SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૦ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ગુરુ, સજ્ઞાન, જ્ઞાનીમાં કરાવે એકતા સાચી, સ્વરૂપે સ્થિરતા દેતું, મનાવે ઘર્મ, એ કૂંચી. ૨૬ અર્થ – સદ્ગુરુ અથવા તેમનું બોઘેલું સમ્યકજ્ઞાન તે જ્ઞાની પુરુષના સ્વરૂપમાં સાચી એકતા કરાવે છે અર્થાત્ જ્ઞાનીપુરુષના આત્માનું સ્વરૂપ અને મારા આત્માનું સ્વરૂપ નિશ્ચયનયે એક રૂપે જ છે. તે સમ્યજ્ઞાન કાળાંતરે સ્વસ્વરૂપમાં સ્થિરતા આપે છે, અને આત્મઘર્મમાં શ્રદ્ધા કરાવે છે. માટે સગુરુ કે તેના વચનામત એ આત્મઘન મેળવવા માટે કંચી સમાન છે. “સમ્યકજ્ઞાનથી સમ્યક્દર્શન થાય છે.”(વ.પૃ.૮૧૯) //રકા ઉઘાડે કર્મફૅપ તાળાં, અનાદિથી વસાતાં જે; જવા દે ના અઘોમાર્ગે, વળાવો ઠેઠનો આ છે. ૨૭ અર્થ – સમ્યગ્દર્શન અનાદિકાળથી વસાયેલા કર્મરૂપી તાળાને ઉઘાડે છે. વળી અધોગતિના માર્ગે જવા દે નહીં એવો આ ઠેઠ મોક્ષ સુધીનો વળાવો છે. “આત્મા અજ્ઞાનરૂપી પથ્થર કરી દબાઈ ગયો છે. જ્ઞાની જ આત્માને ઊંચો લાવશે. આત્મા દબાઈ ગયો છે એટલે કલ્યાણ સૂઝતું નથી. જ્ઞાની સવિચારોરૂપી સહેલી કૂંચીઓ બતાવે તે કૂંચીઓ હજારો તાળાને લાગે છે.” (વ.પૃ.૭૩૩) “જ્ઞાની કહે છે તે કૂંચીરૂપી જ્ઞાન વિચારે, તો અજ્ઞાનરૂપી તાળું ઉઘડી જાય; કેટલાય તાળ ઉઘડી જાય.” (વ.પૃ.૭૩૩) રશા. ગ્રહો જો હાથ તેનો તો, જર્ફેર મોક્ષે જવું પડશે, ચહો કે ના ચહો તોયે, બઘાંયે કર્મ-તુષ છડશે. ૨૮ અર્થ - સમ્યક્રદર્શન જો એકવાર કરી લીધું તો જરૂર મોક્ષે જવું પડશે. પછી તમે ઇચ્છો કે ન ઇચ્છો તો પણ બઘાએ કર્મરૂપી તુષ એટલે ફોતરા ખરી જશે. “સમ્યકત્વ અચોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે –“મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તો પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવો પડે છે; માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હોય તોપણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તોપણ બને તો તે જ ભવે, અને ન બને તો વધારેમાં વઘારે પંદર ભવે મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. કદાચ મને છોડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ઘારણ કરે તોપણ અર્થપુગલપરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે'! અર્થાત્ અહીં સમ્યકત્વની મહત્તા બતાવી છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૪૩) ૨૮ાા ન સારું સ્વર્ગ એ વિના, સુદર્શન સહ નરકવાસો ભલો જ્ઞાની જનો માને; સુણી આ એ જ ઉપાસો. ૨૯ અર્થ - સમ્યક્દર્શન વિના સ્વર્ગમાં જવું સારું નહીં. કારણ ત્યાં જઈ મોહમાં ફસાઈ જઈ જીવ પાછો હલકી ગતિમાં જઈ પડશે. જ્યારે સમ્યકદર્શન સાથે નરકાવાસને પણ જ્ઞાની જનો ભલો માને છે. કેમકે નરકમાં હમેશાં દુઃખ હોવાથી સમ્યક્દર્શન છૂટી જતું નથી. માટે સમ્યક્દર્શનની પ્રાપ્તિ અર્થે ગુરુ આજ્ઞાએ દેહથી ભિન્ન એવા આત્માની ભાવના ભાવી આત્મભાવને જ દ્રઢ કર્યા કરો. રિલા કરુંણા, મંત્રી, સમતાદિ, સુદર્શન સહિત ફળદાતા, વિના તેના ન છુટકારો, મીંડાં સૌ એકડો જાતાં. ૩૦ અર્થ - મૈત્રી. પ્રમોદ, કરુણા અને સમતા એટલે માધ્યસ્થ એ ચાર ભાવનાઓ કલ્યાણમય અને
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy