SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ४७८ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ વિદ્યાઘર રાજા હતો, ખરી. ભોગ વિષે આસક્ત રે, ખરી, સ્વયંબુદ્ધ મંત્રી તણા ખરી. ઉપદેશે જિન-ભક્ત રે. ખરી અર્થ – પૂર્વભવે હું વિદ્યાઘરનો રાજા હતો ત્યારે ભોગમાં આસક્ત હતો. પણ સદ્ભાગ્યે સ્વયંબુદ્ધ મંત્રીના ઉપદેશથી હું જિનભક્ત બન્યો હતો. II૭૭યા. એક માસના ત્યાગથી, ખરી. ભાવો કર્યા પવિત્ર રે; ખરી. પ્રભાવ આ સુથર્મનો, ખરી ઘન્ય! એ મંત્રી-મિત્ર રે.” ખરી. અર્થ - ત્યાં અંતે એક મહિના સુધી સર્વનો ત્યાગ કરી દીક્ષા લઈ ભાવોને પવિત્ર કર્યા. તેના પ્રભાવે હું આટલા કાળસુધી આ શ્રીપ્રભ વિમાનનો સ્વામી બની રહ્યો. તેનું કારણ મારા મંત્રી સ્વયંબુદ્ધ મિત્ર હતા, તેમને ઘન્ય છે. I૭૮. સુર કહે, ત્યાં આવિયો - ખરી. દઢઘર્મા સુર-મિત્ર રે; ખરી. આજ્ઞા ઇન્દ્ર તણી કહે : ખરી. “અાલિકા પવિત્ર રે. ખરી અર્થ - લલિતાંગદેવ આવી વાતો કહે છે તેટલામાં ત્યાં દઢશર્મા જે પૂર્વભવનો સ્વયંબુદ્ધ મંત્રી જ છે તે ત્યાં આવી ઇન્દ્રની આજ્ઞા કહેવા લાગ્યો કે નંદીશ્વર દ્વીપમાં અષ્ટાલિકા એટલે આઠ દિવસનો પવિત્ર ઉત્સવ ઊજવવાનો છે માટે બધા ચાલો. I૭૯ાા. નંદીશ્વર દ્વીપે જવા - ખરી. આમંત્રે છે ઈન્દ્ર રે; ખરી. પૂજા-ભક્તિ ભલી થશે, ખરી. વંદીશું જિનેન્દ્ર રે.” ખરી. અર્થ :- નંદીશ્વર દ્વીપ જવા માટે ઇન્દ્રનું સર્વને આમંત્રણ છે. ત્યાં નંદીશ્વર આદિ દ્વીપમાં શાશ્વત જિનેન્દ્ર પ્રતિમાઓની ભલી પ્રકારે પૂજા ભક્તિ થશે. તથા ભાવપૂર્વક વંદના થશે માટે તમે પણ તેમની આજ્ઞાને અનુસરીને ત્યાં ચાલો. I૮૦ લલિતાંગ સુણી કહે : ખરી. “સમયોચિત પ્રસંગ રે; ખરી. મળ્યા મિત્ર સંભારતાં - ખરી. ઉરે વધ્યો ઉમંગ રે.” ખરી. અર્થ :- લલિતાંગે આ સાંભળી કહ્યું : અહો! ભાગ્યવશાત્ સ્વામીનો આ હુકમ પણ સમયને ઉચિત પ્રસંગે થયો. તથા દ્રઢઘર્મ મિત્ર પણ સંભારતા મળી ગયા; તેથી હૃદયમાં તીર્થ દર્શને જવાનો ઉમંગ વઘી ગયો. ૧૮૧ાા હર્ષ સહિત સૌ ચાલિયા, ખરી. પ્રભુ-પૂજનના ભાવ રે; ખરી, નૃત્ય-ગીત-આનંદથી - ખરીટ લીઘો સુરગતિ લાવ રે. ખરી અર્થ - હર્ષ પૂર્વક લલિતાંગદેવ પોતાની વલ્લભા સહિત ત્યાં જવા ચાલ્યો. હૃદયમાં પ્રભુ પૂજનનો ભાવ હોવાથી નંદીશ્વર દ્વીપમાં જઈ નૃત્ય, ગીત, આનંદસહિત શાશ્વતી અર્હત્ પ્રતિમાની પૂજા કરી દેવલોકમાં રહેવાનો લહાવો લીધો. ૮રા ચ્યવન-કાળ ભૂલી ગયો, ખરી. આયુષ પૂરણ થાય રે, ખરી, બુઝાતા દીવા સમો-ખરી ઝબકી ના દેખાય રે. ખરી અર્થ - ત્યાં ભગવાનની ભાવપૂર્વક પૂજા કરતાં ઊપજેલા પ્રમોદથી તે પોતાનો ચ્યવનકાળ ભૂલી
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy