SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પર એ વાતને લેતા નથી. તેમનું સર્વ ઘન ચોરાઈ જાય, તો મારું બધું ગયું એમ તેમના હૃદયમાં હોય નહીં. [૩રા. જાઓ બળી સર્વ વિનાશ-પાત્ર, યથેચ્છ છૂટો પર વસ્તુ માત્ર; મારું બળે ના પરમાણુ માત્ર, ન રોમ મારું ફરકાય અત્ર. ૩૩ જેને આત્મભાવના દ્રઢ થઈ હોય તેના કેવા વિચાર હોય તે કહે છે : અર્થ :- જે નાશવંત વસ્તુઓ કાળાંતરે વિનાશને પાત્ર છે તે ભલે બળી જાઓ કે નાશ પામો, જે મારા સ્વરૂપથી માત્ર પર છે તે વસ્તુઓનો વિયોગ થાઓ કે જેમ થવું હોય તેમ થાઓ; તેમાં મારું પરમાણુ માત્ર પણ બળતું નથી. તેથી મારું એક રોમ પણ ફરકાય નહીં. એવી માન્યતા જ્ઞાની પુરુષોની હોય છે. નમિરાજર્ષિને ઇન્દ્ર માયાથી મિથિલાનગરી બળતી દેખાડીને કહ્યું : તમારી મિથિલા બળે છે. ત્યારે નમિરાજર્ષિ કહે : મિથિલા બળવાથી મારું કંઈ બળતું નથી. ૩૩ આત્મા નથી છેદ્ય, અભેદ્ય નિત્ય, અજન્મ, વૃદ્ધિ-મરણે રહિત; એવું ગણી ત્યાં રત-ચિત્ત થાઉં, સ્વભાવ-સંતુષ્ટ બની શમાઉં. ૩૪ અર્થ – આત્મા કોઈથી છેદી શકાય નહીં. તે સદા અભેદ્ય છે. તેનો કદી જન્મ નથી. તે આત્માના પ્રદેશો કદી વઘતા નથી, કે તે કદી મરતો નથી. એવું માનીને તે આત્મામાંજ સદા તન્મય થાઉં. પોતાના સ્વભાવમાં જ સંતુષ્ટ બની તેમાં જ સમાઈ રહ્યું. “સમજ્યા તે સમાઈ ગયા, સમજ્યા તે સમાઈ રહ્યા.” ||૩૪માં તૃપ્તિ સ્વભાવે ઘરી ઉર રાખું, સદા મહા ઉત્તમ સુખ ચાખું. આઘાર આત્મા તણી ભાવનાનો, ટકાવતાં કેવળજ્ઞાન પામો. ૩૫ અર્થ - આત્મસ્વભાવમાં જ ખરી તૃપ્તિ છે. એ વાતને મારા હૃદયમાં ઘરી રાખી જો સપુરુષાર્થ કરું તો હું પણ સદા આત્માના મહાન સુખને ચાખી શકું. તે ઉત્તમસુખનો આધાર આત્માની ભાવના છે. તે આત્મભાવનાને ટકાવી રાખનાર કેવળજ્ઞાનને પામે છે. માટે પરમકૃપાળુદેવે મંત્ર રૂપે જણાવ્યું કે : “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” -શ્રીમદ્ રાજચંદ્ર ૩૫ જ્ઞાની ઘરે ભાવ સદાય એવા, ઉપાસકે તે ન વિસારી દેવા; શક્તિ પ્રમાણે સમજી વિચારો, પરોક્ષ-પ્રત્યક્ષ તણા પ્રકારો. ૩૬ અર્થ :- જ્ઞાનીપુરષો તેમના હૃદયમાં સદાય આતમભાવનાને ઘરી રાખે છે. માટે જે આત્મપ્રાપ્તિના ખરા ઉપાસક હોય તેમણે પણ આતમ ભાવનાને સદાય જાગૃત રાખવાનો પ્રયત્ન કરવો, તેને ભૂલી જવી નહીં. પોતાની શક્તિ પ્રમાણે એ આત્મભાવનાને સમજી, તેનો વિચાર કરવો. આત્મા જેને પ્રત્યક્ષ થયો છે તે અનુભવથી સમજીને આત્મભાવનાને કેવળજ્ઞાન મેળવવા અર્થે ઉપાસે છે; પણ જેને આત્મા હજી પરોક્ષ છે, તેણે જ્ઞાની પુરુષ ઉપર શ્રદ્ધા રાખી, તેમણે જેવો આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો તેવો મારો આત્મા છે. એમ વિચારીને સદૈવ આત્મભાવના ભાવવી યોગ્ય છે. //૩૬ાા આતમ ભાવના ભાવી જેણે રાગદ્વેષ અજ્ઞાનને સંપૂર્ણ જીત્યા એવા જિનપરમાત્મા પ્રત્યે ભક્તિ ભાવના કરી મારા આત્માનું કલ્યાણ કરું. હે પ્રભુ! આપ ચારગતિરૂપ સંસારનું ભ્રમણ ટાળી સંપૂર્ણ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy