SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩ ૪૯૫ ઊંઘાડે સુર ગીતથી જી, સેવા કરે અપાર; અતુલ-બલી, કરુણા-ઘણી જી દંભ નહીં લગાર રે. ભવિજન અર્થ - કોઈ બાળકરૂપે પ્રભુને દેવતાઈ સંગીતથી ઊંઘાડવા લાગ્યા. એમ દેવતાઓ પ્રભુની અપાર સેવા કરતા હતા. અતુલ બળવાળા પ્રભુ પણ કરુણાના ઘણી હોવાથી કોઈને લગાર માત્ર પણ દૂભવતા નથી. II૭૧ાા. વગર ભયે જાણે બધું જી, સકળ કળા-નિપુણ, અવધિ-શ્રુત-મતિ-માન તે જી, પામે યૌવન પૂર્ણરે. ભવિજન અર્થ - પ્રભુ વગર ભયે બધું જાણે છે. સકળ કળામાં નિપુણ છે. મતિ-શ્રુત-અવધિજ્ઞાનવાળા છે. હવે પ્રભુ પૂર્ણ યૌવન અવસ્થાને પામ્યા. I૭૨ાા નાભિનૃપ કહે એકદા જી : “હે ! દેવાધિદેવ, કમલ કાદવ ઊપજે જી, કનક ઉપલ સ્વયમેવ રે, ભગવદ્ અર્થ - નાભિરાજા એકવાર પ્રભુને કહેવા લાગ્યા કે હે દેવોના પણ દેવ! કમળ જેમ કાદવમાં ઉત્પન્ન થાય, કનક એટલે સોનું તે ઉપલ એટલે સુવર્ણ પત્થરમાં સ્વયં ઉત્પન્ન થાય તેમ તમે પણ સ્વયંમેવ પ્રગટ થયા છો. તેમાં અમે તો નિમિત્તમાત્ર છીએ. //૭૩ાા છીપે મોતી ઉદ્ભવે જી, ઊગે પૂર્વમાં ભાણ, તેમ પિતા હું આપનો જી, ઘટે નહીં અભિમાન રે. ભગવદ્ અર્થ - જેમ મોતી છીપમાં પ્રગટે, પૂર્વ દિશામાં ભાણ એટલે સૂર્યનો ઉદય થાય, તેમ હું પણ નિમિત્તમાત્રથી તમારો પિતા છું, ખરી રીતે નહીં. તેથી મને તેનું અભિમાન કરવું ઘટે નહીં. ૭૪ જ્ઞાનનિશાન તમે પ્રભુ જી, નભથી કોણ મહાન? તોય અલ્પબુદ્ધિ ભણું જી, સ્નેહ-વશે બેભાન રે. ભગવદ્ અર્થ - તમે તો જ્ઞાનના ભંડાર છો. નભ એટલે આકાશથી જગતમાં કોણ મહાન છે? તો પણ નેહવશ બેભાન થયેલો એવો હું અલ્પબુદ્ધિથી એક વાત કહું છું. //૭પી. લોકગતિ વર્તાવવા જી, કરો હવે વિવાહ, કુમારવય વીતી ગઈ જી, ઇચ્છું કુળ-પ્રવાહ રે.” ભગવદ્ અર્થ:- લોકગતિ એટલે લોકવ્યવહાર ચલાવવા માટે તમે હવે વિવાહ કરો. કુમારકાળ વીતી ગયો છે. માટે કુળપરંપરા ચાલુ રહે એમ હું ઇચ્છું છું. I૭૬ના વિનય કરી પ્રભુ બોલતા જી, મોહ-વિરોથી વાત, અજ્ઞાની જન ઇચ્છતા જી ભવવૃદ્ધિ, હે! તાત રે. ભવિજન અર્થ :- જવાબમાં પ્રભુએ વિનય કરી મોહથી વિરોઘવાળી એવી વાત કહી કે હે તાત! વિવાહ કરી ભવવૃદ્ધિ કરવી એ તો અજ્ઞાની જન ઇચ્છે. જ્ઞાનીને તેમાં સુખબુદ્ધિ હોય નહીં. ૭૭થા. વિષયસુખ તો દુઃખ છે જી; માયા-મંડપ રૂપ ઉપરથી લલચાવતું જી, શરીર તો ભવકૂપ રે. ભવિજન
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy