SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧ ૪. પ્રત્યેક નામકર્મ - જેના ઉદયથી જીવ દીઠ જુદા જુદા શરીરની પ્રાપ્તિ થાય. ૫. સ્થિર :- જેના ઉદયથી સ્થિર એટલે દ્રઢ એવા હાડકાં, દાંત વગેરે અવયવોની પ્રાપ્તિ થાય. ૬. શુભ - જેના ઉદયથી નાભિ ઉપરના અંગો શુભ હોય. જેના સ્પર્શથી બીજાને અભાવ ન થાય. ૭. સુભગ - જેના ઉદયથી ભાગ્યશાળી હોય. કોઈનો ઉપકાર ન કરે તો પણ સહુને ગમે. ૮. સુસ્વર :- જેના ઉદયથી બઘાને ગમે એવો મીઠો અને મધુર સ્વર હોય. ૯. આદેય :- જેના ઉદયથી અયોગ્ય બોલેલું વચન પણ બધાને માન્ય હોય. ૧૦. યશ - યશ એટલે કીર્તિ. જેના ઉદયથી જગતમાં પ્રસરે. અમુક જ ક્ષેત્રમાં ફેલાય અને ઘન વાપરવાથી મળે તે કીર્તિ. અને ચારે બાજુ ફેલાય અને પરાક્રમ કરવાથી મળે તે યશ નામકર્મ. સ્થાવરદશક નામકર્મની ૧૦ પ્રકૃતિઓ - જે હાલી ચાલી શકે નહીં તે સ્થાવર જીવો કહેવાય છે. ૧. સ્થાવર :- જે કર્મના ઉદયથી હાલી ચાલી શકે નહીં તેવું શરીર પ્રાપ્ત થાય. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાય તે સ્થાવર જીવો છે. તે હાલી ચાલી શકે નહીં. ૨. સૂક્ષ્મ - જેના ઉદયથી એક અથવા અનંત જીવો ભેગા થાય તો પણ આંખથી જોઈ શકાય નહીં તેવું સૂક્ષ્મપણું પ્રાપ્ત થાય છે. એ જીવો ન કોઈને રોકે અને ન કોઈથી રોકાય; ભીંતની આરપાર પણ જાય. આખા લોકાકાશમાં કાજળના કુપ્પાની જેમ આ જીવો ભરેલા છે. તે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો છે. ૩. અપર્યાપ્ત - જે કર્મના ઉદયથી જીવ પોતાને યોગ્ય શ્વાસોચ્છવાસ, ભાષા અને મને એ પર્યાયિઓ પૂર્ણ કરવા સમર્થ ન બને તે અપર્યાપ્ત જીવ કહેવાય. કોઈપણ જીવ આહાર, શરીર, ઇન્દ્રિય એ ત્રણ પર્યાતિ પૂર્ણ કર્યા વિના મરણ પામે જ નહીં. ૪. સાઘારણ:- જે કર્મના ઉદયથી એક જ શરીરમાં અનંતા જીવો રહે છે. કંદમૂળમાં આ પ્રમાણે જીવો રહેલા છે. ૫. અસ્થિર :- જે કર્મના ઉદયથી પાંપણ, જીભ વગેરે અસ્થિર અવયવોની પ્રાપ્તિ થાય. ૬. અશુભ :- જેના ઉદયથી નાભિ નીચેના અવયવો અશુભ હોય એટલે જેનો સ્પર્શ બીજાને અશુભ ભાવ કરાવે તેવો હોય. ૭. દુર્ભગ :- જેના ઉદયથી કોઈનો ઉપકાર કરે તો પણ વહાલો ન લાગે પણ અળખામણો લાગે એવું દુર્ભાગ્ય પ્રાપ્ત હોય. ૮. દુઃસ્વર :- જેના ઉદયથી કર્કશ, કોઈને ગમે નહીં તેવો ગઘેડા કે કાગડા જેવો સ્વર મળે. ૯. અનાય - જેના ઉદયથી યોગ્ય વચન પણ કોઈ માન્ય ન રાખે. કોઈ હિતશિક્ષા કે ઉપદેશ વિગેરે પણ અમાન્ય બને. ૧૦. અપયશ - જેના ઉદયથી જગતમાં સઘળે અપકીર્તિ મળે. કોઈપણ કામ કરે તો પણ યશ પામે નહીં. આમ ૩૯ પિંડ પ્રકૃતિ તે (ગતિનામકર્મની ૪, જાતિ ૫, શરીર ૫, અંગોપાંગ ૩, સંહનન ૬, સંસ્થાન ૬, વર્ણ ૧, ગંથ ૧, રસ ૧, સ્પર્શ ૧, આનુપૂર્વી ૪ અને વિહાયોગતિ ૨ મળીને કુલ ૩૯ પિંડ પ્રકૃતિ), ૮ પ્રત્યેક પ્રકૃતિ, ૧૦ ત્રસ દશક, ૧૦ સ્થાવરદશક એ બઘી મળી ૬૭ ભેદે નામકર્મની
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy