SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - પછી સમ્યદ્રષ્ટિને વિશેષ અભ્યાસ થવાથી સહેજે તે ઉપયોગ રહ્યા કરે છે. પણ જે વ્યવહાર સત્ય બોલવાનું જ નેવે મુકી દે તો શું થાય? I૧૪ો. તેને બને ન બોલવું પરમાર્થ સત્યનું કાંઈ રે; તેથી હવે વ્યવહારની વાત અલ્પ કહી આંહી રે. સગુરુના અર્થ :- જે વ્યવહાર સત્ય ભાષા ન બોલે તેનાથી પરમાર્થ સત્ય ભાષા બોલવાનું કાંઈ બની શકે નહીં. તેથી હવે અહીં વ્યવહાર સત્યની વાત થોડીક કહીએ છીએ. “વ્યવહારમય આવ્યા વિના પરમાર્થસત્ય વચન બોલવાનું બને તેમ ન હોવાથી વ્યવહારસત્ય નીચે પ્રમાણે જાણવાનું છે.” (વ.પૃ.૬૭૬) I/૧૫ જેવી રીતે વસ્તુને જોઈ, વાંચી, અનુભવી, સુણી રે, તેવી રીતે જ જણાવતા, બોલે વાણી સગુણી રે. સદ્ગુરુના અર્થ - વસ્તુને જે પ્રકારે જોઈ હોય, તે સંબંથી વાંચ્યું હોય, અનુભવ થયો હોય કે સાંભળ્યું હોય; તેવી જ રીતે સદગુણી પુરુષો તે વાતને જણાવવા વચન બોલે છે. “જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહારસત્ય.” (વ.પૃ.૬૭૬) //લકા વ્યવહારે તે સત્ય છે; દ્રષ્ટાંત તેનું ય આ છે રે - અશ્વ બપોરે બાગમાં લાલ દીઠો જો આજે રે, સદગુરુના અર્થ :- વ્યવહારસત્ય કહેવાય છે. તેનું આ દ્રષ્ટાંત છે - કોઈનો ઘોડો બપોરે બાગમાં લાલરંગનો આજે દીઠો હોય તો તેમ કહેવું. “દ્રષ્ટાંત ઃ જેમ કે અમુક માણસનો લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગ્યે દીઠો હોય, અને કોઈના પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહાર સત્ય.” (વ.પૃ.૬૭૬) ૧૭ળા તેવું જ યથાર્થ બોલવું, પૂછે જો કોઈ આવી રે; સ્વાર્થ વા ભીતિ કારણે વદે ન સત્ય છુપાવી રે. સગુરુના અર્થ – જેવું જોયું હોય તેવું જ યથાર્થ બોલવું. જો કોઈ આવીને પૂછે તો પણ સ્વાર્થ અથવા ભયના કારણે સત્યને છુપાવીને વચન બોલવું નહીં. /૧૮ વ્યવહારસત્ય તેને કહ્યું તેમાં પણ આમ વિચારો રે, જીંવ-વથ હેતું જો હશે, વા ઉન્મત્તતાથી લવારો રે- સગુરુના અર્થ:- તેને વ્યવહારસત્ય કહ્યું છે. તેમાં પણ એમ વિચારો કે સત્ય બોલવાથી જો જીવોના વઘમાં તે વચનો કારણરૂપ થતા હશે તો તે સત્ય નથી પણ અસત્ય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે “સત્ય પણ કરુણામય બોલવું' અથવા ઉન્મત્તતા એટલે દારૂ પીધેલા માણસની જેમ મોહના ગાંડપણમાં કોઈ લવારો કરે તે કદાચ સાચો હોય તો પણ સાચો નથી; કેમકે તે ભાન વગર બોલે છે. “આમાં પણ કોઈ પ્રાણીના પ્રાણનો નાશ થતો હોય, અગર ઉન્મત્તતાથી વચન બોલાયું હોય, યદ્યપિ ખરું હોય તોપણ અસત્યતુલ્ય જ છે એમ જાણી પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે.” (વ.પૃ.૬૭૬) ૧૯ાા સત્ય છતાં ય અસત્ય તે, આ હૃદયે દ્રઢ ઘારો રે, સ્વ-પરની હિંસા સાથતું સત્ય ન હોય વિચારો રે. સગુરુના
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy