવે છે તે. જેમ કે જનાવરો કે વૃક્ષાદિ એકેન્દ્રિય જીવો કર્મના ઉદયમાં પરાણે દુઃખ ભોગવે છે; અર્થાત્ પરાધીન અવસ્થા હોવાથી ઘણું દુઃખ ભોગવે છે. II૭૪
અકામ કર્યો એ નિર્જરા જી; બીજી કરે મુનિરાય
જ્ઞાન અને વૈરાગ્યથી જ સંવર સહિત થાય. જીંવ, જોને૦ અર્થ :- આ એકેન્દ્રિયાદિ જીવોની નિર્જરાને અકામ નિર્જરા કહી છે. બીજી સકામ નિર્જરા તે મુનિવરોને સમ્યકજ્ઞાન અને વૈરાગ્યના બળે નવીન કર્મોના સંવર સહિત થાય છે. ||૭પના
તપ-અગ્નિમાં તાવતા જી, જીવ-સુવર્ણ અશુદ્ધ,
શરીર-કુલડી સોનીની જી, શ્વાસ-ફૂંકે પ્રબુદ્ધ. જીંવ, જોને અર્થ - મુનિવરો, જીવરૂપી અશુદ્ધ સુવર્ણને બાર પ્રકારના તારૂપી અગ્નિમાં તાવીને શુદ્ધ કરે છે. શરીરરૂપી સોનીની કુલડીમાં જીવરૂપી સુવર્ણને રાખી શ્વાસ લેવારૂપ ફૂંકીવડે તે પ્રબુદ્ધ એટલે જ્ઞાની પુરુષો આત્માને શુદ્ધ કરે છે. II૭૬ાા.
મન-ગજ તો જ્ઞાનાંકુશે જી કુપંથથી રોકાય, વ્રત-વૃક્ષો ઉખેડશે જી, જો તે વશ નહિ થાય. છંવ, જોને.
Page #534
--------------------------------------------------------------------------
________________
૫ ૧૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- મનરૂપી હાથી જ્ઞાનરૂપી અંકુશથી કુમાર્ગમાં જતો રોકાય છે. “જ્ઞાને બાંધ્યું મન રહે.” જો તે મનરૂપી હાથી વશ ન થાય તો તે વ્રતરૂપી વૃક્ષોને ઉખેડી નાખશે. II૭૭ળા.
પરિષહ સહતા સંયમી જી, અનિયત કરે વિહાર,
કેશ-લોચ ને નગ્નતા જી, સમતા ઘરે અપાર. જીંવ, જોને. અર્થ :- કર્મોની નિર્જરા કરવા માટે સંયમીઓ બાવીસ પ્રકારના પરિષહોને સહન કરે છે, તથા અનિયત એટલે અનિશ્ચિત વિહાર કરે છે. ઋષભદેવ ભગવાન છદ્મસ્થ મુનિદશામાં તક્ષશિલામાં રાત્રિ નિવાસ કર્યો. સવારમાં બાહુબલિ વંદન કરવા આવતા પહેલા જ વિહાર કરી ગયા. મુનિઓ કેશનો લોચ કરે, નગ્ન પરિષહ સહન કરે અને ગમે તેવા કષ્ટ પડે તો પણ અપાર સમતાને ઘારણ કરે છે. II૭૮
કનક-તૃણ, શત્રુ-સખા જી, રોગ-શ્વાસ સરખાં જ,
જ્ઞાની મુનિવર માનતા છે, તો મોક્ષ અહિંયાં જ. જીંવ, જોને. અર્થ - સોનું કે તૃણ એટલે ઘાસ, શત્રુ કે મિત્ર, રોગ હોય કે સુખે શ્વાસ ચાલે તે બધાને જ્ઞાની મુનિવરો સરખા ગણે છે. તેથી તેમને મન મોક્ષ અહિંયા જ છે. સમભાવમાં રહેવું એ જ મોક્ષની વાનગી છે, અને એ જ નિર્જરાનો સર્વોત્કૃષ્ટ ઉપાય છે. I૭૯ાા
પાળે નવ જળ રોકતાં જી, તાપે સર સ્કાય,
તેમ જ નિયમિત જીવને જી, તપે કર્મ સૌ જાય. જીંવ, જોને. અર્થ - પાળ કરવાથી જેમ નવું જળ આવતા રોકાય, તાપ પડવાથી જેમ સરોવર સુકાય; તેમજ નિયમિત રીતે આરાધના કરનાર જીવના તપવડે સર્વ કર્મો નષ્ટ થઈ જાય છે. તેથી કેવળજ્ઞાન પામી તે આત્મા શાશ્વત સુખનો ભોક્તા બને છે. ૮૦ના
(૧૧) ઘર્મ-ભાવના મુક્તિ-ફલ દે નિર્જરા જી, સુઘર્મ-તરુ-ઉપકાર,
"ક્ષમા ક્ષમાતલથી ઊગે છે, જેમાર્દવ-પલ્લવ સાર. જીંવ, જોને અર્થ - કર્મોની સંપૂર્ણ નિર્જરા જીવને મોક્ષફળ આપનાર છે. તે પ્રાપ્ત થવામાં સત્થર્મરૂપી વૃક્ષ તે દશ લક્ષણરૂપ ઘર્મવડે જીવોને પરમ ઉપકાર કરનાર છે. તે સુઘર્મરૂપી વૃક્ષ પ્રથમ ક્ષમારૂપી ક્ષમતલથી એટલે પૃથ્વીતલથી ઊગે છે. તે વૃક્ષને માર્દવ એટલે નમ્રતા, લધુતા, વિનય વગેરે પલ્લવ એટલે પાંદડા છે, જે સારરૂપ છે. II૮૧ાા
સત્ય, શૌચ બે મૂળ છે જી, આર્જવ-શાખા, માન,
દ્વાદશ મહા તપ-પુષ્પ છે જી, પરિમલ ત્યાગરૃપ દાન. જીંવ, જોને. અર્થ :- સુધર્મરૂપ વૃક્ષના સત્ય અને શૌચ એટલે પવિત્રતા એ બે મૂળ છે. તેને આર્જવ એટલે સરળતારૂપ શાખા છે. બાર પ્રકારના મહાનતપ એ એના પુષ્પ છે. તથા દાન આપી પરપદાર્થમાં રહેલી મમતાના ત્યાગરૂપ એ પુષ્પની પરિમલ અર્થાત્ સુગંઘ છે. Iટરા
દ્વિજ-સમૂહ કલ્લોલતો જી, સુર નર-સુખ-ફળ આમ, બ્રહ્મચર્ય-છાયા ભલી જી, શ્રમિતોનો વિશ્રામ. જીંવ, જોને
Page #535
--------------------------------------------------------------------------
________________
(૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪
૫ ૧૭
અર્થ - દ્વિજ એટલે પક્ષી અને મુનિ એમ બે અર્થ છે. પક્ષીઓનો સમૂહ જેમ વૃક્ષ ઉપર બેસી કલ્લોલ કરે, તેમ મુનિઓ પણ સત્ ઘર્મરૂપ વૃક્ષના આશ્રયથી દેવ, મનુષ્યના સુખરૂપ ફળને પામી આનંદ કલ્લોલ કરે છે. ઉત્તમ બ્રહ્મચર્યનું પાલન તે વૃક્ષની છાયા સમાન છે; જે મુક્તિમાર્ગમાં શ્રમ કરનાર જીવોને વિશ્રામરૂપ છે. ૧૮૩ના
“સંયમ-થડ અતિ શોભતું જી, અકિંચનત્વ-સુહંસ,
નિર્મળ નિર્મમ આવતાં જી, નહીં પરિગ્રહ-અંશ. છંવ, જોને. અર્થ - સત્કર્મરૂપી વૃક્ષનું સંયમરૂપી થડ છે, જે અતિ શોભા પામે છે. અકિંચનત્વ એટલે નિષ્પરિગ્રહતાનો ભાવ તે સુહંસ સમાન નિર્મળ, નિર્મમ ક્ષીરનીર વિવેક પ્રગટતા અર્થાત જડ ચેતન વિવેક ઉત્પન્ન થતાં, ભાવથી પરિગ્રહનો અંશ પણ રહેતો નથી. ૮૪
જીવ-દયામય વાડથી જી, રક્ષા કરવી યોગ્ય,
રખા રહે સુધ્યાનના જી, મિથ્યાત્વ-મૃગ-અભોગ્ય. જીંવ, જોને. અર્થ - એવા દશ લક્ષણવાળા સુઘર્મરૂપી વૃક્ષની, જીવોની દયા ખાવારૂપ વાડથી રક્ષા કરવી યોગ્ય છે. ઘર્મધ્યાનરૂપ રખવાળોથી તે ઘર્મ સુરક્ષિત રહી શકે છે; તેથી મિથ્યાત્વરૂપ મૃગલાઓનો ત્યાં પ્રવેશ થાય નહીં. ૮પાા
શીલ-સલિલ સિંચતાં , તે તરુ મોટું થાય,
કોપાનલથી જો બચે જી, શિવ-ફલ દે સુખદાય. જીંવ, જોને. અર્થ - શીલરૂપી સલિલ એટલે પાણીના સિંચનથી તે ઘર્મરૂપી વૃક્ષ મોટું થાય છે. કોપાનલ એટલે ક્રોધાદિ કષાયોરૂપી અગ્નિથી જો તે ઘર્મરૂપી વૃક્ષનો બચાવ થાય તો જરૂર સુખદાયક એવા મોક્ષરૂપી ફળને તે આપનાર થાય છે. ટકા
(૧૨) બોધિદુર્લભ-ભાવના ચહું સમાધિ-બોધિ હું જી, ભવે ભવે હે! નાથ,
જન્મ જ્યાં જ્યાં વિશ્વમાં જી, પ્રભુજી, ગ્રહજો હાથ. જીંવ, જોને. અર્થ - હે નાથ! હં ભવોભવમાં આત્મપરિણામની સ્વસ્થતારૂપ સમાધિને ઇચ્છું છું. તે મેળવવા માટે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ બોધિરત્નની ચાહના કરું છું. હું જ્યાં જ્યાં વિશ્વમાં જન્મ પામું ત્યાં ત્યાં હે પ્રભુજી! મારો હાથ ગ્રહીને મને સમ્યમાર્ગે વાળજો. ૮ના.
પ્રભુ-આજ્ઞા ઉપાસવાજી, ગર્વ-રહિત સદાય,
માનવભવ આ વાપરું જી, પ્રમાદ કેમ કરાય? જીંવ, જોને. અર્થ :- પ્રભુની આજ્ઞા ઉપાસવા હું સદાય ગર્વરહિત રહું અર્થાત્ વિનયભાવસહિત પ્રભુની આજ્ઞામાં આ માનવભવનો ઉપયોગ કરું. મોક્ષ પ્રાપ્તિ અર્થે પ્રભુનો આવો અદ્ભુત યોગ મળી જવાથી હવે પ્રમાદ કેમ કરાય? ૮૮ાા.
અસત્ માન્યતા છોડીને જી, સલ્તાત્રે મન લીન, નિર્મળ બુદ્ધિ ઊપજે છે, ન ઇન્દ્રિય-આઘીન. જીંવ, જોને
Page #536
--------------------------------------------------------------------------
________________
૫ ૧૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - આત્મા સંબંઘીની વિપરીત માન્યતાઓ છુટી જઈ મારું મન સન્શાસ્ત્રમાં લીન રહે. ઇન્દ્રિયોને આધીન મારી વૃત્તિ નહીં રહેતા મારી બુદ્ધિ સદા નિર્મળ રહે એવી પ્રભુ કૃપા કરજો. ૧૮૯ાા
ભવોભવની માગણી જી : વિષય-કષાય-વિરક્ત,
સેવા સંતની આદરું જી, ત્રિગુતિ-સંયુક્ત. જીંવ, જોને અર્થ :- હે પ્રભુ! ભવોભવમાં હું વિષયકષાયથી વિરક્ત રહું તથા મનવચનકાયાના ત્રણેય યોગ સહિત, હું સંતપુરુષોની સેવા એટલે આજ્ઞાનું પાલન કર્યા કરું; એવી મારી માગણી છે તે સફળ થાઓ. કેમકે વિષયકષાય એ જ સંસાર છે અને એ જ ઝેર છે. ૯૦ગા.
આશા-પાશ ઘૂંટી જજો જી, તેંટો મોહના બંઘ,
કુશળ સંયમી સંતનો જી, ભવ ભવ હો સંબંઘ. જીંવ, જોને. અર્થ :- સંસારસુખની આશાઓ જે જીવને પાશ એટલે જાળ સમાન પકડી રાખે છે તે મારી છૂટી જજો. તથા કુટુંબીઓ સંબંધી મોહના બંઘન તૂટી જજો. અને ભવભવમાં કુશળ એવા આત્મજ્ઞાની સંયમી સંતનો મને સંબંધ હોજો એવી ભાવના ભાવું છું. II૯૧.
સમ્યકત્વી કુટુંબમાં જી હો તો હો અવતાર,
અબુથને પણ બોઘતા જી, મળજો સદ્ગુરુ સાર. જીંવ, જોને. અર્થ :- હે પ્રભુ! મારે હજુ અવતાર ઘારણ કરવાના હોવાથી સમ્મદ્રષ્ટિ કુટુંબમાં જ મારો જન્મ હો જો. અબુધ એટલે અજ્ઞાનીને પણ બોઘ આપી તારનાર એવા સારરૂપ સદ્ગુરુનો મને યોગ મળજો કેમકે સગુરુ વિના કોઈ કાળે આ સંસારનો પાર આવે એમ નથી. ૯રા
દીન ભણી કરુણા કરું જી, સદગુણી ભણી પ્રેમ
નિર્દય ભણી મધ્યસ્થતા જી, સૌ ભણ મૈત્રી-ક્ષેમ. ઍવ, જોને અર્થ :- દીન એટલે ગરીબો ભણી હું કરુણાભાવ રાખું. સગુણી પ્રત્યે પ્રેમભાવ રાખું, નિર્દયી જીવો પ્રત્યે પણ મધ્યસ્થભાવ રાખું તથા જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખી તેમની ક્ષેમ એટલે કુશળતા ને જ ઇચ્છે. એવી સમકિતની યોગ્યતા આપનારી ચાર ભાવનાઓ મને સદા રહેજો. II૯૩ાા.
દેહ મહાવ્રત-યોગ્ય હો જી, ભવભવ તપ આઘાર,
ઘન, પરિજન, ઘર ના હશો જી, હો ઉર ઉપશમ સાર. જીંવ, જોને. અર્થ :- આ મારો દેહ પંચ મહાવ્રત પાળવાને યોગ્ય હજો. ભવભવમાં હું ઇચ્છાઓને રોકવા માટે તપનો આધાર લઉં. ઘન, સગાં, કુટુંબીઓ કે ઘરની પણ મને ઇચ્છા ના હોજો. પણ કષાયને ઉપશમ કરવાનો સારરૂપ ભાવ મને સદા જાગૃત રહેજો. ૯૪.
નારી ના પ્યારી થશો જી, નિષ્પાપી નિલભ,
ઉર સદા નિઃશલ્ય હો જી, નહીં પ્રમાદે ક્ષોભ. છંવ, જો અર્થ - સ્ત્રી પ્રત્યે મને રાગ નહીં પણ સપુરુષ પ્રત્યે હોજો.
“રાગ કરવો નહીં, કરવો તો સપુરુષ પ્રત્યે કરવો.” -શ્રીમદ્ રાજચંદ્ર હું નિષ્પાપી અને નિલભી થાઉં. મારું હૃદય મિથ્યાત્વ શલ્ય, માયાશલ્ય અને નિદાનશલ્યથી રહિત થજો. તથા વિષય, કષાય, વિકથા સ્નેહ
Page #537
--------------------------------------------------------------------------
________________
(૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪
અને નિદ્રા એ પંદર પ્રકારના પ્રમાદી મારું ચિત્ત કદી ક્ષોભ પામે નહીં એવી કૃપા કરજો. ૯૫ સ્વાધ્યાયે દિવસો જજો જી, જ્ઞાન-દર્શનાથીન, ચારિત્રે હો સ્થિરતા જી, સમાઘિ-મ૨ણે લીન. ğવ, જોને
અર્થ – મારા બધા દિવસો સત્પુરુષના કરેલા વચનામૃતોના સ્વાઘ્યાયમાં વ્યતીત થજો. કારન્ન સ્વાઘ્યાય એ મોટું અંતરંગ તપ છે. સ્વાધ્યાયમાં એકાગ્રતા થવાથી જગત ભુલાઈ જઈ કષાયની મંદતા થાય છે; તેથી આત્મામાં શાંતિ ઊપજે છે. માટે સત્પુરુષનાં આપેલ સમ્યક્ત્તાનને મેળવી, તે પ્રમાણે સમ્યક્ શ્રદ્ધાને આધીન રહી આત્મામાં રમણતા કરવારૂપ ચારિદશામાં મારી સ્થિરતા હોજો, તથા સમાધિમરણ સાધવા માટે તેને યોગ્ય પુરુષાર્થમાં જ હું સદા લીન રહું એવી મારી અભિલાષા છે, એમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી જણાવે છે. ।।૬।
જીવો જીવો વૈરાગ્યથી જી, બોધિ-સમાધિ સમેત, ભવજળ-તારક ધારો જી, સ્મરણ ચિત્તે સચેત. જીવ, જોને
૫૧૯
અર્થ :– હૈ ભવ્યાત્માઓ! તમે વૈરાગ્યભાવ રાખી, રત્નત્રયરૂપ બોધિ અને આત્માના ભાવોની સ્થિરતારૂપ સમાધિ સહિત જીવન જીવો. તથા સંસારસમુદ્રથી તારનાર એવા ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રને સદા ચિત્તમાં જાગૃત રાખો. જેથી આત્મા સમભાવમાં આવી શાશ્વત સુખશાંતિને પામે. ।।૭।। ભવ-વૈરાગ્ય ભીના પ્રભુ જી, ગણી લૌકાન્તિક દેવ,
બ્રહ્મલોકથી આર્ચીને જી, સ્તવે દેવાધિદેવ ઃ જીવ, જોને
અર્થ :– એમ બાર ભાવનાઓને ભાવતા ભગવાનનું મન સંસાર ઉપર વૈરાગ્યથી ભીનું થયેલું જાણીને પાંચમા બ્રહ્મદેવલોકથી લૌકાન્તિક દેવો ભગવાન પાસે આવી પહોંચ્યા. નીચે પ્રમાણે દેવોના પણ દેવ એવા શ્રી ઋષભદેવને વિનયપૂર્વક સ્તવવા લાગ્યા અર્થાત્ એમના ગુણગાન કરવા લાગ્યા. ।।૮।। “સર્વ વ્યવસ્થા લોકની જી, વર્તાવી જે રીત, ઘર્મ-નીર્થ વર્તાવવા જી, અવસર આ તે રીત. જીવ, જોને
અર્થ :– હે પ્રભુ! જે રીતે આપે લોકની સર્વ વ્યવસ્થા કરી તેમ ધર્મતીર્થ સ્થાપવાનો હવે અવસર આવ્યો છે. મલ્હા
જે અર્થે જન્મ્યા, પ્રભુ જી, તેનો આવ્યો લાગ;
ક ગૃહસ્થ-વાસનાં જી પૂર્ણ થયાં, વીતરાગ.'' જીવ, જોને
અર્થ :— હૈ પ્રભુ ! જગત જીવોને મુક્તિનો માર્ગ બતાવી તેમના ઉદ્ધાર માટે આપનો જન્મ થયો છે; તેનો હવે લાગ આવ્યો છે. હે વીતરાગ ! ગૃહસ્થાવાસના નિકાચિત્ ભોગાવલી કર્મો હવે આપના પૂર્ણ થયા છે. માટે હે નાથ ! હવે ધર્મતીર્થ પ્રવર્તાવો. ।।૧૦૦।।
કરી પ્રેરણા તે ગયા જી, પ્રભુ બોલાવે પુત્ર,
કહે ભરતને : “સુજ્ઞ છો જી, સંભાળો સૌ તંત્ર. જીવ, જોને
અર્થ – ઉપર પ્રમાણે પ્રભુને પ્રેરણા કરીને લૌકાંતિક દેવો બ્રહ્મદેવલોકમાં પાછા ચાલ્યા ગયા. પછી સૌથી મોટા પુત્ર ભરતને બોલાવી શ્રી ઋષભદેવ કહેવા લાગ્યા : તમે સુજ્ઞ છો, સારી રીતે બઘી
Page #538
--------------------------------------------------------------------------
________________
૫ ૨ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
રાજ્ય વ્યવસ્થાના જાણનાર છો. માટે આ બઘા રાજતંત્રની સંભાળ કરો. ૧૦૧ાા.
પંચમગતિ છે સાથવી જી, હવે ઘટે વનવાસ.”
ભરત ખેદ સહ બોલતા જી : “અણઘટતું આ ખાસ; છંવ, જોને અર્થ - પિતા શ્રી ઋષભદેવ કહે : અમારે હવે પંચમગતિ એટલે મોક્ષની સાધના કરવી છે; માટે વનમાં વાસ કરવો યોગ્ય જણાય છે. તે સાંભળી ભરત ખેદપૂર્વક કહેવા લાગ્યા : પિતાજી! મારા માટે પણ આ રાજ્યની વ્યવસ્થા કરવામાં કાળ ગાળવો તે મને અયોગ્ય જણાય છે. ૧૦૨ાા
આપ એંઠ ગણી છોડતા જી, તેમાં હોય ન સુખ,
ચરણ-સમીપે સુખ છે જી, સિંહાસને અસુખ. જીંવ, જોને અર્થ – આપ પિતાજી! સકળ જગતને એંઠવાડા સમાન ગણી છોડો છો, તેમાં કદાપિ સુખ હોય નહીં. આપના ચરણ સમીપ રહેવું એ જ મને તો સુખરૂપ ભાસે છે. આ સિંહાસન વગેરે મને સુખરૂપ લાગતા નથી. ||૧૦૩.
આપની આગળ ચાલવું જી, દેશે સુખ અપાર,
હાથી-હોદ્દે બેસવું છે, મને ગમે ન લગાર. જીંવ, જોને અર્થ:- આપ જે માર્ગે ચાલશો તે માર્ગે હું પણ આગળ ચાલી આપની સંભાળ કરીશ. આપની સેવા કરવી તે મને અપાર સુખ આપશે; પણ રાજા બની હાથીના હોદ્દે બેસવું એ મને લગાર માત્ર ગમતું નથી. ||૧૦૪
શિરછત્ર છો સર્વના જી, આપ સમીપ સુખ સાર,
રાજ્ય-ચિહ્ન છત્રાદિ સૌ જી, દેશે દુઃખ અપાર. જીંવ, જોને અર્થ - હે પ્રભુ! આપ સર્વના શિર-છત્ર છો. આપની સમીપે સારભૂત એવું આત્માનું સુખ મળી શકે. પણ આ સર્વ રાજાના ચિતરૂપ છત્રાદિ મને ઉપાધિમાં ઘકેલી જઈ અપાર દુઃખ આપશે.
જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે.” (વ.પૃ.૪૫૨) ૧૦પા
સેનાપતિ, મંત્રી છતાં જી, આપ વિના ન સુહાય,
સ્વામી વિના સૌ સંપદા જી, સતીને નહિ સુખદાય.” છંવ, જોને. અર્થ :- રાજ્યમાં સેનાપતિ, મંત્રીઓ હોવા છતાં મને આપ વિના ગમશે નહીં. જેમ સ્વામી વગરની બધી સંપત્તિ સતીને સુખ આપનાર થતી નથી તેમ આપ વિના મને બધું અસાર જણાય છે. મને તો આ જગતમાં એક આપ જ સારરૂપ જણાઓ છો. /૧૦૬ાા
વિશેષ હિત જાણી કહે છે, ત્રષભ જિનેશ્વર દેવ
“પૃથ્વી-પાલન કરો તમે જી, એ જ અમારી સેવ. જીંવ, જોને અર્થ - જ્ઞાનબળે ભરતનું ઘરમાંજ વિશેષ હિત જાણી શ્રી ઋષભ જિનેશ્વર કહેવા લાગ્યા કે ભરત! વર્તમાનમાં પૃથ્વીનું પાલન કરો એ જ અમારી તમારા માટે આજ્ઞા છે. ||૧૦૭ળા
Page #539
--------------------------------------------------------------------------
________________
(૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫
૫ ૨૧
ન્યાયાખ્યાય નિહાળજો જી, આજ્ઞાઘારક આપ,
રાજ્ય તજી સર્વે જતાં જી, વઘશે જન-સંતાપ. ઑવ, જોને. અર્થ :- ભરત!ન્યાય અન્યાયનું પુરું ધ્યાન રાખજો. તમે આજ્ઞાઘારક છો માટે કહીએ છીએ. સર્વે રાજ્ય તજીને એકસાથે જઈશું તો લોકોમાં સંતાપ બહુ વધી જશે. ૧૦૮.
રૌદ્ર બની વર્તાવશે જી, બળવંતો બહુ ત્રાસ.”
ભરત નિરુત્તરતા ગ્રહે છે, અને પ્રજાના દાસ. જીંવ, જોને. અર્થ :- બળવાન માણસો રૌદ્ર એટલે ભયંકર બની જઈ નિર્બળ ઉપર ઘણો ત્રાસ વર્તાવશે. માટે હાલમાં તેમની સંભાળ લેવી યોગ્ય છે. આ વચનો સાંભળી ભરત નિરુત્તર બની ગયા. તથા શ્રી ઋષભદેવ જિનેશ્વરની આજ્ઞાને શિરોધાર્ય કરી, મનમાં પ્રજા પ્રત્યે દાસભાવ રાખી, તેમની સેવા કરવા અર્થે રાજ્યતંત્ર સંભાળવાનો સ્વીકાર કર્યો. ૧૦૯ાા.
(૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર
ભાગ-૫
| (રાગ : દ્રષ્ટિ થિરામાંહે દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણો રે)
બાહુબલિ આદિ પુત્રોને, દેશો પોતે આપે રે, સર્વ જનોને સંતોષી તે ભરત નરેશ્વર થાયે રે. પરોપકાર-કારક પરમાત્મા ઊડ્યા જગ ઉદ્ધરવા રે,
ઇન્દ્રિાદિકનાં આસન કંપે, આવે ઉત્સવ કરવા રે. પરોપકાર અર્થ :- શ્રી ઋષભ જિનેશ્વરે બાહુબલિ આદિ પુત્રોને દેશો વહેંચી આપી, સર્વ જનોને સંતોષી શ્રી ભરતને નરેશ્વર પદે સ્થાપિત કર્યા. પરોપકાર કરનારા એવા પ્રભુ હવે જગતનો ઉદ્ધાર કરવા માટે દીક્ષા લેવા તૈયાર થયા. તેથી ઇન્દ્રાદિકના આસન કંપાયમાન થવાથી તેઓ પણ દીક્ષા મહોત્સવ ઊજવવા બધા ત્યાં આવી પહોંચ્યા. ૧ાા.
સ્નાન, વિલેપન, વસ્ત્રાભૂષણ, નૃત્ય, ગીત સરસંગે રે.
જતી જ્યોતિ ઝબકે તે રીતે વૈભવ-ત્યાગ સુરંગે રે. પરો. અર્થ :- હવે પ્રભુના દીક્ષા મહોત્સવ પ્રસંગે વિલેપન સ્નાનાદિવડે અભિષેક કરી ઇન્દ્ર લાવેલા દિવ્ય વસ્ત્ર આભૂષણ ઘારણ કરાવી પ્રભુ સમક્ષ દેવતાઓએ નૃત્ય, ગીતાદિ કર્યા. પ્રભુએ પણ જેમ વીજળીની જ્યોત ઝબકારો આપી જતી રહે તેમ સર્વ વૈભવનો ઉત્સાહપૂર્વક ભાવથી ત્યાગ કર્યો. ગારા
સુદર્શના-શિબિકામાં બેસી ઉપવનમાં પ્રભુ આવે રે, અશોકવૃક્ષ નીચે શિલા પર આસન ઉચિત લગાવે રે. પરો.
Page #540
--------------------------------------------------------------------------
________________
૫ ૨૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- ઇન્દ્ર તૈયાર કરેલ સુદર્શના નામની પાલખીમાં બેસી પ્રભુ સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં અશોકવૃક્ષ નીચે શિલા ઉપર પ્રભુ ઉચિત આસને વિરાજમાન થયા. /સા.
કુટિલ, ઘૂર્ત વિલાસ-વાસ ગણ, કેશ-લોચ તે કરતા રે,
તર્જી શણગાર, બની અણગાર તે મહાવ્રતો ઉચ્ચરતા રે. પરો૦ અર્થ – હવે પ્રભુ પાંચ ઇન્દ્રિયોના વિલાસને કુટિલ એટલે હઠીલા તથા ધૂર્ત એટલે ઠગરૂપ ગણી, માયાના કેશનો પંચ મુદ્ધિવડે લોચ કરે છે. વળી શરીરના સર્વ શણગારને તજી દઈ અણગાર એટલે મુનિ બની પંચ મહાવ્રતોનો ઉચ્ચાર કરે છે. I૪.
મોહજાલ સમ પટ પરિત્યાગે નગ્નભાવ ઉપાસે રે,
કચ્છ-મહાકચ્છાદિ રાજા, નગ્ન બની રહે પાસે રે. પરો. અર્થ - પટ એટલે કપડાને મોહમાં ફસાવનાર જાલ સમાન માની પ્રભુ તેનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે, તથા ભાવથી પણ નગ્ન એટલે અસંગ, અલિતદશાને ઘારણ કરે છે. કચ્છ મહાકચ્છ વિગેરે રાજાઓ પણ દીક્ષા લઈ નગ્ન બની પ્રભુની પાસે રહે છે. પાા
પ્રદક્ષિણા દઈ નમન કરી સૌ. સુર-નર પાછા જાતા રે.
મહામુનિ નિગ્રંથ બનીને ધ્યાન વિષે સ્થિર થાતા રે. પરો અર્થ :- પ્રભુને પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરીને સર્વ દેવો તથા મનુષ્યો પોતપોતાના સ્થાને જાય છે. મહામુનિ એવા પ્રભુ ઋષભદેવ હવે નિગ્રંથ બની ધ્યાનમાં સ્થિર થાય છે. કા.
છ માસની મન-મર્યાદાથી નિરાહાર તપ સાથે રે,
ઊભા સ્વામી પ્રતિમા યોગે, આત્મહિત આરાધે રે. પરો અર્થ - પ્રભુ છ મહિનાની મનની મર્યાદા કરી નિરાહારપણે તપની સાધના કરે છે. જગતના સ્વામી પ્રતિમા સમાન મનવચનકાયાના યોગને સ્થિર કરી કાઉસગ્નધ્યાને ઊભા રહી પોતાના આત્માનું હિત કરવા આરાધના કરે છે. શા
બીજા રાજા સહી શકે ના, વિષય-વશ બૅખ-દુઃખો રે,
કહે: “પ્રભુ તો સહે, અહો હો! દુઃખો જાણે સુખો રે. પરો. અર્થ - બીજા દીક્ષા લીઘેલ રાજાઓ ઇન્દ્રિય-વિષયને વશ હોવાથી ભૂખના દુઃખો સહન કરી શકતા નથી. વળી કહે છે કે અહોહો! પ્રભુ તો દુઃખોને જ સુખો ગણી સહન કરે છે. તો
પગ ના થાકે વજકાય એ, શીત-તાપ ના લાગે રે,
બોલે, ચાલે, જુએ ન કાંઈ, સ્નાન, પાન સૌ ત્યાગે રે. પરો૦ અર્થ :- પ્રભુના પગ વજમય કાયા હોવાથી થાકતા નથી. તેમને ઠંડી કે તાપ લાગતો નથી. પ્રભુ બોલતા નથી, ચાલતા નથી કે કાંઈ જોતા પણ નથી. સ્નાન કે જળપાનનો પણ જેણે ત્યાગ કર્યો છે. શા
રાત-દિવસ નિદ્રા ના લેતા, નથી કોઈની આશા રે,
આવું તપ તો એ જ કરે રે! વનચર જુએ તમાસા રે.” પરો. અર્થ - પ્રભુ રાત્રે કે દિવસે નિદ્રા લેતા નથી. તેમને કોઈ પદાર્થની આશા નથી. આવું તપ તો એ
Page #541
--------------------------------------------------------------------------
________________
(૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫
૫ ૨ ૩
જ કરી શકે. વનમાં રહેનારા જંગલી પ્રાણીઓ પણ પ્રભુની અડોળ સ્થિરતાનો તમાસો જુએ છે. ૧૦ના
બઘા મળીને કરે વિચારો, શું કરવું ના સૂઝે રે,
પ્રભુને વનમાં મેંકી એકલા, જવું ન મનમાં ઇંચે રે. પરો. અર્થ :- બીજા બઘા રાજાઓ જેણે પ્રભુ સાથે દીક્ષા લીધી હતી, તે મળીને વિચારવા લાગ્યા કે હવે શું કરવું? તે કાંઈ સૂઝતું નથી. પ્રભુને એકલા વનમાં મૂકીને જવું એ પણ મનમાં રુચતું નથી. ||૧૧|
રોકી શકે ના હવે હાજતો, શું મુખ લઈ પુર જાવું રે,
ભરત-ભૂપતિ-ભય પણ લાગે, વને વૃક્ષ સમ વસવું રે. પરો. અર્થ - પોતાની ખાવાપીવાની હાજતોને પણ તેઓ રોકી શકતા નથી અને કયા મોઢે હવે નગરમાં જવું? ત્યાં જતા ભરત રાજાનો પણ ભય લાગે છે. હવે તો વનમાં જ વૃક્ષની જેમ વાસ કરવો યોગ્ય જણાય છે. ૧૨ા.
ભરત-પુત્ર મરીચિ આદિ તે, તાપસ-વશે ફરતા રે,
કિંદમૂલ ભક્ષણ કરી જીવે, વલ્કલ, જટાદિ ઘરતા રે. પરો. અર્થ :- ભરત રાજાના પુત્ર મરીચિ આદિ દીક્ષા મૂકી દઈ તાપસનો વેષ ધારણ કરી જંગલમાં ફરવા લાગ્યા. ત્યાં કંદમૂળ, ફળાદિકનો આહાર કરી, વલ્કલ એટલે ઝાડની છાલ કપડા તરીકે પહેરી, જટાદિ ઘારણ કરી ત્યાં જ જીવન વ્યતીત કરવા લાગ્યા. [૧૩
કચ્છ-મહાકચ્છ તણા તનુજો, નમિ-વિનમિ બે નામે રે.
વિનવે પ્રભુ પાસે જઈ પોતે, વદી ‘જય’ શબ્દ સકામે રે. પરો. અર્થ - કચ્છ મહાકચ્છ રાજાના નામવિનમિ નામના તનુજો એટલે પુત્રો પ્રભુ પાસે જઈ તેમનો જયકાર કરી તેમની પાસે સકામબુદ્ધિથી વિનયપૂર્વક કહેવા લાગ્યા. //૧૪ના
“દૂર દેશમાં દૂત તરીકે અમને મોકલી આવ્યા રે,
રાજ્ય બઘાને દીઘાં આપે, અમને ના બોલાવ્યા રે. પરો. અર્થ - હે પ્રભુ! દૂર દેશમાં દૂત તરીકે અમને મોકલી આપે બઘાને રાજ્ય વગેરે આપ્યા; પણ અમને તો તે વખતે બોલાવ્યા નહીં. ૧પના
ગો-ખર માત્ર ન પૃથ્વી પામ્યા, શા દોષે વિસાર્યા રે?
બોલો પણ નહિ શાને આજે? “નાથ” અમે મન ઘાર્યા રે.” પરો અર્થ :- હે પ્રભુ! ગોખરી એટલે ગાયના પગલા પ્રમાણ પણ અમે પૃથ્વી પામ્યા નહીં. અમારો એવો શો દોષ થયો કે જેથી આપ અમને ભૂલી ગયા? આજે પણ શા માટે બોલતા નથી? હે નાથ! અમે તો એક માત્ર આપને જ મનમાં ધારણ કર્યા છે. આપ વિના અમારો બીજો કોઈ સ્વામી નથી. II૧૬ના
વારંવાર પગે પડી વિનવે : “આશ અમારી પૂરો રે,
આપ જ એક અમારા સ્વામી, દુઃખ અમારાં ચૂરો રે.” પરો અર્થ:- વારંવાર પ્રભુના પગમાં પડી વિનવવા લાગ્યા કે હે પ્રભુ! અમારી આશા પૂરી કરો. આપ જ એક અમારા સ્વામી હોવાથી અમારા દુઃખોને ચૂરી સુખી કરો. |૧ળા
Page #542
--------------------------------------------------------------------------
________________
૫ ૨૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
જિન-પુણ્ય-પરીક્ષા જાણે કરતા, શ્રદ્ધા ઘારી સેવે રે.
આસન કંપે નાગરાજનું, જાય્ અવધિથી દેવે રે : પરો. અર્થ :- જાણે જિનેશ્વર ભગવાનના પુણ્યની પરીક્ષા કરતા હોય તેમ શ્રદ્ધાપૂર્વક ભાવથી ત્યાં જ ફરી તેમની સેવા કરવા લાગ્યા. તેથી નાગકુમારના અધિપતિ નાગરાજ ઘરોંદ્રનું આસન કંપાયમાન થયું અને અવધિજ્ઞાનના બળે આ બધી હકીકત જાણી લીધી. II૧૮ાા
“દેશપતિ દે ગામ માગતાં, ક્ષેત્રપતિ મણ કણ દે રે,
ઘરપતિ દે માગણને મૂઠી, ત્રિભુવનપતિ શું ના દે રે? પરો. અર્થ :- દેશપતિ માંગતાને ગામ આપે, ક્ષેત્રનો માલિક મણ અથવા કણ આપે, ઘરનો પતિ માગતાને મૂઠી પણ ખાવાનું આપે, તો ત્રણ લોકનો નાથ શું ન આપી શકે? ૧૯ો.
કુમાર બે માગે છે તે તો, આ કિંકર પણ આપે રે,”
એમ ગણી આવે પ્રભુ પાસે, શિર પ્રભુ-પદમાં સ્થાપે રે; પરો. અર્થ :- આ નમિવિનમિ કુમારો પ્રભુ પાસે જે માગે છે તે તો કિંકર એટલે પ્રભુનો દાસ એવો હું પણ આપી શકું. એમ માની નાગરાજ ઘરોંઢે પ્રભુ પાસે આવી પ્રથમ પ્રભુના ચરણમાં શિર નમાવીને વંદન કર્યું. રા .
સ્તવન કરી, કહે કુમારને તે “હે!નમિ, વિનમિ ચાલો રે,
પ્રથમ પ્રભુએ મને કહેલા બે દેશો સંભાળો રે.” પરો. અર્થ - પ્રભુના ગુણોનું સ્તવન કરી ઘરëદ્ર કુમારોને કહ્યું : હે નમિ વિનમિ! ચાલો હું તમને પ્રભુએ મને પ્રથમ કહેલા દેશો આપું છું, તેની સંભાળ કરો. ર૧
એમ કહી વિમાન વિષે તે લઈ બન્નેને ચાલ્યા રે,
વિદ્યાઓ આપી, વિદ્યાઘર-ગિરિ-પ્રદેશો આલ્યા રે. પરો. અર્થ :- એમ કહી તે બન્નેને વિમાનમાં બેસાડી વૈતાઢય પર્વત ઉપર ચાલ્યા. ત્યાં ગૌરી, પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યાઓ આપી તથા વિદ્યાઘર પર્વતોના પ્રદેશો પણ આપ્યા. ૨૨ા.
વસાર્વી નગરો ઉત્તર-દક્ષિણ શ્રેણી વિદ્યાથરની રે,
દેવ-મદદથી પાળે, પોષે; સુર-સુખ દેતી ઘરણી રે. પરો. અર્થ - ત્યાં વૈતાઢય પર્વત ઉપરની ઉત્તર-દક્ષિણ શ્રેણીમાં નાગપતિ ઘરોંદ્રની મદદથી વિદ્યાધરોના નગરો વસાવ્યા તથા પોતે વિદ્યાઘરોના રાજા બની તેનું પાલન પોષણ કરવા લાગ્યા. ત્યાંની ભૂમિ દેવતાના સુખ સમાન થઈ પડી. નમિરાજાએ દક્ષિણ શ્રેણીમાં પચાસ નગરો તથા વિનમિએ ઉત્તર શ્રેણીમાં સાઠ નગરો વસાવ્યા. ર૩ા.
ઉગ્ર તપે પ્રભુ ઊભા ઊભા, સહે પરીષહ ભારે રે;
મન:પર્યય સંયમથી ઊપજે, ગર્વ ન તેથી લગારે રે. પરો. અર્થ - પ્રભુ તો ઉગ્ર તપ તપતા ઊભા ઊભા ભારે પરીષહોને સહન કરે છે. પ્રભુને સંયમ ઘારણ કરતા મન:પર્યયજ્ઞાન ઊપસ્યું. તેનો લગાર માત્ર પણ તેમને ગર્વ નથી. રજા
Page #543
--------------------------------------------------------------------------
________________
(૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫
૫ ૨ ૫
શીત, તાપ, વરસાદ, વીજળી, વાઘ, વરું ભયકારી રે,
ભૂખ, તરસ, નિદ્રાદિ હાજતો અર્થ વર્ષ વિસારી રે. પરો. અર્થ :- પ્રભુએ છ મહિના સુધી ઠંડી, ગરમી, વરસાદ, વીજળી કે ભય ઉપજાવનાર વાઘ, વરુ એટલે હિંસક પ્રાણીનો પણ ભય રાખ્યો નથી. ભૂખ, તરસ, નિદ્રા આદિ હાજતો પણ અર્થ વર્ષ સુધી વિસારી દીધી. ગરપા
પછી ચિંતવે : “દીવો તેલે, તરુ જળથી પોષાયે રે,
આ કાયા આહારે ચાલે, ભિક્ષા-શુદ્ધિ સહાયે રે. પરો. અર્થ :- પછી ચિંતવા લાગ્યા કે દીવો તેલથી પ્રકાશ આપે, વૃક્ષ જળથી પોષણ પામે તેમ આ કાયા પણ આહારથી ચાલે છે. માટે શરીર ટકાવવા બેંતાલીશ દોષ રહિત શુદ્ધ આહારની ભિક્ષા લેવી યોગ્ય છે. શરીર મધ્યમ્ વસ્તુ ઘર્મ સાધનમ્'. શરીર છે તો ઘર્મની આરાધના થઈ શકે. પરવા
તે માટે વસ્તીમાં ફરવું એક વખત મધ્યાહ્ન રે,
દોષ-રહિત ભિક્ષા ના પામું, તો તપ થાશે ધ્યાને રે. પરો. અર્થ :- ભિક્ષા અર્થે એક વખત મધ્યાહ્નકાળે વસ્તીમાં ફરવું. તેમાં જો દોષરહિત શુદ્ધ ભિક્ષા ન મળી તો તપમાં વૃદ્ધિ થઈ એમ માની ધ્યાનમાં લીન થવું. રા
હું તો હજીં ખેંચું તપ તોયે કાયા ચાલે તેવી રે,
પણ મુનિ-માર્ગ તણી રીતિને હવે પ્રગટવા દેવી રે. પરો. અર્થ - હું તો હજી તપને લંબાવું તો પણ કાયા ચાલે તેવી છે. છતાં મુનિમાર્ગની આહારરીતિને હવે પ્રગટવા દેવી છે. જેથી તેમ કરવું યોગ્ય છે. ૨૮
શરીર સાઘન તપનું ટકતું મુનિજનનું આહારે રે,
તપથી ઇંદ્રિય-જય, પછી સમતા, મોક્ષ એ જ આઘારે રે.” પરો. અર્થ - તપ કરવાનું સાઘન શરીર છે. તે મુનિજનનું આહારવડે ટકે છે. “ઇચ્છાનિરોઘરૂપ ઇચ્છાઓને રોકી નિર્મૂળ કરવામાં શરીર સાઘનભૂત છે. તપથી ઇન્દ્રિય જય થાય છે, પછી સમતા આવે છે. એ પ્રમાણે એક બીજાના આઘારથી જીવ મોક્ષને પામે છે. રા.
મૌનપણે ભિક્ષાર્થે વિચરે, પ્રતિમાનયોગ તજીને રે,
જગ-ઉપકારક ઋષભ જિનેશ્વર, સમિતિ-યોગ સજીને રે. પરો. અર્થ - પ્રભુ મૌનપણે પ્રતિમાચોગ એટલે કાઉસગ્ગ ધ્યાનનો ત્યાગ કરી ભિક્ષા મેળવવા અર્થે વિચરવા લાગ્યા. જગતના જીવોનો ઉપકાર કરવામાં સમર્થ એવા શ્રી ત્રઋષભ જિનેશ્વર પ્રભુ ચાલવા વગેરેમાં ઈર્ષા સમિતિ આદિ પૂર્વક વિચરવા લાગ્યા. ૩૦
નગરજનો નમીને બોલાવે : “સ્વીકારો મે'માની રે,
અમ ઘર પગલાં જરૂર કરો પ્રભુ, પ્રીતિ-રીતિ પિછાની રે, પરો. અર્થ – ભિક્ષાર્થે વિચરતા પ્રભુને નગરજનો નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે પ્રભુ! અમારી મહેમાનગીરી સ્વીકારી અમને કૃતાર્થ કરો. આપ પ્રેમની રીત પિછાની અમ ઘેર પગલાં જરૂર કરો. ૩૧ાા
Page #544
--------------------------------------------------------------------------
________________
૫ ૨૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
આપે બહુ ઉપકાર કર્યા છે, રત્ન-ભેટ લ્યો મારી રે.”
વસ્ત્ર, વાહનો અનેક ઘરતા, વળી કન્યા દે સારી રે. પરો. અર્થ :- આપે અમારા ઉપર બહુ ઉપકારો કર્યા છે માટે આ રત્નોની ભેટ આપ સ્વીકારો. કોઈ ઉત્તમ વસ્ત્રો, હાથી, રથ વગેરે વાહનો તેમની આગળ બેસવા માટે ઘરવા લાગ્યા. વળી કોઈ દેવાંગના જેવી કન્યાને આપવા લાગ્યા. //૩રા.
માળા, પાન-સોપારી આપે, પાકી કેરી દેતા રે,
શા અપરાશ અમારા દેખો? બોલો નહિ, નહિ લેતા રે!” પરો. અર્થ - કોઈ માળા, પાન-સોપારી આપે, કોઈ પાકાં આમ્રફળને આપવા લાગ્યા. હે સ્વામી! આપ પ્રત્યે અમારા શા અપરાધ થયા છે કે જેથી આપ બોલતા નથી અને કોઈ વસ્તુ પણ લેતા નથી. ૩૩
અકથ્ય જાણી કશું ન લેતા, ઘર ઘર નિત્ય ફરતા રે,
બીજા માસ છ ભૂખે વીત્યા, ગજપુર પછી વિચરતા રે. પરો. અર્થ - મુનિને કહ્યું નહીં એમ જાણી પ્રભુ કશું લેતા નથી. છતાં ઘર ઘર નિત્યે ફરતાં બીજા છે માસ ભૂખ સહિત વ્યતીત થઈ ગયા. પછી વિચરતા વિચરતા પ્રભુ ગજપુર નગરે આવ્યા. /૩૪ll
બાહુબલિના સુત સોમપ્રભ, રાજ્ય કરે તે પુરે રે,
તે રાત્રે શ્રેયાંસકુમારે સ્વપ્ન દીઠાં શુભ ઉરે રે. પરો. અર્થ :- ગજપુર નગરમાં બાહુબલિના પુત્ર સોમપ્રભ રાજ્ય કરે છે. તે રાત્રે સોમપ્રભના પુત્ર શ્રેયાંસકુમારે શુભ સ્વપ્નો નિહાળ્યા. /૩પા.
પ્રભાતમાં તો પ્રભુ પથાર્થી; લોક મળી વીનવતા રે,
કોલાહલનું કારણ જાણી કુમાર દર્શન કરતા રે. પરો અર્થ - પ્રભાતમાં પ્રભુ પધાર્યા. તેથી લોકો મળીને પ્રભુને અનેક વસ્તુઓ ભેટ આપવા માટે વિનવવા લાગ્યા. લોકોના કોલાહલનું કારણ પ્રભુ પધાર્યા જાણી તુરંત પ્રભુના દર્શન કરવા શ્રેયાંસકુમાર પણ ગયા. ||૩૬ાા.
ગ્રંથાભ્યાસે બુદ્ધિ જેવી જાતિ-સ્મૃતિ જાગે રે,
શ્રીમર્તી-વજજંઘ આદિ ભવ, આ ભવ જેવા લાગે રે. પરો. અર્થ – જેમ ગ્રંથાભ્યાસ કરવાથી બુદ્ધિ ખીલે તેમ પ્રભુના દર્શનથી શ્રેયાંસકુમારને જાતિસ્મરણજ્ઞાન પ્રગટ થયું. શ્રેયાંસકુમારનો જીવ તે નિર્નામિકાનો જીવ છે. જેથી પૂર્વના શ્રીમતી અને વજજંઘ આદિના ભવો તે આ ભવ જેવા લાગવા લાગ્યા. તેથી પ્રભુને શુદ્ધ આહાર માત્રની જરૂર છે તે પણ જણાયું. ૩થા.
શેરડીં-રસનું દાન સરસ દે, પ્રભુ પોશે સ્વીકારે રે,
વર્ષીતપનું થયું પારણું, સુર આશ્ચર્ય વઘારે રે. પરો. અર્થ – શ્રેયાંસકુમારે પ્રભુને કહ્યું એવું શેરડી રસનું ઉત્તમ દાન આપી સરસ પારણું કરાવ્યું. પ્રભુએ પણ શરીરના પોષણ અર્થે તે દાનનો સ્વીકાર કર્યો. પ્રભુના વર્ષીતપનું એટલે એક વર્ષ સુધી થયેલ સળંગ તપનું પારણું થવાથી દેવતાઓએ ત્યાં સુવર્ણવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, જયજયકાર, દુંદુભિ અને દાતાની
Page #545
--------------------------------------------------------------------------
________________
(૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫
પણ સ્તુતિ કરીને ધન્યવાદ આપી પંચ આશ્ચર્ય પ્રગટ કર્યા. ॥૩૮॥
અક્ષયતૃતીયા દાન-દિન તે, હજું પણ મંગલકારી રે, પ્રભુ વિહાર કરી ગયા બીજે પુર, કુમાર-કીર્તિ વધારી રે. પરો
અર્થ :— વૈશાખ માસની શુક્લ ત્રીજના દિવસે આપેલ દાનથી તે દિવસ અક્ષય થઈ ગયો. આજે પણ અક્ષયતૃતીયા તે દાનનો દિવસ હોવાથી મંગલકારી ગણાય છે. પ્રભુ પણ શ્રેયાંસકુમારની કીર્તિને વઘારી બીજા સ્થાને વિહાર કરી ગયા. ।।૩૯।।
તક્ષશિલા બાહુબલિ-નગરી, આવ્યા સાયંકાળે રે, ખબર કરી બાહુબલિ નૃપને તુરત બાગ-રખવાળે છે. પરો
==
અર્થ :— તક્ષશિલા એ બાહુબલિની નગરી છે. ત્યાં સાયંકાળે પ્રભુ આવી પહોંચ્યા. તેની ખબર બાગના રખવાળે તુરંત બાહુબલિ રાજાને કરી. ॥૪॥
પ્રજાજનો સò જવા પ્રભાતે ઠાઠ-માઠથી ઘારે રે, પ્રભુ પ્રભાતે વિહાર કરીને બીજે ગામ પધારે રે. પરો
૫૨૭
અર્થ :– શ્રી બાહુબલિ પ્રભુને વાંદવા માટે પ્રભાતે પ્રજાજનો સહિત ઠાઠમાઠથી જવા ધારે છે. કેટલામાં તો પ્રભુ પ્રભાતે વિહાર કરીને વાયુની પેઠે બીજે ગામ વિકાર કરી ગયા. ।।૪૧||
પ્રજા સહિત ઉત્સાહે આવે, ઉજ્જડ બાગ નિહાળે રે,
માળું બતાવે પ્રભુના પગલાં, શુભ લક્ષણ સહ ભાળે રે. પરો
અર્થ :– પ્રજા સહિત બાહુબલિ ઉત્સાહપૂર્વક પ્રભુને વાંદવા આવ્યા ત્યારે બાગને પ્રભુ વગર ઉજ્જડ નિહાળ્યો, માળીએ પ્રભુના પગલાં બતાવ્યા ત્યારે પ્રભુના શુભ લક્ષજ્ઞો સહિત તે ચરણકમળને ભક્તિ સહિત તે જોવા લાગ્યા. ।।૪૨।।
વિરહ-વેદના કહી ન જાતી, પોક મેંકીને રૂએ રે,
પ્રભુ-વિરહની દિશા બતાવી, ઊંચે ચઢીને જીએ રે. પો
અર્થ :– બાહુબલિની અંતર વિરહવેદનાને તેઓ કહી ન શકતા પોક મૂકીને રડવા લાગ્યા. પ્રભુના વિહાર કર્યાની દિશા તેમને બતાવી તો ઊંચે ચઢીને જોવા લાગ્યા. કે જાન્ને પ્રભુ ક્યાં સુધી પહોંચ્યા છે. એવી પ્રભુપ્રત્યે તેમની અત્યંત ભક્તિ હતી. ।।૪૩।।
નાખી નજર ના ક્યાંયે પહોંચે, શોક સમાય ના ઉરે રે,
મંત્રી આદિ દે આશ્વાસન : “પ્રભુ રે, નહિ દૂરે રે; પરો
અર્થ [ :– દૂર નાખેલી નજર પણ પ્રભુને જોઈ શકી નહીં, પ્રભુ તો ઘણા દૂર ચાલ્યા ગયા હતા. તેથી
-
તેમનો શોક હૃદયમાં સમાતો નહોતો, ત્યારે મુખ્યમંત્રી આદિએ આશ્વાસન આપતાં કહ્યું : પ્રભુ તો આપના હૃદયમાં છે, ક્યાંય દૂર નથી. ।।૪૪॥
પ્રભુનાં પગલાં ઉપર સ્મારક સુંદર આપ રચાવો રે,
નિત્યપૂજાનું સ્થાનક કરીને, ભક્તિ ભાવ જમાવો રે.’પરો
અર્થ :– પ્રભુના પડેલ પગલા ઉપર એક સુંદર સ્મારકની રચના કરો, નિત્યપૂજાનું સ્થાનક બનાવી
Page #546
--------------------------------------------------------------------------
________________
૫ ૨૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પ્રભુ પ્રત્યે ભક્તિભાવ પ્રતિદિન વધે એવી યોજના કરો. ૪પા
બાહુબલિને ગમી વાત તે, શરૂઆત કરી નાખી રે,
ચરણબિંબ પર કોઈ ન ચાલે, એવી બુદ્ધિ રાખી રે, પરો. અર્થ - બાહુબલિને મંત્રીની આ વાત ગમી ગઈ અને સ્મારકની શરૂઆત કરી દીધી. પ્રભુના ચરણબિંબ ઉપર કોઈ ચાલી ન શકે એવી બુદ્ધિવડે યોજના કરી. II૪૬ાા.
ઘર્મ-ચક્ર કરી દીધું સુંદર સૂર્ય-બિંબ સમ શોભે રે,
પૂજા-રક્ષા કરનારા નિર્મા, પૂજે ભૂપ અક્ષોભે રે. પરો૦ અર્થ :- રત્નમય ઘર્મચક્રનું પ્રભુની ચરણ પ્રત્યાકૃતિ ઉપર સ્થાપન કર્યું. તે સુંદર હજાર આરાવાળું ઘર્મચક્ર જાણે આખું સૂર્યબિંબ હોય તેમ શોભવા લાગ્યું. તેની હમેશાં પૂજા કરનાર તથા રક્ષા કરનાર માણસોને તે ઠેકાણે નિરંતર રહેવાની આજ્ઞા કરી. બાહુબલિ રાજા પણ ક્ષોભ રહિત થઈ તે ઘર્મચક્રની પુષ્પોવડે પૂજા કરવા લાગ્યા. ૪૭થી
ભરતભૂપ શ્રેયાંસ-યશ સુણી, આવે તેની પાસે રે,
કરે પ્રશંસા દાન-વિધિની, સુણી મુનિ-નિયમ પ્રકાશે રે. પરો. અર્થ - ભરતરાજા પણ શ્રેયાંસકુમારની પ્રશંસા સાંભળી તેની પાસે આવ્યા. તથા દાન-વિધિની પ્રશંસા કરી ત્યારે શ્રેયાંસકુમારે મુનિને દાન આપવાના નિયમો જે જાતિસ્મરણજ્ઞાનબળે જાણેલા તે સર્વ જણાવ્યા. ||૪૮માં
સર્વ જનો ભક્તિસહ વિધિથી, દેતા દાન વિવેકે રે,
દાનયોગ તો મળે કોઈને, ભાવ કરે બહુ, લેખે રે. પરો. અર્થ - દાનની વિધિ જાણવાથી હવે ભક્તિપૂર્વક સર્વ વિવેકસહિત દાન આપવા લાગ્યા. પ્રભુને દાન આપવાનો યોગ તો કોઈ વિરલાને મળે છે; પણ ઘણા જીવો તે નિમિત્તે ભાવ કરી શકે છે. કરેલા ભાવ પણ લેખામાં આવે છે. ૪૯ાા.
પ્રભુ પણ કર્મ ઘર્મથી કાપે, પચીસ ભાવના ચિંતે રે,
માતા સમ સંભારે સ્નેહે સમિતિ-ગુતિ નિશ્ચિતે રે. પરોઢ અર્થ :- પ્રભુ પણ કર્મને ઘર્મધ્યાનથી કાપવા લાગ્યા. પાંચ મહાવ્રતોની દ્રઢતા માટે કુલ પચ્ચીસ ભાવના છે. તેમાં એક એક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. તેના ઉપર વ્રતી ધ્યાન રાખે છે. માટે પ્રભુ તેને ચિંતવવા લાગ્યા. ૧. અહિંસાવ્રતની પાંચ ભાવનાઓ : (૧) વચનગુપ્તિ (૨) મનગુતિ (૩) ઈર્યાસમિતિ (૪) આદાનનિક્ષેપણ સમિતિ તથા (૫) દેખી તપાસીને ભોજન કરવું તે. ૨. સત્યવ્રતની પાંચ ભાવનાઓ (૧) ક્રોઘનો ત્યાગ (૨) લોભનો ત્યાગ (૩) ભયનો ત્યાગ (૪) હાસ્યનો ત્યાગ કેમકે આ ચારને વશ થઈ અસત્ય બોલી જવાય છે. (૫) શાસ્ત્રોક્ત વચન કહેવું તે. ૩. અચૌર્યવ્રતની પાંચ ભાવનાઓ : (૧) શૂન્ય એકાંત જગ્યામાં રહેવું. (૨) ઉજ્જડ થયેલાં સ્થાનમાં
Page #547
--------------------------------------------------------------------------
________________
(૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫
૫ ૨૯
રહેવું. (૩) પોતે હોય ત્યાં બીજા આવે તો મનાઈ ન કરવી અથવા મનાઈ કરે ત્યાં ન રહેવું. (૪) શુદ્ધ ભિક્ષા દોષરહિત લેવી. (૫) સાઘર્મીઓ સાથે તકરાર કરવી નહીં. ૪. બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવનાઓ : (૧) સ્ત્રીરાગ વર્ધક કથાનો ત્યાગ. (૨) સ્ત્રી અંગે નિરીક્ષણ ત્યાગ. (૩) ભોગવેલા ભોગોના સ્મરણનો ત્યાગ. (૪) કામોદ્દીપક પુષ્ટરસનો ત્યાગ. (૫) શરીર શૃંગારનો ત્યાગ. ૫. પરિગ્રહ ત્યાગ વ્રતની પાંચ ભાવનાઓ : મનને ગમતા કે ન ગમતા પાંચ ઇન્દ્રિયોના પદાર્થોને પામી રાગદ્વેષ ન કરતાં સંતોષ રાખવો તે. માતા સમાન સ્નેહપૂર્વક સમિતિ ગુણિને નિશ્ચિતપણે સંભારી પોતાના આત્માનું હિત કરવા લાગ્યા. ૫૦
નારી-કથા-દર્શન-સંસર્ગે મન સંયમ સંભારે રે,
પૂર્વ-રતિ તર્જી નીરસ ભોજને, બ્રહ્મચર્ય દ્રઢ ઘારે રે. પરો. અર્થ :- વળી સ્ત્રી સંબંધી કથા. તેનું દર્શન કે સંસર્ગનો ત્યાગ કરી મનમાં હમેશાં સંયમને સંભારે છે, તથા પૂર્વ રતિક્રિડાની સ્મૃતિ તજી, નીરસ ભોજન કરી બ્રહ્મચર્યને દૃઢપણે પાળે છે. //૫૧૫
ઇન્દ્રિય-ઠગ તજી, પરમ પદાર્થે મનની વૃત્તિ વાળે રે,
જ્ઞાનગમ્મતે મન ઋષિ રોકે, મન-ચંચળતા ટાળે રે - પરો. અર્થ :- ઇન્દ્રિયોરૂપી ઠગોને છોડી દઈ પરમપદાર્થ એવા આત્મઐશ્વર્યમાં મનની વૃત્તિને વાળે છે. મનની ચંચળતાને ટાળવા માટે ઋષિ એવા પ્રભુ જ્ઞાન ગમ્મતમાં પોતાના મનને રોકે છે. સાપરા
“હે! મન-બાળક, નારી-ફૂપ-કૅપ પાસે રમવા ના જા રે,
મોહ-સલિલે ડૂબી મરશે, એવી દોડ ભેલી જા રે. પરો. અર્થ - હે! મનરૂપી બાળક તું નારીના રૂપરૂપી કૂવા પાસે રમવા જઈશ નહીં. નહીં તો મોહરૂપી સલિલ એટલે પાણીમાં તું ડૂબી મરીશ. માટે એ તરફની દોડ હવે ભૂલી જા. //પ૩ના
જીવાજીવ-વિચારે રમજે, ઇન્દ્રિય-રમત વિસારી રે,
સંયમ-બાગે વ્રત-વૃક્ષોમાં, ધ્યાન-૨મત બહ સારી રે. પરો અર્થ - હે જીવ! આ ઇન્દ્રિયોની રમત હવે ભૂલી જઈ જીવ અને અજીવ તત્ત્વના વિચારમાં રમજે. સંયમરૂપી બાગ અને વ્રતરૂપી વૃક્ષોમાં આત્મધ્યાન કરવારૂપ રમત બહુ સારી છે. પ૪
પરિષહ-શ્રમ નહિ તને જણાશે પંચાચાર-રસે ત્યાં રે,
શલ્યરહિત તપ શુદ્ધિ દેશે, સ્વરૂપ-સુખ મળે જ્યાં રે.” પરો. અર્થ - જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારને રસપૂર્વક આરાઘવાથી તને પરિષહનો શ્રમ જણાશે નહીં. તથા માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્ય રહિત તપ કરવાથી આત્મશુદ્ધિ પ્રાપ્ત થશે. જેથી પોતાના શુદ્ધ સહજાન્મસ્વરૂપનું સુખ આવી મળશે. પપાા
એમ વિચરતાં પૃથ્વી-તલ પર હજાર વર્ષો વીતે રે,
કેવલ-શ્રી વરવા વરઘોડે જાણે ફરતા પ્રીતે રે. પરોઢ અર્થ - પ્રભુને આ પ્રમાણે પૃથ્વીતલ ઉપર વિચરતા એક હજાર વર્ષ વ્યતીત થઈ ગયા. પ્રભુ કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને વરવા માટે જાણે વરઘોડે ચઢીને પ્રેમપૂર્વક ફરતા હોય તેમ જણાતું હતું. //પા.
Page #548
--------------------------------------------------------------------------
________________
૫૩૦
પ્રાવધ-વિવેચન ભાગ-૨
પુરિમતાલ પુરના ઉદ્યાને નિર્મલ, વિશાલ શિલા રે વડ નીચે દેખી પ્રભુ બેઠા, રચી ધ્યાનની લીલા રે-પરો
અર્થ :– પ્રભુ હવે અયોધ્યાના પુરિમતાલ નામના શાખાનગર એટલે પરામાં નંદનવન જેવા નિર્મળ ઉદ્યાનમાં વડ નીચે વિશાલ શિલા દેખી તેના ઉપર કાઉસગ્ગ ઘ્યાનમાં વિરાજમાન થયા. ।।૫।। સંસારે સુખ અલ્પ ન લેખે, દુઃખ દીસે સુખ-વેશો રે, અલંકાર તનુ-માર, ખરેખર ! ગાયન રુદન-વિશેષો રે. પરો
અર્થ :– પ્રભુને સંસારમાં સુખ અલ્પ પણ જણાતું નથી. ત્યાં દુઃખ દુઃખને દુઃખ જણાય છે. સુખના વેષમાં પ્રભુને બધું દુઃખ દેખાય છે. ઉકળતા પાણીની જેમ ત્રણેય લોક ત્રિવિધ તાપથી પ્રજ્વલ્લિત ભાસે છે. આભૂષણો શરીર ઉપર ભાર જણાય છે. ખરેખર ! સંસારી જીવોના મોહગર્ભિત ગાયનો પ્રભુને, રડીને દુઃખ વ્યક્ત કરવાનો એક વિશેષ પ્રકાર જણાય છે. પા
દેહધસારો કામ-વિકારો, જન્મ-મરણના હેતુ રે; ગર્ભાવાસ ટળે જે ભાવે તે જ મોક્ષસુખ-કેતું રે. પરો
અર્થ :— કામ વિકારો પોતાના દેહનો ઘસારો કરાવનારા છે. જેમ કુતરું હાડકું ચાવે ત્યારે પોતાના મોઢામાંથી લોહી નીકળે, તેના જેવા ભોગો છે. તે ભોગોને ભોગવતાં વિશેષ આસક્તિ થવાથી નવા જન્મમરણ ઊભા કરવાના કારણ છે. પણ જે ભાવવડે ગર્ભાવાસ ટળે તે ભાવ જ મોક્ષસુખના કેતુ એટલે નિશાનરૂપ છે. પા
અર્થ
કર્મરહિત નિરંજન-આત્મા, સિદ્ધ સમાન વિચારે રે, સમ્યભાવે મોક્ષ-ઉપાયે અપ્રમત્ત મન ઘારે રે. પરો
અર્થ :— પછી પ્રભુ કર્મરહિત નિરંજન આત્માને સિદ્ધ સમાન વિચારે છે. એમ સભ્યભાવોવડે મોક્ષનો ઉપાય વિચારતાં પ્રભુ અપ્રમત્ત નામના સાતમા ગુણસ્થાનકમાં મનને સ્થિર કરે છે. ।।૬।। મોહ-ક્ષય કરી, ઘાતી કર્મ સૌ, ક્ષણમાં ક્ષય જ્યાં કરતા રે, લોક-અલોક-પ્રકાશક રવિ સમ, જ્ઞાન પ૨મ તે વરતા રે. પરો
અર્થ :— હવે શ્રેણી ચઢવારૂપ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકમાં આરૂઢ થઈ પૃથવિતર્કસવીચાર નામના શુક્લધ્યાનના પહેલા પાયાને પામ્યા. ત્યારબાદ અનિવૃત્તિબાદર નામના નવમાં ગુણસ્થાનકમાં આવી વેદોદયનો ક્ષય કર્યો. પછી દશમાં સુક્ષ્મસોંપરાય ગુન્નસ્થાનકને પામી ત્યાં રહેલા અત્યંત સૂક્ષ્મ સંજ્વલન લોભ કષાયને ક્ષાવારમાં ઘણી એકત્વવિતર્કઅવીચાર નામના શુક્લધ્યાનના બીજા પાયાને પામ્યા. જેથી ક્ષણવારમાં મોહનીયકર્મનો ક્ષય કરી સીઘા બારમા ક્ષીણમોહગુણસ્થાનકમાં આવ્યા. આ ગુણસ્થાનકના અંતમાં ક્ષણવારમાં બીજા ધાતીયાકર્મ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મનો જ્યાં ક્ષય કર્યો કે સૂર્ય સમાન લોકાલોક પ્રકાશક એવા ઉત્કૃષ્ટ કેવળજ્ઞાનને પ્રભુ પામ્યા. ।।૬૧।। ઇન્દ્રાસન કંપે સ્વર્ગે પણ, સુર-તરુ-શાખા નાચે રે,
જાશે વર્ષે વર્ષે પુષ્પો, ગગન પુરાય અવાજે રે. પરો
:
- પ્રભુને કેવળજ્ઞાન થવાથી સર્વ ઇન્દ્રોના આસન કંપાયમાન થયા. કલ્પવૃક્ષની શાખાઓ
Page #549
--------------------------------------------------------------------------
________________
(૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫
૫૩ ૧
પણ નાચવા લાગી. જાણે હર્ષથી પુષ્પો વર્ષવા લાગ્યા. દેવતાઓને બોલાવવા માટે દેવલોકમાં રહેલી સુંદર શબ્દવાળી ઘંટાઓ વાગવા લાગી, જેથી આકાશ પણ અવાજથી પુરાઈ ગયું. કરા.
અવધિજ્ઞાને ઇન્દ્ર વિચારે, જ્ઞાન-મહોત્સવ કાજે રે,
સૌ દેવો સહ હર્ષે આવે, શોભા દિવ્ય વિરાજે રે. પરો. અર્થ :- અવધિજ્ઞાનથી ઇન્દ્ર વિચાર્યું કે આ બધું પ્રભુના કેવળજ્ઞાન મહોત્સવના કારણે થઈ રહ્યું છે. તેથી તે સર્વ દેવો સાથે સહર્ષ આવવા લાગ્યા. આકાશમાં દિવ્ય શોભા પથરાઈ ગઈ. ૬૩ના
ઋષભ જિનેશ્વર દર્શન કાજે, સ્પર્ધા દેવો કરતા રે,
અન્ય વિમાન ઘસાતાં મળીના ડાઘા મૃગસમ ઘરતા રે. પરો. અર્થ - ઋષભ જિનશ્વરના દર્શન માટે દેવો સ્પર્ધા કરવા લાગ્યા કે જાણે હું પહેલો પહોંચે. જેથી વિમાન એક બીજાને ઘસાતાં તેના ઉપર હરણના આકાર જેવા ડાઘા પડી ગયા. //૬૪ll
ચંદ્ર-વિમાને હજીં પણ દેખો, જિન-જાત્રાએંઘાણી રે,
શ્યામ રંગ પણ ગર્વે ઘારે, ઘર્મ-ભાવના જાણી રે. પરો. અર્થ - ચંદ્રના વિમાનમાં હજી પણ આ જિનયાત્રાની એંધાણી છે. ચંદ્રમાના વિમાનમાં હરણના આકારે જે શ્યામ રંગ દેખાય છે તે આ છે. પણ તેને આજે પણ દેવોની ઘર્મભાવનાની નિશાની જાણી ગર્વથી તે હરણનો આકાર ઘારી રાખ્યો છે; પણ ભૂસ્યો નથી. ૬પા.
સમવસરણ-૨ચના સુર કરતા, ચમત્કાર-ભરી કેવી રે!
કનક-રત્નની કરી ગૂંથણી, સુખકર જોવા જેવી રે. પરો. અર્થ :- સમવસરણની રચના દેવો ચમત્કાર ઉપજાવે તેવી કરે છે. સોનામાં રત્નોની એવી ગૂંથણી કરે છે કે જે આત્માને સુખકર તથા જોવા જેવી હોય છે. I૬૬ાા
પૂર્વાભિમુખ પ્રભુ બિરાજ્યા, દીસે સર્વ દિશામેં રે,
રચના દેવો એવી કરતા, જાણે પ્રભુ છે સામે રે. પરો. અર્થ - સમવસરણમાં પ્રભુ પૂર્વદિશા સન્મુખ બિરાજમાન થયા. પણ દેવોએ બીજી ત્રણેય દિશાઓમાં પ્રભુની પ્રત્યાકૃતિની એવી રચના કરી કે જેથી સર્વ દિશાઓમાં પ્રભુ અમારી સામે જ છે એમ બઘાને લાગ્યું. ૬ના
ફાગણ વદ અગિયારસ દિને જ્ઞાન-કલ્યાણક કરતા રે;
સુર, નર, પશુ એકત્ર મળી ત્યાં, હર્ષ ઉરે અતિ ઘરતા રે. પરો. અર્થ - ફાગણ વદ અગિયારસના દિવસે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યો હતો ત્યારે પ્રાતઃકાળમાં પ્રભુને ત્રણેય કાળને જણાવનારું કેવળજ્ઞાન કલ્યાણક થયું. હવે સમવસરણમાં પ્રભુની સમક્ષ દેવતાઓ, મનુષ્યો તથા પશુઓ બઘા એકત્ર મળી પ્રભુની વાણી સાંભળીને હૃદયમાં અતિ હર્ષને ઘારણ કરવા લાગ્યા. અને જીવનને ઘન્ય માનવા લાગ્યા. I૬૮ાા.
કષાય શમાવી, જાતિ-વેર તાઁ સૌ શાંતિ ઉર ઘારે રે, મૂંગ-મૃગપતિ, નકુલ-નાગ ત્યાં ભય તજીં, બેસે હારે રે. પરો.
Page #550
--------------------------------------------------------------------------
________________
૫૩૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - પ્રભુના અતિશયથી સર્વ જીવો કષાય શમાવી, જાતિવેરને ભૂલી જઈ, શાંતિ હૃદયમાં ઘારી સર્વ સમવસરણમાં બેઠા છે. હરણ અને સિંહ, નકુલ એટલે નોળિયો અને સાપ, બઘા એક બીજાનો ભય તજી સાથે જ બેઠા છે. II૬૯યા.
ભરત ભૂપને મળે સામટા સમાચાર ઉત્સવના રે -
કેવળજ્ઞાન પિતા પામ્યાના, ચક્ર-પુત્ર-પ્રસવના રે. પરો. અર્થ :– ભરતરાજાને ઉત્સવના બઘા સામટા સમાચાર મળે છે. ૧. તો પિતા શ્રી ઋષભદેવને કેવળજ્ઞાન પામ્યાના, ૨. ચક્રરત્ન ઉત્પન્ન થયાના તથા ૩. પુત્ર જન્મના સમાચાર સાથે મળ્યા. ૭૦ના
પ્રથમ મહોત્સવ શાનો કરવો? તે માટે વિચારે રે,
ઘર્મ-કર્મથી સૌ સંપત્તિ, ચક્રાદિક પ્રકારે રે. પરો. અર્થ - હવે પ્રથમ મહોત્સવ શાનો કરવો? કેવલજ્ઞાનનો, ચક્રનો કે પુત્ર જન્મનો. તે માટે વિચાર કરતાં જણાયું કે થર્મકાર્યથી જ સર્વ ચક્રાદિ સંપત્તિ મળે છે. માટે પ્રથમ પ્રભુના કેવળજ્ઞાનનો જ મહોત્સવ કરવો યોગ્ય છે. I૭૧ાા
પુત્ર-કલત્રે ઘર્મ ભેંલે તે, તરુ છેદી ફળ ખાતા રે,
મોહ-બળે વિચાર ઊગે ના, ભજવા પ્રભુ પ્રખ્યાતા રે. પરો. અર્થ - કલત્ર એટલે સ્ત્રી પુત્રાદિ નિમિત્તે જે ઘર્મને ભૂલે તે વૃક્ષને છેદી નાખી ફળ ખાવા જેવું કરે છે. મોહના બળથી જીવને સવિચાર ઊગતા નથી. પણ સૌ પ્રથમ જગત પ્રસિદ્ધ એવા પ્રભુને જ ભજવા જોઈએ. I૭રા
અયોધ્યાવાસી સર્વ જનો સહ ભરત ગયા પ્રભુ પાસે રે,
સમવસરણ-જીવ-જલજ રવિ-પ્રભુ નીરખે સૌ ઉલ્લાસે રે. પરો. અર્થ - અયોધ્યાવાસી સર્વ જનો સાથે ભરત રાજા પ્રભુ પાસે ગયા. ત્યાં સમવસરણરૂપી સરોવરમાં બેસી, જીવરૂપી જલજ એટલે કમળો, પ્રભુરૂપી સૂર્યને ઉલ્લાસથી નીરખવા લાગ્યા. ૭૩ના
શશ સમ છત્ર ત્રણ શિર શોભે, સેવે પદ ઇન્દ્રાણી રે,
ચોસઠ ચમર ઇન્દ્રગણ વીંઝે, ઋદ્ધિ ન જાય વખાણી રે. પરો. અર્થ - ચંદ્રમા સમાન ત્રણ છત્ર પ્રભુના શિર ઉપર શોભે છે. ઇન્દ્રાણી પ્રભુના ચરણકમળને સેવે છે. ચોસઠ ઇન્દ્રો પ્રભુને ચામર વીંઝે છે. એવી પ્રભુની અદ્ભુત ઋદ્ધિના વખાણ થઈ શકે એમ નથી. II૭૪ો.
દઈ પ્રદક્ષિણા ભરત ભૂપ તો વંદન કરીને સ્તવતા રે:
“અહોભાગ્ય અમારાં કે પ્રભુ, રહ્યા આજ લગી જીંવતા રે. પરો. અર્થ - પ્રભુને પ્રદક્ષિણા દઈ ભરત રાજા તો વંદન કરી પ્રભુના ગુણોની સ્તવના કરવા લાગ્યા કે અહોભાગ્ય અમારા કે પ્રભુ આજ લગી જીવતા રહ્યા છે. II૭પણા
જાણે આજે સિદ્ધ થયો હું, પરમાનંદ ન માતો રે, નિરુપમરૂપે તમને દીઠા, સફળ કંઠ ગુણ ગાતો રે. પરો.
Page #551
--------------------------------------------------------------------------
________________
આયડમાં ફ્રી છાપ ઉદાર ૯૭[[ol ની પ્રતિષ્ઠા
Page #552
--------------------------------------------------------------------------
________________
(૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫
૫૩૩
અર્થ :— જાણે આજે હું સિદ્ધ બની ગયો. કેમકે પરમાનંદ મારા હૃદયમાં સમાતો નથી. કોઈની પણ ઉપમા આપી ન શકાય એવા નિરુપમ સ્વરૂપે આજે મેં આપને જોયા. આપના ગુણગાન કરવાથી મારો કંઠ પણ આજે સફળ થઈ ગયો. ।।૭।
કૃતકૃત્ય આ ચરણ થયા જે, આપ સમીપે લાવ્યા રે, નયન સફળ આ પ્રભુ-દર્શનથી, કર સેવામાં આવ્યા રે. પરો
અર્થ :— આ મારા ચરણ પણ કૃતકૃત્ય થઈ ગયા જે મને આપના સમીપે લાવ્યા. નયન પણ પ્રભુદર્શનથી સફળ થયા તથા કર એટલે હાથ પણ પ્રભુ સેવામાં આવવાથી સફળતાને પામ્યા. ।।૭।। ઝીલે કર્ણ જે ધ્વનિ દિવ્ય તે ધન્ય ! ઘન્ય ! અતિ ગણવા રે,
વાણી સુણી સદા વખાણે પ્રશસ્ત તે પણ ભણવા રે. પરો
અર્થ :— જે કર્ણ એટલે કાન આપની દિવ્ય ધ્વનિને ઝીલે તેને અત્યંત ધન્ય ધન્ય ગણવા યોગ્ય છે. તથા આપની વાણી સુણીને જે તેના સદા વખાન્ન કરે તે ભાવોને પણ પ્રાસ્ત એટલે શુભ કહેવા યોગ્ય છે. ભગવાનની વાણી એ જ સરસ્વતી છે. ।।૩૮||
નામ રટે તુજ તે જીભ સાચી, તુજ સન્મુખ મુખ સાચું રે,
કૃતકૃત્ય મન તે હું માનું, જે તુજ પદ-જ રાચ્યું રે, પરો
અર્થ :— હે પ્રભુ! તારું નામ ૨ટે તે જ જીભ સાચી. તારા સન્મુખ જેની દૃષ્ટિ છે તે મુખ પણ સાચું. હું તે મનને જ કૃતકૃત્ય માનું કે જે તારા ચરણકમળમાં સદા તલ્લીન રહે છે. ।।૩૯)
તમને ધ્યાવે તે જ યોર્ગી છે, કવિ જે સ્તવતા તમને રે,
સુર ખરા જે ભક્તિ-રાગી, શિર જે ઝૂકે નમને રે. પરો
અર્થ :— તમારું જે ધ્યાન કરે તે જ સાચો યોગી. જે તમારી સ્તવના કરે તે જ સાચો કવિ. ખરા દેવતાઓ પણ તે જ કે જે આપના પ્રત્યે ભક્તિ-રાગી છે તથા જેમના શિર આપના ચરણમાં નમન અર્થે ઝુકે છે. દા
જ
તુજ વચનો માને તે મુનિ, નમસ્કાર તે સહુને રે,
તુજ શરણે જીવે તે જીવો, વરશે મુક્તિ-વહુને રે.” પરો
અર્થ :— તારા વચનોને સંપૂર્ણપણે માની જે જીવન જીવે તે જ મુનિ. તે સહુ સાધકોને મારા નમસ્કાર હો. તારું શરણ સ્વીકારી તારી આજ્ઞાનુસાર જે જીવન જીવે છે તે અવશ્ય મુક્તિરૂપી સ્ત્રીને પામશે. II૮૧૫
નમસ્કાર કરી ઇન્દ્ર સમીપે જઈ નરેન્દ્ર બિરાજે રે, ઋષભ જિનેશ્વર કરુણા કરીને વદતા જગજન કાજે ૨ ઃ ૫૨ો
અર્થ :— ઉપર પ્રમાણે પ્રભુની સ્તુતિ કર્યા પછી નમસ્કાર કરીને નરોમાં ઇન્દ્ર સમાન ભરત ચક્રવર્તી
=
ઇન્દ્ર પાસે જઈ બિરાજમાન થયા. ત્યારબાદ શ્રી ઋષભ જિનેશ્વર પ્રભુ કરુણા કરીને હવે જગત જીવોના કલ્યાણ અર્થે દેશના આપવા લાગ્યા. ।।૮૨
Page #553
--------------------------------------------------------------------------
________________
૫૩૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
“જીવ અજીંવ બે તત્ત્વો મુખે, વિશ્વ વિષે, ઉર ઘારો રે, યોગ અનાદિ કર્મ કૅપે પણ, સ્વરૂપ શુદ્ધ વિચારો રે.”
પરોપકાર-કારક પરમાત્મા વદતા જન-જન કાજે રે.... અર્થ :- આ વિશ્વમાં જીવ અને અજીવ એમ બે તત્ત્વો મુખ્ય પણે છે. તેને હૃદયમાં ઘારણ કરો. અનાદિકાળથી પુદ્ગલ દ્રવ્યનો યોગ જીવ સાથે છે. તે કર્મના કારણે છે. પણ જીવ દ્રવ્યનું સ્વરૂપ નિશ્ચયનયથી જોતાં શુદ્ધ છે. તેનો વિચાર કરો. નિષ્કારણ પરોપકારને કરવાવાળા પ્રભુ માત્ર આ વાણી જગત જીવોના કલ્યાણ અર્થે કહે છે. I૮૩
“એક દેહ દેખાતો તેમાં ષટું તત્ત્વો નિહાળો રે,
સર્વવ્યાપી આકાશ વસે ત્યાં, દેહવ્યાપી જીંવ ભાળો રે. પરો. વ. અર્થ :- આપણને એક દેહ જ દેખાવા છતાં તેમાં છ તત્ત્વો રહેલા છે તે નિહાળો. આકાશતત્ત્વ સર્વ વ્યાપી હોવાથી તે આ દેહમાં પણ વ્યાપેલ છે. તેમ જીવ પણ આ દેહમાં વ્યાપેલો છે એમ જાણી એ વાતને હૃદયમાં નક્કી કરો. ૮૪.
જીવ એકલો જાણી શકતો, પાંચ અજીવ પ્રમાણો રે, ઘર્મ-અથર્મ ગતિ-સ્થિતિ-હેતુ, પુદ્ગલ મૂર્તિક જાણો રે.
પરોપકાર-કારક પરમાત્મા વદતા જગ ઉદ્ધરવા રે.. અર્થ :- જીવ દ્રવ્ય એકલું જ સર્વ જાણી શકે છે. તે સિવાયના પુદ્ગલ, ઘર્મ, અઘર્મ, આકાશ તથા કાલ દ્રવ્ય અજીવ તત્ત્વો છે, તે વિચારી પ્રમાણભૂત કરો. ઘર્માસ્તિકાય અને અઘર્માસ્તિકાય એ દ્રવ્યો માત્ર ગતિ કરવામાં અને સ્થિતિ કરવામાં કારણભૂત છે. તથા છએ દ્રવ્યોમાં પુદ્ગલ દ્રવ્ય એક જ મૂર્તિક એટલે રૂપી દ્રવ્ય છે, બાકી બધા અરૂપી દ્રવ્ય છે. પરોપકારને કરવાવાળા એવા આ પ્રભુ માત્ર જગત જીવોના ઉદ્ધાર માટે આ વાણી ઉપદેશે છે. ૧૮પા
વર્તન-હેતું કાલ સમજવો; દ્રવ્ય છ કાયા-ભાંડે રે,
સ્વરૃપ લોકનું આ સંક્ષેપે, પિંડે તે બ્રહ્માંડે રે. પરો. વ. અર્થ :- દરેક દ્રવ્યના પરિવર્તનનું કારણ કાલ દ્રવ્ય છે એમ સમજવું. છએ દ્રવ્ય આ કાયારૂપી ભાંડ એટલે વાસણમાં રહેલા છે. લોકનું સંક્ષેપમાં આ સ્વરૂપ છે. પિંડ એટલે શરીરમાં છએ તત્ત્વો છે તે જ બ્રહ્માંડ એટલે આખા વિશ્વમાં પથરાયેલા છે. ૧૮૬ાા
ક્ષીર-નીર સમ સેળભેળ એ; નાશ ન પામે કોઈ રે,
ચેતન જડ કે જડ ચેતનફૅપ થાય ન, સ્થિતિ જોઈ રે. પરો. વ. અર્થ - દુઘ અને પાણીની જેમ એ દ્રવ્યોનો સેળભેળ છે. કોઈ દ્રવ્ય કે તત્ત્વ કદી નાશ પામતું નથી. તે પોતાના સ્વભાવને છોડતું નથી. માટે ચેતન એવો આત્મા કદી જડ થાય નહીં. અને જડ એવું પુદ્ગલ કદી ચેતનરૂપ થાય નહીં. એવી દ્રવ્યની સ્થિતિ ભગવંતે કેવળજ્ઞાનવડે જોઈ છે. આટલા
પુદ્ગલ-પુંજ-સંગથી ભૂલ્યો, ભટકે જીવ અજાણ્યો રે, જ્ઞાને દેહ દેખી, પોતાને મોહે તે રૃપ માન્યો રે. પરોવ.
Page #554
--------------------------------------------------------------------------
________________
(૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫
૫ ૩૫
અર્થ :- કર્મરૂપી પુદગલ સમૂહના સંગથી આ જીવ પોતાના મૂળ સ્વરૂપને ભૂલી, અનાદિકાળથી અજ્ઞાનવશ ચારગતિમાં ભટક્યા કરે છે. જીવના જાણપણાના જ્ઞાનગુણને લીધે આ દેહને દેખી, મોહે એટલે વિપરીત જ્ઞાનના કારણે આ દેહને જ પોતાનું સ્વરૂપ માને છે. એ જ જીવનું અજ્ઞાન છે. //૮૮ાા.
દેહાધ્યાસે દેહ-સુખાદિ, શોથે જીવ અનાદિ રે,
દેહ વેદના-મૂર્તિ માનો, દે ક્ષણિક સુખાદિ રે. પરોવ૦ અર્થ - આપણો આત્મા અનાદિકાળના દેહાધ્યાસને લીધે આ દેહને કેમ સુખ ઊપજે તેના કારણોને જ શોધ્યા કરે છે. પણ આ દેહને વેદનાની મૂર્તિ માનો, કેમકે રોગ વૃદ્ધાવસ્થાને રહેવાનું સ્થાન આ દેહ જ છે, તથા મળમૂત્રની ખાણ છે. આ દેહ જીવને શાતાવેદની કે અશાતા વેદનીના ક્ષણિક સુખ દુઃખાદિને આપનાર છે. ૮૯ો.
સદ્ગુરુ-સેવાયોગે, બોથે, મોહ-જોર હઠી જાતું રે,
વિપર્યાસ અનાદિ ટળતાં, સ્વરૅપ શુદ્ધ સમજાતું રે. પરો. વ. અર્થ :- સદ્ગુરુની આજ્ઞા ઉપાસવાનો યોગ બનતા તથા તેમના બોઘથી દર્શનમોહનું જોર હઠી જાય છે. તેથી અનાદિકાળનું વિપર્યાસ એટલે વિપરીતપણું ટળી જઈ જીવને પોતાના મૂળ શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે. ૯૦ગા.
પરને પર જાણ્યું પર-સુખની ઇચ્છા સહજે છૂટે રે,
દુઃખદાય જો યથાર્થ જાણે, વ્યર્થ કોણ શિર ફૂટે રે? પરો. વ૦ અર્થ - જ્ઞાની પુરુષના બોઘે જ્યારે આત્મા સિવાય બીજું બધું પર જણાય છે ત્યારે દેહાદિ પરવસ્તુમાં સુખની કલ્પના સહજે છૂટી જાય છે. જો શરીરાદિમાં મારાપણું કરવું એ ખરેખર દુઃખદાયી છે એમ જો જણાય તો વ્યર્થ તે શરીરાદિના સુખ માટે કોણ માથા ફોડી કરે? કોઈ ન કરે. II૯૧ાા
જન્મ-જરા-મરણાદિક દુ:ખો મોહ-વશે જીંવ વેઠે રે,
જીવ નિરંતર રાગ-દ્વેષથી દુઃખી, કેદી પેઠે રે. પરો. વ૦ અર્થ :- જન્મ જરા મરણાદિના દુઃખો આ જીવ માત્ર મોહને વશ થઈ વેઠે છે. પરપદાર્થો અર્થે નિરંતર આ જીવ રાગદ્વેષ કરી કેદીની પેઠે કર્મોથી બંઘાઈને ચાર ગતિમાં દુઃખી થયા કરે છે. II૯૨ા.
ચારે ગતિમાં દુઃખો દેખો, ક્યાંય નથી સુખી આત્મા રે,
મુક્ત-દશામાં સુખ નિરંતર પામે છે પરમાત્મા રે. પરોવ અર્થ - ચારે ગતિમાં જીવ માત્ર દુઃખોને ભોગવે છે; તેનો વિચાર કરો. આ સંસારમાં આત્મા ક્યાંય સુખી નથી. કોંથી સંપૂર્ણ મુક્ત થયેલ દશામાં નિરંતર સુખ છે. તે નિરંતર સુખમયદશાને પરમાત્મા પામે છે. II૯૩ા.
નરક દુઃખ સમ ગર્ભવાસે મુક્ત જીવ નહિ પેસે રે,
આધિ, વ્યાધિ, ઉપાધિ ત્યાં ના, જરા-મરણ નહીં લેશે રે. પરોવ. અર્થ - નરકના દુઃખ સમાન ગર્ભાવાસ છે. કમોંથી મુક્ત થયેલ જીવ ફરી ગર્ભમાં જન્મે નહીં. મોક્ષમાં આધિ, વ્યાધિ કે ઉપાધિ નથી. તથા જરા કે મરણના દુઃખ પણ લેશ માત્ર ત્યાં નથી. ૯૪l
Page #555
--------------------------------------------------------------------------
________________
૫૩૬
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
પરમાનંદ સતત શાશ્વતો, રવિ સમ કેવળજ્ઞાની રે, સિદ્ધિમાં સિદ્ધો બિરાજે, તહીં મણા છે શાની રે?૫૨ો વ
અર્થ :— મોક્ષમાં નિરંતર શાશ્વતો પરમાનંદ છે. સૂર્ય સમાન કેવળજ્ઞાની જગતના પ્રકાશક છે. સિદ્ધિ એટલે મોક્ષમાં સર્વ સિદ્ધ ભગવંતો બિરાજે છે. તેમના સુખમાં કોઈ મણા નથી. ।।૯૫।। મોક્ષમાર્ગ શ્રદ્ધાથી પ્રગટે સમ્યગ્દર્શન નામે રે,
આત્મિક સુખ જીવ અનુભવે ત્યાં, જ્ઞાન સત્ય ત્યાં પામે રે, ૫૨ો વ
અર્થ :- ‘સચવર્શનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમાર્ગ:' એ મોક્ષમાર્ગ સદેવગુરુધર્મના કહ્યા પ્રમાણે જીવાદિ તત્ત્વોમાં શ્રદ્ધા રાખવાથી પ્રગટે છે, તેનું નામ સમ્યગ્દર્શન છે. તે વડે જીવ આત્માના સુખને અનુભવે છે. તેથી તેનું જ્ઞાન પણ સમ્યક્ષજ્ઞાને પામે છે. કા
સત્પ્રદ્ધાનાં પાંચ લક્ષણો લહે ભવ્ય નરનારી રે -
-
શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, "અનુકંપા દે તારી રે, પો॰ વ
=
અર્થ :- સશ્રદ્ધા એટલે સમ્યગ્દર્શન પામવાના આ પાંચ લક્ષણો છે. તેને ભવ્ય એવા નરનારીઓ મેળવે છે. તે શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા નામે છે. એ લક્ષણો જીવને સંસાર સમુદ્રથી તારનાર છે. એનું સંક્ષેપમાં વર્ણન નીચે પ્રમાણે છે. ।।૭।
અનંતાનુબંધી ક્રોધાદિક શમતાં 'શમ ગુણ આવે રે,
ઘણા ōવો ત૨તા તે માર્ગે દ્વેષાદિ ના લાવે રે. પરો વ૦
અર્થ :- અનંતાનુબંઘી ક્રોધાદિ કષાયનું શમન થતાં શમગુણ આવે છે. એ કષાયના શમનવડે ઘણા જીવો તરે છે. પછી કોઈ પ્રત્યે દ્વેષાદિ ભાવ લાવતા નથી. ।।૮।
માત્ર મોક્ષ-અભિલાષા પોષે, તે 'સંવેી વખાણો રે, પરિભ્રમણથી થાક્યો ત્યારે, નિર્વેદે જૈવ જાણો રે. ૫૨ો વ
અર્થ ઃ— જે માત્ર મોક્ષ અભિલાષને પોષે છે, તેને સંવેગી જીવો જાણો. ચાર ગતિમાં પરિભ્રમણ
:
કરતા થાક્યો હોય ત્યારે હે જીવ ઘણી થઈ, હવે થોભ, એમ પોતાના આત્માને કહેવું તે નિર્વેદ અથવા ભવે ખેદ છે. ।।૯૯લ્લા
પરમ નિઃસ્પૃહ જનનાં વચને તલ્લીનતા તે આસ્થા રે;
ભવ-દુઃખે ડૂંબતા જીવોની કરુણા-પાત્ર અવસ્થા – પરો વ
અર્થ :— પરમ નિઃસ્પૃહ પુરુષના વચનમાં તલ્લીનતા તે 'આસ્થા'. સંસારમાં ડૂબતા જીવોની કરુણા પાત્ર અવસ્થા દેખી દયા આવવી તે અનુકંપા છે. ।।૧૦૦૦
દેખી, ઉપાય શોધી આઠરે, અનુકંપા તે જાણો રે,
સ્વ-૫૨ દયા દિલમાં રાખે તે તારે, તરી પ્રમાણો રે. ૫૨ો વ
અર્થ :– જીવોની ઉપરોક્ત દશા દેખી, તેના ઉપાય શોધી તેનું દુઃખ દૂર કરે તે અનુકંપા જાણવી. સ્વઆત્માની કે પર આત્માની દયા દિલમાં રાખે તે પોતે તરે અને બીજાને પણ તારી શકે છે. ૧૦૧।।
Page #556
--------------------------------------------------------------------------
________________
(૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫
૫ ૩૭
સમ્યગ્દર્શન તણા પ્રતાપે, જ્ઞાન-દોષ દૂર થાતો રે,
કુશ્રુત આદિ સુશ્રુત બનતાં, મોક્ષમાર્ગ સમજાતો રે. પરો. વ૦ અર્થ - સમ્યગ્દર્શનના પ્રતાપે, જ્ઞાનમાં વિપરીતતારૂપ દોષ હોય તે દૂર થાય છે. તેથી કશ્રત એટલે મિથ્યાજ્ઞાન આદિ સુશ્રુત બનતાં જીવને મોક્ષમાર્ગ સમજાય છે. ૧૦૨ાા
વિપરીત વર્તન પણ પલટાતું, સવ્રત આદિ આવે રે,
સર્વ-સંગ-પરિત્યાગ કરી તે સિદ્ધ-ભાવના ભાવે રે. પરો. વ. અર્થ :- સમ્યગ્દર્શનવડે વિપરીત વર્તન પણ પલટાઈ જાય છે અને સુવ્રત આદિ જીવનમાં આવે છે. પછી સર્વસંગ પરિત્યાગ કરી તે સિદ્ધ બનવાની ભાવનાને ભાવે છે. ||૧૦૩
જીંવતા સુઘી પાંચ મહાવ્રત મુમુક્ષુ મુનિ પાળે રે,
ત્રસ કે સ્થાવર જીવ હણે ના ર્જીવન "અહિંસક ગાળે રે. પરોવળ અર્થ – જીવતા સુધી મુમુક્ષુ એવા મુનિ પંચ મહાવ્રત પાળે છે. ત્રસ કે સ્થાવર જીવોને હણે નહીં. તથા સંપૂર્ણ અહિંસક જીવન તે ગાળે છે. તે ૧૦૪ો.
પ્રિય, હિતકારી, મિત, અહિંસક, ‘સત્ય વચન મુનિ બોલે રે,
આપ્યા વિના કાંઈ ન લેતા, વ્રત અચૌર્ય તે પાળે રે. પરો. વ૦ અર્થ - પ્રિય, હિતકારી, મિત એટલે માપસર તથા અહિંસક, સત્ય વચન મુનિ બોલે છે. એ એમનું સત્ય મહાવ્રત છે. તથા આપ્યા વિના કાંઈ લે નહીં. એમ તે અચૌર્ય મહાવ્રતને પાળે છે. ૧૦પા
બ્રહ્મચર્ય વ્રત તન-મન-વચને પાળ પળાવે હર્ષે રે,
મમતા કરે ન કોઈ પદાર્થો, વ્રત અપરિગ્રહ રક્ષે રે. પરો. વ૦ અર્થ - ચોથા બ્રહ્મચર્ય મહાવ્રતને મનવચનકાયાથી પોતે હર્ષથી પાળી બીજાને પણ પળાવે છે. કોઈ પદાર્થમાં મમતા એટલે મૂછભાવ કરતા નથી. કેમકે મૂછભાવ એ જ ખરેખર પરિગ્રહ છે. એમ મમતારહિત વર્તી અપરિગ્રહ મહાવ્રતની રક્ષા કરે છે. ||૧૦૬ાા
અંશે વ્રત તે પાંચે પાળે, અર્ણવ્રતી તે જાણો રે,
યથાશક્તિ ગૃહી ઉપાસક, મહાવ્રતે મન આણો રે. પરોઢ વરુ અર્થ - એ પાંચ મહાવ્રતને જે અંશે પાળે તે અણુવ્રતી શ્રાવક કહેવાય છે. તે ઘરમાં રહીને યથાશક્તિ ઉપાસના કરે છે. તથા મહાવ્રત પાળવાની જેના મનમાં અભિલાષા છે કે હું ક્યારે સર્વસંગપરિત્યાગી થઈશ, તે જ ખરો શ્રાવક કહેવાય છે. ૧૦શા
સત, પત્ની-વ્રત, સંતોષી તે, સત્ય વચન ઉચ્ચારે રે,
ત્રસ જીંવને ના હણે કદી તે, સ્થાવર વ્યર્થ ન મારે રે. પરો. વ૦ અર્થ - સતી હોય કે પતિ પ્રત્યેના કર્તવ્યને અને શ્રાવક હોય તે પત્ની પ્રત્યેના કર્તવ્યને સંતોષી, સત્ય વચન ઉચ્ચારે છે. તે કદી ત્રસ જીવોને હણે નહીં. તથા પૃથ્વી, પાણી આદિ સ્થાવર જીવોને પણ તે વ્યર્થ મારતા નથી. ૧૦૮ાા.
Page #557
--------------------------------------------------------------------------
________________
૫ ૩૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પરઘન-પરદારા ના ચોરે, દીન દયા શીલ પાળે રે,
જે ત્યાગ્યું તેની તર્જી ઇચ્છા, વ્રત-અતિચારો ટાળે રે. પરો. વ. અર્થ - ઉત્તમ શ્રાવક પરઘન અથવા પરસ્ત્રીની ચોરી કરે નહીં. પણ દાન, દયા તથા શીલનું પાલન કરે છે. વ્રતગ્રહીને જે ત્યાગી દીધું તેની ફરી ઇચ્છા કરે નહીં. તથા વ્રતમાં લાગતા અતિચારોને પણ ટાળે છે. /૧૦૯ાા
સમતા-મુનિ-આચારો શીખે, કર ભોગ-સુખ ઘટાડો રે,
વ્યર્થ પાપ-હેતું તર્જી જીવે, ઘર્મ ભાવ ઘરી ગાઢો રે. પરો. વ૦ અર્થ – ઉત્તમ શ્રાવક સમતા વગેરે મુનિ આચારોને ભોગના, સુખમાં ઘટાડો કરી શીખે છે. તથા ઘર્મભાવને ગાઢપણે ઘારણ કરી વ્યર્થના પાપ કારણોને તજી જે જીવન જીવે છે. I૧૧૦ના
સર્વ ક્રિયા-ફળ મોક્ષ ઉરે ઘરી, રત્નત્રય આરાધે રે
ગૃહસ્થ કે મુનિ-દશા વિષે જે, તે આત્મિક હિત સાથે રે.” પરો. વ૦ અર્થ :- સર્વ ક્રિયાનું ફળ મોક્ષપ્રાપ્તિ કરવી છે, એ વાતને હૃદયમાં ઘારણ કરી રત્નત્રયને જે આરાઘે છે, તે ગૃહસ્થદશામાં હો કે મુનિદશામાં હો તે પોતાના આત્મિક હિતની સાધના કરે છે. ૧૧૧ાા
એ પ્રભુનવાણી પ્રેમે સુણી બહુ જન દીક્ષા લેતા રે,
ઋષભસેન, પુંડરિક, અનંતજી આદિ ગણથર થાતા રે. પરો. ઊ૦ અર્થ – એવી પ્રભુની વાણીને પ્રેમપૂર્વક સાંભળી ઘણા જીવોએ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. તથા ઋષભસેન, પુંડરિક, અનંતજી આદિ ગણધર પદવીને પામ્યા. /૧૧૨ા.
બ્રાહ્મી આદિ બને સાઘવી, માત્ર મરીચિ ન પલટે રે,
દેશવ્રતી બહુ નર, પશુ બનતાં, મોહ ઘણાનો વિઘટે રે. પરોઊ અર્થ :- બ્રાહ્મી સુંદરી આદિ સાધવી બને છે. માત્ર ભરતરાજાનો પુત્ર મરીચિ તે પલટાતો નથી. ઘણા મનુષ્યો તથા પશુઓ દેશવ્રતી શ્રાવક બને છે. તથા ઘણાનો મોહ પ્રભુનો ઉપદેશ સાંભળી વિઘટે એટલે વિશેષ પ્રકારે ઘટે છે, અર્થાત્ ઓછો થાય છે. /૧૧૩ણી
ચોરાશી ગણથર ગ્રહીં ત્રિપદી, શાસ્ત્રસૃપે વિસ્તારે રે, શીખવે સૌ મુનિજનને મુખે, પ્રભુ અન્યત્ર પઘારે રે.
પરોપકાર-કારક પરમાત્મા વિચરે જગ ઉદ્ધરવા રે. અર્થ - ચોરાશી ગણઘરોએ ભગવાન પાસેથી ત્રિપદી ગ્રહણ કરીને શાસ્ત્રરૂપે તેનો વિસ્તાર કર્યો. તે દ્વાદશાંગી સર્વ મુનિ જનને ગણઘરો મુખે શીખવવા લાગ્યા. તથા પ્રભુ વિહાર કરીને અન્યત્ર પધાર્યા. પરોપકાર પરમાત્મા જગત જીવોના ઉદ્ધાર કરવા માટે વિચરવા લાગ્યા. ||૧૧૪
ચક્રાઘારે ભરતક્ષેત્રને ભરત ભૂપ પણ જીતે રે,
છતાં અયોધ્યામાં ના પેસે, ચક્ર હજી કોઈ રીતે રે. પરો. વિ. અર્થ:- ચક્રના આધારે આખા ભરતક્ષેત્રને ભરત રાજાએ જીતી લીધું. છતાં તે ચક્ર હજી કોઈ રીતે અયોધ્યામાં પેસતું નથી. ૧૧૫ના
Page #558
--------------------------------------------------------------------------
________________
(૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬
સી-મન પરપુરુષ ના પેસે, સ્વતંત્ર દાસ્ય ન ઘારે રે,
પાત્રદાન પ્રતિ પાપી મન સમ, ચક્ર ખસે ન લગારે રે. પરો૦ વિ॰
અર્થ :– સતીનું મન પરપુરુષમાં પેસે નહીં, સ્વતંત્ર પુરુષ દાસ્ય એટલે દાસપણાને ધારણ કરે નહીં, પાત્રદાન પ્રત્યે પાપીનું મન પિગળે નહીં તેમ ચક્ર પણ નગરમાં પ્રવેશ કરવા લગાર માત્ર ખસતું નથી. ।।૧૧૬।।
પુરોહિત પૂછ્યાથી બોટો : “જિતાયા નહિ ભાઈ રે, તેથી ચક્ર પુરે ના પેસે, ચક્ર સહે ન સગાઈ ૨ે.” પરો॰ વિ
અર્થ :– પુરોહિતના પૂછ્યાથી તેણે કહ્યું ઃ તમારા ભાઈ હજી જિતાયા નથી. તેથી આ ચક્રરત્ન નગરમાં પેસતું નથી. ચક્ર કંઈ તમારા ભાઈની સગાઈને સહન કરે નહીં. ।।૧૧૭||
અઠ્ઠાણું ભ્રાતાની પાસે, દૂત મોકલી બોલાવે રે,
ભરત-આજ્ઞા કોઈ ન માને, પ્રભુને સઁવા આવે રે. પરો વિ
અર્થ :• અઠ્ઠાણું ભાઈઓ પાસે દૂત મોકલી ભરતરાજાએ તેમને બોલાવ્યા પણ ભરતની આશા કોઈએ માન્ય કરી નહીં. પણ પ્રભુને તે સંબંધી સૌ પૂછવા આવ્યા. ।।૧૧૮।।
વિનયસહિત નીને સૌ પૂછે : ‘‘રાજ્ય દીઘાં, પ્રભુ, આપે રે,
આણ મનાવે ભરત હવે શી? મોટા થઈ સંતાપે રે. પરો॰ વિ
૫૩૯
અર્થ :– વિનયસહિત પ્રભુને નમી સૌ પૂછવા લાગ્યા કે પ્રભુ! આપે અમને રાજ્ય આપ્યા, છતાં ભરત રાજા થઈ શાની આણ મનાવા મથે છે? શું મોટાભાઈ થઈ અમને સંતાપે છે?।।૧૧૯
આપ કહો તે સર્વ કરીશું, આપ જ પુજ્ય અમારે રે,
,,
એક જ ઘી ઘાર્યા તે થાર્યા, તે તારે કે મારે રે.” પરો વિ
અર્થ – આપ હે પ્રભુ! જે કહો તે સર્વ અમે કરીશું. આપ જ અમારે તો પૂજ્ય છો. “એક જ ઘણી ધાર્યા તે ઘાર્યા, તે તારે કે મારે.' એ સિવાય બીજો ઘણી અમે ઘારવાના નથી. ।।૧૨૦૦૦
(૧૦૪)
શ્રી ઋષભ જિનેશ્વર
ભાગ-૬
(રાગ : છઠ્ઠી સૃષ્ટિનો. ભોલીડા હંસા રે વિષય ન રાચિયે)
*
ઋષભ પ્રભુને ૨ કુટુંબી વિશ્વ સૌ; વદતા પૂર્વ-પ્રયોગઃ
-----... “માનવભવ આ રે દુર્લભ આવિયો, ફરી ફરી આવે ન યોગ.
જાગો હૈ! જીવો રે મોહ કરો પરો.
Page #559
--------------------------------------------------------------------------
________________
૫૪ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- સમવસરણમાં બિરાજમાન શ્રી ઋષભ પ્રભુને આખું વિશ્વ કુટુંબ સમાન છે. છતાં પૂર્વભવમાં “સવિ જીવ કરું શાસનરસી'ની ભાવના ભાવેલ તેના પ્રયોગરૂપે અઠ્ઠાણું પુત્રોને ઉપદેશમાં જણાવે છે કે હે ભવ્યો! આ માનવભવ પ્રાપ્ત થવો અતિ દુર્લભ છે. ફરી ફરી આવા આત્મકલ્યાણ સાધક યોગ હાથમાં આવતા નથી. માટે હે જીવો! હવે જાગૃત થાઓ અને આ મોહરૂપી શત્રુને સર્વકાળ માટે પરો એટલે દૂર કરો. વા.
ચારે ગતિમાં રે ભય મરણાદિનો, દુર્લભ ત્યાં સુવિવેક,
અજ્ઞાને જો રે જીંવ બહુ આથડે, સુખ ઇચ્છે પ્રત્યેક. જાગો અર્થ - ચારે ગતિમાં મરણ, રોગાદિનો ભય રહેલો છે. ત્યાં જડચેતનાદિનો સુવિવેક પામવો દુર્લભ છે. સ્વસ્વરૂપના અજ્ઞાનવડે જીવ ચારેય ગતિમાં બહુ આથડે છે. પ્રત્યેક જીવ સુખને ઇચ્છે છે; છતાં તે મળતું નથી. રા.
દુઃખે બળતો રે આખોય લોક આ, સ્વકર્મ જ વૈરી-વર્ગ,
વેશ ઘરાવે રે વિપરીત ભાવના, બહુ કરતાં ઉપસર્ગ. જાગો. અર્થ :- આખો લોક ત્રિવિઘ તાપના દુઃખોથી બળે છે. તેનું કારણ પોતાના જ બાંધેલા કમ વૈરીવર્ગ એટલે વૈરીઓનો સમૂહ ભેગો થઈને ફળ આપે છે. તે કમ દેહમાં આત્મબુદ્ધિ તથા પરમાં મમત્વબુદ્ધિરૂપ વિપરીત ભાવના કરાવીને ચારે ગતિમાં નવા નવા દેહરૂપ વેષ ઘારણ કરાવે છે. તથા અનેક પ્રકારના દુઃખો આપી બહુ ઉપસર્ગ કરે છે. [૩]
વીર પુરુષો રે શત્રુ શોથીને, આણે તેનો જ અંત,
અનર્થકારી રે જન્મોજન્મ જે, દે દુઃખ રે! અત્યંત. જાગો. અર્થ - વીરપુરુષો તો આ રાગ, દ્વેષ કર્મરૂપી શત્રુઓને શોધી શોધીને, તેનો જ અંત લાવે છે. એ કર્મો જન્મોજન્મમાં અનર્થ કરનારા છે. અરે! એ આત્માને અત્યંત દુઃખના દેવાવાળા છે. જો
કષાય-અગ્નિ રે આશ્રિતને દહે, નિર્મળ કરવા વિચાર,
રાખો સર્વે રે, આ અવસરે હવે, નહિ સંસારે સાર. જાગો અર્થ - કષાયરૂપી અગ્નિ જે એનો આશ્રય કરે તેને જ પ્રથમ બાળે છે. માટે હે ભવ્યો! તમે સર્વે આ અવસરે તે કષાયોને નિર્મળ કરવાનો જ વિચાર રાખો. કેમકે આ સંસારમાં કંઈ પણ સાર નથી. આ સંસાર તો અનિત્ય, અશરણ અને અસાર છે. નેપાા
રાજી રાજ્ય રે શૂરવીર ના થતા, ઇચ્છે ન મોહ-વિલાસ,
પરિભ્રમણનાં રે પુષ્પો ઘરે ખરે! તૃષ્ણા-લતિકા ખાસ. જાગો. અર્થ - ખરા શૂરવીર પુરુષો રાજ્ય મળવાથી રાજી થતા નથી. તે રાજ્યના મોહ-વિલાસને ઇચ્છતા નથી. કેમકે ખરેખર આ રાજ્યની તૃષ્ણારૂપી લતિકા એટલે વેલ તે સંસાર પરિભ્રમણના પુષ્પોને ઘારણ કરીને રહેલ છે; અર્થાત જે રાજસુખ ભોગવવાની તૃષ્ણા રાખે તે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. માટે રાજ્યસુખ ગ્રહણ કરવા યોગ્ય નથી. કા.
તૃષ્ણા ખાડી રે સ્વર્ગ-સુખો વડે, જો જરીયે ના પુરાય, તો આશા શી રે અહિંયા રાખવી? લ્યો અવિનાશી ઉપાય.” જાગો
Page #560
--------------------------------------------------------------------------
________________
(૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬
૫૪૧
અર્થ - આ જીવની તૃષ્ણારૂપી ખાડી સ્વર્ગના સુખો વડે પણ જરાય પુરાય એવી નથી, તો અહીં આ મનુષ્યભવમાં ઇન્દ્રિયસુખની શું આશા રાખવી? માટે હે આય! હવે અવિનાશી સુખનો ઉપાય ગ્રહણ કરો કે જેથી ફરી કોઈ કાળે દુઃખ આવે નહીં. આશા
સમજી સર્વે રે દીક્ષા ગ્રહી રહે, જનક જિનેશ્વર પાસ,
સુણ ચક્રી તે રે હર્ષથી લે કરે સૌની વ્યવસ્થા ખાસ. જાગો અર્થ - પ્રભુની કહેલ વાતને સમજી સર્વે અઠ્ઠાણું પુત્રોએ તત્કાળ દીક્ષા ગ્રહણ કરી અને જનક એટલે પિતા જિનેશ્વરની પાસે જ રહ્યા. ચક્રવર્તી ભરત સર્વની દીક્ષા સાંભળી હર્ષ પામ્યા. તથા તેમના રાજ્યોની વ્યવસ્થા કરી ખાસ સંભાળ લીધી. IIટા
બાહુબલિને રે દંત હવે મોકલે સ્વીકારવા ભાઈ-આણ,
પણ બળ-ગર્વે રે નમવા ન ઇચ્છતાં, માંડે યુદ્ધ-મંડાણ. જાગો. અર્થ - હવે ભરતેશ્વર, મંત્રીના કહેવાથી બાહુબલિને ભાઈની આજ્ઞા સ્વીકારવા માટે દૂત મોકલે છે. પણ બાહબલિ બળના ગર્વથી નમવા ઇચ્છતા નથી. તેથી બન્ને વચ્ચે યુદ્ધનું મંડાણ થયું. તેમાં
રણશિંગાના રે નાદો દશે દિશે આકાશે ઊભરાય,
નોબત, ભેરી રે, હય-ગજ-ગર્જના, સુભટ-હુંકારા થાય. જાગો. અર્થ - રણસંગ્રામના નાદો દશે દિશામાં આકાશે ઊભરાવા લાગ્યા. નોબત, ભેરી, હય એટલે ઘોડા, હાથીની ગર્જના તથા સુભટોના હુંકારા જોરશોરથી સંભળાવા લાગ્યા. ૧૦ના
દિવ્યાયુથો રે ચક્રાદિ ચળકતાં, રથચક્રે ચિત્કાર,
રજ ઊડ્યાથી રે રવિ ઢંકાય ત્યાં, કરે ચારણ જયકાર. જાગો. અર્થ - દિવ્ય આયુધો એટલે હથિયારો તથા ચક્રાદિ ચળકતા હતા. રથના ચક્રોનો ચિત્કાર પણ સંભળાતો હતો. સર્વ સૈનિકો, ઘોડાઓ, હાથીઓ, રથો વગેરે જોરશોરથી ચાલવાથી એટલી ધૂળ ઊડી કે જેથી સૂર્ય ઢંકાઈ ગયો. ચારણ ભાટો પણ ઊંચા અવાજે જય જયકારના શબ્દો બોલતા હતા. ૧૧ાા
વિદ્યાથર ને રે સુર-નર-અગ્રણી વર-યશ વરવા જાય,
સેના સાથે ભરત નૃપ ચાલિયા, ર્જીતવા બાહુબલિ રાય. જાગો. અર્થ - વિદ્યાઘર, દેવતા તથા મનુષ્યોમાં આગેવાન બઘા વીરતા બતાવી યશ મેળવવા માટે ચાલ્યા. સર્વ સેના સાથે ભરત મહારાજાએ પણ બાહુબલિ રાજાને જીતવા માટે પ્રયાણ કર્યું. ૧૨ા.
બાહુબલિએ રે નૃપ બહુ નોતરી, કર તૈયારી સાર,
સામા ચાલ્યા રે નિજ સીમા સુઘી, ઘરી ઉત્સાહ અપાર. જાગો અર્થ -બાહુબલિએ પણ ઘણા રાજાઓને નોતરી લડાઈને યોગ્ય સર્વ તૈયારી કરી. પછી ભરતરાજાની સામાં પોતાની સીમા સુધી સર્વ રાજાઓ સેના સાથે અપાર ઉત્સાહ ઘરીને ચાલ્યા. /૧૩ના
સેના સર્વે સમક્ષ બાહુબલિ, બોલે બોલો વિશાળ - “મોટી સેના રે ભરતેશ્વરે ભરી, તેમાં માનો ન માલ. જાગો.
Page #561
--------------------------------------------------------------------------
________________
૫૪૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - પછી સર્વ સેના સમક્ષ બાહુબલિ વિશાળ એવા બોલો બોલવા લાગ્યા કે હે યોદ્ધાઓ! મોટી સેનાની ભરતેશ્વરે ભરતી કરી છે, પણ તેમાં કાંઈ માલ નથી એમ માનશો. ||૧૪
રાત્રે તારા રે ગગને બહું દસે, રવિ ઊગ્ય રહે કોય?
મોટા વનમાં રે વૃક્ષો બહુ છતાં, ડરે દાવાનલ તોય? જાગો અર્થ - રાત્રે આકાશમાં તારા ઘણા દેખાય પણ સૂર્ય ઊગ્યે શું તે રહી શકે? મોટા વનમાં વૃક્ષો ઘણા હોવા છતાં શું દાવાનલ તેનાથી ડરે? ૧૫ના
કામ-વિકારો રે કલ્પિત-સુખના, વિવિઘ બતાવે વેશ,
ધ્યાની-મુનિ રે ધ્યાન-હુતાશને, બાળે ક્ષણમાં અશેષ, જાગો અર્થ - કામ-વિકારો મનમાં ઊભરાય ત્યારે કલ્પિત સુખના અનેક પ્રકાર બતાવે. પણ ધ્યાન કરતા મુનિ તેને ધ્યાનરૂપી હુતાશન એટલે અગ્નિમાં સર્વને બાળી નાખી ક્ષણમાં નષ્ટ કરી દે છે, કિંચિત્ પણ શેષ રહેવા દેતા નથી. ૧૬ાા
ટોળેટોળાં રે હરણ, શિયાળનાં ટકે ન સિંહ સન્મુખ,
નાગ-આકારે રે રસ્તા રોકીને, દીપાવો જનની-કૂખ.” જાગો. અર્થ – હરણ કે શિયાળના ભલે ટોળેટોળાં હોય પણ તે સિંહ સન્મુખ ટકી શકે નહીં. તેમ તમે બઘા નાગ આકારે સર્વ રસ્તાઓને રોકી દઈ તમારી માતાની કૂખને દીપાવો જેથી તમારી શૂરવીરતાનું પ્રદર્શન થાય. /૧૭ના.
પાસે સૈન્યો રે બન્ને ય આવતાં, ચળકે આયુથ સર્વ,
મહાસાગરે રે જાણે રવિ-કરે, મોજાં ઝળકે અપૂર્વ. જાગો અર્થ :- બન્ને સૈન્યો પાસે આવતાં સર્વના હથિયારો ચળકવા લાગ્યા. જાણે મહાસાગરમાં રવિ કરે એટલે સૂર્યના કિરણથી અપૂર્વ રીતે મોજાં ઝળકતા હોય તેમ દેખાવ થયો. ૧૮
સેના ભારે રે ઘરા ઘુજાવતી, જાણે જળમાંહિ નાવ,
ગર્વ-મદિરા રે સર્વ પીવે શૂરા, બન્યા મરણિયા સાવ. જાગો અર્થ :- ભારે સેના પૃથ્વીને ધ્રુજાવતી હતી. જાણે જળમાં નાવ ચાલવાથી પાણી ધ્રુજે તેમ. તથા અભિમાનરૂપી દારૂપીને બઘા શૂરવીરો સાવ મરણિયા બન્યા હતા. “એક મરણિયો સોને ભારે પડી જાય તેવું દ્રશ્ય જણાતું હતું. ૧૯ો
સેનાપતિના રે હુકમન જ જુએ, સેના સઘળી ય રાહ,
ત્યાં તો ગગને રે મોટો ધ્વનિ થયો, વાળ વૃત્તિ-પ્રવાહ. જાગો અર્થ - સેનાપતિના જ હુકમની રાહ જોતી સઘળી સેના રણક્ષેત્રે ઊભી હતી. ત્યાં તો આકાશમાં મોટો અવાજ થયો જેથી બઘાની વૃત્તિનો પ્રવાહ તે તરફ વળ્યો. ૨૦ાા.
બન્ને સેના રે હમણાં સુણે સ્વરો: “જે કોઈ છોડે રે બાણ, તેને દેવો રે દે છે મહાસ્વરે ઋષભ પ્રભુની રે આણ.” જાગો.
Page #562
--------------------------------------------------------------------------
________________
(૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬
૫૪૩
અર્થ :- બન્ને સેનાના માણસો હમણા અમે કહીએ છીએ તે સાંભળો : “જયાં સુધી અમે તમારા બન્ને પક્ષના સ્વામીને બોઘ કરીએ ત્યાં સુધીમાં જે કોઈ બાણ છોડશે તેને 28ષભ પ્રભુની આણ એટલે આજ્ઞા છે, એમ દેવો મહાસ્વરથી બોલ્યા. ર૧ના
સજ્જ કરેલી રે ઘનુષ્યન દોરીઓ, સુભટ ઉતારી દેય,
ઘોડા ખેંચી રે સર્વેય રાખતા, અસિ પેસે યાનેય. જાગો અર્થ - તે સાંભળી, સજ્જ કરેલી ઘનુષ્યની દોરીઓ ઉપર ચઢાવેલ બાણને સુભટોએ ઉતારી દીઘી. ઘોડાની ખેંચેલી લગામને સર્વેએ ઢીલી કરી તથા તલવારને સૈનિકોએ મ્યાનમાં મૂકી દીધી. રરા
ભેરી, નગારાં રે હવે વાગે નહીં, ચારણ-ચૅર ના સુણાય,
શિર કર જોડી મુકુટ-ઘર દેવતા વીનવે બન્ને રાય. જાગો અર્થ - ભેરી નગારાં વાગતા બંધ થઈ ગયા. ચારણ ભાટોના અવાજ હવે સંભળાતા નથી. ત્યારે મુકુટને ઘારણ કરનાર દેવતાઓ પોતાનું શિર નમાવી, હાથ જોડી બન્ને રાજા ભરત તથા બાહુબલિને વિનયપૂર્વક વિનંતી કરવા લાગ્યા. ર૩ાા
{શબ્દોથી રે રોષ શમાવતા : “સૌ વિનયને વીનવેય,
જય લક્ષ્મીના રે સ્વામી અખંડ છો, ચરમશરીરી બેય. જાગો. અર્થ :- સુશબ્દો બોલી બેયનો રોષ શમાવતા દેવો બોલ્યા : વિનયવાનને સર્વ વિનંતી કરે છે તેમ આપ તો બન્ને ચરમશરીરી છો. આજ ભવે બન્ને મોક્ષરૂપી લક્ષ્મીના અખંડ સ્વામી થવાના છો. આપને અમે શું વિનવીએ? ૨૪.
જગના ચક્ષુ રે જેવા બેય છો, પૂજ્ય પિતાના સુભક્ત,
વાત અમારી રે બન્ને ય સાંભળો, દયાથમેં આસક્ત. જાગો અર્થ :- આપ બેય તો જગત જીવોને કલ્યાણનો માર્ગ બતાવવા માટે ચક્ષુ સમાન છો. પૂજ્ય પિતા શ્રી ઋષભદેવના પરમ સુભક્ત છો. તથા બન્નેય દયાઘર્મમાં આસક્ત છો. માટે અમારી વાતને આપ બન્ને ધૈર્યતાપૂર્વક સાંભળો. ગરપા
સુતીક્ષ્ણ શસ્ત્ર રે કાં કિંકરો હણો, સ્ત્રીજન બહુ રંડાય,
બન્ને ભાઈ રે યુદ્ધો ભલે કરો, સૌ દ્રષ્ટા થઈ જાય. જાગો અર્થ – સુતીક્ષ્ણ શસ્ત્ર આ કિંકરો એટલે સેવકોને હણવાથી એમની ઘણી સ્ત્રીઓ રંડાપો પામશે. માટે તમે બન્ને ભાઈ ભલે યુદ્ધ કરો અને પ્રજા સર્વ દ્રા બની તે જોયા કરે. એમાં સર્વ જનનું હિત સમાયેલું છે, તથા દયાથર્મનો પણ એ જ ઉપદેશ છે. રા.
ઘર્મ-ન્યાયે રે ત્રિવિઘ તમે લડો, તજી અનાર્ય વિચાર,”
સુણીને બન્ને રે સંમતિ આપતા, થાય બેય તૈયાર. જાગો અર્થ - ઘર્મમાં કહ્યા પ્રમાણે ન્યાયપૂર્વક તમે ત્રણ પ્રકારે યુદ્ધ કરો. પણ તમારા પિતાએ જે પ્રજાનું પાલન પોષણ કર્યું તેનો સંહાર થાય એ અનાર્ય વિચાર તજવા યોગ્ય છે. દેવોનું આવું ન્યાયયુક્ત કથન સાંભળી બન્ને ભાઈઓએ સંમતિ આપી અને તે પ્રકારે લડવા તૈયાર થયા. ગારા
Page #563
--------------------------------------------------------------------------
________________
૫૪૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પ્રથમ લડાઈ રે દ્રષ્ટિ વડે કરે, સન્મુખે ઊભા બેય,
સામા-સામી રે સ્થિર તાકી જાએ, નહિ પાંપણ હાલેય. જાગો. અર્થ :- પ્રથમ બન્ને ભાઈ ભરત અને બાહુબલ એકબીજાની સન્મુખ ઊભા રહી દ્રષ્ટિયુદ્ધ કરવા લાગ્યા. એક બીજાની સામસામા દ્રષ્ટિને સ્થિર રાખી તાકીને જુએ છે. કોઈના પાંપણ હાલતા નથી. ૨૮ના
યોગી જેવા રે બન્નેય સ્થિર ત્યાં, રવિ-શશી સંધ્યાકાળ,
અંતે ભારતે રે આંખ મીંચી દીઘી, બાહુબલિ લે જયમાળ, જાગો. અર્થ :- યોગી પુરુષની જેમ બન્ને સ્થિર રહ્યા. દિવસ રાત અને સંધ્યાકાળ વહી ગયો. અંતે ભરત રાજાએ આંખ મીંચી દીધી અને બાહુબલિ વિજયી થયા. રા.
ભીષણ શબ્દ રે બન્ને ફરી લડે, કરે ભરત સિંહનાદ,
ગગન-ગુફામાં રે તે અતિ ગાજતો, ભરે ત્રિભુવન-પ્રાસાદ. જાગો અર્થ - ભીષણ શબ્દ કરીને બન્ને ફરી લડવા લાગ્યા. આ વાણી યુદ્ધમાં ભરતે ભારે સિંહનાદ કર્યો. તે અવાજ આકાશરૂપી ગુફામાં અત્યંત ગાજતો થયો. જાણે ત્રણે લોકના મહેલોને ભરી દેતો હોય તેમ જણાયું. [૩૦.
બાહુબલિએ રે કરી મહા ગર્જના, સર્વ ચકિત થઈ જાય,
દુઃશ્રવ સૌને ભયંકર લાગતી, વિશ્વ બધું વલોવાય. જાગો અર્થ :- પછી બાહબલિએ પણ મહાગર્જના કરી. જેથી સર્વ ચકિત થઈ ગયા. તે અવાજ બધાને દુઃશ્રવ એટલે દુઃખે કરીને સંભળાય એવો ભયંકર લાગ્યો. જેથી આખું વિશ્વ વલોવાઈ ગયું. [૩૧].
ચડતા ચડતા રે નાદે વધે હવે, બાહુબલિ જીતી જાય;
બાહુ-યુદ્ધ રે ભેટે મલ્લ સમ, ત્રીજી બાજુ રચાય. જાગો અર્થ - ચડતા ચડતા નાદ એટલે અવાજો એક બીજાથી કરવા લાગ્યા. અંતે બાહુબલિ જીતી ગયા. હવે મલ્લ એટલે પહેલવાનોની જેમ બાહ-યુદ્ધ કરી એક બીજાને ભેટવા લાગ્યા. આ ત્રીજા યુદ્ધની બાજી શરૂ થઈ. //૩રા
ઉપર નીચે રે યુક્તિ-બળે થતા, પરવશ કરવા ચહાય,
બાહુબલિએ રે ભરત વશમાં લીઘો, ફેંકે નભ અસહાય. જાગો અર્થ - એકબીજાને ઉપર નીચે યુક્તિબળે કરી પરવશ કરવા ઇચ્છે છે. તેટલામાં બાહુબલિએ ભરતને વશમાં લઈ આકાશમાં અસહાયપણે ફેંક્યો. //૩૩ના
સુર પુષ્પોની રે વૃષ્ટિ કરી વદે: “બાહુબલિનો જયકાર!”
બાહુબલિને રે ચિત્ત ચિંતા થઈ, ઝીલે ભરતને ઉદાર. જાગો અર્થ :- દેવતાઓએ આકાશમાં પુષ્પોની વૃષ્ટિ કરી બાહુબલિનો જયજયકાર કર્યો. પણ બાહુબલિને મનમાં ચિંતા થઈ કે જો ભાઈ પૃથ્વી પર પડશે તો એના પ્રાણ ચાલ્યા જશે એવો ઉદાર ભાવ લાવી હાથ ઊંચા કરી ભરતને ઝીલી લીઘા. ૩૪
Page #564
--------------------------------------------------------------------------
________________
ભારતી બાહુબલીનું ફુલ
દેવા બિલીના વિજય ઉપર કરેલા પુષ્પવૃષ્ટિ
વૃદ્ધિ પુણે
ભલયુનમાં લાહુબલી લોની માં ઉછાળ્યો
શ3 યુદ્ધ
ભરતને હણવા બાહુબલીએ
ઉપાડેલ મુઠ્ઠી
બાહુબલીના ભાવ ફરતાં ઉપાડેલ
મુઠ્ઠી વડે કેશલોચ
સૈનિકી આ બધું જોઈ રહ્યા છે
Page #565
--------------------------------------------------------------------------
________________
(૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬
ચક્રી ચિંતે રે ચક્ર-ઉપાયને, આવી ઊભું જ પાસ,
ભાઈ ઉપર તે રે! ફેંકે, છતાં ફર્યું પાછું, જાણે ઉદાસ. જાગો
અર્થ :— ચક્રવર્તીએ હવે જીતવાનો ઉપાય આ ચક્ર છે. તે પાસે જ આવી ઊભેલું છે એમ ચિંતવી ભાઈ ઉપર ફેંક્યું છતાં જાણે ઉદાસ થઈ તે કાર્ય કર્યા વગર જ પાછુ ફર્યું. ॥૩૫॥
કુટુંબીને રે તે ના હણી શકે; બાહુબલિ આણે ક્રોઘ,
‘ન્યાય તજી તે ૨ે ચહે શિર છેઠવા, તો હું હણું અવિરોથ.’ જાગો॰
અર્થ :— એ ચક્ર કુટુંબીને હણી શકે નહીં, પણ બાહુબલિને આ જોઈ ક્રોધ આવ્યો કે ન્યાયમાર્ગને તજી અન્યાયમાર્ગે આ મારું શિર છેદ કરવા ઇચ્છે તો હું પણ અવિરોધપણે એને હવે હણી શકું. ૩૬ એમ વિચારી રે મુષ્ટિ ઉગામીને ભરત ભણી દોડી જાય,
યમદૂત જેવો રે અતિ વિકરાળ તે, અહો ! વર્ષો થંભી જાય. જાગો
૫૪૫
અર્થ :– એમ વિચારી બાહુબલિ ભયંકર મુઠ્ઠી ઉગામીને ભરત ચક્રી તરફ દોડ્યા. તે વખતનો દેખાવ યમરાજ જેવો અતિ વિકરાળ હતો. પણ થોડી જ વારમાં અહો ! તે થંભી ગયા. ।।૩ના
જ
દાવાનલથી રે અર્થ વિદગ્ધ શું વિરૂપ વૃક્ષ-અનુમાન,
નિર્બળ દેખે રે ભરત-મુખ મ્યાન તે, હિમ-હત કમળ સમાન. જાગો
અર્થ :બાહુબલિએ ભરતને દાવાનલથી અર્થ વિદગ્ધ એટલે અડધા બળીને ભસ્મ થયેલા કદરૂપા વૃક્ષ સમાન નિર્બળ જોયા તથા તેમનું મુખ હિંમત કમળ એટલે ઘણો વખત ઠાર પડવાથી જેમ કમળ હણાઈ ગયું હોય તેમ જોયું. તેથી બાહુબલિના વિચારો ફરી ગયા. ।।૩૮।।
ચિત્તે ચિંતે રે બાહુબલિ હવે: “હું લધુ ભ્રાતા તોય,
ભૂમિ માટે રે ભાઈ હરાવિયા, મુજ સમ અધમ ન કોય. જાગો
અર્થ :— હવે મનમાં બાહુબલિ એમ ચિંતવવા લાગ્યા કે હું નાનો ભાઈ હોવા છતાં તુચ્છ પૃથ્વી મેળવવા માટે મોટા ભાઈને હરાવી દીધા એમ લોકવાયકા થશે. મારા જેવો આ જગતમાં કોઈ અઘમ નથી. ।।૩લ્લા
મુજબલ મારું રે આ નહિ કામનું, રાજ્ય મને હો ત્યાજ્ય,
કોણે કોણે રે ભૂમિ નથી ભોગવી? ભૃશ સમ સૌ સામ્રાજ્ય, જાગો
અર્થ :- આ મારું ભુજબળ આવા કામ કરવા માટે નથી. આ રાજ્ય-રિદ્ઘિ આજથી મારે ત્યાજ્ય છે. આ પૃથ્વીને કોણે કોણે નથી ભોગવી? બઘાએ ભોગવી છે. ‘સકળ જગત તે એઠવતુ' એટલે આખું જગત એંઠવાડા સમાન છે, મારા માટે હવે આ સર્વ સામ્રાજ્ય તૃણ એટલે તણખલા બરાબર છે. ।।૪૦।। ભૂંડા મોતે ૨ે વિષ દઈ મારતા ભાઈ, પિતા કે પુત્ર
રાજ્યો માટે રૈ ણ રુધિરે પૂરે, સહે નકાદિ અમુત્ર, જાગો
અર્થ :— આ જગતમાં રાજ્યો માટે ભાઈ, પિતા કે પુત્રને ભૂંડા મોતે વિષ દઈને મારી નાખ્યા છે. જેમ કોણિકે પિતાને જેલમાં નાખ્યા અથવા ચૂલણિએ પોતાના પુત્ર બ્રહ્મદત્તને મારવાનો પ્રયત્ન કર્યો. વળી
Page #566
--------------------------------------------------------------------------
________________
૫૪૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
રાજ્ય મેળવવા અર્થે યુદ્ધ ભૂમિને રુધિર એટલે લોહીથી પૂરી દે એવા કામ કરી અંતે મરીને અમુત્ર એટલે પરલોકે જઈ નરક નિગોદાદિમાં પડી અનંતદુઃખને સહન કરે છે. [૪૧]
તાતે ત્યાગું રે જે દુઃખ જાણીને, તેમાં શું હોય સુખ?
મૃત્યુ-મુખે રે સકળ જગ આ પડ્યું, દેખે ના નિજ દુઃખ. જાગો અર્થ :- તાત એટલે પિતા શ્રી ઋષભ પ્રભુએ જે રાજ્યને દુઃખરૂપ જાણીને ત્યાગી દીધું. તેમાં શું સુખ હોઈ શકે. આ સઘળા જગતના લોકો મૃત્યુરૂપી મગરમચ્છના મુખમાં દેડકારૂપે પડેલા છે. મગરમચ્છ મોટું દબાવે કે ક્ષણમાં તેનું મૃત્યુ થઈ જશે; પણ એ મરણના દુ:ખનું એને ભાન નથી. ll૪રા
સ્વજન ન કોઈ રે અંતે બચાવશે, ન મંત્રી, પુરોહિત સૈન્ય,
પૃથ્વી-પાલો રે પૃથ્વી તજી ગયા, જ્યાં તૃષ્ણા ત્યાં દૈન્ય.” જાગો અર્થ - સ્વજન કહેવાતા સગા સંબંધીઓ, મંત્રી, પુરોહિત કે સેના અંતકાળે મરણથી કોઈ બચાવી શકશે નહીં. પૃથ્વીનું પાલન કરનારા રાજાઓ પણ તે પૃથ્વીને તજી ચાલ્યા ગયા. જ્યાં હૃદયમાં તૃષ્ણા છે ત્યાં જ દૈન્ય એટલે દીનતા, ગરીબાઈ અથવા લાચારપણું છે. માટે અંશ માત્ર કોઈ પણ પદાર્થની તૃષ્ણા રાખવા યોગ્ય નથી. જેટલી તૃષ્ણા વઘારે તેટલા જન્મમરણ પણ વધારે છે. ૪૩
એમ વિચારી રે પ્રગટ વદે હવેઃ “ખમાવું હું, હે!ભ્રાત,
અવિનય રોષે રે મેં બહુ આદર્યો, હું જઈ સેવું રે તાત.” જાગો અર્થ - એમ વિચારી હવે શ્રી બાહુબલિ પ્રગટરૂપે બોલ્યા : હે ભાઈ! હું તમને ખમાવું . મેં રોષ એટલે ગુસ્સામાં આવી તમારો બહુ અવિનય થાય એવું આચરણ કર્યું, તે યોગ્ય નથી. હવે હું પિતા ઋષભ પ્રભુ પાસે જઈ તેમની સેવા કરીશ. એ મારો આખરી નિર્ણય છે. ૪૪
નભથી વૃષ્ટિ રે ફરી દેવો કરે, વંદે સૌ એક સાથ,
ભરતેશ્વર તો રે આગ્રહ કરી કહે: “તમે થયા નૃપ-નાથ. જાગો અર્થ :- આકાશમાંથી દેવોએ આ સાંભળી ફરી પુષ્પ વૃષ્ટિ કરી. તથા સર્વ દેવોએ એક સાથે શ્રી બાહુબલિને નમસ્કાર કર્યા. ભરતેશ્વર પણ આગ્રહ કરી કહેવા લાગ્યા કે હે બાહુબલિ! તમે નૃપ-નાથ એટલે સર્વ રાજાઓના નાથ એવા ચક્રવર્તી નરેન્દ્ર થયા. ૪પાા.
હું તો હાર્યો રે સૌની સમક્ષ આ પરિભવ-દૂષિત રાજ્ય,
ન રુચે કરવું રે, ચક્રી તમે ખરા, ખમજો મુજ અપરાથ. જાગો. અર્થ :- હં તો સૌ પ્રજાજનની સમક્ષ હાર્યો. આ રાજ્ય આવું પરિભવ એટલે અપમાનકારી અને દૂષિત અર્થાત્ દોષ-દૂષણવાળું છે. આ રાજ્ય કરવું મને રુચતું નથી. તમે ખરા ચક્રવર્તી છો. માટે મારા કરેલા અપરાધની ક્ષમા કરજો. I૪૬ો.
પડતાં ઝીલ્યો રે કરુણા કરી તમે, નહિ તો મૃત્યુ જ થાત,
ચક્રાદિ ના રે રક્ષા કરી શકત, દ૬ ઑવન સાક્ષાત્. જાગો અર્થ - તમે મને કરુણા કરી આકાશમાંથી પડતા ઝીલ્યો. નહિં તો મારું મૃત્યુ જ થાત. આ ચક્રાદિ કાંઈ રક્ષા કરી શકતા નહીં. મને તમે ફરી સાક્ષાત્ નવજીવન આપ્યું છે. ૪ળા
Page #567
--------------------------------------------------------------------------
________________
(૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬
૫૪૭
પુરી અયોધ્યા રે ચાલો હવે તમે, કરી રાજ્યાભિષેક,
શિરે તમારે રે મુકુટ મૅકીશ હું, લઈશ પછી સાઘુભેખ. જાગો અર્થ :- તમે હવે અયોધ્યા નગરીએ ચાલો. તમારો રાજ્યાભિષેક કરી તમારે શિરે હું મુકુટ મૂકીશ પછી હું મુનિપણું અંગીકાર કરીશ. II૪૮ાા
સૌ ઇંદિયો રે વશ કરી વિચરું, તજી પાપ-પુણ્ય-બંઘ,
પ્રાણ સમર્પ રે યોગવિદ્યાનમાં, સદાય રહું નિબંધ. જાગો. અર્થ :- મુનિપણામાં પાપ-પુણ્યના બંઘને તજી સર્વ ઇન્દ્રિયોને વશ કરી વિચરીશ. તથા મારા દશેય પ્રાણને મોક્ષની સાથે જોડે એવા યોગના વિઘિવિઘાનમાં સમર્પી હું સદાય નિબંઘ રહીશ. I૪૯ા
“મોકલી વનમાં રે ભરત સૌ ભાઈને, રાજ્ય કરે નિષ્ફર',
એ અપવાદે રે રહેવું ના ગમે, કહ્યું માનો હે! શુર.” જાગો અર્થ :- સર્વ ભાઈઓને વનમાં મોકલી નિષ્ફર એટલે નિર્દયી કઠોર હૃદયવાળો એવો ભરત આ રાજ્ય કરે છે, એવા લોકાપવાદે મને અહીં રહેવું ગમે નહીં. માટે હે! શુરવીર એવા બાહુબલિ મેં આ વાત કહી તેને તમે માન્ય કરો. I/૫૦ના
તે સાંભળતાં રે બાહુબલિ વડેઃ “બાળલીલા છે કે યાદ?
ઉછાળી હું રે ઝીલતો આપને, ઘરો ન કાંઈ વિષાદ, જાગો અર્થ – આ સાંભળીને બાહુબલિ કહે : બાળલીલા યાદ છે? હું આપને ઉછાળીને ઝીલતો હતો. તો એમાં કાંઈ વિષાદ એટલે ખેદ કરો નહીં. ૫૧ાા
મારી તમારી રે વચ્ચે ન હારજીત, સઘળુંય માનો ફોક;
બાળક-બુદ્ધિ રે મારી વિસારી દ્યો, પૂજે તમને ત્રિલોક. જાગો અર્થ - મારી તમારી વચ્ચે કોઈ હારજીત નથી. માટે સઘળુંય ફોક માનો. મારી આ બાળકબુદ્ધિને વિસારી દ્યો કેમકે તમને ત્રણેય લોક પૂજે છે. ચક્રવર્તી હોવાથી દેવો પણ તમારી સેવામાં હાજર છે. Ifપરા
જેણે દીધું રે તેને જ આપવું રાજ્ય, જો ભાસે દોષ;
વિષ સમ લાગે રે ભોગો મને બઘા, આપ ઉપર ના રોષ.” જાગો. અર્થ – જો તમને રાજ્ય દોષરૂપ ભાસે તો તમને જેણે રાજ્ય આપ્યું તેમને જ પાછું આપવું અથવા તે કહે તેમ કરવું. મને તો આ બઘા ભોગો હવે ઝેર સમાન લાગે છે. આપ ઉપર કોઈ પ્રકારનો મને હવે રોષ અર્થાતુ ગુસ્સો નથી. પા.
ભરતેશ્વરને રે સમજાવ મંત્રીઓ, અયોધ્યા તેડી જાય,
વનમાં ચાલ્યા રે બાહુબલિ હવે, કેવળી બનવા ચહાય. જાગો અર્થ - ભરતેશ્વરને મંત્રીઓ સમજાવી અયોધ્યા તેડી ગયા. તથા બાહુબલિ હવે વનમાં કેવળી બનવાની ઇચ્છા રાખી ચાલ્યા. /પ૪ના
કેલાસે તે રે પથ્થર સમા ઊભા. કાયોત્સર્ગ અકંપ. ઠંડી, વર્ષા રે તડકો સદા સહે, તપ તપતા તે મહંત. જાગો
Page #568
--------------------------------------------------------------------------
________________
૫૪૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - કૈલાસ પર્વત ઉપર કાયોત્સર્ગ ધ્યાને અકંપ પથ્થર સમાન ઊભા રહ્યા. ત્યાં આ મહાત્મા તપ તપતા ઠંડી, વર્ષા કે તડકો સદા સહન કરે છે. ગા૫પા
ઋષભ સમીપે વિચાર જવા હતો, પણ પકડે દુષ્ટ માન,
નમવું પડશે રે નાનાય ભાઈને, મુનિ-નિયમો બળવાન. જાગો. અર્થ :- ઋષભ પ્રભુ પાસે પહેલા જવા વિચાર હતો. પણ દુષ્ટ માને પકડી લીધાં. ત્યાં જઈશ તો નાના ભાઈઓએ પહેલા દીક્ષા લીઘેલી હોવાથી તેમને નમવું પડશે. મુનિઘર્મના આવા નિયમો બળવાન છે. તે પાળવા પડશે. પા.
બારી શોથે રે: કેવળી થઈ જવું; ત્યાં નહિ નમન-આચાર,
દેવ-ગુરુને રે વંદી સ્તવી ઘરે ભાવે મુનિ-વ્યવહાર. જાગો. અર્થ - માટે એવી બારી શોધી કે કેવળી થઈને ત્યાં જવું. કેવળજ્ઞાન થયા પછી એક બીજાને નમવાનો આચાર નથી. તેથી દેવ-ગુરુને વંદન કરી, સ્તવના કરીને ભાવથી મુનિઘર્મના આચારને ઘારણ કર્યો. પણા
ભવ-મૅળ જેવા રે જાણ ઉપાડતા, શિર-દાઢી-મૂછ-કેશ,
ઘરી પ્રતિજ્ઞા રે મહાવ્રત આદિની, ઉત્તર ગુણનીય અશેષ જાગો. અર્થ - શિર, દાઢી અને મૂછના વાળને સંસારના મૂળ જેવા જાણી ઉખાડી લીઘા. પછી પંચ મહાવ્રતની તથા તેના ઉત્તર ગુણોની પણ પ્રતિજ્ઞા સંપૂર્ણપણે ઘારણ કરી. //પટા.
પરિષહ સઘળા રે સહવા ઊભા રહ્યા, તજી શરીર-સંભાળ,
વન-તરુ જેવા રે ચર્મ-તરુ તેમને ગણે પશુ-પંખી-બળ. જાગો અર્થ - જંગલમાં હવે શરીરની સંભાળ લીધા વિના સઘળા પરિષહોને સહન કરવા ઊભા રહ્યા. જંગલના બાળબુદ્ધિ જેવા પશુ પંખીઓ પણ તેમના ચામડાના બનેલા શરીરરૂપી વૃક્ષને જંગલના વૃક્ષ સમાન માનવા લાગ્યા. //પલા
શિર પર બેસી રે કાગ ‘કાકા’ કરે, વેલો વટે શરીર,
હરણાં ખણતાં રે શૃંગ ઊગતાં ઘસી, સૌ સહતા શુરવીર. જાગો અર્થ - તેમના શિર ઉપર કાગડાઓ કા-કા કરે; વેલો શરીરે વીંટાઈ ગઈ, હરણાઓ શિંગડા ઊગતા ખાજ આવવાથી તેમના શરીરે ઘસે. પણ એ સર્વ તે શુરવીર સહન કરતા હતા. ૬૦ના
કીડી મંકોડી રે ડાંસ ડેસતા ઘણા, નાગ વળી વિકરાળ,
વેલી-ફૂલે રે શીત-સુગંઘમાં વીંટાય જાણે વાળ. જાગો અર્થ :- કીડી, મંકોડી કે ઘણા ડાંસ તેમને ડરતા હતા. વળી વિકરાળ નાગ પણ વેલના ફુલોની સુગંધને લીધે અથવા શીત એટલે ઠંડીમાં વાળની જેમ તેમના શરીરે વીટાઈ જતા હતા. દુલા
જાણે સઘળું રે પણ નહિ લેખવે, સિંહનાદ સંભળાય, વીજળી પડતાં રે વજશિલા તૂટે, નહિ ભય-શંકા થાય. જાગો
Page #569
--------------------------------------------------------------------------
________________
(૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬
૫૪૯
અર્થ :— તે બધુંય જાણે પણ તેને ગણે નહીં. સિંહની ગર્જના સંભળાય, વીજળી પડતાં વજ્ર જેવી શિલા તૂટી જાય તો પણ તેમને કોઈ પ્રકારે ભય કે શંકા થાય નહીં. એવા તે શૂરવીર હતા. II૬૨ા વાવાઝોડે રે વેલા તૂટી જતા, સહે જળધારા-માર, આંગળીઓમાં રે દાંકુરો ઊગે, તોય ખસે ના લગાર. જાગો
અર્થ :— વાવાઝોડું આવવાથી વેલાઓ તૂટી જતાં વરસાદની જળધારાનો માર સહન કરે છે. આગળીઓમાં ઘાસના અંકુર ઊગી ગયા તોય લગાર માત્ર ત્યાંથી ખસતા નથી. ।।૬૩।।
તનુ પર બાઝે રે જાળ શેવાળની, વસતાં જંતુ અનેક, ઋષભપ્રભુને નિરંતર અંતરે રાખે, ઘીને વિવેક, જાગો
અર્થ :— શરીરે શેવાળની જાળ બાઝી ગઈ. તેમાં અનેક જંતુઓ આવી વસ્યા. છતાં વિવેકને ઘારણ કરી શ્રી બાહુબલિ, શ્રી ઋષભપ્રભુને જ નિરંતર અંતરમાં રાખે છે. ।।૬૪॥
નિદ્રા ત્યાગી રે વર્ષ પૂરું રા, નિર્બળ કરી બહુ કર્મ; ઋષભપ્રભુની રે દિવ્યધ્વનિ સ્ફુરે : “બાહુબલિ શોધે ધર્મ. જાગો
અર્થ :– નિદ્રાનો ત્યાગ કરી, ઘણા કર્મોને નિર્બળ કરી શ્રી બાહુબલિ એક વર્ષ પુરું ધ્યાનસ્થ રહ્યા. પછી એકવાર શ્રી ઋષભપ્રભુએ દિવ્યધ્વનિમાં જણાવ્યું કે બાહુબલિધ્યાનમાં ઊભા ઊભા ઘર્મને શોધે છે. પણ ધર્મ પ્રગટ થતો નથી. ।।૫।।
વિચાર જાગ્યું રે કેવળ પામશે, સુંદરી-બ્રાહ્મી-નિમિત્ત,
‘ઊંચા કરીથી રે ઊતરો' એટલું સુર્ણા પલટાશે ચિત્ત.” જાગો
અર્થ :— બ્રાહ્મી અને સુંદરીના નિમિત્તે વિચાર જાગવાથી તે કેવળજ્ઞાનને પામશે. બ્રાહ્મી અને સુંદરી ત્યાં જઈ કહેશે કે ‘ઊંચા કરી એટલે હાથી ઉપરથી હવે નીચે ઊતરો; તે સાંભળીને તેનું ચિત્ત પલટાઈ જશે. 19ના
હષઁ બેનો રે બાબિલ શોીને, વદતી પ્રભુ-આદેશ,
‘ઊંચા કરીથી ઊતરો” સુણતાં, વિચારે સાધુ-વેશ. જાગો
અર્થ – હર્ષપૂર્વક બન્ને બહેનોએ બાહુબલિને શોધી લઈ પ્રભુનો આદેશ કહ્યો કે ‘વીરા મારા ગજ
-
થકી ઊતરો.’ તે સુણતાં વિચારવા લાગ્યા કે હું તો સાધુવેશમાં છું, હું ક્યાં હાથી ઉપર બેઠો છું. ।।૬।।
સ્વર બેનોનો રે ઓળી ચિંતવે: “ઉચ્ચ કરી તો માન,
આ ઉપકારી રે બેનો ય વંદ્ય છે, નાના ભાઈ સમાન. જાગો
-
અર્થ :– બન્ને બેનોના સ્વરને ઓળખી ચિંતવવા લાગ્યા કે વાત ખરી છે. આ માનરૂપી ઉચ્ચો હાથી છે, તેના ઉપર હું બેઠો છું. આ બન્ને બહેનો પણ મારી ઉપકારી હોવાથી નાના ભાઈ સમાન વંદનીય છે. ।।૮।। પ્રભુના યોગે રે ઋષભ સમાં બધાં, નર્થી આત્મામાં ભેદ,
શાને કાજે રે દૂર રહી હું સહું, નહિ નમવામાં ખેદ.” જાગો
અર્થ :– પ્રભુનો યોગ થવાથી બધા ભાઈઓ ઋષભદેવ સમાન છે. સર્વના આત્મામાં કોઈ ભેદ
=
નથી. શાને માટે હું તેમનાથી દૂર રહી પરિષહો સહન કરું. તેમને નમવામાં ખેદ હોવો ન જોઈએ. ।।૬।।
Page #570
--------------------------------------------------------------------------
________________
૫ ૫ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
જ્ઞાન-રવિ ત્યાં રે પૂર્ણ પ્રકાશિયો, ઉત્સવ કરતા દેવ,
આવ્યા ભાઈ રે ભરતચક્રી તહીં, કરે ઉત્સાહે સેવ. જાગો. અર્થ – ઉપર પ્રમાણે ભાવ થતાં કેવળજ્ઞાનરૂપી સૂર્યનો સંપૂર્ણ પ્રકાશ પ્રગટ થયો. દેવો ઉત્સવ કરવા લાગ્યા. ભરત ચક્રવર્તી પણ ત્યાં આવી ઉત્સાહપૂર્વક તેમની સેવા કરવા લાગ્યા. //૭૦ગા.
ઋષભ-સભામાં રે પછી સહજે જતા, સર્વે કેવળ સાથ;
અતિ આનંદે રે પ્રભુને હવે સ્તવે ભરતેશ્વર ભૂપ-નાથ - જાગો. અર્થ - પછી શ્રી બાહુબલિ ઋષભપ્રભુની સભામાં એટલે સમવસરણમાં જઈ સર્વે કેવળીભગવંત સાથે વિરાજમાન થયા. હવે સર્વ રાજાઓના નાથ એવા ભરતેશ્વર ચક્રવર્તી શ્રી બાહુબલિને કેવળજ્ઞાન થવાથી અતિ આનંદ પામ્યા, પણ પોતાની સ્વદયા આવવાથી વૈરાગ્યપૂર્ણ વાણીએ શ્રી ઋષભ પ્રભુને વિનયપૂર્વક કહેવા લાગ્યા. I૭૧
“આ સંસારે હું હજીં ડૂબિયો, પામ્યો ન કેવળજ્ઞાન,
ક્યારે ક્યારે રે હે! પ્રભુ, આપશો આ બાળકને ય ભાન? જાગો અર્થ :- હે પ્રભુ! સર્વે ભાઈઓ કેવળજ્ઞાન પામ્યા અને હું હજી આ સંસારમાં જ ડૂબી રહેલો છું. કેવળજ્ઞાનને પામ્યો નથી. માટે હે પ્રભુ! આ બાળકને પણ ભાન ક્યારે આપશો? ||૭રો.
ભાર ઉતારો ગહન ભવ-ચક્રનો, ગમતા નથી આ ભાગ,
તારો તારો વિભાવ-પ્રવાહથી, ઘો નિત્ય-શુદ્ધ-ઉપયોગ. જાગો અર્થ - આ ગહન સંસારરૂપી ચક્રમાં સદા ભટકવાનો ભાર હે પ્રભુ! હવે ઉતારો. આ ભોગો મને ગમતા નથી. આ વિભાવ ભાવોના પ્રવાહથી મને તારો તારો. હવે મને સદા આત્માનો શુદ્ધ ઉપયોગ આપો. એ વિના કાંઈ જોઈતું નથી. II૭૩ણા.
એક અટૂલો રે રડવડું રાજ્યમાં, દુઃખી અંઘા સમાન,
દીધું આપે રે ભૌતિક રાજ્ય આ, દ્યો હવે કેવળજ્ઞાન.” જાગો. અર્થ – એક અટૂલો એટલે ઉત્તમ પુરુષના સંગ વિના દુઃખી આંધળા માણસની જેમ હું આ રાજ્યમાં રડવડું છું. આપે મને ભૌતિક રાજ્ય આપ્યું, પણ હવે કેવળજ્ઞાન આપો એમ ઇચ્છું છું. II૭૪
અશ્રુ સાથે સ્તુતિ કરી બેસતાં, પ્રગટ્ય અવધિજ્ઞાન,
તેથી જાણ્યું રે કર્મ હજીં ભોગનાં બાકી અલ્પ પ્રમાણ. જાગો. અર્થ - આંખમાં આંસુ સાથે પ્રભુની સ્તુતિ કરી બેસતાં ભરતેશ્વરને અવધિજ્ઞાન પ્રગટ થયું. તેથી જાયું કે હજી કમ અલ્પ પ્રમાણમાં ભોગવવાના બાકી છે. II૭પા
પ્રભુના બોઘે રે વથી જાગૃતિ અતિ, પછ નિજ પુરે જાય,
સેવક રાખે રે માત્ર ચેતાવવા, કરી તોરણ રચનાય. જાગો અર્થ :- ઋષભ પ્રભુએ બોધ આપવાથી જાગૃતિ અત્યંત વધી ગઈ. પછી પોતાના નગરમાં ગયા. માત્ર પોતાને ચેતાવવા સેવકો રાખ્યા. તથા જાગૃતિ તાજી રાખવા માટે એવા તોરણોની પણ રચના કરી. અંતરમાં આત્મકલ્યાણની ગરજ હતી તેથી એવા ઉપાયો રચ્યા. I૭૬ાા
Page #571
--------------------------------------------------------------------------
________________
(૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬
દર દરવાજે રે ઘંટડીઓ તણું તોરણ કરતું નાદ
મુકુટ અડતાં રે જળવે પ્રવેશતાં સત્સંગતિની યાદ. જાગો
અર્થ :- પ્રતિ દરવાજે ઘંટડીઓવાળા તોરો ભરતેશ્વરનું મુકુટ અડતા અવાજ કરી એવી જાગૃતિ આપતા કે સત્સંગ કર, સત્સંગ કર. ॥૭॥
રાખે નિરંતર લક્ષ સ્વતિનો, આશા નહીં ચુકાય, ઋષભ-ચરણમાં રે સ્થિર મન રોપીને કાર્યો વિયોગ થાય. જાગો
અર્થ :– ભરતેશ્વર નિરંતર સ્વ આત્મહિતનો લક્ષ રાખે છે. પ્રભુની આજ્ઞાને ચુકતા નથી. મનને ઋષભ જિનેશ્વરના ચરણમાં સ્થિર રાખી બધા કાર્યો વિયોગે એટલે વચનયોગ અને કાયયોગથી કરે છે. એમ રાજ્ય કરતાં છતાં પણ અલિપ્ત રહે છે. શબ્દા
૫૫૧
મંદિરોથી રે કરી ભૂમિ શોભતી, ભક્તિ કરે તે સદાય, દાનાદિથી રે વ્રર્તીજન પોષતાં, ભવ તરવા તે ચહાય. જાગો
અર્થ – નવા નવા મંદિરો બાંથી ભૂમિને શોભતી કરી. પ્રભુની ભક્તિ સ્વયં સદા કરે છે, દાનાદિ આપી વ્રતીજનોને પોષણ આપે, તથા સંસારરૂપી સમુદ્રને તરવાની ઇચ્છા હૃદયમાં સદા રાખે છે. ।।૯।। સત્શાસ્ત્રોનું શ્રવા, ચર્ચા કરે, પ્રભુદર્શનના ભાવ,
સંઘ સકળની રે સેવા બહુ કરે, વધારી ધર્મ-પ્રભાવ. જાગો
અર્થ :– સશાસ્ત્રોનું શ્રવણ કરે, ચર્ચા કરે, સાક્ષાત્ પ્રભુના પ્રત્યક્ષ દર્શન કરવાના ભાવ રાખે,
=
તથા સકળ સંઘની સેવા બહુ કરી ધર્મનો પ્રભાવ વધારે છે. ૮૦।।
વિહાર કરતા ૨ે પ્રભુ બહુ દેશમાં, આવે સુગુર્જર દેશ,
પુનિત પગલે રે પાવન ભૂમિ કરે, દે ઉત્તમ ઉપદેશ. જાગો
અર્થ :– ઘણા દેશમાં વિહાર કરતા પ્રભુ ઉત્તમ એવા ગુજરાત દેશમાં પધાર્યા. પોતાના પવિત્ર પગલાથી આ ભૂમિને પાવન કરી ઉત્તમ ઉપદેશના દાતા થયા. ।।૮૧।।
લેતા લોકો રે દીક્ષા, વ્રતો ઘણાં શત્રુંજય સંઘ જાય, ભક્તિભાવે રે ગુર્જર ભૂમિ હજી ગાંડી જગમાં ગણાય. જાગો
અર્થ :— પ્રભુ પાસે ઘણાએ દીક્ષા લીધી, વ્રતો ગ્રહણ કર્યા. શત્રુંજય તરફ ચતુર્વિધ સંઘ ચાલ્યો. પ્રભુ પ્રત્યે વિશેષ ભક્તિભાવ કરવામાં આ ગુજરાતની ભૂમિ જગતમાં ગાંડી ગણાય છે. ।।૮૨।। વર્ણી સૌરાષ્ટ્રે રે પ્રભુ કે દેશના, ગિરિ પર સૌ સ્થિર થાય,
કહે પ્રભુ ત્યાં રે પુંડરિક આદિને : “ખેદ ધરો ના જરાય. જાગો
અર્થ :— વળી સૌરાષ્ટ્રમાં ઋષભ પ્રભુએ શત્રુંજય ગિરી ઉપર એવી દેશના આપી કે સૌના પરિણામ સ્થિર થયા. ત્યારે પ્રભુએ પુંડરિક ગણધર આદિને કહ્યું : મુક્તિ મેળવવા માટે મનમાં કોઈ પ્રકારનો ખેદ રાખશો નહીં.
શા
થોડા કાળે રે મુક્તિ મળી જશે, અજબ આ ગિરિ-પ્રભાવ,’ અનશન કરીને રે બહુ મુનિઓ રહ્યા, લેવા અંતિમ લા'વ. જાગો
Page #572
--------------------------------------------------------------------------
________________
૫ ૫ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - થોડા સમયમાં મુક્તિ મળી જશે. આ શત્રુંજય ગિરીનો અજબ પ્રભાવ છે. તે સાંભળી અંતિમ મુક્તિ મેળવવાનો લહાવો લેવા ઘણા મુનિઓ અનશન વ્રત ધારણ કરી ત્યાં રહ્યા. ૮૪
શશની સાથે રે તારા સમા મુનિ રહેતા પુંડરિક પાસ,
સર્વ ર્જીવોને ખમાવી સર્વ તે ધ્યાને કરતા નિવાસ. જાગો. અર્થ - ચંદ્રમાં સાથે તારા રહે તેમ પુંડરિક ગણથર સાથે જે મુનિઓ રહ્યા, તેમણે સર્વ જીવોને ખમાવ્યા, પછી તેઓ ધ્યાનમાં સ્થિત થઈ ગયા. પા.
કેવળ પામ્યા રે ચૈત્રની પુનમે ગણઘર આદિ રે સર્વ.
આઠે કર્મો ખપાવી તે ગયા મોક્ષે; તેથી સુપર્વ. જાગો અર્થ :- ચૈત્ર સુદ પુનમના દિવસે ગણધર આદિ મુનિઓ કેવળજ્ઞાનને પામી આઠે કર્મોને ખપાવી મોક્ષે પઘાર્યા. તેથી આ ચૈત્ર સુદી પુનમનો સુપર્વ શરૂ થયો.
શત્રુંજયનું રે તેથી યથાર્થ છે સિદ્ધાચલ શુંભ નામ,
પ્રથમ પ્રભુનું રે પ્રથમ સુતીર્થ એ, સિદ્ધિદાયક ઘામ. જાગો અર્થ :- શત્રુંજયનું તેથી સિદ્ધાચલ શુભ નામ યથાર્થ છે. પ્રથમ તીર્થકર ઋષભ પ્રભુના પ્રથમ અહીં આગમનથી મોક્ષસિદ્ધિને દેવાવાળું આ પ્રથમ સુતીર્થ બન્યું. [૮૭થી.
ભરતપતિ ત્યાં રચાવી મંદિરો, સ્થાપે પ્રતિમા અનેક,
ગણથર આદિ રે સર્વની, આદિપ્રભુની ય એક. જાગો અર્થ :- ભરતપતિ ભરતેશ્વરે ત્યાં અનેક મંદિરો રચાવી તેમાં અનેક પ્રતિમાઓની સ્થાપના કરી. ગણઘર આદિ સર્વ મોક્ષગામી મુનિવરોની તથા આદિ પ્રભુ શ્રી ઋષભદેવની મુખ્ય મંદિરમાં સ્થાપના કરી. II૮૮
વિહાર કરીને રે અષ્ટાપદે પ્રભુ, જગહિત કરતા જાય,
ભરત પઘારે જે તે ગિરિશિખરે, આનંદ અતિશય થાય. જાગો. અર્થ :- પછી ત્યાંથી વિહાર કરી જગતનું હિત કરતા પ્રભુ અષ્ટાપદ પર્વત ઉપર આવી પહોંચ્યા. ભરતેશ્વર પણ તે ગિરિના શિખર ઉપર પથારી પ્રભુના દર્શન કરીને અતિશય આનંદને પામ્યા. I૮૯
વાણી સુણીને રે પ્રભુની નિર્મળી, પ્રશ્ન પૂંછે છે કે રાયઃ
આ પરિષદમાં રે કોઈ એવો હશે જે તીર્થકર થાય?' જાગો. અર્થ – પ્રભુની નિર્મળ વાણી સાંભળીને ભરત રાજાએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ! આ સમવસરણની બાર પરિષદમાં કોઈ એવો જીવ હશે કે જે તીર્થંકર થશે? ૯૦ગા.
દિવ્ય ધ્વનિથી રે પ્રભુ બોલે હવે “તુજ સુત મરીચિ નામ,
થશે આ ભરતે રે ત્રિપુષ્ટ નામથી પ્રથમ કેશવ ગુણઘામ. જાગો. અર્થ :- દિવ્ય ધ્વનિથી પ્રભુ હવે બોલ્યા કે તારો પુત્ર મરીચિ આ ભરતક્ષેત્રમાં પ્રથમ ત્રિપુષ્ટ નામથી ગુણધામ એવો કેશવ એટલે વાસુદેવ થશે. II૯૧ાા
Page #573
--------------------------------------------------------------------------
________________
(૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬
૫ ૫૩
મહાવિદેહે રે ચક્રવર્તી થશે, થશે અહીં મહાવીર
તીર્થકર તે રે ચોવીસમાં થઈ, સિદ્ધપદ લેશે સ્થિર.” જાગો અર્થ - વળી મહાવિદેહ ક્ષેત્રે ચક્રવર્તી થશે. તેમજ અહીં ભરતક્ષેત્રમાં મહાવીર નામે ચોવીસમાં તીર્થંકર થઈ સ્થિર એવા સિદ્ધિપદને પામશે. IIકરા
આજ્ઞા લઈને રે મરીચિ વંદવા, વંદતા વદતાં રાયઃ
“પ્રભુ કહે કે રે મહાવીર નામના, તમે થશો જિનરાય. જાગો અર્થ - પ્રભુની આજ્ઞા લઈ ભરતેશ્વર મરીચિને વાંદવા ગયા. તે વંદન કરતા એમ બોલ્યા : પ્રભુ ઋષભદેવ એમ કહે છે કે તમે મહાવીર નામના જિનરાજ થશો. I૯૩ના
મહાવિદેહે રે ચક્રવર્તી થશો, આદિ નારાયણ આપ,
તીર્થકરની રે શક્તિ ગણી નમું, વરશો પૂજ્ય પ્રતાપ”. જાગો. અર્થ - મહાવિદેહ ક્ષેત્રમાં તમે ચક્રવર્તી થશો. તથા ભરતક્ષેત્રમાં પ્રથમ નારાયણ એટલે વાસુદેવ થશો. તીર્થંકર થઈ પૂજ્યતાને પામશો એવા તમારા પ્રતાપ અને શક્તિને માન આપી હું તમને નમન કરું છું. ૯૪.
જાય અયોધ્યા રે ભરત ભૃપાલ તે; મરીચિ અતિ મલકાય,
નાચે, કૂદે રે કુલમદ પોષતાં, સમ્યક ભાવો ભુલાય - જાગો અર્થ :- પછી ભરત રાજા અયોધ્યામાં ગયા. પણ મરીચિ પોતાને મળનારી એવી ઉચ્ચ પદવીઓને સ્મરી બહુ મલકાયો. તે પોતાન ઇક્વાકુ કુળમદને પોષણ આપતો સમ્યક ભાવોને ભૂલી જઈ ખૂબ નાચ્યો, કૂદ્યો અને કહેવા લાગ્યો. ૯પા.
“આદિ દાદા, પ્રથમ ચક્રી પિતા, હું ચક્રી વાસુદેવ,
તીર્થકરની રે પદવી ય આવશે, અહો! દેવાધિદેવ.” જાગો. અર્થ - મારા દાદા આદિ એટલે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ, મારા પિતાશ્રી ભરતેશ્વર તે પહેલા ચક્રવર્તી, હું ચક્રી અને વાસુદેવ થઈશ. વળી અહો! દેવાધિદેવ તીર્થંકરની પણ મને પદવી પ્રાપ્ત થશે. અમારુ ઈક્વાકું કુળ કેટલું ઊંચુ છે. ૯૬ના
એમ મળે તે રે ચઢીને બાંઘતા, કર્મો લાંબાં અપાર,
ગિરિથી ગંગા રે પડી ઉદધિ જતાં શતમુખ બનતી, વિચાર. જાગો અર્થ - એમ મરીચિએ મદમાં ચઢીને અપાર લાંબા કાળના કર્મો બાંધી દીધા. જેમ ગિરી ઉપરથી ગંગા નદી નીચે પડીને ઉદધિ એટલે સમુદ્રમાં ભળતાં તેના સેંકડો મુખ બની જાય તેમ મરીચિના સેંકડો ભવ વધી ગયા. I૯ળા.
ભરતે સ્વપે રે મેરુગિરિ ડોલતો દીઠો અચાનક એમ,
પૅછે પ્રભાતે રેપુરોહિત-રત્નને “આવ્યું સ્વપ્ન આ કેમ?” જાગો અર્થ - ભરતેશ્વરે સ્વપ્નામાં અચાનક મેરુપર્વતને ડોલતો દીઠો. પ્રભાતમાં રત્ન જેવા પુરોહિતને પૂછ્યું કે મને આવું સ્વપ્ન કેમ આવ્યું? I૯૮
Page #574
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨
પુરોહિતે રે જ્યોતિષથી કહ્યું : “થશે પ્રભુનું નિર્વાણ,” ભરત પધારે રે અષ્ટાપદે હવે, પગપાળા મૂર્કી માન. જાગો
અર્થ • પુરોહિતે જ્યોતિષ વિદ્યાવડે કહ્યું કે પ્રભુનું નિર્વાણ થશે. તેથી ભરતેશ્વર હવે માન મૂકીને પગપાળા ચાલી અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા. ।।૯૯॥
૫૫૪
ઇન્દ્ર પથારે રે પ્રભુ પાસે હવે, આવે દેવો અનેક, પ્રભુ મુદ્રા તો રે ગંભીર, મૌન છે, ૫૨મ શાંત, સ્થિર છેક. જાગો
અર્થ :– ઇન્દ્ર પણ પ્રભુ પાસે પધાર્યા. અનેક દેવો પણ આવ્યા. પ્રભુની મુદ્રા તો ગંભીર, મૌન, પરમશાંત અને સ્થિર છે. ।।૧૦૦।।
અનશન-ધારી રે હજારો મુનિવરો, ઘ્યાને સર્વે ય લીન,
શ્રેણી માંડી રે કેવળી સૌ થઈ, કર્મ કરે સૌ ક્ષીણ. જાગો
અર્થ :– અનશન ધારણ કરીને હજારો મુનિવરો સર્વે ધ્યાનમાં લીન થઈ ગયા. શ્રેણી માંડી સર્વ કર્મોને ક્ષીણ કરી કેવળજ્ઞાનને પામ્યા. ।।૧૦૧||
સુખ-આસને રે પ્રભુ બેઠા હતા, શુક્લ ઘ્યાને વિલીન,
સ્તુતિ નિઃશબ્દ રે કરી સૌ ઉરમાં, રહે પ્રભુ-ચરણે લીન. જાગો
અર્થ :– પ્રભુ સુખાસને ધ્યાનમાં બેઠા હતા. શુક્લ ધ્યાનમાં વિશેષ પ્રકારે તેઓ લીન હતા. પ્રભુને ધ્યાનસ્થ મુદ્રામાં નિહાળી તેમની શબ્દ વગર હૃદયમાં સ્તુતિ કરીને સર્વે પ્રભુના ચરણનું ધ્યાન કરતા લીન થયા. ||૧૦૨
સુંદર ગિરિ તે રે નીર-ઝરણાં ઝરે; પ્રભુ નિર્જરા સહિત,
શોભે ગિરિ તે રે મૃગ-યૂથ-મધ્યમાં, તેમ મુનિસĂહે સ્થિત. જાગો॰
અર્થ = • સુંદર એવા કૈલાસ પર્વત ઉપરથી જેમ જળના ઝરણા ઝરતા શોભે તેમ પ્રભુ અઘાતીયા કર્મોની નિર્જરા કરતાં શોભે છે. જેમ મૃગના ટોળા મધ્યે પર્વત શોભે તેમ મુનિઓના સમૂહ મધ્યે સ્થિત એવા પ્રભુ શોભાને પામે છે. ।।૧૦૩।।
ગિરિ પર નાચે રે મયૂર કળા કરી, પ્રભુ-ગુણ દીપે અનંત, બીજાં કર્યો રે આયુષ્યથી વધુ હોવાર્થી એ ભગવંત- જાગો॰
અર્થ : ગિરિ પર રહેલા મોરો જેમ કળા કરીને નૃત્ય કરે તેમ મનુષ્યોના મન પણ પ્રભુના અનંત દૈદિપ્યમાન ગુણો જોઈ આનંદ પામે છે. પ્રભુ, આયુષ્ય કર્મથી બીજા કર્મો વધુ હોવાના કારણે કેવળી સમુદ્દાત કરે છે. ૧૦૪॥
અપૂર્વ રીતે રે કર્મ સરખાં કરે, સમુદ્દાતે વિખ્યાત
શીર પ્રમાણે રે દંડ-આકારથી, સ્પર્શી રહે લોકાંત. જાગો
અર્થ :— અપૂર્વ રીતે પ્રભુ સર્વ અઘાતીયા કર્મોને સરખા કરે છે. જો નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીયકર્મની સ્થિતિ આયુષ્યકર્મ કરતાં વધારે હોય તો નીચે પ્રમાણે સમુદ્દાત કરે છે. પ્રથમ સમયે આત્માના પ્રદેશો શરીર પ્રમાણે દંડનો આકાર થઈ ઉપર નીચે લોકના અંતને સ્પર્શે છે. ૧૦૫૫
Page #575
--------------------------------------------------------------------------
________________
અર્થ :— આકાર જાણે ત્રણેય
(૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬
બીજે સમયે રે કપાટરૂપે બને, બેય પડખે વિસ્તાર,
ત્રિભુવન ચીરતો રે ભીંત-આકાર તે, સન્મુખ પૂંઠેય ધાર– જાગો
બીજે સમયે આત્માના પ્રદેશો કપાટરૂપે બની, બેય પડખામાં ફેલાય છે. તે ભીંતનો લોકને ચીરતો હોય એમ જણાય. તે આગળ અને પાછળ બન્ને બાજુ ફરે છે. ।।૧૦૬ તેવા રૂપે રે સમય ત્રીજે બંને પ્રતર જાણે મંથાન,
ચોથે સમયે રે લોક પૂરો પૅરે; વિપરીત રીતે સ્વસ્થાન. જાગો
અર્થ :— ઉપરોક્ત રીતે ત્રીજા સમયે આત્માના પ્રદેશો પ્રતર એટલે મંથાન અર્થાત્ ઝેરણાના આકારે બની ચારે તરફ ફેલાય છે. ચોથા સમયે આત્માના પ્રદેશો સકળ લોકમાં ફેલાય છે. તેવી જ ક્રિયા વિપરીત થઈને આત્માના પ્રદેશો સ્વસ્થાનમાં પાછા આવે છે. ।।૧૦૩ના
આઠ સમયમાં રે ક્રિયા બધી બને; પછી તો અયોગી થાય,
ત્રણે શરીરનાં રે પિંજર છતાં એ અડોલ ઋષભ જિનરાય. જાગો
૫૫૫
અર્થ :— માત્ર આઠ સમયમાં જ આ ઉપરોક્ત ક્રિયા સર્વ બની જાય છે; અર્થાત્ ચાર સમય સમુદ્દાત થતા અને ચાર સમય તે ક્રિયાને પાછી સમેટના થાય છે. પછી પ્રભુ અયોગી ગુણસ્થાનકમાં આવે છે. ત્યાં કાર્મા, તેજસ અને પરમ ઔદારિક આ ત્રણેય શરીરરૂપી પિંજરમાં રહેલા હોવા છતાં પણ તેમાં અડોલ પર્વતની જેમ ઋષભ જિનેશ્વર સ્થિર થાય છે. ૧૦૮૦
પંચાક્ષરના ૨ે લઘુ ઉચ્ચારનો કાળ અયોગી ગણાય,
એક સમયમાં રે ઋગતિથી ગયા લોકાગ્રે જિનરાય. જાગો
=
અર્થ :– અયોગી ગુણસ્થાનકમાં પ્રભુને રહેવાનો કાળ એ ઈ ઉ ૠ લુ આ પાંચ લઘુ અક્ષર બોલીએ તેટલો છે. પછી એક જ સમયમાં પ્રભુ ઋજુ એટલે સ૨ળ, સીધી ગતિથી લોકના અગ્રભાગ ઉપર જઈ મોક્ષમાં વિરાજમાન થયા. ।।૧૦૯૪)
સાદિ-અનંતો રે કાળ એ મોક્ષનો, આત્મિક સુખે ગળાય,
શુદ્ધ ગુણો સૌ રે પ્રગટ દીપે સદા, કેવળજ્ઞાને ભળાય. જાગો
અર્થ :મોક્ષ, સાદિ એટલે આદિ સહિત છે પણ તેનો અંત નથી. માટે ત્યાં અનંતકાળ સુધી પ્રભુનો સમય આત્મિક સુખમાં વ્યતીત થાય છે. ત્યાં આત્માના સર્વ શુદ્ઘ ગુણો સદા પ્રગટ દૈદિપ્યમાન છે; જે કેવળજ્ઞાનવડે જોઈ શકાય છે. ।।૧૧૦|
ઉત્સવ છેલ્લો રે ઇન્દ્રાદિ ઊજવે, સંસ્કારી જિન-દેહ,
ઉત્તમ શિબિકા રે રચી તેમાં ઘરી, શિખરે લઈ જાય તેહ, જાગો
અર્થ :– હવે પ્રભુનો છેલ્લો નિર્વાણ કલ્યાણક ઉત્સવ ઇન્દ્રો તથા દેવો વગેરે સર્વ ઊજવે છે. પ્રભુના
=
દેને ક્ષીર સમુદ્રના જળથી સ્નાન કરાવી, ગોશીર્ષ ચંદનના રસથી વિલેપન કરી, દેવદૃષ્ટ વસ્ત્રવડે ચોતરફથી વિભૂષિત કરી, સંસ્કારિત કર્યો. ઉત્તમ શિબિકાની રચના કરી તેમાં ઇન્દ્રે પ્રભુના શરીરને સ્થાપિત કર્યું. પછી વાજિંત્ર વગાડતા દેવતાઓ તથા ઇન્દ્રો વગેરે પ્રભુના દેહને અષ્ટાપદગિરિના શિખર ઉપર લઈ ગયા. ।।૧૧૧||
Page #576
--------------------------------------------------------------------------
________________
૫૫૬
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨
કલ્પવૃક્ષનાં રે નવ-કુસુમો વડે વધાવે દેવી-દેવ, પુષ્પપુંજથી રે પ્રભુનો દેહ તો, ન દેખાતો; શી સેવ!જાગો
અર્થ :– દેવ દેવીઓ કલ્પવૃક્ષના નવીન ફૂલોવડે પ્રભુના દેહને વધાવવા લાગ્યા. તેથી પુષ્પના પુંજોથી પ્રભુનો દેહ જ દેખાતો નથી. અહો! દેવોની પ્રભુ પ્રત્યે કેવી સેવા-ભક્તિ છે. ।।૧૧૨।। કિન્નર-લલના રે ભક્તિ તણાં ગીતો કરુણરસે શું ગાય! નાગ-કુમા૨ી૨ે નાચે કળા-ભરી, સૌને આશ્ચર્ય થાય. જાગો
અર્થ :— કિન્નર જાતિની દેવીઓ ભક્તિના ગીતો એવા કરુણરસથી ગાય કે સહુના હૃદયને સ્પર્શી જાય. વળી નાગકુમારી દેવીઓ એવી કળાથી નાચે કે જે જોઈ સૌને આશ્ચર્ય થાય. ।।૧૧૩।। ચંદનકાષ્ઠે રે ચિતા કરી રૅડી, પધરાવે જિનદેહ, અગ્નિ-કુમારે રે મુકુટમણિ ઘસી પ્રભુ-પદે, લગાડી ચેહ. જાગો
અર્થ :— ચંદના કાષ્ઠવડે રૂડી ચિતા બનાવી તેમાં પ્રભુના દેહને પધરાવ્યો. પછી ઇન્દ્રની આજ્ઞાથી અગ્નિકુમાર દેવતાએ પ્રભુના ચરણે પોતાનો મુકુટ મણિ ઘસીને ચેહ એટલે ચિતામાં અગ્નિનો સંચાર કર્યો. ।।૧૧૪।।
માનવભવ ના ૨ે જાણે મળ્યો ગણી, થરથરે ભવ-ભયભીત,
ત્રાસી સંસારે ૨ે જ્વાળા પ્રભુ-પદે વળગે વા૨ અગણિત. જાગો
અર્થ – મને માનવભવ મળ્યો નહીં એમ જાણીને સંસારના દુઃખોથી ત્રાસી ભયભીત થયેલી થરથરતી એવી જ્વાળા તે પ્રભુના ચરણમાં અગણિત વાર વળગવા લાગી, અર્થાત્ પ્રભુનું શરણ શોધવા લાગી. ।।૧૧૫।।
જમણી બાજુ રે ગણઘરો ની ચિતા પૂજ્ય, મનોહર રચાય,
ડાબી બાજું રે સર્વે મુનિ તણી ઉત્તર ક્રિયા કરાય. જાગો
અર્થ :– પ્રભુની જમણી બાજુ પૂજ્ય ગણધરોની મનોહર ચિતા રચાઈ તથા ડાબી બાજુ સર્વે મુનિઓની ઉત્તર ક્રિયા એટલે છેલ્લી અગ્નિદાહની ક્રિયા કરવામાં આવી. ।।૧૧૬॥
કપૂર તથા ઘી રે જ્વાળા વઘારતાં ચિતામાંહિ હોમાય,
જાય હ્યૂમાડો રે ગગનમાં ઊડતો, શું અગ્નિ-મલ મુકાય ! જાગો
અર્થ :— અષ્ટાપદ પર્વત ઉપર દેવતાઓ ચિતામાં પુષ્કળ કપૂર તથા ઘી, જ્વાળાને વધારવા માટે હોમવા લાગ્યા. પ્રભુની ચિતાનો ધૂમાડો ઊડતો જાય છે. તે શું પ્રભુના દેહને સ્પર્શી અગ્નિનો મેલ ધૂમાડારૂપે થઈ ઊડી રહ્યો છે! ।।૧૧૭ના
ચૌદશ કાળી રે માહ માસે હતી, મશાલ સમો કૈલાસ,
દૂર દૂરથી રે દર્શન ઘણા કરે, જાણ્ણ કલ્યાણક ખાસ. જાગો
અર્થ :– મહા મહિનાની કાળી ચૌદસના દિને પ્રભુના દેહનો અગ્નિ સંસ્કાર થયો ત્યારે કૈલાસ એટલે અષ્ટાપદ પર્વત સળગેલી મશાલ જેવો જણાતો હતો. દૂરદૂરથી અગ્નિની જ્વાળાઓને જોઈ, પ્રભુનું ખાસ નિર્વાણ કલ્યાણક જાણીને ઘણા લોકો દર્શન કરતા હતા. II૧૧૮।।
Page #577
--------------------------------------------------------------------------
________________
(૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭
૫ ૫૭
શિખર ફરતી રે પ્રદક્ષિણા કરે સુર નર ભક્તિ-યુક્ત,
લોક ત્રણમાં રે થોડી પળો લગી ઝબકે સુખ-વિદ્યુતજાગો અર્થ - દેવો તથા મનુષ્યો જ્યાં પ્રભુનું નિર્વાણ થયું તે અષ્ટાપદ પર્વતના શિખરની ભાવભક્તિસહિત ફરતી પ્રદક્ષિણા કરવા લાગ્યા. ભગવાનના નિર્વાણ કલ્યાણક સમયે ત્રણેય લોકમાં થોડી ક્ષણો સુધી સુખરૂપી વિજળીનો ઝબકારો થયો; અર્થાત્ સુખનું વદન થયું. ૧૧૯ાા
સાગર-જળથી રે શાંત ચિતા કરી, રાખ, અવશેષ પવિત્રલેતા લોકો રે ભાવ વિશેષથી, હરવા કર્મો વિચિત્ર.
જાગો હે! જીવો રે મોહ કરો પરો. અર્થ :- જ્યારે અસ્થિ સિવાય બાકીની સર્વ ઘાતુઓ દગ્ધ થઈ ગઈ ત્યારે મેઘકુમાર દેવતાઓએ ક્ષીર સમુદ્રના જળથી ચિતાગ્નિને શાંત કર્યો. પ્રભુના શરીરની રાખ તથા અસ્થિ આદિ અવશેષને પવિત્ર માની તેની પૂજા કરી, વિચિત્ર એવા કમને હરવા માટે, વિશેષ ભાવભક્તિથી લોકો તેને લેવા લાગ્યા.
હે ભવ્ય જીવો! કલ્યાણ કરવાનો આ અમૂલ્ય અવસર આવ્યો જાણી જાગૃત થાઓ અને આ મોહરૂપી અનાદિના મહા શત્રુનો હવે અવશ્ય પરાભવ કરો. /૧૨૦ના
(૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર
ભાગ-૭
(રાગ : અર્કપ્રભા સમ બોઘ પ્રભામાં, ધ્યાન-પ્રિયા એ દિઠ્ઠી)
પિતા વિયોગે ભરતભૂપ તો શોક-સમુદ્ર ઝીલે, શૂન્ય મને દેખે દેખાવો, રીંઝે ન ગીત રસીલે રે )
પ્રભુજી, બોઘબળે ભવ તરીએ. અર્થ :- પિતા શ્રી ઋષભજિનેશ્વર નિર્વાણ પામ્યા. તેથી તેમના વિયોગે ભરત મહારાજા શોક સમુદ્રમાં આવી પડ્યા. શૂન્ય મન થઈ બઘા દ્રશ્યોને જુએ છે. રસપડે એવા રસીલા ગીતોથી પણ તેમનું મન આનંદ પામતું નથી. તેઓ કહેવા લાગ્યા : પ્રભુજી અમને બોઘ આપો. આપના બોઘબળે અમે આ ભવ સમુદ્રને કરીએ છીએ. //લા
વદે વિલાપે શોકાતુર તેઃ “આપ વિના ના ગમતું;
યુગાદિદેવ હવે ના બોલે, અનાથ મુજ મન ભમતું રે. પ્રભુજી અર્થ - શોકથી આતુર થયેલા ભરતરાજા વિલાપ કરતા કહેવા લાગ્યા : હે પ્રભુ! આપના વિના મને ગમતું નથી. ચોથા આરાની શરૂઆતમાં થયેલા એવા આ યુગના દેવાધિદેવ હવે બોલતા નથી. તેથી
Page #578
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
૫૫૮
મારું આ મન અનાય જેવું થઈને ભમ્યા કરે છે. રા
ત્રિભુવનના આધાર હતા, પ્રભુ, આપ વિના અંઘારું, કોણ હવે આધાર અમારો? શાથી શ્રેય અમારું રે પ્રભુજી
અર્થ :— હે પ્રભુ! આપ ત્રણેય લોકના આધાર હતા. આપ વિના બધે અંધારું છે. હવે અમારે આધાર કોણ? અમારું ોય એટલે કલ્યાણ હવે કોનાથી થાય? ગા
ઉત્તમ કુળમાં અથમ રહ્યો હું આ સંસારે સડતો,
કરુણા કરી ઉદ્ઘાર કરો મુજ, રાખો નહીં રખડતો રે.” પ્રભુજી
અર્થ :– ઉત્તમ કુળમાં જન્મ્યા છતાં હું અધમ રહી આ સંસારમાં જ સડતો રહ્યો. હે પ્રભુ! હવે કરુણા કરી મારો ઉદ્ઘાર કરો. મને હવે આ સંસારમાં રખડતો રાખો નહીં. ||૪||
ઋષભસેન ગણધર કરી કરુણા, આશ્વાસન કે : “ભાઈ,
શોક તણો અવસર ના આજે, ઉત્સવ કરો અઠ્ઠાઈ રે. પ્રભુજી
અર્થ :- ભસેન ગણઘર કરુણા કરીને ભરતરાજાને આશ્વાસન આપતા બોલ્યા કે ભાઈ! આજે આ શોક કરવાનો અવસર નથી. પ્રભુ શાશ્વત સુખરૂપ મોક્ષપદને પામ્યા માટે તેનો અઠ્ઠાઈ મહોત્સવ કરવો ઉચિત છે. ।।૫।।
ભવ થરતા મરતા તે મૂઆ, પ્રભુ તો જીવે નિત્યે,
અજર-અમરતા પામ્યા તેનો ઉત્સવ કરવો પ્રીતે રે. પ્રભુજી
જે
અર્થ :- જે નવા ભવ ધારણ કરવા મરે તે જ ખરેખર મૂઆ છે. જ્યારે પ્રભુ તો આત્માના સંપૂર્ણ શુદ્ધ સ્વભાવને પામવાથી નિત્ય જીવતા રહેશે. તેઓ અજર અમરપદને પામ્યા છે. માટે તેનો પ્રીતિપૂર્વક નિર્વાણ મહોત્સવ કરવો જોઈએ. ।।૬।।
નિરુપમ મોક્ષ-પદે પ્રભુ પહોંચ્યા, ભવસંકટ ઓળંગી,
સમા છો, સંતોષ-સમયમાં ન રહો વિષાદ-રંગી રે. પ્રભુજી
અર્થ :– પ્રભુ તો ત્રિવિધ તાપાગ્નિરૂપ ભવસંકટને ઓળંગી જેની ઉપમા પણ ન આપી શકાય એવા મોક્ષસ્થાનમાં પહોંચ્યા છે, માટે ભરત! તમે સમજુ છો, તેથી આવા સંતોષ અનુભવવાના સમયમાં વિષાદ એટલે ખેદના રંગવાળા પરિણામ મનમાં ન લાવો. ।।ના
ચરમ-શરીરી છીએ આપણે, સમજ્યા સ્વરૂપ કૃપાથી, તે જ રીતે સિદ્ધિપદ વીશું અંતર-કાળ જવાથી રે. પ્રભુજી
અર્થ :— આપણે ચરમ-શરીરી છીએ. આપણા માટે આ છેલ્લો અવતાર છે. પ્રભુ ઋષભદેવની કૃપાથી આપણે આત્મસ્વરૂપને સમજ્યા છીએ. તે જ રીતે અંતર-કાળ એટલે સમયનો અંતર પૂરો થયે આ જ ભવે સિદ્ધિપદ એટલે મોક્ષરૂપી લક્ષ્મીને વીશું, ।।૮।।
મોક્ષ-ભાવના ફળી પિતાની, શોક ઘટે નહિ જરીયે, માત્ર શત્રુજન શોક કરે કર્દી, સ્વજન સર્વ સુખ ઘરિયે રે, પ્રભુજી
Page #579
--------------------------------------------------------------------------
________________
(૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭
૫ ૫૯
અર્થ :- પિતા શ્રી ઋષભદેવની મોક્ષ મેળવવાની જ ભાવના હતી તે ફળી. માટે તે સંબંધી કિંચિત પણ શોક કરવો ઘટારત નથી. માત્ર કોઈ શત્રુ હોય તે બીજાને સુખી જોઈ કદી શોક કરે; પણ આપણે તો પ્રભુના સ્વજન છીએ માટે પ્રભુ અનંતસુખને પામ્યા એમ જાણી સર્વને આનંદ થવો જોઈએ. લા.
પિતા-સ્નેહ તો અલ્પ સમયનો, સ્નેહ દેવનો લાંબો,
ગર્ભકાળથી સેવા કરતા, જાણી અમૃત-આંબો રે. પ્રભુજી અર્થ - આપણો પિતા તરીકેનો સ્નેહ તો અલ્પ સમયનો છે, જ્યારે દેવોનો ભગવાન પ્રત્યેનો સ્નેહ તો ઘણા લાંબા કાળનો છે. તે દેવો, ઇન્દ્રો આદિ ભગવાનને અમૃતનો આંબો જાણી ગર્ભકાળથી તેમની સેવા કરે છે. ||૧૦ના.
ગાઢ ભક્ત સુર ભસ્મ કરી તન, નૃત્યાનંદ કરે છે,
વીતી વાત વિસારી, ભક્તિ કરતાં શોક ટળે છે રે. પ્રભુજી અર્થ - એવા ગાઢ ભક્ત દેવો પણ ભગવાનના શરીરનો અગ્નિસંસ્કાર કરી, નિર્વાણકલ્યાણક નિમિત્તે નૃત્ય કરી આનંદ કરે છે. તેમ તમે પણ ભગવાનનો દેહ છૂટી ગયો એ વાતને વિસારી ભગવાનના શાશ્વત શુદ્ધ સ્વરૂપનું સ્મરણ કરી તેમની ભક્તિ કરો તેથી તમારો પણ આ શોક ટળી જશે. ૧૧ાા
પિતા પ્રથમ જિન, તમે ત્રિજ્ઞાની, શાને શોક વઘારો?
શીધ્ર ઇન્દ્ર અગાઉ મોક્ષે આપ જનાર, વિચારો રે. પ્રભુજી અર્થ - આપણા પિતા આ અવસર્પિણી કાળના પ્રથમ જિનેશ્વર છે. અને તમે મતિશ્રુતઅવધિ એવા ત્રણ જ્ઞાનના ઘર્તા છો. તો આ શોકને હવે શા માટે વઘારો છો. ઇન્દ્ર કરતાં પણ આપ પહેલા શી મોક્ષે જનાર છો; તેનો વિચાર કરો. ||૧૨ાા
તમે સંસારસ્વફૅપ સમજો છો, હે! ભરતેશ્વર ભાઈ,
કર્મ-ભારથી ભૂલો શાને? કોને કોની સગાઈ રે? પ્રભુજી, અર્થ - હે! ભરતેશ્વર ભાઈ, તમે તો આ સંસારનું સ્વરૂપ સમજો છો. તો કર્મના ભારથી હવે કેમ ભૂલો છો? આ સંસારમાં કોને કોની સગાઈ શાશ્વત રહી છે? I૧૩.
અનંતકાળથી ભવ ભમતાં બહુ માતપિતા તો મળિયાં,
મોહવશે મારાં માન્યાથી, નહિ ભવ-ફેરા ટળિયા રે. પ્રભુજી અર્થ - અનંતકાળથી આ સંસારમાં ભટકતાં ઘણા માતાપિતા મળ્યા. તેમને મોહવશ મારા માન્યાથી આ સંસારમાં જન્મમરણના ફેરા હજુ ટળ્યા નથી. /૧૪||
ઋષભદેવ ત્રિભુવનપતિનું તન કર્માધીન હતું તે,
સદા રહે નહિ તે તો જાણો, કર્મો ગયે જતું તે રે. પ્રભુજી, અર્થ - ત્રિભુવનપતિ શ્રી ઋષભદેવનું શરીર તો કર્માઘાન મળેલું હતું. તે સદા રહી શકે નહીં એ તો તમે જાણો છો. કર્મો નાશ પામે તે શરીર પણ જતું રહે છે. /૧૫
જ્ઞાની ત્યાજ્ય ગણે શરીરાદિક, શરીર જણાતું નજરે, દર્શન હૃદયે નિત્ય કરીને, સુજ્ઞ શોક પરિહરે રે. પ્રભુજી
શા
Page #580
--------------------------------------------------------------------------
________________
૫ ૬૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- જ્ઞાની પુરુષો તો આ શરીર કુટુંબાદિને તજવા યોગ્ય ગણે છે. તે શરીર આપણને નજરે દેખાય છે. તે શરીર ઉપરથી તેમાં રહેલ તેમના શુદ્ધ આત્માનું ભાવથી હૃદયમાં હમેશાં દર્શન કરીને, સુજ્ઞ એટલે સમજુ પુરુષો પોતાના શોકને પરિહરે છે. ૧૬
એમ યથાર્થ વિચારી ઉરે વિમલ બોઘ-ઘારાથી,
દાવાનલ સમ શોક શમાવો, વાત વતી ર્વીસર્યાથી રે.” પ્રભુજી અર્થ - એમ જ્ઞાની પુરુષની નિર્મળ બોઘારાવડે શરીર તથા આત્માનું યથાર્થ સ્વરૂપ હૃદયમાં વિચારી આ દાવાનલ સમાન શોકને શમાવો અને જે વાત વીતી ગઈ છે તેને હવે વિસારી દો. ૧ળા
ગણઘર-વાણી મઘુરી સુણી, ભરતઓં શોક શમાવે,
ચિંતા તર્જી, શિક્ષા અંતર સર્જી, શિર ગુરુ-પદે નમાવે રે. પ્રભુજી, અર્થ – શ્રી ઋષભસેન ગણઘરની અમૃત જેવી મધુરી વાણીને સાંભળી ભરતજીએ શોક શમાવ્યો. તેથી ચિંતા તજી, મળેલ શિક્ષાને અંતરમાં ઉતારી શ્રી ગુરુના ચરણકમળમાં પોતાનું શિર નમાવ્યું. ૧૮.
સુર સુરપતિ સહ મુનિ સૌ વંદી, સ્તૂપ રચી ચિતા-સ્થાને
ગયા સ્વસ્થાને, ભરતપતિ પણ ઘન્ય ભાગ્ય નિજ માને રે. પ્રભુજી અર્થ :- દેવો ઇન્દ્રની સાથે સર્વ મુનિઓને વંદન કરી, તથા પ્રભુના ચિતા એટલે અગ્નિસંસ્કાર સ્થાને સ્તૂપ એટલે ઘુમ્મટ સાથે દેરીની રચના કરી બઘા સ્વસ્થાને ગયા. ભરતરાજા પણ આ બધું નીરખી પોતાના ઘન્ય ભાગ્ય માનવા લાગ્યા. ||૧૯મી
જિનપતિ-પિતા-સ્મારક કાજે, વર્થક-રત્ન-મદદથી,
સિંહ-નિષદ્યા નામે મંદિર, બાંઘે ઘન બેહદથી. પ્રભુજી અર્થ - જિનેશ્વર પિતાના સ્મારક અર્થે, વર્ઘકિ-રત્નની મદદથી બેહદ ઘન ખર્ચીને શ્રી ભરતેશ્વરે સિંહ-નિષદ્યા નામનું ત્યાં એક મહામંદિર રત્નમય પાષાણથી બંઘાવ્યું. /૨૦ાા
ચોવીસે જિન-રત્ન-પ્રતિમા, મૂળ દેહના માપે,
ભક્તિ કરતી ભરત-પ્રતિમા, અષ્ટાપદ પર સ્થાપે રે. પ્રભુજી, અર્થ - તે મહામંદિરમાં ચોવીસે જિનેશ્વરોના મૂળ દેહના માપની તથા પોતપોતાના દેહના વર્ણને ઘારણ કરનારી, જાણે દરેક પ્રભુ પોતે જ બિરાજેલા હોય તેવી ઋષભસ્વામી આદિ ચોવીસ અહંતોની નિર્મળ રત્નમય પ્રતિમાઓ રચીને સ્થાપિત કરી. તથા ભગવાનની ભક્તિ કરતી એક પોતાની પ્રતિમા પણ શ્રી ભરતેશ્વરે અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપિત કરી. ભક્તિમાં અવૃતિનું એ એક ચિત્ર છે. ૨૧ાા.
દંડ-રત્નથી પર્વત છોલી, સ્તંભ સમો તે ઘડતા,
યોજન ઊંચાં આઠ પગથિયે ગિરિ અષ્ટાપદ વદતા રે. પ્રભુજી અર્થ - શ્રી ભરત ચક્રવર્તીની આજ્ઞાથી દંડ-રત્નવડે તે અષ્ટાપદ પર્વતને છોલી સ્તંભ સમાન તેનું ઘડતર કર્યું. પછી તે પર્વતને ફરતા એક એક યોજન ઊંચા આઠ પગથિઆ બનાવ્યા. ત્યારથી લોકો તેને અષ્ટાપદ પર્વતના નામે ઓળખવા લાગ્યા. ૨૨ાા
Page #581
--------------------------------------------------------------------------
________________
(૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭
૫ ૬૧
તેથી તીર્થ અગમ્ય થયું તે સ્ફટિક-શિખર જન દેખે,
સ્ફટિકાદ્રિ, કૈલાસ કહે જન, અતિશય તીર્થ જ લેખે રે. પ્રભુજી અર્થ – એક એક યોજન ઊંચા પગથિઆના કારણે તે અષ્ટાપદ અગમ્ય તીર્થ બની ગયું. તે ઉપર મનુષ્યો જઈ શકે નહીં. પણ તેનું સ્ફટિક જેવું શિખર જોઈને લોકો તેને સ્ફટિકાદ્રિ એટલે સ્ફટિક જેવો અદ્રિ કહેતા પર્વત તથા કૈલાસ પર્વત પણ કહેવા લાગ્યા. તે અષ્ટાપદ તીર્થને લોકો અતિશયવાળું મહાન તીર્થ ગણવા લાગ્યા. //ર૩ll.
પ્રથમ પૂજૉ કરી ભરતજીં હર્ષે સ્તવે ઋષભ સ્વામીને,
જાણે પ્રગટ પ્રભુની સામે બોલે ઊભા રહીને રે : પ્રભુને અર્થ - મંદિરમાં સર્વ તીર્થંકર પ્રતિમાઓની પ્રથમ પૂજા શ્રી ભરતજીએ કરી. પછી તેઓ શ્રી ઋષભસ્વામીને હર્ષોલ્લાસપૂર્વક સ્તવવા લાગ્યા ત્યારે જાણે પ્રત્યક્ષ પ્રભુની સામે જ ઊભા રહીને બોલતા હોય એમ જણાયુ. ||૨૪||
“જગ-સુખ-સાગર અતિ ઉપકારી, સૂર્ય સમા હિતકારી,
સચરાચર-જગ-ઉન્નતિ-કર્તા, અમને લ્યો ઉદ્ધારી રે. પ્રભુજી અર્થ – સ્તુતિ કરતા પ્રભુ પ્રત્યે ભરત ચક્રી બોલ્યા કે હે પ્રભુ! આપ જગતના જીવોને સુખ આપવામાં સાગર સમાન ઉપકારી છો, સૂર્ય સમાન વિશ્વનું હિત કરનારા છો. જગતમાં રહેલા સચર એટલે હાલતા ચાલતા તથા અચર એટલે એકેન્દ્રિયાદિ સર્વ જીવોની આપ ઉન્નતિ કરનાર છો. માટે અમારો પણ હે પ્રભુ આપ ઉદ્ધાર કરો. રપા
નરકે પણ ક્ષણ સુખની લહાણી, પ્રતિ-કલ્યાણક કાળે
પહોંચે પ્રભુજી આપ પ્રભાવે; સુદ્રષ્ટિ તમને ભાળે રે. પ્રભુજી અર્થ - ભગવાનના પ્રત્યેક કલ્યાણક કાળે નરકમાં પણ ક્ષણ માત્ર સુખની લ્હાણી આપ પ્રભુજીના પ્રભાવે થાય છે. તે વખતે નરકમાં રહેલા સમ્યક દ્રષ્ટિ જીવો તમારી સ્મૃતિને પામે છે. ૨૬ાા
આર્ય-અનાર્ય જનોને સરખા, પવન સમા ઉપકારી;
મોક્ષ વિષે ઉપકારી કોને? ત્યાં ગયા શું વિચારી રે? પ્રભુજી અર્થ - હે પ્રભુ! આપ અહીં હતા ત્યારે આર્ય અનાર્ય સર્વ જનોને પવન સમાન સરખા ઉપકારી હતા. હવે મોક્ષમાં આપ કોનો ઉપકાર કરી શકો? ત્યાં શું વિચારીને ગયા? ગરબા
આપ પ્રતાપે ઉત્તમ તે સ્થળ, મર્ય-લોક આ સાચો,
વિશ્વ-હિતકર બોઘ તમારો, તેમાં મુજ મન રાચો રે. પ્રભુજી અર્થ - આપના પ્રતાપે આ મૃત્યુલોક પણ ઉત્તમ છે કે જે સ્થળમાં આપનો આખા વિશ્વને હિતકારી બોઘ મળી શકે. મારું મન તો આપના બોઘમાં જ રાચી રહો એમ ઇચ્છું છું. ૨૮ાા
બોઘરૃપી કર લંબાવીને પ્રગટ હજી, પ્રભુ, તારો,
રૂપસ્થ-ધ્યાને પ્રગટ દસો છો, એ આઘાર અમારો રે. પ્રભુજી અર્થ – હે પ્રભુ! બોઘરૂપી પ્રગટ હાથ લંબાવીને હજી મને તારો. રૂપસ્થ-ધ્યાને એટલે મૂર્તિસ્વરૂપે
Page #582
--------------------------------------------------------------------------
________________
૫ ૬૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
આપનું રૂપ આજે પણ પ્રગટ દેખાય છે. એ અમારે આઘારરૂપ છે. તેના આઘારે અમે તમારા ગુણોનું ધ્યાન કરીએ છીએ. રાજા
મમતારહિત થઈ પ્રભુ, આપે સૌ સંસાર તજ્યો છે,
તોપણ મુજ મન તમે તજો ના, મેં વિચાર ભજ્યો એ રે.” પ્રભુજી અર્થ - મમતારહિત થઈ હે પ્રભુ! આપે સકળ સંસારનો ત્યાગ કર્યો છે. તો પણ મારા મનમાંથી આપ જશો નહીં. એ વિચારને મેં ભજ્યો છે, અર્થાત વારંવાર વિચારીને મેં દ્રઢ કર્યો છે. [૩૦ના
ચોવીસે જિન સ્તવી અયોધ્યા, ગયા ઉદાસીન મનથી,
સમજાવે મંત્રી સૌ મળીને, નૃપને શાંત વચનથી રે : પ્રભુજી અર્થ - ભરતચક્રી અષ્ટાપદ પર્વત ઉપર ચોવીસેય જિનેશ્વરોને ભાવભક્તિપૂર્વક સ્તવી ઉદાસીન મનથી અયોધ્યા ગયા. ત્યાં સર્વ મંત્રીઓ ભેગા થઈ શાંત વચનથી ભરતરાજાને સમજાવા લાગ્યા. /૩૧ાા
“હે ભરતેશ્વર, ઋષભપિતાએ, વ્યવહારનીતિ ચલાવી,
પશુ સમ જનને શિખામણ દઈ, દયા ઉરે અતિ લાવી રે. પ્રભુજી અર્થ - હે ભરતેશ્વર! ઋષભપિતાએ વ્યવહારનીતિ ચલાવી પશુને જેમ શિક્ષા આપે તેમ યુગલિકોને હૃદયમાં અત્યંત દયા લાવી સર્વ શિખામણ આપી છે. ૩રા
દીક્ષા લઈ, કેવળપદ પામી, બહુ જન ઘર્મી બનાવ્યા,
કૃતકૃત્ય થઈ, બહુ જન સંગે, મોક્ષનગર સિઘાવ્યા રે. પ્રભુજી અર્થ - અવસર આવ્ય દીક્ષા લઈ, કેવળજ્ઞાન પામી, તીર્થંકર થઈને ઘણા જીવોને ઘર્મી બનાવ્યા. અંતે કરવાનું છે તે સર્વ કરી લઈ ઘણા જીવોની સાથે પ્રભુ મોક્ષનગરે પઘાર્યા છે. આ૩૩ાા
પરમ પ્રભુને પગલે ચાલો, શોક કર્યે શું વળશે?
ઉત્તમ ગુણ અંગીકૃત કરતાં, દોષ આપણા ટળશે રે.” પ્રભુજી અર્થ – એવા મહાન પ્રભુને પગલે ચાલવામાં આપણું હિત છે. શોક કરવાથી કંઈ વળે એમ નથી. ભગવાનના ઉત્તમ ગુણોને અંગીકાર કરવાથી આપણા દોષો ટળશે. ૩૪||
શોકાકુલ મન શાંત કરીને, ભક્તિમાં મન રાખે,
“જિનપતિ, જિનપતિ' જપતાં જપતાં, સ્વરૂપ-સુખ તે ચાખે રે. પ્રભુજી અર્થ - શોકાકુલ મનને શાંત કરી જો પ્રભુ ભક્તિમાં રાખે તથા જિનપતિ, જિનપતિ નામનો જાપ જપ્યા કરે તો પોતાના સ્વરૂપ-સુખનો સ્વાદ ચાખી શકે. ૩પા.
વાદ્ય, નૃત્ય, નાટક, સંગીતે વચન તનું વર્તાવે,
વૈરાગ્યે ભરપૂર ભરત-ઉર, ક્યાંય મીઠાશ ન લાવે રે. પ્રભુજી અર્થ :- વાદ્ય એટલે વાજિંત્ર, નૃત્ય, નાટક કે સંગીત આદિમાં વચન અને શરીર પ્રવર્તાવવા છતાં ભરતેશ્વરનું હૃદય વૈરાગ્યવડે ભરપૂર હોવાથી કોઈ પદાર્થમાં મીઠાશ લાવતું નથી. અર્થાત આસક્તિ પામતું નથી. ૩૬ાા
Page #583
--------------------------------------------------------------------------
________________
(૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭
એક દિવસ આદર્શ-ભુવનમાં, પૂર્ણ શરીર શણગારી, ભરતેશ્વર નિજ રૂપ નિહાળે, સમજણની બલિહારી રે. પ્રભુજી
અર્થ :– એક દિવસ આદર્શ એટલે અરિસા ભુવનમાં શરીરનો પૂર્ણ શણગાર સજી ભરતેશ્વરે પોતાનું રૂપ નિહાળ્યું. તે જોતાં જ વિચાર જન્મ્યો તે ભરતરાજાની સમજણની બલિહારી સૂચવે છે. ।।૩૭। મયૂર કળા કરી નીચું જોતાં, તુચ્છ પિચ્છ સમ સરતી અંગુલીથી રત્ન-મુદ્રિકા, કાર્ય અપૂર્વ સૂચવતી રે. પ્રભુજી
અર્થ ઃ– જેમ મોર કળા કરી નાચ કરતો હોય ત્યારે તુચ્છ એવું એક પીંછુ સરી પડે તેમ ભરતેશ્વરની આંગળીમાંથી રત્નની મુદ્રિકા એટલે વીંટી સરી પડી. તે અપૂર્વ એવા આત્મકાર્યને સૂચવનારી સિદ્ધ થઈ. ।।૩૮।।
ચંદ્ર-કલા ચંદ્રિકા વિના, દીસે દિવસે જેવી,
દર્પણમાં અંગુલી દેખી, ભરતે અશોભ્ય એવી રે. પ્રભુજી
અર્થ :— જેમ ચંદ્રની કલાઓ ચંદ્રિકા એટલે ચાંદની વિના, દિવસમાં શોભા પામે નહીં, તેમ ભરતરાજાએ મુદ્રિકા વિનાની આંગળીને દર્પણમાં અશોભ્યમાન દીઠી. ।।૩૯।।
કારણ શોધી નીચે જોતાં પતિત મુદ્રિકા દેખે, વિચાર-માળા ત્યાં ઊભરાતી, સમજણ લાવે લેખે ૨ે. પ્રભુજી
૫૬૩
અર્થ :— અહો! આ આંગળી શોભા રહિત કેમ છે ? તેનું કારણ શોધી નીચે જોતા મુદ્રિકાને પડેલી દીઠી. તે જોઈને વિચારની હારમાળા એક પછી એક ઊભરાવા લાગી. તેના ફળસ્વરૂપ ભરતેશ્વરે પોતાની સભ્યસમજણને લેખે લગાડી દીઘી. ।।૪૦।।
અદ્ભુત વિચા૨-પ્રેરક થઈ તે : “અશોભ્યતા છે શાની?
પ્રમાણ-ભૂત કરી સમાં આજે, વીંટી શાર્ની નિશાની રે?’’ પ્રભુજી
અર્થ :— તે મુદ્રિકા અદ્ભુત વિચારને પ્રેરણા આપનાર સિદ્ધ થઈ. આ આંગળીની અસુંદરતા ખરેખર શાને લઈને છે? તેનું પ્રમાણ શોધી આ વાતને જેમ છે તેમ આજે સમજુ કે આ વીંટી શાની નિશાની છે? એનાવડે હાથ શોભે છે કે કોઈ બીજી રીતે? ૫૪૧||
એમ વિચારી અન્ય અંગુલી, વીંટી રહિત કરે તે, તે પણ તેવી અડવી લાગે, અશોભ્ય હાથ ઠરે છે રે. પ્રભુજી
અર્થ :– એમ વિચારી ભરતેશ્વરે બીજી આંગળીને પણ વીંટીરહિત કરી કે તે પણ તેવી જ અડવી જણાઈ અર્થાત્ હાથ અશોભ્યમાન ઠર્યો. ॥૪૨॥
મણિ વિનાના ફણી સમા કર દેખી, મુકુટ ઉતારે,
કલશ વિના દેવાલય જેવી શરીર શોભા ઘારે રે. પ્રભુજી
અર્થ :– મણિ વિના સર્પની ફણા જેવા હાથ અશોભ્યમાન જોઈ, ભરતેશ્વરે મસ્તક ઉપરથી માણિક્યનો મુકુટ ઉતાર્યો કે જેમ કલશ વિના દેવાલય શોભે નહીં. તેમ મુકુટ વિના શરીર શોભારહિત જણાયું. ॥૪॥
Page #584
--------------------------------------------------------------------------
________________
૫૬૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
દૂર ગળચવો કરતાં ગ્રીવા, સલિલ વિના નિર્દી કેવી?
હાર ઉતાર્યો ઉરની શોભા, તારા વણ નભ જેવી રે. પ્રભુજી અર્થ - ગળચવો એટલે પુરુષના ગળાનું એક ઘરેણું તે દૂર કરતાં ગ્રીવા એટલે ગરદનની શોભા તે સલિલ એટલે પાણી વિનાની નદી જેવી શોભારહિત જણાઈ. તથા હાર ઉતારવાથી હૃદયની શોભા તે તારા વગરના આકાશ જેવી શૂન્ય ભાસવા લાગી. //૪૪માં
ચરણ-સાંકળાં કાઢી લેતાં પગ દંકૂશળ જાણે,
પાનરહિત તરુ સમ સર્વાગે ભૂષણ તજી પ્રમાણે રે. પ્રભુજી અર્થ - પગમાંથી સાંકળા કાઢી લેતા તે પગ દંકૂશળ એટલે હાથીના દાંત જેવા જોવામાં આવ્યા. એમ સર્વ અંગના આભૂષણોનો ત્યાગ કરવાથી પાનથી રહિત વૃક્ષની જેમ, શોભારહિત થયેલા પોતાના શરીરને જોઈ, ખરેખર શોભા કોને લઈને છે તે વાત પ્રમાણભૂત થઈ ગઈ. ૪પાા
હવે વિચારે : “વીંટી માટી ખાણ તણી, રૂપાળી
મુદ્રિકા બની તેની શોભા કરી કલ્પના ભાળી રે. પ્રભુજી અર્થ - હવે ભરતેશ્વર વિચારે છે કે માટીના કણ સાથે મળેલ સોનું તથા જમીનની ખાણમાંથી નીકળેલ હીરા માણેકની બનેલી વીંટી તે પણ માટીની ખાણ સમાન છે. હીરા માણેકને સોનામાં જડી તેને રૂપાળી મુદ્રિકા બનાવી, તેને હાથમાં પહેરી સુંદરતાની કલ્પના કરી તે વડે મેં શરીરની શોભા જાણી. ૪૬ાા
સરી પડી ત્યાં જાદું દીઠું : સૌ સંયોગો એવા,
પ્રયોગ કરી આ જાણી લીધું, પંખી મેળા-જેવા રે. પ્રભુજી અર્થ :- મુદ્રિકા હાથમાંથી સરી પડી કે કંઈ જુદું દીઠું અર્થાતુ તે હાથની શોભા હણાઈ ગઈ. એમ જગતના સર્વ સંયોગો ક્ષણિક અને અને નાશવંત છે. આ આજે પ્રયોગ કરી જાણી લીધું. સર્વ પંખીના મેળા જેવું છે. જે આજે છે તે કાળે નથી. ૪શા.
અલંકારિત અંગુલીથી શોભા હાથ તણી છે,
હાથ વડે તન-શોભા માની, શોભા મારી ગણી એ રે. પ્રભુજી અર્થ - મુદ્રિકાઓથી શણગારેલ આંગળીઓ વડે હાથ શોભે છે. હાથ વડે આ શરીર શોભે છે. તે શરીરની શોભાને હું મારી શોભા ગણું છું. //૪૮
અતિ વિસ્મયતા! મારી મનાતી, સુંદર કાંતિ કેવી?
રત્ન-ભૂષણો, પટ બે-રંગી ઘરતાં શોભે તેવી રે. પ્રભુજી અર્થ :- અત્યંત આશ્ચર્ય છે કે આ મારી મનાતી સુંદર કાંતિ કોને લઈને છે? તો કે રત્નના બનેલા આભૂષણો વડે તથા રંગબેરંગી પટ એટલે કપડા ઘારણ કરવાથી તે શોભા આપે છે. ૪૯ાા
ત્વચા મનોહર દેખાડે છે, શરીર-ગુપ્તતા ઢાંકે,
નગ્નપણું ના ગમતું તેથી, કળા કરી રાય-રાંકે રે. પ્રભુજી અર્થ - સુંદર કાંતિને બતાવનાર મનોહર ત્વચા એટલે ચામડી છે. તથા કપડા તે શરીરની
Page #585
--------------------------------------------------------------------------
________________
(૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭
૫ ૬૫
ગુપ્તતાને ઢાંકે છે. નગ્નપણું શોભાસ્પદ નથી, તે ગમતું નથી. માટે રાય-રંક એટલે રાજા અને ગરીબ સર્વ લોકોએ તે નગ્નતાની અશોભાને ઢાંકવા તથા કૃત્રિમ શોભા બતાવવા માટે આભૂષણોનો ઉપયોગ કરી કળા કરેલ છે. I/૫૦ના
શરીર ખરેખર! મળ-મૂત્રાદિક મલિન માલનો બોજો,
હાડ-માંસના માળા ઉપર, નાડી-વેલ ચઢ, જોજો રે. પ્રભુજી અર્થ :- આ શરીર ખરેખર જોતાં મળ-મૂત્રાદિક મલિન માલનો જ બોજો છે. તેને આ જીવ ઉપાડીને ફરે છે. આ શરીર હાડ-માંસનો માળો છે. તેના ઉપર નાડીઓરૂપી વેલો ચઢેલી છે. આપના
શી વિપરીતતા! યુગલ-પુંજે, મમતા શાની માનું?
પરથી શોભે શરીર તો પર, માનું મારું શાનું રે? પ્રભુજી અર્થ:- અહો! કેવી વિપરીતતા! આ પુદ્ગલના પુંજથી બનેલ શરીરમાં હું શાની મમતા કરું છું? આ શરીર પર વસ્તુથી શોભે છે માટે તે પરનું છે. એને હું મારું કેવી રીતે માનું? પરા
વિચિત્રતા શી! મમતા માની, વૃથા વેઠતો દુઃખો;
શરીર તજી આત્મા ઉડી જાશે, સ્વપસમાં સૌ સુખો રે. પ્રભુજી અર્થ – અહો કેવી વિચિત્રતા, કેવી ભ્રમણા, કેવી ભૂલ કે આ શરીરને મારું માની હું તેના નિમિત્તે વૃથા અનેક પ્રકારના દુઃખો વેઠું છું. કેમકે મારો આત્મા જ્યારે આ શરીરને અહીં જ મૂકી પરલોકે જશે, ત્યારે આ દેહવડે મેળવેલા સર્વ ભૌતિક સુખો તો સ્વપ્ન જેવા થઈ જશે. //પ૩.
અંતે શબ બની પડી રહે આ, શંકા એમાં શાની?
અત્યારે પણ એ ના જાણે; શબમાં મમતા માની રે. પ્રભુજી અર્થ – અંતે આ કાયા મડદુ બની અહી જ પડી રહેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે પણ આ કાયા કંઈ જાણતી નથી. છતાં મડદા જેવી આ કાયાને જીવે પોતાની માની છે. પ૪.
પૂર્વે હર્તા નહિ કાયા મારી, ભાવિમાં ન થવાની,
વર્તમાનમાં મારી માની, પણ તે જહૅર જવાની રે. પ્રભુજી અર્થ :- પૂર્વ જન્મમાં આ કાયા મારી નહોતી. ભવિષ્યમાં પણ આયુષ્ય પૂરું થયે આ મારી થવાની નથી. વર્તમાનમાં મેં એને મારી માની છે, પણ તે જરૂર જવાની છે અર્થાત્ એક દિવસે મરણ આવ્યું આ કાયાનો અવશ્ય વિયોગ થશે. પપા
થઈના, છે નહિ, થશે નહીં મુજ, મૂર્ણપણે મુજ માનું,
કાયા-માયા કરી પરી આ, માનું જે ન જવાનું રે. પ્રભુજી અર્થ:- આ કાયા મારી થઈ નહીં, છે નહીં અને થશે પણ નહીં; છતાં મૂર્ખની જેમ તેને મારી માનું છું, માટે હવે આ કાયાની મોહમાયાને પરી એટલે દૂર કરીને જે કદી મારાથી દૂર જાય નહીં એવા આત્માને જ મારો માનું. પા.
મારી કદીયે થતી નથી તો, ઉચિત ન એના થાવું, “મારી મારી કરી મરું પણ, અંતે તર્જીને જાવું રે. પ્રભુજી
Page #586
--------------------------------------------------------------------------
________________
૫ ૬૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- આ કાયા મારી કદી પણ થતી નથી, તો મારે પણ એના થવું ઉચિત નથી. આ કાયા મારી છે, મારી છે, એમ કરતાં મરી જાઉં છું, છતાં તે મારી થતી નથી. અને અંતે તેને અહીં જ મૂકીને જવું પડે છે. પણ
જ્યારે મારી નહિ એ ત્યારે હું એનો નહિ, ઘારું;
વિવેકબુદ્ધિ એમ કહે છે, દૃઢતા કરી વિચારું રે. પ્રભુજી અર્થ - જ્યારે આ કાયા મારી નહીં ત્યારે હું પણ એનો નહીં એ વાતને મનમાં ઘારી રાખું. હિતાહિતના ભાનવાળી વિવેકબુદ્ધિ એમ કહે છે. માટે એ વાતને મનમાં દ્રઢ કરી તેના ઉપર ખૂબ વિચાર કરું. ||૫૮
જગમાં જે પર અતુલ્ય પ્રીતિ, તે ના નીકળી મારી,
તો પરની કાયા પર માયા, ભ્રાન્તિની બીમારી રે. પ્રભુજી અર્થ :- જગતમાં જે ઉપર અમાપ પ્રેમ છે એવી કાયા પણ જ્યારે મારી થઈ નહીં, તો પરની કાયા ઉપર મોહ કરવો તે તો ખરેખર આત્મભ્રાંતિની બીમારીને જ વધારનાર છે, અર્થાતુ દેહાધ્યાસને ગાઢ કરનાર છે. //પલા.
અહો! બહું હું બૅલી ગયો આ મોહ-મદિરા-છાકે,
શા શા મેં સંબંધો બાંધ્યા? માથે મૃત્યુ તાકે રે. પ્રભુજી અર્થ - અહો! આ મોહરૂપી મદિરાના છાકે અર્થાત્ નશામાં હું બધું ભૂલી ગયો. મેં કેવા કેવા સંબંધો બાંધ્યા; જ્યારે માથે તો મૃત્યુ તાકી રહ્યું છે. //૬olી.
અહો! કેટલીય યુવતી-સંખ્યા, સંખ્યાબંઘ તનુજો,
અઢળક લક્ષ્મી, અસંખ્ય વૈભવ, રાજ્ય છ ખંડ તણું જો રે. પ્રભુજી અર્થ - અહો! સ્ત્રીઓની સંખ્યા કેટલી, સંખ્યાબંધ તનુજો એટલે પુત્રો, અઢળક લક્ષ્મી, અસંખ્ય વૈભવ તથા છ ખંડનું રાજ્ય; કેટલી બધી ઉપાધિ ભોગવું છું. એમ ભરત ચક્રવર્તી વિચારે છે. ૬૧ાા
લેશ માત્ર મારું નહિ એમાં, ભોગવતો કાયાથી,
તે કાયા ના મારી ઠરી તો, સર્યું સર્વ માયાથી રે. પ્રભુજી અર્થ:- ઉપરોક્ત સ્ત્રી, પુત્રાદિ સર્વ વસ્તુઓમાં લેશ માત્ર મારું નથી. એને જે કાયાથી ભોગવું છું તે કાયા પણ મારી ઠરી નહીં તો આ સર્વ માયામોહના સાધનોથી હવે મારે સર્યું. મારે એમાનું કાંઈ જોઈએ નહીં. કરા.
સૌને માથે મરણ નિહાળું, વિયોગ નજરે તરતો,
નદીનાવ-સંયોગ સમું સૌ, મોહે મારું કરતો રે. પ્રભુજી, અર્થ :- સૌને માથે મરણ છે, એ જોઈ રહ્યો છું. તેથી સર્વનો વિયોગ થવાનો છે એ નજર આગળ તરે છે. આ બધા સંબંધો, નદી પાર કરવા માટે જુદા જુદા દેશના વ્યક્તિઓનો થોડી વાર માટે જેમ નાવમાં સંયોગ થાય તેના સમાન છે. છતાં મોહથી જીવ તેને મારા માને છે. I૬૩
પુત્ર મિત્ર લલના લક્ષ્મીને, નથી માનવા મારાં, હું એનો નહિ, એ મારાં નહિ; લાગે સર્વે ન્યારાં રે. પ્રભુજી
Page #587
--------------------------------------------------------------------------
________________
(૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭
૫ ૬૭
અર્થ :- હવે પુત્ર, મિત્ર, લલના એટલે સ્ત્રી તથા લક્ષ્મીને મારા માનવા નથી. હું એનો નહીં; એ મારા નહીં. અન્યત્વ ભાવના ચિંતવવાથી એ સર્વે મારાથી ન્યારા જણાય છે. ૬૪
પુણ્યાદિ સાથી જે પામ્યો, તેમાં કશું ન મારું,
મારાપણું જો ના મૂક્યું તો ફળ નહિ આવે સારું રે. પ્રભુજી અર્થ - પુણ્યાદિના કારણો ઉપાસવાથી જે આ રિદ્ધિ સિદ્ધિ હું પામ્યો છું, તેમાં કશુંય મારું નથી. જો હવે પણ આ પદાર્થોમાં મારાપણું ન મૂક્યું તો તેનું ફળ સારું આવશે નહીં, અર્થાત્ માઠી ગતિનું કારણ થઈ પડશે. ૬૫ા
રૌદ્ર નરકનો ભોક્તા કરવા નથી મારા આત્માને;
હ પણ જો ના ચતું હું તો, મળ્યો ન પરમાત્માને રે. પ્રભુજી અર્થ - મારા આત્માને રૌદ્ર એટલે ભયંકર એવી નરકનો ભોક્તા કરવો નથી. હજી પણ જો હું ના ચેતું તો પરમાત્મા શ્રી ઋષભદેવને હું મળ્યો જ નથી એમ માનીશ. ૬૬ાા.
સેંસઠ ગ્લાધ્ય જનોમાંનો હું, પ્રભુતા પ્રાપ્ત ગુમાવું,
શરમાવા જેવું તે જેવું - જગમાં શું? ઉર લાવું રે. પ્રભુજી અર્થ - ત્રેસઠ ગ્લાધ્ય એટલે પ્રશંસા કરવાલાયક એવા પુરુષોમાંનો હું એક છું. મને જે પ્રભુતા પ્રાપ્ત થઈ છે તેને ખોઈ બેસવા જેવું કરું છું. આથી વિશેષ જગતમાં શરમાવા જેવું બીજું શું છે? એ વાતને હું હૃદયમાં લાવી વિચાર કરું. કશા
એ પુત્રો પ્રમદા, એ વૈભવ, નહિ સુખનાં દેનારાં,
કોઈ ઉપર અનુરાગ ન રાખું; મારાં નથી થનારાં રે. પ્રભુજી અર્થ - એ પુત્રો, પ્રમદા એટલે સુંદર સ્ત્રીઓ તથા વૈભવ એ ખરા સુખના દેનારા નથી. માટે કોઈ ઉપર હવે અનુરાગ રાખું નહીં. એ મારા કોઈ કાળે થનારા નથી. ૬૮.
મુક્તિફળ દેનારાં તપને તપતા તે વિવેકી,
તત્ત્વવેદી ફળ તનનું પામે, ઘન્ય! મુનિવર ટેકી રે.” પ્રભુજી અર્થ - પાંચ ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થઈ મુક્તિફળને આપનાર એવા તપને તપતા મુનિવરો જ ખરા વિવેકી છે. જે આ શરીર મળ્યાનું ફળ આત્મતત્ત્વનું વેદન પામે છે. એવા ટેકી એટલે શ્રદ્ધાવાળા મુનિવરોને ઘન્ય છે. ૬લા.
મમતા-સાંકળ તૂટી ત્યાં તો શ્રેણી નિર્મળતાની
ચઢતા શ્રી ભરતેશ્વર ભૂપતિ, બનતા કેવળજ્ઞાની રે. પ્રભુજી અર્થ - મનમાંથી મોહ મમતાની સાંકળ તૂટી કે શીધ્ર નિર્મળ એવી ક્ષપણ શ્રેણી પર આરૂઢ થઈ શુક્લધ્યાનને પામી, સર્વ ઘાતીયાકર્મનો ક્ષય કરી. શ્રી ભરતેશ્વર ભૂપતિ કેવળજ્ઞાનને પામ્યા. ૭૦ના
આસન ઇન્દ્ર તણું કંપ્યાથી, અવધિજ્ઞાને જાણે : ભરત ભૂપતિ થયા કેવળી, વિચરે ઉદય પ્રમાણે રે.” પ્રભુજી
Page #588
--------------------------------------------------------------------------
________________
પ્રાવધ-વિવેચન ભાગ-૨
-
અર્થ :– ઇન્દ્રનું આસન કંપાયમાન થયું. તેથી અવધિજ્ઞાને જાણ્યું કે ભરતરાજા કેવળજ્ઞાની થયા છે, અને ઉદય પ્રમાણે વિચરે છે. ।।૭૧।।
૫૬૮
સ્તવે ઇન્દ્ર આવીને ભાવે : “ધન્ય! કેવળી જ્ઞાની,
પિતા સમ જગને ઉપકારક, અહો! નિરભિમાની રે. પ્રભુજી
=
અર્થ :- ઇન્દ્રે ત્યાં આવી ભાવથી સ્તવના કરતાં કહ્યું છે કેવળજ્ઞાની! આપને ધન્ય છે. પિતા શ્રી ઋષભદેવ સમાન આપ પણ અહીં! નિરભિમાની, જગત જીવોનું કલ્યાણ કરવા માટે હવે ઉપકારક બન્યા છો. ।।૭૨
જ્ઞાન પરમ પામ્યા તપ વિના, ગુઢ તપસ્યા-ધારી, ઇન્દ્રપદ-સંતાપ શમાવવા, સેવા મેં સ્વીકારી છે. પ્રભુજી
અર્થ :— હે અંતરંગ ગૂઢ તપસ્યા-ધારી! આપ બાહ્ય તપ કર્યા વિના પરમ એટલે ઉત્કૃષ્ટ કેવળજ્ઞાનને પામ્યા. આ મારી ઇન્દ્રપદની ઉપાઘિના સંતાપને શમાવવા હું આપની સેવામાં હાજર થયો છું, પરમકૃપાળુદેવ પણ એવા અંતરંગ ગૂઢ તપશ્ચર્યાના ઘારક હતા. ।।૭।
ચરણ-કમળમાં ચિત્ત રહો, પ્રભુ, વિષય-વાસના ટાળો,
કરી કાયકર્ણક હવે ઝટ, જન્મ-મરણ મુજ બાળો છે. પ્રભુજી
અર્થ :– હે પ્રભુ! આપના ચરણકમળમાં મારું ચિત્ત સદાય રહો. મારી વિષય-વાસના ટાળો. કષાયરૂપી કલંકને હવે ઝટ હરી લઈ મારા જન્મમરણને બાળી નાખો. ।।૭૪ના
રાજ્ય પિતા પાસેથી પામી, વૃદ્ધિ કરી દીપાવ્યું,
તેમ જ કાળ યથાર્થ પાકતાં, કેવળ જ્ઞાને આવ્યું રે. પ્રભુજી
અર્થ :– પિતાશ્રી ઋષભદેવ પાસેથી રાજ્ય પામી, તેની વૃદ્ધિ કરી દીપાવ્યું. તેમ જ યથાર્થ કાળ પાકતાં કેવળજ્ઞાન પણ આવી મળ્યું. ॥૫॥
ઘર્મ-વારસો હવે દીપાવો, સહજ સ્વભાવી સ્વામી,
અત્યુત્તમ ઉપદેશે અમને નવરાવો, નિષ્કામી રે." પ્રભુજી
અર્થ :– હે સહજ સ્વભાવી સ્વામી! પિતાશ્રી ઋષભ પ્રભુના ઘર્મ વારસાને હવે દીપાવો. હે નિષ્કામી અતિ ઉત્તમ ઉપદેશ આપી અમને પણ સમતારસમાં સ્નાન કરાવો. ।।૩૬।
સહજ સ્વભાવે ભરત-કેવળી નિર્મમતા ઉપદેશે,
સમતા-૨સ બહુ જીવો ચાખે, જીવન નવું પ્રવેશે રે. પ્રભુજી.
અર્થ :— સહજ સ્વભાવે કેવળી એવા શ્રી ભરતેશ્વરે મમત્વરહિત થવાનો ઉપદેશ આપ્યો. જેથી ઘણા જીવોએ સમતારસને ચાખ્યો અને જાણે નવું જીવન આવ્યું હોય એવો અનુભવ થયો. ।।૭૭।। ગ્રામ, નગર, પુર, પાટણ ફરતાં અષ્ટાપદ પર આવે, વૈરાગ્યે ભરપૂર કરીને શ્રોતાને સમજાવે છે. પ્રભુજી
અર્થ :– ઋષભસ્વામીની જેમ કેવળી થયેલા ભરતમુનિ; ગ્રામ, નગર, પુર, પાટણ વગેરેમાં
Page #589
--------------------------------------------------------------------------
________________
(૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭
૫ ૬૯
વૈરાગ્યથી ભરપૂર ઘર્મદેશના વડે ભવ્ય પ્રાણીઓને એક લાખ પૂર્વ સુઘી સમજાવતાં અંતે શ્રી અષ્ટાપદ પર્વત ઉપર આવ્યા. II૭૮
શરદમેઘ સમ વૃષ્ટિ કરતા, કૈલાસે શૈલેશી
અંતિમ ક્રિયા કરતા દીસે મુનિવર ભરત અલેશી રે. પ્રભુજી અર્થ - શરદઋતુના મેઘ સમાન બોઘની વૃષ્ટિ કરતાં કૈલાસ એટલે અષ્ટાપદ પર્વત ઉપર જઈ વિધિ સહિત ચર્તુવિઘ આહારનું પ્રત્યાખ્યાન કર્યું. એક માસને અંતે શ્રી ભરત મુનિવર શૈલેશીકરણની અંતિમ ક્રિયા કરતા અલેશી એટલે વેશ્યા વગરના થયા. II૭૯થા.
ત્રણે યોગની ક્રિયા રોકી નિઃસ્પૃહ સિંહ સમા તે,
તન-પિંજરમાં સ્થિર થઈ ઊભા, સુખી સર્વે વાતે રે. પ્રભુજી અર્થ :- મન વચન કાયાના ત્રણે યોગની ક્રિયાને રોકી નિસ્પૃહ એવા ભરત મહામુનિ, તનરૂપી પિંજરામાં જેમ સિંહ અલિપ્ત બેસી રહે તેમ કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિરપણે ઊભા રહ્યા. તે સમયે તેઓ સર્વ પ્રકારે સુખી હતા. ૮૦ના
આયુ-અંતે એક સમયમાં લોક-શિખર સિઘાવ્યા,
ઇન્દ્રાદિ દેવો તે જાણી, ઉત્સવ કરવા આવ્યા રે. પ્રભુજી અર્થ - આયુષ્યના અંતે એક સમયમાં ભરત કેવળી લોકના શિખર ઉપર જઈ મોક્ષમાં વિરાજમાન થયા. ઇન્દ્રાદિ દેવોએ પણ આવી કેવળજ્ઞાનનો ઉત્સવ કર્યો.
ભરતેશ્વરે સિત્તોતેર લાખ પૂર્વ કુમારપણામાં નિર્ગમન કર્યા, જ્યારે પિતાશ્રી ઋષભદેવ રાજ્ય કરતા હતા. શ્રી ઋષભદેવ દીક્ષા લઈ એક હજાર વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. ત્યારે એક હજાર વર્ષ સુઘી ભરતેશ્વરે માંડલિક રાજા તરીકે કાળ નિર્ગમન કર્યો. પછી છ લાખ પૂર્વમાં એક હજાર વર્ષ જૂન એટલો સમય ચક્રવર્તીપણામાં પસાર થયો. કેવળજ્ઞાન થયા પછી એક લાખ પૂર્વ સુધી પૃથ્વી પર વિચરી ભવ્યોને બોઘદાન આપ્યું. એમ કુલ ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મહાત્મા ભરતેશ્વર મોક્ષપદને પામ્યા. ૧૮૧
ઋષભસેન આદિ ગણઘર પણ સિદ્ધિ પામ્યા સર્વે,
અર્કકીર્તિ આદિ રાજાઓ ઘારે ઘર્મ અગર્વે રે. પ્રભુજી અર્થ :- ઋષભસેન આદિ ગણઘરો પણ સર્વે મોક્ષ સિદ્ધિને પામ્યા. તથા અર્કકીર્તિ આદિ રાજાઓએ અભિમાન રહિત થઈ આત્મઘર્મને અંગીકાર કર્યો. II૮રા.
ભારત-પવિત્રિત અરીસાભવને, અનેક વંશજ બૂકયા,
સર્વ કર્મ હણવા તે વીરો, પૂર્ણ શક્તિએ ઝૂઝયા રે. પ્રભુજી અર્થ :- ભરતેશ્વરે કેવળજ્ઞાન પ્રગટાવી જે અરીસાભવનને પવિત્ર કર્યું તે જ અરીસાભવનમાં તેમના અનેક વંશજો બૂઝયા. ભરતેશ્વરના રાજ્યાસન ભોગીઓ ઉપરાઉપરી એ જ આદર્શ ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા. અંતિમ દંડવીર્ય રાજા સુઘી કેવળજ્ઞાન પામ્યા. સર્વ કર્મો હણવા અર્થે તે વીરો પોતાની પૂર્ણ શક્તિનો ઉપયોગ કરી કર્મોની સામે ઝૂક્યા અને તેનો પરાજય કરી કેવળજ્ઞાન પ્રગટાવ્યું. I૮૩મા
Page #590
--------------------------------------------------------------------------
________________
૫ ૭૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
આદિ દેવના ઉત્તમ ચરિતે, જે જન વૃત્તિ વાળે, તે વૈરાગ્યાદિ સૌ પામી સ્વરૂપ નિજ સંભાળે રે.
પ્રભુજી બોઘબળે ભવ તરીએ. અર્થ - આદિનાથ શ્રી નૈઋષભ જિનેશ્વરના ઉત્તમ ચરિત્રમાં જે જન પોતાની વૃત્તિને સ્થિર કરશે તે વૈરાગ્ય, ઉપશમ, ત્યાગ, ભક્તિ આદિ સર્વને પામી, પોતાના આત્મસ્વરૂપની સંભાળ લેશે. જેના ફળસ્વરૂપ કેવળજ્ઞાન પ્રગટ થઈ શાશ્વત સુખસ્વરૂપ એવા મોક્ષપદને પામશે. માટે હે પ્રભુજી! જન્મ મરણથી મુક્ત થવા અમને પણ બોધ આપો; જેથી આપના બોઘબળે અમે પણ ભવસાગરને તરી જઈએ. ૮૪
ઋષભદેવ ભગવાન શુદ્ધ આત્મતત્ત્વને વિચારી પોતાના પરમાત્મપદને પામ્યા; તેમ હું પણ મારા પરમાત્મ સ્વરૂપને પામવા અર્થે, પરમકૃપાળુદેવને મારા આત્માના હિતકારી એવા હિતાર્થી પ્રશ્નો જેમકે હું આત્મા છું તો તેને કેવી રીતે જાણવો, આત્મા નામનો પદાર્થ નિત્ય છે તેનું શું પ્રમાણ? જીવ કર્મનો કર્તા છે અને તેનો ભોક્તા છે તે કેમ જાણી શકાય? જીવનો મોક્ષ છે તો તે કેમ થતો નથી? વળી મોક્ષ હોય તો તે પ્રાપ્તિના ઉપાય શું? વગેરે પ્રશ્નો પૂછી શંકાનું નિવારણ કરું. જેથી સત્ય શું છે તે જાણીને તે પ્રમાણે વર્તવા પુરુષાર્થ કરું. એવા પ્રશ્નોના ખુલાસા આગળના પાઠમાં આપવામાં આવે છે તે નીચે પ્રમાણે છે :
(૧૦૬) હિતાર્થી પ્રશ્નો
ભાગ-૧
(રાજ સમર તું, રાજ સમર તું, રાજ હૃદયમાં રાખીને–એ રાગ)
શ્રીમદ્ સગુરુ રાજચંદ્ર-પદ, ચંદ્ર-ચંદ્રિકા સમ ચળકે, સૌ સંશય ટાળક બાળકના, વંદન કરું હું ઉમળકે; ત્રિવિથ તાપ બાળે કળિકાળે, મહામોહ મૂંઝવ મારે,
ને સુરતરુ સમ સદ્ગુરુ જૅવને ત્યાં, આશ્રય દઈને ઉગારે. ૧ અર્થ :- પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું સદ્ગુરુ પદ તે ચંદ્રમાની શીતલ ચંદ્રિકા એટલે ચાંદની સમાન સર્વત્ર જ્ઞાનનો પવિત્ર પ્રકાશ ફેલાવનાર છે. તે જ્ઞાનવડે મારા જેવા અજ્ઞાની બાળકના સર્વ સંશયો નાશ પામે છે. માટે આપના ચરણકમળમાં હું ઉમળકાથી પ્રણામ કરું છું. આ કળિકાળમાં જીવોને આધિ, વ્યાધિ, ઉપાથિરૂપ ત્રિવિધતાપ વિશેષપણે બાળી રહ્યો છે. અને મહામોહ એટલે દર્શનમોહ અથવા અજ્ઞાન કે મિથ્યાત્વ કહો, તે જીવને ઇન્દ્રિયોના ભોગોમાં સુખ બુદ્ધિ કરાવી, તે મેળવવા માટે મૂંઝવી મારે છે. તેવા સમયમાં સુરતરુ એટલે કલ્પવૃક્ષ સમાન સદ્ગુરુ ભગવંતનો જે આશ્રય ગ્રહણ કરે તેને શરણ આપી તે જીવનો ઉદ્ધાર કરે છે. આવા
Page #591
--------------------------------------------------------------------------
________________
(૧૦૬) હિતાર્થી પ્રશ્નો ભાગ-૧
‘કોણ અરે! હું?” તે ના જાણું, જે જે જાણું તે જુદું, દિગ્મૂઢતાનો દોષ મહા આ, હું અજ્ઞાન-વને કૂદું; દૂર કરી દુષ્કાળ તણો ભય, ઘન ગજે નભમાં જેવો, સદ્ગુરુ-બોથ શ્રવણપથ આવે, સૌ સંશય-હરતો એવો; ૨ અર્થ ઃ— જ્યારે મને શંકા થઈ કે અરે ! હું કોણ છું ? તે તો જાણતો નથી. અને જે જે જાણું છું તે બધું પુદ્ગલનું જ્ઞાન છે. તે બધું જુદું છે. તે મારી જાતને ઓળખવામાં મદદરૂપ થાય એવું લાગતું નથી. હું તો દિશામૂઢ થયો છું. આ મહાદોષને લીધે હું હમેશાં પોતાને જાણ્યા વગર અજ્ઞાનરૂપી વનમાં જ કુદકા મારું છું. જેમ દુષ્કાળનો ભય દૂર કરવા આકાશમાં ઘન એટલે વાદળા ગર્જે છે તેમ મારી સર્વ શંકાઓને દૂર કરે એવો સદ્ગુરુનો બોધ શ્રવણપથ એટલે સાંભળવાના માર્ગ થકી આવી મને સ્વરૂપનું ભાન કરાવા લાગ્યો. ।।૨।।
દેહ-દેવળે દેવ અરે! તું, મોહ-મદિરાથી ઘેલો, કાયા-માયા ૫૨સ્ત્રી-પ્રીતિ, તોડી આવ અહીં વ્હેલો; શરીર-ગર્તમાં આળોટે તું, ભૂલી ભાન નિજ મંદિરનું, જ્ઞાન-મંદિર અહો! આપણું, આવ બતાવું અંદ૨નું. ૩
અર્થ ઃ– સદ્ગુરુ ભગવંત કહેવા લાગ્યા : અરે! આ દેહરૂપી દેવળમાં આત્મારૂપી દેવ રહેલો છે અને તું મોહરૂપી દારૂના નશાથી ઘેલો બની ગયો છું. હવે આ કાયાની મોહમાયારૂપ પરસ્ત્રીની પ્રીતિ તાડીને શીઘ્ર અહીં આવ. તું આ શરીરરૂપી ગર્ત એટલે ખાડામાં પોતાના ઘરનું ભાન ભૂલીને આળેાટે છે. અહો! આપણું ઘર તો જ્ઞાન મંદિર છે. તે અંદર આત્મામાં રહેલું છે. તે અહીં આવ તને બતાવું. ।।૩।।
કષાય-કીચડ વિષય-ગટર-જળ, ગંધાતું તğ ઊઠ જરી, બોધતીર્થમાં સ્નાન કરી ઝટ નિર્મળ થા, ઉત્સાહ ઘરી; નિંદ્યકર્મ-મચ્છર કરડે આ, જન્મમરણરૂપ રોગ કરે; ત્વરા કરી જો જાગી ઊઠે, સર્વ દુઃખ-બીજ બાથ હરે. ૪
૫૭૧
અર્થ :— આ કષાયરૂપી કીચડ અને વિષયરૂપી ગટરનું ગંધાતું જળ તજીને જરા ઊભો થા. ઉત્સાહ ઘરી સત્પુરુષના બોધરૂપી તીર્થમાં સ્નાન કરીને હવે ઝટ નિર્મળ થા. વિષયોમાં પ્રવૃત્તિ તે નિંદ્યકર્મરૂપ મચ્છર કરડવા બરાબર છે. અને તેના ફળમાં જન્મમરણરૂપ રોગ ઊભા થાય છે. માટે હવે જો તું ત્વરા કરીને એટલે જલ્દીથી જાગી ઊઠે તો સર્વ દુ:ખના બીજરૂપ આ વિષયકષાયને સત્પુરુષનો બોધ અવશ્ય
બાળી નાખશે. ।।૪।।
શુદ્ધ, બુદ્ધ ચૈતન્યસ્વરૂપ તું સુખ-સાગર જો સમજે તો; વેષ ભિખારીનો લે રાજા, પણ ભિક્ષુક નથી એ તો; તેમ વસે તું ભવ-નાટકમાં, પુદ્ગલ ભીખ સદા માગે, વેષ તજી નિજ પદ સંભાળે તો તૃણ સમ સૌ જગ લાગે. ૫
અર્થ :— તું ‘શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયંજ્યોતિ સુખધામ’ છો. એવા તારામાં જ રહેલા સુખસાગરને જો તું સમજે તો, જેમ કોઈ રાજા ભિખારીનો વેષ લે પણ તે ખરેખર ભિખારી નથી; તેમ તું પણ સંસારરૂપી
Page #592
--------------------------------------------------------------------------
________________
૫૭ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
નાટકમાં અનેક દેવ, નારકી, તિર્યંચ, સ્ત્રીપુરુષાદિના વેષ ધારણ કરીને સદા ઘર, પૈસા, સ્ત્રી, પુત્રાદિની ભીખ માગ્યા કરે છે, પણ તે અનેક પ્રકારના દેહરૂપી વેષમાં થયેલી આત્મબુદ્ધિને તજી જો પોતાના આત્મસ્વરૂપની સંભાળ લે તો આખું જગત તને નૃણ સમાન ભાસશે. પા!
દેહ-જાળમાં સપડાયો છે, દૃશ્ય દેહ નિજ ફૂપ માને, દેહ ગણી ચિંતામણિ રક્ષ, રહે સદા તેના ધ્યાને; રાખી રહે નહિ, જર્ફેર જવાની કાયા તોપણ તે દ્રષ્ટિ
પરભવમાં લઈને જીંવ જાતો; દેહ ગણે નિજ કુંદ્રષ્ટિ....૬ અર્થ :- હે આત્મા! કર્મવશ તું આ દેહરૂપી જાળમાં સપડાયો છું. રૂપી એવા પુદ્ગલ દ્રવ્યના બનેલા આ દેહને તું પોતાનું સ્વરૂપ માને છે. આ દેહને ચિંતામણિ રત્ન સમાન ગણી એની રક્ષા કરે છે અને સદા આ દેહને જ સુખી કરવાના ધ્યાનમાં તું રહે છે. પણ આ કાયા કોઈ પ્રકારે રાખી રહી શકે એમ નથી; તે જરૂર નાશ પામશે. એમ હોવા છતાં આ દેહ તે મારો છે એવી કુદ્રષ્ટિ એટલે મિથ્યાદ્રષ્ટિને જીવ પરભવમાં સાથે લઈને જાય છે; અને એ જ મિથ્યાત્વની પરંપરા ચાલુ રહેવાનો મુખ્ય પ્રકાર છે. ફા
પરભવ કેવો? શાને લેવો? સમજ ના હું મંદમતિ, કૃપા કરી હે! કરુણાસિંધુ, સમજાવો.” એવી વિનતિ; આ ભવ પરભવ સ્વાનુભવથી જાણી સગુરુ એમ કહે :
“હોય યોગ્યતા કે આરાઘન પૂર્વતણું તે મર્મ લહે. ૭ હવે જિજ્ઞાસુ બીજો પ્રશ્ન કરે છે :
અર્થ - પરભવ શું છે? તે શા માટે લેવો પડે? હું મંદમતિ હોવાથી આ વાતને સમજતો નથી. માટે કૃપા કરીને હે કરુણાસિંઘુ પ્રભુ! આ વાત મને સમજાવો એવી મારી વિનંતી છે. ત્યારે આ ભવ પરભવને સ્વઆત્માના અનુભવવડે જાણનારા એવા સદ્ગુરુ ભગવંત કહેવા લાગ્યા કે જો યોગ્યતા હોય અથવા પૂર્વભવનું આરાધન હોય તો આ વાતના મર્મને તું સમજી શકે. શા.
મતિજ્ઞાનનો સ્મૃતિ ભેદ છે, તેની નિર્મળતા જેને, પૂર્વભવોના પ્રસંગ આવે સ્ફરી આ ભવ સમ તેને; ગિરિ, ગુફા, વન, ઉપવન જોતાં પરિચિત લાગે, મળી રહે
કોઈ કોઈ તે ઘન્ય કાળની નિશાનીઓ, પ્રત્યક્ષ લહૈ. ૮ જાતિસ્મરણજ્ઞાનવડે પરભવની જીવને શ્રદ્ધા આવે છે. તેથી એ વિષે જણાવે છે :
અર્થ:- જાતિસ્મૃતિજ્ઞાન એ મતિજ્ઞાનનો ભેદ છે. મતિજ્ઞાનની જેને નિર્મળતા હોય તેને પૂર્વભવોના પ્રસંગો આ ભવની જેમ ફુરી આવે છે. પહાડ, ગુફા, વન, ઉપવન જોતાં તેને પરિચિત લાગે છે. જેમ પરમકૃપાળુદેવે ઈડરનો ગઢ જોઈ કહ્યું કે અહીં ભગવાન મહાવીર વિચર્યાનો ભાસ થાય છે. અથવા જુનાગઢનો ગઢ જોતાં પરમકૃપાળુદેવના જાતિસ્મરણજ્ઞાનમાં ઘણો વઘારો થયો. અથવા પૂર્વભવની કોઈ નિશાનીઓ મળવાથી પણ જાતિસ્મરણશાન ઊપજે છે. જેમ સંપ્રતિરાજાને પોતાના પૂર્વભવના ગુરુના દર્શન થતાં, એમને મેં કંઈ જોયેલા છે તેનો ઉહાપોહ કરતાં પૂર્વભવમાં તેમની સાથે જે ઘન્ય કાળ ગયો તેની નિશાની, નિમિત્ત પ્રત્યક્ષ મળતાં જાતિસ્મરણજ્ઞાન થયું. તે વડે પુનર્જન્મની જીવને શ્રદ્ધા આવે છે. IIટા
Page #593
--------------------------------------------------------------------------
________________
(૧૦૬) હિતાર્થી પ્રશ્નો ભાગ-૧
પુનર્જન્મની સિદ્ધિ સહજે અથવા યોગાભ્યાસ વડે, સદ્ગુરુ-શાસ્ત્ર શ્રદ્ધા આવ્યું, સાત્ત્વિકતા તેવી સાંપડે; સાત્ત્વિકતા તેવી આ કાળે દુર્લભ, તેથી ન નિઃશંકા, ત્રિવિધ તાપની મૂર્છા ઝાઝી, નહિ સત્સંગતિ-ઉત્કંઠા. ૯
અર્થ :— પૂર્વના આરાધનથી કોઈને પુનર્જન્મની સિદ્ધિ સહજે થાય છે અથવા યોગાભ્યાસવડે પણ થાય છે. વૈજનાથ યોગાભ્યાસના અભ્યાસી હતા. “એમણે કહેલું કે પરમકૃપાળુદેવ પૂર્વભવમાં ઉત્તર દિશાએ હિમાલયની બાજુમાં વિચરેલા. તે વિષે કૃપાળુદેવે કહ્યું કે ‘એમણે તમને મિથ્યા કહ્યું નથી’ (૨૧૨) વૈજનાથ શ્વાસોચ્છવાસ રોકતા તેથી એમનું મન નિર્મળ હતું, તેથી પોતાના અને બીજાના ભવ જાણી શકતા. પૂર્વભવમાં કૃપાળુદેવ નેપાળમાં રાજકુમાર હતા, એમ કહેલું.'' (બો.૨ પૃ.૩૦૩)
સદ્ગુરુના બોધેલા શાસ્ત્રોમાં શ્રદ્ધા આવવાથી પણ તેવી અંતરાત્મામાં સાત્વિકતા સાંપડે છે કે જેથી પુનર્જન્મની જીવને શ્રદ્ઘા થાય. પણ તેવી સાત્વિકતા એટલે ભાવોની નિર્મળતા આ કળિકાળમાં આવવી દુર્લભ છે. તેથી જીવ પરભવ વિષે નિઃશંક થઈ શકતો નથી. તેમજ આ પંચમકાળમાં આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધતાપની મૂર્છા વિશેષ હોવાથી તથા સત્સંગ કરવાની વિશેષ ઉત્કંઠા ન હોવાથી આત્મામાં એવી પવિત્રતા પ્રગટતી નથી. ।।૯।।
સ્વમાન ને વિપરીત માન્યતા પરભવ-પ્રતીતિ ખાળી દે, જિજ્ઞાસું જીવો એ વાતો અતિ ઉત્સાહે ટાળી દે; નિઃશંક પ્રતીતિ પરભવની જો ઊપજે જીવને કોઈ રીતે, આત્મહિત કરવા પ્રેરાશે, દીર્ઘ-વૃષ્ટિથી તે પ્રીતે. ૧૦
૫૭૩
અર્થ :— પોતાનું અભિમાન અને પદાર્થનું વિપરીત શ્રદ્ધાન, એ પરભવ પ્રત્યે થતી શ્રદ્ધાને ખાળે
–
છે અર્થાત રોકે છે. પણ જિજ્ઞાસુ જીવો તો અતિ ઉત્સાહથી સદ્ગુરુના બોધબળે આત્મા છે, તે નિત્ય છે વગેરે જાણી, પરભવ પ્રત્યેની વિપરીત માન્યતાને ટાળી દે છે. જો કોઈ રીતે પણ જીવને પરભવની નિઃશંક પ્રતીતિ ઊપજે તો તેની દીર્ઘદૃષ્ટિ થશે, કે જો હું આ ભવમાં પાપ કરીશ તો પરભવમાં મારી દુર્ગતિ થશે. એમ વિચાર આવવાથી તે આ ભવમાં પ્રેમપૂર્વક આત્મહિત કરવા માટે પ્રેરાશે. ।।૧૦।।
એમ વિચારી અનુમાનાદિ પ્રમાણથી સુજ્ઞો સાથે ૫૨ભવ-સિદ્ધિ બુદ્ધિબળથી, જિજ્ઞાસું તે આાથે; જાતિ-વૈ૨ જીવોમાં દેખો, વિચિત્ર રૂપ-ગુણ-સંપત્તિ,
પરભવને જો ના માનો તો કયા કારણે ઉત્પત્તિ? ૧૧
અર્થ :– જેને આત્મહિત કરવું છે, એવા સુજ્ઞ પુરુષો તો પોતાના બુદ્ધિબળે અનુમાન પ્રમાણથી આગમ પ્રમાણથી કે ઉપમાન (દૃષ્ટાંત) પ્રમાણથી પરભવની સિદ્ધિ કરે છે. પછી જિજ્ઞાસુ જીવો પરભવ સુધારવા માટે સદ્ગુરુની આજ્ઞાનું આરાધન કરે છે.
જાતિ વૈર સાપ અને નોળિયામાં કે મોર અને સાપમાં કે બિલાડી અને ઉદરમાં પ્રત્યક્ષ જોઈએ છીએ. એ પૂર્વ સંસ્કાર ન માનીએ તો શું માનવું? તેમજ લાખો મનુષ્યો હોવા છતાં તેમના રૂપ જુદા, ગુણોમાં તફાવત તથા ઘનસંપત્તિમાં કે શરીર સંપત્તિમાં પણ વિચિત્રપણું જોવામાં આવે છે. જેમકે કોઈ
Page #594
--------------------------------------------------------------------------
________________
૫૭૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
લૂલો છે, તો કોઈ લંગડો છે, કોઈ કાણો છે તો કોઈ બુદ્ધિહીન છે, કોઈ મૂંગો છે તો કોઈ બહેરો છે, કોઈ આંઘળો છે. પરભવને જો ન માનીએ તો કયા કારણે આ બઘા ખંડિત અંગવાળા ઉત્પન્ન થયા? એ વિચારીએ તો પૂર્વભવની પ્રતીતિ આવે છે. ll૧૧.
કહો, વારસો! તે ના સાચું; સમાન વારસ ના ભાળો, ભાવ વડે સૌ ભેદ કહો તો, ભાવ-હેતુ પણ નિહાળો. કર્મ વિના નહિ સાચો હેતુ વિચારતાં બીજો જડશે;
પૂર્વ કર્મ માનો તો પરભવ પરાણે ય ગણવો પડશે. ૧૨ અર્થ - કોઈ એમ કહે કે એ તો વારસાગત મળ્યું છે પણ તે વાત સાચી નથી. કેમકે પિતા બુદ્ધિશાળી હોય અને તેનો પુત્ર બુદ્ધિહીન પણ હોય છે. વળી બીજો પુત્ર બુદ્ધિશાળી પણ હોય છે. તથા ભગવાન મહાવીરના સમયમાં પિતા કાલસૌકરિક કસાઈ હોવા છતાં તેનો પુત્ર સુલસ દયાળુ હતો. ત્યારે કોઈ એમ કહે કે જીવોના ભાવ જુદા જુદા હોવાથી દરેક વ્યક્તિમાં ભેદ પડે છે. જેમકે પિતા કાલસૌકારિક કસાઈના ભાવ ક્રૂર હતા અને પુત્ર સુલસના ભાવ દયાળુ હતા, માટે પિતા-પુત્રમાં ભેદ પડ્યો. તો પછી પિતાને ક્રુર અને પુત્રને દયાળુ એમ જુદા જુદા ભાવ થવાના કારણો શું? તેની તપાસ કરો. તે તપાસ કરતાં પૂર્વભવના સંસ્કાર સિવાય બીજો કોઈ કારણ વિચારતાં જડશે નહીં. અને જો તે ક્રુરતા કે દયાળુપણાના ભાવ પૂર્વભવના સંસ્કાર માનીએ તો પરભવ છે જ; એ પરાણે પણ માનવું પડશે. ૧૨ા
વૃક્ષ બીજથી, બીજ વૃક્ષથી, પરંપરાનો પાર નહીં; તેમ શુભાશુભ ભાવે ભવ કરતો ર્જીવ સંસાર મહીં; અશુદ્ધ ભાવ શુભાશુભ જાણો બીજ પુણ્યને પાપ તણાં,
સુખ-દુઃખટ્ટેપ ફળ સંસારે ચાખી બાંઘે કર્મ ઘણાં. ૧૩ અર્થ - બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજ, એ પરંપરા અનાદિકાળથી છે. એનો કોઈ પાર નથી. તેમ જીવ પણ આ સંસારમાં અનાદિકાળથી દરેક ભવમાં શુભાશુભ ભાવ કરતો આવ્યો છે. શુભાશુભ ભાવને અશુદ્ધભાવ જાણો; તે પુણ્ય અને પાપના બીજ છે. શુભ અશુભભાવના ફળ સુખદુ:ખ આવે છે. તેને આ સંસારી જીવ ચાખી એટલે ભોગવી તે નિમિત્તે ફરી રાગદ્વેષ કરી નવા ઘણા કર્મ બાંધે છે. એ પરંપરા અનાદિથી ચાલું છે. ૧૩
નરકગતિમાં દુઃખ એકલાં, નિરંતર બહુ કાળ સહે, નિગોદમાં નિશ્ચેષ્ટપણે તે જન્મમરણ કરતો જ રહે; સુર-સુખ કોઈક કાળે પામે, આત્મિક સુખ તો ત્યાંય નહીં;
દુર્લભ નરભવ મહા પુણ્યથી પામે, ત્યાં તક ખરી કહી. ૧૪ અર્થ - અશુભ કર્મના ફળમાં જીવ નરકગતિમાં નિરંતર એકલો ઘણા કાળ સુઘી દુઃખને સહન કરે છે. તથા નિગોદમાં તે ચેષ્ટારહિતપણે માત્ર જન્મમરણ જ કરતો રહે છે. દેવલોકના સુખ, જીવ કોઈક વાર પામે છે. ત્યાં પણ આત્મિક સુખ નથી; માત્ર ઇન્દ્રિયોથી ભોગવાતું ક્ષણિક સુખ છે. આ દુર્લભ માનવદેહને જીવ મહાપુણ્યના ઉદયથી પામે છે. ત્યાં આત્માનું કલ્યાણ કરવાની ખરી તક છે. કેમકે
Page #595
--------------------------------------------------------------------------
________________
(૧૦૬) હિતાર્થી પ્રશ્નો ભાગ-૧
૫ ૭૫
માનવદેહમાં દેવલોક જેવા આત્માને ભુલાવે તેવા સુખ નથી અને નરક જેવા દુઃખ નથી પણ મધ્યમ છે. માટે જીવ જો ઘારે તો આ દેહમાં સમ્યક્દર્શન પામી આત્માનું પરમપિત કરી શકે. ૧૪
જે જે મોક્ષ ગયા ભેંતકાળે, તે તે નરભવ લહી ગયા; વર્તમાનમાં મોક્ષ જતા તે, નરરૂપે જ કૃતાર્થ થયા; ભાવિકાળે જનાર જે જન મોક્ષે તે પણ નર બનશે;
એવો યોગ કદાચિત આવે, આવેલો વહી જાય નશે - ૧૫ અર્થ - જે જે જીવો ભૂતકાળમાં મોક્ષે ગયા, તે સર્વ નરભવ પામીને ગયા. વર્તમાનકાળમાં મહાવિદેહક્ષેત્રથી મોક્ષે જાય છે તે પણ મનુષ્યદેહને પામી કેવળજ્ઞાન પ્રગટાવી કૃતકૃત્ય થઈને જાય છે. ભવિષ્યકાળે પણ જે જીવો મોક્ષે જનાર છે તે મનુષ્યદેહને ઘારણ કરશે. એવો માનવદેહનો જોગ આપણી જેમ કદાચિત આવે, પણ જો આઠ મદના નશામાં જીવ રહે તો તે વ્યર્થ વહ્યો જાય છે. ૧૫
ઘનમદ, રૅપમદ, બળમદ, કુળમદ, જ્ઞાનાદિક-મદથી ભૂલે, તે જન નરભવ હારી પાછા લખચોરાશીમાં રૂલે; દુર્લભ આવો યોગ ફરીથી મળવો દુર્લભ ગણી કરો
સકળ, સુઘર્મ આરાથી પ્રીતે, ભવ-સંકટ સૌ પરિહરો. ૧૬ અર્થ :- ઘનમદ, રૂપમદ, બળમદ, કુળમદ, જ્ઞાનમદ, જાતિમદ, ઐશ્વર્યમદ અને તપમદ એ આઠ મદમાં રહી, જે સદ્ગુરુ આજ્ઞાએ ઘર્મકર્તવ્યની આરાઘનાને ભૂલે તે જીવ મનુષ્યભવને હારી જઈ ફરીથી લખચોરાશી જીવયોનિમાં રઝળે છે. માટે આવો જોગ ફરીથી મળવો દુર્લભ જાણી હવે પ્રીતિપૂર્વક રત્નત્રયરૂપ સઘર્મને આરાથી આ માનવદેહને સફળ કરો તથા ચારગતિરૂપ સંસારમાં ભોગવવા પડતા સર્વ સંકટોને પરિહરો. ૧૬
સમ્યજ્ઞાન તણી ગંગામાં સ્નાન કરીને શુદ્ધ બનો, સગુસેવા અમૂલ્ય મેવા-ભક્ષણ, ભૂષણ ગુણ ગણો; સુંદર સમતા-શધ્યા વિષે, આત્મ-રતિ, સતી-ઉપભોગે
કૃતકૃત્યતા સમજ સમજે; ચૂકે નહિ ઉત્તમ યોગે.” ૧૭ હવે રત્નત્રયરૂપ સઘર્મની આરાધના કેવી રીતે કરવી તે સગુરુ જણાવે છે :
અર્થ - સમ્યજ્ઞાન એટલે સદ્ગુરુ બોઘ દ્વારા આત્મા વગેરેની સાચી સમજણ મેળવવારૂપ જ્ઞાનગંગામાં સ્નાન કરી, વિષયકષાયરૂપ મેલને ઘોઈ પ્રથમ શુદ્ધ બનો. પછી સગુરુ સેવા એટલે તેમની આજ્ઞાને અમૂલ્ય એવા સમાન માની તેનું ભક્ષણ કરો, અર્થાત્ તેમની આજ્ઞામાં સદાય રહો. તેથી ક્ષમા આદિ જે ગુણો પ્રગટે તેને આત્માના આભૂષણ માનો. પછી આત્મજ્ઞાન થયે સુંદર સમતારૂપી શય્યામાં, આત્મામાં રમણતા કરવારૂપ સતીનો ઉપભોગ કરી પોતાને કૃતકૃત્ય માનો. દશ દ્રષ્ટાંતે દુર્લભ એવો આ માનવદેહ મળવાથી તેમજ પરમકૃપાળુ સદગુરુદેવનો ઉત્તમ યોગ પ્રાપ્ત થવાથી મળેલી એવી અમૂલ્ય તકને સમજુ પુરુષો કદી ચૂકે નહીં, પણ તેનો અપૂર્વ લાભ લે. II૧૭ના
“ઘર, ઘંઘા, ઘન, સ્વજન ગણી હું મારાં, માયા ઘરી ફરતો; તે તો સાથે કોઈ ન આવે; બંઘ નિરંતર હું કરતો.
Page #596
--------------------------------------------------------------------------
________________
૫૭૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પણ સમજ ના, હવે કરું શું? શાને માનું સાચું હું?
આપ કૃપાળું, બોઘ-દાનથી સમજાવો એ યાચું છું. ૧૮ ફરી જિજ્ઞાસુ શ્રી ગુરુને પ્રશ્ન કરે છે :
અર્થ – હે પ્રભુ! ઘર, ઘંઘા, ઘન અને સ્વજન આદિને મારા ગણી, તેમના પ્રત્યે માયામોહ ઘરીને આ જગતમાં હું ફર્યા કરું છું. પણ મરણ થયે આમાનું કોઈ મારી સાથે આવશે નહીં, અને હું તો તેમના નિમિત્તે નિરંતર કર્મબંઘ કર્યા કરું છું. પણ હવે મારે શું કરવું જોઈએ? તે મને સમજાતું નથી. મારે શાને સાચું માનવું જોઈએ? તે આપ કૃપાળુ, મને બોઘનું દાન દઈ સમજાવો; એ જ મારી આપના પ્રત્યે યાચના છે. ૧૮ાા
ત્રિવિઘ તાપ ટાળી, શીતળતા દેતી વાણી ગુરુ વદતા - “ઘણા જીવો સંસાર તજીને ઘોર વનોમાં જઈ વસતા, ફળ-ફૈલ ખાતા, તપ બહુ તપતા, ખેડેલી બૅમિના સ્પર્શે,
જ્ઞાન વિના વનમાં વનચર સમ, વિકાર મનને આકર્ષે. ૧૯ અર્થ :- આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિઘ તાપને ટાળી શીતળતા આપે એવી વાણી શ્રી ગુરુ હવે પ્રકાશવા લાગ્યા :- ઘણા જીવો સંસાર તજી ઘોર વનમાં જઈ વાસ કરે, ત્યાં ફળ-ફુલ ખાય, બહુ તપ તપે, ખેડેલી જમીનનો સ્પર્શ કરે નહીં; પણ આત્મજ્ઞાન વિના તે વનમાં વનચર પ્રાણીઓ જેવા છે. ત્યાં રહ્યા પણ જ્ઞાન વિના મનના વિકારો જતા નથી. નિમિત્ત મળવાથી ફરી તે વિકારો તેને આકર્ષે છે. ૧૯
સમજ વિના સંતોષ રહે નહિ, જ્ઞાન નહીં વૈરાગ્ય વિના, ત્યાગ ટકે વૈરાગ્ય વિના ના; વિચાર કરવા યોગ્ય બીના. જ્ઞાન પૂર્ણ ત્યાં મહાત્યાગ છે, ત્યાગ સમજવા યોગ્ય ગણો,
પરભાવે તન્મયતા-ગ્રંથિ ત્યાગે ત્યાગ યથાર્થ ભણ્યો. ૨૦ અર્થ - સમ્યકજ્ઞાન વિના સાચો સંતોષભાવ આવે નહીં. અને વૈરાગ્ય એટલે અંતરથી અનાસક્તભાવ થયા વિના સમ્યકજ્ઞાન થાય નહીં. તથા વૈરાગ્યભાવ વિના સાચો ત્યાગ ટકે નહીં. એ વિચાર કરવા યોગ્ય બીના એટલે હકીકત છે.
“ત્યાગ ના ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી;
અંતર ઊંડી ઇચ્છા ઘણી, તે કેમ કરીને તજાય જી.” -ત્યાગ ના જ્યાં જ્ઞાન પૂર્ણ એટલે કેવળજ્ઞાન છે ત્યાં મહાત્યાગ છે, એ ત્યાગનું સ્વરૂપ પણ સમજવા યોગ્ય છે. પરવસ્તુમાં આત્માનું તન્મયપણું એટલે તદાકારપણારૂપ ગ્રંથિનો ત્યાગ કરવો તેને શ્રી જિને યથાર્થ ત્યાગ કહ્યો છે. આત્મા સિવાય પરવસ્તુમાં તણાય નહીં, એ અંતર્યાગ થાય ત્યારે બીજામાં લેવાય નહીં!
“આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે.” (વ.પૃ.૪૫૨) ૨૦ણા.
બાહ્ય પદાર્થો તજવા અર્થે અંતત્યાગ ન આમ કહ્યો; અંતર્યાગ થવાને અર્થે બાહ્યત્યાગ ઉપકાર લહ્યો.
Page #597
--------------------------------------------------------------------------
________________
(૧૦૬) હિતાર્થી પ્રશ્નો ભાગ-૧
૫ ૭૭
બાહ્યયોગમાં મીઠાશ માની વર્તે ત્યાં ન વિચાર વસે,
આકર્ષણ એ ઓછું કરતાં, સદગુરુ-બોઘ ઉરે સ્પર્શે. ૨૧ અર્થ - બાહ્ય વસ્તુઓને તજવા માટે અંતર્યાગ કરવો એમ કહ્યું નથી. પણ અંતરથી ત્યાગવા માટે બાહ્ય વસ્તુનો ત્યાગ કરવો એ ઉપકારી છે.
બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, એમ છે, તો પણ આ જીવે અંતર્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે.” (વ.પૃ.૪૫૨)
વસ્તુનો બાહ્યથી ત્યાગ કરી તેમાં મીઠાશ માની એટલે તેમાંજ કૃતકૃત્યતા માની જીવ વર્તે તો ત્યાં આત્મવિચારને અવકાશ નથી. તે માટે અંતર્ભાગના લક્ષ વગરનું બાહ્ય ત્યાગનું આકર્ષણ ઓછું કરી પ્રથમ સત્સંગ કરે તો સદ્ગુરુનો બોધ તેના હૃદયમાં સ્પર્શે. “સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગવષવો, અને આત્મા ગવષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાઘનનો આગ્રહ અપ્રઘાન કરી, સત્સંગને ગવેષવો; તેમજ ઉપાસવો.” (વ.પૃ.૩૯૩) //ર૧||
વિષયાદિ તો તુચ્છ મનાશે અંતર્યાગ પછી બનશે, સદ્ગુરુ-ચરણે સ્થિર થશે મન, ભક્તિ-માર્ગે ગમન થશે; પરિષહ આદિ આવી પડતાં પણ નહિ મન ભક્તિ તજશે,
પ્રભુ, પ્રભુ” લય લાગે ત્યારે આત્મા સહજપણે ભજશે. ૨૨ અર્થ :- સદ્ગુરુનો બોઘ હૃદયમાં ઉતારવાથી પાંચ ઇન્દ્રિયના વિષયો તુચ્છ લાગશે અને ખરો અંતર્યાગ પ્રગટશે. પછી સગુરુની આજ્ઞામાં મન સ્થિર થશે અને ભક્તિમાર્ગે આગળ વધશે. પરિષહ એટલે દુઃખના પ્રસંગો આદિ આવી પડતાં પણ તેનું મન પ્રભુ ભક્તિને છોડશે નહીં. અને આગળ વઘતાં જ્યારે “પ્રભુ, પ્રભુ” ની લય લાગશે ત્યારે આત્મા પોતાના સહજાત્મસ્વરૂપને પામશે. રજા
કોઈક વાર વિચારે આવી વાતો તેથી ન કામ થશે, અનાદિના અભ્યાસ તણું બળ પ્રયત્ન પોચે નહિ ઘટશે; પણ દિન દિન ફરી ફરી સંભારે, વારંવાર વિચાર કરે,
તો ઊંઘો અભ્યાસ તજી ઑવ સુલભ ભક્તિમાર્ગ વરે. ૨૩ અર્થ - કોઈક વાર સપુરુષના વચનોનો વિચાર કરવાથી કામ થશે નહીં. પંચવિષયાદિના અનાદિકાળના અભ્યાસનું બળ જો પ્રયત્ન પોચો હશે તો ઘટશે નહીં. પણ દિન દિન પ્રત્યે ફરી ફરી સપુરુષના બોઘને સંભારી વારંવાર વિચાર કરશે તો ઘર કુટુંબાદિ પ્રત્યેનો અનાદિનો ઊંઘો અભ્યાસ તજી પુરુષના ગુણો પ્રત્યે પ્રેમ કરવારૂપ સુલભ ભક્તિમાર્ગ તેને સિદ્ધ થશે.
“જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિનદિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રય ભક્તિમાર્ગ સિદ્ધ થાય.” (વ.પૃ.૪૫૪) ૨૩ાા
વિપરીતતામાં જે જે માને છે તે વિપરીત પરિણમતું, માટે જ્ઞાનીના આશ્રયથી, બોઘે સાચું પણ ગમતું;
Page #598
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
અલ્પ પરિચય વિષયાદિનો કરી, સત્ય પરિચય સાથે, દોષ ટળી, વૃદ્ધ ભક્તિ જાગ્યે જ્ઞાનદશા હુઁવ આ૨ાધે. ૨૪
અર્થ :— અનાદિથી દેહમાં આત્મબુદ્ધિરૂપ વિપરીતતા છે. તેથી દેને કેમ સુખ ઊપજે તેવું જ વિપરીત વર્તન થાય છે. પણ જ્ઞાનીપુરુષનો જીવ આશ્રય કરે, તેમનું શરણ લે તો તેમના બોઘથી આત્મા વગેરે પદાર્થોનું સત્ય સ્વરૂપ પણ તેને ગમવા લાગશે. તે માટે હવે પાંચ ઇન્દ્રિયના વિષયાદિનો અલ્પ પરિચય કરી સત્પુરુષના બોઘનો પરિચય વધારે તો અનુક્રમે બધા દોષો ટળી જઈ, સત્પુરુષ પ્રત્યે दृढ ભક્તિ જાગૃત થઈ, શાનદશાને પામી જીવન્મુક્ત થાય.
“તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય ત્યારે, ક્રમે ક્રમે, દેશું દેશે તેનો ત્યાગ કરવો ઘટે; પરિગ્રહ તથા ભોગોપભોગના પદાર્થનો અલ્પ પરિચય કરવો ઘટે. એમ કરવાથી અનુક્રમે તે દોષ મોળા પડે, અને આશ્રયભક્તિ દૃઢ થાય; તથા જ્ઞાનીના વચનોનું આત્મામાં પરિણામ થઈ તીવ્રજ્ઞાનદશા પ્રગટી જીવન્મુક્ત થાય.'' (વ.પૂ.૪૫૪૬ ||૨૪||
(૧૦૭)
હિતાર્થી પ્રશ્નો
ભાગ-૨
(રાગ—ઉપરનો ચાલુ-દૃષ્ટિ આઠમી સાર સમાધિ,)
“ ‘દુર્લભ નરભવ!’ ‘ભક્તિ કરવી' આપ કહો છો ઉત્તમ જો, કેમ જગત-જીવ કરતા ની સૌ, ગણી સરસ ને સુગમ તો ?'' સદ્ગુરુ કરુણા આણી વાણી, કઈ દૃષ્ટાંત હવે વદતા :“રત્ન મનોહર રસ્તામાં જો, ખુલ્લું છે જ્યાં જન ફરતા. ૧
અર્થ ઃ— જિજ્ઞાસુ શ્રીગુરુને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ! નરભવ દુર્લભ છે! માટે ભગવાનના શુદ્ધ સ્વરૂપની ભક્તિ કરીને તે સ્વરૂપ પ્રાપ્ત કરી લેવું જોઈએ. એ જ કરવા યોગ્ય ઉત્તમ કાર્ય છે એમ આપ કહો છો; તો જગતના સર્વ જીવો ભક્તિને જ સરસ અને સુગમ આરાધનાની પદ્ધતિ જાણી કેમ કરતા નથી? તેના જવાબમાં સદ્ગુરુ ભગવંત કરુણા લાવી દૃષ્ટાંત સાથે આ વાતનો ખુલાસો કરે છે. એક મનોહર રત્ન, જ્યાં લોકો ફરે છે ત્યાં રસ્તામાં ખુલ્લું પડ્યું છે. ૧
મદિરા-મદથી મસ્ત બનીને ટોળું મોટું ત્યાં આવે, તડકે રત્ન ચળકતું ભાળી, ભડકે, મણિઘર મન લાવે; મસ્તી કરતા કોઈ ગયા વી, કોઈ કાચરૂપ જાણે રે! આંખો મીંચી અંધ-રમતમાં કોઈ અન્યને તાણે રે!૨
Page #599
--------------------------------------------------------------------------
________________
(૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨
૫૭૯
અર્થ :- દારૂના નશામાં મસ્ત બનેલું એક મોટું ટોળું તે રસ્તા ઉપર આવ્યું. તડકામાં તે ચળકતું રત્ન જોઈ, ભડકીને તે વિચારવા લાગ્યા કે આ તો મણિઘર એટલે સાપના માથા ઉપરનો મણિ છે. કોઈ મસ્તી કરતા ત્યાં જઈને જોઈ કાચનો ટુકડો માનવા લાગ્યા. કોઈ વળી આંખો મીંચી આંધળી રમત કરતા એક બીજાને તાણવા લાગ્યા. રા.
કુતૂહલથી કોઈ ઠોકર મારી, બાળક પેઠે ગયા વહી, રમવા ખાતર કરમાં કોઈ લે, પણ કીમતી ગણે નહીં; ત્યાં ને ત્યાં તાઁ સર્વે ચાલ્યા; વાત સમજવા યોગ્ય કહી,
મોહ-મદિરાથી જગ ગાંડું, સત્ય-પરીક્ષા થાય નહીં. ૩ અર્થ - કોઈ કુતૂહલથી બાળકની જેમ તે રત્નને ઠોકર મારી ચાલ્યા ગયા. કોઈ તેને રમવા માટે હાથમાં લે છે પણ એ કિમતી રત્ન છે એમ જણાતું નથી. ત્યાં ને ત્યાં રત્નને તજી દઈ સર્વે આગળ ચાલ્યા. આ વાત સમજવા માટે અહીં જણાવી છે, કે મોહરૂપી દારૂના નશામાં આખું જગત ગાંડું બની ગયું છે; તેથી સત્ય શું છે? તેની પરીક્ષા તેમના દ્વારા થતી નથી. હા,
સર્વસ્વાર્પણ ભક્તિ-માર્ગે ત્યાગ નાગ સમ જાણીને, દૂર દૂર ભક્તિથી ભાગે કોઈ કોઈ ડર આણીને વિષય-કષાયે ૨ક્ત જનો ના ભક્તિ ભણી જર નજર કરે,
ભોળા જનનું કામ ગણી કો સમજણનું અભિમાન ઘરે. ૪ અર્થ - ભક્તિમાર્ગને ગ્રહણ કરતાં દેહ કુટુંબાદિમાં મારાપણું મૂકી ઈશ્વરને સર્વસ્વ અર્પણ કરવું પડશે. એવા ત્યાગને નાગ સમાન માની તેથી ડરીને કોઈ કોઈ તો એ ભક્તિથી દૂર દૂર ભાગ્યા અને વિષય-કષાયમાં લયલીન બનેલા લોકો પ્રભુ ભક્તિ ભણી જરા પણ નજર કરતા નથી. કોઈ વળી પોતાની સમજણનું અભિમાન ઘરનારા એમ કહે છે કે ભક્તિ કરવી એ તો ભોળા જનનું કામ છે. જેને બીજું કંઈ આવડે નહીં તે ભક્તિ કર્યા કરે. ૪
ઘન-ઘંઘામાં મગ્ન જનો બહુ, બીજાને પણ ઉપદેશે, વગર કમાયે દુઃખી થાશો, માન ઘનિકને સૌ દેશે. યુવાનીમાં ઉદ્યોગ ઘટે છે; છે ભક્તિ ઘરડાં માટે
કુળયોગે કો ભજનારાને આવા વાળે કુવાટે. ૫ અર્થ - જે લોકો ઘન કમાવવા અર્થે ઘંઘામાં મશગૂલ છે તે બીજાને પણ તેવો ઉપદેશ આપે છે કે વગર કમાયે દુઃખી થશો. ઘન હશે તો સૌ માન આપશે. આ યુવાનીમાં ઉદ્યોગ કરવો યોગ્ય છે. ભક્તિ તો ઘરડાઓ માટે છે. કોઈ પોતાના કુળ પ્રમાણે ભગવાનને ભજી સદાચાર સેવી પુણ્ય ઉપાર્જન કરતો હોય તેને પણ આવી પરિગ્રહ એકઠો કરવાની કુવાટે વાળી દે છે. //પાનું
દેખાદેખી ભક્તિ કરતા, ઘંઘે વળગી ભેલી જતા, કાળ ગાળવા કીર્તન કરતા, કોઈ રહસ્ય ન ઉર ઘરતા; ગાનતાન, મિષ્ટાન્ન મળે છે, એમ ગણી ટોળે મળતા, પણ આત્માની ઉન્નતિ કાજે ભક્ત-મંડળે ના ભળતા. ૬
Page #600
--------------------------------------------------------------------------
________________
૫૮ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - કોઈ એક બીજાને દેખી ભક્તિ કરે છે. પછી ધંધે વળગી બધું ભૂલી જઈ માયા પ્રપંચ કરે છે. સમય પસાર કરવા ભજન કીર્તન કરે છે પણ ભક્તિ કરવાનું પ્રયોજન શું છે તેનો કોઈ હૃદયમાં વિચાર કરતા નથી. પણ ભગવાનની ભક્તિના નામે ગાયન કરવાનું મળે છે અને તેની તાનમાં લીન થવાનું બને છે. વળી ભક્તિના ફળમાં તરત મિષ્ટાન્ન મળે છે એમ ગણી બઘા ટોળામાં ભેગા થાય છે. પણ જ્યાંથી આત્માની ઉન્નતિ થાય અને ગુણો પ્રગટે એવા સાચા ભક્ત મંડળમાં તે ભળતા નથી. કા
વળી વળે કોઈ સન્માર્ગે, પ્રતિક્રૂળ પરિષહ સહી ન શકે, તુચ્છ વિષયમાં તણાય કાં તો માન મળે ત્યાં સુઘી ટકે; લોકલાજ કે સ્વજન-કુટુંબી ખેંચે ત્યાં ખેંચાય વળી,
દેહ-દુઃખના ખમી શકે કો, નીચે ઢાળે જાય ઢળી. ૭ અર્થ – વળી કોઈ પુણ્યયોગે સન્માર્ગમાં આવે છે, ત્યાં પ્રતિકૂળ પરિષહ સહન કરી શકતા નથી. જેમ શ્રેણિક મહારાજાના પુત્ર મેઘકુમારે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. રાત્રે મુનિઓ એકી કરવા જતાં પોતાને ઠોકરો વાગવાથી સવારે હું તો પાછો ઘેર ચાલ્યો જઈશ એવો વિચાર આવ્યો. ત્યારે ભગવાને દેશનામાં કહ્યું : મેઘકુમાર તું પૂર્વભવમાં કોણ હતો? હાથી હતો. સસલાની દયા પાળવાથી તું આ માનવદેહ પામ્યો છું. એ સાંભળી તેને જાતિસ્મરણજ્ઞાન થયું અને ચારિત્ર ઘર્મમાં સ્થિર થયા.
વળી કોઈ મન્સૂરિ જેવા દીક્ષા લઈ સ્વાદની લંપટતા જેવા તુચ્છ વિષયમાં તણાઈને યક્ષ બન્યા. કોઈ માન મળે ત્યાં સુધી ઘર્મમાં ટકે, પછી છોડી દે. કોઈને વૈરાગ્ય આવ્યો હોય છતાં લોકલાજથી કે સ્વજન કુટુંબી જ્યાં ખેંચે ત્યાં ખેંચાઈ જાય. કોઈ વળી ચારિત્ર લઈ દેહ દુઃખ ખમી શકે નહીં તેથી ચારિત્રઘર્મમાં શિથિલાચાર સેવી નીચે ઢાળે ઢળી જાય. જેમકે એક પિતા પુત્રે દીક્ષા લીધી. પુત્ર શિથિલાચારી બની પિતાને કહે : પિતા મારાથી તડકો સહન નહીં થાય, મારે જોડા વગર નહીં ચાલે,મારે ખાવામાં મિઠાઈ જોઈએ, પછી જ્યારે કહ્યું કે મારાથી બ્રહ્મચર્ય નહીં પળાય ત્યારે પિતાએ કહ્યું : જા નીકળી જા. તે મરીને પાડો થયો. પિતા દેવ થયા. માયાથી દેવે પાડા ઉપર ખૂબ ભાર ભરી ચલાવતા કહ્યું : મારે આના વગર નહીં ચાલે, તેના વગર નહીં ચાલે વગેરે કહેતા પાડાને જાતિસ્મરણજ્ઞાન થયું અને પશ્ચાત્તાપથી અનશન કરી દેવપણાને પામ્યો. આશા
અપૂર્વ મોક્ષ-મહાભ્ય ટકે ના, લૌકિક ભાવે મન ભમતું, જેની મનમાં શ્રદ્ધા બેઠી, તેમાં ચિત્ત રહે રમતું; મોહ વિષે મન રોકાતું ત્યાં ભક્તિ-ભાવો મંદ થતા,
ઉત્તમતા જેની મન માને, તેના ભાવ સ્વયં સ્ફરતા.”૮ અર્થ - મોક્ષનું માહાસ્ય અપૂર્વ છે. છતાં તે ન સમજાયાથી સંયમમાં મન ટકતું નથી. જેથી લોકરંજન કરવા અર્થે સર્વસંગ પરિત્યાગ કરીને પણ દોરા ઘાગા કરે. મનમાં ઇન્દ્રિયના ભોગોમાં સુખ છે એવી શ્રદ્ધા હોવાથી તેમાં ચિત્ત રમ્યા કરે. વળી કુટુંબ કે ચેલાએલીમાં મોહ હોવાથી ત્યાં મન રોકાઈ રહે છે. જેથી ભગવાન પ્રત્યેની ભક્તિના ભાવો મંદ થઈ જાય છે. અને જે વસ્તુની ઉત્તમતા મન માને તેના ભાવો આપોઆપ સહજે સ્કૂર્યા કરે છે. દા.
Page #601
--------------------------------------------------------------------------
________________
(૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨
૫૮ ૧
“મને બતાવો ક્રમ એવો કે ત્રિવિઘ તાપથી હું ઊગરું, આ સૌ સુણી મૂંઝાયો છું; આપ વિના કહે કોણ ખરું? જીતી બાજી હારી બેસે, તેમ ગયો નર ભવ હારી,
જે ઑવવાનું બાકી હો તે હવે લઉં હું સુંઘારી.”૯ અર્થ - જિજ્ઞાસુ કહે : હે પ્રભુ! હવે મને એવો ક્રમ બતાવો કે તે પ્રમાણે વર્તી હું આ ત્રિવિધતાપની બળતરાથી બહાર આવું. આ જગતના સર્વ જીવોની મોહરૂપી મદિરાવડે વિપરીત થયેલી સ્થિતિને સાંભળી હું મુંઝાઈ ગયો છું. આપ વિના મને સત્ય હકીકત બતાવનાર કોણ છે? કોઈ જીતેલી બાજી હારી બેસે તેમ આ મારો મનુષ્યભવ હું હારી ગયો છું. પણ જે કંઈ જીવવાનું હજી બાકી હોય તે આપના કહેવા પ્રમાણે વર્તીને મારું જીવન સુધારી લઊં. લા.
કરુણામૂર્તિ કરી કણા, બોઘા-દશા દર્શાવે છે, સંક્ષેપે આઠ દૃષ્ટિને ક્રમે કરી સમજાવે છે : “મિત્રાદ્રષ્ટિ હિત વર્ષાવે, સગુરુ-યોગ કરાવી દે,
લેષ તજી જીંવ વંદન-દાને યોગ-બીજ ઉલ્લાસે લે. ૧૦ અર્થ – તેના પ્રત્યુત્તરમાં કરુણાની મૂર્તિ એવા પ્રભુ કરુણા કરીને બોઘદશાનું તારતમ્ય દર્શાવે છે કે કેવી રીતે આત્મદશા વઘારવી, કેવા કેવા ગુણો પ્રગટાવવા કે જેથી જીવને સમ્યક્રદર્શનની પ્રાપ્તિ થાય; અને અંતે કેવળજ્ઞાન પામી જીવનો મોક્ષ થાય. તેના માટે સંક્ષેપમાં ક્રમપૂર્વક શ્રી યશોવિજયજી ઉપાધ્યાય રચિત આઠેય યોગ દ્રષ્ટિની અત્રે સમજ આપે છે.
પહેલી મિત્રાદ્રષ્ટિ :- જ્યારે જીવને સાચા આત્મઅનુભવી સગુરુનો યોગ થાય ત્યારે તે મિત્રાદ્રષ્ટિમાં આવ્યો ગણાય. સદગુરુ મોક્ષનો માર્ગ બતાવનાર હોવાથી સાચા મિત્ર છે. તેથી ભવ્યજીવનું હિત કેમ થાય તેવા બોઘની તે વર્ષા કરે છે. તે બોધને પામી આત્માર્થી જીવ પણ સર્વ પ્રત્યે અદ્વેષભાવ લાવી શ્રી ભાવાચાર્યની વિનયપૂર્વક વંદના કરે છે. તથા તેમને આહાર ઔષઘાદિનું દાન આપી ઉલ્લાસપૂર્વક યોગના બીજને તેમને પાસેથી ગ્રહણ કરે છે.
જે સાઘનો આત્માને મોક્ષની સાથે જોડે અથવા સમકિત પ્રાપ્ત કરાવે તે યોગ કહેવાય છે. તે યોગના બીજ મુખ્યત્વે ત્રણ છે. તેમાં શ્રી જિનેશ્વર વીતરાગદેવને સંસારસુખની ઇચ્છાથી રહિત થઈ માત્ર મોક્ષાર્થે નિષ્કામભાવે વંદન કરવા તે યોગનું પ્રથમ બીજ કહેવાય છે. તથા ભાવાચાર્ય એવા જ્ઞાની પુરુષની સેવા અથવા આજ્ઞા ઉઠાવવી તે બીજું યોગનું બીજ ગણાય છે. તેમજ સાચો વૈરાગ્યભાવ ઉત્પન્ન થવાથી મારા જન્મ મરણ કેમ નાશ પામે એવો જે ભાવ ઊપજવો તે યોગના બીજનું ત્રીજું લક્ષણ કહેવામાં આવે છે. વળી આગળની ગાથામાં મિત્રાદ્રષ્ટિ વિષે જણાવે છે. ||૧૦ગા.
તૃણના ભડકા સમો બોથ ત્યાં, અસર રહે ના પછી ઝાઝી, અપૂર્વકરણની નિકટ જતો ર્જીવ મોહનીંદ બનતી આછી; સગુરુ-યોગે યોગ અવંચક, બોઘબળે અવ્યક્ત બને; વ્રત પણ પાળે, શુભ કાર્યોમાં ખેદ ઘરે ના, પ્રબળ મને. ૧૧
Page #602
--------------------------------------------------------------------------
________________
૫૮૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - મિત્રાદ્રષ્ટિમાં આવેલા જીવનું બોઘબળ તૃણના અગ્નિ જેવું હોય છે. જેમ ઘાસમાં અગ્નિ નાખવાથી ભડકો થાય; પછી પાછળ કંઈ રહે નહીં. તેમ સપુરુષના બોઘની તેને તાત્કાલિક અસર થાય, ભાવમાં એકદમ ઉભરો આવે; પણ તે લાંબા સમય સુધી ટકી રહેતો નથી.
અનાદિકાળની દર્શનમોહની નિદ્રા આછી બનતા આ પ્રથમ દ્રષ્ટિવાળો જીવ અપૂર્વકરણની નિકટ આવે છે. ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ એ પૂર્ણ કરે ત્યારે જીવ સમકિતને પામે છે. તેમાં આ પાંચમી કરણલબ્ધિના પાછા ત્રણ ભેદ છે. તે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. તે પૂર્ણ થયે જીવ સમકિતને પામે છે.
મિત્રાદ્રષ્ટિવાળો જીવ યથાપ્રવૃત્તિકરણ સુધી આવી શકે છે. અનાદિકાળના અહંભાવ, મમત્વભાવને લીધે રાગદ્વેષ મિથ્યાત્વની ગ્રંથિને છેદે એવો ભાવ પૂર્વે કોઈ વાર જીવને આવ્યો નથી, તે અપૂર્વભાવ અથવા અપૂર્વકરણ કરવા માટે જે ઉત્સાહ જોઈએ તે આ પ્રથમ દ્રષ્ટિવાળાને હોય છે. તેથી આ મિત્રાદ્રષ્ટિના ગુણવાળા જીવને અપૂર્વકરણની નજીકનું એવું પહેલું ગુણસ્થાન કહ્યું છે.
જ્યાં સુધી મન વચન કાયાના યોગ વંચક એટલે ઠગરૂપ હોય ત્યાં સુધી સદગુરુ સમીપે પણ તેને પોતાની મહત્તાનો જ વિચાર આવે છે અને અન્ય પ્રત્યે તુચ્છ ભાવ રહે છે. તેની પ્રવૃત્તિ જગતને રૂડું દેખાડવા અહંભાવ સહિતની હોય છે. તેથી ઘર્મ સાઘન કરતાં પણ તે સંસારની જ વૃદ્ધિ કરે છે. પણ સદગુરુનો યોગ થયા પછી તેના બોઘબળે અવ્યક્તપણે પણ તેની આજ્ઞામાં તેનો મનોયોગ પ્રવર્તવાથી તે યોગાવંચક થાય છે. તથા જ્ઞાનીની આજ્ઞાએ વચન અને વંદન આદિ ક્રિયા પણ કાયાવડે વિનયપૂર્વક કરવાથી તે ક્રિયાવંચક બને છે અને સદ્ગુરુ સાચા હોવાથી તેની ભક્તિનું ફળ પણ મોક્ષમાર્ગમાં આગળ વઘારનાર હોવાથી તેને ફળાવંચક કહેવાય છે.
એમ યોગ, ક્રિયા અને ફળ એ ત્રણેય અવંચક થાય ત્યારે તે જીવ પ્રથમ દ્રષ્ટિમાં આવ્યો ગણાય. આ અવંચકયોગથી તેનો ભાવમલ દૂર થાય છે. આ અવંચકયોગ છેલ્લા પુદગલ પરાવર્તનમાં વર્તતા એવા અલ્પસંસારી જીવને પ્રગટે છે. જેમ સાધુને હમેશાં સિદ્ધદશા પ્રાપ્ત કરવાનો લક્ષ રહે છે; તેમ આ દ્રષ્ટિમાં આવેલા જીવને મોક્ષની સાથે જોડે એવા સાઘનોને આરાઘવાનો જ લક્ષ રહે છે. તે બીજા કાર્યમાં વધારે વાર ખોટી થતો નથી. આ દ્રષ્ટિવાળાને અદ્વેષ નામનો ગુણ પ્રગટે છે.
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ કહેવાય છે. તેને આ પ્રથમ દ્રષ્ટિમાં આવેલ જીવ વ્રતરૂપે ગ્રહણ કરે છે. આ દ્રષ્ટિનું “યમ” નામનું તે અંગ કહેવાય છે. વળી આ દ્રષ્ટિવાળાને ખેદ નામનો દોષ દૂર થાય છે. તેથી શુભ કાર્યો કરવામાં તેને ખેદ અથવા થાક લાગતો નથી. પણ આજ્ઞા અનુસાર શુભ ક્રિયા કરવામાં પ્રબળ મનોબળથી તેને ઉત્સાહ હોય છે. તે નિયમ, પચખાણ આદિ અમુક દ્રવ્યોને ત્યાગવારૂપ દ્રવ્ય અભિગ્રહ પણ પાળે છે. તથા શુભ કાર્યોમાં તે આગમના જ્ઞાનનું શ્રવણ કરે છે, તેને અનુસરી વર્તવાનો આદરસહિત ભક્તિભાવ રાખે છે. સંસાર ઉપરથી વૈરાગ્ય થાય એવા શાસ્ત્રો લખાવે, છપાવે તથા શાસ્ત્રોનું પુષ્પાદિવડે પૂજન કરે, બીજાને વાંચવા આપે, શ્રી ગુરુના વચનો દ્વારા વિસ્તારપૂર્વક શાસ્ત્રના અર્થને સમજે, પછી તળુસાર સ્વાધ્યાય કરે, તે સંબંધી ચિંતન મનન કરે તથા વારંવાર તેની અનુપ્રેક્ષા કરે છે. એ બધા સમ્યક્દર્શન પ્રાપ્તિના યોગના બીજ અથવા કારણ છે, તેને તે ભાવપૂર્વક સેવે છે.
Page #603
--------------------------------------------------------------------------
________________
(૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨
૫૮૩
તથા પાંચ કવડીને અઢાર ફુલથી કુમારપાળે કરેલ ભગવાનની પૂજા, અથવા શાલિભદ્રના પૂર્વભવમાં આપેલ ખીરના દાનની કથા તથા ઘન્યમુનિના તપની કથા અથવા સુદર્શન શેઠના શીલની કથા વગેરે સાંભળીને તેને રોમાંચ થાય છે. અથવા ભીલે જ્ઞાનીની આજ્ઞાથી કાગડાનું માંસ ત્યાગવાથી શ્રેણિક રાજા બની સમ્યગ્દર્શન પામ્યો એવી કથા વગેરેના શ્રવણમાં અત્યંત ઉલ્લાસભાવ આવવાથી તેના હૃદયમાં પ્રતિદિન ઘર્મનેહ વધતો જાય છે. આવા ભાવો પ્રથમ દ્રષ્ટિવાળાને હોય છે. ૧૧ાા
તારાષ્ટિ પ્રેમ જગાવે, યોગ-કથામાં લીન કરે, નિયમ ઘરે નિજ દોષો દેખે, ગુણીજન-ગુણો ઉર ઘરે; આગ્રહ શાસ્ત્ર તણો ત, માને શિષ્ટ શિખામણ સજ્જનની,
ભવ-ભય જાગે, નિજ હઠ ત્યાગે, સવિનય છાપ સુવર્તનની. ૧૨ અર્થ - પહેલી દ્રષ્ટિમાં સપુરુષનો યોગ તથા બોઘ મળવાથી જીવને સત્ પ્રત્યે પ્રેમ જાગે છે અને સમજણની વૃદ્ધિ થઈ તે બીજી તારા દ્રષ્ટિમાં આવે છે.
બીજી તારાદ્રષ્ટિ :–અહીં બોઘનું બળ વૃદ્ધિ પામે છે અને પહેલી દ્રષ્ટિ કરતાં કંઈક વઘારે વાર ટકે છે. આ દ્રષ્ટિમાં આવેલ મુમુક્ષુને સમ્યગ્દર્શન પ્રાપ્તિની યોગ કથા તથા મહાપુરુષોએ કરેલા અજબ પુરુષાર્થની કથા સાંભળવી બહુ ગમે છે. તે જીવ ભવભીરુ હોવાથી અનુચિત આચરણ અથવા કોઈ પ્રકારે પાપમાં પ્રવૃત્તિ કરતો નથી. પણ સદ્ગુરુ જેમ કહે તેમ કરવા તે તત્પર હોય છે.
આ દ્રષ્ટિમાં વર્તતા જીવને નિયમ નામનું યોગનું અંગ પ્રગટે છે. તેથી શૌચ (પવિત્રતા, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરધ્યાન નામના સદ્વર્તનમાં વર્તવારૂપ મુખ્યપણે પાંચ નિયમોને તે ઘારણ કરે છે. આ દ્રષ્ટિવાળાને ઉદ્વેગ એટલે શુભક્રિયા કરવામાં અરુચિ નામનો દોષ દૂર થાય છે. અને સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય કે છ પદ વગેરે તત્ત્વ સમજવાની તીવ્ર ઇચ્છારૂપ જિજ્ઞાસા નામનો ગુણ પ્રગટે છે.
તારા દૃષ્ટિવાળો જીવ વીસ દોહામાં કહ્યું તેમ પોતાના દોષ જુએ છે. પોતામાં ગુણ હોવા છતાં તેમાં ઉણપ જુએ અને ગુણીજનોના ગુણોને દેખી વિનયપૂર્વક પોતાના હૃદયમાં તે ઘારણ કરે છે.
શાસ્ત્રો ઘણા છે, તેનો પાર નથી. તે સમજવા જેટલી બુદ્ધિ પણ મારામાં નથી. વળી આ કાળમાં આયુષ્ય ઓછા તેથી શાસ્ત્રો જાણવાનો આગ્રહ છોડી આતપુરુષ જ્ઞાની કહે તેને જ તે પ્રમાણભૂત માને છે. શિષ્ટ એટલે વિદ્વાન આત્માનુભવી જ્ઞાની પુરુષો જે શિખામણ આપે તેને જ શ્રદ્ધાપૂર્વક માન્ય કરી તે પ્રમાણે વર્તન કરે છે. આ દ્રષ્ટિવાળાને સંસારનો ભય લાગે છે કે રખેને સંસાર વધી ન જાય. સંસારના કહેવાતા સુખને પણ તે દુ:ખની ખાણ માને છે. અને સદા જાગૃત રહે છે.
સદ્ગુરુ મળ્યા પહેલા જે જે આગ્રહો ગ્રહ્યા હતા તેને ત્યાગે છે. સ્વચ્છેદે જે વાંચ્યું કે નિર્ણય કરી રાખ્યા હતા તેની હઠને છોડે છે અને સદ્ગુરુ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી પોતાનો સ્વચ્છેદ મૂકી તેમની આજ્ઞા પ્રમાણે સુવર્તન કરે છે. તેના સુવિનયની છાપ પોતાના આત્માને જ કલ્યાણકારક નીવડે છે. તેમજ બીજા ઉપર પણ છાપ પડે છે. |૧૨ાા
છાણાના અગ્નિ સમ છૂપો બોઘ ટકે છે તારામાં, બલાદ્રષ્ટિમાં કાષ્ઠઅગ્નિ સમ, બળવાળો વાગ્ધારામાં;
Page #604
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
વિચારણા જાગે છે એથી, શ્રવણ-ભાવ વળી વધતો રે, વ્યસની સમ સંકટ ના લેખે, દૃઢ આસન-જય કરતો ૨. ૧૩
અર્થ :— ગોમય એટલે ગાયના છાણનો અગ્નિ ગુપ્ત રીતે લાગ્યા કરે તેમ આ તારા નામની બીજી દૃષ્ટિમાં બોધનું બળ પહેલી દ્રષ્ટિ કરતાં કંઈક વધારે વાર ટકે છે; અને ભવ્યાત્મા પોતાનું આત્મકાર્ય ગુપચુપ કર્યા કરે છે.
૫૮૪
ત્રીજી બલાવૃષ્ટિ :– હવે ત્રીજી બલા નામની દૃષ્ટિમાં વાગ્ધારા એટલે સત્પુરુષની વાણીની ધારાનું બાળ કાષ્ટઅગ્નિ સમાન હોય છે. જેમ કાષ્ટ એટલે લાકડાનો અગ્નિ બળી રહે છતાં પાછળ અગ્નિ રહે તે કામ આવે છે. તેમ ઉપદેશનું નિમિત્ત ન હોય તો પણ પહેલા સાંભળેલું યાદ આવે છે. અને સત્ની માન્યતા એટલે શ્રદ્ઘા દૃઢ થતી જાય છે. સત્સંગમાં ન હોય, અન્ય કાર્ય કરતા હોય તો પણ મુમુક્ષુતા ટકી રહે છે. તથા સંસારના કાર્યો પ્રત્યે વૈરાગ્યભાવ જાગૃત રહે છે.
સત્પુરુષના બોઘથી ઉત્તમ નવીન સુવિચારણા જાગે છે. તેથી આ દૃષ્ટિવાળાને સુશ્રુષા નામનો ગુન્ન પ્રગટે છે. તેથી સત્પુરુષનો બોધ સાંભળવાની વારંવાર પ્રબળ ઇચ્છા રહ્યા કરે છે કે ફરી મને ક્યારે બોઘ સાંભળવાનો યોગ મળશે. અને પુરુષાર્થ કરીને પણ તેવું નિમિત્ત શોધીને મેળવે છે. તે બોધ સાંભળવાની ઇચ્છા કેવી પ્રબળ હોય છે તેનું અત્રે દૃષ્ટાંત આપે છે.
જેમ કોઈ નીરોગી યુવાન પોતાની સ્ત્રી સાથે બધી સુખ સામગ્રી સહિત બેઠો હોય અને કોઈ દેવતાઈ સંગીત સંભળાય તો તે સર્વે મૂકીને તે સાંભળવા જાય. તેને તે વિશેષ પ્રિય લાગે છે. તેમ આ દૃષ્ટિવાળાને ભલે રાજકુમાર જેવું સુખ હોય તો પણ ચેન ન પડે અને તત્ત્વ સાંભળવાની પ્રબળ ઇચ્છા હોવાથી ત્યાં જાય અને શ્રીગુરુનો સારી રીતે વિનય કરે એવો તે સુવિનીત બની જાય છે.
વળી શ્રવણ-ભાવ એટલે સાંભળવાની ઇચ્છા દિનોદિન વધતી જાય છે. તે કેવી રીતે? તો કે આ દૃષ્ટિવાળાને બોથ સાંભળવાની પ્રબળ ઇચ્છા હોવાથી, બોધનો પ્રવાહ કૂવામાંથી આવતી પાણીની સેર જેવું કામ કરે છે. કુવાની શેરમાંથી જેમ નવું નવું પાણી આવ્યા કરે તેમ બોધ શ્રવણની ઇચ્છાથી તેને નવી નવી વિચારઘારાઓ આવ્યા કરે છે. બૌઘ સાંભળવાની ઇચ્છા વગરનું શાસ્ત્ર શ્રવણ તે થલ ગ્રૂપ એટલે પાણી વિનાના ખાલી ખાડા જેવું નકામું છે; અર્થાત્ શુશ્રુષા ગુણ એટલે સાંભળવાની ઇચ્છા વગરનું શાસ્ત્ર શ્રવણ તે નવીન વિચારણા ઉત્પન્ન કરી શકે નહીં. તેથી તે નકામું છે. જ્યારે શુશ્રુષા ગુણ એવો છે કે સાંભળવાની ઇચ્છા હોવા છતાં સાંભળવાનું ન મળે તો પણ તેને લાભનું કારણ થાય છે. સત્પુરુષના વચન પ્રત્યે બહુમાન રુચિ અને તે વચનોનું મનમાં પ્રામાણિકપણું રહેવાથી તેના સહેજે કર્મના આવરણ ઘટે છે, બોધપ્રાપ્તિના અંતરાય ટળે છે અને વિના સાંભળ્યે પણ તેની કાર્યસિદ્ધિ થાય છે.
તે પર એક દૃષ્ટાંત જણાવે છે. જેમ કોઈ માણસ રાજાની પાસે આવી ફરિયાદ કરી જાય, ત્યારે રાજા સુતા હોય, ઉંઘતા હોય તેથી કંઈ સાંભળે નહીં, પણ પેલો માન્નસ રાજાને ફરિયાદ કરી આવ્યો એમ જાણી તેનું મહત્ત્વ વધી જાય અને પ્રતિપક્ષી પણ ડરી જઈ ઘરમેળે જ ઝઘડો પતાવી દે. તેમ માત્ર બોઘ સાંભળવાની ખરી ભાવનાથી પણ જીવની કાર્યસિદ્ધિ થાય છે.
બોઘ સાંભળવાની તીવ્ર ઇચ્છા હોય અને સાંભળવાનું મળે તો તેનું મન બહુ રીઝે અને તન ઉલ્લસે એવો ઉમંગ આવે છે. તે એકતાન સ્થિર થઈને બોઘ સાંભળે અથવા વાંચે તેથી થોડામાં તે બહુ સમજે છે.
Page #605
--------------------------------------------------------------------------
________________
(૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨
૫૮૫
જેમ પ.પૂ.પ્રભુશ્રીજીને છ મહીને પરમકૃપાળુદેવનો પત્ર મળે તો તેમનું મન રાજી રાજી થઈ જાય કે જાણે આજે તો નિથાન મળી ગયા. આવી તત્ત્વ સાંભળવાની ઇચ્છા વિના આત્માના ગુણની ગમે તેવી ઉત્તમ કથા પણ બહેરા આગળ કરેલા ગાનની જેમ નિષ્ફળ જાય છે.
વ્યસની માણસ જેમ આવેલા સંકટને ગણકારતો નથી; તેમ આ દૃષ્ટિવાળાને ઘર્મ આરાઘનમાં ઘણું કરી કોઈ વિધ્ન નડતું નથી. અને કદાચ નડે તો તેને તે ગણકારતો નથી. વળી અનાચાર એટલે પાપમય પ્રવૃત્તિને સર્વથા ત્યાગી સદાચારમાં પ્રવર્તવાથી તેનો પુણ્ય પ્રભાવ પણ વધ્યો હોય છે, તેથી કાઈ તેનો અપયશ બોલે તો લોકો જ તેનો વિરોધ કરે કે એ એવો હોય નહીં. એમ આ દૃષ્ટિવંતના મહાભાગ્યનો ઉદય પ્રગટ જણાય છે.
જ
આ સૃષ્ટિવાળો આસનનો દૃઢ જય કરે છે. આ સૃષ્ટિમાં અસત્ તૃષ્ણા સહેજે ઘટે છે. તેથી મન અને શરીરની ચપળતા દૂર થાય છે. મન બોઘમાં તન્મય થવાથી તેની અસર શરીર ઉપર પણ થાય છે. શરીર પ્રત્યે તેની વૃત્તિ ન જવાથી જે સ્થિતિમાં શરીર હોય તે સ્થિતિમાં તે સ્થિર રહે છે. એમ તન મનની સ્થિરતા થવી તે આસન નામનું અષ્ટાંગ યોગનું એક અંગ છે, જે આ દૃષ્ટિવાળાને પ્રાપ્ત થાય છે. આસનની સ્થિરતા થવાથી ક્ષેપ એટલે ઘાર્મિક ક્રિયામાં ત્વરા અર્થાત્ ઉતાવળ કરવાનો દોષ આ દૃષ્ટિવાળાને દૂર થાય છે. તેથી ભક્તિ, સ્વાધ્યાય આદિ કાર્યમાં ઘીરજથી સ્થિરતાપૂર્વક તે પ્રવર્તન કરી શકે છે. હવે આગળ વધી તે ચોથી દૃષ્ટિમાં આવે છે. ।।૧૩।।
:
દીપ-પ્રભાસમ દીસાવૃષ્ટિ, ભવ-ઉદ્દેગ બહુ ધારે, પ્રાણાયામ લહે જૈવ ભાવે રેચક તે પાપ નિવારે; સદ્વિચારરૂપ પૂરક જાણો, કુંભક તે બોથ ટકાવે, સદ્ગુરુ સેવે, વ્રત ના વોર્ડ પ્રાણ જતાંય નિભાવે. ૧૪
અર્થ :— ચોથી દીપ્તાસૃષ્ટિ :–આ ચોથી દૃષ્ટિ લગભગ સમકિત પાસેની છે. આ દૃષ્ટિનું નામ દીસા છે. એમાં બોધનું બળ દિવાના પ્રકાશ જેવું છે. દીવો જેમ સ્વપર પ્રકાશક છે, તેમ આ દૃષ્ટિવાળો જીવ પોતે બોધને સમજે અને બીજાને પણ સમજાવી શકે એવાં બોધના બળવાળો હોય છે. છતાં દીવાનાં પ્રકાશમાં દોરી જોઈ જેમ સાપની ભ્રાંતિ થાય; તેમ આ દૃષ્ટિમાં બોઘની સમજ છે પણ અંતરનું મિથ્યાત્વ હજુ ખસ્યું નથી અર્થાત્ પુદ્ગલમાં સુખ છે એવી ભ્રાંતિ તેને હજુ સર્વથા દૂર થઈ નથી. તો પણ આ દૃષ્ટિવાળાને શ્રવણ નામનો ગુણ પ્રગટ થયો છે. તેથી જ્ઞાનીપુરુષ દ્વારા સમજાવેલ બોધરૂપ મધુર પાણીનું સિંચન થતાં, તેમાંથી શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા આદિ સમકિતના બીજ એટલે લક્ષણો પ્રગટે છે. તેથી ભવ-ઉદ્વેગ એટલે સંસાર પ્રત્યે તે બહુ વૈરાગ્યભાવને ઘારણ કરનારો હોય છે. તથા અતત્ત્વશ્રવણ કે કુસંગતિ આદિને તે ખારા પાણીની જેમ દૂરથી જ તજે છે.
આ દૃષ્ટિવાળો જીવ શ્રીગુરુની ભક્તિ અદ્રોહપણે કરે છે. માત્ર સમકિત અર્થે વિનય સહિત શ્રી ગુરુની આજ્ઞા આરાઘવી તે અદ્રોહ ભક્તિ છે. હું જાણી ગયો એમ માની અહંકાર કરી શ્રી ગુરુ પ્રત્યે કષાયભાવ રાખે તો તે દ્રોહ કર્યો ગણાય છે. આ દૃષ્ટિવાળો શ્રી ગુરુની સાચી ભક્તિથી તીર્થંકર ગોત્ર સુધીનું પુણ્ય પણ બાંધી લે છે.
ડીસા દૃષ્ટિમાં આવવાથી ઉત્થાન નામનો દોષ દૂર થાય છે. તેથી મન બીજે જતું નથી. ઉત્થાન
Page #606
--------------------------------------------------------------------------
________________
૫૮૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
એટલે ચિત્તની ચંચળતા, અસ્થિરતારૂપ દોષ જવાથી ચિત્તની એકાગ્રતા વધતી જાય છે. તેના ફળસ્વરૂપ આ દ્રષ્ટિમાં આવેલ જીવને ભાવ પ્રાણાયામની પ્રાપ્તિ હોય છે. દ્રવ્ય પ્રાણાયામમાં શ્વાસ બહાર કાઢવો તે રેચક, શ્વાસ અંદર લેવો તે પૂરક, અને શ્વાસની સ્થિરતા કરવી તે કુંભક કહેવાય છે. જ્યારે ભાવ પ્રાણાયામમાં પાપોની પ્રવૃત્તિ અને સંકલ્પ-વિકલ્પોરૂપ બાહ્યભાવ છૂટી જાય તે રેચક તથા સગુણોને ગ્રહણ કરવાનો વિચારરૂપ ભાવ ઊપજે તે પૂરક અને શુભ અશુભ વિકલ્પો બંઘ પડી બોઘબળે ભાવોની સ્થિરતા થાય તેને કુંભક જાણો. એ રીતે વૃત્તિને રોકે છતાં આ ચોથી દ્રષ્ટિવાળાને આત્માનો અનુભવ ન હોવાથી ભાવ પ્રાણાયામ પણ દ્રવ્યરૂપ છે. દ્રવ્યપ્રાણ એટલે શ્વાસોચ્છવાસ અને મનને સંબંધ છે. જેમ જેમ શ્વાસોચ્છવાસ મંદ થાય તેમ તેમ મન શાંત થાય છે. એ દ્રવ્ય અને ભાવ પ્રાણાયામ આ ચોથીવૃષ્ટિનું અંગ ગણાય છે.
આ દ્રષ્ટિમાં આવેલ જીવ સાચા અંતરના ભાવે શ્રી ગુરુની ભક્તિ કરે છે. લીઘેલ વ્રતને તોડતો નથી. તે પોતાના પ્રાણ જતાં કરે પણ સદ્ગુરુ આજ્ઞાએ જે ઘર્મનું આરાઘન કરતો હોય તે છોડે નહીં. આજ્ઞાને જ ઘર્મ માની પ્રાણ કરતા પણ તેને અધિક સમજે. ઘર્મ એ આત્માનો ભાવ પ્રાણ છે. જેમકે શ્રી ગુરુ પાસે ભીલે કાગડાનું માંસ ન ખાવાનું વ્રત લીધું. તે માટે પ્રાણ જતાં કર્યા પણ વ્રત ન ભાંગ્યું; તો તે શ્રેણિક મહારાજા થઈ ભગવાન મહાવીરની ભક્તિથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. દેહ તો ફરી મળે પણ જ્ઞાનીની આજ્ઞા મળવી બહુ દુર્લભ છે, એમ જાણી ગમે તેવા લાલચને વશ થઈ તે ઘર્મને તજે નહીં. એવું આ દૃષ્ટિનું રહસ્ય છે. એટલી તૈયારી જે જીવમાં હોય તે સમકિતને પામે છે. આ દૃષ્ટિવાળાની આવી યોગ્યતા હોય છે. ૧૪
સૂક્ષ્મ બોઘનો અભિલાષી તે, “મેં જાણ્યુંએમ ન માને, સત્સંગતિ સન્શાસ્ત્રો સેવે, નહિ તણાય કુતર્કતાને; કદાગ્રહોના ઝઘડા તાઁ તે સત્ય શોઘ ભણી વળતા રે,
શબ્દાડંબર કે કીર્તિના કાદવમાં નહિ કળતા રે. ૧૫ અર્થ :- આ ચોથી દ્રષ્ટિમાં આવેલો જીવ સૂક્ષ્મબોધનો અભિલાષી હોય છે. સૂક્ષ્મબોઘ તે સંસારથી તારનાર અને કર્મને ભેદનાર છે. સૂક્ષ્મબોઘ એટલે ચેતન અથવા જડ પદાર્થોનું અનંત ઘર્માત્મક સ્વરૂપ જેમ છે તેમ અંતરમાં સમજાવું છે. તે સમજવાની ઇચ્છા હોવાથી “મેં જાણ્યું' એમ તે માનતો નથી. આ દ્રષ્ટિવાળાને સમ્યકજ્ઞાન એટલે આત્માનો અનુભવ અર્થાત્ વેદન નથી. પહેલી આ ચાર દ્રષ્ટિમાં આત્માનુભવરૂપ સ્વસંવેદન નથી. તેથી તે અવેદ્ય સંવેદ્ય પદ કહેવાય છે. જાણવા યોગ્ય એવા બંઘ કે મોક્ષના કારણોનું જ્ઞાન નહીં તે અવેદ્ય પદ અને જાણવા યોગ્ય આત્માદિ પદાર્થનું સંવેદન એટલે સમ્યફ રીતે વેદન નહીં તે અસંવેદ્ય પદ છે. આત્માનું સાક્ષાત્ વેદન અથવા અનુભવ તે પાંચમી દ્રષ્ટિમાં આવેલ જીવને હોય છે. ત્યાં ગ્રંથિભેદ અથવા સમકિત થવાથી તેને વેદ્ય સંવેદ્ય પદ પ્રાપ્ત હોય છે. તેથી પાપની પ્રવૃત્તિ તે માત્ર કર્મના ઉદયમાં પરવશપણે ન છૂટકે કરે છે. તે સંસારના કાર્યોમાં મન વગર વૈરાગ્ય સહિત પ્રવર્તવાથી તેની પ્રવૃત્તિ નવીન કર્મબંધનું કારણ થતી નથી; પણ પૂર્વકર્મની બળવાન નિર્જરા થાય છે. તેની તે છેલ્લી પાપ પ્રવૃત્તિ કહેવાય છે.
જ્યારે ભવાભિનંદી એટલે સંસારમાં જ આનંદ માનનારા જીવનું અવેદ્ય પદ એટલે અનાદિનું
Page #607
--------------------------------------------------------------------------
________________
(૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨
૫૮૭
મિથ્યાત્વ પદ ભેદવું તે અત્યંત કઠોર હોય છે. તેને ભેદવાના ઉપાય પુરુષોનો સમાગમ અને આગમ છે. તેથી આ ચોથી દીપ્તા દ્રષ્ટિવાળો જીવ પુરુષની સત્સંગતિ અને તેમની આજ્ઞાનુસાર સલ્ફાસ્ત્રોનું સેવન કરીને બળવાન પુરુષાર્થ આદરી, આ દ્રષ્ટિના અંતમાં તે મિથ્યાત્વને હણી પાંચમી દ્રષ્ટિમાં આવી, આત્માના વેદ્ય સંવેદ્યપદને પ્રાપ્ત કરી લે છે. તે મિથ્યાત્વપદને જીતવાથી પછી ખોટા કુતર્કના તાનમાં તે તણાતો નથી. શાસ્ત્રો વાંચી કુતર્ક કરવા એ ઘણું ભયંકર છે. જે ખરો તત્ત્વનો શોધક હોય તે શ્રી ગુરુના ઉપદેશથી તત્ત્વ જાણી તે પ્રમાણે વર્તે; પણ જે સ્વચ્છંદી હોય તે નરક નિગોદના દુઃખને પામે છે.
કુતર્કો કરતાં, પોતાનો તર્ક જ સાચો માને અને તેનો કદાગ્રહ થઈ જાય. પછી પોતાને સર્વજ્ઞ જેવો માને અને કલ્પિત મતની સ્થાપના કરે. એવા નિલંવ મહાવીર સ્વામીના વખતમાં પણ ઘણા થયા છે. પણ આ દ્રષ્ટિવાળો જીવ કદાગ્રહોના ઝઘડા તજી સત્ય શોઘ ભણી વળે છે; અર્થાત્ શ્રુતજ્ઞાન ભણવાનો, શીલ પાળવાનો, પરોપકાર કરવાનો કે સ્વરૂપમાં સ્થિર થવારૂપ સમાધિનો આગ્રહ રાખે છે. જેથી ખરી જ્ઞાનદશાને તે પામે છે. જ્યારે પોતાની બુદ્ધિએ સ્વચ્છેદે, દેખાદેખી ઇન્દ્રિયસુખ પ્રાપ્તિના લક્ષે જે ક્રિયા કરે તે ચારગતિરૂપ સંસારને પામે; પણ આગમમાં કહેલા આશયને સમજી જ્ઞાનીની આજ્ઞાના લક્ષપૂર્વક જે જ્ઞાન ક્રિયા કરે તેનું ફળ પરંપરાએ મોક્ષ આવે છે. જે કોઈ પણ પ્રકારના પૌગલિક સુખની ઇચ્છા વિના માત્ર જન્મમરણથી મુક્ત થવાની ઇચ્છાએ શુદ્ધભાવે અસંમોહ એટલે મોહરહિત ક્રિયા કરે તે ઇષ્ટ એવા મોક્ષફળને શીધ્ર પામનાર થાય છે.
સર્વશને અનુસરનારા મહાત્માઓ પરમાર્થને સમજાવા માટે એક બીજાથી દેખાવમાં વિપરીત શબ્દોનો પ્રયોગ કરે તેમાં વિવેકીજનોને વાદવિવાદ હોતો નથી. જેમકે આત્મજ્ઞાની મહાત્માઓ કોઈને પરભવની શ્રદ્ધા દ્રઢ કરાવવા નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા દ્રવ્યથી નિત્ય છે એમ કહે અને કોઈને વૈરાગ્ય પમાડવા પર્યાયનયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે એમ કહે, પણ તેમનો આશય મૂળ વસ્તુના ગુણઘમોંને જ જણાવવાનો હોવાથી, તે મૂળ વસ્તુમાં કોઈ ફેરફાર થતો નથી. એમ જિનેશ્વર ભગવાનના સ્યાદ્વાદથી જોતાં કોઈ મતમાં વિરોઘ આવતો નથી. માટે મહાત્માઓ સ્યાદ્વાદ તત્ત્વનું અવલંબન લઈ કોઈ પ્રકારના ઝઘડામાં પડતા નથી. તથા કોઈ પ્રકારનો અભિનિવેશ એટલે આગ્રહ કરી કીર્તિ એટલે માનાદિ મેળવવારૂપ કાદવમાં તે કળાતા નથી. પણ સર્વ જીવો પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના ભાવી પ્રથમની ચાર દ્રષ્ટિના ગુણો પ્રગટ કરી પાંચમી સ્થિરા દ્રષ્ટિને તે પામે છે. તે સ્થિરાદ્રષ્ટિ અમૃતના મેહ વરસવા જેવી તેને જણાય છે. ૧૫ા.
સ્થિરાદ્રષ્ટિમાં સૂક્ષ્મ બોઘ છે, રત્ન-તેજ સમ સમજણમાં; રાચે મન ના વિષય-વિકારે, હતી ભ્રાન્તિ અણસમજણમાં; ઉદયબળે વર્તે કર્દી પાપે, અરતિ-પશ્ચાત્તાપે રે
સદા નિર્જરા નિશદિન તોયે, મોક્ષમાર્ગ તે માપે રે. ૧૬ અર્થ - પાંચમી સ્થિરાદ્રષ્ટિ –આ પાંચમી સ્થિરાદ્રષ્ટિમાં ગ્રંથિભેદ થવાથી વેદ્યસંવેદ્ય પદ એટલે જાણવા યોગ્ય પદાર્થનું જ્ઞાન થઈ સાક્ષાત્ આત્માનો અનુભવ થાય છે. તેથી વિપરીતતા એટલે ભ્રાંતિ નામનો દોષ દૂર થાય છે અને સૂક્ષ્મબોઘ નામનો ગુણ પ્રગટે છે. ચેતન, જડ પદાર્થના સૂક્ષ્મ સ્વરૂપનું જ્ઞાન થવું તે સૂક્ષ્મ બોઘ છે, તે જ સમ્યકજ્ઞાન છે. શ્રુતજ્ઞાનથી પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણે છે. પ્રથમ
Page #608
--------------------------------------------------------------------------
________________
૫૮૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
રાગદ્વેષના કારણોને, અજ્ઞાનને લીધે સારા માનતો હતો; તે હવે ટળી જઈ આ દ્રષ્ટિમાં વખાણવા લાયક એવું પ્રત્યાહાર નામનું યોગનું અંગ પ્રગટ થાય છે. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને વિષયોથી પાછી વાળવારૂપ ગુણ. આ દ્રષ્ટિવાળાને વિષયોમાં આસક્તિનો નાશ થતો હોવાથી માત્ર ચિત્રામણ જેવું તેનું ઉદયાથીનપ્રવર્તન રહે છે. ભ્રાંતિથી ઇન્દ્રિયના વિષયોમાં સુખ માન્યું હતું ત્યાં સુધી પશુ સમાન હતો. તે ટળીને શુદ્ધ સમકિતના કારણે તે દેવ જેવો થયો. હવે જગતના જીવોની સર્વ ભૌતિક સુખ સામગ્રી આત્માના અનંત સુખ ઐશ્વર્ય આગળ તેને તુચ્છ લાગે છે. અને આત્મામાં જ સર્વ રિદ્ધિસિદ્ધિ તેમજ અષ્ટ મહાસિદ્ધિ વગેરે સર્વસ્વ છે એમ ભાસવાથી સંસારી જીવોની બધી ચેષ્ટાઓ બાળકના ધૂળમાં ઘર બનાવવા જેવી અસુંદર અને અસ્થિર લાગે છે.
આ દ્રષ્ટિવાળાને બોઘની અસર રત્નપ્રભા સમાન હોય છે. દીપકના પ્રકાશને પવન અસર કરે પણ રત્નનો પ્રકાશ કદી નાશ પામે નહીં; તે નિરંતર રહે છે. રત્ન ઉપર ધૂળ હોય તો ઝાંખુ દેખાય તેમ ચારિત્રમોહના કારણે આ દ્રષ્ટિમાં આવેલો જીવ વધારેમાં વધારે ત્રણ ચાર ભવ કરે અથવા તે જ ભવે મોક્ષને પામે છે.
આ દ્રષ્ટિવાળાનું મન હવે વિષય વિકારમાં રાચતું નથી. પહેલા અણસમજણ એટલે અજ્ઞાનને કારણે સંસારમાં સુખની ભ્રાંતિ હતી તે હવે ટળી જઈ એક આત્મા જ સારભૂત લાગે છે. ઇન્દ્રિયોથી સંભળાય, દેખાય, ચખાય છતાં તેમાં ભાવમનરૂપ આત્માનો ઉપયોગ તન્મય થતો નથી, તેમાં આસક્તિ પામતો નથી. આત્માનો જ્ઞાનદર્શન ઉપયોગ જે પહેલા બહાર જતો હતો તે હવે રોકાઈ જઈ આત્માની
જ્યોતિ પ્રગટ થવાથી ત્યાં જ રહે છે. ઉપયોગ એ જ સાધના છે. રાગદ્વેષ એ આત્માનો સ્વભાવ નથી, તેથી ક્ષાયિક સમ્યદ્રષ્ટિનો લક્ષ નિરંતર તેના આત્મામાં રહે છે. ચારિત્રમોહના કારણે તેને પણ સંસારમાં પ્રવર્તન કરવું પડે તો પણ તેમાં મહાભ્યબુદ્ધિ ન હોવાથી તે બધું તુચ્છ જણાય છે.
- ઉદયના ઘક્કાના કારણે પરમકૃપાળુદેવ જેવાને ઘરમાં રહ્યા છતાં પણ ભરત ચક્રવર્તીની જેમ છૂટું છૂટુંના ભણકારા થયા કરતા હતા. જ્ઞાની પુરુષોની ઉદયબળે સાંસારિક પ્રવૃત્તિ તે અણગમા સહિત તેમજ પૂર્વપશ્ચાતુ પશ્ચાત્તાપવાળી હોવાથી તેમને સદા કમોંની નિર્જરા છે. તેઓ સદા સમતાભાવે આત્મામાં રમણતા કરતા હોવાથી પ્રતિ સમયે અનંતગુણ વિશિષ્ટ દશા વઘારતાં મોક્ષમાર્ગ તરફ જ ગમન કરતા રહે છે. ||૧૬ના
ચારે ગતિથી ઊંચા આવે, સમ્યજ્ઞાન-વિરાગે રે, સમ્યવૃષ્ટિ બહુ બળવંતા, વર્તે અંતર્ત્યાગે રે; ઘર્મ-જનિત ફળ સુખ-સામગ્રી, ચંદનના અગ્નિ જેવી,
પુણ્યવંત સમ્યવ્રુષ્ટિને લાગે છે બાળે તેવી. ૧૭ અર્થ :- સમ્યકજ્ઞાન અને વૈરાગ્યના બળે સમ્યકુદ્રષ્ટિ મહાત્માઓ હવે ચારે ગતિથી ઊંચા આવી પંચમગતિરૂપ મોક્ષ તરફ પ્રયાણ કરે છે. સમ્યગૃષ્ટિ મહાન આત્માઓ અંતરમાં સમતારસમાં તરબોળ રહેવાથી તેમજ અનાદિની વિષયકષાયની પ્રવૃત્તિથી ભાવે અતિદૂર હોવાથી તેઓ મહા બળવાન છે. તેઓને મન, ઘર્મનાં આરાઘનથી પ્રાપ્ત થયેલ પુણ્યના ફળરૂપે પાંચ ઇન્દ્રિયના વિષયભોગ-સાંસારિક સુખો પણ અનિષ્ટ લાગે છે, અર્થાત આત્મશાંતિને બાળનાર લાગે છે. જેમ ચંદનવૃક્ષના ડાળા ઘસવાથી ઉત્પન્ન
Page #609
--------------------------------------------------------------------------
________________
(૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨
૫૮૯
થયેલ અગ્નિ પણ બાળે છે તેમ આ દ્રષ્ટિમાં આવેલ પુણ્યવંત જીવ જંબુમારની જેમ ઉત્કૃષ્ટ પુણ્યફળને પણ ઇષ્ટ માનતો નથી. તે સંસારના સુખ કે દુઃખ બન્નેને સમાનપણે અસાર માને છે. I૧ળા
મળ-મૂત્રે રમતાં, માટી ખાતાં બાળક સમ સૌ અજ્ઞાની, ગંદી ચેષ્ટામાં રુચિ રાખે, લે લૌકિક વાતો માની; સમજા મોટા માણસ તજતા તેવી ટેવો, તે રીતે
સમ્યજ્ઞાની તુચ્છ ગણી તે તજવા ચાહે સૌ પ્રીતે. ૧૮ અર્થ - બાળક જેમ મળમૂત્રમાં રમે, માટી ખાય તેમ સર્વ સંસારી અજ્ઞાની જીવો, આ સંસારમાં સુખ છે એમ લોકોની વાતો માનીને પાંચ ઇન્દ્રિયોરૂપ મળમૂત્રમાં રમી ગંદી ચેષ્ટાઓ કરવામાં રુચિ રાખે છે. પણ સમજુ મોટા માણસો તેવી મળમૂત્રમાં રમવાની ગંદી ટેવોને તજી દે છે. તેમ સમ્યજ્ઞાની મહાન આત્માઓ તે સર્વ ભોગોને તુચ્છ ગણી પ્રેમપૂર્વક તજવા ઇચ્છે છે. કેમકે આ દ્રષ્ટિમાં આવેલ જીવને સિદ્ધના આઠગુણમાંનો એક ક્ષાયિક સમકિત ગુણ પ્રગટ થયો હોય છે. સિદ્ધનું અવિનાશી સ્વરૂપ અંશે તેને પ્રાપ્ત થયું છે તેથી પુગલની રચનાને તે બાજીગરના ખેલ જેવી જાણી માત્ર તેનો દ્રષ્ટા રહે છે. જેને આત્માનું અનંત સુખ અનુભવાયું છે તે આ તુચ્છ નાશવંત એવા જગતના ઇન્દ્રિયસુખોની આશા કેમ રાખે? અર્થાતુ ન જ રાખે. ૧૮.
સમ્યગ્દષ્ટિ સાચો યોગી કાંતાદ્રષ્ટિ આરાશે, તારક-તેજ સમાન બોઘ છે, તત્ત્વવિચારણા સાથે; સતી પતિમાં જેમ ઘરે મન, સત્કૃતમાં પ્રેમે રમતું.
ઘરે ઘારણા દ્રઢ ગુરુ-યોગે, ભોગે મનને ના ગમતું. ૧૯ અર્થ :- પાંચમી સ્થિરા દ્રષ્ટિમાં જે મહાત્માઓ સમ્યગ્દર્શન પામ્યા તે ખરેખર સાચા યોગી પુરુષો છે. તેમનો ઉપયોગ અચપલ હોય. આસન, પ્રાણાયામ અને પૂણ્યના પ્રભાવથી શરીર નીરોગી હોય, હૃદયમાં નિષ્ફરપણું હોય નહીં; વડીનીતિ, લઘુનીતિ અલ્પ હોય; અર્થાત્ મળમૂત્રની હાજત અલ્પ આહારથી વારંવાર હોય નહીં, શરીરમાં સુગંધ રહે, મુખની કાંતિ અને પ્રસન્નતા હોય તેમજ સ્વાદ જીતવાથી સ્વર પણ મીઠો હોય. તેઓ ધૈર્યવાન અને પ્રભાવશાળી હોય. તેમનું ચિત્ત હમેશાં મૈત્રી આદિ ચાર ભાવનાઓથી યુક્ત હોય. ઇષ્ટ પદાર્થનો સહેજે તેમને લાભ થાય તથા માન-અપમાન સુખદુઃખ આદિ કંકોથી જેઓ પરાજય પામતા નથી. સર્વને ઉપકારક હોવાથી લોકોને સદા પ્રિય હોય છે. તથા આત્મજ્ઞાન હોવાથી જેઓ પરમ તૃતિને અનુભવે છે.
છઠ્ઠી કાંતાદ્રષ્ટિ-હવે તેઓ સાચા યોગી પુરુષો છઠ્ઠી કાંતા નામની દ્રષ્ટિને આરાઘે છે. આ દ્રષ્ટિમાં બોઘનું બળ તારાઓથી છવાયેલ નિર્મળ આકાશની કાંતિ એટલે પ્રભા સમાન હોય છે. આ વૃષ્ટિવાળાને તત્વમીંમાસા એટલે તત્ત્વોની વિચારણા નામનો ગુણ પ્રગટે છે. તેથી તે સંસારના કાર્યોથી નિવૃત્તિ મેળવી એકાંત સ્થાનમાં આત્મા વિષેની વિચારણા કરે છે. આત્માને સર્વકાળ માટે જન્મમરણથી છોડાવવા કંઈ ભૂલ રહી ગઈ છે તેને સર્વથા ટાળવા પરમાર્થ પ્રત્યે તેમને ઘણો પ્રેમ પ્રગટે છે. તેથી તેનો નિરંતર લક્ષ રહેવારૂપ આ દ્રષ્ટિનું ઘારણા નામનું યોગનું અંગ તેમને પ્રાપ્ત થાય છે, અને અન્યમુદ્ નામનો દોષ દૂર થાય
Page #610
--------------------------------------------------------------------------
________________
૫૯ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
છે. અન્યમુદ્ એટલે બીજી અન્ય અપ્રયોજનભૂત વસ્તુથી રાજી થવારૂપ જે દોષ હતો તે હવે એક આત્મસ્વરૂપમાં જ રમણતા કરવાનો ભાવ જાગવાથી તે દોષ દૂર થાય છે. હવે એક વીતરાગ શ્રતમાં જ અનન્ય પ્રેમ હોવાથી જેમાં આત્માર્થ ન હોય એવા બીજા શાસ્ત્રો તેને છાશ બાકળા જેવાં લાગે છે.
જેમ બીજાં કામમાં ગુંથાવા છતાં પતિવ્રતા સ્ત્રીનું મન પોતાના પ્રિય પતિમાં સ્થિર રહે છે, તેમ સમ્યકજ્ઞાન પ્રત્યે જેના મનમાં અત્યંત પ્રેમ વર્તે છે એવા સમ્યદ્રષ્ટિ મુમુક્ષુનુ મન સદા જ્ઞાની પુરુષોના વચનોમાં તલ્લીન રહે છે. જેમ ઉત્તરસંડામાં પરમકૃપાળુદેવ આખી રાત પરમકૃતનું અદ્ભુત રટણ કરતા. તેમાં તલ્લીનતા એવી રહેતી કે ડાંસ મચ્છર ઘણા કરડે તો પણ શરીરનું કંઈ ભાન કે લક્ષ તેમને રહેતું નહીં. એમ સતબોઘનું માહાભ્ય ખરેખર લાગે ત્યારે દેહાદિ અન્ય સર્વને તે ભૂલી જાય છે. તે સ્વાધ્યાય અને ધ્યાનમાં રહે છે. શ્રુત તે સ્વાધ્યાય છે અને આત્માનો અનુભવ કરવો તે ધ્યાન છે.
આ દ્રષ્ટિવાળાને શ્રી ગુરુના યોગે નિરંતર સ્વરૂપમાં રમણતા કરવાની દ્રઢ ઘારણા હોવાથી તેનું મન ભોગોમાં રાચતું નથી. ૧૯
પ્રભાષ્ટિમાં રવિ-તાપ સમ બોઘ સુનિર્મલ ધ્યાને રે, પરવશતા ફૅપ દુઃખ ટળે ત્યાં સ્વાથીન સુખ તે માણે રે; ક્રિયા અસંગ કરે ત્યાં યોગી, કષાય શાંત થવાથી રે,
જાગે જ્ઞાનદશા ત્યાં જાદી, પ્રમાદ-દોષ જવાથી રે. ૨૦ અર્થ - સાતમી પ્રભાવૃષ્ટિ – આ દ્રષ્ટિમાં રવિ-તાપ એટલે સૂર્યના પ્રકાશ જેવું બોઘનું બળ હોય છે. તે જ્ઞાનની અત્યંત નિર્મળતા સૂચવે છે. આ દ્રષ્ટિમાં શ્રુતકેવળી જેવું જ્ઞાન હોઈ શકે છે. પ.પૂ.પ્રભુશ્રીજી પરમકૃપાળુદેવને શ્રુતકેવળી પણ કહેતા.
આ દ્રષ્ટિમાં યોગનું ધ્યાન નામનું અંગ પ્રગટે છે તેથી આ દ્રષ્ટિવાળાને ધ્યાનમાં અત્યંત પ્રીતિ હોય છે. પાંચમી સ્થિરા દ્રષ્ટિમાં સમ્યક્દર્શનની નિર્મળતા દર્શાવી ત્યાં ચોથું ગુણસ્થાન ઘટે છે. તથા છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં શ્રુતજ્ઞાન એટલે સ્વાધ્યાયની મુખ્યતા દર્શાવી. ત્યાં પાંચમું, છછું ગુણસ્થાન ઘટે છે. અને આ સાતમી પ્રભાદ્રષ્ટિમાં ચારિત્રની અત્યંત નિર્મળતારૂપ ધ્યાનની મુખ્યતા છે તેથી સાતમું ગુણસ્થાન ઘટે છે. આ દ્રષ્ટિમાં તત્ત્વની પ્રતિપતિ નામનો ગુણ પ્રગટે છે. પ્રતિપતિ એટલે શુદ્ધાત્મસ્વરૂપ જેમ છે તેમ વિશેષ સ્પષ્ટ જણાય છે. તથા રોગ નામનો દોષ આ દ્રષ્ટિમાં દૂર થાય છે. રાગદ્વેષરૂપ ચારિત્રમોહ એ જ ખરો રોગ છે. એ જીવને મુંઝવે છે. એ ચારિત્રમોહ મંદ થાય તેમ તેમ સ્થિરતા રહે છે અને ધ્યાનનું સુખ અનુભવી શકાય છે.
આ દ્રષ્ટિમાં કલ્પિત સુખ માટે ઇન્દ્રિયોની પરવશતા કરવારૂપ દુઃખ નાશ પામે છે. અને આત્મામાંથી ઉત્પન્ન થતાં સ્વાધીન સુખને સંજ્વલન કષાયની ઘણી મંદતા થવાથી ધ્યાનમાં લાંબા કાળ સુધી તે અનુભવી શકે છે. જો કે પાંચમી દ્રષ્ટિમાં આત્માનો અનુભવ થયેલ છે, પણ અહીં ચારિત્રમોહના વિશેષ નાશથી સ્થિરતાનુણ ધ્યાન દ્વારા પ્રગટે છે, તેથી દેહને આધીન પરવશ પૌદ્ગલિક સુખ તે દુઃખરૂપ મનાય છે. આ દ્રષ્ટિમાં નિજવશ આત્મધ્યાનમાં જે સમાધિસુખ અનુભવાય છે તે સાચા સુખનું વર્ણન કઈ રીતે કરી શકાય તેમ નથી. જેમ શહેરમાં ઘનવાન નગરજનો જે સુખ ભોગવે તે ભીલ વગેરે જેણે કદી શહેર જોયું નથી તેને ખ્યાલ આવી શકે નહીં. અથવા પતિનું સુખ કેવું હોય તેનો ખ્યાલ કુમારિકાને આવી શકે
Page #611
--------------------------------------------------------------------------
________________
(૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨
૫૯૧
નહીં; તેમ જેને ધ્યાનનો અનુભવ નથી એવા સ્ત્રીપુરુષોને તે અતીંદ્રિય સુખનો ખ્યાલ આવી શકે તેમ નથી. આત્મધ્યાનમાં પરમસુખ અનુભવાતું હોવાથી આ દ્રષ્ટિવાળા યોગી, બને તેટલો વખત અપ્રમત્તપણે આત્મધ્યાનમાં સ્થિર રહે છે.
જેમ ચાક ફેરવીને દંડ લઈ લેવામાં આવે છતાં ચાક ફર્યા કરે, તેમ ધ્યાન થઈ રહ્યા પછી પણ કષાયો શાંત થવાથી ધ્યાનના સંસ્કારનો પ્રવાહ અમુક વખત સુધી રહે, તેને અસંગ ક્રિયા કહે છે. આ અસંગ અનુષ્ઠાન, પ્રાપ્ત થયેલી દશાને ટકાવનારું તથા આગળ ઉપરની દશાને પ્રાપ્ત કરાવનારું હોવાથી મહત્વનું છે. આ દ્રષ્ટિમાં આવેલ મહાત્માનો પ્રસાદદોષ જવાથી અપ્રમત્ત ગુણસ્થાનમાં રહેલ આ યોગીની જ્ઞાનદશા તે જુદા પ્રકારની હોય છે; ત્યાંથી આગળ વધી શ્રેણી માંડીને જીવ મુક્તદશાને પામે છે. ll૨૦ાા
પરાષ્ટિમાં હોય સમાધિ, બોઘ શશી સમ શોભે રે, અપ્રતિપાતી, ઊંચે ચઢતી દશા વઘુ અક્ષોભે રે; શુક્લધ્યાને શ્રેણી માંડે, કરે કર્મ-ક્ષય ઝટકે રે,
મોહરહિત મુનિવરકંઠે કેવલશ્રી-માળા લટકે રે. ૨૧ અર્થ - આઠમી પરાષ્ટિ –આ આઠમી દ્રષ્ટિનું નામ પરા છે. આ દ્રષ્ટિમાં આવેલ યોગીઓની દશા સર્વોત્કૃષ્ટ હોવાથી પરા નામ સાર્થક છે. પરા એટલે સર્વોત્કૃષ્ટ. આ દ્રષ્ટિમાં યોગનું સમાધિ નામનું અંગ પ્રગટે છે. ધ્યાનની ઉચ્ચ કોટીનું નામ સમાધિ છે. ધ્યેયનો તન્મયપણે અનુભવ તે સમાધિ છે.
આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર સાતમા ગુણસ્થાનને અંતે જ્યારે શ્રેણી માંડે ત્યારે સમાધિમાં આરૂઢ થયેલા યોગીઓ આ આઠમી દ્રષ્ટિમાં પ્રવેશ કરે છે. ત્યારે પૂર્ણપણે આત્મસ્વભાવમાં પ્રવૃત્તિ કરવારૂપ તત્ત્વપ્રવૃત્તિ નામનો ગુણ પ્રગટે છે અને આસંગ એટલે આસક્તિ નામનો દોષ દૂર થાય છે. સાતમી દ્રષ્ટિમાં જેમ ધ્યાન માટે પ્રીતિ અથવા આસક્તિ હતી તે અહીં નથી, અથવા સમાધિ રાખવી એવો પણ ભાવ નથી. વિના પ્રયાસે સહજપણે તે થાય છે. આ દ્રષ્ટિમાં બોઘનો પ્રકાશ પૂર્ણચંદ્રની શીતળ ચાંદની જેવો આલ્હાદક હોય છે, અર્થાત્ અપૂર્વજ્ઞાન સાથે અપૂર્વ શાંતિ અનુભવાય છે. પુનમના ચંદ્ર ઉપર જેમ આછું વાદળ આવ્યું હોય અને તેની પાર જેમ ચંદ્ર દેખાય એવો આત્માનો અનુભવ શ્રેણીમાં હોય છે. પછી પવન આવે ને વાદળું ખસી જાય તો પૂર્ણપણે ચંદ્ર પ્રકાશે છે તેમ સમાધિના કારણે સર્વ ઘાતિયા કર્મ ક્ષય થઈ શ્રેણીના અંતે કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
ક્ષપક શ્રેણીમાં અપ્રતિપાતી એટલે જ્યાંથી પાછું પડવાનું નથી એવી ઉપર ચઢતી દશા ક્ષોભ પામ્યા વગર વઘતી જાય છે. તથા શુક્લધ્યાનવડે શ્રેણી માંડે તેમાં કર્મનો ક્ષય ઝટકામાં એટલે શીધ્ર કરે છે. તેથી મોહરહિત થયેલા એવા મુનિવરના કંઠમાં કેવળજ્ઞાનરૂપી વરમાળા આવીને લટકે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થવાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચારે ઘાતીયા કર્મનો ક્ષય થાય છે. અને તેના ફળસ્વરૂપ અનંતજ્ઞાન, અનંતદર્શન, ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર, અનંતદાન, અનંતલાભ, અનંતભોગ, અનંત ઉપભોગ અને અનંતવીર્ય એ નવ ફાયિક લબ્ધિઓ બારમા ગુણસ્થાનકના અંતે પ્રગટ થાય છે. પછી તેમા ગુણસ્થાનમાં આવે છે. મારવા
દિવ્ય ધ્વનિથી અતિ ઉપકારી, દે ઉપદેશ ઘણા જનને, ઑવન-જાગૃતિ અર્પે વિચરી, ઉત્સાહિત કરી જનમનને,
Page #612
--------------------------------------------------------------------------
________________
૫૯૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સમ્યગ્દર્શન બહુ જન પામે, વ્રતી બને શક્તિ દેખી.
અવધિ આદિ જ્ઞાન જગાવે, સમાધિ-સુખ પરમ લેખી. ૨૨ અર્થ - તેરમા ગુણસ્થાને રહેલા સર્વજ્ઞ ભગવાન દિવ્ય ધ્વનિવડે ઉપદેશ આપી ઘણા જીવોને અત્યંત ઉપકારી થાય છે. તથા વિહાર કરી લોકોના મનને આત્મકલ્યાણ માટે ઉત્સાહિત કરીને જીવન જાગૃતિ અર્પે છે. તેથી ઘણા જીવો સમ્યગ્દર્શનને પામે છે અને પોતાની શક્તિ જોઈ ઘણા જીવો વ્રતને પણ ઘારણ કરે છે. તથા આત્મામાં સમાધિનું પરમસુખ છે એમ જાણી કેટલાક જીવો પુરુષાર્થ કરીને અવધિ, મન:પર્યવ તથા કેવળજ્ઞાનને પ્રગટાવે છે. જરા
કર્મ-શત્રુ સૌ ક્ષય કરવાને અયોગી પદ તે આરાધે, શૈલેશીકરણે સ્થિરતા લે, સહજ નિત્ય નિજ પદ સાથે; અનંત અવ્યાબાઇ સુખે તે મોક્ષ અનુપમ અનુભવતા,
અજર, અમર, અવિનાશી પદને કેવળી પૂર્ણ ન કહી શકતા. ૨૩ અર્થ – હવે તેમાં ગુણસ્થાને રહેલા સયોગી કેવળી ભગવાન આયુષ્યકર્મ પૂરું થવા આવે ત્યારે અંતમાં નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ ચારે અઘાતીયા કર્મરૂપી શત્રુનો ક્ષય કરવા માટે છેલ્લા ચૌદમા અયોગી ગુણસ્થાનકને પામે છે. ત્યાં શૈલેશીકરણ એટલે પર્વત જેવી અડોલ સ્થિતિ કરીને પોતાના સહજ નિત્ય શાશ્વત આત્મપદને પ્રાપ્ત કરે છે. તેથી જન્મમૃત્યુના વિકારવાળો સંસારરૂપી રોગ તેમનો સર્વથા અહીં ટળી જાય છે.
આ ચૌદમાં ગુણસ્થાને સર્વ મનવચનકાયાના યોગની ક્રિયા અટકી જવાથી સિંહ જેમ પાંજરામાં હોવા છતાં તેનાથી જુદો રહે છે તેમ સર્વજ્ઞ ભગવાન આ ચૌદમાં ગુણસ્થાનકમાં દેહરૂપી પીંજરથી સર્વથા જુદા થાય છે. એ અવસ્થા અ ઇ ઉ ઋ છું એ પાંચ હસ્વ સ્વર બોલીએ તેટલો કાળ રહીને આયુષ્યના અંતે એક સમયવાળી ઊર્ધ્વ ગતિથી સિદ્ધાલયમાં જઈ સદાને માટે ત્યાં બિરાજમાન થાય છે.
મોક્ષમાં અનંત અવ્યાબાધ એટલે બાઘાપીડા રહિત એવા અનુપમ સુખનો અનુભવ કરે છે. તે સુખ કેવું છે? તો કે આ લોકમાં જેટલા સુખના પદાર્થો કહેવાય છે તે બધા સુખનો સરવાળો કરીએ તેથી અનંતગણું સુખ મોક્ષમાં તે અનુભવે છે.
એવા અજર, અમર, અવિનાશી અનંત મોક્ષસુખના પદને કેવળી ભગવાન પણ પૂર્ણપણે કહી શકતા નથી. કેમકે તે માત્ર અનુભવગોચર છે પણ વચનગોચર નથી.
અનુભવ-ગોચર એ પદ પામો સૌ સ્વાનુભવથી ભવ્યો! સદ્ગુરુ-બોઘ સુણી વિચારી કરતા જે જન કર્તવ્યો, આશ્રયભક્તિ તેને ઊગે, શિવ-સુખ-સુખડી-સ્વાદ લહે,
કરી કલ્પના-જય તે પ્રેમે પામે પદ તે કોણ કહે?” ૨૪ અર્થ - હે ભવ્યો! તમે પણ સર્વે સ્વાનુભવ કરીને મોક્ષના અનુભવગોચર સુખને પામો. તે કેવી રીતે? તો કે જે સદ્ગુરુના બોઘને સાંભળી, વિચારીને તે પ્રમાણે કર્તવ્યો કરશે અર્થાત્ તે પ્રમાણે વર્તશે. તેને સદ્ગુરુનો સાચો આશ્રય પ્રાપ્ત થશે. તેને સાચી ભક્તિ પ્રગટશે. તે ભક્તિના બળે શિવસુખ એટલે
Page #613
--------------------------------------------------------------------------
________________
(૧૦૮) પૂર્ણાલિકા મંગલ
૫૯૩
મોક્ષસુખરૂપી સુખડીના સ્વાદને પામશે. તે ભવ્યાત્મા પરમકૃપાળુ પ્રભુ પ્રત્યેના પ્રેમથી અર્થાતુ ભક્તિથી અનંતકાળની અનંત કલ્પનાઓનો જય કરી શાશ્વત મોક્ષપદને પામશે. તે મોક્ષસુખનું વર્ણન કરવા કોણ સમર્થ છે? અર્થાત્ કોઈ નથી. તે સુખને જે અનુભવે તે જ જાણે; બીજો કોઈ જાણવા સમર્થ નથી. ૨૪
‘હિતાર્થી પ્રશ્નો' નામના બે પાઠોમાં શ્રી ગુરુએ શિષ્યના કલ્યાણ અર્થે મોક્ષમાર્ગનો ક્રમ કેમ આરાઘવો તેની સંકલનારૂપ આઠેય દ્રષ્ટિનો ક્રમ સમજાવ્યો. હવે આ ૧૦૮માં પાઠમાં ‘પૂર્ણાલિકા મંગલ' એટલે “૧૦૮ પાઠરૂપ મણકાની માલિકા એટલે માળા પૂર્ણ કરનાર માંગલિક કાવ્ય લખે છે.
ગ્રંથમાં “આઘમંગલ' તે ગ્રંથ પૂર્ણ થવા માટે; “મધ્યમંગલ' ઉત્સાહ ટકી રહેવા માટે અને અંત્યમંગલ' તે ભણીને ભૂલી ન જવા માટે કરવામાં આવે છે; તે નીચે પ્રમાણે છે :
(૧૦૮) પૂર્ણ માલિકા મંગલા
(શિખરિણી છંદ)
લધુ, લાંબી માળા, પ્રભુ-ચરણ-સેવા મન ઘરી, રચી ઉત્સાહે આ, પરમ-ગુરુ-ભક્તિ-રસ-ભરી; સદા મારે ઉરે સહગુણઘારી ગુરુ રહો,
કૃપાળું રાજેન્દ્ર, પરમ ઉપકારી પ્રભુ અહો! ૧ અર્થ - મોટા પુસ્તકની અપેક્ષાએ લઘુ એટલે નાની અને નાની પુસ્તકાની અપેક્ષાએ લાંબી એવી આ પ્રજ્ઞાવબોઘની ૧૦૮ પાઠરૂપ મણકાની માળાને શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણની સેવા એટલે તેમની આજ્ઞાને ઉઠાવવાનો ભાવ હૃદયમાં રાખી, પરમગુરુની ભક્તિરસથી ભરેલી એવી આ માળાને ઉત્સાહથી હું રચવા પામ્યો છું. સદા મારા હૃદયમાં એવા સહજ આત્મગુણઘારી શ્રીગુરુનો જ નિવાસ રહો. કૃપાના અવતાર એવા રાજેન્દ્ર અર્થાતુ રાજાઓમાં ઇન્દ્ર સમાન સગુરુ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ સત્ય મોક્ષમાર્ગ બતાવી મારા ઉપર અનંત ઉપકાર કર્યો છે. માટે અહો! તે મારા પરમ ઉપકારી છે.
ન જાણું હું શાસ્ત્રો, પ્રવીણ નહિ કાવ્યાદિ-કલને; ન ભાષા-શાસ્ત્રી હું, રસિક રસ-અભ્યાસ ન મને; ન પૂર્વાભ્યાસે હું નિશદિન રહું મગ્ન કવને,
છતાં ચેષ્ટા આવી, ગુરુગુણગણે રાગથી બને. ૨ અર્થ - હવે પૂ.શ્રી બ્રહ્મચારીજી પોતાની લઘુતા દર્શાવતા કહે છે કે હું કંઈ સર્વ શાસ્ત્રોનો જાણકાર નથી કે કાવ્ય અલંકાર આદિ કલામાં પ્રવીણ નથી. નથી હું ભાષા શાસ્ત્રને જાણનારો કે નથી હું નવ રસનો રસિક અભ્યાસી. તે નવ-રસ આ પ્રમાણે છે. શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, અદ્ભુત, બીભત્સ અને શાંતરસ છે. હું કંઈ પૂર્વ અભ્યાસથી નિશદિન કવન એટલે કવિતા કરવામાં મગ્ન નથી.
Page #614
--------------------------------------------------------------------------
________________
૫૯૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
છતાં આ કાવ્યમય ગ્રંથની રચના કરવાની આવી ચેષ્ટા મારાથી બની, તે માત્ર ગુરુગુણના સમૂહને જોઈ મારા અંતરમાં ઉત્પન્ન થયેલા ભક્તિરાગના પ્રતાપે છે. પરમકૃપાળુ પ્રભુની ભક્તિ જ બળાત્કારે એવી ચેષ્ટાઓ કરાવે છે.
ઘણી ઝીણી તોયે રજ પવનથી વ્યોમ વિચરે, બની મોટા મેઘો ઉદધિ-જળ વ્યોમે બહુ ફરે, રવિ-તેજે કેવા મનહર ઘરે રંગ ઘનુષે,
વળી વિદ્યુતે તે કરી રવ મહા વારિ વરસે. ૩ અર્થ - હવે ઉપરની ચેષ્ટાઓને દ્રષ્ટાંતથી પુષ્ટ કરે છે. ધૂળ ઘણી ઝીણી હોવાના કારણે તે નરમ થઈને પવનવડે વ્યોમ એટલે આકાશમાં વિહાર કરે છે. તેમજ સમુદ્રનું જળ ખારું હોવા છતાં તે વરાળરૂપે હલકું થઈ મોટા મેઘો એટલે વાદળારૂપે બની આકાશમાં ફરે છે. વર્ષાવ્રતમાં ઇન્દ્ર ઘનુષ્ય સૂર્યના તેજથી કેવું મનહર સપ્તરંગી રૂપ ધારણ કરે છે. વળી વિદ્યુત એટલે વિજળીવડે કેવો મહાન અવાજ કરી મૂશળધાર વરસાદ વરસે છે.
કૃપા-વારિ વર્ષે, ઉર-ઘરણી લીલી મુજ બની, નદી-નાળાં પૂરી, ખળખળ વહે ભક્તિ-સરણી; મહાત્માના ગ્રંથો ગહન બીજ ઓરે ઉર વિષે,
ખરા ખેડૂતો તે હળ-કુશળતા-સાઘન દસે. ૪ અર્થ :- તેવી જ રીતે પરમકૃપાળુદેવની કૃપારૂપી વારિ એટલે જળ વરસવાથી મારી હૃદયરૂપી ઘરણી એટલે ભૂમિ તે લીલી અર્થાતુ નરમ પોચી બની ગઈ, એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી કહે છે. હવે તે કૃપારૂપી જળ વિષયકષાયરૂપી નદી નાળાંને પૂરી એટલે શાંત કરીને, ખળખળ કરતું ભક્તિ સરણી એટલે ભક્તિમાર્ગે આગળ વધવા લાગ્યું. તે જોઈ ખરા ખેડૂતો ખેતરમાં બીજ રોપવાનો યોગ્ય સમય જાણી, હળના સાઘનવડે કુશળતાથી બીજની રોપણી કરવા લાગ્યા. તેમ હું પણ પ્રભુકૃપાએ મનુષ્ય ભવરૂપ યોગ્ય સમય જાણી મહાત્માઓના ગહન ગ્રંથોના બીજને મારા હૃદયરૂપ ભૂમિને વિષે સંયમરૂપી હળવડે ઉપયોગની કુશળતાથી રોપવા લાગ્યો.
સુસંસ્કારો સાથે ઊગી નીકળતી ટેવ હલકી, ઘણી નદી કાઢી સુગુરુ-સમજૂતી-સ્વબલથી; મળ્યા માળી તેણે સરસ રચના બાગની કરી
ઘણાં રોપ્યાં વૃક્ષો, અનુપમ લતાઓ ય ઊછરી. ૫ અર્થ :- બીજ રોપવાથી હવે સુસંસ્કારોરૂપી કુંપળો ભૂમિમાંથી ફૂટી નીકળી. તેની સાથે પૂર્વભવમાં અજ્ઞાનવડે સેવાયેલ હલકી ટેવોરૂપી ઘાસ પણ ઊગીને બહાર આવ્યું. તે હલકી ટેવો એટલે વૃત્તિઓને મેં સદ્દગુરુના બોથની સમજૂતીવડે જાણી તેથી સ્વઆત્મબળ ફોરવીને તેને ઘણી નીંદી એટલે ઊખેડીને કાઢી નાખી; જેથી મારી હૃદયરૂપી ભૂમિ સ્વચ્છ બની.
તેટલામાં ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીરૂપી માળી મળવાથી મારી હૃદયરૂપી ભૂમિમાં તેમણે સુંદર બાગની રચના કરી. તેમાં વ્રતરૂપી અનેક વૃક્ષો રોપ્યા. તે વ્રતરૂપી વૃક્ષો રોપવાથી તેના ઉપર અનેક ક્ષમા આદિ
Page #615
--------------------------------------------------------------------------
________________
(૧૦૮) પૂર્ણમાલિકા મંગલ
ઉત્તમ ગુણોરૂપી અનુપમ લતાઓનો ઊછેર થવા લાગ્યો.
કરી રક્ષા-વાડો, સુર્નીતિ-નીકમાં પુણ્ય-નીરના, પ્રવાહો રાખે તે સતત વહતા, યોગ્ય ઘટના; ખરે પાનાં જૂનાં, નવીન ઊભરાતાં પ્રતિ-ઋતુ, ભુલાતી વાતો ત્યાં નવીન રચના-ચક્ર ફરતું. ૬
અર્થ :— તે વ્રતોરૂપી વૃક્ષોની રક્ષા માટે પ.પૂ.પ્રભુશ્રીજીએ અનેક નિયમોરૂપી વાડોની ગોઠવણ કરી. તથા સુનીતિ એટલે સદાચારરૂપી નીક એટલે પાણી જવાનો રસ્તો કરી, તેમાં પુણ્યરૂપી જળના પ્રવાહો સતત વહેતા રહે એવો સવારથી સાંજ સુધીનો ભક્તિ સ્વાધ્યાયનો આરાઘના ક્રમ આપી યોગ્ય ઘટના એટલે યોગ્ય રચના કરી. જેથી જેમ વૃક્ષના જૂના પાન પ્રતિ ઋતુએ ખરી જઈ નવીન ઊભરાય છે, તેમ જુના રાગદ્વેષમોહવાળા કષાય ભાવો ભુલાઈ જઈ, નવીન વૈરાગ્ય ઉપશમના ભાવોની રચનાનું ચક્ર ફરતું થયું, અર્થાત્ સત્સંગ ભક્તિના યોગે હવે નિત્ય નવીન ઉત્તમ ભાવોની શ્રેણી ઊગવા લાગી.
વીતે વર્ષો એવાં, નર્વીન વય જેવા સમયમાં, રૂડાં ખીલ્યાં પુષ્પો, વિવિઘ વિટપે દૃશ્ય બનતાં; ભલા ભાવો ભાળી ગુરુજન રીઝે એ જ કુસુમો, દયાળુ સંતો તે નિજ ક૨ વિષે ઘારી વિમો. ૭
૫૯૫
અર્થ :– પછી પ.પૂ.પ્રભુશ્રીજીના યોગે વર્ષો એવી રીતે વીતવા લાગ્યા કે જાણે નવીન યુવાવયમાં જેમ આનંદમાં સમય વ્યતીત થતો હોય તેમ થવા લાગ્યું. તે સમયે સુંદર ભાવોરૂપી પુષ્પો ખીલવા લાગ્યા અને વિવિધ પ્રકારની વિચારધારારૂપ વિટપે એટલે ડાળીઓ ઉપર તે પુષ્પો દેખાવા લાગ્યા. તેવા ઉત્તમ ભાવોરૂપ પુષ્પોને ભાળી પ.પૂ.પ્રભુશ્રીજી જેવા ગુરુજનો રાજી થયા. એ જ સુંદર ભાવોરૂપી કુસુમો એટલે ફૂલોને ગ્રહણ કરી હે દયાળુ સંત આરાધકો તમે આ દુઃખમય સંસારથી વિરામ પામો, વિરામ પામો એવી જ્ઞાનીપુરુષોની સર્વને શિક્ષા છે.
ઘરે અંગે કોઈ, સુખકર ગણી રમ્ય રમણી, વળી માળી કોઈ, ભી કુસુમ-પાત્રે નરમણિ કને લાવી દેતો, મનહર ઋતુ-વર્ણન કરી; ભલા ભાવે ભક્તો પ્રભુ-ચરણ પૂજે ફૂલ ઘરી. ૮
અર્થ ઃ– તે સુંદર ફૂલોને કોઈ રમ્ય રમણી એટલે સુંદર સ્ત્રી, પોતાના નાશવંત દેહની સુંદરતાને વધારવા તે ફૂલોને સુખકારી જાણી પોતાના અંગમાં અંબોડા આદિ રૂપે ઘારણ કરે છે. જ્યારે કોઈ માળી તે ફૂલોને છાબડીમાં ભરી નરમણિ એટલે નરોમાં મણિ સમાન એવા રાજા પાસે લાવી તે તે ઋતુના ફૂલોનું મનહર વર્ણન કરી તેને આપે છે. જ્યારે ખરા ભગવાનના ભક્તો તો પ્રભુના ચરણમાં તે ફૂલોને ઘરી ભાવભક્તિથી તેમની પૂજા કરે છે.
ઘણાંયે વેરાતાં કુસુમ ભૂમિ સુવાસિત કરે, સુસંગે શોભે તે, બહુ વરસ હર્ષા સહ સરે;
Page #616
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨
ગયાં વર્ષો સર્વે, પલક સમ સત્સંગતિ-સુખે, રહેલાં થોડાં તે, યુગ સમ વિયોગે, વર્ષી દુખે. ૯
અર્થ :– બાકીના ઘણા ફૂલો ભૂમિ ઉપર વેરાતાં તે ભૂમિને સુગંધિત બનાવે છે. તેમ મુમુક્ષુજીવના ઉત્તમ ભાવો સત્પુરુષના સમાગમ નિમિત્તે વિશેષ સુશોભિત બને છે. અને તે સુંદર આત્મભાવોથી, ઘણા વર્ષો આનંદ સાથે પસાર થાય છે. તેમ પૂ.શ્રી બ્રહ્મચારીજી કહે છે કે પ.પૂ.પ્રભુશ્રીજી સાથે સત્સંગતિમાં જે સર્વે વર્ષો ગયા તે આંખના પલકારા સમાન સુખપૂર્વક વ્યતીત થયા. પણ પ.પૂ.પ્રભુશ્રીજીના દેહાવસાન પછીનો થોડો કાળ પણ તેમના વિયોગે અંતરના દુઃખસહિત યુગ (બાર વર્ષ) સમાન વ્યતીત થયો.
વ્યવસ્થા યોજેલી ૫૨મ ગુરુએ જોઈ કરીને, સુલક્ષે વિતાવા સમય, ગુણ-આઘાર ધરીને, ગ્રહી સુસંતોનાં વ૨ કુસુમ, માળા પૂરી કરી, યશસ્વી સુયોગી મુનિવરની ઉરે સ્મૃતિ ઘરી. ૧૦
અર્થ :— પછી ૫૨મગુરુ પરમકૃપાળુદેવના ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પત્રાંક ૯૪૬માં ‘પ્રજ્ઞાવબોધ’ના ૧૦૮ પાઠની સંકલનારૂપે યોજેલી વ્યવસ્થાને જોઈ, સમયને આત્મલક્ષપૂર્વક વિતાવા અર્થે, તથા ગુણો પ્રગટ કરવાના આધારરૂપ આ પ્રજ્ઞાવબોધની સંકલનાને જાણી, તે સંબંધી લખવાની શરૂઆત કરી. તેના માટે મહાપુરુષોના વર એટલે ઉત્તમ વચનો અને જીવન ચરિત્રોરૂપ પુષ્પોને ગ્રહણ કરી તથા યશસ્વી, સાચા યોગી મુનિવરશ્રી પ.પૂ.પ્રભુશ્રીજીની સ્મૃતિને હૃદયમાં ધારણ કરીને, આ ‘પ્રજ્ઞાવબોધ’ના ૧૦૮ પાઠરૂપ પુષ્પોની માળાને ગૂંથી પૂર્ણ કરી છે.
દર્દીસે દોષો જો ત્યાં અરસિક મને જાણી ભૂંલજો, સુધારી સદ્ભાવે, નિજ રસિકતામાં જ ફૅલજો; વઘે ભાવો તેવી મદદ મળતાં, સંત જનનાગણો ગુણો એવી વિનતિ મુજ માનો ગુÑજના. ૧૧
અર્થ ઃ— જો આ ગ્રંથમાં કોઈ દોષો દેખાય તો મને કાવ્યરસનો અરસિક જાણીને તે દોષોને ભૂલી જજો. અને સદ્ભાવથી તે ભૂલો સુધારી પોતાની આત્મરસિકતામાં જ મગ્ન બનજો. વળી આ ગ્રંથથી તમારા ભાવોની શુદ્ધિ કરવામાં જો મદદ મળે તો તે સંતપુરુષોના ગુણો જાણજો કેમકે તેમનાથી જ આ બધું સમજ્યો છું એવી મારી વિનતિને ગુણીજનો માન્ય કરજો.
કરી રંગોળીથી નિયમિત સુશોભિત રચના, રચી પંક્તિ ભાણાં, વિધિસર મૅકેલાં પીરસવાં, રસોડેથી લાવી ૨સવર્તી રૂડી યોગ્ય સમયે,
ન તેમાં મોટાઈ; રસિકજનના પુણ્ય-ઉદયે. ૧૨
અર્થ :— જેમ કોઈએ રંગોળીથી નિયમિત એટલે યથાયોગ્ય સુશોભિત રચના કરીને જમવા માટે વિધિસર એટલે વ્યવસ્થિત ભાણાઓની પંક્તિ ગોઠવી હોય. તેમાં પીરસવા માટે રસોડેથી ગમતી રસપૂર્ણ રસોઈ લાવીને જમવાના યોગ્ય સમયે કોઈ પીરસે, તો તેમાં પીરસનારની મોટાઈ નથી. તે રસોઈ તો
Page #617
--------------------------------------------------------------------------
________________
(૧૦૮) પૂર્ણકાલિકા મંગલ
૫૯૭
જમનારા રસિકજનના પુણ્ય-ઉદયે બની છે. પીરસનારે તો માત્ર તે લાવીને પીરસી છે.
દઘેલા સોનાની કનક-ઘડનારા ઘડી કરેરૃપાળી માળા, ત્યાં વિવિઘ પ સોનું નિજ ઘરે. ગણાતી મોંઘી તે, કનક-ગણના ચોકસી ગણે
ઘડેલા ઘાટો કે લગડીરૃપ તે એક જ ભણે. ૧૩ વળી પોતાનો લધુત્વભાવ પૂ.શ્રી બ્રહ્મચારીજી વ્યક્ત કરે છે :
અર્થ - કનક એટલે સોનાને ઘડનાર એવા સોનીને સોનું આપતાં, તેમાંથી તેને ઘડીને રૂપાળી માળા બનાવવાથી તે સોનું વિવિઘરૂપને ધારણ કરે છે. પછી તે માળા લોકોની દ્રષ્ટિમાં મોંઘી ગણાય છે. પણ સોનાની પરીક્ષા કરનાર ચોકસી તો તે સોનાના ઘડેલા ઘાટો હોય કે લગડીરૂપે હોય બન્નેને એક જ ગણે છે. ચોકસીની દ્રષ્ટિ તો તે હારમાં કે લગડીમાં, સોનું કેટલા ટકા છે તેના ઉપર હોય છે. કેમકે તેમાં સોનાની કેટલી શુદ્ધતા છે તેની કિંમત છે, ઘાટની નથી. તેમ જ્ઞાની પુરુષોના સોના જેવા વચનોને મેં માત્ર કવિતારૂપે ઘાટ આપ્યો છે. તેથી કિંમત જ્ઞાની પુરુષોના વચનોની છે, મારી નથી.
ગણું, “પ્રજ્ઞા-માળા” સુજન-રસ-દાતા કર્દી બનીમહંતોની વાણી અચૂંક ફળ દેનાર જ ગુણી; મહંતોની સેવા સફળ સઘળે સુજ્ઞ સમજે,
કરે સેવા તે સૌ લઘુ બન અહંતા નિજ તજે. ૧૪ અર્થ:- માનો કે આ “પ્રજ્ઞાવબોઘ' રૂપ ૧૦૮ મણકાની માળા સજ્જનપુરુષોને કદી રસ ઉપજાવનાર બની; તો તે મહાપુરુષોની વાણીનો જ પ્રતાપ છે. તેમની વાણી ગુણીજનોને અચૂક ફળ આપનાર છે. તેમજ મહાપુરુષોની સેવા કરવાનું ફળ પણ સર્વત્ર અવશ્ય મળે છે; એમ સુજ્ઞ એટલે સજ્જન પુરુષો જાણે છે. તેમ મને પણ જો સફળતા મળી હોય તો તે મહાપુરુષોની સેવાનું જ ફળ છે. અને જે મહાપુરુષોની સેવા કરે તે સૌ લઘુ બની પોતાના અહંકારનો ત્યાગ કરે છે.
ખરી રીતે જોતાં, નથી મુજ જરા ગ્રંથ-ભરમાં, ભલે સોનેરી કે મનહર, સુવણે પ્રસરતાંહશે તેમાં વાક્યો, મઘુર રવ-વાળી સુરચના;
લખે લેખિની તે જડ, સમજતી ના જીંવ વિના. ૧૫ અર્થ - ખરી રીતે જોતાં આ પૂરા ગ્રંથમાં મારું જરા પણ કાંઈ નથી. ભલે તમને આ ગ્રંથ સોનેરી લાગે કે મનને હરણ કરનાર મનોહર જણાય કે સુવણે પ્રસરતાં એટલે જાણે ગ્રંથના વાક્યોમાં સોનુ પથરાયેલું હોય એમ લાગે કે તમને સુંદર છંદો સહિત મધુર રવ એટલે અવાજવાળી આ સમ્યક્ કાવ્ય રચના જણાય. પણ એ સર્વ ગ્રંથને લખનાર તે લેખિની એટલે કલમ છે. અને તે તો પુદગલની બનેલી જડ છે. તેમાં જીવ નથી. જીવ વિના તે કંઈ સમજતી નથી.
લખેલું તેનું સૌ, જડ-જનિત, મારું નહિ બને, રહું હું ચૈતન્ય, પરામરસ-આનંદિત મને.
Page #618
--------------------------------------------------------------------------
________________
૫૯૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ગણે જે કાયા ને વચન નિજ તે સર્વ ભૂલતા,
અનાદિ આ ભૂલે, ભવ-વન વિષે જીવ રૃલતા. ૧૬ અર્થ:- કલમથી લખેલાં અક્ષરો સર્વ જડથી ઉત્પન્ન થયેલાં છે. તે પુદગલના બનેલા અક્ષરો મારા બની શકે નહીં. કેમકે હું તો સદા પરમ આનંદ રસમય એવા ચૈતન્યમાં રહેવાના સ્વભાવવાળો છું. અજ્ઞાનવશ જગતના જીવો આ કાયા અને વચનને પોતાના માને છે; તે સર્વ જીવો માર્ગ ભૂલેલા છે. તેથી અનાદિકાળની આ ભૂલના કારણે જીવો સંસારરૂપી વનમાં રઝળ્યા કરે છે.
કહેલું જ્ઞાનીનું મુખર જન મુખે કહી જતા, રહે ના જો ઉરે, અમીરસ બને છે વમનતા; જમેલા પકવાશે શૂળ સમ ઊઠે ચૂંક અપચે,
પચે ના જો શિક્ષા, ભ્રમણ નિજ હાથે બૅરિ રચે. ૧૭ અર્થ – જ્ઞાની પુરુષના કહેલા વચનોને કોઈ મુખર એટલે વાચાળ પ્રાણી માત્ર મુખથી કહી જાય; પણ તેને હૃદયમાં ઊતરે નહીં તો તે અમૃતરસ જેવા જ્ઞાની પુરુષના વચનો, તેના માટે વમન એટલે ઊલટી જેવા દુઃખકારક બને છે. જેમ જમેલા પાંચ પકવાન્ન પણ જો પચે નહીં તો પેટમાં શળ જેવી ચૂંક ઊભી કરે: તેમ ભગવાનની કહેલી શિક્ષા જો પચે નહીં અર્થાત્ જીવનમાં ઊતરે નહીં, પણ તેથી જો ઊલટું અભિમાન વઘારે, તો તે જીવ પોતાના હાથે જ પોતાના આત્માનું ભૂરિ એટલે પુષ્કળ પરિભ્રમણ ઊભું કરે છે.
જવા એવી ભૂલો, સુગુરુ શિર રાખો સુ-નર, હો! ગુરુની આજ્ઞાનું મરણ સુઘી આરાઘન રહો! ગુરુંમાં ખામી તો, કથન પણ તેનું વિષમ લે,
કહે તે દેવોયે, વિતથ સમજો, સત્ય ન મલે. ૧૮ અર્થ :- હવે એવી ભૂલો જવા માટે, જો તમે ઉત્તમ આત્માર્થી બનવા ઇચ્છતા હો તો આત્મજ્ઞાની એવા સદ્ગુરુ ભગવંતને માથે રાખો. તથા તે શ્રી ગુરુની આજ્ઞાનું મરણની છેલ્લી ઘડી સુધી આરાઘન કરતા રહો. પણ જો ગુરુ કરવામાં ખામી રહી ગઈ અર્થાત્ કુગુરુને સદ્ગુરુ માની લીઘા તો તેનું કથન પણ વિષમતા એટલે સમભાવરહિત રાગદ્વેષવાળું હશે. તેથી આપણા રાગદ્વેષનો નાશ થશે નહીં અને બધા જન્મમરણ ઊભા જ રહેશે. એમ સર્વજ્ઞ વીતરાગ શ્રી તીર્થંકર દેવો પણ કહે છે. માટે કુગુરુના કથનને વિતથ એટલે અસત્ય જાણો; તેમની પાસેથી સત્ય મોક્ષમાર્ગ કદી મળી શકશે નહીં.
વેઠ કરી આ વેઠીએ, નિજ હિત કાજે સર્વ,
લૅટંલૂટ લો લાભ સૌ, કરશો કોઈ ન ગર્વ. અર્થ - વેઠીએ એટલે વગર દામના સેવકે, આ વગર દામની વેઠ એટલે વેતરું, તે સર્વ પોતાના આત્મહિતને અર્થે કરેલ છે. તેનો સો ભવ્યો લૂટંલૂટ લાભ લેજો; પણ એ તત્ત્વ જાણવાનું કોઈ અભિમાન કરશો નહીં. એમ અંતમાં જણાવીને પૂ.શ્રી બ્રહ્મચારીજીએ લઘુતા સહ, મુમુક્ષુઓ પ્રત્યેનો વાત્સલ્યભાવ વ્યક્ત કર્યો છે, તે એમના અંતરમાં રહેલી મુમુક્ષુઓ પ્રત્યેની લાગણીનું સૂચન કરે છે.
આ પ્રજ્ઞાવબોઘ’ વિષેની આગાહી સંવત્ ૧૯૫૫માં પરમકૃપાળુદેવે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના પાન
Page #619
--------------------------------------------------------------------------
________________
(૧૦૮) પૂર્ણકાલિકા મંગલ
૫૯૯
૬૬૪ ઉપર આ પ્રમાણે કરેલ છે “એનો પ્રજ્ઞાવબોઘ ભાગ ભિન્ન છે તે કોઈ કરશે.” તે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ આ અદ્ભુત ગ્રંથ રચી પરમકૃપાળુદેવની આગાહીને સાર્થક કરી. તથા પરમકૃપાળુદેવ પ્રત્યે ભક્તિ કેમ કરવી તે સ્વયં કરી બતાવીને સર્વ આત્માર્થી જીવોના પરમ ઉપકારી સિદ્ધ થયા; માટે તેમને અમારા કોટિશઃ પ્રણામ હો.
પ્રજ્ઞાવબોઘ'ની રચનાનો પ્રારંભદિન શ્રાવણ સુદ ૧૩, મંગળવાર સંવત્ ૧૯૯૪ છે. અને પૂર્ણાહુતિ દિન જેઠ સુદ ૧૫ સોમવાર સંવત્ ૧૯૯૭ છે. ત્યારબાદ અષાઢ વદ ૫, સંવત્ ૧૯૯૮ સુધી આ ગ્રંથનું પુનઃ અવલોકન કર્યું. એમ ગ્રંથના રચનાર પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ગ્રંથની પૂર્ણાહુતિમાં આ નોંઘ કરેલ છે.
શ્રી
ગુરુ વરણાર્પણમસ્તુ છે.
Page #620
--------------------------------------------------------------------------
________________
૦ 0 5
૧૪ અયોગી ૧૩ સયોગી ૧૨ ક્ષીણમોહમાં ૧૧ ઉપશાંતમોહમાં ૧૦ સૂક્ષ્મસાંપરામાં
ગુણસ્થાનકમાં | ૧ ગુણસ્થાનકમાં |
વિભાગ ૧ ૯ અનિવૃત્તિકરણમાં
૮ અપૂર્વકરણમાં ૭ અપ્રમત્તમાં ૬ પ્રમત્તમાં ૫ દેશવિરતમાં ૪ અવિરત ૩ મિશ્રમાં ૦ ઓઘે ૧ મિથ્યાત્વમાં ૨ સાસ્વાદનમાં
(સમ્યગ્દષ્ટિ)માં
વિભાગ ૧ (સામાન્યપણે)
ગુણસ્થાનોનાં નામ
P
=
0
0
ત
ટ
=
0
0
e
e to
o
o
o
o
o
o
o
o
o
o
o
o
o
\
\
૧
૧
૧ | ***
**
૦
૦ ૦ ટ
ટ ટ ટ
ટ ટ
ટ ટ ટ ટ ટ ટ ટ
ટ ટ ટ
ટ ટ ટ ટ
ટ | જ્ઞાનાવરણીય
પૂર્તિ ૧: બંઘયંત્ર (પુષ્પ ૫૯ માં - પૃષ્ઠ ૭૬)
પૂર્તિઓ
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
૦
૦
૦
૦
=
=
=
=
=
= = = = =
=
A A A
A A =
= દિશાનાવરણીય
૦
-
- - - - - - - -
- - - - - - -
- ૦ ૦
૦ ૦ ૦ ૦
૦ વેદનીય
|
|મોહનીય
0
૦
૦
૦
૦
૦
૦
%
જ
દ
=
.
"
:
૧
૦
૦
૦ ૦ ૦ ૦ ૦
૦ ૦ ૦
૦ ૦
૦ ૦ ૦ ૦
૦
૦ ૦ ૦
૦ ૦ ૦ ૦
૦ | || આયુ
|
0 |
૦
0 |
૦
- ૦ ૦
- - - -
મ - - - - -
જ ન ન
ભ મ ન
ભ
k1le | ભ
૦
૦
૦
૦
ટ
ટ
ટ
ટ
ટ
ટ
ટ
ટ
ટ
ટ
ટ
ટ
ટ
ટ
ટ
ટ
ટ
ટ
ટ
ટ
૮
| અંતરાય
Page #621
--------------------------------------------------------------------------
________________
૧૪ અયોગી કેવળીમાં ૧૩ સયોગી કેવળીમાં ૧૨ ક્ષીણમોહમાં ૧૧ ઉપશાંતમોહમાં ૧૦ સૂક્ષ્મસાંપરામાં ૯ અનિવૃત્તિકરણમાં ૮ અપૂર્વકરણમાં ૭ અપ્રમત્તમાં
ગુણસ્થાનોનાં નામ
૧૪ અયોગી કેવળીમાં ૧૨ ક્ષીણમોહમાં ૧૩ સયોગી કેવળીમાં ૧૧ ઉપશાંતમોહમાં ૧૦ સૂક્ષ્મસાપરાયમાં ૮ અપૂર્વકરણમાં ૯ અનિવૃત્તિકરણમાં ૩ મિશ્રમાં ૭ અપ્રમત્તમાં ૬ પ્રમત્તમાં ૪ અવિરત ૫ દેશવિરતમાં
સમ્યવ્રુષ્ટિમાં ૨ સાસ્વાદનમાં ૧ મિથ્યાત્વમાં ૦ ઓઘે (સામાન્ય)
ગુણસ્થાનોનાં નામ
૦
દ
વ
ત
o
- મૂળ પ્રકૃતિઓ o |
જ જ છે \ \
| થ મનુભાઈ
૨ |
an/en in
ઉત્તર પ્રવૃતિઓ
૪ | ૭ ૨૭/૫૫
૪૨
૩૯ |
*
9
8
8
8
|
|
૦ ૦ ૮ દ ક ર દ ક જ્ઞાનાવરણીય
૦ ૦ ર દ ર દ હ દ હ હ હ
હ હ હ હ જ્ઞાનાવરણીય
0 |
A/5| h
૫ |
૦ |
નોંઘ-છઠ્ઠા ગુણસ્થાનક સુઘી ઉદય પ્રમાણે પૂર્તિ ૩ઃ ઉદીરણા યંત્ર (પુષ્પ ૬૦માં પૃષ્ઠ ૯૬)
૦ ૦ = A A A A A દર્શનાવરણીય
2/5|
પૂર્તિ ૨ ઃ ઉદય - યંત્ર (પુષ્પ ૬૦માં પૃષ્ઠ ૯૬)
= દિશનાવરણીય
૦
૬
= A A A A A =
૦
૦
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
વેદનીય
-
૦ ૦ ૦
૦ ૦
૦ ૦
૦ ૦ ૦
૦ ૦ ૦ ૦ વેદનીય
૦ % # # # # # ૪ / મોહનીય
૦ ૦ ૦ ૦ & R A છ
છ ક ક મોહનીય
ܩܢ ܩܢ ܩܢ ܩܢ ܩܢ ܩܢ ܩܢ
આયુ
આયુ
ܘ
= =
= = = = =
૦
= = = |
૦ % $ $ $ $ $ $ નામ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ |ગોત્ર
– ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦ ગોત્ર
૦
૦
ટ
ટ
ટ
ટ
ટ
દ
અંતરાય
અંતરાય
૬૦૧
Page #622
--------------------------------------------------------------------------
________________
૬ ૦ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પૂર્તિ ૪ :
ગુણસ્થાનકોનાં નામ
વિભાગ
મૂળ
પ્રકૃતિઓ.
ઉત્તર પ્રકૃતિઓ
ઉપશમ શ્રેણી (કે શ્રેણી શરૂ કરનાર)
૦
.
૦
ઓધે (સામાન્ય) મિથ્યાત્વમાં સાસ્વાદનમાં મિશ્રમાં અવિરતિમાં
૧૪૮ ૧૪૮ ૧૪૭ ૧૪૭ ૧૪૮
૦
૦
૬
-
ટ
દેશવિરતિમાં
૧૪૮
૧૪૧
પ્રમત્તમાં
૧૪૮
૧૪૧
અપ્રમત્તમાં
૧૪૮
૧૪૧
૮) અપૂર્વકરણમાં
૧૩૯
૧૪૮ ૧૪૨
૯અનિવૃત્તિકરણમાં
૧૪૮ ૧૪૨
0 2
0
૨ =
૦ ૧
૧
૧૦| સૂક્ષ્મ સાંપરાજ્યમાં
૧૩૯
૧૪૮ ૧૪૨
૧૧] ઉપશાંત મોહમાં
૧૩૯
૧૪૮ ૧૪૨
૧૨] ક્ષીણ મોહમાં
છે
૧૦૧
૦
=
જ
ટ
૦
સયોગી કેવળીમાં અયોગી કેવળીમાં
૧૪|
જ
ટ
૦
ઇ
૦
Page #623
--------------------------------------------------------------------------
________________ ક્ષપક શ્રેણી (કે શ્રેણી 0 0 0 0| શરૂ કરનાર) 102 103 A0b h05 106 112 113 114 122 138 138 138 hb. 26. h&k. 138 ht. 138 કે છે કે આ 6 2 સત્તાયંત્ર (પુષ્પ ૬૦માં પૃષ્ઠ 96) 0 0 0 ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ જાનાવરણીય ટ | દર્શનાવરણીય 0 0 0 = A A ir us us us us is ir ir ur 9 9 9 9 9 3 I به به به به به به به به به به به به به به به به به به به વેદનીય 2 ટ ટ ટ = 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 = = = = = = = | ALLગોત્ર ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ܘ ܘ ܘ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ અંતરાય R 14(1) ગુણસ્થાન સંખ્યા 6 0 3