SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- મુનિ-માર્ગ ભગવંતે સમતાનો ભાખ્યો છે. જોડા વગર, કાંટાકાંકરામાં કે તડકામાં સમભાવ સહિત બાવીસ પરિષહ સહન કરીને જે ચાલે છે. એવા માર્ગે પ્રયત્નપૂર્વક ચાલવાનો અભ્યાસ કરવો જોઈએ. પોતાનું માત્ર આત્મસ્વરૂપ છે એમ સમજી પરપદાર્થોની મમતા મૂકી આત્મઘર્મને ઉજજવલ કરવાનો જીવે પુરુષાર્થ કરવો જોઈએ. પરમકૃપાળુદેવનું વૃષ્ટાંત :- પરમકૃપાળુદેવ નરોડામાં મુનિઓને જોઈ પોતે પણ જોડા કાઢી નાખી ભર ઉનાળાની ઘગઘગતી ભૂમિ ઉપર શાંત ચિત્તથી ચાલતા હતા. જ્યારે મુનિઓ વચ્ચે આવનાર ઝાડની છાયામાં કિંચિતુવાર થોભતા હતા. ૧૦ ૨. ભાષા-સમિતિ ઘૂર્ત-કામ-અભક્ષ્યભક્ષિની, નાસ્તિક, શંકાવાળી, ટાળી દોષ દશ, સાધુ-સમ્મત ભાષા વદો રસાળી. હો ભક્ત અર્થ – ઘૂર્ત એટલે ઠગલોકોની વાણી, કામી પુરુષોની વિકારયુક્ત વાણી, અભક્ષ્ય ભક્ષણ કરનાર લોકોની કઠોર વાણી, નાસ્તિક લોકોની વિપરીત વાણી તથા બીજાને શંકા ઉત્પન્ન કરે એવી વાણીને તજી તથા ભાષાના દશ દોષોને ટાળીને સાધુપુરુષોને સમ્મત એવી રસાળી ભાષાનો ઉપયોગ કરો. I૧૧ાા દુર્ભાષા દશ ભેદ જાણો : કર્કશ, પરુષા, તીખી. નિષ્ફર, પરકોપી, છેદ્યાંકુર, નચ, હિંસક, ભય-દાખી. હો ભક્ત અર્થ - દુઃખ ઉપજાવનાર દુર્ભાષાના દશ ભેદ આ પ્રમાણે છે તે જાણો. (૧) કર્કશ-કર્ણને, અપ્રિય, (૨) પરુષા-કઠોરતાવાળી (૩) તીખી-મનને ન ગમે તેવી, (૪) નિષ્ફર-નિર્દયતાવાળી, (૫) પરકોપી- બીજાને ક્રોઘ ઉપજાવનાર, (૬) છેદ્યાંકુર-મર્મભેદક, (૭) નીચ-હલકા લોકો બોલે તેવી, (૮) હિંસક-હિંસા કરાવનાર, (૯) ભદાખી-બીજાને ભય ઉપજાવે એવી ભાષા બોલવી નહીં. ૧૨ાા દશમી અતિ અભિમાન ભરેલી તર્જી, બીર્જી સમિતિ પાળો, અસંશયાત્મક, હિત, મિત બોલો, પરમ સત્ય સંભાળો. હો ભક્ત અર્થ - (૧૦) અતિ અભિમાન ભરેલી ભાષા બોલવી નહીં. એ બઘાનો ત્યાગ કરી બીજી ભાષાસમિતિનું પાલન કરો. બોલો ત્યારે શંકારહિતપણે, હિતકારી અને માપસર બોલો. બોલતા પરમ સત્ય ભાષા બોલવાનું ધ્યાન રાખો. ૧all વચન-વર્ગણા લોહ સમી તે કંચન કરી શુભ ભાવે, મુનિ જિન-ગુણ-સ્તવને, ઉપદેશે, સૂત્રાર્થે મન લાવે. હો ભક્ત અર્થ - વચન વર્ગણા લોહ જેવી છે તેને પણ મુનિ શુભભાવવડે સુવર્ણ સમાન કરી જિનગુણની સ્તવના કરે છે, ઉપદેશ આપે છે અથવા સૂત્રના અર્થ પ્રગટ કરવામાં મનને લાવી વાણીનો સદુપયોગ કરે છે. ૧૪ જ્ઞાન-જલધિ મુનિ ગંભીર વદતા કરુણા-કારણ જ્યારે, મોહ-ઉદયમાં નિમોંહી તે ભાવ ન શુદ્ધ વિસારે. હો ભક્ત
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy