SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (પ) સમાધિ-મરણ ભાગ-૧ ૨ ૩ હાસ્ય, અરતિ, રતિ, શોક, જુગુપ્સા, ભય, ત્રણ વેદ, વળી સંજ્ઞાભય, મૈથુન, આહાર, પરિગ્રહ-કૃશ કરવા થરજો પ્રજ્ઞા. રસ, ઋદ્ધિ, શાતા ગારવ ત્રણ, લેશ્યા અશુભ, વિભાવ તજો; વઘતા ત્યાગે કષાયતનને કૃશ કરી શુદ્ધ સ્વરૂપ ભજો. ૪૨ અર્થ :- હવે કષાયના કારણ એવા નવ નોકષાય વગેરેને દૂર કરવા જણાવે છે : હાસ્ય, અરતિ, રતિ, શોક, જુગુપ્સા, ભય, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ આ નવ નોકષાય, વળી ભય, મૈથુન, આહાર, પરિગ્રહ એ ચાર સંજ્ઞાને પાતળી પાડવા માટે તમારી પ્રજ્ઞાનો ઉપયોગ કરજો. પછી ત્રણ ગારવ. ગારવ એટલે ગર્વ. રસ ગારવ એટલે અમે તો બે શાક સિવાય ખાઈએ નહીં વગેરે, ઋદ્ધિ ગારવ એટલે મારા જેવી રિદ્ધિ કોની પાસે છે અને શાતા ગારવ એટલે મારે તો નખમાય રોગ નથી, મારે માથું પણ કોઈ દિવસ દુઃખે નહીં વગેરે ભાવો ત્યાગવા યોગ્ય છે. તથા વેશ્યા છ છે. કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને શુક્લ. તેમાં પ્રથમની ત્રણ અશુભ લેશ્યા ત્યાગવા યોગ્ય છે. આ બઘા વિભાવ ભાવો સમાધિમરણમાં બાઘક છે. માટે ત્યાગભાવને વઘારી કષાયરૂપી શરીરને પ્રથમ કૃશ કરી શુદ્ધ સહજાત્મસ્વરૂપની ભજના કર્યા કરો તો સમાધિમરણની પ્રાપ્તિ થશે. I૪રા. વિષય-કષાય પ્રબળ શત્રુસમ દુર્જય પણ જીંવ જીતે તો; સુલભ સમાધિ-મરણ બને છે, ખરેખરો શૂરવીર એ તો; વાસુદેવ વા ચક્રવર્તી પણ કષાય વશ નરકે જાતા, વિષય-કષાયો જીત્યા તેનાં યશગત ગંઘ ગાતા. ૪૩ અર્થ :- વિષયકષાય એ જીવના પ્રકષ્ટ બળવાન શત્રુ સમાન દુર્જય છે. છતાં તેને જીવ જો જીતે તો સમાધિમરણ કરવું સુલભ બને છે. એને જીતનાર ખરેખરો શૂરવીર છે. વાસુદેવ અથવા ચક્રવર્તીઓ પણ કષાયને વશ બની નરકે જાય છે. માટે વિષયકષાય જેણે જીત્યા તેના યશગીતો ગંધર્વો એટલે દેવલોકમાં સંગીત કરનાર દેવો પણ ગાય છે. ૪૩ા સાથક સંઘ કરે વૈયાવચ દે ઉપદેશ સુ-સંઘપતિ, વળી નિર્ધામક વાચક મુનિ દે સાઘક મુનિને મદદ અતિ; આરાઘક સુશ્રદ્ધાવાળા હોય ગૃહસ્થ, સુસંગ ચહે, ત્યાગી, વિરાગી, સુશ્રુત, સુઘર્મી શોથી શિક્ષા નિત્ય ગ્રહે. ૪૪ અર્થ :- સમાધિમરણના સાધકની, ચતુર્વિધ સંઘ જે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કહેવાય તે બઘા વૈયાવચ્ચ એટલે સેવા કરે છે. સુ-સંઘપતિ કહેતા આચાર્ય ભગવંત સાઘકને ઉપદેશ આપે છે. વળી નિર્યામક એટલે સેવા કરનાર સાધુ અને વાચક એટલે ઉપાધ્યાય સાઘક મુનિને સમાધિમરણ કરવામાં ઘણી મદદ આપે છે. - સમાધિમરણ કરનાર જો શ્રદ્ધાવંત ગૃહસ્થ હોય તો તે હમેશાં સત્સંગને ઇચ્છે છે. ત્યાગી, વૈરાગી, બહશ્રત અને ઘર્માત્માને શોધી તેમની પાસેથી રોજ શિક્ષા ગ્રહણ કરે છે. ૪૪ સદારાઘના સમ્યક દર્શન-જ્ઞાન-ચરણ-તપ રૂપ ગણી કળિકાળમાં અસત્યસંગે વિરલ ગૃહાશ્રમમાંહિ ભણી;
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy