SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પ્રાણીઘાત કરાવે, જૂઠી વચન-પ્રવૃત્તિ પ્રેરે છે, આજ્ઞા પૂજ્ય પુરુષની ભેલવે, યશ-ઘનને સંહારે છે. ૩૮ અર્થ – ક્રોઘ છે તે તપરૂપ પલ્લવ એટલે કૂપળ અર્થાત્ નવાં ઉગેલાં કપરૂપ પાંદડાને ભસ્મ કરી દે, શુભકર્મરૂપી જળને શોષી લે છે. ક્રોધાદિ કષાયથી મનરૂપી નદી તે કાદવની ખાઈ બની જાય છે અને મનમાં કઠોરતા વ્યાપે છે. ક્રોઘ પોતાના કે પરનો પ્રાણ ઘાત પણ કરાવે અને જૂઠ બોલવામાં પ્રેરણા આપે છે. ક્રોઘ સપુરુષની આજ્ઞાને ભુલાવે છે અને પોતાના યશરૂપી ઘનનો પણ નાશ કરે છે. IT૩૮ાા પરનિંદા પ્રેરે, ગુણ ઢાંકે, મૈત્રી-મૂળ ઉખાડે છે, વિસરાવે ઉપકાર કરેલા, અપકારો વળગાડે છે; અનેક પાપ કરાવી ઑવને કષાય નરકે નાખે છે, તેથી સુજ્ઞ ર્જીવો તો નિત્યે ઉપશમ-રસ ઉર રાખે છે. ૩૯ અર્થ - ક્રોઘાદિ કષાયો જીવને પરનિંદામાં પ્રેરે છે, બીજાના ગુણોને ઢાંકે છે અને ક્રોઘ કરી મૈત્રીના મૂળને ઊખેડી નાખે છે. કરેલા ઉપકારોને ભુલાવી અપકાર કરવામાં પ્રેરણા આપે છે. આ પ્રમાણે અનેક પાપો કરાવી કષાય ભાવો જીવને નરકમાં નાખે છે. તેથી સુજ્ઞ એટલે વિચારવાન જીવો તો નિત્યે ઉપશમરસ અથવા કષાયોને શમાવારૂપ શાંતરસને હૃદયમાં રાખે છે. ૩૯ પર વસ્તુમાં મમતા કરતાં કષાય-કારણ જાગે છે, તેથી ત્યાગ પરિગ્રહનો કરી, નિજ હિતમાં ર્જીવ લાગે છે; વચન સહન ના થયું” પવન તે ક્રોથ-અનલ ઉશ્કેરે છે, પ્રતિવચન કૅપ ઇંઘન નાખી સદ્વર્તન ખંખેરે છે. ૪૦ અર્થ :- હવે કષાય ઉદ્ભવવાના કારણ શું છે તે જણાવે છે : જગતના પર પદાર્થોમાં મમતા એટલે મારાપણું કરવું તે કષાય જન્મવાનું કારણ છે. તેથી પરિગ્રહનો ત્યાગ કરીને સાઘક પોતાના આત્મહિતમાં લાગે છે. જો વચન કોઈનું સહન ન થયું તો તે વચન પવન સમાન બની ક્રોધરૂપી અગ્નિને ઉશ્કેરે છે. તેમાં સામા વચન બોલવારૂપ લાકડા નાખી ક્રોઘાગ્નિને વધારી પોતાનું સદ્વર્તન ખંખેરે છે અર્થાત્ પોતાનું પોત બતાવી આપે છે કે મારા કષાયો ઘટ્યા નથી. II૪૦ાા. સાથે સમ્યક દર્શન ખોવે, પાપબીજ ઑવ વાવે છે, ભવ-ભ્રમણે કારણ એ જાણી, સમજુ ક્રોઘ શમાવે છે; સજ્જનની શિખામણ સુણે, થયેલ દોષ ખમાવે છે, દોષો તજવા કરી પ્રતિજ્ઞા, મસ્તક નિજ નમાવે છે. ૪૧ અર્થ :- કષાયના પ્રવર્તનથી જીવ સમ્યક્દર્શનને પણ ખોઈ નાખી પાપના બીજ વાવે છે. સંસાર ભ્રમણનું કારણ પણ કષાય છે એમ જાણીને સમજુ પુરુષો ક્રોથને શમાવે છે. તે સજ્જન પુરુષોની શિખામણ સાંભળી પોતાના થયેલા દોષોને ખમાવે છે. અને નવા દોષો ન થવા માટે પ્રતિજ્ઞા કરીને પોતાનું મસ્તક નમાવી ક્ષમા માગે છે. I૪૧ના
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy