SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ દોષોનો હવે નાશ કરો. રિયા શાંતિ સૌ ઘર્મનું મૂળ જાણી સદા, ક્લેશનાં કારણો ટાળશે જે, સર્વ સંસારનાં દુઃખની આ દવા: આત્મ-અર્થે સમય ગાળશે તે. આજ૦૨૪ અર્થ - વિષયકષાયથી ઉત્પન્ન થતી ઇચ્છાઓના સંકલ્પવિકલ્પથી કે તેના આકુળવ્યાકુળપણાના નાશથી જીવ આત્મશાંતિ પામે છે. એ આત્મશાંતિને સર્વ ધર્મનું મૂળ જાણી અને રાગદ્વેષ અજ્ઞાન આદિને સદા ક્લેશના કારણો માની જે જીવ ટાળશે, તે પોતાના સનાતન શાશ્વત એવા આત્મઘર્મને પામી સર્વકાળ સુખી થશે. સંસારના જન્મ જરા મરણ કે આધિ વ્યાધિ ઉપાધિરૂપ ત્રિવિઘ તાપના દુઃખથી મુક્ત થવાની આજ દવા છે. તેને જે જીવ સમજશે તે દેહભાવને ગૌણ કરી આત્મભાવને દ્રઢ કરવા અર્થે પોતાના મનુષ્યભવનો અમૂલ્ય સમય વ્યતીત કરશે. તે જ જીવ જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં ઘન્યવાદને પાત્ર છે. ૨૪ જે જીવ પૂર્વ પુણ્યના પુંજથી સનાતન જૈન ધર્મને પામે, તે આત્માદિ સૂક્ષ્મ તત્ત્વોની પ્રતીતિ એટલે શ્રદ્ધાને પામી શકે છે. તે પામ્યા પછી ક્રમશઃ આગળ વધીને કેવળજ્ઞાન પામી મુક્તિને મેળવે છે. એ વિષે વિસ્તારથી અત્રે જણાવવામાં આવે છે – (૭૮) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ (સેવો ભવિયાં વિમલ જિનેસર, દુલ્લહા સજ્જન-સંગાજી એ રાગ) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ પામ્યા, અચળ આ કળિકાળજી, એવા સદગુરુ-ચરણે નમતાં, ભવ-ભાવઠ તે ટાળજી. સૂક્ષ્મ અર્થ :- આત્માદિ તત્ત્વો અરૂપી હોવાથી સૂક્ષ્મ છે. તેની પ્રતીતિ એટલે શ્રદ્ધાને પામવી તે સૂક્ષ્મ તત્ત્વ પ્રતીતિ છે. આવી આત્માદિ તત્ત્વોની અચળપણે કહેતા ક્ષાયિકભાવે પ્રતીતિને જે ભયંકર હુંડા અવસરપિણી કાળમાં પણ પામ્યા એવા લાયક સમ્યદ્રષ્ટિ પરમકૃપાળુ શ્રીમદ્ ગુરુ ભગવંતના ચરણકમળમાં ભક્તિભાવે નમન કરતાં અર્થાત્ તેમની આજ્ઞાને ઉપાસતાં ભવ-ભાવઠ એટલે સંસારની સર્વ ઉપાથિની જંજાળનો ક્રમે કરી નાશ થાય છે. [૧ાા. શ્રીમદ્ સગુરુ રાજચંદ્ર-પદ-સેવા નિત્યે ચાહંજી, પરમ-પ્રેમ-રસ દાન પ્રભુ દ્યો, તો તેમાં હું હાઉજી. સૂક્ષ્મ અર્થ - શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુના ચરણની સેવા કહેતા તેમની આજ્ઞાને નિત્યે ઉઠાવવા ઇચ્છું છું. હે પ્રભુ! મારી સંસાર પ્રત્યેની અનંતી પ્રીતિનો નાશ થઈ આપના પ્રત્યે પરમપ્રેમ પ્રગટે એવું મને વરદાન આપો; જેથી હું આપના પ્રેમરૂપરસમાં નાહીને મારા આત્માને પવિત્ર કરું. /રા સ્ફટિક રત્ન સમ જીંવ-નિર્મળતા, જિનવર-બોઘ-પ્રકાશેજી, પ્રબળ કષાય-અભાવે પ્રગટે, સહજ ઘર્મ વિકાસેજી. સૂક્ષ્મ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy