SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ અર્થ :પાંચ ઇન્દ્રિયના વિષયસુખ તે ખરેખર દુઃખ છે; માયાવી મંડપ સમાન છે. જે ઉપરથી ૨મણીય દેખાવ આપી જીવને લલચાવે પણ અંદરથી ખાલી ખોખું છે. તેમ શરીર પણ ઉપરથી રમણીય દેખાવ આપી મનને મોહ કરાવી જીવને સંસારરૂપી કૂવામાં પાડે છે. જ્યારે અંદર તો મળમૂત્રની જ ખાણ છે. ।।૮।। ૪૯૬ અસ્થિ-માળો બાંઘિયો જી, સ્નાયુ-ર બંઘ, માંસાદિકથી લીંપિયો જી, કૃમિ વસે અનંત રે. ભવિજન॰ અર્થ :– આ શરીરરૂપી ઘરમાં અસ્થિ એટલે હાડકારૂપી માળો બાંધેલો છે. તે સ્નાયુરૂપી રજ્જુ એટલે દોરીથી બંધાયેલ છે. તે ઉપર માંસાદિક થાતુનું લીંપણ કરેલું છે. જેમાં અનંત કૃમિઓ વાસ કરીને રહેલા છે. ।।૯। મઢી ચામડી રોમથી જી, અંદર ગંઘ ખચીત, મળમૂત્ર ભરપૂર છેજી, નવે દ્વાર કુત્સિત રે. ભવિજન અર્થ :— શરીરના માંસ ઉપર રોમરાજીથી યુક્ત ચામડી મઢેલી છે. અને તે શરીર અંદરથી ખચીત એટલે નક્કી દુર્ગંઘમય મળમૂત્રથી ભરપૂર છે. તે શરીરના નવે દ્વારથી કુત્સિત એટલે મલિન વસ્તુ જ બહાર નીકળ્યા કરે છે એ તેનું પ્રમાણ છે. ૮૦ નિદ્રા-મદિરા ટેવથી જી, રાત્રે મૃતક સમાન, ઊઠી અન્ન-ઘનાદિની જી, ચિંતા-ચાનું પાન રે. ભવિજન અર્થ = • નિદ્રારૂપી દારૂની ટેવથી રાત્રે તે મડદા સમાન બની જાય છે. સવારમાં ઊઠી અન્ન ધનાદિ વસ્તુઓ મેળવવા માટે ચિંતારૂપી ચાનું પાન કરે છે. ૮૧।। વ્યાધિનું ઘર જાણવું જી, વાત પિત્ત કફ માત્ર, યંત્ર સમું અટકી પડે જી; સુંદર સ્ત્રીનું ગાત્ર રે– ભવિજન૦ અર્થ :– આ શરીરને વ્યાધિનું ઘર જાણવું. ‘રોગ જરાને નિવાસનું ઘામ' જાણવું. તેમાં વાત પિત્તને કફ માત્ર ભરેલા છે. જેમ યંત્ર ચાલતું બંધ થઈ જાય તેમ સુંદર સ્ત્રીનું ગાત્ર એટલે શરીર પણ કામ કરતાં બંઘ પડી જાય અર્થાત્ તેનું મૃત્યુ થઈ જાય. II૮૨૫ સેવ્યાથી સુખ ના લહે જી, જ્ઞાની જન ગુણવંત, પરંપરાએ દુઃખની જી, વૃદ્ધિ જીવ લ ંત રે. ભવિજન૦ અર્થ – આવા શરીરના સેવનમાં ગુણવંત એવા જ્ઞાનીપુરુષો સુખ માનતા નથી. કેમકે પરંપરાએ શરીર ઉપરના રાગથી જીવ દુ:ખની વૃદ્ધિને જ પામે છે. ।।૮।। પરાથીન, બાઘા ઘણી જી, બંઘન-હેતુ, અનિત્ય, વિષમ સુખ ઇન્દ્રિયનાં જી, દુઃખ-દાવાનલ સત્ય રે.’’ ભવિજન૦ અર્થ :— ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે પરાધીન છે. તેમાં ઘણા વિઘ્ન આવે છે, કાં શરીર રોગી થઈ જાય, કાં ઉપભોગની સામગ્રી ન મળે. તેને ભોગવતાં રાગ વૃદ્ધિ પામવાથી તે નવીન કર્મબંધનું કારણ થાય છે. તે સુખ ક્ષણિક છે, નાશવંત છે. વિષમ પરિણામ કરાવનાર છે. એક સરખું રહેતું નથી. માટે
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy