SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- કમળનું ફૂલ સદૈવ પાણીમાં રહેતા છતાં તેના સ્નેહથી તે લેખાતું નથી, અર્થાત્ ભીંજાતું નથી. તેમ પાંચ સમિતિ પ્રવર્તતાં મુનિ આ જીવોથી ભરેલા જગતમાં વર્તવા છતાં પણ પાપથી પાતા નથી અર્થાત તેમને પાપનો બંઘ થતો નથી. II૪ના ૧. મન-ગુતિ રાગાદિ-પ્રેરિત વિકલ્પો તર્જી મન વશ, સમ રાખે; કે સિદ્ધાંત-સૂત્ર ગૂંથે મુનિ, મનગુણિ-સુખ ચાખે. હો ભક્ત અર્થ - રાગદ્વેષાદિ ભાવોવડે પ્રેરણા પામી ઊઠતા વિકલ્પોને તજી દઈ મન વશ રાખે, તેને સમભાવમાં લાવે તે મનગુતિ કહેવાય છે. એમ મનને વશ રાખી સિદ્ધાંતના સૂત્રોને જે ગૂંથે તે મુનિ મનગુપ્તિથી પ્રગટ થતાં સુખને ચાખે છે. I૪૮ાા મન-તુરંગ આસ્રવ-તોફાને, રે! દુર્ગાન-કુઠામે, ઘર્મ-શુક્લ પથમાં પ્રેરાયે, રોક્ય જ્ઞાન-લગામે. હો ભક્ત અર્થ :- મન-તુરંગ એટલે મનરૂપી ઘોડો કર્મ કરવાના આસ્રવરૂપ તોફાને જો ચઢી ગયો તો અરે ! તે દુર્બાન કરાવીને કુઠામ એવા નરક નિગોદાદિમાં જીવને લઈ જશે. અને જો તે મનરૂપી ઘોડાને જ્ઞાનરૂપી લગામથી રોકીએ તો તે ઘર્મધ્યાન, શુક્લધ્યાનરૂપી પથમાં પ્રેરાઈને જીવને મુક્તિધામે લઈ જશે. II૪૯ાા આત્મ-રુચિ, લીનતા આત્મામાં, ધ્યાનારૂંઢ બન જાતા, સ્થિરતા મુનિ બે ઘડી પામે તો કેવળી બનતા ધ્યાતા. હો ભક્ત અર્થ - સમ્યકજ્ઞાન બળે જો આત્મરુચિ ઉત્પન્ન થઈને આત્મલીનતા જીવ પામશે તો તે ધ્યાનારૂઢ બની જશે. તે ધ્યાનમાં મુનિ બે ઘડી સુધી જો સ્થિરતા પામે તો તે કેવળજ્ઞાનને પામશે. પછા ૨. વચન-ગુપ્તિ સમ્યક્ વશ જો વચનપ્રવૃત્તિ, અથવા મૌન ઘરે જો ઇશારત આદિ ત્યાગી મુનિ, વચનગુતિ વરે તો. હો ભક્ત અર્થ - સમ્યકજ્ઞાનબળે કરીને વચનની પ્રવૃત્તિ જો વશમાં હોય તો તે આત્મપ્રયોજન વગર બોલે નહીં. અથવા મૌનને ઘારણ કરીને રહે. ઇશારા આદિનો ત્યાગ કરે. તે મુનિ વચનગુતિને પામે છે. ૫૧ના વચન-અગોચર સ્વરૂપ નિજ તો વચન વિષે ના રાચો, અનુભવ-રસ-આસ્વાદન કાજે શુદ્ધ સ્વરૂપે માચો. હો ભક્ત અર્થ :- વચનથી અગોચર કહેતાં અગમ્ય એવું પોતાનું આત્મસ્વરૂપ છે તો વચન વિષે હવે સાચો નહીં. પણ આત્મઅનુભવરસનું આસ્વાદન કરવા માટે શુદ્ધ સ્વરૂપમાં જ રાચીને રહો અર્થાત્ તેનું જ ધ્યાન કર્યા કરો જેથી તે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય. /પરા ૩. કાય-ગુતિ અડોલ આસન પરિષહમાં પણ, કાયોત્સર્ગે સ્થિતિ, કે શરીરથી હિંસા ત્યાગી તે કાયાની ગુપ્તિ. હો ભક્ત
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy