SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૯) સમિતિ-પ્તિ પ્રમાદથી ઉપયોગ ચળે તો મુનિ પદ છઠ્ઠું આવે, વિશેષ અંશે સ્ખલિત થાય તો અસંયમી બની જાવે. હો ભક્ત અર્થ :– પ્રમાદથી જો આત્મઉપયોગ ચલિત થાય તો મુનિ સાતમા ગુન્નસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાનકમાં આવી જાય. જો ઉપયોગ વિશેષ અંશે ચલાયમાન થાય તો ફરીથી અસંયમવાળા એટલે રાગદ્વેષવાળા બની જઈ નીચેના ગુણસ્થાનકમાં આવી જાય છે. ૨૮૯ “પ્રમાદી ને ઉપયોગ સ્ખલિત થાય છે, અને કંઈક વિશેષ અંશમાં સ્ખલિત થાય તો વિશેષ બહિર્મુખ ઉપયોગ થઈ ભાવઅસંયમપણે ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાદિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છોડી શકાય એવી હોવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગે થઈ શકે એવી અદ્ભુત સંકળનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે.'' (વ.પૃ.૫૯૬૬ ||૪૨॥ તે ન થવા દેવા કહૌં સમિતિ અંતર્યામી નાથે, આજ્ઞા આરાઘે મુનિજન તો અંતર્મુખતા સાથે. હો ભક્ત અર્થ :– તે ઉપયોગ ચલિત ન થવા દેવા અર્થે અંતર્યામી એવા ભગવાને આ પાંચ સમિતિની યોજના કરી છે. એ પાંચ સમિતિ ભગવાનની આજ્ઞા પ્રમાણે જે મુનિજન આરાધશે તે અંતર્મુખતાને પામશે. ૫૪૩।। સમિતિમાં સૌ સંયમ-વર્તન સમાય સર્વ પ્રકારે, તેમ વર્તતાં સતત જાગૃતિ ઉપયોગી મુનિ ધારે, હો ભક્ત અર્થ :— આ પાંચ સમિતિમાં, સંયમમાં પ્રવર્તવાના બીજા સર્વ પ્રકારો સમાય છે. તે પ્રમાણે વર્તન કરતાં આત્મ ઉપયોગની સતત જાગૃતિ મુનિ ઘારણ કરે છે. “જે જે સંયમમાં પ્રવર્તવાના બીજા પ્રકારો ઉપદેશ્યા છે, તે તે સર્વ આ પાંચ સમિતિમાં સમાય છે; અર્થાત્ જે કંઈ નિગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે, તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે, તેની જ આજ્ઞા આપી છે; અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપયોગ તેને જેમ અસ્ખલિતતા રહે તેમ આપી છે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તો ઉપયોગ સતત જાગ્રત રહ્યા કરે, અને જે જે સમયે જીવની જેટલી જેટલી જ્ઞાનશક્તિ તથા વીર્યશક્તિ છે તે તે અપ્રમત્ત રહ્યા કરે.'' (વ..પ૯૪) ।।૪૪) જ્ઞાન-વીર્ય-શક્તિ જે કાળે પ્રગટે જેવી જેવી, અપ્રમત્ત સૌ રહ્યા કરે તે, અદ્ભુત સમિતિ એવી. હો ભક્ત અર્થ ઃ— જે જે સમયે જીવની જેટલી જ્ઞાનશક્તિ અને વીર્યશક્તિ પ્રગટ હશે તેટલા પ્રમાણમાં તે સૌ અપ્રમત્ત રહ્યા કરશે. એવી અદ્ભુત પાંચ મિતિની યોજના ભગવંતે કરી છે. ।।૪।। રહસ્યદૃષ્ટિ કહીં સંક્ષેપે, મુમુક્ષુ મુમુક્ષુ મન મન ભાવી; સત્પુરુષની દૃષ્ટિ વિના તે દુષ્કર છે સમજાવી, હો ભક્ત - અર્થ :- આ રહસ્યપૂર્ણ વૃષ્ટિ સંક્ષેપમાં અત્રે જણાવી છે, જે મુમુક્ષુને મન ભાવશે. પણ સત્પુરુષની દૃષ્ટિ વિના તે રહસ્ય સમજાવું દુષ્કર છે. ।।૪।। કમળપત્ર પાણીમાં સ્નેઠે, જેમ નહીં લેપાયે, સમિતિી તેમ જીવાકુલ જગમાં પાપ ન મુનિને થાયે. હો ભક્ત
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy