SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ તોપણ ઉત્તમ જનને યોગે સત્પુરુષાર્થ સફ્ળ થાશે, સ્નેહ, મોહનો પાશ તજી આરાધક શાંત સ્થળે જાશે. ૪૫ અર્થ :— મહાપુરુષોએ સમ્યક્દર્શન-જ્ઞાન-ચરણ – તપને સદ્ આરાઘના ગણી છે. પણ આ કળિકાળમાં આરંભ પરિગ્રહના અસત્ પ્રસંગો ગૃહસ્થાશ્રમમાં હોવાથી આ આરાઘના ત્યાં કરવી વિરલ છે. તોપણ ઉત્તમ પુરુષોના યોગમાં સત્પુરુષાર્થ કરવામાં આવે તો સફળ થઈ શકે એમ છે. તે માટે સમાધિમરણનો આરાધક કુટુંબ વગેરેના મોહના પાશ એટલે જાળને તજી દઈ શાંત સ્થળે આરાધના કરવા માટે જશે તો સફળતા પામશે. ।।૪।। ૨૪ શાંતિ-સ્થળ એકાન્ત વિષે પણ પરવશ સંગ-પ્રસંગ પડે, તો કરી ત્યાગ જ વાતચીતનો, મૌન રહે નહિ કાંઈ નડે; શુદ્ધ સ્વોઁપનું સ્મરણ, શ્રવણ, સજ્જન-સંગે વ જો ક૨શે, તો કળિકાળ વિષે પણ સંયમ સાથી ઉ૨ હિતથી ભરશે. ૪૬ અર્થ :— સમાધિમરણના આરાધકને એકાંત એવા શાંતિ સ્થળમાં પણ જો પરવશ કરે એવા સંગપ્રસંગ આવી પડે તો વાતચીતનો જ ત્યાગ કરી દેવો. મૌન ધારણ કરવાથી તે વિક્ષેપ નડશે નહીં. શુદ્ધ સહજાત્મસ્વરૂપનું સ્મરણ કે જ્ઞાનીપુરુષના બોઘનું શ્રવણ, જો જ્ઞાનીપુરુષના આશ્રિતના સંગે જીવ કરશે તો આ કળિકાળમાં પણ સંયમની આરાધના કરીને તે ભવ્યાત્મા પોતાના આત્માનું હિત કરી શકશે. ।।૪। સ્વ-પરધર્મ પોષે પરમાર્થી ઉપદેશક કરુણા-સિન્ધુ, સંયમ, ત્યાગ, વ્રતે, શુભ ધ્યાને આરાધક મન જોડી દીધુંપ્રભાવના તો ઉત્તમ કીથી; તğ આળસ સેવા સાથે, કર્મવશે આરાધક વર્તે વિપરીત, પણ ના રીસ વાર્થ, ૪૭ અર્થ :— સ્વ-પર ધર્મને પોષણ આપનાર એવા પારમાર્થિક કરુણાસિંધુ ઉપદેશક ગુરુએ સમાધિમરણના આરાધકનું મન, સંયમ, ત્યાગ, વ્રત કે શુભધ્યાનમાં જોડવામાં મદદ કરીને ઉત્તમ પ્રભાવના કરી તથા આળસ તજીને સેવા કરી છતાં કર્મવશાત્ આરાધક વિપરીત રીતે વર્તે તો પણ તે ક્રોધને વશ થતાં નથી. ।।૪૭ તિરસ્કાર કરી કરે અવજ્ઞા, ભૂખ-તરસ ના સહી શકે, વ્રત તોર્ડ આરાધક, તોયે નિર્વ્યાપક ના ફરજ ચૂકે; ઘીરજ રાખી સ્નેમાં હૃદયંગમ વચને તે સિંચે ધર્મભાવરૂપ લતા મનોહર, આરાઘક-ઉરલે ઊંચે. ૪૮ અર્થ :– સમાધિમરણનો આરાધક ભૂખ તરસનું દુઃખ સહન ન થવાથી આચાર્ય કે ઉપાઘ્યાયની અવજ્ઞા કરે, તિરસ્કાર કરે, વ્રત તોડે તો પણ નિર્વ્યાપક એટલે સંધારો કરેલો હોય તેને સદુપદેશથી દૃઢ કરનાર સાધુ, શ્રુતગુરુ કે શિક્ષાગુરુ તે પોતાની ફરજ ચૂકતા નથી. પણ ધીરજ રાખીને સ્નેહભર્યાં હૃદયંગમ એટલે હૃદયસ્પર્શી વચનરૂપ જળવડે ઘર્મભાવરૂપ સુંદર લતાને પોષે છે. જેથી આરાઘકનું મન શાંત બનીને ફરીથી સમાધિમરણને સારી રીતે સાથે છે. ।।૪।
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy